________________
(૧૩૬)
જૈન મહાભારત. ઋતુની રાત્રે નિર્મળ ચંદ્ર પ્રકાશી રહ્યો છે. તે વખતે ગેકળની ગોપીઓ કૃષ્ણની સાથે અનેક પ્રકારની ગમ્મતે કરી રહી છે. નાચે છે. ગાય છે, વાજિત્રે વગાડે છે, રમે છે, હસે છે અને સામસામી તાળીઓ લીએ છે. એમ અનેક પ્રકારના ખેલ કરી રહી છે. એ સમયે કૃષ્ણ અને ગેપીએ રાસક્રીડા કરે છે. તેમના અંગ ઉપર પૂર્ણ ચંદ્રમાને પ્રકાશ પડે છે. બીજી કેટલીએક ગેપીઓ પોતપોતાના ખેતરે તથા પશુઓનું રક્ષણ કરી રહી છે. વિવિધ પ્રકારનાં પુષ્પો ખીલી રહ્યાં છે. વનમાં વિચરતા ગજેન્દ્રોના કુંભસ્થળમાંથી મદના ઝરણ ઝરી રહ્યા છે. આવી સુંદર વાતમાં કૃષ્ણ રાત્રિને સમયે ગોપીઓની સાથે નાના પ્રકારની કીડા કરે છે અને દિવસે ગોપીઓના છોકરાઓની સાથે વૃદાવનમાં ગાયોને ચરાવે છે.
એક સમયે કૃષ્ણ યમુના નદીના તીર ઉપર ફરતા હતા, ત્યાં પેલા અરિષ્ટ તથા કેશી બંને દુષ્ટ પશુઓ ગોકુળમાં આવી ચડ્યાં. તેમણે આવી ત્યાં અનેક પ્રકારના ઉપદ્રવ કરવા માંડ્યા. અને સર્વ ગોકુળવાસીઓને અતિ હેરાન કરી મુક્યાં. ગોકુળની પ્રજાને અતિ આકુળવ્યાકુળ થતી જોઈ નંદરાજાને ખેદ થવા માંડ્યો અને તેને કૃષ્ણની ભારે ચિંતા થવા લાગી. આ વૃત્તાંત ગોપીઓએ આવી કૃષ્ણને જણાવ્યું એટલે કૃષ્ણ ગોકુળમાં આવી પહોંચે. તે અરિષ્ટ વૃષભની સામે યુદ્ધ કરવાને ઉભે રહ્યો, એટલે અરિષ્ટ પોતાના તીણ શૃંગનો પ્રહાર કરવા કૃષ્ણ ઉપર ધસી આવ્યું. કૃષ્ણ તેના શીંગડા પકડી તેની પર મુષ્ટિને એ પ્રહાર કર્યો કે જેથી તે અરિષ્ટ