________________
(૧૩૪)
જેન મહાભારત. પુત્રના જન્મ વખતે સર્વ અરિષ્ટોનો નાશ થય હતું, તેથી વિચક્ષણ પિતા સમુદ્રવિજયે તે પુત્રનું નામ અરિષ્ટનેમિ પાડયું અને ઘણા દિવસ સુધી શૈર્યપુરમાં તેને ઉત્સવ ચાલે. પુત્રના જન્મદિવસથી દેવતાઓ નાના પ્રકારથી તેની સેવા કરવા લાગ્યા, યાદવો તેમનું પાલન કરવા લાગ્યા અને ધાત્રીઓ અતિ આનંદથી અરિષ્ટનેમીને ઉછેરવા લાગી. આ મહોત્સવ પ્રસંગે મથુરામાંથી કંસ પણ ત્યાં આવ્યું હતું, તેણે પૂર્વે જે કન્યાનું નાક કાપ્યું હતું, તે કન્યા ત્યાં કંસના જોવામાં આવી, ત્યારે પેલા મુનિના વાક્યનું સ્મરણ થઈ આવવાથી તેને બહુ કષ્ટ ઉત્પન્ન થયું. તે હૃદયમાં ભય પામવા લાગ્યા.
મૃત્યુથી ભય પામેલે કંસ શોર્યપુરમાંથી મથુરામાં આવ્યું. ત્યાં તેણે એક વિદ્વાન જોષીને બોલાવીને પુછયું,
જોષીજી! પૂર્વે મુનિએ મને જે કહેલું છે, તે સત્ય થશે કે નહીં? તે મને યથાર્થ કહે.” જોષીએ જ્ઞાનથી અવલોકન કરી કહ્યું, “રાજન, મુનિઓનાં વચન કદી પણ અસત્ય થતાં નથી. તમારી બહેન દેવકીને સાતમે ગર્ભ તમારે પૂર્ણ શત્રુ છે. તે હજી જીવતો છે, પણ હું જાણતા નથી કે તે કયાં છે ? તેના રહેવાના ઠેકાણુની તમને ખબર પડે એવો ઉપાય હું જાણું છું, તે સાંભળે––તે ઉપાયથી તમને જણાઈ આવશે કે “એ મારે શત્રુ છે... તમારે શત્રુ શ્યામ છે. તે ઘણે પરાકમી છે. તેનું શરીર પુષ્ટ છે. તે મટી ગર્જના કરનાર છે. તમારા દરબારમાં જાણે સાક્ષાત અહંકાર હોય, તે જે અરિષ્ટ નામને બળદ અને લેકેને પીડા કરનાર કેશી ના