________________
કૃષ્ણ અને કસ.
(૧૩૯) તાંજ સત્યભામા મેહિત થઈ ગઈ અને હદયથી તેને ચાહવા લાગી. રાજા કંસની આજ્ઞા થતાંજ કલિંગ, બંગ, કાશ્મીર અને કાર વગેરે દેશના રાજાએ ધનુષ્યની પાસે આવ્યા અને. તેને ચડાવવા લાગ્યા તે પણ કાંઈ વળ્યું નહીં. ધનુષ્યને ચડાવવું તે એક તરફ રહ્યું, પણ તેઓ ધનુષ્યને ડગાવી પણ શકયા નહીં. તેથી શરમાઈને પાછા પોતપોતાને આસને જઈ બેસવા લાગ્યા. એમ સર્વ રાજાઓ અનુક્રમે એક પછી એક પોતપોતાનું બળ અજમાવી ચુક્યા, પણ કેઈનાથી કાંઈ થયું નહીં. પછી અનાદષ્ટિ “શું પૃથ્વીમાં કઈ ક્ષત્રિય નથી?” એમ કહી હાસ્ય કરતો ઉઠી ધનુષ્ય ચડાવવા ગયે. તેણે બળથી ધનુષ્યને થોડું ઉંચુ કર્યું, પણ વધારે બળ કરતાં પોતે નીચે પડી ગયે અને તેની છાતી ઉપર ધનુષ્ય પડી ગયું. તે વખતે તેને મુગટ ભાંગી ગયે. મતીઓના હાર તુટી ગયા અને વસ્ત્રો અસ્તવ્યસ્ત થઈ ગયા. તે જોઈ બધા રાજાઓએ અને સત્યભામાની સખીઓએ હાસ્ય કર્યું. પછી તે માંડમાંડ ધનુષ્ય નીચેથી છુટી. લજિત થઈ પિતાને આસને જઈ બેઠો. ત્યારે સર્વના મનમાં થયું કે, કઈ ધનુષ્યને ચડાવનાર નથી. આ વખતે ૫રાકમી કૃષ્ણ ઉભું થયે. અને તે ધનુષ્યની પાસે આવ્યા. જેમ પૃથ્વી ઉપરથી પુષ્પ ઉપાડી લે તેમ કૃષ્ણ લીલામાત્રમાં ધનખ્ય ઉપાડી ચડાવ્યું અને તેના કટકા કરી નાંખ્યા કૃષ્ણનું આ પરાક્રમ જોઈ સર્વ રાજાઓ મનમાં વિસ્મય પામી ગયા. અને પરસ્પર કહેવા લાગ્યા કે, “આવા નાની વયના બાળકમાં આટલું બધું બળ કયાંથી હશે ?” તે જોઈ બધા લજિજ