________________
(૧૩ર)
જૈન મહાભારતકૃષ્ણને તેની પર ઘણે પ્રેમ થવા લાગ્યા. બળદેવ સર્વ કળાએમાં પ્રવીણ હતે. કૃષ્ણ થડા દિવસ બળદેવ પાસેથી બધી કળાએ શીખી ગયો હતો. તેથી શિક્ષક અને બંધુ-એ બે સંબંધ બળદેવની સાથે કૃષ્ણના થયા હતા. એમ કરતાં કેટલાએક દિવસો વિત્યા પછી કૃષ્ણને વનવયમાં પ્રવેશ થયે. તેના રમણીય વપુ ઉપર તારૂણ વયની શોભા પૂર્ણ રીતે પ્રકાશ નીકળી. કૃષ્ણનું સુંદર રૂપ જોઈ ગોકુળની ગોપીકાએ કામદેવને વશ થવા લાગી અને તેઓ કૃષ્ણની પૂર્ણ રાગી બની તેની પાસે આવી રમણ કરવા લાગી. કેટલીએક ગોપીકાઓ રોમાંચિત થઈ કૃષ્ણના ખભા ઉપર ચંદન દ્રવ્યથી વિચિત્ર પ્રકારના ચિત્રો કહાડવા લાગી. કેઈ મયૂરપીછ લઈ તેના મુગટમાં ઘાલવા લાગી. કેઈ કંપાયમાન થતી નવીન પુષ્પના ગજરા લઈ હદય ઉપર આરોપવા લાગી. કેઈ વખતે બધી પિ કાઓ એકઠી થઈ કૃષ્ણની આસપાસ ઉભી રહી વિલાસથી નૃત્ય કરવા લાગી અને કઈ ગાયન કરવા લાગી. આવી અનેક ચેષ્ટાઓ કરી ગેમિકાઓ ગોકુલમાં કૃષ્ણની સાથે આનંદ ઉત્સવ કરતી હતી. ગોપિકાઓની સાથે કીડા કરતો કૃષ્ણ કામશાસ્ત્રમાં એ તે નિપુણ થયો કે પિતાનું પાંડિત્ય પિતાના શિક્ષકને બતાવવા લાગ્યો. તેને જયેષ્ઠ બંધુ બળદેવકૃષ્ણની રક્ષા કરતો હતો અને તેની સાથે રહી રાત્રિ દિવસ નિર્ગમન કરતો હતો.
આ અરસામાં શૈર્યપુરના મહારાજા સમુદ્રવિજયની પટરાણી શિવાદેવીને રાજ મેહેલમાં શયન કરતાં કાર્તિક માસની દ્વાદશીના પ્રાત:કાળે ગર્ભને સૂચવનારાં ચાદ સ્વનાં આવ્યાં,