________________
(૧૩૦)
જૈન મહાભારત. યશદાએ એક દિવ્ય કન્યાને જન્મ આપે.” વસુદેવ તે કન્યાને લઈ પિતાને પુત્ર યશોદાને આપી સત્વર પિતાને ઘેર આવ્યું. અને તે પુત્રી દેવકીને સેંપી તે બાળિકા ઉંચે સ્વરે રૂદન કરવા લાગી. તેણીના રૂદનનો શબ્દ સાંભળી કંસના રક્ષપાળે જાગ્રત થઈ ગયા અને તે પુત્રીને કંસની પાસે તેડી ગયા. તે સુંદર બાલિકાને જોઈ કંસે વિચાર કર્યો કે, “ મારાથી બધા શત્રુઓ ભયભીત થઈ નાશી જાય છે એવું મારૂં અતુલ પરાક્રમ છે, તેથી મને આ દુર્બળ કન્યા શું કરવાની છે? મૂર્ખ મુનિઓ દ્વા તદ્ધા બેલનારા છે, તેમના વચન ઉપર શે વિશ્વાસ રાખવે?” આ પ્રમાણે વિચારી તે બાલિકાનું નાક કાપી તેને પાછી આપી દીધી.
અહિં નંદના ગોકુળમાં વસુદેવને પુત્ર ચંદ્રની જેમ વધવા લાગ્યા. ચંદ્રના ઉદયથી જેમ ઉદયગિરિ રમણુય લાગે છે, તેમ નંદના પુત્રથી ગોકુળ અતિ રમણીય દેખાવા લાગ્યું, તેનું અતિ મહરરૂપ જોઈને નંદ તથા યશોદાને અતિ આનંદ ઉત્પન્ન થયે. તે પુત્રના શરીરને વર્ણ કૃષ્ણ હોવાથી નંદે વિચાર કરી તેનું નામ કૃણુ પાડ્યું. એ સુંદર કુમારને ગેકુળની ગોપીઓ ઉત્સંગમાં બેસાડી રમાડવા લાગી. જેમ ઇંદ્રાણુના હસ્તાદકથી નંદનવનમાં કલ્પવૃક્ષ વૃદ્ધિ પામે, તેમ યશોદાના પાલણપોષણથી કૃષ્ણ ગોકુળમાં વૃદ્ધિ પામવા લાગ્યા. એક ગોપીના ખોળામાંથી બીજીના ખોળામાં જાય અને એકના હાથથી બીજીના હાથમાં જાય, એવી રીતે રમાડતાં તેની ઉપર ગોપીઓને ઘણે પ્રેમ થયો. કઈ કઈ વખત