________________
કુનિ નામે છે તે
પ્રકારે તેને કરી કુષણને
કૃષ્ણ અને કસ.
(૧૩૧) દેવકી પણ મથુરાથી ગોકુળમાં આવતી અને કૃષ્ણને પિતાના
સ્તનનું સ્નેહથી પાન કરાવતી અને અતિ હર્ષથી લાડ લડાવિને બોલાવતી હતી.
એક દિવસે પૂતના અને શનિ નામે બે વિદ્યાધરીઓ પૂર્વનું વૈર સમરણ કરી કૃષ્ણને મારવા ગોકુળમાં આવી અને ઘણું પ્રકારે તેને મારવાનો યત્ન કર્યો, પણ તેમાં તેઓ નિષ્ફળ થઈ અને અંતે દૈવયેગે તેઓ બંને મરણને શરણ થઈ ગઈ. જે નિર્દોષ સાધુજનને મારવાને યત્ન કરે છે, તેઓ પોતે જ નાશ પામી જાય છે. કૃષ્ણ અનુક્રમે કિશોરવયમાં આવ્યું, ત્યારે તે ગોપાંગનાઓના ઘરમાં જઈ દૂધ તથા દહીંના ગોરસ ચોરી ચેરીને ખાવા લાગ્યા. એમ કરતાં ખાતાં બચે અને લાગ આવે તે તે ઢળી નાંખતો હતો. તે આવા અનેક ઉપદ્ર કરતો તોપણ ઉષ્ણતાને કરનારા સૂર્યની જેમ તે કેઈને અપ્રિય લાગતો નહિં. એમ કરતાં જ્યારે કૃષ્ણ સાત આઠ વર્ષનો થયે, ત્યારે જેમ ચંપાના પુષ્પની ખુશબો દશે દિશાઓને સુગંધિ આપે તેમ તેની કીત્તીની ખુશબો ચારે તરફ પ્રસરી ગઈ. તેના કંઠનો અવાજ ઘણે મધુર હોવાથી જ્યારે તે ગાયન ગાતો ત્યારે તેની પર બધા મોહિત થઈ જતાં અને તેની તરફ અપાર પ્રેમ ધારણ કરતા હતા. કૃષ્ણની આવી અદ્દભુત લીલા સાંભળી વસુદેવના મનમાં શંકા ઉત્પન્ન થઈ કે રખેને કંસ એનો ઘાત કરે “તેથી તેણે તેનું રક્ષણ કરવાને પોતાના મોટા દીકરા બળભદ્રને ત્યાં મોકલાવી દીધો. કૃષ્ણને ખબર ન હતી કે બળદેવા મારે ભાઈ છે, તો પણ પૂર્વભવના સંબંધથી