________________
( ૧રદ )
જૈન મહાભારત. એ. જે સ્ત્રી જાતિને કેળવણી વગરની રાખવામાં આવે તે અ૫ સમયમાં જ તેણીના અબુદ્ધ હૃદયમાં દુરાચાર તથા દુર્વ્યસનનો પ્રવેશ થઈ જાય છે. દુરાચારિણી તથા દુશીલા સ્ત્રી પોતાને તથા પિતાના સંગીને દુર્ગતિમાં પાડે છે. તે વિષે જીવ શાનું મલિન ચારિત્ર દષ્ટાંત રૂપ છે. દુર્વ્યસનમાં આવી પડેલી અંગના ઉભયકુલને કલંકિત કરે છે અને તેણુને સંસાર તેના કુટુંબને દુ:ખરૂપ થઈ પડે છે. માટે સર્વ ભવિ મનુષ્ય પિતાની સ્ત્રીસંતતિને બાલ્યવયથી કેળવણીરૂપ કલ્પલતાની આશ્રિત કરવી છે, જેથી તે સદ્ગણું, સદાચારી અને સુશીલ બની આ -સંસારના માર્ગને સુધારવાનું મુખ્ય સાધન થઈ પડે.
– – મકરાણું ૧૪ મું
કૃષ્ણ અને કંસ. યમુના નદીને કાંઠે આવેલા એક ગામડામાં એક વિશાળગૃહમાં અર્ધરાત્રે કઈ દંપતી વાતોવિનોદ કરતા હતા. તેઓમાં જે પુરૂષ હતું, તે ગામને અધિપતિ હતા અને સ્ત્રી તેમની રાણી હતી. આ વખતે તે સ્ત્રી સગર્ભા હતી. પ્રસવને પૂર્ણ સમય થઈ ગયું હતું. ક્ષણમાં જ તેણીના ઉદરમાંથી પ્રસૂતિ થવાની હતી. તે ચતુર સ્ત્રી પોતાના પતિને પ્રસવ થવાની જ વાત કરતી હતી. “પુત્ર અવતરશે કે પુત્રી” એમ