________________
(૧૧૦)
જૈન મહાભારત. અતિ પ્રસન્ન થઈ ગયો. તેણે પિતાના હૃદયમાં વિચાર કર્યો કે, “આ પુરૂષ રાજપુત્રી જીવયશાને સર્વ રીતે લાયક છે, પણ તેનું કુળ કેવું હશે? તે જાણવું જોઈએ.” આવું વિચારી જરાસંઘે સમુદ્રવિજયને પુછયું, “આ તરૂણ પુરૂષ ક્યાં રહે છે અને તેનું કુળ કેવું છે?” સમુદ્રવિજયે કંસનું શુભ કરવાની ઈચ્છા રાખી કહ્યું, “મહારાજ! સુભદ્ર નામનો એક વણિક યમુના નદીના કિનારે શૌચક્રિયા કરવાને ગયે હતે. તેવામાં એક કાંસાની પેટી જળપ્રવાહમાં વહેતી આવતી હતી. તે જોઈ સુભદ્ર તે પેટી બાહર કાઢી અને તે પિતાને ઘેર લાવ્યું. પેટી ઉઘાડી જોતાં તેમાં ચંદ્રના જેવા મુખવાળો એક તેજસ્વી બાળક દીઠે. તેની પાસે ઉગ્રસેનના નામથી અંકિત કરેલી એક મુદ્રિકા પણ જોવામાં આવી. અને તેની સાથે એક પત્રિકા હતી. તે પત્રિકા વાચી જોઈ. તેમાં લખ્યું હતું કે, “ઉગ્રસેનની સ્ત્રી ધારિણી ગર્ભવતી થવાથી તેણીને પિતાના સ્વામીનું માંસ ભક્ષણ કરવાની ઈચ્છા થઈ. ત્યારે બુદ્ધિમાન એવા પ્રધાનેએ કોઈ પણ યુક્તિથી એને મને રથ પૂર્ણ કર્યો. નવ માસ થયા પછી પિષમાસની કૃષ્ણ ચતુર્દશીએ વિષ્ટિકરણમાં પુત્રને પ્રસવ થયે, ત્યારે પ્રથમ થયેલા દેહદ ઉપરથી એ તેજસ્વી પુત્ર પિતાને વેરી થશે એમ જાણું તેને પિટમાં ઘાલીને ધારિણી રાણીએ તેજ દિવસે પોતાના સ્વામિનું રક્ષણ થવા નિમિત્તે તે પેટીને યમુનાના અગાધ જળમાં વહેતી મુકી દીધી.” આ પ્રમાણે પત્રિકા વાંચી તે સુભદ્ર તેને ઉગ્રસેનને પુત્ર ધારી ઉછેરી મેટ કર્યો. જ્યારે તે તરૂણ
કે હતીપણ