________________
છે કે,
કત છે, તેણે
ઉર લેવું છે તે કાલી વહેતે
(૧૧૨)
જૈન મહાભારત. કરતે પોતાના સાસરાના દરબારમાં રહ્યો હતે. મન્મત્ત થયેલી છવયશા કંસને ભજતી હતી, તથાપિ તેણની મનેવૃત્તિ વ્યભિચારથી નિવૃત્ત થઈ ન હતી. વિષયથી અતૃપ્ત એવી જીવશ હૃદયમાં કુવિકલ્પ કર્યા કરતી હતી.
એક વખતે કંસે પિતાના સાસરા જરાસંઘને કહ્યું કે, મથુરાને રાજા ઉગ્રસેન કે જે મારા પિતા છે, તેણે મને મારી નાંખવાને પેટીમાં ઘાલી વહેતે કર્યો હતે, માટે મારે તેનું વેર લેવું છે. તે તમે મને મથુરાનું રાજ્ય આપવાનું વચન આપ તે હું મારા પિતા ઉગ્રસેનને પરાભવ કરી તેનું રાજ્ય પડાવી લઉં. જરાસંઘે તે વાત કબુલ કરી અને પિતાના જમાઈ કંસને મદદ કરવા કેટલું એક સૈન્ય આપ્યું. કંસે જીવયશાને સાથે લઈ મોટા સૈન્ય સાથે મથુરા ઉપર ચડાઈ કરી. તે વાત જાણે ઉગ્રસેન પણ મોટું સૈન્ય લઈ તેની સામે યુદ્ધ કરવાને આવ્યું. પિતા અને પુત્રની વચ્ચે ત્યાં ભયંકર લડાઈ થઈ. આખરે પરાક્રમી કસે ઉગ્રસેનને હરાવી પકડી કેદ કર્યો. પછી તેને એક કાષ્ટના પાંજરામાં પૂરી દીધો. અને તેના ૫ગમાં લેઢાની મજબુત બેડીઓ નાંખી દીધી. ઉગ્રસેનની આવી, સ્થિતિ થઈ તે પણ તે પિતાના પુત્રના પરાભવથી વિશેષ ક્રોધ, નહીં કરતાં હૃદયમાં સંતોષ માની બેસી રહ્યો. કંસ પિતાને કેદ કરી મથુરાની ગાદી ઉપર બેઠે અને તે રાજ્યમાં પિતાની આણ પ્રવર્તાવી. કંસે પ્રથમ તે પિતાને હાનપણના પાલન પિષણને ઉપકાર સ્મરણ કરી પેલા સુભદ્ર વણિકને શૈર્યપુર