________________
ગર્ભગેપન
(૧૫) પ્રિય વાંચનાર ! આ પ્રસંગને બંધ પણ મનન કરવા જે છે. પાંડુ અને તેની મહારાણું કુંતી પોતાના કુટુંબ તરફ જેવી રીતે વર્યા છે, તેવી રીતે વર્તવાનું શિક્ષણ દરેક કુટુંબ ગ્રહણ કરવું જોઈએ. આજકાલ ભાઈઓમાં અને તેમની સ્ત્રીઓમાં જે કુટુંબ કલેશ જેવામાં આવે છે, તેથી કેટલી હાનિ થાય છે, તેને વિચાર આ પ્રસંગે કરવાનું છે. એક પિતાના પુત્ર વિવાહિત થયા પછી પોતપોતાની સ્ત્રીને આધીન થઈ કુસંપનાં બીજ આપે છે, એ નઠારામાં નઠારૂં કુપ્રવ
ન છે. સદર બંધુઓને નેહ ઘાટે હવે જોઈએ, તેમની સ્ત્રીઓએ સદા સંપથી વર્તવું જોઈએ, જે તેઓમાં કુસંપ રૂપી મહાન અગ્નિ પ્રગટ થયે તે તેઓ બધાને સાથેજ વિનાશ થઈ જવાને. કુસંપરૂપી વિષવૃક્ષ જ્યાં આજે પિત થયું, ત્યાં તેના વિષમય ફળની એટલી બધી ખરાબ અસર થાય છે કે, તેથી સર્વને મેટી હાનિ થાય છે, અને તેને સ્વાદ લેનારૂં સર્વ કુટુંબ દુઃસ્થિતિમાં આવી પડે છે. સુજ્ઞ રાજા પાંડુ અને વિદુષી મહારાણું કુંતી કુસંપના નઠારા સ્વરૂપને જાણતાં હતાં, તેથી તેઓ પોતાના રાજકુટુંબમાં સારી રીતે સંપથી વર્તતાં હતાં.
વર્તમાનકાળે કેટલાએક ઉત્કૃખલ યુવાને પોતે સ્વતંત્ર થવાને પિતાના વડિલેને અનાદર કરે છે અને પોતાના પૂજ્ય વડિલની આજ્ઞા તથા મર્યાદાનું ઉલ્લંઘન કરવા ઉભા થાય છે, તેઓને છેવટે અતિ પશ્ચાત્તાપ કરવાનો વખત આવે