________________
(૯૦)
જૈન મહાભારત. છે, તેમ મનના સંતાપથી આ મારું શરીર નિસ્તેજ થઈ ગયું છે. તે કેરિકે જ્યારથી પાંડુરાજાના ગુણેનું વર્ણન મારી સમક્ષ કહી બતાવ્યું છે, ત્યારથી તેમના પ્રેમપાશમાં પડી છું. કરકે મને કહ્યું હતું કે, પાંડુ રાજા ચંદ્રના જેવા શિતળ છે, પણ મને તે એથી ઉલટું લાગે છે. જે પાંડુ રાજા ચંદ્રના જેવા શીતળ હોય તે તે મારા હૃદયમાં અગ્નિના કરતાં પણ વધારે તાપ કેમ કરે છે? વળી મારે કાંઈ પણ અપરાધ ન છતાં ક્રૂર કામદેવ પિતાના બાણે કરી મને અત્યંત પીડા કરે છે અને પાંડુ રાજાએ પોતાના સંદર્યથી તેને તિરસ્કાર કર્યો છે, તે છતાં તેને લગાર પણ કલેશ કરતું નથી. જે કામદેવે પાંડુ રાજાને પિતાના બાણેએ કરીને વિધ્યા હોય તે તેમને આટલા દિવસ સુધી મારું સ્મરણ કેમ ન થાય? ને જે સ્મરણ થતું હોય તે તેઓ અહિં આવ્યા વિના કેમ રહે? હવે હું નિરાશ થઈ છું. મરણ વિના મારે બીજો કોઈ આશ્રય નથી.
રાજકુમારી કુંતીનાં આ વચન સાંભળી તેણીની સખીએ તેણીના હૃદયનું શાંત્વન કરવાને કહ્યું, “પ્રિય સખી, આટલે બધે ખેદ કરવાનું કાંઈ કારણ નથી. જે વસ્તુ પ્રાપ્ત થવા ગ્ય ન હોય, તે પણ ઉદ્યમે કરી પ્રાપ્ત થાય છે, માટે શેક કરે છેડી દે. હું કઈ એ ઉપાય શોધી કાઢીશ કે, તારે પતિ પાંડુ દૂર છતાં તત્કાળ પાસે આવી ઉભું રહેશે.” આટલું કહી તે ચતુરા પિતાની કામપીડિત સખીને શીત