________________
(૧૨)
જૈન મહાભારત. રહેનારી છે, તે હાલ શકાતુર કેમ દેખાય છે? શું તેને વિવાહિત થવાની ઉત્કંઠા થતી હશે? અથવા શું કઈ પુરૂષ તેણના શીળને ભંગ કરવા પ્રયત્ન કર્યો હશે? અથવા કે રાજકીય મનુષ્ય તેણીના મનને દુભવ્યું હશે? આમાંથી કોઈપણ કારણ બન્યા વગર કુંતી શોકાતુર થાય નહીં. તેણું હૃદયને શોક મારી આગળ પ્રગટ કરતી નથી. આ વિષે કઈ પણ યુક્તિથી તેણના શોકનું કારણ જાણવું જોઈએ.” આવું વિચારી પુત્રીવત્સલ સુભદ્રાએ તે વાત તેણીની સખી પાસેથી જાણવાને નિશ્ચય કર્યો. તેણીએ કુંતીની સખીને બોલાવીને પુછયું, “ભદ્ર ! મારી પુત્રી કુંતીને ચહેરે ફિક્કો કેમ પડી ગયે છે? તેણીને મુખચંદ્ર નિસ્તેજ કેમ દેખાય છે ? તેનું શું કારણ છે? તે તું સાચેસાચું કહી દે. આજ ઘણા દિવસ થયા કુંતી મારી પાસે આવતી નથી, તે છાની રહી શકાતુર રહે છે, અને પિતાના શોકને પ્રગટ કરવાને શરમાય છે. આ વિષે તારા જાણવામાં જે કાંઈ હોય તે મારી આગળ પ્રગટ કર.
સુભદ્રાનાં આવાં વચન સાંભળી કુંતીની ચતુર સખીએ વિચાર્યું કે, “હવે સત્ય વાત પ્રગટ કરવાની જરૂર છે. જે વાર્તા બની છે. તે કલંક્તિ નથી. રાજકુમારી કુંતિનું ચારિ. ત્ર નિર્મળ છે. વળી તે વાત પ્રગટ કરવાથી કુંતી તેના પતિને સંગ પ્રાપ્ત કરી શકશે. તેણે ગાંધર્વવિધિથી જે પતિને વરી છે, તે પતિ તેને યાજજીવિત રહેવાને છે. તે સિવાય બીજા પતિને તે કદિ પણ પસંદ કરવાની નથી.”