________________
ચમત્કારી મુદ્રિકા.
( ૫) મારા યાદવપતિ મહારાજાની સંમતિ મેળવ્યા વિના મેં આ તમારે વિવાહ સંબંધ જોડ્યો છે. તેથી હવે જેમ આ રાજકુમારીને મને રથ પૂર્ણ થાય તે તમારે યત્ન કરે.”
આટલું કહી કાંઈ કાર્યને મિષ કરી તેમને એકાંત સ્થ ળને લાભ આપવાને તે સખી ત્યાંથી ચાલી ગઈ
એકાંત રહેલી અંગનાને જોઈ અનંગે પિતાનું ધનુષ્ય તૈયાર કર્યું. તેઓ બંને શૃંગારના મહાસાગરમાં મગ્ન થઈ ગયા. કમનીય કાંતા કુંતીએ મંદહાસ્ય કરી પ્રશ્ન કર્યો, “સ્વામિનાથ, આ નગરમાં મારા પિતાના રાજમહેલની અંદર આપને પ્રવેશ શી રીતે થયે ? અને મારા હૃદયને પ્રેમ આપના જાણવામાં શી રીતે આવ્યો ? મારા ભાગ્યના ઉદયની પ્રેરણા શી રીતે થઈ?” કુંતીના આ પત્રના પાંડુએ પ્રેમથી ઉત્તર આપે. “પ્રિયા, ચિત્રપટ ઉપર તારી પ્રતિમા જોઈ તારી પર વિશેષ રાગી બની ગયે હતે. તારા પવિત્ર પ્રેમનું પતિબિંબ ત્યારથી જ મારા હૃદયદર્પણમાં પડયું હતું. મારા હદયના વિચાર ઇંગિત ઉપરથી જાણું મારા વિડિલ કાકા ભીમે કેરકને તારા પિતાની પાસે મોકલ્યા હતા. દેવયોગે તારા પિતાએ મને રેગી ઠરાવી કરકને નિરાશ કરી પાછા મેક. મેં કરકને એકાંતે બોલાવીને પુછયું, ત્યારે કેરકે તારા શુદ્ધ પ્રેમનું સ્વરૂપ મારી આગળ જણાવ્યું, તે ઉપરથી મારા હૃદયમાં તારી તરફ વિશેષ રાગોદય ઉત્પન્ન થયા અને મારા શરીરને કામદેવ વિશેષ પીડા આપવા લાગ્યા. કામદેવ