________________
ચમત્કારી મુદ્રિકા.
(૯૩)
થયા જેવું લાગ્યું, તેાપણુ આ તર્ક મારા ખરા થાય એવુ ભાગ્ય ક્યાંથી ?
આ પ્રમાણે રાજકુમારી કુ તી અનેક તર્ક કરતી હતી, ત્યાં તેણીની ષ્ટિ તે પુરૂષના હાથના કડા ઉપર પડી. ત્યાં તે ઉપર ‘ પાંડુ રાજા’ એવા અક્ષરા તેણીના વાંચવામાં આવ્યા. તે વાંચતાંજ જાણે શાકની મૂર્છામાંથી ઉઠીને હર્ષોંની મૂર્છામાં આવી ગઇ હાય ! એમ સ્નેહને વશ થઇ સ્તબ્ધ બની ગઈ, તેણીના નેત્રમાંથી પ્રેમાશ્રુની ધારા ચાલવા લાગી.
આ વખતે તે તેજસ્વી પુરૂષે કહ્યું, “સુકુમારિ, શાંત થા, આવા આક્રોશ શામાટે કરે છે? તું જેને માટે અધીરી થઇ દુ:ખી થાય છે અને તે જેને તારા પ્રેમની દોરી સાથે માંધી લીધેલે છે, તે હું પોતેજ પાંડુ` રાજા છું. તારા નિળ ગુણુ સાંભળી તથા તારા ચિત્રપટ ઉપર સ્મૃતિ મનેાહર રૂપ જોઈ મારૂ મન હરણુ થઇ ગયું છે. ધનુ ર કામદેવની સહાયતાથી અતિ ઉત્કંઠા ધારણ કરી હું આ તારા નગરમાં આવ્યે છું.”
આ પ્રમાણે રાજકુમારી કુંતી અને પાંડુ રાજા પ્રેમરસમાં મગ્ન થતાં હતાં, ત્યાં પેલી સખી ત્યાં આવી ચડી, અચાનક પાંડુને જોઇ તે ચમકી ગઇ. ક્ષણવારે કેટલાએક ચિન્હ ઉપરથી ‘આ પાંડુ રાજા છે.’ એમ જાણી તે સાન દવદના થઈ ગઈ, તેણીએ વિલક્ષણ સ્થિતિમાં પડેલી કુંતીને જોઈ કહ્યુ, “હે રાજકન્યા, આ મહારાજા પાંડુ તમારે ઘેર પરાણા થઈ