________________
(૯ર)
જૈન મહાભારત. સ્વરૂપનું વર્ણન કર્યું હતું, તેવું જ આ સ્વરૂપ દેખાય છે, પણ આ માટે તર્ક વ્યર્થ છે. શું જગતમાં એક આકૃતિના જેવી બીજી આકૃતિ થતી નથી ? વળી કહ્યું છે કે જેનું મન જેમાં આસક્ત થયું હોય, તે તેવું જ દેખે છે.” મને પણ તેમજ થયું. કયાં પાંડુ! અને કયાં આ સ્થળ ! આવી રીતે અચાનક મારી ઈચ્છા કયાંથી પૂર્ણ થાય ? તથાપિ મને આશ્ચર્ય લાગે છે કે, મારા હૃદયમાં મને સંતાપરૂપ અગ્નિને દાહ થઈ રહ્યો હતો, તે જાણે અચાનક શાંત થઈ ગયો હોય તેમ દેખાય છે. ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ થયા વિના મનનું સમાધાન થતું નથી અને મનનું સમાધાન થયા વિના પદાથેની ઈચ્છા જતી નથી. માટે ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ એજ મનનું સમાધાન છે. એ બન્નેની વચમાં અંતરાય નથી. ત્યારે એકને ભાવ અને બીજાને અભાવ સંભવે નહીં. અહિં મારા મનનું સમાધાન તો ભાવરૂપે દેખાય છે અને ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ તે થઈ નથી, માટે તે અભાવ રૂપે છે. વળી એક પદાર્થને વિષે એક સમયે ભાવાભાવ હોય નહીં. ને આ તે પ્રત્યક્ષ દેખાય છે, એ આશ્ચર્યની વાત છે. જે આજ પાંડ રાજા હોય તે એમ બની શકે, પણ તે ક્યાંથી હોય! તે મહાનુભાવને અત્રે આવવાની કલપના શા ઉપરથી થાય! પણ કદાચ કાતાલીય ન્યાયવત્ એમ પણ બની જાય છે. ત્યારે શું મારી તીવ્ર પ્રીતિરૂપ આકર્ષણશક્તિ જ એમને અહિં તેડી લાવી હશે! મનમાં પણ આજ પાંડુ રાજા છે એવો નિશ્ચય શા ઉપરથી થાય? જો કે આ પુરૂષના અંગ સ્પર્શથી મને આનંદ