________________
ચમત્કારી મુદ્રિકા.
(૯૭)
છે. એક વખતે હું... પૃથ્વીમાં પર્યટન કરવાને નીકળ્યા. ફરતાં ક્રૂરતાં આ માગની સમીપે આવી પહોંચ્યા. એટલામાં મને વિદ્યાધરાના રાજા જાણી મારા કેટલાએક દુશ્મના કાણુ જાણે કયાંથી અહિં મારી પાછળ આવી પહોંચ્યા. મને એકલા જોઇ તેમણે મને ખળાત્કારે પકડી લીધા અને આ ઝાડની સાથે ખીલાથી જડી દીધા તેથી મારી આવી દુર્દશા થઈ હતી. તમે મારા પ્રાણદાતા થઇ મને મુક્ત કર્યા છે. જો કે તમારા બદલા મારાથી વાળી શકાય તેમ નથી, તે છતાં હું આપના તાબેદાર છું, જે ઇચ્છતા હૈ। તે આજ્ઞા કરે. તે કા કરવાને હું તત્પર છું.
??
તે વિદ્યાધરપતિનાં આવાં વચન સાંભળી મેં તેને કહ્યું, “ ભદ્રે ! પાપકાર કરવા એ દરેક ઉત્તમ મનુષ્યના ધમ છે, તમે તમારા રાજ્યમાં જઈ તમારી પ્રજાનુ' સારી રીતે પાલન પાષણ કરશેા, તેનાથી વધારે સારૂ મને શું છે, કે જે હુ તમારી પાસે માગું ? ”
મારાં આવાં વચન સાંભળી, તે વિદ્યાધર ખુશી થઈ એક્લ્યા--“મહાનુભાવ ! તમારી ઉત્તમ વૃત્તિ જોઇ હું હૃદયમાં અતિશય પ્રસન્ન થયા છુ, તથાપિ તમારૂં કાંઈ પણ કાર્ય કરવાની મારા હૃદયમાં ઉત્કંઠા થાય છે, તે તમે દૂર કરી. વળી તમારી મુખમુદ્રા ઉપરથી દેખાય છે કે, તમે ચિંતાતુર છે. તે જો કૃપા કરી તમે તમારી ચિંતા મારી આગળ પ્રગટ