________________
(૮૮)
જૈન મહાભારત. હતી. બીજી સ્વરૂપવાન હતી પણ તેનાથી ન્યૂન હતી. તથાપિ પેલી રમણના લાવણ્યની પ્રભા તેના પર પડતી, તેથી તે વિશેષ સુશોભિત દેખાતી હતી. તેઓ બંને પોતપોતાની ઈચ્છાઓ પ્રદર્શિત કરતી હતી. તેઓમાં જે અતિ સુંદર રમણી હતી તેણએ ચિંતાતુર વદને બીજીને કહ્યું, “સખી, મારા મનોરથ સિદ્ધ થવામાં મને મેટી શંકા ઉત્પન્ન થઈ છે. હવે હું નિરાશ થઈ મારા જીવનને અંત લાવવા ઈચ્છું છું.” પ્રિય રાજકુમારી! એવું સાહસ કરવું આપને એગ્ય નથી, આપ વિદ્વાન થઈ આત્મહત્યા કરવા તૈયાર થાઓ, એ સર્વ રીતે અઘટિત છે.” સખીએ ચિંતાતુરવદને ઉત્તર આપે.
જે પિતા મને યોગ્ય વરને આપવા ખંતીલા છે, ત. થાપિ મારા હિતની ખાતર તેમણે પોતાના વિચાર ફેરવ્યા એ મને યોગ્ય લાગ્યું નહિં. પિતા તન, મન ધનથી મારૂં હિત ઈચ્છે છે, પણ તેથી મારું અહિત થવાનું છે. એ વાતથી સુજ્ઞ પિતા તદ્દન અજ્ઞાત છે. હવે મારે શું કરવું અને કે ઉપાય લે ?રાજકુમારીએ શકાશ્રુ લાવીને કહ્યું.
પ્રિય સખી, એવું શું બન્યું છે?” તેણુએ ઈતિજારીથી જણાવ્યું.
રાજકુમારી બેલી–સખી, ગઈકાલે હસ્તિનાપુરના મહારાજ પાંડુના ગુણ સાંભળી, હું તે પવિત્ર રાજાપર મેહિત થઈ ગઈ છું અને એ ધર્મવીર મહારાજાની પત્ની છેવાને મેં નિશ્ચય કર્યો છે.