________________
(૮૬)
જૈન મહાભારત. પ્રસન્ન થઈ ગયા. પિતાને મને રથ પ્રયત્ન કર્યા સિવાય સિદ્ધ થયે એમ જાણી તે પોતાને કૃતાર્થ માનવા લાગે.
ચિત્રપટ ઉપર આળેખેલી તે રાજકન્યાની સુંદર છબી જોઈ પાંડુરાજા પણ હૃદયમાં અતિ આનંદ પામી ગયું હતું. તે રમણય રાજરમણીનું ચિત્ર પાંડુ રાજાના ચિત્તરૂપી પટને વિષે કામદેવરૂપ ચિત્રકારે પ્રથમજ આળેખી રાખ્યું હતું. યદ્યપિ તે ભાવપણે વૃતિગોચર હતું, પણ દ્રવ્યપણે દૃષ્ટિગોચર નહિ હોવાથી તેનામાં આતુરતા રહેલી હતી, તે આજે સર્વ રીતે શાંત થઈ ગઈ હતી. પાંડુની મનોવૃત્તિ કુંતીના કાંતસ્વરૂપને પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છા ધરવા લાગી. તેના અંગમાં અનંગ વ્યાપી ગયે. તથાપિ વિડિલ ભીષ્મની મર્યાદા રાખવાને તેણે કઈ જાતની બાહ્યચેષ્ટા દર્શાવી નહિં.
પ્રિય વાંચનાર, આ પ્રકરણમાંથી તારે બે પ્રકારને બેધ લેવાને છે. વિચિત્રવીર્ય જે બળવાન રાજા વિષયના અતિ સેવનથી ક્ષય રોગને ભેગી થઈ પડ્યું હતું. એ ઉપરથી સમજવાનું કે, વિષય સેવન કેવું વિપરીત છે? વિષયાસકિતથી મનુષ્યની જીંદગીનો અંત આવી જાય છે. નિરેગી, બળવાન અને તંદુરસ્ત મનુષ્યો વિષયરૂપ અગ્નિના સેવનથી મીણની જેમ ગળી જાય છે. એ વિષરૂપ વિષના વેગથી વિચિત્રવીર્ય જે સમર્થ રાજા ક્ષીણ થઈ ગયે, તે સાંપ્રતકાળનાં સામાન્ય મનુષ્યના શા હાલ થાય ! આથી દરેક સુજ્ઞ મનુષ્ય ગૃહવાસમાં રહીને પણ વિષય સેવનની મર્યાદા રાખવી જોઈએ,