________________
(૮૪)
જૈન મહાભારત આપ્યાં હતાં. કુંતીએ પિતાના પિતૃગૃહમાં સારી કેળવણું લીધી છે. તે એક સુંદર રાજશ્રાવિકા બની છે. તેની નાની વયમાંથી ઉત્તમ ગુણોને ધારણ કરનારી થઈ, આથી તેણીના માતાપિતાને ભારે હર્ષ થયા છે. તે સગુણ બાળાનું લોકોએ પૃથા એવું નામ પણ પાડેલું છે. એ બાળા બાળચંદ્રની કળાની જેમ દિવસે દિવસે વધવા માંડી તે લગભગ યુવાવ
સ્થામાં આવી પહોંચી, ત્યારે તેની માતાને તેણીના વરને માટે ચિંતા ઉત્પન્ન થઈ. એક વખતે રાજબાળા કુંતી પિતાના પિતાના ઉત્સગમાં રમતી હતી, ત્યારે રાજા અંધકવૃષ્ણિએ પિતાના વડા પુત્ર સમુદ્રવિજ્યને બોલાવીને કહ્યું કે, “વરા,
આ તારી બહેનને એગ્ય એવો પતિ કયારે મળશે? હું તેની ” ચિંતાથી આતુર છું.” પિતાનાં આવાં વચન સાંભળી ચતુર સમુદ્રવિજયે જણાવ્યું કે, “પિતાજી, ચિંતા કરવાનું કાંઈ કારણ નથી. જે તમારી ઈચ્છા હોય તે તેના ગ્ય વરને શોધી કહાડે તેવા બાહોશ માણસોને દશે દિશાઓમાં મેકલાવે જેથી આ મારી વિદુષી હેનને ઉત્તમ, બુદ્ધિમાન, સ્વરૂપવાન અને કુલીન વરની પ્રાપ્તિ થાય. કદિ આપણે તેણીને માટે સ્વયંવર કરીએ તે તેથી પણ વરની પ્રાપ્તિ થાય તથાપિ સ્વયંવરમાં મળેલા હજારે રાજાઓમાંથી એકને પસંદ કરી કન્યા વરવાથી બીજા બધા રાજાઓને અપમાન કરવા જેવું થાય છે, તે એક જાતને દોષ કહેવાય; તેમજ તેથી લડાઈ કે કલહ પણ ઉત્પન્ન થાય છે. તે છતાં જે એમ કરવાની આપની ઈચ્છા હોય તે હું આપને સંમત થતું નથી.” .