________________
ચિત્રપટ.
(૮૫) કુમાર સમુદ્રવિજ્યને આ મત થવાથી રાજા અંધકવૃષ્ણિએ તે માર્ગ લીધે નહિં. પછી મને બોલાવી રાજાએ કહ્યું કે, “તું દેશોદેશ જઈ આ કન્યાને ગ્ય એવા કોઈ પતિની શોધ કર.” રાજાની આવી આજ્ઞા થવાથી મેં આ પટ ઉપર તે રાજકન્યાનું ચિત્ર કહાડ્યું અને આ ચિત્રપટ સાથે લઈ તે કાર્ય કરવા માટે હું પિતે પ્રવાસ કરવા બાહર નીકળી પડે છું. દેશદેશ ફરતા ફરતે અહિં આવી પહોંચ્યો છું. અહિં આવ્યા અને થોડાક દિવસ થયા છે. આ નગરીના રાજા પાંડુની સત્કીર્તિ મારા સાંભળવામાં આવી છે. આજે આ તેમને પ્રત્યક્ષ જોઈ હું ઘણે હર્ષિત થયો છું. હવે મારો મનોરથ પૂર્ણ થયો એમ હું માનું છું. આપ મહાનુભાવ તેમના વડિલ છે, એ પણ મારા જાણવામાં છે. મારી આપની પાસે એટલીજ વિનંતિ છે કે, આ રાજકન્યાનું લગ્ન પાંડુ રાજાની સાથે કરે. જેમાં સુગંધી માલતીના પુષ્પથી ભ્રમર શોભાને પામે છે, તેમ એ રાજકન્યાથી પાંડુ રાજા શોભા પામશે. વળી અમારી રાજકન્યા કુંતીને એક માદ્રી નામે નાની બહેન છે. તે સુંદર બાળા ઉપર ચેદી દેશના રાજા દમષને ઘણો પ્રેમ થયો છે, પણ મેટી દીકરીનું લગ્ન થયા પહેલાં નાની દીકરીને પરણાવવી એ અઘટિત છે, એમ જાણું અમારા રાજાએ તે પુત્રીને પરણાવી નથી. માટે તમે કૃપા કરી અમારી ઈચ્છા પૂર્ણ કરે.”
પ્રવાસીના આવા વચન સાંભળી ભીષ્મ, હદયમાં અતિ