________________
કન્યાહરણ
આ વખતે પરાક્રમી ભીમે તે કન્યાનું હરણ કરવાને નિશ્ચય કર્યો, તરત તે મહાવીર કન્યાઓની નજદીક આવ્યું અને તે શૂરવીરે બધા રાજાઓના દેખતાં તે ત્રણે કન્યાઓને લઈ સ્વયંવરના મંડપ પાસે રાખેલા રથમાં બેસારી પિતાના નગર તરફ ચાલવાની તૈયારી કરી. સ્વયંવરરૂપ મેટા સમુદ્રનું મંથન કરી ભીષ્મ પિતાનું કાર્ય સિદ્ધ કરી લીધું, તે સમયે તે કમળ રાજકન્યાઓ રથમાં બેઠી અતિ ભય પામવા લાગી. તેમને ભય પામતી જોઈ વીર ભીમે શાંત્વન કરવાને કહ્યું, “રાજકન્યાઓ! તમે જરા પણ ભય પામશે નહીં. હું તમારે હિતેચ્છું . મારું નામ ભીષ્મ છે. હું - સ્તિનાપુરના સ્વર્ગવાસી શાંતનુ રાજાનો પુત્ર છું. મારો લઘુ ભાઈ વિચિત્રવીર્ય મોટા દેશના અધિપતિ છે, તે એ સદુગુણ અને પરાક્રમી છે કે, આ એકઠા થયેલા બધા રાજાઓ તેની પાસે તૃણ સમાન છે. તમે ત્રણે બાળાઓ એ કામ સ્વરૂપી મહારાજાની પ્રિયપત્નીઓ થઈ હસ્તિનાપુરના મહારાજ્યનો ઉપભેગ કરશે. હું એ રાજાને જ્યેષ્ઠ ભ્રાતા છું, તેના માટે જ હું તમને અહીંથી લઈ જાઉં છું.”
ભીષ્મના આવા શાંત્વન ભરેલા શબ્દો સાંભળી તે રાજકન્યાઓ નિર્ભય થઈ આનંદ પામી. “આપના વચન અમે મસ્તકપર ચડાવીએ છીએ.” એમ કહી તે ત્રણે કન્યાએ ખુશીથી ભીષ્મને આશ્રિત થઈ. ભીષ્મના વચન ઉપર તેમને પૂર્ણ વિશ્વાસ બેસી ગયે. આ વખતે પરાક્રમી ભીમે વિચાર કર્યો–ચાર અથવા લુંટારાની પેઠે છળ કરી હરી