________________
કન્યાહરણ.
( ૭૧ )
અમૂલ્ય મેાતીઓના હારા ચાદ્ધાઓના અંગના સ્પર્શથી ૬ચરાઈ જઇ ચૂરા થઈ પૃથ્વીપર પડ્યાં; તેથી રણભૂમિ શેભવા લાગી. જાણે ભીષ્મના ઉવલ વીર તેજરૂપ ચંદનથી તે લિપ્ત થઇ હાય તેમ દેખાવા લાગી. મેાટી ભીડમાં ઘસાતા રાજાઓના માજીમ ધથી ઉત્પન્ન થતા અગ્નિવડે તેમના વસ્ત્રો મળવા લાગ્યાં. અતિ પ્રતાપી ભીષ્મના તેજમાં સર્વ રાજા મજાઈ જઈ ભયભીત થઈ કંપવા લાગ્યા; તેથી તેમના મુગટ પૃથ્વીપર પડી ગયા. કેટલાએક એભાન અવસ્થામાં આવી પડ્યા, કાઈ યુદ્ધ કરવાની આકાંક્ષાથી આયુધ સજ્જ કરી ઉભા રહ્યા, કેાઈ પરાક્રમના અભિમાનથી પોતાના અંગપર અખ્તર પહેરવા લાગ્યા, અને કેાઇનાં શરીર રામાંચિત થઈ ગયા.
પછી ભીષ્મના અદ્ભુત પરાક્રમથી ભય પામતા રાજાઆ કાશીરાજાને સાથે લઈ ભીષ્મની પાસે આવ્યા, અને તેને કહેવા લાગ્યા— હું ક્ષગિયકુળભૂષણ ગાંગેય ! તારા જેવા નીતિમાન પુરૂષને આવા અન્યાય કરવા યેાગ્ય નથી. આ સ્વયવરમાંથી અઘટિત રીતે રાજકન્યાઓનું હરણ કરતાં તને મનમાં કેમ ભય લાગતા નથી ? શુ' તારા મનમાં એમ છે કે બીજો કેાઇ શૂરવીર ક્ષત્રિય આ પૃથ્વી ઉપર નથી ! તેં કરેલું અપકૃત્ય પાપરૂપ છે, તેમ છતાં જો એ પાપકર્મી તું કરીશ તે આ અમારા ધનુષ્ય તારા ગુરૂરૂપ થઈને તીક્ષ્ણખાણુવડે તને પ્રાયશ્ચિત આપ્યા વિના રહેશે નહીં.
,,