________________
( ૭૮ )
જૈન મહાભારત.
ના એવા સ્વભાવ હાય છે કે પેાતાના પુત્રને આનંદિત જોઇ પેાતે આનંઢમાં રહે છે અને પુત્રને દુ:ખી જોઇ પેાતે દુ:ખી રહે છે. હે પુત્ર ! બીજી બધી ક્ષત્રિયાણીઓ કરતાં હું મને વિશેષ ધન્ય સમજું છું કે, તારા જેવા મારે વીરપુત્ર થયા છે, તેથી ખરેખર હું વીરપ્રશ્ન માતા ગણાઉં છું, પણ મારા એ અભિમાનનુ તે છેદન કર્યું છે. હે ભાઈ ! તારૂં પ્રથમનું ખળ તથા સૌંદર્ય જોઇ જેવા મને આન ંદ થતા તેવું હાલ તારૂં વ્યસન જોઇ મને દુ:ખ થાય છે. આપણા કુરૂવંશમાં તારા જેવા કાઈ પુરૂષ થયા નથી. તે તારૂં ગૈારવ તું શા માટે હીન કરે છે ? હવે મારે તને એટલુ જ કહેવાનુ કે, જેથી હું તથા આ તારા માટા ભાઈ ભીષ્મ ાનંદ પામીએ એવુ આચરણુ કર.
,,
પેાતાના જ્યેષ્ટ મધુ ભીષ્મ તથા માતા સત્યવતીનાં આવા ઉપદેશથી વિચિત્રવીય શરમાઈ ગયા અને તેના અત:કરણમાં તે ઉપદેશે સારી અસર કરી. તે દિવસથી તે ધમ, અર્થ અને કામ—એ ત્રણ પુરૂષાર્થ ઉપર સમાનવૃત્તિ રાખી વત્ત વા લાગ્યા હતા. સદાચારમાં વતા એવા વિચિત્રવીર્ય ની ત્રણે સ્ત્રીએ અનુક્રમે સગર્ભા થઈ હતી. પ્રથમ મંબિકાએ એક પુત્રના જન્મ આપ્યા. સત્યવતીએ તથા ભીષ્મે તેનુ નામ ધૃતરાષ્ટ્ર પાડયું હતું. પૂર્વક ના સચિતથી તે પુત્ર જન્માંય થયા હતા. તે પછી કેટલેક દિવસે બીજી સ્ત્રી અખાલિકાને પુત્ર થયા હતા; તેને જન્મથી પાંડુ નામના રોગ હાવાથી તેનુ