________________
(૭૬)
જૈન મહાભારત.
આ વખતે કાઈ એક પ્રવાસી પુરૂષ તેમના માર્ગ માં એક સુંદર ચિત્રપટ લઇ ઉભા હતા. તેને જોતાંજ તે અને વીરપુરૂષા કુતૂહલથી તેની પાસે આવ્યા. પ્રવાસીના હાથમાં રહેલું સુંદર ચિત્રપટ જોઇ તેમને વધારે આશ્ચય થયું. તે ચિત્રપટમાં એક સુંદર માળાનુ મનહર ચિત્ર ચિતરેલું હતું. ચતુર ચિત્રકારે તેચતુરાના ચિત્રમાં પેાતાનુ અદ્ભુત ચાતુ દર્શાવ્યું હતુ. તે ચિત્રને જોતાંજ વૃદ્ધ પુરૂષના કરતાં તે તરૂણ પુરૂષને વધારે આશ્ચર્ય થયું, અને તે સાથે તેના હૃદ ચમાં વિકારને પ્રથમ પ્રવેશ પણ થઈ ગયા.
પ્રિય વાંચનાર ! આ અને પુરૂષોને આળખવાની તારા હૃદયમાં પ્રખળ ઇચ્છા પ્રગટ થઇ હશે. સાંભળ, તેઓ કાણુ છે ? તે બ ંને પુરૂષામાં જે વૃદ્ધ છે, તે ચાલતી વાત્તાના નાયક ભીષ્મ અને તેની સાથે જે તરૂણ પુરુષ છે, તે વિચિત્રવીર્ય ની બીજી સ્ત્રી અખાલિકાના પુત્ર પાંડુ છે. કાશીરાજાની ત્રણે પુત્રીઓને પરણ્યા પછી રાજા વિચિત્રવીય તેમના શ્રૃંગારમાં અતિ આસક્ત થઇ ગયા હતા. તે એટલાબધા આસક્ત થઈ ગયા કે જેમ રાહુ સૂર્ય તથા ચંદ્રના ગ્રાસ કરે છે, તેમ વિચિત્રવીર્યનાશરીરમાં ઉત્પન્ન થયેલા કામદેવે ધર્મ તથા અના ગ્રાસ કર્યો હતા. કામિનીઓની કામક્રીડામાં તલ્લીન થયેલા વિચિત્રવીય રાજકાજ સર્વ ભુલી ગયા હતા. ‘વિચારવાન પુરુષે કામનું સેવન અતિશય ન કરવુ જોઇએ’ એ નીતિ જાણતા છતાં કામી વિચિત્રવીર્ય તેનુ વાર વાર સેવન કરતા હતા. અતિશય કામ