________________
(૭૦)
જૈન મહાભારત.
·
લઈ નાશી જવું એ શૂર પુરૂષનું લક્ષણ નથી, પરંતુ પેાતાનુ સામર્થ્ય બતાવી મેદાનમાં બધાની આંખામાં રજ નાંખી લઈ જવું એજ ક્ષત્રિયનું કામ છે. ” આમ વિચારી હાથમાં ધનુ બ્ય લઈ પરાક્રમી ભીષ્મે સ્વયંવરના બધા રાજાઓને ગર્જ નાથી કહ્યું—“ હે પરાક્રમી રાજાએ ! તમારી સમક્ષ હું આ ત્રણ રાજકન્યાઓનું હરણ કરૂ છુ, એ કૃત્ય તમારાથી સહન થઈ શકવાનું નથી, એમ હું સમજું છું. આ વખતે જો તમારામાં શક્તિ હોય તેા આયુધ લઈને મારી સાથે યુદ્ધ કરો. હું સર્વાંના અનાદાર કરી—સને માથે પગ દઈને ચાલ્યા જાઉં છું. તેને અટકાવ કર્યા વગર કાયરની પેઠે બેશી રહેવુ તે શૂર પુરૂષને ઉચિત નથી. માટે તમારા માંહે કાઈ ખરા શૂરવીર પુરૂષ હાય તેણે મારી સામે યુદ્ધ કરવા તૈયાર થવું. હું આ કન્યાઓને કાંઇ ચારીથી લઇ જતા નથી, પણ મારા ખળવી થી લઇ જાઉં છું....” ભીષ્મનાં આવાં ચાનક ઉત્પન્ન કરનારાં વચનેા સાંભળી ત્યાં બેઠેલા સર્વ રાજાએ સહન કરી શકયા નહીં. તેઓ સમુદ્રની પેઠે ગર્જના કરી ઉભા થયા. તેમની ગર્જનાથી પૃથ્વી અને ગગન ગાજી ઉઠ્યાં, તે ભયંકર શબ્દોથી સર્વ દિશાએ વ્યાપ્ત થઈ ગઈ. તેઓ અનુક્રમે ભીષ્મની સામે યુદ્ધ કરવા તૈયાર થયા. તેમને એકી સાથે ધસી આવતા જોઇ ભીષ્મ ધનુષ્ય બાણુ લઇ સામે આબ્યા. ભીષ્મના ભયંકર રાષ જોઈ કેટલાએક તા ત્યાંથી નાસવા લાગ્યા; પણ ભીડ ઘણી હતી. તેથી તેમનાથી નાશી શકાયું નહીં. તે ગરદીમાં રહેલા રાજાઓના કંઠમાં રહેલા