________________
(૬૮)
જૈન મહાભારત. એ ત્રણ રાજકન્યાઓ મંડપમાં દાખલ થયા પછી તેમની સખીઓ તે પ્રત્યેક રાજવંશીના કુળ, ગુણ, વિગેરેને ઈતિહાસ કહેવા લાગી. પેલે વીર નર જે એક તરફ ઉભે હતે. તે બધું મુંગે મોઢે સાંભળતું હતું અને પિતાની ધારણા સફળ કરવાને લાગ જેતે હતે.
| વાંચનાર ! આ પ્રકરણના આરંભથી અચંબામાં પડ્યા હશે; તેથી આ સ્થળે તેનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ. જેની પાસે પવિત્ર ભાગીરથી નદી વહે છે, એવી કાશીપુરીના રાજાને અંબા, અંબિકા અને અંબાલિકા નામે ત્રણ કન્યાઓ છે. તે સુજ્ઞ રાજાએ પોતાની પુત્રીઓને એગ્ય વર મળે તેવા હેતુથી એક સ્વયંવર મંડપ રચેલે છે. તે મંડપમાં દેશદેશના નરપતિઓ આવી હાજર થયેલા છે. કાશીપતિએ બધા રાજાઓને સ્વયંવરમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, પણ હસ્તિનાપુરના રાજા વિચિત્રવીર્યને આમંત્રણ આ
યું ન હતું. જે પુરૂષ એક તરફ ઉભે ઉભે રાજાઓની ચેષ્ટા જોઈ હસતે હતું, તે આપણે વીરનર ગાંગેય છે. પોતાના પ્રિય બંધુ વિચિત્રવીર્યને સ્વયંવરનું આમંત્રણ આપ્યું નથી, એ વાત દૂતના મુખેથી સાંભળી પરાક્રમી ગાંગેય કાશીરાજાની ત્રણે કન્યાનું હરણ કરવાને તે સ્વયંવર મંડપમાં આવ્યા હતા. રાજકન્યાઓ સ્વયંવર મંડપમાં દાખલ થઈ અને તેમની સખીઓએ રાજાઓના વંશ ગુણનું વર્ણન કરવા માંડ્યું, તે વખતે મહાવીર ભીષ્મ તે કન્યાઓને હરવાને લાગ જેતે ઉભા હતા.