________________
કન્યાહરણ.
. (૬૭) શેભી રહ્યા છે. કેઈ મૂછપર હાથ નાંખ્યા કરે છે, કેઈ કસબી રૂમાલથી વારંવાર મુખ લુંછયા કરે છે, કેઈ તેરમાં મુખમુદ્રને મરડે છે, કોઈ પોતાના અંગ પર રહેલા સુંદર વસ્ત્રાભરણે જોયા કરે છે, કોઈ ગર્વથી અક્કડ થઈ બેઠા છે, કેઈ તપસ્વીની પેઠે ધ્યાન ધરી હસી રહ્યા છે, કઈ પિતાના કુળનું સ્મરણ કરી કુલમદ ધારણ કરે છે, કેઈ પોતાના અતુલ બળનેજ વિચાર કરે છે, કોઈ અભિમાનના આવેશમાં આવી પિતાને સર્વોત્કૃષ્ટ માને છે, કોઈ પોતાના સંદર્ય ઉપર વિશ્વાસ રાખી નિશ્ચિંત થઈ બેઠા છે, કેઈ પિતાના કદ્રુપને લીધે ભાગ્યને સંભારે છે, અને કઈ પરસ્પર વાર્તાલાપ કરી પોતપોતાની બડાઈ મારે છે.
આ બધે દેખાવ એક તરક ઉભેલા એક વીરપુરૂષ જુએ છે, તે બેઠેલા રાજાઓની વિવિધ ચેષ્ટા જોઈને પોતાના મનમાં હસે છે.
આ વખતે ત્રણ સુંદર બાળાઓ આવી તે મનહર મંડપમાં દાખલ થઈ. તેમની આસપાસ સમૃધિવાળે પરિવાર પરિવૃત થઈને રહેલ હતા. તે રમણએના સંદર્યના પ્રકાશથી બધો મંડપ પ્રકાશી રહ્યો હતો, તેમના દિવ્ય પ્રકાશથી ત્યાં બેઠેલા રાજાઓ ઝાંખા પડી ગયા હતા. તે સુંદરીઓને જોતાંજ બધા રાજસમાજ ચકિત થઈ ગયું અને વિવિધ જતનાં મને રથ કરવા લાગ્યો. તેમની મને વૃત્તિ તે બાળાએના અવલોકનથી આતુર થઈ ગઈ. અને તેમને પ્રાપ્ત કરવાના અનેક સંક૯પ-વિકલપ કરવા લાગી.