________________
(૬૪).
જૈન મહાભારત ભક્ત ભીષ્મ સારી રીતે પિતાની ઉત્તરક્રિયા કરી. સત્યુ માતાપિતા જીવતાં જેમ તેમની સેવા કરવામાં તત્પર રહે છે, તેમ તેઓને સ્વર્ગવાસ થયા પછી પણ ઉત્તરક્રિયારૂપ સેવા કરી પોતાની પવિત્ર ફરજ બજાવે છે.
સત્યપ્રતિજ્ઞ ગાંગેયે પિતાના માતામહ નાવિકની પાસે જે પ્રતિજ્ઞા કરી હતી, તેને યાદ કરી પોતાના લઘુભાઈ ચિત્રાંગદને હસ્તિનાપુરની રાજ્યગાદી ઉપર બેસાર્યા. વિનીત ચિત્રાંગદે વિવેકથી પિતાના જ્યેષ્ટ બંધુ ભીષ્મને રાજ્યસન પર બેસવાને જણાવ્યું, પણ દઢપ્રતિજ્ઞ ભીમે તે વાત માન્ય કરી ન હતી. ચિત્રાંગદ રાજ્યસન પર બેઠા પછી ગ્રીષ્મઋતુના સૂર્યની જેમ તેની કાંતિ પ્રકાશવા લાગી. ગાદીનશીન થયા પછી ચિત્રાંગદને પિતાના બાહુબળનું અભિમાન આવ્યું હતું. તેથી તે પિતાના જે વિરોધી રાજા હતા, તેમની સાથે એકલે યુદ્ધ કરતે અને તેમાં વિજય મેળવતે હતે. ઘણું યુદ્ધના પ્રસંગમાં જ્યારે તે વિજયી થવા માંડે એટલે તેનામાં બળને ગર્વ વિશેષ થયે. અને તેથી તે પોતાને મહા પરાક્રમી સમજવા લાગ્યું. “મારે બીજા કેઈની મદદની જરૂર નથી ” આવું ધારી તે કેઈપણ વખતે ભીષ્મની સહાય લેતે નહીં.
અભિમાન એ ચંચળ વસ્તુ છે. કઈ પણ વ્યકિતની અંદર એ સ્થિર રહેતું નથી. અભિમાનના ઉંચા શિખર પર ચડેલા માણસનું આખરે પતન થાય છે. એક વખતે અને