________________
ભીષ્મની પિતૃભક્તિ.
(૫૫) અને ઘણો પ્યાર કરી તેને દેખતાં ગાંગેયને કહ્યું! “વીરપુત્ર! પોતાના પિતાની ઈચ્છા પૂર્ણ કરવા આવું ભીષ્મ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનાર તમારા જે પુરૂષ કેઈ નથી. તમારી આ ભીષ્મપ્રતિજ્ઞા જોઈ મને મેટે હર્ષ ઉત્પન્ન થાય છે. હવે મારા મનમાં કોઈ જાતની શંકા રહી નથી. આ બાળા મારી
રસ કન્યા નથી, પણ રાજકન્યા છે. તે રત્નપુર નગરના રાજા રત્નાંગદની પુત્રી છે. હું તેને પોષક અને પાળક પિતા છું. ઉત્પાદક નથી.” એમ કહી તેણે તેણીને બધે વૃત્તાંત કહી સંભળાવ્યો. પછી વિશેષમાં જણાવ્યું કે, આ કન્યારત્ન મારા ઘરમાં હોય એવી મારી ગ્યતા કયાંથી? તેમ છતાં કોઈ પૂર્વ પુણ્યના પ્રભાવે મારે એ કન્યાની સાથે પિતાપુત્રીરૂપ સંબંધ થયે છે, જેથી રાજમણિ શાંતનુની સાથે શ્વસુર જામાતાને અને તમારી સાથે માતામહ દૌહિત્રને સંબંધ છે. હવે મારા જેવો ધન્ય પુરૂષ કોણ છે? જે કે આ સત્યવતીના પતિ તમારા પિતા શાંતનુ રાજા થશે, એવી મને આકાશ વાણુથી ખબર હતી, તથાપિ આટલી બધી જે મેં આનાકાની કરી, તે માત્ર તમારી શ્રદ્ધા જેવા સારૂં. તેની મને ક્ષમા કરજે. હે રાજપુત્ર! આજથી હું આ કન્યા તમારા પિતાને આપું છું. હવેથી એના સુખ દુઃખના જાણનાર તમેજ છે. આ સત્યવતી મને પ્રાણ કરતાં પણ પ્રિય છે, તેને વિયેગ હું કેમ સહન કરી શકીશ? આટલું કહેતાંજ નાવિકના નેત્રમાંથી અશ્રુધારા ચાલવા લાગી. ક્ષણવારે હૈયે ધારણ