________________
ભીષ્મની પિતૃભક્તિ.
(49)
ઈચ્છે છે. માટે આ શુભકાર્ય કરવામાં તમારે કાઇ પણ શકા લાવવી નહિ. રાજ્ય મળવા વિષે જે તમને માટી શંકા છે, તે પણ તમારા હૃદયથી દૂર કરો, તેની ખાત્રી માટે તમારી પાસે એવી પ્રતિજ્ઞા કરૂં છું, કે જો સત્યવતીના પુત્ર થાય તે ખચીત રાજ્ય પદવી તેનેજ મળશે. હું રાજ્ય ઉપરથી મારા હક ઉઠાવી લઇશ. સત્યવતીના ઉત્તરથી ઉત્પન્ન થયેલા મારા બીજા ભાઈને રાજ્ય આપુ અને હાથમાં ધનુષ્ય આણુ લઈ તેની રક્ષા કરૂ તાજ હું શાંતનુ રાજાના ખરા પુત્ર ગાંગેય, નાવિકરાજ ! આ મારી પ્રતિજ્ઞા ઉપર પ્રતીતિ રાખજો. સત્યવતીની પ્રાપ્તિથી મારા પિતાને જે પ્રસન્નતા થશે, તેથી એમ સમજીશ કે મારી પર દૈવ પ્રસન્ન થયા તથા મને સમગ્ર પૃથ્વીનું રાજ્ય મળ્યુ. વીરપુત્ર ગાંગેયે જ્યારે આવાં ગ ંભીર અને ઉદાર વચના કહ્યાં, તે સાંભળી સત્યવતીના પાલક પિતા નાવિક વિસ્મય પામી ગયા. ગાંગેયના આ ગૈારવ ભરેલાં ઉદાર વચન સાંભળવાને આકાશમાં દેવાએ પણ પેાતાના વિમાના ઉભાં રાખ્યાં, અને તે એકાગ્રચિત્તે સાંભળવા લાગ્યા. નાવિક, શાંતનુ કુમાર ગાંગેયના હૃદયની નિળતા અને અનુપમ પિતૃભક્તિ જોઇ પ્રસન્ન થઈને એલ્કે—“રાજપુત્ર ! તમને પૂર્ણ ધન્યવાદ ઘટે છે. તમે ખરેખરા પિતૃભક્ત પુત્ર છે. પિતાની ઉપર પુત્રની પ્રીતિ એવીજ હાવી જોઇએ, તમને પિતાનું રાજ્ય પ્રાપ્ત થયા છતાં ખાસ પિતાને સંતુષ્ટ કરવા માટે તેની ઉપેક્ષા રાખેા છે, એ તમારા મેટા ગુણુ કહેવાય. કારણ કે કેટલાએક રાજપુત્રા રાજ્ય મેળવવાને