Book Title: Shrimadni Jivan Siddhi
Author(s): Saryuben R Mehta
Publisher: Shreyas Pracharak Sabha
Catalog link: https://jainqq.org/explore/004816/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | શ્રીમની જીવનસિદ્ધિ Page #2 -------------------------------------------------------------------------- ________________ FEREEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE શ્રીમની જીવનસિદ્ધિ લેખિકા ડો. સરયુબહેન આર. મહેતા એમ. એ., પીએચ. ડી. essagesઇઝ88888888888888ØØ%%98ષ્ઠજી! SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS પ્રકાશક શ્રેયસ પ્રચારક સભા એ. એમ. મહેતા ઍન્ડ કું., શરફ મેશન, બીજે માળે, ૩૨, પ્રિન્સેસ સ્ટ્રીટ. મુંબઈ-૪ ૦૦ ૦૦૨ FORBRRRRRRRRRRRRRRRRRRRRESERBEREGREES Page #3 -------------------------------------------------------------------------- ________________ FRESHEETSEPPEREREREREEEEEEEEEE પ્રકાશક શ્રેયસ પ્રચારક સભા, શરફ મેન્શન, બીજે માળે, ૩૨, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦ ૦૦૨ પ્રથમ આવૃત્તિ, જાન્યુઆરી ૧૯૭૦ બીજી આવૃત્તિ, ઓગસ્ટ ૧૯૮૩ ત્રીજી આવૃત્તિ, નવેમ્બર ૧૯૮૭ સર્વ હક્ક લેખકને સ્વાધીન SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS પ્રાપ્તિસ્થાન (૧) એ. એમ. મહેતા ઍન્ડ કું. શરફ મેન્શન, બીજે માળે, ૩૨, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦ ૦૦૩ ફોન નં. ૩૧૩૯૮૭ જયંતિભાઈ ભીમાણી, પ્રકાશ જવેલસ; નવા નાકા રેડ, રાજકોટ-૩૬૦ ૦૦૧ ફોન નં. ૨૪૧૭૫ જયંતિલાલ ત્રિકમલાલ સંધવી, ૫૦ બી સ્થાનકવાસી જૈન સોસાયટી, નારણપુરા રેલ્વે ક્રોસીંગ પાસે, વાડજ, અમદાવાદ ૩૮૦ ૦૧૩ ફોન નં. ૪૦૦૦૩૦, ૪૬૫૯૫૭ REESSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS મુદ્રક વિજયકુમાર એન. શેઠ, પ્રિન્ટવેલ દૂધેશ્વર, પૂના એસ્ટેટ, બધાટ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧ RREREREEEEEEEERRRRRRRRRRRRRRRRRRRRRR Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ: કાર્તિક સુદ પૂર્ણિમા, સં. ૧૯૨૪ દેહવિલય: ચૈત્ર વદ ૫, સં. ૧૫૭ Jain Education Interational Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE 5555555555555555555555555631531 અર્પણ શ્રીમદ રાજચંદ્ર જેવા સમર્થ જીવનતત્વવેત્તાને મને બાળપણમાં જ પરિચય કરાવી તેમના પ્રતિની શ્રદ્ધાનું સિંચન કરનાર મારાં પરમ પૂજ્ય માતા-પિતાને આ ગ્રંથ પ્રેમપૂર્વક અર્પણ કરતાં હું ધન્યતા અનુભવું છું. – સરયુ રજની મહેતા to 100000 PEREEEEERRRRRRRRRRRRRRRRRERESSERER Page #7 -------------------------------------------------------------------------- ________________ * * * * * ~*~~~~~~~~~~~~~~~~~~~****** ਜਦ ਦ ਦ ਹਰ ਹਦ ਹਰ ਹਰ ਜ ਦ ਦ ਹ ਦ ਕ ਹਦ ਹਰ ਹਰ ਜ ਦ ਰ ਰ ਰ પ્રથમ આવૃત્તિનું પ્રાકથન શ્રીમદ્ રાજચંદ્રે પોતાના ટૂંકા જીવનમાં જે આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેનેા પરિચય કરવાની મને નાની વયે અભિલાષા જાગી હતી. તેમનાં વચનાનું સામાન્યપડ્યું વાચન કરવાના સસ્સારા તે મારાં પૂ. માતા-પિતા તરફથી મળ્યા હતા, પણ વિશેષપણે રસ લેવાનું બન્યું ન હતું. પણ કાઇક વખતે તે અભિલાષા પૂર્ણ કરવાની ભાવના મારામાં રહ્યા કરતી. પેાતાની નાની વયમાં જ તેમણે ખીલવેલ સ્મરણશક્તિ, કવિત્વશક્તિ, અવધાનશક્તિ, જ્યાતિષજ્ઞાન વગેરે મારા આણતા મુખ્ય વિષય હતાં. એવું તે શું હતું કે બાળવયથી જ આ બધી અસામાન્ય ગણાય તેવી શક્તિ તેમનામાં ખીલી હતી ?- એ મારી જિજ્ઞાસાને મુખ્ય પાયા હતા. ચર ચ પરમકૃપાળુ ભગવાનની કૃપાથી એ જિજ્ઞાસા સ ંતાષવાને સમય પણ આવ્યા. ઈ. સ. ૧૯૬૦માં હું એમ. એ. થઈ, પછી કયારેક પીએચ. ડી. કરવાના વિચાર પણ આવી જતા, પરંતુ કોઈ નક્કર પાયા બંધાયા ન હતા. મારા અધ્યાપક ડૉ. રમણભાઈ શાહ મને પીએચ.ડી. માટે પૂછતા ત્યારે હું ઉત્તર આપતી કે, “રમણભાઈ, તમે પીએચ. ડી. માટે મા દશક નિમાશા ત્યારે તમારી સૌથી પહેલી શિષ્યા હ. થઈશ.” ઈ. સ. ૧૯૬૬માં ડૉ. રમણભાઈ મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ. ડી. ના માદક નિમાયા. તેમણે એ સમાચાર મને આપ્યા, અને મારા પીએચ. ડી. કરવાને વિચાર ર આકાર પામ્યા. સૌ પ્રથમ “શ્રીમદ્ રાજયંદ્રના જીવન અને સાહિત્ય 'ને વિષય તરીકે પસંદ કરવાને વિચાર આવ્યો, પણ માર્ગદર્શીકા જ અભિપ્રાય પૃથ્વા યોગ્ય માની એ વિચાર મેં મનમાં શમાવ્યા. પણ, આશ્રયની વાત એ જ હતી કે, ડૉ. રમણભાઈએ મને આ પ્રમાણે સૂચવ્યુ, “સરયુબહેન, શ્રીમદ્ રાજચંદ્રમાં તમને રસ છે. મને પણ તેમનેા અભ્યાસ થાય એવી ઇચ્છા છે, તા તે વિષય પસંદ થાય તા સારું, નહિંતર બીજા અનેક વિષયો છે તેમાંથી પસંદ કરી.” આથી મને ખૂબ સતા થયા. “ ભાવતું તું ને વેદે બતાવ્યુ ”, એવા આવકારદાયક જોગાનુજોગ બની વિ આવ્યા; અને એ પ્રમાણે ઈ. સ. ૧૯૬૭ના નવેમ્બરમાં પીએચ.ડી. માટે વ્યવસ્થિત અભ્યાસ શરૂ કર્યા. R ર ននននននននននននននននន આરંભમાં તા ખૂબ આનદ આવ્યા. પણ જેમ જેમ અભ્યાસ વધતા ગયા તેમ તેમ સમજાતું ગયું કે હું તા સાવ નાનકડી નાંવ લઈને મહાસમુદ્ર તરવાની હામ ભીડી બેઠી છું! કરવું શું ? મારી મર્યાદાએ અને તેમનું જ્ઞાન સ્પષ્ટ સમજાતાં ગયાં. કારેક તા આ મર્યાદાએથી અકળાઈને ઉપાડેલુ કાર્યાં છેડી દેવાની વૃત્તિ પણ આવી જતી. પરંતુ પરિચિત વ્યક્તિઓના પ્રોત્સાહનથી કાર્ય ધીરે ધીરે આગળ વધતું હતુ. તેમાંથી શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યેના અપણભાવ વધ્યા. તેથી મનામન તેમને જ વિનંતી કરતી કે “હે પ્રભુ, હવે તેા તમે કરેા તે સાચું, ગન વગરનું કાર્ય ઉપાડયુ તા છે, ર છતાં સારુ કાય હોવાથી છેટું પણ કેમ ? માટે એ પૂરું કરવાનું બળ તમે જ આપા.” અને કહેવુ જોઈએ કે, મારી એ વિનંતીના ળરૂપે, મને ચાગ્ય બળ મળતું ગયું. મારે RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRIB Page #8 -------------------------------------------------------------------------- ________________ អអអអអអអអអអអអអអអអអអអអអអអអអអអអអអអននននននននននននននននន માટે એ વર્ષના ગાળામાં મહાનિબધ ( થિસીસ) પૂણૅ થયા અને નવેમ્બર ૧૯૬૫માં એ તપાસણી યુનિવર્સિટીને સોંપ્યા. પ્રભુકૃપાએ ત પાસ થયા અને આજે તા એ છપાઇને પ્રગટ પણ થાય છે. પરંતુ અભ્યાસકાળ દરમ્યાન એટલું તા સમજાઈ ગયું કે જેટલું લખાયુ છે તેનાથી અનેકગણું શ્રીમાં વચનામાં ગતિ છે. અને તે પણ જેમ જેમ આત્મદશા ઊંચી આવે તેમ તેમ જ સમય એમ છે. ਵਰਜ ਰੱਜ ਰੱਜ ਰੱਜ ਇਸ ਦੇਸ ਦੇਸ ਖਾਸ ਦ ਨਾਲ ਹੱਜ ਹਜ ਰੱਜ ਰੱਜ ਹਰ ਰਾਜ ਰਸ ਨਾਲ ਰਾਜ ਹਰ ਰੰਜ ਹਜਾਰ ਰਾਜ ਹ ૫ શ્રીમદ્ પેાતાની હયાતી દરમ્યાન “ ભાવનાબેાધ '', “ મેાક્ષમાળા ’”, “સ્ત્રીનીતિબાધક ’” અને પુષ્પમાળા ” સિવાયની કાઈ પણ કૃતિને પ્રસિદ્ધિ આપી ન હતી. આ સાહિત્ય તેમના અન્ય શિ સાહિત્ય સાથે સાધિત કરીને, તેમની હયાતી બાદ, તેમના ભાઈ શ્રી મનસુખભાઈએ C6 પરમવ્રુત પ્રભાવક મંડળ ' તરફથી વિ. સંવત ૧૯૬૧માં પ્રગટ કર્યું હતું. આ આવૃત્તિ દેવનાગરી લિપિમાં પ્રગટ થઈ હતી. 66 રિ તે પછી વિ. સંવત ૧૯૭૦માં “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની બીજી આવૃત્તિ મનસુખભાઈએ ગુજરાતી લિપિમાં પ્રગટ કરી. વિ. સં. ૧૯૮૦માં એની ત્રૌજી આવૃત્તિનું કાર્ય ચાલુ થયું, પણ ત પૂર્ણ થાય તે પહેલાં જ શ્રી મનસુખભાઈનું અવસાન થયું. એટલે અપૂર્ણ રહેલું એ કાર્ય તેમના ભાણેજ શ્રી હેમચંદ ટાકરશા મહેતાએ પૂર્ણ કર્યું". આ પછી વિ. સ. ૧૯૮૨માં આ ગ્રંથની દેવનાગરી લિપિમાં બીજી આવૃત્તિ પ્રગટ થઈ. આ બધી આવૃત્તિ પરભુશ્રુત પ્રભાવક મંડળ '' તરફથી પ્રગટ થઈ હતી. તે પછી વિ. સ. ૧૯૯૧-૯૨માં શ્રી હેમચંદ ાકરશી મહેતાએ શ્રીમદ્ભા સાહિત્યને સાત ખંડમાં વિભાજિત કરી પાંચમી આવૃત્તિ પ્રગટ કરી. અને વિ. સં. ૧૯૯૭માં આ સાહિત્યની છઠ્ઠી આવૃત્તિ પણ શ્રી હેમચંદભાઈએ પ્રગટ કરી. "C તે પછી આ બધું સાહિત્ય “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ - અગાસ’ને સાંપવામાં આવ્યું. ત અને નવું સ ંશોધન કરીને શ્રીમનું બીજું કેટલુંક સાહિત્ય પણ અગાસ ” તરફથી શ્રી બ્રહ્મચારી ગોવનદાસએ શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ – " આ. ૧માં વિ. સં. ૨૦૦૭માં પ્રગટ કર્યું. અને એ ગ્રંથનું પુનર્મુદ્રણ શ્રી રાવભાઈ દેસાઈએ તે જ સંસ્થા તરફથી વિ. સ. ૨૦૨૦માં પ્રગટ કર્યું. આમ શ્રીમના સાહિત્યની વિવિધ આવૃત્તિઓ પ્રગટ થતી રહી છે. એ સાહિત્યના જુદા જુદા દૃષ્ટિથી અભ્યાસ કર્યા હોવાથી આ મહાનિબધમાં કેટલીક વાર મુદ્દાનું પુનરાવર્તન ટાળી શકાયું નથી. એથી એ દોષની નમ્રતાપૂર્વક ક્ષમા યાચું છું. બહુ ઓછા મહાનિબધાને તરત જ થરૂપે પ્રકાશિત થવાનું સદ્ભાગ્ય મળે છે. મારા આ મહાનિબંધને એવું સદ્ભાગ્ય સાંપડયુ' એ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રની જ કૃપાનુ ફળ છે, એમ હું માનું છું. ભારતીય દર્શીનેા અને જૈન આગમાના જાણીતા વિદ્વાન પંડિતવય મુરબ્બી શ્રી દલસુખભાઈ માલવિયાએ મારા પ્રત્યેની ભલી લાગણીથી પ્રેરાઈને, આ મહાનિબંધ પ્રગટ કરવાની REPERIREA ននននននននន រនននននននន ARRRRRRRRRRRRRRRRRRRRRR 2 Page #9 -------------------------------------------------------------------------- ________________ SRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR ઈં અમદાવાદના સુપ્રસિદ્ધ શ્રી જીવન-મણિ દ્વાચનમાળા ટ્રસ્ટને ભલામણ કરી; અને એ ભલામણને આવકારીને શ્રી જીવન-મણિ સવાચનમાળા સ્ટ, શ્રીમદની જન્મશતાબ્દીના એક સંભારણારૂપ, આ જ મહાનિબંધ પ્રગટ કર્યો. આ માટે મુરબ્બી શ્રી દલસુખભાઈને તેમ જ શ્રી ધૃવન-મણિ સદ્વાચનમાળા ઈડર ટ્રસ્ટના ધર્માનુરાગી સંચાલકોને હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. શ્રીમદના ટક સમાં નિર્મળ હવનને અને એમની હૃદયસ્પર્શી નાઓને સમજવામાં આ ગ્રંથ ત્કિંચિત્ પણ ઉપયોગી થઈ પડશે તો મારો આ બમ કૃતકૃત્ય થય માનીશ. બાકી, આ. મહાનિબંધનું સર્જન કરતાં કરતાં મને સ્વ-પરનાં વિચાર-ચિંતન કરવાનો જે અપ-સ્વ૯૫ લહાવો મળ્યું છે, એ તે કયારેય ન વીસરી શકાય એવો છે. એવું સદ્ભાગ્ય મને પુનઃ પુનઃ પ્રાપ્ત થાઓ, એ જ પ્રાર્થના. જ્ઞાનપંચમ, વિ. સં. ૨૦૨૬ ૧૩, મોરબી હાઉસ ગાવા સ્ટ્રીટ, મુંબઈ - 1 – સરયુ ૨. મહેતા SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS FRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR Page #10 -------------------------------------------------------------------------- ________________ EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE બીજી આવૃત્તિનું પ્રાકથન શ્રીમદ રાજચંદ્રની જન્મશતાબ્દીના સંભારણું રૂપ “શ્રીમદ્દની જીવનસિદ્ધિ ” ગ્રંથ ઇ. સ. ૧૯૭૦માં શ્રી જીવન-મણિ સવાચનમાળા ટ્રસ્ટ તરફથી પ્રગટ થયો હતો. આ ગ્રંથને સદવાચકો તરફથી ધણે સારો આવકાર મળતાં ટૂંકા ગાળામાં જ આ દળદાર ગ્રંથ અપ્રાપ્ય બની ગયો હતો. લાંબા સમય સુધી આ ગ્રંથ અનુપલબ્ધ રહેતાં વાચકો તરફથી તેની માગણી સતત ચાલુ રહી હતી. ભામે તેનું ફરીથી પ્રકાશન કરવું જરૂરી બન્યું. આ જરૂરિયાતને પૂરી કરવાની જવાબદારી મુંબઈની શ્રી શ્રેયસ પ્રચારક સભાએ સ્વીકારી લીધી અને ગ્રંથનું પુનર્મદ્રણ શરૂ થયું અને એમ કરતાં પહેલી વખતે રહેલા અ૫ મુદ્રણાષાને સુધારી લેવા પ્રયત્ન પણ કર્યો છે. આશા છે કે આ વખતે જે કોઈ મુદ્રણદે રહી જવા પામ્યા હોય તેને સુજ્ઞ વાચકે સુધારી લેવા પ્રવૃત્ત બનશે. આ ગ્રંથમાં ઘણી પાદનોંધ અપાયેલી છે. તેમાં વારંવાર નોંધાયેલ “એજન” શબ્દ ઘણા વાચકગણને મૂંઝવી ગયે જણાવે છે. અંગ્રેજીમાં “IBID” શબ્દને આ પર્યાયવાચક શબ્દ છે. તેને ઉપયોગ આ પ્રમાણે સમજવા સર્વ વાચકોને વિનંતી છે : એક અવતરણ એક બંધમાંથી લેવામાં આવ્યું હોય અને તે પછીનું અવતરણ તે જ ગ્રંથમાંથી લેવાયું છે એવું સૂચવવા માટે “એજન” શબ્દ મુકાય છે. ૩ નંબર જુદા જુદા હોવાથી એ આંક સાથે આપવામાં આવ્યા છે. ઉદા. ત. પહેલા પ્રકરણની નોંધ ૪ તથા ૫ જુઓ. ૫ મી નોંધ આ પ્રમાણે છે - “એજન પૂ. ર૦૪.” આ સૂચવે છે કે ૫ મી નેધનું અવતરણ “શ્રીમદ્ રાજચંદ્ર અગાસ આ. ૧ ' ના પૃ. ૨૦૪ પરથી લેવામાં આવ્યું છે. થી નોંધના અનુસંધાનમાં ૫ મી નોંધ જેવી જોઈએ. એટલે કે જે નોંધ “એજન” શબ્દ સૂચવે તેના પહેલાંની ધમાં જે ગ્રંથ નોંધાયો હોય તે ગ્રંથમાંથી પ્રસ્તુત અવતરણુ લેવાયું છે એમ સમજવું'. - આશા છે કે આ ખુલાસાથી વાચકને વાચનની સરળતા વધશે. આ ગ્રંથ ધર્મ જિજ્ઞાસુ વાચકે સમક્ષ શ્રી શ્રેયસ પ્રચારક સભા તરફથી પ્રસ્તુત કરતાં આનંદ અનુભવાય છે. અને સાથે સાથે આ કાર્યને સફળતાપૂર્વક પાર પાડવામાં જેમ જેમ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે સાથ આપ્યો છે તે સહુનો અંત:કરણપૂર્વક ઉપકાર માનું છું. ૯ તા. ૧૫-૮-૧૯૮૩ છે૧૩, મોરબી હાઉસ, 9 ગોવા સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ - ૪૦૦ ૦૦૧ – સરયુ રજની મહેતા RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR Page #11 -------------------------------------------------------------------------- ________________ ននននននននននន ននននននននន~ននននននននននននននននននន RRRRRRRRRRRR 990 ર ત્રીજી આવૃત્તિનું પ્રાકથન શ્રીમદ્ રાજચંદ્રની જન્મશતાબ્દીના સંભારણા રૂપે “ શ્રીમદ્દ્ની જીવનસિદ્ધિ ” ગ્રંથ ઇ. સ. ૧૯૭૦માં શ્રી જીવન-મણિ સાચનમાળા ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયા હતા. આ મહાનિબંધને શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયીઓ તથા ભક્તા તરફથી સારા વકાર મળતાં તેની નકલા ટ્રંકા ગાળામાં અપ્રાપ્ય બની ગઈ. ઈ. સ. ૧૯૮૬માં, ધણા લાંખા અપ્રાપ્તિના કાળ પછી આ ગ્રંથ શ્રી શ્રેયસ પ્રચારક સભાના ઉપક્રમે લભ્ય બન્યા. ફરીથી તે ગ્રંથની માંગ રહેતાં આ ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરવાનું સદ્ભાગ્ય ઈ. સ. ૧૯૮૭માં પ્રાપ્ત થયેલ છે. સર્વ ધર્મ જિજ્ઞાસુ વાચકો સમક્ષ આ ગ્રંથની તકલા શ્રી શ્રેયસ પ્રચારક સભા તરફથી ઉપસ્થિત કરતાં આનંદ અનુભવાય છે. સાથે સાથે આ કાર્યને સફળતાપૂર્વક પાર પાડવામાં જેમણે જેમણે પ્રત્યક્ષ તેમજ પરાક્ષ ફાળા આપ્યા છે તે સહુના ઉપકાર માનુ છું. અને સહુને કૃપાળુદેવની અનન્ય કરૂણાની પ્રસાદી પ્રાપ્ત થાય તેવી અંત:કરણપૂર્વક પ્રાર્થાના કરું છું. શ્રીમદ્ રાજચંદ્રના વન તથા કવનના અભ્યાસ, અભ્યાસી જીવાને આત્મશાંતિ અને આત્મવિશુદ્ધિ અર્થ ઉપકારક નીવટ એ જ ભાવના સાથે... સ, ૨૦૪૪, કાર્તકી પૂનમ, તા. ૫-૧૧-’૮૭ ૧૩, મેારી હાઉસ, ડૉ. સુંદરલાલ બુટલ પથ, મુંબઈ - ૪૦૦ ૦૦૧ RRRRRRRRRR રરર રરર –સરયુ રજની મહેતા ##### ននននននននននននននននននននននផនននននកនននននរ ਤੁਰ ਗਏ ਹਰ ਗਏ ਹੋਏ ਹਰ ਹੜ ਹੜ ਹੜ ਹੜ ਗਜ ਗਜ ਗਜ ਦੇ Page #12 -------------------------------------------------------------------------- ________________ PRESSRELERERERESEGRETERESIKERSTREKKER x x પ્રકાશકનું નિવેદન ex ex ox ox x SSSSSSSSS&SSSSWS88BKKBE ને પરમ ઉપકારી, આત્મસાધક સંતપુરુષ શ્રીમદ્ રાજચંદ્રની જન્મશતાબ્દીના પુણ્ય પ્રસંગ નિમિત્ત, એમના જ મંગલમય જીવન અને હૃદયસ્પર્શી સાહિત્યનું દર્શન કરાવતા આ દળદાર ગ્રંથ શ્રી જીવન-મણિ સવાચનમાળા ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થાય છે, એને અમને ખૂબ આનંદ છે. એ મહાપુરુષની પ્રેરક અને પવિત્ર સ્મૃતિને આવા સાહિત્ય-સુમનનું અર્થ અર્પણ કરવાને અમને અવસર મળ્યો, એ અમારું મોટું સદ્ભાગ્ય છે. કાજળની કોટડીમાં રહેવા છતાં, નિષ્કલંક રહી શકે એવી વ્યક્તિઓ દુનિયામાં બહુ વિરલ હોય છે. પરમ પૂજનીય શ્રીમદ્ આવા જ એક વિરલ પુરુષ થઈ ગયા. તેઓ જીવનભર સંસારમાં ૨ધા, અથવા કહીએ કે સંસારીને વેશે રહ્યા, પણ અંતર તે એમનું એક આદર્શ ત્યાગી, વિરાગી,. તપસ્વી જેવું હતું. એમની જીવનભાવનામાં આત્મતત્ત્વને પામવાની ઉત્કટ તાલાવેલી ભરી હતી, અને એમને સમગ્ર વ્યવહાર નિગ્રંથપણ તરફની ધર્મરુચિથી સભર હતા. પરમાર્થ અને પરમાનંદને પામવાની પિતાની ઉત્કટ ઝંખનાનું વર્ણન કરતાં શ્રીમદ્ પોતે જ કહ્યું છે કે : રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. અહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયને પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભાગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું ? હા, માંસ અને તેની મજાને એક જ એ જ રંગનું રંગન છે. એક રામ પણ એને જ જણે વિચાર કરે છે, અને તેને લીધે નથી કંઈ જોવું; ગમતું નથી કંઈ સૂધવું ગમતું નથી કંઇ સાંભળવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બાલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઊઠવું ગમતું, નથી સૂવું ગમતું કે નથી જગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમતા કે નથી સંગ ગમતા, નથી લમી ગમતી કે નથી અલકમી ગમતી અમ છે; તથાપિ તે પ્રત્યે આશાનિરાશા કંઈ જ ઊગતું જણાતું નથી. તે તાપણ ભલે અને ન હૈ તા પણ ભલે. એ કંઇ દુઃખનાં કારણ નથી. દુ:ખનું કારણ માત્ર વિષમામા છે, અને તે જે સમ છે તા સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. તથાપિ બહારથી ગૃહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી, દેહભાવ દેખાડો પાલવ નથી, આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને ટલોક અંતરાય છે. ત્યારે હવે કેમ કરવું ? કયા પર્વતની ગુફામાં જવું અને અલોપ થઈ જવું, એ જ રટાય છે. તથાપિ બહારની અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે. તે માટે શેક તે નથી, તથાપિ સહન કરવા જઇવ ઇરછતા નથી. પરમાનંદ ત્યાગી એને ઈચ્છે પણ કેમ ?” (શ્રી સેભાગભાઈ ઉપર લખેલ પત્રમાંથી; આંક ૧૩૩માંથી. ) ર R51JEEBફ8888 TORREEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE Page #13 -------------------------------------------------------------------------- ________________ BEBETREFERRIERREREEEEEEEEEEEEEEERESS આ ઉપરથી શ્રીમદ પ્રત્યે અંતરમાં સહેજે એવી ભાવોર્મિ જાગે છે કે, સાચે જ તેઓ, સંસારવ્યવહાર અને વેપાર-વણજની કાજળની કોટડીમાં જીવનભર રહેવા છતાં, તદ્દન નિષ્કલંક જીવન જીવી ગયા, અને જળકમળની જેમ સોની વચ્ચે છતાં સૌથી અલિપ્ત એવું ઉર્ધ્વગામી જીવન જીવવાને એક જવલંત આદર્શ બતાવતા ગયા ! ઇ આમ જોઈએ તો અમૃતતત્વ એ કલ્પનાશીલ અને અ૪૨ અમ૨૫ના આશક કા ખુમારીદાર 2 કવિની કલ્પના જ લેખાય છે. તે પણ દુનિયાને એનું કેટલું બધું આકર્ષણ છે ! વડપણ અને મરણથી ૫ર થવાનું કેને ન ગમે ભલા ૬ અને નાં એ અમૃત ત્વને પામીને અજ. અમર બનનારાને તે વિશ્વમાં હજી પણ શોધવાના જ રહે છે ! પણ આમ થવાનું કારણ માનવ દેહથી અજર-અમર બનવાની ઝંખનામાં ને ઝંખનામાં જે સાચેસાચ જરા અને મૃત્યુથી સદા-સર્વથા અલિત છે, એ તત્ત્વને નથી પિછાની શરતે, એ છે. આત્મતત્ત્વ એ જ અમૃતવે છે. આમાં ન કયારે વૃદ્ધ થાય છે, ન એને કદી મૃત્યુ સ્પશી શકે છે. જરા અને મરણ એ તો દેહને જ સ્પર્શે છે, દેહને જ એ સ્વભાવ છે. અને અમૃતતવ સમુ આ આમતવ તે દેહે દહે ભવું પડયું છે – ભલે પછી એ દેહ કંથવા, કીડી કે કુંજર હોય કે દેવ યા મનુષ્યને હેય. પણ જે પોતાની અંદર જ રહેલું છે અને માનવી ઓળખી શકતા નથી, અને જે બહારથી કયારેય મળી શકે એમ નથી એની પાછળ ફાંફાં માર્યા કરે છે : સંસારની આ જ માયા અને ગૂઢતા છે; અને એને ભેદીને આગળ વધનાર બહુ ઓછા છે. જેઓ એ માયા અને ગૂઢતાનાં પડાને ખસેડીને આત્મતત્તવનું દર્શન કરે છે, અને એ તત્ત્વને સાક્ષાત્કાર કરવા પુરુષાર્થ આદરે છે, તે જ અમૃતરસને આસ્વાદ માણી શકે છે. અને જેઓ એક વાર પણ આત્મસાધનાના અમૃતરસને આસ્વાદ પામે છે, એમને સંસારના બીજા બધા રસે ફીકા લાગે છે. શ્રીમદ્ રાજચંદ્રના જીવનની અરે અને એમની સાધનાની આ રીતે જ મુલવણી થવી ધટે છે. એમને આત્મતત્તવના અમૃત સિવાય કશાયની ખેવના ન હતી. એ તત્વને પામવા જ તેઓ જીવ્યા અને જીવનભર ઝઝૂમ્યા. એમના આત્મધમપરાયણ જીવનની આ જ અપૂવ સિદ્ધિ ! શ્રીમદ્દનું આયુષ્ય તો માત્ર ૩૩ વર્ષ જેટલું ટૂંકું હતું, પણ સતત જાગ્રત રહીને પળપળને રે ઉપયોગ કરી જાણનારને પોતાના જીવનને સફળ બનાવવા માટે લાંબા કે ટૂંકા આયુષ્યને કોઈ ભેદ નથી ઈ રહેતા. જેને આપણે ટૂંકું આયુષ્ય કહીએ છીએ એમાં પણ એ જીવનસાધક સંતે કેટલું મને મંથન કર્યું, કેટલું વાચન-ન્મનન કર્યું, કેટલું બધું એકાંત મૌન અને ધ્યાન કર્યું, કેટલે વેપાર અને સંસાર-વ્યવહાર નિભાવ્યો, કેટલી બધી તપ-ત્યાગ-સંયમની સાધના કરી, કેટલા બધા અભિજિજ્ઞાસુઓને માર્ગદર્શન કરાવ્યું : અને આ બધા સાથે, એમણે જુદા જુદા વિષયને લગતા, ગદ્ય અને પદ્ય, કેટલા બધા સાહિત્યનું સર્જન કર્યું ! શ્રીમદની આ જીવનસિદ્ધિ આત્માની અનંત શક્તિ અને શાશ્વત સંપત્તિની પ્રતીતિ કરાવવા સાથે ભગવાન મહાવીરે વારંવાર ઉદબોધેલ અપ્રમત્તતાનું પ્રેરક ઉદાહરણ બની રહે એવી છે. SERERRRRRRRRRRRRRREEEEEEEEEEEEEEEEE Page #14 -------------------------------------------------------------------------- ________________ REKOREEEEEEEEEEEEEEEEEEEEEEEERRRESKE ૪૩૭૪ શ્રીમદ્દની આ વિરલ જીવનસિદ્ધિનું ડું-ઝાઝું દર્શન કરાવવું એ આ ગ્રંથરત્નને ઉદ્દેશ છે. અને એ ઉદ્દેશ સારી રીતે સફળ થયો છે એમ, ગ્રંથમાંની વિવિધ પ્રકારની વિપુલ અને સુસંકલિત સામગ્રી જોતાં, સહેજે સમજી શકાય છે. એનું કારણ એ છે કે, આ ગ્રંથ એ શ્રીમતી ડો. સરયુબહેન રજનીકાંત મહેતાએ મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની ડિગ્રી માટે રજૂ કરેલ મહાનિબંધ (Thesis) હેઇ એમાં ઝીણવટ અને ચોકસાઈપૂર્વક શ્રીમદ્દના સમગ્ર જીવનનું – એટલે કે એમના સંસારવાસનું, એમની ઉત્કટ આત્મસાધનાનું અને એમના વિપુલ સાહિત્યસર્જનનું – મર્મસ્પર્શી. આધારભૂત અને સર્વગ્રાહી અવલોકન કરવામાં આવ્યું છે. - શ્રીમતી સરયુબહેન એક સંશોધક વિદુષી હવા સાથે, ભક્તહૃદયા ભગિની છે, અને શ્રીમદ્ પ્રત્યે તેઓ વિશેષ ધર્મ રાગ અને ભક્તિ ધરાવે છે, એટલે આ મહાનિબંધ માત્ર સંશોધનની શુષ્ક વિગતોના અને નીરસ ઐતિહાસિક માહિતીના સંગ્રહરૂપ બનવાને બદલે ચીવટભર્યા સંશોધન, હૃદયસ્પર્શી ભક્તિ અને સ૨ળ-મધુર લેખનશૈલીના ત્રિવેણીસંગમરૂપ બને છે, અને તેથી એ વિશેષ વાચનક્ષમ, રસસભર અને અકર્ષક બની શકયો છે : આ ગ્રંથની આ ધ્યાનપાત્ર વિશેષતા છે. અને તેથી શ્રીમદૂના જીવન અને કાર્યને પરિચય આપતાં, અને એમના જીવન અને કવનના સુગમ પરિચય દ્વારા ધર્મતત્વના અમૃતરસની લહાણ કરવાનો પ્રયાસ કરતાં અત્યાર સુધીમાં જે નાનાં-મોટાં સંખ્યાબંધ પુસ્તકો પ્રગટ થયાં છે. એમાં આ ગ્રંથ પિતાનું આગવું, ગૌરવભર્યું, વિશિષ્ટ સ્થાન મેળવી શકશે એમાં શક નથી. હવે 888888888888555555555555555555555558588888888 એક પ્રજનીય વ્યક્તિના કલ્યાણકામી જીવનનું સુરેખ દર્શન કરાવતા આવા ઉત્તમ કોટિના ગ્રંથના પ્રકાશનના અમે નિમિન બની શકયા એને અમને વિશેષ આહૂલાદ છે. આ ગ્રંથ અમારી વાચનમાળાના ઈતિહાસમાં એક શેભાયમાન વિશિષ્ટ સીમાસ્તંભરૂપ બની રહેશે, એ હકીકત પણ અમારા માટે ગૌરવ લેવા જેવી છે. અમારા સહદય મિત્ર અને જાણીતા વિદ્વાન પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાની ભલામણથી શ્રીમતી ડો. સરયુબહેને આ ગ્રંથ પ્રગટ કરવાની અમને અનુમતિ આપી. આ માટે અમે શ્રી દલસુખભાઈ વણયાના અને શ્રીમતી રારયુબહેનના ખૂબ ખૂબ આભારી છીએ. અમારે ધર્માનુરાગી મુરબ્બી શ્રીયુત પોપટલાલ સાંકળચંદ શાહ, શ્રીમદ્દ પ્રત્યેની ભક્તિથી પ્રેરાઇ. આ મહાનિબંધ વાંચી જઇને કેટલાંક ઉપગી સૂચને કર્યા છે. અમારા મિત્ર શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ બધું લખાણ તપાસીને મુદ્રણને એમ કરી આપ્યું છે. ભાઈ શ્રી હસમુખલાલ અમૃતલાલ પરીખે આ ગ્રંથનાં પ્રફ તપાસ્યાં છે. સુપ્રસિદ્ધ ચંદ્રિકા પ્રિન્ટરીએ આનું સ્વચ્છ-સુઘડ મદ્રણા કરી આપ્યું છે. અને ડી. કકર ઍન્ડ બ્રધસે આ મંથનું બાઇડિંગ કરી આપ્યું છે. સૌને અમે આભાર માનીએ છીએ. ભાવનાશીલતાથી પ્રેરાઇને શ્રીમતી સરયુબહેને આ ગ્રંથની પોતાની રાયટીની રકમ જતી કરી છે; ઉપરાંત, તેઓનાં સનરા સ્વર્ગસ્થ શ્રી મનસુખલાલ જીવરાજ મહેતાના શ્રેય નિમિત્તે, શ્રી મનસુખભાઈના PREBERRETERESSEREREBRERRRREYEREREREERS Page #15 -------------------------------------------------------------------------- ________________ SEEEEEEEEEEEEEEEEEEEEEEEEERRRRR ૧૨ સપુત્રો તરફથી. આ ગ્રંથમાં પંદરસે રૂપિયાની સહાય મળી છે. આને લીધે આ ગ્રંથની કિંમત ૭ રૂપિયા જેટલી ઓછી રાખવાનું શકય બન્યું છે. આવી ભાવના અને ઉદારતા દાખવવા બદલ અમે શ્રીમતી સટ્યુબહેનને તથા શ્રી મનસુખભાઈના સુપુત્રોને હાદિક ધન્યવાદ આપીએ છીએ. ઈચ્છા તો હતી કે આવા સુંદર ગ્રંથનું યથાર્થ મૂલ્યાંકન કરતી કોઈ સહૃદય વિદ્વાનની અભ્યાસઅર પણ પ્રસ્તાવના મળે; એમ થઈ શકયું હોત તો એ સોના અને હીરાના સંચાગ જેવું થાત. પણ સંજોગવશાત એમ ન થઈ શકયું, એટલે આવી પ્રસ્તાવના વગર જ આ ગ્રંથ પ્રગટ થાય છે. જ્યાં ગ્રંથ પોતે જ પોતાની વાતને પ્રતીતિકર રીતે રજૂ કરવાની ક્ષમતા ધરાવતો હોય ત્યાં ભલે એ ગ્રંથ તાની વાત વાચકના અંતર સુધી પહોંચાડતા ઃ આવા સંતોષ અને સમાધાનની લાગણી સાથે અમે આ ગ્રંથ ધર્મજિજ્ઞાસુઓની સેવામાં જ કરીએ છીએ. – લાલભાઈ મણિલાલ શાહ અમદાવાદ – ૭ કાર્તકી પૂનમ : શ્રીમદ્ જન્મદિન, વિ. સં. ૨૦૨૬ RRRRRRRRRRRRRRRRRRRRRESERBEREERRRRR Page #16 -------------------------------------------------------------------------- ________________ પગ પર અગ્રણ RUPAUR UR UR PAAAAAAB વિભાગ પહેલા : પ્રકણ ૧ : શ્રીમદ રાજચંદ્ર જીવનરેખા જાગૃતિને કાળ−૧, જન્મ, માતાપિતા, બાલ્યકાળરૂપ, જાતિસ્મરણુજ્ઞાન-૧૦, શ્રીમદ્દ્ની અવધાન શક્તિ-૧૬, શ્રીમદ્ જ્યાતિષી તરીકે-૩૦, શ્રીમદ્ કવિ, તેમનું સાહિત્ય-૩૫, શ્રીમતે પ્રગટેલાં અવધિજ્ઞાન તથા લબ્ધિ-૪૨, શ્રીમદ્ભુ ભાષાજ્ઞાન તથા ગ્રંથાભ્યાસ-૪૬, શ્રીનો ગૃહસ્થાશ્રમ-૫૧, શ્રીમદ્ ક્રાંતિકારી-૫૯, શ્રીમદ્ વેપારી તરીકે-૬૪, શ્રીમદ્તુ વ્યક્તિત્વ-૭૪, શ્રીમદ્દ્ન સમ્યગ્દન થયું હતું ?-૮૦, શ્રમનું અંતિમ વર્ષ -૮૮, શ્રીમતું ધાર્પાક વલણુ-૯૨, શ્રીમા પરિચયમાં વ્યક્તિએ-૧૦૦, પ્રસગા—૧૦૨. આવનાર તથા શક્તિ મહત્ત્વની સ્મરણીય શ્રીમદૂની વિભાગ બીજો : શ્રીમન્નુ કિશારાવસ્થાનુ' સાહિત્ય પ્રકરણ ૨ : ભાવના માધ ભાવનાબાધ-૧૨૮, અનિત્યભાવના-૧૩૨, અશરણુભાવના -૧૩૩, એકત્વભાવના--૧૩૬, અન્યત્વભાવના-૧૪, અશુચિભાવના-૧૪૨, નિવૃત્તિખાધ, સસારભાવના-૧૪૫, આશ્રવભાવના-૧૪૭, સંવરભાવના-૧૪૯, નિર્જરાભાવના-૧૫૦, લાકસ્વરૂપભાવના-૧૫૦. પ્રકરણ ૩ : ૬ મેાક્ષમાળા ’ ૧૫૨ સમ્યગ્દર્શન-૧૫૭, મેાક્ષમાળા ''નાં સમ્યક્ચારિત્ર-૧૬૯, સહાયભૂત પાડા—૧૭૫, મેાક્ષમાળા ’ની પદ્યરચનાઓ-૧૮૭, 66 ‘ મોક્ષમાળા ’”માં જૈનધર્મથી અન્ય્નાધિકપણું-૧૯૪, “ મેાક્ષમાળા ’તું ખાલાવખાધપણું-૧૯૫. પ્રકરણ ૪ : પ્રકીણ રચનાઓ << અગત ચમત્કારિક અનુક્રમણિકા શ્રીમદ્ રાજચ'ના જીવનની રૂપરેખા સમ્યગ્નાન-૧૬, કથાદષ્ટાંત-૧૭૯, .. ૧૯૯ સ્ત્રીનીતિખેાધક વિભાગ ૧-૧૯૯, ધર્મ તર પદ્યકૃતિઓ-૨૧૧, અવધાન કાવ્યા–૨૨૦, ધર્મને લગતાં કાવ્યા–૨૨૩, દ્વાદશાનુપ્રેક્ષા-૨૩૦, જીવાજીવવિભક્તિ-૨૩૩, મુનિ માગમ–૨૩૪, સ્વરાયનાન પરની ટીકા-૨૩૬, જીવતત્ત્વ સબધી વિચાર-૨૩૭, પુષ્પમાળા ’–૨૩૭, સાતસે। મહાનીતિનાં વાકચો વચનસપ્તશતી-૨૦૪, ૬૬ વચનામૃત ''–૨૪૧, પ્રકીર્ણુ બાધવયતા-૨૪૨. 66 RRRQU9KRRRRRRRRRRRRRR ૩ ૧૮ នននននននននននននន Page #17 -------------------------------------------------------------------------- ________________ RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR વિભાગ ત્રીજો : શ્રીમદની કિશોરાવસ્થા પછીની તરવવિચારણા - પદ્યમાં પ્રકરણ ૫ : “આત્મસિદ્ધિશાસ્ત્ર” .. ૨૪૦ આત્માદ્ધિશાસ્ત્રની રચના માટેનું નિમિત્ત-૫૦, “આમાંસદ્ધિાના મનનને અધિકારી વર્ગ, શ્રીમદ્દની દષ્ટિએ-૨૫૧, શ્રીમદ્ ગણેલા અધિકારીઓ પર “આત્મસિદ્ધિ અને પડેલે પ્રભાવ–૨૫૩ આત્મસિદ્ધિશાસ્ત્ર "ની ગંથમાં પ્રસિદ્ધિ -૨૫૫. “આત્મસિદ્ધિશાસ્ત્ર”ના અનુવાદ અને અભ્યાસ-૨૫૬, * આત્મસિદ્ધિશા ''માં વર્તાને પણશલી-૨૧૯, મંગલાચરણ-૨૬૧, કંથરચનાને / મોક્ષમાગ કયારે પમાય ?-૨૬ ૮, મહાભ્ય–૨૬ ૫. મતાથી જીવનાં લક્ષણે-૨૬૯, આત્માથી જીવનાં લક્ષણે-૨૭૨, આત્માનાં છ પદ-૭૪, પ્રથમ પદ : આત્મા છે -૨૭૮ બીજુ પદ : આત્મા નિત્ય છે-૮૨, ત્રીજું પદ : આત્મા કતાં છે-૨૮૬, ચોથું પદ : આમા બે છે-૨૮૯. પાંચમું પદ : મેક્ષ છે–૨૯૧, છ પદ : મોક્ષને ઉપાય છે–૨૯૩, શિષ્યને બાધબીજની પ્રાપ્તિ--૨૯૮, ઉપસંહાર.-૩૦૦, “ આત્મસિદ્ધિ" વદર્શનને સાર-૩૦૩, ** આત્મસિદ્ધિશાહ"ની મૌલિકતા-૩૧, આત્મસિદ્ધિશા'ની લેકબાગ્યના ૧૨. પ્રકરણ ૬ : અપૂર્વ અવસર પૂર્વ વિભાગ-૩) , ( નિથ થવાની ભાવના-કર', નિગ્રંથનાં લક્ષા-૩ર૩, સમ્યગ્દર્શન–૩૨૭, નિગ્રંથનું આત્મચારિત્ર-૨) ઉત્તરવિભાગ-૫૬, (કેવળજ્ઞાનનું સ્વરૂપ, કેવળીની દશા-૩૬૧, મોક્ષનું વર્ણન- ૬૭, ઉપસંહાર-01.) પ્રકરણ ૭ : પ્રકીર્ણ પદ્યરચનાઓ ... ૩૭૭ શ્રીમદ્રની હિંદ રચનાઓ-૩૩૯, અંગત તિચક રચનાઓ-૩૮૯, મોક્ષમાર્ગનું નિરૂપણ કરતી રચનાઓ-૩૯૪, જડ-ચેતનને ભેદ બતાવતી ૨ચનાઓ: ૪૦૩, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળો - ૪૦૬, પ્રભુ પ્રત્યે દીનત્વ-૪૦૯, અંતિમ સંદેશ–૧૧. વિભાગ ચા : શ્રીમદની કિશોરાવસ્થા પછીની તાચાર – ગદ્યમાં પ્રકરણ ૮: શ્રીમદની તત્ત્વવિચારણા - પત્રોમાં %888 ૬:૫મકા- 1, સંસાર-૪૨૨, સુખદુ:ખ-દર, મદચંદેલ, સારીર-૪ર ૫, કમ-૨૭, કષાય- ૮૨૯, જીવના દીવ-૮૩૧, પરિગ્રહ-૪૩૩, પ્રમાદ-અપ્રમાઇ-૪૩૩, વ્યવહારરાદ્ધિ-૪૩૪, આભા-૪૩૫, આત્મા એક કે અનેક ?–૪૩૬,ધર્મ ૪૬૭, કલ્યાણ- ૪૩૮, ત્યાગ, સર્વસંગપરિત્યાગ-3 ૮, પશ્ચર્યા–૪૪૦, ઇન્દ્રિય-૪, વૈરાગ-૪૪૧, અસંગતા- ૪૨, ધ્યાન-૮૪૨, સસુરા, રાશાસ્ત્ર-૧૪૩, મુમુક્ષ, મુમુક્ષતા-૪૪૪, ગુરુની આવશ્યકતા-૪૪, સત્યરુપ-જ્ઞાની કોણ ?-૪૪૬, હૈર ૭૦ ર KERKEKKERRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR Page #18 -------------------------------------------------------------------------- ________________ EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE કે પુરુષને ઓળખે ?–૪૪૭, સત્સંગમાં આવશ્યક વસ્તુઓ-૪૪૭, સપુરુષની, જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાનું ફળ-૪૪૮, જ્ઞાનીની અવજ્ઞાનું ફળ-૪પ૦, છેર સત્સંગની દુર્લભતા-તના વિયોગે જીવનું કર્તવ્ય - ૫૦. ભક્તિ-૪૫૧, સમ્યગ્દર્શન-૪પ, ક્ષાયિક સમકિત આ કાળ સંભવે -૪૫૬, સમ્યગ્દષ્ટિને સિદ્ધિઓ સાથેનો સંબંધ-૪૫૬, મિદષ્ટિ- ૧૮૫૭, સમ્યગ્દર્શનનું માહાસ્ય-૪૫૭, જ્ઞાનીની દશા, સ્વરૂપ-૪૫૮, જ્ઞાની.અજ્ઞાની વચને બંદ-૪૫૯, જ્ઞાન અને તેના પ્રકાર-૪૬૦, 'કવળજ્ઞાન-૪૬૧, જ્ઞાન, વિજ્ઞાન-૪૬૩, જતિ સ્મરણજ્ઞાન, પુનર્જન્મ-૬૪, મોક્ષ -૪૬૪, પંચમહાત-૬૬, મુનિના આચાર-૪૬૬, પદશનમીમાંસા-૬૬૭, જૈનધર્મ-૪૬૮, જૈન માગ પ્રગટ કહેવાને યોગ્ય કેણ ૪-૪૬૮, શ્રીમદ્દની દષ્ટિએ જેન ધર્મની વર્તમાન સ્થિતિ–૪૬૮, શ્રીમની મતમતાંતર વિશેની દષ્ટિ-૪૯, જગતનું સ્વરૂ૫-૪૭૦, ઉપદેશબંધ અને સિદ્ધાંતબધ-૪૭૧. ૪૩ પ્રકરણ ૯ : રોજનીશી, નોંધપેથી ઇત્યાદિ ... ૪૭૪ સમુરચય વચચર્યા–૪૭૫, શ્રીમદ્દના સ્વહસ્તાક્ષરની બેંધબુક-૪૭૬, રજનીશી-૪૭૮, આવ્યંતર પરિણામ અવલોકન-૪૮૨, સ્તનોંધ ૧-૪૮૨, હસ્તમૈંધ ૨-૪૮૫, હસ્તધ ૩–૪૮૬. પ્રકરણ ૧૦ : પ્રકીર્ણ ગદ્યરચનાઓ ... ૪૮૮ પ્રતિમાસિદ્ધિ-૪૮, સંયતિધર્મ– ૪૯૩, પંચાસ્તિકાય-૪૯૪, વ્યસંગ્રહની ગાથાઓને અનુવાદ-૫૦૦, છ પદને પત્ર-૫૦૦, આનંદઘનજીની સ્તાવનાવલિ-વિવેચન-પ૦૨, કે “સમયસાર” નાટકની ગાથાની સમજણ-૫૦૫, આઠ યોગદષ્ટિની સઝાયની કડીની સમજણ-૫૦૬, મોક્ષસિદ્ધાંત-૫૦૭, વ્યપ્રકાશ-પ૦૭, જેનમાર્ગવિવેક-૫૦૮, શીર્ષક વિનાના અપૂર્ણ લેખો–પ૦૮, સુવચને-૫૦૯. 88888888888888888 路路路路路路路路路路路路路路路路路路路路路路 પ્રકરણ ૧૧ : શ્રીમદુના ઉપદેશની લેવાયેલી નોંધ ... .. ... ૫૧૪ ઉપદેશનોંધ-૫૧૫, ઉપદેશ છાયા--પર૦, વ્યાખ્યાનમાર-૧-૫૩૦, વ્યાખ્યાનનુસાર ૨-૩૪. વિભાગ પાંચમા : શ્રીમને સ્વપર આત્મવિકાસમાં ફાળો પ્રકરણ ૧૨ : શ્રીમદ્દને કામિક આત્મવિકાસ ... ... ૧૪૧ આ તબક્કો પહેલો : મંથનકાળ-૫૪ર, તબક્કો બીજે : વીતરાગ માગ પ્રતિનું વલણ-૫૪૪, ૨ તબક્કો ત્રીજોઃ સમ્યજ્ઞાનની પ્રાપ્તિ-પપર, તબક્કો ચોથ : કવળ લગભગ ભૂમિકા-પ૬ ક. છે પ્રકરણ ૧૩: શ્રીમદુને અન્ય વ્યક્તિઓ પર પડેલો પ્રભાવ ... . . . ૫૭૨ ને શ્રીમદ્ અને જુઠાભાઈ--પ૭૪, શ્રીમદ્દ અને મનસુખભાઇ-પ૭૮, શ્રીમદ્દ અને ગાંધીજી-૫૮૨, હે શ્રીમદ્દ અને અંબાલાલભાઇ –પ૯ર, શ્રીમદ્દ અને લઘુરાજ સ્વામી -૬૦૧, શ્રીમદ્ અને સોભાગભાઈ-૬૨૧. છે PERRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR Page #19 -------------------------------------------------------------------------- ________________ ਹਰ ਹਰ ਸੇ ਹੋਰ ਫੜ ਹਜ ਜ ਹੋਰ ਹੋਰ ਹੋਰ ਹੋਰ ਹੋਰ ਹੋਰ ਬੜੇ ਹਰ ਹਰ ੪੨ ਅੱਜ ਹੋਰ ਤੇ ਹੋਰ ਹਿੱਸੇ ਅਤੇ ਹੋਰ ਗੱਲ ਜ ਦ ਜ ਹੋਰ ਤੇ ਬਲਦ ਤੇ ਹੋਰ ਦੇ ૧ ક્ષક્ષક્ષક્ષક્ષ BHAISI WIL પ્રકરણ ૧૪ : વિહંગાવલેાકન પરિશિષ્ટ ૧. શ્રીમદ્ના-મદિરા-આશ્રમેા-જ્ઞાન પ્રચારક મડળા પરિશિષ્ટ ૨. શ્રીમદ્ની જીવનતવારીખ પરિશિષ્ટ ૩. શ્રીમનું સાહિત્ય પરિશિષ્ટ ૪. શ્રીમદ્દે અવગાહેલ પ્રથાની યાદી પરિશિષ્ટ પ. શ્રીમદ્ની કાળાનુક્રમે ક્ષેત્રસ્થિતિ પરિશિષ્ટ ૬. શ્રીમદ્ રાજચંદ્રનું વંશવૃક્ષ પરિશિષ્ટ ૭. સંદર્ભ ગ્રંથસૂચિ સૂચિ ૧. વિશેષનામા ર. ગ્રંથા ૩. સામિયા તથા વર્તમાનપત્રા વિષા ૪. : : ૬૩૫ ૬૪૫ ૬૫૯ ૬૬૨ ૬૬૩ ૬૪ ૬૬૫ ૭૨ ર ૬૭૬ ૬૮૦ ૮૦ ਹਰ ਜ ਦ ਹੋਏ ਜ ਜ ਹੋਰ ਹਰ ਵਾਰ ਹੋਰ ਹੋਰ ਹੋਰ ਹੋਰ ਹੋਰ ਹੋਰ ਹਰ ਹਰ ਫੜ ਹੋਏ ਜ ਹੋਰ ਫੌਜ ਦ ਜ ਸ ਸ ਸ ਸ ਸ ਜ ਹੋਰ ਹੋਰ ਹੋਰ ਹੋਰ ਹੋ នននននននននននននននននននននននននននននននន Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ભી જીવનસિદ્ધિ Page #21 -------------------------------------------------------------------------- ________________ Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ જીવનરેખા આગણુસમી સદીના પૂર્વાર્ધમાં બ્રિટિશ સત્તાને ઘણે ઝડપી વિકાસ થયો. માત્ર વેપાર અર્થે હિંદમાં આવેલી અંગ્રેજ પ્રજાએ ભારતના રાજકારણમાં પણ પ્રવેશ કર્યો, અને પોતાની સત્તા ઝડપથી વધારવા માંડી. એ અરસામાં ઇંગ્લેંડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ રહી હતી, તેથી તેને માટે જરૂરી કાચો માલ મેળવવા તથા કારખાનામાં ઉત્પન્ન થયેલો માલ ખપાવવા તેમને માટે હિંદ જેવું સંસ્થાન હોવું ખૂબ જરૂરી હતું. બીજી બાજુ હિંદના રાજવીઓમાં સંપ અને મુત્સદ્દીગીરીનો અભાવ નજરે પડતું હતું. ટૂંકા સ્વાર્થની જ નજરે જોતા રાજવીઓએ દેશનું હિત વિસારે પાડયું હતું. તેથી તેઓને અંદર અંદર લડાવી મારી પોતાની સત્તા વધારવાનું કામ અંગ્રેજો માટે સહેલું બની ગયું. લડ ડેલહાઉઝીએ ખાલસાનીતિ અખત્યાર કરીને બ્રિટિશ સામ્રાજ્યની સત્તા ઘણું વધારી દીધી, પણ તેમ કરતાં કરતાં તેણે દેશી રાજાઓને પાયમાલ કર્યા, તથા તેમના હક ડૂબાડડ્યા; જેથી તેઓમાં અસંતોષ વ્યાપ્યા. બીજી બાજુ આ વેપારી પ્રજાએ પોતાની સત્તાને ઉપયોગ ભારતનો વેપાર આંચકી લેવા માટે કર્યો. હિંદમાંથી જ સસ્તા ભાવે કાચો માલ લઈ, તેને પોતાનાં કારખાનાઓમાં શુદ્ધ બનાવી અથવા તેમાંથી ચીજવસ્તુઓ તૈયાર કરી હિંદને જ વેચવા દ્વારા એણે હિંદના હુન્નર–ઉગેનો નાશ કર્યો. પરિણામે લાખ કારીગરો બેકાર બન્યા અને ભૂખમરા આદિને લીધે પ્રજામાં પણ અસંતેષ વ્યા. વળી, આર્થિક ક્ષેત્રે થયેલી પોતાની બરબાદીને ખ્યાલ પણ હિંદને હવે સવિશેષપણે આવવા લાગ્યું હતું. કારીગરોની રેજી તૂટતાં, તેઓ ખેતીવાડી તરફ વળ્યા. ત્યાં પણ ભારે મહેસૂલ આદિને કારણે તેમને મુશકેલીઓ નડતી હતી. વળી કાચો માલ બ્રિટન જતે, અને તૈયાર થયેલ માલ ત્યાંથી અનેકગણી કિમતે હિંદમાં પાછો આવતે. એ રીતે હિંદની અઢળક લક્ષમી બ્રિટનમાં ખેંચાઈ જતી હતી. આમ આર્થિક ક્ષેત્રે પણ આ સમય હિંદને શેષણકાળ જ હતો. વળી, હિંદમાં ઇંગ્લેંડથી ધર્મપ્રચારકે આવીને ખ્રિસ્તી ધર્મના પ્રચાર કરવા લાગ્યા, અને હિંદીઓને ધર્મ પરિવર્તન કરવા સમજાવવા લાગ્યા. ધર્મ પર થયેલું આ આક્રમણ લોકોને વસમું લાગ્યું, અને અંગ્રેજો ધર્મ પરિવર્તન કરાવવા માટે જ હિંદમાં આવ્યા છે તેવી ભયની લાગણી લોકમાં પેસતાં, તેમને પણ અસંતોષ વળે. આ બધાં ઉપરાંત લશ્કરમાં ઘણે વિશેષ અસંતોષ હતો. હિંદી સૈનિકેની કઈ Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન જીવનસિદ્ધિ ગણતરી નહતી. તેમનાં સુખ-સગવડ માટે કોઈ ઉપાય જાતા નહતા. અને વળી, સેનિકને વટલાવવા ગૌમાંસ ખવડાવવામાં આવે છે એવી અફવા ફેલાઈ હતી, તેને લીધે તે અસંતેષ આસમાને પહોંચ્યો હતે. આમ બ્રિટિશ રાજશાસને વેરેલી ધાર્મિક, આર્થિક, સામાજિક અને રાજકીય બરબાદીના પરિણામથી કેવી પ્રજાએ ઈ. સ. ૧૮૫૭માં બળવો પોકાર્યો. અનેક જગ્યાએ સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ થયો. પણ પૂરી એક્તા, શક્તિ, અનુભવ વગેરેના અભાવથી તે દબાઈ ગયો. તેનું તાત્કાલિક પરિણામ એ આવ્યું કે સઘળો વહીવટ રણ વિકટેરિયાની હકુમત હેઠળ આવ્યો અને પ્રજાનાં દુઃખ દૂર કરવાને ઢંઢરે રાણીએ ઈ. સ. ૧૮૫૮માં પિટાવ્યો. આમ આ સમય રાજકીય અંધાધૂંધીને હતો. - આ રીતે અંગ્રેજોના અમલથી આપણું સમગ્ર રાષ્ટ્રજીવન ચૂંથાઈ ગયું હતું. પરંતુ બળવા પછી રાષ્ટ્રના ઘડતર માટે ચોગરદમ વિવિધ પ્રવૃત્તિઓ શરૂ થવા લાગી હતી, અને એ છ એ અલી કેળવણીના પ્રતાપે રાષ્ટ્રના પુનરુત્થાનની શરૂઆત થઈ હતી. આગળ જતાં અગેન્દ્ર શાસને આપેલી કેળવણી હિંદને વરદાનરૂપ થઈ. - ઈ. સ. ૧૮૫૭માં મુંબઈ, મદ્રાસ અને કલકત્તા યુનિવર્સિટીની સ્થાપના થઈ, અને આપણુ યુવાને અંગ્રેજી કેળવણી પામીને બહાર નીકળવા લાગ્યા. ઈ. સ. ૧૮૫૭ આસપાસના સંક્ષાભકાળને એક દસકે વીત્યા પછી હિંદમાં સંસારસુધારે, દેશની આબાદી, કેળવણી અને ધર્મોદ્ધારનાં બીજ વવાવાની શરૂઆત થઈ હતી. ૧મી સદીના પૂર્વાર્ધમાં પ્રજા નિરક્ષર અને વહેમી બની ગઈ હતી. સામાજિક રૂઢિઓ એટલી પ્રબળ બની ગઈ હતી કે લોકો તેની વિરુદ્ધ જઈ શકતા ન હતા. તેઓ સંકુચિત દુનિયામાં વસતા હતા, અને કૂપમંડૂક જેવી એમની દશા હતી. તેમાંથી લોકોને છોડાવવા અંગ્રેજી સંસ્કૃતિને સંપર્ક પામેલા યુવાને કટિબદ્ધ થયા, અને સામાજિક ક્ષેત્રે સુધારાને પવન ફૂંકાયો. સં. ૧૮૨લ્માં સતી થવાનો રિવાજ રાજા રામમોહનરાયે બંધ કરાવ્યું. કન્યા-કેળવણ પર ભાર મુકાવા લાગ્યો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, રમાબાઈ રાનડે, નર્મદાશંકર, દાદાભાઈ, સયાજીરાવ ગાયકવાડ વગેરેએ કન્યા-કેળવણીને સારો પ્રચાર કર્યો. સર જમશેદજી તાતા જેવાએ ઔદ્યોગિક ક્ષેત્રે પહેલ કરી. હિદની અઢળક લક્ષમી. પરદેશમાં ઘસડાતી જોઈ, હિંદમાં કારખાનાં નાખવાની તેમણે શરૂઆત કરીને લકમને દેશમાં જ રાખવાને પુરુષાર્થ ઉપાડ્યો. ધર્મક્ષેત્રે પણ સુધારણાના પ્રયાસે ચાલુ થયા હતા. બ્રિટિશ અમલ દરમ્યાન લોકોમાં આવેલી સાંપ્રદાયિકતાની જડ કાઢવા રાજા રામમોહનરાય વગેરે આગળ આવ્યા. અંધશ્રદ્ધાળ લોકેએ અપનાવેલ કુરૂઢિઓ, વહેમે સામે તેમણે જેહાદ જગાડી અને સને ૧૮૨૮માં બ્રાહ્મસમાજની સ્થાપના થઈ. તેમાં શિક્ષિત બંગાળીઓ જોડાતાં, તે વિવિધલક્ષી સુધારાનું કેન્દ્ર બન્યું. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા બ્રાહ્મસમાજની અસર હિંદના બીજા ભાગોમાં પણ થઈ. મુંબઈ, ગુજરાત વગેરે જગ્યાએ તેણે “પ્રાર્થનાસમાજ”નું રૂપ લીધું. જસ્ટિસ મહાદેવ ગોવિંદ રાનડે અને ડે. ભાંડારકર તેના આદ્યસંસ્થાપક હતા. તેમણે પ્રાર્થનાનું મહત્વ વધાર્યું, અને સાથે સાથે સમાજસુધારે, કેળવણી વગેરે કાર્યો પણ ઉપાડવાં. આર્યસમાજીએ બ્રાહ્મસમાજી કરતાં શેડા આગળ વધ્યા. તેમણે વેદધર્મ અને વૈદિક સંસ્કૃતિ એ જ સાચાં એવો પ્રચાર કર્યો. એના પ્રણેતા હતા. સ્વામી દયાનંદ સરસ્વતી. પ્રથમ મુંબઈ અને પછી પંજાબમાં તેમણે “ આર્ય સમાજની સ્થાપના કરી. તેમણે નાતજાતના ભેદ, સ્ત્રીઓની ગુલામી દશા વગેરે હિંદુ ધર્મના સડાઓ દૂર કરવાની પ્રવૃત્તિ ઉપાડી એ જ અરસામાં પૂર્વ બંગાળમાં રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના પ્રયત્ન ચાલુ થયા હતા. તેઓને મન વેદની સંસ્કૃતિનું મૂલ્ય ઘણું હતું. છતાં દુનિયાના ધર્મો પ્રત્યે તેમને સદ્દભાવ હતો. રામકૃષ્ણના મઠા ઠેર ઠેર સ્થાપવાની હિલચાલ શરૂ થઈ હતી. રામકૃષ્ણના શિષ્યો પૈકી સ્વામી વિવેકાનંદ જગપ્રસિદ્ધ થયા હતા. એ જમાનાની આધ્યાત્મિક પ્રવૃત્તિમાં થિયોસેફીનું પણ સ્થાન છે. તેની થોડી શરૂઆત બળવા પછીના દશકામાં થઈ ગઈ હતી. આ અરસામાં એટલે કે બળવા પછી લગભગ ૧૦-૧૨ વર્ષ, લોકમાન્ય તિલક, ગોપાલકૃષ્ણ ગોખલે વગેરે હિંદના રાજકીય ક્ષેત્રમાં ભાગ લેનાર આપણ નેતાઓને કેળવણીકાળ ચાલતો હતો. ગુજરાતમાં સુધારકયુગ અને પંડિતયુગનો એ સમન્વય કાળ હતો. એવા સમયે, મહાત્મા ગાંધીજીના જન્મ પહેલાં લગભગ પોણા બે વર્ષે, કાઠિયાવાડના મોરબી નજીકના વવાણિયા બંદર નામના નાના ગામના એક વણિક કુટુંબમાં, વિ. સં. ૧૯૨૪ના કાર્તકી પૂનમ અને રવિવાર તા. ૯-૧૧-૧૮૬૭ના રોજ શ્રીમદ રાજચંદ્રને જન્મ થયે હતો. આ ઉપરથી જોઈ શકાય છે કે શ્રીમદ્દને જન્મ ૧૮૫૭ના અતિહાસિક બળવા પછી દશ વર્ષે, સામાજિક, આર્થિક, ધાર્મિક વગેરે સુધારાના કાળમાં થયો હતો.૧ જન્મ, માતાપિતા, બાલ્યકાળ પૂર્વના ભેગી જેવા આ મહાનુભાવને જન્મ માતા દેવબાઈની કૂખે વણિક કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રવજીભાઈ પંચાણભાઈ મહેતા હતું. શ્રીમદને એક નાના ભાઈ તથા ચાર બહેન હતાં, તેમાં એક બહેન મેટાં અને ત્રણ બહેન તેમનાથી નાનાં હતાં. ભાઈનું નામ મનસુખભાઈ તથા બહેનોનાં નામ અનુક્રમે શિવકુંવરબાઈ, ઝબકબાઈ, મેનાબાઈ અને જીજીબાઈ હતાં. ૧. આજથી લગભગ ૯૦૦ વર્ષ પહેલાં, વિ. સં. ૧૧૪૫માં, એટલે કે ગુજરેશ્વર કુમારપાલના સમયમાં, “કલિકાલસર્વજ્ઞ”નું બિરુદ ધરાવનાર મહાન શ્રીમદ્ હેમચંદ્રાચાર્યને જન્મ પણ કાતકી પૂર્ણિમાએ ધંધુકામાં થયો હતો. Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ શ્રીમદનાર પિતામહ પંચાણભાઈ મેરબી તાબેના માણેકવાડામાં રહેતા હતા. વિ. સં. ૧૮૯રમાં પોતાના ભાઈ એથી જુદા થઈ પોતાની મિલક્ત લઈ, તેઓ વવાણિયા આવ્યા, અને ત્યાં મકાન ખરીદીને વસ્યા. એ જ મકાનમાં શ્રીમદ રાજચંદ્રને જન્મ થયો. પંચાણભાઈના ભાયાતો આજે પણ માણેકવાડામાં હયાત છે. પંચાણભાઈ એ વવાણિયામાં વહાણવટાનો ધંધે ચાલુ કરવાની સાથે વ્યાજવટાવને ધંધે પણ ચાલુ કર્યું હતું, જેનાથી તેમની મહેતા અટક શરૂ થઈ. પંચાણભાઈને પુત્ર જીવતા ન હતા, તેથી કેઈના કહેવાથી વવાણિયાથી એક માઈલ દૂર આવેલા રવીચિદેવીના સ્થાનકની તેમણે બાધા રાખી. ત્યાર બાદ વિ. સં. ૧૯૦૨માં તેમને ત્યાં પુત્રને જન્મ થયો. તે પુત્રનું નામ રવીચિદેવીના નામના આધારે રવજીભાઈ રાખવામાં આવ્યું. પંચાણુદાદાએ ૯૮ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું. તેઓ વૈષ્ણવ ધર્મ પાળતા હતા. રવજીભાઈ એ ૧૪ વર્ષની વયથી વેપારમાં ઝંપલાવ્યું. તેમને વ્યાજ વટાવના ધંધાને લીધે આજુબાજુનાં ગામડાંમાં ફરવાનું થતું. તે ઉપરાંત તેઓ વવાણિયાન તેમ જ અન્ય જગ્યાઓના ઠાકોરજીના મંદિરમાં વાર્તા–વિનદાથે જતા. ડાયરાઓમાં પણ તેઓ હાજરી આપતા. તેઓ પણ વૈષ્ણવ ધર્મ પાળતા. તેઓ ઘણા સેવાભાવી હતા. રવજીભાઈનાં લગ્ન માલિયાનિવાસી રાઘવજીભાઈની પુત્રી દેવબાઈ સાથે થયેલાં. કેટલાક તેમનું નામ મેંઘીબાઈ પણ આપે છે. દેવબાઈ જનકુળમાંથી આવ્યાં હોવાને લીધે જન સંસ્કાર લાવ્યાં હતાં. તેઓ તે ધર્મ પાળતાં. તેઓ પણ તેમના પતિ રવજીભાઈની જેમ ઘણું સેવાભાવી હતાં. આ સેવાભાવી દંપતીને કુળદીપક પુત્રનાં માતાપિતા થવાની આશિષો કેટલીક મહત્વની વ્યક્તિઓ તરફથી મળી હતી, તે જાણવું રસપ્રદ છે. રવજીભાઈ સાધુસંતેની નિસ્વાર્થભાવે સેવા કરતા. તે પ્રમાણે તેમણે એક ફકીરની પણ લાંબા સમય સુધી સેવા કરી હતી. તેમની સેવાથી પ્રસન્ન થઈ ફકીરે રવજીભાઈને આશિષ આપી કે તેઓ એક દીર્ધાયુષી તથા પ્રતાપશાળી પુત્રના પિતા થશે. ફકીરે એક દિવસે રવજીભાઈને સવારમાં લાવ્યા હતા. હવે બન્યું એવું કે તે જ દિવસે રવજીભાઈને ત્યાં મહેમાન આવ્યા, તેથી તેઓ ધર્મસંકટમાં મુકાયા. જે તેઓ મહેમાનની પૂરી આગતાસ્વાગતા કર્યા પછી ફકીર પાસે જાય તે ઘણું મોડા પહોંચે અને એમ ને એમ જાય તે અતિથિધર્મ | મહેમાનનું કામકાજ ઝટપટ પતાવી તેઓ ફકીર પાસે જવા નીકળ્યા. ત્યાં પહોંચ્યા ત્યારે તેમની ધારણા કરતાં વિશેષ મડું થઈ ગયું હતું. તેમને જેઈ ફકીર બેલ્યા કે – ૨. શ્રીમદ્ રાજચંદ્ર તેમના ભક્તો અને અનુયાયીઓમાં “શ્રીમદ્દ ”, “કૃપાળુદેવ”, “પરમકપાળદેવ ”, “સાહેબ” વગેરે નામથી જ ઓળખાય છે. આથી આ મહાનિબંધમાં પણ તેમનું પૂરું નામ “શ્રીમદ્ રાજચંદ્ર”ન લખતાં, તેમને માટે “શ્રીમદ્ ” એ ટૂંકા નામને જ ઉપયોગ કર્યો છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા “रवजी, तुम बहोत मोडा आया. अच्छा रवजी, तेरेकु दो लडका होयगा. एक बड़ा नाम निकाले असा होगा. दूसरा भी ठीक अच्छा होगा. दोनु लडका तुमारा और इनका बोत अच्छा नाम निकालेगा असा होगा. पण रबजी, तुम बहोत मोडा आया. वखत चला गया. इनका आयुष्यों फेर पडेगा असा मालूम होता है. रवजी, अब इस दुनियासे चला जाता हूं, तुम घर पर जाओ. તેર મા રોજા. પછી રવજીભાઈ ઘેર આવ્યા. બીજે દિવસે તપાસ કરી તે ફકીર હતા નહિ. મોડા જવા માટે તેમને ખૂબ અફસેસ થયો. રવજીભાઈને ત્યાં એક વૃદ્ધ આડતિયા અવારનવાર આવતા હતા. એક વખત તેઓ રવજીભાઈને ત્યાં આવ્યા પછી સખત બીમાર થઈ ગયા. તે વખતે દેવબાઈએ ખૂબ જ સેવાભાવથી તેમની ચાકરી કરી. તે સેવાથી પ્રસન્ન થઈને આડતિયાએ “તમને પ્રભાવશાળી પુત્ર પ્રભુ આપે” એવી અંતરની આશિષ દેવબાઈને આપી. ઈતિહાસ કહે છે કે એ આશિષ ફળી હતી. દેવબાઈએ તેમનાં સાસુ-સસરાની પણ ખૂબ જ સેવાચાકરી કરી હતી. મુશ્કેલીના સમયમાં તેમણે પોતાનાં ઘરેણાં પણ સાસુ-સસરાને આપી દીધાં હતાં. આ બંને વડીલે દેવબાઈ પર ખૂબ પ્રસન રહેતાં, અને દેવબાઈને તેઓ દેવી જ માનતાં. તેઓ બંને દેવબાઈની કૂખે પ્રતાપશાળી રન પાકે તેવી અંતરની આશિષે વારંવાર આપતાં. સેવા દ્વારા બાંધેલા પુણ્યના પ્રતાપથી આ દંપતીને ત્યાં વિ. સં. ૧૯૨૪માં, કાકી પૂનમે, શ્રીમદ્ રાજચંદ્રને જન્મ થયો. શ્રીમદ્દને જન્મનું નામ લક્ષ્મીનંદન આપવામાં આવ્યું હતું, પરંતુ વિ. સં. ૧૯૨૮માં, તેમની ચાર વર્ષની વયે, તે નામ બદલીને તેમને રાયચંદ-રાજચંદ્ર નામ આપવામાં આવ્યું હતું, જે કાયમ રહ્યું હતું. શ્રીમદનું બાળપણુ આનંદમાં વીત્યું હતું. રમતગમત તથા બાળચેષ્ટાઓમાં તેમને સાત વર્ષ સુધીનો સમય પસાર થયો હતો. તેમ છતાં નિખાલસતા, તેજસ્વિતા, સ્મરણશક્તિ વગેરે કેટલાક ગુણે તેમનામાં તે વયે પણ પ્રગટ થયા હતા. પિતાના સાત વર્ષની વય સુધીના કાળ વિશે શ્રીમદ્દ “સમુરચયવયચર્યા”માં લખે છે કે – “સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમતગમત સેવી હતી. એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના-કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર–મારા આત્મામાં થતી હતી. રમતગમતમાં પણ વિજય મેળવવાની અને સહજ રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ૩. અહીં જણાવ્યા પ્રમાણે રવજીભાઈને બે પુત્રો થયા હતા, તે સુવિદિત છે. આ વાત વિશે તેઓ વવાણિયામાં ધણુને વિગતથી જણાવતા હતા. તે પરથી ઘણુએ તે વિશે નોંધ લીધી છે. તે માટે જુઓ “શ્રીમદ્ રાજચંદ્ર અર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ, પૃ. ૫૫. Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ ખાવાપીવાની, સૂવા બેસવાની, બધી વિદેહી દશા હતી. છતાં હાડ ગરીબ હતું. તે દશા હજુ બહુ સાંભરે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હોત તે મને મોક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહિ, એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભરે છે.” સાત વર્ષની વયે શ્રીમદે અભ્યાસ કરવાની શરૂઆત કરી હતી. તેમની સમજણશક્તિ અને સ્મરણશક્તિ એ વયે પણ એટલી તીવ્ર હતી કે તેમણે બે વર્ષના સમયમાં ગુજરાતી સાતે ચોપડીને અભ્યાસ પૂર્ણ કર્યો હતો, એટલું જ નહિ, જે વ્યક્તિ પાસેથી તેમણે શિક્ષણ લેવાની શરૂઆત કરી હતી, તે વ્યક્તિને અભ્યાસ પૂરો કર્યા પછી તે ચોપડીને બંધ કર્યો હતો. તેમનું વાચન પણ વિશાળ હતું. જે પુસ્તક હાથમાં આવે તે તેઓ ઝડપથી વાંચી જતા, અને તેને બોધ સ્મૃતિમાં ગ્રહી લેતા. તેમની આવી અદ્દભુત સ્મૃતિ માટે અન્ય વ્યક્તિઓ તેમના તરફ ખૂબ માનની નજરે જોતી. પોતાની શક્તિ વિશે તેમણે લખેલી “સમુચ્ચયવયચર્યા”માં લખ્યું છે કે – સાત વર્ષથી અગ્યાર વર્ષ સુધીને કાળ કેળવણી લેવામાં હતું. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે છે, તેટલી ખ્યાતિ ભોગવવાથી તે કંઈક અપરાધી થઈ છે, પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું, છતાં ખ્યાતિને હેતુ ન હતા, એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ થોડા મનુષ્યમાં આ કાળે, આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પ્રમાદી બહુ હતું. વાતડાહ્ય, રમતિયાળ અને આનંદી હતો. પાઠ માત્ર શિક્ષક જે વેળા વંચાવે તે જ વેળા વાંચી તેને ભાવાર્થ કહી જ. એ ભણીની નિશ્ચિતતા હતી. તે વેળા પ્રીતિ-સરળ વાત્સલ્યતા- મારામાં બહુ હતી. સર્વથી એકત્વ ઇચ્છ, સર્વમાં ભ્રાતૃભાવ હોય તો જ સુખ, એ મને સ્વાભાવિક આવડયું હતું. લોકમાં કઈ પણ પ્રકારથી જુદાઈના અંકુરો જેતો કે મારું અંતઃકરણ રડી પડતું. તે વેળા કલ્પિત વાત કરવાની મને બહુ ટેવ હતી. આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી, તે પાછળથી તપાસતાં સમાપ હતી. અભ્યાસ એટલી ત્વરાથી કરી શક્યો હતો કે જે માણસે મને પ્રથમ પુરતકને બેથ દેવો શરૂ કર્યો હતો, તેને જ ગુજરાતી કેળવણુ ઠીક પામીને તે જ ચોપડીને પાછો બોધ મેં કર્યો હતો. ત્યારે કેટલાક કાવ્યગ્રંથ મેં વાંચ્યા હતા. તેમ જ અનેક પ્રકારના બોધગ્રં–નાના-આડાઅવળા–મેં જોયા હતા, જે પ્રાયે હજુ સ્મૃતિમાં રહ્યા છે. ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે ભદ્રિકપણું જ સેવાયું હતું; હું માણસજાતને– બહુ વિશ્વાસુ હત; સ્વાભાવિક સૃષ્ટિરચના પર મને બહુ પ્રીતિ હતી.”૫ શ્રીમદ્ પિતાની સ્મરણશક્તિને લીધે ઘણી વરાથી અભ્યાસ પૂરો કરી શક્યા હતા. વળી, હોશિયાર હોવાને કારણે, તેઓ અન્ય વિદ્યાર્થીઓનું વર્ગકામ લેતા, અને એ રીતે વર્ગશિક્ષકનું કાર્ય પણ કરતા. પરંતુ તેમનામાં સ્વાભાવિક રીતે રહેલા નિખાલસતા, ૪. “શ્રીમદ્ રાજચંદ્ર” અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૦૩. ૫. એજન, પૃ. ૨૦૪, Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા ભદ્રિકતા, સરળ વાત્સલ્ય, વિશ્વાસુપણુ આદિ ગુણોને લીધે તેઓ વિદ્યાર્થીવર્ગના. પણ એટલા જ પ્રીતિપાત્ર હતા. વિદ્યાર્થીઓની તેમના પર કેવી પ્રીતિ હતી, તે વિશે આપણને નીચેના પ્રસંગ પરથી જાણવા મળે છે. એક વખત શ્રીમદને શિક્ષકે ઠપકો આપ્યો. તેથી તેઓ બીજે દિવસે શાળાએ ન ગયા. બીજા વિદ્યાથીઓએ જાણ્યું કે રાયચંદભાઈ શાળાએ ગયા નથી, તેથી તેઓ પણ શાળાએ ન જતાં રાયચંદભાઈ પાસે ગયા. શ્રીમદ્દ તેમને લઈ ખેતરમાં ગયા અને ત્યાં ઝાડના છાંયા નીચે તેમને પાઠ શીખવાડવા લાગ્યા. શિક્ષકે શાળામાં કોઈ વિદ્યાથીને ન જે. તેથી તેમ બનવાનું કારણ તેમણે વિચાર્યું. વિચારતાં તેમને આગલે દિવસે રાયચંદભાઈને આપેલ ઠપકે યાદ આવ્યો. તેથી તેઓ તેમની શોધમાં ખેતરે ગયા, અને બધાને મનાવી શાળામાં લઈ આવ્યા. શાળાને અભ્યાસ છોડ્યા પછી શ્રીમદ્દ અન્ય પુસ્તકોને ઘેર રહીને નિયમથી અભ્યાસ કરતા. અંગ્રેજી શીખવાની શરૂઆત પણ તેમણે કરી હતી. અને સામાન્ય વાંચવા-લખવા પૂરતું જ્ઞાન મેળવી તે ભાષાને અભ્યાસ પણ છેડ્યો હતો. સંસ્કૃત, અર્ધમાગધી અને હિંદી ભાષાઓ પર તેમણે સ્વતંત્ર રીતે અભ્યાસ કરીને સારો એ કાબૂ મેળવ્યો હતો. પરંતુ કઈ પણ શાસ્ત્રીય કહી શકાય એ પ્રકારને અભ્યાસ, તીવ્ર સ્મરણશક્તિ તથા સમજશક્તિ હોવા છતાં, તેમણે કર્યો ન હતો. આ બધાંનું કારણ બાળવયથી જ તેમનામાં આવેલી વૈરાગ્યવૃત્તિનું હતું. તેથી અભ્યાસ ન થવા બદલ તેમને કદી અકસેસ થયો નહતે. અભ્યાસ છોડયા પછી તેર વર્ષની ઉંમર સુધી શ્રીમદ્ પિતાને સમય ગ્રંથવાચનમાં, વિવિધ ભાષાનાં ગ્રંથાવલોકનમાં, લોકસમુદાયમાં બેસી વાર્તા-વિચારણા કરવામાં તથા અન્ય એવાં કાર્યોમાં પસાર કર્યો હતો. એ અરસામાં તેમણે “પ્રવીણસાગર” જેવા ગ્રંથે તથા રામ ઈત્યાદિનાં ચરિત્રો વગેરેનું વાચન કર્યું હતું. આ ઉપરાંત શ્રીમદે પોતાના પિતામહ પાસેથી કૃષ્ણ-કીર્તનનાં પદો, જુદા જુદા અવતારોના ચમત્કારના પ્રસંગે બાળવયમાં સાંભળ્યા હતા. તે બધાથી પ્રભાવિત થઈને શ્રીમદ્ બાળવયમાં રામદાસજી નામના સાધુ પાસે બાળલીલામાં કંઠી બંધાવી હતી. તેઓ કૃષ્ણનાં દર્શન કરવા માટે દરરોજ જતા હતા. આમ બાળવયમાં તેમનામાં વૈષ્ણવ સંપ્રદાયને રંગ વિશેષ હતું. સમય પસાર થતાં તેમને વવાણિયામાં જેનેને સંગ વધ્યો હતો. તેમના સંગમાં તેમને જૈન ધર્મનાં પ્રતિકમણસત્ર, સામાયિકસૂત્ર તથા અન્ય ગ્રંથો વાંચવા મળ્યા. તે ગ્રંથની ઉચ્ચ ભાવનાને લીધે શ્રીમદને જૈનધર્મમાં પ્રીતિ વધી. તેવામાં તેમણે બંધાવેલી કઠી તૂટી ગઈ, પરંતુ તેમણે તે ફરીથી બંધાવી નહિ. આ પ્રસંગ, તેમના જણાવ્યા પ્રમાણે, લગભગ તેમની તેર વર્ષની ઉંમરે બન્યો હતો. તેર વર્ષની વય પછીથી તેઓ તેમના પિતાની દુકાને બેસતા, અને ત્યાંનું કામકાજ સંભાળતા. કુરસદના સમયમાં તેમણે કાવ્યના અનેક ગ્રંથો વાંચ્યા હતા. કેટલીક વખત ૬ વિશેષ વિગત માટે જુઓ આ પ્રકરણને “શ્રીમનું ભાષાજ્ઞાન તથા શાસ્ત્રાભ્યાસ” વિભાગ. Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ તેઓ પદ્યની રચના પણ કરતા. કરછ દરબાર તેમને બોલાવે ત્યારે, કેટલેક ઉતારો કરી આપવા, તેઓ તેમને ઉતારે પણ જતા, કારણ કે તેમના અક્ષર ઘણું સુંદર હતા. શ્રીમદ દુકાને બેસતા તે કાળ વિશે તેઓ પોતાની “સમુચ્ચયવયચર્યા”માં લખે છે કે – “હું મારા પિતાની દુકાને બેસતું અને મારા અક્ષરની છટાથી કરછ દરબારને ઉતારે મને લખવા બેલાવે ત્યારે હું ત્યાં જ. દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે, અનેક પુસ્તક વાંચ્યાં છે, રામ ઈત્યાદિકનાં ચરિત્રો પર કવિતાઓ રચી છે, સંસારી તૃષ્ણાઓ કરી છે; છતાં કઈને મેં એ અધિક ભાવ કહ્યો નથી કે ઓછું, અધિકું તેળી દીધું નથી, એ મને ઍક્કસ સાંભરે છે.”૭ પિતાની વૃત્તિઓ અન્ય જગ્યાએ રમતી હોવા છતાં, પોતાની ફરજમાં જરા પણ ચૂક ન આવવા દેવાની, કર્તવ્યપાલનની બુદ્ધિ શ્રીમદ્દમાં બાળવયથી જ હતી. તે આપણે ઉપરના અવતરણમાં જોઈ શકીએ છીએ. તેઓ બાળવયથી જ પીઢ બની ગયા હતા. સાત વર્ષની વયે તેમને જાતિમિરણજ્ઞાનની શરૂઆત થઈ હતી, જે જ્ઞાન પછીથી વર્ધમાન થતું ગયું હતું. તેની સાથે તેમની સ્મરણશક્તિ, અવધાનશક્તિ, જ્યોતિષનું જ્ઞાન, કવિત્વશક્તિ વગેરે શક્તિઓમાં પણ વધારે થયો હતો. વળી, ૨૨ વર્ષની વયે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ્યા હોવા છતાં, વ્યાપારમાં પડ્યા હોવા છતાં અને તે વિશેનું પૂર્ણ કર્તવ્યપાલન કરતા હોવા છતાં શ્રીમદની અંતરંગશ્રેણી તે આત્માર્થ પ્રતિની જ રહી હતી. અને તેથી તેમણે વીશ વર્ષની વય પછીથી પોતાની પ્રત્યેક શક્તિઓને અંતરમાં શમાવી દીધી હતી. તે શક્તિઓ બતાવતા જાહેર પ્રયોગે તેમણે બંધ કરી દીધા હતા. આ બધી શક્તિઓ શ્રીમદમાં ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં ખીલી હતી તે વિશે જોઈએ. જાતિસ્મરણજ્ઞાન જાતિસ્મરણજ્ઞાન એટલે પોતાના પૂર્વભવોનું જ્ઞાન. બાલ્યકાળમાં જે કંઈ અનુભવ્યું હોય, જોયું હોય તેની સ્મૃતિ મોટપણે ઘણાને રહેતી નથી, તે કઈકને રહે પણ છે. સ્મૃતિ ન હોય છતાં બાલ્યકાળ કે ગર્ભવાસ છે તે નિશ્ચિત છે, તે પ્રમાણે પિતાના પૂર્વભવનું જ્ઞાન જીવોને હોય કે ન હોય, પણ પૂર્વભવ છે તે નિશ્ચિત છે. આગળને દેહ છોડતી વખતે અજ્ઞાનનાં આવરણને લીધે, બાહ્ય ચીજમાં જીવ રહી જવાને લીધે તથા બીજા અનેક કારણોસર જીવને પોતાના પૂર્વભવની સ્મૃતિ રહેતી નથી. તેનો અર્થ એ નથી કે પૂર્વભવ નથી. જે સ્મૃતિ આડેનું પડળ ખસી જાય તે પૂર્વના ભવ કે ભવોનું જ્ઞાન થાય છે. આ જ્ઞાન એટલે શું તે વિશે “ વ્યાખ્યાન સાર”માં શ્રીમદનાં વચને મળે છે કે – ૭. “શ્રીમદ્ રાજચંદ ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૦૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા “જાતિસ્મરણ જ્ઞાન એ મતિજ્ઞાનને ભેદ છે. પૂર્વ પર્યાય – દેહ છોડતાં વેદનાના કારણને લઈને, નવ દેહ ધારણ કરતાં ગર્ભવાસને લઈને, બાળપણમાં મૂઢપણુને લઈને અને વર્તમાન દેહમાં અતિલીનતાને લઈને પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવાને અવકાશ જ મળતું નથી, તથાપિ જેમ ગર્ભાવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહિ તેથી કરીને તે નહોતાં એમ નથી, તેમ ઉપરનાં કારણોને લઈને પૂર્વ પર્યાય સ્મૃતિમાં રહે નહિ તેથી તે નહોતાં એમ કહેવાય નહિ. જેવી રીતે આંબા આદિ વૃક્ષોની કલમ કરવામાં આવે છે તેમાં સાનુકૂળતા હોય તે થાય છે, તેમ જે પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવાને સાનુકૂળતા (યોગ્યતા) હોય તો “જાતિસ્મરણજ્ઞાન” થાય. પૂર્વ સંશા કાયમ હોવી જોઈએ. અસંજ્ઞીનો ભવ આવવાથી “જાતિસ્મરણજ્ઞાન” ન થાય.” જાતિસ્મરણુજ્ઞાનવાન પાછળના ભવ કેવી રીતે દૂખે છે? એ વિશે પોતાના એક અંતેવાસી શ્રી ભાગભાઈને વિ. સં. ૧૯૫૧ના શ્રાવણ વદી ૧૧ના રોજ શ્રીમદે લખેલું કે નાનપણે કોઈ ગામ, વસ્તુ આદિ જોયાં હોય, અને મોટપણે કઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે તે વખતે, તે ગામાદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય છે, તે પ્રકારે જાતિસ્મરણજ્ઞાનવાનને પૂર્વભવનું ભાન થાય છે. કદાપિ આ ઠેકાણે પ્રશ્ન થશે કે, “પૂર્વભવમાં અનુભવેલાં એવાં દેહાદિનું આ ભવમાં ઉપર કહ્યું તેમ ભાન થાય એ વાત યથાતથ્ય માનીએ તો પણ પૂર્વભવમાં અનુભવેલાં એવાં દેહાદિ અથવા કેઈ દેવલોકાદિ નિવાસસ્થાન અનુભવ્યાં હોય તે અનુભવની સ્મૃતિ થઈ છે, અને તે અનુભવ યથાતથ્ય થયો છે, એ શા ઉપરથી સમજાય?” તો એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે: અમુક અમુક ચેષ્ટા અને લિંગ તથા પરિણામ આદિથી પોતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે, પણ બીજા કેઈ જીવને તેની પ્રતીતિ થવા માટે તો નિયમિતપણું નથી. કવચિત્ અમુક દેશમાં, અમુક ગામ, અમુક ઘેર, પૂર્વ દેહ ધારણ થયો હોય અને તેનાં ચિહ્નો બીજા જીવને જણાવવાથી તે દેશાદિનું અથવા તેના નિશાનાદિનું કંઈ પણ વિદ્યમાનપણું હોય તે બીજા વને પણ પ્રતીતિનો હેતુ થવા સંભવે, અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન કરતાં જેનું જ્ઞાન વિશેષ છે તે જાણે. તેમ જ જેને જાતિસ્મૃતિજ્ઞાન છે, તેની પ્રકૃત્યાદિને જાણતે એવો કઈ જીવ પણ જાણે કે આ પુરુષને તેવા કઈ જ્ઞાનને સંભવ છે, અથવા જાતિસ્મૃતિ હોવી સંભવે છે, અથવા જેને જાતિસ્મૃતિજ્ઞાન છે, તે પુરુષના સંબંધમાં કેઈ જીવ પૂર્વભવે આવ્યા છે, વિશેષ કરીને આવ્યો છે તેને તે સંબંધ જણાવતાં કંઈ પણ સ્મૃતિ થાય તો તેવા જીવને પણ પ્રતીતિ આવે.”૯ શ્રીમદને પણ આ પ્રકારનું જ્ઞાન હતું, અને તે થવાની શરૂઆત તેમને સાત વર્ષની ઉંમરે થયેલી. પછીથી આ જ્ઞાનમાં ઉત્તરોત્તર વધારો થયો હતો. “સમુચ્ચયવયચર્યાના લેખમાં જાતિસ્મરણજ્ઞાન થયેલું કે નહિ, થયેલું તો ક્યારે, કયા પ્રસંગથી તે જ્ઞાનની શરૂઆત થઈ, વગેરે વિશે કશો ઉલ્લેખ નથી. તે પછીનાં લખાણોમાં પણ તે વિશે માહિતી ૮. એજન, પૃ. ૭૬૭. ૯. એજન, પૃ. ૪૯. Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ મળતી નથી. પણ તેમના મિત્ર સાથેના વાર્તાલાપમાં કે તેમને સીધો પ્રશ્ન પૂછનાર વ્યક્તિને તેના ઉત્તરમાં તે જ્ઞાન ક્યારે, કેવા પ્રસંગે થયેલું તે તેમણે જણાવ્યું હતું. કચ્છના રહીશ ભાઈ પદમશીભાઈ ઠાકરશી વિ. સં. ૧૯૪૧થી શ્રીમના સમાગમમાં આવ્યા હતા. તેમણે એક વખત મુંબઈમાં શ્રીમદને જાતિસ્મરણજ્ઞાન કયા પ્રસંગે થયેલું તે બાબત પૂછયું હતું. તેના ઉત્તરમાં શ્રીમદ્દ એ આ પ્રસંગે જણાવ્યું હતું. તેને સાર આ પ્રમાણે છે –શ્રીમદ સાત વર્ષની વયના હતા તે વખતે વવાણિયામાં અમીચંદભાઈ નામના સંગ્રહસ્થ, જેઓ શ્રીમદ્દ પર ખૂબ વહાલ રાખતા હતા, તેઓ સર્પ કરડવાથી અચાનક ગુજરી ગયા. આ વાત સાંભળી, શ્રીમદ્દે ઘેર આવી તે બાબત તેમના પિતામહને પૂછયું. ગુજરી જવા બાબત કહેવાથી નાનું બાળક ગભરાઈ જશે એમ ધારી તેમના પિતામહે તે વાત ટાળવા બીજી અનેક આડીઅવળી વાત કરી, પણ શ્રીમદ્દ તે વારંવાર તે બાબત ભૂલ્યા વિના પૂછવા લાગ્યા. આથી તેમના પિતામહે કહ્યું કે અમીચંદભાઈ ગુજરી ગયા તે વાત સાચી છે. શ્રીમદ્દ એ પછી “ગુજરી જવું” એટલે શું તે જાણવા તીવ્ર જિજ્ઞાસા દર્શાવી. તેમની તે જિજ્ઞાસા સંતોષવા પિતામહે સમજાવ્યું કે ગુજરી જવું એટલે જીવ નીકળી જવો, પછી શરીર હાલી ચાલી ન શકે, બેલી ન શકે, ખાઈ પી ન શકે. તેથી તે શરીરને સ્મશાનમાં બાળી દેશે. એ સમજ્યા પછી શ્રીમદ્ છૂપી રીતે તળાવ પર ગયા. ત્યાં બે શાખાવાળા એક બાવળના ઝાડ પર ચડીને તેમણે જોયું તે એક ચિતા બળતી હતી, અને તેની આસપાસ અનેક માણસે બેઠા હતા. તે જોઈ તેમને વિચાર થયો કે આવા સારા માણસને બાળવા એ કેવી કરતા કહેવાય? આમ શા માટે કરતા હશે?...વગેરે ઊંડી વિચારણુમાં તેઓ ઊતરી ગયા અને તે વખતે આવરણ તૂટી જતાં તેમને પૂર્વજન્મનું જ્ઞાન થયું. જે બાવળના વૃક્ષ પર તેમને આ જ્ઞાન થવાની શરૂઆત થઈ હતી, તે આજે પણ વવાણિયામાં મજદ હેવાનું કહેવાય છે. પદમશીભાઈએ તે વિશે વધુ જાણવા જિજ્ઞાસા દર્શાવી તે શ્રીમદે ટૂંકમાં જ જણાવ્યું કે ત્યાર બાદ જૂનાગઢનો કિલ્લો છે ત્યારે તેમાં ઘણું વધારે થયે હિતે. પૂર્વજન્મમાં અનુભવેલાં દુઃખોની સ્મૃતિ થતાં તેમને વૈરાગ્ય દિવસે દિવસે વધતે ગયે હતે. તેમને સાત વર્ષની વયે થયેલા જાતિસ્મરણજ્ઞાનનો સબળ પુરાવો આપણને તેમના લખાણમાંથી સ્પષ્ટ રીતે મળતું નથી, પરંતુ વિ. સં. ૧૯૫૩ની સાલમાં તેમણે અંગત પ્રસંગે જણાવતું એક કાવ્ય રચ્યું હતું, જે હાથનેધમાં જોવા મળે છે. તેમાં એક પંક્તિ છે કે, “ઓગણીસસેં ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે.”૧૦ સાત વર્ષની કુમળી વયમાં આવેલે અપૂર્વ અનુસાર એ જાતિસ્મરણજ્ઞાન હોઈ શકે એવું અનુમાન ઉપર પ્રસંગ જાણ્યા પછી કરી શકાય. પણ આ પંક્તિ એ જ જ્ઞાનની સૂચક છે, એવો અભિપ્રાય પી શકાતું નથી. ૧૦. એજન, પૃ. ૮૦૧. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા પૂર્વજન્મની ખાતરી આપતું એક પદ્ય તેમણે વિ. સં. ૧૯૪૫માં રચેલું મળે છે, જેમાં તેમણે લખ્યું છે કે – લઘુ વયથી અદ્દભુત થયો, તત્વજ્ઞાનનો બોધ, એ જ સૂચવે એમ કે ગતિ આગતિ કાં શોધે ? જે સંસ્કાર થવો ઘટે અતિ અભ્યાસે કાંય, વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય? ૧૧ આ ઉપરાંત શ્રીમદના કેટલાક પત્રોમાંનું લખાણ પણ તેમને થયેલા જાતિસ્મરણજ્ઞાનની ખાતરી આપે છે. વિ. સં. ૧૯૪હ્ના કારતક વદ ૧૨ના રોજ તેમણે કૃષ્ણદાસ આદિ મુમુક્ષભાઈઓને લખ્યું હતું કે – પુનર્જન્મ છે–જરૂર છે, એ માટે “હું અનુભવથી હા કહેવામાં અચળ છું.’ એ વાક્ય પૂર્વભવના કેઈ જેગનું મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને, પુનર્જન્માદિ ભાવ કર્યા છે, તે પદાર્થને કૈઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે.”૧૨ વિ. સં. ૧૯૪૮ના વૈશાખ માસમાં શ્રીમદ્ પિતાને અનુરાગી મુનિશ્રી લલ્લુજી મહારાજને લખેલું કે – સત્સંગનું અત્યંત માહાતમ્ય પૂર્વભવે વેદન કર્યું છે, તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે અને નિરંતર અભંગપણે તે ભાવના કુરિત રહ્યા કરે છે.”૧૩ વિ. સં. ૧૯૪૬ના પ્રથમ ભાદરવા સુદ ૬ના રોજ શ્રીમદ્ ધર્મેચ્છક ભાઈઓને વિસ્તારથી લખેલું કે – અંતર્ગાનથી સ્મરણ કરતાં એ કઈ કાળ જણાતો નથી વા સાંભરતું નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંક૯૫વિક૯૫નું રટણ ન કર્યું હોય, અને એ વડે સમાધિ ભૂલ્યો ન હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને એ મહારાગ્યને આપે છે.” વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વછંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવો પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લોભ કરતાં કે અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણ્યું ? અર્થાત એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાને વૈરાગ્ય આપે છે. • ૧૧. એજન પૃ. ૧૫. ૧૨. એજન, પૃ. ૩૬૧, અંક ૪૨૪. ૧૩. એજને પૃ. ૩૩૨. Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદના જીવનસિદ્ધિ “વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો-સ્ત્રી આદિક-તે અનંતવાર છોડતાં, તેને વિગ થયાં અનંત કાળ પણ થઈ ગયો, તથાપિ તેના વિના જિવાયું એ કંઈ ડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તે પ્રતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલ્પિત હતા. એ પ્રીતિભાવ કાં થયો? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.” વળી જેનું મુખ કેઈ કાળે પણ નહીં જોઉં, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જતુપણે શા માટે જ ? અર્થાત્ એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડયું ! અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી! કહો, એ સ્મરણ થતાં આ કલેષિત આત્મા પર જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત્ આવે છે.” “વધારે શું કહેવું ? જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું, તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દઢત્વ આત્મામાં પ્રકાશે છે.”૧૪ આ અવતરણ પણ તેમના પૂર્વભવના જ્ઞાન હોવાની સાક્ષી પૂરે છે. એ જ પ્રમાણે વિ. સં. ૧૯૪૭ના કારતક સુદ ૧૪ના રોજ શ્રીમદ્ શ્રી સોભાગભાઈને લખેલાં નીચેનાં વચને તેમના જ્ઞાન વિશે સારો પ્રકાશ પાડે છે – ઉપશમ અને ક્ષેપક એ બે જાતની શ્રેણું છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનને સંભવ નથી, ક્ષેપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે અગ્યારમેથી જીવ પાછો વળે છે. ઉપશમ શ્રેણે બે પ્રકારે છેઃ એક આજ્ઞારૂપ, એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવા રૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી. પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને લીધે પડે છે. આ નજરે જોયેલી આત્માએ અનુભવેલી વાત છે. કોઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે, ન નીકળે તે કંઈ બાધ નથી. તીર્થકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાણ્યું છે.”૧૫ શ્રીમદને જાતિસ્મરણજ્ઞાન હોવાની પ્રતીતિ આપતાં આ બધાં વચન સાથે એમના એક અનુરાગી, ખંભાતના શ્રી છોટાલાલ માણેકચંદને થયેલ શ્રીમને આ બાબતને અનુભવ નેધવા જેવું છે. તે તેમના જ શબ્દોમાં જોઈએ: “સં. ૧૯૪૬ના આસે વદમાં પરમકૃપાળુદેવ ખંભાત પધાર્યા ત્યારે અંબાલાલભાઈના મકાનમાં ઊતર્યા હતા. હું ત્યાં ગયો તે વખતે કૃપાળુદેવ મકાનમાં વચલા હોલમાં બિરાજ્યા હતા, અને કૃપાળુદેવની સમીપે લાલચંદભાઈ વગેરે ઘણું ભાઈઓ બેઠા હતા. હું કૃપાળુદેવની સન્મુખ દર્શન કરીને ઊભો રહ્યો કે સાહેબજીએ મને જણાવ્યું: “અમે તમને જોયા છે.” હું જે જે સ્થળોએ, ગામોએ ગયેલ તેનાં નામ ૧૪. એજન, પૃ. ૨૨૧. ૧૫. એજન, પૃ. ૨૫૦. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા દઈ પૂછયું કે “આ સ્થાને આ ગામે મને જોયો છે?” સાહેબજીએ કહ્યું કે ના, ત્યાં નહીં. સાહેબજીને કહ્યું કે આ સ્થળ કે ગામે સિવાય મારા ધારવા મુજબ હું કઈ ઠેકાણે ગયો નથી.” સાહેબજીએ જણાવ્યું, “અમે તમને જોયેલા છે.” મેં પૂછયું, “આપે મને ક્યારે જોયેલે?” તે વખતે સાહેબજી મૌન રહ્યા. અનુમાનથી મેં ધાર્યું કે સાહેબજીએ પૂર્વભવમાં મને જે હશે.”૧૬ જાતિસ્મરણ જ્ઞાન એ આત્માની નિર્મળતા સૂચવે છે. અને તે નિર્મળતાની તરતમતા અનુસાર પૂર્વભવોનું જ્ઞાન હોય છે. આપણે જોયું તેમ, તેમને આ જ્ઞાન થવાની શરૂઆત માત્ર સાત વર્ષની ઉંમરે ચિતા જેવાથી થઈ હતી. તે વખતે તેમને અંતરમાં ઊહાપોહ થયો હશે કે આવું કંઈક જોયું છે. કયાં જોયું હશે તેની વિચારણામાં ઊંડા ઊતરતાં તેમને પૂર્વ ભવની સ્થિતિ જોવામાં આવી હશે. કેટલીક વ્યક્તિઓના જણાવવા મુજબ તે વખતે તેમને પિતાની પૂર્વભવની સાધુદશા પ્રત્યક્ષ થઈ હતી, અને પોતે આત્મકલ્યાણની સાધના કરતાં કરતાં તે દેહ છોડ્યો હતો, એવી સ્મૃતિ થઈ હતી. તે પછી જ્યારે જ્યારે આત્મામાં સ્થિર થવાય કે અન્ય કોઈ નિમિત્તે પ્રશ્ન ઊઠે ત્યારે તેના સમાધાનરૂપે તેમને પૂર્વભવો પ્રત્યક્ષ થતા ગયા હતા. અને શ્રીમદ્દના જણાવવા મુજબ આ જ્ઞાનનો ઘણું મોટા પ્રમાણમાં વધારો તો તેઓ જૂનાગઢનો કિલ્લો જેવા ગયા ત્યારે, અને ઈડરમાં ત્યાંના પહાડોમાં વિચર્યા ત્યારે થર્યો હતો. પૂર્વના કેટલાક ભવમાં તેઓ એ જગ્યાએ સાધકરૂપે રહ્યા હતા તે જણાવતાં વચન તેઓએ લલજી મહારાજ આદિ મુનિઓને કહ્યાં હતાં. ઈડરના પહાડોમાં મુનિઓ સાથે શ્રીમદ શેડો વખત રહ્યા હતા તે વખતે તેમણે તેઓ પૂર્વભવમાં કઈ જગ્યાએ, કઈ રીતે બેસતા, રહેતા વગેરે વિશેનું વર્ણન પણ કરી બતાવ્યું હતું. અને પૂર્વભવોની સ્મૃતિને જ કારણે શ્રીમદને તેમની આ ભવની જન્મભૂમિ વવાણિયા કરતાં ગુજરાતનાં વનમાં અને પહાડોમાં વિશેષ શાંતિ લાગતી હતી. પોતે ચોવીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામીના અંતેવાસી શિષ્ય હતા, અને લઘુશંકા કરવા જેટલું પ્રમાદ કરવાથી આટલું ભવભ્રમણ વધી ગયું હતું. આ પ્રસંગે તેમણે ઈડરમાં મુનિઓને પ્રમાદ ન કરવાનો બાધ આપતી વખતે જણાવ્યા હતા.૧૭ આ પ્રમાણે તેઓ કઈ કઈ વખત પોતાના પૂર્વભવની વાત શ્રી ભાગભાઈ લલ્લા મહારાજ, અંબાલાલભાઈ આદિ ગણીગાંઠી વ્યક્તિઓને કહેતા. પરંતુ તેઓ એ સર્વને પણ તે પ્રગટ ન કરવાને અનુરોધ કરતા. આથી તેમને પૂર્વના ઘણા ભવનું જ્ઞાન હોવા છતાં આપણી પાસે તેમના પૂર્વભવ વિશેની ખાસ કઈ માહિતી નથી. તેમના મુદ્રિત લખાણ પરથી તે, તેમને જાતિસ્મરણજ્ઞાન હતું એટલું જ આપણે સિદ્ધ કરી શકીએ છીએ. પણ તે જ્ઞાન કેટલા ભવનું, કયા પ્રકારનું હતું, એ વિશે જાણવા માટે તે તેમના ભક્તોએ જણાવેલ માહિતી પર જ આધાર રાખવો પડે છે. આ જાતિસ્મરણજ્ઞાને તેમના જીવનમાં સૌથી મહત્ત્વનું કાર્ય કર્યું તે સંસારથી વૈરાગ્ય ૧૬. “શ્રીમદ્ રાજચંદ્ર અર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ” પૃ. ૧૦૨. ૧૭. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા” પૃ. ૧૮૬. Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દન જીવનસિદ્ધિ અપાવવાનું. પૂર્વે જીવ કેવું કેવું ભેળવીને આવ્યો છે તે જાણવાથી તેમને આત્માના અસ્તિત્વની અને નિત્યની પૂર્ણ ખાતરી થઈ ગઈ હતી. વળી સંસારનું પરિભ્રમણ કેવું હોય છે તેને ચિતાર પણ તેમને સ્પષ્ટ થયો હતો, આથી સંસારથી તેમને પ્રબળ વૈરાગ્ય ઉત્પન્ન થવામાં જાતિ મરણજ્ઞાન એ મહત્વનું નિમિત્ત હતું. બાળવયથી જ શ્રીમદની અનુકરણશક્તિ અને સ્મરણશક્તિ અદભુત હતી. તેઓ કંઈ સારું જુએ, નવું જુએ, તેને ગ્રહણ કરવાની, શીખી લેવાની તીવ્રતા ધરાવતા હતા. પરિણામે તેવી કોઈ પણ વસ્તુ તેઓ પ્રબળ ક્ષયોપશમ વડે થોડા સમયમાં સાંગોપાંગ શીખી જતા હતા, અને જેમની પાસે તે વિદ્યા જોઈ હોય તેનાથી ઘણે વધારે વિકાસ તેઓ સાધી લેતા હતા. અવધાન, જ્યોતિષ આદિની બાબતમાં આમ જ બન્યું હતું. શ્રીમદની અવધાનશક્તિ એકસાથે અનેક વસ્તુ ભૂલ વિના કરવાની અને યાદ રાખવાની શક્તિને અવધાનશક્તિ કહેવામાં આવે છે. આ શક્તિના બે પ્રકાર છે – ૧. કેળવેલી અવધાનશક્તિ અને ૨. ધારણા રૂપ અવધાનશક્તિ. કેઈ વ્યક્તિએ એકસાથે અમુક સંખ્યા સુધીનાં કાર્યો કરવાની શક્તિ મેળવી હોય તે તે કેળવેલી શક્તિ કહેવાય છે. આ પ્રકારમાં તે વ્યક્તિની કાર્યશક્તિ સામાન્ય પ્રકારનાં જ કાર્યોમાં ગતિ કરી શકે છે, કઠિન પ્રકારનું કોઈ કામ આવે તો તે વ્યક્તિની મતિ કામ કરતી નથી. જેટલી સંખ્યા સુધી તે એકીસાથે કામ કરી શકે તે સંખ્યાના અવધાન તરીકે તેને ખ્યાતિ મળે છે. આમ તેઓ અષ્ટાવધાની, બારઅવધાની, સેળઅવધાની શતાવધાની આદિ વિવિધ નામે ઓળખાય છે. આ પ્રકારમાં વ્યક્તિ સે કે તેથી વધુ અવધાન સુધી કામ કરી શકે છે, પણ અહીં શક્તિ કેળવવી પડતી હોવાને લીધે તેના અવધાનની સંખ્યામાં ધીરે ધીરે વધારે થાય છે, અને સામાન્ય રીતે શતાવધાન સુધી તે પહોંચે છે. ધારણા એ મતિજ્ઞાનને એક ભેદ છે. શાસ્ત્રમાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવાયા છે. તે પાંચ પ્રકાર તે મતિ, કૃત, અવધિ, મન ૫ર્યવ અને કેવળ. તેમાં મતિજ્ઞાનના ચાર વિભાગ છે ? અવગ્રહ – Perception ઈહા -Conception અવાય – Decision અને ધારણા – Retention. ભક્તિભાવ અને શ્રદ્ધા વધે ત્યારે ધારણું આવે છે. ધારણામાં પૂર્વના સંસ્કારને લીધે વ્યક્તિ નિશ્ચયપૂર્વક કામ કરી શકે છે. ધારણારૂપ અવધાનશક્તિમાં વ્યક્તિને સત્ય વસ્તુ પ્રત્યક્ષ હોય છે. અને તીવ્ર સ્મરણશક્તિ સ્વયંસકુરિત હોય છે. તેથી ગમે તેવાં કઠિન કાર્યો તે એકીસાથે કરી શકે છે. વળી, ધારણામાં તેના અવધાનની સંખ્યા બહ જલદી અને તાત્કાલિક પરચાથી આગળ વધે છે. આથી સામાન્ય વ્યક્તિને તે આટલા પ્રશ્નો એકીસાથે હલ કઈ રીતે થાય છે તે પ્રશ્ન જ મૂંઝવે છે. આમ કેળવેલી કરતાં ધારણારૂપ અવધાનશક્તિને પ્રવેગ ઘણી ઊંચી કક્ષાને હોય છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા શ્રીમદ્દ રાજચન્દ્રે પણ મારબી, જામનગર, બટાદ, વવાણિયા મુંબઈ આદિ સ્થળાએ અવધાનના પ્રયાગા સફળતાપૂર્વક કર્યાં હતા. તેમણે કરેલા પ્રયાગા કેવા હતા, તથા તેમની અવધાનશક્તિ કયા પ્રકારની હતી તે વિશે જોઈએ. વિ. સં. ૧૯૪૦ આસપાસ મારીમાં શાસ્ત્રી શ`કરલાલ મહેશ્વર ભટ્ટ અષ્ટાવધાનના પ્રયાગા જાહેરમાં કરી બતાવતા હતા. એટલે કે તેઓ આઠ બાબતે એકસાથે ધ્યાનમાં રાખી, ભૂલ વગર તે આઠે ખાખતા ફરીથી કહી કે કરી બતાવતા હતા. એ જ અરસામાં મુંબઈમાં પણ પડિત ગઢુલાલજી અષ્ટાવધાનના પ્રયાગો કરતા હતા. આ સમયે હિંદમાં, જાણવા મુજબ, આ એ જ પુરુષો ચમત્કારી સ્મરણશક્તિવાળા ગણાતા હતા. વિ. સ. ૧૯૪૦માં ૧૬ વર્ષની વયે શ્રીમને મારી આવવાના પ્રસ`ગ બનેલા. તે વખતે શાસ્ત્રી શંકરલાલના અવધાનના પ્રયાગ મારખીના ઉપાશ્રયમાં થયા હતા. એ અવધાન અવલેાકવા આવવાનુ` આમંત્રણ શ્રીમને પણ મળ્યું હતુ. શ્રીમદ્ ઉપાશ્રયમાં ગયા. અને ત્યાં પેાતાની અદ્ભુત સ્મરણશક્તિ દ્વારા અવધાન કઈ રીતે થાય તે તેમણે જાણી લીધું. ખીજે જ દિવસે ખાનગીમાં મિત્ર સમક્ષ તેમણે નવા નવા વિષયે લઈ અષ્ટાવધાન કરી બતાવ્યાં, અને પછીના જ દિવસે બે હજાર પ્રેક્ષક સમક્ષ, તે જ ઉપાશ્રયમાં, તેમણે બાર અવધાન સાપૂર્વક કરી ખતાવ્યાં. અત્યાર સુધી શ્રીમદ્ કવિ તથા વિદ્વાન તરીકે જાણીતા હતા, પણ આ પ્રયાગથી તેઓ તેમની અદ્ભુત સ્મરણશક્તિ માટે પણ સન્માનિત થયા. તે પછી તેમણે મેારખીની હાઈસ્કૂલમાં પણ બાર અવધાનના પ્રત્યેાગ કરી બતાવ્યા હતા, જે માટે તેમને ઇનામ પણ મળ્યુ હતુ. આ પ્રસંગ પછી થાડા વખતે શ્રીમને જામનગર જવાનુ` થયું હતું. ત્યાં પણ તેમણે વિદ્યાના સમક્ષ બાર અને સાળ અવધાના બિંધથી કરી ખતાવ્યાં હતાં. તે જોઈ બધા પ્રેક્ષકા ખૂબ પ્રસન્ન થયા હતા. જામનગરમાં બે વિદ્વાના વર્ષોથી મહેનત કરવા છતાં અવધાન કરવામાં સફળતા મેળવી શકતા નહેાતા, તેથી શ્રીમની આ વિશિષ્ટ શક્તિ જોઈ ને તેમણે ખૂબ પ્રસન્નતા બતાવી હતી. ત્યાર પછી ઓટાદમાં પેાતાના એક લક્ષાધિપતિ મિત્ર સમક્ષ તેમણે બાવન અવધાન કર્યા. હતાં. આ ઉપરાંત જેતપુર, અમદાવાદ આદિ સ્થળાએ પણ અવધાનના પ્રયાગા કર્યા હતા અને સૌથી વધારે પ્રયાગે તેમણે મુખઈમાં વિ. સ. ૧૯૪૨ આસપાસ કર્યાં હતા. એવા એક પ્રયાગના નિર્દેશ તેમણે પ્રા. રવજીભાઈ દેવરાજભાઈ ઉપરના પત્રમાં કર્યો છે. વિ. સ’. ૧૯૪૩માં પ્રેસર પરના પત્રમાં એક કલાકમાં સે। શ્લાક સ્મરણભૂત રહી શકે ?” એવા પ્રશ્નના ઉત્તરમાં અવધાનના ઉલ્લેખ કરતાં તેમણે લખ્યુ છે કે :~ 3 “પડિત ગટુલાલજી મુંબઈનિવાસીનાં અવધાના સબધી આપે બહુએ વાંચ્યું હશે. એએ પડિતરાજ અષ્ટાવધાન કરે છે, તે હિંદ પ્રસિદ્ધ છે,” Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની કવનસિદ્ધિ આ લખનાર બાવન અવધાન જાહેરમાં એક વખત કરી ચૂક્યો છે અને તેમાં તે વિજયવંત ઊતરી શક્યો છે, તે બાવન અવધાન – * ૧ ત્રણ જણ સાથે ચોપાટે રમ્યા જવું. ૨ , , , ગંજીફે છે , “ ૩ ,, ,, ,, શેતરંજ , , ૪ ઝાલરના પડતા ટકોરા ગણતા જવું. ૫ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર મનમાં ગણ્યા જવું. ૬ માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરવી. ૭ આઠેક નવી સમસ્યાઓ પૂર્ણ કરવી. ૮ સોળ નવા વિષયો વિવાદકે એ માગેલા વૃત્તમાં અને વિષયો પણ માગેલા રચતા જવું. ૯ ગ્રીક, અંગ્રેજી, સંસ્કૃત, અરબી, લૅટિન, ઉર્દ, ગુર્જર, મરેઠી, બંગાળી, મરુ, જાડેજી, આદિ સેળ ભાષાના ચારસે શબ્દો અનુક્રમ વિહીનના કર્મ કર્તા સહિત પાછા અનુક્રમ સહિત કહી આપવાં. વચ્ચે બીજા કામ પૂર્ણ કર્યો જવાં. ૧૦ વિદ્યાર્થીને સમજાવવો. ૧૧ કેટલાક અલંકાર વિચાર. આમ કરેલાં બાવન અવધાનની લખાણ સંબંધે અહી આગળ પૂર્ણાહુતિ થાય છે.”૧૮ એ પછી ઉપરના પત્રમાં શ્રીમદે જણાવ્યું હતું કે તેમની આ શક્તિ જોઈને કોઈ વિદ્વાને ગણતરી કરી હતી કે એક કલાકમાં પ૦૦ શ્લોક સ્મરણમાં રહી શકે છે. આ બાવન અવધાનનાં કાર્યો કે વિગતેમાં શ્રીમદ ફેરફાર કરતા. કેટલીક વાર એથી વધારે કે ઓછાં અવધાને પણ તેઓ કરતાં. તેમણે વધુમાં વધુ શતાવધાન સુધીના પ્રયોગ કર્યા હતા, જેથી તેઓ “શતાવધાની કવિ રાયચંદભાઈ”ના નામે પણ ઘણી જગ્યાએ ઓળખાતા હતા.૧૯ વિ. સં. ૧૯૪રમાં શ્રીમદ મુંબઈ આવ્યા ત્યારે તેમણે બહોળા પ્રમાણમાં અવધાનના પ્રાગે જાહેરમાં કરી બતાવ્યા હતા. જેની નોંધ અનેક વર્તમાનપત્રેએ લીધી હતી. પરિણામે શ્રીમની ઘણી ખ્યાતિ થઈ હતી. આ બધાં વર્તમાનપત્રોમાં “મુંબઈ સમાચાર”, “The Times of India”, “જામેજમશેદ”, “The Indian spactator” વગેરે મુખ્ય હતાં. ૧૮. શ્રીમદ્ રાજચંદ્ર” અગાસ, આવૃત્તિ ૧, પૃ. ૧૭૪. ૧૯. શ્રીમદ શતાવધાન કર્યા હતાં એમ કહેવાય છે, પણ જેમ તેમણે કરેલ બાવન અવધાનની ઝીણવટભરી વિગત મળે છે તેમ, તેમણે કરેલા એ શતાવધાનની વિગત મળતી નથી. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા શ્રીમદના અવસાન પછી ડા દિવસે, ઈ. સ. ૧૯૦૧ના ૨૦ એપ્રિલના “મુંબઈ સમાચાર”ના અંકમાં પ્રગટ થયેલ શ્રીમદ્દની અવસાન નેધમાં અઢાર વર્ષની વયે તેમણે કરેલા બાવન અવધાનના એક પ્રયોગની વિગત, તેમની કુશળતા દર્શાવવા માટે છપાઈ હતી. તે વાંચતાં શ્રીમદ અવધાનના પ્રયોગ કઈ રીતે કરતા તેને અમુક અંશે ખ્યાલ આવી શકશે. “મુંબઈ સમાચાર”માં લેવાયેલી નેંધ આ પ્રમાણે હતી :– મમ પ્રસિદ્ધ જૈન તત્વવેત્તા અને શતાવધાની કવીશ્વર શ્રીમાન રાયચંદ રવજીભાઈ, જેમને લગતી કેટલીક વિગત ગયા બુધવારના મુંબઈ સમાચારમાં આપવામાં આવી છે. તેઓ એકીવખતે સો કામ કેવી રીતે કરતા હતા તેનો ખ્યાલ આપવા માટે તેઓએ કરી બતાવેલાં બાવન અવધાનોને લગતી વિગત અમો હેઠળ આપીએ છીએ.” બાવન કામ ચપાટે રમતા જવું, શેતરંજે રમતા જવું, ટકેરા ગણતા જવું, માળાના પારા ગણતા જવું, ગંજીફે રમતાં જવું, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આપેલા ગણતા જવું, સેળ ભાષાઓના અક્ષરે યાદ રાખતા જવું, બે કોઠામાં આડાઅવળા અક્ષરથી કવિતાઓ માગેલા વિષયની કરાવતા જવું, આઠ ભિન્ન ભિન્ન માંગેલી સમસ્યાઓ પૂર્ણ કરતા જવું, સેળ જુદા જુદા માગેલા વૃત્તોમાં માગેલા વિષયે તૈયાર કરાવતા જવું, એમ બાવન કામની શરૂઆત એકવખતે સાથે કરવી, એક કામને કંઈક ભાગ કરી બીજા કામને કંઈક ભાગ કરો, પછી ત્રીજા કામના કંઈક કરવા, પછી ચોથા કંઈક ભાગ કરો, પછી પાંચમાંનો એમ બાવને કામને થોડે થોડો ભાગ કરે, ત્યાર પછી વળી પાછું પહેલા કામ તરફ આવવું અને તેને થોડો ભાગ કરવો, બીજાં ન કરવો, ત્રીજાને કરવો, એમ સઘળાં કામ પૂર્ણ થતાં સુધી કર્યા જવું. એક સ્થળે ઊંચે આસને બેસીને એ બધાં કામમાં મન અને દૃષ્ટિ પ્રેરિત કરવી, લખવું નહિ કે બીજી વાર પૂછવું નહિ. અને સધળું સ્મરણભૂત રાખી એ બાવને કામ પૂર્ણ કરવાં, તે અથ ઈતિ આ પ્રમાણે ગણાય છે.” ૧. ચિપાટે રમતા જવું ઃ ત્રણ જણ બીજા પાટે રમતા હતા તેની સાથે ચોપાટે રમતાં જતાં અને વચ્ચે બીજા એકાવન કામ કરતાં જતાં છેવટે લીલી, પીળી, લાલ અને કાળી એ ચારે રંગની સંગઠીએ ધ્યાનમાં રાખી કહી આપી હતી, ચોપાટ વચ્ચેથી ઉપાડી લેવામાં આવી હતી. ૨. ગંજીફે રમતા જવું ઃ ચોપાટ પાસે નાંખ્યા પછી બીજા ત્રણની સાથે કવીશ્વર ગંજીફે રમતા જતા હતા અને છેવટે પિતાનાં તેરે પત્તાં કહી આપ્યાં હતાં. એ પત્તાં કવિને એક વાર જોવા આપી લઈ લેવામાં આવ્યાં હતાં. ૩. શેતરંજે રમતા જવું તે જ વખતે શેતરંજ રમવા બીજા એક જણની સાથે ચિત્ત પરેવ્યું હતું. અવધાનની સમાપ્તિ વખતે વચ્ચેથી ઉપાડી લીધેલી શેતરંજનાં પાળાં, ઊંટ, અશ્વ, હાથી અને વજીર, બાદશાહ નંબર વાર કહી આપ્યાં હતાં. Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ “૪. ઝાલરના ટકોરા ગણવાઃ એ વખતે એક માણસ બહાર ઊભે રહીને ઝાલરના ટકેરા વગાડતો હતો. તે કવિએ સઘળા સ્મરણભૂત રાખી છેવટે કહી આપ્યા હતા. પ. પડતી ચઠી ગણવી કવિને વચ્ચે વચ્ચે વચ્ચે તે કામની સાથે ચણોઠીઓ નાખવામાં આવતી હતી, તે કેટલી થઈ તે અવધાનની સમાપ્તિએ કવિએ કહી આપી હતી. “દથી ૯ બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને સરવાળા કવિને તે કામોની સાથે ગણવા આપ્યા હતા, જે કવિએ મનમાં રાખીને છેવટે તેના જવાબ ગણી આપ્યા હતા. ૧૦. એક જણ હાથમાં માળાના પારા ફેરવતે જાતે હતો જેમાં કવિએ દૃષ્ટિ પવી હતી તે માળા વચ્ચેથી અધૂરી મૂકવામાં આવી હતી. છેવટે કવિએ તેના પારા કેટલા થયા તે કહી આપ્યું હતું ૧૧થી ૨૬. જુદી જુદી ભાષાઓના શબ્દો –સેળ ભાષાના શબ્દો સોળ જણાને વહેચી આપવામાં આવ્યા હતા. જ્યારે બીજા કામે કવિ કરતાં જતાં હતાં, ત્યારે વચ્ચે વચ્ચે એકેકે શબ્દ અનુક્રમ વિના કવિને કાને મૂકવામાં આવતું હતું, પ્રથમ ત્રીજે અરબીને કહેવાતું હતું, પછી ૪૧૭મે લૅટિનને કહેવાતે, બીજે સંસ્કૃતને કહેવાતે પછી ૪૧૮મે ઉદ્દન કહેવાતું હતું. આમ અવિચ્છિન્ન અક્ષરો કવિને કહેવામાં આવ્યા હતા. સઘળા કહેવાઈ રહ્યા પછી અવધાનની સમાપ્તિએ ભાષાવાર કવિએ કહી આપ્યા હતા. સંસ્કતનો એક અક્ષર ચેાથે હોય અને એક પાંચમાંનો હોય એ બંનેને તેમણે કયાંય પણ લખ્યા સિવાય અંતઃકરણમાં ગોઠવી શ્લેકબંધ કહી દીધા હતા. સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી, પંજાબી, કર્ણાટકી, બંગાળી, મારવાડી, ગ્રીક, ઉર્દુ, જાડેજી, અરબી, ફારસી, દ્રાવિડી અને સિંધી – એમ સળ ભાષાના શબ્દો અપાયેલા હતા. એ ભાષાઓના શબ્દોના વિલેમ સ્વરૂપનાં એકબે દૃષ્ટાંત અહીં આપ્યાં છે: સંસ્કૃતનું વિલેમ સ્વરૂપ.” Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા સંસ્કૃતનું ખરું સ્વરૂપ” – કવિએ કહી આપ્યું તે बंधो हि को यो विषयानुरागी, को वा विमुक्तो विषये विरक्तः । को वास्ति घोरो नरकः स्वदेहः तृष्णाक्षयः स्वर्गपदं किमस्ति ।। “ગુજરાતીનું વિલેમ સ્વરૂપ” | ભિ| ઇ | ન | હ | વ | થા | છે | છે | ગુજરાતીનું ખરું સ્વરૂપ આપના જેવાં રથી હજુ સૃષ્ટિ સુશોભિત છે, એ જોઈને આનંદ થાય છે. જાડેજનું વિલોમ સ્વરૂપ” ય | મું | લ ત | છ | જ | ત | ધિ વા | | | ૪ કી તા | ક | તા | પ | ૨ | ન |_| “કવિએ આનું મૂળસ્વરૂપ કહી આપ્યું તે મુંજા ધિલ જાન હતે અચે ન તે, મૂકે હી ઠીક પડે ન તે, પોય તેજી મરજી, હી સારે ચવાય ? અહીં તે અમે માત્ર ત્રણ ભાષાનાં લમવિલેમ સ્વરૂપ આપી શક્યા છીએ, પરંતુ પોતે જાણતા નહોતા એવી સોળ ભાષાના શબ્દોને વિલોમરૂપ મટાડી ખરા રૂપમાં મૂકેલા હતા. ર૭–૨૮. બે જણ બે વિષયો કેષ્ટકમાં આડાઅવળા અક્ષરોથી માગેલા પૂરા કરાવવા ઈચ્છા ધરે, તે કવિ કેવા રૂપમાં પૂર્ણ કરતા તેનો એક નમૂનો અહી આગળ આપે છે. માગનાર જે અક્ષર માગે તે આપી કવિ તે કાવ્ય પૂર્ણ કરતા. Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની જીવનસિક “કવિતા ને હિમ્મત – ભુજંગીઃ ૨૦ તા ? 8 | £ . ~ ૩૮ $ ) 6 | છ | ૨ “અક્ષર ઉપર જે આડાઅવળા આંકડા મૂક્યા છે તે પ્રમાણે અક્ષર મંગાયા હતા, તેમાંથી કવિતા થઈ ગઈ હતી. ૨૯ થી ૩૬. આઠ જુદી જુદી સમસ્યાઓ આપી હતી. તેની વચ્ચે વચ્ચે એકેકી કડી લખાવીને પૂર્ણ કરી હતી. છેવટે આઠે સમસ્યાઓ કવિએ બોલી દેખાડી. “૩૭ થી પર. સેળ જણાએાએ જુદા જુદા સેળ વિષની જુદા જુદા વૃત્તમાં કવિતા માગી હતી, અને છેવટે તે પાછી સેળે નવી કવિતાઓ કવિને મોઢે થઈ ગઈ હતી, તે કવિએ કહી બતાવી હતી. શીઘ્ર કવિતાના બે-ત્રણ નમૂના આપીએ છીએ? ચંદ્રના રથને હરણિયાં શા માટે ક્યાં છે? તે માટે તક દેડાવ, અને ઉપરની બે કડી પછી વાણિયા ઉપર ઉતારવી” એ વિષય. શાર્દૂલવિક્રીડિત “અંગે શૌર્ય દમામ નામ ન મળે, સત્તા રહી ના જરી! પ્રેમી કાયરતા તણે અધિક છે, શા કથા એ ખરી, ભાગી જાય જરૂર તે ભય ભર્યો, રે! દેખતાં કેસરી, તે માટે રથ ચંદ્રને હરણિયાં જેડી દીધાં શ્રીહરિ! કજોડાં માટે હિંદુઓને તિરસ્કારઃ મનહર “કૂળ મૂળ પર મહી, શૂળ હાથે કરી રે, મૂલ થકી ધૂળ કેમ? કરે નિજ બાલિકા, Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧. નરેખા કરે છો કસાઈ થકી એ સવાઈ આર્યભાઈ, નક્કી એ નવાઈની ભવાઈ સુખટાળિકા, ચેતે ચેતે ચેતે રે ચતુર નર ચેતે ચિત્ત, બાળે નહીં હાથે કરી બાળ અને બાબિકા, અરે ! રાયચંદ કહે, કેમ કરી માને એહ, ચડી બેઠી જેને કાંધે, ક્રોધ ધરી કાળિકા? “કવિનું પિતાનું નામ તેમના પિતાજી સહિત આવે અને એક દેહરામાં મહાત્માને પ્રણુમ થાય” તે વિષય. દોહરો “રાચે યશ ચંદ્રોદયે રહે વધુ છવિ નામ, તેવા નરને પ્રેમથી, નામ કરે પરણામ. અવધાનમાં “પાટને તિરસ્કાર” એ વિશે ભુજંગી આપ્યો હતો, જે અહીં આપેલ છે”: કર્યું રાજ્ય તે ધર્મનું ધૂળધાણી, વળી ફેરવ્યું કૌર શીરપાણી! તજી તું પ્રતાપે નળે નિજ રાણી, હવે જઈ ચોપાટ તારી કમાણી!” એ જ અવધાનમાં “વંઝયાપુત્ર મારવાને કઈ ચાલ્યો જાય છે” એ સમસ્યા પૂર્ણ કરવાની હતી, તે આવી રીતે પૂર્ણ કરી હતી? મનહર-કવિત પ્રેમ ધરી પૂછ્યું એક, કવિ કને કામિનીએ ખલકને ખેલ અહા, અજબ દેખાય છે, સર્વને સંતાનસુખ, સંસારમાં સાંપડે છે, એ જ માટે વંઝયાત, જીવ તલખાય છે, કહે કવિરાય એનું કૃપાથી કારણ મને, કહે કવિ ક્યાંથી થાય ? એનું આમ થાય છે, ઉદર પ્રવેશ પહેલાં, પ્રભુને ત્યાંથી પડાવી, વંઝયાપુત્ર મારવાને, કેઈ ચાલ્યો જાય છે.”૨૦ “મુંબઈ સમાચાર”માં સને ૧૯૦૧ના એપ્રિલે પ્રગટ થયેલા ઉપરના લેખ “ પરથી શ્રીમદ્દ પ્રાપ્ત કરેલી શક્તિનો આપણને કંઈક ખ્યાલ આવે છે. શ્રીમદ્દ વિ. સં. ૧૯૪૨ ૨૦. “શ્રીમદ્ રાજચંદ્ર,” આવૃત્તિ ૫, ૫. ૪૭૧. * એજન, વિભાગ ૧પૃ. ૪૭૫. Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની અવનસિદ્ધિ આસપાસ મુંબઈ આવ્યા હતા, અને મુંબઈમાં તેમણે અવધાનના કેટલાક પ્રયોગો જાહેરમાં કર્યા હતા. તે પ્રયોગો વિશે હિંદના અગ્રગણ્ય વર્તમાનપત્રોએ લેખે કે મેં પ્રગટ કરી હતી, જેમાં “The Indian Spectator”, “The Times of India”, “મુંબઈ સમાચાર', જામે જમશેદ” વગેરેનો સમાવેશ થાય છે. આ વર્તમાનપત્રોએ આપેલી શ્રીમના અવધાનના પ્રસંગે સંબંધી કેટલીક બેંધ જોઈએ. શ્રીમદે કરેલા અવધાનના પ્રયોગો સંબંધે The Indian Spectator પત્રના તા. ૨૮ નવેંબરના ૧૮૮૬ ના અંકમાં નીચે પ્રમાણે નોંધ લેવાઈ હતી : “We have had a visit from a young, Prodigy, Shatavadhani Kavi Shri Raichandra Ravji, an inhabitant of Vavania, between Kutch and Morvi. Mr. Raichandra is a Bania by caste, a versifier by birth and by birth also a Shatavadhani. That is one whose mnemonic powers will perform, We suppose 100 different functions at one and the same time. He knows no other language but the Gujarati and yet he can exercise his marvellous powers on sixteen different languages at one sitting. We shall be glad to introduce him to earnest inquiries. "?? મુંબઈ સમાચાર પત્રે ૩જી ડિસેંબર ૧૮૮૬ના અંકમાં શતાવધાન સભા વિશે આ પ્રમાણે નોંધ લખી હતી – યાદદાસ્તશક્તિના એક તરુણ હિંદુએ કરી બતાવેલા ચમત્કારે “કાઠિયાવાડના મોરબી સંસ્થાનના ગામ વવાણિયાના રહીશ કવિ રાયચંદ રવજીભાઈની અવધાનશક્તિના ચમત્કારો જેવાને અત્રેની થીઓસોફીકલ સાયટી તરફથી એક ખાનગી મેળાવડો કરવાનું આમંત્રણ થયું હતું. તે મુજબ સેસાયટીવાળા મકાનમાં ગઈ પરમ દિવસે સાંજે સાડા પાંચ કલાકે હિંદુ, મુસલમીન, યુરોપિયન, પારસી વગેરે જુદી જુદી જાતિના ગૃહ રૂબરૂ તેમણે તે કરી બતાવ્યા હતા. ઠેરવેલ વખતે કાઠિયાવાડી સાદા પોશાકમાં કવિ રાયચંદ આવી પૂગતાં તાળીઓના અવાજથી તેઓને વધાવી લેવામાં આવ્યા હતા. સાંજના કલાક છેને સુમારે તેમણે પોતાનું કાર્ય શરૂ કરતાં જણાવ્યું હતું કે, દુનિયામાં માણસજાત યાદદાસ્તશક્તિ, કાવ્યશક્તિ અને હસ્તચમત્કૃતિ માટે વખણાય છે. આ ત્રણમાંની પહેલી બેનું મને સહેજસાજ જ્ઞાન છે, અને છેલ્લીથી હું બિનવાકેફ છું. હસ્તશક્તિને તીર, બાણ, તલવાર, બંદૂક વગેરેમાં સમાસ થાય છે, કે જેમાં હિંદુઓમાં જાણીતા થઈ ગયેલા પાંડ મશહૂર છે. સ્મરણશક્તિ વિશે હું પણ કંઈક જાણું છું. તે મારી અલ્પશક્તિ જેટલું તમે ગૃહસ્થ હજુર કહી સંભળાવીશ.” ૨૧. એજન, પૃ. ૪૭૫. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા તે પછી સભાના ગૃહસ્થને વાકેફ કરવામાં આવ્યા હતા કે જુદી જુદી આઠ ભાષાઓનું એકેક જણે એવું વાક્ય બનાવવું કે જેમાં છ શબ્દો આવે. તે મુજબ સ્પેનીશ, અંગ્રેજી, જર્મન, ફ્રેંચ, લેટિન, છંદ, સંસ્કૃત અને બંગાળી ભાષા જાણનાર જુદા જુદા ગૃહસ્થાએ એક કાગળના કટકા પર આગમચથી છ છ શબ્દોનું વાક્ય લખી રાખ્યું હતુ અને નવમી ફારસી ભાષા રહી જવાથી તેની માગણ થતાં તે પણ મંજુર રખાઈ હતી.” કવિરાજે તે પછી જણાવ્યું કે, “જુદી જુદી ભાષા ધરાવનાર એકેક શખસે પોતાના છ છ બેલના વાક્યને એ કેકે બેલ અવારનવાર ગમે તેમ તેમને કહી સંભળાવવો. અનુક્રમે તે વાક્યોના શબ્દો કહેવાની કશી અગત્ય નથી. જુદા જુદા શબ્દો જુદી જુદી ભાષામાં બેલશે તે હું લક્ષમાં લઈ કાગળ પર લખ્યા મુજબ વાક્યોના અનુક્રમે શબ્દો છેવટે તમને કહી સંભળાવીશ. તેમ જ વળી અધવચમાં હું જુદા જુદા બે રાગની કવિતા રચીશ. એકેક લીટી જેડી મારુ લક્ષ તેમાં પણ દોરવીશ.” અત્રે સભાના એક ગૃહસ્થ તરફથી એવી માગણી થઈ કે એક કવિતામાં “રુસ્તમજી” નામ તથા બીજીમાં આજની સભાનું વર્ણન આવે એવી મતલબ સમાવવી. કવિરાજે તે સ્વીકારી જણાવ્યું કે, “પહેલી કવિતાની લીટી હું એવી બાલીશ કે તેમાં રુસ્તમજી નામ આવી જશે. તે પછી કવિરાજે સ્થિર ચિત્તથી અવધાન તથા શીઘ્ર કવિતાનું કામ શરૂ કર્યું. જુદી જુદી ભાષા લખનાર ગૃહસ્થ પોતે લખી રાખેલાં વાક્યોના અનુક્રમ તેડી છૂટક છૂટક શબ્દો કહેતા હતા. તે કવિ યાદ રાખતા હતા ને તે કવિતા પણ કયે જતા હતા. સઘળા શબ્દો પૂરા થતાં અકબંધ વાક્યોમાં તેઓ નીચે મુજબ બેલી ગયા ? ૧. અંગ્રેજી – હેવ ચુ એવર બિન ઈન એ ? “૨. સ્પેનીશ – કે વાનસ પાલા બરાસ પોઈડેસ્ટિડાસે. ૩. જર્મન – ઈસ્ટ યુ બડર એ રોગ ટુ કુગ. ૪. ફ્રેંચ - બા ફાઝી લીટે ડેલરે હમે એસ્ટ. પ. છંદ – મજરા તાશ વહીશતાય શ્રી એશતાચ વા આઈરીશ, જરથુશ તરીશ. “૬. સંસ્કૃત – ધઉતા ધરી પાણું રાચમય સપવિત્ર ઉપહુબ? ૭. લૅટિન -એસે આડમીરાબી લેમ મેનટેસ હજુસ જુનીસ. ૮. બંગલી – અપના કે ગી આશય જઈશ ખા મટા બીયા એન. “૯ ફારસી – અખરો અનાર અસલ મરહુમ ખૂબ બરાયે. તાળીઓ એ પછી પહેલી કવિતામાં ભુજગી “રહ્યા છેમહાગને જાળવીને, ભલે બેધ ભા તથાપિ ભવીને, નથી રાગ કે દ્વેષ કે માન કાંહી, વધુ શું વખાણું અહો રાય અહી?” Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જનસિદ્ધિ શાર્દૂલ રુચિ લેક સમસ્તની મન સજી વિદ્યાવિલાસે ગઈ, તેથી સુજ્ઞ સમાજ આ અવસરે, તે વક્ષે ગાજી રહી, થાતાં દર્શન આપનાં જ મુજને, આનંદ ભારે થયે, આપે આ મુજ શક્તિને નિરખતાં, હું સારથક થઈ ગયો.” અત્રે કવિરાજે જણાવ્યું કે, “તમે સાહેબએ સૂચવેલાં નવ અવધાન તથા જેડેલી કવિતાઓ અનુક્રમે કહી સંભળાવી. મારું આજનું કાર્ય તમે ગૃહસ્થ હજૂર પૂરું થયું છે.” તાળીઓ... ઉપલી ભુજંગી છંદની પંક્તિઓમાં આજની સભાનું વર્ણન તેમ જ શાર્દૂલની પહેલી લીટીમાં ૧, ૭, ૯, ૧૨મા હરફથી માગ્યા મુજબ રુસ્તમજી નામ આવે છે.......૨૨ - શ્રી “ જામે જમશેદ પત્ર” ઉપર પ્રમાણે વર્ણન આપતાં એ જ તારીખના પિતાના અંકમાં લખે છે કે – એકેક બેલ પોતાના મનમાં ઠસાવવા સારુ લગભગ એકેક મિનિટ લેતા હતા. વળી તે અરસામાં કવિતા પણ જોડતા અને એકેકી લીટી લખાવતા. ભોગેજેગે જુદી જુદી ભાષાના શબ્દો બોલનારમાંનું કઈ ભૂલ ખાઈ જતું, તે તરત જ તેણે ભૂલ કરી છે એવું તેઓ કહી આપતા હતા. જુદી જુદી ભાષાનાં વાક્યો નીચેના ગૃહસ્થાએ ગોઠવ્યાં હતાં. અગ્રેજી, સ્પેનીશ – મી. વાઈ હાઉસ, યુનાઈટેડ સ્ટેટ્સના કાઉન્સેલ જનરલ જર્મન). ફ્રેંચ –એક ફ્રેંચ ગૃહસ્થ લેટિન – મી. દલાલ ફારસી – મી. ખોદાવક્ષ શીરમહમદ સંસ્કૃત – મી. જનાર્દન ડી. કાલીલકર છંદ – મી. રુસ્તમજી કેસાજી મંદી બંગાળી – ડંટર રાય એ ગૃહસ્થોએ એકેક બેલ ગૂંચવણભરી રીતે હેરફેર કહ્યા પછી આ યુવાન ગૃહસ્થ કાંઈ પણ ભૂલચૂક વગર આખાં વાક્યો મોટેથી રજૂ કર્યા હતાં. ૨૩ શ્રીમદના એ કાર્યક્રમમાં દેશવિદેશી મોટી મોટી વ્યક્તિઓ ઉપસ્થિત રહી હતી ૨૨. “શ્રીમદ્ રાજચંદ્ર” (ભાગ ૧, પૃ. ૪૭૧) ૨૩. એજન, ભાગ ૧, પૃ. ૪૭૩, Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા २७ તે એ પ્રસંગનું મહત્ત્વ દર્શાવે છે. વળી છાપાંમાં એ વિશે માત્ર સમાચારો કે લેખો જ નહિ, અગ્રલેખે પણ આવ્યા હતા, જે શ્રીમદ્દની એ શક્તિથી તેઓ કેટલા પ્રભાવિત થયા હશે તે દર્શાવે છે. “મુંબઈ સમાચાર પત્રે પોતાના તા. ૫-૧૨– ૧૮૮૬, માગશર સુદ ૮, સં. ૧૯૪૩ના અંકમાં નીચે મુજબ અગ્રલેખ આપ્યો હતો : “અદૂભુત સ્મરણશક્તિ તથા કવિત્વશક્તિ ધરાવનાર એક જવાન હિંદની અત્રે પધરામણી અને તેના તરફથી થતા શતાવધાનના પ્રયોગ. “મોરબીથી કવિ શ્રી રાયચંદજી રવજીભાઈ નામનો માત્ર ૧૯ વરસની વયનો એક હિંદુ ગૃહસ્થ અત્રે આવી સ્મરણશક્તિ તથા કવિત્વશક્તિનાં જે અદ્દભુત કો કરી દેખાડે છે, તેનાથી વાંચનારાઓને અમે વાકેફ કરતા રહીએ છીએ. એવી મહાન શક્તિના પુરુષે એકથી વધારે આવી ગયા છે, અને ખુદ મુંબઈમાં શીઘ્રકવિ પંડિત ગટુલાલજી તેવી શક્તિ ધરાવનાર તરીકે જાણીતા છે, પણ હમણું આવેલો સદરહુ પુરુષ તેઓ કરતાં ચડતી શક્તિને કહેવાય છે, એટલે બીજાઓ જ્યારે અછાવધાન એટલે એકી વેળા આઠ પ્રકારના પ્રયોગ કરી બતાવે છે, ત્યારે આને શતાવધાની એક પ્રયોગો કરી દેખાડનારે સમજવામાં આવે છે. તેમનામાં રહેલી શક્તિની માટી ખૂબી એ છે કે, તેઓ એક વેળા અનેક બાબત પોતાના મનમાં યાદ રાખી તથા રચી શકે છે, અને તે બાબત જેમ સહેલી, તેમ કવિતા, ગણિત અને ભાષાના સરખી અઘરી પણ હોય છે. ગમે તેવા કઠણ છંદમાં તેઓ બોલ બેલતાં કવિતા રચે છે, ગમે તેવી અજાણું અને પારકી ભાષામાં કહેલા ઉલટપાલટ શબ્દોનાં વાક્યોને સરખાં ગોઠવી આપે છે, અને તે સઘળું એકબીજાની સાથે વચ્ચે વચ્ચે કરે છે. એ શક્તિઓ ખરે જ અદ્દભુત અને અસાધારણ છે. અને તે કેમ ખીલે છે તથા કામે લાગે છે તેની તપાસ કરવાની તથા તેને લાભ લેવાની તજવીજ કરવી જોઈએ. આટલું તે ખરું છે કે એવી શક્તિ કુદરતની એક બક્ષીસ માત્ર છે, અને તે કઈ જ ભાગ્યશાળી ગૃહસ્થને અર્પણ થયેલી હોય છે, પણ તે ખીલી કે વધી શકે નહિ અને માણસજાતના કારોબાર તથા વ્યવહારમાં આવી શકે કે નહિ તે નક્કી કરવાની જરૂર છે. કેટલીક તરફથી એવું માનવામાં આવે છે કે તે તેના ઉપયોગમાં આવી શકે નહિ, અને જે લેવા માંગે છે તેનું બળ ઓછું થતું જાય. આમાં કેટલી સચ્ચાઈ રહી છે તે પણ શેધી કાઢવું જોઈએ. આવા પુરુષે અત્યાર સુધી હિંદુ કેમમાંથી જ મળી આવે છે. મોહમેડન, પારસી વગેરે કામમાંથી મળી આવતા નથી તેનું કારણ શું ? શુ એવા પુરુષે ચોકકસ જાતમાં જ જન્મે છે ? અથવા વંશપરંપરા ઉતરે છે ? સર્વ બાબતેની તપાસ કરતાં અગત્યના ખુલાસા મળશે ...૨૪ The Times of India એ પિતાના તા. ૨૪-૧-૧૮૮૭ના અંકમાં બીજી એક સભા વિશે આ પ્રમાણે નોંધ લખી હતી – ૨૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, ભાગ ૧, પૃ. ૪૯. Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની જીવનસિદ્ધિ "Exhibition of Mnemonic Powers: A large number of native gentlemen assembled on Saturday at Framji Cowasji Institute to witness an exhibition of the mnemonic powers of a Young Hindu, named Raichandra Ravjibhai of about 19 years of age. Dr. Peterson presided on the occasion. Ten gentlemen of the different caste and creeds were selected from the audiance to form a committee, and they all wrote out sentences composed of six words into as many different languages. Each one then gave in his turn one word of their sentence, often times varying the order of the words. After a time the young Hindu reproduced to the surprise of his audiance the entire sentences giving the order of words from memory. The young man also seemed to have, a remarkable sense of perception by touch or feeling. He was first shown about a dozen books of various sizes and was informed of the names of those books. The man was then blindfolded and he gave out the names of each of these books by feeling it, as it was placed in his hands. Dr. Peterson congratulated the young Hindu on the wonderful mnemonic powers, he seemed to be gifted with and presented with a gold medal on behalf of the jain community. " “ ગુજરાતી ” પત્રે આ જ સભાનું વર્ણન આપતાં તા. ૨૩મી જાન્યુઆરીના અ‘કમાં લખ્યુ` હતુ` કેઃ— ૨૮ “ ગઈ કાલે સાંજે અત્રેના ક્રામજી કાવસજી ઇન્સ્ટીટયૂટમાં કાઠિયાવાડના શીઘ્રવિ રાયચંદ્ર રવજીએ શતાવધાન પ્રયાગ કરી બતાવ્યા હતા. શરૂઆતમાં સિંધી, તેલુગુ, કાનડી, મરાઠી, સ`સ્કૃત, જર્મન, ફારસી, ફ્રેંચ, પાર્ટુગીઝ એ દશ ભાષાનાં છ છ શબ્દનાં દશ વાકચો ઉત્તરોત્તર આડાઅવળાં કહી બતાવેલાં તે કવિએ સ્મરણમાં રાખી મી. પીટરસનના પ્રમુખપણા નીચે યથાર્થ કહી સભળાવી સભાને રજત કરી હતી. કવિની અદ્ભુત સ્મરણશક્તિથી હરકેાઈ અચરતીની નજરે જોતું હતુ. પહેલા પ્રયાગ પૂરા થતાં વાર કવિએ વિધાવિધિ વચ્ચે રચેલી કવિતા નીચે પ્રમાણે કહી સંભળાવી હતી : ત્યાર બાદ મી. પીટરસને કવિની ટૂંકમાં પ્રશંસા કરી જૈનમ`ડળ તરફથી તેઓને એક સાનાના ચાંદ ભેટ આપ્યા અને બીજા કેટલાક ગૃહસ્થાએ પણ ચથાશક્તિ ભેટા ૨૫. શ્રીમદ્ રાજચંદ્ર ભાગ, ૧, પૃ. ૪૭૩. 66 “ સભાસદો અહી મળ્યા, મહાન જે સુભાગીયા, પ્રભા સરસ્વતી તણી, પ્રમુખરૂપ આ ભણી. ” 23 Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા २८ આપી હતી. પ્રયોગના બીજા ભાગમાં આંખે પાટા બાંધીને ચોપડીઓ ઓળખી કાઢી, અને ત્યાર બાદ હર્ષને પોકારે વચ્ચે પ્રયોગ પૂરો કરી કવિ એક રસિલું ભાષણ કરી વિધાનવિધિ વિશે તથા સ્મરણશક્તિની કેળવણી વિશે થોડું બોલ્યા હતા. સભામાં આશરે બસે ગૃહસ્થ બિરાજ્યા હતા. અને કવિએ પોતાની અદભુત શક્તિ બતાવી સર્વ કેઈને સાનંદાશ્ચર્ય પમાડયા હતા.૨૬ તા. ૨૪-૧૨-૧૮૮૭ના “જામે જમશેદ”માં પણ એ અહેવાલ છપાયો હતો. તેમાં જણાવ્યું છે - આ સભામાં સ્મૃતિમાં રાખેલા દશ ભાષાના શબ્દો અધીર કલાકમાં મનન કર્યા હતા, એ પછી કમિટીના ગૃહસ્થાએ વારાફરતી પિતાનાં વાક્યોના બોલો હેરફેર રીતે કવિને કહ્યા હતા અને તે થેડી થોડી વાર મનમાં છૂટા તેમણે ખ્યા હતા. વળી તે જ વખતે તેમણે એક કવિતાના છૂટા છૂટા અધૂરા બોલો એક જણને લખાવ્યા હતા. અર્ધો કલાક એ રીતે ગોખવા પછી સભાની જેસભેર તાળીઓ વચ્ચે સઘળાં વાક્યો બરાબર બેસી ગયા હતા. ડોકટર પીટરસને પિતાને આ અખતરાથી બેહદ અચરતી પામેલા જણાવ્યા હતા.”૨ ૭ વર્તમાનપત્રોમાં આવેલી શ્રીમદ્દના અવધાનના પ્રયોગોની હકીકત વાંચતાં તેમની અદ્દભુત શક્તિને આપણને કંઈક ખ્યાલ આવે છે. આ ઉપરાંત “ધી ટાઈમ્સ ઑફ ઈન્ડીઆ”, એ ગેઝેટ”, “જામે જમશેદ” આદિ પત્રોમાં સાભિપ્રાય મુખ્ય લેખ તથા બીજી સભાનાં છ વર્ણન પ્રગટ થયેલાં, પણ તે બધાં હાલ ઉપલબ્ધ નથી. એ જ રીતે, તે સમયના હાઈકોર્ટના ચીફ જજે સર ચાર્લ્સ સારજંટ, મી. ટર્નર વગેરે ઘણું ચુરોપિયન તથા દેશી અગ્રેસર એ શ્રીમદને આપેલા અભિનંદન પત્રો હાલમાં ઉપલબ્ધ નથી. તે બધું જે આજે પ્રાપ્ત હોત તે શ્રીમદ્દની આ અદ્દભુત શક્તિ પર થોડે વિશેષ પ્રકાશ પડી શકત. આજે જેટલી માહિતી મળે છે, તે પરથી પણ આપણે એ અભિપ્રાય બાંધી શકીએ કે શ્રીમની અવધાનશક્તિ ધારણારૂપ હતી. પહેલી વાર અવધાન જોતાંની સાથે જ તેમણે તે શીખી લીધાં હતાં. વળી તેને બીજે જ દિવસે કશા પણ વિશેષ પ્રયત્ન વિના બાર અવધાન સફળતાપૂર્વક કરી બતાવ્યાં હતાં. તે પછી સેળ, બાન અને શતાવધાન સુધીના પ્રયોગે તેમણે વિશાળ મેદનીમાં સફળતાપૂર્વક કર્યા હતા. લોકોએ માગેલા વૃત્તમાં તથા માગેલા વિષયમાં શીધ્ર પદ્યરચના કરવી, સેળમાંથી પંદર અજાણી ભાષાઓના વિલેમ સ્વરૂપે અપાયેલા શબ્દો સરખી રીતે ગોઠવીને પ્રત્યેક ભાષાનાં વાક્ય રચી કહી બતાવવાં, ગણિતના અટપટા કેયડા ઉકેલવા, એ વગેરે કઠિન કાર્યો કરવાં તે કઈ સાધારણ શક્તિવાળાનું કામ નથી. આવાં કાર્યો કરવાની શક્તિ કેળવી શકાય તેના કરતાં સ્વયંભૂ જ વિશેષ હોય છે. વળી શ્રીમદ્દ અવધાનની સંખ્યામાં જે ઝડપથી વધારો કરી શક્યા હતા તે ઝડપ પણ ૨૬. એજન, ભાગ ૧, પૃ. ૪૭૪. ૨૭. એજન, ભાગ ૧, પૃ. ૪૭૫. Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદના જીવનસિદ્ધિ તેમની શક્તિ કેળવેલી નહતી તે જ સૂચવે છે. આ પરથી આપણે નિઃશંક નક્કી કરી શકીએ કે શ્રીમદ્દમાં ખીલેલી અવધાનશક્તિ કેળવેલી નહોતી, પણ “મતિજ્ઞાન”ની ધારણશક્તિને આધારરૂપ હતી, એટલે તેમની એ શક્તિ ઘણા ઊંચા પ્રકારની હતી. આવી અદ્દભુત શક્તિ હોવા છતાં માત્ર વીસ વર્ષની વયથી એટલે કે સં. ૧૯૪૩થી (સને ૧૮૮૭થી) તેમણે અવધાનના પ્રયોગે જાહેરમાં કરવા છેડી દીધા હતા, અને તે શક્તિને પોતાના અંતરમાં સમાવી દીધી હતી. આ પ્રયોગ તેમને પરમાર્થમાર્ગમાં વિજ્ઞરૂપ લાગતાં, તેમણે તેને ત્યાજ્ય ગણી, તેનાથી મળતી કીતિ અને ધનનો મેહ પણ રાખ્યાં નહોતાં. એટલું જ નહિ પણ સર ચાર્લ્સ સારજદ જેવાએ તે તેમને યુરોપમાં આ પ્રગો બતાવી કીતિ સંપાદન કરવાની ભલામણ કરી હતી, ત્યારે પરદેશમાં હિંદુ આચારવિચાર સચવાય નહિ એવું કહી તે માગણી વિનયપૂર્વક નકારી હતી. અને એ દ્વારા દેશવિદેશની ખ્યાતિને મેહ પણ છોડ હતે. માણસ સામાન્ય રીતે ધન અને કીતિ મેળવવા માટે વલખાં મારતે હોય છે, ત્યારે શ્રીમદ્દ ૨૦ વર્ષની નાની વયમાં, યોગવિભૂતિની જેમ, તેને ત્યાજ્ય ગણી આત્માની ઉચ્ચ દશાનું એક શિખર સર કરે છે. પંડિત સુખલાલજીએ એક લેખમાં તેમના વિશે યોગ્ય જ લખ્યું છે કે – બીજા કેટલાક અવધાનીઓની પેઠે એમનાં અવધાનની સંખ્યા કેવળ નંબરવૃદ્ધિ ખાતર યથાકથંચિત્ વધેલી ન હતી. બીજી અને ખાસ મહત્વની વિશેષતા તો એ હતી કે, તેમની અવધાનશક્તિ બુદ્ધિવ્યભિચારને લીધે જરાય વંધ્ય બની ન હતી. ઊલટું એમાંથી વિશિષ્ટ સર્જનબળી પ્રગટયું હતું, જે અન્ય અવધાનીઓમાં ભાગ્યે જ દેખાય છે. ખાસ વાત તે એ છે કે એટલી અદભુત અવધાનશક્તિ, કે જેના દ્વારા હજારો અને લાખ લોકોને ક્ષણ માત્રમાં અજી અનુગામી બનાવી શકાય, આસાધારણ પ્રતિષ્ઠા અને અર્થલાભ સાધી શકાય, તે હોવા છતાં પણ તેમણે તેને પ્રયોગ ગવિભૂતિઓની પેઠે ત્યાજ્ય ગણું, તેને ઉપયોગ અંતર્મુખ કાર્ય ભણી કર્યો, જેમ બીજા સાધારણ માણસથી થવું શક્ય નથી.”૨૮ શ્રીમદ્દ જ્યોતિષી તરીકે શ્રીમદને અવધાની તરીકે જેવી સફળતા મળી હતી, તેવી જ સફળતા જોતિષી તરીકે પણ મળી હતી. શ્રીમદ્ એક શોખ તરીકે જ્યોતિષશાસ્ત્રને અભ્યાસ કરવાની શરૂઆત નાની વયથી જ કરી હતી, અને તેનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરવાની મહેચ્છા ઉગાડવા માટેનું નિમિત્તે તેમને શ્રી શંકર પંચળી પાસેથી મળી ગયું હતું. વિ. સં. ૧૯૪રમાં શ્રીમદ્ મુંબઈ આવ્યા, તે પહેલાં તેઓ તેમના બનેવી ૨. ચત્રભુજ બેચર પાસે જેતપુર ગયા હતા. તે સમયે જેતપુરમાં શ્રી શંકર પંચોળી નામે વિદ્વાન જ્યોતિષી રહેતા હતા. તેમને ચત્રભુજભાઈએ શ્રીમદને કયા સ્થળે, ક્યારે કેટલી અર્થપ્રાપ્તિ ૨૮. “શ્રી રાજચંદ્રનાં વિચારરતને", પૃ. ૧૫૫. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા ૩૧ થશે તે સૌંબંધમાં પ્રશ્ન કર્યાં હતા, કારણ કે તે અરસામાં શ્રીમદ્દની આર્થિક સ્થિતિ ઘણી સાંકડી હતી. શ્રી પચાળીએ પ્રશ્નકુંડલી બનાવીને સુ`બઈ તરફનુ' પ્રયાણુ અને અમુક સમયમાં સારા દ્રવ્યલાભ થશે તેવુ ફળ કહ્યું હતું. શ્રીમનુ' મુંબઈ તરફનું પ્રયાણ તા થયુ' પણ કહેલી મુદ્દતમાં જણાવેલા દ્રવ્યલાભ ન થયા. આ ખાખત શ્રીમદ્દે મુંબઈથી રા. ચત્રભુજ મેચરને તા. ૫–૧૧–૧૮૮૬ સ. ૧૯૪૩ના કારતક સુદ ૯ના રોજ લખ્યું' હતું કે, “ શંકર પચાળીએ લીધેલું પ્રશ્ન હજુ સુધી પરિણામભૂત થયું નથી. થયે લખીશ. વિજય ઉત્તમ થયા છે.”૨૯ અર્થાત્ શ્રી શંકર ૫'ચાળીએ ભાખેલ ભવિષ્ય સંપૂર્ણ સત્ય નહોતું નીવડયું. જ્યાતિષ એ ગ્રહાચારના સતત અવલાકન પરથી ઘડાયેલું શાસ્ત્ર છે. તેમાં કાઈ વ્યક્તિના જન્મસમયે કે પ્રશ્ન કર્યાં હોય તે સમયે ગ્રહેાની જે પ્રમાણે સ્થિતિ હોય તે પ્રમાણે કાગળ ઉપર ઉતારીને કુંડલી બનાવવામાં આવે છે. અને તે પરિસ્થિતિ પરથી ગણિત કરીને ફળાદેશ અર્થાત્ ભવિષ્યમાં બનનારા પ્રસંગાની આગાહી કરવામાં આવે છે. તેમાં જેમ તે શાસ્ત્રનાં ગણિત અને ફળશ્રુતિ વિશેના અભ્યાસ વધારે તેમ ફળાદેશ સત્ય આવે છે. અહી` શ્રી પચાળીએ કહેલ ફળ અમુક પ્રમાણમાં જ સાચું આવ્યું, તેથી સ`પૂર્ણ પણે સત્ય આવે તેવી કક્ષાનુ જ્યાતિષનુ જ્ઞાન મેળવવાની શ્રીમની વૃત્તિ પ્રબળ બની. ઉપરના પત્રમાં વિજય ઉત્તમ થયા છે” તે વચન તેમના અવધાન સંબધે છે. સુ`બઈમાં તેમણે એ અરસામાં ભરીસભામાં શતાવધાનના પ્રયાગા સફળતાથી કરી બતાવ્યા હતા. એ સભામાં વિદ્વાના, પડિતા, જ્યાતિષીએ આદિ અનેક અગ્રગણ્ય વ્યક્તિએ પણ હતી. કેટલાક વિદ્વાન જ્યાતિષીએ તેમની ચમત્કારિક અવધાનશક્તિ જોઈ તેમના તરફ આકર્ષાયા હતા. અને એ વિદ્વાના દ્વારા શ્રીમને પેાતાના જ્યાતિષના અભ્યાસ વધારનારાં સાધના પ્રાપ્ત થયાં. દશ વિદ્વાનેાએ મળી શ્રીમના ગ્રહ જોયા, અને તેને પરમેશ્વર ગ્રહ હરાવ્યા. તે વિશે શ્રીમદં તેમના અનેવીને વિ. સં. ૧૯૪૩ના માગશર વદ ૧૨ના પત્રમાં લખેલુ` કે, “મારા ગ્રહ દશ વિદ્વાનાએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે...વૈરાગ્યમાં ઝીલુ છઉં.. તમારા ગ્રહ વળતીએ અહીં મીડશેા. ’૩૦ આવા ચેાતિષીઓનાં નિમિત્ત પામી શ્રીમદ્ પેાતાના અભ્યાસ ઘણા વધાર્યા. જેમના દ્વારા તેમને જ્ઞાન મળ્યું તેમના કરતાં પણ તેએ ઊંડા અભ્યાસી બન્યા. અને તે એટલે સુધી કે વર્તમાનūહે અપરિચિત એવી સંસ્કૃત, માગધી આદિ ભાષામાં લખાયેલા ગ્રંથોના ખાધ પણ તે પામ્યા હતા. વળી એ સમયે તેમ જ આજે પણ અપ્રાપ્ય ગણાતા ભદ્રખાહુસ્વામીકૃત ભદ્રબાહુસંહિતા ” નામના સંસ્કૃતમાં રચાયેલા જ્યાતિષના મનનીય ગ્રંથ તે સમયે તેઓ અવગાહી ગયા હતા. 66 ,, ગ્રંથ અવલેાકવા વિશે ભરૂચના વતની શ્રી અનુપચંદ શ્રીમના “ભદ્રૂખાહુસ`હિતા r ૨૯. શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા ”, પૃ. ૨૫. “ શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૬૫. ૩૦. k "" Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રીમદ વનસિદ્ધિ મલકચંદ “પ્રશ્નોત્તરચિંતામણિ”ના વર્તમાન કાળે આયુષ્ય કેટલું હોય તેના ૧૨૧માં પ્રશ્નના ઉત્તરમાં લખ્યું છે કે – કોઈ પુરુષનું આયુષ્ય એકસો વીશ કરતાં અધિક વર્ષનું પણ હય, તે વાત શતાવધાની શા. રાયચંદ રવજીભાઈએ “ભદ્રબાહુસંહિતા”માં જોઈ હતી, તેમાં તેમના કહેવામાં એવું હતું કે જેને ધન લગ્નમાં જન્મ હોય, ચોથે મીનને ગુરુ હોય, અને ૧૧મે તુલાનો શનિ અને શુક હય, ગ્રહ અંશે કરીને બળવાન હોય, આઠમે કેઈ ગ્રહ ન હોય અને શુક કે શનિની દશામાં જન્મ હોય, એવી રીતનો યોગ હોય તો બસેં ને દશ વર્ષનું આયુષ્ય તેનું હોય. ઈત્યાદિ.”૩૧ શેઠ અનુપચંદ મલકચંદ એક વયેવૃદ્ધ, સ્થિતિચુસ્ત જૈન હતા. તેમને જોતિષને પણ સારો અભ્યાસ હતે. વિ. સં. ૧૯૪પના માગશર અને અષાડ માસમાં શ્રીમદ્દ તેમની ૨૧ વર્ષની વયે ભરૂચમાં તેમને ત્યાં રહ્યા હતા, તે સમયની ઉપર જણાવેલી “ભદ્રબાહુસંહિતા” વિશેની વાત છે. વિ. સં. ૧૯૪૩ના આસો માસમાં જેતપુરમાં શ્રી શંકર પંચોળીને, જેમણે શ્રીમદની પ્રશ્નકુંડલી બનાવી હતી, તેમને જ્યોતિષને નષ્ટ વિદ્યાને પ્રયોગ બતાવીને શ્રીમદ્ આશ્ચર્યચકિત કરી દીધા હતા. જ્યોતિષમાં નષ્ટવિદ્યાને એવો પ્રકાર છે કે સાલ, માસ, તિથિ, સમય વગેરે વિનાની સાચી કુંડલી પરથી તે કુંડલીનાં સાલ, માસ, તિથિ, વાર, સમય વગેરે સાચાં કહી દેવાં. શ્રી પંચોળીને શ્રીમદ્દની આ શક્તિ જેઈ બહુ આશ્ચર્ય થયું હતું. અને તેમણે જણાવ્યું હતું કે નછવિદ્યાનો પ્રયોગ કરવો એ તો બ્રાહ્મણની અમૂલ્ય વિદ્યા છે. તેના જાણકાર ભાગ્યે જ હોય છે. તેવા એક જ જાણકાર તે સમયે હતા તેમ શ્રી પંચોળી કહેતા હતા. અને તે જાણકાર પણ તે વખતે કાશી રહેતા હતા. આથી શ્રી પંચોળીએ શ્રીમદને આ વિદ્યા શીખવવાની કૃપા કરવા વિનંતી કરી હતી. તેના પ્રત્યુત્તરમાં શ્રીમદે જણાવેલું કે વિદ્યા શીખવાડી શકાય તેવી નથી. વળી તે ગણિતનો વિષય હોવાથી અતિશય સ્મરણશક્તિ અને ચિત્તની એકાગ્રતા તથા રિથરતા માંગે છે, તેથી તે શીખવા માટે બળવાન ઉપાદાન જોઈએ. - શ્રીમદ્દ હસ્ત, મુખ, આદિનું અવલોકન કરીને– અર્થાત્ સામુદ્રિક શાસ્ત્રથી – પણ તિષ જોઈ શકતા હતા. શ્રીમદના જ્યોતિષના જ્ઞાનની ખ્યાતિ ધીરે ધીરે પ્રસરતી ગઈ, અને તેથી તેમના એ જ્ઞાનનો લાભ તેમનાં સગાં-સંબંધી, સ્નેહી, આપ્તજન વગેરે ખૂબ છૂટથી લેવા લાગ્યાં. શ્રીમદ તેમના જ્ઞાનનો લાભ પણ શક્ય હોય ત્યાં સુધી બધાંને આપતા. શ્રીમદના આવા એક નેહીજન, મોરબીના શ્રી છોટાલાલ રેવાશંકર અંજારિયાએ શ્રીમદ્દના જ્ઞાનને પોતાને થયેલ અનુભવ વર્ણવતાં લખ્યું હતું કે – ૩૧. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા” પૃ. ર૭. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા (6 મારા પાતા માટે તેમ જ કાઈ પ્રસ`ગે તેમના પેપતા માટે જ્યાતિષનાં ફળ, ભૂત અને ભવિષ્યનાં એવાં બતાવ્યાં છે કે હું અજબ થાઉં છું.. ખુદ ઝવેરી રેવાશંકરભાઈ વકીલાત કરતા, અને વેપારમાં પડવા તેમને સ્વપ્ને પણ વૃત્તિ ન હતી. અને તે વખતે સહેજ કરજવાન હતા. તેમની કુંડલી જોઈ તેમને વેપારમાં અત્યંત લાભ છે, બલ્કે લક્ષાધિપતિ થવાના ચાગ છે, એમ જણાવી વકીલાત છેાડી મુંબઈ જવા પ્રેરણા કરી. આજે તેએ વીસ લાખના આસામી ગણાય છે. ’૩૨ શ્રીમદ્દને જ્યાતિષની બાબતમાં ફળાદેશ પૂછનારાઓની સખ્યા વધતી જ ગઈ, અને તેથી તે પ્રવૃત્તિ પેાતાને ઇષ્ટ ૫૨મા માર્ગમાં વિઘ્નરૂપ લાગવા લાગી. આથી અવરોધરૂપ લાગતી એ પ્રવૃત્તિને કલ્પિત ગણી વિ. સ. ૧૯૪૭થી શ્રીમદ્દે ત્યાજ્ય ગણી. ત્યાર પછીથી તેઓ કાઈ પણ વ્યક્તિને એ ખાખતમાં કશેા ઉત્તર આપતા નહિં, અને જેમ બનવાનુ છે તેમ જ બને છે એમ જણાવી પૂછનાર વ્યક્તિના મનનું સમાધાન તેઓ કરતા. જ્યાતિષની બાબતમાં વૈરાગ્ય આવવાનુ` એક બીજું નિમિત્ત પણ શ્રીમને મળ્યું હતું. વિ. સ’. ૧૯૪૫માં અમદાવાદમાં શેઠ દલપતભાઈ ભગુભાઈને વડે શ્રીમદ્ અવધાનના પ્રયાગા કર્યાં હતા. ત્યાં તેમના ાતિષના જ્ઞાનના અનેક વ્યક્તિઓએ લાભ લીધા હતા. તેમાં કેાઈ માંદગીને બિછાને પડેલી વ્યક્તિને અંગે તેમને પૂછવામાં આવ્યું, અને તેનુ અનિષ્ટ જોઈ તેમને બહુ દુઃખ થયું. તે વખતે તે પૂનારને સાચા જવાબ આપ્યા, અને કહ્યું કે, “અમારે શુ આવા દુઃખદ સમાચાર આપવા ?” આવા પ્રસંગાને લીધે તેમની જ્યાતિષ પ્રતિની ઉપેક્ષા વધતી ગઈ હતી. ૫ શ્રીમના પરમાર્થાંસખા અને પરમસ્નેહી શ્રી સેાભાગભાઈની આર્થિક સ્થિતિ વિ. સં. ૧૯૪૭થી ખૂબ સાંકડી હતી. સેાભાગભાઈ ભક્તિમાન, સરળ જીવ હતા. તેઓ આર્થિક મુશ્કેલીથી અકળાઈ ને શ્રીમદ્દને જ્યાતિષ જોઈ પેાતાનું ભાવિ જણાવવા વારંવાર વિનવતા હતા, અને એ બાખતમાં માર્ગદર્શન પણ આપવા કહેતા. પરંતુ શ્રીમદ્દ તેમને દરેક વખતે પૂર્વ ઉપાર્જન કરેલું કર્મ સમભાવે વેદી લેવા તથા જ્યાતિષ સંબધી વિકલ્પ પણ ન કરવા પત્રમાં ઉપદેશતા. શ્રીમદ્નનાં શ્રી સેાભાગભાઈને લખેલાં એવા કેટલાંક વચનેા નીચે આપ્યાં છે, જે પરથી તેમને આવેલા જ્યાતિષ ખાખતના વૈરાગ્ય જોઈ શકાશે. 33 “ આજે આપનું જન્માક્ષર સહ પત્ર મળ્યું. જન્માક્ષર વિશેના ઉત્તર હાલ મળી શકે તેમ નથી. ’૩૩ ફાગણ વ૪ ૩, ૧૯૪૭ના પત્રમાંથી. “ આપે જ્યાતિષાદિકની પણ હાલ ઈચ્છા કરવી નહી, કારણ કે તે કલ્પિત છે, અને કૅપિત પર લક્ષ નથી.’૩૪ – ફાગણ વદ ૮, ૧૯૪૭ના પત્રમાંથી. "6 ૩૨. શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ પૃ. ૧૦૦ 33. શ્રીમદ્ રાજચંદ્ર ’અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૭૫. ૩૪. એજન. પૃ. ૨૭૫ Ce "" Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ જ્યોતિષને કલ્પિત કહેવાને હેતુ એવો છે કે તે વિષય પારમાર્થિક જ્ઞાને કલ્પિત જ છે, અને પારમાર્થિક જ સત્ છે, અને તેની રટના રહે છે.૩૫ ફાગણ વદ ૧૧, ૧૯૪૭ના પત્રમાંથી. “તિષ જેવા કલ્પિત વિષયો સાંસારિક પ્રસંગમાં નિસ્પૃહ પુરુષ લક્ષ કરતા હશે કે કેમ? અને અમે જ્યોતિષ જાણીએ છીએ અથવા કંઈ કરી શકીએ છીએ એમ ન માને તે સારું, એવી હાલ ઈચ્છા રહે છે.”૩૬ – ચૈત્ર સુદ ૧૦, ૧૯૪૭ના પત્રમાંથી. વિ. સં. ૧૯૪૭માં આમ અનેક વખત શ્રીમદ ભાગભાઈને જતિષ સંબંધી કંઈ પણ જણાવવા ના લખી હતી. આમ છતાં સખત મૂંઝવણ વખતે સભાગભાઈ કંઈક કરવા શ્રીમદને વારંવાર લખતા, અને તેમનું હૃદય શ્રીમદનું માર્ગ દર્શન ઇચ્છતું. તે વખતે શ્રીમદ પરમાર્થને લગતા પ્રશ્નોના વિગતથી ઉત્તરો આપતા, એને જ્યોતિષાદિ બાબતમાં કેવળ મૌન રહેવા તેમને ભલામણ કરતા. આ શિરસ્ત વિ. સં. ૧૯૪૭ પછી પણ તેમના સંબંધમાં જોવા મળે છે ? * તિવાદિ વિદ્યા કે અણિમાદિ સિદ્ધિ એ માયિક પદાર્થો જાણી આત્માને તેનું સ્મરણ પણ વિચિત જ થાય છે. તે વાટે કઈ વાત જાણવાનું કે સિદ્ધ કરવાનું , ક્યારેય ગ્ય લાગતું નથી, અને એ વાતમાં કઈ પ્રકારે હાલ તે ચિત્તપ્રવેશ પણ રહ્યો નથી.”૩૭ –મહા વદ, ૧૯૪૮ના પત્રમાંથી. કયારેક કોઈ જતિષને ગ્રંથ ભાગભાઈના વાંચવામાં આવે છે તે વિશેની વિગત તેઓ શ્રીમદ્દને લખતા. તેવી બાબત વિશે પણ શ્રીમદ્દ તે ઉદાસીન જ હતા. આવા કઈ પત્રના ઉત્તરમાં શ્રીમદ વિ. સં. ૧૯૪૮ના ફાગણ સુદ ૧૪ના પત્રમાં સભાગભાઈને લખ્યું હતું કે – “તિષની આમ્નાય સંબંધી કેટલીક વિગત લખી તે વાંચી છે. ઘણે ભાગ તેને જાણવામાં છે. તથાપિ ચિત્ત તેમાં જરાય પ્રવેશ કરી શકતું નથી, અને તે વિશેનું વાંચવું, સાંભળવું કદાપિ ચમત્કારિક હોય, તે પણ બેજારૂપ લાગે છે. થી પણ તેમાં રૂચિ રહી નથી.”૩૮ શ્રીમદ્દના પરમ અનુયાયી તથા ઉપકારી એવા શ્રી સેભાગભાઈને પણ તેઓ જયોતિષ કંઈ પણ ઉપગ કરવાની વિનયથી આટઆટલી વખત ના કહી દે છે, તે જ સૂચવે છે કે શ્રીમદને જતિષશાસ્ત્ર પ્રતિ કેટલે વૈરાગ્ય આવી ગયો હશે ! અને પરમાર્થમાર્ગમાં એ કેવું વિનરૂપ તેમને લાગ્યું હશે! ૩૫. એજન, પૃ. ૨૭૫. ૩૬. એજન, પૃ. ૨૮૦, આંક ૨૩૩. ૩૭. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૧૭. ૩૮. એજન, પૃ. ૩૨૧, આંક ૩૩૦, Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા શ્રીમદના ચિત્તની ઉદાસીનતા પણ જોવા જેવી છે. જ્યોતિષાદિ તેમને ચમત્કારિક લાગતાં નથી, કદાપિ ચમત્કારિક હોય તે પણ તે બેજારૂપ લાગે છે ! દેહાધ્યાસ કર્યો હોય તેવી તેમની આંતરિક આચરણ અહીં જોવા મળે છે. શ્રીમદે પોતાની આંતરિક સ્થિતિ વર્ણવતાં, વવાણિયાથી વિ. સં. ૧૯૪૬ના બીજા ભાદરવા સુદ બીજે સેભાગભાઈને લખ્યું હતું કે – . “તથાપિ બહારથી ગૃહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી, દેહભાવ દેખાડે પાલવ નથી, આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલેક અંતરાય છે. ત્યારે હવે કેમ કરવું ? કયા પર્વતની ગુફામાં જવું અને અલોપ થઈ જવું, એ જ રટાય છે. તથાપિ બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે. તે માટે શેક તે નથી, તથાપિ સહન કરવા જીવ ઈછત નથી પરમાનંદ ત્યાગી તેને ઇછે પણ કેમ ? એ જ કારણથી તિષાદિક તરફ હાલ ચિત્ત નથી. ગમે તેવાં ભવિષ્યજ્ઞાન અથવા સિદ્ધિઆની ઈચ્છા નથી. તેમ તેઓનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા રહે છે. તેમાં પણ હાલ તે અધિક જ રહે છે. '૩૯ શ્રીમદની કેટલી બધી ઉદાસીનતા ! શ્રીમદ્દ કરતાં ઓછે અંશે નિષ્ણાત પણ પ્રથમ પંક્તિના ગણાય, તે રીતે પૂજાય અને તેને ઘેર તો પૈસાની રેલ ચાલે, છતાં જ્યોતિષશાસ્ત્રમાં વિપુલ જ્ઞાન ધરાવનાર શ્રીમદ્દ એ જ્ઞાનને અપરમાર્થરૂપ ગણે ગૌણ કરે છે, ત્યાગે છે અને પછીથી કદી પણ તે તરફ જતા પણ નથી. શ્રીમદ્દની એ ઉદાસીનતા કેવી હતી તેને ખ્યાલ તેમણે વિ. સં. ૧૯૪૭ના ફાગણ સુદ ૫ મે સેભાગભાઈને લખેલાં નીચેનાં વચન પરથી પણ આવી શકશે – “ઉદયકાળ પ્રમાણે વર્તીએ છીએ. કવચિત્ મનોગને લીધે ઈચ્છા ઉત્પન્ન છે તે ભિન્ન વાત, પણ અમને તો એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીનભાવ વર્તે છે. તે સાવ સેનાનું થાય તો પણ અમને તૃણવત્ છે. અને પરમાત્માની વિભૂતિરૂપે અમારું ભક્તિધામ છે.”૪૦ ઉચ્ચ કોટિના અને આત્માર્થની ઉચ્ચ કક્ષાએ પહોંચેલા પુરુષના આચરણમાં જ આવી શકે તેવું આ વર્તન છે. સાચા પરમાર્થ લક્ષે જ આમ બની શકે. ધન્ય તેમની ઉદાસીનતા, ધન્ય તેમને મનોનિગ્રહ ! શ્રીમદ્દ કવિ ઃ તેમનું સાહિત્ય શ્રીમદ તિષી, અવધાની વગેરે તરીકે ખ્યાતિ પામ્યા તે સાથે કવિ તરીકે પણ નાની વયથી જ પ્રશંસા પામ્યા હતા. તેમની રચનાઓથી પ્રભાવિત થયેલા લોકો તરફથી તેમને “સાક્ષાત્ સરસ્વતી ”નું બિરુદ પણ મળ્યું હતું. તે વિશે શ્રીમદ્ છે. રવજીભાઈ ૩૯. એજન, પૃ. ૨૨૫, આંક ૧૩૩. ૪૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ અવૃત્તિ ૧, પૃ. ૨૦. Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદુની જીવનસિદ્ધિ દેવરાજને લખ્યું હતું કે, “આપ ગમે તે ભાષાના સે લેક એક વખત બોલી જાઓ તે તે પાછા તેવી જ રીતે યાદીમાં રાખી બેલી દેખાડવાની સમર્થતા આ લખનારમાં હતી. અને તે માટે તથા અવધાનેને માટે “સરસ્વતીને અવતાર” એવું ઉપનામ આ મનુષ્યને મળેલું છે.”૪૧ શ્રીમદથી પ્રભાવિત થયેલા તેમના મિત્ર શ્રી વિનયચંદ પોપટભાઈ દફતરીએ તેમના વિશે વિ. સં. ૧૯૪૩માં “સાક્ષાત્ સરસ્વતી” નામે એક પુસ્તક લખ્યું હતું. તેમાં શ્રીમની ૧૯ વર્ષની વય સુધીની પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી. શ્રીમદે પોતાના લેખનકાર્યની શરૂઆત પદ્યરચનાથી કરી હતી. માત્ર આઠ વર્ષની વયે તેમણે પહેલી પદ્યરચના કરી હતી, જે પાછળથી તપાસતાં સમાપ હતી, તે તેમણે પોતે જ જણાવ્યું છે. નવ વર્ષની વયે તેમણે પદ્યમાં નાનાં રામાયણ તથા મહાભારત રચ્યાં હોવાનું કહેવાય છે. ૧૧ વર્ષની વયથી તે તેઓ માસિકે અને વર્તમાનપત્રોમાં કાવ્ય તથા લેખે એકલતા થઈ ગયા હતા. વળી નિબંધની હરીફાઈઓમાં કેટલાંક ઈનામ પણ તેમણે મેળવ્યાં હતાં. ૧૨ વર્ષની વયે ત્રણ દિવસમાં “ઘડિયાળ” વિશે ત્રણ કડીઓ તેમણે રચી કહેવાય છે. મિરાજ” ગ્રંથ, “સાર્વજનિક સાહિત્ય” ગ્રંથ, “કાવ્યમાળા” આદિની રચના તેમણે કરી હોવાને ઉલ્લેખ પણ મળે છે. પરંતુ ૮થી ૧૨ વર્ષની વય સુધીમાં તેમણે લખેલાં બધાં લખાણમાંથી હાલમાં કેઈપણ લખાણ ઉપલબ્ધ નથી. પરંતુ આ બધી માહિતી પરથી એટલું તારણ નીકળી શકે છે કે તેમની લેખનશક્તિ બહુ જ નાની વયથી ખીલી હતી, અને તેમાં મોટે ભાગ પદ્યરચનાઓને હતો. તેમ છતાં ગદ્ય પર પણ તેમને સારો કાબૂ હશે તેવું અનુમાન આપણે, તેમને મળેલાં નિબંધ હરીફાઈનાં ઈનામને આધારે કરી શકીએ. તેમના આ સાહિત્યસર્જનને આધારે તેઓશ્રી લોકોમાં નાની વયથી જ “કવિ” તરીકેની ખ્યાતિ પામ્યા હતા. શ્રીમદનું હાલમાં ઉપલબ્ધ છે તે લખાણ તેમની ૧૫ વર્ષની વય પછીથી રચાયેલું છે. તેનાં કદ અને વિવિધતા તપાસતાં તે પણ કંઈ ઓછું નથી. શ્રીમદના ઉપલબ્ધ સાહિત્યના બે વિભાગ પાડી શકાય છે. વીસ વર્ષની વયે તેમણે જાહેર જીવનનો ત્યાગ કર્યો તે વર્ષ તેમના સાહિત્યના ક્ષેત્રમાં પણ વિભાગીય વર્ષ બની જાય છે. તેમ થવાનાં કેટલાંક કારણો છે. શ્રીમદ્ ધર્મને લગતી તથા ધર્મોતર એમ બે પ્રકારની કૃતિઓની રચના કરી છે, તેમાં ધર્મને લગતું સાહિત્ય ઘણું છે, અને ધર્મેતર સાહિત્ય માત્ર વીસ વર્ષની વય પહેલાં જ રચાયેલું જોવા મળે છે. વીસ વર્ષ પહેલાં રચાયેલી તેમની કેટલીક કૃતિઓ જેવી કે ભાવનાબેધ, મોક્ષમાળા, સ્ત્રીનીતિબેધક આદિ– તેમની હયાતીમાં જ, તેમની તે વય સુધીમાં, પ્રગટ થઈ ગઈ હતી, ત્યારે વીસ વર્ષની વય પછીથી રચાયેલી કૃતિઓને તેમણે પ્રસિદ્ધિ આપી ન હતી. તે બધું સાહિત્ય તેમના અવસાન પછી પ્રગટ થયું હતું. આમ શ્રીમના સાહિત્યના “વીસ વર્ષ પહેલાંનું” અને “વીસ વર્ષ પછીનું” એમ બે સ્પષ્ટ વિભાગ પડી જાય છે. વીસ વર્ષની ઉંમર સુધીમાં તેમણે કાવ્ય, ગરબીઓ, નિબંધ, સંવાદો, લેખે, વાર્તા ૪૧. એજન, પૃ. ૧૩૪, આંક ૧૮. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા વગેરે ક્ષેત્રમાં કલમ ચલાવી છે. તેમાંની કેટલીક કૃતિઓ પૂર્ણ થયેલી છે, તે કેટલીક અપૂર્ણ રહેલી છે. સ્ત્રીઓને સુધરવા ઉપયોગી થાય તેવા હેતુથી તેમણે ગરબીમાં રચેલું “સ્ત્રીનીતિબોધક” આજે પણ થોડું શિક્ષણ પામેલી સ્ત્રીને ઘણું ઉપયોગી થાય તેવું પુસ્તક છે. તેમાં સદ્દગુણ મેળવવા અને દુર્ગણથી મુક્ત થવા માટે સરળ ભાષામાં સ્ત્રીઓને શિખામણ આપેલી છે. વિ. સં. ૧૯૪૦માં પ્રગટ થયેલું શ્રીમદ્દનું આ સૌથી પહેલું પુસ્તક છે. તેમાં આપણને શ્રીમનો સુધારક તરીકે પરિચય થાય છે. એ જ રીતે તેમનો સુધારક તરીકેનો પરિચય આપણને તે સમયનાં “વિજ્ઞાનવિલાસ”, “સુધપ્રકાશ” આદિ માસિકમાં પ્રસિદ્ધ થયેલાં “સ્વદેશીઓને વિનંતી”, “ખરો શ્રીમંત કેશુ?વગેરે કાવ્યમાં થાય છે. આ ઉપરાંત અવધાન સમયે શીવ્રતાથી રચાયેલી શ્રીમદની કેટલીક કૃતિઓ મળે છે. તે પદ્યરચનાઓ ભાગ્યે જ ચાર-આઠ પંક્તિઓથી લાંબી છે. છતાં આપણે, ઘણી વખત, તેમાં સચોટતા, માર્મિકતા અને શ્રીમદ્દમાં રહેલા વૈરાગ્યને પ્રગટ જોઈ શકીએ છીએ. આ શીધ્ર રચનાઓએ તથા ઉપલબ્ધ ધર્મેતર પદ્યસાહિત્યે તેમને લોકોમાં કવિ તરીકે વિશેષ સ્થાન અપાવ્યું હતું. - આ સિવાય તેમણે રચેલું સઘળું સાહિત્ય ધર્મને લગતું છે. તેમાં કેટલીક કૃતિઓ પૂર્ણ સ્વરૂપે તો કેટલીક અપૂર્ણ સ્વરૂપે મળે છે. હજાર-બારસે જેટલાં નીતિવચનો પણ તેમણે “પુષ્પમાળા”, “બોધવચન”, “વચનસપ્તશતી ” વગેરે જુદાં જુદાં શીર્ષક નીચે રચ્યાં છે. તેમાં પણ તેમને ધર્મને રંગ અછત રહેતું નથી. વીસ વર્ષની ઉંમર પહેલાં શ્રીમદ્ રચેલા ધર્મને લગતા સાહિત્યમાં મોક્ષસુધ” એ પદ્યરચના અપૂર્ણ રહેલી છે. તેને નાન વિભાગ જ મળે છે. એટલે તેમાંથી શ્રીમદ્દ વિશેની કઈ સ્પષ્ટ છાપ આપણને મળતી નથી. છતાં તેમાંની “પ્રભુપ્રાર્થના” તેની ભાવનામયતાને લીધે ધ્યાન ખેંચે તેવી રચના બની છે. આ ઉપરાંત “નવ કાળ મૂકે કેઈને”, “ધર્મ વિશે” વગેરે છૂટક પદ્યરચનાઓ પણ મળે છે. આ બધાં સામાન્ય રીતે બેધકાવ્યો ગણી શકાય. તેમાં તેમની ઉરચ પ્રતિભાશક્તિને આવિર્ભાવ જોવા મળતો નથી. તેમની ધર્મને લગતી, વીસ વર્ષ પહેલાંની, ગદ્યસાહિત્યની “ભાવનાબેધ” અને મોક્ષમાળા” એ બે જ રચના તરીકે પૂર્ણ થયેલી છે. બંનેમાં છૂટીછવાઈ પદ્યરચનાઓ જોવા મળે છે, પણ તેમાં મુખ્યત્વે ગદ્ય રચાયેલું છે. આ પદ્યરચનાઓમાં ક્યારેક કાવ્યત્વના ચમકારા જેવા મળે છે. “ભાવનાબેધમાં અનિત્ય, અશરણ વગેરે બાર ભાવનાઓની સદષ્ટાંત સમજણ આપેલી છે. “મોક્ષમાળા”માં સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ રત્નત્રયીને સમજાવવા તત્ત્વવિચારણાને લગતા પાંઠે, રાગ આદિનું અસત્ય, અનિષ્ટ વર્ણવતા કે બ્રહ્મચર્ય, સત્યધર્મ, દઢતા વગેરેનું મહત્ત્વ બતાવતાં દૃષ્ટાંતોના પાઠે તથા આઠ પદ્યપાઠ એમ કુલ ૧૦૮ પાઠની રચના શ્રીમદે કરી છે. તેમાં જૈનમાર્ગને યથાતથ્ય સમજાવવાને તેમણે પ્રયત્ન કર્યો છે. આ બંને પુસ્તકનું ગદ્ય સરળ, મર્માળુ, ક્યારેક હાસ્યયુક્ત Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રીમની જીવનસિદ્ધિ વચનવાળું અને હૃદયમાં વસી જાય તેવા વિકવિચારવાળું છે. આ બંને ગ્રંથ શ્રીમદના ઊંડા વૈરાગ્યની પ્રતીતિ કરાવે છે. આ બે ગદ્ય-પુસ્તક ઉપરાંત મુનિસમાગમ” નામને લેખ, “જીવાજીવ વિભક્તિ” નામને ઉત્તરાધ્યયનના ૩૬માં અધ્યયનનો અનુવાદ, “જીવતત્ત્વસંબંધી વિચાર” નામે નવતત્ત્વપ્રકરણની એક ગાથાનું વિવરણુ, “સ્વદયજ્ઞાન” પરની ટીકા વગેરે તેમણે વીસ વર્ષની વય પહેલાં કરેલું લખાણ અપૂર્ણ મળે છે. આ લખાણમાં તેમનું ગદ્ય પરનું પ્રભુત્વ સ્પષ્ટ દેખાય છે. અનુવાદમાં મૂળ જેટલી વિશદતા છે, ટીકામાં પક્ષપાતરહિતપણું છે. ઉપરાંત, તે બધાંમાં ભાષાની સરળતા પણ છે. તેમના લખાણમાં આવા અનેક ગુણ હોવા છતાં તેમણે તે બધું લખાણ અપૂર્ણ શા માટે રાખ્યું હશે તે સમજવું મુશકેલ છે. આ બધું લખાણ અપૂણ હોવાને લીધે તેમના સમયમાં પ્રકાશિત થયું નહોતું તેથી શ્રીમદને લાકે ગદ્યકાર તરીકે ન ઓળખી શકે તે સ્વાભાવિક છે. તેમના ગદ્યલખાણમાં માત્ર “ભાવનાબેધ” અને “મોક્ષમાળા” એ બે જ રચનાઓ પ્રગટ થઈ હતી. અને તેના પ્રમાણમાં પદ્યસાહિત્ય વધારે પ્રસિદ્ધ થયું હતું. તેથી અગાઉ જણાવ્યા પ્રમાણે, લોકોમાં તેમની કવિ તરીકેની છાપ વિશેષ પડી હતી. વીસ વર્ષની વય સુધી “પ્રગવીર” લાગતા શ્રીમદ્દ પછીથી ધીરગંભીર તત્વચિંતક બની જાય છે. તેમના લખાણમાં માત્ર આત્મહિતની જ દૃષ્ટિ જોવા મળે છે. અને વીસ વર્ષ પહેલાંના સાહિત્યમાં જે વાર્તા, કથા, દષ્ટાંત વગેરે દષ્ટિગોચર થાય છે, તે વિસ વર્ષ પછીનાં લખાણુમાંથી અદશ્ય થાય છે. વીસ વર્ષની વય પછીથી થયેલું કેઈ પણ લખાણ તેમની હયાતી સુધી પ્રસિદ્ધિમાં આવ્યું ન હતું, તેથી શ્રીમદ્દ માત્ર તેમનાં પરિચત વર્તુળમાં જ જાણતા રહ્યા હતા. પણ તે લખાણની પ્રસિદ્ધિ થતાં લોકોને શ્રીમદ્દો વધારે અને સાચો પરિચય થો. આ લખાણને માટે ભાગ પ્રાપ્ત થાય છે. તેમાં પત્રો, અનુવાદો, લેખે, પદ્યો તથા આત્મસિદ્ધિઓ જેવી સળંગ લાંબી પદ્યરચનાઓને પણ સમાવેશ થાય છે. વીસ વર્ષની વય પછીના શ્રીમદના લખાણમાં સૌથી મોટે ભાગે તેમના દ્વારા મુમુક્ષુઓને લખાયેલા પત્રો છે. આ પત્ર તેમના સમાગમમાં આવનાર તથા તેમના સમાગમના ઇચ્છુક એવા શ્રી ભાગભાઈ, શ્રી લલ્લુજી મહારાજ, શ્રી અંબાલાલભાઈ, શ્રી જૂઠાભાઈ, પૂ. ગાંધીજી, શ્રી ત્રિભોવનભાઈ, શ્રી મનસુખભાઈ, શ્રી મનસુખરામ સૂર્યરામ આદિ અનેક મુમુક્ષુઓને લખાયેલા છે. આવા પ્રસિદ્ધ થયેલા લગભગ ૮૦૦ પત્રોમાંના કેટલાકમાં શ્રીમદની આંતરિક પરિસ્થતિ, કેટલાકમાં જ્ઞાનીના આચરણની વાતે, આત્માના ગુણે, પ્રશ્નોના ઉત્તર, મુકેલીના સમયે જીવનું કર્તવ્ય, સદગુરુનું માહાતમ્ય, ભક્તિની આવશ્યક્તા વગેરે બાબતે નિરૂપી છે. આ પત્રો પરથી શ્રીમદ્દના તે તે વ્યક્તિઓની સાથેના સંબંધને પણ ખ્યાલ આપણને આવે છે. વળી, શ્રીમદ્રને મન તે તે વ્યક્તિઓ કઈ કઈ કક્ષાની હતી તે પણ તે પત્રોનાં લખાણ, તેમાં થયેલ વિવિધ સંબંધને તથા તેના અંતમાં શ્રીમદે કરેલા વિવિધ પ્રકારના દસ્તક પરથી આપણને જાણવા મળે છે. આ બધાં ઉપરાંત આ પત્રોમાંથી સૌથી અગત્યની બાબત જાણવા મળે છે તે શ્રીમદનો આત્મિક વિકાસ–તેમની વીસ વર્ષની Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા વયથી શરૂ કરી તેમના જીવનના અંતસમય સુધી લખાયેલા પત્રો વર્ષવાર અને માસવાર મળે છે. શ્રીમદ્નના વિચારોમાં કયા પ્રકારના ફેરફારા થયા, તેમની આધ્યાત્મિક કક્ષા કઈ રીતે ઉચ્ચ થતી ગઈ તે એટલે કે એમના ક્રમિક વિકાસ પણ આપણને આ પત્રોમાંથી જાણવા મળે છે. વળી, આ પત્રો તે તે વ્યક્તિઓને અગત રીતે પ્રસિદ્ધિના કોઈ પણ હેતુ વિના લખાયેલ છે એટલે તેમાંની નૈસિર્ગકતા પૂરેપૂરી જળવાઈ રહી છે. આ પત્રો જો ઉપલબ્ધ ન હાત તેા આત્માની કથા કયા ક્રમમાં વિકાસ પામતી જાય છે, તે જાણવાનું એક અમૂલ્ય સાધન આપણી પાસેથી છીનવાઈ ગયુ. હાત. પત્રો જેવી જ અગત્યની, બલ્કે તેથી પણ વધુ અગત્યની કૃતિ તે “ આત્મસિદ્ધિશાસ્ત્ર”. શ્રી સેાભાગભાઈની વિનંતીને માન આપી વિ. સ`. ૧૯૫રના આસે। વદ એકમે તેમણે માત્ર બે કલાકના સમયમાં તેની રચના કરી હતી. તેના ૧૪ર દોહરામાં આત્મા છે, તે નિત્ય છે, કર્તા છે, તે ભાક્તા છે, મેાક્ષ છે અને મેાક્ષના ઉપાય છે – એ છ પદને તેમણે ગુરુ તથા શિષ્યના સવાદ દ્વારા સિદ્ધ કર્યાં છે. પ્રત્યેક પદના અસ્તિત્વ માટે શિષ્ય શંકા કરે છે અને ગુરુ તેની શંકાનું સમાધાન કરે છે. આ ઉપરાંત તેમાં આત્માથી, મતાથી, સદ્ગુરુ, આત્મા વગેરેનાં લક્ષણાના પણ સમાવેશ શ્રીમદ્દે કર્યાં છે. અંતમાં શિષ્યને સાચી સમજણ પ્રાપ્ત થાય છે, અને સાચી સમજણ આપવા બદલ તે ગુરુના અત્યંત ઉપકાર માને છે. કાઈ પણ દર્શનને વખેડયા વિના તેમાં જૈનદર્શનની ઉચ્ચતા ખતાવી છે. મતમતાંતરમાં પડવા વિના, બાહ્યક્રિયામાં રાચ્યા વિના, આત્મશ્રેય કરવા માટે કર્યાં મા સ્વીકારવા જોઈ એ ૩૯ ,, ટૂંકમાં છતાં સચાટતાથી અને ક્રમપૂર્વક જણાવી દીધું છે, “ દ્રવ્યાનુયાગ ”ને વર્ણવતુ “ આત્મસિદ્ધિશાસ્ત્ર ” સરળ ભાષામાં રચાયેલું હાવાને લીધે તેને સમજવામાં કેાઈ ને મુશ્કેલી પડે તેમ નથી. આમ છતાં તેમાં એટલાં બધાં તત્ત્વાના સમાવેશ કરેલા છે કે જ્ઞાની પુરુષ ધારે તા ૧૪૨ ગાથા ઉપર ૧૪૨૦૦ લેાક રચી શકે એમ શ્રીમદ્ ાતે જ એક વખત કહ્યું હતું. તેમની ઉચ્ચ પ્રતિભાના પુરાવા આપતું “ આત્મસિદ્ધિશાસ્ત્ર ” તેમની ઉત્તમાત્તમ રચના છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની અવનસિદ્ધિ ફેરફાર પણ કર્યો છે. પ્રબળ સર્જનપ્રતિભા અને આધ્યાત્મિક કક્ષા વિના આવી કૃતિ આ રીતે રચાવી અશક્ય છે. આ બંને પદ્યરચનાઓ ઉપરાંત શ્રીમદે વીસ વર્ષની વય પછી “વીસ દેહરા”, “મૂળમાર્ગ રહસ્ય”, “બિના નયન”, “યમનિયમ” વગેરે મળી કુલ વીસેક જેટલી પદ્યરચનાઓ કરી છે. આ રચનાઓમાં મોક્ષમાર્ગનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ, તથા આત્માને લગતા તત્ત્વચિંતનનું નિરૂપણ છે. આ બધી રચનાઓ પણ શ્રીમદ્દની ઉરચ આધ્યાત્મિક કક્ષા બતાવે છે. આટલું પદ્યસાહિત્ય શ્રીમદ્દની વીસ વર્ષની વય પછી ચાયેલું મળે છે. જે તેમની “કવિ” તરીકેની સિદ્ધિની પ્રતીતિ કરાવે છે. શ્રી કુંદકુંદાચાર્ય રચિત “પંચાસ્તિકાય”નો અનુવાદ શ્રીમદે તેમની ૩૦ વર્ષની વયે કર્યો હતો. તેના બંને અધ્યાયની ગાથાઓમાંથી લગભગ ૧૭ જેટલી ગાથાઓને અનુવાદ મળતો નથી. બાકીની બધી ગાથાઓને લગભગ શબ્દશઃ છતાં મૂળનો ભાવાર્થ જાળવતો ગદ્ય-અનુવાદ શ્રીમદે આપણને આપે છે. આ ઉપરાંત “દશવૈકાલિક સૂત્ર”ના બે અધ્યયનનો તેમ જ « દ્રવ્યસંગ્રહ »ની કેટલીક ગાથાઓને અનુવાદ પણ તેમણે કર્યો છે, માગધી ભાષા ન સમજી શકનાર માટે આ અનુવાદ ખૂબ ઉપયોગી છે. તે બધામાં તેમની અનુવાદક તરીકેની કુશળતા જોવા મળે છે. આનંદઘનજીનાં કેટલાંક પદોની સમજણુ, સૂયગડાંગ અને દ્વાદશાંગીની કેટલીક ગાથાઓનું વિવેચન, અન્ય કેટલીક ગાથા તથા કેની સમજણ, અન્ય કવિઓની કેટલીક પંક્તિઓ પરનું વિવેચન, એ વગેરે રૂપે આપણને શ્રીમદનું વિવેચનસાહિત્ય મળે છે. તે બધાંમાં તેમની દૃષ્ટિ વિવેચક કરતાં સત્યઅષકની વિશેષ દેખાય છે. તેમનું આ બધું વિવેચનાત્મક લખાણ મુખ્યત્વે મુમુક્ષુઓના પત્રોમાં જોવા મળે છે, તે પરથી અનુમાન કરી શકાય કે તેમણે એ લખાણ પાછળનો ઉદ્દેશ મુમુક્ષુઓને સમજણ આપવાનું રાખે હતો, અને નહિ કે કઈ જાતની પ્રસિદ્ધિ મેળવવાનો કે વિવેચક થવાને. પ્રસિદ્ધિ અને ધનવૈભવથી દૂર ભાગનાર માટે એવો મેહ હોવાની કલ્પના કરવી એ પણ અગ્ય જ ગણાય. આમાંનું કેટલુંક લખાણ હાલમાં અપૂર્ણ દશામાં મળે છે. પ્રતિમાસિદ્ધિ” પરને લઘુગ્રંથ, મેક્ષસિદ્ધાંત” વિશેનો લેખ, “ દ્રવ્યપ્રકાશ” નામનો લેખ, – એમ કેટલાક ગદ્યલેખની શરૂઆત પણ શ્રીમદે તેમની વીસ વર્ષની વય પછીથી કરી હતી. પરંતુ તે બધાં લખાણે અપૂર્ણ રહેલ છે, અથવા અપૂર્ણ મળે છે. પ્રતિમાની આવશ્યકતા બતાવવી, મોક્ષ મેળવવાનો માર્ગ સમજાવ, ષડ્રદર્શનની સમીક્ષારૂપ સમજણ આપવી વગેરે વિષયો આ બધા લેખોમાં પસંદ કરાયા છે. શ્રીમદે કેટલાંક ગદ્ય-સુભાષિતેની પણ રચના કરી છે. તેમાંનાં કેટલાંક વચને પ્રમાણમાં લાંબાં છે. એમાં મુખ્યત્વે આત્મા તથા મોક્ષમાર્ગ દર્શાવનારાં વચને છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા સાહિત્યનાં વિવિધ ક્ષેત્રમાં વિહરતી શ્રીમની કલમે “રેજનીશી”, “હસ્તનેધ” આદિનું પણ સર્જન કર્યું છે. આ લખાણ શ્રીમદ્દના અંગત ઉપગ માટે જ થયેલું હોઈ વ્યવસ્થિત કે અનુક્રમમાં નથી. શ્રીમદ્ કાયમ પોતાની પાસે એક નેધપોથી રાખતા, અને જ્યારે કેઈ અગત્યને વિચાર આવે ત્યારે તેનું કોઈ પણ એક પાનું ખેલી તેમાં તે ટપકાવી લેતા. આ રીતે વિચારોના ટાંચણથી જ તેમની નોંધપોથી ભરાયેલી છે. વળી, આ લખાણ અંગત ઉપયોગ માટેનું જ રહેવાને લીધે ઘણી વાર ખૂબ જ સંક્ષેપમાં થયેલું છે અને તે એટલી હદ સુધી કે તે સમજવામાં પણ મુશ્કેલ લાગે. વળી, આ લખાણની વિશેષતા એ છે કે તે જિંદા કે અગત્યના બનાનું વર્ણન નથી, પણ આત્માને લગતી વિચારણું અને તેમની આંતરિક સ્થિતિનું નિરૂપણ છે. આમ જોઈએ તે વીસ વર્ષની વય પછી પણ શ્રીમદે સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં લખાણ કર્યું છે, પણ તે સર્વ તેમની હયાતી બાદ પ્રસિદ્ધ થયું હોવાને લીધે લોકો શ્રીમદ્દને સાચા સ્વરૂપે પછીથી જ જાણી શક્યા. શ્રીમદ્દનું લખાણ સમગ્રપણે જોઈએ તે તેમાં ગદ્ય કરતાં પદ્ય-લખાણ ઓછું છે. પરંતુ કક્ષાની રીતે જોઈએ તે પદ્ય-લખાણની કોટિ ગદ્ય કરતાં ઊંચા પ્રકારની છે. ગદ્યનો માટે જશે તે પત્રોને છે, અને બાકીનું મોટા ભાગનું લખાણ અપૂર્ણ સ્વરૂપમાં છે. અને તેમાં પણ કઈ પણ કૃતિ પદ્યમાં રચાયેલ “આત્મસિદ્ધિ” કે “અપૂર્વ અવસરની કક્ષાની બની શકેલ નથી. પદ્યરચનાની બાબતમાં આથી જુદું છે. મોટા ભાગની રચનાઓ પૂર્ણ છે. પદ્ય એ તેમના ભાવને પ્રગટ કરવાનું વિશેષ સફળ સાધન બની શકહ્યું છે. તેમ આપણે તેમની “આત્મસિદ્ધિ”, “અપૂર્વ અવસર”, “મૂળમાર્ગ રહસ્ય” આદિ રચનાઓ જોતાં કહી શકીએ તેમ છીએ. પ્રમાણની દૃષ્ટિએ પદ્યરચના કદાચ ઓછી લાગે, પણ તેની ગુણવત્તાની દૃષ્ટિએ જોતાં શ્રીમની સાચી પ્રતિભા આપણે પદ્યમાં જ ઝળકતી જોઈએ છીએ. તેમણે આપેલી એકેએક પદ્યરચના તેમની કવિપ્રતિભાની સાક્ષી પૂરે છે. પદ્યની સરખામણીમાં શ્રીમદની પ્રતિભા ગદ્યમાં ઓછી પ્રતિબિંબિત થાય છે તે ખરું, પણ તેથી તેમના ગદ્ય-લખાણનું મૂલ્ય ઓછું આંકી શકાય તેમ નથી. તેમના ગદ્ય-લખાણને સ્વતંત્ર રીતે તપાસીએ તે આપણે જરૂર શ્રીમદ્દ ગદ્યસ્વામી કહેવા પ્રેરાઈ એ. પોતાના પત્રોમાં તેઓએ જે તર્કબદ્ધતાથી પોતાના વિચારો રજૂ કર્યા છે, તેમ કરવામાં જે સરળ ભાવવાહી ભાષા વાપરી છે, વિવેચનમાં જે વિચારશક્તિ દર્શાવી છે તે સર્વ તેમની ગદ્યસ્વામી તરીકેની સમર્થતા દર્શાવે છે. તેમના ગદ્ય કે પદ્ય કઈ પણ પ્રકારના લખાણુમાં અનુભવને નિચોડ વાચકને જોવા મળશે જ. તેથી જ પૂ. ગાંધીજી તેમના લખાણ વિશે ગ્ય જ લખે છે કે – “તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ લખ્યું છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું.”૪૨ મોટા કદનાં લગભગ ૧૦૦૦ જેટલાં છાપેલાં પાનાંમાં મળતા શ્રીમદના લખાણ માટે પૂ. ગાંધીજી જેવા ઉપર મુજબનો અભિપ્રાય ઉચ્ચારે તે જ શ્રીમની મહાનતા અને ગદ્ય તેમજ પદ્યના સર્જક તરીકેની સફળતા પુરવાર કરવા માટે બસ છે. શ્રીમદને પ્રગટેલાં અવધિજ્ઞાન તથા લબ્ધિઓ શ્રીમદ્દ યોગ જાણતા હતા, કે તેમને લબ્ધિઓ કે અવધિજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી, તેવું તેમણે કેઈને પણ જણાવ્યું ન હતું, તેમ તેમના પરિચયમાં આવનાર વ્યક્તિઓએ પણ તેવું જણાવ્યું નથી. પરંતુ તેમના જીવનમાં બનેલા કેટલાક પ્રસંગો, તથા તેમનું કેટલુંક લખાણ એ માન્યતા દૃઢ કરે છે કે તેમને અવધિજ્ઞાન તથા લબ્ધિ પ્રગટયાં હોવાં જોઈએ. એટલું જ નહિ તેઓ યોગના પણ જાણકાર હોવા જોઈએ. અવધિ એટલે હદ. અવધિજ્ઞાન એટલે રૂપી પદાર્થનું (સ્થળ અને કાળની મર્યાદા સહિતનું) ઉપગપૂર્વક થતું અમુક હદ સુધીનું જ્ઞાન તથા દર્શન. તે અવધિ અથવા હદ ગમે તેટલી નાની કે મોટી હોઈ શકે. તે હદ જીવની શુદ્ધતાને તરતમપણું ઉપર આધાર રાખે છે. શ્રીમદ્દમાં શરૂઆતમાં આ જ્ઞાનની થોડી હદથી શરૂઆત થઈ હતી, અને પછી તે હદ ઘણું વિસ્તરી હતી તેમ કહી શકાય. તેમને આ પ્રકારનું જ્ઞાન હતું તે વિશે કેટલાંક ઉદાહરણે પણ મળે છે. કચ્છ કેડાયના રહીશ શા. હેમરાજભાઈ તથા માલશીભાઈ શ્રીમદને મળવા ફરતા ફરતા રાજકેટ સુધી પહોંચે છે. રાજકોટમાં અંતíનથી તેઓ તે જાણી જાય છે, અને તેમને લેવા માર્ગ પર સામે જાય છે, એટલું જ નહિ પણ, કદી ન જોયેલા કે કદી ન જાણેલા એ બે ભાઈઓને નામથી તેઓ બેલાવે છે. વળી, તેમના ઉતારાની વ્યવસ્થા, તેમના આવવાની ખબર મળ્યા પહેલાં જ, શ્રીમદ શા. ધારશીભાઈને ત્યાં કરે છે. તે પ્રસંગમાં તેમણે અવધિજ્ઞાનથી જાણ્યું હોય તેમ કહી શકાય.૪૩ વળી, મોરબીમાં વિ.સં. ૧૯૪૬માં શ્રી ભાગભાઈ તેમને મળવા તથા “બીજનાન . ના મંત્ર આપવા આવે છે. તે વખતે પણ શ્રીમદ્દ તેમના આગમનની તથા તેના કારણની વાત પહેલેથી જાણી જાય છે, અને એ “બીજજ્ઞાન”નો મંત્ર સભાગભાઈના કશું કહ્યા પહેલાં તેમને જ વાંચવા આપે છે, જે તેમણે આગળથી લખી રાખ્યો છે. પહેલી જ વખત મળતા ભાગભાઈને નામ સાથે આવકારે છે. વળી, કદી સાયલા ગયા ન હોવા છતાં ૪૨. “શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી” પૃ. ૪૬, અથવા “ગાંધીજીની પ્રસ્તાવના ” પ્રકરણ ૩. ૪૩. વિસ્તાર માટે જુઓ આ પ્રકરણના શ્રીમની ચમત્કારિક શક્તિ તથા સ્મરણીય પ્રસંગો એ વિભાગમાં બીજો પ્રસંગ. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧. જીજનરેખા શ્રીમદ્ સોભાગભાઈના ઘરનું બારણું સાયલામાં કઈ દિશામાં છે તે પણ યથાર્થ કહી દે છે. સેભાગભાઈ સાથેના આ સર્વ પ્રસંગે તેમને પ્રગટેલા અવધિજ્ઞાનના સૂચક ગણી શકાય. એ જ રીતે ત્રણ માસ અગાઉ શ્રી જૂઠાભાઈના અવસાન સંબંધી કરી રાખેલ નેધ, વવાણિયાના વીરચંદ દેસાઈ અને તેમનાં પત્નીના અવસાન બાબત આપેલી માહિતી, દલીચંદભાઈના પિતાશ્રી, ગરાશિયા બાપુ આદિના મૃત્યુ વિશે કરેલો નિર્દેશ, પિતાના પિતાને ચમનપર ન જવાની કરેલી વિનંતી આદિ પ્રસંગે તેમને પ્રગટેલાં અવધિજ્ઞાનને જ નિર્દેશ કરે છે, એમ કહી શકાય. કેઈને કંઈ મુકેલી આવવાની હોય, અનિષ્ટ થવાનું હોય, શુભ થવાનું હોય તે વગેરે વિશે તેઓ જાણી શકતા, અને તેને સંબંધિત વ્યક્તિઓને પણ જણાવતા. આવા સંખ્યાબંધ પ્રસંગે શ્રીમદના જીવનમાં બનેલા જાણવા મળે છે, જે શ્રીમદ્દમાં અમુક અપૂર્વ સિદ્ધિ હતી તે સાબિત કરે છે, જેને “અવધિજ્ઞાન” કહી શકાય. આ જ પ્રમાણે મન પર્યાવજ્ઞાનની શક્તિ પણ તેમનામાં ખીલી હતી, એમ આપણે કહી શકીશું. મન:પર્યાવજ્ઞાન એટલે સામેની વ્યક્તિના મનના ભાવ જાણ જવા. આ જ્ઞાનની શરૂઆત પણ તેમને નાની વયથી થઈ હતી. જોકે પાછળથી તે જ્ઞાન ઘણું વધ્યું હતું, પણ તેને ઉપયોગ તેઓ નહોતા કરતા. મોરબીના શ્રી છોટાલાલ રેવાશંકર અંજારિયા પોતાનાં સંસ્મરણોમાં નોંધે છે કે – શ્રીમદ કે પ્રસંગ ઉપર અમારામાંનો કઈ વાત કરવાની શરૂઆત કરે ત્યારે, તેના મનનો હેતુ શું છે તે કહી આપતા. કેટલાક મિત્રો કબૂલ ન કરે છતાં પરિણામે તેનો હેતુ તેમના કહેવા મુજબ સિદ્ધ થતું.”૪૪ શ્રી મનસુખભાઈ કિરચંદ મહેતાએ પણ, પોતાના મનના પ્રશ્ન જાણીને જ શ્રીમ તેના ઉત્તરે કંઈ પણ પૂછાયા વિના આપ્યા હોય તેવા અનેક પ્રસંગે “શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા ”માં નોંધ્યા છે. તેઓ ઉપદેશ આપતા તે વખતે પણ શ્રોતાના મનના પ્રશ્નોનું સમાધાન, તે પ્રશ્નો પૂછાયા પહેલાં જ, કરી દેતા, પરિણામે કેઈને પ્રશ્ન પૂછવાને રહેતે નહિ, તેવી નેધ ખંભાતના છોટાલાલ માણેકચંદ, મોરબીના મનસુખભાઈ કિરચંદ મહેતા વગેરેએ લીધી છે. લીંબડીના શ્રી ઠાકરશી લહેરચંદ શાહે પણ પોતાના મનના ભાવ જાણી શ્રીમદ “ઉત્તરાધ્યયન સૂત્ર”નું એક અધ્યયન સમજાવ્યું હતું એ આદિ પ્રસંગે પિતાનાં સંસ્મરણમાં નોંધ્યા છે.૪૫ શ્રીમદની આ વિશિષ્ટ શક્તિઓનો પરિચય આપતા પ્રસંગે “શ્રીમદની વિશિષ્ટ શક્તિ તથા સ્મરણીય પ્રસંગે” નામના આ પ્રકરણના વિભાગમાં નિધ્યા છે, જે જોતાં તેમની શક્તિઓને ખ્યાલ આવી શકશે. ૪૪. “શ્રીમદ્ રાજચંદ્ર અર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ ", પૃ ૧૦૦. ૪૫, એજન, ૫. ૧૧૮, Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ - જ્ઞાનના મતિ, ભુત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ પ્રકાર છે. તેમાં શ્રેષ્ઠ તે કેવળજ્ઞાન, તેના પછીનું મન:પર્યવ, તે પછીનું અવધિ, એવા ક્રમમાં આ જ્ઞાન ગોઠવેલ છે. ઉપરના પ્રસંગે પરથી આપણે એ તારવી કાઢી શકીએ છીએ કે શ્રીમદ્ ચોથા મન:પર્યવ જ્ઞાન સુધી તે પહોંચી ગયા હતા. અવધિ અને મન:પર્યવની કઈ કક્ષા સુધી તેઓ પહોંચ્યા હતા તે જાણવાનાં આપણી પાસે સાધન નથી, કારણ કે જેમ જેમ તેમના આત્માની કક્ષા ઉચ્ચ થતી ગઈ હતી, તેમ તેમ તે દશા તેમણે વધુ ને વધુ ગુપ્ત રાખી હતી. એથી તેમની અંતિમ દશા કઈ હશે તે જાણવું ઘણું મુશ્કેલ બની રહે છે. પણ આ બંનેને ઘણું સારા પ્રમાણમાં વિકાસ થયો હશે તે તો આપણે ચોક્કસ કહી શકીએ. પિતાને હવે એક જ ભવ લેવાને બાકી છે તેની નોંધ કરતાં, એક અંગત કાવ્યમાં તેમણે લખ્યું છે કે, “તેથી દેહ એક જ ધારીને, જશું સ્વરૂપ સ્વદેશ રે.” આ પણ તેમણે અવધિજ્ઞાનથી જાણ્યું હોય તે જ સંભવિત છે. આમ તેમને આત્મા આટલી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો હોય ત્યારે અન્ય લબ્ધિઓ પણ પ્રગટી હોય તે સ્વાભાવિક છે. શ્રીમદ્ તે લબ્ધિઓને ઉપયોગ ભાગ્યે જ કર્યો છે. તેથી તેમને એવી લબ્ધિ પ્રગટી હશે કે કેમ તેવી શંકા થવાને પણ સંભવ છે, પણ કેટલાક પ્રસગે અને તેમનાં વચન પરથી આપણે જોઈ શકીશુ કે, ભલે તેમણે પ્રાપ્ત લબ્ધિઓને ઉપયોગ નહોતે કર્યો, પરંતુ તે હતી તે નિઃશંક છે. શ્રીમદના બનેવી ર. ટેકરશીભાઈ મહેતા છેલા મંદવાડ વખતે સનિપાતના દર્દમાં સપડાયા હતા. તે વખતે તેમને ભાગતા રોકવા સતત બે જણાએ ઝાલી રાખવા પડતા હતા, પણ શ્રીમદ્દ તેમની પાસે હોય તેટલો વખત તેઓ પૂરા દેશમાં રહેતા, એ શ્રીમના કેઈ લબ્ધિના ઉપગનું જ પરિણામ હતું.૪૬ ટોકરશીભાઈના દેહ છૂટવા પૂર્વે શ્રીમદ્ કરેલાં હાથ, આંખ આદિનાં નિશાને તથા તેમાંથી ટેકરશીભાઈની ફરેલી વેશ્યા, તે પણ કઈ લબ્ધિને ઉપયોગ સૂચવે છે. અને એ અજાયબી વિશે જ્યારે પદમશીભાઈએ શ્રીમદને પૂછયું, ત્યારે શ્રીમદ્દે આપેલા ઉત્તર ઉપરની માન્યતાનું સમર્થન કરે છે. “પ્રાણવાયુ અપાનવાયુના સંબંધથી રહેલ છે. દરેક વખતે શ્વાસને અપાનવાયુ ખેચે છે તેને શ્વાસ કહે છે. એ વાયુનો સંબંધ છૂટા પડધેથી પ્રાણ ચાલ્યો ગયે એમ કહેવાય છે. તે વખતે જીવની જેવી વેશ્યા હોય તેવી ગતિ થાય છે, અને શક્તિબળે જીવોની લેશ્યા ફેરવી શકાય છે.” આમ શક્તિબળથી શ્રીમદ્ ટેકરશીભાઈની લેગ્યા ફેરવી હતી, તે તેમને યોગશાસ્ત્રમાં બતાવેલી લબ્ધિ પ્રાપ્ત થઈ હતી તે સૂચવે છે. વળી, અપાનવાયુ, પ્રાણવાયુ, આદિના સંબંધની વાત યોગ જાણનાર જ સમજી શકે. શ્રીમદ્ આમ લબ્ધિને ઉપયોગ કર્યો હોય તેવાં ઉદાહરણે ભાગ્યે જ જોવા મળે છે. ૪૬. વધુ વિગત માટે જુઓ, “સ્મરણીય પ્રસંગ” આંક ૧૬. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા શ્રીમદ્દનાં નીચેનાં વચને તે વિશે સારા પ્રકાશ પાડે છેઃ ગમે તેવા ભવિષ્યજ્ઞાન અથવા સિદ્ધિઓની ઇચ્છા નથી. તેમ તેના ઉપયેાગ કરવામાં ઉદાસીનતા રહે છે.’૪૭ બીજા ભાદરવા સુદ ૨, ૧૯૪૬ના પત્રમાંથી, 66 ચમત્કાર બતાવી યાગને સિદ્ધ કરવા, એ ચેાગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યાગી તા એ છે કે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે, સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સવ પ્રકારે સત્ જ આચરે છે, જગત જેને વિસ્તૃત થયું છે. અમે એ જ ઇચ્છીએ છીએ.”૪૮ –શ્રાવણ સુદ ૯, ૧૯૪૭. “ જ્યાતિષાદિ વિદ્યા કે અણિમાદિ સિદ્ધિ એ માયિક પદાર્થો જાણી આત્માને તેનુ સ્મરણ પણુ ક્વચિત જ થાય છે. તે વાટે કાઈ વાત જાણવાનું અથવા સિદ્ધ કરવાનું કચારેય ચેાગ્ય લાગતું નથી, અને એ વાતમાં કોઈ પ્રકારે હાલ તા ચિત્તપ્રવેશ પણ રહ્યો નથી. ૪૯ ૫ -મહા વદ, ૧૯૪૮. “જ્યારથી ચથા એધની ઉત્પત્તિ થઈ છે, ત્યારથી કાઈ પણ પ્રકારના સિદ્ધિયેાગે કે વિદ્યાના ચેાગે સાંસારિક સાધન પેાતાસંબંધી કે પરસબંધી કરવાની પ્રતિજ્ઞા છે, અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યુ. હાય એમ હજુ સુધીમાં થયું છે એમ સાંભરતું નથી. ”પ૦ -૧૯૪૮. “ કોઈ પ્રકારના સિદ્ધિજોગ અમે કચારે પણ સાધવાના આખી જિ ઢગીમાં અલ્પ પણ વિચાર કર્યા સાંભરતા નથી, એટલે સાધને કરી તેવા જોગ પ્રગટયો હોય તેવું જણાતું નથી. આત્માના વિશુદ્ધપણાના કારણે જો કઈ ઐશ્વય હાય તા તેનુ નહીં હેાવાપણું' કહી શકાતું નથી. એ ઐશ્વય કેટલેક અંશે સ`ભવે છે, તથાપિ આ પત્ર લખતી વખતે એ ઐશ્વ ની સ્મૃતિ થઈ છે, નહીં તેા ઘણા કાળ થયાં તેમ થવુ. સ્મરણુમાં નથી, તેા પછી તે સ્ફુરિત કરવા વિશેની ઇચ્છા કચારેય થઈ હોય એમ કહી શકાય નહી, એ સ્પષ્ટ વાર્તા છે.૫૧ -જેઠ સુદ ૧૫, ૧૯૪૯. ૪૭, “શ્રીમદ્ રાજયંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૨૫. ૪૮. “ શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧. પૃ. ૨૯૩. ૫૧. એજન, પૃ. ૩૭૪. ૪૯. એજન, પૃ. ૩૧૭. ૫૦. એજન, પૃ. ૩૧૪. Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ આ બધાં વચને વાંચતાં સમજી શકાશે કે તેમને કેટલીક લબ્ધિઓ પ્રગટી હતી, અને તેનો ઉપયોગ તેમણે નિષેધ્યા હતા. અંતિમ અવતરણ જોતાં એ પણ સમજાશે કે વિ. સં. ૧૯૪૯ પહેલાં ઘણું વર્ષે તે સિદ્ધિઓ પ્રગટવાની શરૂઆત થઈ ગઈ હતી, એટલે કે નાની વયથી જ લબ્ધિઓ પ્રગટી હતી. પરંતુ આ લબ્ધિઓને ઉપયોગ તેમણે ભાગ્યે જ કર્યો છે, અને વળી તે વિશે કોઈને વિગતથી જણાવ્યું પણ નથી, તેથી તે લબ્ધિઓ કેવી હતી, કયા પ્રકારની હતી, તે વિશે કંઈ પણ જાણી શકાતું નથી. આત્માની નિર્મળતા વધતી ગઈ તેમ શ્રીમદને પ્રગટેલી લબ્ધિઓમાં વધારે થતો ગયે હતું, તેટલું જ જાણું શકાય છે. શ્રીમદનું ભાષાજ્ઞાન તથા ગ્રંથાલ્યાસ સાત વર્ષની વયે અક્ષરજ્ઞાન લેવાનું ચાલુ કર્યા પછી, શ્રીમદ્ ૧૧ વર્ષની વયે તે શાળાને અભ્યાસ છેડ્યો હતો. આમ નિયમિતપણે શાળામાં જઈને તે તેમણે માત્ર ગુજરાતી ભાષાનું જ જ્ઞાન મેળવ્યું હતું. પરંતુ તેમની આંતરિક શક્તિ એટલી બધી ખીલેલી હતી કે તે પછીનાં થોડાં જ વર્ષોમાં તેમણે અંગ્રેજી, સંસ્કૃત, અર્ધમાગધી, હિંદી આદિ ભાષાઓનું સારા પ્રમાણમાં જ્ઞાન મેળવીને તે તે ભાષાના અનેક ગ્રંથોનો અભ્યાસ પણ કર્યો હતો. શાળાનો અભ્યાસ છોડયા પછી કેટલોક વખત શ્રીમદ્દે ખાનગી ટયૂશન રાખીને અંગ્રેજી ભાષાને અભ્યાસ કર્યો હતે. અંગ્રેજી ભાષાનું જ્ઞાન તેમણે કઈ કક્ષા સુધી મેળવ્યું હતું તેને સાચે અંદાજ, પૂરતી માહિતીના અભાવે, આવી શકતો નથી. તેમણે અંગ્રેજી ભાષાનો ઉપગ પોતાના લખાણમાં ક્યાંયે કર્યો નથી. વળી, તે ભાષાના કેઈ ગ્રંથને પણ ઉલ્લેખ તેમના લખાણમાં જોવા મળતો નથી. તે પરથી અંગ્રેજી ભાષાના ઊંડા અભ્યાસમાં તેમને રસ નહિ હોય એવું અનુમાન કરી શકાય છે. તેમ છતાં લખવા-વાંચવા પૂરતું તે ભાષાનું જરૂરી જ્ઞાન તેમણે મેળવી લીધું હતું તે નિઃશંક છે. પોતાની પેઢીના પેરિસ આદિ જગ્યાએ રહેલા આડતિયાઓ સાથેના કામકાજને વ્યવહાર શ્રીમદ્દ અંગ્રેજી ભાષા દ્વારા ૨ અને તેમ કરવામાં તેમને કદી મુકેલીને અનુભવ થયો નહતો, તેને ઉલ્લેખ કરતાં પૂ. ગાંધીજી લખે છે કે – જેકે અંગ્રેજી જ્ઞાન તેમને નહેતું, છતાં પારિસ વગેરેના આડતિયા તરફથી આવેલા કાગળે, તારાના મર્મ તરત સમજી જતા, ને તેઓની કળા વર્તતાં વાર ન લાગતી. તેમણે કરેલા તર્કો ઘણે ભાગે સાચા પડતા.૫૨ બાળવયથી જ શ્રીમદને વાંચવાને ઘણે શેખ હતો. તેર વર્ષની વય પહેલાં તેમણે અનેક પ્રકારના નાના બધગ્રંથ, “પ્રવીણસાગર” નામને ગ્રંથ, જૈનનાં પ્રતિકમણુસૂત્ર પર. “ગાંધીજીની પ્રસ્તાવના , પ્રકરણ ૪. “શ્રીમની જીવનયાત્રા", પૃ. ૧૦૭. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા તથા સામાયિકસૂત્ર, અને એ ઉપરાંત બીજાં અનેક પુસ્તકો વાંચ્યાં હેવાને ઉલ્લેખ શ્રીમદે સમુચ્ચયવયચર્યામાં કર્યો છે. તેર વર્ષની વય પછીથી તે તેઓ નિયમિતપણે ગ્રંથાભ્યાસ કરતા હતા. શ્રીમનું વલણ વૈરાગ્ય તરફનું – સંસારથી છૂટવા માટેનું – હતું, તેથી તેર વર્ષની વયથી તેમને તત્વવિચારણાનાં પુસ્તકોનો અભ્યાસ કરવામાં વિશેષ રસ પડવા લાગ્યો. આ પ્રકારનાં પુસ્તકના અભ્યાસ માટે તેમને સંસ્કૃત તથા અર્ધમાગધી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી લાગ્યું. પરિણામે તે બંને ભાષાઓના નિયમપૂર્વક અભ્યાસ કરવાની શરૂઆત તેમણે કરી. અભ્યાસ ચાલુ કર્યા પછી બે ત્રણ વર્ષમાં તે તે બંને ભાષાનું સારા પ્રમાણમાં જ્ઞાન મેળવવા ઉપરાંત તેમણે જેનનાં આગમ તથા અન્ય ગ્રંથોનો અને અન્ય દર્શનનાં ધર્મપુસ્તકને અભ્યાસ કરી લીધો હતો. તે અભ્યાસ વિ. સં. ૧૯૪૪માં પણ ચાલુ જ હતું, તે તેમણે લખેલા એક પત્ર પરથી જાણી શકાય છે. તે વર્ષમાં તેમણે લખ્યું હતું કે – ધર્મકરણીને થોડો વખત મળે છે, આત્મસિદ્ધિને પણ થોડા વખત મળે છે, શાસ્ત્રપઠન અને વાંચનને પણ થોડો વખત મળે છે.૫૩ શ્રીમકે આ વર્ષોમાં મુખ્યત્વે વૈરાગ્યના ગ્રંથને જ અભ્યાસ કર્યો હતે. તેમના એ જ્ઞાનને પરિચય આપણને તેમણે સોળ વર્ષ અને પાંચ માસની ઉંમરે લખેલી “મોક્ષમાળામાં તથા તે પછી બે વર્ષે રચેલ “ભાવનાબેધ”માં થાય છે. મેક્ષમાળા”માં તેમણે આપેલ ઉત્તરાધ્યયન સૂત્રના કેઈક કઈક અવતરણ, સૂત્રને સાર, જૈનધર્મની તત્વવિચારણું, અન્ય દર્શનની સાથે જૈનને તુલનાત્મક અભ્યાસ આદિ દ્વારા તેમના જ્ઞાનને આપણને પરિચય થાય છે. વળી, “ભાવનાબેધ”માં તેમણે ભર્તુહરિના વૈરાગ્યશતકના એક પ્રખ્યાત શ્લોકની સમજણ, ઉત્તરાધ્યયનના બેત્રણ અધ્યયનનો ભાવાર્થ, અન્ય ગ્રંથમાંથી મેળવેલાં દૃષ્ટાંત આદિ તેમણે આપ્યાં છે. તે બધું તેમણે નાની વયમાં સંસ્કૃત તથા અર્ધમાગધી જેવી કઠિન ભાષામાં લખાયેલા ગ્રંથનું અધ્યયન કર્યું હતું, તે દર્શાવે છે. અને મેળવેલું જ્ઞાન તેમણે પચાવ્યું પણ હતું, તે આ પુસ્તક વાંચતાં જણાઈ આવે છે. આમ ૧૭ વર્ષની નાની વયમાં જ સંસ્કૃત તથા અર્ધમાગધી ભાષાનું જ્ઞાન હોવા સાથે વેદાંત આદિ દર્શનના અભ્યાસને લીધે તેમનું શાસ્ત્રજ્ઞાન બહેલું થયું હતું અને તેમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો હતે. શ્રીમદે લખેલા સાહિત્યમાં “ગુરુગીતા”, સમંતભદ્રાચાર્યની “આપ્તમીમાંસા ”, શંકરાચાર્યના “દદશ્યવિવેક”, હેમચંદ્રાચાર્યના “ગશાસ્ત્ર”, ભતૃહરિના “વૈરાગ્યશતક”, તત્ત્વાર્થસૂત્રની ટકા, શ્રીમદ ભાગવત્ , પંચતંત્ર આદિ અનેક સંસ્કૃત ગ્રંથમાંથી અવતરણે લેવાયેલાં છે. તે શ્રીમદ્દે કરેલા સંસ્કૃત ભાષાના, તથા તે ભાષામાં રચાયેલા ગ્રંથોના અભ્યાસને સૂચવે છે. ૫૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧. પૃ. ૧૬૯. Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દન જીવનસિદ્ધિ શ્રીમદને સંસ્કૃત કરતાં અર્ધમાગધી ભાષાને વિશેષ પરિચય હતું તેવું અનુમાન તેમનું સાહિત્ય જોતાં કરી શકાય. વિ. સં. ૧૯૪૬ પછી તે “ભગવતીસૂત્ર” જેવા આગમગ્રંથોના પાઠાંતરની ચર્ચા કે પાઠના અર્થની ચર્ચા કરેલી પણ જોવા મળે છે. શ્રીમદે લખેલા પત્રોમાં સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, આચારાંગ, ઠાણુગ, નંદી આદિ જૈન આગમસૂત્રો; પંચાસ્તિકાય, સિદ્ધપ્રાભૂત, પ્રભુતાદિ સંગ્રહ, દ્રવ્યસંગ્રહ, પ્રવચનસાર વગેરે જૈન ગ્રંથમાંથી અવતરણે તથા તે વિશેની કેટલીક સમજણ અપાયેલી છે. આ ઉપરાંત શ્રીમદે દશવૈકાલિકસૂત્રનાં બે અધ્યયનને, પૂણું પંચાસ્તિકાયને, ઉત્તરાધ્યયનના એક અધ્યયનને, દ્રવ્યસંગ્રહની કેટલીક ગાથાઓને સુંદર અનુવાદ પણ આપે છે. અર્ધમાગધી અને ગુજરાતી એ બે ભાષા પરના વિશિષ્ટ કાબૂ વિના એમ બનવું શક્ય નથી. જે વ્યક્તિ સંસ્કૃત કે અર્ધમાગધી જેવી ભાષાનો આસાનીથી પરિચય કરી શકે, તે વ્યક્તિને ગુજરાતીની જ બહેન જેવી હિંદી ભાષાનો અભ્યાસ સહજ જ હોય. ચિદાનંદજી, કબીર આદિની હિંદી રચનાઓને તેમણે અભ્યાસ કર્યો હતો, અને તે વિશે કેટલુંક વિવેચનાત્મક લખાણ પણ કર્યું હતું. સમંતભદ્રાચાર્યના “રત્નકરંડશ્રાવકાચાર” પરની હિંદી ટીકામાં આપેલી બાર ભાવનામાંથી ત્રણનો શબ્દશઃ અનુવાદ શ્રીમદ્ ૧૭ વર્ષની વય પહેલાં કર્યો હતો. તે પછી તેમણે ચિદાનંદજી મહારાજના “ સ્વરોદયજ્ઞાન” નામના હિંદી ગ્રંથની ટીકા લખવી શરૂ કરી હતી. વળી, તેમણે લખેલા પત્રમાં કેટલીક જગ્યાએ શ્રી બનારસીદાસજીના “સમયસાર નાટક”, કબીરનાં પદો આદિમાંથી હિંદી અવતરણે તથા તેમાં રહેલા ગૂઢાર્થની સમજ અપાયેલી છે. તે બધાં પરથી તેમને થયેલે હિંદી ભાષાનો અભ્યાસ આપણુ લક્ષમાં આવે છે. પરંતુ તે ભાષા પરના તેમના સાચા પ્રભુત્વને ખ્યાલ તે તેમણે હિંદીમાં રચેલાં “બિના નયન”, “યમ નિયમ” આદિ તત્ત્વસભર કાવ્યો જોતાં આવે છે. આમ કઈ પણ ભાષાને વ્યવરિત અભ્યાસ કર્યો ન હોવા છતાં શ્રીમદ્દ ગુજરાતી, સંસ્કૃત, હિંદી, અર્ધમાગધી વગેરે ભાષાઓના અમૂલ્ય ગ્રંથ વાંચી શકતા, સમજી શકતા અને સમજાવી પણ શકતા. પોતાને વૈરાગ્યવૃત્તિ હોવાથી અન્ય ભાષાઓને અભ્યાસ થઈ શક્ય ન હતો તેને ઉલ્લેખ કરતાં તેમણે વિ. સં. ૧૯૪૬ના ભાદરવા માસમાં લખ્યું હતું કે – શિશુવયમાંથી જ એ વૃત્તિ ઊગવાથી કઈ પ્રકારને પરભાષાભ્યાસ ન થઈ શક્યો. અમુક સંપ્રદાયથી શાસ્ત્રાભ્યાસ ન થઈ શક્યો... અને તે ન થઈ શક્યો તેને માટે કંઈ બીજી વિચારણા નથી. અર્થાત્ શાસ્ત્રના ભાષાભ્યાસ વિના પણ ઘણે પરિચય થયો છે, ધર્મના વ્યાવહારિક જ્ઞાતાઓનો પણ પરિચય થયો છે.પ૪ વ્યવસ્થિત રીતે કરેલા પરભાષાના અભ્યાસ વિના પણ કોઈ પણ ભાષાનું પુસ્તક વાંચતાં તેમને ઘણું જ અ૮૫ સમય લાગતું હતું. તેઓ વાંચતા હોય ત્યારે તેમની પાસે બેસનારને તે એમ જ લાગે કે તેઓ માત્ર પાનાં જ ઉથલાવે છે. તે વિશે દેસાઈ પોપટલાલ મનજી શ્રીમદ્દનાં સંસ્મરણો આલેખતાં લખે છે કે – ૫૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૦. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા “સાહેબજી પેાતે સવારમાં સ્નાન કર્યા બાદ બે-ત્રણ કલાક સુધી સૂત્રો વાંચતા, તે એવી રીતે કે એક પાનું લીધું. બીજું ફેરવ્યું એમ અનુક્રમે પાનાં ફેરવી જતા. જેમ ટ્રેન ચાલતી હોય તેમ ખેાલી જતા. વળી સાહેબજીએ માત્ર ગુજરાતીના જ અભ્યાસ કરેલેા હતા, પણ ગમે તે ભાષામાં ખેાલી શકતા, વાંચી શકતા અને વિવેચન કરી શકતા. તેથી મને ઘણું જ આશ્ચય લાગતું. ”પપ આવી ઝડપથી વાંચતા હોવા છતાં તેમને ગ્રથના ઘણાખરા ભાગ સ્મૃતિમાં રહી જતા. પેાતાને મળતી અવકાશની પ્રત્યેક પળ તેએ ધર્માભ્યાસ પાછળ ગાળતા. પેઢી પર પણ વેપારકા માંથી થેાડી નિવૃત્તિ મળે એટલે પાસે રાખેલુ ધ પુસ્તક વાંચવામાં તેએ તલ્લીન બની જતા. વળી પ્રત્યેક વર્ષના અમુક માસ તેએ ગુજરાતનાં ગામડાંઓમાં નિવૃત્તિ અથે રહેતા. ત્યારે તેમનેા સમય મુખ્યત્વે થવાચન અને તત્ત્વવિચારણામાં જ પસાર થતા. આમ તેમનું જ્ઞાન દિવસે દિવસે વધતુ જતુ હતુ. અને તેમાં તેમના આત્માની શક્તિ સહાયભૂત બનતી. આ બધું જાણનારને તેમના વિશાળ ગ્રંથવાચનની નવાઈ ન લાગે, નહિતર તા માત્ર ૩૩ વર્ષનું જ આયુષ્ય ભાગવનાર શ્રીમદ્ આટલી ભાષાના, કેટકેટલા ગ્રંથાનુ અવલેાકન કઈ રીતે કરી શકયા હશે તેનુ આશ્ચય થયા વિના રહે નહિ. રે આજે ઉપલબ્ધ થતા શ્રીમના સાહિત્યમાં લગભગ સવાસેા જેટલા વિવિધ ગ્રંથેાના અભ્યાસના ઉલ્લેખ મળે છે. તેમાં ઠાણાંગ, ઉત્તરાધ્યયન, ભગવતી આચારાંગ, સૂયગડાંગ, દશવૈકાલિક, નદી, સમવાયાંગ, આદિ જૈન આગમસૂત્રો, અધ્યાત્મકલ્પદ્રુપ, અષ્ટપ્રાભૂત, આત્માનુશાસન, કર્મ ગ્રંથ, ગામટસાર, જબુદ્વીપપ્રજ્ઞપ્તિ, તત્ત્વાર્થ સૂત્ર, દેવાગમસ્તેાત્ર, પદ્મન દી પંચવિ'શતી, પ્રવચનસાર, ભગવતી આરાધના આદિ જૈન ધર્મગ્રંથા, ચેાગવાશિષ્ઠ, ભાગવત, વિચારસાગર, મણિરત્નમાળા, પ’ચીકરણ, વૈરાગ્યશતક, દાસબાધ, સુંદરવિલાસ, પ્રમાધશતક આદિ વેદાંતના ગ્રંથા; તથા ગીતા આદિ જેવા અન્ય ગ્રંથાનાં ઉલ્લેખ તથા અવતરણા મળે છે. આ બધા ઉપરાંત પ્રકરણ રત્નાકર, સ્વાદયજ્ઞાન, આનંદધનચાવીશી, ૫ચાસ્તિકાય, સમયસાર નાટક, ઉદ્ધવગીતા, શ્રીપાલરાસ, દેવાગમસ્તેાત્ર (આસમીમાંસા), ચેાગશાસ્ત્ર, સમાધિશતક, લેાકતત્ત્વનિણૅય આદિ ગ્રંથામાંથી લગભગ ૧૫૦ જેટલાં જુદાં જુદાં અવતરણા અને ઘણી જગ્યાએ તેની વિસ્તૃત સમજણ પણ શ્રીમના સાહિત્યમાં આપેલી છે. 9 નરસિ‘હ, મીરાં, અખે, છેાટમ, પ્રીતમ, કબીર, દયારામ, સુંદરદાસ, મુક્તાન'દ, ધીરા, સહજાનંદ, આદિ ભક્તકવિઓનાં પદોને પણ તેમણે અભ્યાસ કર્યો હતા. તેમણે લખ્યું છે ઃ “ અખાજીના વિચારો ઘણા સ્વસ્થ ચિત્તથી વાંચ્યા હતા. મનન કર્યા હતા.પ૬ “ કણબી અને કાળી જેવી જ્ઞાતિમાં પણ માને પામેલા થોડા વર્ષમાં ઘણા ૫૫. “શ્રીમદ્ રાજચંદ્ર અર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ', પૃ. ૯૮. ૫૬. “ શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃતિ ૧, પૃ. ૨૩૪. Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દની જીવનસિદ્ધિ પુરુષ થઈ ગયા છે ભોજો ભગત, નિરાંત કેળી ઇત્યાદિક પુરુષ ભેગી (પરમ યોગ્યતાવાળા) હતા.૫૭ છોટમ જ્ઞાની પુરુષ હતા, પદની રચના બહુ શ્રેષ્ઠ છે.”૫૮ નરસિંહ, દયારામ, પ્રીતમ, મુક્તાનંદ, કબીર, અખાજી, મનહરદાસ, નિષ્કુલાનંદ આદિ અનેક ભક્તકવિઓની રચનાઓમાંથી શ્રીમદે અવતરણે પણ લીધાં છે. તે બધાં પ્રતિ તેમની ભક્તિને લીધે શ્રીમદ્દને પ્રતિભાવ પણ હતે. જુઓ એઓ સર્વ કાંઈ છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા નહોતા, પરંતુ તે મળવું તેમને બહુ સમીપમાં હતું. એવા ઘણુ પુરુષનાં પદ વગેરે અહીં જોયાં. એવા પુરુષ પ્રત્યે રોમાંચ બહુ ઉલસે છે અને જાણે નિરંતર તેવાની ચરણસેવા જ કરીએ, એ એક આકાંક્ષા રહે છે. જ્ઞાની કરતાં એવા મુમુક્ષુ પર અતિશય ઉલ્લાસ આવે છે, તેનું કારણ એ જ કે તેઓ જ્ઞાનીનાં ચરણને નિરંતર સેવે છે, અને એ જ એમનું દાસત્વ અમારું તેમના પ્રત્યે દાસત્વ થાય છે, તેનું કારણ છે.”૫૯ આમ શ્રીમદનું શાસ્ત્રજ્ઞાન એક સંપ્રદાય કે એક ભાષામાં સીમિત ન હતું, પણ અનેક સંપ્રદાય, ધર્મના ગ્રંથનું વિશાળ પ્રમાણમાં તેમણે વાંચન કર્યું હતું એટલું જ નહિ પણ તેને પચાવ્યું પણ હતું, તે ઉપરના ઉલ્લેખે જોતાં જણાશે. વળી તેમનું જ્ઞાન ઉપર ઉલ્લેખાયેલા ગ્રંથમાં જ નહોતું વિરામ પામી જતું, તે કરતાં તે તેમણે ઘણું વિશેષ વાંચ્યું હતું. આ તો પ્રસંગ પડતાં ઉપર જણાવેલા ગ્રંથ, કવિઓ આદિના અભ્યાસને ઉલ્લેખ તેમણે કર્યો છે, પરંતુ વાસ્તવમાં તે તેમણે તેથી ઘણું વિશેષ ગ્રહણ કર્યું હતું. તેમના આત્માની નિર્મળતા એટલી બધી હતી કે પોતે ન વાંચ્યાં હોય તેવાં શાસ્ત્રોનું જ્ઞાન પણ ઘણી વખત આપોઆપ થતું હતું. વળી, શાસ્ત્રવાચનમાં પાનાં ફેરવવા જેટલો અ૮૫ સમય લાગતો, અને છતાં તે બધાંમાં તેમનો ઉપયોગ ફરી વળતા. તેમનામાં રહેલી એ આંતરિક શક્તિના કારણે જ શ્રીમદ્દ આટલું વિશાળ જ્ઞાન મેળવી શક્યા હતા. તેમની એ શક્તિને પરિચય કરાવતાં નીચેનાં વચને જુઓ. “ અનહદ વિનિમાં મણું નથી.”૬૦ “ કહેવાતા આધુનિક મુનિઓને સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહિ, સૂત્ર અને તેનાં પડખાં બધાંય જણાયાં છે.”૬ ૧ અદૂભુત દશા નિરંતર રહ્યા કરે છે. અબધુ થયા છીએ.”૬૨ ૫૭. એજન, પૃ. ૨૫૭. ૫૮. એજન, પૃ. ૨૮ ૭. ૫૯. એજન, પૃ. ૨૫૭. ૬૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૨૪૫. ૬૧. એજન, પૃ. ૨૫૦. ૬૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૨૫૩. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અ૯૫ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સવ સમજાયું છે.”૬૩ “ભાગવતવાળી વાત આત્મજ્ઞાનથી જાણેલી છે.”૬૪ “અમે આમાં ઘણે ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે.”૬૫ “સિદ્ધાંતજ્ઞાન અમારા હૃદયને વિશે અવિરતરૂપે પડ્યું છે.૬ ૬ એક શ્લોક વાંચતાં અમને હજારો શસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ કરી વળે છે.૬ ૭ અહી આપેલાં આ બધાં વચને સ્પષ્ટ કરે છે કે શ્રીમદને શાસ્ત્રજ્ઞાન મેળવવા માટે બહુ પુરુષાર્થ કરવો પડ્યો ન હતો. તેમના આત્માની નિર્મળતા સૂચવતાં આ પ્રકારનાં વચનો આપણને વિ. સ. ૧૯૪૮થી શરૂ કરી વિ. સ. ૧૯૫૮ સધી મળે છે. જે નિર્માતાને લીધે તેમને બધાં શાસ્ત્રોનું જ્ઞાન ઘણું ઝડપથી થતું હતું. અને તે ઝડપ કેવી હતી તેને ખ્યાલ આપણને તેમના— એક શ્લોક વાંચતાં અમને હજારે શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે.” –એ વચન પરથી આવે છે. કોઈ એક શ્લોક તેમનાં વાંચવામાં આવે તેની સાથે જ, તેને મળતા બીજા લોક કયા કયા શાસ્ત્રમાં છે, તે તે શાસ્ત્રોમાં અન્ય શું શું આપેલું છે, તે બધાંની સમજ તથા માહિતી તેમના અંતરમાં ઊગી આવતી હતી, તેમ આ વચન સિદ્ધ કરે છે. આમ એકાદ શ્લોક વાંચવાની સાથે હજારો શાસ્ત્રો સમજાઈ જાય તેવી અદ્દભુત શક્તિવાળા શ્રીમદ્દને શાસ્ત્રજ્ઞાન કેટલું હતું, તેનું માપ કાઢવું એ નાની નાવ લઈને મહાસમુદ્ર તરવાની વાત કરવા જેવું છે. શ્રીમદે આ વચને પિતાના પરમસખા ભાગભાઈને પોતાનું અંતરંગ જણાવવા જ લખ્યાં હતાં તેમાં કઈ પ્રસિદ્ધિ કે પ્રશંસાને હેતુ ન હતું. એ તે આપણું મહાભાગ્ય છે કે, તે તે વચન ધરાવતા પત્રો ભાગભાઈને લઈને પ્રસિદ્ધિમાં આવ્યા અને આપણને શ્રીમદના જ્ઞાનની વિપુલતા જાણવાનો લહાવો મળ્યો. શ્રીમદ્ ગૃહસ્થાશ્રમ શ્રીમદમાં બાળવયથી વૈરાગ્ય જોવા મળતું હતું. વીસ વર્ષની વયે જાહેર પ્રવૃત્તિઓને ત્યાગ કર્યો હતો, છતાં કર્મોની કંઈક એવી વિચિત્રતા હતી કે તે વયે સર્વસંગ-પરિત્યાગનો ૬૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૨૫૭. ૬૪. એજન, પૂ. ર૬". ૫. એજન, પૃ. ૨૮૯. ૬૬. એજન, પૃ. ૨૯૧. ૬૭. એજન, પૃ. ૬૪૬. Page #71 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીમતી જીવતસિદ્ધિ નિર્ણય તેઓ નહાતા કરી શકવા. તેમ છતાં સંસાર વિશે તેઓ ઘણા ઉદાસીન હતા, તે તા તેમણે તે વયે લખેલા પત્રો પરથી પણ જાણી શકાય છે. પેાતાના લગ્ન સંબંધી વિ. સં. ૧૯૪૪ના પાષ વદ ૧૦ના રાજ શ્રીમદ્ તેમના બનેવીને લખે છે કેઃ 66 લગ્ન સબધી તેએએ જે મિતિ નિશ્ચિત રાખી છે, તે વિશે તેના આગ્રહ છે તો ભલે તે મિતિ નિશ્ચયરૂપ રહી. ’’ “ લક્ષ્મી પર પ્રીતિ નહિ છતાં કેાઈ પરાર્થિક કામમાં તે બધુ... ઉપયાગી થઈ પડત એમ લાગવાથી મૌન ગ્રહી તે સંબધી સગવડમાં હતા. જે સગવડનું' ધારેલુ પરિણામ આવવાને બહુ વખત નહાતા. પણ એ ભણીનું મમત્વ ત્વરા કરાવે છે જેથી તે સઘળું પડતુ મૂકી વદ ૧૩ કે ૧૪ને રાજ અહીંથી રવાના થાઉ છુ.”૬૮ શકીએ છીએ કે તેમને લગ્ન માટે બહુ ઉત્સુકતા ન હતી, ઉપરના જ પત્રમાં તેઓ પોતાની જીવનસહચરી વિશે આ પત્ર પરથી આપણે જાણી તેમ સાવ અનાદર પણ ન હતા. લખે છે કેઃ-~~ “ તે શુભ પ્રસ‘ગમાં સવિવેકી નીવડી રૂઢિથી પ્રતિકૂળ રહી પરસ્પર કુટુબરૂપે સ્નેહ બંધાય એવી સુંદર ચેાજના તેના હૃદયમાં છે કે ? આપ ઉતારશેા કે ? કોઈ ઉતારશે કે ? એ ખ્યાલ હૃદયમાં પર્યટન કરે છે..... વસ્તુ અને જે પદ...... કેવળ અસ’ભવિત છે તે વિચારા, તે વસ્તુ અને તે પદ ભણી કેવળ ઈચ્છા હેાવાથી ઉપર જણાવ્યું તેથી કંઈ લેશ પણ પ્રતિકૂળ બને તા તે પટ્ટાભિલાષી પુરુષના ચારિત્રને પરમ આંખપ લાગે એમ છે.”૬ ૯ શ્રીમનાં આ વચના પરથી ખ્યાલ આવે છે કે એ વયે પણ તેમની અંતરંગ શ્રેણી તા નિગ્રંથમાગ ભણી જ હતી. અને તે માગે` જવાની જ કેવળ ઇચ્છા હોવી તે જ લગ્ન માટેની ઉત્સુક્તા તાડવા પૂરતી છે. આમ છતાં તેઓ કયા કારણસર લગ્નબંધન સ્વીકારે છે તે તા પાછળથી સ્પષ્ટ થાય છે. અહીં જોયુ* તેમ શ્રીમદ્દ માત્ર ધર્મારાધન માટે જ પત્નીના સહારા ઇચ્છતા દેખાય છે. કારણ કે તે સથી છૂટી શકાય તેવા માર્ગ તેમને જણાયા ન હતા. શ્રીમદ્દ વિ. સ. ૧૯૪૪ના પોષ માસમાં વવાણિયા ગયા હતા. અને મહા સુદ બારશે તએ સ્વ. રેવાશંકર જગજીવન ઝવેરીના માટાભાઈ પાપટભાઈનાં પુત્રી ઝબકખાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. તે પછી તેઓ મુંબઈ આવ્યા હતા, અને વિ. સ. ૧૯૪૫માં રેવાશંકર જગજીવન સાથે ભાગીદારીમાં ઝવેરાતના ધધા તેમણે શરૂ કર્યા. લગ્ન પછી તેમને જે જે અનુભવ થયા, અને તેના પરિણામરૂપ જે જે વિચારણા તેમને ઉદભવી તે વિશે વિચાર કર્યા પછી વિ. સ’. ૧૯૪૫માં “ શ્રી સંબધી મારા વિચાર” નામે એક અગત લેખ તેમણે લખ્યા હતા. તેમણે દર્શાવેલા વિચારા તેમના ગૃહસ્થાશ્રમને સમજવામાં ચાવીરૂપ બની રહે તેમ છે. તેમાં તેઓએ લખ્યું છે કેઃ— ૬૮. “ શ્રીમદ્ રાજચંદ્ર '', ', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૬૭. ૬૯. એજન, પૃ. ૧૬૭. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા “અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું કે શુદ્ધજ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે, તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે, ’’ ૮૮ શ્રી એ સ'સારનું સર્વોત્તમ સુખ માત્ર આવણિક દૃષ્ટિથી કપાયું છે, પણ તે તેમ નથી જ. સ્ત્રીથી જે સયાગસુખ ભાગવવાનુ ચિહ્ન તે વિવેકથી ષ્ટિગાચર કરતાં વમન કરવાને ચેાગ્ય ભૂમિકાને પણ ચેાગ્ય રહેતું નથી. જે જે પદાર્થા પર જુગુપ્સા રહી છે, તે તે પદાર્થો તે તેના શરીરમાં રહ્યા છે, અને તેની તે જન્મભૂમિકા છે. વળી એ સુખ ક્ષણિક, ખેદ અને ખસના દરદરૂપ જ છે. તે વેળાના દેખાવ હૃદયમાં ચીતરાઈ રહી હસાવે છે, કે શી આ ભુલવણી ? ટૂંકામાં કહેવાનું કે તેમાં કાંઈ પણ સુખ નથી, અને સુખ હોય તો તેને અપરચ્છેદ્યરૂપે વર્ણાવી જુએ, એટલે માત્ર મહદશાને લીધે તેમ માન્યતા થઈ છે, એમ જણાશે. અહીં હું સ્ત્રીના અવયવાદિ ભાગના વિવેક કરવા બેઠા નથી, પણ ત્યાં આત્મા ફરી ન જ ખેચાય એ વિવેક થયા છે, તેનું સહજ સૂચન કર્યું.... સ્ત્રીમાં દોષ નથી, પણ આત્મામાં દોષ છે; અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્ભુત આનંદમય જ છે, માટે એ દોષથી રહિત થવુ, એ જ પરમ જિજ્ઞાસા છે. વૃદ્ધ. ... પણ પૂર્વોપાર્જિત હજુ સુધી મને પ્રવર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય ? ૭૦ અહીં શ્રીમદ્ સ્ત્રીજાતિના નહિ, પણ પેાતાના જ દોષ જુએ છે તે તેમની માનિસક ઉચ્ચ ભૂમિકા બતાવે છે. વળી, આ અવતરણ પરથી સ્પષ્ટ થાય છે કે તેમને સ`સારસુખના કંટાળા આવી ગયા હતા, છતાં પૂર્ણાંકને લીધે તે ભાગવવું પડતું હતું અને એ પરિસ્થિતિ તેમને એટલુ દુઃખ આપતી હતી કે પેાતાને તેએ સૌથી વધુ દુખિયા ગણતા હતા. એક લેખમાં તેમણે લખ્યું હતું કે, CC દુઃખિયાં મનુષ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યુ હાય તા ખચીત તેના શિરાભાગમાં હું આવી શકુ .. શ્રી સિવાય બીજો કેાઈ પદાર્થ ખાસ કરી મને રોકી શકતા નથી. ખીજા કાઈ પણ્ સ'સારી સાધને મારી પ્રીતિ મેળવી નથી. સ્ત્રીના સબંધમાં જિજ્ઞાસા એર છે, અને વર્તના આર છે. એક પક્ષે તેનુ કેટલા કાળ સુધી સેવન કરવુ' સમ્મત કર્યું" છે, તથાપિ ત્યાં સામાન્ય પ્રીતિ અપ્રીતિ છે. પણ દુઃખ એ છે કે જિજ્ઞાસા નથી, છતાં પૃથ્વકર્મ કાં ઘેરે છે ? એટલેથી પતતુ' નથી, પણ તેને લીધે નહીં ગમતા પદાર્થાન જોવા, સૂંઘવા, સ્પવા પડે છે, અને એ જ કારણથી ઉપાધિમાં એસવુ પડે છે... અંતરચર્યા પણ કાઈ સ્થળે ખેાલી શકાતી નથી. એવાં પાત્રોની કુલ ભતા મને થઈ પડી એ જ મહા દુઃખમતા કહે. ”૭૧ ૭૦. “ શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૯૬. ૭૧. એજન, પૃ. ૧૯૭, Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રીમદને જીવનસિદ્ધિ સંસાર દુઃખમય લાગતું હોવા છતાં પૂર્વકર્મને લીધે તેઓ તેનાથી છૂટી શક્તા ન હતા, પરિણામે એ સર્વ ખેદ તેમને અંતરમાં જ શમાવવો પડતે હતે. એ દુઃખમાંથી થોડી શાંતિ મેળવવા, જ્યાં સુધી પૂર્વોપાર્જિત કર્મ હોય ત્યાં સુધી પોતે સ્ત્રી સાથે કઈ રીતે વર્તવું તે વિશે તેઓ વિ. સં. ૧૯૪૫માં જ લખે છે કે : સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું, એક સત્સંગી તેને ગણવી, તેનાથી ધર્મબહેનને સંબંધ રાખવો. અંતકરણથી કોઈ પણ પ્રકારે મા-બહેન અને તેમાં અંતર ન રાખ. તેના શારીરિક ભાગને કેાઈ પણ રીતે મોહકર્મને વશે ઉપભોગ લેવાય છે, ત્યાં ગની જ સ્મૃતિ રાખી “આ છે તે હું કેવું સુખ અનુભવું છું?” એ ભૂલી જવું (તાત્પર્ય – તે માનવું અસત્ છે.), મિત્ર મિત્રની જેમ સાધારણ ચીજને પરસ્પર ઉપગ લઈએ છીએ તેમ તે વસ્તુ લેવા (વિ.)ને સખેદ ઉપગ લઈ પૂર્વબંધનથી છૂટી જવું. તેમાંથી જેમ બને તેમ નિર્વિકારી વાત કરવી. વિકારણને કાયાએ અનુભવ કરતાં પણ ઉપયોગ નિશાન પર જ રાખવો. “તેનાથી કોઈ સંતાનોત્પત્તિ થાય તે તે એક સાધારણ વસ્તુ છે, એમ સમજી મમત્વ ન કરવું. પણ એમ ચિંતવવું કે જે દ્વારથી લઘુશંકાનું વહેવું છે તે દ્વારથી ઉત્પન્ન થયેલ પદાર્થ, આ પાછો તેમાં કાં ભૂલી જાય છે-મહા અંધારી કેદથી કંટાળી આવ્યા છતાં પાછો ત્યાં જ મિત્રતા કરવા જાય છે. એ શી વિચિત્રતા છે ! ઈચ્છવું એમ કે બંનેના સાગથી કઈ હર્ષશોક કે બાળબચ્ચાંરૂપે ફળની ઉત્પત્તિ ન થાઓ. એ ચિત્ર મને સંભારવા ન દો. નહીં તે એક માત્ર સુંદર ચહેરે અને સુંદર વર્ણ (જડ પદાર્થનો) તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિહીન કરે છે, તે આત્મા કેઈ પણ પ્રકારે વિસારીશ નહિ.”૭૨ અહી સ્પષ્ટ થાય છે તેમ તેઓ વાસનાથી મુક્ત થવા શરૂઆતથી જ પ્રયત્ન કરતા હતા. અને જ્યારે જ્યારે તેમ ન બની શકે ત્યારે તેઓ મહાખેદ પણ પામતા હતા. પિતાનામાં રહેલી આંતરિક નિગ્રંથશ્રેણી વિશે તેઓ વિ. સં. ૧૯૪૫ના શ્રાવણ વદમાં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને લખે છે કે – જ્યાં સુધી ગ્રહવાસ પૂર્વકર્મના બળથી ભગવો રહ્યો છે ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત–ઉદાસીન ભાવે સેવવાં ર્યોગ્ય છે. બાહ્યભાવે ગૃહસ્થશ્રેણી છતાં અંતરંગ નિગ્રંથશ્રેણી જોઈએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધ છે, મારી આત્માભિલાષા તે શ્રેણીમાં ઘણું માસ થયાં વતે છે.”૭૩ લગ્ન પછી એક વર્ષમાં જ વધવા માંડેલો વૈરાગ્ય તે પછીના વર્ષમાં વિશેષ જોર પકડે છે અને શ્રીમદનાં એ બાબતનાં વચને વધુ નિશ્ચયાતમક બને છે. એટલું જ નહિ, વિ. સં. ૧૯૪૬માં પોતાની રોજનીશીમાં તેમણે પોતાની પત્નીને ઉદ્દેશી એક પત્ર લખ્યો છે. તેમાં ૭૨. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૯૬. ૭૩. એજન, પૃ. ૧૯૩. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા પણ તેમણે પત્નીને સંગ માત્ર ધર્મમય વાતાવરણ માટે ઇચ્છો છે, અર્થાતુ બંને ધર્મમૂતિ બને એવી અભિલાષા વ્યક્ત કરતાં તેમાં લખ્યું છે કે – બંને ધર્મમૂતિ થવા પ્રયત્ન કરીએ. મેટા હર્ષથી પ્રયત્ન કરીએ...તમે સ્વચ્છતાને બહુ ઈરછજે, વીતરાગભક્તિને બહુ જ ઈચ્છજો, મારી ભક્તિને સમભાવથી ઇચ્છો. તમે જે વેળા માંરી સંગતિમાં છે તે વેળા સર્વ પ્રકારે મને આનંદ થાય તેમ રહેજે. વિદ્યાભ્યાસી થાઓ. વિદ્યાયુક્ત વિદી સંભાષણ મારાથી કરજે. હું તમને ચુત બોધ આપીશ. તમે રૂ૫સંપન્ન, ગુણસંપન્ન અને રિદ્ધિ તેમજ બુદ્ધિસંપન્ન તેથી થશે. પછી એ દશા જોઈ હું પરમ પ્રસન્ન થઈશ.”૭૪ આ જ વર્ષના માહ માસમાં પોતાને લાગતું સંસારનું સ્વરૂપ વર્ણવતાં તેમણે લખ્યું છે કે : કુટુંબરૂપી કાજળની કેટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણું કરશે તે પણ એકાંતથી જેટલે સંસાર ક્ષય થવાને છે, તેને સામે હિંસે પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે, મેહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે.”૭૫ આમ બધી રીતે જોતાં શ્રીમદને સંસાર એ અત્યંત દુઃખનું કારણ લાગતું હતું. તેથી તેઓ તેનાથી છૂટવા પુરુષાથી હતા. પરંતુ કર્મોદય એટલે બળવાન હતો કે તેઓ તેનાથી છેવટ સુધી છૂટી નહોતા શક્યા. આ રીતે શરૂઆતથી જ તેમનામાં લગ્નજીવન માટે વરાગ્ય હતું, તે પછી તેમણે તેની શરૂઆત શા માટે કરી તેને ખ્યાલ આપતાં વિ. સં ૧૯૪૬ના વૈશાખ વદ ૧૨ના કોઈ ભાઈ ને, પોતાને ગૃહસ્થાશ્રમ મધ્યમ પ્રકારને જણાવી તેમણે લખ્યું હતું કે : તરવજ્ઞાનની ગુપ્ત ગુફાનાં દર્શન લેતાં ગૃહસ્થાશ્રમથી વિરક્ત થવાનું અધિસ્તર સૂછે છે. અને ખચીત તે તત્ત્વજ્ઞાનને વિવેક અને ઊગ્યો હતો, કાળનાં બળવત્તર અનિષ્ટપણને લીધે તેને યથાયોગ્ય સમાધિસંગની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખેદની સાથે ગૌણ કર પડ્યો; અને ખરે! જો તેમ ન થઈ શક્યું હોત તે તેના (આ પત્રલેખકના) જીવનને અંત આવત. જે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરે પડયો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે, બાહ્ય તેની પ્રાધાન્યતા નથી રાખી શકાતી એ માટે અકથ્ય ખેદ થાય છે. તથાપિ જ્યાં નિરૂપાયતા છે, ત્યાં સહનશીલતા સુખદાયક છે, એમ માન્યતા હોવાથી મૌનતા છે.”૭૬ ૭૪. એજન, પૃ. ૨૩૪. ૭૫. એજન, પૃ. ૨૧૦. ૬. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૧૫. Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ પોતે ગૃહસ્થાશ્રમ શરૂ ન કરવાને વિચાર કર્યો હતો, છતાં કેટલાક સંજોગવશાત તે વિચાર અમલમાં ન આવી શક્યો, એટલું જ નહિ, તે વિચારને મહાખેદ સાથે ગૌણ કરે પડ્યો, તેનું દુઃખ શ્રીમદ્ ઉપરના પત્રમાં વર્ણવ્યું છે. ઇચછા તેઓ ગૌણ કરી શક્યા ન હેત તે પિતાના જીવનના અંતની શક્યતા પણ શ્રીમદે અહી જોઈ છે, કારણ કે સંજોગો એવા હતા કે ગૃહસ્થાશ્રમ માંડ્યા વિના ચાલે નહિ, અને તેમ કરવા આત્મા કબૂલ થાય નહિ. આથી જે દ્વિધા ઊભી થાય તેમાંથી દેહત્યાગને પ્રસંગ આવે તેવી શક્યતા શ્રીમદને લાગી હતી. આ પરથી તેમને સંસારને કંટાળે કેટલી હદ સુધી હશે, તેનો કંઈક ખ્યાલ આપણને આવે છે. અને તેમને આ કંટાળે સમય પસાર થતાં વધતે ગયે હતે. પૂરઝડપે વૈરાગ્ય તરફ જવાની ઇચ્છા સફળ થવાને બદલે સંસારને ઉદય શ્રીમદને વધ્યા કરતો હતો, તેથી થતા ખેદને વ્યક્ત કરતાં વચને તેમણે લખેલા પત્રમાં ક્યારેક ક્યારેક જોવા મળે છે. પણ તે વિશેની કશી વિશેષ માહિતી આપણને મળતી નથી. તેમણે લખેલા પત્રોમાં પોતાના ગૃહસ્થ કે વેપારી જીવનનો ઉલ્લેખ ભાગ્યે જ જોવા મળે છે. શ્રીમદ વર્ષનો મોટે ભાગે મુંબઈમાં રહેતા અને એકાદ વખત વવાણિયા તેમનાં પત્ની પાસે જતા, ત્યાં થોડે વખત રહી ગુજરાતનાં ગામડાંઓમાં નિવૃત્તિ અર્થે રહેતા. એ રીતે જોઈએ તે તેમનું ગૃહસ્થજીવન ઘણું ટૂંકા સમયનું હતું. તેનાથી પણ કંટાળી જઈને તેમના હૃદયમિત્ર ભાગભાઈને વિ. સં. ૧૯૪૮માં શ્રીમદે લખેલું કે – સંસારથી કંટાળ્યાં તે ઘણે કાળ થઈ ગયો છે. તથાપિ સંસારને પ્રસંગ હજુ વિરામ પામતો નથી, એ એક પ્રકારને મેટે કલેશ વતે છે.”૭૭ એ જ વર્ષના શ્રાવણ માસમાં શ્રીમ સૌભાગભાઈને ફરીથી જણાવેલું કે – ચિત્ત બંધનવાળું થઈ શકતું નહીં હોવાથી જે જીવો સંસાર સંબંધે સ્ત્રી આદિ રૂપે પ્રાપ્ત થયા છે, તે જીની ઈચ્છા પણ દુભવવાની થતી નથી, અર્થાત્ તે પણ અનુકંપાથી અને માબા પાદિકનાં ઉપકારાદિ કારણોથી ઉપાધજોગને બળવાન રીતે વેદીએ છીએ, જેની જેની કામના છે, તે તે પ્રારબ્ધના ઉદયમાં જે પ્રકારે પ્રાપ્ત થવી સુજિત છે, તે પ્રકારે થાય ત્યાં સુધી નિવૃત્તિ ગ્રહણ કરતાં પણ છવ ઉદાસીન રહે છે.”૭૮ અહીં શ્રીમદ્દ સ્પષ્ટ કરે છે કે કઈ જાતનાં સુખ મેળવવાની લાલસાથી નહિ પણ પૂર્વક નિવૃત્ત કરવાની ઈચ્છાથી જ પિતે સંસારમાં રહ્યા છે. . શ્રીમદે આ ભાવ વિ. સં. ૧૯૪૮ના આસો માસમાં વિશેષ સ્પષ્ટતાથી વ્યક્ત કર્યો છે. કઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી; ૭૭. એજન, પૃ. ૨૧૦. ૨૮, એજન, પૃ. ૩૫૬. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા શ્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભેગકમ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે તેનું પૂર્વેનું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ. તે સિવાયના જે જે કંઈ પ્રસંગ છે તે તેની અંદર સમાઈ જાય છે. તનને અથે, ધનને અથે; ભેગને અથે, સુખને, સ્વાર્થને અથે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે, એમ નથી.”૭૯ વિ. સં. ૧૯૪૫થી ૧૯૪૮ સુધીના ત્રણ વર્ષના ગાળામાં સંસારને લગતા, તેનાથી કંટાળ્યા હોવાના ઉદ્દગારે શ્રીમદના લખાણમાં કેટલીક વાર જોવા મળે છે. તે પછી તે શ્રીમદ્દ એ વિશે ઉચ્ચાર સરખો પણ કરતા નથી તેમ કહી શકાય. પરાણે સંસારમાં રહેવું પડતું હતું તેને કંટાળે વ્યક્ત કરતાં વચને વિ. સં. ૧૯૪૮ પછીથી ભાગ્યે જ જોવા મળે છે. તેમની આંતરિક સ્થિતિ એટલી ઉચ્ચ થતી ગઈ હતી કે, પ્રારબ્ધ શાંત, સમતાભાવે દવાનું સામર્થ્ય તેમણે મેળવી લીધું હતું. હા, બાહ્ય ઉપાધિ પ્રસંગેથી વર્તતા ખેદની વાત શ્રી ભાગભાઈના પત્રમાં તે પછી પણ કેટલાક સમય જોવા મળે છે, પરંતુ ત્યાંચે તેમણે અંતરંગમાં વર્તતા સમતાભાવની સ્પષ્ટતા તે કરી જ છે. સેભાગભાઈ પણ તે અરસામાં ઘણી મુશ્કેલીમાંથી પસાર થતા હતા, તેથી તેમને આશ્વાસન આપવાના ઈરાદાથી પણ શ્રીમદ્દે કેટલીક વાર પિતાની મુશકેલી વર્ણવી હોય તેમ જણાય છે. કારણ કે એ પરિસ્થિતિમાં પોતાને વર્તતી શાંતિ જ વ્યક્ત કરી છે. આમ જોઈએ તે શ્રીમદને સંયમ દિવસે દિવસે વધતે ગયો હતો, પરિણામે તેમની ઉદાસીનતા એટલી બધી વધી ગઈ હતી કે કેટલીક વખત તેમનાં કુટુંબીજનોને તે લેશનું કારણ, શ્રીમદની અનિચ્છા હવા છતાં, બનતી. શ્રીમદને આંતરિક અનિચ્છા હોવા છતાં લગભગ ૧૦ વર્ષ સુધી વિ. સં. ૧૫૫માં સ્ત્રી, લક્ષમીને ત્યાગ કર્યો ત્યાં સુધી – ગૃહસ્થાવાસ ભોગવવો પડ્યો હતો, તેમાંથી આવી પડેલી જવાબદારી અદા કરવા જતાં તેઓ પોતાની ધારી ઝડપથી નિગ્રંથમાર્ગમાં આગળ વધી શકતા ન હતા તે તેમને ખૂબ દુઃખરૂપ લાગતું હતું. તેને લીધે પોતે કરવા ધારેલું લોકકલ્યાણ પણ તેઓ કરી શક્યા ન હતા, જોકે તે વિશે તેઓ પાછળથી ઉદાસી ગયા હતા. આ બધું હોવા છતાં શ્રીમદ્દે એ સાબિત કરી બતાવ્યું કે આમા ધારે તે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પોતાનું કલ્યાણ કરી શકે છે. આત્મકલ્યાણ માટે સંસાર ત્યાગી શકાય તે ઉત્તમ, પણ નહિતર આત્મકલ્યાણ થાય જ નહિ તેમ એકાંતે નથી. સંસારમાં રહીને પણ આત્માને સાક્ષાત્કાર કરી શકાય છે – માત્ર તે માટે સાચા દિલનો પુરુષાર્થ જોઈએ. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ આત્મકલ્યાણ કઈ રીતે કરી શકાય તે શ્રીમદ્ પોતાના જીવન દ્વારા બતાવ્યું છે. ૭૯. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૪૭. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રીમની જીવનસિદ્ધિ શ્રીમદને સંતાનમાં બે પુત્ર તથા બે પુત્રી થયાં હતાં. પ્રથમ પુત્ર છગનલાલને જન્મ વિ. સં. ૧૯૪૬માં થયો હતો. તેને શ્રીમદ્ ઘણું વખત છગન શાસ્ત્રી કહીને બોલાવતા. બાળવયથી જ છગનભાઈમાં ધાર્મિક સંસ્કાર સારા પ્રમાણમાં હતા. ૧૫મે વર્ષે તેઓ મૅટ્રિકમાં આવ્યા ત્યારે પેઢીના એક કેસ માટે તેઓ તેમના કાકા મનસુખભાઈ સાથે મુંબઈ આવ્યા. ત્યાં તેમને બેત્રણ વર્ષ રહેવાનું બન્યું, એ સમય દરમ્યાન તેમણે ધાર્મિક અભ્યાસ કર્યો. ૧મા વર્ષે તેમણે કાકા સાથે વેપાર શરૂ કર્યો, પણ જીવલેણ ક્ષયને હુમલો થતાં એ જ વર્ષમાં તેમને દેહાંત થયો. છગનભાઈને પોતાના પિતા માટે અત્યંત માન હતું. તેમણે પોતાની નિત્યનોંધમાં, પોતાને જીવવાની શા માટે જિજ્ઞાસા છે તે જણાવતાં લખ્યું હતું. “એક ચીજ ફરીથી ક્યાંય પણ પિતા તરીકે દેખાશે નહિ અને તે–તે ધર્માત્મા પિતા શ્રી રાજચંદ્ર.”૮૦ અન્ય કેઈ કારણે નહિ, પણ પિતાની ધાર્મિક વૃત્તિ પિતામાં ઉતારવાની ઇચ્છાથી જ જીવવા ઈચ્છતા છગનભાઈની ધાર્મિકતા કેવી હોવી જોઈએ તેની તે કલ્પના જ કરવાની છગનભાઈ પછી તેમનાં બહેન જવલબહેનને જન્મ વિ. સં. ૧૯૪૮માં થયો હતો. અને તે પછી બે વર્ષે શ્રીમદનાં બીજા પુત્રી કાશીબહેનનો જન્મ થયે હતો. વિ. સં. ૧૫રમાં શ્રીમદના બીજા પુત્રને જન્મ થયો હતો, તે પુત્ર તે બહુ નાની વયમાં મરણ પામ્યા હતા. શ્રીમદ્દના પરિવારમાં આજે–ઈ. સ. ૧૯૬૫માં–તેમનાં એક પુત્રી જવલબહેન હયાત છે.૧ - શ્રીમદનાં બીજા પુત્રી કાશીબહેનનું પણ ૩ર વર્ષની નાની વયે અવસાન થયેલું. તેમને બે પુત્રે થયે શ્રીમદનાં પત્નીએ પણ શ્રીમદના અવસાન પછી થોડા જ વખતમાં પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. શેષકાળ તેમણે શ્રીમદે કહેલી માળા ફેરવવામાં જ ગાળે હતે. શ્રીમદને તેમના ભાઈ મનસુખભાઈ પર ઘણે વિશ્વાસ હતો. તેથી તેમણે જ્યારે વેપારમાંથી નિવૃત્તિ લીધી ત્યારે પિતાને ભાગે આવતી સઘળી મિલક્ત તેમણે મનસુખભાઈને આપી હતી, અને વ્યવસ્થા પણ તેમને જ સેપી હતી. શ્રીમદના અવસાન પછી તેમનાં સાહિત્ય અને પત્રોનું પ્રકાશન કરવામાં સૌથી મહત્ત્વનો ફાળા મનસુખભાઈને હતે. અંબાલાલભાઈની તથા અન્યની સહાય લઈ, વિ. સં. ૧૯૬૧માં ૮૦. “શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક થ ", પૃ. ૧૧. ૮૧. જવલબહેન વર્ષના અમુક ભાગ મુંબઈમાં તેમના પુત્ર સાથે રહે છે, અને બાકીને ભાગ વિવાણિયા, શ્રીમદ્દની જન્મભૂમિમાં ભક્તિભજન કરવામાં ગાળે છે. પોતાના પતિ ભગવાનલાલભાઈ મોદીએ વવાણિયામાં “શ્રીમદ્ રાજચંદ્ર”નું મંદિર બંધાવેલું છે, તેની વ્યવસ્થા પણ તેઓ સંભાળે છે. જવલબહેનને દેહાંત થયે તા. ૯-૩-૧૯૭૪, મહાવદ અમાસ ૨ ૦૩૪. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા ૫૯ પરમવ્રુત પ્રભાવક મંડળ ” તરફથી તેમણે “ શ્રીમદ્ રાજચંદ્ર ” ગ્રંથની પહેલી આવૃત્તિ દેવનાગરી લિપિમાં બહાર પાડી. તે પછી પણ તેમણે પેાતાનું સંશાધનકાર્ય ચાલુ રાખ્યું, અને વિ. સ'. ૧૯૭૦માં તે ગ્રંથની બીજી આવૃત્તિ તેમણે સ્વતંત્ર રીતે પ્રગટ કરી. વિ. સં. ૧૯૮૦માં ત્રીજી આવૃત્તિ વિશેનું કાય પણ થયું, પણ તે પૂરું થાય તે પહેલાં મનસુખભાઈ ના દેહ પડયો. તે કાય તેમના ભાણેજ હેમચન્દ્ર ટાકરશી મહેતાએ પૂર્ણ કર્યું". આમ જનતાને શ્રીમની ઓળખાણ કરાવવામાં મનસુખભાઈ ના ફાળા સૌથી માટેા છે. તે શ્રીમદ્ ક્રાંતિકારી ,, ,, - શ્રીમદ્ બહુજન સમાજમાં “શ્રીમદ્ રાજચંદ્ર ” કરતાંય “ કૃપાળુદેવ ” તરીકે વિશેષ જાણીતા હતા, કારણ કે તેમની પાસેથી ઘણા જીવા શાંતિ પામતા હતા. પૂ. ગાંધીજી જેવા પણ પેાતાની કસાટીના સમયે જેમની પાસેથી શાંતિ મેળવી શકવા હતા એવા શ્રીમદ્ માટે કોઈ “ ક્રાંતિકારી ” વિશેષણ ચેાજે ત્યારે સહેજે કાઈ પણ વાચકને કુતૂહલ થાય કે “ તમે શ્રીમદ્દને કયા પ્રમાણથી ‘ક્રાંતિકારી” ગણાવી શકે છે ? કારણ કે ક્રાંતિકારી' શબ્દ માટે સમાજે જાણ્યે-અજાણ્યે ‘તીવ્ર જુસ્સા ’ના અને વણી દીધા છે. પણ આ વ્યાપક અને જરા સૂક્ષ્મતાથી વિચારીએ—ક્રાંતિ એટલે ચાલી આવતી રૂઢિમાં ફેરફાર કરવા એ અ લઈ એ—તા શ્રીમદ્દ વિશે યાજેલા ઉપરના વિશેષણની યથાતા સમજાશે. શ્રીમદ્ દરેકેદરેક ક્ષેત્રમાં ક્રાંતિકારી ન હતા, કોઈ પણ માનવ ન હેાઈ શકે, એ સ્વાભાવિક છે. તેથી તેમનું એ ક્રાંતિકારીપણું સાહિત્યના અને ધર્માંના કયા ક્ષેત્રમાં નજરે ચડે છે તે વિશે થાડુ વિચારીએ. ,, શ્રીમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને થયેલા તેમના પરિચય, શ્રીમની મુદ્રા, તેમનુ' લખાણ વગેરે ઊડતી નજરે તપાસતાં તેમનું “ ક્રાંતિકારીપણું ” સહેલાઈથી નજરે ચડતું નથી, પણ જરા ઊંડાણથી વિચારતાં તરત જ સમજાય છે કે તેઓ એક મહાન ક્રાંતિકારી હતા અને તેનાં બીજ ઠેકઠેકાણે વવાયેલાં છે. અલખત્ત, ક્રાંતિને ઉતારવાની તેમની પદ્ધતિ જ એવી હતી કે “ પાતામાં એમનાં વચના દ્વારા કોઈ મહાન પરિવર્તન થઈ રહ્યું છે” તેના ખ્યાલ, પરિવર્તન થઈ જાય ત્યાં સુધી ન આવે; અર્થાત્ તેમની ક્રાંતિ જગાવવાની રીતમાં જ તથા તેના વિષયની પસંદૃીમાં જ સમૂળી ક્રાંતિ સમાયેલી હતી. આમ રૂઢિમાં સૌમ્યતાથી અગ્નિ'ત્ય ફેરફાર કરવાની તેમની ધગશ એ જશું તેમના ક્રાંતિકારીપણાના સબળ પુરાવા નથી ? સમાજક્ષેત્રે શ્રીમદ્ભુ ક્રાંતિકારીપણું શ્રીમદ્દના સ્વભાવ શાંત અને મનનશીલ હતા, તેમનું ચિંતન પણ આત્મલક્ષી હતું. તેથી માહ્યલક્ષી સાહિત્ય જેમ કે વાર્તા, નવલકથા, નાટક, પ્રવાસવર્ણન વગેરે તરફ તેમની વૃત્તિ સ્વાભાવિક રીતે જ વળેલી ન હતી. તેમ છતાં તેમણે તેવું થાડુ ઘણું લખાણ પેાતાની વીસ વર્ષની વય પહેલાં લખ્યું હતું. Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી જીવનસિદ્ધિ શ્રીમદ્દના જમાના સુધારક યુગના હતા. એ સમયે સામાજિક ક્રાંતિ થઈ રહી હતી. ન ૪ જુસ્સાથી, દલપતરામ શાંતિથી અને નવલરામ મધ્યસ્થતાથી ‘ સુધારાના એ પાકાર ’માં સાથે પુરાવતા હતા. ‘સુધારાના એ પેાકાર'ની અસર શ્રીમદને પણ નાની વયમાં થયેલી જણાય છે. પેાતાની વીસ વર્ષની વય પહેલાં તેમણે જે કઈ ધમે તર કૃતિની રચના કરી છે તેમાં તેમણે સુધારાની હિમાયત કરી છે. તેમણે રચેલ “નીતિાધક ”ની ગરમીએ તથા અન્ય કાવ્યા, જેવાં કે “ સ્વદેશીઓને વિનતિ”, “આય. પ્રજાની પડતી' વગેરેમાં તેમણે વહેમા દૂર કરવાની, સ્ત્રીશિક્ષણની, પ્રવર્તતા દોષા દૂર કરવાની વગેરે વિશેની ભલામણુ કરી છે. જુએ :~~~~ “ ધર્માલય કરવાને ખેંચે, બંધાવે વિશાળ નિશાળ; બાળ અને બાળાએ ભણશે, શીખી લેશે સારા ચાલ. “ વિદ્યારત્ન ગુણી બહુ, માટે ભણાવા બાળ, વિદ્યાએ સુખ જાણો, વિદ્યા ગુણ વિશાળ, ’’ - સફ્ળાધશતક લગ્ન, જમણું, દાડા આદિમાં ધનના વ્યય કરવાને બદલે હૉસ્પિટલ બધાવવામાં, નિશાળા ચાલુ કરવામાં આદિ પરોપકારનાં કાર્યમાં ધનના ઉપયાગ કરવાની હિમાયત શ્રીદું એ સમયે કરી હતી, એ તેમનુ સુધારકપડું સૂચવે છે; પશુ નઃ જેવા જુસ્સા તા તેઓ, નીચે આપી છે તેવી પક્તિઓમાં, કથારેક જ બતાવે છે : સળગાવી દો આ અધિક નહિ તે ખરા શ્રીમ`ત કાણુ ? સમય, વળી વેમની વાડ, નિરખશા, ધાળે દહાડે ધાડ, છ ધાળે દહાડે ધાડ - "" શ્રીમદ્દે કરેલી સુધારાની આ હિમાયત એવી સબળ નથી કે આપણે તેમને મહાન ક્રાંતિકારી ગણાવી શકીએ. વળી, તેમની એ પ્રવૃત્તિ, એ લખાણ તેમની વીસ વર્ષની વય પછીથી બંધ થઈ ગયાં હતાં. તેથી ક્રાંતિનું ખીજ તેમનામાં સમાજક્ષેત્રે ખીલેલુ` હતુ` તેમ આપણે કહી શકીએ નહિ. અલબત્ત, થતી ક્રાંતિમાં તેમણે સાથ પુરાવવાના પ્રયત્ન કર્યા હતા, અને તેમનામાં એ તત્ત્વ ખીલવા પણુ પામત– ો તેમનુ ધ્યેય સમાજલક્ષી બન્યું હોત તો ! તેમનુ ધ્યેય સમાજલક્ષીને બદલે મૂળથી જ આત્મલક્ષી હતુ, પરિણામે તેમણે આ પ્રકારનાં સાહિત્યનાં સર્જન, વાંચન કે મનનને તિલાંજલિ આપી દીધી હતી. અધ્યાત્મક્ષેત્રે શ્રીમદૂતું ક્રાંતિકારીપણું શ્રીમનુ' ધ્યેય આત્મલક્ષી હોવાથી તેમણે તે પ્રકારનું સાહિત્ય વિશેષ વાંચ્યુ હતું. બાળપણમાં તેમને વૈષ્ણવ સંપ્રદાયના સંસ્કારા મળ્યા હતા. પરંતુ તેમની દૃષ્ટિ વિશાળ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા ૩૧ હાવાને લીધે જૈનના સર્વ સ ́પ્રદાયના ગ્રંથા પણ જેમ જેમ તેમને ઉપલબ્ધ થતા ગયા તેમ તેમ, તેઓ વાંચતા ગયા. તમારૂપે રચાયેલા આ બધા ગ્રંથા તે કાળે મુદ્રિતરૂપમાં નહીં પણ હસ્તલિખિત પ્રતના રૂપમાં ઉપલબ્ધ થતા હતા અને એ બધા તેમણે દેરાસર અને જૈન ભડારામાંથી મેળવીને વાંચ્યા હતા. તેમની જ્ઞાનપિપાસા એટલી તીવ્ર હતી કે તેમના જમાનાનું અલ્પ મુદ્રણ પણ તેમને આડુ નહાતું આવ્યું. પેાતાની સ્વતંત્ર ચિંતન તથા મનનશક્તિને લીધે તેમણે આ બધા ગ્રંથાના રિશીલન દ્વારા મેળવેલુ જ્ઞાન પચાવ્યુ` હતું અને તે પછી તેમણે કેટલાક એવા વિચારા વ્યક્ત કર્યા હતા કે જે આધ્યાત્મિક ક્ષેત્રમાં તેમનુ` ક્રાંતિકારીપણુ સૂચવે છે. તેમના સમયમાં મતાંતરા, ફ્રાંટા, પક્ષા વધતા જંતા હતા. જૈનદર્શનમાં પણ શ્વેતાંબર, દિગ’ભર, સ્થાનકવાસી, તપા, લાંકા આદિ ફાંટાના અનુયાયીએ પેાતાની શ્રેષ્ઠતા અને બીજાની કનિષ્ઠતા બતાવવામાં જ રાકાયેલા રહેતા હતા. પરિણામે તેઓ પેાતાનુ* આત્મકલ્યાણ કરવાનું જ ચૂકી જતા હતા. આવા સમયમાં સને મતાંતરથી દૂર રહીને; માત્ર આત્મકલ્યાણ કરવા પર જ લક્ષ આપવાના સૌમ્યતાથી છતાં દૃઢતાથી ઉપદેશ આપવા એ ક્રાંતિકારી પગલું જ ગણાય અને એ કાયં શ્રીમદ્દે કર્યુ” હતું. જુએ તેમનાં વચના — 66 ફાઈ પણ ધર્મ સંબ‘ધી મતભેદ રાખવા છેાડી દઈ એકાગ્રભાવથી સાગે જે મા સશાધન કરવાના છે, તે એ જ છે. મતભેદ રાખી કાઈ મેાક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળ્યા, તે અતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત માક્ષને પામ્યા છે, પામે છે અને પામશે, ”૮૨ “ કઢાગ્રહમાં કઈ જ હિત નથી. શૂરાતન કરી આગ્રહ કદાચહથી દૂર રહેવુ પણ વિરોધ કરવા નહિ. ”૮૩ આમ શ્રીમદ્ અનેક જગ્યાએ મતાંતરથી દૂર રહેવાના, ભેદષ્ટિ છેડી આત્માના કલ્યાણુ પર જ લક્ષ આપવાના ઉપદેશ આપ્યા છે, જે સત્ય હૈાવા છતાં સમકાલીન સ્થિતિથી વેગળા હતા અને તેને લીધે શ્રીમદ્દને કેટલું વેઠવું પડયું હતું તે સુવિદિત છે. આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં મુનિઓ મેક્ષ મેળવવા માટે જ્ઞાન અગર ક્રિયા એ બેમાંથી કોઈ એક અંગ પર વિશેષ ભાર મૂકતા હતા. સૂત્રો વાંચવાં, તે મુખપાઠે કરવાં કે શાસ્ત્રાર્થ કરવા; અથવા ઉપવાસ, એકટાણાં, આયમિલ આદિ વ્રત કરવાં કે ઉપાશ્રયે અથવા દેરાસરમાં જઈ પૂજા, પ્રતિક્રમણ, સામાયિક આદિ તેના ભાવ સમજ્યા વિના કરવાં તેમાં જ તેમના મેાક્ષમાગ સમાઈ જતા હતા. પરિણામે લેાકેા માં તા શુષ્કજ્ઞાની અને કાં તે ક્રિયાજડ થઈ ગયા હતા. પ્રત્યેક વસ્તુનું ફળ ભાવથી જ છે એ સમજ જ લેાકાને ન હતી; તેઓ બાહ્યને સસ્વ માનતા થઈ ગયા હતા. આથી ધર્મ તેમના અંતર`ગમાં ૮૨. “ શ્રીમાઁ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પત્રાંક ૫૪, પૃ. ૧૮૨. 66 ૮૩. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, “ ઉપદેશછાયા ” પૃ. ૭૧૧. આ પ્રકારનાં અન્ય વતા ઠેકઠેકાણે મળે છે : જુએ “ આત્મસિદ્ધિ '', ગાથા ૧૧૦; “ ઉપદેશછાયા ’' પૃ. ૭૩૦ વગેરે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ६२ શ્રીમદની જનસિદ્ધિ પરિણમી શક્યો ન હતો. તે વખતે સાચું સમજનાર પુરુષ આંગળીને વેઢે ગણાય તેટલા પણ માંડ હતા. લોકોની આવી સ્થિતિ જોઈ, તેમને સાચું સમજાવવાનો પ્રયત્ન શ્રીમદે કર્યો. તેમણે એકાંતે જ્ઞાન અને ક્રિયાને નિષેધ કરી ભક્તિનું માહાભ્ય સ્થાપન કર્યું, અને જે કંઈ ફળ છે તે ભાવથી જ છે એમ પ્રતિપાદન કર્યું. ભાવ વિનાની – આત્માર્થ વિનાની – કઈ પણ ક્રિયાનું ફળ આત્માથે નથી, તે તેમણે પત્રે પત્ર, કાવ્ય કાવ્ય સ્પષ્ટ કર્યું છે. જુઓ - “નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નેય નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવાં સોય. નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહિ, બંને સાથે રહેલ.”૮૪ આ જ કારણથી તેમણે ભક્તિમાર્ગની શ્રેષ્ઠતા બતાવી હતી. ભક્તિમાં સર્વસમપર્ણભાવ હેવાથી જીવનાં અહં મમત્વ આદિ ઘટી જાય છે અને તત્વનું અંતરંગ પરિણમન થાય છે. ભક્તિને મહિમા બતાવતાં નીચેનાં વચને તેમની આંતરિક સૂઝ વ્યક્ત કરે છે – ઘણું ઘણા પ્રકારથી મનન કરતાં અમારે દઢ નિશ્ચય છે કે ભકિત એ સર્વોપરી માર્ગ છે, અને તે પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મક્ષ કરી દે તેવો પદાર્થ છે.”૮૫ ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વછંદ ટળે અને સીધા માર્ગે ચાલ્યા જવાય, અન્ય વિકલ્પ મટે. આ એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે.”૮૬ આમ એકાંતે જ્ઞાન અને ક્રિયાને નિષેધ કરી ભક્તિનું માહાસ્ય સ્થાપવું તે શ્રીમદનું ક્રાંતિકારી પગલું જ ગણાય. શ્રીમદ્ સદગુરુ અને જ્ઞાનીને જે મહિમા ગાયો છે તે તેમના જમાનાને જોતાં આધ્યાત્મિક ક્ષેત્રે ક્રાંતિકારી પગલું જ ગણાય. તેમણે બતાવેલ મહિમા એ જમાનામાં, કે શું આ જમાનામાં, ભાગ્યે જ કોઈ સમજે છે. તે મહિમા માટે નીચેનાં વચને જુઓ :– બીજુ કંઈ શેધ મા. માત્ર એક પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જે મોક્ષ ન મળે તે મારી પાસેથી લેજે!”૮૭ પુરુષમાં કેવી અનન્ય શ્રદ્ધા ! ૮૪. “આત્મસિદ્ધિશાસ્ત્ર”, ગાથા ૧૩૧, ૧૩૨. ૮૫. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, ૧, પત્રાંક ૨૦૧, પૃ. ૨૬૪. ૮૬. એજન, પૃ. ૮૭૭. ૮૭. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧. પૃ. ૧૯૮. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા એક સપુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ.”૮૮ આમ અનેક સ્થળે તેમણે સદગુરુનું માહાભ્ય બતાવ્યું છે. આવા સદગુરુની પ્રીતિ મેળવવા શું કરવું જોઈએ તે તેમણે “આત્મસિદ્ધિશાસ્ત્ર”, “પ્રભુ પ્રત્યે દીનવ” આદિ કાવ્યો તથા “છ પદને પત્ર” આદિ પત્રોમાં પ્રત્યક્ષ કરાવ્યું છે. વળી, વિવિધ સ્થળે તેમણે સદ્દગુરુનાં તથા મુમુક્ષુનાં યથાર્થ લક્ષણેને પરિચય પણ આપ્યો છે.૯ આ ઉત્તમ લક્ષણેના ધારક સદ્દગુરુ અને મુમુક્ષુ સિવાયની અન્ય વ્યક્તિઓને તેમણે અસદ્દગુરુ અને મિથ્યાત્વી તરીકે બેધડક રીતે ઓળખાવી છે જે તેમનું વિશિષ્ટ ક્રાંતિકારી પગલું છે. સમકાલીન સમાજના મોટા ભાગના સાધુઓ અને શ્રાવકો, આ આંતરિક દૃષ્ટિએ જોતાં, અસદગુરુ અને અમુમુક્ષુ કરે તેમ હતાં, તે પ્રસંગે જરા પણ ડર રાખ્યા વિના સત્ય પ્રકાશ કરે તે ક્રાંતિ નહિ તે બીજું શું ? “કહેવાતા આધુનિક મુનિઓને સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. ”૯૦ શ્રીમદ્દે ક્યારેક સમકાલીન મુનિઓનું ચિત્ર ઉપર જણાવેલ જેવાં વચનમાં આપેલ છે એ સ્પષ્ટ થાય છે. આ અને અન્ય વિચારે જેમ કે મતાંતરમાં રચ્યાપચ્યા રહે તે મતાથી, આત્મજ્ઞાન વિનાના ગુરુ તે સદગુરુ નહિ, આત્મા પામ્યા હોય તે જ જ્ઞાની. આત્માર્થે થાય તે જ ક્રિયા સફળ; જ્ઞાનીની આજ્ઞાના પાલનનું ફળ અમૂલ્ય છે; સદ્દગુરુમાં સર્વ સમર્પણભાવ કરવો-વગેરે અભિપ્રાય તેમના જમાનાના લોકો માટે સાવ નવા જ હતા. અને એ વિચારે લોકોને સત્ય હોવા છતાં ક્રાંતિકારી લાગ્યા હતા. અને પરિણામે શ્રીમદ સત્ય ધર્મ સમજાવનાર નહિ પણ ધર્મ-ઉછેદક લાગ્યા હતા, જેના અનુસંધાનમાં તેમના પર જાતજાતના આક્ષેપ પણ થયા હતા, જેમકે “શ્રીમદ્દ પિતાને તીર્થકર કરતાં પણ મોટા કહેવડાવે છે”, “શ્રીમને મન તેમના સિવાય જગતમાં કઈ સદગુરુ જ નથી”, “શ્રીમદને નવો ધર્મ સ્થાપવો છે.” વગેરે. આથી એ જમાનામાં તેમનું સાહિત્ય વાંચવું એ પણ એક પ્રકારનો ગુને ગણુતે હતે. અને તેમનામાં શ્રદ્ધા રાખનારને અસ્પૃશ્ય જેવી સ્થિતિ પણ ભેગવવી પડી હતી, કારણ કે, જેમ અન્ય ક્ષેત્રમાં તેમ, ધાર્મિક ક્ષેત્રમાં પણ રૂઢિ પર પ્રહાર થાય એટલે લોકો તરફથી વિરોધ તો થવાને જ. આમ શ્રીમદની હયાતીમાં જ તેમના પ્રતિનો વિરોધ ચાલુ થયે હતો, અને એક સમયે એ વિરોધે ઉગ્ર સ્વરૂપ પણ પકડ્યું હતું. તેના છાંટા સોભાગભાઈ અંબાલાલભાઈ, લલ્લજી મહારાજ આદિ શ્રીમદ્દની અંતેવાસી વ્યક્તિઓ પર પણ ઊયા હતા. પણ સોનું કટી પછી જ વિશેષ ચમકે છે, તેમ અહીં પણ બન્યું. ૮૮. એજન, પૃ. ૧૯૫. ૮૯. જુઓ “આત્મસિદ્ધિ” ગાથા ૧૦, ૧૩૮, “અપૂર્વ અવસર” વગેરે. ૯૦. “શ્રીમદ્ રાજચંદ્ર” અગાસ આવૃત્તિ ૧, પત્રાંક ૧૭૦, પૃ. ૨૫૦. Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની જીનસિદ્ધિ પિતા પ્રતિ થતા વિરોધ પ્રત્યે શ્રીમદ સાવ નિરપૃહ હતા. તે તેમણે શ્રી અંબાલાલભાઈ જૂઠાભાઈ આદિ પર લખેલા પત્રો જોતાં સ્પષ્ટ થાય છે. તેમને તે જે સત્ય હતું તે લોકોને કરુણાબુદ્ધિથી જણાવવું હતું, પછી લોકો સમજે કે ન સમજે તે તેમના ભાગ્યની વાત હતી. સમયે સમયનું કાર્ય કર્યું. તત્કાલીન વિધ, સમય જતાં “બુદ્ધિની કટીએ” ચડ્યો અને સત્યના વિજયની શરૂઆત થઈ. આમ શ્રીમદ્ આધ્યાત્મિક ક્ષેત્રે કેટલાક એવા વિચારે પ્રગટ કર્યા હતા કે જે આત્મકલ્યાણ માટે અનિવાર્ય હોવા છતાં તેમના જમાના માટે ક્રાંતિકારી હતા. તે વિચારે નિર્ભયતાથી છતાં નમ્રતાથી વ્યક્ત કરનાર શ્રીમને કાંતિકારી ન કહીએ તો શું કહીએ? શ્રીમદ્ વેપારી તરીકે શ્રીમદમાં બાળવયમાં જ અનેક શક્તિઓ ખીલી હતી, અને એને લીધે તેમની ખ્યાતિ પણ ઘણે થઈ હતી. બીજી બાજુ તેમની આર્થિક સ્થિતિ પણ સારી ન હતી, તેથી આર્થિક ઉદ્દેશથી તેઓ વિ. સં. ૧૯૪રના ભાદરવા માસ આસપાસ મુંબઈ ગયા હતા. મુંબઈમાં શતાવધાનના પ્રયોગ કરી એમણે ઘણું ખ્યાતિ પ્રાપ્ત કરી. એ પ્રયોગ કરતી વખતે સભામાં અનેક અગ્રગણ્ય વિદ્વાન અને પંડિત હાજર હતા. તેમાં જ્યોતિષીઓ પણ હતા, જેમના દ્વારા શ્રીમદને જ્યોતિષનું ઊંડું જ્ઞાન મેળવવાની ઈચ્છાને પૂર્ણ કરવાને અવસર પ્રાપ્ત થયો હતો. - મુંબઈમાં શતાવધાનના પ્રયોગો જોઈ શ્રી માણેકલાલ ઘેલાભાઈ ઝવેરી શ્રીમદ્ભા સમાગમમાં આવ્યા. તેમના પિતાશ્રી ઘેલાભાઈ ઝવેરાતની પરીક્ષામાં નિષ્ણાત હતા. પિતા પાસેથી તે વિદ્યા શીખીને માણેકલાલભાઈ મુંબઈમાં ઝવેરાતના વેપારમાં જોડાયા હતા. તેમણે ઝવેરાતની પરીક્ષા કરવાનું કામ શ્રીમદને શીખવ્યું. શ્રીમદ્દ એ ધંધાની શરૂઆત કરવાને વિચાર કરતા હતા. તેવામાં વિ. સં. ૧૯૪૪ના પોષ માસમાં ગૃહસ્થાશ્રમી થવા વવાણિયા જવાની ફરજ પડી અને વિ. સ. ૧૯૪૪ના મહા સુદ ૧૨ના દિવસે તેઓ ગૃહસ્થાશ્રમી થયા તે અનુસાર શ્રી રેવાશંકર જગજીવન તેમના કાકાસસરા થયા હતા. ત્યારથી તેઓ શ્રીમદના નિકટ પરિચયમાં આવ્યા. એકાદ વર્ષ પછી વ્યાપારમાં ઉત્કૃષ્ટ લાભ છે એવું જ્યોતિષથી જાણું, શ્રીમદ્દે તેમને મુંબઈ જવા પ્રેર્યા, સાથે ઝવેરાતના ધંધાની પેઢીની વાત પણ કરી. તે મુજબ શ્રી રેવાશંકરભાઈ વકીલાત છેડી વિ. સં. ૧૯૪૫ના અષાડમાં મુંબઈ ગયા. શ્રીમદ્દ પણ એ જ અરસામાં એટલે કે એ વર્ષના ભાદરવા માસમાં ફરીથી મુંબઈ ગયા, અને સાંતાક્રુઝમાં શેઠ ત્રિભવન ભાણજીના બંગલામાં પ્રથમના છ માસ રહ્યા. પછીથી તે તેઓ રેવાશંકર જગજીવનની પેઢી જ્યાં હોય ત્યાં સાથે કે તેની નજીકમાં રહેતા. વિ. સં. ૧૯૪૫ના ભાદરવા આસપાસ શ્રી રેવાશંકર જગજીવનની પેઢી શરૂ થઈ, તેમાં શ્રી માણેકલાલભાઈ ઝવેરી પ્રેરણારૂપ હતા. શ્રી રેવાશંકર જગજીવનની પેઢીમાં શ્રીમદ્દ, Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા રેવાશંકરભાઈ અને માણેકલાલભાઈ ભાગીદારીમાં જોડાયા હતા. એક બે વર્ષમાં તે આ પેઢીને વેપાર વિલાયત, રંગુન, અરબસ્તાન વગેરેની મોટી મોટી પેઢી સાથે શરૂ થઈ ગયા હતા. વિ. સં. ૧૯૪૮-૪માં શ્રી માણેકલાલભાઈ દ્વારા સૂરતવાળા રા. બ. નગીનચંદ ઝવેરચંદને શ્રીમદને પરિચય થયો. પરસ્પરની અનુમતિપૂર્વક શ્રીમદ્, રેવાશંકરભાઈ, માણેકલાલભાઈ અને નગીનચંદભાઈએ મોતીનો વેપાર ભાગીદારીમાં શરૂ કર્યો. પછીથી તેમાં કેટલાક બીજા વેપારીઓ પણ જોડાયા. સર્વ ભાગીદારે એ કંઈ ને કંઈ કામ જવાબદારીપૂર્વક સ્વીકારી લીધું હતું, તેમાં નાણાવિષયક અને વિલાયતના વ્યવસાયનું કામકાજ મુખ્યત્વે શ્રીમદ્દ હસ્તક હતું. આ બધાએ પોતપોતાનું કાર્ય એટલી સફળતાપૂર્વક કર્યું હતું કે હિંદની અગ્રેસર ગણતી પેઢીઓમાં આ પેઢીની ગણના થવા લાગી હતી. પેઢીએ નફે પણ ઘણુ સારા પ્રમાણમાં કર્યો હતે. શ્રીમદ્દ વેપારી કામકાજમાં ઘણ કુશળ હતા. માલ બરાબર કસીને લેતા, છતાં પ્રામાણિક પણ એવા જ હતા; કેઈને પણ ખોટા નુકસાનમાં ઊતરવા દેતા નહિ. નફા વિશેને તેમને ખ્યાલ પણ ચોક્કસ હતો. એક વખત તેમને કોઈએ પ્રશ્ન કર્યો કે, “ધંધાની અંદર કેટલાક વેપારીઓ માલ વેચવાની બુદ્ધિએ આપની પાસે આવે છે, વેચનાર માલધારી આપને કહે કે આ માલ લઈ લો. અને જે ચગ્ય કિંમત હોય તે આપ. તે આપ કેવી રીતે માલ રાખે?” તેમણે ઉત્તર આપ્યો કે, “માલની કિંમત આંકેલી કે બાંધેલી નથી, તે તે માલ નજરે જઈને ગ્ય કિંમત લાગે તેમાં આશરે બે ટકા છૂટે એવું જાણુને તે માલ લઈએ. પછી બજાર તેજી-મંદી થાય તે તે કર્મની વાત – પણ બે ટકા છૂટે એમ ધારીને કિંમત કરીને લઈ એ તે દોષ નહિ; વાજબી કિંમત કરી કહેવાય.”૯૧ મુંબઈમાં સૌથી વિશ્વાસપાત્ર ગણાતે એક આરબ પોતાના ભાઈ સાથે રહીને ખેતીની આડતને ધંધો કરતે હતે. નાના ભાઈને એક દિવસ પોતાના મોટા ભાઈની જેમ ધંધે કરવાની ઈચ્છા થઈ આવી. તેથી જે સારો માલ પરદેશથી આવેલે તે વેચવા કેાઈ સારા પ્રમાણિક શેઠનો મેળાપ કરાવવા તેણે દલાલને કહ્યું. દલાલે શ્રીમદને ભેટે કરાવ્યો. શ્રીમદે માલ બરાબર તપાસી ખરીદ કર્યો અને નાણું ચૂકવી આપ્યાં. ઘેર આવીને આરબે તેના મેટાભાઈને વાત કહી. મેટાભાઈએ જેનો માલ હતું તેનો કાગળ બતાવી કહ્યું કે આ માલ માટે તો અમુક ભાવથી નીચે માલ વેચવો નહિ એવી શરત કરી છે, અને તે આ શું કર્યું? તેથી તે ગભરાયે અને શ્રીમદ પાસે કરગરીને પોતે કેવી મુશ્કેલીમાં મુકાય છે તે તેમને જણાવ્યું. વાત જાણે શ્રીમદ્ લીધેલો માલ પાછો સોંપી દીધું અને નાણાં ગણી લીધાં. જાણે કેઈ સેદા કર્યો જ નથી એમ ગણી અઢળક ન થવાનો હતો, તે સ્વાભાવિકતાથી જ કર્યો. આરબ તે તેમને ત્યારથી ખુદ જ માનતે થઈ ગયે હતો.૯૨ ૯૧. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા", પૃ. ૧૬૮., ૯૨. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા”, આવૃત્તિ ૪, પૃ. ૧૦૬, Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ વિ. સં. ૧૫૧ની આખરમાં શ્રીમના ભાઈ મનસુખભાઈ એ પેઢીમાં જોડાયા. તેમને તેઓએ એ કાર્યમાં તૈયાર કર્યા. અને ત્યાર પછી થોડા વખતમાં શ્રીમદે વેપારમાંથી નિવૃત્તિ લેવાની ઈચ્છા દર્શાવી. પરંતુ તેમની વેપારની કુશળતા, ચોકસાઈ, પ્રામાણિકતા વગેરે ગુણેને લીધે તેમના ભાગીદારોએ નાની વયમાં વેપારમાંથી નિવૃત્તિ લેવા ના જણવી, ભાગીદારના આગ્રહને માન આપી તેમણે પેઢીના સલાહકાર તરીકે કામ કરવાનું કેટલેક વખત ચાલુ રાખ્યું. ઝવેરાત ઉપરાંત કાપડ, ચોખા વગેરેનો વેપાર પણ ચાલતું હતું. વિ. સં. ૧૫૫ પછીથી તેમણે વેપારમાંથી સર્વથા નિવૃત્તિ સ્વીકારી હતી. ધંધાની બાબતમાં તેમની કુશળતા કેવી હતી તથા ચોકસાઈ કેવી હતી તે વિશે તેમના મળતા કેટલાક પત્રો સારો પ્રકાશ પાડે છે. પેરીસમાં માર એ. જમેન નામની ફેંચ પેઢી હતી. તેના ઉપર લગભગ ૪૧૦૦૦ રૂ.ની કિંમતનું મોતીનું પારસલ મેકલેલું. તે પારસલ ન વેચાતાં પાછું આવ્યું. આવો પાછાં આવતાં પારસલોની હકસાઈ Return Comission નહિ લેવાને મે. જમેરને શ્રીમદની પેઢી સાથે કરાર કર્યો હતો. છતાં તે પેઢીએ હકસાઈ ચડાવીને પારસલ પાછું મોકલેલું. તેથી તે કરારની બાબતમાં પોતાની પેઢીને માહિતી આપતો એક પત્ર શ્રીમદે વવાણિયાથી વિ. સં. ૧૯૫રના શ્રાવણ વદમાં લખ્યો હતો. તેમાં તેમણે લખ્યું હતું કે – “જર્મોનનું પાર્સલ પાછું આવવા સંબંધી લખ્યું તે જાણ્યું છે. સંભાળથી તરત અવેજ ભરી દેજે. જર્મને ૨૯૨૮ પૌડની હૂંડી લખી છે. તે પરથી એમ જણાય છે કે, તેણે રીટર્ન કમિશન ટકા ૧ લેખે ચડાવ્યું છે, તે કમિશન ન લેવા માટે આપણને તેણે લખી આપ્યું છે, જે કાગળ ફાઈલમાં છે. ૨૮ પૌડ ઓછા ભરી શકાય કે કેમ તે બનાજી વગેરેને પૂછી તજવીજ કરશે...આપણે આ વખતે આડત આપવાને કરાર નથી...તમે તથા નગીનભાઈ પૂરી તજવીજ કરશે. ઉતાવળમાં ૨૮ પોંડ ભરાયા પછી તેની પંચાત પડે. ૯૩ કરાર વગેરેની વિગતે યાદ રાખી ભૂલ ન થઈ જાય તેની બાબતમાં તેઓ કેટલી સાવચેતી રાખતા ! આવી જાતની સાવચેતી માલની ખરીદી વખતે પણ જોવા મળે છે. માલ કે લેવો, કયા ભાવ સુધી લેવો વગેરે વિશેના તેમના વિચારે આપણને તેમણે ખંભાતથી વિ. સં. ૧૯૫૧ના આ માસમાં પિતાની પેઢીને લખેલા એક પત્રમાં જોવા મળે છે. તેમાં લખ્યું છે કે – સીરી ભૂકા વગેરેની ખરીદ લખી તે જાણી છે. તે સીરી ભૂકા અરબસ્થાનના ક્યા આરબના અથવા કયા પ્રગણાના, કેવો માલ છે, એ વગેરે લખવામાં તમારી તરફથી બરાબર આવ્યું નથી. એટલે એ વિશે વધારે અભિપ્રાય આપવાનું બની ૯૩. “શ્રીમદ્ રાજચંદ્ર", આવૃત્તિ ૫, ભાગ ૨, પૃ. ૧૭૦. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧, જીગનરેખા શકવું કઠણ છે. પણ એટલું અનુમાનથી આવી શકે છે કે, ગયા વર્ષમાં ૧૫–૧૬૧૭–૧૮-૧૯ એ આદિ ભાવના સુધારાના ભાવ કંઈ વાંચવામાં આવ્યા નહિ. અને વિલાયતવાળાને તરફથી વધારે ભાવ મળવામાં પૂરી મહેનત પડશે, અથવા વખતે ભૂકામાં કંઈ ઠીક પરિણામ આવશે. પણ સીરીને માટે અમને તે અદેશે રહે છે. વળી હુંડી પણ કંઈ વધી છે. સીરી ગયા વર્ષ કરતાં સારી હોય તો પણ દશ-પંદર ટકા ફેર સારી સુધી તે મૂળગા થવાની આશા જેવું રહે છે. કેટલીક વાર આગળ ઉપરનું પરિણામ વિચાર્યા વગર ઘણું કરી ખરીદ થયા કરે છે, અને કેાઈ માલમાં વિલાયતથી ઠીક આવે છે, તેને બદલે કાઈ માલમાં ભાવ વધવા જેવું કરી મુકવામાં આવે છે, અને એમ ને એમ ઊંચા જ રહ્યાનું થાય છે. તેથી ભય રહે છે કે તે રીતે તે વખતે ગયા વર્ષની પેઠ આ વર્ષે પણ વેઠનો વેપાર થઈ પડે. અહીં બેઠા કંઈ લખવું યંગ્ય નથી. તેમ હવે તરતમાં આવવા વિચાર છે, એટલે વધારે લખવું કારણભૂત નથી. પણ સહેજે ખેદ થયો કે આપણા લોકે કેટલાક લાભના વેપાર પોતે હાથે કરીને ધૂળધાણી મેળવે છે, જેના લક્ષ તેમને ન આવી શકે ત્યાં શું કરી શકાય? કંઈ પણ વિચારથી, ધીરજથી અને કળથી કામ લેવાનું હોય તે સામાન્ય રીતે લાભને વેપાર થયા કરે, પણ તેવાં એક વૃત્તિરૂપ પરિણામ નહિ, ૨પને દોરનારને તે હેતુ નહિ, તેને પડખે રહેનાર ઊંચા અથવા પરવશ, ત્યાં તે સૌને તેનું સાંભળવાનું કહીએ તે માને નહિ. જ્યારે પછી તેવા પ્રસંગમાં વિચારી વર્તવાનું ચિત્ત રાખવું પડે. સૌને એ વાત રુચવી મુકેલ. આ કંઈ વેપાર કરવાની વાત નથી, પણ કામ કરી વેપાર સારા આકારમાં આવી શકે તેવી વાત છે... એકબીજાના મનને દુઃખ લગાડવા માટે અથવા ચાલતા કામમાં વચ્ચે ડબાણ કરવાના હેતુથી આ પત્ર લખ્યું નથી, પણ હવે પછી આપણે સૌ વેપાર કરીએ છીએ તેમાં એકબીજાએ ઉપગ રાખ્યો હોય તો આ રસ્તો અંતે લાભકારક છે, બહુ ઊંચા રહેવાનું કે બહુ ઊંચા અભિપ્રાયથી ખરીદી કર્યા કરવાનું પરિણામ ઘણું કરી વિષમ આવે છે, જવલ્લે જ સરખું આવે છે, અને સ્વાભાવિક બજારને અનુસરી કામ લેવામાં આવે એટલે વિચારથી, ધીરજથી, કળથી કામ લેવામાં આવે તો તે કામ હમેશ સારા પાયાથી ચાલી શકે છે. ધીરજ રાખવા જતાં માલ મળે જ નહિ એવી કલ્પના આપણું લોકોને સાધારણ રીતે રહે છે, તે એક રીતે ઠીક છે, પણ તેથી એવી ધીરજ ત્યાગવી પણ ન જોઈએ કે એમ ને એમ લેવાના દ્યોમાં ઊંચા ભાવે ખરીદ જ કર્યા કરવી, અને ક્રમે મેટા ભયમાં ઉતરવાનું થાય તેમ કરવું...હજાર પાંચસેના નુકસાન ઉપર ધ્યાન આપી આ લખ્યું નથી, પણ આપણે સૌને કંઈ પણ આ વાત ધ્યાનમાં રહેતી હોય અને કામ થયા કરતું હોય તો લાંબા સમય સુધી તે કામ ટકે છે એવા હેતુથી લખ્યું છે...૯૪ આ સમયમાં શ્રી રેવાશંકર જગજીવનની પેઢી મુંબઈના મોતીબજારમાં અગ્રપદ ધરાવતી હતી. તે સમયે હિંદનું મેતી બજાર સામાન્ય રીતે જ્યારે વિશેષ લાભ દેખાય ત્યારે લાંબો વિચાર કર્યા વિના તેમાં ઝંપલાવી દેતું, પરંતુ તેમાં કેટલીક વાર એવું પણ ૯૪. “શ્રીમદ્ રાજચંદ્ર', આવૃત્તિ ૫, ભાગ ૨, પૃ. ૧૭૨. Page #87 -------------------------------------------------------------------------- ________________ - શ્રીમદની જીવનસિદ્ધિ બનતું કે જેથી બજારની સ્થિતિ ચિંતાજનક થઈ જાય. એ વિશે શ્રીમદ્ પેાતાના અનુભવમૂલક વિચારો વ્યક્ત કરતા ઉપરના પત્ર લખ્યા હતા. પેઢીના ભાગીદાર શ્રી નગીનચદભાઈનું પણ અમુક લાભ મેળવ્યા પછી “સાહસપૂર્વક” કામ કરવાનું વલણ થઈ ગયું હતું. આગળના પત્રમાં શ્રીમદ્દે નગીનચંદ્રભાઈ ને નિગ્રહપૂર્વક કામ કરવા સમજાવવા માટે એક વેપારીને ચાગ્ય કળ, ઢી દર્શિતા અને નિપુણતાપૃર્વક પ્રયત્ન કર્યા છે. બંને પરિસ્થિતિના લાભાલાભ વધુ વ્યા છે. આમ છતાં પણ નગીનચંદભાઈ “ સાહસપૂર્વક ’ કામ કરવાનું’ જ વલણ રાખે તે કદાચ તેમની સાથે ભાગીદારી બંધ કરવાના સમય પણ આવે, તા તે માટે તત્પર રહેવા શ્રીમદ્ પેાતાની પેઢીને એ પછીના જ દિવસે પત્ર લખે છે. એ પત્ર પરથી આપણને ખ્યાલ આવી શકે છે કે શ્રીમદ્ એ પેઢીમાં અંતિમ નિર્ણાયક જેવા હતા. આગળના દિવસના પત્રના ભાવાર્થં ટાંકી તે નગીનચંદભાઈ વિશે લખે છે કેઃ— “કઈ પણ તેને અસર થાય એવી રીતે લખવાનુ` પ્રયત્ન કર્યું' છે, જોકે તેનાથી તેમ વર્તાવુ બહુ મુશ્કેલ છે...તમારા મનમાં પણ્ સીરી વગેરે સબધી ખ્યાલમાં આવ્યું, અને તે અમને લખ્યું, એટલી સરળતા માટે ચિત્તને સતાષ થયા છે. ” હું અત્રેથી આસા સુદ દશમે વિદાય થઈ સુદ ૧૧ની સવારે તમારી તરફ આવવાના વિચાર રહે છે, તે પ્રથમ કંઈ માલ લેવાનું કારણ હાય તા તમારા વિચાર પર રાખીએ છીએ. જેટલી સ`ભાળ તમારાથી થઈ શકે તેટલી કરશેા. પ્રત્યક્ષ નુકસાન દેખાતુ હોય તેા પછી પડશે નહિ. મૂળગા થાય તેવું દેખાતુ હોય અથવા સહજ નુકસાન જેવું દેખાતું હાય, અને તમારુ ચિત્ત એકબીજાનું ચિત્ત જુદું થવાના કારણથી ભય રાખતું હોય તેા હા કહેશે. પણ સેા વસા તા ના કહેશો કે હવે તરતમાં આવનાર છે એટલે તેમના આવ્યા પહેલાં હાલ કઈ પણ કરવાના વિચાર નથી. જ્યાં સુધી બને ત્યાં સુધી આમ વશો તા ફાયદા છે. કઈ પણ આગળ પર તેથી લાભ છે, તેમ બીજો ભય—એટલે સંબંધ તૂટી જવા વગેરેની કલ્પના પ્રત્યે વિશેષ જઈ ભાગમાં પડવાનું કારણ નથી. તેમ છતાં તમારા પર રાખવાનુ કારણ એમ છે કે સહેજસાજ નાની રકમ હાય અને ચલાવવા ખાતર સંબધમાં રહેવું એમ તમારા મનમાં આવે, તો તેમ કરવા માટે લખ્યું છે, ”૯૫ તેઓ માતી કે ઝવેરાતના મુખ્ય ધંધામાં જેવી કાળજી અને તકેદારી રાખતા તેવી જ ચાકસાઈ અને ચીવટ કાપડ કે બીજા નાના ધંધામાં પણ રાખતા હતા. ટૂંકામાં કહીએ તેા વેપારની દરેકેદરેક ચીજ પ્રત્યે તે સાવધાન હતા, વિ. સ. ૧૯૫૧માં તેએ સાયલાથી પેાતાની પેઢી પર એક પત્રમાં લખે છે કેઃ— શમી ઓઢણીઆ મગાવા તા પાત, પના, રંગ, વગેરે બરાબર તપાસીને લેશો. બાંધણી ચાખી જોઈ ને લેશો. ભીમજી વલભજીને ત્યાં નંગ સારા હોય છે. ૯૫. 66 · શ્રીમદ્ રાજચંદ્ર ’', આવૃત્તિ ૫, ભાગ ૨, મૃ. ૧૭૩. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા e પણ કઈક પૈસા વધારે પડે છે, અને ભેાંયતળીએ નાકા પર ખત્રી એબેસે છે તેને ત્યાંથી આપણે કેટલીક વાર લઈ એ છીએ, તે કંઈક આછુ લે છે. માટે નંગ ખરાખર તપાસી ભીમજી વલભજી જેવાં મળે તે લેશો. એઢણીમાં આના એ આના મેઘા પણ લેતાં લેાકેા અટકે છે, એટલું ધ્યાન રાખશો...રેશમી અતલસ કઈ રગાવવાની હોય તે ભાઈ અમૃતલાલનું ધ્યાન પહેાંચે ત્યાં રંગાવશો. રંગબેાજ, કુમાશ ઠીક થાય તેમ કરાવશો... ભાઈ અમૃતલાલને સાથે લઈ જેમ મ'ગાવનારને સતાષ થાય તેમ કરશેા, આટલી નાની બાબત વિશેષ કરી લખી છે તેનુ' કારણ એ છે કે રેશમી કાપડમાં કઈ ફેરફાર આવે તે માણસને મનમાં ઘણું દુઃખ લાગે અને કામ ખરાબર થશે એમ મેં કહ્યુ હતું તે ખાટુ` કહેવા જેવા વખત આવે, ૯૬ મુખ્ય વ્યવસાય અવરાત અને મેાતીના હાવા છતાં આવી અન્ય બાબતો વિશે પણ તેમની ચાકસાઈભરી કાળજી અને સત્યપ્રતિષ્ઠા કેટલી કામ કરે છે તે આપણે જોઈ શકીએ છીએ. એક પણ બાબત તેમના લક્ષ બહાર જતી નથી, ભલે પછી તે ઝવેરાતના ધધાને લગતી હાય કે કાપડને લગતી હાય ! આ ઉપરાંત તે હિસાબી કામકાજની સમજણુ પણ કેટલીક વખત પત્ર દ્વારા આપતા. પેઢીને માલના હવાલા કઈ રીતે નાખવા તે બતાવતા તેમના એક પત્ર નમૂના રૂપે મળે છે. આ પત્ર બાબત શ્રીમના સાહિત્યના એક સંશાધકે – મનસુખભાઈ ૨વજીભાઈ એ – એવી નોંધ કરી છે કે, 66 આ આંકમાં હવાલા નાખવા સંબધે ટાંકેલા હિસાબમાં કંઈક ભૂલ જણાય છે. અમને મૂળ પત્ર મળી શકથો નથી, એટલે જે પ્રમાણે છે તે પ્રમાણે આપીએ છીએ. ૯૭ આ પત્રમાં ફરામજી સન્સની કંપની મારફ્ત લંડનની મે, આરમથના લેયમની ક’પની પર માકલેલા પારસલની જે હૂંડી પાકી તેને, તથા તે વિશે થયેલા ખર્ચાના હવાલા કઈ રીતે નાખવા તે ખાખત શ્રીમદ્દે વિગતથી લખ્યું છે. આમ દરેક જાતના ખ્યાલ તેઓ વેપારમાં રાખતા હતા. છતાંય તેઓ વેપાર વિશે કુ કમાણી વિશે જળકમળવત્ હતા. વેપારમાંથી છૂટા થવાના તે વિચાર કરે છે તે વખતે પેાતાના ભાગમાં આવતી તમામ મિલકત તેઓ પોતાના નાના ભાઈને આપી દેવાના નિ ય કરે છે. વિ. સ’. ૧૯૫૨માં પેાતાના ભાગીદાર શ્રી માણેકલાલભાઈ ઝવેરીને તેમણે લખ્યુ` હતુ` કેઃ— “ બીજા જેઠ પ્રથમ જે કઈ વ્યાપારાદિ સહચારીપણે કર્યું' હાય તે માંડી વાળી એકખીજાએ તે પ્રતિબધ રહિત થવુ. ચૈાગ્ય છે. શ્રી ટાલાલ આદિ સાથેના વેપાર ૯૬. એજન, ભાગ ૨, ખંડ ૪, પૃ. ૧૬૯. ૯૭. એજન, પૃ. ૧૭૪. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭. શ્રીમદ્દ્ની જીવનસિદ્ધિ પ્રસ‘ગમાં રહેલા બાકીના હિસાબ તથા તમારા પ્રસ`ગના હિસાબ એ તરતમાં પ્રથમ માંડી વાળવા યેાગ્ય છે. ત્યાર પછી શ્રી રેવાશંકર તથા અમારા સહચારીપણાના હિસાબ માંડી વાળી જે કઈ રકમ આ નામ પર આવે તે શ્રી મનસુખને નામે શ્રી રેવાશ’કરે જમે કરવી, અને શ્રી મનસુખની ઇચ્છા તથા તમારી ઇચ્છા અને તેમની ઈચ્છા અરસપરસ સહચારીપણે રહેવાની હાય તા તમારે સૌએ ઇચ્છાનુસાર કરવું એ પ્રકારે અમારી વિનતી છે.૯૮ જે સમયે શ્રીમદ્દે પેાતાની મિલકત પોતાના ભાઈને નામે જમે કરવા જણાવ્યુ છે તે સમયે તેમના પુત્રની હયાતી હતી, તેથી ભાઈને મિલકત સોંપવાનું વિચારતાં પુત્રનું હિત પણ ભાઈના હાથમાં તેમણે મૂકી દીધું હતું. બીજી બાજુ, જે સૌંયુક્ત કુટુ બની રીતે જોઈ એ તા, તેમના પિતાની પણ તે વેળા હયાતી હતી, એટલે એ મિલકત તેમના નામે કરે તેવા ખ્યાલ આપણને આવે. પરંતુ તે કઈ ન કરતાં ભાઈના હાથમાં તમામ વહીવટ સેાંપવાના વિચાર તેમણે કર્યા હતા, તે બે ભાઈઓ વચ્ચેના મેળ તથા નાના ભાઈ પ્રત્યેના શ્રીમના વિશ્વાસ બતાવે છે. ભાઈ ને નામે મિલકત કરવામાં તેમના ખીન્ને હેતુ એ પણ હોઈ શકે કે જેથી ભાઈને વેપાર કરતી વખતે આર્થિક મુશ્કેલી વેઠવી ન પડે. અહીં તેઓ પૈસા આખત કેટલા નિઃસ્પૃહ હતા તે આપણે જાણી શકીએ છીએ. શ્રીમદ્દે વેપારાદિમાંથી નિવૃત્તિ લેવાના વિચાર એકાએક નહેાતા કર્યાં, પણ તેમાં તેમણે વ્યવસ્થિત વિચારપૂર્વક કામ કર્યું. હતું. પેાતે કયા ક્ષેત્રે કેટલુ` કમાઈ ને, કેટલા કાળ પછી નિવૃત્તિ સ્વીકારવી તે વિશે વિચાર કરીને નિર્ણય લીધા હતા. તે વિશે આપણને તેમની ડાયરીમાંથી જાણવા મળે છે. વિ. સ’. ૧૯૫૧ ના પાષ વદ બીજે તેમણે પેાતાની એ વિચારણા ડાયરીમાં બહુ સંક્ષેપમાં ઉતારી છે. તે નીચે પ્રમાણે છે :— 66 કાળ...મા. વૃ. ૮. ૧. દ્રવ્ય......એક ક્ષેત્ર......માહમયી. કાળ. ૮. ૧......ઇચ્છા ભાવ...ઉયભાવ...પ્રારબ્ધ ૯૯ હાથનાંધ ૧. પૃ. પર. ઉપરના ટાંચણ પરથી આ પ્રમાણે સમજાય છે: તેમણે એક લાખ રૂપિયા, મુંબઈ ક્ષેત્રથી, એક વર્ષ અને આઠ માસની અંદર કમાઈને નિવૃત્તિ લેવાનું ધાર્યું હતું. અને તે પણ આકુળતા કરીને નહિ, પણ જેમ જેમ કર્મના ઉદય આવે તેમ તેમ વેઢતા જઈને તે નાણાં મેળવવાની ઇચ્છા રાખી હતી. શ્રીમદ્દે સ્વીકારેલી આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા વિશે તેમના પેાતાના કેવા ભાવ વર્તતા હતા તે તેમણે પાછળની ચાર પક્તિઓમાં વ્યક્ત કરેલું હોય તેમ જણાય છે. લાખ રૂપિયા મળે ન મળે તે ખાખત તે ૯૮. શ્રીમદ્ રાજચંદ્ર '', આવૃત્તિ ૫, ભાગ ૨, પૃ. ૧૭૯. ૯. શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૭૯૮. CC 66 દ્રવ્ય... ...એક લક્ષ ક્ષેત્ર ..માહમયી ભાવ ઉદ્દયભાવ લક્ષ....ઉદાસીન Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા ઉદાસીન છે, ૧ વર્ષ અને ૮ માસના કાળમાં નિવૃત્ત થવાની ઇચ્છા છે, અને તે વિશેના ભાવ ઉદયભાવ એટલે કે પ્રારબ્ધ પ્રમાણે વર્તવાના ભાવ છે. અને આ વિચારણા પાર પાડવા તેઓ સતત જાગ્રત રહેતા હતા તે પણ તેમણે હાથનોંધમાં કરેલાં અન્ય ટાંચણો પરથી જાણી શકીએ છીએ. ઉદાહરણ તરીકે. * મહા સુદ સાતમ શનીવાર–વિક્રમ સંવત ૧૯૫૧ ત્યાર પછી દોઢ વર્ષથી વધારે સ્થિતિ નહિ. ૧ ૦ ૦ ૭૧ હાથનાંધ ૧ના પૃષ્ઠ ૭ પર કરેલી આ નોંધ પણ ઉપરની તેમની વિચારણાને જ પુષ્ટિ આપે છે. ધન ખાખતની નિઃસ્પૃહતા શ્રીમમાં તેમનાં વેપારનાં વર્ષોમાં પણ જોવા મળતી હતી. તેઓ વેપારમાં ભાગ લેતા હતા તે વખતે પણ તેમના અધ્યાત્મ-અભ્યાસ ચાલુ જ હતા. વેપારની વાત પૂરી થાય કે તરત જ પુસ્તક વાંચે અથવા અગત્યના વિચાર આવે તે પાસે રાખેલી રાજનીશીમાં ટપકાવી લે. એ માટે ગાંધીજીએ લખ્યું છે કેઃ— પેાતે હજારાના વેપાર ખેડતા, હીરામેાતીની પારખ કરતા, વેપારના કાયડા ઉકેલતા. પણ એ વસ્તુ તેમના વિષય નહાતી. તેમના વિષય-તેમના પુરુષાર્થ-તા આત્મઓળખ-હરિદર્શનના હતા. પેાતાની પેઢી પર ખીજી વસ્તુ હોય યા ન હાય, પણ કાઈ ને કાઈ ધર્મ પુસ્તક અને રાજનીશી હાય જ. વેપારની વાત પૂરી થઈ કે ધર્મ પુસ્તક ઊઘડે અથવા પેલી નેાંધપેાથી ઊઘડે .....જે મનુષ્ય લાખાના સાદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતા લખવા બેસી જાય, તેની જાત વેપારીની નહિ પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમના આવી જાતના અનુભવ મને એક વેળા નહિ પણ અનેક વેળા થયેલા, મેં તેમને કદી મૂર્શિત સ્થિતિમાં નથી જોયા. ૰૧૦૧ શ્રીમદ્દે શ્રી સેભાગભાઈ ને વિ. સં. ૧૯૫૧માં લખેલાં નીચેનાં વચના ગાંધીજીએ શ્રીમદ્દના કરેલા વનનું સમર્થન કરે છે. “ મેાતીના વેપાર વગેરેની પ્રવૃત્તિ વધારે ન કરવા સ’"ધીનું અને તા સારુ', એમ જે લખ્યુ. તે યથાયાગ્ય છે, અને ચિત્તની નિત્ય ઇચ્છા એમ રહ્યા કરે છે. લાભહેતુથી પ્રવૃત્તિ થાય છે કે કેમ ? એમ વિચારતાં લાભનું નિદાન જણાતું નથી. વિષયાદિની ઈચ્છાએ પ્રવૃત્તિ થાય છે, એમ પણ જણાતું નથી, તથાપિ પ્રવૃત્તિ થાય છે, એમાં સંદેહ નથી. જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે. ૧૦૨ વિ. સ`. ૧૯૫૧ના ચૈત્ર વદ બારસે શ્રીમદ્દે સેાભાગભાઈ ને લખ્યુ` હતુ` કે :~~ ૧૦૦. એજન, પૃ. ૮૦૫. ૧૦૧. એજન, આંક ૧૭૬, પૃ. ૪૫૫. ૧૦૨. “આત્મકથા”, ભાગ ૨, પ્રકરણ ૧, “શ્રીમદ્ની જીવનયાત્રા”, પૃ. ૧૦૬, Page #91 -------------------------------------------------------------------------- ________________ ७२ શ્રીમતી જીવનસિદ્ધિ “આ વર્ષના માતી સંબંધી વ્યાપાર ગયા વર્ષ કરતાં લગભગ બમણો થયા છે. અત્રે જે આડત તથા માતી સ`બધી વેપાર છે તેમાંથી મારાથી છૂટવાનુ અને અથવા તેના ઘણા પ્રસંગ છે થવાનુ. અને તેવા કાઈ રસ્તા ધ્યાનમાં આવે તે લખશેા.”૧૦૩ શ્રીમમાં રહેલી આ ઉચ્ચ આધ્યાત્મિક દશાની છાપ, તેમના વેપારકા ના ભાગીદાર શ્રી માણેકલાલ ઝવેરી પર કેવી પડી હતી, તે તેમણે વાંચેલા “શ્રીમદ્ રાજજયંતી ” વિશેના નિબધમાં જોઈ એ ઃ “ શ્રીમાન રાજચંદ્રની સાથે મારા લગભગ ૫દર વર્ષના પરિચય હતા, અને એમાં મારા તેમની સાથે સાત-આઠ વર્ષ સુધી તા ભાગીદારીના સંબંધ રહ્યો. દુનિયાને અનુભવ છે કે અતિ પરિચયથી પરસ્પરનું મહત્ત્વ ઓછું થઈ જાય છે. પણ મારે આપને કહેવુ પડશે કે એમની દશા એવી આત્મમય હતી કે એમના પ્રતિના મા ભક્તિભાવ દિનપ્રતિદિન વધતા ગયા હતા. આપનામાંથી જે વેપારી છે, તેમને અનુભવ હશે કે વેપારનું કામ કેવું હોય છે. ઘણીવાર ભાગીદારોમાં મતભેદ થઈ જાય છે, અનેકવાર પરસ્પરના હિતને ખાધ આવે છે. પરંતુ મારે કહેવુ' પડશે કે શ્રીમાન રાજચંદ્ર સાથે મારા ભાગીદારીના જેટલાં વર્ષે સંબંધ રહ્યો, તેમાં કથારેય પણ આછું મહત્ત્વ થવાનું કારણ મળ્યું ન હતું, અથવા કચારે પણ પરસ્પર ભિન્નતા આવી ન હતી. એનું કારણ એ હતુ કે એમની ઉચ્ચ આત્મદશાની મારા પર ઘેરી છાપ પડી હતી. ૧૦૪ શ્રી માણેકલાલ ઝવેરી પર શ્રીમની આટલી સારી છાપ પાડવાનું મુખ્ય કારણ તેમના જણાવ્યા પ્રમાણે શ્રીમદની ઉચ્ચ આત્મદશાની ઘેરી છાપ હતું, તે સાચું, પણ તે ઉપરાંત એક ખીજુ પણ કારણ હતું. પેાતાના ભાગીદારા સાથે કઈ રીતે વર્તવુ તે માટેના નિયમ શ્રીમદ્દે વિ. સ`. ૧૯૪૬ના અષાડ માસમાં પેાતાની રાજનીશીમાં નોંધ્યા છે. તે નિયમાનુસારનું વર્તન તેનું બીજું કારણ હતું. એ નિયમેામાં તેમની વેપાર પ્રતિની ઉદાસીનતા, ધમાં રહેવાની દૃઢતા વગેરે સ્પષ્ટ જોવા મળે છે. તે નિયમ નીચે પ્રમાણે હતા ઃ— ૧. “ કોઈના પણ દોષ જો નિહ. તારા પેાતાના જ દોષથી જે કઈ થાય છે તે થાય છે, એમ માન. ” ૨. “ તારી આત્મપ્રશંસા કરીશ નહિ, અને કરીશ તો તું જ હલકા છે એમ હું માનું છું.” 66 3. તુ· વ્યવહારમાં જેનાથી જોડાયે। હા તેનાથી અમુક પ્રકારે વવાના નિય કરી તેને જણાવ. તેને અનુકૂલ આવે તે તેમ, નહિ તે તે જણાવે તેમ પ્રવત જે ૧૦૩, શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, આંક ૫૮૬, પૃ. ૪૫૯. ૧૦૪, “ શ્રી રાજચંદ્ર જયંતી વ્યાખ્યાના ”, સન ૧૯૧૩, પૃ. ૨૫, Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા સાથે જણાવજે કે તમારા કાર્યમાં – જે મને સોંપે તેમાં – કઈ રીતે મારી નિષ્ઠાથી કરીને હાનિ નહીં પહોંચાડું. તમે મારા સંબંધમાં બીજી કલ્પના કરશો નહિ. મને વ્યવહાર સંબંધી અન્યથા લાગણું નથી, તેમ હું તમારાથી વર્તવા ઈચ્છતું નથી, એટલું જ નહિ, પણ કંઈ મારું વિપરીતાચરણ મન, વચન, કાયાએ થયું, તે તે માટે પશ્ચાત્તાપી થઈશ. એમ નહિ કરવા આગળથી બહુ સાવચેતી રાખીશ. તમે સોંપેલું કામ કરતાં હું નિરભિમાની રહીશ. મારી ભૂલને માટે ઠપકો આપશે તે સહન કરીશ. મારુ ચાલશે ત્યાં સુધી સ્વને પણ તમારો દ્વેષ વા તમારા સંબંધી કોઈ પણ જાતની અન્યથા કપના કરીશ નહિ. તમને કોઈ જાતની શંકા થાય તે મને જણાવશે, તે તમારા ઉપકાર માનીશ, અને તેને ખરે ખુલાસે કરીશ. ખુલાસો નહિ થાય તે મૌન રહીશ, પરંતુ અસત્ય બોલીશ નહિ. માત્ર તમારી પાસે આટલું ઇચ્છું છું કે, કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભાગમાં પ્રવૃત્તિ કરશે નહિ, તમારી ઈચ્છા અનુસાર તમે વર્તજે તેમાં મારે કંઈ પણ અધિક કહેવાની જરૂર નથી. માત્ર મને મારી નિવૃત્તિ શ્રેણમાં વર્તવા દેતાં કઈ રીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશે નહિ, અને ટૂંકું કરવા જે તમારી ઈચ્છા હોય તે ખચીત કરીને મને આગળથી જણાવી દેજે. તે શ્રેણને સાચવવા મારી ઈચ્છા છે અને તે માટે એથી હું મેગ્ય કરી લઈશ. મારું ચાલતાં સુધી તમને હું ભવીશ નહિ, અને છેવટે એ જ નિવૃત્તિનું તમને અપ્રિય હશે તે હું જેમ બને તેમ જાળવણીથી, તમારી સમીપથી, તમને કઈ જાતની હાનિ કર્યા વગર બનતે લાભ કરીને, હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઈચ્છા રાખીને ખસી જઈશ.”૧૦૫ એક બાજુ વેપાર અને બીજી બાજુ ધર્મ પ્રવૃત્તિ બંને વચ્ચેના વિસંવાદને કારણે પોતે જ્યાં સુધી વેપારમાં હોય ત્યાં સુધી શ્રીમદ્દ પિતે ધર્મના જાણકાર તરીકે પ્રગટ ન થવાનું વિચારે છે. અલબત્ત, તેમ કરવામાં તેમનું ચિત્ત ઉદાસ રહેશે એમ તેઓ જાણતા હતા અને માટે જ તેટલો સમય પિતાની ઉદાસીનતા ગુપ્તપણે અનુભવી લેવાનું નક્કી કરે છે. પોતાના આ નિર્ણય વિશે તેઓ એક બીજા પ્રસંગે લખે છે કે – ઘણું કરીને આત્મામાં એમ જ રહ્યા કરે છે કે, જ્યાં સુધી આ વેપાર પ્રસંગે કામકાજ કરવું રહ્યા કરે, ત્યાં સુધી ધર્મકથાદિ પ્રસંગે અને ધર્મના જાણનાર રૂપે કઈ પ્રકારે પ્રગટપણામાં ન આવાય એ યથાયોગ્ય પ્રકાર છેન ખમી શકાય એવા વેપારાદિ પ્રસંગમાં ઉપાધિ જોગ વેદો પડે છે. જોકે વાસ્તવ્યપણે વા સમાધિપ્રત્યયી આત્મા છે.”૧૦૬ આમ છતાં તેમના પ્રત્યેક કાર્યમાં ધર્મ વણાયેલો જોવા મળતું. તેમના વેપારાદિ કાર્યમાં ધર્મ કેટલો ગૂંથાઈ ગયેલો તે વિશે ગાંધીજી લખે છે કે – ધાર્મિક મનુષ્યને ધર્મ તેના પ્રત્યેક કાર્યમાં જણાવો જ જોઈએ એમ રાયચંદભાઈએ ૧૦૫. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૩૫. ૧૦૬. એજન, આંક ૪૬૩, પૃ. ૩૮૦. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રીમની જીવનસિદ્ધિ પોતાના જીવનમાં બતાવી આપ્યું હતું. ધર્મ કંઈ એકાદશીને દહાડે જ, પજુસણમાં જ, ઈદને દહાડે જ કે રવિવારે જ પાળવાનો અથવા તો મંદિરમાં, દેરાંઓમાં, દેવળોમાં કે મસ્જિદોમાં જ પાળવાનો, પણ દુકાનોમાં કે દરબારમાં નહિ, એ કેઈ નિયમ નથી. એટલું જ નહિ પણ એમ કહેવું એ ધર્મને ન ઓળખવા બરાબર છે. એમ રાયચંદભાઈ કહેતા, માનતા અને પોતાના આચરણમાં બતાવી આપતા.” ધર્મકુશળ એ વ્યવહારકુશળ ન હોય એ વહેમ રાયચંદભાઈએ બેટે સિદ્ધ કરી બતાવ્યો હતો. પોતાના વેપારમાં પૂરી કાળજી અને હોશિયારી બતાવતા. હીરામોતીની પરીક્ષા ઘણી ઝીણવટથી કરી શકતા. “આટલી કાળજી ને હોશિયારી છતાં વેપારની તાલાવેલી કે ચિંતા ન રાખતા, દુકાનમાં બેઠા પણ જ્યારે પોતાનું કામ પૂરું થઈ રહે એટલે ધર્મપુસ્તક ત પાસે પડયું જ હોય તે ઊઘડે અથવા પેલી પોથી કે જેમાં પોતાના ઉદગારે લખતા તે ઊઘડે.”૧૦ ૭ શ્રીમદ્દનું વ્યક્તિત્વ શ્રીમદ રાજચંદ્રના પરિચયમાં આવનાર વ્યક્તિઓનો એક જ અભિપ્રાય જાણવા મળે છે કે, તેઓ બાળપણથી જ વૈરાગ્યવાન હતા. તેમને સંસારની સ્પષ્ટ પ્રીતિ કદી થઈ ન હતી. અને તેઓ તેનાથી છૂટવાના કામી તથા મોક્ષના અભિલાષી હતા. ૨૨ વર્ષની વયે શ્રીમદે લખેલ “સમુચ્ચય વયચર્યા ”માં તેમના જ જણાવ્યા મુજબ તેઓ બાળપણમાં અદ્દભુત સ્મરણશક્તિવાળા, રમતિયાળ, વાતડાહ્યા અને સારા ગણવાની અભિલાષાવાળા હતા. તેર વર્ષની વયથી પિતાની દુકાને બેસી વેપાર શીખવાનું તથા ધાર્મિક ગ્રંથને નિયમિત અભ્યાસ કરવાનું તેમણે ચાલુ કર્યું હતું. બાળવયમાં તેમને રાગ તેમજ ત્યાગની જાતજાતની કલ્પના આવતી હતી. પણ આ અભ્યાસકાળ પછીથી તેઓ વૈરાગ્ય તરક વિશેષ દઢ થતા ગયા હતા. “મોક્ષમાળા” અને “ભાવનાબેધ”ની રચના વખતે તે તેમને “અદ્દભુત વૈરાગ્યધાર” પ્રગટી હતી તે સમયે તેમને કે વૈરાગ્ય વર્તતા હશે તેને આ છે ખ્યાલ આપણને તેમના તે સમયના એક ફાટા પરથી આવી શકે છે. શ્રીમદને સૌથી પહેલો ઉપલબ્ધ છેટે વિ. સં. ૧૯૪૦ને છે. આ ફેટામાં તેઓ એક ખુરશી પર લાંબે ડગલો, પહેરણ, ધેતિયું તથા મોટી પાઘડી પહેરીને બેઠા છે. સુદઢ તથા ઘાટીલું શરીર છે. તેઓ તે સમયે પ્રેસનો ઉપયોગ કરતા હોય તેમ લાગતું નથી. તેમના ગોળ, ભરાવદાર મુખ પર નિર્દોષતા, નિઃસ્પૃહતા તથા વૈરાગ્યની સ્પષ્ટ છાપ અંકિત થયેલી છે. આટલી નાની વયે વર્તતા અભુત વૈરાગ્યની છાપવાળા મુખ પરથી બાળગીની છાપ આપણું પર પડે છે. વિ. સં. ૧૯૪૦ પછીથી વિ. સં. ૧૯૪૩ને એક ફેટે તથા વિ. સં. ૧૯૪૮માં ૧૦૭, “ગાંધીજીની પ્રસ્તાવના”, પ્રકરણ ૪, “શ્રીમની જીવનયાત્રા”, . ૧૦૬, Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા લેવાયેલા ત્રણ ફેટા મળે છે. વિ. સં. ૧૯૪૮ના એક ફેટા સિવાયના ત્રણે ફેટામાં તેઓ ઉપરના જ પહેરવેશમાં બાજુના ટેબલ પર હાથ રાખીને ખુરશીમાં બેઠા છે. વિશેષમાં તેમણે ખેસને ઉપયોગ કર્યો છે. શરીર પહેલાં જેવું જ ભરાવદાર છે તથા મુખ પર એ જ વૈરાગ્યની છાપ છે. વળી, દુનિયાનું જાણપણું વધ્યાની છાપ, અનુભવીપણું, વધુ પઢતા પણ અહીં જોવા મળે છે. તેમની પાઘડી બાંધવાની રીતમાં પણ ફેર થયે જણાય છે. આ ફેટા તેઓ વેપારકાર્યમાં હતા તે સમયના છે. વિ. સં. ૧૯૪૮ન મળતે ત્રીજો ફેટે આ બધાથી ઘણું જુદા પ્રકાર છે. તેમાં શ્રીમદ્દે અડધી બાંયનું પહેરણ તથા પોતડી પહેરેલ છે, અને કેઈ આસન પર તેઓ વિચારમગ્ન સ્થિતિમાં પદ્માસન વાળીને બેઠા છે. બધું છોડીને આત્મામાં મગ્ન થવાના ભાવ, ત્યાગીની મુદ્રા તેમાં અંકિત થયેલી છે. આ જ અરસામાં ગાંધીજી શ્રીમદ્દના સમાગમમાં આવ્યા હતા. તેમણે એ વખતે શ્રીમદની રહેણીકરણી, પહેરવેશ, વર્તન, વાણી, ઈત્યાદિનું બારીક અવલોકન કર્યું હતું. તે અવલોકનનું વર્ણન કરતાં ગાંધીજીએ લખ્યું છે કે – ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તે હોય જ. કોઈ વખત આ જગતના કેઈ પણ વૈભવને વિશે તેમને મેહ થયો હોય એમ મેં નથી જોયું.ભેજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાઇ, પહેરણ, અંગરખું, ખેસ, ગરભસૂતરે ફે ટે ને ધોતી. એ કંઈ બહુ સાફ કે ઈબંધ રહેતા એમ મને સ્મરણ નથી. ભેયે બેસવું, ખુરશીમાં બેસવું બંને સરખાં હતાં. સામાન્ય રીતે પોતાની દુકાનમાં ગાદીએ બેસતા.” તેમની ચાલ ધીમી હતી, અને જેનાર સમજી શકે કે ચાલતાં પણ પોતે વિચારમાં પ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતો, અત્યંત તેજસ્વી, વિહવળતા જરાયે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી. ચહેરો ગળાકાર, હોઠ પાતળા, નાક અણદાર પણ નહિ, ચપટું પણ નહિ, શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંતમૂર્તિને તે તેમના કંઠેમાં એટલું બધું માધુર્ય હતું કે તેમને સાંભળતાં માણસ થાકે નહિ. ચહેરે હસમુખે અને પ્રફુલ્લિત હતો. તેની ઉપર અંતરાનંદની છાયા હતી. ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પોતાના વિચારે બતાવતાં કે દિવસ શબ્દ ગોતવો પડ્યો છે, એમ મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં તેમને જોયા હશે, છતાં વાંચનારને એમ નહિ લાગે કે કયાંયે વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના તૂટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખેડ છે.” “આ વર્ણન સંયમીને વિશે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતે. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયને મળી શકે છે એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગોને કાઢવાને પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું એ કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી એમ મારી ઉપર છાપ પડી હતી.”૧૦૮ ૧૦૮. ગાંધીજીની પ્રસ્તાવના”, પ્રકરણ ૩, “શ્રીમની જીવનયાત્રા", પૃ. ૧૦૩. Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી જીવનસિદ્ધિ પૂ. ગાંધીજીએ કરેલા શ્રીમદ્દના વર્ણન પરથી આપણે જાણી શકીએ છીએ કે શ્રીમદ વ્યવહારમાં રહેવા છતાં પણ કેટલા વૈરાગી તથા સંયમી હતા ! અને તેમના એ વૈરાગ્યની છાપ તેમના મુખ પર ફેટામાં દેખાય છે તેમાં કશું આશ્ચર્યજનક નથી. ગાંધીજી જ નહિ, શ્રીમના પરિચયમાં આવનાર બીજી બધી વ્યક્તિઓ પણ એ જ જણાવે છે કે શ્રીમદમાં ઘણું કંઠમાધુર્ય હતું, ગમે ત્યારે વાત કરે ત્યારે સામા માણસને તેમને સાંભળ્યા કરવાની ઈચ્છા કદી તૃપ્ત જ ન થાય. અને એ ગુણ તેમની તત્ત્વ સમજાવવાની શક્તિમાં ઘણું વધારે કરતે હતા, એમ ઘણુનું જણાવવાનું થયેલ છે. શ્રીમકની રહેણીકરણીમાં તથા વાણીમાં વ્યક્ત થતી ઊંડા વૈરાગ્યની છાપ લલ્લુજી મહારાજ, ગાંધીજી, સભાગભાઈ વગેરે તેમના પરિચયમાં આવનાર વ્યક્તિઓ પર પણ ઘેરી પડી હતી, એ પરથી શ્રીમદ્દની રગેરગમાં વ્યાપેલા વૈરાગ્યને કંઈક ખ્યાલ આવશે. એ વૈરાગ્ય ધીરે ધીરે શ્રીમદના જીવનમાં વધુ ને વધુ ઘેરે બનતે ગયે હતે. શ્રીમદ શરીર પ્રતિ પણ ખાસ લક્ષ આપતા ન હતા, તેથી વધુ ને વધુ કુશ થતું ગયું હતું. તેમનું વજન ઘટતાં ઘટતાં વિ. સં. ૧૫૬માં ૬પ પોંડ થઈ ગયું હતું, અને વિ. સં ૧૯૫૭માં, તેમના અવસાન પહેલાં બે મહિને ૪૫ પોંડ થઈ ગયું હતું. તેમ છતાં તેમને વૈરાગ્ય અને તેમનું મનોબળ એટલાં બધાં દઢ હતાં કે તેમની એ કૃશતાનો કેઈ ખ્યાલ તેમના મુખ પરથી આવી શકતા નથી. વિ. સં. ૧૯૫૬ની સાલમાં લેવાયેલા શ્રીમદ્દના બે ફાટા મળે છે, તેમાં તેમના શરીરનાં હાડકહાડકાં સ્પષ્ટ દેખાય છે. તેમ છતાં એક ફેટામાં તેઓ પદ્માસન વાળી કાઉસગમાં ટટ્ટાર બેઠા છે, તો બીજા ફોટામાં સ્થિર ઊભા છે. તેમના જેવી દેહની કૃશતા હોય તે પથારીમાં સીધા સૂઈ પણ ન શકાય. તેને ટલા ટટ્ટાર બેસવું કે ઊભા થવુ તે તેમના દઢ મનોબળની પ્રતીતિ કરાવે છે. આ બંને ફોટામાં તેમના મુખ ઉપર વીતરાગતા ફેલાયેલી છે, અને આંખોમાં અદભુત શાંતિ છે. આ બધા સાથે મુખ પર સૌમ્યતા અને પ્રકુલિતતા પણ દેખાય છે, જેથી તેમને શરીર અને દુનિયા કેઈ સાથે નહિ પણ માત્ર આત્માનંદ સાથે જ સંબંધ હતું તેની પ્રતીતિ થાય છે. આ બંને ફેટામાં એક પતડી સિવાય કઈ પણ જાતનું વસ્ત્ર શરીર પર નથી. શ્રીમન્નાં આ બધાં વિશિષ્ટ લક્ષણ તથા ભાવો આપણું પર જિનગીની છાપ પાડે છે. શ્રીમદનું ગાંધીજીએ આપેલું વર્ણન, તેમના ઉપલબ્ધ ફોટાઓ, તેમનું લખાણ વગેરે તેમના આધ્યાત્મિક વિકાસની રૂપરેખા દર્શાવે છે. તે દિવસે દિવસે સંસારથી છૂટતા જતા હતા, અને મોક્ષની નજીક પહોંચતા જતા હતા. તેમનાં વાણું, વર્તન સર્વ સંયમાથે હતાં. “ અપૂર્વ અવસરમાં તેમણે ભાવલી “સંયમના હેતુથી ચોગપ્રવર્તન”ની ભાવના સાકાર કરવા તેઓ પૂર્ણપણે પ્રયત્નશીલ હતા. શ્રીમદ સંસારમાં જ રહ્યા હતા, છતાં આત્માર્થ સાધવાની એક પણ તક તેઓ જતી કરતા નહિ. શ્રીમદ મુંબઈમાં રહેતા ત્યારે તેમનું જીવન એક જવાબદાર વેપારી ગૃહસ્થનું રહેતું, તેથી તેઓ ચારે બાજુને પૂર્ણ પણે વિચાર કરીને વર્તતા અને પ્રત્યેક કાર્યમાં સારાસારના વિવેક મુજબ નિર્ણય લેતા. તેમની અંતરંગ શ્રેણી આત્માર્થ પ્રતિની હતી, છતાં જરૂર પડયે વ્યાવહારિક કાર્યોમાં પણ તેમાં ભાગ લેતા. પણ તેમાં કયાંયે રસપૂર્વક Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા કામ ન કરતા; તે કાર્ય પણ અન્ય આત્માને પિતા તરફથી દુઃખ ન પહોંચે એ જ હેતુથી તેઓ કરતા. શ્રીમદ્ પોતાની બહેનનાં લગ્ન વખતે પણ પિતાની આજ્ઞા અનુસાર વર્તવાનું વલણ રાખ્યું હતું, તેમને એ લગ્ન-પ્રસંગ ઉપર વવાણિયા જવાની ઈચ્છા હતી નહિ. પણ તેમ કરે તો માતાપિતાને દુઃખ થાય એ ખ્યાલથી તેમણે એ પ્રસંગમાં ઉદાસીનભાવે ભાગ લીધો હતો. તેમનું ચિત્ત એટલું બધું કેમળ હતું કે કઈ પણ આત્માને પિતાનાથી બને ત્યાં સુધી દુખ ન પહોંચે તેને સતત ખ્યાલ રાખતા. વેપારકાર્યમાં પણ તેમનું વર્તન પ્રામાણિક તથા સમજદાર વ્યક્તિ તરીકેનું રહેતું. મુંબઈમાં હોય તે સમયે લાંબો ડગલો, ધતિ આદિ પહેરતા, પણ તે બહ સફાઈદાર રાખવાની તેમને ચીવટ નહોતી. તેઓ તે આત્માનંદમાં જ મગ્ન રહેતા, અને બાહ્ય દેખાવ વિશે ઉદાસીન રહેતા. વળી, ખાવાપીવામાં બાળવયથી જ વિદેહી દશા હતી. અમુક વર્ષો સુધી તો તેઓ બધે ખોરાક લેતા હતા, પણ જેમ જેમ સંયમ વધતો ગયો તેમ તેમ અમુક લીલોતરી, અમુક અનાજ વગેરે છોડતા ગયા હતા. વળી, જૈન આચાર પ્રમાણે પાંચ-પરબી લીલેરી વગેરેનો પણ એમને ત્યાગ હતો. પરંતુ તેમનું સાચું સંયમી જીવન તે તેઓ મુંબઈની બહાર નિવૃત્તિ અર્થે જતા ત્યારે જોવા મળતું. વિ. સં. ૧૯૪૬ પછીથી લગભગ દરેક વર્ષે પર્યુષણ કે દિવાળીના અરસામાં તેઓ મુંબઈ બહાર રહેતા. તેમાંથી થોડે વખત તેઓ વવાણિયામાં તેમનાં માતાપિતા પાસે, અને બાકીને સમય ફાળજ, કાવિઠા, ઈડર તથા ચરોતરના અન્ય પ્રદેશમાં વિચરતા. એ રીતે શ્રીમદ્દ વિ. સં. ૧૯૪૬માં અષાડ માસથી આ માસ સુધીના ચાર માસ મોરબી, વવાણિયા, ખંભાત તથા તેની આસપાસના પ્રદેશમાં રહ્યા હતા. વિ. સં. ૧૯૪૭ના ભાદર તથા આસે એ બે માસ રાળજ તથા વવાણિયા ક્ષેત્રે ગાળ્યા હતા. વિ. સં. ૧૯૪૮ના કારતક સુદથી માગસર સુદનો એક માસ વવાણિયા, મોરબી તથા આણંદ વચ્ચે પસાર કર્યો હતો. વિ. સં. ૧૯૪ત્માં ભાદરવા માસમાં આઠ દસ દિવસ માટે તેઓ પેટલાદ તથા ખંભાત ગયા હતા. વિ. સં. ૧૯૫૧ને શ્રાવણથી આ સુદ સુધી લગભગ બે માસને સમય શ્રીમદ્ વવાણિયા, રાણપુર, ધર્મજ આદિ સ્થળોએ પસાર કર્યો હતો. અને તેઓ મુંબઈ બહાર સૌથી લાંબો સમય રહ્યા હોય તો તે વિ. સં. ૧૯૫૨ના શ્રાવણ સુદથી વિ. સં. ૧૯૫૩ના જેઠ સુદ સુધીને લગભગ દસ માસનો સમય. આ બધે સમય તેમણે વવાણિયા, રાળજ, વડવા, ખંભાત, આણંદ, નડિયાદ, મેરબી, સાયલા, ઈડર, કાવિઠા વગેરે સ્થળોએ ગાળ્યો હતો. છૂટાછવાયા થઈને લગભગ ત્રણેક માસ શ્રીમદ્દ ઈડરમાં વસ્યા હતા. વિ. સં. ૧૯૫૪માં પણ તેઓ લગભગ ચારેક માસ મુંબઈ બહાર રહ્યા હતા. તેમાંથી શ્રાવણ વદથી બીજા આ સુદ સુધીના ત્રણ માસને સમય તેમણે કાવિઠા, ઉત્તરસંડા, ખેડા, વસે, આદિ સ્થળેએ પસાર કર્યો હતો. વિ. સં. ૧૯૫૫માં પણ માગસર સુદથી વૈશાખ સુદ સુધીના પાંચ માસનો સમય તેમણે ઈડર, મોરબી, વવાણિયા સ્થળોએ માન્યો હતે. આ વર્ષ આસપાસથી તેમણે વેપારમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, તેથી તેઓ ઘણે સમય અન્ય ક્ષેત્રે વસી શકે તેમ હતું. વિ. સં. ૧૯૫૬માં પણ શ્રીમદ્ ઘણે સમય મુંબઈ બહાર રહ્યા હતા, તે સાલના ચિત્ર સુદથી વિ. સં. ૧૫૭ના કારતક સુધી ધરમપુર, અમદાવાદ, વવાણિયા, મોરબી, વઢવાણુ વગેરે સ્થળેએ તેઓ ફર્યા હતા, અને વિ. સં. ૧૫૭ના કારતક માસથી પોષ માસ સુધી મુંબઈમાં રહી, પોષ વદમાં ત્યાંથી નીકળી તીથલ, Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ વલસાડ, વઢવાણ, રાજકેટ, મોરબી વગેરે સ્થળોએ રહ્યા હતા. અને એ જ સાલમાં ચિત્ર માસમાં રાજકેટ મુકામે, શ્રીમદ્દ દેહાંત થયે હતો. આમ શ્રીમદ્દ સંસારમાં રહીને પ્રત્યેક વર્ષના અમુક મહિના મુંબઈ બહાર નિવૃત્તિક્ષેત્રમાં આત્મશ્રેયાર્થે ગાળતા હતા. પિતે જે સ્થળોએ જાય તે તે સ્થળોએ બને ત્યાં સુધી તેઓ ગુપ્ત રહેવા પ્રયત્ન કરતા. અને એકાંતમાં રહી સ્વાધ્યાય, મનન, ધ્યાન આદિમાં પોતાને સમય પસાર કરવાની તેઓ મહેચ્છા સેવતા. ગુપ્ત રહેવાના પિતાના સતત પ્રયત્ન છતાં તેઓ વારંવાર ઓળખાઈ જતા. અને તેઓ જે સ્થળે જાય તેની આસપાસનાં ગામડાંઓમાંથી લો કે તેમને ઉપદેશ સાંભળવા આવતા. શ્રીમદ્દ તેમને નિરાશ ન કરતાં બંધ કરતા, અને સર્વનું કલ્યાણ થાય તેવી ભાવના સેવતા. લોકોના ઘસારાથી બચવા તેઓ ઘણી વખત જંગલમાં કે પહાડોમાં પણ ચાલ્યા જતા, પણ ત્યાંયે લોકો તેમને કેડે મૂકતા નહિ! આવી જગ્યાએ એમના તરફથી અપૂર્વ બંધ થતું, તેથી મુમુક્ષુઓને તે વિશેષ આનંદ થતે, એટલે તે તકને લાભ તેઓ ચૂકતા નહિ. શ્રીમદ્દ જ્યારે નિવૃત્તિક્ષેત્રોમાં વસતા ત્યારે તેમનું જીવન વિશેષ સંયમી બનતું. તેઓ એક ઉચ્ચ કેટિના ત્યાગીનું જીવન જીવતા. તેઓ વવાણિયા હોય ત્યારે ભરબપોરે, સાંજે કે રાત્રે ગમે તે સમયે એકલા ત્યાંની આસપાસની કેઈ તલાવડીએ જઈને ધ્યાનમાં બેસી જતા; બીજા કેાઈ ક્ષેત્રમાં હોય ત્યારે પણ આસપાસના કેઈ નિર્જન સ્થળમાં જઈને બેસી જતા અને કેટલીકવાર તો કલાક સુધી જંગલમાં કે કોઈ વૃક્ષ નીચે બેસીને સૂત્રની ગાથાઓ બેલ્યા કરતા. વિ. સં. ૧૫રમાં શ્રીમદ્ કાવિઠામાં ઝવેર શેઠના મેડા ઉપર ઊતર્યા હતા. શ્રીમદ્ ત્યારે રોજ રાત્રે કેઈને કહ્યા વિના જગલમાં ચાલ્યા જતા, તેથી તેમની ખબર રાખવા શેઠે લલ્લુભાઈ કરીને એક બારૈયાને રાખ્યો હતો. તેને દાદર પાસે જ સુવાડતા. પણ શ્રીમદ્દ તો રાત્રે એકબે વાગ્યે જંગલમાં ચાલ્યા જ જતા. પેલે ચોકીદાર જાગીને જુએ તો શ્રીમદ્દ ન દેખાય, એટલે બધાને ઉઠાડે. અને પછી બધા ફાનસ લઈને ગોતવા નીકળે તો તેઓ મીઠુજીના કૂવા પર ધ્યાનમાં બેઠેલા દેખાય !૧૦૯ આમ રાત્રે પણ તેમને ઘણી ઓછી ઊંઘ હતી. દિવસના તેઓ કાવિઠાની ચારે બાજુ આવેલી તલાવડીઓમાંથી કેાઈ તલાવડી પર જઈને બેસતા. તેઓ ચાલતા ત્યારે પોતાના શરીર તરફ જરા પણુ લક્ષ ન રાખતા, અને અન્ય જીવના રક્ષણ માટે ખૂબ ઉપગ રાખતા, અને જ્યાં જીવજંતુ ન હોય તેવી ધૂળવાળી કે રેતવાળી જગા જ બેસવા માટે પસંદ કરતા. કાંટા, ઝાંખરાં આદિમાંથી પસાર થાય અને લોહી નીકળે, ખરે તડકે ખુલે પગે ચાલવાથી પગમાં ફોલ્લા ઊપડે, ગમે તે થાય, પણ તેઓ ઉદાસીન રહેતા, એ તેમની સાથે રહેનારાઓમાંના ઘણાને અનુભવ હતા. વિ. સં. ૧૫૫માં ઈડર દેઢ માસ રહ્યા તે વખતે પણ તેઓ મધ્યાહે ગઢ ઉપર દેવદર્શન કર્યા પછી, અમાઈ ટૂંકરૂઠી રાણીનું માળિયું કહેવાય છે ત્યાં એકાંતમાં બેસીને જ દશયતિધર્મ વગેરે વાંચતા. સાંજે ચાર વાગ્યે ત્યાંથી નીચે ઊતરતા અને જગલમાં પથ્થર પર બેસીને તેઓ “ઉત્તરાધ્યયન ” “સૂયગડાંગ” “દશવૈકાલિક આદિ સૂત્રોને ૧૦૯. “શ્રીમદ્ રાજચંદ્ર : અધશતાબ્દી સ્મારકગ્રંથ", પૃ. ૧૦૭. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા મુખપાઠ કરતા. ત્યાંથી આવીને ડે. પ્રાણજીવનદાસને ત્યાં જમતા, અને રાત્રે ડુંગર પર જતા કે ચંદન ગુફામાં બેસીને ચિંતન કરતા. સાંજે ચાર વાગ્યે જંગલમાં જાય ત્યારે તેઓ લલ્લુજી આદિ મુનિઓ સાથે સત્સંગ પણ કરતા. આ પહેલાં પણ વિ. સં. ૧૯૫૨માં શ્રીમદ્ ત્રણ માસ ઈડરમાં રહ્યા હતા. અન્ય સ્થળોએ તેઓ રહેતા ત્યારે પણ ખૂબ સંયમી રહેતા. તેમની સેવામાં જે કોઈ હોય તેની પણ સેવા તેઓ લેતા નહિ, સૂવા માટે ગાદલાને ઉપયોગ કરતા નહિ. વળી, જ્યાં ડાંસ, મરછર આદિને ઉપદ્રવ હોય ત્યાં જઈ નિર્લેપભાવે બેસી ધ્યાન ધરતા. અને કઈ આવીને તેમને ઝીણું વસ્ત્ર ઓઢાડી જાય છે તે પણ કાઢીને તે જીવથી થતા પરિષહ શાંતિથી સહેતા. એકલા એકલા નિર્જન સ્થળોમાં જઈ તેઓ ગાથાઓ બોલ્યા કરતા કે આત્મચિંતન કરતા. ખાવા-પીવામાં પણ સાવ નિઃસ્પૃહ રહેતા. કેટલીક વખત, કેઈ સૂઝત આહાર૧૧૦ આપે તે જ લેતા, માગતા નહિ, અર્થાત્ મુનિ જેવો સંયમ પાળતા. વિ. સં. ૧૯૫૪માં તેઓ વસેથી એક માઈલ દૂર આવેલા ચરામાં રહ્યા હતા, ત્યારે તો માત્ર બે રૂપિયાભાર લોટની રોટલી, તથા થોડું દૂધ એટલું દિવસમાં એક વખત વાપરતા. બીજી વખત દૂધ પણ લેતા નહિ. કેટલીક વખત દૂધ તથા ઘીમાં બનાવેલ શાકભાજીને જ આહાર તરીકે ઉપયોગ કરતા. વસ્ત્ર માટે પણ તેવા જ નિઃસ્પૃહ રહેતા. સામાન્ય રીતે આવાં ક્ષેત્રોમાં તેઓ એક પંચિયાનો ઉપયોગ કરતા, અને તેના છેડા બંને ખભા પર રહેતા. શ્રીમદ આમ સર્વ રીતે નિઃસ્પૃહી બની શક્ય હોય ત્યાં સુધી એકાંતનું સેવન કરતા. પરંતુ જેટલો સમય નિવૃત્તિક્ષેત્રમાં હોય તે બધો સમય તેમ થવું કઠિન હતું. તેમના સમાગમના ઈચ્છક સેભાગભાઈ અંબાલાલભાઈ, લલ્લુજી મહારાજ આદિ મુનિઓ, તેઓ જે જગ્યાએ હોય તે જગ્યાએ આવતા અને દિવસને અમુક ભાગ તેમના સમાગમમાં ગાળતા. આ ઉપરાંત તેઓ જે ગામમાં હોય તે સ્થળે પણ ઓળખાઈ જતા, અને તેથી આસપાસના લોકો પણ તેમને ઉપદેશ સાંભળવા આવતા. અમુક અમુક સમયે શ્રીમદ્ તેમને પણ સતેષતા. શ્રીમદની ઉપદેશ આપવાની શૈલી પણ એટલી સરસ હતી કે લોકો મુગ્ધ બનીને સાંભળ્યા કરતા. વળી તેમનું કંઠમાધુર્ય એવું અજબ હતું કે સાંભળનારની તે માટેની તૃષ્ણ છીપે જ નહિ. આ અનુભવ ગાંધીજી, મલુકચંદભાઈ, પૂજાભાઈ ભટ્ટ, છોટાલાલ માણેકચંદ વગેરેને થયે હતો. અને એનું પરિણામ એ આવતું કે તેઓ જ્યારે ઉપદેશ આપે ત્યારે ત્યાં લોકોને એટલો ભરાવો થતો કે જે સ્થળ હોય તે નાનું પડતું, અને ઘણાને ઊભા રહીને સાંભળવાનો વખત આવતો. તેમના ઉપદેશની બીજી ખૂબી એ હતી કે અમુક પ્રશ્નો પૂછવાનું ધારીને આવેલા સર્વનું સમાધાન ઉપદેશમાં જ થઈ જતું, અને ૧૧૦. સૂઝત આહાર : અમુક લીલોતરી, કંદમૂળ આદિના ઉપયોગ વિનાની, અગ્નિથી દૂર રહેલી, પોતાના માટે ન બનાવેલી હોય તેવી, આવા અનેક નિયમાનુસાર બનાવેલી રસોઈ કઈ વ્યક્તિ પોતાના ભાગમાંથી આવે તે આહાર. મુનિઓને આ આહાર લેવાની આજ્ઞા છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની જીવનસિદ્ધિ ઉપદેશ આપવાનો પૂરો થાય ત્યારે કોઈને કંઈ પ્રશ્ન પૂછવાને રહે નહિ.૧૧૧ એ સાથે તેમની વાણીમાં પૂર્વાપર અવિરોધ રહેતું. તેમણે આપેલા બેધને કેટલેક ભાગ “ ઉપદેશછાયા) ઉપદેશનેધ, વ્યાખ્યાનસાર આદિ શીર્ષક નીચે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ છે. ઉપદેશ આપતા હોય ત્યારે, વાર્તાલાપ કરતા હોય ત્યારે કે એકલા બેઠા હોય ત્યારે પણ તેમની મુખમુદ્રા તન શાંત રહેતી. તે વિશે શ્રી મલચંદભાઈ લખે છે કે – સાહેબજીની મુખમુદ્રા તદ્દન વિષય કષાય રહિત અને શાંત હતી, અને આખા શરીરમાં વીતરાગતા પ્રસરી રહી હતી. ગમે તે વખતે જુઓ પણ મુખારવિંદ અન્ય પરિણામને ભજતું નહિ–કેમ જાણે સાક્ષાત્ ભગવાન જ હોય તેમ જ લાગતું ! તેઓ વાત કરે તેમાં પૂર્વાપર વિરોધ હોય નહિ, આ ખંડ ઉપયોગ રાખતા. તથા વાતની સંકલન અદ્દભુત લાગતી. ખાતાં, ઊઠતાં, બેસતાં તદ્દન અપ્રમત્ત દશા જોવામાં આવતી. ૧ ૧ ૨ આવો અનુભવ રણછોડભાઈ, ધારશીભાઈ આદિ અનેક ભાઈઓને થયેલ. તેમના મુખ પર અંતરાનંદની છાયા હમેશાં દેખાતી. મુંબઈમાં પણ શ્રીમદ સંયમી જીવન જીવતા, પરંતુ તેઓ વનક્ષેત્રોમાં વસતા ત્યારે તેમનું જીવન અધિક સંયમી બનતું. તેઓ કોઈ પણ જાતનો હર્ષશેક કરતા નહિ, અને ઉદયભાવ પ્રમાણે વર્તી માત્ર આત્મામાં લીન રહેતા. તેમાંથી જે આત્મશક્તિ પ્રગટતી તેનું તેજ હંમેશા તેમને મુખ પર છવાયેલું રહેતું. શ્રીમને સમ્યગ્દર્શન થયું હતું? સમ્યગ્દર્શન એટલે આત્મા જડથી જુદો પડે છે એવી નિષ્ઠા થવી તે. પરિણામે આત્માનું યથાર્થ જ્ઞાન થાય છે. જેણે શુદ્ધ, ચિત ઘન, આનંદસ્વરૂપી વગેરે ગુણોવાળે આત્મા સ્પષ્ટ દેહથી ભિન્ન અનુભવ્યો હોય તે સમ્યગ્દશી અને સમ્યજ્ઞાની કહેવાય છે. આ આત્માનો અનુભવ જેને ન થયો હોય તે મિથ્યાદષ્ટિ છે. જન સિદ્ધાંત પ્રમાણે અનંતાનુબંધી કષાયે અને મિથ્યાત્વને ક્ષય કે પશમ થાય અને આત્મા વિશે ભેદજ્ઞાન થાય ત્યારે જીવ થે ગુણસ્થાનકે આવ્યો કહેવાય. સમ્યગ્દર્શન થયા પછીથી એટલે કે ચોથે ગુણસ્થાનકે આવ્યા પછીથી તે સંપૂર્ણ જીવનમુક્ત થાય ત્યાં સુધીની તેવા જીવની વર્તના અન્ય જીવો કરતાં જુદા પ્રકારની હોય છે. તેનું પ્રત્યેક કાય સંસારથી મુક્તિ પામવા માટેનું હોય છે, તેથી તેને સર્વમાં ઉદાસીનભાવ વતતે હોય છે, ૧૧૧. જુઓ શ્રી છોટાલાલ માણેકચંદ, મલકચંદ, આદિએ વર્ણવેલા પિતાના અનુભવે, “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ,” પૃ. ૧૦૪, ૧૧૦ આદિ. ૧૧૨. “ શ્રીમદ્ રાજચંદ્ર : અધ શતાબ્દી સ્મારકગ્રંથ, પૃ. ૧૧૦, Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા અને તેની ઝંખના દેહથી ભિન્ન એવા આત્મસ્વરૂપમાં લીન રહેવાની જ હાય છે. સભ્યજ્ઞાનીનાં આ બધાં લક્ષણ્ણા આંતિરક છે. તેથી ખીજા જીવાને તે વિશે ખબર પડતી નથી, પર`તુ જ્ઞાન પામેલા જીવને તે તે વિશે સ્પષ્ટ ખ્યાલ હાય છે. જ્ઞાન થયા પછી જીવને સૌંસારમાં રસ રહેતા નથી. વળી ધન, કીતિ આદિ પૌદ્ગલિક સુખ તેને સાચાં સુખ લાગતાં નથી; તેવાં બાહ્ય લક્ષણાથી જ્ઞાનીને અમુક અશે ખ્યાલ આવે છે, પણ તે જાણનારની પાત્રતા પશુ તેમાં કારણભૂત હૈાય છે. એ રીતે જોતાં શ્રીમદ્ને સમ્યગ્દર્શન – આત્મજ્ઞાન હતું કે નહિ તે સામાન્ય જન માટે નક્કી કરવુ કઠિન છે, તેમ છતાં કેટલાક એવા સચોટ પુરાવા આપણને મળે છે કે જેથી આપણે તેમને જ્ઞાની – આત્મજ્ઞાની કહી શકીએ. પેાતાના પરમાર્થ સખાને સાચા ખ્યાલ આપવા, પેાતાની આંતરિક પરિસ્થિતિ વણુ વતા પુત્રા શ્રીમદ્દે લખ્યા હતા. એથી એમને આત્મજ્ઞાન હતુ. તેવા ઉલ્લેખ જેમાં હોય તેવા પત્રો પર આપણે સૌથી વિશેષ આધાર રાખી શકીએ. આપણે ભાગ્યશાળી છીએ કે એવા ઉલ્લેખ કરતા પત્રો શ્રીમદ્દે લખ્યા છે. ક્ષાયિક સમકિત થયા પછી થોડા જ દિવસે, વિ. સ’. ૧૯૪૭ના કારતક સુદ ૧૪ના રાજ શ્રી સેાભાગભાઈ ને લખ્યું હતું. કેઃ— << આત્મા જ્ઞાન પામ્યા તે નિઃસ ́શય છે, ગ્રંથિભેદ્ન થયા તે ત્રણે કાળમાં સત્ય વાત છે. ૧૧૩ પેાતાની હસ્તનેાંધના એક કાવ્યમાં પણ શ્રીમદ્દે લખ્યુ છે કે :~~~ ઓગણીસસે' ને સુડતાલીસે સમક્તિ શુદ્ધ પ્રકાશ્યું રે, ”૧૧૪ 66 આ પણ તેમને થયેલા આત્મજ્ઞાનના નિર્દેશ કરે છે. શ્રી અ’બાલાલભાઈ ને પણ એક પત્રમાં શ્રીમદ્દે લખ્યુ છે કે ઃ— “ જૈનદનની રીતિએ જોતાં સમ્યક્દર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સ`ભવે છે. ’૧૧૫ ૧૧ વળી, વિ. સ'. ૧૯૫૨ના એક પત્રમાં શ્રીમદ્દે લખ્યું' છે કે “ અમને સહજસ્વરૂપજ્ઞાન છે, જેથી યાગસાધનની એટલી અપેક્ષા નહિ હાવાથી તેમાં પ્રવૃત્તિ કરી નથી, તેમ તે સસંગપરિત્યાગમાં અથવા વિશુદ્ધ દેશપરિત્યાગમાં સાધવા ચેાગ્ય છે. ૧૧૬ ૧૧૩. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૪૯. ૧૧૪. એજન, પૃ. ૮૦૧, ૧૧૫. એજન, પૃ. ૫૧૭, ૧૧૬, એજન, પૃ. ૧૧૮, હા 66 Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી જીવનસિદ્ધિ “ શ્રીમદ્દે લખેલાં ઉપરનાં વચના પરથી આપણે નિશ્ચય કરી શકીએ કે તેમને વિ. સ . ૧૯૪૭ આસપાસ શુદ્ધે સમ્યગ્દર્શન – આત્મદર્શન થયું હતું. આપણા આ નિશ્ચયને તેમના દ્વારા રચાયેલુ' સાહિત્ય પણ સમર્થન આપે છે. ઉદાહરણ તરીકે, “અપૂર્વ અવસર ”માં તેમણે ભાવેલી ભાવના આત્મજ્ઞાની સિવાય કેાઈ ભાવવા સમર્થ નથી. વળી, તે કાવ્યમાંની ત્રીજી કડીની “ દર્શનમેાહ વ્યતીત થઈ ઊપજ્યું। આપ જે” એ પક્તિ તેમને થયેલા સમ્યગ્દર્શન અને જ્ઞાનની વાત જ સૂચવે છે. ૨ એ જ રીતે “ આત્મસિદ્ધિ શાસ્ત્ર ”માં આત્માનાં છ પદની નિરૂપણા તેમણે જે તર્કબદ્ધતાથી ગુરુશિષ્યના સવાદ દ્વારા, સદ્ગુરુનાં, મતાથી નાં, આત્માથીનાં વગેરેનાં લક્ષણો આપીને કરી છે, તેમાં તેમણે જે લક્ષણો ખતાવ્યાં છે, તે ખરેખરા આત્મજ્ઞાની હોય તે જ બતાવી શકે. વળી, આશ્ચર્યની વાત તા એ છે કે બે કલાક જેટલા થોડા સમયમાં એક શબ્દની પણ છેકછાક કર્યા વિના તેમણે સાંગેાપાંગ આત્મસિદ્ધિ” લખી એમના આત્મજ્ઞાનની, ઉચ્ચતર ઇશાની આપણને પ્રતીતિ કરાવી છે. 66 ' આ બે અદ્દભુત રચનાઓ ઉપરાંત “મૂળ મા રહસ્ય ”, “ પથ પરમપદ ખાચા”, “ જડ ચેતન વિવેક 12 વગેરે રચનાઓમાં તેમણે મેાક્ષમાર્ગ નું નિરૂપણુ તથા તત્ત્વવિચારણા જે રીતે કરેલાં છે તે તેમને થયેલા સમ્યજ્ઞાનનાં સાક્ષી છે. સમ્યગ્નાન સિવાય નાની વયમાં આટલી ઉચ્ચ કેટિની રચનાએ કાઈ પણ ન આપી શકે. વળી, તે સિવાયનાં પત્ર, હસ્તનોંધ આદિ અન્ય સાહિત્યમાં તેમણે નિરૂપેલુ' તત્ત્વજ્ઞાન પણ એની જ શાખ પૂરે છે. આ ઉપરાંત તેમણે આત્મસિદ્ધિ”માં આત્માથીનાં લક્ષણો બતાવ્યાં છે, તે રીતે તેમનુ· આચરણ તપાસીએ તાપણુ તેમને આત્મજ્ઞાન સિદ્ધ થયેલું જણાશે. તેમણે “આત્મસિદ્ધિ”માં બતાવેલાં આત્માથીનાં લક્ષણો નીચે પ્રમાણે છે: “ કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીયા, ત્યાં આત્મા નિવાસ, ” 32 44 દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, હાય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.” ૧૩૮ “ માહભાવ ક્ષય હાય જ્યાં, અથવા હાય પ્રશાંત; તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. ” ૧૩૯ “ સકળ જગત તે એ વતુ, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા .. સાન. ૧૪૦ આત્મજ્ઞાનીની આ દશાનાં લક્ષણો આત્મસિદ્ધિ” તથા અન્ય અનેક સ્થળે પણ તેમણે આપ્યાં છે, તેમાંનાં કેટલાંક લક્ષણો ઉપર પ્રમાણે છે. અહીં બતાવેલાં બધાં લક્ષણો તેમનામાં હતાં, તેવા અભિપ્રાય તેમના પરિચયમાં આવનાર વ્યક્તિએ જણાવે છે. વળી, જો શ્રીમને આ ગુણોના ખ્યાલ ન હેાત કે તેમનામાં એ ગુણો ન હેાત તો તેઓ જે સરળતાથી તે Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા , ગુણે પર ઠેકઠેકાણે ભાર મૂકી શકયા છે, તે ન મૂકી શક્યા હતા, અને તે વિષે કેને તેનું મહત્ત્વ પણ ન બતાવી શક્યા હતા, કારણ કે જેની પાસે જે ન હોય તે, તે કયાંથી આપી શકે ? શ્રીમમાં જે કષાયની ઉપશાંતતા, ભવભીરુપણું, પ્રાણદયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, મેહક્ષય, સંસારમાં નીરાગીપણું આદિ ગુણે ન હોત તો તેઓ વૈરાગ્યસભર જીવન જીવી શક્યા ન હતા. અને તેમના વૈરાગ્યસભર જીવનના તો પૂ. ગાંધીજી આદિ અનેક વ્યક્તિઓ સાક્ષી છે. આ બધી વાતો થઈ તેમના જીવન અને સાહિત્ય પરત્વેની, પણ શાસ્ત્રમાં સમ્યગ્દર્શનનાં અને મિથ્યાત્વનાં જે લક્ષણે આપ્યાં છે, તે અનુસાર પણ શ્રીમદ્દનું વર્તન તપાસીએ તે જણાશે કે તેમનામાં સમ્યગ્દર્શનીને અર્થાત્ સમ્યજ્ઞાનીને સંભવતાં બધાં લક્ષણો હતાં, અને મિથ્યાત્વને સંભવતા પ્રત્યેક લક્ષણને તેમનામાં લોપ થયો હતો. આપણે તે દૃષ્ટિએ વિચાર કરીએ. શાસ્ત્રમાં સમકાતિનાં પાંચ લક્ષણે આ રીતે બતાવ્યાં છેઃ શમ, સવેગ, નિવેદ, આસ્થા અને અનુકંપા. તે લક્ષણોને શ્રીમદ્ “ આત્મસિદ્ધિની નીચેની ગાથામાં વર્ણવેલાં જણાશે – કષાયની ઉપશાંતતા, માત્ર મિક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણદયા, ત્યાં આત્માર્થ નિવાસ.” ૩૮ , - સમકિતનું પહેલું લક્ષણ તે શમ, ત્યાંથી શરૂ કરી બધાં લક્ષણે શ્રીમદ્દમાં હતાં કે કેમ તે વિશે આપણે જોઈએ. શમ એટલે અનંતાનુબંધી કષાયની શાંતિ થવી તે, જે ઉપરની ગાથામાં કષાયની ઉપશાંતતા” એ શબ્દોમાં બતાવાયેલ છે. કષાય ચાર છે ? ક્રોધ, માન, માયાં અને લેભે. આ ચારે કષાય શ્રીમદ્દમાં શાંત થઈ ગયા હતા. બાળવયથી જ તેમનામાં કેંદ્ધ ન હતો. તેમને હંમેશાં સર્વેએ પ્રસન્નચિત્ત અને શાંત જ જોયા હતા. ગમે તેવા પ્રસંગ આવે છતાં તેમના ચિત્તની શાંતિ જરા પણ ચલાયમાન થતી નહોતી, તેમ તેમના પરિચિતે જણાવે છે. માનભાવ પણ તેમનામાંથી લુપ્ત થઈ ગયો હતો. તિષ, અવધાન, કવિત્વ આદિના પ્રયોગથી મળતાં કીતિ અને ધન એકાએક ઓગણીસ વર્ષની વયે છોડી દેવાં, તે તે જેનામાં માન મહદ અંશે લુપ્ત થયું હોય તે જ કરી શકે. તેઓ સિદ્ધિ, લબ્ધિ આદિથી પણ માનભાવ પામ્યા હતા અને તે બધાથી અલિપ્ત રહી શક્યા હતા. વળી, તેમનાં કઈ વખાણ કરતું, તેમને માન આપતું, તે તેઓ તેને તેમ કરવા ન દેતા. પોતે પ્રસિદ્ધિથી તે હમેશાં દૂર રહેવા જ ઈચ્છતા, અને પિતા વિશે કોઈને ન જણાવવાની વિનંતી કરતા પત્રો ભાગભાઈ, અંબાલાલભાઈ આદિ ઉપર લખ્યા છે, જે જ શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાં પ્રસિદ્ધ પણ થયા છે,૧૧૭ જે માનભાવ ગલિત થયા વિના બનવું અશકય છે. શ્રીમદૂમાં “હું”પણું તે સાવ જ ગળી ગયું હતું. તેઓ “અમે” શબ્દને બહુ વિશિષ્ટ ૧૧. “ શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧માં આંક ૨૦૬, ૧૯૨, ૨૧૨ વગેરેમાં પોતાની પ્રસિદ્ધિ ન કરવા શ્રીમદ્દે લખ્યું છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રીમહની જનસિદ્ધિ અર્થમાં ઉપગ કરતા. અ +મે = “હું” નહિ તે “અમે, અને શ્રીમદ્ આ અર્થમાં અમે શબ્દનો ઉપયોગ કરતા. તેમનું દેહાભિમાન ગળવા વિશેનું સૌથી સચોટ ઉદાહરણ તેમનું સેભાગભાઈને લખેલું આ વચન છે. અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ છીએ ત્યારે માંડ જાણીએ છીએ.૧૧૮ પિતાને દેહ છે કે કેમ તે વિશે પણ સંભારવું પડે તેવી વિદેહી દશા તેમણે વર્ણવી છે. આ ઉપરાંત “જડ ચેતન વિવેક”, “વીસ દોહરા” આદિ પડ્યો પણ તેમના નિરભિમાનીપણાની, નિર્માનીપણની સાક્ષી પૂરે છે. માયા એ ત્રીજે કષાય છે. “માયા” શબ્દ બે અર્થમાં વપરાય છે : “માયા” એટલે “પટ” અને “માયા” એટલે “રાગ”. આ બંનેમાંથી કેાઈ પણ પ્રકારની માયા શ્રીમદ્દને સ્પર્શતી ન હતી. શ્રીમદ્દમાં કપટ નહોતું. વેપારાદિમાં તેઓ સંપૂર્ણ પ્રામાણિક હતા. નફા વિશે પણ તેમને ચોક્કસ ખ્યાલ હતા. અમુક ટકાથી વિશેષ ન લેવા તેઓ પ્રેરાતા નહીં; અને કેઈને મુશકેલીમાંથી છોડાવવા પિતાને મળતો નફો પણ જતો કરતા. આરબ સાથે પ્રસંગ સુવિદિત છે. વળી તેમનામાં સત્યપ્રિયતા એટલી બધી હતી કે કપટને તે તેઓ વિચાર સરખે પણ કરી શકતા હતા. શ્રીમદ્ રાગ પર પણ એ જ વિજય મેળવ્યો હતો. ધન, સ્ત્રી આદિનો તે તેમણે ત્યાગ કર્યો જ હતો, અને તે પ્રતિ જોતા પણ નહિ. આ ઉપરાંત અન્ય જીવો પ્રત્યે તે તેમને રાગ નહેાતે, એટલું જ નહિ પિતાના દેહ પ્રતિ પણ તેઓ નિસ્પૃહ હતા. તેઓ નિવૃત્તિક્ષેત્રે વસતા ત્યારે દેહને પૂરું પિષણ આપતા નહિ. ડાંસ, મચ્છર વગેરે જીવજંતુથી થતા પરિષહ પ્રસન્નચિત્તથી સહેતા; કાંટા, ઝાંખરા, ઝાડીમાંથી ખુલે પગે પસાર થતી વખતે પગમાંથી લોહી નીકળે કે અન્ય ઈજા થાય તો પણ તેઓ નિઃસ્પૃહ રહેતા. તેમનું લક્ષ તો “કાયાની માયા વિસારવામાં” જ હતું. કારણ કે તેમની નેમ ભવનંત કરવાની હતી. તે માટે “જડ ચેતન વિવેક”માં તેમણે લખ્યું છે કે – કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથને પંથ, ભવસંતને ઉપાય છે.” આમ તેઓ દેહથી શરૂ કરી અન્ય જીવ તથા પુદગલની માયાથી મુક્ત થઈ ગયા હતા. ચોથા કષાય “લોભ” પર પણ તેમણે એવો જ વિજય મેળવ્યો હતે. માન, કીતિ. પૈસે આદિન લાભ તેમણે ત્યજે હતે. કીતિન તે તેમણે વિ. સં. ૧૯૪૩થી અવધાન આદિના પ્રાગે બંધ કરી દૂર ધકેલી દીધી હતી. પિતા પર રહેલું ઋણ અદા કરવા તેમણે વેપાર કર્યો હતો. અને તે ધનને પણ વિ. સં. ૧૫૫થી તેમણે ત્યાગ કર્યો હતે. ૧૧૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ર૯૦. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા આત્માની શક્તિથી પ્રગટતી ઋદ્ધિસિદ્ધિ પ્રત્યે પણ તેમને લાભ ન હતા. જુએ તેમનું વિ. સં. ૧૯૪૬માં લખાયેલુ... આ વચન :-~~ “ ગમે તેવાં ભવિષ્યજ્ઞાન તથા સિદ્ધિઓની ઇચ્છા નથી. ” અને લાભકષાયની જીત બતાવતુ' વિ. સં. ૧૯૪૭માં લખાયેલ જુઆ આ વચનઃ “ આ જગત પ્રત્યે અમારા પરમ ઉદાસીન ભાવ વર્તે છે. તે સાવ સાનાનું થાય તાપણુ અમને તૃણુવત્ છે, અને પરમાત્માની વિભૂતિરૂપે અમારુ ભક્તિધામ છે. ૧૧૯ આ ઉપરાંત તેમને આ અભિલાષ અનેક પત્રાદ્ઘિમાં પણ જોવા મળે છે. આમ શ્રીમમાં કષાયભાવની થયેલી શાંતિ તેમનામાં આવેલું રામ લક્ષણ મતાવે છે. સમક્તિનું બીજું લક્ષણ તે સવેગ. સવેગ એટલે માક્ષની અભિલાષા. શ્રીમì તે લક્ષણ “ આત્મસિદ્ધિ ”ની ગાથામાં “માત્ર માસ અભિલાષ” એ શબ્દોમાં અતાવ્યુ છે. શ્રીમંદ માત્ર માક્ષ અભિલાષ ''થી જ પ્રબળ પુરુષાર્થ આદર્યા હતા, તેની સાક્ષી તેમનાં પત્રો તથા પદો પૂરે છે. “અપૂર્વ અવસર ” કાવ્યમાં મેક્ષનું સ્વરૂપ બતાવ્યા પછી તેઓ અતમાં લખે છે કે, “ એહ પરમપદ પ્રાપ્તિનુ" કર્યું." યાન મે.” આ પક્તિ બતાવે છે કે તેમનું લક્ષ્ય મેાક્ષ પ્રતિ જ છે. આ ઉપરાંત ખીજા અનેક પત્રોમાં તથા “ ઈચ્છે છે જે જોગીજન ”, “ પથ પરમપદ બેય્યા ” વગેરેમાં પણ તે અભિલાષા જોવા મળે છે.૧૨૦ ne સમકિતનું ત્રીજુ` લક્ષણ તે નિવેદ, અર્થાત્ સંસાર દુઃખમય લાગવા તે. સેાળ વર્ષની વયથી જ શ્રીમમાં વૈરાગ્ય વધવા લાગ્યા હતા. સસારના કટાળા વ્યક્ત કરતાં ઘણાં વચના તેમનાં લખાણમાં જોવા મળે છે. “ સસારથી કટાળ્યા છઉં, ૧૨૧ ૮ સ‘સારથી કટાળ્યા તા ઘણો કાળ થઈ ગયા છે, તથાપિ સસારનેા પ્રસંગ હજી વિરામ પામતે નથી, એ એક પ્રકારના ક્લેશ વર્તે છે.”૧૨૨ “સૌંસાર સુખ વૃત્તિથી નિરંતર ઉદાસપણું જ છે.”૧૨૩ વગેરે. પેાતાને વર્તતા સંસારખેદ તેઓ પરિચતાને જણાવતા હતા. આમ નિવેદનું લક્ષણ પણ તેમનામાં હતું. શ્રીમદ્ જેને “યા ” કે “ પ્રાણીદયા ”ના નામે ઓળખાવે છે તે “અનુકપા ” સમ્યક્ત્વનું ચાથુ લક્ષણ છે. શ્રીમમાં આ લક્ષણ ઘણા પ્રમાણમાં ખીચું હતું. કીડી જેવા સૂક્ષ્મ જીવને પણ બચાવવા તે ખૂબ લક્ષ્ય રાખતા. વળી, લીલેાતરી માળાય તે પણ તેમનાથી જોવાતુ નહિ, અને કાઈનું મરણ થયું સાંભળીને તે રડી પડતા; એવી ૧૧૯. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૭૦. ૧૨૦. જુઓ એજત, પત્રાંક ૧૨૮, ૧૩૪, ૧૬૫, ૧૭૦ વગેરે. ૧૨૧. એજન, આંક ૨૮. ૧૨૨. એજન, આંક ૩૭૯. ૧૨૩. એજન, આંક ૩૯૮. Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ અનુકંપાબુદ્ધિ તેમનામાં હતી. પૂ. ગાંધીજી જણાવે છે તેમ તેઓ શ્રીમદ્દ પાસેથી દયા ધર્મ શીખ્યા હતા,૧૨૪ અર્થાત્ તેમણે અહિંસા જાણે હતી. એ બતાવે છે કે તેમનામાં દયાધર્મ કેટલે અંશે ખીલ્યો હતો.૧૨૫ શ્રી વીતરાગપ્રણીત ધર્મમાં અર્થાત્ આત્માનાં અસ્તિત્વ, નિત્યત્વ આદિ છ પદમાં અનન્ય શ્રદ્ધા તે આસ્થા નામનું સમ્યક્ત્વનું પાંચમું લક્ષણ છે. આત્મા અને તેનાં છ પદની તેમનામાં અનન્ય શ્રદ્ધા હતી તે તેમના પ્રત્યેક લખાણમાંથી સ્પષ્ટ થાય છે. વિ. સં. ૧૯૪૬ના ભાદરવા માસમાં શ્રીમદે ધમૅછુક ભાઈ ખીમજીને આત્માનાં છએ ૫દમાં શંકા ન કરવા તથા તે વિશે વારંવાર વિચારવા લખ્યું છે, અને તે પછી પણ અનેક જગ્યાએ તે પદની નિઃશંકતા વિશે લખ્યું છે. અને તે વિશેની વિશેષ પ્રતીતિ તેઓએ શ્રી લલ્લુજી મહારાજ પર લખેલા “છે પદને પત્રમાં તથા “આત્મસિદ્ધિ”માં આવે છે. છ પદના પત્રમાં તેમણે લખ્યું છે કે – શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યફદર્શનનાં મુખ્ય નિવાસબૂત કહ્યા એવી આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે. એ છ પંદને વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. જે જે પુરુષને એ છે પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માને નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે, આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વસંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિકાળે પણ તેમ થશે...”૧૨૬ આ ઉપરાંત વીતરાગપુરુષે પ્રણીત કરેલા માર્ગની અનન્ય શ્રદ્ધા તેમની “મોક્ષમાળા”, આત્મસિદ્ધિ તથા અન્ય પત્રોમાં પણ જોવા મળે છે.૧૨ ૭ આત્માનાં આ છએ પદની પિતાને કેઈ કાળે શંકા નહિ થાય તે વિશેનો પિતાનો નિશ્ચય શ્રીમદ્દે પોતાની હાથધમાં લખે છે.૧૨૮ આ બધાં પ્રમાણે બતાવે છે કે શ્રીમદને વીતરાગપ્રણીત ધર્મ અને આત્માનાં છે પદમાં અનન્ય શ્રદ્ધા હતી. અહીં આપણે જોયું તેમ સમ્યફવનાં પાંચ લક્ષણે – શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા – શ્રીમદમાં આવ્યાં હતાં. તે બતાવે છે કે તેમને જ્ઞાન થયું હતું. વળી શાસ્ત્રોમાં મિથ્યાત્વનાં જે પાંચ લક્ષણે કહ્યાં છે તેનો શ્રીમદ્દમાં અભાવ હતો તે પણ આપણે જોઈ શકીશું. ૧૨૪. વિ. સં. ૧૯૭૮ની કીકી પૂનમે ગાંધીજીએ આપેલું વ્યાખ્યાન, “શ્રીમની જીવનયાત્રા”, પૃ. ૧૨૫. ૧૨૫. શ્રીમદ્દમાં કેટલે અંશે દયાધમ ખીલ્યો હતો તે વિશેના શ્રી શંકરભાઈ વગેરેના અનુભ, “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી મારકગ્રંથ ", પૃ. ૧૦૮ આદિ.. ૧૨૬. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૯૫, આંક ૨૯૩. આ આખો પત્ર શ્રીમદ્દને કેવું નિઃશંકત્વ હતું તે જાણવા માટે બહુ ઉપયોગી છે. ૧૨૭. જુઓ એજન, પત્રાંક : ૧૦૪, ૧૭૦, ૨૭૪, ૩૨૨, ૩૩૦ વગેરે. ૧૨૮. એજન, પૃ. ૭૯૦. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા મિથ્યાત્વ જતાં સમ્યક્ત્વ આવે છે. તે મિથ્યાત્વના પાંચ પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે ? આભિગ્રહિક, અનાભિગ્રહિક, અભિનિવેશિક, સાંશયિક અને અનામેગ-મિથ્યાત્વ. વીતરાગ પ્રણીત માર્ગ સિવાયનો કઈ કપોલકલ્પિત માગ સાચે છે એમ બતાવે તે આભિગ્રહિક મિથ્યાવ. “મોક્ષમાળા થી શરૂ કરી અનેક પત્રોમાં તથા પદોમાં તેમણે વીતરાગપ્રણીત માગને જ સાચે કરી બતાવ્યા છે. તેમાં રચેલ દેહરા પણ એ જ બતાવે છે - મંત્ર, તંત્ર, ઔષધ નહિ, જેથી પાપ પલાય, વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય.” વચનામૃત વીતરાગનાં, પરમ શાંત રસ મૂળ, ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.”૧૨૯ ૧૭ વર્ષની વય પહેલાં શ્રીમદ્દે વીતરાગપ્રણીત માર્ગ જ શ્રેષ્ઠ છે એવો નિશ્ચય કરી લીધું હતું, તે આ દેહરાઓ બતાવે છે. અને તે નિશ્ચય તેમના અંત-સમય સુધીમાં ફર્યો ન હતો. તે બતાવે છે કે તેમનામાં આભિગ્રહિક મિથ્યાત્વ નહોતું. બધાં દર્શન એકસરખી રીતે સાચાં છે તેમ માનવું તે અનાભિગ્રહિકમિથ્યાત્વ. શ્રીમદ્દે કોઈ પણ જગ્યાએ છએ દર્શનને સરખાં બતાવ્યાં નથી. પણ પરીક્ષકપણુથી જૈનધર્મની ઉત્તમતા બતાવી છે. તેને ખ્યાલ પણ “મોક્ષમાળા” તથા અન્ય પત્રો જોતાં આવે તેમ છે.૧૩૦ “મોક્ષમાળા”ના ૯૫માં પાઠમાં બીજા દર્શન જૈનધર્મ પાસે સાગરમાં બિંદુરૂપ છે, તે તુલનાત્મક અભિપ્રાય તેમણે આપ્યો છે. આ ઉપરાંત પણ બીજા પત્રોમાં તેમણે પ્રત્યેક દર્શન વિશે નિષ્પક્ષપાત અભિપ્રાય આપ્યા છે.૧૩૧ આ બધા પરથી આપણે કહી શકીએ કે શ્રીમદ્દમાં અનાભિગ્રહિક મિથ્યાત્વ નહોતું. વીતરાગપ્રણીત માર્ગ સત્ય હોવાનો નિર્ધાર (આભિનિવેશિક) કર્યા પછી પણ કઈ કારણસર અન્ય દર્શનને આગ્રહ કરવો તે મિથ્યાત્વ. આ પ્રકારને આગ્રહ શ્રીમદે કયાંય સે જણ નથી. સોળ વર્ષની વયે તેમણે “મોક્ષમાળા” લખી તે પહેલાંથી તે જીવનના અંત પર્યત તેમણે વીતરાગપ્રણીત માગને જ શ્રેષ્ઠ ગણ્યા છે, અને બીજા કેઈ પણ દર્શનને આગ્રહ સેવ્યા નથીઆ વાતની પ્રતીતિ તેમના સમગ્ર સાહિત્યના પાને પાનામાંથી આપણને મળે છે. કઈ પણ દર્શનને વખોડ્યા વિના શ્રેષ્ઠ માર્ગને તેમણે શ્રેષ્ઠ ગણાવ્યું છે. તેનો પુરાવે “આત્મસિદ્ધિ” છે. તેથી આપણે નિઃશંકપણે કહી શકીએ કે તેમનામાં આભિનિવેશિક-મિથ્યાત્વ નહોતું. સદદર્શનને નિર્ધાર થયા પછી પણ તે વિશે કોઈ પ્રકારની શંકા આવી જાય તે સાંશયિક નામનું ચેથા પ્રકારનું મિથ્યાત્વ છે. શ્રીમદ્દમાં આ જાતની ડામાડોળ સ્થિતિ ૧૨૯. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૧. આ ઉપરાંત જુઓ “મોક્ષમાળા”માં તરવાવધ ભાગ ૧ થી ૧૭, અને પત્રાંક ૨૭, પર, ૫૪, ૬૨ વગેરે. તેમને દરેક પત્રમાંથી વીતરાગપ્રણીત માગ શ્રેષ્ઠ છે તે ભાવ વ્યક્ત થાય છે. ૧૩૦, ૧૩૧. જએ “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પત્રાંક ૭૨૧, ૫૧૩, ૫૩૦ વગેરે. Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદના જીવન સિદ્ધિ જેવામાં આવતી નથી. શ્રીમદે કદી પણ પિતાના નિર્ણયમાં શંકા કરી નથી, અને સ્વીકારેલા માર્ગમાં નિઃશંકત્વને નિર્ધાર તેમણે પોતાની હસ્તને ધમાં કર્યો છે, તે આપણે પહેલા આભિગ્રહિક- મિથ્યાત્વ વખતે જોયું, તે અહીં પણ ગણી શકાય. બીજી બાજુ આત્માનાં છ પદને જેણે દઢ નિર્ધાર કર્યો હોય તેને આ મિથ્યાત્વ કેમ સંભવી શકે? - મિથ્યાત્વને પાંચ પ્રકાર તે અનાગમિથ્યાત્વ. એકે દ્વિયાદિ જોને આ પ્રકારનું મિથ્યાત્વ હોય છે. પૂર્વના સંસ્કારી બળવાન ક્ષપશમી પુરુષમાં આ મિથ્યાત્વને તે અવકાશ જ કઈ રીતે હોય? આમ, કોઈ પણ જાતનું મિથ્યાત્વ જેને પ્રવર્તતું નથી તથા સમ્યકત્વનાં પાંચ લક્ષણ જેનામાં છે, તે ઉપરાંત ક્ષપકશ્રેણીએ ચઢીને, ક્ષીણમહ ગુણસ્થાનેથી આગળ વધીને, કેવલ્યપદ પામવાના કોડ જે “અપૂર્વ અવસર”માં સેવે છે, તે શ્રીમને સમકિત સંભવતું હતું, એ બાબતમાં સંશય કેમ આવી શકે ? શ્રીમદનું અંતિમ વર્ષ વિ. સં. ૧૯૫૨થી સર્વસંગપરિત્યાગ કરવાની ઇચ્છા શ્રીમદે સેવી હતી, પરંતુ કેટલાક સંજોગોને કારણે તેઓ વેપારાદિ કાર્યમાંથી નિવૃત્ત થઈ શક્યા ન હતા. પરંતુ વિ. સં. ૧૫૫થી તેમણે બધાં ક્ષેત્રેથી નિવૃત્તિ સ્વીકારી હતી, અને સર્વસંગપરિત્યાગની તૈયારી ચાલુ કરી હતી, વાનપ્રસ્થ ધર્મ પાળવાની શરૂઆત પણ કરી હતી. તેમને વૈરાગ્ય તીવ્ર બન્યો હતો. એ અરસામાં તેમને સંગ્રહણી રોગ લાગુ પડશે, પરિણામે શ્રીમની નાજુક તબિયત વિશેષ નબળી બની. માથા પર સૂર્યનાં કિરણો લાગે તે તેથી તેમને માથું દુખવા આવતું. વજન પણ ઘણું ઊતરી ગયું હતું. તેમ છતાં મને બળ દઢ હતું. વિ. સં. ૧લ્પ૬માં તેઓ ઈડરથી નરોડા આવ્યા હતા, ત્યાં મુનિસમાગમ કર્યો હતે. એક દિવસ બપોરના બાર વાગ્યે જંગલમાં સત્સંગ માટે જવાન બધાએ નિર્ણય કર્યો. એ પ્રમાણે બધા મુનિઓ તેમની રાહ જોતા ભાગે ઊભા. શ્રીમદ્દે આવીને મુનિઓના પગ દાઝતા હશે એમ કહી પિતાના પગમાંથી પણ પગરખાં કાઢી નાખ્યાં, અને ખુલ્લા પગે અનિઓ સાથે ચાલવા લાગ્યા. નિયત સ્થાને પહોંચ્યા ત્યારે શ્રીમનાં પગનાં તળિયાં લાલચોળ થઈ ગયાં હતાં, છતાં તેમણે ત્યાં હાથ સુધ્ધાં ફેરવ્યો નહિ. અને બેઠા પછી તેમણે મુનિઓને જણાવ્યું કે, “અમે હવે તદ્દન અસંગ થવા ઈચ્છીએ છીએ.” અને પછી મુનિઓને તેમણે બંધ કર્યો. આમ પ્રત્યેક સાંસારિક બાબતમાં શ્રીમદ્દની નિસ્પૃહતા ઘણી વધી ગઈ હતી. વિ. સં. ૧૯૫૭માં શ્રીમદ્દ અમદાવાદ આવ્યા, તે પહેલાં શ્રીમદે તેમનાં માતુશ્રી પાસે “સર્વસંગપરિત્યાગ કરવા દેવાની ” આજ્ઞા ઘણુ વાર માગી હતી. પણ પુત્ર પરના અતિરાગને લઈને માતા રજા આપતાં નહોતાં. પરંતુ વિ. સં. ૧૯૫૭માં તેમણે સાજા થયા પછી Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા શ્રીમક્રને સંસારત્યાગ કરવાની આજ્ઞા આપવા જણાવ્યું હતું. અને તેથી શ્રીમદ્દ આજ્ઞા મેળવવાની રાહ જોતા હતા. પોતાને માતા ૨જા નહતાં આપતાં તે વખતે એક વાર શ્રીમદ્ તેમની માતાને કહેલું કે, “મા, જીવતે જોગી.. કોઈ દિવસ તેનું મેટું જેવા તમને મળશે ને તમારે બારણે આવશે.”૧૩૨ તે પછી કઈક રાજાનું દૃષ્ટાંત પણ આપ્યું હતું. તે બધું સાંભળીને અતિ દુ:ખ થવાથી તેમનાં માતા ખૂબ રડયાં હતાં. તેથી દુઃખ પામી શ્રીમદે કહેલું. “મા, તમને જેમ ઠીક લાગે તેમ. હવે હું બોલીશ નહિ.”૧૩૩ આ પ્રસંગ બન્યા પછી, અને શ્રીમદ્ભા દેહત્યાગ પછી માતુશ્રી કહેતાં કે, મેં ભાઈને સાધુ થવાની રજા આપી હતી તે ભાઈની ઉંમર વધારે હતી, એમ ભાઈ કઈક વખત કહેતા.૧૩૪ આમ સર્વસંગપરિત્યાગની રજા તે માતાજી પાસેથી નહોતી મળી, છતાં વિ. સં. ૧૯૫૫ પછીથી તેમણે લક્ષમી અને સ્ત્રી બંનેને ત્યાગ કર્યો હતે. અને શ્રીમદ્દ એ વ્રત બહુ બારીકાઈથી પાળતા. રેલગાડીની ટિકિટ સરખી પણ તેઓ પોતાની પાસે રાખતા નહિ. અને વિ.સં. ૧૯૫૬માં તેમની પ્રેરણાથી સ્થપાયેલ “પરમકૃત પ્રભાવક મંડળ”ના કામકાજ અને ક્યારેક પૈસાની બાબતમાં ભળવું પડે તો તેને પણ અતિચારરૂપે ગણતા. વિ. સં. ૧૫૭માં માતાજીની આજ્ઞા મળવાની આશા બંધાવાથી તેમણે સર્વસંગપરિત્યાગની તૈયારી ચાલુ કરી. પણ તે અરસામાં તેમની તબિયત વધુ બગડી. તેમને લાગુ પડેલું સંગ્રહણનું દર્દ દિવસે દિવસે જોર પકડતું ગયું, અને દેહને કૃશ બનાવતું ગયું. તેથી લીંબડી, વઢવાણ વગેરે સ્થળોએ તેમને હવાફેર માટે લઈ જવામાં આવ્યા, પણ કંઈ ફાયદો થયો નહિ. અંતિમ દિવસોમાં તે તેમની કાયા સુકાઈને માત્ર ૪૫ પીંડની થઈ ગઈ હતી.૧૩૫ આ વ્યાધિ હતું તેથી અન્ય સંબંધીઓ ચિંતાતુર થઈ જતા તેપણ શ્રીમદ તે હંમેશ પ્રસન્નચિત્ત જ રહેતા. આવી તબિયતે વિ. સં. ૧૯૫૭ના ફાગણ માસ આસપાસ તેમને રાજકેટ ખસેડવામાં આવ્યા, જ્યાં ડો. પ્રાણજીવનદાસ વગેરે તેમની સેવામાં હતા. વિ. સં. ૧૯૫૭માં અમદાવાદના સેમાભાઈ નામના એક ભાઈ શ્રીમદની પાસે તેમની સેવા માટે ગયા હતા. તેઓ જણાવતા હતા કે તે વખતે શ્રીમદને સંગ્રહણનું દરદ બહ જોરમાં હતું, તેથી વારંવાર ઝાડે જવું પડતું હતું. અને તબિયત એટલી બધી નબળી હતી કે પથારીમાં જ તેમને ઝાડે કરાવા. તેમને ઝાડે નાખનાર સર્વ જણાવે છે કે શ્રીમદ્દના ઝાડામાં કેસર અને કસ્તૂરીની સુગંધ આવતી હતી, આથી કોઈને પણ સૂગ થતી નહોતી. શ્રીમદ્દના જ્ઞાનને આ અતિશય હતેા.૧૩૬ ૧૩૨. ૧૩૩. ૧૩૪. “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ”, પૃ. ૫૭. ૧૩૫. “શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ ૫, ભાગ ૨, ખંડ ૪, પૃ. ૧૨૦. ૧૩૬. ઝાડામાં કેસર-કસ્તુરીની સુગંધની વાત સોમાભાઈ મહાસુખભાઈ જણાવતા હતા. તેઓ શ્રીમદ્દના સમાગમમાં વિ. સં. ૧૯૫૬-૫૭માં આવ્યા હતા. Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ રાજકેટ આવ્યા પછી શ્રીમદ્દની તબિયત વધુ લથડી હતી. તેમનાં કુટુંબીજને તથા સ્નેહીજને તેમની સેવામાં હતાં. પણ તેઓ તે પોતાના આત્મસ્વરૂપમાં જ લીન રહેતા. તેમણે પોતાની સ્થિતિ વિશે થોડા ઉદગારે વિ. સં. ૧૯૫૭ના ફાગણ વદ ત્રીજના રોજ લખ્યા હતા, તે જોઈએ – ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વરચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે બાજે ઘણે રહ્યો હતો તે આત્મવીર્યો કરી જેમ અ૫કાળે વેદી લેવાય તેમ પ્રઘટન કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. જે સ્વરૂપ છે. તે અન્યથા થતું નથી એ જ અદ્દભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે. પ્રકૃતિ ઉદયાનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે.”૧૩૭ આ વચનો પરથી લાગે છે કે તેમને પોતાના અંતિમ દિવસોને ખ્યાલ આવી ગયે હતે. શ્રીમદના અંતિમ દિવસની – ચૈત્ર વદ ૫ ની -ચર્યા તેમના લઘુબંધુ શ્રી મનસુખભાઈએ લખી છે, તે વિગત તેમના જ શબ્દોમાં જોઈએ – મનદુઃખ, હું છેવટની પળ પર્યત અસાવધ રહ્યો. તે પવિત્રાત્માએ આડકતરી રીતે ચેતવ્યું, તથાપિ રાગને લઈને સમજી શક્યો નહિ. હવે સ્મરણ થાય છે કે તેઓએ મને અનેક વાર ચેતવણી આપી હતી. હું અજ્ઞાન, અંધ અને મૂખ તેઓશ્રીની વાણી સમજી શકવાને અસમર્થ હતો. દેહત્યાગના આગલા દિવસે સાયંકાળે રેવાશંકરભાઈ, નરભેરામ, હું વગેરે ભાઈઓને કહ્યું, “તમે નિશ્ચિંત રહેજો. આ આત્મા શાશ્વત છે. અવશ્ય ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનું છે. તમે શાંતિ અને સમાધિપણે પ્રવર્તશે. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ દ્વારા કહી શકાવાની હતી તે કહેવાને સમય નથી. તમે પુરુષાર્થ કરશે. આવી સ્પષ્ટ ચેતવણી છતાં અમે રાગને કારણે ચેતી શકયા નહિ. અમે તે બફમમાં રહ્યા કે અશક્તિ જણાય છે. રાત્રિના અઢી વાગે અત્યંત શરદી થઈ તે સમયે તેઓશ્રીએ જણાવ્યું કે “નિશ્ચિંત રહે, ભાઈનું સમાધિમૃત્યુ છે.” ઉપાય કરતાં શરદી ઓછી થઈ ગઈ. પિણું આઠ વાગે સવારે દૂધ આપ્યું, તે તેઓએ લીધું. તન્ન સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયા રહ્યાં હતાં. પણ નવે કહ્યું, “મનસુખ, દુઃખ ન પામતો, માને ઠીક રાખજે. હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું.” સાડાસાત વાગે જે બિછાનામાં પોઢયા હતા તેમાંથી એક કોચ ઉપર ફેરવવાની મને આજ્ઞા કરી. મને લાગ્યું કે અશક્તિ ઘણું જણાય છે માટે ફેરફાર ન કર. ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કર. એટલે મેં સમાધિભાવે સૂઈ શકાય એવી કેચ પર વ્યવસ્થા કરી, જે ઉપર તે પવિત્ર દેહ અને આત્મા સમાધિસ્થ ભાવે છૂટા પડ્યા. લેશ માત્ર આત્મા છુટા થવાનાં ચિહ્ન ન જણાયાં. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભા ઊભા ચિત્રપટ પડાવેલ તે જ ૧૩૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૫૮. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા સ્થિતિમાં કોચ ઉપર સમાધિ પાંચ કલાક રહી. લઘુશંકા, દીર્ઘ શંકા, મેઢ પાણી કે આંખે પાણી કે પરસે કંઈ પણ પણ આઠથી બે વાગ્યા સુધી, પ્રાણ છૂટા પડ્યા તે પણ કશું જણાયું નહોતું. એક કલાકે, દૂધ પીધા પછી હંમેશ દિશાએ જવું પડતું તેને બદલે આજે કંઈ પણ નહિ. જેવી રીતે યંત્રને ચાવી દઈ આધીન કરી લેવામાં આવે તે રીતે કરેલ. આવા સમાધિસ્થભાવે તે પવિત્ર આત્મા અને દેહનો સંબંધ છૂટો. પાંચ-છ દિવસ અગાઉ તેઓશ્રીએ કેટલાંક પદ લખાવેલાં તે પૂ. ધારસીભાઈ અને નવલચંદભાઈ પાસે છે. પોતે તદ્દન વીતરાગભાવે પ્રવૃત્તિ કરેલી એટલે કે ઈ પણ પ્રકારે તેઓશ્રીએ પોતાની માની પ્રવૃત્તિ કરેલી નહિ, ઉદાસીનપણું જ યોગ્ય ધાર્યું હતું.”૧૩૮ શ્રીમદના દેહત્યાગ વખતે શ્રી નવલભાઈ પણ હાજર હતા. તેઓશ્રી અંબાલાલભાઈને શ્રીમદ્દના દેહત્યાગ-સમયની દશા વર્ણવતાં લખે છે કે – “નિર્વાણ સમયની મૂતિ અનુપમ, ચૈતન્યવ્યાપી, શાંત, મનહર અને જોતાં તૃપ્તિ ન થાય તેવી શોભતી હતી, એમ આપણને ગુણાનુરાગીને તો લાગે, પણ જેઓ બીજા સંબંધે હાજર હતા તેઓને પણ આશ્ચર્ય પમાડતી ને પૂજ્યભાવ ઉત્પન્ન કરતી જણાતી હતી. આ વખતના અભુત સ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાવ થાય છે તે લખી શક્તા નથી.”૧૩૯ વિ. સં. ૧૯૫૭ના ચૈત્ર વદ પાંચમ ને મંગળવારે બપોરે બે વાગ્યે થયેલા શ્રીમદના દેહાંતના સમાચારથી અંબાલાલભાઈ, લલ્લુજી મહારાજ વગેરેને ઘણે આઘાત લાગ્યો હતો. અને તેમને વિગ પણ સાલ્યો હતો. - સમાધિમરણ થવું એ બહુ દુર્લભ વસ્તુ છે. જ્ઞાનીઓ કહે છે કે એક ભવનું સમાધિમરણ અંનત ભવનાં અસમાધિમરણને ટાળી દે છે. એવું અપૂર્વ સમાધિમરણ શ્રીમદને પ્રાપ્ત થયું હતું. અલબત્ત, તેમણે પોતાની આખી જિંદગી એ માટે જ પુરુષાર્થ કર્યો હતો. અને તેના ફળરૂપે તેમણે ઉચ્ચ સમાધિમરણ પ્રાપ્ત કર્યું હતું. અનેક વર્તમાનપત્રોએ શ્રીમદના અવસાનની નેધ લેતાં અગ્રલેખ લખ્યા હતા. અને તેમાં શ્રીમદની અવધાન, જયોતિષ આદિના જ્ઞાનથી ઉજ્જવળ થયેલી કારકિર્દીને ચિતાર અપાયો હતો. આ બધાંમાં મુંબઈ સમાચાર”, “ધ પાયોનિયર”, “ધ ઈન્ડિયન સ્પેકટેટર” વગેરે મુખ્ય હતાં. આ સમયે અલાહાબાદથી પ્રગટ થતા અંગ્રેજી પત્ર “ધ પાયોનિયર”ના તા. ૨૨ મે ૧૯૦૧ના અંકમાં શ્રીમદ્ રાજચંદ્રના અવસાન-પ્રસગે નીચે પ્રમાણે નેધ લેવાઈ હતી :- ૧૩૮. “શ્રીમદ્ રાજચંદ્ર : જીવનકળા”, આવૃત્તિ ૫, પૃ. ૨૧૮. ૧૩૯. એજન, પૃ. ૨૨૦. Page #111 -------------------------------------------------------------------------- ________________ R શ્રીમદની જીવનસિદ્ધિ Indians of To-day “ Shreemad Rajchandra was in every way a remarkable man. His mental powers were extra-ordinary. At the same time the moral elevation of his charactor was equally striking. His regard for truth, his adherance to the strictest moral principles in business, his determination to do what he believed to be right, in spite of all opposition, and his lofty ideal of duty inspired and elevated those who came in contact with him. His exterior was not imposing, but he had a serenity and gravity of his own. On account of his vast and accurate knowledge of relegions and philosophy, his wonderful powers of exposition and his lucid delivery, his discoursed were listened with the utmost attention. His self-control under irritating circumstances was so complete, his presence so inspiring that those who came to discuss with him in a defiant and combitive frame of mind returned quite humiliated and full of admiration." શ્રીમદ્દનું ધામિક વલણ બાળવયથી જ શ્રીમદમાં પ્રીતિ, સરળતા તથા સર્વ પ્રતિ બ્રાતૃભાવ કેળવવાની ઈચ્છા હતી. તેઓ માણસજાતના બહુ વિશ્વાસુ હતા, અને લેકમાં જુદાઈના અંકુરે જોઈ તેમનું અંતકરણ રડી ઊઠતું; એમનામાં આટલી બધી કમળતા હતી. આવા સાફ, સરળ, વાત્સત્યમય બાળ શ્રીમદ પર તેમના પિતામહ તરફથી ભક્તિના સંસ્કાર રેડાયા હતા. - શ્રીમદુના પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા, તેથી તેમની પાસેથી શ્રીમદે કૃષ્ણનાં પદે, તથા જુદા જુદા અવતાર સંબંધીના ચમત્કારે સાંભળ્યા હતા. પરિણામે બાળ શ્રીમદ્દમાં એ અવતારે પ્રતિની પ્રીતિ તથા ભક્તિ બંને આવ્યાં હતાં. આથી બાળલીલામાં તેમણે રામદાસજી નામના સાધુ પાસે કંઠી પણ બંધાવી હતી. તેઓ દરાજ કૃષ્ણનાં દર્શન કરવા પણ જતા. તેના ચમત્કાર જોવાની તેમને ઘણું ઉત્કંઠા હતી, તેથી તે સંપ્રદાયના મહંત બનવાની ઇચ્છા પણ તેમને થતી. આમ બાળવયથી તેમને તેમના પિતામહ તરફથી વૈષ્ણવ સંપ્રદાયના સંસ્કાર મળ્યા હતા. વળી, ગુજરાતી ભાષાની પાઠમાળામાં આપેલ જગકર્તા સબંધીના બોધ તેમને દઢ થઈ ગયો હતો, એટલે તેમને જગકર્તામાં ન માનન પ્રતિ ઘણા આવતી હતી. કોઈ વસ્તુ બનાવ્યા વિના બને જ નહિ તે સિદ્ધાંત દઢ થવાથી જનધર્મની કર્મ સંબંધી માન્યતા તેમને મૂર્ખતાભરી લાગતી. વળી, વૈષ્ણવ સંપ્રદાય કરતાં જેનના આચારવિચાર મલિન લાગતા હતા, તેથી પણ તેમની પ્રીતિ વૈષ્ણવ સંપ્રદાય તરફ બાળપણમાં વિશેષ રહી હતી. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૩ ૧. જીવનરેખા. શ્રીમદ્દનાં માતુશ્રી જૈનનાં દીકરી હતાં, તેથી તેમના તરફથી તેમને જન સંસ્કાર પણ મળ્યા હતા. વળી, તેમની જન્મભૂમિના ગામ વવાણિયામાં જેટલા વાણિયાઓ રહેતા હતા, તેને મોટે ભાગ પ્રતિમાને નહિ માનનાર જનવર્ગમાં આવતો હતે. શ્રીમદ્દ પહેલેથી ગામના નામાંકિત અને શક્તિશાળી વિદ્યાર્થી તરીકે પ્રખ્યાત હતા. તેથી ગામના અગ્રગણ્ય લોકો તેમની સાથે વાત કરવા શ્રીમદને બોલાવતા. શ્રીમદ્દ પણ પિતાની શક્તિ બતાવવા તેમની પાસે જતા અને વાતચીત કરતા. એ લોકો શ્રીમદ્દ સાથેની વાતોથી આનંદિત થતા, અને ક્યારેક શ્રીમદે બાંધેલી કંઠીની હાંસી પણ કરતા. તે વખતે તેઓ પોતાને અભિપ્રાય સમજાવવા બનતે પ્રયત્ન કરતા, પણ એ લોકે વધુ સબળ હતા. તે લોકોના સંગમાં શ્રીમદને જૈનનાં “પ્રતિક્રમણ સૂત્ર”, “સામાયિક સૂત્ર” આદિ વાંચવા મળ્યાં. તેમાં ખૂબ જ વિનયપૂર્વક સર્વ જગતના જીવોથી મૈત્રી ઈશ્કેલી જોઈને શ્રીમદની આ સૂત્રે ઉપર પ્રીતિ થઈ, અને સાથે સાથે વૈષ્ણવ સંપ્રદાયમાં પણ પ્રીતિ ચાલુ રહી. ધીરે ધીરે જૈનધર્મને તેમને પરિચય વધતો ગયો, તો પણ તેમને વૈષ્ણવ સંપ્રદાયના સ્વચ્છ રહેવાના તથા બીજા કેટલાક આચારવિચાર વિશેષ પ્રિય હતા. એટલું જ નહિ પણ જગતકર્તા પ્રત્યેની તેમની શ્રદ્ધા એવી જ અચળ હતી. એ અરસામાં, એટલે કે લગભગ તેમની તેર વર્ષની વય આસપાસ, તેમણે બંધાવેલ કંઠી તૂટી ગઈ, જે તેમણે ફરીથી બંધાવી નહિ. આમ બાળવયથી જ શ્રીમદ્ સત્યધન પાછળ લાગી ગયા હતા. વૈષ્ણવ સંપ્રદાયની પ્રીતિ હોવા છતાં, જનનું જે જે સારું લાગ્યું તે તે સર્વે તેઓ ઝડપથી સ્વીકારતા ગયા હતા. અને વર્ષોના પ્રયત્ન પછી પણ જે સાધ્ય ન થાય તે તેમણે આ રીતે નાની વયમાં જ સાધ્ય કરી લીધું હતું. તેર વર્ષની વયે શરૂ થયેલ ધર્મમંથનને કાળ લગભગ ત્રણેક વર્ષ સુધી લંબાયો હતે. છ દર્શનમાં શ્રેષ્ઠ કયું, કયા દર્શનને અનુસરવાથી જીવનમુક્ત થવાય એની શોધમાં તેમણે ત્રણચાર વર્ષ, જે જે ધાર્મિક ગ્રંથ ઉપલબ્ધ થયા તે તે વાંચવા-વિચારવામાં ગાળ્યાં. અને તેમાંથી તેઓ એવા નિર્ણય પર આવ્યા કે વીતરાગ પ્રભુપ્રણીત માર્ગ–જન દર્શન – જ શ્રેષ્ઠ છે. પોતે કરેલા નિર્ણયને નિચોડ તથા સમજાવટ તેમણે “મોક્ષમાળામાં આપેલ છે. તેમાં જૈનધર્મના સિદ્ધાંત સરળતાથી સમજાવવાની સાથે અનેક દૃષ્ટાંતો પણ આપ્યાં છે. વળી ષડ્રદર્શનની તુલનામાં જૈનધર્મની શ્રેષ્ઠતા બતાવવા તેમણે “તત્ત્વાવબોધ”ના ૧૭ પાઠ તેમાં રચ્યા છે. તેમાં જનધર્મની શ્રેષ્ઠતા કઈ રીતે હતી તે બતાવતાં તેમણે લખ્યું છે કે – જૈનના અકેકા પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતાં આયુષ્ય પૂર્ણ થાય, તો પણ પાર પામીએ નહિ તેમ રહ્યું છે. બાકીના સઘળા ધર્મમતોના વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ બિંદુરૂપ પણ નથી. જૈન જેણે જાણ્યા અને સેવ્યો તે કેવળ નીરાગી અને સર્વજ્ઞ થઈ જાય છે. એના પ્રવર્તક કેવા પવિત્ર પુરુષે હતા ! એના સિદ્ધાંતો કેવા અખંડ, સંપૂર્ણ અને દયામય છે! એમાં દૂષણ કાંઈ જ નથી. કેવળ નિર્દોષ તો માત્ર જનનું દર્શન છે. એ એક્કે પારમાર્થિક વિષય નથી કે જે જૈનમાં નહિ હોય, અને એવું એકે તત્ત્વ નથી જે જૈનમાં નથી. એક વિષયને અનંત ભેદે Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રીમદ્દી જીવનસિદ્ધિ પરિપૂર્ણ કહેનાર તે જૈન દર્શન છે. પ્રત્યેાજનભૂત તત્ત્વ એના જેવું કચાંયે નથી. આમ કહેવાનું કારણ શું? તો માત્ર તેની પરિપૂર્ણતા, નીરાગિતા, સત્યતા અને જગતહિતસ્વિતા. ’૧૪૦ આમ શ્રીમદ્દે લઘુવયથી જ, સં ધર્મની તુલના કર્યા પછી, જૈનધર્મની શ્રેષ્ઠતા જાણી હતી, તે ઉપરના અવતરણ પરથી સ્પષ્ટ થાય છે. પછી પણ જુદાં જુદાં દશને વિશેનાં તુલનાત્મક વચના તેમના પત્રાદિ સાહિત્યમાં મળે છે. ઉદાહરણ તરીકે :-- “ વેદાંતાદિમાં આત્મસ્વરૂપની જે વિચારણા કહી છે, તે વિચારણા કરતાં શ્રી જિનાગમમાં જે આત્મસ્વરૂપની વિચારણા કહી છે, તેમાં ભેદ પડે છે. સ` વિચારણાનું ફળ આત્માનુ સહજસ્વભાવે પરિણામ થવુ એ જ છે. સંપૂર્ણ રાગદ્વેષ ક્ષય થયા વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહિ એવા નિશ્ચય જિને કહ્યો છે તે, વેદાંતાદિ કરતાં બળવાન પ્રમાણભૂત છે. ’૧૪૧ “ વેદાંતા દે દનના લક્ષ આત્મજ્ઞાનભણી અને સ’પૂર્ણ મેાક્ષ પ્રત્યે જતા જોવામાં આવે છે, પણ તેના યથાયાગ્ય નિર્ધાર સંપૂર્ણ પણે તેમાં જણાતા નથી, અશે જણાય છે, અને કઈ કઈ તે પણ પર્યાયફેર દેખાય છે. જોકે વેદાંતને વિશે ઠામ ઠામ આત્મચર્યા જ વિવેચી છે, તથાપિ તે ચર્ચા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે એમ હજી સુધી લાગી શકતુ. નથી...એમ જણાય છે કે વેદાંત જે પ્રકારે આત્મસ્વરૂપ કહે છે તે જ પ્રકારે સવ થા વેદાંત અવિરાધપણુ પામી શકતું નથી. કેમ કે તે કહે છે તે જ પ્રમાણે આત્મસ્વરૂપ નથી, કાઈ તેમાં મોટા લેક જોવામાં આવે અને તે તે પ્રકારે સાંખ્યાદિ દનાને વિશે પણ ભેદ જોવામાં આવે છે. એક માત્ર શ્રી જિને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ અવિરાધી જોવામાં આવે છે અને તે પ્રકારે વેઢવામાં આવે છે, સ પૂર્ણ પણે અવિરાધી જિનનુ' કહેલુ. આત્મસ્વરૂપ હાવા યાગ્ય છે, એમ ભાસે છે. ૧૪૨ આમ સ ધર્મનાં અવલાકન પછી જ શ્રીમદ્દે જૈનધર્મ ને શ્રેષ્ઠ ગણ્યા હતા. તેમને વેદાંતના સમ તત્ત્વજ્ઞાની જેટલું વેદાંતનુ જ્ઞાન હતુ. તે તેમની હસ્તનેાંધ શ્વેતાં જણાશે. જૈનધર્મની ઉત્તમતા જાણવા છતાં તેના થકી જ મેાક્ષ થાય તેવા આગ્રહ નહાતા. તેમના મત મુજબ તા સ ધર્મનુ મૂળ આત્મધર્મ હતું. અને જે રીતે આત્મા પમાય તે જ માક્ષમા એ તેમના સૌથી પ્રબળ અભિપ્રાય હતા. પણ આ મા બે નથી, તેમ સ્પષ્ટ જણાવતાં એક પત્રમાં તેમણે લખ્યુ છે કે :~ 66 મેાક્ષના માર્ગ એ નથી...શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રીકૃષ્ણે તરશે, જે વાઢેથી શ્રીકૃષ્ણે તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, ગમે તે યાગમાં જ્યારે પમાશે ત્યારે પવિત્ર શાશ્વત સત્પદના અનંત અતીન્દ્રિય સુખના અનુભવ થશે .. મતભેદ રાખી કાઈ મેાક્ષ પામ્યા નથી. ’૧૪૩ ૧૪૦, ૧૪૧. ૧૪૨. “ શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૨૫; પૃ. ૪૬૩, આ ઉપરાંત આંક ૫૧૩, ૫૩૦, ૭૧૧ વગેરે જોવાથી શ્રીમા તુલનાત્મક અભ્યાસ જણાશે. ૧૪૩. એજન, પૃ. ૧૮૨. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા આ ઉપરાંત શ્રીમદ્દ એ જ અભિપ્રાય જણાવતાં નીચેનાં વચને તપાસ - “જ્યારે જૈનશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જેની થવાને નથી જણાવતા, વેદાંતશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી થવા નથી જણાવતા, તેમજ અન્ય શાસ્ત્ર વાંચવા જણુવીએ ત્યારે અન્ય થવા નથી જણાવતા. માત્ર જે જણાવીએ છીએ, તે તમે સર્વને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ, જેની અને વેદાંતી આદિને ભેટ ત્યાગ કરે. ૧૪૪ ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય, તે ત્યાં પછી મતમતાંતરની કંઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. આત્મવ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે, જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરી છે, અને જેટલા આત્મા તર્યા છે, વર્તમાને તરે છે, ભવિષ્ય તરશે તે સર્વ એક જ ભાવને પામીને.૧૪૫ જૈનના આગ્રહથી જ મોક્ષ છે એમ આત્મા ઘણુ વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુક્તભાવમાં જ મોક્ષ છે એમ ધારણા છે. 2૧૪૬ “હું કેઈ ગરછમાં નથી, પણ આત્મામાં છું, એ ભૂલશે નહિ.૧૪ ૭ જગતના સઘળા દર્શનની મતની શ્રદ્ધાને ભૂલી જજે, જન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજે, માત્ર તે પુરુષના યોગસ્કુરિત ચારિત્રમાં જ ઉપગને પ્રવર્તાવશે.”૧૪૮ આ પ્રકારનાં અનેક વચન ઉપરાંત શ્રીમદનાં કાવ્યમાં પણ એ જ અભિપ્રાય ઠેર ઠેર નજરે ચડે છે. એક-બે ઉદાહરણ જોઈએ :– “ભિન્ન ભિન્ન મત દેખિએ, ભેદ દષ્ટિને એહ, એક તત્વના મૂળમાં, વ્યાપ્યા માને તેહ.” જાતિ વેશનો ભેદ નહિ, કહ્યો માગ જે હોય, સાથે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય.”૧૪૯ શ્રીમદ્દ આમ પક્ષપાતરહિત, મધ્યસ્થતાથી જ જૈનધર્મને શ્રેષ્ઠ ગણુતા હતા, તેથી જ તો તેઓ – " पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । ગુમ વનને સ્વ રહ્યું ઃ પરિપ્રદ: || ૧૫૦ ૧૪૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૨૬. ૧૪૫. એજન પૃ. ૧૯૩. ૧૪૬. એજન, પૃ. ૨૧૮. ૧૪૭. એજન, પૃ. ૧૭૦. ૧૪૮. એજન, પૃ. ૧૭૦. ૧૪૯. એજન, પૃ. પપ૩. ૧૫૦. એજન, પૃ. ૧૮૯. Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ એ હરિભદ્રાચાર્યને મધ્યસ્થતા બેધક કલેક ટાંકી શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી જેવા પાકા વેદાંતીને પણ મધ્યસ્થતા કેળવવાની હિમાયત કરે છે. જૈન દર્શનને ઉત્તમ માનતા હોવા છતાં વિ. સં. ૧૯૪૪ થી શરૂ કરી વિ. સં. ૧૯૫૭ સુધી તેમણે સઘળાં મતમતાંતરને ત્યાગવાને જ ઉપદેશ આપ્યો હતો. જે માગે આત્મજ્ઞાન થાય તે જ માર્ગ ઉત્તમ તે તેમની મુખ્ય માન્યતા હતી. કેઈ પણ ધર્મ પ્રતિ તેમને અંગત રાગ કે દ્વેષ નહોતો, તે ઉપરનાં અવતરણે ઉપરાંત તેમણે રચેલાં “મોક્ષમાળા”, “આત્મસિદ્ધિ”, “અપૂર્વ અવસર”, “મૂળમાર્ગ રહસ્ય”, “પંથ પરમ પદ બેધ્યે”, વગેરે જોતાં જણાશે. આત્મજ્ઞાન થવાનો ઉપાય શ્રેષ્ઠ રીતે જેનમાં બતાવ્યો હોવાથી તેમને તેમાં પ્રીતિ થઈ હતી, તેમ છતાં જ્યાં જ્યાંથી સારાં ત મળે ત્યાં ત્યાંથી તે લેવામાં તેમણે કદી બાધ ગો ન હતો. આથી જ તે તેઓ કબીર, નરસિંહ, મીરાં, અખ, દયારામ, છમ, પ્રીતમ, નિરાંત, ભજે વગેરે સંત કવિઓનાં કાવ્યોને અધ્યાત્મરસ માણી શકતા હતા. વળી, તેમણે અનેક જગ્યાએ જૈન દર્શનનાં ન હોય તેવાં “પ્રબોધશતક”, “પંચીકરણ”, ગવાશિષ્ટ”, “મણિરત્નમાળા”, “ગીતા” આદિ પુસ્તક વાંચ્યાને ઉલ્લેખ કર્યો છે, એટલું જ નહિ તે ગ્રંથ વાંચવાની ભલામણ મુમુક્ષુઓને પણ કરી છે. તે જ બતાવે છે કે તેમને ઉપદેશ કેઈ મતમાં પુરાઈ રહેવાનો ન હતો, પણ આત્મજ્ઞાન પામવાને રસ્તે જ ચાલવાનો હતો. આત્મજ્ઞાન પામવા માટે તેમને જેમ જૈન દર્શનની ઉત્તમતા લાગી, તેમ તેના ઉપાય તરીકે ભક્તિમાર્ગ શ્રેષ્ઠ લાગ્યો હતો. ભક્તિમાર્ગે ચાલવાથી જીવનું કલ્યાણ વહેલું થાય છે, તેમ તેઓ માનતા હતા. વિ. સં. ૧૯૪૭ના મહા વદ ૩ ના રોજ, પિતાને પરાભક્તિનું સ્વરૂપ સમજાયાની વાત તેમણે સેભાગભાઈને લખી છે. તેમાં ગોપીઓ ભગવાન શ્રીકૃષ્ણને મહીની મટકીમાં નાખીને વેચવા ચાલી છે, તે “ભાગવત”ના પ્રસંગમાં ગોપીઓની ભક્તિ દ્વારા વ્યાસમુનિએ પણ કેવો અખંડ હરિરસ ગાય છે, તે વિશે શ્રીમદે લખ્યું છે કે – આખી સૃષ્ટિને મથીને જે મહી કાઢીએ માત્ર એક અમૃતરૂ૫ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થળ કરી વ્યાસજીએ અદભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકને જ પ્રાપ્ત કરાવવા માટે અક્ષરે અક્ષરે ભરપૂર છે. તે મને ઘણું કાળ થયાં પહેલાં સમજાયું છે, આજે અતિ અતિ સ્મરણમાં છે, કારણ કે સાક્ષાત્ અનુભવપ્રાપ્તિ છે... ઘણું ઘણું પ્રકારથી મનન કરતાં અમારો દઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે પુરુષનાં ચરણ સમીપ રહીને થાય તે ક્ષણ વારમાં મોક્ષ કરી દે તે પદાર્થ છે.”૧૫૧ અહીં ભક્તિમાર્ગની શ્રેષ્ઠતા ઉપરાંત અન્ય ધર્મનાં સારાં તો સ્વીકારવાની શ્રીમદની રીતિ જોઈ શકાશે. વળી આ વચને જુઓ – ૧૫૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૬૩, Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા “ અનાદિથી અત્યંત અજ્ઞાનદશાએ આ જીવે પ્રવૃત્તિ કરી એકદમ અસત્ય અને અસાર સમજાઈ, તેની નિવૃત્તિ સૂજે એમ બનવુ' માટે જ્ઞાની પુરુષના આશ્રય કરવા રૂપ ભક્તિમાગ જિને નિરૂપણ માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે.”૧૫૨ 66 આત્મજ્ઞાન દુર્ગામ્ય પ્રાયે દેખીને નિષ્કારણ કરુણાશીલ એવા તે સત્પુરુષાએ ભક્તિમાર્ગ પ્રકાશ્યેા છે; જે સવ અશરણને નિશ્ચળ શરણરૂપ છે, અને સુગમ છે, ”૧૫૩ શ્રીમદ્ આત્મજ્ઞાન પામવા માટે, ઉપર જોયાં તે અવતરણા પ્રમાણે, ભક્તિમાર્ગને શ્રેષ્ઠ ગણ્યા હતા. અને તેથી ધર્મનાં મતાંતર જોઈ તેમના દિલને બહુ દુ:ખ થતું. નાના નાના ભેદો માટે લડી મરીને જીવને પેાતાનું કલ્યાણ જ કરવુ' ચૂકી જતા દેખી તેમના અંતરમાં ખૂબ વેદના થતી. આ મતાંતા જોઈ તેમની આંખેામાં આંસુ આવી જતાં. વર્ષોમાં એએક દિવસના ફેરથી એ પર્યુષણ પળાય, તિથિ પણ જુદી જુદી પળાય, એવા નાના ભેદોમાં રાચતા લાકોને આત્મકલ્યાણુ કરવાનું ચૂકી જતાં જોઈ તેમનુ હૃદય ખડું દ્રવી ઊઠતું. આથી તેવાં મતમતાંતરથી દૂર રહેવાની જ ભલામણ તેમણે સત્ર કરી છે. જનમાર્ગ માં અનેક મત થવાનાં કારણની ચર્ચા તેમણે “ મેાક્ષમાળા ” તથા “ પ્રતિમાસિદ્ધિ”ના લેખમાં કરી છે. તેમાં તેમ થવાના મુખ્ય કારણરૂપે શ્રીમદ્ એ જણાવે છે કે, ઉપાસક વર્ગનું તત્ત્વજ્ઞાન ભણીથી લક્ષ ચલિત થઈને ક્રિયાભાવ તરફ ગયું છે. આ ઉપરાંત પેાતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિન્થ દશાની પ્રાધાન્યતા ઘટાડી હોય, એ આચાર્ચીને પરસ્પર વાદવિવાદ, માહનીય કર્મના ઉદય, ગ્રહાયા પછી તે વાતના માગ મળતો હાય તોપણ દુર્લભમાધિતાને લીધે ન ગ્રહવા, મતિની ન્યૂનતા વગેરે અન્ય કારણા પણ તેમણે “ પ્રતિમાસિદ્ધિ ”માં જૈનમાર્ગમાં મતમતાંતર વધવા માટે ગણાવ્યાં છે. આ ઉપરાંત કેટલાક પત્રામાં પણ આ વિશેનાં કારણેાની તેમણે છૂટક છૂટક ચર્ચા કરેલી જોવા મળે છે. વીતરાગપ્રણીત ધર્મમાં અનેક મતભેદ જોતાં તેમનુ અંતર ખૂબ દુ:ખી થતું હતું. આથી સ મતભેદરહિત, આત્મજ્ઞાન પામવાના વીતરાગના માર્ગ લેાકા પાસે પ્રકાશવાની તેમને તીવ્ર અભિલાષા હતી. અને તેમની તે અભિલાષા તેમણે નાની વયમાં લખેલ પત્રામાંથી પ્રગટ થાય છે. પછીથી તો તે અભિલાષાને કહૃદયના કારણે તેમણે અંતરમાં ભડારી મૂકથા જેવી કરી હતી, અને જ્યારે ૩૩મે વર્ષે સ`સગપરિત્યાગ કરી મા પ્રકાશવાની તૈયારી શરૂ કરી ત્યારે મિયતે યારી ન આપી! ૩૪મે વર્ષે તો તેમના દેહવિલય થયે ! ૧૩ વીતરાગમાગ પ્રવર્તાવવાની બાબતમાં શ્રીમદ્ ૨૦મે વર્ષે પેાતાના બનેવીને લખ્યુ હતુ' કે :~ છે. તે પ્રવૃત્તિ બહુ કઠણ છે, કર્યાં છે, કે જે ૧૫૨. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૫૪. ૧૫૩. એજન, પૃ. ૪૯૧, r Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું; મને આશા છે કે તે ધર્મ પ્રવર્તાવવામાં તમે મને ઘણું સહાયક થઈ પડશે.”૧૫૪ આ સમય પછી વ્યાવહારિક તથા બીજી ઉપાધિઓ આવતાં તે વૃત્તિ મંદ પડી. અને ૨૮મે વર્ષે શુદ્ધ જ્ઞાન થતાં તેમનામાં વિશેષ ગંભીરતા આવી, તેથી માર્ગ પ્રવર્તાવવાનાં યોગ્ય લક્ષણે ન આવે ત્યાં સુધી એ વિચાર મંદ કરવાનો નિર્ણય લીધો. તે વિશે સં. ૧૯૫૨માં તેઓ લખે છે કે – “ નાની વયે માર્ગને ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વતી હતી, ત્યાર પછી જ્ઞાનદશા આવ્ય કર્મ કરીને તે ઉપશમ જેવી થઈ. પણ કઈ કઈ લેકે પરિચયમાં આવેલા, તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળમાર્ગ પર લક્ષ આવેલો..એ ઉપરથી એમ જોવામાં આવ્યું કે લોકો તરવાના કામી વિશેષ છે પણ તેમને તે ગ બાઝતો નથી. જે ખરેખર ઉપદેશક પુરુષનો જોગ બને તો ઘણું જ મૂળમાર્ગ પામે તેવું છે, અને દયા આદિને વિશેષ ઉદ્યોત થાય તેવું છે. એમ દેખાવાથી કંઈક ચિત્તમાં આવે છે કે આ કાર્ય કઈ કરે તો ઘણું સારું, પણ દષ્ટિ કરતાં તેવો પુરુષ ધ્યાનમાં આવતો નથી, એટલે કંઈક લખનાર પ્રત્યે જ દષ્ટિ આવે છે, પણ લખનારને જન્મથી જ લક્ષ એ છે કે એ જેવું એકે જોખમવાળું પદ નથી, અને પોતાની તે કાર્યની યથાયોગ્યતા જ્યાં સુધી ન વતે ત્યાં સુધી તેની ઈરછામાત્ર પણ ન કરવી, અને હજુ સુધી એમ વર્તવામાં આવ્યું છે...સર્વસંગપરિત્યાગ થયે તે કાર્યની પ્રવૃત્તિ સહજ સ્વભાવે ઉદયમાં આવે તો કરવી એવી કલ્પના માત્ર છે. તેને ખરેખર આગ્રહ નથી. અમે ધારીએ છીએ તેમ સર્વસંગપરિત્યાગાદિ થાય તો હજારો માણસ મૂળમાર્ગને પામે, અને હજારો માણસ તે સન્માર્ગને આરાધી સદગતિને પામે એમ અમારાથી થવું સંભવે છે. અમારા સંગમાં ત્યાગ કરવાને ઘણું જીવન વૃત્તિ થાય એ અંગમાં ત્યાગ છે. ધર્મ સ્થાપવાનું માન મેટું છે, તેની પૃહાથી પણ વખતે વૃત્તિ રહે, પણ આત્માને ઘણી વાર તાવી જતાં તે સંભવ હવેની દશામાં ઓછો દેખાય છે. અને કંઈક સત્તાગત રહ્યો હશે તો તે ક્ષીણ થશે એમ અવશ્ય ભાસે છે, કેમ કે યથાયોગ્યતા વિના દેહ છૂટી જાય તેવી દઢ કલ્પના હોય તો પણ માર્ગ ઉપદેશ નહિ, એમ આત્મનિશ્ચય છે. એક એ બળવાન કારણથી પરિગ્રહાદિ ત્યાગ કરવાનો વિચાર રહ્યા કરે છે. મારા મનમાં એમ રહે છે કે વેદોક્ત ધર્મ પ્રકાશવો હોય અથવા સ્થાપ હોય તો મારી દશા યથાયોગ્ય છે. પણ જિનેક્તધર્મ સ્થાપવો હોય તો હજુ તેટલી ગ્યતા નથી, તો પણ વિશેષ યોગ્યતા છે, એમ લાગે છે.”૧૫૫ શ્રીમદ્ ભાગ પ્રકાશવાનાં સાધન તરીકે સર્વસંગપરિત્યાગને સૌથી અગત્યનો ગો છે. અને પોતાની એવી દશા ૩૮મે વર્ષે આવી શકશે તેવી તેમની કલ્પના હતી, તે ઉપરના પત્રમાં શ્રીમદ્ બતાવી હતી. માર્ગ પ્રકાશવાની બાબતની કેટલીક વિચારણા તેમણે ૧૫૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૬. ૧૫૫, એજન, પૃ. ૫૧૮ તથા પૃ. ૧૬ ૬. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૯૯ ૧. જીવનરેખા પિતાની “હસ્તનાંધ”માં પણ કરી હતી. અને એ માટેની યથાયોગ્યતા કઈ રીતે આવે તે માટે તેઓ પ્રયત્નશીલ પણ રહ્યા હતા. પરંતુ તેમનાથી એ કાર્ય પૂર્ણ થાય તે પહેલાં જ તેમની જીવનલીલા પૂર્ણ થઈ. જૈન ધર્મમાં પ્રવર્તતા મતભેદ તેમને પસંદ ન હતા. તેમને એક વિવાદ મૂતિ બાબતને છે, કેટલાક પ્રતિમાને માને છે અને કેટલાક તેનો નિષેધ કરે છે. શ્રીમદ્દ પહેલાં પ્રતિમાને માનતા ન હતા, પણ પાછળથી તેમને તેમાં શ્રદ્ધા થઈ હતી. તે માટે તેમણે “પ્રતિમાસિદ્ધિ” નામને લઘુગ્રંથ પણ લખ્યો હતો. પછીથી તે તેઓ જિનાલયમાં જવા, પ્રતિમાનું પૂજન કરવા પણ ભલામણ કરતા. દિગંબર અને શ્વેતાંબર એવા છે જેનમાર્ગના ફટાની સમજ આપતે “ક્ષસિદ્ધાંત” નામનો એક લેખ લખવો તેમણે ચાલુ કર્યો હતો, પણ તે અપૂર્ણ રહ્યો છે. આ સિવાય બીજી જગ્યાએ પણ તેમણે તેને જ્યાં જ્યાં નિર્દેશ કર્યો છે, ત્યાં ત્યાં તે બેનો સમન્વય થાય એવી જાતની જ ભાષા વાપરી છે. સર્વ જગ્યાએ મતભેદ છોડી આત્મા પર જ લક્ષ્ય આપવાનું તેમણે જણાવ્યું છે. આમ જોઈએ તે શ્રીમન્ન કઈ નવો ધર્મ સ્થાપવાની અભિલાષા ન હતી, પણ વીતરાગમાર્ગમાં જે ભેદ વધેલા દેખાતા હતા, તેનાથી પર એવો શુદ્ધ માર્ગ પ્રકાશવાની તેમની ઈચ્છા હતી. આથી “નવે પંથ પ્રવર્તાવવા”ને જે આરોપ તેમના પર મુકાય છે તે મિશ્યા જણાય છે. એ વિશે દી. બા. ઝવેરીએ “રાજ જયંતી” પ્રસંગે કરેલા વ્યાખ્યાનમાં કહેલું કે – કેટલાક તરફથી એમ કહેવામાં આવે છે કે કવિશ્રીને નવો ધર્મ – નવીન સંપ્રદાય પ્રવર્તાવી પિતાને તેના આચાર્ય તરીકે ગણાવું હતું અને તેથી તેમને સાંપ્રત જૈન સંપ્રદાયના વિરોધી ગણવા જોઈએ. આ બાબતને તેમના લેખમાંથી મુક્લ ટેકો મળતું નથી. ઊલટે તેમને આદર્શ તે સંપ્રદાય ઉપર કુચાલ, વહેમ વગેરેના પડદાઓ પથરાઈ ગયા હતા તેને દૂર કરવાનો હતો. તાંબર અને દિગબર વચ્ચેના વિગ્રહનું સાંત્વન કરવા જે પુરુષે મથી રહ્યા હતા તેઓ શું નવા સંપ્રદાયનો પ્રચાર કરી ફરી પાછું જન સમાજમાં એક તડ વધારે? કવિશ્રીનું ચારિત્ર જોતાં એ અનુમાન લેશ માત્ર સંભવતું નથી.”૧૫૬ જૈન સમાજમાં પ્રવર્તતાં તો એક કરવાને પુરુષાર્થ શ્રીમદે કેવો કર્યો હતો તે વિશે પંડિત સુખલાલજીએ ઈ. સ. ૧૯૨૨માં ઊજવાયેલી શ્રીમદ્દની જયંતી નિમિત્તે અમદાવાદમાં કહ્યું હતું કે – એકબીજાનાં શાસ્ત્રોનાં સાદર વાચન અને ચિંતન દ્વારા ત્રણે ફિરકા – શ્વેતાંબર, - દિગંબર અને સ્થાનકવાસીઓમાં એકતા ઉત્પન્ન કરવાનું કામ આરંભવાનું શ્રેય તે ૧૫૬. “શ્રીમદ્ રાજચંદ્ર જયંતી વ્યાખ્યાને”, દી. બા. ઝવેરીનો નિબંધ. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રીમદ્દની જીવનસિદ્ધિ શ્રીમને જ છે – જે આગળ જતાં ‘ પરમશ્રુત પ્રભાવક મંડળ’રૂપે અપાંશે મૂર્તરૂપ ધારણ કરે છે. ૧૫૭ આમ પ્રત્યેક જાતનાં મતમતાંતરોથી દૂર રહેનાર શ્રીમદ્ વેદાંત, સાંખ્ય, બૌદ્ધ વગેરે ઢના વિશે પેાતાને પ્રમાણિકપણે લાગ્યા તેવા જ અભિપ્રાય આપ્યા હતા. તેમને આ અભિપ્રાય “ઉપદેશનાં ”, “ ઉપદેશછાયા ”, “ વ્યાખ્યાનસાર” અને કેટલાક પત્રો જોતાં સ્પષ્ટ જણાશે. આમ શ્રીમદ ધર્મની બાબતમાં સત્યાન્વેષક જ રહ્યા હતા તેમ આપણે નિઃશકપણે કહી શકીએ. શ્રીમના અગત પરિચયમાં આવનાર મહત્ત્વની વ્યક્તિઓ શ્રીમદ્દમાં ખીલેલા આંતરિક ગુણાથી આકર્ષાઈ ને કેટલીક વ્યક્તિએ તેમના વૈરાગ્ય૨'ગથી રંગાઈ ગઈ હતી. અને તેવી વ્યક્તિ પર શ્રીમના એટલા બધા પ્રભાવ પડથો હતા કે તેમનું જીવનવહેણ પણ બદલાઈ ગયુ` હતુ`. આવી મહત્ત્વની વ્યક્તિઓમાં શ્રી જૂઠાભાઈ ઉજમશી, શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતા, મહાત્મા ગાંધીજી, શ્રી અંબાલાલ લાલચંદ, મુનીશ્રી લલ્લુજી, અને શ્રી સેાભાગભાઈ લલ્લુભાઈના સમાવેશ થાય છે.૧૫૮ જૂઠ્ઠાભાઈ ઉજમશી – વિ. સં. ૧૯૪૪માં “ મેાક્ષમાળા”ના કામ અંગે શ્રીમદ્ અમદાવાદ આવ્યા ત્યારે તેમને પેાતાનાથી એક વર્ષ માટા શ્રી જૂડાભાઈ ના પિરચય થયે. જૂઠાભાઈ પૂર્વના સસ્કારી જીવ હતા, એટલે અને પરસ્પરના ગુણાથી આકર્ષાયા, અને ધીમે ધીમે બંનેના પરિચય ગાઢ થતા ગયા. પ્રત્યક્ષ સમાગમ ન હોય ત્યારે તેઓ પત્રો દ્વારા પરમાર્થ-ચર્ચા કરતા, અને એ નિમિત્તે તેમના પત્રવ્યવહાર નિયમિત ચાલતા. જૂઠાભાઈ દ્વારા શ્રી અ‘બાલાલભાઈ ને પણ શ્રીમની ઓળખાણ થઈ. આમ શ્રીમદ્ અને અંબાલાલભાઈ ના પિરચય જૂઠાભાઈ દ્વારા થયા. જૂડાભાઈને શ્રીમના સમાગમ પછી સમ્યક્ત્વ પ્રકાશ્યું હતું. પણ આત્મજ્ઞાની જૂઠાભાઈની જીવનલીલા માત્ર ૨૩ વર્ષની ઊગતી વધે, વિ. સ. ૧૯૪૬માં સ કૈલાઈ ગઈ ! પરમામા'માં આધારરૂપ જૂઠાભાઈના વિચાગ શ્રીમદને સાહ્યા હતા. મહે મનસુખભાઈ કિરતચ’૪. મારખીના રહીશ શ્રી કિરતચંદભાઈના પુત્ર શ્રી મનસુખભાઈ શ્રીમથી લગભગ આઠ-દસ વર્ષે નાના હતા. તેઓ લગભગ વિ. સં. ૧૯૫૦ની સાલથી << ૧૫૭. શ્રીમદ્ રાજચંદ્ર : અવશતાબ્દી સ્મારકગ્રંથ ', પૃ. ૮૫. ૧૫૮. શ્રી જૂડાભાઈ, ગાંધીજી, મનસુખભાઈ, સોભાગભાઈ, અંબાલાલભાઇ અને લલ્લુજી મહારાજ સાથેના શ્રીમના સંબંધની અને તે દરેકના જીવન ઉપર પડેલા શ્રીમદ્દ્ના પ્રભાવની વિગતવાર માહિતી માટે જુએ : આગળ પ્રકરણ ૧૩. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા શ્રીમદના પરિચયમાં આવ્યા હતા, પણ તેમને શ્રીમદ્દની જ્ઞાની તરીકેની ઓળખાણ તે લગભગ વિ. સં. ૧૯૫૫ની સાલમાં થઈ. તે પછી તેમને શ્રીમદ્દ માટે પૂજ્યભાવ વધતો ગયા હતા. પણ વિ. સં. ૧૯૫૭માં શ્રીમદ્દ દેહાંત થતાં મનસુખભાઈને તેમને પ્રત્યક્ષ સત્સંગ બહુ ઓછાં વર્ષો રહ્યો હતે. શ્રીમદના અવસાન પછી તેમના સાહિત્યના સંશોધનનું કામ કરવામાં મનસુખભાઈએ પણ સારો પરિશ્રમ લીધો હતો. તે બધામાં મનસુખભાઈને શ્રીમદ્દ પ્રત્યેને પૂજ્યભાવ વ્યક્ત થાય છે. મહાત્મા ગાંધીજી – શ્રીમદ્દ કરતાં લગભગ પોણા બે વર્ષે નાના ગાંધીજીને શ્રીમને પહેલે પરિચય, તેઓ વકીલાતનો અભ્યાસ પૂરો કરીને વિલાયતથી હિંદ આવ્યા તે જ દિવસે થયો હતે. પહેલી જ મુલાકાતથી ગાંધીજી શ્રીમનાં ગુણે અને શક્તિઓથી આકર્ષાયા હતા. પછી તે શ્રીમદના ગુણને લીધે તેઓ તેમના પ્રતિ વિશેષ આકર્ષાયા હતા. ગાંધીજી આફ્રિકા ગયા તે પહેલાંનાં બે વર્ષ તેઓ શ્રીમદુના ગાઢ પરિચયમાં રહ્યા હતા, અને તે વખતે સત્ય, અહિંસા, અપરિગ્રહ, બ્રહાચર્ય, દયાધર્મ વગેરે વિશેની પ્રેરણા તેમણે શ્રીમદ્દ પાસેથી મેળવી હતી. આફ્રિકામાં પણ ગાંધીજી ધર્મમંથનમાં પડી ગયા હતા ત્યારે શ્રીમદ્દ તરફથી તેમને મળેલું માર્ગદર્શન બહુ ઉપયોગી થયું હતું. અને શ્રીમદ્ આપેલા માર્ગદર્શનથી સાચી સૂઝ પડતાં ગાંધીજી ધર્મ પરિવર્તન કરતા અટકી ગયા હતા. અન્ય પ્રસંગે પણ ગાંધીજી શ્રીમદ્દનું માર્ગદર્શન માગતા, અને તે અનુસાર ચાલવા તેઓ પ્રયત્ન કરતા. આમ ગાંધીજીના જીવન પર શ્રીમદ્દની પ્રબળ અસર હતી, જે ગાંધીજીએ પોતે જ વારંવાર સ્વીકારી પણ હતી. અંબાલાલ લાલચં–ખંભાતના રહીશ શ્રી અંબાલાલભાઈ, જઠાભાઈ દ્વારા શ્રીમદના પરિચયમાં વિ. સં. ૧૯૪૬માં આવ્યા હતા. તેઓ લગભગ શ્રીમદની જ ઉંમરના હતા. પરિચય વધતાં અંબાલાલભાઈનું જીવન શ્રીમદ્દમય જ થઈ ગયું હતું. શ્રીમદ્દ નિવૃત્તિ અથે ગુજરાતમાં આવતા ત્યારે તેમની સેવામાં તેઓ રહેતા. અને અન્ય સમયે તેઓ શ્રીમદ્ સોંપેલું પ્રતે ઉતારવાનું, સુવચને ઉતારવાનું, પત્રોની નકલ કરવાનું વગેરે કામ કરતા. તેમની મરણશક્તિ ઘણું તીવ્ર હતી, અક્ષરે ઘણું સુંદર હતા, અને સાથે પરમાર્થની ભક્તિ પણ એવી જ હતી. એટલે તેઓ શ્રીમદ્દનું પ્રીતિપાત્ર બન્યા હતા. વિ. સં. ૧૯૪૬થી શરૂ થયેલ તેમને પરિચય શ્રીમદ્દના અવસાન સુધી ચાલુ રહ્યો હતો. તે પછી અંબાલાલભાઈએ શ્રીમદ્દનું સાહિત્ય એકઠું કરવામાં મનસુખભાઈ રવજીભાઈ મહેતાને ઘણું સારી મદદ કરી હતી. અને એ દ્વારા શ્રીમદ્દ પ્રતિને પોતાને પૂજ્યભાવ સાર્થક કર્યો હતો. અંબાલાલભાઈનું વિ. સં. ૧૯૬૧માં પ્લેગના રોગથી અવસાન થયું હતું, તેમને પણ શ્રીમદ્દની હયાતી દરમ્યાન સમતિ થયું હતું. લલ્લજી મહારાજ – દીક્ષા લીધા પછી લગભગ છ વર્ષે શ્રી લલ્લુજી મહારાજ, અંબાલાલભાઈ મારફત વિ. સં. ૧૯૪૬માં શ્રીમદ્દના પરિચયમાં આવ્યા હતા. તેઓ શ્રીમથી ૧૪ વર્ષે મોટા હતા, પણ પહેલી જ મુલાકાત વખતે શ્રીમદ્દ માટે પૂજ્યબુદ્ધિ થવાથી તેમણે ગૃહસ્થ શ્રીમદને ત્રણ વંદના કરી હતી. અને પછીથી તેમણે શ્રીમદ્દને ગુરુ તરીકે જ સ્વીકાર્યા હતા. મુનિ થઈને તેમણે ગૃહસ્થને ગુરુ ગણ્યા તેથી જૈન સમાજમાં તેમના માટે ઘણો વિરોધ ઊભો Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રીમદની અવનસિદ્ધિ થયું હતું. આવા લોકો તરફથી થતા પરિષહને મુનિ શાંતિથી વેદતા હતા, અને પોતે સ્વીકારેલા સત્ય માર્ગથી ચલિત નહોતા થતા. જેમ જેમ તેમને મુશકેલી વધતી હતી તેમ તેમ તેમની શ્રીમદ્દ પ્રતિની ભક્તિ પણ વધતી હતી. તેઓ પૂરા શ્રીમદ્દમય જ બની ગયા હતા. તેમની શ્રીમદરહિત સ્થિતિ ક૯૫વી લગભગ અશક્ય છે. વિ. સં. ૧૯૫૪માં તેમને શ્રીમદ્દના ઉપદેશથી સમ્યજ્ઞાન થયું હતું. શ્રીમદ્દના અવસાન પછીનું બધું આયુષ્ય તેમણે લોકોને શ્રીમદ્દની સાચી ઓળખાણ કરાવવામાં જ ગાળ્યું હતું. અને તેમની પ્રેરણાથી જ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ – અગાસ”ની સ્થાપના થઈ હતી. એ આશ્રમમાં લોકોને ઉપદેશ આપતાં તેમણે ૧૪ વર્ષ ગાળ્યાં હતાં. પોતે શ્રીમની યથાર્થ ઓળખાણ પામીને, લોકોને એને લાભ આપનાર કઈ હોય તે એક લલ્લુજી મહારાજ જ હતા. સભાગભાઈ લલુભાઈ – શ્રી સભાગભાઈ પણ વિ. સં. ૧૯૪૬માં જ શ્રીમના પરિચયમાં આવ્યા હતા. “બીજજ્ઞાન”ને મંત્ર આપવા જનાર સૌભાગભાઈ પોતે જ શ્રીમદની શક્તિથી પ્રભાવિત થાય છે, અને તેમને જ્ઞાની તરીકે ઓળખી ત્રણ વંદન પણ કરે છે. સાયલાનિવાસી ભાગભાઈ શ્રીમદ્ કરતાં વયમાં ૪૪ વર્ષ મોટા હતા. પણ તેઓ બંને વચ્ચે હૃદયસંબંધ સ્થપાય છે. અને તેમને લીધે જ શ્રીમદ્દનું વિપુલ પત્રસાહિત્ય આપણને સમૃદ્ધ દશામાં મળે છે. શ્રીમદ્દ પણ સેભાગભાઈ પ્રતિ એટલા બધા આકર્ષાયા હતા કે તેમને તેઓ “પરમાર્થસખા”, “હૃદયના વિશ્રામરૂપ” વગેરે વિશેષણથી સંબોધતા. બંને પર એકબીજાને ઘણે ગાઢ પ્રભાવ હતો. અને બંને એકબીજાના ઉપકારી તથા માર્ગદર્શક હતા. સેભાગભાઈ માટે શ્રીમદને કેવું આકર્ષણ હતું તે તે તેમના પરના કેટલાક પત્ર વાંચતાં સમજાય તેમ છે. તેમણે પણ શ્રીમદ્દ દ્વારા વિ. સં. ૧૯૫૩માં આત્માની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી હતી. અને વિ. સં. ૧૯૫૩માં જ શ્રીમદે પોતાના આ પરમાર્થસખાને ગુમાવ્યા! પણ એ વખતે એમની અંતરંગ દશા એટલી ઉચ્ચ હતી કે એ ઘા તેઓ શાંતિથી ખમી શક્યા હતા. શ્રીમદુની ચમત્કારિક શક્તિઓ તથા તેમના સ્મરણય પ્રસંગે બાળવયથી જ શ્રીમદમાં ચમત્કારિક શક્તિઓનો આવિર્ભાવ જોવા મળતો હતો! માત્ર સાત વર્ષની વયે તેમને જાતિસ્મરણશાન થયું હતું, આઠમા વર્ષથી તેમની કવિત્વશક્તિ ખીલવા લાગી હતી, અને સેળેક વર્ષની વયથી તેમણે અવધાનના પ્રયોગ કરવા શરૂ કર્યા હતા. આઠ અવધાનથી શરૂ કરી ૧૯ વર્ષની વયે તે તેઓ શતાવધાન સુધી પહોંચી ગયા હતા. એમની સ્મરણશક્તિ પણ એવી જ તીવ્ર હતી. એમને તિષનો અભ્યાસ પણ સારો હતે. અને એ બધાં ઉપરાંત બીજી કેટલીક આત્મિક શક્તિઓ પણ તેમનામાં ખીલી હતી. તે છતાં તેમણે એ બધી વીસ વર્ષની વય પછી પોતાના અંતરમાં શમાવી દીધી હતી. તેઓ સાંસારિક જવાબદારીઓ અદા કર્યા પછી આત્મામાં મગ્ન રહી ધર્મમય પ્રવૃત્તિમાં સમય ગાળતા હતા. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા ૧૦૩ તેમની જાતજાતની શક્તિએ પ્રતિ ઘણા લેાકેા આકર્ષાયા હતા. કેટલાકને તેા તેમની શક્તિઓના લાભ લેવાની પણ ઇચ્છા રહેતી, અને તેવાએ કાઈક વાર પ્રસાદી પણ પામતા. આમ બીજાના સ્મરણમાં રહી જાય કે ખીજાને તેમની ચમત્કારિક શક્તિઓના ખ્યાલ આપે એવા પ્રસંગે નાની વયંથી જ શ્રીમના જીવનમાં જોવા મળે છે. આ બધા પ્રસંગેામાં તેમની શક્તિએ ઉપરાંત તેમની ઉપકારબુદ્ધિ, ઉદારતા, વૈરાગ્ય, માણસને પારખવાની શક્તિ, ખીજાના મનાભાવ સમજી તેમને શાંતિ આપવાની કરુણા વગેરે ગુણેાનું પણ આપણને દર્શન થાય છે. તેમનામાં રહેલી નમ્રતાને કારણે લેાકેા એમના તરફ વિશેષ આકર્ષણ અનુભવતા, અને તે શ્રીમદ્ તરફથી થતે! ઉપકાર સહ વધાવી લેતા. શ્રીમના જીવનમાંથી મળી આવતા આવા ભિન્ન ભિન્ન પ્રસંગેામાંના કેટલાક અહી રજૂ કર્યા છે, જે એમની જીવનકળા ઉપર વિશેષ પ્રકાશ પાડે એવા તેમ જ એમના જીવનને સમજવામાં પણ વિશેષ સહાયક નીવડે એવા છે. ૧. ન્યાયાધીશને ચેતવ્યા શ્રીમદ્ જ્યારે નાની વયના હતા ત્યારે એક વખત તેઓ પેાતાને મેાસાળ રાજકાટ જવાની ઇચ્છાથી વવાણિયાથી મેારખી આવ્યા હતા. મારખીમાં સારા સંગાથ વિશે તપાસ કરતાં તેમના વડીલને ખબર મળ્યા કે મેરખીના ન્યાયાધીશ રા. ધારસીભાઈ રાજકેટ જવાના છે. તેથી તેમણે ધારસીભાઈ ને રાયચંદભાઈ ને – શ્રીમદ્ન – રાજકેટ સાથે લઈ જવા વિનતી કરી, જે તેમણે માન્ય રાખી. રાયચંદભાઈ તેમની સાથે જવા નીકળ્યા. મામાં શ્રીમદ્ સાથે વાતચીતના પ્રસંગ પડતાં ધારસીભાઈ ને તેમની ચપળતા તથા હૈાશિયારીનેા ખ્યાલ આવ્યા. તેમના ગુણેાથી આકર્ષાઈ ને ધારસીભાઈ એ શ્રીમને રાજકોટમાં પેાતાની સાથે રહેવા જણાવ્યું. શ્રીમદ્ મેાસાળમાં જ રહેવાની ઇચ્છા વ્યક્ત કરી, પણ ધારસીભાઈ ના ઘણા આગ્રહ, જાણી તેમને અવારનવાર મળવાનું વચન આપી શ્રીમદ્ પેાતાને માસાળ ગયા. મેાસાળમાં મામાએ તેમને પૂછ્યું કે, “તમે કેાની સાથે આવ્યા ? ” શ્રીમદ્રે ધારસીભાઇ સાથે આવ્યાનુ જણાવ્યું, તે પછી બંને મામાએ ધારસીભાઈના ઘડાલાડવા કરવાના પ્રપંચ માંહેામાંહે ગાઠવવા લાગ્યા. તે વાત શ્રીમદ્દે જમતાં જમતાં સાંભળી, તેથી વિચાર્યું કે મારા મામા ધારસીભાઈને મારી નાખવા માગે છે, પણ તેમના ઉપર ઉપકાર કરવાના આ પ્રસંગ જવા ન દેતાં, મારે ધારસીભાઈને ચેતવવા જોઈ એ, તે વિચારથી જમીને તેઓ ધારસીભાઈ ને ઘેર ગયા. * ત્યાં જઈ શ્રીમદ્ ધારસીભાઈને પૂછ્યું, ધારસીભાઈ, તમારે મારા મામાએ સાથે કઈ સંબંધ છે ?” તેમણે જવાબ આપ્યા કે, “ સગપણુ-સંબંધ નથી, પણ રાજ-સ બધ ખટપટ ચાલે છે.” એ સાંભળી શ્રીમદ્દે કહ્યું, એમ છે, તે તમારે સાવચેત રહેવું, કેમ કે તેએ તમારે માટે લાગ ફાવે તે ઠેકાણે કરી દેવાની વાત કરતા હતા, માટે તે વિશે પ્રમાદી ન થવુ....” “ Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનિિસદ્ધ શ્રીમદ્ આ વાત કઈ રીતે જાણી તે વિશે ધારસીભાઈએ તેમને પૂછ્યું. તેના ઉત્તરમાં શ્રીમદ્દે જણાવ્યું કે, “હું તમારી સાથે આવ્યા છું, એ વાત જાણ્યા પછી બંને મામાએએ આ વાત ઉપાડી હતી. અને તેએ એટલે માટેથી વાત કરતા હતા કે બહાર થતી વાત અંદર જમતી વખતે મને સંભળાતી હતી.” ધારસીભાઈએ વિશેષમાં પૂછ્યું કે, “તમારા દેખતાં આવી વાત કેમ કરી ?” તે વિશે શ્રીમદ્રે કહ્યું, “આ નાના ખાળ છે, આને એ બાબતમાં શી સમજ પડવાની છે? એમ જાણી વાત કરતા હતા. તેથી તમને ચેતવવા આવ્યા છે. ,, ૧૦૪ ધારસીભાઈ ને શ્રીમદ્ની ઉપકારદ્ધિ માટે ઘણું માન થયું, માટાને પણ ન સૂઝે તેવા ઉપકાર આ નાના બાળક તરફથી થતો નેઈ તેમને ઘણું આશ્ચય થયું, અને શ્રીમા મેળાપ થયાથી તેઓ પાતાની જાતને ધન્ય માનવા લાગ્યા.૧૫૯ - ૨. કાશીએ ભણવા જવાની શી જરૂર ? આ અરસામાં કચ્છ કાડાયના રહીશ શા. હેમરાજભાઈ અને નલિયાના રહીશ શા, માલસીભાઈ શ્રીમની અદ્દભુત શક્તિની ખ્યાતિ સાંભળીને તેમને મળવા ઉત્સુક બન્યા. તે અનુસાર બંને જણા સાંઢણીસવાર થઈ વાણિયા તેમને મળવા ગયા. ત્યાં તપાસ કરતાં તેમને ખબર મળ્યા કે શ્રીમદ્ તો મેારખી ગયા છે, તેથી તેઓ પણ મારખી આવ્યા. મારખીમાં શ્રીમદ્ના રાજકોટ ગયાના સમાચાર સાંભળી તેઓએ પણ રાજકોટ જવાનુ' નક્કી કર્યું.... કારણ કે આ તેજસ્વી બાળકને કાશીનું ભણતર ભણાવી વધુ તેજસ્વી બનાવવાની તેમને હેાંશ હતી. અહીં રાજકોટમાં શ્રીમને તેમના નિર્મળજ્ઞાનમાં જણાયુ` કે કચ્છના બે ભાઈઓ સાંઢણીસવાર થઈને, લાંખી મુસાફરી કરતા, મને મળવા આવે છે. આથી તેમણે ધારસીભાઈ ને પૂછ્યું કે બે જણા કચ્છથી આવનાર છે. તેમના ઉત્તારા તમારે ત્યાં રાખશે! ?” ધારસીભાઈએ ખુશીથી હા કહી. તેથી નિશ્ચિંત ખની શ્રીમદ્ છના ભાઈ એને આવવાના માર્ગ તરફ સામા ગયા. તેઓ નજીક આવ્યા એટલે શ્રીમદ્રે તેમને નામ દઈ મલાવ્યા, “ કેમ હેમરાજભાઈ ? કેમ માલસીભાઈ ?” તે બનેને વિચાર થયા કે આપણા આવવાના સમાચાર તો આપણે કાઈને આપ્યા નથી, તો આપણને નામથી પણ કેવી રીતે ઓળખી શકે? આથી આશ્ચય પામી તેમણે શ્રીમને પૂછ્યું, “તમે જ રાયચંદભાઈ છે ? તમે કેમ જાણ્યુ કે અમે અત્યારે જ, આ જ માગે આવીએ છીએ ?” તેના ઉત્તરમાં શ્રીમદ્દે કહ્યું કે “ આત્માની અનંત શક્તિ છે, તે વડે અમે જાણીએ છીએ.” તે પછી તેઓ બધા ધારસીભાઈને ઉતા૨ે ગયા. ત્યાં ધારસીભાઈએ નહાવાની, ખાવાની વગેરે તજવીજ કરી. કચ્છના ભાઈ એની ઈચ્છા તેા શ્રીમને કાશી ભણાવવા લઈ જવાની હતી, પણ તેમની શક્તિના પરિચય થતાં એ વિચાર આવ્યા કે, “આવી દિવ્યશક્તિવાળી વ્યક્તિને કશું' ભણવાનુ બાકી હશે ખરુ?” ૫૯. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧. ઇજનરેખા જમી રહ્યા પછી તે બંને ભાઈઓ શ્રીમદ સાથે એકાંતમાં બેઠા, અને તેમની અવધાનશક્તિ બતાવવા વિનંતિ કરી. શ્રીમની એ શક્તિ જોઈ તેઓ બંને ચક્તિ થઈ ગયા. અને તેમને કાશી લઈ જવાની જરૂર રહેતી નથી એવો વિચાર પણ તેમને આવ્યો. તેમ છતાં તે વિશે પ્રશ્ન કરવાનું નક્કી કરી તેમને કહ્યું, “આપને ભણવા માટે કાશી લઈ જવાની વિનંતિ કરવા આવ્યા છીએ. માટે આપ કાશી ચાલે. આપના કુટુંબને માટે તેમજ આપને માટે ખાવાપીવા વગેરેની સગવડ અમે કરીશ. પણ આપ અમારી સાથે ચાલે તે માટે ઉપકાર થાય”. તે વિશે શ્રીમદે વિનયપૂર્વક ના જ કહી. આંથી બંને સમજી ગયા કે આપણે પ્રથમ કરેલું અનુમાન સાચું જ છે. તેમને વિશેષ શીખવું પડે તેમ નથી. પછી તેઓ બધા ધારસીભાઈ પાસે ગયા. ત્યારે ધારસીભાઈએ તેમને શ્રીમદ્દ સાથે થયેલી વાતચીતમાં કંઈ કહેવા જેવું હોય તે કહેવા કહ્યું. તેમણે કશું છુપાવવા જેવું નથી એમ કહી, ઉપરનો આ પ્રસંગે જણાવ્યું. પહેલાં તે ધારસીભાઈને થયું કે રાયચંદભાઈ આટલી બધી સગવડ મળવા છતાં કાશી ભણુવા જતા નથી તે તેમની ભૂલ કહેવાય. પણ પછી સમજાયું કે નાની વયમાં જ જેની આટલી સમજણશક્તિ છે અને જ્ઞાનને છલકાટ નથી તેને વધુ ભણવાનું પણ શું હેય? એમ ધારસીભાઈને શ્રીમદ્દના ગુણની મહત્તા દેખાઈ. તે પછીથી તેઓ શ્રીમને ગાદીએ બેસાડી પોતે તેમની સામે વિનયભાવથી બેસતા.૧૬૦ ૩. પોતાને માટે ન મંગાય – શ્રીમદને વવાણિયા પાછા જવા વિચાર થયો ત્યારે તેમની પાસે પાછા જવાના પૈસા ન હતા. આથી મેસાળમાંથી ભાતામાં જે મીઠાઈનો ડ મળે હતે તે વેચીને પૈસા કર્યા, પણ ધારસભાઈ સાથે આટલું બધું ઓળખાણ થયું હોવા છતાં તેમની પાસે પૈસા માગ્યા નહિ. એવી તેમનામાં નિઃસ્પૃહતા હતી. સમજુ ગૃહસ્થની ૧૬૦. આ પ્રસંગ માટે જુઓ, “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા”, આવૃત્તિ ૪, પૃ. ૧૯. શ્રીમદને આવી જ જાતને પરિચય શ્રી સોભાગભાઈને વિ. સં. ૧૯૪૬માં મોરબીમાં થયો હતો. જુઓ પ્રકરણ ૧૩. આ તર્તાનના આધારથી શ્રીમદ્ ગમે તેટલા સમય પહેલાં જોયેલી વ્યક્તિની પાઘડીને વળ ડાબે છે કે જમણે તે ભૂલ કર્યા વિના તેમજ વિના અપવાદ કહી દેતા. એ જ રીતે ગણિતના પણ કઠણ કેયડા – જેવા કે મોટા ગુણાકાર, ભાગાકાર વગેરે – જેને લખીને ગણતાં પણ દશ મિનિટ લાગે તેનો જવાબ તેઓ એક જ મિનિટમાં, મેઢે ગણીને, આપી શકતા; તેમ જ લાખ સુધીના અંકના ચારપાંચ લીટીના સરવાળા આશ્ચર્ય થાય એટલી ત્વરાથી કરી શકતા. ગંજીફાના ખેલમાં સર પાનું કેની પાસે છે, કોની પાસે કયું પાનું છે તે પણ તેઓ ભૂલ વિના કહી દેતા, એટલું જ નહિ, પત્તાની જોડમાંથી ધારેલું પાનું આપણે આશ્ચર્ય પામીએ તે રીતે કાઢી આપતા. તેમની આ બધી શક્તિએની નોંધ તેમના બાળપણના સાથી અને અનુરાગી, મોરબીના રા. છોટાલાલ રેવાશંકર અંજારિયાએ લીધી છે, અને તે “શ્રીમદ્ રાજચંદ્ર: અર્ધ શતાબ્દી મારકગ્રંથમાં પ્રગટ પણ થયેલ છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદના જીવન સિદ્ધિ પેઠે તેઓ પિતાને માટે કેઈની પાસે કશું માગતા નહિ, અને પારકાને માટે માગવામાં લાજ જતા નહિ. ધારસીભાઈ પાસે કચ્છના ભાઈઓની સરભરા કરવાનું માગનારે પોતાને માટે એમની પાસે ભાડાના થોડા પૈસા ન માગ્યા ! ૪. તિથિ પાળવી–શ્રી મનસુખભાઈ કીરતચંદ મહેતા શ્રીમદના નેહી હતા. વિ. સં. ૧૯૫૫ના ચૈત્ર વદમાં મનસુખભાઈને એવો પ્રશ્ન ઊડ્યો હતો કે “તિથિ શા માટે પાળવી જોઈએ !” બીજ, પાંચમ, આઠમ વગેરેને બદલે ત્રીજ કે સાતમ કે એવી તિથિ પાળી હોય તે શું ખોટું? એટલે કે લીલોતરી આદિનો ત્યાગ મુકરર કરેલા દિવસને બદલે અન્ય દિવસે કર્યો હોય તે ધર્મ કર્યો ગણાય કે કેમ, એ પ્રશ્ન તેમને થયે હતા. પાછળથી તે તે પ્રશ્ન અને તેને લગતી વિચારણું ઉપશમી ગયાં હતાં. પરંતુ તે પછી થોડા વખતે તેઓ જ્યારે શ્રીમદ્રને મળવા ગયા ત્યારે શરૂઆતમાં જ, કેઈ પણ પ્રસંગ વિના, શ્રીમદ્ તેમને કહ્યું કે, “મનસુખ, તિથિ પાળવી.” આમ સામાના મનની વાત જાણી, તેમને થત સંશય પુછાયા પહેલાં જ શ્રીમદ્ ઘણું વાર દૂર કરી દેતા.૧૬૧ ૫. અજબ સ્પશેન્દ્રિય – શ્રીમદ્દની સ્પર્શેન્દ્રિયને ઘણે વિકાસ થયો હતો. મુંબઈમાં જસ્ટિસ તેલંગના પ્રમુખપણા નીચે, આર્ય સમાજમાં શ્રીમદે એક અવધાનનો પ્રયોગ રજ કર્યો હતો. તેમાં શ્રીમદની આંખે પાટા બાંધી ૫૦ પુસ્તક એક પછી એક તેમનાં નામ જણાવીને આપવામાં આવ્યાં હતાં. શ્રીમદે તે પુસ્તક પર બરાબર હાથ ફેરવીને બાજુમાં મૂકી દીધાં હતાં. પછી એ પુસ્તકમાંથી જે કઈ પુસ્તક માગવામાં આવતું, તે તેઓ, બધાં પુસ્તક પર હાથ ફેરવીને, શોધી આપતા, એટલું જ નહિ, પણ જે કંઈ પુસ્તકને અનુક્રમ નંબર આપવામાં આવતે તો તે પુસ્તકનું નામ તેઓ કહી દેતા, અને પુસ્તક પણ શોધી આપતા. આમ ચક્ષુરિન્દ્રિયનું કામ તેઓ સ્પર્શેન્દ્રિયથી પણ કરી શકતા હતા. ૧૬૨ ૬. તીવ્ર ધ્રાણેન્દ્રિય –સ્પર્શેન્દ્રિયની જેમ શ્રીમદ્ગી ધ્રાણેન્દ્રિય પણ ઘણી વિકસેલી હતી. પંડિત લાલનને એ વિશે સારો પરિચય થયે હતો. એક વખત શ્રીમંદ પોતાના કાકાસસરા તથા લાલન આદિ સાથે મેઘજી ભણને ત્યાં જમવા ગયા હતા. તેમના બેઠકખંડથી રડું લગભગ ૨૫ ફૂટ દૂર હતું. છતાં રસેડામાં બનાવેલી વાનગીઓ વિશે શ્રીમદે ધ્રાણેન્દ્રિયથી જાણી લીધું. તે પછી તેમણે ૫ડત લાલનને જણાવ્યું કે, “લાલન, હું નાક વડે જમી શકું છું.” લાલને આશ્ચર્યથી પૂછ્યું, “શી રીતે ?” શ્રીમદે ઉત્તર આપ્યું કે, રડામાં રહેલી વાનગીઓ હું જાણી શકું છું.” એમ કહી શ્રીમદ વાનગીઓનાં નામ કહી બતાવ્યાં હતાં.૧૬૩ ૭. એક વધુ કસોટી – તેમની આ શક્તિની કસોટી તેમના બાળપણના સાથીદાર મોરબીના રા. છેટાલાલ રેવાશંકર અંજારિયાએ પણ કરી હતી. શ્રીમના કાકાસસરા રેવાશંકરભાઈને ત્યાં એક વખત તેમની મંડળીનું જમવાનું ગોઠવ્યું હતું. જમવાના ૧૬૧. “ શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા", પૃ. ૧૮. ૧૬૨. “શ્રીમદ્ રાજચંદ્ર : અધશતાબ્દી મારકથ”, પૃ. ૧૧૯. ૧૬૩. એજન, પૃ. ૧૧૯. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા સમય પહેલાં બધા ગંજીફે રમતા હતા. તે વખતે રા. છોટાલાલભાઈ બધાથી જુદા પડી રસોયા પાસે ગયા અને તેને કહ્યું કે, “દાળમાં હમેશ મુજબ મીઠું નાખવું, ઢોકળીના શાકમાં બિલકુલ ન નાખવું, અને લીલેરી શાકમાં વધારે મીઠું નાખવું, એમ રેવાશંકરભાઈ એ ખાસ કહ્યું છે.” ભદ્રિક – ભેળા રસેયાએ સાચું માની એ પ્રમાણે કર્યું. બધા જમવા બેઠા, અને રાઈ પીરસાઈ ત્યારે થાળી સામું જોઈ, પછી છોટાલાલભાઈ સામે જોઈ, હસીને શ્રીમદ્દે તેમને કહ્યું કે, “પરીક્ષા લેવા પ્રવૃત્ત થયા છે કે રસે ભૂલ્યા છે? એક શાક ચણાના લોટનું મીઠા વગરનું, અને લીલોતરીનું વધારે મીઠાવાળું છે.” રેવાશંકરભાઈએ શાક ચાખી જેમાં તે વાત સાચી જણાઈ. આથી તેઓ રયા પર ગુસ્સે થયા. તે વખતે છોટાલાલભાઈએ પિતે એમ કરવા કહેલું તે જણાવી, બધાને પિતાની પ્રવૃત્તિથી વાકેફ કર્યા.૧૬૪ શ્રીમદ્દની આ શક્તિની નીચે પ્રમાણેની નોંધ જામે જમશેદ” નામના પત્રે પણ એક વખત તા. ૨૪-૧-૧૮૮૭ના રોજ લીધેલી જોવા મળે છે – અમારા સાંભળવામાં આવ્યું છે કે, આગલે દિવસે પોતાને મળેલી એક મેજબાની વખતે કેટલીક વાનીઓમાં મીઠું વધતું ઓછું હતું, તે કવિએ ચાખ્યા કે હાથ લગાવ્યા વિના માત્ર નજરે જોઈને કહી આપ્યું હતું. ૧૬૫ ૮. સાંઢ શાંત થઈ ગયા – ખંભાતના શ્રી છોટલાલ માણેકચંદને પણ શ્રીમદના ચમત્કારને થડો અનુભવ થયો હતો. એક વખત શ્રીમદ્ ધર્મજથી વીરસદ પોતાના સાથીઓ સાથે જતા હતા. રસ્તામાં એક સાંકડી કેડી આવી. તે પરથી બધા પસાર થતા હતા તે વખતે તેઓએ તે કેડી પર સામેથી બે સાંઢને લડતા લડતા આવતા જોયા. સામેથી ધસી આવતા સાંઢને જોઈને બીજા ને ગભરાટ છૂટો, પણ શ્રીમદ્દે બધાને જણાવ્યું કે સાંઢ નજીક આવશે ત્યારે શાંત થઈ જશે. પરંતુ ભયને લીધે છોટાભાઈ વગેરે સાથીઓ પાસેના ખેતરમાં છુપાઈ ગયા. માત્ર શ્રીમદ્દ અને તેમની પાછળ શ્રી ભાગભાઈ તથા ડુંગરશીભાઈ શાંતિથી આગળ વધ્યા. બંને સાંઢ નજીક આવતાં જ શાંત બની ઊભા રહી ગયા, અને બધા શાંતિથી પસાર થઈ ગયા.૧૬ ૬ ૯. તમારી પુત્રી સાજી થઈ જશે – વિ. સં. ૧૯૫૪માં શ્રીમદ કાવિઠા ગયા હતા. ત્યાં એક વખત વ્રજભાઈ ગંગાદાસ પટેલ, લહેરાભાઈ વગેરે મુમુક્ષુઓ સાથે તેઓ ત્યાંની વાગડિયા તળાવડી ગયા હતા. તે તળાવડીની બાજુમાં કઈ પાટીદાર શામળભાઈનું ખેતર હતું. તેમણે શ્રીમદ્દ માટે પોતાના ખેતરમાંથી થોડાં મેગરાનાં ફૂલ ચૂંટી લાવી બેઠક ઉપર મૂકયાં. તે જોઈ શ્રીમદે જણાવ્યું કે નાના કારણ માટે આ રીતે ફૂલ ન તેડવાં જોઈએ. એ પછી શામળભાઈને તેમણે વિશેષમાં કહેલું કે બીમાર થયેલી તમારી પુત્રીને કાલે આરામ થશે. ૧૬૪. “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ", પૃ. ૯૯. ૧૬૫. “ શ્રીમદ્ રાજચંદ્ર'', આવૃત્ત ૫, ભાગ ૧, પૃ. ૪૭૫. ૧૬૬. • શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ ”, પૃ. ૧૦૪, Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રીસની જગસિદ્ધિ કાવિઠાથી ત્રણ ગાઉ દૂર સિંહાલમાં રહેતી શામળભાઈની પુત્રી હીરા૧૬૭ ઘણા દિવસથી ખીમાર હતી. પછી શામળભાઈ તેમની ખબર પૂછવા ગયા તો તેને આરામ થઈ ગયા હતા. શ્રીમદ્ શામળભાઈ ને કે તેમની પુત્રી હીરાને એળખતા ન હતા. ૧૬૮ ૧૦. પિતાજીને વિનતિ — શ્રીમના પિતાજી રવજીભાઈ ને એક વખત ચમનપર જવાનુ થયુ' ત્યારે શ્રીમદ્દે તેમને કહ્યું કે, “આપા, તમે આજે ચમનપર ન જાએ 'તા?” પરંતુ વજીભાઈએ શ્રીમની વાત પર લક્ષ્ય ન આપ્યુ, અને ચમનપર ગયા. સાંજને સમયે શ્રીમદ્દના નાનાભાઈ મનસુખભાઈ ને રસેાડામાં જતાં દીવાની ઝાળ લાગી ગઈ. અને તેમનુ પહેરણ મળતાં તેમની છાતી દાઝવા લાગી. એ વખતે તેમનાં બહેન ઝખકબહેને સમયસૂચકતા વાપરી એકદમ છાશનું દોણુ` મનસુખભાઈ પર રેડવુ' અને રવજીભાઈ ને બેલાવવા ચમનપર કોઈ માણસને મોકલ્યા.૧૬૯ ** ૧૧. બાપુને ચેતવ્યા — વવાણિયામાં શ્રીમદના ઘરથી થોડે દૂર રહેતા એક ગરાશિયાને ઘેાડી પર બેસીને સાંજે ફરવા જવાનો નિત્યક્રમ હતા. એ રીતે ગરાશિયા બાપુ એક વખત ફરવા નીકળ્યા ત્યારે શ્રીમદ્ તેમને સામા મળ્યા. શ્રીમદ્રે તેમને જણાવ્યુ', બાપુ, આજે ઘેાડી લઈને ફરવા જવાનું માંડી વાળા. ” ઘણું કહેવા છતાં ખાપુ માન્યા નહિ, ફરવા ગયા.. ગામ હાર પહેાંચ્યા ત્યાં તે ઘેાડીએ તેાફાન શરૂ કર્યું. અને તેમને પછાડવા. ખબર પડતાં ચાર જણા તેમને ચાફાળમાં ઊંચકી ઘેર લાવ્યા, પણ થોડા સમયમાં તેમનું મરણ થયુ`. ૧૭૦ '' ૧૨. છ માસ પછી પરણો — શ્રીમદ્ વીરજી દેસાઈ નામના એક ભાઈ ને કાકા કહેતા. તે બંને એક વખત સાંજે ફરવા ગયા હતા, ત્યારે શ્રીમદ્દે દેસાઈ ને પૂછ્યું કે, કાકા, મારાં કાકીને કઈ થાય તે તમે ખીજીવાર પરણેા ખરા ? ” દેસાઈ એ કઈ જવાબ ન આપ્યું.. થાડા દિવસેા બાદ દેસાઈનાં પત્ની મરણ પામ્યાં. ત્યાર પછી સાથે જવાના ફરીથી એક પ્રસંગ આવ્યા ત્યારે શ્રીમદ્ દેસાઈ ને પૂછ્યું કે, કાકા, તમે હવે પરણશે ?” દેસાઈએ જવાબ ન આપતાં માત્ર મોઢું મલકાવ્યું. શ્રીમદ્રે કાકા, તમે પરણવાના વિચાર કરતા હૈ! તે તે છ માસ પછી રાખજો. ” 66 કહ્યું. 66 છ મહિના થયા. રાંધણ છઠના દિવસ આવ્યા. તે દિવસે વીરજી દેસાઈ સાંજે બહારથી ઘેર આવ્યા ત્યારે ખાળમાંથી નીકળેલા સપ તેમને કરડ્યો. સપનું ઝેર ઉતારવાની ઘણી મહેનત કરી, પણ ઝેર ઊતર્યું નહિ. ત્યારે દેસાઈએ કહ્યું કે, “નવા ઉપચાર કરી મારા ચાવિહાર ભગાવશે નહિ, મને તેા કહેનારે એ વાત કહી દીધી છે.”૧૭૧ ૧૬૭, ૧૬૮. “ શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકથ', પૃ. ૧૦૬ ઉપરાંત શ્રીમદ્ જૂઠાભાઇના મૃત્યુની આગાહી ત્રણ માસ તેની વિશેષ વિગત માટે જુએ પ્રકરણ ૧૩, શ્રીમદ્ ૧૬૯, ૧૭૦. એજન, પૃ. ૫૬. આ પહેલાં, સમય સાથે, કરેલી. અને જૂડાભાઈ' એ વિભાગ. * ૧૭૧. શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ ', પૃ. ૫૬. આવી જ જાતની મૃત્યુની આગાહી વાણિયાના દનીચૌંદભાઈના પિતાશ્રી બાબત કરીને – તેમને પણુ ખીજી વાર પરણવા ના કહી હતી. જુએ આ જ ગ્રંથનુ' પૃ. ૪૩. 66 Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા Lot ૧૩. પુસ્તકની રાહે · વિ. સ’. ૧૯૫૬ના અષાડ મહિનામાં શ્રીમદ્ વવાણિયાથી મારી આવ્યા હતા. તે અરસામાં એક દિવસ બપારે મનસુખભાઈ કીરતચંદ મહેતા તેમના કામ અગે ટપાલ આક્ષેિ ગયા હતા. તે વખતે પાસ્ટ માસ્તરે શ્રીમદ્ માટેનુ એક રજિસ્ટર મુકપેાસ્ટ શ્રીમદ્ન જલદી પહોંચે તે માટે મનસુખભાઈ ને આપ્યું. તેઓ તે લઈ ને શ્રીમદ્દના ઘર તરફ જવા નીકળ્યા. શ્રીમદ્ના ઘર નજીક આવ્યા ત્યારે તેમણે જોયુ* કે ખરા અપેારના સમયે ટોપી પહેરેલા શ્રીમદ્ ડેલી બહાર કાઈની રાહ જોતા ઊભા છે. મનસુખભાઈ તેમની પાસે પહેાંચ્યા ત્યારે શ્રીમદ્રે કહ્યું કે, “તમે અમારું પુસ્તક લઈને આવા છે, તેની રાહ શ્વેતાં અમે ઊભા છીએ. ૰૧૭૨ ૧૪. વગર કહ્યું જાણી લીધું — વિ. સ. ૧૯૫૫માં મનસુખભાઈ કી. મહેતાએ તેમના એક સ્નેહીને શ્રીમના સમાગમ તથા લાભની વાત લખી હતી. તે ભાઈ પાલીસખાતામાં નાકરી કરતા હતા. માયાકપટવાળી એ નાકરીથી તે ખૂબ અળાતા હતા. તેથી તેમણે એક કાગળ પર એ બધી વિગત અને ખીજા 'કાગળ પર શ્રીમને પૂછવા માટે એક જ્ઞાનપ્રશ્ન લખીને બંને કાગળા મનસુખભાઈ ને માકલી આપ્યા. મનસુખભાઈ એ પ્રશ્ન લઈ શ્રીમદ્ પાસે ગયા, અને વાતચીત કર્યા પછી કાઈ ભાઈ એક પ્રશ્નના ઉત્તર ઇચ્છે છે. એમ ક્ડી તે પ્રશ્ન તેમની સમક્ષ રજૂ કર્યા. પ્રશ્નના ઉત્તર આપવા પહેલાં શ્રીમદ્દે તે ભાઈની આખી પરિસ્થિતિ કહી...ફૂલાણા ભાઈ પૂછે છે? માયાકપટભરી નાકરીથી બહુ મૂ ય છે? વગેરે. આથી ચિત થઈ મનસુખભાઈ એ શ્રીમને પૂછ્યું, “શું આપના પર આ બાબતના તેમના પત્ર આવ્યા છે ? ” શ્રીમદ્દે કહ્યું, “ના, પણ તમારા પર આવ્યા છે ને શું?” આમ મનસુખભાઈ ને ઘેર આવેલા પત્ર વિશે શ્રીમદ્ જ્ઞાનથી જાણી લીધુ હતુ. એ ભાઈ સાથે શ્રીમને કોઈ જાતના પરિચય ન હતા, તેમજ તેમના વિશે કાઈ માહિતી પણ આપી શકે તેમ ન હતું, તેની મનસુખભાઈને ખાતરી જ હતી.૧૭૩ ૧૫. મનસુખભાઈને આશ્વાસન — વિ. સં. ૧૯૫૫માં એક વખત શ્રીમદ્ સાથે જ્ઞાનચર્ચા કરીને મનસુખભાઈ પોતાને ઘેર આવ્યા. શ્રીમદ્ જેવા ઉત્તમ પુરુષના યોગ મળવાથી એક બાજુ આનંદ હતા, તેા ખીજી બાજુ પાતે વિષયકષાયથી ભરપૂર હાવાથી ખેદ થતો હતો. તે ખેદ્યની વાત તેમણે તેમનાં પત્નીને કરી, છતાં તે ખેદ શમ્યા નહિ. બીજે દિવસે તેઓ શ્રીમદ્ પાસે ગયા ત્યારે સૌપ્રથમ શ્રીમદ્દે તેમને કહ્યું કે, “ મનસુખ, વિશેષ થઈ શકે તે સારુ, જ્ઞાનીઓને સદાચરણુ પણ પ્રિય છે, ખેદ કવ્યા નથી.” મનસુખભાઈ એ શ્રીમદ્દને પેાતાના ખેદ જણાવ્યા ન હતો, છતાં તે જાણીને શ્રીમદ્દે તેનુ સમાધાન કર્યું હતું.૧ ૧૭૪ ૧૨. શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા '', પૃ. ૨૩, ૧૭૩. “ શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા '', પૃ. ૧૯. ૧૭૪. એજન, પૃ. ૧૮. સામાના મનના પ્રશ્નો જાણી, તે પૂછે તે પહેલાં જ તેને ખુલાસ 66 Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની કવનસિદ્ધિ ૧૬. બનેવીની માંદગી વખતે – શ્રીમદના બનેવી રા. ટોકરશીભાઈ મહેતા તેમની છેલ્લી માંદગીમાં ગાંઠ અને સન્નિપાતના દરદનો ભાગ બન્યા હતા. તેની પીડામાં તેઓ, દુકાન, ઘરાક, સંસાર વગેરે સંબંધી બકવાદ કરતા હતા, અને શૈડી થોડી વારે ઊઠીને નાસી જવાનો પ્રયત્ન કરતા હતા, તેથી ત્રણચાર જણએ તો તેમને ઝાલી રાખવા પડતા હતા. આવી પરિસ્થિતિ હતી ત્યારે એક દિવસ બપોરે તેમની તબિયતના સમાચાર પૂછવા શ્રીમદ્દ આવ્યા. ટોકરશીભાઈના ભાઈ દેવચંદભાઈએ શ્રીમદને તેમનું દર્દ જણાવ્યું. તે પછી શ્રીમદ્દે બધાને દર્દીના ખાટલા પાસેથી આઘા જવા કહ્યું. દેવચંદભાઈએ કહ્યું કે ટેકરશીભાઈ નાસભાગ કરવા લાગે છે તેથી પકડવાની જરૂર પડે છે, તેથી આઘા જઈએ તે મુશકેલી નડે ને? શ્રીમદે જણાવ્યું કે, “નહિ ભાગે.” તેથી બધા દૂર ગયા, અને શ્રીમદ્દ ત્યાં બેઠા. પાંચેક મિનિટમાં જ ટેકરશીભાઈ સ્વસ્થ થઈ ગયા અને શ્રીમદને પૂછયું કે, “તમે કયારે આવ્યા?” તેને ઉત્તર આપવાને બદલે શ્રીમદે સામા તેમને સમાચાર પૂછા. એટલે ટેકરશીભાઈએ ગાંઠની પીડા સિવાય ઠીક છે એમ જણાવ્યું. અર્ધો કલાક – શ્રીમદ્ હાજર હતા ત્યાં સુધી તેમને ઘણું સારું રહ્યું. પણ શ્રીમદ્ તેમની દુકાને જવા નિકળ્યા, તે પછી પાંચ જ મિનિટમાં ટેકરશીભાઈની સ્થિતિ પહેલાંના જેવી જ થઈ ગઈ. આ જોઈ દેવચંદભાઈએ શ્રીમદને બોલાવવા માણસ મોકલ્યો. માણસ પાસેથી વાત જાણ્યા પછી “જેમ બનવાનું હોય તેમ બને છે.” એમ કહી માણસને પોતે હમણું નહિ આવે તેમ જણાવ્યું. અને પછી ઠેઠ સાંજે સાત વાગ્યે શ્રીમદ્દ ટેકરશીભાઈ પાસે ગયા, ત્યાં તેમણે ટેકરશીભાઈની બીમારીમાં વૃદ્ધિ જોઈ. સર્વને પહેલાંની માફક દૂર જવા કહ્યું. બધા ભીંત સુધી ખસ્યા એટલે તે તેમની પાસે બેસી, તેમની સામે આંખના, હોઠના અને હાથના કંઈ કંઈ ઈશારા કરવા લાગ્યા. પાંચેક મિનિટમાં ટેકરશીભાઈ હાશમાં આવ્યા. શ્રીમદ્દે પૂછ્યું, “કેમ છે?” તેમણે જવાબ આપ્યો, “હવે ઠીક છે, ગાંઠની પીડા નથી.” શ્રીમદ્ ઘણુ વખત કરી દેતા. આવો અનુભવ મનસુખભાઈને તથા બીજા મુમુક્ષુઓને ઘણી વાર થયેલો. મનસુખભાઈએ પોતાના અનુભવો “શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા ”માં નેધ્યા છે. ઉદાહરણ તરીકે – તેમને શ્રીમદ્દને મળવાની ઉત્કટ ઈચ્છા થઈ હતી ત્યારે શ્રીમદ્દે જ તેમને પોતાના આવ્યાનો સંદેશ મોકલેલે. શ્રીમદ્ભા ઉતારાની ખબર નહોતી, તો કોઈ અજાણ્યા ભાઈને સંગાથ પણ મળી ગયેલ. મળતી વખતે વાતચીત બાબતની તેમને થતી આશંકા શ્રીમદ્દે જ વાતની શરૂઆત કરી ટાળી દીધી હતી. તે પછી પણ તેઓ કોઈ પ્રશ્ન પૂછવાને ધારીને શ્રીમદ્ પાસે જાય તે, તે પ્રશ્ન પુછાય તે પહેલાં જ શ્રીમદ્ તેમનું સમાધાન કરી દેતા, એમ બનતું. તેઓ એક વખત શ્રીમને લેવા વાંકાનેર ગયા હતા, ત્યારે કોઈ ભાઈ સાથે “ભગવદ્ગીતા”ની વાત થઈ; અને શ્રીમદ્ મળ્યા ત્યારે સૌ પ્રથમ એ જ પુસ્તક તમણે તેમને આપ્યું. વગેરે. આ જાતનો અનુભવ મોરબીના રા. છોટાલાલ અંજારિયાને પણ થયેલ. તેમની મંડળીમાંથી કોઈ વાત કરે તે તેના મનને હેતુ શ્રીમદ્ કહી આપતા. તે વ્યક્તિ તે કબૂલ ન કરે તો પણ તે હેતુ જ સિદ્ધ થતા, એવી નેધ તેમણે લીધી છે. એ જ રીતે ખંભાતના છોટાલાલ માણેકચંદ તથા અન્ય વ્યક્તિઓને પણ શ્રીમના આ જાતને અનુભવ થયા હતા. તેની વિગત માટે જ શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ”માં “પરિચય પરાગ” એ વિભાગ, Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા આ થેડી વાર પછી ટોકરશીભાઈ સૌંસ્કૃતમાં એક શ્લાક ખેલ્યા. શ્રીમદ્રે પૂછ્યું', શ્લોક કાં સાંભળેલા તે યાદ છે ?” ટોકરશીભાઈ એ ઉત્તર આપ્યા, “હા, આપ તથા ૉક્ટર પ્રાણુજીવનદાસ મહેતા તથા હું ઈડરના જ*ગલમાં ગયા હતા ત્યાં. ” શ્રીમદ્દે ઉમેર્યું', આ શ્લેાક ઘણા સારા છે, લખી રાખવા જેવા છે.' ઘેાડા સમય પછી શ્રીમદ્દે તેમને પૂછ્યું, “હવે કેમ છે ?” તેમણે જણાવ્યું, “ આનં આનંદ છે, આવી સ્થિતિ મેં કાઈ પણ દિવસ અનુભવી નથી.” આ જવાબ આપ્યા એટલામાં તો શ્રીમદ્ પેાતાના હાથને ટાકરશીભાઈના માં તરફ ઊંચે ચડાવ્યા, અને તરત જ ખસીને દૂર બેઠા, અને ત્યાં ઊભા રહેલા સને જણાવ્યું કે, “ટોકરશી મહેતાના દેહ છૂટી ગયા છે. પણ તમે લગભગ પાણા કલાક સુધી તેમની પાસે ન જશેા.” એ સમયે લગભગ રાતના પાણાઆઠ થયા હતા. શ્રીમદ્ સ્મશાને પણ ગયા હતા. ઃઃ કચ્છના વતની પદમશીભાઈ ટોકરશીભાઈના લૌકિકે તેમના ભાઈ દેવચંદભાઈ પાસે આવ્યા હતા. ત્યારે ઉપરની હકીકત તેમણે પદમશીભાઈ ને જણાવી. તેનાથી આશ્ચય પામીને પદમશીભાઈ શ્રીમદ્ પાસે તેમની પેઢી પર ગયા. ત્યાં તેમણે શ્રીમદ્ન વિનંતી કરી કે, “ટાકરશી મહેતાની ખાખતમાં આપે આશ્ચય કર્યું છે, તે જાણવાની ખૂબ જિજ્ઞાસા છે, તો તે જણાવવા કૃપા કરો. ” શ્રીમદ્ કહ્યું, “હા, એમ બની શકે છે. પ્રાણવાયુ અપાનવાયુના સંબંધથી રહે છે. દરેક વખતે શ્વાસને અપાનવાયુ ખેચે છે, તેને શ્વાસ કહે છે. એ વાયુના સબધ છૂટો પડચેથી પ્રાણ ચાલ્યેા ગયા, એમ કહેવાય છે. તે વખતે જીવને જેવી લેશ્યા હાય છે, એવી ગતિ થાય છે. અને શક્તિબળે જીવાની લેશ્યા ફેરવી શકાય છે. ’૧૭૪ ૧૧ ૧૭. સેાભાગભાઈની માંદગી — વિ. સં. ૧૯૫૩ના વૈશાખ માસમાં શ્રીમદ્ તેમના સ્નેહી સેાભાગભાઈ પાસે સાયલા આવ્યા હતા. તે વખતે શ્રી સેાભાગભાઈ ને છેલ્લા આઠનવ માસથી ઝીણા તાવ રહેતા હતા તેથી તેઓ શરીરે ખૂમ નખળા થઈ ગયા હતા. આથી તેમને સત્સ`ગ કરાવવાના હેતુથી શ્રીમદ્ સાયલા આવ્યા હતા. સાયલામાં શ્રીમદ્ દશ દિવસ રહ્યા અને પછી તેમણે સેાભાગભાઈને પોતાની સાથે ઈડર આવવા જણાવ્યું. આવી શારીરિક પરિસ્થિતિમાં સેાભાગભાઈ ને મુસાફરી કરવા દેવાનું મન તેમના પુત્ર ત્ર્યંબકભાઈ ને નહાતું, કારણ કે જો તેમને કઈ થાય તેા દુનિયા તેમને અણસમજુ ગણે. આ વાત જાણી શ્રીમદ્દે તેમને જણાવ્યું કે, “ત્ર્યમંક, આ જાતની ચિંતા તમે કાઈ કરેા નહિ, કારણ શ્રી સેાભાગભાઈની સેવા તથા ઉત્તરક્રિયા તારા હાથથી જ થવાની છે.” એથી શાંતિ પામી ત્ર્ય બકભાઈ એ રજા આપી. અને શ્રીમદ્દ તથા સેાભાગભાઈ વૈશાખ વદમાં દશ દિવસ માટે ઈડર જઈ આવ્યા. સાભાગભાઈનું આયુષ્ય જેઠ માસ સુધી લખયું હતુ..૧૭૫ ૧૮. જજ જેવુ· પ્રામાણિકપણુ — એક વખત શ્રી ત્રિભુવનદાસ ભાણજી અને શ્રીમદ્ સુ`બઈમાં હાઈકા પાસેના બેન્ડસ્ટેન્ડ તરફ ફરવા ગયા હતા. ત્યારે ત્રિભુવનભાઈ એ એમને ૧૭૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ”, આવૃત્તિ ૪, પૃ. ૧૩૩. ૧૭૫. શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ ', પૃ. ૧૧૪, Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રીમદની જીવનસિદ્ધિ પ્રશ્ન કર્યાં હતા કે, “એક જૈન તરીકે પ્રામાણિકપણું કેવુ હોવુ' જોઈ એ ? ” એના ઉત્તરમાં શ્રીમદ્દે હાઈકોર્ટના મુરજ દેખાડી તેમને કહ્યું કે, “ પેલી દૂર જે હાઈ કોર્ટ દેખાય છે, તેની અંદર બેસનાર જજનું પ્રામાણિકપણુ જેવુ જોઈએ તેના કરતાં જૈનનું પ્રામાણિકપણુ એ છુ તેા ન જ હાવુ જોઈએ. એટલે કે એનું પ્રામાણિકપણું એટલું બધું વિશાળ હાવુ જોઈએ કે તે સંખ"ધી કોઈને પણ શંકા ન થવી જોઈએ, એટલુ જ નહિં પણ તે અપ્રામાણિક છે એમ કાઈ કહે તે સાંભળનાર તે વાત પણ ન માને, એવું એનું પ્રામાણિકપણુ` સત્ર જાણીતું હાવુ... જોઈ એ.૧૭૬ ૧૯. એમને દૂધપાક ન આયશા - એક વખત શ્રીમદ્, માણેકલાલ ઘેલાભાઈ, ત્રિભુવનભાઈ વગેરે કાઈકને ઘેર જમવા બેઠા હતા. પ્રથમ જુદી જુદી જાતનાં શાક પીરસવામાં આવ્યાં. માણેકલાલભાઈ એ તિથિનું કારણુ ખતાવી શાક લેવા ના કહી, પછી રાઈતાં પીરસાયાં ત દિલને કારણે ના કહી. પછી કેટલીક પરચૂરણ વસ્તુએ પીરસવામાં આવી. તેમાંની કેટલીક તેમણે લીધી; કેટલીક ન લીધી. છેવટે દૂધપાક પીરસાયા. તે માણેકલાલભાઈના ભાણામાં પીરસાતા હતા તે વખતે શ્રીમદ્ કહ્યું, “એમને દૂધપાક પીરસવા રહેવા દ્યો ! એમને નાની નાની વસ્તુઓને ત્યાગી પાતાની મહત્તા વધારવી છે, પણ ખરેખરી રસોષક વસ્તુના ત્યાગ કરવા નથી.” એ પ્રસ`ગે શ્રીમદ્દે જિહ્વાસ્વાદ અને રસલેાલુપતા વિશે થાડુ... વિવેચન કર્યુ. હતું. ૧૭૭ - ૨૦. સાક્ષ આમ મળે એક વખત શ્રીમદ્ પાસે ગાદી પર બેસી બધા ધમ ચર્ચા કરતા હતા. ત્યારે દામનગરના એક વિણક શેઠ આરામખુરશીમાં બેઠા બેઠા બીડી પીતા હતા. તેમણે શ્રીમને ટીખળથી પૂછ્યું, “ રાયચ`દભાઈ, માક્ષ કેમ મળે ?” તેના જવાખમાં શ્રીમદ્ જણાવ્યું કે, “તમે અત્યારે જે સ્થિતિમાં બેઠા છે તે જ સ્થિતિમાં હાથ કે પગ કે કંઈ જરા પણ હલાવ્યા વિના સ્થિર થઈ જાઓ તેા તમારે અહીંથી સીધા મેક્ષ થઈ જાય ?” શ્રીમદ્દના આ ટૂંકા છતાં માર્મિક જવામ સાંભળી શેઠે ઊભા થઈ બીડી નાખી દીધી, અને શ્રીમદ પાસે આવીને બેઠા.૧૭૮ ર૧. અપૂર્વ ભાસ શ્રી છોટાલાલ માણેકચર પેાતાના એક સ્વાનુભવ રજૂ કરતાં જણાવ્યું હતું કે એક વખત તે શ્રીમદ્ સાથે મુંબઈમાં શાંતિનાથજીના દેરાસરમાં ગચા હતા. ત્યાં થાડા વખત કુંદકુંદાચાર્યનુ “ સમયસાર ” પુસ્તક વાંચ્યું, અને પછી પ્રતિમાનાં દર્શન કરવા બાજુના આરડામાં ગયા. એ વખતે છેોટાલાલભાઈના બંને હાથ પાછળથી ઝાર્ટી શ્રીમદ્દે કહ્યું, “ જુઓ ! જુએ 1 આ પ્રભુએ આખી દુનિયાથી આંખ મીંચી છે.” તે વખતે પાતાને અપૂર્વ ભાસ થતા હતા, તથા દેહ અને આત્માનું' ભિન્ન સ્વરૂપ તાદશ દેખાયું હતું તેમ છોટાલાલભાઈ એ રાંધ્યું છે. ૧૭૯ -- ૨૨. સત્યના જ આગ્રહ · શ્રીમની લગભગ ૧૩ વર્ષની વયે બનેલા એક પ્રસ`ગ છે કે, એક વખત જેઠમલજી નામના વિદ્વાન મનાતા સાધુએ શ્રીમના જ્ઞાનથી ખુશ થઈ ૧૭૬, ૧૭૭, શ્રીમદ્ રાજચ્દ્રઃ અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ ', પૃ. ૧૦૧, ૧૦૨. ૧૭૮, ૧૭૯. એજન, પૃ. ૧૦૨, 66 Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા ૧૧ 8 મોરબીમાં તેમને કહ્યું કે તમે “ઢેઢકમત” દીપા, તે વખતે સત્યના આરહી શ્રીમદે તત્કાલ જવાબ આપે કે, “સત્ય વસ્તુ હશે તે જ કહેવાશે.”૧૮૦ ર૩. કાંટાની ઉપેક્ષા – વિ. સં. ૧૯૩૪માં શ્રીમદ્દ દશ વર્ષના હતા ત્યારે તેમનાં દાદી ગુજરી ગયાં હતાં. તે વખતે તેઓ રિવાજ મુજબ દાણી – અશિ- લઈને અડવાણે પગે સ્મશાનમાં ગયા હતા. જતી વખતે પગમાં મેટો કાંટા વાગે. છતાં કોઈને પણ કંઈ જણાવ્યું નહિ અને સ્મશાન સુધી ગયા, અગ્નિદાહ દીધે, અને બધાની સાથે મૃતદેહ બળે ત્યાં સુધી બેઠા. પછી તળાવે જઈ સ્નાન કરી, બધાની સાથે ચાલતા ઘેર પહોંચ્યા, ત્યાં સુધી પગને કાંટે વેદના આપતો જ રહ્યો ! ઘેર આવ્યા ત્યારે તેમનાં માતુશ્રીએ ખમચાતા ખમચાતા ચાલવાનું કારણ પૂછ્યું, ત્યારે તેમણે જતી વખતે કાંટે વાગ્યાની વાત કહી. એટલે દેવમાએ કાંટે કાઢી આપ્યું. આમ લાંબો સમય તેમણે કાંટાની વેદના સમભાવથી સહી હતી.૧૮૧ ૨૪. નિષ્કારણ કણ – શ્રીમદ્દ એક વખત મોરબીથી વવાણિયા જતા હતા. તેમને સ્ટેશને મૂકવા માટે શ્રી મનસુખભાઈ મહેતા આદિ કેટલાક મુમુક્ષુઓ ગયા હતા. ગાડી આવવાનો સમય હતો તેથી બધા ધર્મ ચર્ચા કરતા હતા. તે અરસામાં મનસુખભાઈને કઈ લાવવા આવતાં ઘેર જવું પડયું. તેથી ગાડી આવતાં સુધી સત્સંગનો લાભ જવા બદલ તેમને મનમાં ને મનમાં ખૂબ ખેદ થયે. તે ખેદ પ્રગટ ન કરતાં મનસુખભાઈ ઘેર ગયા. પણ એ ખેદ શ્રીમદ્દ પામી ગયા અને પછીથી ગાડી આવી ગઈ હોવા છતાં તેઓ વવાણિયા ન જતાં બધા સાથે મેરબી પાછા ફર્યા અને બીજે દિવસે મનસુખભાઈને સત્સંગને લાભ આપ્યો. જ્ઞાનીની નિષ્કારણ કરુણ તે આ.૧૮૨ ૨૫. સાચુ જોખમ – એક વખત રાતના અગિયાર વાગ્યે ધર્મવાર્તા પૂરી થઈ ત્યારે શ્રીમદ્દ પેઢી પરથી ઘેર જવા ઊભા થયા. બીજા બધા પણ સાથે જવા નીકળતા હતા. તેવામાં પૂનાના નાનચંદભાઈએ હીરા, માણેક, મોતી વગેરે વેપારને માલ જેમાં રહેતું હતું તે પેટી ખુલ્લી જોઈ, તેથી તે પ્રતિ શ્રીમદનું લક્ષ્ય દોરી કહ્યું, “આ પેટીમાં તે જખમ છે, અને ખુલી રહી ગઈ છે.” બધાને ફરીથી બેસાડી શ્રીમદ્ નાનચંદભાઈને પૂછયું, “જોખમ શી રીતે ?” તેમણે ઉત્તર આપ્યો, “સાહેબજી, હું કીમતી ચીજોને જોખમની ઉપમા આપું છું. તે ચેરાઈ જાય તે જોખમ લાગે.” શ્રીમદે કહ્યું, “એને જ્ઞાની પણ જોખમ ગણે છે, પણ જુદી રીતે. જ્યાં સુધી તે પાસે હોય ત્યાં સુધી તે જોખમ છે. માણસને રોગ થાય તે પરુ, પાક વગેરે થાય, તેમ એ પણ પૃથ્વીના રોગ છે. જ્ઞાની કદી તેમાં મોહ ન રાખે.” આમ જણાવી શ્રીમદ્દ પેટી તથા દીવાનખાનું ખુલ્લાં મૂકી પોતાને ઘેર ચાલ્યા ગયા. બીજા પણ તેમને સ્થાનકે ગયા. તેમની સાથે હતા તેમાંના પદમશીભાઈને પછીથી “શું થયું ૧૮૦. “શ્રીમદ્ રાજચંદ્ર : અધ શતાબ્દી સ્મારકગ્રંથ”, પૃ. ૧૦૩. ૧૮૧. એજન, પૃ. ૯૮. ૧૮૨. “શ્રીમદ્ રામચંદ્રની જીવનરેખા”, પૃ. ૨૨. ૧૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રીમદની જીવનસિદ્ધિ હશે એ વિચાર ખૂબ તાવતો હતો. એટલે બીજે દિવસે પેઢી પર જઈ શ્રીમદને તેમણે પૂછયું હતું. શ્રીમદે જણાવેલું, “ભાઈ વનમાળીએ આપણુ ગયા પછી પેટી બંધ કરી હતી. ૧૮૩ ૨૬. ઝવેરાતની પરીક્ષા – વિ. સં. ૧૯૫૪માં મુંબઈમાં પ્લેગ ફાટી નીકળતાં શ્રીમદ ત્યાંની દુકાન બંધ કરી વવાણિયા જતા હતા. તે વખતે તેઓ વઢવાણ કેમ્પ સ્ટેશને ઊતરેલા, ત્યારે તેમની પાસે ઝવેરાતની એક પેટી હતી. તેની કળ બગડી ગઈ હતી. તેથી તે ખુલ્લી હતી. તે પેટી લઈ તેઓ, ડુંગરશીભાઈ તથા ઠાકરશીભાઈ સિગરામમાં બેસીને એક દિવસ માટે સાયલા ગયા. રસ્તામાં શ્રીમદે ડુંગરશીભાઈને કહ્યું, “ડુંગરશીભાઈ, તમે સૌભાગભાઈને કહેતા હતા ને “જ્ઞાન હોય તેની પાસે નાણું ન હોય ! તેનું કેમ છે?” ડુંગરશીભાઈએ જવાબ આપ્યો, “તેવું તો હવે કંઈ જણાતું નથી. આપની પાસે જ્ઞાન પણ છે અને નાણું પણ છે.” તે પછી શ્રીમદે પેટીમાંનું ઝવેરાત ડુંગરશીભાઈને બતાવવા માંડ્યું. સિગરામના ગડગડાટથી હીરા, મોતી, કે બીજા નંગ પડી જશે તે હાથમાં નહિ આવે એ ભય લાગતાં ડુંગરશીભાઈએ ઝવેરાત બહાર કાઢવા ના કહી. આથી શ્રીમદ્ “ફિકર કરો નહિ, અમારું કયાંય જવાનું નથી” એમ જણાવી બધું ઝવેરાત બતાવ્યું. અને અંતમાં તેમને જણાવ્યું કે, “જેને આત્મજ્ઞાન છે તેને ઝવેરાતની પરીક્ષા થવી સહેલ છે.”૧૮૪ ર૭. અમારો દિ ઊઠયો નથી. – શ્રીમદની શક્તિ વિશે સાંભળીને તથા તેમને હમેશાં સ્વાધ્યાયમાં મજા માણતા જોઈને એક પાડોશીએ તેમને પૂછયું કે, “તમે બધે સમય ધર્મની ધૂનમાં રહે છે તેથી તમને બધી ચીજોના શા ભાવ થશે તેની ખબર હશે !” શ્રીમદે ઉત્તર આપે, “અમારે દિ ઊઠયો નથી કે સ્વાધ્યાય ભાવ જાણવા કરીએ.”૧૮૫ ૨૮. ચિંતા પૃથ્વીની નહીં, આત્માની કરે.–એક જિજ્ઞાસુએ શ્રીમદને એક વખત પ્રશ્ન કર્યો કે, “પૃથ્વીને શાસ્ત્રમાં સપાટ કહી છે, અને હાલના શોધકો તેને ગોળ કહે છે, તે બેમાં સાચું શું ?” શ્રીમદે સામે પ્રશ્ન કર્યો. “તમને પૃથ્વી ગોળ હોય તે ફાયદો કે સપાટ હેાય તે ?” જિજ્ઞાસુએ કહ્યું, “હું તે માત્ર જાણવા માગું છું.” શ્રીમદે ફરીથી પૂછયું, “તમે શ્રી તીર્થંકર પ્રભુની શક્તિને વધુ માને છે કે હાલના શોધકોની શક્તિને ?” તેમણે જણાવ્યું, “તીર્થંકર પ્રભુની શક્તિને વધારે માનું છું.” તેથી શ્રીમદે જણાવ્યું, “તમે શ્રી તીર્થંકર પ્રભુ પર શ્રદ્ધા રાખો અને શંકા કાઢી નાખે. આત્માનું કલ્યાણ કરશે તે પૃથ્વી ગેળ કે સપાટ, જેવી હશે તેવી, કંઈ પણ હરત કરશે નહિ.”૧૮૬ ૨૯. પેટ અને ભક્તિ—વિ. સં. ૧૯પરમાં શ્રી કાવિઠા આવ્યા હતા. તેમને બોધ સાંભળી પ્રાગજીભાઈ નામના એક ભાઈએ તેમને જણાવ્યું કે, “ભક્તિ કરવાનું તે ૧૮૩. “શ્રીમદ્ રાજચંદની જીવનરેખા”, પૃ. ૧૧પ. ૧૮૪. “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ", પૃ. ૧૧૪. ૧૮૫. ૧૮૬. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા, આવૃત્તિ ૪, પૃ. ૧૧૧. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા ઘણું મન થાય છે, પણ ભગવાને પટ આપ્યું છે તે ખાવાનું માગે છે, તે શું કરીએ?” શ્રીમદે તેમને કહ્યું, “તમારા પેટને અમે જવાબ દઈએ તો ?” આમ કહી શ્રીમદે, જેમને ત્યાં પોતે ઊતર્યા હતા તે ઝવેર શેઠને કહ્યું કે, “તમે જે ભેજન લેતા હે તે પ્રાગજીભાઈને બે વખત આપજે, તથા પાણીની મટકી પણ આપજે. તેથી ઉપાશ્રયના મેડા પર બેઠા બેઠા ભક્તિ કરી શકે.” આટલું જણાવ્યા પછી તેમણે પ્રાગજીભાઈને કહ્યું કે, “આની સાથે એક શરત છે: તમારે બધે સમય ભક્તિ કરવી; બહાર વરઘોડો નીકળે, બરોઓ ગીત ગાતાં નીકળે તે જોવા ન ઊઠવું. કોઈ આવે તો તેની સાથે ભક્તિ કરવી પણ સંસારની કાંઈ પણ વાત ન કરવી. ” “ એ રીતે તો ન રહી શકાય” એમ પ્રાગજીભાઈએ જણુવ્યું. તે વિશે શ્રીમદે કહ્યું કે, “જીવને ભક્તિ કરવી નથી તેથી પેટ આગળ ધરે છે. ભક્તિ કરતાં કોણ ભૂખે મરી ગયો? જીવ એ જ રીતે છેતરાય છે અને ભક્તિ કરતો નથી.”૧૮૭ ૩૦. દેહ અને આત્મા – એક વખત શ્રીમદ્ કાવિઠા આવ્યા ત્યારે ત્યાંની શાળાના કેટલાક વિદ્યાર્થીઓ તેમને બે સાંભળવા આવ્યા હતા. તેઓને શ્રીમદ્દે પ્રશ્ન કર્યો કે, “તમારા એક હાથમાં છાશથી ભરેલો લોટ અને બીજા હાથમાં ઘીથી ભરેલો લોટે હાય, અને માર્ગમાં જતાં કોઈને ધક્કો વાગે તે તમે કયા હાથને લોટે જાળવશે?” ગિરધરભાઈ નામના એક વિદ્યાર્થી એ જવાબ આપ્યો કે, “ઘીને લોટ સાચવીશું.” શ્રીમદે તેને પૂછયું, “એમ શા માટે? ઘી અને છાશ બંને એકમાંથી જ ઉત્પન્ન થાય છે ને ?” ગિરધરભાઈએ જવાબ આપ્યો, “છાશ ઢોળાઈ જાય તે બીજા ઘણા ભરી આપે, પણું ઘી ઢોળાઈ જાય તે કઈ ફરીથી ન ભરી આપે.” એ દૃષ્ટાંત પરથી શ્રીમદે બધાંને સમજાવ્યું કે, “છાશની માફક આ દેહ છે, તેને જીવ સાચવે છે; અને ઘીની માફક આ આત્મા છે, તેને જાતે કરે છે. એવી અવળી સમજણવાળે આ જીવ છે. પણ આત્માને જે ઘીની માફક કીમત 1ણે તે આત્માને પણ સાચવે. અને આંચ આવે ત્યારે છાશની માફક દેહને જતે કરે, કારણ કે દેહ તે એની મેળે મળવાનો છે, કર્મ બાંધ્યા એટલે તે ભોગવવા માટે દેહ તે મફતમાં જ મળવાનો છે.” વગેરે.૧૮૮ ૩૧. આખી મુંબઈ સ્મશાન – એક વખત મુંબઈમાં શ્રીમદ ફરવા ગયા હતા. સ્મશાન આવ્યું ત્યારે તેમની સાથેના એક ભાઈએ પૂછયું, “આ શું છે ?” “સ્મશાન.” એટલે શ્રીમદે કહ્યું, “અમે તો આખી મુંબઈને સ્મશાન જોઈ એ છીએ.”૧૮૯ ૩૨. મરણને ભય કેવો? – કરછના વતની પદમશીભાઈએ શ્રીમદને એક વખત પૂછ્યું, “સાહેબજી, મને ભયસંજ્ઞા વિશેષ રહે છે, તો તેને શું ઉપાય?” શ્રીમદે પૂછયું, મુખ્ય ભય શેને રહે છે ?” “મરણનો.” તે માટે શ્રીમદે કહ્યું, “મરણ તો આયુષ્યબંધ પ્રમાણે થાય છે. જ્યાં સુધી આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી મરણું તો નથી. તે પછી એને ભય રાખવાથી શું ફાયદો ? એ રીતે મન દઢ રાખવું.”૧૯૦ ૧૮૭. “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ ", પૃ. ૧૦૭. ૧૮૮. એજન, પૃ. ૧૦૮. ૧૮૯. ૧૯૦. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા”, અવૃત્તિ ૪, પૃ. ૧૧૧. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રીમદના જીવનસિદ્ધિ ૩૩. સ્વર્ગ અને નરક – પ્રો. રવજીભાઈ દેવરાજે શ્રીમદને પૂછયું કે, “સ્વર્ગ અને નરકની ખાતરી શી ?” શ્રીમદ્ ઉત્તર આપ્યો, “નરક હોય અને તમે ન માનતા હે, તે નરક જવાય તેવાં કામ કરવાથી કેટલું સાહસ ખેડયું કહેવાય ? ૧૯૧ ૩૪. બને બરાબર–કચ્છના વતની પદમશીભાઈએ શ્રીમદ્દ એક પ્રસંગે પૂછયું કે, “શ્રીકૃષ્ણના સંબંધમાં જન ગ્રંથોમાં તેઓ નરકે ગયા છે તેમાં લખ્યું છે, અને વૈષ્ણવ ગ્રંથોમાં તેઓ મેક્ષે ગયા છે તેમાં લખ્યું છે, તે આ બંનેની વાત કેમ મળતી નથી આવતી ?” શ્રીમદે સમજાવ્યું કે “જન ગ્રંથમાં જેમ તેને વર્તતા બતાવ્યા છે તેમ કેઈ પણ જીવ વતે તે નરકે જાય અને જેમ વૈષ્ણવ ગ્રંથમાં તેને વર્તતા બતાવ્યા છે તેમ કેઈ પણ જીવ વતે તો મોક્ષે જાય. માટે બંને શાસ્ત્રમાં દૃષ્ટાંતરૂપ લખ્યું છે, અને તે બંને બરાબર છે તેમ સમજવું.”૧૯૨ ૩પ. આત્માને અર્થે જ શાસ્ત્ર - એક વખત શ્રીમદ દિગંબર મંદિરમાં સ્વાધ્યાય કરતા હતા, ત્યારે દિગબર પંડિત શ્રી ગોપાળદાસ બારેયાએ તેમને વિનંતી કરી કે, “ગમ્મટસારના અનુવાદમાં જે ત્રુટિઓ જણાય છે તે પૂરી કરી દેશે ?” શ્રીમદ્ ઉત્તરમાં કહ્યું, “અમે તો શાસ્ત્ર માત્ર આત્માને અર્થે જ વાંચીએ છીએ.” ૧૯૩ ૩૬. હવે તમે ત્યાગી – એક વખત લલ્લુજી મહારાજે શ્રીમદ્દને જણાવ્યું, “મેં કુટુંબ, વૈભવ, માતા, પત્ની, પુત્ર વગેરેને ત્યાગ કરી દીક્ષા લીધી છે.” આ સાંભળી શ્રીમદે કહ્યું, “શું ત્યાખ્યું છે ? એક ઘર છોડી કેટલાં ઘર – શ્રાવકનાં – ગળે નાખ્યાં છે ? એ બે સ્ત્રીને ત્યાગ કરી કેટલી સ્ત્રીઓ પ્રત્યે દષ્ટિ ફરે છે? એક પુત્ર ત્યાગી કેટલાં છોકરાં પ્રત્યે પ્રીતિ થાય છે ? આ સાંભળી લલ્લુજી મહારાજને પોતાના દોષ પ્રગટ જણાયા. એથી તેમને બહુ જ શરમ આવી. અને ખૂબ નમ્રતા સાથે તેમણે કહ્યું, “હું ત્યાગી નથી.” શ્રીમદે તુરત જવાબ આપ્યો, “મુનિ, હવે તમે ત્યાગી છે.” ૧૯૪ - ૩૭. હીરા નહી, કાળક્ટ વિષ – એક દિવસ બે મુનિઓ શ્રીમદ પાસે આવ્યા. ત્યારે શ્રીમદે તેમાંના એક શ્રી દેવકરણ મુનિને પૂછયું, “વ્યાખ્યાન કોણ આપે છે ? પર્વદા કેટલી ભરાય છે?” દેવકરણુજીએ કહ્યું. “હજારેક માણસેની પર્ષદા ભરાય છે.” શ્રીમદ્ સ્ત્રીઓની પર્ષદ જોઈ વિકાર થાય છે ?” મુનિ : “કાયાથી નથી થતું, મનથી થાય છે.” શ્રીમદ્દ “મુનિએ તે મન, વચન અને કાયા ત્રણે યેાગથી સાચવવાં જોઈએ.” શ્રી દેવકરણજીએ આક્ષેપ કરતાં કહ્યું, “તમે ગાદી-તકિયે બેસે છે, અને હીરામાણેક તમારી પાસે ૧૧. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા '', પૃ. ૧૨૩. ૧૯૨. એજન, પૃ. ૧૧૬. ૧૯૩, એજન, પૃ. ૧૧૮. ૧૯૪. એજન, પૃ. ૧૩૫. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા ૧૧૭ પડેલા હોય છે, ત્યારે તમારી વૃત્તિ નહિ હેાળાતી હોય ?” શ્રીમદ્દે જણાવ્યું, “મુનિ, અમે તો કાળકૂટ વિષ દેખીએ છીએ, તમને એમ થાય છે?” સાંભળી મુનિ તે સજ્જડ થઈ ગયા. ૧૯૫ ૩૮. તમે દીક્ષા ન આપશે। એક વખત લલ્લુજી મહારાજ શ્રીમદને મળવા એકલા ગયા હતા. તે વખતે કોઈને દીક્ષા આપવા વિશે વાત થઈ ત્યારે શ્રીમદ્દે તેમને જણાવેલુ', “તમે દીક્ષા ન આપશેા. શ્રી દેવકરણજીને ચેલા કરવા હોય તેા ભલે કરે. ” મુનિ દેવકરણજીએ દીક્ષા આપી હતી. થોડા વખત પછી તે શિષ્ય સત્પુરુષની નિંદામાં પડી ગાંડા થઈ, સંઘાડા છેડી જતા રહ્યો હતા. ,, ૩૯. અમારે તેા અને સરખા — - શ્રીમદ્ એક વખત કાર ગયા હતા, અને ત્યાંના ઉપાશ્રયના મેડા ઉપર જ ઊતર્યા હતા. તે વખતે શ્રી લલ્લુજી આદિ મુનિએ પણ ત્યાં હતા. તેથી ઉપર જતી વખતે લલ્લુજી મુનિએ દેવકરણજીને કહ્યું કે, “ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેા વિનય નમસ્કાર આદિ કરવાં પેઠે ' દેવકરણુજીએ કહ્યું, “ આપણે બે જ જઈએ તેા હુ' શ્રીમદ્ પાસે તેમ કરીશ. ” આથી તેઓ ચતુરલાલજી મુનિને નીચે રાખી ઉપર ગયા. પાછળથી નીચે રહેલા મુનિને ઉપર શુ થાય છે તે જાણવાની જિજ્ઞાસા થઈ, તેથી તેઓ દાદર પર જઈને જોવા લાગ્યા. ** તેમણે જોયું તેા અને મુનિએ શ્રીમદ્ભુ નમસ્કારાદિ કરતા હતા. તે વાત ખંભાત જઈ જાહેર કરવાના વિચાર કરી મુનિ નીચે આવ્યા. થોડી વાર પછી દેવકરણજી પણ નીચે આવ્યા, અને લલ્લુજી મહારાજ ઉપર રહ્યા. તેમને શ્રીમદ્દે પૂછ્યું, “દેવકરણુજી આવ્યા અને ખીજા મુનિ કેમ ન આવ્યા ?” લલ્લુજી મહારાજે જવાબ આપ્યા કે, “તેમની દૃષ્ટિ વિષમ છે તેથી ઉપર લાવ્યા નહિ. ” પછી શ્રીમદ્ નીચે ઊતર્યા અને મુનિ ચતુરલાલજી પાસે બેઠા. પછી શાંતિપૂર્વક તેમને જણાવ્યું કે, “મુનિ, અમારે તા તમે અને એ બંને સરખા છે, સવ પ્રત્યે અમારે સમષ્ટિ છે, તમે પણ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્ત સાચવી રાખજો. તેમાં ચૌદ પૂર્વના સાર છે.” આટલા જ સમાગમથી શ્રી ચતુરલાલજીની વૃત્તિ પલટાઈ ગઈ, અને તેમને આસ્થા થઈ. 66 ૪૦. મનને નવરું ન મેલવુ* — એક વખત મુનિ મોહનલાલજીએ શ્રીમદ્ભુ પ્રશ્ન કર્યા કે, મન સ્થિર થતું નથી, તેા શા ઉપાય કરવેા ?” શ્રીમદ્દે ઉત્તરમાં જણાવ્યું કે, “ એક પળ પણ નકામા કાળ કાઢવા નહિ. કોઈ સારુ· પુસ્તક વૈરાગ્યાદિની વૃદ્ધિ થાય તેવુ' વાંચવુ, વિચારવું; એ કાંઈ ન હાય તા છેવટે માળા ગણવી. પણ જો મનને નવરુ' મેલોા તા ક્ષણ વારમાં સત્યાનાશ વાળી દે તેવું છે. માટે તેને સવિચાર રૂપ ખારાક આપવા. જેમ ઢારને કઈ ને કંઈ ખાવાનું જોઈ એ, દાણાના ટાપલે! આગળ મૂકથો હોય તા તે ખાયા કરે છે, તેમ મન ઢાર જેવું છે. બીજા વિકલ્પ અંધ કરવા માટે સવિચારરૂપ ખારાક આપવાની જરૂર છે. મન કહે તેથી ઊલટુ વવું; તેને વશ થઈ તણાઈ જવું નહિ, તેને ગમે તેથી આપણે ખીજે ચાલવુ . "" ૧૯૫. “ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ', પૃ. ૧૪૪. Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની જીવનસિદ્ધિ ૧. આત્મા, પુનર્જન્મ, ઈશ્વર–ખેડાના વેદાંતવિદ વકીલ ભટ્ટ પૂજાભાઈ સેમેશ્વરને શ્રીમદ્દ સાથે નીચે પ્રમાણે વાતચીત થઈ હતી. તે શ્રીમદ્દના વ્યક્તિત્વ તથા અનુભવ પર પ્રકાશ પાડતી હોવાથી અહીં રજૂ કરેલ છે. વકીલે પ્રશ્ન કર્યો : “આત્મા છે?” શ્રીમદ્દ ઉત્તર આપ્યો : “હા, આત્મા છે.” વકીલ : “અનુભવથી કહે છે કે આત્મા છે?” શ્રીમદ્દ “હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે. તે તે અનુભવગોચર છે, તેમ જ આત્માનું વર્ણન ન થઈ શકે; તે પણ અનુભવગેચર છે. પણ તે છે જ.” વકીલ : “જીવ એક છે કે અનેક ? આપના અનુભવને ઉત્તર ઇચ્છું છું.” શ્રીમદ્દ “જીવો અનેક છે.” વકીલ : “જડ, કમ એ વસ્તુતઃ છે કે માયિક છે?” શ્રીમદ્દ “જડ, કર્મ એ વસ્તુત માયિક નથી.” વકીલ : “પુનર્જન્મ છે?” શ્રીમદ્દ : “હા, પુનર્જન્મ છે.” વકીલઃ “વેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્વ આપ માને છે ?” શ્રીમદ્દ “ના.” વકીલઃ “દર્પણમાં પડતું પ્રતિબિંબ તે માત્ર ખાલી દેખાય છે કે કેઈ તત્ત્વનું બનેલું છે ?” શ્રીમદ્દ “દર્પણમાં પડતું પ્રતિબિંબ ખાલી દેખાવ નથી, તે અમુક તત્ત્વનું બનેલું છે.”૧૯૬ કર. મુનિનું પેટ જગતના હિતાર્થે – ઈડરના પહાડ પર સાતે સુનિઓને શ્રીમદે ઉપદેશ આપે હતે. તે ઉપદેશથી પ્રભાવિત તથા ઉલ્લસિત થયેલા દેવકરણજી મુનિએ શ્રીમને કહ્યું, “હવે અમારે ગામમાં જવાની શી જરૂર છે?” શ્રીમદ્દ “તમને કેણ કહે છે કે ગામમાં જાઓ ?” મુનિ : “શું કરીએ? પેટ પડયું છે.” શ્રીમદે સમાધાન કરતાં જણાવ્યું: મુનિઓને તે પેટ છે તે જગતના કલ્યાણને અર્થે છે. મુનિને પેટ ન હેત તે ગામમાં ન જતાં પહાડની ગુફામાં વસી કેવળ વીતરાગભાવે રહી જંગલમાં વિચરત, તેથી જગતના કલ્યાણરૂપ થઈ શકત નહિ. તેથી મુનિનું પેટ જગતના હિતાર્થે છે.”. ૧૯૬. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ (૧૯૫૧), પૃ. ૬૮૦. Page #138 -------------------------------------------------------------------------- ________________ જીવનરેખા ૧૩ ૪૩. શ્રીમદુ અને લાલન – પ્રેમચંદ મોતીચંદને પંડિત લાલન સંસ્કૃતને અભ્યાસ કરાવવા જતા. એક દિવસ તેમણે પોતાને કોઈ દિગંબર મુનિએ આપેલે શ્લોક, તેને અર્થ જાણવા માટે, પંડિત લાલનને પૂછ. તે શ્લોક હતે – “મવં કરવા વહિવં', રાજેતરોત: | યોજ સમાન, ઘી: ઘરમામઃ | ”૧૯૭ લાલને તેમને આ લોક બીજે દિવસે સમજાવવાનું જણાવ્યું. તે જ દિવસે પંડિત લાલન શ્રીમદ્દને મળ્યા, અને તેમની સાથે આ લોકના અર્થ બાબતમાં લાલનને ચર્ચા થઈ, તેમાં “સમાસેન” શબ્દનો અર્થ લાલને શ્રીમદને પૂછળ્યો. જેનો અર્થ “ટૂંક સમયમાં” એવો ઉત્તર શ્રીમદે આપ્યો હતે. તે પછી આ શ્લોકના અર્થ વિશે શ્રીમદે લાલનને અભિપ્રાય પૂછો. લાલને એ શબ્દનો ભાવ સમજાવતાં ઉત્તર આપ્યું કે, “એક અંતર્મુહર્તમાં દર્શન થઈ જાય – આ શ્લોકમાં કહેલી સ્થિતિ લાવીએ તે.” આ સાંભળી ખૂબ ઉલ્લસિત થઈ શ્રીમદ્દ તેમને ભેટી પડ્યા. અનેક જગ્યાએ તપાસ કર્યા પછી, પંડિત લાલને “સમાધિશતકને આ ૧૭મો લેક છે એવો નિર્ણય કર્યો હતો. આ પ્રસંગ બન્યા પછી થોડા વખતે લાલન અમેરિકા ગયા. જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે શ્રીમદની તબિયત ખરાબ હતી, તેથી શિવમાં તેઓ સારવાર લેતા હતા. લાલન તેમની ખબર પૂછવા ગયા, અને ત્યાં તેમની સારવારમાં રહેલા ડો. પ્રાણજીવનદાસ મહેતાને તબિયતના સમાચાર પૂછી પાછા ચાલ્યા ગયા. લાલનની ડોકટર સાથેની વાતચીત શ્રીમદ્ રૂમમાં સાંભળી, અને તેમને બેલાવવા શ્રીમદ્ ટેકરશી મહેતાને કહ્યું. પણ તે વખતે લાલન ચાલ્યા ગયા હતા. તેથી તેમને ઘેર સંદેશો પહોંચાડવામાં આવ્યો. બીજે દિવસે લાલન શ્રીમદ્દ પાસે ગયા. તે વખતે શ્રીમદ્દને ઘણું અશક્તિ હતી, છતાં સારી રીતે બોલી શકતા હતા. શ્રીમદ્દે તેમને ઉપરના શ્લેકને આચરણમાં મૂકવા શું કર્યું તે વિશે પૂછયું. લાલને ઉત્તર આપ્યો કે, “સાહેબ, મુંબઈથી રવાના થઈ લંડન જતાં પંદર દિવસ અને ઇંગ્લેન્ડના સમરસેટના બંદરેથી અમેરિકા પ્રવાસ કરતાં, અને અમેરિકામાં રોજ રોજ નિયમ પ્રમાણે, આ શ્લોકનું પારાયણ અને મનન યથાશક્તિ ચાલુ રાખ્યું, અને એમ કરતાં કરતાં આશરે ત્રણ માસ વીત્યા બાદ, અમેરિકાના એક સુંદર સરોવર પાસે હું મનન કરતા હતા ત્યારે જે ખ્યાતિ થઈ તે ખ્યાતિનું કાવ્ય આપને સંભળાવું છું ૧૭. પૂજ્યપાદ સ્વામચરિત “સમાધિશતકના આ ૧૭માં શ્લોકનો અર્થ આ પ્રમાણે છે : એ રીતે બાહ્ય વાચિક પ્રવૃત્તિઓને પણ ત્યાગ કરીને પછી આંતર પ્રવૃત્તિઓને પણ ત્યાગ કરવા જોઈએ. એ પ્રમાણે ચિત્તને સદંતર નિરોધ કરવાથી પરમાત્મ-સ્વરૂપને પ્રકાશ થાય છે.” Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદના જીવનસિદ્ધિ “મને કઈ કહેતું જગત છે, તે તો મેં હવે જાયું, મને કઈ કહેતું જગત સાચું, તે પણ મેં હવે જાણ્યું; કદી છેટું તે મારે શું ? કદી સાચું તે મારે શું ? નથી થાતું, નથી જાતું, “હું” માંહે “હું” સમાયે છું.” શ્રીમદે કહ્યું કે, “સ્થિતિ ઠીક થઈ, પરંતુ એ જ ભાવ જે ચોવીસ કલાક ચાલ્યો હોત તે ક્ષાયિક સમકિત ઉત્પન્ન થાત.”૧૯૮ ૪૪. ધમમાં મરણથી પણ ન ડરવું – વિ. સં. ૧૯૫૬માં ડે. હેપ્પીને પ્લેગ અટકાવવા રસી આપવાનું શરૂ કર્યું. કેટલાક લો કે રસી મુકાવવા તૈયાર થયા. તે વિશે શ્રીમને અભિપ્રાય એવો હતો કે રસી ફાયદાકારક નથી, અરે તે તૈયાર કરવામાં અન્ય જીને દુઃખ પહોંચતું હોવાથી તે મુકાવવા જેવી નથી. તે દયાના વિચારને પ્રચાર કરવા એક સભા ભરવાનું નકકી થયું, જેમાં “રસી વિરુદ્ધ”ની સભા બેલાવનારનાં નામમાં પદમશીભાઈનું નામ શ્રીમદે સૂચવ્યું. તે વિશે પદમશીભાઈએ કહ્યું, “સાહેબ, રસી નંખાવનાર એક જાહેર વ્યક્તિએ મારા શેઠિયાઓ ઉપર લૌકિક ઉપકાર કર્યો છે, જેની અંદર હું પણ આવી જાઉં છું. તેની વિરુદ્ધ મારે સભા બોલાવવી યોગ્ય નથી ધારતે. તેમ થશે તે ઊલટા તેઓ ચિડાઈ અમને નુકસાનમાં ઉતારશે, માટે મારું નામ ન હોય તે સારું.” શ્રીમદે તેમને કહ્યું, “તેણે લૌકિક ઉપકાર કર્યો છે, તેને બદલે લૌકિક હોય. વળી આ કૃત્ય તે હિંસાના ઉત્તેજનને અટકાવનાર છે, માટે તે લાભનું કારણ છે. છતાં તે વિરુદ્ધ થાય તે કંઈ ડરવા જેવું નથી. જ્યાં ધર્મનું કાર્ય હોય ત્યાં મરણ સુધી પાછા હઠવું નહિ.” એમ કહી યશેવિજયજીની ગદષ્ટિની સજ્ઝાયમાંથી નીચેની ગાથા સભળાવી :– ધમ અર્થે ઈહાં પ્રાણને છ છાંડે, પણ નહિ ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડશે જ, જુઓ એ દષ્ટિને મર્મ. મનમેહન જિનજી મીઠી તાહરી વાણુ.” આ ગાથા સાંભળીને પદમશીભાઈને હિંમત આવી અને સહી કરી આપી. એ મેળાવડે થયો હતો. પ્રમુખપદે શ્રીમદ રાજચંદ્ર બિરાજ્યા હતા, અને અનેક જણાએ રસી મુકાવવાની વિરુદ્ધમાં ભાષણ કર્યા હતાં.૧૯૯ ૪૫. હાજર જવાબ – શ્રીમદ કેઈ ભાઈ સાથે એક વખત તળાવ પાસે ફરવા ગયા હતા. તળાવમાં લીલ જોઈને તે ભાઈએ શ્રીમદને પ્રશ્ન કર્યો કે, “સાહેબજી, લીલના આ જથ્થામાં કેટલા જીવ હશે ?” શ્રીમદે લાગલ જ ઉત્તર આપ્યો કે, “કેમ? એ બધાને જમવા નોતરવાને તમારો વિચાર છે ?” ૧૯૮. “શ્રીમદ્ રાજચંદ્ર : અધશતાબ્દી મારકગ્રંથ, પૃ. ૧૧૯. ૧૯ક. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા”, આવૃત્તિ ૪, પૃ. ૧૧૬. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવનરેખા ૪૬. તમે વીશીમાં જમવાના છે? - વિ. સ. ૧૯૫૬માં શ્રી જેસંગભાઈ શ્રીમને મળવા વઢવાણુ ગયા હતા, ત્યાંથી બે-ત્રણ દિવસ વાંકાનેર જઈ પાછા આવ્યા અને શ્રીમદ્ને મળવા ગયા. શ્રીમદ્દે તેમને કહ્યું, “ આજે અહી જમજો. ” જેસ ગભાઈ એ જણાવ્યું કે, “ મે’ દુકાને જમવાના બદોબસ્ત કર્યાં છે. ત્યારે શ્રીમદ્રે તેમને કહ્યું, “ નહિ, તમે વીશીમાં દાબસ્ત કરેલ છે. એટલે તે કબૂલતાં જેસંગભાઈએ કહ્યું, “હા સાહેબ ! કારણુ, ચામાસામાં અમે દુકાનનુ' રસાડુ' રાખતા નથી. ’” પછી શ્રીમદ્દે તેમને બીજા દિવસે જમવાનું આમત્રણ આપ્યુ હતુ, જે તેમણે સ્વીકાર્યું. પણ હતું. આમ શ્રીમદ્ અંતર્રાનથી સાચી પરિસ્થિતિ તરત જ જાણી જતા.૨૦૦ 33 ૧૬ ૨૦૦. “ શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ ", પૃ. ૧૧૮. ૧૧ Page #141 -------------------------------------------------------------------------- ________________ Page #142 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બીજો શ્રીમદ્દનું કિશોરાવસ્થાનું સાહિત્ય Page #143 -------------------------------------------------------------------------- ________________ Page #144 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા શ્રીમદ્દના કિશોરાવસ્થાના સાહિત્યમાં, તેમણે વીસ વર્ષની વય સુધી રચેલી કૃતિઓને સમાવેશ કરવામાં આવ્યું છે. તેમના સાહિત્યના “વીસ વર્ષ પહેલાંનું” અને “વીસ વર્ષ પછીનું” એમ બે વિભાગ કરવાનો હેતુ, તે વયે તેમના જીવનમાં આવેલો પલટે છે. શ્રીમદે સાહિત્યસર્જનની શરૂઆત, તેમના જણાવ્યા પ્રમાણે, આઠ વર્ષની લઘુ વયથી, પદ્યરચનાથી કરી હતી. આરંભનાં વર્ષોમાં થયેલાં સર્જનનો ઘણેખર ભાગ આજે અપ્રાપ્ય છે. લગભગ પંદર વર્ષની ઉંમર પછીથી થયેલી તેમની રચનાઓ મળે છે. આઠ વર્ષની ઉંમરે શરૂ થયેલું તેમનું સર્જનકાર્ય સમયના વહેવા સાથે વધતું ગયું હતું, અને એ લખાણ તે સમયનાં વર્તમાનપત્રો તથા માસિકામાં વારંવાર છપાતું હતું. તેને લીધે પંદરસેળ વર્ષની નાની વયથી જ તેમને કવિ તરીકેની ખ્યાતિ મળી હતી. આ અરસામાં તેમની અવધાનશક્તિ પણ સારી એવી ખીલી હતી, જેના પરિણામે તેના પ્રવેગે વખતે તેમના દ્વારા થતી શીધ્ર પદ્યરચનાઓએ પણ એ ખ્યાતિમાં વધારો કર્યો હતો. આ બધી જાહેરપ્રવૃત્તિની બાબતમાં તેમનામાં વીસમે વર્ષ માટે પલટે આવ્યો હતો. શ્રીમદ્દ બાળપણથી જ વૈરાગી હૃદય ધરાવતા હતા. તેમને આત્માનું, જેટલું થાય તેટલું વધુ હિત આ ભવમાં જ સાધી લેવાની મહેચ્છા હતી. આથી અવધાનના પ્રાગે કરવા, કાવ્ય કે લેખેનું સર્જન કરી તેને પ્રસિદ્ધિ આપવી વગેરે જાહેરપ્રવૃત્તિ, અને તેવી પ્રવૃત્તિથી મળતી ખ્યાતિ વગેરે તેમને પોતાના પરમાર્થમાર્ગમાં વિદનરૂપ લાગ્યાં. પરિણામે તેમણે વીસમા વર્ષ પછીથી જાહેર ક્ષેત્રને ત્યાગ કર્યો, એટલે કે અવધાનના પ્રયોગ, સાહિત્યની પ્રસિદ્ધિ આદિ શ્રીમદ્ ત્યાગ્યાં. તેથી વીસમા વર્ષ પછીથી તેમણે કરેલું લખાણ પિતાના અંગત ઉપયોગ માટે કે પોતાના અંગત સંબંધમાં આવતી ગણીગાંઠી વ્યક્તિઓના ઉપયોગ માટે થયું હતું. આ લખાણની પ્રસિદ્ધિ શ્રીમદ્દના અવસાન બાદ થઈ. વળી, વીસ વર્ષની વય પહેલાં સુધારે, શિક્ષણ આદિને લગતી ધર્મેતર સાહિત્યની રચના શ્રીમદ્દ કરતા હતા તે પણ વીસ વર્ષની વય પછીથી બંધ થઈ ગઈ હતી. માત્ર ધર્મને લગતી કૃતિઓની રચના તેમણે તે પછીથી કરી છે. ધર્મને લગતી કૃતિઓમાં પણ, પહેલાં જે કથા, દષ્ટાંત, કટાક્ષ આદિ વસ્તુઓ નજરે ચડતાં હતાં, તેના સંપૂર્ણ લોપ વીસ વર્ષની વય પછીની રચનાઓમાં જોવા મળે છે. આમ પ્રસિદ્ધિ, પ્રકાર આદિની દૃષ્ટિએ જોતાં શ્રીમદના સાહિત્યના “વીસ વર્ષ પહેલાંનું અને “વીસ વર્ષ પછીનું” એમ બે સ્પષ્ટ વિભાગ પડે છે. હાલમાં શ્રીમદના વીસ વર્ષની વય પહેલાં લખાયેલા સાહિત્યમાં “રત્નકરંડશ્રાવકાચાર” માંથી કેટલાક અનુવાદ “દ્વાદશાનુપ્રેક્ષા”, “ઉત્તરાધ્યયન સૂત્ર”ના ૩૬મા અધ્યયનનો કેટલેક અનુવાદ, “જીવાજીવવિભક્તિ”, “મુનિસમાગમ” નામને અપૂર્ણ રહેલો લેખ, Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની જીવનસિદિ મોક્ષસુધ” નામની અપૂર્ણ રહેલી ગદ્યરચના, “સ્વરોદયજ્ઞાન” પરની અપૂર્ણ ટીકા, નવતત્ત્વ પ્રકરણ”ની એક ગાથા પરની ટીકા, “જીવતત્ત્વસંબંધી વિચાર”, “પુષ્પમાળા”, “બોધવચન”, “સાત મહાનીતિનાં વાક્યો ”, “વચનામૃત” વગેરે મળી હજારબાર જેટલાં નીતિવચને મળે છે. આ ઉપરાંત “ભાવનાબેધ”, “મોક્ષમાળા” અને “સ્ત્રીનીતિબેધક વિભાગ ૧” નામનાં તેમણે જ પ્રસિદ્ધ કરેલાં ત્રણ પુસ્તક મળે છે. તે સિવાય કેટલાંક છૂટક પડ્યો અને અવધાનમાં રચાયેલી કેટલીક પદ્યકૃતિઓ પણ હાલમાં ઉપલબ્ધ છે. શ્રીમદના વીસ વર્ષની ઉંમર પહેલાં રચાયેલા સાહિત્યમાં ઉપલબ્ધ કરતાં અનુપલબ્ધ કૃતિઓની સંખ્યા વધી જતી જણાય છે. તેમણે આઠમે વર્ષે ૫૦૦૦ કડીઓ રચી કહેવાય છે. નવ-દસ વર્ષની વયે તેમણે પદ્યમાં “રામાયણ” અને “મહાભારત” સંક્ષેપમાં લખ્યાને ઉલ્લેખ તેમની “સમુચ્ચયવયચર્યામાં જોવા મળે છે, “રામ ઇત્યાદિનાં ચરિત્ર પર કવિતાઓ રચી છે.૧ અગિયાર વર્ષની વયથી તે તેઓ લેખ પણ લખવા લાગ્યા હતા, જેમાં સ્ત્રીકેળવણું વિશે એક લેખ લખ્યાના નિર્દેશ મળે છે. બાર વર્ષની વયે તેમણે ઘડિયાળ વિશે ત્રણ કડીઓ રચી કહેવાય છે. પરંતુ આ બધામાંથી કોઈ પણ લખાણ ઉપલબ્ધ નથી. સાક્ષાત્ સરસ્વતી” નામનું એક નાનું પુસ્તક વિનયચંદ પિપટભાઈ દફતરીએ વિ. સં. ૧૯૪૩માં લખ્યું હતું તેમાં શ્રીમદ્દ ૧૯ વર્ષની વય સુધીનો વૃત્તાંત પ્રગટ કર્યો છે. એ વૃત્તાંતમાં તેમની અવધાન વગેરે શક્તિઓ ઉપરાંત તે સમયના તેમના અપ્રગટ લખાણ વિશેની, થોડી માહિતી પણ આપી છે. તેમાં વિનયચંદભાઈએ નિદેશેલી કૃતિઓમાં “મોક્ષમાળા” પણ છે, જે પ્રગટ થયેલી મળે છે. પરંતુ “નમિરાજ ગ્રંથ” કે “સાર્વજનિક સાહિત્યના ગ્રંથનો તેમાં જે ઉલ્લેખ મળે છે તે વિશે બીજી કશી માહિતી મળતી નથી. નમિરાજ ગ્રંથ” વિશે વિનયચંદભાઈ લખે છે કે “નમિરાજ” નામે એક સંસ્કૃત મહાકાવ્યના નિયમાનુસાર એમણે ગ્રંથ રચ્યો છે જેમાં શાંત રસ પ્રધાન રાખીને નવ રસની રેલમછેલ કરી મૂકી છે; જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાતુર્વર્ગ સંબંધી ઉપદેશ કરી ફળમાં મોક્ષમાર્ગ મૂકી દીધો છે. એ પાંચ હજાર શ્લેકના પૂરને ગ્રંથ તેમણે ત્રણ દિવસમાં ર હતો. એ ગ્રંથ વાંચતાં દરેક મનુષ્યને એ દેવાંશી નરની કવિત્વશક્તિના લાલિત્યનું ભાન થાય છે.” સાર્વજનિક સાહિત્ય” વિશે તેમણે લખ્યું છે કે – એ મહાત્માએ એક સાર્વજનિક સાહિત્યને એક હજાર પ્લાકને ગ્રંથે એક દિવસમાં ર છે, જે હમણું ધ્રાંગધ્રાના એક ડકટર પ્રસિદ્ધ કરનાર છે.”૩ ૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ ૧, પૃ. ૨૦૫, આંક ૮૯. ૨. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા”, આવૃત્તિ ૪, પૃ. ૮૭. ૩. એજન, પૃ. ૮૮. Page #146 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ઉપરનાં અવતરણ પરથી સમજાય છે કે આ બંને ગ્રં વિનચંદભાઈએ જોયા હશે વળી, તે પ્રસિદ્ધ થવાના છે તે ઉલ્લેખ પણ ઉપરનાં અવતરણમાં છે. પરંતુ પછીથી તે છપાયા કે નહિ તે વિશે આજે આપણને કંઈ માહિતી મળતી નથી. એટલે આ ગ્રંથ લખાયા પછી પરમાર્થ માગમાં તે અનુપગી લાગતાં તેનું કર્તવ શ્રીમદે છોડી દીધું હોય એવું અનુમાન કરવામાં આવે છે. “શ્રીમદ રાજચંદ્ર જીવનકળામાં શ્રી બ્રહ્મચારી ગોવર્ધનદાસજીએ “સ્ત્રીનીતિબોધક વિભાગ ૧”માં જોવા મળતી “કાવ્યમાળાની જાહેરખબર વિશે લખ્યું છે કે – સ્ત્રીનીતિબોધકને અંતે જાહેરખબરમાં લખેલું છે કે “કાવ્યમાળા” એ નામનું એક સનીતિબેધક પુસ્તક મેં રચીને તૈયાર કરેલું છે, જેની અંદર ૧૦૮ કાવ્યો છે, અને તેના ચાર ભાગ પાડેલા છે. તેનું કદ બસે પૃષ્ઠનું થશે. અગાઉથી ગ્રાહક થનારની પાસે રૂ. ૦–૧૦–૦ લેવામાં આવશે.”૪ આ જાહેરખબર પરથી સિદ્ધ થાય છે કે શ્રીમદે આ પુસ્તકની રચના કરી હશે, પરંતુ તેની છપાયેલી કે લખેલી નકલ મળી શકતી નથી. આથી આ મસ્તક પ્રગટ થયું છે. તે વિશે આપણને શ્રી ગોવર્ધનદાસની જેમ કશી માહિતી મળી શકતી નથી. આમ શ્રીમદ્દચિત વીસ વર્ષ પહેલાંના સાહિત્યમાં ઉપલબ્ધ કરતાં અનુપલબ્ધ રચનાઓનો જ માટે હોય તેમ જણાય છે. તેમના ઉપલબ્ધ સાહિત્યમાંથી સૌપ્રથમ “ભાવનાબેધન, તે પછી “મેક્ષમાળા”, અને પછી અન્ય સાહિત્યને વિચાર કરીશું. ૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ ૧, પૃ. ૩૦. Page #147 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ ભાવનાબેધ પંદર-સોળ વર્ષની ઉંમર આસપાસ શ્રીમદ રાજચંદ્ર કેટલાયે આગમે, અન્ય જૈન ગ્રંથ તથા અન્ય ધર્મનાં પુરત કેનું અવલોકન કર્યું હતું, અને તેમની રુચિ જૈનધર્મ તરફ વિશેષ હતી તે તેમનાં લખાણે જોતાં સ્પષ્ટ થાય છે. તે સમયે આમ એક તરફ તેમનું શાસ્ત્રજ્ઞાન વધતું જતું હતું, તે બીજી તરફ અવધાનશક્તિ, સ્મરણશક્તિ વગેરે માટેની તેમની ખ્યાતિ પણ વધતી જતી હતી. પોતાના શાસ્ત્રાભ્યાસને લાભ સામાન્ય જનને પણ મળી શકે એ હેતુથી વિ. સં. ૧૯૪૦માં તેમની સોળ વર્ષ અને પાંચ માસની ઉંમરે તેમણે “મોક્ષમાળા” નામના ગ્રંથની રચના કરી. તે પુસ્તક છપાવવા માટે નાણાંની જરૂર હતી, તેથી તેના ગ્રાહકે અગાઉથી નેધી નાણાંની સગવડ કરવાનું તેમણે વિચાર્યું. તેમની ખ્યાતિને લીધે “મોક્ષમાળા” માટે પહેલેથી પિસા આપે એવા અનેક ગ્રાહક મળ્યા, અને તે દ્વારા આ કાર્ય સુલભ બન્યું. પણ તે પુસ્તક છાપવા આપતાં તેમને ખ્યાલ આવ્યો કે તેને છપાતાં તે લાંબા સમય નીકળશે. તેથી અગાઉથી થયેલા ગ્રાહકેની જિજ્ઞાસા સંતોષવા તેમણે એક નાનું પુસ્તક વિ. સં. ૧૯૪રમાં લખ્યું. તે પુસ્તકને ઝડપથી છપાવી, તે જ વર્ષમાં તેને “મોક્ષમાળા”ના ગ્રાહકોને ભેટરૂપે આપ્યું. એ દ્વારા ગ્રાહકની જ્ઞાનપિપાસા સં'તેષવાને તેમણે એક સફળ પ્રયત્ન કર્યો. એ નાનું ભેટ પુરતક તે “ભાવનાબેધ.”પ તે સંબંધી વિ. સં. ૧૯૫૫માં શ્રીમદ લખે છે કે – એ છપાતાં વિલંબ થયેલ તેથી ગ્રાહકની આકુળતા ટાળવા “ભાવનાબેધ” ત્યાર પછી રચી ઉપહાર રૂપે ગ્રાહકોને આપ્યું હતું.” ગ્રાહકો નેધ્યા પછી લાંબા સમય સુધી પુરતક ન આપી શકાય તે તે અગ્ય ગણાય એ વિચારને પરિણામે આ પુસ્તકની રચના થઈ. આમ આ પુસ્તક પ્રામાણિકતા પ્રેરિત કર્તવ્યબુદ્ધિના પરિણામરૂપ રચાયું હતું. આ પુસ્તક રચવાની યોજના તેમના મગજમાં વહેલી આવી ગઈ હતી એમ કહી શકાય. વૈરાગ્ય તરફ જીવને વાળતી તથા થયેલા વૈરાગ્યને દઢ કરતી બાર ભાવનાઓ શ્રી તીર્થકર પ્રભુએ સમજાવી છે. આ બાર ભાવનાઓ તે અનિત્ય, અશરણું, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લોકસ્વરૂપ, બોધદુર્લભ અને ધર્મ દુર્લભ ભાવનાઓ છે. તે ભાવનાઓને વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન શ્રી કુંદકુંદાચાર્ય, શ્રી હેમચંદ્રાચાર્ય ૫. “મોક્ષમાળા” કરતાં “ભાવનાબેધ” વાચક પાસે પહેલું પહોંચ્યું હોવાથી તેને અહીં પહેલું સ્થાન આપ્યું છે. ૬. “શ્રીમદ્ રાજચંદ ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૬૪. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૨. ભાવનાબેધ ૧૬૯ જેવા અનેક સમર્થ આચાર્યોએ કર્યો છે. પરંતુ તેમના ગ્રંથની ભાષા માગધી કે સંસ્કૃત હોવાને લીધે સામાન્ય જનને સમજવામાં તે મુશકેલ લાગે, તેથી સામાન્ય જન પણ સમજી શકે તેવી સરળ ભાષામાં તેને ઉતારવાને શ્રીમદ્ વિચાર કર્યો. તે વિચાર અનુસાર શ્રીમદે શ્રી સમંતભદ્રાચાર્ય રચિત “રત્નકરંડશ્રાવકાચાર”માં વર્ણવેલી બાર ભાવનાઓનો ગુજરાતીમાં અનુવાદ કરવાની શરૂઆત કરી. પહેલી બે ભાવનાઓને અનુવાદ તેમણે પૂરો કર્યો, અને ત્રીજી સંસારભાવનાને થોડો અનુવાદ કર્યા પછી, એ આખો અનુવાદ અધૂરો રહેવા દીધો. એ અનુવાદ આપણને અપૂર્ણ જ મળે છે. અનુવાદ અધૂરો મુકાયા પછી થોડા વખતમાં જ આગળ જોઈ તેવી જરૂરિયાત ઊભી થતાં આપણને “ભાવનાબેધ” નામનું સ્વતંત્ર પુસ્તક મળે છે. એ પરથી અનુમાન થાય છે કે “રત્નકરંડશ્રાવકાચાર”માંની બાર ભાવનાનો અનુવાદ તેમને પિતાને હેતુ પાર પાડવા માટે અપૂર્ણ લાગ્યો હશે, તેથી તે અધૂરે રહેવા દઈ તે વિશે સ્વતંત્ર ગ્રંથ રચવાની યોજના તેમણે કરી હશે, જે “ભાવનાબેધ”માં પૂરી થતી લાગે છે. લગભગ પચાસ પાનાંના આ પુસ્તકને યોગ્ય પાંચછ પાનાંની પ્રસ્તાવના તેમણે લખેલ છે. તેમાં જીવને સાચું સુખ એટલે કે સંસારના શેકથી મુક્તિ જોઈતી હોય તે વૈરાગ્ય તરફ વળવું જોઈએ તે તેમણે સમજાવ્યું છે. “ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજજવળ આત્માઓને સ્વતઃ વેગ વૈરાવ્યમાં ઝંપલાવવું એ છે.”૮ એ વૈરાગ્યની મહત્તા બતાવનાર વાક્યથી પ્રસ્તાવનાની શરૂઆત કરી સંસારીઓની પ્રવૃત્તિ કેવી છે, તે તેઓ તેમાં બતાવે છે. દરેક ગતિના જીવ સુખ મેળવવા અને દુઃખથી છૂટવા પ્રયત્ન કર્યા કરે છે. તેઓ સંસારમાં જ સુખ માની તે મેળવવા પ્રયત્ન કરે છે. પરંતુ તે દેખાતા સુખની પાછળ દુઃખ હેવાથી તે સાચું સુખ નથી એવી વિવેકબુદ્ધિ તેમનામાં હોતી નથી. પરિણામે તેઓ અનંત શકને પામે છે. ત્યારે વિવેકબુદ્ધિવાળા મહાજ્ઞાનીઓ “પશ્ચાત્ દુઃખ તે સુખ નહિ” એ સિદ્ધાંત અનુસાર સંસારસુખની દરેક સામગ્રીને શેકરૂપ જણાવે છે. તેથી તેઓ “સંસારના પ્રત્યેક સુખ વડે વિરાજિત રાજેશ્વર છતાં પણ સત્ય તત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી સંસારને ત્યાગ કરીને ચોગમાં પરમાનંદ”૯ માને છે, અને અનંત સુખને પામે છે. શ્રીમદ્ પોતાના આ વિચારના સમર્થનમાં ભર્તૃહરિનો એક પ્રખ્યાત લોક ટાંકે છે કે – भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं, माने दैन्यभयं चले रिपुभयं रूपें तरुण्या भयम् । शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्ताद्भयं, सर्व वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयम् ॥१० ૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૫. ૮. એજન, પૃ. ૩૨. ૯. ૧૦. એજન, પૃ. ૩૩. Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની જીવનસિદ્ધિ સંસારની સારી ગણાતી દરેક વસ્તુમાં કંઈ ને કંઈ ભય રહ્યો છે. માત્ર વૈરાગ્ય જે ભયથી મુક્ત છે, એવું પ્રતિપાદન ભતૃહરિએ આ શ્લોકમાં કર્યું છે. આ લોકને વિસ્તારથી સમજાવ્યા પછી શ્રીમદ્દ જણાવે છે કે, “ભતૃહરિ એક જ આમ કહે છે તેમ નથી, ભર્તૃહરિથી ઉત્તમ, સમાન કે કનિષ્ઠ એવા અસંખ્ય તત્ત્વજ્ઞાનીઓએ પણ આ જ વાત કહી છે.” તે તત્ત્વજ્ઞાનીઓએ સંસારને એકાંત દુઃખમય તથા શોકમય કહ્યો છે. સંસારના દુખથી મુક્ત થવાને બ્રહ્મચર્ય, ક્ષમા, અપ્રભુત્વ, વિવેક, વિનય વગેરેનું સેવન તથા ક્રોધ, માન, માયા, લોભ, વિષય, હિંસા વગેરેને ત્યાગ કરવો એ ઉપાય તેઓએ બતાવ્યો છે. એ રસ્તે ચાલી પુરુષાર્થ કરવો તે સર્વનું કર્તવ્ય છે, એમ તેઓએ ઉપદેશ્ય છે. આમ સર્વ જ્ઞાનીઓની વાત કરી ભગવાન મહાવીરને પણ સંસારત્યાગને આ જ ઉપદેશ હતો, તેમ શ્રીમદ્દ જણાવે છે. અને પોતાના ઉપદેશને તે ભગવાન મહાવીરે આચરી બતાવ્યું હતું; તેમ ન હોય તે સંસારના અનેક વૈભવને છેડી તેઓ શા માટે ચાલી નીકળ્યા હતા? આટલું બતાવી શ્રીમદ્દ જ્ઞાનીના ઉપદેશ વિશે લખે છે કે – એ ઉપદેશ આપવામાં કોઈને કોઈ પ્રકારની અને કેઈએ કોઈ પ્રકારની વિચક્ષણતા દર્શાવી છે. એ સઘળા ઉદેશે તે સમતુલ્ય દશ્ય થાય તેવું છે. પરંતુ સૂક્ષમ ઉપદેશક તરીકે શ્રમણ ભગવંત તે સિદ્ધાર્થ રાજાને પુત્ર પ્રથમ પદવીને ધણી થઈ પડે છે. નિવૃત્તિને માટે જે જે વિષ પૂર્વે જણાવ્યા છે તે વિષયોનું ખરું સ્વરૂપ સમજીને સર્વ શે મંગળમય રૂપે બેધવામાં એ રાજપુત્ર વધી ગયો છે.”૧૧ હદયમાં વસી જાય તેવી સચોટ ભાષા દ્વારા તવની સૂક્ષમતાની બાબતમાં ભગવાન મહાવીર શ્રેષ્ઠ છે તે પોતાને અભિપ્રાય શ્રીમદે અહીં આપે છે. આ તત્ત્વજ્ઞાનીઓના ઉપદેશને સાર “પ્રભુ ભજે, નીતિ સજે, પરઠે પરોપકાર” એ ચરણમાં આવી જાય છે, તે બતાવી આ રસ્તે જ જવાથી મુક્તિ મળે છે, તે તેમને અભિપ્રાય છે. “નિવાળા સકagar” એ “ સૂત્રકતાંગ”ની ગાથાના ચરણર્ધ દ્વારા એનું સમર્થન કર્યું છે. મુક્તિ મેળવવામાં વૈરાગ્ય કેટલે મદદગાર થાય છે તે દર્શાવતાં પ્રસ્તાવનાના અંતભાગમાં કર્તા લખે છે કે – આ પણ વિના વિવાદે માન્ય રાખવું જોઈએ કે તે અનંત શોક અને અનંત દુઃખની નિવૃત્તિ એના એ જ સાંસારિક વિષયથી નથી. રુધિરથી રુધિરનો ડાઘ જતો નથી; પણ જળથી તેને અભાવ છે, તેમ શૃંગારથી વા શૃંગારમિશ્રિત ધર્મથી સંસારની નિવૃત્તિ નથી; એ જ માટે વૈરાગ્ય-જળનું આવશ્યકપણું નિઃસંશય કરે છે, અને એ જ માટે વીતરાગના વચનમાં અનુરક્ત થવું વધુ ઉચિત છે. નિદાન એથી વિષયરૂપ વિષનો જન્મ નથી. પરિણામે એ જ મુક્તિનું કારણ છે.”૧ ૨ ૧૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૩૪. ૧૨. એજન, પૃ. ૩૫. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૨. ભાવનાબેધ જીવને જે સાચા અર્થમાં સુખી થવું હોય તો શું કરવું જોઈએ તે ટૂંકમાં છતાંય સચોટ ભાષામાં પ્રસ્તાવનામાં સમજાવી શ્રીમદે પોતાને કહેવાની વાતની પૂર્વભૂમિકા સુંદર રીતે તૈયાર કરી છે. તેમનું એક પછી એક વાક્ય એટલું સ્વાભાવિક અને તર્કબદ્ધ હોય છે કે તેની સદ્યઃ પ્રતીતિ અને અસર આપણાં ચિત્તને થાય છે. વૈરાગ્યનું આ પ્રમાણે મહત્ત્વ સમજાવ્યા પછી કર્તાએ પ્રથમ વૈરાગ્યને પોષક એવી બાર ભાવનાને સંક્ષેપમાં પરિચય આપ્યો છે૩ તે પછી ભાવના વિશે તેઓ લખે છે – “એમ મુતિ સાધ્ય કરવા માટે જે વૈરાગ્યની આવશ્યકતા છે તે વૈરાગ્યને દૃઢ કરનારી બાર ભાવનાઓમાંથી કેટલીક ભાવનાએ આ દશનાંતર્ગત વર્ણવીશું, કેટલીક ભાવનાએ કેટલાક વિષયમાં વહેંચી નાખી છે. કેટલીક ભાવનાઓ માટે અન્ય પ્રસંગની અગત્ય છે, તેથી તે વિસ્તારી નથી.”૧૪ આમ “ભાવનાબોધ”ના કર્તા પહેલેથી જ સૂચવે છે કે અમુક ભાવનાઓને વિસ્તાર કરવા તેમણે અહીં ઉચિત માન્ય નથી. વળી, “ભાવનાબાધ”નું અવલોકન કરતાં જાણવા મળે છે કે તેમાં તેમણે પહેલી દસ ભાવનાઓ જ આપી છે; બેધદુલભ અને ધર્મદુર્લભ એ બે ભાવના લીધી નથી. પહેલી છ ભાવનાઓ તેમણે પછીની ભાવનાઓની સરખામણીમાં વિસ્તારથી સમજાવી છે. શરૂઆતમાં તેઓ ભાવનાના ભાવને સ્વરચિત પંક્તિમાં મૂકે છે, પછી તેનો વિશેષાર્થ બતાવી તેને અનુરૂપ દૃષ્ટાંત આપે છે. એમાંનાં કેટલાંક દષ્ટાંત “ઉતરાધ્યયન સૂત્રમાંથી તે કેટલાંક અન્ય જગ્યાએથી લેવાયાં છે. એકાદ દષ્ટાંત સ્વતંત્ર પણ છે. દૃષ્ટાંત આપ્યા પછી કથા તથા ભાવનાનું રહસ્ય સમજાવતી “પ્રમાણશિક્ષા” આપીને અંતમાં પુપિકા લખી તેઓ ભાવના પૂર્ણ કરે છે. પછીની ત્રણ ભાવનાને સમજાવતી વખતે કર્તા ઉપરના કમને અનુસરતા નથી. તેઓ ભાવનાને ગદ્યમાં જ સમજાવી દષ્ટાંત આપે છે, અને અંતમાં પ્રમાણશિક્ષા આપતા જ નથી. વળી, તેમાં પુપિકા પણ ટકાવી છે, અને નિર્જરા તથા લોકસ્વરૂપ ભાવનામાં તેમણે પુપિકા આપી જ નથી. અંતિમ લોકસ્વરૂપ ભાવનામાં દષ્ટાંત, પ્રમાણુશિક્ષા કશું જ નથી. માત્ર એ ભાવનાને અર્થ સંક્ષેપમાં આપેલ છે. આમ જેમ જેમ પુસ્તકમાં ભાવનાને ક્રમ આગળ વધતો જાય છે, તેમ તેમ તે વિશેનું લખાણ સંક્ષિપ્ત થતું આપણે જોઈએ છીએ. શ્રીમદે વર્ણ વેલી ભાવનાઓનાં વિસ્તાર અને લક્ષણે છઠ્ઠી ભાવના પછી ધીમે ધીમે ઘટતાં જાય છે, તેના કારણમાં આ ગ્રંથની પૃષ્ઠસંખ્યા મર્યાદામાં રાખવાનો તેમનો ઉદેશ જણાય છે. પૃષ્ઠસંખ્યા મર્યાદિત રાખવાનાં બેત્રણ કારણેનું અનુમાન થઈ શકે છે. ભાવનાબેધ” એ ભેટપુસ્તક હતું તેથી પૃષ્ઠસંખ્યા વધી જવાથી છાપકામમાં વધી જતે ખર્ચ શ્રીમની તે વખતની સાંકડી આર્થિક સ્થિતિને પોસાય તેમ નહોતે. વળી, શ્રીમદને આ પુસ્તક ઝડપથી છપાવીને “મોક્ષમાળા”ના ગ્રાહકોને ભેટરૂપે આપવું હતું તેથી વધુ પાનાં ૧૩. આ સંક્ષિપ્ત પરિચય તે “મેક્ષમાળા”ને ૨૧મો પાટ. એ પાઠ અહીં એ જ શબ્દોમાં “પ્રથમ દશન”ના નામે અપાયો છે. ૧૪. શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૬. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર, શ્રોમની જીવનસિદ્ધિ છપાતાં સમય લાગે, તે પણ તેમને અનુકૂળ આવે તેમ નહોતું. આથી મર્યાદિત પૃષ્ઠસંખ્યા રાખવા માટે તેમની સમર્થ કલમ ઝડપથી ચાલી શકે એવી હોવા છતાં તેમણે આમ શા. માટે કર્યું હશે તેને ખુલાસો મળી શકતો નથી. એ પ્રત્યેક ભાવના વિશે શ્રીમદે કેવા વિચારે “ભાવનાબેધ”માં વ્યક્ત કર્યા છે, તે અનુક્રમે આપણે જોઈએ. અનિત્યભાવના સંસારનાં સર્વ સુખ, શરીર, લકમી, અધિકાર વગેરે નાશવંત છે, તે બધાંને કઈ ને કેઈ કાળે નાશ થવાને જ છે. માત્ર આત્મા જ નિત્ય છે. અવિનાશી આત્માનું ધ્યાન ધરવાથી પરમ સુખની પ્રાપ્તિ થાય છે, ત્યારે નાશવંત વસ્તુમાં મહ રાખવાથી દુઃખ જ મળે છે, એ જાતને વિચાર કરવો તે અનિત્યભાવના. . આ ભાવનામાં શરૂઆતમાં શ્રીમદે સર્વ વસ્તુઓની અનિત્યતા સમજાવતી ઉપજાતિ છંદમાં ચાર પંક્તિઓ આપી છે. તેના વિશેષાર્થ રૂપે તેમણે તે પંક્તિઓ ગદ્યમાં વિસ્તારથી સમજાવી છે. અને આ સમજણ દેઢ કરવા, સંસારના નાશવંત સુખને ખ્યાલ આપવા, કર્તાએ એક ભિખારીનું દષ્ટાંત આપ્યું છે. એક પામર ભિખારીને કેાઈ ગૃહસ્થ પાસેથી પોતાને કદી ન મળેલું મિષ્ટ ભજન મળતાં ખૂબ આનંદ થાય છે. નગર બહાર આવી, ભજન કરી, સંતુષ્ટ થઈને તે ભિખારી એક ઝાડ નીચે નિદ્રાવશ થાય છે. તેને નિદ્રામાં સ્વપ્નને ઉદય થાય છે. અને તે સ્વપ્નમાં પોતે રાજરાજેશ્વરના વૈભવને ભક્તા બને છે. પણ વીજળીના થયેલા કડાકાથી સ્વપ્નમાંથી જાગ્રત થતાં તેને ખ્યાલ આવે છે કે એ વૈભવ તો સ્વપ્ન હતું, પોતે તે ભિખારીને ભિખારી જ છે; આથી તે ખૂબ ખેદ પામે છે કે પોતે સંતોષ થાય ત્યાં સુધી એ ભેગ ભોગવી શક્યો નહીં. આ દાંતનું કથારહસ્ય લેખકે “પ્રમાણુશિક્ષા માં સમજાવ્યું છે. ભિખારીને સ્વપ્નમાં ભોગ સાચા લાગતા હતા, પણ જાગ્રત થતાં તે ખોટી માન્યતા નષ્ટ થઈ અને સ્વપ્નનાં સુખ મિથ્યા જણાયાં, તેમ આત્મજ્ઞાનરૂપી સાચી જાગૃતિ જીવને નથી આવી હતી ત્યાં સુધી જે સંસારનાં સુખ સાચાં લાગે છે. આથી બુદ્ધિશાળી જીવે સંસારની એક પણ વસ્તુને - સ્વપ્નની પેઠે સાચી ન માનતાં તેનાથી છૂટવાનો પ્રયત્ન કરે છે. આ દાંત અને પ્રમાણશિક્ષા” વૈરાગ્યના ઉપદેશાથે છે, તે તેમને હેતુ પુપિકામાં તેઓ પ્રગટ કરી આ ભાવના પૂર્ણ કરે છે. આ દષ્ટાંતની ભાષા સરળ છે. ક્યાંય વધુ વર્ણન કરી તેમણે તેને લંબાવેલ નથી. પણ વચ્ચે વચ્ચે મર્માળા હાસ્યવાળાં વચને મૂકી આ દૃષ્ટાંતને રસિક બનાવવાને સ્તુત્ય પ્રયત્ન તેમણે કર્યો છે. આ મર્માળું હાસ્ય આપણને “અતિવૃદ્ધતાને પામેલો એ પોતાને Page #152 -------------------------------------------------------------------------- ________________ ૨. ભાવનાબેધ જળને ઘડે મૂક્યો ”; “ભજનને સ્વધામ પહોંચાડ્યા પછી ઓશીકે એક પથ્થર મૂકીને તે સૂતે”, “ભાઈ તે જેવા હતા તેવા ને તેવા દેખાયા. પોતે જેવાં મલિન અને અનેક જાળી-ગોખવાળાં વસ્ત્ર ધારણ કર્યા હતાં તેવાં ને તેવાં જ વસ્ત્રો શરીર પર વિરાજે છે.” – આના જેવાં અનેક વાક્યોમાં જોવા મળે છે. નિર્દેશ હાસ્ય વેરતાં આ વાક્યો વાંચતાં આપણું મેં સહજ મલકી જાય છે. આમ દષ્ટાંતને રસિક બનાવવામાં તેઓ સફળ થયા છે. આ દષ્ટાંત તેમની સ્વતંત્ર રચના હોય તેમ લાગે છે. જૈન સૂવગ્રંથોમાં તે જેવા મળતું નથી.૧૫ અશરણભાવના સંસારમાં મરણ સમયે જીવને શરણ આપનાર ધર્મ સિવાય બીજું કઈ નથી, તેમ વિચારવું તે અશરણભાવના. કર્તાએ સંસારની અશરણુતા બતાવતી ચાર પંક્તિઓ ઉપજાતિ છેદમાં આપી તેનો વિશેષાર્થ ગદ્યમાં સમજાવ્યો છે. તે પછી સંસારને શરણરૂપ માનવાથી સદાય અશરણુતા જ રહે છે, એ બંધ આપતું અનાથી મુનિનું ચરિત્ર તેઓએ અહીં દર્શાવ્યું છે. મગધ દેશને રાજા શ્રેણિક ફરતાં ફરતાં પંડિકુક્ષ નામના વનમાં, એક તરુણ મુનિ તપ કરતા હતા ત્યાં જઈ ચડ્યો. તે મુનિની કાંતિથી પ્રભાવિત થવાથી, મુનિએ કરેલા ત્યાગનું કારણ જાણવાની જિજ્ઞાસા થવાથી, શ્રેણિકે મુનિને તે બાબત વિનયથી પૂછ્યું. કારણમાં મુનિએ પોતાની અનાથતા જણવી. એથી આશ્ચર્ય પામી, કેઈ નાથ ન હોય તે પોતે નાથ થશે એમ જણાવી શ્રેણિકે મુનિને મનુષ્ય સંબંધી અનેક પ્રકારના ભોગ ભેગવવાનું આમંત્રણ આપ્યું. તેના ઉત્તરમાં મુનિએ કહ્યું કે, “તું પતે અનાથ છે તો મારો નાથ કઈ રીતે થઈશ ?” આ ઉત્તરથી શ્રેણિકને આકુળતા થઈ કે , “હું નગર, વન, ઉપવન, સુંદર સ્ત્રીઓ, લક્ષમી વગેરેને ભક્તા છું; વળી અનેક નોકર, હાથી, અશ્વ વગેરેને માલિક છું, તે હું અનાથ કઈ રીતે !” આથી તે વિશે શ્રેણિકે મુનિને પ્રશ્ન કર્યો. આ પ્રશ્નના ઉત્તરમાં મુનિએ પિતાની અનાથતા કઈ રીતે હતી તેની વાત કહી. મુનિ ધનસંચય નામના સમૃદ્ધ પિતાના પુત્ર હતા. અનેક પ્રકારનાં સુખ તેઓ માણતા હતા. યુવાવસ્થામાં એક વખતે તેમને આંખમાં ભયંકર વેદના ઉત્પન્ન થઈ, અને આખા શરીરમાં દાહવરની અસહ્ય વેદના પ્રસરી ગઈ. આ વેદના દૂર કરવા અનેક કુશળ વેદો આવ્યા, પણ તેમનાં ઔષધથી આરામ થ નહીં; એટલું જ નહીં, પિતાની સંપત્તિ, માતાની મમતા, સહદરના પ્રયત્નો કે પતિવ્રતા પત્નીની શુશ્રષા પણ એમને વેદનામુક્ત કરી ૧૫. આ આખું દાંત “મેક્ષમાળા”ના પાઠ ૪-૮૨માં “ભિખારીને ખેદશીર્ષક નીચે કથારૂપે મળે છે. અહીં તે કથા પદ્યપંક્તિઓ, વિશપાથ, કથા અને પ્રમાણશિક્ષા – એ અનુક્રમમાં ગોઠવીને આપેલ છે. ત્યારે “મોક્ષમાળા”માં તે આડાઅવળા ક્રમમાં મળે છે. આમ આ આખી કથા “મોક્ષમાળામાંથી લેવાઈ છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ શક્યા નહીં, એ જ એમનું અનાથપણું હતું. એથી સંસારથી તેઓ ખેદ પામ્યા અને વેદનામુક્તિ થાય ત્યારે સંસારત્યાગ કરવાને તેમણે નિર્ણય કર્યો. દૈવગે એ વેદના દૂર થતાં સર્વ છોડી આત્મસાધના માટે તેઓ ચાલી નીકળ્યા. અને પછી તેઓ આત્મા તથા પરમાત્માના નાથ થયા. આમ પોતાને આત્મા જ સુખદુઃખને કર્તા ભક્તા છે, તે સમજાવી સંસારમાં રહેલી અનાથતા મુનિએ શ્રેણિકને પ્રત્યક્ષ કરી બતાવી. સાચી શરણતા સમજ્યા પછી રાજાએ મુનિને ભેગ માટે કરેલા આમંત્રણ માટે પશ્ચાત્તાપ કર્યો અને ક્ષમા યાચી. પછી મુનિની રજા લઈને તે પોતાના રાજ્યમાં ગયો. “પ્રમાણશિક્ષા”માં શ્રીમદ્દ બોધે છે કે આ કથા પરથી સંસારની અશરણુતા સ્પષ્ટ થાય છે. આત્માએ તે મુનિના કરતાં અનંત દુઃખ સહ્યાં છે. પણ સાચું ન સમજાયું હોવાને લીધે. તેનાથી છૂટાયું નથી. તેમ દુઃખથી છૂટવા શ્રીમદ્ કહે છે - “સંસારમાં છવાઈ રહેલી અનંત અશરણુતાને ત્યાગ કરી સત્ય શરણરૂપ ઉત્તમ તત્વજ્ઞાન અને પરમ સુશીલને સે. અંતે એ જ મુક્તિના કારણરૂપ છે.”૧૬ “ઉત્તરાધ્યયન” નામના જૈન સૂત્રના વીસમા અધ્યયનમાં આવતી આ કથા શ્રીમદે અહીં આપી છે. આ અધ્યયનના પહેલા સાડત્રીસ અને પાછળના બે એમ કુલ ઓગણચાલીસ શ્લોકમાં અપાયેલી કથાને સરળ ભાવાનુવાદ રૂપે તેમણે અહીં રજૂ કરી છે. અને તેમાં ક્યાંક ક્યાંક થોડુંક પિતાનું કથન ઉમેરી તેને રસિક બનાવવાનો પ્રયત્ન કર્યો છે, તે તેમની શિલીને સુંદર નમૂને પૂરો પાડે છે. શ્રેણિક રાજા ફરવા નીકળે છે તે વન નંદનવન જેવું જ હતું, એમ એક જ ગાથામાં મૂળ સૂત્રમાં જણાવાયું છે. ઉદાહરણ તરીકે તેનો ત્રીજો શ્લેક જુઓ – “नाणादुमलयाइण्णं नाणापकिखनिसेवियं । नाणाकुसुमसंछन्नं उज्जाणं नन्दणोवमं ॥"१७ શ્રીમદ્દ એ વનનું ચિત્રાત્મક વર્ણન કરતાં લખ્યું છે કે – વનની વિચિત્રતા મનેહારિણી હતી. નાના પ્રકારનાં તરુકુંજ ત્યાં આવી રહ્યાં હતાં, નાના પ્રકારની કેમળ વલ્લિકાઓ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં, નાના પ્રકારનાં પક્ષીઓનાં મધુરાં ગાયન ત્યાં સંભળાતાં હતાં, નાના પ્રકારનાં ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું, નાના પ્રકારનાં જળનાં ઝરણું ત્યાં વહેતાં હતાં, ટૂંકામાં સૃષ્ટિસૌંદર્યના પ્રદર્શનરૂપ હોઈને તે વન નંદનવનની તુલ્યતા ધરાવતું હતું. ૧૮ ૧૬. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૮૦. ૧૭. “ઉત્તરાધ્યયન સૂત્ર”, અધ્યયન ર૦, લેક ૩, પૃ. ૧૬૩. ૧૮. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૮. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૨. ભાવનાબેધ ૧૩૫ કેટલીક વખત સૂત્રના શ્લેક અનુસાર જ તેમણે ભાવાર્થ આપે છે – " होमि नहो भयंताण भोगे भुंजाहि संजया । मित्तनाईपरिवुडो, माणुस्सं खु मुदुलहं ॥"१८ આ શ્લોક વિશે શ્રીમદે આ પ્રમાણે લખ્યું છે – કઈ નાથ નથી તે હું થાઉં છું. હે ભયત્રાણ! તમે ભેગ ભોગ. હે સંયતિ! મિત્ર! જ્ઞાતિએ કરી દુર્લભ એવો તમારો મનુષ્યભવ સુલભ કરો.”૨૦ શ્રેણિક રાજાએ વનમાં જોયેલા મુનિ કેવા હતા તે સૂત્રમાં એક જ શ્લોકમાં દર્શાવ્યું છે – " अहो वणो अहो रूपं अहो अज्जस्स सोमया । મહ યંતી મ મુરી મદ મોજે ગાયા ! ”૨ ૧ તે વિશે કર્તા સ્વતંત્ર રીતે શેડો વિસ્તાર સાધે છે – “અહોઆ મુનિને કેવો અદ્દભુત વર્ણ છે ! અહો ! એનું કેવું મનોહર રૂપ છે ! અહો! આ આર્યની કેવી અદભુત સૌમ્યતા છે! અહો ! આ કેવી વિસ્મયકારક ક્ષમાના ધરનાર છે! અહો ! આના અંગથી વૈરાગ્યની કેવી ઉત્તમ ફુરણ છે ! અહા આની કેવી નિર્લોભતા જણાય છે! અહા ! આ નિયતિ કેવું નિર્ભય અપ્રભુત્વ – નમ્રપાનું ધરાવે છે! અહા ! એનું ભેગનું અસંગપણું કેવું સુદઢ છે!”૨૨ આમ અહીં શ્રીમદ્દ મુનિના બધા જ ગુણે અહોભાવથી વ્યક્ત કરે છે, અને તે દ્વારા મુનિની ઉત્તમતાને ખ્યાલ આપણને આપે છે. મૂળ સૂત્રમાં શ્રેણિક રાજાને મુનિ એટલું જ કહે છે કે, “તું પોતે અનાથ છે, તે મારે નાથ કઈ રીતે થઈશ ?” જુઓ આ અધ્યયનને ૧૨ શ્લોક – “अप्पणा वि अणाहो सि सेणिया मगहाहिवा । 1qના માહો સંતો રસ નાહો મક્ષિતિ || ૨ ૩ આ વિશે બીજા પણ કેટલાંક ઉદાહરણે શ્રીમદે અહીં ઉમેરેલાં છે. અહીં મુનિ શ્રેણિકને કહે છે કે – ૧૯. “ઉત્તરાધ્યયન સૂત્ર”, અધ્યયન ૨૦, લોક ૧૧, પૃ. ૧૬પ. ૨૦. “શ્રીમદ્ રાજચંદ્ર ", અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૮. ૨૧. “ઉત્તરાધ્યયન સૂત્ર”, અધ્યયન ૨૦, લેક ૬, પૃ. ૧૬૪. ૨૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૮. ૨૩. “ઉત્તરાધ્યયન સૂત્ર”, અધ્યયન ૨૦, લોક ૧૨, પૃ. ૧૬૫, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રીમની જીવનસિદ્ધિ “ અરે શ્રેણિક, મગધ દેશના રાજા! તું પાતે અનાથ છે. તે મારા નાથ શુ થઈશ ? નિન તે ધનાઢય કચાંથી બનાવે ? અબુધ તે બુદ્ધિદાન કથાંથી આપે ? અજ્ઞ તે વિદ્વત્તા કથાંથી દે? વધ્યા તે સંતાન કથાંથી આપે? જ્યારે તુ. પેાતે અનાથ છે. ત્યારે મારા નાથ કયાંથી થઈશ ? ૨૪ આમ વિરાધ દ્વારા તેમણે કથનની સચાટતા આણી છે. આમ જ્યાં જયાં શકયતા જણાઈ ત્યાં ત્યાં પેાતાની વિશિષ્ટ શૈલીથી કર્તાએ કથાને વધુ અસરકારક બનાવી છે. આ કથા વાંચીએ છીએ ત્યારે કયાંયે એવી છાપ નથી પડતી કે તે કેાઈકને આધારિત છે, બલ્કે તે સ્વતંત્ર હાય એ જ રસથી આપણે વાંચી શકીએ છીએ. ધારી અસર ઉપજાવવા માટે તેમણે કક્યારેક બેત્રણ શ્લેાકના ભાવાર્થ સાથે લીધા છે, ત કચારેક એક શ્લાકનાં પણ ત્રણ-ચાર નાનાં નાનાં વાકયો રચી પેાતાનુ કામ સાધ્યુ છે. આમ મૂળ સૂત્રથી ઘેાડી છૂટ તેમણે લીધી છે, પણ તે ચેાગ્ય થયું છે એમ લાગ્યા વિના રહેતું નથી. વળી, શ્રીમની ઇચ્છા અનુવાદ કરવાની નહેાતી જ, પણ તેમના હેતુ સામાન્ય જનને વાંચવી ગમે તેવી રીતે કથાને મૂકવાના હતા; તે હેતુ અહી પૂર્ણ થયેલા આપણે જોઈ એ છીએ. મુનિત્વના નિયમા ખરાખર ન પાળવા, જ્યાતિષવિદ્યા, લક્ષણવિદ્યા આદિ મેળવેલી વિદ્યાના દુરુપયેાગ કરવા એ બધાં અનાથીપણાનાં ખીજી જાતનાં લક્ષણેા લગભગ અઢાર શ્લેાકમાં તે અધ્યયનમાં આપ્યાં છે. પણ અહીં તે બિનજરૂરી લાગતાં છેાડી દઈ, પેાતાને હેતુ પૂર્ણ થતા લાગ્યા ત્યાં જ કર્તાએ કથા પૂર્ણ કરી છે. એ રીતે વાર્તા' ઔચિત્ય જાળવવાની તેમની શક્તિ અને કલારુચિના પણ આપણને ખ્યાલ આવે છે. અહી તેએ પહેલી ભાવના અનુસાર જ પુષ્પિકા આપે છે.૨૫ એકત્વભાવના આ આત્મા એકલા જ છે. તે એકલા આવ્યા છે અને એકલા જવાના છે. તેણે કરેલાં કમ તે એકલે જ લાગવવાના છે, એમ ચિંતવવું તે એકત્વભાવના. ઉપજાતિ છ'દની ચાર પક્તિમાં આ ભાવ સમજાવી તેના વિશેષા શ્રીમદ્દે ગદ્યમાં આપ્યા છે. આ ભાવનાના દૃષ્ટાંતમાં શ્રીમદ્દે મિથિલેશ મિરાજ અને શક્રેન્દ્રે દેવને સાઁવાદ આપ્યા છે. નમિરાજ એકત્વ સિદ્ધ થતાં બધું છેાડી નગર બહાર મુનિવેશે તપ કરતા હતા. તેમની પરીક્ષા કરવાની ઇચ્છાથી શદ્ર દેવ વિપ્રરૂપે તેમની પાસે આવે છે અને પેાતાનું કા શરૂ કરે છે. રાજાની દીક્ષાથી આખું નગર શેાકમય બન્યું હતું, તે શાક દૂર કરવા દીક્ષા cc ૨૪. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૮. ૨૫. આ ભાવના “ મેાક્ષમાળા ''માંથી લેવાઈ છે. જુએ પાઠ ૫, ૬, ૭. આ ભાવનાની તથા તેના વિશેષાથ નવાં રચાયેલાં છે, તે સિવાયનું સર્વ “ મેાક્ષમાળા ’’માંથી પદ્યપ ક્તિ લેવાયેલ છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૨. ભાગનામેાધ છેડવા વિષે રાજાને કહ્યું. રાજાએ પોતાનું એકત્વ જણાવી તેમાં સંમતિ ન આપી. તેથી નગરમાં કરવાનાં અધૂરાં રહી ગયેલાં કાર્ય પૂર્ણ કરવા જવા તેણે કહ્યું. તે માટે પણ રાજાની એ વૃત્તિ રહેતાં સ'સારના જાતજાતના ભાગ ભાગવ્યા પછી દીક્ષા લેવાનું દેવે રાજાને કહ્યું. આમ અનેક પ્રકારનાં પ્રલાભના સામે રાજા પેાતાના એકત્વ માટે મક્કમ જ રહ્યા. અને અંતે જણાવી દીધું કે, “ હું એકલા જ છું. મને કેાઈ સુખી કે દુઃખી કરી શકે તેમ નથી. તેમ હું પણ કોઈને સુખી કે દુઃખી કરી શકું તેમ નથી, સૌને પેાતાનાં કર્માનુસાર ફળ ભાગવવાં પડે છે. આ બધાં કર્મો વધારનારાં કાર્યો માટે હુ' ઉત્તમ એકત્વથી કેાઈ કાળે ચળનાર નથી ”. રાજાની આ જાતની અડગતા જોઈ દેવે પ્રસન્ન થઈ પોતાનુ સ્વરૂપ પ્રગટ કર્યું, અને રાજાને આશિષ આપી તેએ પાતાના સ્થાને ગયા. (6 ,, પ્રમાણશિક્ષા ” માં શ્રીમદ્ નમિરાજની વૈરાગ્ય જાળવી રાખવા બદલ પ્રશંસા કરી છે. અને જે પ્રસંગથી રાજાને એકત્વ સિદ્ધ થયું તે પ્રસંગ પણ આપ્યા છે. અનેક પ્રકારનાં સુખમાં વિરાજતા નમિરાજને અસહ્ય વેદના આપતા દાહવર નામના વ્યાધિ થયા. અનેક કુશળ વૈદ્યનાં ઔષધો એ વ્યાધિ શમાવવામાં નિષ્ફળ ગયાં. તે વખતે એક મહાકુશળ વૈદની સૂચના અનુસાર મલયંગર ચંદનના લેપ કરવાનુ' નક્કી થતાં, સવ રાણીઓ ચંદન ઘસવા લાગી. ચંદન ઘસતી વખતે રાણીઓએ પહેરેલાં હાથમાંનાં કંકણા એકબીજા સાથે અથડાઈ ખૂબ અવાજ કરવા લાગ્યાં. રાગની પીડામાં એ અવાજ અસહ્ય લાગતાં, મિરાજે ચંદન ઘસવાનું બંધ કરવા જણાવ્યું. તે અવાજ શાંત કરવા રાણીઓએ હાથમાં એકેક જ કકણ રાખી, બાકીનાં કાઢી નાખી ચંદન ઘસવાનું' ચાલુ રાખ્યુ.. અવાજ કઈ રીતે બધ થયા તે બાબતે રાજાએ પૂછતાં જવાબ મળ્યા કે હાથમાં એકેક જ કંકણ હાવાથી અવાજ થતા નથી. આ સાંભળતાં રાજાના ચિત્તમાં વિચારણા ઉદય પામી અને તેમાંથી તેને એકત્વ સિદ્ધ થયું. રાજાએ પેાતાના આત્માને જણાવ્યું કે, “ અહા ચેતન ! તું માન કે તારી એકત્વમાં જ સિદ્ધિ છે, વધારે મળવાથી વધારે ઉપાધિ છે. સ'સારમાં અનત આત્માના સંબંધમાં તારે ઉપાધિ ભાગવવાનુ. શુ અવશ્ય છે? તેનેા ત્યાગ કર અને એકત્વમાં પ્રવેશ કર. જો ! આ કણ હવે ખળભળાટ વિના કેવી ઉત્તમ શાંતિમાં રમે છે ! અનેક હતાં ત્યારે તે કેવી અશાંતિ ભાગવતું હતું! તેવી જ રીતે તું પણ ક"કણુરૂપ છે. તે કકણુની પેઠે તું જ્યાં સુધી સ્નેહી કુટુ’ખીરૂપી ક‘કણુ-સમુદાયમાં પડચો રહીશ ત્યાં સુધી ભવરૂપી ખળભળાટ સેવન કરવા પડશે, અને જો આ કંકણની વર્તમાન સ્થિતિની પેઠે એકત્વને આરાધીશ તા સિદ્ધગતિરૂપી મહા પવિત્ર શાંતિ પામીશ.૨૬ આ રીતે નમિરાજે વૈરાગ્ય પામી દાહવરથી મુક્ત થઈ, પ્રવજ્યા અંગીકાર કરી. આ આખા પ્રશ્ન...ગ શ્રીમદ્દે નીચેની ચાર યક્તિઓમાં આપ્યા છેઃ-~ ૧૮ ૮ રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, ભૂયો ત્યાં કકળાટ કર્યાંકણ તણા, શ્રોતી નમિ ભૂપતિ; ૨૬. “ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૩. cr ૧૩૭ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ એક પ્રસંગને વર્ણવ્યા પછી તેને એક જ કડીમાં રજૂ કરી દેવાની શ્રીમની શક્તિના પરિચય આપણને અહીં થાય છે. પ્રસંગને અનુરૂપ પદ્યરચના કરવાની શૈલી અહીં જોવા મળે છે. સાથે સાથે આ ૫ક્તિઓના વિશેષા પણ તેમણે આપ્યા છે. અને તે પછી આગળની ભાવના અનુસાર પુષ્ટિકા આપી એ ભાવનાનું આલેખન પૂર્ણ કર્યું છે. સવાદે પણ ઇંદ્રથી દૃઢ રહ્યો, એકત્વ સાચું કર્યું', એવા એ મિથિલેશનુ' રિત આ, સંપૂર્ણ અત્રે થયુ.”૨૭ મિરાજ અને શક્રેડદ્રના સ`વાદ શ્રીમદ્દે “ ઉત્તરાધ્યયન સૂત્ર ’ના નવમા અધ્યયનમાંથી લાધેલા છે. તે સ`વાદમાં તેમણે વાકયરચનામાં પૂરતી છૂટ લીધી છે. કચારેક બેત્રણ શ્લેાક સાથે લઈ ભાવાથ આપ્યા છે, તે કયારેક એક લેાકના પણ એત્રણ વિભાગ કરી સરળતા આણી છે. પરંતુ લગભગ તેા મૂળ અનુસાર જ સ*વાદ લીધા છે. આ રીતે મૂળ સૂત્રમાંનુ અધ્યાહાર હાય તે સ્પષ્ટ કરીને, સરળ ભાષા વાપરીને સંવાદને રસપ્રદ ખનાવવાના તેમના પ્રયત્ન જણાઈ આવ્યા વિના રહેતા નથી. વળી કચારેક મૂળ શ્લાક જરા વિસ્તારથી રજૂ કર્યાં હાય તેમ પણ જેવા મળે છે. ઉદાહરણ તરીકે “ ઉત્તરાધ્યયન ”માં એક શ્લાક આ પ્રમાણે છેઃ— શ્રીમદની જીવનસિદ્ધિ તે વિશે શ્રીમદ્ આ પ્રમાણે લખ્યું છે ઃ~~ “દસ લાખ સુભટોને સંગ્રામને વિશે જીતવા એ દુર્લભ ગણાય છે; તાપણુ એવા વિજય કરનારા પુરુષા અનેક મળી આવે, પણ એક સ્વાત્માને જીતનાર મળનાર અનત દુČભ છે. તે દસ લાખ સુભટથી વિજય મેળવનાર કરતાં એક સ્વાત્માને જીતનાર પરમાત્કૃષ્ટ છે. ”૨૯ '' " जो सहस्सं सहस्साणं संगामे दुज्जओ जिणे । એવં નિમેન માળ એસ સેવરમો નો ||’૨૮ કચારેક લેાકના પૂર્વાર્ધના જ ભાવાર્થ લેવાયેા છે. ઉદાહરણ તરીકે મૂળ શ્લાક આ પ્રમાણે છે ઃ—— તેને માટે શ્રીમદ્ લખે છે કે — "अप्पाणमेव जुज्झाहि कि तेजुज्झण ब्रजलेओ । अपणामेवमप्पाण जिणित्ता મુમૈત્રે || ’૩૦ ૨૭. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૩. tr ૨૮. . “ ઉત્તરાયન સૂત્ર”, અધ્યયન ૯, શ્લાક ૩૪, પૃ. ૬૦. ૨૯. શ્રીમદ્ રાજચંદ્ર'', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૧. “ ઉત્તરાધ્યયન સૂત્ર”, અધ્યયન ૯, શ્લાક ૩૫, પૃ. ૬૦. ૩૧, શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૧, ૩૦. 66 આત્મા સ'ઘાતે યુદ્ધ કરવુ' ઉચિત છે. બહિર યુદ્ધનુ શું પ્રયેાજન છે ? ’૩૧ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૨. ભાવનાબેધ આટલું જ લખી તે પછીના ક્ષેક વિશે તેઓ લખે છે. આમાં કયાંય શબ્દશઃ ભાષાંતર જોવા મળતું નથી, શ્લોકને ભાવાર્થ લઈ સંવાદરૂપે રજૂ કરવાનું જ તેમણે ચગ્ય માન્યું છે. એ માટે ઘણી જગ્યાએ અધ્યાહાર રહેલી વસ્તુ કર્તાએ સ્પષ્ટ કરી છે. સૂત્રના સાતમાં લોકમાં દેવ નગરના શાકનું કારણ રાજાને પૂછે છે – " किण्णु भो अज्ज मिहिला कोलाहसंकुला । मुव्वंति दारुणा सदा पासाअसु गिहेसु य ॥"३२ “ભાવનાબેઘ”માં દેવ આ પ્રમાણે કહે છે, “હે રાજા ! મિથિલાનગરીને વિશે આજે પ્રબલ કેલાહલ વ્યાપી રહ્યો છે, હૃદયને અને મનને ઉદ્વેગકારી વિલાપના શબ્દોથી રાજમંદિર અને સામાન્ય ઘર છવાઈ ગયાં છે. માત્ર તારી દીક્ષા એ જ એ સઘળાના દુઃખને હેતુ છે. પરના આત્માને જે દુઃખ આપણાથી ઉત્પન્ન થાય તે દુખ સંસાર-પરિભ્રમણ કારણ ગણુને તું ત્યાં જા, ભેળે ન થા.”૩૩ આમ અહી જોઈ શકાશે કે વસ્તુને સ્પષ્ટ કરવા તેઓ સારી એવી છૂટ લે છે, અને વિસ્તાર સાધે છે. કયારેક ત્રણ-ચાર શ્લોક સંક્ષેપમાં પણ આપતા હોય એવો પ્રસંગ પણ જોવા મળે છે. દાખલા તરીકે ૯મા અધ્યયનના ૧૪, ૧૫, અને ૧૬ એ ત્રણ શ્લોકને તેઓ ચાર લીટીમાં બધો ભાવાર્થ સમજાવી શ્લેકની એકતા સાધે છે : "सुहं वसामो जीवामो जेसि मो नत्थि किंचण । मिहिला डज्झमाणी न मे डसइ किंचण ।। "चत्तपुत्तकलत्तस्स णिव्वावारस्स भिक्खुणो । पियं न विजई किंचि अप्पियं पि ण विजई ।। " बहुं खु मुणिणो भदं अगगारस्स भिक्खुणो । सव्वओ विप्पमुक्कस्स अगंतमणुपस्सओ ।।"३४ આની સાથે સરખાવે નમિરાજનું કથન, “હે વિપ્ર! મિથિલાનગરીના, તે અત્તરના અને તે મંદિરના દાઝવાથી મારું કંઈ પણ દાઝતું નથી; જેમ સુત્પત્તિ છે તેમ વર્તુ છું. એ મંદિરાદિકમાં મારું અપમાત્ર પણ નથી, મેં પુત્ર સ્ત્રી આદિકના વ્યવહારને છાંડ્યો છે. મને એમાંનું કંઈ પ્રિય નથી, અને અપ્રિય પણ નથી.”૩૫ આ જાતનું અન્ય ઉદાહરણ “ઉત્તરાધ્યયન સૂત્ર”ના લ્મા અધ્યયનના ૧૮થી ૨૨ સુધીના શ્લોકે વિષે મળે છે. તેમાં પણ જે રીતે વાક્યરચના બેસે તે રીતે તેમણે શ્લોકની ભેળસેળ કરી છે. આ રીતે મૂળ કરતાં જુદી રીતે લખતાં ક્યારેક તેઓ સ્વતંત્ર ઉમેરણ પણ ૩૨. “ઉત્તરાધ્યયન સૂર", અધ્યયન ૯, શ્લોક ૭, પૃ. ૫૫. ૩૩. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૦, ૩૪. “ઉત્તયન સૂત્ર", અધ્યયન ૯, બ્લેક ૧૪, ૧૫, ૧૬, પૃ. ૫૬. ૩૫. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૧. Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ કરે છે. રાજા દેવને ભેગ વગેરે માટે બંધ ન આપવા કહે છે ત્યારે મે ભાગ સ્વતંત્ર રચાયેલ મળે છે, મારું હૃદય કેઈ કાળે ચળનાર નથી, એ મિથ્યા મેહિનીમાં અભિરુચિ ધરાવનાર નથી. જાણી જોઈને વિભ્રમમાં કેણ પડે? હું મારા અમૃત જેવા વૈરાગ્યને મધુર રસ અપ્રિય કરી એ ઝેરને પ્રિય કરવા મિથિલામાં આવનાર નથી.”૩ ૬ આમ અનેક રીતે મૂળમાં ફેરફાર કર્યા પછી સંવાદની રજૂઆત કરી છે, તે પરથી આપણે કહી શકીએ કે તેમણે સંવાદની રચનામાં મૂળ સૂત્રનો આધાર લીધો છે, પણ અનુવાદ કર્યો નથી. પ્રમાણશિક્ષામાં આપેલે નમિરાજની એકત્વસિદ્ધિનો પ્રસંગ ભદ્રબાહકૃત “ઉત્તર નિર્યુક્તિ”ની ગાથા ૨૬૪થી ર૭૯માં જોવા મળે છે. પણ તે પ્રસંગની રજૂઆત તેમના પિતાના જ શબ્દોમાં થયેલી છે. એથી એ કથામાં પણ કયારેક હાસ્યરસ ડકિયાં કરી જ દેખાય છે. દાખલા તરીકે, “ઔષધ માત્ર દાહવરનાં હિતૈષી થતાં ગયાં. કેઈ ઔષધ એવું ન મળ્યું કે જેને દાહજવરથી કિચિત્ પણ દ્વેષ હોય. નિપુણ વૈદો કાયર થયા, અને રાજેશ્વર પણ એ મહાવ્યાધિથી કંટાળો પામી ગયા.૩ ૭ આ આખી ભાવના વાંચીએ ત્યારે મૌલિક ભાવના વાંચતા હોઈએ એવી છાપ આપણું પર પડે છે, કયાંયથી આધારિત વસ્તુ લીધી હોય તેવું લાગતું નથી. આ વસ્તુ શાસ્ત્રોક્ત પ્રસંગને આત્મસાત્ કરવાની શ્રીમદની શક્તિનો પરિચય આપણને આપે છે. અન્યત્વભાવના શરીર, સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી, વૈભવ વગેરેમાંથી કશું જ પિતાનું નથી. એમાં રહેલા મેહ અજ્ઞાનપણાને છે. તે સર્વને અન્ય માનવાં તે અન્યત્વભાવના. શાર્દૂલવિક્રીડિત છેદની ચાર પંક્તિઓમાં એ ભાવના સમજાવી તેનો વિશેષાર્થ ગદ્યમાં આપે છે. અરીસાભવનમાં ભરત ચક્રવતીને અન્યત્વભાવના વિચારતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું, તે દૃષ્ટાંત આ ભાવના વિષે અપાયું છે. ચકવર્તીની રિદ્ધિસિદ્ધિ માણતાં ભરતેશ્વર એક વખત અરીસાભવનમાં બેઠા હતા તે વખતે તેમની એક આંગળીમાંથી વીટી નીકળી ગઈ. પરિણામે આંગળી અડવી દેખાઈ. તેનું કારણ વિચારતાં વીંટીનું નીકળી જવું એ કારણ સમજાયું. એ પછી બીજી આંગળીની વીંટી કાઢતાં એ વાત વધારે પ્રમાણભૂત લાગી. એ પરથી ભરતરાજાને એક વિચારધારા ઉત્પન્ન થઈ અને વૈરાગ્ય આવ્યે, પરિણામે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ભરતરાજાને ઉત્પન્ન થયેલી વિચારધારા શ્રીમદે કુશળતાપૂર્વક અને તર્કબદ્ધ રીતે રજૂ ૩૬. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૨. ૩૭. એજન, પૃ. ૪૩. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૨. ભાવનાબધ “ અહાહા ! કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની, એ મુદ્રિકા વડે મારી આંગળી સુંદર દેખાઈ, એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતાં એથી વિપરીત દેખાવ દ્વીધા, વિપરીત દેખાવથી અશાભ્યતા અને અડવાપણુ ખેદરૂપ થયું. અશાભ્ય જણાવાનું કારણ માત્ર વીટી નહી એ જ યું કે ? જો વીટી હાત તેા એવી અશાભા હું ન જોત. એ મુદ્રિકા વડે મારી આ આંગળી શાભા પામી, એ આંગળી વડે આ હાથ થાભે છે, અને એ હાથ વડે આ શરીર શાભા પામે છે. ત્યારે એમાં હું શાભા કાની ગણું ? અતિ વિસ્મયતા ! મારી આ મનાતી મનહર કાંતિને વિશેષ દીસ કરનાર તે મણિમાણિકથાદિના અલંકારો અને રંગબેરગી વસ્ત્રો ઠર્યાં, એ કાંતિ મારી ત્વચાની શેલા ઠરી, એ ત્વચા શરીરની ગુપ્તતા ઢાંકી સુંદરતા દેખાડે છે. અહાહા! આ મહાવિપરીતતા છે! જે શરીરને હું મારું માનું છું તે માત્ર ત્વચા વડે, તે ત્વચા કાંતિ વડે, અને તે કાંતિ વાલ`કાર વડે શાલે છે, ત્યારે શું મારા શરીરની કઈ શેાભા જ નહિ કે ? રુધિર, માંસ અને હાડકાંના જ કેવળ એ માળા કે? અને એ માળા તે હુ કેવળ મારું માનુ છું! કેવી ભૂલ ? કેવી ભ્રમણા ? અને કેવી વિચિત્રતા ? કેવળ હું પરપુદ્દગલની શાભાથી શાણું છું. કેાઈથી રમણિક્તા ધરાવતું શરીર તે મારે મારું કેમ માનવું? અને કદાપિ એમ માનીને હું એમાં મમત્વભાવ રાખુ પણ કેવળ દુઃખપ્રદ અને વૃથા છે. આ મારા આત્માના એ શરીરથી એક કાળે વિયેાગ છે. આત્મા જ્યારે મીંજા દેહને ધારણ કરવા પરવરશે ત્યારે આ દેહ અહી રહેવામાં કાઈ શકા નથી. એ કાયા મારી ન થઈ અને નહીં થાય ત્યારે હું એને મારી માનું છું તે કેવળ મૂર્ખતા છે. જેના એક કાળે વિયેાગ થવાના છે, અને જે કેવળ અન્યભાવ ધરાવે છે તેમાં મમવપણુ, શું રાખવું? આ જ્યારે મારી થતી નથી, ત્યારે મારે એના થવું શુ’ ઉચિત છે ? નહીં, નહીં. એ જ્યારે મારી નહીં, ત્યારે હું એના નહી”, એમ વિચારું, દૃઢ કરુ અને પ્રવર્તન કરુ', એમ વિવેકબુદ્ધિનુ તાત્પર્ય છે... એ પુત્ર, એ મિત્ર, એ કલત્ર, એ વૈભવ અને એ લક્ષ્મીને મારે મારાં માનવાં જ નથી ! હું એના નહી' અને એ મારાં નહી...! પુણ્યાદિક સાધીને મેં જે જે વસ્તુ પ્રાપ્ત કરી તે તે વસ્તુ મારી ન થઈ, એ જેવું સ`સારમાં કયુ* ખેદમય છે ? મારાં ઉગ્ર પુણ્યત્વનુ' ફળ આ જ કે ?.. એ પુત્રનેા, એ પ્રમદાના, એ રાજવૈભવના અને એ વાહનાદિક સુખના મારે કશે અનુરાગ નથી ! મમત્વ નથી.’૩૮ તે આ રીતે ભરતેશ્વરે સંસારનુ` મિથ્યાત્વ જોયું, અને અન્યભાવ વિચારી સાચું જ્ઞાન પામ્યા. શ્રીમદ્દે પ્રમાણશિક્ષા ”માં પણ તે જ સમજાવ્યુ છે. ત્યાર પછી આખી કથાના સાર એ પદ્યપક્તિમાં આપી, વિશેષા આપી, પુષ્પિકા લખી તેમણે આ ભાવના પૂર્ણ કરી છે. શાર્દૂલવિક્રીડિતમાં આપેલી ચાર પક્તિમાં કથાના સાર અને ઉદ્દેશ બંને આવી જાય છે. જુએ તે પુક્તિઓ ૩૮. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૫. Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદુની જીવનસિદ્ધિ “દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા, છાંડી રાજસમાજને ' ભરતજી, કૈવલ્યજ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા, જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વૈરાગ્ય ભાવે યથા.૩૯ આ પ્રકારની પંક્તિઓ આપણને એકવભાવના વિશે પણ મળે છે. ભરત ચક્રવતી પ્રથમ તીર્થકર ઋષભદેવના પુત્ર અને પહેલા ચકવતી હતા. તેમની કથા અનેક આચાર્યોએ લખી છે. તે બધી કથાઓ ભરતેશ્વરને અરીસાભુવનમાં જ્ઞાન ઊપજ્યું હતું તેમ જણાવે છે. પણ તે માટેના નિમિત્ત વિશે બે કથા-પરંપરા જોવા મળે છેઃ એક પરંપરા અનુસાર, આંગળીમાંથી વીટી નીકળી પડવી તે જ્ઞાનની ઉત્પત્તિ માટે નિમિત્ત હતું, બીજી પરંપરા અનુસાર તેમને કપાળમાં કરચલી જોવા મળી હતી, તેથી શરીરની અનિત્યતા જાણે વૈરાગ્ય ઉત્પન થયા હતા. દિગંબર જૈન સંઘના શ્રી રત્નાકર વર્ણના “ભરતેશવૈભવ”માં તથા બીજી કેટલીક કથાઓમાં કપાળની કરચલીને નિમિત્ત બતાવવામાં આવેલ છે, ત્યારે શ્વેતાંબર જૈન સંઘના કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તેમના “ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત્ર”માં અને બીજા કેટલાક આચાર્યોએ તેમની કથામાં આંગળીમાંથી મુદ્રાનું નીકળી પડવું, તે નિમિત્ત બતાવેલ છે. શ્રીમદે ભરત ચકવતની કથાનો અહીં આપેલો ભાગ “ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્રના પહેલા પર્વના છઠ્ઠા સર્ગના અંતભાગ ઉપરથી લીધે લાગે છે. તેથી મુદ્રાને પ્રસંગ આપેલ છે. મુખ્ય પ્રસંગ એ કથા અનુસાર વર્ણવે છે. પણ તેને રજૂ તો કર્યો છે પોતાની જ રીતે. તેથી જ તે વિશેની સુંદર વિચારણા તથા ચક્રવતીનો વૈભવ તેમણે એક સળંગ દીર્ઘ વાક્યમાં રજૂ કર્યા છે. કથાની શરૂઆતમાં એ વૈભવનું વર્ણન આપ્યું છે. આ વર્ણન સંસ્કૃત પદ્ધતિ અનુસાર છે. આ વર્ણન તેઓ લગભગ દોઢ પાના જેટલું લાંબું, પણ સરળ ભાષામાં વાક્ય રચીને, કરે છે. તેમની શૈલીના એક સુંદર નમૂના તરીકે એ જેવું ઉચિત છે – જેની અશ્વશાળામાં રમણીય, ચતુર અને અનેક પ્રકારના તેજી અશ્વના સમૂહ શોભતા હતા, જેની ગજ શાળામાં અનેક જાતિના મદોન્મત્ત હસ્તીઓ ઝલી રહ્યા હતા, જેના અંતપુરમાં નવયૌવન સુકુમારિકા અને મુગ્ધા સ્ત્રીઓ સહસ્રગમે વિરાજી રહી હતી, જેના ધનનિધિમાં ચંચળા એ ઉપમાથી ઓળખેલી સમુદ્રની પુત્રી લક્ષમી સ્થિરરૂપ થઈ હતી, જેની આજ્ઞાને દેવદેવાંગનાઓ અધીન થઈને મુકુટ પર ચડાવી રહ્યાં હતાં; જેને પ્રાશન કરવાને માટે નાનાં પ્રકારનાં ષટ્રસ ભેજનો પળે પળે નિર્મિત થતાં હતાં, જેના કમળ કર્ણના વિલાસને માટે ઝીણાં અને મધુરસ્વરી ગાયને કરનારી વારાંગનાઓ તત્પર હતી; જેને નિરીક્ષણ કરવા માટે અનેક પ્રકારનાં નાટચેટક હતાં, જેની યશકીતિ વાયુરૂપે પ્રસરી જઈ આકાશ જેવી વ્યાપ્ત હતી, જેના શત્રુઓને સુખથી શયન કરવાનો વખત આવ્યો ન હત; અથવા જેના વેરીની ૩૯. “શ્રીમદ્ રાજચંદ્ર, અગાસ આવૃત્તિ ૧, ૫ ૪૬. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૨. ભાવનાબોધ ૧૪૩ વનિતાઓનાં નયનોમાંથી સદૈવ આંસુ ટપકતાં હતાં, જેનાથી કોઈ શત્રુવટ દાખવવા તે સમર્થ નહતું, પણ સામા નિર્દોષતાથી આંગળી ચિંધવાયે કોઈ સમર્થ નહોતું; જેની સમક્ષ અનેક મંત્રીઓના સમુદાય તેની કૃપાની નિમંત્રણું કરતા હતા, જેનાં રૂપ, કાંતિ અને સૌદર્ય એ મનહારક હતાં, જેને અંગે મહાન બળ, વીર્ય, શક્તિ અને ઉગ્ર પરાક્રમ ઊછળતાં હતાં; કીડા કરવાને માટે જેને મહાસુગંધીમય બાગબગીચા અને વને પવન હતાં, જેને ત્યાં પ્રધાન કુળદીપક પુત્રના સમુદાય હતા, જેની સેવામાં લાખે ગમે અનુચર સજ્જ થઈ ઊભા રહેતા હતા, જે પુરુષ જ્યાં જ્યાં પ્રવેશ કરતે ત્યાં ત્યાં ખમા, ખમા, કંચનફૂલ અને મૌક્તિકના થાળથી વધાવાતો હતો, જેના કુંકુમવર્ણ પાદપંકજને સ્પર્શ કરવાને ઈંદ્ર જેવા પણ તલસી રહેતા હતા, જેની આયુધશાળામાં મહા યશેમાન દિવ્ય ચકની ઉત્પત્તિ થઈ હતી, જેને ત્યાં સામ્રાજ્યને અખંડ દીપક પ્રકાશમાન હતો, જેને શિરે મહાન છ ખંડની પ્રભુતાનો તેજસ્વી અને ચળકાટમાન મુકુટ વિરાજિત હતો, કહેવાનો હેતુ કે જેનાં દળ, જેનાં નગરપુરપાટણનો, જેના વિભવને અને જેના વિલાસનો સંસાર સંબંધે કોઈ પણ પ્રકારે ન્યૂનભાવ નહોતે એવો તે શ્રીમાન રાજરાજેશ્વર ભારત પોતાના સુંદર આદર્શ ભુવનમાં વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈ મનોહર સિંહાસન પર બેઠો હતો.૪૦ ભરત રાજાનાં શરીર, અંતઃપુર, પુત્રપરિવાર, સન્ય, મંત્રી, નોકર આદિ અનેકની બાબતમાં ભારતને વૈભવ જણાવતાં આ વાકયમાં પ્રત્યેક વસ્તુ અનુકૂળ હતી, અને કઈ પણ વસ્તુ પ્રતિકૂળ નહોતી તે જ શ્રીમદ્દ ભારપૂર્વક જણાવ્યું છે. દુનિયાની ઉત્તમ ગણાતી પ્રત્યેક વસ્તુનો ભેગવટે કરવાને લહા ભારતરાજાને હતો, છતાં તે સર્વ છોડીને ભારતે વિરાગ્ય ધારણ કર્યો તે, આત્માનું સુખ બીજાં ભૌતિક સુખો કરતાં અનેક ગણું ચડિયાતું હોવું જોઈએ તેનું પ્રતિપાદન કરવા શ્રીમદે આ વાક્યની રચના કરી જણાય છે. અશુચિભાવના શરીર તે અપવિત્ર છે, અનેક રેગ તથા જરાનું ધામ છે, મળમૂત્રની ખાણ છે, તે શરીરથી હું જુદો છું, એમ વિચારવું તે અશુચિભાવના. આ ભાવના વિશે ગીતિની બે પદ્યપંક્તિ આપીને તેમણે તત્પશ્ચાત, તેને વિશેષાર્થ રજૂ કર્યો છે. અશુચિમય કાયામાં થોડું પણ માન કરતાં કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે તે બતાવતું સનકુમાર ચક્રવતીનું ચિત્ર આપ્યું છે. ભરત ચક્રવતી' જેવી જ રિદ્ધિસિદ્ધિ સનરકમારને હતી એમ જણાવી કથાનો પ્રારંભ તેમણે કર્યો છે. ભરત ચક્રવતીના વૈભવનું નિરૂપણ આગળ આવી ગયું હોવાથી શ્રીમદે આ કથામાં સગવડ ખાતર તેવા વર્ણનનું પુનરાવર્તન કર્યું નથી, કારણ કે શ્રીમદ્દનું લક્ષ વાચકને રાચતા કરવાને બદલે તત્ત્વને પરામર્શ કરતા કરવાનું હતું. ૪૦ “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૪. Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ સનસ્કુમારનાં વર્ણ અને રૂપ અનુપમ હતાં. તેમના રૂપની સ્તુતિ સાંભળીને તે પ્રત્યક્ષ જેવાની ઈચ્છાથી બે દેવ બ્રાહ્મણુરૂપે તેમની પાસે ગયા. તેઓ સનસ્કુમાર પાસે આવ્યા ત્યારે સનસ્કુમાર સ્નાન કરવાની તૈયારીમાં હતા, તેથી તેમને દેહ ખેળભર્યો હતો, તેમ છતાં તેમની કાંતિ જોઈ દેવ ખૂબ પ્રસન્ન થયા. આ પ્રસન્નતાથી માન ધારી સનસ્કુમારે જણાવ્યું કે, રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ કરીને હું બેસું છું તે વખતની મારી કાંતિ આના કરતાં ઘણું વિશેષ હોય છે, માટે તે જોવા આવજે. બ્રાહ્મણે હા કહી વિદાય થયા. પછી રાજસભાને સમયે તેઓ સનકુમાર પાસે આવ્યા. તે વખતે રાજાની કાયા જોઈને દેવ વિશેષ આનંદ પામવાને બદલે ખેદ પામ્યા હોય તેમ થયું. સનસ્કુમારે તેનું કારણ પૂછતાં તે બ્રાહ્મણ રૂપી દેવોએ જણાવ્યું કે, તે સમયની તમારી અમૃતતુલ્ય કાયા અત્યારે ઝેરરૂપ બની ગઈ છે, તેથી અમને ખેદ થયો. આ વિધાનની પરીક્ષા કરવા તાંબુલ ઘૂંકી તે પર માખી બેસવા દીધી, તે માખી મરી ગઈ. તેથી બ્રાહ્મણના કથનની સત્યતા સાબિત થઈ. પૂર્વ કર્મનો મદ સાથે યોગ થતાં રાજાની કાયા ઝેરમય થઈ ગઈ હતી. કાયાનો આ પ્રપચ જોઈ સનસ્કુમારને વૈરાગ્ય આવ્યો. આ વૈરાગ્ય દૃઢ થતાં તેઓ સંસારનો ત્યાગ કરી સાધુરૂપે વિચારવા લાગ્યા. એ વખતે એક બીજા મહારોગની તેમના શરીરમાં ઉત્પત્તિ થઈ. તે વખતે તેમના વૈરાગ્યની પરીક્ષા કરવાના હેતુથી એક દેવ વિપ્રરૂપે તેમની પાસે આવીને કહેવા લાગ્યા કે, “હું બહુ કુશળ વૈદ્ય છું, લા તમારે રોગ મટાડી દઉં.” તેના પ્રત્યુત્તરમાં સાધુએ જણાવ્યું કે, “કર્મરેગ એ મહા ખરાબ રોગ છે, તે મટાડી શકે તે મટાડી આપે, નહિતર આ રોગ ભલે રહ્યો.” દેવે કહ્યું, “એ રેગ ટાળવાની મારી સમર્થતા નથી.” તે પછી સાધુએ પિતાની લધિના બળ વડે તે રોગનો નાશ કર્યો. આથી પ્રસન્ન થઈ દેવે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું અને સાધુના ગુણગ્રામ ગાઈ પિતાને સ્થાનકે ગયા. જે કાયા અનેક રોગનું ઉત્પત્તિસ્થાન છે, તેમાં માયા ન કરવા શ્રીમદે “પ્રમાણશિક્ષા ”માં જણાવ્યું છે. એ માયા કષ્ટદાયક છે એમ જણાવ્યા પછી તેઓ લખે છે – “આમ છતાં પણ આગળ ઉપર મનુષ્યદેહને સર્વદેહત્તમ કહે પડશે. એનાથી સિદ્ધગતિની સિદ્ધિ છે એમ કહેવાનું છે. ત્યાં આગળ નિશંક થવા માટે અહીં નામમાત્ર વ્યાખ્યાન આપ્યું છે. ૪૧ આ ત્રણ પંક્તિઓ લખવાનું પ્રજન સ્પષ્ટ છે. અહીં માનવદેહને અશુચિમય બતાવવામાં આવ્યે છે, અને બીજી જગ્યાએ એ જ દેહને સર્વ દેહત્તમ કહે તે શંકા જ થાય કે બંને વિધાનમાં ભિન્નતા કેમ ? તેના સમાધાનરૂપે અપેક્ષાથી એ બંને સમજાવાયાં છે. ખરેખર તે માનવદેહ અશુચિમય છે, તેમાં માયા કરવા જેવું છે નહિ, પણ તે દ્વારા જ જીવ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે, તેથી તે સર્વદેહત્તમ પણ છે. આ આત્માને વિકાસ ૪૧. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૮. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૨. ભાવનાબેધ ૧૪૫ કરવાનાં સાધનો, તે માટે જોઈતી વિવેકબુદ્ધિ માત્ર મનુષ્યદેહમાં જ મળે છે, તેથી તે દેહ એ અપેક્ષાએ ઘણું મહત્વનું બની જાય છે. એટલે એકાંતે નિર્ણય લે ઉચિત નથી. આ ઉપરાંત “પ્રમાણશિક્ષામાં તેઓ એ પણ જણાવે છે કે માનવદેહ– એટલે કે બે આંખ, બે કાન વગેરે અને સાથે દેહ – પામ તે જ પૂરતું નથી. તેમાં સાથે સાથે જેને લીધે માનવપણું ઉત્તમ મનાયું છે તે વિવેકબુદ્ધિને ઉદય પણ હોવો જોઈએ. એ વિવેક-વિચાર વિનાનો માણસ, માણસ નહિ પણ માનવરૂપે પશુ જ છે. વિવેક દ્વારા મુક્તિના પંથે જઈ શકાય છે, અને એ પંથમાં પ્રવેશ થાય તે જ માનવભવની સફળતા છે. નહિતર એ ભવ એળે ગયે જ સમજો. આ પરથી સમજવાનું છે કે અશુચિમય કાયા વિવેકબુદ્ધિ હોય તે અન્ય અપેક્ષાએ ઉત્તમ બની શકે છે. આમ માનવદેહની ઉપયોગિતા સમજાવી, આગળ અનુસાર પુષ્પિકા આપી શ્રીમદ્ ભાવના પૂર્ણ કરે છે. આ કથા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “ત્રિષષ્ટીશલાકાપુરુષચરિત્ર”ના ચોથા પર્વના સાતમા સર્ગમાં મળે છે. બાર ચક્રવતીઓમાં સનસ્કુમાર ચોથા ચક્રવતી હતા. હેમચંદ્રાચાર્યની કથા અને આ કથામાં એક તફાવત જોવા મળે છે. હેમચંદ્રાચાર્યે આપેલી કથામાં સનસ્કુમારની કાયા વૃદ્ધ બની જાય છે તેથી ખેદ પામી તેઓ વૈરાગ્ય સ્વીકારે છે. અને “ભાવનાબેધ”માં સનકુમારની કાયા ઝેરમય બની જાય છે તેથી કાયાને આ પ્રપંચ જોઈ તેઓ વૈરાગ્ય સ્વીકારે છે. તેથી આ કથા શ્રીમદે “ઉત્તરાધ્યયન સૂત્રના ૧૮મા અધ્યયનની ૩૭મી ગાથાની ટીકામાંથી લીધી હોય તે વિશેષ સંભવિત લાગે છે, જ્યાંથી તેમણે બીજી કથાઓ પણ લીધી છે. નિવૃત્તિબાધ- સંસારભાવના અનંત કાળથી જીવ પરિભ્રમણ કર્યા કરે છે, તે પરિભ્રમણથી હું ક્યારે છુટીશ? સંસાર મારો નથી, હું તે મોક્ષમય છું – આ જાતનું ચિંતન કરવું તે સંસારભાવના. આ સંસારથી નિવૃત્તિ લેવાનો બેધ અહી રહેલો છે, તેથી તેને “નિવૃત્તિબોધ” તરીકે ઓળખાવી છે તે યોગ્ય છે. અહીં લેખકે હરિગીતની ચાર પંક્તિમાં સંસારથી નિવૃત્ત થવાને બંધ આપી તેને વિશેષાર્થ સમજાવ્યો છે. આ સંસાર કેટલો દુખમય છે તેના દષ્ટાંતરૂપે મૃગાપુત્ર અને તેનાં માતાપિતા વચ્ચેનો સંવાદ, જે સંસારની અસારતા બતાવે છે તે, લેખકે આપે છે. ખૂબ સુખચેનમાં ઊછરતા મૃગાપુત્રને કેાઈ મુનિનાં દર્શન થતાં જાતિસ્મરણજ્ઞાન થાય છે, તેથી પૂર્વે આરાધે સંયમ ધારણ કરવાની તેમની ઈચ્છા પ્રબળ બને છે, અને તેઓ સંયમ ગ્રહણ કરવા માટે તેમનાં માતાપિતાની આજ્ઞા માગે છે. તે વખતે માતાપિતા સંયમમાં કેટલી મુશકેલી તથા દાખ રહેલાં છે, તે તથા સંસારમાં કેવું સુખ રહેલું છે તેનું વર્ણન મૃગાપુત્ર પાસે કરે છે. તેના ૧૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ ઉત્તરમાં સંયમનાં દુઃખે કરતાં અનંત ગણું દુઃખ જીવે સંસારમાં ભોગવ્યું છે, તે મૃગાપુત્ર વિસ્તારથી બતાવે છે. આ બધાં દુઃખેમાં મુખ્યત્વે નરકનાં દુઃખ વર્ણવેલાં છે. તેની સાથે સાથે સંસારના સુખથી અનંત ગાણું સુખ સંયમમાં રહેલું છે, તે પણ તેઓ બતાવે છે. અંતમાં મૃગાપુત્ર માતાપિતાની રજા મળતાં નિગ્રંથ મુનિ થઈ તપ કરી અનંત સુખ આપનાર મોક્ષ પામે છે. અહી આપેલ સંવાદ વૈરાગ્યસભર છે. જીવે કઈ કઈ જાતનાં દુઃખ વેઠયાં છે, તેને વિચાર કરતાં પણ કમકમાં આવી જાય તેવું છે. પાપ કરતી વખતે જીવ વિચારતો નથી કે તે ભેગવવાં કેટલાં આકરાં પડશે, પણ ભગવતી વખતે કેવી પીડા થાય છે તે મૃગાપુત્રના જ શબ્દોમાં જોઈએ – ચતુર્ગતિરૂપ સંસારાટવીમાં ભમતાં અતિ રૌદ્ર દુઃખે મેં ભગવ્યાં છે. હે ગુરુજને ! મનુષ્ય-લોકમાં જે અગ્નિ અતિ ઉષ્ણ મનાય છે, તે અગ્નિથી અનંત ગણી ઉષ્ણ તાપવેદના નરકને વિષે આ આત્માએ ભેગવી છે. મનુષ્યલોકમાં જે ટાઢ અતિ શીતળ મનાઈ છે, એ ટાઢથી અનંત ગણ ટાઢ નરકને વિશે અશાતાએ આ આત્માએ ભેગવી છે. લેહમય ભાજન, તેને વિષે ઊંચા પગ બાંધી નીચું મસ્તક કરીને દેવતાઓ વૈક્રિય કરેલા ધુવાંકુવાં, બળતા અગ્નિમાં આક્રંદ કરતાં, આ આત્માએ અયુગ્ર દુઃખ ભગવ્યાં છે. મહાદવના અગ્નિ જેવા મરુ દેશમાં જેવી વેળુ છે તે વેળુ જેવી વામય વેળુ કદંબ નામે નદીની વેળુ છે, તે સરખી ઉષ્ણ વેળુને વિષે મારા આ આત્માને અનંત વાર બન્યા છે.”૪૨ પરવશતાથી મૃગની પેઠે અનંત વાર પાશમાં હું સપડાયો હતો. પરમાધામીએ મને મગર-મરછરૂપે જાળ નાખી અનંત વેળા દુઃખ આપ્યું હતું. સિંચાણુરૂપે પંખીની પેઠે જાળમાં બાંધી અનંત વાર મને હયા હતા. ફરશી ઈત્યાદિક શસ્ત્રથી કરીને મને અનંત વાર વૃક્ષની પેઠે ફૂટીને મારા સૂક્ષ્મ છેદ કર્યા હતા. મુદ્દગરાદિક પ્રહાર વતી લેહકાર જેમ લેહને ટીપે તેમ મને પૂર્વકાળે પરમાધામીઓએ અનંત વાર ટીખ્યો હતે. તાંબ, લોઢું, અને સીસું અગ્નિથી ગાળી તેનો કળકળતો રસ મને અનંત વાર પાયો હતો. અર્તિ રૌદ્રતાથી તે પરમાધામીઓ મને એમ કહેતા હતા કે પૂર્વભવમાં તને માંસ પ્રિય હતું તે લે આ માંસ, એમ મારા શરીરના ખંડ ખંડ કટકા મેં અનતી વાર ગળ્યા હતા. મદ્યની વલ્લભતા માટે પણ એથી કંઈ ઓછું દુઃખ પડયું નહોતું. એમ મેં મહાભયથી, મહાત્રાસથી અને મહાદુઃખથી કંપાયમાન કાયાએ કરી અનંત વેદના ભોગવી હતી. જેવી વેદના મનુષ્યલકમાં છે તેવી દેખાતી પણ તેથી અનંત ગણી અધિક અંશાતા વેદની નરકને વિશે રહી હતી. સર્વ ભવને વિષે અશાતા વેદની મેં ભગવી છે. મેષાનમેષ માત્ર પણ ત્યાં શાતા નથી.”૪૩ જે સંસારમાં આટઆટલું દુઃખ રહેલું છે, તેનાથી તે સર્વથી છૂટવું જ યોગ્ય છે, તેવો, સંસારથી નિવૃત્ત થવાને બેધ મૃગાપુત્રનું ચરિત્ર કરે છે. સાધુપણામાં તે બાહ્ય દુખ ૪૨, “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૧. ૪૩. એજન, પૃ. પર. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૨. ભાવનાબેધ છે, પણ અંતરની શાંતિ હોય છે, પરંતુ સંસારમાં બંને રીતે અશાંતિ રહેલી છે, ત્યારે મેક્ષમાં બંને રીતે શાંતિ હોય છે, એ વસ્તુ શ્રીમદ્દ “પ્રમાણુશિક્ષા”માં બતાવી છે. આ ભાવના તેમણે ઠીક ઠીક વિસ્તારથી આપી છે. અને તેમાં મૃગાપુત્ર દ્વારા ઘણે ઉપદેશ અપાયે છે. આ આખો સંવાદ શ્રીમદે “ઉત્તરાધ્યયન સૂત્ર”ના ૧ભા અધ્યયનમાંથી લીધે છે. સૂત્રના એક પછી એક સ્લાકને ભાવાર્થ લઈ તેમણે પોતાની ભાષામાં તે સંવાદ રજૂ કર્યો છે. તેથી કયારેક એક લેકનાં બેત્રણ વાક્ય પણ કરી, તેઓ ભાવ બરાબર જાળવે છે. ઉદાહરણ તરીકે શ્લોક ૪ જુઓ – "मणिरयण कोट्टिमतले पासायालोयण हिओ । आलोअ३ नगरस्स चकवत्तिय चच्चरे ||४४ તે વિષે શ્રીમદે અહીં આ રીતે લખ્યું છે – “ચંદ્રકાંતાદિક મણિ તેમજ વિવિધ રનથી પ્રાસાદને પટશાળ જડિત હતે. એક દિવસને સમયે તે કુમાર પોતાના ગેખને વિશે રહ્યા હતા. ત્યાં નગરનું નિરીક્ષણ પરિપૂર્ણ થતું હતું. જ્યાં ચાર રાજમાર્ગ એકત્વને પામતા હતા, એવા ચોકમાં ત્રણ રાજમાર્ગ એકઠા મળ્યા છે ત્યાં તેની દૃષ્ટિ દોડી.”૪૫ કેટલીક વખત શ્રીમદ્દ બહુ સંક્ષેપમાં લખે છે. જુઓ – " तुह पिया सुरा सीह मेरओ य महूणि य । पाइओ मि जलं नीओ वसाओ रुहिराणि. य ।।"४६ આ માટે કર્તા આગળના શ્લોકના સંદર્ભમાં જ એક નાનું વાક્ય રચે છે કે – મની વલ્લભતા માટે પણ એથી કંઈ ઓછું દુખ પડ્યું નથી.”૪૭ આમ પિતાને યોગ્ય લાગે તે રીતે થોડીઘણુ છૂટ લઈને શ્રીમદે સંવાદને અસરકારક બનાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે. આશ્રવભાવના રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ વગેરે પાપને પ્રવેશ કરવાના સ્થાનકે છે, એ જાણવું તે આશ્રવભાવના. પાપને પ્રવેશ કરવાનાં કુલ ૫૭ સ્થાનકે છે. બાર પ્રકારની અવિરતિ, ૪૪. “ઉત્તરાધ્યયન સવ”, અધ્યયન ૧૯, શ્લોક ૧, પૃ. ૧૪૩. ૪૫. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૯. ૪૬. “ઉતરાયન સૂત્ર', અધ્યયન ૧૯, લોક ૭૧, પૃ. ૧૫૬. ૪૭. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૨. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રીમદના જીવનસિદ્ધિ સેળ કષાય, નવ નકષાય અને પાંચ પ્રકારનાં મિથ્યાત્વ તથા પંદર પ્રકારના વેગને તેમાં સમાવેશ થાય છે.૪૮ અહીં આશ્રવભાવના ટૂંકમાં ગદ્યમાં સમજાવ્યા પછી સીધું દૃષ્ટાંત આવ્યું છે. પહેલાંની છ ભાવનાની જેમ પદ્યપંક્તિ કે તેને વિશેષાર્થ અહી તેમજ આ પછીની ભાવનામાં આપેલ નથી, એ જ રીતે પ્રમાણશિક્ષા પણ આપેલ નથી. આમ ભાવનાની સમજૂતીમાં એક એક વસ્તુ ઓછી થતી જાય છે. એ રીતે જોતાં ભાવના ટૂંકમાં પૂર્ણ કરી છે તેમ કહેવું જોઈએ. પુંડરીક અને કુંડરીક નામના બે ભાઈઓ પુંડરિકિશું નગરીમાં રાજ્ય કરતા હતા. કેઈ મુનિના બેધથી વૈરાગ્ય ઉત્પન્ન થતાં કુંડરીકે પુંડરીકને રાજ્ય સેંપી દીક્ષા લીધી. થોડાં વર્ષો પછી સંયમને કંટાળે આવતાં કુંડરીકે નગરમાં પાછા આવી પોતાનું રાજ્ય પાછું માગ્યું. પુંડરીકે સાચે રસ્તે ચાલવા બોધ આપ્યો, પણ કુંડરીકે તે ન સમજતાં પિતાની માગણી ચાલુ રાખી. તેથી કુંડરીકને રાજ્ય સેપી પુંડરીક મુનિવ ગ્રહણ કરી, ગુરુ પાસે ગયે. કુંડરીક પછીથી ખૂબ અનાચાર કરી, અંતમાં ખૂબ ત્રાસ પામી નરકમાં ગયો. અહીં સુધીની કથા શ્રીમદ્ આશ્રવભાવનાના દષ્ટાંતરૂપે આપી છે. તે પછીની કથા સંવરભાવનાના દૃષ્ટાંત તરીકે અપાઈ છે. કુંડરીકે પોતામાં પાપને પ્રવેશ કરવા દીધો તે તે ખૂબ દુઃખ પામ્યો, તે વિશેનો બોધ અહીં અપાયો છે. અહીં પુષિકા ખૂબ ટૂંકી, “ઈતિ સપ્તમ ચિત્રે આશ્રવભાવના સમાપ્ત ” એટલી જ આપી છે. આ કથા આપણને “જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર”ના પ્રથમ સ્કંધના ૧૯મા “પુંડરિયણાય” પ્રકરણમાં જોવા મળે છે. એ પ્રકરણને આ સીધો અનુવાદ નથી, પરંતુ તેમાં આપેલા પ્રસંગે અનુસાર આ કથા રચાઈ છે. તેમાં એક નાનો ફેર જોવા મળે છે ? ૪૮. પાપને પ્રવેશ કરવાનાં ૫૭ સ્થાનકે શાસ્ત્રમાં આ પ્રમાણે બતાવ્યાં છે – ૧૨ અવિરતિ :-શ્રાવકનાં બાર વત; અહિંસા, સત્યનું પાલન, અદત્તાદાન ન લેવું, પરનારીત્યાગ, નીતિથી ધન મેળવવું, દિશાની મર્યાદા રાખવી, ભોગપભોગ વિરમણ, અનર્થદંડ ત્યાગ, સામાયિક, દશાવકાશિક, પૌષધ ઉપવાસ કરવા તથા અતિથિસંવિભાગ એટલે ભોજનવેળા સુપાત્ર મુનિને આહારદાન કરવું; એ જેનામાં ન હોય તે બાર પ્રકારની અવિરતિ છે. ૧૬ કપાય:- ક્રોધ, માન, માયા, તથા લેભ એ ચાર કષાયના અનંતાનુબંધી અપ્રત્યાખાની, પ્રત્યાખાની અને સંવલન એમ ચાર ચાર વિભાગ. ૯ ષાય:- હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, જુગુપસા, પુરુષ વેદ, સ્ત્રી વેદ, તથા નપુંસક વિદ. ૧૫ ગ:- સત્ય મને યોગ, મૃપા મને યોગ, સમૃપા મનોગ, અસત્યથા મનોયોગ, સત્ય વચનગ, મૃષા વચનોગ, સત્યમૃષા વચનોગ, અસત્યસૃપા વચનોગ, વૈક્રિય કાયયોગ, આહારિક કાયયોગ, દારિક કાગ, ક્રિય મિશ્ર કાયયોગ, આહારિક મિથ કાયયોગ, દારિક મિશ્ર કાયયોગ, કામણ કાયયોગ. ૫ પ્રકારનાં મિથ્યાત્વ:- અભિગ્રહિક મિથ્યાત્વ, અનાભિગ્રહિક મિથ્યાત્વ, અભિનિવેસિક મિથ્યાત્વ, સાંશયિક મિથ્યાત્વ, અને અનાગિક મિથ્યાત્વ. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૨. ભાવનાબધ ૧૪૯ “ જ્ઞાતાધર્મ કથાંગ ”માં કુંડરીક રાજ્યમાં આવ્યા પછી અતિ આહારને લીધે રાગના ભાગ થાય છે, અહી રોગ ઉત્પન્ન થતાં કટાળીને રાજ્ય માણવા આવે છે, અને અતિ આહારથી તેની રાગવૃદ્ધિ થાય છે, તેમ બતાવાયુ છે સવરભાવના આગળ જણાવેલાં ૫૭ સ્થાનકેાથી પાપને પ્રવેશતાં રાકવાં તે સવરભાવના. આ ભાવનાની સમજૂતીમાં પણ પદ્યપ ́ક્તિ, વિશેષા, પ્રમાણુશિક્ષા એમાંનું કશું નથી. પરંતુ તે ભાવના સમજાવતાં બે દાંતા કર્તાએ આપ્યાં છે. પ્રથમ તેમણે આશ્રવભાવનાનું અપૂર્ણ રહેલું દૃષ્ટાંત સ`વરભાવના વિશે આપ્યુ છે. કુંડરીકને રાજ્ય સાંપી તેના સાધુવેશ ધારણ કરી પુંડરીક ગુરુને મળ્યા પછી જ અન્નપાણી ગ્રહણ કરવાં એવા નિશ્ચય કરી રાજ્ય છેાડી ચાલી નીકળે છે. માર્ગમાં આવતાં અનેક સંકટો ધીરજથી સહી, ખધામાં તે સમતાભાવે રહે છે, પરિણામે તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં, ૩૩ સાગરનું આયુષ્ય બાંધી ઉચ્ચ દેવ રૂપે ઊપજે છે, આમ સયમ દ્વારા પાપને આવતાં રોકવાથી પુડરીક ઉચ્ચ સ્થિતિને પામે છે, એ ખતાવતું ચિત્ર અહીં' અપાયુ છે. આ ભાવનાના બીજા દૃષ્ટાંત રૂપે વાસ્વામીની કથા તેમણે આપી છે. કંચનકામિનીના ત્યાગી વાસ્વામી ઉપર એક શ્રેણિકન્યા મુગ્ધ થઈ. તે રુકમિણી પાતાની અઢળક સપત્તિ સાથે તેમની પાસે આવી અને અનેક પ્રકારના હાવભાવથી તથા ભેાગનાં સુખ અનેક પ્રકારે વવી, તથા ખીજા પણ કેટલાયે ઉપાયા દ્વારા મુનિને ભાગ ભાગવવા માટે સમજાવવા એણે પ્રયત્ન કર્યા. તેના બધા જ પ્રયત્ના નિષ્ફળ ગયા, અને મુનિ પેાતાના સયમમાંથી લેશ પણ ચળ્યા નહિ. અંતે થાકી, મુનિની દૃઢતાથી બેાધ પામી, રુક્રમણી પણ પેાતાની લક્ષ્મી શુભ ક્ષેત્રે વાપરી, સ`વરભાવના ગ્રહણ કરી સાધ્વી થઈ. પરિણામે પેાતાના આત્માનું તેણે કહ્યાણ કર્યું.. વસ્વામી પાપના મા ને બંધ કરીને બેઠા હતા તેથી તેને રુમિણીના રૂપની અસર ન થઈ, અને દુઃખ તેમની પાસે આવી શકયુ* નહીં. ચરિત્ર” માં મળે છે. તેમાં પહેલેા પ્રમ ધ વસ્વામીની કથા આપણને પ્રભાચંદ્રસૂરિના પ્રભાવક પ્રભાચંદ્રસૂરિએ ખાવીસ પ્રભાવક મુનિ વિષે પ્રમા લખ્યા છે. વજીસ્વામી વિષે છે. તેમાં વસ્વામીના આપેલા વૃત્તાંતમાં ઉપરના પ્રસંગ જોવા મળે છે. આ ઉપરાંત આ કથા હરિભદ્રાચાય કૃત આવશ્યક નિયુક્તિ ”ની ગાથા ૭૬૩ થી ૭૭૩ ઉપર જિનદાસ ગણમહત્તરે રચેલ ચૂર્ણિમાં મળે છે. શ્રીમદ્ મૂળ કથામાંથી સાર ગ્રહણ કરીને પોતાની રીતે આ પ્રસ`ગ આપ્યા છે. 66 શ્રીમદ્ અહીં પણ “ ઇતિ અષ્ટમ ચિત્રે સંવરભાવના સમાપ્ત ’ એમ સંક્ષેપમાં પુષ્પિકા આપી છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ નિજાભાવના જ્ઞાનસહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે. એમ ચિંતવવું તે નવમી નિર્જ રાભાવના. બાર જાતના તપથી કર્મસમૂહને બાળવો તે નિર્જરાભાવના. દઢપ્રહારીએ કાર્યોત્સર્ગથી કઈ રીતે કર્મની નિર્જરા કરી હતી તે બતાવતું દૃષ્ટાંત શ્રીમ આપ્યું છે. દઢપ્રહારી બ્રાહ્મણપુત્ર હતું, પણ વ્યસની હેવાને લીધે તે ચેરમંડળમાં ભળે, અને તેના મવડીને માનીતે થઈ ગયો. તે ચેરે સાથે અનેક રીતે લૂંટફાટ અને ચેરી કરતે. તે એ બધામાં પાવરધો હવાથી દઢપ્રહારી કહેવાયો. તેણે ઘણાનાં પ્રાણ લીધા હતા. એક વખત તેણે આખા બ્રાહ્મણ કુટુંબને માર્યા પછી તેની ગર્ભિણી ગાયને પણ મારી. તે ગાય મરતાં તેના પેટમાંથી નીકળી પડેલું વાછરડું ખૂબ તરફડવા લાગ્યું. તે જોઈ દઢપ્રહારીને ખૂબ પશ્ચાત્તાપ થવા લાગ્યો. અને કરેલાં પાપથી છુટકારો મેળવવા તે સાધુ થઈ તે જ ગામની ભાગોળે કાયોત્સર્ગમાં રહ્યો. તે મુનિને લોકોએ દોઢ માસ સુધી ખૂબ હેરાન કર્યા, તે પણ તેઓ અચળ ક્ષમાવત રહ્યા. લેકેને ઉપદ્રવ શાંત થતાં તેઓ બીજી ભાગોળે, પછી ત્રીજી ભાગેછે, એમ ચારે બાજુ ફર્યા. અને દરેક વખતે લોકોના ત્રાસ સામે પૂર્ણ ક્ષમા રાખી કાર્યોત્સર્ગથી ચળ્યા નહિ. આમ અનંત કર્મસમૂહને બાળી તેઓ મોક્ષ પામ્યા. આ ભાવનાની સમજૂતીમાં નિર્જરા શું છે તે સમજાવ્યા પછી તેનું દષ્ટાંત આપ્યું છે. અહીં તેમણે આરંભની પદ્યપંક્તિઓ, વિશેષાર્થ, પ્રમાણુશિક્ષા તથા પુપિકા આપેલ નથી. આ કથા આપણને “આવશ્યક નિર્યુક્તિ”ની ૫રમી ગાથાની ટેકામાં મળે છે. તદુપરાંત તે કથા “ઉપદેશપ્રસાદ”માં પણ જોવા મળે છે. લકસ્વરૂપભાવના શ્રીમદે બધી ભાવનાઓમાં સૌથી ટૂંકાણમાં આપી હોય તો તે લકસ્વરૂપભાવના છે. જગતનું સ્વરૂપ કેવું છે, તેમાં શું શું આવેલું છે, તે ટૂંકાણમાં આપીને ભાવના પૂર્ણ કરી છે. સૌ નીચે સાત નરક, તેની ઉપર વ્યંતર જાતિના તથા ભુવનપતિ દેવ, તે ઉપર પૃથ્વી, પૃથ્વીથી ઊંચે બાર દેવલોક, તેની ઉપર નવ વેયક અને પાંચ અનુત્તર વિમાન છે, અને સૌથી ઉપર જ્યાં સિદ્ધ જી બિરાજે છે તે સિદ્ધશિલા છે. આ ભાવના જીવને વૈરાગ્ય માટે બહુ ઉપાગી નહિ થાય એમ લાગવાથી કદાચ બહુ ટૂંકમાં આપી હોય એવું અનુમાન થઈ શકે છે. વળી, બાકીની બીજી બે “ધર્મદુર્લભભાવના” અને “બધિદુર્લભભાવના” વિશે અહીં કશું જ અપાયું નથી. અંતમાં દસે ભાવના પૂરી થયા પછી મુક્તિ કોણ મેળવી શકે તે બતાવતી બે પંક્તિઓ આપવામાં આવી છે કે – Page #170 -------------------------------------------------------------------------- ________________ ૨. ભાવનાબાધ cc આ સૉંસારના દુઃખથી નિવવા માટે શું સાધન છે, તે ટ્રેકમાં સારી રીતે અહીં સમજાવ્યું છે અને “ ભાવનાધ” પૂર્ણ કર્યું છે. જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પા૨.૪૯ આ આખું પુસ્તક વાંચતાં આપણા પર શ્રીમના વૈરાગ્યના વિચારોની છાપ પડે છે. તેમાં પાને પાને વૈરાગ્ય રસ ઝરતા જોઈ શકાય છે. દરેક ભાવનાના ચિત્રમાંથી એક જ વસ્તુ નજરે તરે છે, તે છે સ`સાર તરની અરુચિ. સ*સાર અનેક દુઃખનું કારણ છે, તેને કારણે જ જીવ શાંતિ પામી શકતા નથી, તેવા ભાવ આપણે પ્રસ્તાવનાથી શરૂ કરી અંત સુધી પથરાયેલા જોઈ શકીએ છીએ. એ પરથી સેાળ વર્ષની નાની વયે તેમનામાં પ્રવર્તતા અદ્ભુત વૈરાગ્યના ખ્યાલ આપણને આવે છે. પેાતાની ડાયરીમાં લખેલા એક અંગત કાવ્યમાં આ વૈરાગ્ય વિષે તેમણે લખ્યુ છે કે ઃ— એગણીસસે ને બેતાલીસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે.”૫૦ << જો તેમને સ*સાર પ્રત્યે આવા વૈરાગ્ય વર્તતા ન હાત તા તેમને આ વિષય પર લખવાનું સૂઝ્યું જ ન હોત. અને તેમાં પણ તેને અનુરૂપ દૃષ્ટાંત આપી તે પરથી એ જાતના આધ રચ્ચે જ ન હોત. તે વખતે તેમનુ વાંચન પણ વૈરાગ્ય લાવે તેવાં પુસ્તકાનું જ હશે, તેના ખ્યાલ તેમણે લીધેલાં જુદાં જુદાં પુસ્તકાનાં દૃષ્ટાંતા પરથી આવે છે. તેમણે “ ઉત્તરાધ્યયન સૂત્ર”, “ ત્રિષશિલાકાપુરુષચરત્ર”, “ જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ”, ચરિત્ર” વગેરે પુસ્તકામાંથી કથાઓ લીધેલી જણાય છે. << પ્રભાવક . વળી “ ભાવનાબાધ” લખવાની તેમની શૈલી પણ ધ્યાન ખેંચે તેવી છે. એમાં શ્રીમદ્રે મુખ્ય વસ્તુ દૃષ્ટાંત દ્વારા જ રજૂ કરી છે, અને પછીથી ઘેાડા બાધ આપ્યા છે. આથી કથાસિક જીવા પણ સાચી વસ્તુ સમજી શકે તેવા સરળ ઉપાય તેમણે લીધેા છે. શાસ્ત્રો ન વાંચી શકે તેવા જીવા પણ આવાં પુસ્તકે વાંચી સાચી વાત સમજી શકે એ રસ્તા સ્વીકારીને અનેક જીવા પર ઉપકાર કરવાનું કામ શ્રીમદ્ કર્યું' છે. ૧૫૧ આ રીતે જોતાં ૮ ભાવનાબાધ ” એ સામાન્ય જીવા માટે ખૂબ ઉપયાગી પુસ્તક છે. તેમાં કથારસ તથા કાવ્યરસ મળવાની સાથે જ્ઞાન પણ મળે છે, એ માટે લાભ છે. ૪૯. શ્રીમદ્ રાજચંદ્ર ૫૦. એજન, પૃ. ૮૦૧, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૬. Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચદ્રના તેરથી સેાળ વર્ષની ઉ*મરના ગાળા ધમથનના હતા. તે સમયમાં તેમણે અનેક ધર્મ-ગ્રંથોનુ અવલેાકન કર્યું" હતું. પેાતાને મળેલા આ ધર્માનુભવના લાભ ખીજા અનેક જીવાને પણ મળે તેવી તેમની ભાવના હતી. તેથી તે ભાવનાને અનુકૂળ ગ્રંથ રચવાની તેમને ઈચ્છા થઈ હતી. પ્રકરણ ૩ મેાક્ષમાળા પેાતાના ધર્માનુભવને ગ્રંથસ્થ કરવાની સૂચના૧ તેમને તેમના કાકાસસરા તેમજ વેપારકા ના ભાગીદાર શ્રી રેવાશકર જગજીવન તરફથી તથા અન્ય પરિચિત વ્યક્તિએ તરફથી પણ થઈ હતી. આથી બાળકથી વૃદ્ધ સુધીના સર્વાંને ઉપયાગી થાય તેવા ગ્રંથ રચવાની ભાવના દૃઢ બનતાં તેમણે “માક્ષસુમેધ” નામને પદ્યગ્રંથ રચવાની શરૂઆત વિ. સં. ૧૯૪૦ પહેલાં કરી હતી. તેમાં પ્રથમ શતકની પહેલી કડીમાં તેમણે લખ્યુ છે કે : આમ “માક્ષસુબાધ ”ની શરૂઆતમાં તેની રચના કરવાના હેતુ જણાવ્યા પછી આદિપ્રભુ શ્રી ઋષભદેવને વંદન કર્યુ છે. તે પછી પ્રભુના ગુણ વધુ વતી પ્રભુપ્રાર્થના છે. આ રીતે શતકની કુલ ૨૦ કડીએ આજે ઉપલબ્ધ છે; તે પછીથી આ ગ્રંથ અપૂર્ણ રહેલ છે. આ શતકની ભાષા સામાન્ય જનને સમજવામાં કઠણ લાગશે તેવા શ્રીમના અભિપ્રાય થવાથી તેમણે તે શતક અપૂણૅ રાખ્યું હશે, એવુ' અનુમાન થાય છે, તે વિષે આજે વિશેષ માહિતી મળતી નથી. ગ્રંથારંભ પ્રસંગ રગ ભરવા, કાડે કરુ... કામના, ખાધુ ધર્મદ મ ભ હરવા, છે અન્યથા કામના, ભાખ’“ મેાક્ષસુબાધ ” ધર્મ ધનના, જોડે કથુ' કામના, એમાં તત્ત્વવિચાર સત્ત્વ સુખદા, પ્રેરેા પ્રભુ કામના. ”૨ “ મેાક્ષસુમધ ” પછી દષ્ટાંતરૂપે એય આપવાની રચના વિચારી “ મુનિસમાગમ ’ નામના ગદ્યલેખ લખવા તેમણે ચાલુ કર્યાં. આ લેખ પણ પેાતાના ધાર્ચો હેતુ સફળ નહિ કરે એમ લાગવાથી, તેને પણ શ્રીમદ્દે અપૂર્ણ છેાડયો. આ લેખમાં, વિકટ પરિસ્થિતિમાંથી મુક્ત થતાં એક રાજા જૈન ધર્મ તરફ કઈ રીતે વળે છે અને તે ધર્મના બાધ કઈ રીતે ગ્રહણ કરે છે, તે દૃષ્ટાંત દ્વારા બેાધ આપવાનુ` તેમણે વિચાર્યું હતુ. તે લેખના ઘેાડા ભાગ મળે છે.૩ 66 ૧. ગ્રંથરચના કરવાની પ્રથમ સૂર્યના શ્રી રેવાશંકરભાઈએ કરેલી તેની નોંધ શ્રી મનસુખભાઈ કીરતચંદ મહેતાએ “ મેાક્ષમાળા ’’ની પ્રસ્તાવનામાં લીધી હતી. જુએ “ શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા ”, પૃ. ૧૦૬. ૨. શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧, આંક ૧. ૩. એજન, પૃ. ૨૨. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૩ માસમાળા ૧૫૩ તે પછીથી તેમણે વિ. સ’. ૧૯૪૦માં બાલાવબેધરૂપ “મોક્ષમાળા ”ની રચના ૧૦૮ શિક્ષાપાઠમાં કરી. આ રચના તેમના પેાતાના જણાવ્યા પ્રમાણે સેાળ વર્ષ અને પાંચ માસની ઉંમરે માત્ર ત્રણ દિવસમાં કરી હતી. તે રચના આટલા ઓછા સમયમાં પૂરી કરવા માટેનુ એક નિમિત્ત, વવાણિયાના શેઠે દલીચંદભાઈ ત્રજલાલભાઈના જણાવ્યા પ્રમાણે નીચે મુજબનું હતું :-4 શ્રીમની ખ્યાતિ સાંભળીને સ્થાનકવાસી સંપ્રદાયનાં ત્રણ મહાસતીજી તેમને મળવા કચ્છથી વવાણિયા આવ્યાં હતા. મહાસતીજીએ શ્રીમદ્ને મળવા માટે એક સદેશા ફાઈ શ્રાવક દ્વારા તેમને ઘેર પહેાંચાડયો. શ્રીમદ્ મહાસત્તીજીને મળવા ઉપાશ્રયે ગયા. ત્યાં તેમની સામે તેએ નીચે બેઠા. મહાસતીજી પાસે જે ધર્મ વાર્તા શ્રીમદ્દે કરી તેનાથી તે ખૂબ પ્રસન્ન થયાં. અને શ્રીમદ્ માટે ખૂબ માન ઉત્પન્ન થતાં તેઓ પાટ ઉપરથી ઊતરી તેમની સામે નીચે બેઠાં. પછી મહાસતીજીએ તેમને જણાવ્યુ કે, “ અમે દીક્ષા તા લીધી છે, પણ અમને જૈનનાં અર્ધું માગધી ભાષામાં લખાયેલાં સૂત્રેા સમજાતાં નથી, કારણ કે અમને માત્ર ગુજરાતી જ આવડે છે. સામાયિક કે પ્રતિક્રમણના પાઠ પણ બરાબર સમજાતા નથી, તે અમને જ્ઞાન મળી શકે એવા કઈક ઉપાય તમે કરેા.” શ્રીમદ્દે કઈક લખી આપવાનું તેમને વચન આપ્યું. મહાસતીજી લાંબે સમય ત્યાં રહેવાનાં ન હતાં. તેથી પછીના ત્રણ દિવસમાં શ્રીમદ્ “ મેાક્ષમાળા ”ના ૧૦૮ પાઠે રચ્યા હતા અને તેમને સમજાવ્યા હતા. આમ શાસ્ત્રાભ્યાસ ન કરી શકે તેવાંના કલ્યાણ અર્થે વિ. સ’. ૧૯૪૦માં “ મેાક્ષમાળા ”ની રચના થઈ. બધાંને તે ઉપયેગી થાય તે હેતુથી “માક્ષમાળા' છપાવવાની જરૂર હતી, પણ આર્થિક નબળી સ્થિતિને કારણે જોઈતાં નાણાંના અભાવ હતા, અને તેટલાં નાણાં બહારથી મેળવતાં મુશ્કેલી નડે તે સ્વાભાવિક હતું. << એ અરસામાં શ્રીમની અવધાનશક્તિની ખ્યાતિ ઠીક ઠીક થઈ હતી. તેથી ઠેકાણે ઠેકાણે જાહેરાત કરી, “માક્ષમાળા” માટે અગાઉથી ગ્રાહકા નાંધી જોઈતા પૈસા એકઠા કર્યા. કેટલીક વ્યક્તિઓએ બીજી રીતે પણ મદદ કરી હતી, તે શ્રીમદ્દે લખેલા “મેક્ષમાળા ”ના “ અણુપત્ર ” તેમ જ આશ્રયપત્ર ”૬ પરથી જાણી શકાય છે. પૈસાની સગવડ કર્યા પછી વિ. સં. ૧૯૪૩માં અમદાવાદના એક પ્રેસમાં “માક્ષમાળા” પુસ્તક છાપવા આપ્યું. લગભગ ૨૦૦ પાનાંના આ પુસ્તકને છપાઈને તૈયાર થતાં વિલંબ થાય એમ હતું, તેથી અગાઉથી નોંધાયેલા ગ્રાહકોની ઉત્સુકતા પૂરી કરવા શ્રીમદ્રે તે જ વર્ષમાં “ ભાવનાધ ” ૨૦ ૪. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૬૯. ૫. “ શ્રીમદ્ રાજચંદ્ર : અશતાબ્દી સ્મારકગ્રંથ ', પૃ. ૫૭. ' ૬. શ્રીમદ્ રાજચંદ્ર ”, આવૃત્તિ પ, ખંડ ૬, પૃ. ૪૬, . Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રીમદની જીવનસિદ્ધિ રચી, છપાવીને તે પુસ્તક ગ્રાહકોને ભેટ આપ્યું. તે પછી વિ. સં. ૧૯૪૪ના અષાડ માસમાં “મોક્ષમાળા” પુસ્તક છપાઈને વાચકો પાસે પહોંચ્યું. - શ્રીમદ્ “મોક્ષમાળા”ની શરૂઆતમાં “શિક્ષણ પદ્ધતિ અને મુખમુદ્રા” આપેલ છે, જે ટૂંકી પ્રસ્તાવનાની ગરજ સારે છે. તેમાં તેઓએ “મોક્ષમાળા” રચવાને હેતુ, તેની ઉપયોગિતા વગેરે વિશે લખ્યું છે. આ ગ્રંથ સમજવાની ચાવી બતાવતાં તેઓ તેમાં લખે છે કે – એક પાઠ વાંચી ગયા પછી અર્ધ ઘડી તે પર વિચાર કરી અંત:કરણને પૂછવું કે “શું તાત્પર્ય મળ્યું ?' તે તાત્પર્યમાંથી હેય, રેય અને ઉપાદેય શું છે? એમ કરવાથી આ ગ્રંથ સમજી શકાશે, હૃદય કેમળ થશે, વિચારશક્તિ ખીલશે અને જૈન તત્વ પર રૂડી શ્રદ્ધા થશે.” કઈ પણ સારું પુસ્તક સમજવા માટે આ અગત્યની ચાવી જણાશે. “મેક્ષમાળા” પુસ્તક બાલાવબોધરૂપ લખાયેલું છે, એટલે કે નાના બાળકને તથા જ્ઞાનદશામાં બાળક જેવાંઓને સુગમ લાગે તેવી આ રચના છે. આ જાતની રચના કરવાને હેતુ તેમણે “શિક્ષણ પદ્ધતિ અને મુખમુદ્રા”માં જણાવ્યું છે કે – આ પુસ્તક પ્રસિદ્ધ કરવાને મુખ્ય હેતુ ઊછરતા બાળયુવાને અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે અટકાવવાને પણ છે.”૯ આ પુસ્તક બાળકોને પણ સમજાય તેવું રચ્યું છે તેથી – - “સ્વભાષા સંબંધી જેને સારું જ્ઞાન છે, અને નવ તત્વ તેમજ સામાન્ય પ્રકરણ ગ્રંથ જે સમજી શકે છે તેવાઓને આ ગ્રંથ વિશેષ બોધદાયક થશે.”૧૦ મોક્ષમાળા”ના બાલાવબોધ ભાગની રચના પછી “પ્રજ્ઞાવધ” અને “વિવેચન” એમ બીજા બે ભાગ રચવાની શ્રીમદ્દની ઈચ્છા હતી, પણ તે પાર પાડી શકી નહિ. માત્ર ૭. આ પછી વિ. સં. ૧૯૫૬-૫૭માં “મોક્ષમાળા”ની બીજી આવૃત્તિ છપાવી શરૂ થઈ હતી. પણ તે શ્રીમદ્દની હયાતિ બાદ, બહાર પડી, એટલે કે વિ. સં. ૧૯૫૮માં. તે પછી મનસુખભાઈ કી. મહેતા તરફથી સંપાદિત થયેલી “મોક્ષમાળા”ની ત્રીજી આવૃત્તિ વિ. સં. ૧૯૬૨માં પ્રગટ થઈ. તે પછી તો વારંવાર જુદી જુદી સંસ્થાઓ તરફથી “મોક્ષમાળા” પ્રગટ થતી રહી છે. બાળબોધમાં પણ એની આઠેક આવૃત્તિ થઈ છે. એક આવૃત્તિ ગાંધીજીના લખાણ સાથે પણ પ્રગટ થયેલ. આ બધી સંસ્થાઓમાં પરમથુત પ્રભાવક મંડળ, મુંબઈ: શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, અગાસ; શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ, વડવા; ઊંઝા ફાર્મસી, ઝા; સસ્તું સાહિત્ય વગેરે મુખ્ય છે. ૮, ૯, ૧૦. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૮. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૩. મોક્ષ માળ, ૧૫૫ તેમાંથી “પ્રજ્ઞાવબોધ” ભાગનું સાંકળિયું તૈયાર કરી તેમણે શ્રી મનસુખભાઈ કી. મહેતાને લખાવ્યું હતું. પછીથી તેઓ “પ્રજ્ઞાવબોધ”ની રચના કરી શક્યા ન હતા.૧૨ “બહુ ઊંડા ઊતરતાં આ મેક્ષમાળા મોક્ષનાં કારણરૂપ થઈ પડશે! મધ્યસ્થતાથી એમાં તત્ત્વજ્ઞાન અને શીલ બેધવાને ઉદ્દેશ છે.”૧૩ શ્રીમદે ૧૭મે વર્ષે આપેલો “મોક્ષમાળા” વિશેને આ અભિપ્રાય તેમની ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થામાં પણ બદલાયો ન હતો, તે આ કૃતિનું મહત્ત્વ બતાવે છે. વિ. સં. ૧૫૫ના ચિત્ર વદમાં તેમણે શ્રી મનસુખભાઈને આ કૃતિ વિશે જણાવ્યું હતુ કે – જન માગને યથાર્થ સમજાવવાનો તેમાં પ્રયાસ કર્યો છે. જિક્ત માર્ગથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગ માર્ગ પર આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં રોપાય, તેવા હેતુએ બાલાવબોધરૂપ યોજના કરી છે. ”૧૪ આ વચને પરથી સમજાય છે કે “મોક્ષમાળા”નું તેમને મન કેટલું મહત્વ હતું ! આ જ પ્રકારને અભિપ્રાય તેમણે શ્રી જૂઠાભાઈને વિ. સં. ૧૯૪૫ ના અષાડ માસમાં લખી જણાવ્યું હતું કે – મહાસતીજી મોક્ષમાળા શ્રવણ કરે છે, તે બહુ સુખ અને લાભદાયક છે. તેઓને મારી વતી વિનંતી કરશે કે એ પુસ્તકને યથાર્થ શ્રવણ કરે, મનન કરે. જિનેશ્વરના સુંદર માર્ગથી એમાં એક વચન વિશેષ નાંખવા પ્રયત્ન કર્યું નથી. જેમ અનુભવમાં આવ્યું અને કાળભેદ જો તેમ મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યું છે.૧૫ ૧૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૫૫. ૧૨. તે સાંકળિયાને આધારે ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતાએ ગદ્યમાં અને બ્રહ્મચારી ગોવનદાસજીએ પદ્યમાં “ પ્રજ્ઞાબોધ મોક્ષમાળા”ની રચના કરી છે, આથી “પ્રજ્ઞાબોધ આર . * સરાજભાવે ભાગ ભિન્ન છે તે કોઈ કરશે એવી પાછળથી શ્રી પગ ભિન્ન છે તે કઈ કરશે” એવી પાછળથી શ્રીમદ્દે વ્યક્ત કરેલી ભાવના સફળ થઈ ગણાય. જુઓ, “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૬૪. “મોક્ષમાળા”ના “વિવેચન” ભાગ વિશે કોઈ માહિતી મળતી નથી. પ્રજ્ઞાબેધ – લે. ડો. ભગવાનદાસ મ. મહેતા, લે. કંચનબહેન ભ. મહેતા, પ. ચોપાટી રેડ, (મોક્ષમાળા) મુંબઈ ૪૦૦૦૦૭. પ્રજ્ઞાવબોધ – લે. બ્રહ્મચારી ગોવર્ધનદાસજી, પ્ર. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ, વાયા (મોક્ષમાળા) આણંદ. ૧૩. “શ્રીમદ્ રાજચં”, અગર આવૃત્તિ ૧, પૃ. ૫૮. ૧૪. એજન, પૃ. ૬૬૭. ૧૫. એજન, પૃ. ૧૯૩, Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રીમદની જીવનસિદ્ધિ આમ આપણે જોઈ શકીશું કે શ્રીમનો પોતાને પણ “મોક્ષમાળા” બાબત ઘણે ઊંચો અભિપ્રાય હતે. તેમાં તેમણે જૈન દર્શનમાં બતાવેલે મોક્ષ મેળવવાને માર્ગ, આબાલવૃદ્ધ સર્વ કેઈન સમજાય તે રીતે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. “મોક્ષમાળા”માં સૌ પહેલાં તેમણે “વાંચનારને ભલામણ” નામના આ પુસ્તક વાંચવાની રીત બતાવતા પાઠ રચ્યો છે. આ પાઠની શરૂઆત પુસ્તક પોતે જ બોલતું હોય, પિતાના વિશે કંઈક જણાવતું હોય તેવા પ્રકારની રચના દ્વારા થઈ છે. તેમાં કેવાં પુસ્તક વાંચવાં, કઈ રીતે વાંચવાં, તે વિષેનાં કેટલાંક મંતવ્ય શ્રીમદ્ રજૂ કર્યા છે. નઠારાં પુસ્તકે વાંચવાથી ખરાબ સંસ્કાર આવે છે તેથી આ લાકમાં અપકીતિ થાય છે, તેમજ પરલોકમાં હલકી ગતિ થાય છે. સારાં પુસ્તકો વાંચવાથી જ્ઞાન, ધ્યાન, નીતિ,વિવેક વગેરે ગુણે ખીલે છે, અને આત્માને શાંતિ મળતાં બંને લોકમાં સુખ મળે છે. આ પ્રકારનો સર્વને માન્ય થાય તે સારાં પુસ્તકે વાંચવાને બોધ શ્રીમદ્દ પહેલા પાઠમાં આપે છે. આ ઉપરાંત નમ્રતાપૂર્વક મોક્ષમાળા”ને સારા પુસ્તક તરીકે ગણાવી, આ ભવ તથા પરભવમાં શ્રેયસ્કર થાય તેવા “િમોક્ષમાળા: પુસ્તકને વિવેકથી ઉપયોગ કરવાનું શ્રીમદ્દે જણાવ્યું છે. આમ સામાન્ય કથન કરતા પ્રથમ પાઠ રચ્યા પછી શ્રીમદ્દ મેક્ષમાર્ગને ઉપદેશ કરતા બીજા ૧૦૭ પાઠની રચના કરે છે. જપમાળાના ૧૦૮ પારાની માફક શ્રીમદે અહીં ૧૦૮ મણકા૩૫ પાઠની રચના કરી છે, તે ખૂબ સૂચક છે. જેમ જપમાળાના જાપ કરવાથી ખૂબ પુણ્ય થાય છે, તેમ આ પુસ્તકના ૧૦૮ પાઠનું વિચારપૂર્વક મનન કરવાથી અને તે પ્રત્યેક વસ્તુને અમલમાં મૂકવાથી મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થશે તેવી પિતાની દઢ શ્રદ્ધાનું સૂચન શ્રીમદ્દ કરતા હોય તેમ જણાશે. તેમણે દર્શાવેલી સર્વ વસ્તુઓ શ્રી તીર્થકર પ્રભુના ઉપદેશ અનુસાર જ છે, તેમ તેમણે અનેક ઠેકાણે કહ્યું છે. તેથી એ દૃષ્ટિએ “મોક્ષમાળા અને વિચાર કરવો વધુ યોગ્ય લાગશે શ્રી “તત્વાર્થસૂત્ર”નું વચન છે કે “સમ્યહનાનારિવાળિ મોજના” એટલે કે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્ર એ ત્રણેના આરાધનથી મોક્ષ મળે છે. આ ઉપરાંત અન્ય સૂત્ર તથા શાસ્ત્રોમાં પણ મોક્ષની પ્રાપ્તિ માટે એ જ માર્ગ બતાવાય છે. શ્રીમદ પણ અહીં એ ત્રણે તાની પ્રાપ્તિ તથા આરાધન કઈ રીતે થાય તેનું નિરૂપણ કર્યું છે. સમ્યગ્દર્શન એટલે કે આત્માનું સાચું સ્વરૂપ અનુભવવું. તે સ્વરૂપ પ્રાપ્તિનાં સાચાં સાધનો જેવાં કે સદંવ, સધર્મ, સગુરુ, જિનેશ્વરની ભક્તિ આદિ વિશેના પાંઠે તેમણે “મેક્ષમાળા”માં જ્યા છે. સમ્યજ્ઞાન પણ સમ્યગ્દર્શન જેવું જ અગત્યનું તત્ત્વ છે. સમ્યજ્ઞાન એટલે પિતાના તથા અન્યના સ્વરૂપ વિશેનું સાચું જ્ઞાન. તે જ્ઞાનની પ્રાપ્તિનાં સાધનરૂપ, અને સાચા ધર્મ કો? તેનાં લક્ષણે કયા તે વિશેનું જ્ઞાન આપતાં તવાવબેધ, જ્ઞાન સંબંધી બે બોલ, ધર્મધ્યાન આદિ પાઠ તેમણે યોજ્યા છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૩, મોક્ષમાળા સમ્યફચારિત્રના બંધ માટે બાર ભાવના, બ્રહ્મચર્ય, સત્સંગ, પરિગ્રહ સંકેચા, રાત્રિભોજન ત્યાગ, પ્રત્યાખ્યાન, સામાયિક, પ્રતિક્રમણ, પ્રમાદ, રાગ, માનાદિને ત્યાગ વગેરે વિષે પાઠ જાયા છે. આ બધા પાઠમાં જૈન ધર્મના મહત્વના સિદ્ધાંતનું નિરૂપણ થયેલું છે, સાથે સાથે ધાર્મિક ક્રિયાઓનું નિરૂપણ પણ થયેલું છે. અને એ બધાં અંગોને પુષ્ટિ આપે તેવાં “માનવદેહ”, “ઉત્તમ ગૃહસ્થ”, “ખરી મહત્તા”, “ધર્મના મતભેદ* આદિ પાંઠા તેમણે રચ્યા છે; વચ્ચે વચ્ચે પદ્યો પણ મૂક્યાં છે. આ સિદ્ધાંત અને ક્રિયાઓના નિરૂપણના સમર્થન માટે તેમણે શાસ્ત્રોમાંથી લીધેલી કથાઓને છૂટથી ઉપયોગ કર્યો છે. આમ મોક્ષમાર્ગને બંધ કરવા તેમણે તેમાં જરૂરી ત્રણે અંગે વિવિધ રીતે સમજાવ્યાં છે. સમ્યગ્દશન આત્માને પોતાના સ્વરૂપનું ભાન નથી, તેથી તે અનાદિકાળથી જન્મમરણ કરતે કરતો ભટક્યા કરે છે. તેને પોતાના સ્વરૂપનું સાચું દર્શન થાય તો તે સંસારનાં દુઃખથી છૂટવાને પુરુષાર્થ કરે, અને અંતમાં અવ્યાબાધ મોક્ષસુખને ભક્તા થાય તેમ શાસ્ત્રો જણાવે છે. સાચું દર્શન થયા વિના જીવ સાચે પુરુષાર્થ આદરી શકે નહિ, કારણ કે જે વસ્તુને તેને ખ્યાલ જ ન હોય તેની પ્રાપ્તિ માટેના પુરુષાર્થમાં તે વેગ કઈ રીતે લાવી શકે? આથી મોક્ષ મેળવવામાં સમ્યગ્દર્શન એ સૌથી અગત્યનું તથા પ્રથમ સાધન ગણાયું છે. આ સમ્યગ્દર્શન પામવા માટે જીવને કેઈ ને કેઈ નિમિત્તની જરૂર રહે છે જ. અને તેમાં સદૈવ, સધર્મ, સલ્લુરુ, સત્સંગ વગેરે મહત્વનાં સાધનો છે. તે સર્વને સમજાવતા પાઠની શ્રીમદ્ યોજના કરી છે. જીવની અનાથતા મટાડવા માટે, ત્રણ ત – સદૈવ, સધર્મ અને સલૂરુ - ની અગત્ય શ્રીમદ્ “ોક્ષમાળા”માં વિશેષ બતાવી છે. નિગ્રંથ આગમ”માં વર્ણવાયેલા “સદૈવ ”ના સ્વરૂપને શ્રીમદ્ “મેક્ષમાળા”ના આઠમા પાઠમાં ટૂંકાણમાં વર્ણવ્યું છે. આગમમાંથી લીધેલા સદૈવના કેટલાક ગુણને, જેમ કે કેવળદર્શનનું પ્રગટીકરણ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મેહનીય અને અંતરાય કર્મનો સંપૂર્ણ નાશ, દયા, શાંતિ, ક્ષમા અને નીરાગીત્વ, સંસારના વૈભવવિલાસની કિચિત પણ માયા નહિ, હાસ્ય, રતિ, કામ, રાગદ્વેષ આદિ અઢાર દૂષણોથી રહિતપણું વગેરેને સત્સંવના ગુણે તરીકે તેમણે ગણાવ્યા છે. અને તે સર્વ ગુણને ઉત્તમ સૂત્રો દ્વારા વિશેષપણે જાણવાની ભલામણ શ્રીમદે આ પાઠમાં કરી છે. તેઓ કોઈ ધર્મને નહિ પણ ગુણોને પ્રાધાન્ય આપે છે, તે અહીં જોઈ શકાશે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રીમની જીવનસિદ્ધિ નવમા પાઠમાં સધર્મ તત્ત્વ સમજાવતાં તેઓ લખે છે – અધોગતિમાં પડતા આત્માને ધરી રાખનાર જે વસ્તુ તેનું નામ ધર્મ કહેવાય છે.”૧૬ સરળ શબ્દોમાં સર્વને માન્ય થાય તેવી, તેમજ ગંભીર અર્થ સમાવતી ધર્મની વ્યાખ્યા શ્રીમદ્ અહીં આપી છે તે જોઈ શકાશે. આ ધર્મ અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરાવનાર કર્મની જાળથી આત્માને મુક્તિ અપાવે છે. સર્વજ્ઞ ભગવાને દર્શાવેલા ધર્મના અનંત ભેદોમાં બે મુખ્ય છેઃ વ્યવહારધર્મ અને નિશ્ચયધર્મ. વ્યવહારધર્મમાં મુખ્ય ધર્મ દયાનો છે. તેના દ્રવ્યદયા, ભાવદયા, સ્વદયા, પરદયા, સ્વરૂપયા, અનુબંધદયા, વ્યવહારદયા તથા નિશ્ચયદયા તેવા આઠ ભેદ છે. આ આઠ પ્રકારની દયાથી વ્યવહારધર્મ થાય છે. તે દરેક પ્રકાર શ્રીમદ્દ ટૂંકાણમાં સમજાવેલ છે. વ્યવહારયાના આ સ્વરૂપનું વર્ણન આપણને “સર્વમાન્યધર્મ ” નામના પદ્યપાઠમાં પણ જોવા મળે છે. નિશ્ચયધર્મ વ્યવહારધર્મથી પ્રકારમાં જુદો છે. હું આત્મા છું, સમસ્ત પર પદાર્થથી ભિન્ન છું, એમ જાણી પોતાની ઓળખ કરવી, પોતાના આત્મભાવમાં સ્થિર રહેવું તે નિશ્ચયધર્મ છે. આ બંને પ્રકારના ધર્મનું પાલન કરનાર જીવને અભય મળે છે. અહીં શ્રીમદે ધર્મતત્ત્વ સંક્ષેપમાં સમજાવ્યું છે. ધર્મ પાલનમાં તેમણે દયા પર સૌથી વિશેષ ભાર મૂક્યો છે. અહીં પણ કેઈ એક ધર્મને નહિ પણ અમુક આવશ્યક લક્ષણવાળા ધર્મને તેમણે સધર્મ કહ્યો છે, તે તેમની ધર્મ પ્રત્યેની નિષ્પક્ષતા સૂચવે છે. સદૈવ તથા સધર્મનાં લક્ષણે જાણ્યા પછી પણ તેમની ઓળખ કરવી તે જીવને માટે સહેલું નથી, કારણ કે તેના લક્ષણોની પરીક્ષા કરવા જેટલી પાત્રતા તેનામાં નથી હતી. તેથી તે બંનેની યથાર્થ ઓળખ કરાવે તેવા સલૂરુની ખૂબ આવશ્યકતા છે. તેમના ચીધેલા માર્ગે જવાથી જીવ પોતાનું કલ્યાણ કરી શકે છે. આ સદગુરુનાં લક્ષણે, આવશ્યકતા વગેરે શ્રીમદે ૧૦મા-૧૧માં એ બે પાઠમાં પિતા પુત્રના સંવાદ દ્વારા જણાવ્યાં છે. સાથે સાથે તેમણે ગુરુના પ્રકાર તથા તેનાથી થતાં હાનિલાભ પણ આ પાઠમાં દર્શાવ્યાં છે. જેમ વ્યવહારનીતિ જાણવા માટે સારા ગુરુ જોઈએ, નહિતર અનર્થ થાય છે, તે જ રીતે આ લોક તેમજ પરલોકના હિતનું સાધન બનનાર ધર્મગુરુ તે અવશ્ય સારા જોઈએ જ, કારણ કે તે વિના જીવનું સંસારનું પરિભ્રમણ ઘણું વધી જાય છે. આમ સગુરુની અગત્ય શ્રીમદે દસમા પાઠમાં બતાવી છે. ગુરુના ત્રણ પ્રકાર તથા તેનાં લક્ષણે શ્રીમદે ૧૧માં પાઠમાં આપ્યાં છે. કાઝસ્વરૂપ, કાગળસ્વરૂપ, અને પથ્થરસ્વરૂપ એમ ત્રણ પ્રકારના ગુરુએ બતાવ્યા છે. તેમાં કાષ્ઠસ્વરૂપ ગુરુને તેમણે ઉત્તમ કહ્યા છે, તે પોતે સંસારસમુદ્રને તરે છે, અને શિષ્યને પણ તારે છે. ૧૬. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૬૩. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૩. મેક્ષમાળા ૧૫૯ કાગળસ્વરૂપ ગુરુ મધ્યમ છે, તે સંસારસમુદ્ર તરીકે તારી નથી શકતા; પણ પુણ્ય ઉપાર્જન કરી શકે છે. પથ્થર સ્વરૂપ ગુરુ અધમ પ્રકારના છે, તે પોતે ડુબે છે અને બીજાને પણ ડુબાડે છે. જિનપ્રભુની આજ્ઞા પાળતા હોય, વિશુદ્ધ આહાર-પાણી લેતા હોય, ૨૨ પ્રકારના પરિષહ સહેતા હય, જિતેન્દ્રિય હોય વગેરે ગુણ ધરાવનાર ગુરુને જ ઉત્તમ ગણ્યા છે. આમ ધર્મ જેવા ગહન વિષયનાં ત્રણ અગત્યનાં અંગેની માહિતી શ્રીમદ્દે અહીં આપી છે. આ ઉપરાંત સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થાય તેવા એક વિષય ભક્તિ” વિશે તેમણે ત્રણ પાઠ “મોક્ષમાળા”માં ચાલ્યા છે. જિનેશ્વરની ભક્તિ” ભાગ ૧ તથા ભાગ ૨, અને “ભક્તિનો ઉપદેશ” એ નામે ૧૩, ૧૪, ૧૫ આંકના ત્રણ પાઠેમાં ભક્તિ કરવા યોગ્ય જીવના ગુણો તથા ભક્તિ કરવાથી થતા લાભ દર્શાવ્યા છે. જિનેશ્વરની ભક્તિ” વિશેના બે પાઠ “જિજ્ઞાસુ” તથા “સત્ય” વચ્ચેના સંવાદરૂપે જ્યા છે. પ્રથમ ભાગમાં એકાદ દુષણવાળી વ્યક્તિની પૂજા કરવી ન ઘટે તે “સત્ય”ને મુખે કહેવડાવ્યું છે. અને પછી સ્વશક્તિને પ્રકાશ કરવા કેની ભક્તિ કરવી તે જણાવતાં શ્રીમદે “સત્ય”ની પાસે કહેવડાવ્યું છે કે – શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ “અનંત સિદ્ધની ભક્તિથી, તેમજ સર્વ દૂષણરહિત, કર્મમલહીન, મુક્ત, નીરાગી, સકળ ભયરહિત, સર્વજ્ઞ, સર્વદશી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે.”૧૭ અહીં બતાવેલા ગુણોથી યુક્ત જિનેશ્વરને તેમણે પૂજવા યોગ્ય ગણ્યા છે. તેઓ જે કે બીજાનું દુઃખ દૂર કરતા નથી, કે કઈ પણ જાતનું ફળ આપતા નથી, તેમ છતાં તેમને પૂજવાથી લાભ થાય છે. આ લાભ “જિનેશ્વરની ભક્તિ”ના બીજા ભાગમાં શ્રીમદ્દ બતાવે છે કે, તેમના ગુણના તથા નામના સ્મરણથી તેમના ચારિત્રને, તેમની શક્તિને આપણને ખ્યાલ આવે છે, અને આપણે પણ તેમના જેવા ગુણે પ્રગટાવી શકીએ તેમ છીએ તે ભાન થતાં તે માટે પુરુષાર્થ કરવા પ્રેરાઈએ છીએ. પરિણામે કર્મનાં દળ તૂટે છે, અને મુક્તિ થાય છે. જિનેશ્વરને ભજવાથી સૌથી મોટે લાભ “ભવઅંત”નો થાય છે, તે તેમણે “ભક્તિને ઉપદેશ” નામના ૧૫મા પદ્યપાઠમાં બતાવ્યું છે. જિનેશ્વરની ભક્તિ કરવાથી આત્મા આનંદ પામે છે, સમાનભાવ આવે છે, રાગદ્વેષ ઘટે છે, મનના તા૫ મટે છે, અધોગતિજન્મ જાય છે વગેરે લાભ આ પાઠમાં શ્રીમદે બતાવ્યા છે. નરસિંહ મહેતા કે મીરાંબાઈ જેવી સર્વસમર્પણભાવવાળી શુદ્ધ ભક્તિ કરવાથી આત્મા જ્ઞાન પામે છે. તેવી શુદ્ધ ભક્તિ કરવા ઉપર શ્રીમદ્દે અહીં ખૂબ ભાર મૂક્યો છે. એ પરથી શ્રીમદને મન ભક્તિનું કેટલું મહત્વ હતું, તેને ખ્યાલ આવશે. આવી ભક્તિ સર્વગુણસંપન્ન વ્યક્તિની કરવાની છે, જેથી તેના જેવા ગુણ ભક્તમાં પણ ખીલે. અપૂર્ણ વ્યક્તિને ભજતાં તેના દોષ ભક્તમાં ૧૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૭. Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ પણ રહી જાય, ને તે શાશ્વત સુખ પામી ન શકે તે વાત શ્રીમદે સરળતાથી આ પાઠમાં સંવાદાદિ દ્વારા રજૂ કરી છે. સમ્યગ્દર્શન પામવામાં “સત્સંગ” એ પણ એવું જ બળવાન સાધન છે. તે તત્વ સમજાવવા શ્રીમદ્ “સત્સંગનામને લઘુનિબંધને ૨૪ પાઠ ચે છે. આ પાઠમાં સત્સંગને સામાન્ય અર્થ “ઉત્તમને સહવાસ” એ આપી, તેનાથી થતા લાભ બતાવ્યા છે. સંસારરોગ મટે તે તેને સૌથી મોટો લાભ છે, તે સમજાવવા શ્રીમદે કેટલીક વખત ઉપમાને પણ ઉપયોગ કર્યો છે. જેમ કે – મલિન વસ્ત્રને જેમ સાબુ તથા જલ સ્વચ્છ કરે છે તેમ આત્માની મલિનતાને શાસ્ત્રબંધ અને પુરુષોને સમાગમ શુદ્ધતા આપે છે.”૧૮ આવા કેટલાક લાભ સાથે કુસંગના ગેરલાભ પણ અહીં બતાવાયા છે. આમ આ પાઠમાં શ્રીમદ્ સત્સંગનાં તથા કુસંગનાં લક્ષણો તથા પરિણામ સ્પષ્ટતાથી બતાવ્યાં છે. સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય તેવાં કેટલાંક તત્ત્વોની વિચારણા શ્રીમદે અહીં સરળ ભાષામાં કરી છે. તે વિશે પ્રમાણમાં ઓછા, પણ વિશદ પાઠ જાયા છે. જે પ્રાપ્ત કરવામાં વિશેષ પુરુષાર્થની જરૂર પડે છે તે, સમ્યફજ્ઞાન અને સમ્યફચારિત્ર માટે વધારે પાઠે શ્રીમદે એજ્યા છે. સમ્યકજ્ઞાન આત્માને કર્મમુક્ત કરવામાં બીજું અગત્યનું તત્ત્વ તે સમ્યકજ્ઞાન. આત્મા, જડ આદિ તનું યથાર્થ જ્ઞાન તથા મોક્ષને માર્ગ જે જ્ઞાનથી પમાય તે સમ્યકજ્ઞાન. સમ્યકજ્ઞાન એટલે સાચું જ્ઞાન. સૃષ્ટિનું તથા આત્માનું યથાતથ્ય જ્ઞાન તેમાં થાય છે. તે જ્ઞાન થવામાં સહાયભૂત થાય તેવાં કેટલાંક તત્ત્વોની વિચારણું શ્રીમદ્ “મોક્ષમાળામાં કરી છે, તેને આપણે અહીં વિચારીએ. સાચું જ્ઞાન થવામાં સંસારનું સ્વરૂપ જાણવું આવશ્યક છે. સંસારની અસારતા બતાવવા શ્રીમદ્ “ચાર ગતિ” તથા “સંસારને ચાર ઉપમા” એ નામના ૧૮, ૧૯, ૨૦ એ ત્રણ પાઠ જ્યા છે. ચાર ગતિ” નામના ૧૮મા પાઠમાં, જીવ પોતાના કર્માનુસાર શાતા કે અશાતા ભગવતે-નરક,-દેવ,-તિર્યંચ અને મનુષ્ય એમ ચાર ગતિમાં ભમે છે તેનું આલેખન કરાયું છે. આ પાઠમાં ચારે ગતિમાં જીવને ભેગવવાં પડતાં દુઃખ સંક્ષેપમાં જણાવ્યાં છે. મનુષ્યગતિ દ્વારા જ જીવ મોક્ષ મેળવી શકે છે, માટે તે ગતિને શ્રેષ્ઠ ગણાવીને, એ ગતિમાં જન્મથી તે મરણ સુધીમાં ભેગવવાં પડતાં દુખેનું વર્ણન સહેજ વિસ્તારથી આપ્યું છે. ગર્ભકાળના દુઃખનું વર્ણન કરતાં શ્રીમદ્ આ પાઠમાં લખ્યું છે કે -- ૧૮. શ્રીમદ્ રાજચંદ”, અગાસ આવૃત્તિ , પૃ. ૭૫. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૩. સાક્ષમાળા “ એક તરુણ સુકુમારને રામે રામે લાલચેાળ સૂયા ધેાંચવાથી જે અસહ્ય વેદના ઊપજે છે, તે કરતાં આઠ ગણી વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે.”૧૯ આમ ગર્ભકાળથી શરૂ કરી તે પછીનાં ખાલ્યાવસ્થા, યુવાની, વૃદ્ધાવસ્થા અને મરણનાં દુઃખા પ્રત્યક્ષ કરાવ્યાં છે. આ દુઃખથી છૂટવા માટે વિના પ્રમાદે કલ્યાણ સાધવાનું સૂચન અહી' થયુ' છે. આ અસાર લાગતા સ ́સારને તેમણે સમુદ્ર, અગ્નિ, અંધકાર તથા શકટચક્રની ઉપમા આપી છે, અને તે સમજાવવા માટે “સ'સારને ચાર ઉપમા ” નામના ૧૯ તથા ૨૦ એમ એ એ પાઠ ચેાજ્યા છે. અનંતતાની દૃષ્ટિએ સંસાર સમુદ્ર જેવા છે; તાપની ઉત્પત્તિની દૃષ્ટિએ સંસાર અગ્નિ જેવા છે; સત્યને અસત્યરૂપ બતાવવાની બાબતમાં સ`સાર અધકાર જેવા છે; તથા હમેશાં ચાલ્યા કરતા – ફર્યા કરતા હેાવાથી તે ગાડાનાં પૈડાં જેવા છે, એ રીતે તેમણે ચારે ઉપમા સમજાવી છે. આ દુઃખમય સ’સારથી છૂટવાના ઉપાય તેમણે એ જ ઉપમા દ્વારા સમજાવ્યા છે. મજબૂત નાવ અને માહિતગાર નાવિકથી જેમ સમુદ્ર તરી શકાય છે તેમ સદ્ગુરુરૂપી નાવિકથી સંસાર તરી શકાય છે. અગ્નિના તાપ જેમ પાણીથી ઠરે છે તેમ વૈરાગ્યજળથી સ`સારતાપ ઠરે છે. દીવાથી જેમ અંધકારના નાશ થાય છે તેમ તત્ત્વજ્ઞાનરૂપી દીવાથી સૌંસારના અંધકારનો નાશ થાય છે. અળદ વિના જેમ શકટચક્ર ચાલી ન શકે તેમ રાગદ્વેષ વિના સ`સાર ચાલી શકે નહિ. આમ પ્રત્યેક ઉપમા સુંદર રીતે ચેાજેલી તથા સમજાવેલી છે, જીવને સંસારનાં સ્વરૂપનું સાચુ જ્ઞાન કરાવવામાં આ પાઠ મહત્ત્વના ફાળે આપી શકે તેમ છે તે આ ઉપરથી જાણી શકાય છે. દુઃખમય સંસારનું ભાન થયા પછી જીવ તેનાથી છૂટવાના પુરુષાર્થ કરવા પ્રેરાય તે સ્વાભાવિક છે. તે વખતે તેણે શુ કરવું જોઈએ, કેવા ધર્મ આચરવા જોઈએ તે જાણવુ સૌથી અગત્યનુ છે. તેથી તે વિશેની તુલનાત્મક વિચારણા કર્તાએ “મોક્ષમાળા ”ના કેટલાક પાઠામાં કરી છે. તેમાં તેમણે વૈરાગ્યને ધર્મપ્રાપ્તિનુ મુખ્ય સાધન ગણી ઘણું મહત્ત્વ આપ્યુ છે. ૧૬૧ સાચા માર્ગ “વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે” એ નામના પ૭મા પાઠમાં સાચા ધર્મ તરફ વાચકનું લક્ષ દોર્યુ. છે. તેમાં તેમણે સાચા ધર્મનાં લક્ષણ દર્શાવી, વાચક પાતે જ તરફ દોરાય તેવા ઉપદેશ આપ્યા છે. ધર્મમાં પડેલા અનેક ભેદમાંથી સાચાની કસાટી કરવા માટેના સાધન તરીકે તેમણે “વૈરાગ્ય બાધ ”ને ગણાવેલ છે. જે ધર્મમાં વૈરાગ્યના ઉત્તમ બેધ હાય તે ધર્મ સાચા, કારણ કે લેખકે આપેલા ઉદાહરણ મુજબ લેાહીથી રંગાયેલું વજ્ર જેમ લેાહીથી નહિ પણ જળથી સ્વચ્છ થાય છે, તેમ વૈરાગ્યરૂપી જળથી આત્માની મલિનતા જાય છે. “ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૭૦, ૨૧ ૧૯. Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ - આમ ધર્મની સામાન્ય સમજણ આપ્યા પછી શ્રીમદે તેમાં પડી ગયેલા મતભેદ તથા કયા ધર્મ શ્રેષ્ઠ તે વિષેની તાવિક વિચારણ, તે પછીના “ધર્મના મતભેદ” નામના ત્રણ પાઠમાં વ્યવસ્થિત રીતે કરી છે. જગતમાં ધર્મના અનેક ભેદ છે. તેથી જુદા જુદા ધર્મના નામે તે ઓળખાય છે. આ બધા પોતપોતાના મતને સંપૂર્ણ ગણાવી અન્યને અપૂર્ણ તથા ખેટા ગણાવે છે. પણ બધા ધર્મ સત્ય કે બધા ધર્મ અસત્ય ન હોઈ શકે. એક ધર્મ સત્ય અને બાકીના અપૂર્ણ હોય તે જ આટલા મતભેદોને અવકાશ રહે. અહીં પ્રશ્ન થાય કે કેટલાક ધર્મ પ્રવર્તકોએ અપૂર્ણ ધર્મ બે શા માટે? તેના કારણમાં કર્તા જણાવે છે કે તે પ્રવર્તક સંપૂર્ણ નીરાગી ન હતા, અને તેમણે ભક્તિ, નીતિ, જ્ઞાન, ક્રિયા વગેરેમાંથી એકને જ મહત્વ આપી ધમ પ્રવર્તાવ્યો હતો, તેથી તે ધર્મ અપૂર્ણ રહ્યો. વળી, લેકમાં તે તે પ્રવર્તક જેટલી બુદ્ધિ પણ ન હોય, તેથી ગાડરિયા પ્રવાહની માફક તે ધર્મને કુળધર્મ માની અનુસરવા લાગ્યા, તેથી તે ધર્મોનું અસ્તિત્વ રહ્યું. આવા ધર્મમાં “સદૈવતત્ત્વ”માં જણાવેલાં અઢાર દૂષણમાંનું ઓછામાં ઓછું એકાદ દૂષણ તો હોય જ છે. આ પ્રમાણે વેદ, સાંખ્યાદિ ધર્મોની અપૂર્ણતા તાર્કિક રીતે જણાવ્યા પછી જૈનધર્મની સંપૂર્ણતા દર્શાવવામાં આવી છે. તે ધર્મમાં દયા, બ્રહ્મચર્ય, શીલ, જ્ઞાન, ક્રિયા, જન્મ, મરણ, ગતિ વગેરે વિષે એટલો સૂકમ બેય છે કે તે પરથી તેના સ્થાપકની સર્વજ્ઞતાનો ખ્યાલ આવી શકશે. જનધર્મ જેટલી સૂક્ષમતા બીજા ધર્મોમાં નથી તે દર્શાવી કર્તા જનધર્મની શ્રેષ્ઠતા બતાવે છે. ધર્મ વિષેના આ વિવાદાસ્પદ મુદ્દા વિષે તેઓ ખૂબ વિચારણાથી, સ્પષ્ટતાથી, સરળતાથી સત્ય વસ્તુનું પ્રતિપાદન કરી શકે છે, તે તેમની શક્તિને સાચો નમૂને ગણાય. સંસારથી છૂટવા ધર્મનું જ્ઞાન આવશ્યક છે. તેમાં ક્યા પ્રકારના ધર્મને આશરે લેવો તે સમજાવવા માટે શ્રીમદે “ધર્મના મતભેદ”ના ત્રણ ભાગ કરી, તેમાં જગતમાં પ્રવર્તતા ધર્મોની વિચારણા કરી છે. સત્ય ધર્મ તરફ જીવ વળે ત્યારે તેને કયા પ્રકારના ભાવ પ્રવતે તે આપણે “અમૂલ્ય તરવવિચાર” નામના ૬૭મા પદ્યપાઠમાં જાણી શકીએ છીએ. “અમૂલ્ય તત્ત્વવિચાર” નામના પદ્યમાં જીવનું કર્તવ્ય અને તે હાલ શું કરી રહ્યો છે તેની સમજ ફક્ત ૨૦ પંક્તિમાં આપી છે. મનુષ્યભવની દુલભતા, લક્ષ્મી, અધિકાર, કુટુંબ આદિના ક્ષણિક સુખની શોધમાં થતો સાચા સુખને નાશ, સાચી આત્મવિચારણું, આત્માનો આનંદ વગેરે વિશે હરિગીત છંદમાં ટૂંકામાં છતાં સટતાથી વર્ણવવામાં આવ્યું છે – હું કોણ છું ? કયાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરું ? કેના સંબંધે વળગણું છે ? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્વ અનુભવ્યાં. ૨૦ ૨૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૦૭. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૩. મેક્ષમાળા * અમૂલ્ય તત્ત્વવિચાર”ની ઉપર ટાંકેલી ચોથી કડીમાંની પહેલી બે પંક્તિમાં રજૂ કરેલ પ્રશ્નોમાં આત્માનાં છ પદ, જીવ, અજીવ, પાપ, પુણ્ય આદિ નવ તત્ત્વનો સમાવેશ થઈ જાય એ રીતે એની રચના કરવામાં આવી છે. આત્મા છે” તે પહેલું પદ છે. “હું કોણ છું ?” એ પ્રશ્નને વિચાર કરીએ તે સમજાય છે કે જગતની દેખાતી કઈ પણ વસ્તુ તે “હું” નથી. દેહ પણ “હું” નથી, કારણ કે “હું” ચાલ્યો જતાં પણ દેહ તો રહે જ છે, જેને આપણે મૃતદેહ કહીએ છીએ. એ રીતે નિતિ નતિથી પોતાનું સ્વરૂપ “ આત્મા” છે તેને ખ્યાલ આવે છે. તે ચેતનવંત વસ્તુ છે. આ રીતે “હું” વિષે વિચારમાં ઊતરતાં જ “આત્માના અસ્તિત્વના ખ્યાલ આવે છે. આત્મા નિત્ય છે” તે બીજું પદ છે. આત્મા છે તો ખરે, પણ તે કેવો છે તેને ખ્યાલ “કયાંથી થયો?” તે પ્રશ્નની વિચારણામાંથી આવે છે. બીજી બધી વસ્તુ તો બનતી જણાય છે, પણ આત્માને કેઈએ ક્યારેય મેળવણું, છૂટા પડવું કે એવી કઈ કિયાંથી બનતે જાણ્યું નથી. તે ઉત્પન્ન થતો નથી છતાં અસ્તિત્વ ધરાવે છે માટે તે “નિત્ય” હા જોઈએ. તેનું અનુત્પન્નત્વ તેને નિત્યત્વ આપે છે. અને તે “કયાંથી થયો?"ની વિચારણુથી સમજાય છે. આત્માનો મોક્ષ છે” એ પાંચમું પદ છે. આત્મા નિત્ય છે તે સમજાયા પછી એ પ્રશ્ન થાય કે આત્મા આટલાં બધાં સ્વરૂપ કેમ ફેરવે છે? દેવ, મનુષ્ય, નરક કે તિર્યંચ ગતિના વિવિધ દેહ શા માટે ધારણ કરે છે? કઈ દેહમાં તે સ્થિર શા માટે રહેતા નથી? શું એ એનું સાચું સ્વરૂપ નથી? તે પછી “શું સ્વરૂપ છે મારું ખરું?” એ પ્રશ્નની વિચારણું ઉદ્દભવે છે. એ વિચારતાં સમજાય છે કે આ બધા સ્વરૂપથી ભિન્ન એવું કઈ સ્વરૂપ આત્માનું હોવું જોઈએ. દોહ, ધન, મિત્ર, કુટુંબ વગેરે આત્માનાં સાચાં સ્વરૂપે નથી, તેનું સાચું સ્વરૂપ આ બધાથી નિરાળું છે, અને તે “મોક્ષ છે. મેક્ષ સ્વરૂપ પામ્યા પછી જ જીવ અન્યરૂપે થતા નથી, તે પહેલાં તેનાં રૂપ બદલાયા કરે છે. આમ આ વિચારણામાં “મેક્ષ છે” એ પદને સમાવેશ થઈ જાય છે. આત્મા કર્તા તથા ભક્તા છે” એ ત્રીજુ તથા ચાથું પદ છે. “મોક્ષ” એ જીવનું જે સાચું સ્વરૂપ છે તે પછી જીવ આ બધી જુદી જુદી સ્થિતિ શા માટે ભગવે છે? – એ પ્રશ્ન ઉદભવે છે. આત્મા વિભાવદશામાં હોય, એટલે કે પોતાના સ્વરૂપથી જુદા ભાવોમાં હોય, ત્યારે તે કર્મ બાંધે છે. તે રીતે બાંધેલાં કર્મ તે જુદા જુદા સ્વરૂપે ભગવે છે. કેના સંબંધે વળગણું છે” – એ પ્રશ્ન વિચારતાં આત્માનું કર્તાપણું તથા ભક્તાપણું સિદ્ધ થાય છે. જીવ પોતાનું સાચું સ્વરૂપ ન પામતાં અન્ય સ્વરૂપમાં રહ્યા કરે છે, તે દર્શાવે છે કે કંઈક એવું તત્ત્વ છે કે જે તેને આડખીલીરૂપ છે. આ તત્ત્વ તે કર્મ છે. આ કર્મથી આત્મા જકડાયેલા રહે છે. પોતે બાંધેલાં કર્મને ભગવ્યા વિના તે છૂટી શકતો નથી, એટલે કે કર્મના સંબંધથી જીવની આ દશા થયેલી છે, તેનો ખ્યાલ “કોના સંબંધે વળગણું છે?” તે પ્રશ્નની વિચારણામાંથી જ આવે છે. તે પરથી જીવનું સ્તંભેક્તાપણું સિદ્ધ થાય છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની કવનસિદ્ધિ મોક્ષનો ઉપાય છે” એ છડું પદ છે. “રાખું કે એ પરિહરું? એ પ્રશ્નની વિચારણામાંથી “મોક્ષને ઉપાય છે” તે પદની સિદ્ધિ થઈ શકે છે. જીવને કર્મની વળગણું તે રહેલી છે. એ વળગણા રાખવી કે છોડી દેવી તે તેના હાથની વાત છે. આ બેમાંથી શું કરવું તે પ્રશ્નની વિચારણે અહીં મૂકી છે. જે વળગણું રાખે તે સંસારપ્રાપ્તિ રહે, અને છેડી દે તો કર્મ દૂર થતાં મેક્ષ મળે. કર્મનું ર્તા તથા ભક્તાપણું ત્યજવાથી મોક્ષ મળે છે. માટે તે બંનેને ત્યાગ એ મોક્ષને ઉપાય છે. - આ પ્રશ્નોમાંથી આત્માનાં છે પદની જેમ સિદ્ધિ થઈ, તેમ નવ તત્ત્વની પણ સિદ્ધિ થઈ શકે છે. આત્મા તે ચેતન છે. તે ચેતનમાં જીવ તત્ત્વની સિદ્ધિ થઈ. જીવ સિવાયના સર્વ પદાર્થ તે અજીવ કર્મ શું છે તે વિચારીએ તો સમજાશે કે તે પુણ્ય તથા પાપ છે; શુભ કર્મ તે પુણ્ય, અશુભ કર્મ તે પાપ કર્મની સિદ્ધિ થતાં પાપપુણ્ય સિદ્ધ થાય છે. કર્મ જયાંથી પ્રવેશ કરે તે આશ્રવ. આત્મા વિભાવદશામાં રહે ત્યારે કર્મ બાંધે છે, તે દશા. આશ્રવ છે. આ દ્વાર બંધ કરી નવાં કર્મ ન બાંધવાં તે સંવર. “રાખું કે એ પરિહરુ?” – એ પ્રશ્નમાં આશ્રવ તથા સંવર સમજી શકાશે. બાંધેલાં કર્મ નિષ્કામભાવે ભેગવી લેવાં તે નિર્જ રા. આત્માના પ્રદેશો સાથે કર્મનું જોડાવું – કર્મનું કર્તૃત્વ લેવું - તે બંધ. અને બાંધેલાં કર્મથી સર્વ પ્રકારે છૂટવું તે મોક્ષ. ઉપરની બે પંક્તિ ઉપર મનન કરતાં કરતાં આ નવ તત્ત્વની વિચારણામાં ઊતરી શકાય છે. અને તેને વિશેષપણે વિચાર કરવાથી આત્મશ્રેણી પર પહોંચી શકાય છે. આમ જ્ઞાન પામવા માટે આ પ્રશ્નોને ઊંડાણથી વિચાર કરે તે સૌથી અગત્યનું છે. માત્ર બે જ પંક્તિમાં છ પદ અને નવ તત્વ સરળ ભાષામાં સમાવી લેનાર શ્રીમની કવિવશક્તિ તથા આધ્યાત્મિક કક્ષાને ખ્યાલ અહીં આવી શકશે. ઉપર જણાવ્યા પ્રમાણે આત્માની ઉડી વિચારણા કરી જેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવા મહાપુરુષોનાં વચનમાં શ્રદ્ધા રાખી, એક જ વસ્તુ કરવાની કર્તાએ ભલામણ કરી છે અને તે છે, આત્મપ્રાપ્તિ કરવી. જુઓ આ પંક્તિઓ – રે! આત્મ તારો ! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ , આ વચનને હદયે લખે.”૨૧ પિતાના આત્માને તારવાનું, તથા પિતાના જેવો જ સવનો આત્મા છે તેવી શ્રદ્ધા કરવાનું શ્રીમદે આ પંક્તિઓમાં જણાવ્યું છે. આત્માનું સાચું સ્વરૂપ સમજી તેને મેલસુખ આપવું એ કર્તવ્ય છે, તેમાં જ માનવદેહની સફળતા છે. તેનું પ્રતિપાદન શ્રીમદે આ કાવ્યમાં કર્યું છે. આ કાવ્યમાં, તેના શીર્ષકમાંથી ફલિત થાય છે તેમ, આત્મા જેવા અમૂલ્ય તત્તવને વિચાર કર્યો છે. ૨૧. “શ્રીમદ્ રાજચંદ્ર ", અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૦૭. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૩. મેક્ષમાળા આ કાવ્યનાં ભાવ, તત્ત્વવિચારણા વગેરે તપાસતાં તે અમૂલ્ય લાગે તેવું છે, અને સર્વને પોતાના અધિકાર પ્રમાણે સાચી સમજણ આપે તેવું શ્રીમદ્દનાં અતિમહત્ત્વનાં ગણાતાં કાવ્યોમાંનું એ એક છે. તેની રચના કઈ રીતે થઈ હતી તે જણાવતાં શ્રીમદે લખ્યું છે કે – “ ૬૭મા પાઠ ઉપર શાહી ઢોળાઈ જતાં તે પાઠ ફરી લખવો પડયો હતો, અને તે ઠેકાણે “બહુ પુણ્યકેરા પુંજથીનું અમૂલ્ય તાત્ત્વિક વિચારનું કાવ્ય મૂક્યું હતું.૨૨ પણ એથી આપણને તે લાભ જ થયો છે. આ ઉત્તમ કાવ્ય વાંચ્યા પછી ૬૭મા પાઠ પર શાહી ઢોળાઈ જવાની હકીક્ત કેઈન પણ સુખરૂપ લાગે તેમ છે. આ પદ્યપાઠ પછી સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય તેવા ઘણુ પાઠ શ્રીમદે રહ્યા છે. પાઠ ૭૪થી ૯૮ સુધીમાં તેમણે “ધર્મધ્યાન”, “જ્ઞાન સંબંધી બે બેલ”, અને “તત્ત્વાવબેધ” વગેરે વિશે લખ્યું છે. ધર્મધ્યાન” – ૧, ૨, ૩ અને “જ્ઞાન સંબંધી બે બેલ” – ૧, ૨, ૩, ૪ નામના પાઠામાં તે તે વિષયની વિશદ અને ઊંડી વિચારણા કરવામાં આવી છે. | ધર્મધ્યાન માટેના ૭૪, ૭૫, ૭૬ એ ત્રણ પાઠમાં ધ્યાનના ચાર પ્રકારનું વર્ણન છે. તે ચાર પ્રકાર તે આર્તા, રદ્ર, ધર્મ, અને શુક્લ. તેમાંનાં પહેલાં બે ત્યાજ્ય છે. ધર્મધ્યાનના મુખ્ય ૧૬ ભેદ જણાવ્યા છે. પહેલા ચાર તે આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય, અને સંસ્થાનવિય. આ ચારેને શ્રીમદ્દે શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે પણ સંક્ષેપમાં સમજાવ્યા છે. તે પછી ધર્મધ્યાનનાં ચાર લક્ષણો આપ્યાં છે આજ્ઞારુચિ, નિસર્ગરુચિ, સૂત્રરુચિ, અને ઉપદેશરુચિ. આ સાથે વાચના, પૂરછના, પરાવર્તન, અને ધર્મકથા એ ચાર ધર્મધ્યાનનાં આલંબન પણ સમજાવ્યાં છે. અને તે પછી ધર્મધ્યાનના છેલ્લા ચાર ભેદચાર અનપેક્ષા જણાવેલ છે : એકત્વ. અન્યત્વ, અશરણ, અને સંસાર-અનુપ્રેક્ષા. તે બધી તેમણે “બાર ભાવના” વિશેના પાઠમાં સમજાવી છે. આમ ધર્મધ્યાનના ૧૬ ભેદ તથા તેના લાભ તેમણે ટૂંકાણમાં સમજાવ્યા છે. તેના લાભ વિષે કર્તા લખે છે – એમાંના કેટલાક ભાવ સમજાવાથી ત૫, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય, અને જ્ઞાનના બહુ બહુ ઉદય થશે. ૨૩ તમે કદાપિ એ ૧૦ ભેદોનું પઠન કરી ગયા હશે, તે પણ ફરી ફરી તેનું પરાવર્તન કરજે.” ૨૮ આમ અહીં તેમણે ધર્મધ્યાન પર ઘણે ભાર મૂક્યો છે તે જોઈ શકાશે. જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન.”૨ પ એ જ્ઞાનને અર્થ બતાવી, તે જ્ઞાનની આવશ્યક્તા, તે જ્ઞાન કયા સાધને દ્વારા મળે, સાધનપ્રાપ્તિ સાથે દેશકાળાદિ ૨૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ અવૃત્તિ ૧, પૃ. ૬૬૩. ૨૩, ૨૪, ૨૫. એજન, પૃ. ૧૧૫. Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી મદની જીવનસિદ્ધિ અનુકૂળ છે કે કેમ, જ્ઞાનના કેટલા ભેદ છે વગેરે પ્રશ્નોની વિચારણા શ્રીમદ્દ “જ્ઞાન સંબંધી બે બેલ” નામના ચાર ભાગમાં વહેચાયેલા પાઠમાં કરી છે. અનંત દુઃખથી ભરેલા આ સંસારથી છૂટવા માટે જ્ઞાનની આવશ્યકતા તેમણે બતાવી છે. જ્ઞાન થાય તો જ જીવ સંસારથી છૂટી શકે છે. જ્ઞાનપ્રાપ્તિ માટે માનવદેહ, આર્યભૂમિ ઉત્તમ કુળ, સગુરુને યેગ, સધર્મની શ્રદ્ધા વગેરેને જરૂરી સાધનો કહ્યાં છે. તેમાંથી કયા કયા સાધનોની કેટલે અંશે સુલભતા આજે છે, તે વિશેની વિચારણા પણ કરી છે. આ ઉપરાંત જ્ઞાનના પાંચ ભેદ મતિ, ચુત, અવધિ, મન:પર્યવ અને કેવળ – સંક્ષેપમાં સમજાવ્યા છે. વળી જાણવા યોગ્ય વસ્તુ, તે જાણવાનાં સાધને વગેરે વિષે પણ તેમાં સમજૂતી અપાયેલી છે. આ રીતે નાના નાના ચાર પાઠમાં શ્રીમદ્ ઘણા વિષયને ટૂંકાણમાં છતાં સ્પષ્ટતાથી અને પ્રતીતિપૂર્વક સમજાવ્યા છે. હાલમાં પ્રવર્તતા “પંચમકાળની સમજ આપવા લેખકે જૈન ધર્મ અનુસાર કાળચકની ગણતરીની સમજ, તથા હાલમાં કયો કાળ ચાલે છે અને તેનાં કેવાં લક્ષણે જ્ઞાનીઓએ બતાવ્યાં છે તે “પંચમકાળ”નામના ૮૧માં પાઠમાં વર્ણવેલ છે. ધર્મનાં મતમતાંતર વધશે, મેતાદિની વૃદ્ધિ થશે, શીલવાન દુઃખી થશે, આત્મજ્ઞાની ઘટતા જશે, અન્યાય વધશે, સદવૃત્તિઓ ઘટતી જશે, એમ અનેક અનિષ્ટ તથા દુઃખેથી ભરપૂર આ આરો રહેશે.”૨૬ તેવી સમજ શ્રીમદ્ આ પાઠમાં આપી છે. સાથે સાથે અનિષ્ટ તથા દુખેથી છૂટવા સધર્મ આચરી (વરાથી આત્મશ્રેય કરી લેવા વિવેકી પુરુષોને ભલામણ પણ કરી છે. અહીં આપેલું પાંચમા આરાનું વર્ણન વૈરાગ્યપષક છે. તેમાં દર્શાવેલાં પાંચમા આરાનાં લક્ષણેમાંના કેટલાંક તો અત્યારે અસ્તિત્વમાં આવેલાં પણ જોઈ શકાશે. પંચમકાળનું સ્વરૂપ સમજાવ્યા પછી શ્રીમદ્ તરવાવબોધના ૧૭ પાઠ ચુક્યા છે. ૮રથી ૯૮ સુધીના આ પાઠમાં અરિહતપ્રભુએ દર્શાવેલાં નવતત્વ જાણવાની અગત્ય, મહાવીર પ્રભુની સ્યાદ્વાદ શેલી, તેમના જ્ઞાનની સર્વજ્ઞતા તથા જગકર્તા વગેરે વિશે તેમણે લખ્યું છે. નવતત્ત્વનું સ્વરૂપ જાણવાની જરૂર જણાવતાં તેઓ લખે છે કે – “નિગ્રંથ પ્રવચનનો જે જે સૂકમ બોધ છે, તે તત્તવની દષ્ટિએ નવ તત્વમાં સમાઈ જાય છે, તેમજ સઘળા ધર્મમતના સૂક્ષ્મ વિચાર એ નવ તત્ત્વવિજ્ઞાનના એક દેશમાં આવી જાય છે. આત્માની જે અનંત શક્તિઓ ઢંકાઈ રહી છે તેને પ્રકાશિત કરવા અહંત ભગવાનને પવિત્ર બાધ છે. એ અનંત શક્તિઓ ત્યારે પ્રકુલિત થઈ શકે કે જ્યારે નવ તત્ત્વવિજ્ઞાનમાં પારાવાર જ્ઞાની થાય.”૨૮ ૨૬. જિનેશ્વરે કાળચક્રના બે ભેદ કહેલ છેઃ ઉત્સર્પિણી અને અવસર્પિણી. તે પ્રત્યેકના છ ભાગ છે જે આર કહેવાય છે. અવસર્પિણીમાં ધીરે ધીરે અનિષ્ટો વધતાં જાય છે, ઉપસર્પિણીમાં તે અનિષ્ટો ઘટતાં જાય છે. હાલમાં અવસર્પિણીને પાંચમે આરે છે, તેથી અનિષ્ટી વધતાં જણાય છે. તેનું કાળપ્રમાણ ૨૧,૦૦૦ વર્ષનું છે. તેનાં ૨૫૦૦ વર્ષ વીત્યાં છે. ર૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૧૮. ૨૮, એજન, પૃ. ૧૧૯, Page #186 -------------------------------------------------------------------------- ________________ ૩. સેક્ષમાળા નવ તત્ત્વના જાણકારા વિશે તેઓ લખે છેઃ — “ મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયાં છે, તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્ત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા, જેનુ પરિણામ દૃષ્ટિગોચર છે, વર્તમાન શેાધમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દોઢ અબજની ગણાઈ છે, તેમાં સર્વ ગચ્છની મળીને જૈન પ્રજા માત્ર વીસ લાખ છે. એ પ્રજા તે શ્રમણેાપાસક છે. એમાંથી હું ધારું છું કે નવ તત્ત્વને પાનરૂપે બે હજાર પુરુષા પણ માંડ જાણતા હશે, મનન અને વિચારપૂર્વક તા આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરુષા પણ નહિ હશે. '૨૯ ૧૬૭ આ પરિસ્થિતિ ટાળવા અને નવ તત્ત્વની સારી રીતે સમજ મેળવવા તેમણે ભારપૂર્વીક ભલામણ કરી છે. તે દ્વારા જ સંસારના ચક્રાવાના અંત આવશે તેમ તેઓ જણાવે છે. નવ તત્ત્વની સમજ અને અગત્ય જણાવવા તેમણે ૮૨થી ૮૫ એ ચાર પાઠ યેાજ્યા છે. એક સમ વિર્ધન સાથે નિગ્રંથ પ્રવચનની ચમત્કૃતિ સંબંધી શ્રીમદ્દને વાત થઈ ત્યારે ‘ ઉપન્નેવા ’, ‘ વિધનેવા ’,‘ વેવા ’ એ લબ્ધિવાકથ વિશે તે વિદ્વાને તેમને પૂછ્યું કે, “ આ ત્રિપદીમાંથી દ્વાદશાંગીનું જ્ઞાન થાય તેવું ગણધરનું વચન કઈ રીતે સત્ય કહી શકાય ? ” શ્રીમદ્દે તેની સંભવિતતા જણાવી. તેથી તેમણે જણાવ્યું કે, આ ત્રિપદી પર જીવ વિશે “હા” અને “ના”ના વિચાર ઉતારીએ – એટલે કે જીવ ઉત્પત્તિરૂપ છે ? તેા એક વખત k હા ” અને બીજી વખત “ ના ” જવાબ લેવેા. તે જ રીતે વિઘ્નતા અને ધ્રુવતા મામત પણ વિચાર કરીએ તો તેમાં જ ૧૮ દોષ આવે છે. તે અઢારે દોષ વિદ્વાને વિસ્તારથી જણાવ્યા. આ જ ત્રિપદી પર “હા” અને “ના” વિચાર ઉતારવા છતાં સ્યાદ્વાદને લીધે એક પણ દોષ આવતા નથી, તે થોડાક જ વિચાર કરતાં સમજાઈ જાય તેવી સરળતાથી શ્રીમદ્દે વિદ્વાનને સમજાવ્યું. તે સાથે પેાતાના અપજ્ઞાનથી પણ આ સાબિત થાય છે, તે પછી વિશેષ જ્ઞાનવાળી અધિકારી વ્યક્તિ હોય તે તેને તેમાંથી દ્વાદશાંગીનું જ્ઞાન પણ થઈ શકે તે તેમણે નમ્રતાપૂર્વક જણાવ્યું. આ આખા સવાદ શ્રીમદ્દે ન્યાયના ગ્રંથમાં પ્રવેશ કરવા જોઈતા સ`સ્કાર અને વિચારણાના ખ્યાલ આપે તેવી શૈલીથી ૮૬થી ૯૧ સુધીના પાંચ પાઠમાં આપ્યા છે. આ ત્રિપદી પરથી જેમ જ્ઞાન મળી શકે છે, તેમ જ નવતત્ત્વની બાબતમાં પણ છે એ તેમણે “ તત્ત્વાવબેાધ” ભાગ ૧૧, શિક્ષાપાઠ ૯૨માં બતાવ્યું છે. અને સાથે સાથે તત્ત્વના બેધ વિશે તેમણે લખ્યું છે કેઃ— “ અનંત ભેદથી ભરેલા એ તત્ત્વવિચારા જેટલા કાળભેદથી જ્ઞેય જણાય તેટલા જ્ઞેય કરવા, ગ્રાહ્યરૂપ થાય તેટલા ગ્રહવા, અને ત્યાગરૂપ દેખાય તેટલા ત્યાગવા. એ તત્ત્વાને જે યથાર્થ જાણે છે, તે અનંત ચતુષ્ટયથી વિરાજમાન છે એ હું સત્યતાથી કહું . એ નવ તત્ત્વનાં નામ મૂકવામાં પણ અરધુ સૂચવન મેાક્ષની નિકટતાનું જણાય છે. ’૩૦ “ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૧૯. .. ૨૯. ૩૦. એજન, પૃ. ૧૨૩. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રીમદની જીવનસિદ્ધિ આમ કહી એ નવે તને અનુક્રમે ચકમાં ગોઠવી તેમણે ૯૩માં પાઠમાં બતાવ્યું છે કે, તેમાં સૌથી નિકટ જીવ તથા મેક્ષ છે – પછી વાંચવામાં ભલે તે પહેલા તથા છેલ્લે આવતા હાય. આ ચક જોઈને કેઈને એવી આશંકા થાય કે, “જ્યારે બંને નિકટ છે ત્યારે બાકીનાં ત્યાગવાં?” તે તે વિશે તેઓ મક્કમતાપૂર્વક જણાવે છે કે – “જે સર્વ ત્યાગી શક્તા હે તે ત્યાગી દે, એટલે મેક્ષરૂપ જ થશે. નહીં તે હેય, ય, ઉપાદેયને બોધ લે, એટલે આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે. ૩૧ આમ નવ તત્ત્વની વિચારણાર્થે શ્રીમદે આ પાઠમાં ખૂબ ભારપૂર્વક જણાવ્યું છે. “તત્ત્વાવબોધ”ના પાઠે રચવાનો ઉદ્દેશ જણાવતાં શ્રીમદ્દ ૯૪માં પાઠમાં લખે છે કે – “જે જે હા કહી ગયો છે તે કંઈ કેવળ જૈન કુળથી જન્મ પામેલા પુરુષને માટે નથી, પરંતુ સર્વને માટે છે, તેમ આ પણ નિઃશંક માનજે કે હું જે કહું છું તે અપક્ષપાતે અને પરમાર્થબુદ્ધિથી કહું છું.” - “તમને જે ધર્મતત્વ કહેવાનું છે, તે પક્ષપાત કે સ્વાર્થબુદ્ધિથી કહેવાનું મને કઈ પ્રયોજન નથી. પક્ષપાત કે સ્વાર્થથી હું તમને અધર્મતત્તવ બધી અધોગતિને શા માટે સાધું? વારંવાર હું તમને નિગ્રંથનાં વચનામૃત માટે કહું છું, તેનું કારણ તે વચનામૃત તત્ત્વમાં પરિપૂર્ણ છે તે છે. જિનેશ્વરેને એવું કંઈ પણ કારણ નહતું કે જે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી બધે, તેમ તેઓ અજ્ઞાની ન હતા, કે એથી મૃષા બધાઈ જવાય. આશંકા કરશે કે, એ અજ્ઞાની નહેતા એમ શા ઉપરથી જણાય? તે તેના ઉત્તરમાં એઓના પવિત્ર સિદ્ધાંતના રહસ્યને મનન કરવાનું કહું છું. અને એમ જે કરશે તે તે પુનઃ આશકા લેશ પણ નહિ કરે. જૈનમત પ્રવર્તકેએ મને કંઈ ભૂરશી દક્ષણ આપી નથી. તેમ એ મારા કંઈ કુટુંબ પરિવારી પણ નથી કે એ માટે પક્ષપાતે હું કંઈ પણ તમને કહું. તેમજ અન્ય મતપ્રવર્તકો પ્રતિ મારે કંઈ વેરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરું. બંનેમાં હું તે મંદમતિ મધ્યસ્થરૂપ છું. બહુ બહુ મનનથી અને મારી મતિ પહોંચી ત્યાં સુધીના વિચારથી હું વિનયથી એમ કહું છું કે, પ્રિય ભવ્ય જૈન જેવું એક્ટ પૂર્ણ અને પવિત્ર દર્શન નથી, વીતરાગ જેવો એ દેવ નથી; તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તે એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સે.”૩૨ આ તથા આવાં અન્ય વચનથી શ્રીમદ્ ૯૪ તથા ૯૫ એ બે પાઠમાં જૈનધર્મની ઉત્તમતા દર્શાવી છે. પણ પિતે તે ધર્મને શા માટે શ્રેષ્ઠ કહે છે તે વિશેની વિચારપૂર્વકની દલીલો શ્રીમદ્ ૬ થી ૯૮ એ ત્રણ પાઠમાં આપી છે. લોકો ગાડરિયા પ્રવાહની જેમ તણાતા હોવાથી, સારાસાર વિવેકનું તેલન કરતા નથી, અને ઘેઓઘ ગમે તે ધર્મને સત્ય માનીને ચાલે છે. વળી, જૈનધર્મ જગર્તા તરીકે પરમેશ્વરને માનતા નથી, તેથી તે ધર્મ ૩૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૨૪. ૩૨. એજન, ૫, ૧૨૪, Page #188 -------------------------------------------------------------------------- ________________ ૩. મેક્ષમાળા નાસ્તિક છે તેવી કેટલાક લોકો દલીલ કરે છે, તે દલીલનું યોગ્ય ખંડન શ્રીમદ્દ ૯૭ મા પાઠમાં કરે છે. તે વખતે તેઓ એ વિચારવા સૂચવે છે કે જૈન જગતને અનાદિઅનંત કયા ન્યાયથી કહે છે? જગત્કર્તા નથી એમ કહેવામાં શું નિમિત્ત છે ? વળી, જગતને રચવાની પરમેશ્વરને શી આવશ્યકતા હતી ? તેમણે જગત રચ્યું તે સુખદુઃખ શા માટે મૂક્યાં ? મત કેમ છે?—એ વગેરે પ્રશ્નોને વિચાર કરતાં જૈનધર્મની સત્યતા તથા પવિત્રતા વિષે ખાતરી થશે. એમ શ્રીમદ્દનું કહેવું છે. આ બધું સમજાવવાની સાથે જૈનધર્મ પર મુકાયેલા નાસ્તિતા આદિના આપનું ખંડન સરળ છતાં પ્રતીતિકર ભાષામાં શ્રીમદે “તત્ત્વાવબોધ”ના પાઠમાં કર્યું છે. અને તે આપની અગ્યતા તેમણે બતાવી છે. સાથે સાથે વૈષ્ણવ, સાંખ્ય, વેદાંત આદિ ધર્મોની દેખાતી અપૂર્ણતા પણ તેમણે સરળતાથી, કોઈ પણ જાતના પૂર્વગ્રહ વિના બતાવી છે. ૧૭ વર્ષની નાની વયમાં તેમણે કરાવેલે તેમની તુલનાશક્તિને આ પરિચય ખરેખર આશ્ચર્ય ઉપજાવે તેવો છે. પિતાને એક ધર્મમાં શ્રદ્ધા હોવા છતાં કઈ પણ અન્ય ધમીને પણ તેમણે જણાવેલા નિયમો માન્ય થાય તેવી રીતે તેની રજૂઆત કરી છે. સંસારનું સ્વરૂપ, ધર્મનું સ્વરૂપ, સાચે ધર્મ કયો, સત્ય ધર્મનું શોધન કઈ રીતે કરવું વગેરે વિષેની શ્રીમદે આપેલી વિચારણું કેઈ પણ જીવને સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય તેમ છે તે જોઈ શકાશે. આથી આપણે કહી શકીએ કે સમ્યકજ્ઞાનના બંધ અર્થે શ્રીમદે “તત્વાવબોધ”, “જ્ઞાન સંબંધી બે બેલ” વગેરે પાઠોની યેજના કરી છે. મુક્તિ મેળવવામાં સમ્યક્દર્શન તથા સમ્યકજ્ઞાન પછી આવતું ત્રીજું તત્ત્વ તે સમ્યફચારિત્ર છે. સમ્યદર્શન તથા સમ્યજ્ઞાન થયા પછી જીવ નવાં કર્મ ઘણાં ઓછાં બાંધે છે. પણ તે પૂર્વે બાંધેલાં કર્મનો ભોગવટે કરવાનું તથા નવાં કર્મ બંધાતાં રોકવાનું કાર્ય સમ્યફચાસ્ત્રિ દ્વારા કરે છે. સમ્યફચારિત્ર જીવનું પોતાની જાતને કર્મથી મુક્ત કરાવતું બાહ્ય તેમજ આંતરિક આચરણ તે સમ્માસ્ત્રિ. પ્રત્યેક જીવ અમુક પ્રકારની પ્રવૃત્તિ તે કર્યા જ કરે છે, પણ તે એ પ્રકારની હોય છે કે તેનાથી સંસારને નાશ થવાને બદલે તેની વૃદ્ધિ થાય છે. આ પ્રકારની પ્રવૃત્તિ કે આચરણ તે સમ્યફ નથી, પણ જે આચરણથી સંસારક્ષય થાય તે જ સમ્યફચારિત્ર. આ સમ્યફચારિત્રનું પાલન કઈ રીતે કરવું, કેવા કેવા નિયમ પાળવા તે વગેરે વિશે શ્રીમ કેટલાક પાઠ એજ્યા છે. તે પરથી તેમણે ઈરછેલા ઉચ્ચ ચારિત્રને ખ્યાલ આવશે. દુઃખને લીધે સંસાર પ્રત્યે જાગતા વૈરાગ્યને પિષવા માટે શ્રીમદ્ “બાર ભાવના નામને ૨૧ પાઠ ર છે.૩૩ તેમાં અનિત્ય, અશરણ આદિ બારે ભાવનાઓ ટૂંકાણમાં ૩૩. આ બારે ભાવનાઓને શ્રીમદ્ “ભાવનાબોધ” નામના ગ્રંથમાં વિસ્તારથી સમજાવી છે. જુઓ પ્રકરણ ૨. અશરણભાવના માટે “અનાથી મુનિ”ની કથા, અનિત્યભાવના માટે “ભિખારીને ખેદ” નામની કથા, અશુચિભાવના વિશે “સનકુમારની કથા” વગેરે મેક્ષમાળામાં પણ અપાયેલ છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની જીવનસિદ્ધિ સમજાવવામાં આવી છે, અને કેટલીક ભાવનાએ સદૃષ્ટાંત અન્ય પાઠામાં સમજાવાઈ છે. સામાન્ય જન જેમ બને તેમ વધારે પરિગ્રહમાં સુખ માને છે, પણ તેમાં સુખને બદલે દુઃખ રહેલુ છે, અને અલ્પપરિગ્રહમાં જ સાચુ' સુખ રહેલું છે તે શ્રીમદ્દે “ પરિગ્રહ સ કાચવા ’ નામના પચીસમા પાર્ડમાં અસરકારક ભાષામાં સમજાવ્યુ` છે. પરિગ્રહ વિષે મર્યાદા ન ાય તા જીવ તૃષ્ણાના પૂરમાં તણાઈ ને દુઃખ, અને કચારેક સનાશ પણ નાતરે છે. પોતાના આ કથનને પુષ્ટ કરતુ* સુભ્રમ ચક્રવર્તીનું દૃષ્ટાંત તેઓ અહી આપે છે.૩૪ ૧૭૦ ** પાઠમાં શ્રાવકે તથા મુનિએ યત્નાપૂર્વક કરવી જોઈએ કે એમ પ્રત્યેક ક્રિયા કરતી વખતે યત્ના તથા રાત્રિભાજન ” નામના ૨૭ તથા ૨૮મા આચરવા યાગ્ય એ નિયમે જણાવ્યા છે. શ્રાવકે પ્રત્યેક વસ્તુ જેથી, કાઈ ને નુકસાન ન થાય. ખાતાં, પીતાં, ચાલતાં, સૂતાં, અન્ય જીવજંતુને હાનિ ન થાય તેને ખ્યાલ રાખવાના એધ યત્ના” નામના પાઠમાં આપ્યા છે, અને તે પછીના પાઠમાં રાત્રિèાજન ' કરવાથી ધાર્મિક દૃષ્ટિથી તેમજ આરાગ્યની દૃષ્ટિથી કેવું નુકસાન થાય છે તે જણાવ્યુ છે. રાત્રિèાજન ન કરવાને તેમણે મેધ આપ્યા છે. આ બંને પાઠમાં ધર્મને અનુકૂળ વ્યાવહારિક સૂચના શ્રીમદ્ આપ્યાં છે. તે સાંસારિક તેમજ પારમાર્થિક બંને રીતે ફાયદાકારક થાય તેવાં છે. દાખલા તરીકે, અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની પૂરી તપાસ કરવી જોઈએ તેમ તેઓશ્રી જણાવે છે. આમ કરવાથી અનાજ બગડે નહિ અને લાંબે વખત રહે એ સાંસારિક લાભની સાથે જીવહિંસા અટકે છે તે ધાર્મિક લાભ છે. આ ઉપરાંત પાણી ગાળીને પીવું, ધીમી ને ગંભીર ચાલ રાખવી વગેરે અન્ય સૂચના પણ તેમણે કર્યા છે. 66 ,, "" 66 આ બંને પાઠમાં તેમણે આપેલા નિયમમાં “દયા પાળવાના ’ તેમના આશય જોવા મળે છે. તે જ રીતે તે પછીના એ ૨૯મા-૩૦મા “ સંજીવની રક્ષા વિષેના પાઠમાં તેમણે દયા ”ના જ આધ કર્યાં છે. દયાધર્મનું પાલન એ સભ્યચારિત્રનુ મુખ્ય અગ છે. દયા એ ધર્મનું સાચુ` સ્વરૂપ છે, તે સ્પષ્ટતાથી જણાવ્યા પછી સ ધર્મોમાં સૌથી સૂક્ષ્મતાથી દયાના મેધ જો કાઈએ કર્યાં હાય તા તે જૈનધર્મ કર્યાં છે, તેની પ્રતીતિ કરાવી છે. એકેન્દ્રિયથી પૉંચેન્દ્રિય સુધીની જીવદયાના મેધ જૈન સિવાયના કાઈ ધર્માંમાં મળતા નથી. પુષ્પની પાંખડી દુભાય તેને તેમાં હિંસા ગણી છે, એ દયાની કેટલી સૂક્ષ્મતા ગણાય ? આવી સૂક્ષ્મતાવાળા જૈન સિવાય અન્ય ધર્મ મળવા દુભ છે તે તેમણે સમજાવ્યુ' છે. બીજી સિદ્ધિએ ધર્મ પ્રાપ્તિ પાસે કઈ હિસાબમાં નથી, તે વિશે તેમણે સ્પષ્ટતાથી લખ્યું છે કે -- “ મનુષ્યેા રિદ્ધિ પામે છે, સુદર સ્ત્રી પામે છે, આજ્ઞાંકિત પુત્ર પામે છે. મહાળે કુટુ ખપરિવાર પામે છે, માનપ્રતિષ્ઠા તેમ જ અધિકાર પામે છે, અને તે પામવાં કઈ દુર્લભ નથી; પરંતુ ખરુ· ધર્મતત્ત્વ કે તેથી શ્રદ્ધા કે તેના થાડા અંશ પણ પામવે મહાદુલ ભ છે. એ રિદ્ધિ ઇત્યાદિક અવિવેકથી પાપનુ કારણ થઈ અનત દુઃખમાં લઈ જાય છે. પરંતુ આ થેાડી શ્રદ્ધાભાવના પણ ઉત્તમ પદવીએ પહેોંચાડે છે. આમ દયાનું સત્પરિણામ છે. ''૩૫ ૩૪. જુએ આ પ્રકરણના આપેલા કથાવિભાગ, ૩૫. “ શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૭૯. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૩, મેાક્ષમાળા ૧૭૧ તેમના આ મંતવ્યના સમર્થનમાં શ્રીમદ્ ણિકરાજા તથા અભયકુમારના “ માંસની સસ્તાઈ ” વિશેના પ્રસંગ “ સર્વ જીવની રક્ષા ” ભાગ–ર નામના ૩૦મા પાઠમાં આપ્યા છે.૩૬ 72 આ રીતે દયાના સ્વરૂપને જુદી જુદી રીતે સમજાવવા શ્રીમદ્ ચાર પાના ઉપયેગ કર્યાં છે. દયા એ ધર્મનું મૂળ છે તેથી તેઓ તે વિશે સૌથી વધુ લક્ષ આપે છે. દલીલ, દૃષ્ટાંત વગેરેના ઉપચેાગ પણ સાચી વસ્તુની સમજણ આપવા માટે તેઓ કરે છે. તેઓ વેદાંત, વૈષ્ણવ આદિ ધર્મના દયા સ્વરૂપની જૈનધર્મના તે સ્વરૂપ સાથે સરખામણી કરે છે, અને વિષે જૈનધર્મની ઉત્તમતા બતાવે છે. તે વિચારણા, સરખામણી આદિમાં બધા ધર્મ ને સ્વતંત્રતાથી વિચાર કરવાની તેમની શક્તિના ખ્યાલ આપણને અહીં આવે છે. અમુક વસ્તુ ભણી ચિત્ત ન કરવુ`'' એવા જે નિયમ લેવા તે “ પ્રત્યાખ્યાન ’. પ્રત્યાખ્યાન લેવાથી થતા લાભોના નિર્દેશ શ્રીમદ્ પ્રત્યાખ્યાન ” નામના ૩૧મા પાઠમાં કર્યા છે. નિયમ લેવાથી મનને સારા માર્ગે ચાલવાની શક્તિ પ્રાપ્ત થાય છે, તે ઉપરાંત એકાગ્રતા, વિવેક, વિચારશીલતા વગેરે કેળવાય છે, અને અનેક લાભ થાય છે. નિયમ લીધા વિના સદાચાર પાળવાથી તેનાથી ચલિત થવાના સંભવ રહે છે, તેથી પ્રત્યાખ્યાન એ સારિત્ર માટે મહત્ત્વનું' અંગ ગણી શકાય. 66 પણ 66 શુદ્ધ ચારિત્ર પાળવાનું બળ મેળવવા માટે પ્રત્યાખ્યાનની જેમ હું નમસ્કારમ`ત્ર ઉપયાગી છે. અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુએ પાંચ વંદન કરવા ચેગ્ય છે, તેમને વદન કરવાના મત્રને “ નમસ્કારમત્ર'' કે ૮ ૫'ચપરમેષ્ઠિમંત્ર" નિગ્રંથ પ્રવચનમાં કહે છે. આ મત્રના જાપથી કર્મની નિર્જરા થાય છે, ઇષ્ટ પુરુષાના ગુણેાનું સ્મરણ થાય છે અને તેથી આત્માનું કલ્યાણ થાય છે. આમ નવકારમત્રની અગત્ય લેખકે નવકારમંત્ર” નામના ૩૫મા પાઠમાં સમજાવી છે. તે ઉપરાંત આ પાઠમાં એ મંત્ર નવકારમંત્ર શા માટે કહેવાય છે, કની નિર્જરા કઈ રીતે થાય છે વગેરે વિષે પ્રશ્નોત્તર રૂપે સમજણુ અપાઈ છે, અને અંતમાં આ મંત્રના જાપ નિર'તર કરવા ભલામણ કરાઈ છે. લાંબા સમય નવકારમંત્ર”ના જાય કરવા હાય તા તે કઈ રીતે કરવા તેની સમજ “ અનાનુપૂર્વી` '' નામના ૩૬મા પાઠમાં અપાઈ છે. એક જ ક્રમમાં નવકારમત્રનુ સ્મરણ કર્યા કરવાથી તે મુખપાઠી જાપ જ થઈ જાય. તેથી પાંચે નમસ્કાર માટે અંક નિશ્ચિત કરી તેને લેામવિલેામ સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે. અને જે અંક હાય તે પદ્યનું સ્મરણ કરી નમસ્કાર કરવામાં આવે છે. આવા લેામવિલામ સ્વરૂપમાં ગોઠવાયેલા અંકવાળા કાષ્ટકને “ અનાનુપૂર્વી કહે છે. આ અનાનુપૂર્વીના અંક અનુસાર નમસ્કાર કરવામાં ચિત્તને વધુ એકાગ્ર બનવુ પડે છે, એથી એ બીજા વિચારા કરતાં અટકે છે. પરિણામે કની નિર્જરા વિશેષ થાય છે. એ બધી સમજ શ્રીમદ્ આ પાઠમાં પિતાપુત્રના સંવાદ દ્વારા આપી છે. આ મ`ત્રના જાપ સમ્યકૂચારિત્રનું વિશિષ્ટ અ‘ગ ગણી શકાય. * ૩૬. જુએ આ પ્રકરણને કથાવિભાગ, Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રીમદની જીવનસિદ્ધિ ચારિત્રપ્રાપ્તિ માટે જૈનધર્મમાં ઉપગી ગણાયેલા છ આવશ્યકમાંના એક “સામાયિક” વિશે ૩૮, ૩૯, ૪૦ એ ત્રણ પાઠમાં વિચાર કરાયો છે. તેના પહેલા ભાગમાં “જે વડે કરીને મોક્ષના માર્ગનો લાભદાયક ભાવ ઊપજે તે સામાચિક”૩૭ એવી સામાયિકની વ્યાખ્યા શ્રીમદ આપી છે, સાથે સાથે તેનો અર્થ પણ તેમણે સમજાવ્યો છે. આ સામાયિકથી કેવી જાતના લાભ થાય છે તે જણાવતા આ પાઠના આરંભમાં જ તેમણે લખ્યું છે કે – આત્મશક્તિનો પ્રકાશ કરનાર, સમ્યકજ્ઞાન દર્શનને ઉદય કરનાર, શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવનાર, નિજેરાને અમૂલ્ય લાભ આપનાર, રાગદ્વેષથી મધ્યસ્થ બુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાત્રત છે.”૩૮ આમ શ્રીમ સામાયિક વ્રતને સમ્યફજ્ઞાન, સમ્યફદર્શન તથા સમ્યફચારિત્રનું ઉદય કરનાર વ્રત તરીકે ગણાવ્યું છે, તે જ અગત્ય બતાવે છે. આથી સામાયિકમાં દોષ ના આવવા દેવે તે અગત્યનું છે. સામાયિક જે અશુદ્ધિથી કરવામાં આવે તે તેમાં મનના દસ, વચનના દસ અને કાયાથી બાર એમ બત્રીસ દોષમાંથી કેટલાક લો લાગે છે, તે બધા તેમણે પહેલા બે ભાગમાં સમજાવ્યા છે. મન, વચન, અને કાયાથી થતા ૩ર દોષ ટૂંકાણમાં સમાવી તે બધા નિવારવાની ભલામણ કરી છે. સામાયિક કરતી વખતે આવા દોષ આવી ન જાય તે માટે શું કરવું, કયા પ્રકારનું કાર્ય કરવું, તે માટે ત્રીજા ભાગમાં શ્રીમદે સમજણ આપી છે. સર્વ દોષ ટાળવા માટે ચિત્તની એકાગ્રતા પર તેમણે ઘણો ભાર મૂક્યો છે. તે એકાગ્રતા કેળવવા માટે નવકારમંત્રનો જાપ, ઉત્તમ વૈરાગ્યનાં કાવ્યો કે ગ્રંથનું વાંચન, પાછળનું અધ્યયન કરેલું સંભારવું, સૂત્રપાઠ વગેરે ઉપાયો તેમણે સૂચવ્યા છે. ટૂંકમાં કહીએ તો, ચિત્તને સારી પ્રવૃત્તિમાં જ રોકી રાખવાની તેમણે ભલામણ કરી છે. સામાયિક સાથે જોડાયેલું બીજું આવશ્યક તે “પ્રતિકમણ”. જીવે જે જે દોષ કર્યા હોય તે તે યાદ કરી તેની ક્ષમા માગવી, તેને પશ્ચાત્તાપ કરે તે પ્રતિકમણ, એમ શ્રીમદે પ્રતિકમણુ” નામના ૪૦ મા પાઠમાં સમજાવ્યું છે. જીવ જે જે જાતના દોષ સામાન્ય રીતે કરે છે તે બધાનું દહન પ્રતિકમણુસૂત્રમાં આપેલું છે. તેથી તે સર્વનું સ્મરણ કરવાથી દિવસે કે રાતે થયેલા પાપને પશ્ચાત્તાપ કરાય છે. તે પશ્ચાત્તાપથી થતા લાભ જણાવતાં શ્રીમદ્ આ પાઠમાં લખ્યું છે કે – શુદ્ધભાવ વડે કરી પશ્ચાત્તાપ કરવાથી લેશ પાપ થતાં પરલોકભય અને અનુકંપા છુટે છે, આત્મા કમળ થાય છે. ત્યાગવા ગ્ય વસ્તુને વિવેક આવતું જાય છે. ભગવાન સાક્ષીએ અજ્ઞાન ઇત્યાદિ જે જે દોષ વિમરણ થયા હોય તેને પશ્ચાત્તાપ પણ થઈ શકે છે. આમ આ નિર્જરા કરવાનું ઉત્તમ સાધન છે.”૩૯ ૩૭. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, ૨. ૮૫. ૩૮. એજન, પૃ. ૮૪. ૩૯. એજન, પૃ. ૮૭. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૩. માક્ષમાળા આમ પ્રતિક્રમણ સૂત્રની અગત્ય, તેનાથી થતા લાભ આદિ સરળ ભાષામાં સમજાવી, સવારે અને સાંજે એમ દિવસમાં બે વખત પ્રતિક્રમણ કરવાની શાસ્ત્રમાં કરેલી આજ્ઞા તેમણે અહી જણાવી છે. 66 ક્ષમાપના પ્રભુ પાસે કયા પ્રકારની ક્ષમા માગવાની હોય તેના ઉદાહરણરૂપે શ્રીમદ્ નામના ૫૬ મે શિક્ષાપાઠ રચ્યા છે. આ પાર્કનું સૂત્રાત્મક શૈલીમાં રચાયેલુ એકેએક વાકય અસઘન છે. આ ગદ્યપ્રાથનામાં પોતાના દોષા પ્રભુ સમક્ષ ઘણી લઘુતાથી રજૂ કર્યા છે, અને પાતાનું અનાથપણું દર્શાવી, પ્રભુપ્રણીત ધર્મ, મુનિ આદિનું શરણું સ્વીકારી સર્વ પાપથી મુક્ત થવાની અભિલાષા દર્શાવી છે. કરેલાં પાપાના પશ્ચાત્તાપ કરી, સૂક્ષ્મ વિચારથી ઊંડા ઊતરી પાતાના સ્વરૂપની ખાતરી કરીને, ભગવાનનાં કહેલાં વચનામાં નિઃશંક થવાની તથા તેમનાં વચનાએ દર્શાવેલા માર્ગમાં અહારાત્ર રહેવાની અભિલાષા વ્યક્ત કરી છે. ૧૭૩ આ પાઠના મનનથી પાતાના દોષોનું ભાન થવાથી સાચા માર્ગે આવવાની તક જીવને મળે છે. અને એથી કેટલાક મુમુક્ષુએ તા સવારે ઊઠતાંની સાથે અને રાત્રે સૂતી વખતે આ પાઠનું મરણ કરી, પેાતાના દોષાની ક્ષમા માગવાના નિયમ લે છે. એ એિ વિચારતાં આ પાઠ અમૂલ્ય તત્ત્વવિચાર ” જેટલા જ, બલ્કે એથી પણ વધુ અગત્યના ગણી શકાય. તેથી તા લલ્લુજી મહારાજ વગેરે શ્રીમની સંમતિથી આ પાઠનું` વારંવાર મનન કરવાની ભલામણ કરતા. શ્રીમદ્ પણ તે પ્રકારની ભલામણ કરી હાય તેમ જાણવા ¢ મળે છે.૪૦ જીવન ચારિત્રપાલનમાં સૌથી વધુ કાઈ આડખીલીરૂપ હાય તા તે “ પ્રમાદ” છે, એમ શ્રીમદ્ પ્રમાદ ’’ નામના ૫૦ માં પાડમાં સમજાવ્યું છે. ઉન્માદ, ધના અનાદર, આળસ, કષાય આદિને તેમણે પ્રમાદનાં લક્ષણા ગણાવ્યાં છે. પળના પણ પ્રમાદ કરતાં કચારેક બહુ નુકસાન થાય છે, તે જણાવતાં તેમણે લખ્યું છે કે : 37 એક પળ વ્યર્થ ખાવાથી એક ભવ હારી જવા જેવું છે. એમ તત્ત્વની ષ્ટિએ સિદ્ધ છે.’૪૧ કોઈ પણ કાર્ય માં સફળતા મેળવવા પ્રમાદના ત્યાગ કરવા પડે છે, તે ન્યાયે આત્મકલ્યાણના માર્ગમાં તા જીવે એક પળના પણુ પ્રમાદ કર્યા વિના પુરુષાથ ઉપાડવા જોઈ એ, એવુ ક્ષણેક્ષણનું અઢળક મૂલ્ય લેખકે બતાવ્યુ છે. આ પાઠ “ઉત્તરાધ્યયન સૂત્ર”ના દ્રુમપત્રક ” નામના અધ્યયનના સારરૂપ છે, અર્થાત્ ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને પ્રમાદ ન કરવા વિશે આપેલા ઉપદેશ અહી સરળ ભાષામાં શ્રીમદ્ સમજાવ્યા છે. 66 ૪૦. “ શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૫૫, ૬૭૮ વગેરે. * ૪૧. એજન, પૃ. ૪૯. ધર્મના કાર્યમાં પ્રમાદ ન આવી જાય તે માટે મનને વશ કરવાના તથા બ્રહ્મચર્યપાલનના ઉપદેશ તેમણે “ જિતેન્દ્રિયતા ” નામના ૬૮મા પાઠમાં અને “બ્રહ્મચર્યની નવ વાડ નામના ૬૯મા પાઠમાં આપ્યા છે. "3 ', Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ જિતેન્દ્રિયતા અને પાઠ, મનને વશ કરવા વિષે ઘણાં ઉપગી સૂચને આપત, નિબંધરૂપે લખાયેલો છે. પરમાર્થમાર્ગમાં રહેવા માટે ઈન્દ્રિય પર કાબૂ હવે આવશ્યક છે. આ પાંચે ઈનિદ્ર, એક મન વશ થતાં કાબૂમાં આવી જાય છે. તેથી ઈન્દ્રિયોને વશ કરવા માટે મનને વશ કરવું જોઈએ. મનને વશ કરવું કેટલું કઠિન છે તે વિશે “ઉત્તરાધ્યયન સૂત્ર” માંથી ઉદાહરણ લઈને તેમણે લખ્યું છે કે – “દસ લાખ સુભટને જીતનાર કંઈક પડ્યા છે, પરંતુ સ્વાત્માને જીતનાર બહુ દુર્લભ છે, અને તે દસ લાખ સુભટને જીતનાર કરતાં અત્યુત્તમ છે.”૪૨ આ વિષે તેમણે બીજા ઉદાહરણ પણ આપ્યાં છે. અંતમાં મનને જીતવાની ચાવી બતાવતાં તેમણે લખ્યું છે કે – તે જે દરિછા કરે તે ભૂલી જવી, તેમ કરવું નહિ. તે જ્યારે શબ્દસ્પર્શાદિ વિલાસ ગઈ છે ત્યારે આપવા નહિ. ટૂંકામાં આપણે એથી દોરાવું નહિ, પણ આપણે એને દોરવું, અને દોરવું તે પણ મોક્ષમાર્ગમાં. જિતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે.”૪૩ આમ ઈન્દ્રિયજયને તેમણે અપાર સુખ મેળવવાની ચાવી રૂપે ગણાવ્યું છે. એ જ રીતે બ્રહ્મચર્યના પાલનને પણ તેમણે એટલું જ અગત્યનું ગણેલ છે. બ્રહ્મચર્યને મહિમા તથા લાભ દર્શાવતા સાત દેહરા શ્રીમદ્ “બ્રહ્મચર્ય વિશે સુભાષિત” નામના ૩૪મા પાઠમાં રચ્યા છે. તેમાં બ્રઢચર્ય પાલનથી સંસારક્ષય થાય છે તે જણાવતાં લખ્યું છે કે – “એક વિધ્યને જીતતાં, જો સૌ સંસાર, નૃપતિ જીતતાં છતિએ, દળ પુર ને અધિકાર ”૪૪ વિષયથી જ્ઞાન તથા ધ્યાનને નાશ થાય છે, અને સાથે સાથે બીજી અનેક રીતે પણ નુકસાન થાય છે, તેથી નવ વાડ વિશુદ્ધિથી બ્રહ્મચર્ય પાલન કરવાથી મન, દેહ વગેરે કલ્પવૃક્ષ સમાન બને છે, અને બીજા પણ કેટલાક લાભ થાય છે તે અહીં બતાવી બ્રહ્મચર્યને મહિમા ગાવે છે. બ્રહ્મચર્યની નવ વાડ વિશુદ્ધિ એટલે શું? –તે શ્રીમદે “બ્રહ્મચર્યની નવ વાડ” નામના ૬લ્મા પાઠમાં સમજાવ્યું છે, કે – બ્રહ્મચર્યરૂપી ઝાડને પિષણ આપનારી નવ વિધિ તે નવ વાડ એવું રૂપક લઈને બ્રહ્મચર્ય પાળવા માટે આચાર, જલદી સ્મૃતિમાં રહી જાય તે રીતે આ છે. ૪૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૦૭. ૪૩. એજન, પૃ. ૧૦૮. ૪૪. એજન, પૃ. ૮૨. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૩. મેક્ષમાળા, જન દર્શનમાં બતાવેલાં પાંચ મહાવ્રતમાં “બ્રહ્મચર્ય” એ ચોથું વ્રત છે. એ વ્રત સંપૂર્ણપણે પાળવા માટેના કેટલાક નિયમ શાસ્ત્રમાં આપ્યા છે. તેમાં બ્રહ્મચારીએ સ્ત્રી, પશુ આદિની વસ્તીવાળા વિસ્તારમાં ન જવું, શંગાર સંબંધી કથા ન કરવી, સ્ત્રી સાથે એકાસને ન બેસવું, સ્ત્રીનાં અંગોપાંગોનું નિરીક્ષણ ન કરવું, માખણ, ઘી આદિ પૌષ્ટિક ખોરાક ન લે વગેરે મળી નવ પ્રકારના નિયમોને સમાવેશ થાય છે. તે સર્વને શ્રીમદે સરળ ભાષામાં આ પાઠમાં સમજાવ્યા છે, અને તે સાથે બ્રહ્મચર્યનું મહત્ત્વ પણ બતાવ્યું છે. આમ શ્રીમદ્દે ચારિત્રપાલનમાં પિષણરૂપ થાય તેવા – દયા રાખવી, નિયમો લેવા, પ્રતિક્રમણ તથા સામાયિક કરવાં, નવકારમંત્રનો જાપ કરવો, બ્રહ્મચર્ય પાળવું, પ્રમાદ, કષાય આદિનો ત્યાગ કરવો વગેરેનો બંધ કરતા “સર્વ જીવની રક્ષા”, “યત્નો”, ૮૮ પ્રમાદ વગેરે પાકોની રચના કરી છે. આમ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર એ ત્રણે તની સમજણ આપતા પાઠે શ્રીમદ્ રહ્યા છે. સહાયભૂત પાઠ સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્રને લગતા પાઠે ઉપરાંત શ્રીમદે તે ત્રણે અંગે સમજવામાં સહાયભૂત થાય તેવા કેટલાક પાઠની પણ રચના કરી છે. આપણે સર્વમાન્ય ધર્મ શું છે? માનવદેહની અગત્ય શી? કર્મની વિચિત્રતા કેવી છે ? ઉત્તમ ગૃહસ્થ કોણ? તૃષ્ણ કેવી છે? વિવેક એટલે શું ? – વગેરે વિષે ધર્મની વિચારણામાં સહાયકારી થાય તેવા પાઠો શ્રીમદ્દ રચ્યા છે. સર્વમાન્ય ધર્મ ” નામના બીજા પદ્યપાઠમાં આ પુસ્તકના કે દ્રવતી વિચારને શ્રીમદ્ સ્પર્શ કર્યો છે. તેમાં વ્યવહારધર્મનું સૌપ્રથમ અને સૌથી અગત્યનું લક્ષણ “દયા” કહી તેને મહિમા વર્ણવ્યો છે. બધા જ ધર્મને માન્ય એવું દયા નામનું તત્ત્વ જિનેશ્વરપ્રણીત ધર્મનું મુખ્ય લક્ષણ છે તે અહીં સ્પષ્ટતાથી કહ્યું છે. જીવમાં દયા હોય તે જ સત્ય, શીલ, દાન વગેરે અન્ય ગુણે પણ શોભે છે. દયા વિના તે ગુણે ટકી શકતા નથી; આમ દયાને ધર્મનું મૂળ કહી, જૈનધર્મમાં તેની કેવી સૂક્ષમતા છે તે બતાવતાં તેમણે લખ્યું છે કે, “પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય.”૪૫ આવી સૂક્ષમતાથી દયા પાળનાર “તે જન પહોંચે શાશ્વત સુખે.”૪ ૬ પોતાના આ કથનના સમર્થનમાં શ્રીમદે જ શાંતિનાથ પ્રભુનું ઉદાહરણ આપ્યું છે. આમ અહીં તેમણે ધર્મના સૌથી અગત્યના અને સર્વને માન્ય એવા “દયા” તત્ત્વનું સરળ પદ્યમાં નિરૂપણ કર્યું છે. કર્મના ચમત્કાર” નામના ત્રીજા પાઠમાં જગતમાં દેખાતી જાતજાતની અસમાનતા પ્રત્યે શ્રીમદ્ વાચકનું લક્ષ દોર્યું છે. કઈ પણ બે મનુષ્યમાં બુદ્ધિ, વૈભવ, આકૃતિ, વાચા આદિ અંગે કોઈ પણ રીતે સમાનતા જોવામાં આવતી નથી, તે જગતમાં જોવા મળતા ૪૫. ૪૬. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૯. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રીમી જીવનસિદ્ધિ વિરોધથી બતાવ્યું છે. અને તેના કારણરૂપે કર્મને ગણાવેલ છે. શુભાશુભ, જેવાં કર્મ બાંધ્યાં હોય તેવાં ફળ ભોગવવાં પડે છે. આ સ્થિતિ પરભવની શ્રદ્ધા કરાવે છે. આમ જીવને સંસારમાં ભમાવનાર તથા સુખદુઃખ આપનાર કર્મ છે, તે વાત શ્રીમદે અહીં સરળ તથા સ્પષ્ટ ભાષામાં સમજાવી છે. કર્મની આ સત્તા જાણ્યા પછી પોતાને મળેલા દેહનું કેટલું મૂલ્ય છે, અને તેને કે ઉપયોગ કરવો જોઈએ તેની જિજ્ઞાસા સ્વાભાવિક રીતે જ વાચકને થાય, તેથી માનવદેહનું મૂલ્ય અને ઉપયોગ દર્શાવતા “માનવદેહ” નામને ચોથે પાઠ શ્રીમદે ર છે. મનુષ્યગતિ એ એક જ ગતિ એવી છે કે જ્યાંથી જીવ મુતિમાં જઈ શકે છે, અથવા તે મુક્તિ પામવા માટે પ્રબળ પુરુષાર્થ કરી શકે છે. સંસારના પરિભ્રમણથી છૂટવા જે વિવેકજ્ઞાનની જરૂર છે તે જ્ઞાન મનુષ્યગતિ સિવાય કોઈ પણ ગતિમાં પૂર્ણ પણે આવી શકતું નથી. તે અપેક્ષાથી આ દેહની અમૂલ્યતા જણવી, તેના આયુષ્યનો ભરોસે રાખ્યા વિના સવર તેને ઉપગ કરવાનું તેમણે જણાવ્યું છે, સાથે સાથે કહ્યું છે કે પરમાર્થથી માનવદેહને સફળ ન કરનાર માનવરૂપે વાનર છે, કારણ કે તેમનામાં માનવપણું હોતું નથી. મનુષ્યદેહ પામેલે જીવ કેવાં લક્ષણોથી યુક્ત હોય તે તે ઉત્તમ ગૃહસ્થ કહેવાય તે શ્રીમદે “ઉત્તમ ગૃહસ્થ” નામના બારમા પાઠમાં બતાવ્યું છે. તેમાં જણાવ્યા પ્રમાણે ઉત્તમ ગૃહસ્થ, સામાયિક, પ્રતિકમણ ઈત્યાદિ યમનિયમ પાળે છે, દાન આપે છે, અ૫ પરિગ્રહ રાખે છે, વગેરે લક્ષણે ઉત્તમ ગૃહસ્થ ધરાવે છે. આ બધાં લક્ષણે તેમણે સૂત્રાત્મક શૈલીમાં, તેમનાં “નીતિવાક્યો ”ની શૈલીમાં આપ્યાં છે. ઉદાહરણ તરીકે, “સશાસ્ત્રનું મનન કરે છે.”૪૭ વગેરે. ખરી મહત્તા” નામના ૧૬ મા પાઠમાં લક્ષમી, વૈભવ, મેટું કુટુંબ, અધિકાર વગેરેને સામાન્ય માણસે જે મહત્તા માને છે, તે મહત્તા નહિ, લઘુતા છે એમ તેમણે સમજાવ્યું છે. તે દરેક વસ્તુમાં કેઈ ને કોઈ જગ્યાએ તે દુઃખ રહેલું છે, તેથી તે ખરી મહત્તા નથી. સાચી મહત્તા કયાં છે તે દર્શાવતાં તેઓ લખે છે કે, “આમાની મહત્તા તે સત્યવચન, દયા, ક્ષમા, પરે પકાર, અને સમતામાં રહી છે. લક્ષમી ઇત્યાદિ તે કર્મમહત્તા છે.”૪૮ કર્મમહત્તાવાળી કઈ પણ વસ્તુ શાશ્વત નથી અને આત્મસમૃદ્ધિ નાશવંત નથી. બ્રહ્મદત્ત જેવા ચક્રવતી કરતાં પણ વિશેષ મહત્તા શુદ્ધ પંચમહાવ્રતધારી ભિક્ષુકને મળે છે. અહી આમાની મહત્તા કેટલી છે તે તેઓ બ્રહ્મદત્તના ઉદાહરણથી બતાવે છે. આમ આત્માના કેટલાક ગુણની સ્તુતિ તેમણે સરળ ભાષામાં સચોટ રીતે કરી છે. - આત્માના ગુણેને જાણનાર, આત્માર્થી જીવના મનોરથ કેવા હોય તે શ્રીમદ “સામાન્ય મનોરથ” નામના ૪૫ મા પદ્યપાઠમાં રજૂ કરેલ છે. પૂ. ગાંધીજીના પ્રિય ભજન “વૈષ્ણવ જન તો તેને રે કહીએ”ની યાદ આપે તેવા આ મનોરથે સવૈયામાં રજ થયેલ છે. તેમાં પરસ્ત્રીને મહાધીન બની નીરખવી નહિ, પરધનને પથ્થર સમાન માનવું ૪૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૬. ૪૮. એજન, પૃ. ૬૯. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ૩. શૈક્ષમાળા શ્રાવકનાં ખાર વ્રત આચરવાં વગેરે મનારથા મુકાયા છે. આ મનોરથામાં આધ્યાત્મિક દૃષ્ટિ વિશેષ જોવા મળે છે, જેમ કે ખાર વ્રત પાળવાં, આત્મસ્વરૂપ વિચારીને સાત્ત્વિક થવુ, મહાવીર પ્રસ્તૃત વચનામાં અખંડ શ્રદ્ધા રાખવી વગેરે મનારથી વિશેષ છે. માક્ષમા સાધવા ઈચ્છતા જીવને કેવા મનેરથી હાય તે જાણવા આ પદ ઉપયાગી છે. 66 આવા સાત્ત્વિક મનારથાને બદલે જગતના લાકાના જેવી ખાદ્ય વૈભવ આફ્રિની તૃષ્ણા હાય તે, તેવા જીવની અંતમાં કેવી સ્થિતિ થાય છે તે શ્રીમદ્દે “ તૃષ્ણાની વિચિત્રતા ’ નામના ૪૯મા પદ્મપાઠમાં હળવી કટાક્ષશૈલી દ્વારા બતાવ્યુ છે. અહી’ભાવને અનુકૂળ મનહર છંદ લેવાયા છે. દીનતામાંથી દેવતાઈ મળે છે તાપણું જીવની તૃષ્ણા જતી નથી. મૃત્યુના માંમાં હોય, વૃદ્ધાવસ્થા હાય, બીજી અનેક વિષમ પરિસ્થિતિ હોય છતાંય જીવની મમતા મરતી નથી તેના રમૂજી કટાક્ષમય ચિતાર શ્રીમદ્દે આ કાવ્યમાં આપ્યા છે. ગભીર વિષયને હળવી શૈલીથી રજૂ કરવાની શ્રીમની શક્તિ આપણને અહી દેખાય છે. આમ કોઈ પણ એક બાજુ વિશેષપણે ખેંચાઈ જવાથી નુકસાન થાય છે. તેથી તે માટે વિવેક વાપરવા જોઈએ. તેથી “વિવેક એ જ ધર્મનું મૂળ અને ધર્મરક્ષક છે” તે કર્તાએ “વિવેક એટલે શુ?” એ નામના ૫૧મા પાઠમાં ગુરુશિષ્યના સવાદ દ્વારા સમજાવ્યુ` છે. આ પાઢમાં ગુરુ વિવેકના સૂક્ષ્મ તથા સરળ અર્થ સમજાવતાં કહે છે કે --- “ સસારનાં સુખા અન તીવાર આત્માએ ભાગવ્યાં છતાં તેમાંથી હજુ પણ માહિની ટળી નહિ, અને તેને અમૃત જેવા ગણ્યા, તે અવિવેક છે, કારણ સ`સાર કડવા છે. કડવા વિપાકને આપે છે, તેમજ વૈરાગ્ય જે એ કડવા વિપાકનું ઔષધ છે, તેને કડવા ગણ્યા, આ પણ અવિવેક છે. જ્ઞાનદર્શનાદિ ગુણ્ણા, અજ્ઞાન, અદનને ઘેરી લઈ જે મિશ્રતા કરી નાખી છે તે આળખી ભાવ અમૃતમાં આવવુ એનું નામ વિવેક છે. '૪૯ આમ આત્માને જે મધુરતા તે અમૃત અને આત્માને જે કડવુ... તે ઝેર, આ સમજવુ* તેનુ નામ વિવેક એમ શ્રીમદ્ કહેલ છે. સૌંસાર અનંત દુઃખમય છે, તેમાં મેહ રાખવા એ પણ વિવેક છે, તે વિશે શ્રીમ જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે એસ્થેા છે?' નામના બાવનમા પાઠમાં સમજાવ્યુ છે. સસારની માહિની કેવી છે તે સમજાવવા એક ચક્રવતી અને એક ભૂંડની માહિનીની અપેક્ષાએ સરખામણી કરી, બંનેને સરખા જણાવ્યા છે. સ’સારના વૈભવ વિશે વિચારતાં બંને વચ્ચે ઘણા તફાવત છે, પણ તેમની આસક્તિ સરખી જ છે, એ અપેક્ષાએ તેમને સમાન ગણ્યા છે. આ સરખામણી પરથી કર્તાએ સંસારનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું" છે. સ`સારના દુઃખથી મુક્ત થવા જ્ઞાનીએ વૈરાગ્યના બેધ કર્યા છે, કારણ કે “વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભેામિયેા છે. ૫૦ આ વચન દ્વારા તેમણે પાઠના શી કની સાર્થકતા પણ બતાવી છે. ૪૯. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૯૫, પુ. એજન, પૃ. ૯૬ ૨૩ 66 Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રીમદ્ની જીવનસિદ્ધિ તે પછીના “ મહાવીર શાસન' નામના પુરુમા પાઠમાં વિશાળ વિષયને સુંદર શૈલીથી તેમણે સમાવ્યા છે. આ પાઠમાં મહાવીર પ્રભુનુ જીવન સક્ષેત્રમાં જણૢાવવાની સાથે એ પણ કહ્યું છે કે તેમનુ ધર્માંતી એકવીસ હજાર વર્ષ પર્યંત પ્રવશે. તે શાસન દરમ્યાન લેાકાના આચારવિચાર કેવા હશે તેની રૂપરેખા પશુ આપી છે. અને એ બધી જ જાળમાંથી મુક્ત થવા માટે શ્રીમદ્દે આ પાઠના અંતમાં ભલામણ કરી છે કે ઃ— “આપણે આપણા આત્માના સાર્થક અથે મતભેદમાં પડવું નહિ. ઉત્તમ અને શાંત મુનિના સમાગમ, વિમળ આચાર, વિવેક, દયા, ક્ષમા એનુ' સેવન કરવું, મહાવીરતી ને અર્થે અને તેા વિવેકી એધ કારસહિત આપવા, તુબુદ્ધિથી શકિત થવું નહિ. એમાં આપણુ' પરમ મગળ છે તે વિસર્જન કરવું નહિ, પ૧ સાધુઓએ પાળવાની બ્રહ્મચર્યની નવ વાડના નિયમમાં એક તેા સ્નાન કરવાની મનાઈ છે, તેની ચેાગ્યતા દર્શાવતા ખુલાસે શ્રીમદ્દે “અશુચિ કાને કહેવી ? '' નામના ૫૪મા પાઠમાં “સત્ય ” અને “જિજ્ઞાસુ ”ના સંવાદરૂપે આપ્યા છે. દેહની અશુચિ એ સાચી અશુચિ નહિ, પણ આત્માની મલિનતા એ સાચી અગ્નિ છે, તેથી તેના નાશ કરવા તરફ પ્રભુએ ‘ ભાર મૂકથો છે. શરીર જ મિલનતાથી બનેલુ' છે. તેથી તે સ્નાનથી શુદ્ધ ન થઈ શકે. વળી, સાધુને સસારી જેવી શરીરની અશુચિ થતી નથી, તેથી તેમને સ્નાનની આવશ્યકતા નથી, એ અહ' સરળ ભાષામાં જણાવ્યું છે. ઓમ જુદાં જુદાં સૂચના અપાયા પછી, શ્રાવકે પેાતાના જીવનમાં કર્યેા નિત્યક્રમ અપનાવવા જોઈ એ તે વિશે ૫૫ મા “ સામાન્ય નિત્યનિયમ ” નામના પાઠમાં માદન અપાયું છે. તેમાં નવકારમંત્રના જાપ, સામાયિક, પ્રતિક્રમણ વગેરે ઉપરાંત દાન વગેરેની ભલામણ પણ કરવામાં આવી છે. એનુ સૂક્ષ્મતાથી પાલન કરવું' તે મ’ગળદાયક છે, એમ આ પાઠમાં કર્તાએ દર્શાવ્યું છે. સામાન્ય નિત્યનિયમ જેવા જ, આત્માને ઉજ્જવળ કરવામાં ઉપયેાગી ૩૨ ખેલના સંગ્રહ “ ખત્રીસ યાગ ” નામના ૭૨ મા પાઠમાં અપાયા છે, તેમાં સાધુ શ્રાવક સને લાગું પડે તેવા નિયમો ટૂંકાં વાકયોમાં જણાવ્યાં છે. ઉદાહરણ તરીકે, “ મમત્વને ત્યાગ કરવા, ” પેાતાનો દોષ સમભાવપૂર્વક ટાળવા ” વગેરે સત્પુરુષાએ જણાવેલા આચારમાંના ૩૨ નિયમ લેખકે બહી' આપ્યા છે. તેમણે અમૂલ્ય ગણાવેલાં આ વચના, તેમણે રચેલાં “ પુષ્પમાળાં ”, “ વચનસપ્તશતી ”, “ વચનાવલી” વગેરેની યાદ આપે તેવાં છે. '' '', ** આ બધા ઉપરાંત મેાક્ષમાળા ”માં “ સમાજની અગત્ય ”, “ મનેાનિગ્રહમાં વિઘ્ન ’’, વગેરે કેટલાક પાડાની પણ તેમણે રચના કરી છે, જે કાઈ ખાસ વિભાગમાં ન આવતા સ્વતંત્ર જેવા છે, અને તેમ છતાં તે કેટલાક ધાર્મિક પ્રશ્નોનું સમાધાન કરનાર છે. તેથી તે બધાની મેાક્ષમાર્ગની પ્રાપ્તિના સહાયક પાઠ તરીકે ગણતરી કરી છે. 49.66 શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૯૭, Page #198 -------------------------------------------------------------------------- ________________ ૩. મેક્ષમાળા ૧૭૯ સમાજની અગત્ય” નામના ૯મા પાઠમાં અંગ્રેજોની અનેકવિધ સફળતાના કારણભૂત તેમના ઉત્સાહને અપનાવી સર્વજ્ઞ પ્રભુનાં વચનેનું પાલન કરવા શ્રીમદ્ ભલામણ કરી છે. અંગ્રેજોના ગુણે અપનાવવાની ભલામણ કરનાર શ્રીમદ્દમાં ગુણગ્રાહીપણું જોવા મળે છે. મનોનિગ્રહમાં વિદન” નામના તે પછીના પાઠમાં અઢાર પાપસ્થાનકોને નાશ કરવામાં વિદનરૂપ ૧૮ બેલ આપ્યા છે. આત્માર્થ સાધવામાં આડા આવતા આ દોષથી સત્વરે મુક્ત થવાની તેમણે ભલામણ કરી છે. તે પછીના ૧૦૧મા પાઠમાં “સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો ” આપવામાં આવ્યાં છે. વૈરાગ્યને પોષક તથા આત્મસિદ્ધિ મેળવવામાં સહાયભૂત થાય તેવાં દસ વચને અહીં આપ્યાં છે. દાખલા તરીકે, “યુવાવસ્થાના સર્વસંગપરિત્યાગ પરમ પદને આપે છે.” “વિવિધ પ્રશ્નો” નામના ૧૨થી ૧૦૬ સુધીના પાંચ પાઠમાં જનધર્મનો સિદ્ધાંતપ્રવેશિકાની ગરજ સારે એ રીતે પ્રશ્નોત્તરરૂપે કેટલાક સિદ્ધાંતોની તથા ધર્મનાં તજીવ, અજીવ, કર્મ, ગુણસ્થાન વગેરે વિશેની સામાન્ય સમજણ તેમણે આપી છે. અંતમાં “જિનેશ્વરની વાણી અને મહિમા દર્શાવતું કાવ્ય તથા ગ્રંથ પૂરે થયો તેનું સૂચન કરતું “ પ્રમાલિકા મંગળ” નામનું પદ ૧૦૭માં તથા ૧૦૮મા પાઠમાં મૂકવામાં આવ્યાં છે. અનંત પ્રકારના અર્થથી ભરપૂર, જગતનું હિત કરવાવાળી, મેક્ષ આપનાર વગેરે જિનેશ્વરની વાણના કેટલાક ગુણ અહીં મનહર છંદમાં રજૂ કર્યા છે. “પૂર્ણ માલિકા મંગળ”માં સાત વારનાં નામ ખાસ અર્થમાં ગોઠવીને સમ્યગ્દર્શન કેમ થાય તેનું તથા તે પછીથી સિદ્ધપદની પ્રાપ્તિ સુધીને વિકાસ કઈ રીતે થાય તે બતાવ્યું છે. એ રીતે વિચારતાં આ ૧૦૮ પાઠ ખૂબ અગત્યને ગણી શકાય. આમ આપણે જોઈ શકીશું કે શ્રીમદે “મોક્ષમાળા”માં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્ર એ ત્રણે અંગને પુષ્ટ કરનારા તત્ત્વવિચારણના પાઠે સરળ, મિષ્ટ ભાષામાં રચ્યા છે. તદુપરાંત “મોક્ષમાળા” તે સર્વને આકર્ષણરૂપ તથા ઉપયોગી થાય તે હેતુથી રચાઈ હોવાને લીધે તેમાં શ્રીમદ્ કથાતત્વ ઘણુ જગ્યાએ ઉમેરેલું છે. “મોક્ષમાળા”નાં કથાદષ્ટાંતો મોક્ષમાળામાં ૧૦૮ પાઠમાંથી લગભગ ૨૭ પાઠમાં ૧૬ જેટલી જુદી જારી કથાઓ અપાઈ છે, જે વાચકના વાર્તારસને પોષવામાં ઘણી સહાયક થઈ શકે તેમ છે. આ બધી કથાઓ શ્રીમદે એક સાથે અનુસંધાનમાં નથી મૂકી, પણ તેના ઔચિત્ય પ્રમાણે થોડા થોડા પાઠને અંતરે મૂકી છે. અહીં અપાયેલાં ઘણાં ખરાં કથા કે દષ્ટાંત મોટે ભાગે જૈન સૂત્રગ્રંથો કે શાસ્ત્રગ્રંથોમાંથી લેવાયેલાં છે. જેમાં આ કથાઓ ઘણી પ્રચલિત છે, તેથી તે ઘણા પ્રાચીન જૈન ગ્રંથોમાં જોવા મળે છે. તેથી કથાઓનાં મૂળ કેટલીક વખત મળતાં નથી. વળી, શ્રીમદે પોતે ઉતારેલી કથા તેમણે કયા ચોક્કસ ગ્રંથમાંથી લીધી છે તેને કયાંયે નિર્દેશ કર્યો નથી, તેથી Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દન જીવનસિદ્ધિ તેને નિર્ણય થઈ શકતો નથી. વળી, શ્રીફને બધાં શાસ્ત્રો વાંચવાં પણ નહોતાં પડતાં એમ એમણે પોતે જ જણાવ્યું છે, અને તે કથાઓની બાબતમાં પણ તેટલું જ સાચું છે એમ તેમના શબ્દો જોતાં જણાય છે. જુઓ – એક શ્લેક વાંચતાં અમને હજારે શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપગ ફરી વળ છે.”પર “ભાગવતવાળી વાત આત્મજ્ઞાનથી જાણેલી છે. ૫૩ સૂત્ર અને તેનાં પડખાં બધાં જણાયાં છે.”૫૪ વગેરે. આમ શાસ્ત્રજ્ઞાન લેવા જેને શાસ્ત્રને આશરો નથી લેવો પડતો, તેણે અમુક ચોક્કસ વસ્તુ કયા ચોકકસ ગ્રંથને આધારે લીધી હશે તે જાણવું કેટલું મુશ્કેલ છે તે અહીં સમજી શકાશે. કેટલીક કથા તેમની સ્વતંત્ર રચના હેય તેમ પણ જણાયું છે. વળી બધામાંથી કેટલીક કથા કે કેટલાંક દષ્ટાંતાં “ભાવનાબેધ”માં પણ હોવાથી ત્યાં તપાસાઈ ગયાં છે, તેથી તેનો અહીં માત્ર નિર્દેશ જ કર્યો છે. મેક્ષમાળામાં સૌથી પહેલી કથા ૫, ૬, ૭ એ ત્રણ પાઠમાં “અનાથી મુનિ”ની જોવા મળે છે. “માનવદેહ” નામના ચોથા પાઠના અનુસંધાનમાં તે દેહની સાચી ઉપયોગિતા જણાવતું “અનાથી મુનિ”નું ચરિત્ર અહીં અપાયું છે.૫૫ આ પછી ૧૭માં પાઠમાં શ્રીમદે “બાહુબળ”ની કથા આપી છે. આદિ તીર્થકર શ્રી ઋષભદેવે તેમના બે પુત્ર ભરત તથા બાહુબળને રાજ્ય સેપી સર્વસંગપરિત્યાગ કર્યો. પાછળથી ચક્રવતી પદ માટે બે ભાઈઓ વચ્ચે યુદ્ધ થયું. તે વખતે નાનાભાઈ બાહુબળને મટાભાઈ સાથે લડવું એગ્ય ન લાગતાં, મુનિ વેશ ધારણ કરી બાહુબળ જંગલમાં ચાલ્યા ગયા. દીક્ષા લીધા પછી તેમને પિતા તેમજ અન્ય દીક્ષિત ભાઈઓને મળવાની ઈચ્છા થઈ પણ ઉંમરમાં પિતાથી નાના અને દીક્ષાએ મોટા ભાઈઓને વંદન કરવું પડે તે ન રચતાં તેઓ બીજી જગ્યાએ જઈ ઉગ્ર તપ કરવા લાગ્યા. આમ તેમનામાં થોડો “અહમ” રહી ગયો. તે માન તેમની બે બહેને બ્રાહતી અને સુંદરીના “મદોન્મત્ત હાથી પરથી હેઠા ઊતરે” એ વચનથી તૂટયું. અને તે પછી પિતાને ભાઈઓને વાંદવા જવા બાહુબળ જેવો પગ ઉપાડ્યો કે તરત જ તેમને કેવળજ્ઞાન પ્રગટયું. “માન ન હતું તે અ જ મોક્ષ હોત” એ ઉક્તિને સાર્થક કરતું તથા માનની ભયંકરતા બતાવતું દૃષ્ટાંત શ્રીમદે અહીં સરળ ભાષામાં રજૂ કર્યું છે. જન સમાજમાં ખૂબ પ્રચલિત થયેલી બાહુબળની આ કથા શ્રીમદે શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર”ના પહેલા પર્વના પાંચમા સર્ગમાંથી અથવા બીજા કોઈ ચરિત્રગ્રંથમાંથી ટૂંકાવીને લીધી હોય તે સંભવ છે. પર. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૪. ૫૩. એજન, પૃ. ૨૬૫. ૫૪. એજન, પૃ. ૨૫૦. પપ. આ કથાના વસ્તુ માટે જુઓ “ભાવનાબધ”ના પ્રકરણમાં “અશરણભાવના”. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૩. ક્ષમા ૨૨માં કામદેવ શ્રાવક” નામના પાઠમાં શ્રીમદે “ઉપાસક દશાંગ સૂત્ર”ના બીજા અધ્યયનના ૯૨થી ૧૧૨ શ્લોકમાં આવતા કામદેવ શ્રાવકના પ્રસંગને આધાર લઈને, તે પ્રસંગને સંક્ષેપમાં આપ્યો હોય તેમ લાગે છે. દેવના અનેક ઉપસર્ગો કામદેવ ખૂબ જ સમતાથી સહન કરે છે, તેમ જ પોતાના કાર્યોત્સર્ગમાં લેશ પણ ન્યૂનતા આવવા દેતે નથી, તેવી કામદેવની ધર્મદેઢતા બતાવતે પ્રસંગ શ્રીમદ્ આ પાઠમાં આપ્યો છે. કામદેવ જેવી દઢતા રાખવાની ભલામણ તેમણે કરી છે, અને સાથે સાથે “પાઈ” માટે ધર્મ શાખ કાઢનાર જીવો પ્રતિ ખેદ પણ વ્યક્ત કર્યો છે. આ પછી “સત્ય” નામના ૨૩મા પાઠમાં પંચમહાવ્રતમાંના એક વ્રત સત્યનું મહત્વ બતાવતી કથા શ્રીમ આપી છે. શ્રીમદ્દ એ વિશે લખે છે કે – વસુરાજાનું એક શબ્દનું અસત્ય બોલવું કેટલું દુઃખદાયક થયું હતું તે તત્ત્વવિચાર કરવા માટે અહીં હું કહું છું. પs તમાં બતાવ્યા પ્રમાણે સત્યના પ્રભાવથી સિંહાસન પર અધધર બેસતા વસુરાજાએ, બ્રાહ્મણની આત્મહત્યા કરવાની ધમકીથી ડરી જઈને જ્યારે “અજ” શબ્દને અર્થ “ત્રીહિ” ને બદલે “બેકડે” એ કર્યો ત્યારે તેના અસત્ય વચનથી કેપેલા દેવે તેને સિંહાસન પરથી પછાડીને મારી નાખ્યો. આ કથાનું મૂળ સંઘદાવાચકકૃત “વસુદેવહિડિ”ના ૨૪મા લંભકમાં છે, તેવું અનુમાન થાય છે. તે પછીના રૂપમાં “પરિગ્રહ સંકોચ” નામના પાઠમાં, પરિગ્રહ વિશે મર્યાદા ન હોય તા તૃષ્ણના પૂરમાં તણાઈને જીવ દુઃખ અને ક્યારેક સર્વનાશ નોતરે છે તે જણાવતું “સુભૂમ ચક્રવતી એનું દૃષ્ટાંત અપાયું છે. સુભૂમ છ ખંડ ધરતીની પ્રભુતાથી સંતોષ ન પામતાં બાર ખંડ સાધવા નીકળે છે. પરિણામે છ ખંડની પ્રભુતા માણ્યા વિના પોતાનો સર્વનાશ નેતરે છે. “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર”ના છઠ્ઠા પર્વના ચોથા સર્ગમાં વર્ણવેલ સુભૂમ નામના આઠમા ચક્રવતીનું આ ટૂંકું ચરિત્ર છે. આ ચરિત્ર આપી શ્રીમદ્દ એવો ઉપદેશ સૂચવે છે કે, ઓછામાં ઓછા પરિગ્રહથી સંતોષ મળવો જોઈએ, કારણ કે પરિગ્રહ એ પાપનું મૂળ તથા પાપને બાપ બને છે, સંતોષને જ સાચું સુખ ગયું છે. આ પછીના ૨૬માં પાઠમાં “તત્ત્વ સમજવા” વિશે એક રમૂજી દૃષ્ટાંત દ્વારા કર્તાએ રિળતાથી સમજવ્યા છે. શાસ્ત્રના નિયમ આદિ ગેખવાથી નહિ, પણ તેને સમજીને અભ્યાસ કરવાથી આત્માનું કલ્યાણ થાય છે, તે સત્ય તેઓએ અહી સમજાવ્યું છે. “રાયશી” અને “દવસી” શબ્દને છેટે અર્થ સમજવાને લીધે, પ્રતિક્રમણ બોલતી વખતે ખેતશી” કેવો ગોટાળો કરી બેસે છે તે રમૂજી શૈલીથી અહીં તેમણે બતાવ્યું છે. “દેવસી પડિકમણું ડાયમિ” એમ આવ્યું ત્યાં “ખેતશી પડિક્કમણું ડાયમિ” એ વાક્યો લગાવી દીધાં. “હું ગરીબ છું એટલે મારું નામ આવ્યું ત્યાં પાધરી તકરાર લઈ ૫૬. “શ્રીમદ્ રાજચંદ્ર , અગાસ આવૃત્તિ ૧, પૃ. ૭૪. Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની જીવનસિદ્ધિ “ પરંતુ પાપટની ખલા જાણે રામ તે દાડમ કે દ્રાક્ષ” વગેરે હળવાં વાકયો દ્વારા પેાતાનું વક્તવ્ય સરળતાથી રજૂ કરેલ છે. "" મેટા. ૧૬૨ 66 33 દયા ”નું મહત્ત્વ જણાવવા ત્રણ પાઠ રચ્યા પછી તેના અનુસંધાનમાં “સર્વ જીવની રક્ષા ભાગ ૨ નામના ૩૦મા પાઠમાં શ્રેણિકરાજા અને અભયકુમારના “ માંસની સસ્તાઈ ” વિશેના પ્રસંગ શ્રીમદ્દે આપ્યા છે. કાળજાના સવા પૈસા ભાર માંસને બદલે અઢળક દ્રવ્ય દરેક વ્યક્તિ અભયકુમારને આપે છે. તે દૃષ્ટાંત દ્વારા તેઓ સ્પષ્ટ કરે છે કે, સર્વને પોતાના જીવ વહાલા હાય છે, તેથી અસહાય જીવને હણીને તેએને દુઃખ આપવારૂપ પાપથી બચવું જોઈ એ. “ સર્વ જીવની રક્ષા કરવી એ જેવા એ ધર્મ નથી.'' એ બેધ એમણે સારરૂપ હ્યો છે. વિનય એ સિદ્ધિ મેળવવા માટેનું કેવું ઉત્તમ વશીકરણ છે તે “ વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે ” એ નામના કરમા પાઠમાં શ્રીમદ્દે સમજાવ્યું છે. ચંડાળ પાસેથી વિદ્યા લેવાની હાવાથી, તેને ગુરુસ્થાન આપ્યા વિના ખુદ શ્રેણિકરાજા પણ વિદ્યા પ્રાપ્ત કરી શકતા નથી, તે દૃષ્ટાંત દ્વારા શ્રીમદ્દે વિનયનુ માહાત્મ્ય સરળ ભાષામાં વિશદતાથી સમજાવ્યું છે. : વિનયના માહાત્મ્યની જેમ શીલના મહિમા પણ શ્રીમદ્ “સુદર્શન શેઠ ”ની કથા દ્વારા, ૩૩મા પાઠમાં વ્યક્ત કર્યા છે. ધર્માંદૃઢ તથા શીલવાન એવા શેઠ પર માહિત થયેલી અભયારાણી, પેાતાની દુષ્ટ ઇચ્છામાં ન ફાવતાં, શેઠના ચારિત્ર વિષે રાજાના કાન ભંભેરે છે. કાચા કાનના રાજા શેઠને ખરાબ ચારિત્રના માની શૂળીએ ચઢાવવાના હુકમ કરે છે. પણ ઉપર ચડતાંની સાથે જ શીલના પ્રભાવથી શૂળી સિહાસન બની જાય છે. આમ સત્યશીલના વિજય થાય છે. ધમ ઘાષસૂર કૃત ઋષિમ ’ડળ ”માં આવતી અને ખૂબ જાણીતી થયેલી આ કથાના ઉપયાગ શ્રીમદ્ અહીં શીલના મહિમા અને ધર્મ દૃઢતા જણાવવા કર્યા છે. તે પછી સ ંસારનું અનિત્ય સ્વરૂપ સમજાવતાં “ભિખારીના ખેદ” નામની કથા ૪૧, ૪૨ એ પાઠમાં આપવામાં આવી છે. રમૂજી શૈલીવાળી, સ્વતંત્ર લાગતી આ રચના “ ભાવનાધ”માં પણ લેવાયેલી છે.૫૭ અનુપમ ક્ષમા” અને “રાગ” નામના ૪૩, ૪૪મા પાર્ડમાં શ્રીમદ્ ઉત્તમ ક્ષમા કાને કહેવાય તે, તથા સૂક્ષ્મ રાગ પણ કેટલા હાનિકારક છે તે અનુક્રમે ગજસુકુમાર અને ગૌતમસ્વામીના દૃષ્ટાંતથી સમજાવ્યુ છે. આમ અહીં તત્ત્વની રજૂઆત દૃષ્ટાંત દ્વારા કરી છે. 66 શ્રીકૃષ્ણના નાના ભાઈ ગજસુકુમાર બાર વર્ષની નાની વયે વૈરાગ્યથી દીક્ષિત થયા હતા. તે દીક્ષાથી તેમના સસરા સામિલને અત્યંત ક્રોધ આવ્યા, કારણ કે તેમની અપરણીત પુત્રીના ગજસુકુમારે ભવ બગાડયો. આથી ક્રોધાવેશમાં આવેલા સામિલે, ગજસુકુમાર જ્યાં ધ્યાનમાં ઊભા હતા ત્યાં જઈ તેમના માથા પર ચીકણી માટીની સગડી બનાવી, તેમાં ૫૭. જુએ “ ભાવનાબેાધ ” ની પહેલી “ અનિત્યભાવના ’. С، Page #202 -------------------------------------------------------------------------- ________________ ૩. એક્ષમાળા ' બળતા કોલસા મૂક્યા. તેથી ગજસુકુમારના મસ્તકની કોમળ ચામડી બળવા લાગી અને તેમને અસહ્ય વેદના થવા લાગી, પણ તેઓ ક્ષમાભાવ રાખી દયાનમાં સ્થિર રહ્યા. બીજે સસરો હોત તે લગ્ન વખતે સ્થળ પાઘડી બંધાવત, આ સસરા મોક્ષની પાઘડી બંધાવે છે એમ વિચારી ગજસુકુમારે શાંતિ ધારણ કરી. આમ મનનાં પરિણામ ઊંચાં થવાથી તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ પ્રસંગ “અંતકૃત દશાંગ સૂત્ર”ના ત્રીજા વર્ગના ૮મા અધ્યયનમાં, અને તે જ પ્રમાણે હેમચંદ્રાચાર્ય રચિત “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર”ના ૮મા પર્વના ૧૦મા સર્ગમાં મળે છે. આ પ્રસંગ શ્રીમદે પિતાના શબ્દોમાં રજૂ કર્યો છે, અને ગમે તેવા ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્ષમાભાવ રાખવો જોઈએ તેવો બોધ સૂચવ્યો છે. રાગ” નામના ૪૪માં પાઠમાં ગૌતમ મુનિ મહાવીર પ્રભુ પરનો સૂમ રાગ તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં કેવી રીતે અંતરાયરૂપ થયે હતું તેની કથા કહી છે. મહાવીર પ્રભુના નિર્વાણ પછી જ રાગ તૂટતાં ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થતું હતું. પ્રભુ પરનો શુભ રાગ પણ તેમના નિર્વાણ સમયે ગૌતમસ્વામી જેવા ગણધરને પણ દુઃખદાયક થયે હતું, તે પરથી બીજા રાગ કે દ્વેષ કેટલા દુઃખદાયક હોઈ શકે તેની તો કલ્પના જ કરવાની રહે છે. પોતાના દેહાદથી શરૂ કરી અન્ય સવમાં મારાપણનો રાગભાવ રાખવો એ અનર્થકારક છે તેવો જ્ઞાનીઓનો બોધ સમજાવવા શ્રીમદે ઉત્તમ પુરુષના જીવનમાંથી દષ્ટાંત લીધું છે. “ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર”ના દસમા પર્વમાં મહાવીરપ્રભુના મહાનિર્વાણના પ્રસંગના વર્ણનમાં આ રામકથાનું વિગતે નિરૂપણ થયેલું છે. રાગની જેમ તૃષ્ણ પણ કેટલી બૂરી છે તે જણાવતું “કપિલ મુનિનું વૃત્તાંત શ્રીમદે ૪૬,૪૭, ૪૮ એ ત્રણ પાઠમાં આપ્યું છે. કૌશાંબી નગરીના શાસ્ત્રીને કપિલ નામે પુત્ર હતે. બાળપણથી જ લાડકેડમાં ઊછરેલ હોવાથી તેને વિદ્યાપ્રાપ્તિ નહતી થઈ, અને નાની ઉંમરમાં પિતાનું અવસાન થતાં પિતાની જગ્યા બીજાને મળી. તેથી વિદ્યાપ્રાપ્તિ માટે તે એક વખત પિતાના મિત્ર પાસે બીજે ગામ ગયો. ત્યાં યુવાનીમાં આવતાં તે એક વિધવા બ્રાહ્મણીમાં લુબ્ધ બન્યો. પાસે પૈસા તે હતા નહિ તેથી તે ભદ્રિક કપિલને બહુ મુશ્કેલી નડતી હતી. આથી બ્રાહ્મણીના સૂચવેલા ઉપાય મુજબ તેણે, તે નગરના રિવાજ પ્રમાણે, રાજાને પહેલાં આશીર્વાદ આપી બે માસા સુવર્ણ મેળવવાનો નિશ્ચય કર્યો. રજ, મોડ થઈ જતું, અને તેનું મળતું નહિ. આથી એક દિવસે મધરાતે ચંદ્રને જ સૂર્ય માની તે આશીર્વાદ આપવા દોડ્યો. પરિણામે ચેકિયાતે તેને ચાર જાણી પકડો અને બીજે દિવસે રાજા સમક્ષ ખડે કર્યો. રાજાએ સાચી વાત જાણીને જોઈએ તેટલું દ્રવ્ય માગવા કહ્યું. તે પરથી શું માગવું તેના વિચારે કપિલ ચડી ગયો. બે માસા સુવર્ણને બદલે રાજાના આખા રાજ્યને માગવાના વિચારથી પણ તેની તૃષ્ણ ગઈ નહિ. પણ તેમાંથી સદ્દવિચાર આવતાં તૃષ્ણનો ફાંસે તે સમજ્યો, અને સંતોષમાં જ સાચું સુખ સમજી, કંઈ પણ લીધા વિના મુનિવ ગ્રહણ કરી તે ચાલી નીકળે, અને સ્વરૂપ શ્રેણીએ ચડી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. “કપિલ મુનિના ત્રીજા ભાગમાં તૃષ્ણના પૂરમાં કપિલ કેવી રીતે ઘસડાય છે, અને કઈ રીતે તેમાંથી છૂટે છે, તેનું સુંદર વર્ણન શ્રીમદે આપ્યું છે. જીવને લોભ કે વધે છે તે કપિલના જ ચિંતનમાં જુઓ – Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રીમદ્દી જીવનસિદ્ધિ “ આખું રાજ્ય માગતાં પણ તૃષ્ણા છીપતી નહેાતી, માત્ર સાષ અને વિવેકથી તે ઘટાડી તા ઘટી. એ રાજા જો ચક્રવતી હાત તા પછી હુ. એથી વિશેષ શું માગી શકત ? અને વિશેષ જ્યાં સુધી ન મળત ત્યાં સુધી હું સુખી પણ ન હેાત... સુખ તા સંતાષમાં જ છે. તૃષ્ણા એ સંસારવૃક્ષનુ બીજ છે. ૫૮ અહીં તૃષ્ણાના ફ્દમાં સાયેલા જીવની કેવી વલે થાય છે તે બતાવ્યુ છે, “ ત્રિષષ્ટિ શલાકાપુરુષચિત્ર ”ના દસમા પર્વના ૧૧મા સમાં છેલ્લા રાજિષ ઉડ્ડયન રાજાના ચિત્રમાં અંતત કથા તરીકે આ કથા જોવા મળે છે. તૃષ્ણાનું સ્વરૂપ વર્ણવતાં ખીજા કેટલાક પાઠ પણ શ્રીમદ્દે રચ્યા છેઃ— ૬૧થી ૬૬ એ છ પાઠમાં શ્રીમદ્ કથા દ્વારા “ સુખ વિશે વિચાર” કર્યા છે. સાચુ* સુખ કર્યુ. તેની સમજ અહી તેમણે આપી છે. રિદ્રતાથી પીડાતા એક બ્રાહ્મણે તપ કરી દેવને રીઝવી સુખ મેળવવાના નિર્ણય કર્યો. પરંતુ દેવ પાસે કેવું સુખ માગવું તે નક્કી કરવા તે બ્રાહ્મણ સુખી માણસની શેાધમાં નીકળ્યા. આખા ભારતમાં તે રખડયો પણ કયાંય તેને સુખી માણસ મળ્યા નહિ. આખરે દ્વારકામાં એક મહાધનાથને તેણે સુખી જોયે. તે ધનાઢઘના સર્વ વૈભવ જોયા પછી બ્રાહ્મણે તેને પોતાના ઉદ્દેશ જણાવ્યા. નિકે જણાવ્યું કે, “મને મળતાં સુખ બીજા પાસે નહિ હાય, તેમ છતાં હું પણ વાસ્તવિક રીતે સુખી નથી. ” આ સાંભળી તેનુ દુઃખ જાણવાની બ્રાહ્મણને ઇચ્છા થઈ. ધનાઢયે પેાતાની કથા બ્રાહ્મણને કહી. તે ધનાઢચ શરૂઆતમાં ખૂબ સુખી હતા. તેમાંથી ભાગ્ય ફરતાં તે અત્યંત દુ:ખી અવસ્થામાં આવી ગયા. કુટુંબ, ધન, વૈભવ સર્વાંથી તે વિમુખ થઈ ગયા. વળી થોડાં વર્ષો પછી ફરી પાછું ભાગ્ય ફરતાં તેને ધન, વૈભવ અને કુટુંબનું સુખ સાંપડયું. પરંતુ તેને સમજાયું કે, અસ્થિર ધન, વૈભવ, કુટુંબ આદિ સાચા સુખનું કારણ નથી. તેણે બ્રાહ્મણને કહ્યું :~ પણ તત્ત્વદૃષ્ટિથી હું... સુખી ન મનાઉ'. જ્યાં સુધી સર્વ પ્રકારે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ મૈં ત્યાડ્યા નથી ત્યાં સુધી રાગદ્વેષના ભાવ છે. જોકે તે બહુ અશે નથી, પણ છે. તે ત્યાં ઉપાધિ પણ છે. સ`સ'ગપરિત્યાગ કરવાની મારી સ'પૂર્ણ આકાંક્ષા છે, પણ જ્યાં સુધી તેમ થયુ' નથી ત્યાં સુધી હજુ કેાઈ ગણાતાં પ્રિયજનના વિદ્યાગ, વ્યવહારમાં હાનિ, કુંટુ બીનુ· દુઃખ એ થોડે અંશે પણ દુઃખ આપી શકે. પેાતાના દેહ પર માત સિવાય પણ નાના પ્રકારના રોગના સભવ છે. માટે કેવળ નિગ્રંથ ખાદ્યાભ્યતર પરિગ્રહના ત્યાગ, અપારંભના ત્યાગ એ સઘળું નથી થયું ત્યાં સુધી હું કેવળ મને સુખી માનતા નથી. હવે આપને તત્ત્વની દૃષ્ટિએ વિચારતાં માલૂમ પડશે કે લક્ષ્મી, શ્રી, પુત્ર કે કુટુંબ વડે સુખ નથી, અને એને સુખ ગણું તા જ્યારે મારી સ્થિતિ પતિત થઈ હતી ત્યારે એ સુખ કયાં ગયું હતું ? જેના “ શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૯૨. ૫૮. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૩. માસમાળા વિયેાગ છે, જે ક્ષણભંગુર છે, અને જ્યાં એકત્વ કે અવ્યાબાધપણું નથી તે સુખ સૌંપૂર્ણ નથી. ૫૯ આ પ્રમાણે સાંસારિક સુખ મેળવવા જતાં કેટલાં કપટ સેવવાં પડે છે, હિંસા કરવી પડે છે, આરભાપાધિ વહેારવી પડે છે વગેરે વિશે ખ્યાલ આપી ધનાઢથ સાચા સુખ વિશે નિણૅય લેવાનું બ્રાહ્મણ પર જ છેડે છે. બ્રાહ્મણ ધનાઢય સાથે સ`મત થાય છે, અને તેની પાસે રહેવાનું સ્વીકારે છે. તે પછી ધનાઢચ સુખ વિશેના વિચારો રજૂ કરે છે, તે ખૂબ સમજવા ચેાગ્ય છે: २४ “ જેએ કેવળ લક્ષ્મીને ઉપાર્જન કરવામાં કપટ, લાભ અને માયામાં મૂઝાઈ પડયા છે, તે બહુ દુઃખી છે. તેને તે પૂરા ઉપયાગ કે અધૂરો ઉપયેાગ કરી શકતા નથી. માત્ર ઉપાધિ જ ભાગવે છે. તે અસંખ્યાત પાપ કરે છે. તેને કાળ અચાનક લઈને ઉપાડી જાય છે. અધાતિ પામી તે જીવ અનંત સસાર વધારે છે. મળેલા મનુષ્યદેહ એ નિમૂલ્ય કરી નાખે છે જેથી તે નિરંતર દુઃખી જ છે. 66 જેણે પેાતાની ઉપવિકા જેટલાં સાધનમાત્ર અપાર’ભથી રાખ્યાં છે, શુદ્ધ એક પત્નીવ્રત, સ`તેાષ, પરમાત્માની રક્ષા, યમ, નિયમ, પરોપકાર, અ૫રાગ, અલ્પદ્રવ્ય, માયા અને સત્ય તેમજ શાસ્રધ્યયન રાખ્યું છે, જે સત્પુરુષોને સેવે છે, જેણે નિગ્રંથતાના મનારથ રાખ્યા છે, બહુ પ્રકારે કરીને સ`સારથી ત્યાગી જેવા છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે, તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિમન કરે છે. ૧૯૫ “ સર્વ પ્રકારના આરંભ અને પરિગ્રહથી જેએ રહિત થયા છે; દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જેએ અપ્રતિમ ધપણે વિચરે છે, શત્રુમિત્ર પ્રત્યે જે સમાન દૃષ્ટિવાળા છે, અને શુદ્ધ આત્મધ્યાનમાં જેમના કાળ નિર્ગમન થાય છે, અથવા સ્વાધ્યાય ધ્યાનમાં જે લીન છે, એવા જિતેન્દ્રિય અને જિતકષાય તે નિગ્રથા પરમ સુખી છે. “સ ઘનઘાતી કર્મોના ક્ષય જેમણે કર્યો છે, ચાર ક પાતળાં જેનાં પડયાં છે, જે મુક્ત છે, જે અન‘તજ્ઞાની, અનંતદશી છે તે તે સંપૂર્ણ સુખી છે. માક્ષમાં અનત જીવનના અનંત સુખમાં સ–ક વિરક્તતાથી વિરાજે છે, ”૬૦ તે આ પ્રમાણે અહી' જીવના ચાર પ્રકાર ગણાવ્યા છે. તેમાં ઉત્તરોત્તર ચડતી દશા જણાવી છે. કેવળજ્ઞાનીની સૌથી ઊ`ચી કક્ષા છે. તે માટે સકના ક્ષય થયે હવે જોઈએ. અને તે મેળવવા માટેની ભૂમિકાએ એક પછી એક અહી સ સરળતાથી સમજાવી છે. શ્રીમદ્દે “ અપૂર્વ અવસર માં સેવેલી ભાવનાનું ખીજ આપણને એમનાં ઉપરનાં વચનામાં જોવા મળે છે. ૫૯. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૦૫. ૬. એજત, પૃ. ૧૦૬. . Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રીમદ્દની જીવનસિદ્ધિ સાચુ' સુખ કોને કહેવાય, તે કઈ રીતે મળે તે વિશે અહી બ્રાહ્મણના દૃષ્ટાંત દ્વારા શ્રીમદ્દે સુ'દર સમજણ આપી છે. તત્ત્વની વિચારણા પણ સામાન્ય જન માટે સમજવી ખૂબ સહેલી બની જાય એ રીતે એની રજૂઆત એમણે કરી છે. પેાતાની સુખ વિશેની વિચારણા રજૂ કરવા શ્રીમદ્દે આ દૃષ્ટાંતની યેાજના કરી છે. તેની ભાષા, ગોઠવણી, તત્ત્વચિંતન આદિ શ્રીમદની સર્જનશક્તિના આપણને ખ્યાલ આપે છે. ”ના થોડા પણ માનભાવ ઉન્નતિ પામવામાં કેટલેા આડા આવે છે તે “ બાહુબળ દૃષ્ટાંતમાં જોયું. માનભાવથી થતા અનથ ૭૦-૭૧ એ બે પાઠમાં અપાયેલી સનકુમાર ચક્રવતી ની કથામાં જોવા મળે છે. કાયામાં માનભાવ કરવાથી સનત્કુમારની કાયા કેવી ઝેરમય થઈ ગઈ હતી તે, અને તે માનભાવ છેડતાં સનકુમાર કેવા સુખના સ્વામી બન્યા હતા તેનું વષઁન આ કથામાં શ્રીમદ્દે કર્યુ છે. “ ભાવનાત્રાધ”માં અશુચિભાવનાના દૃષ્ટાંતરૂપે આ કથા અપાઈ છે.૬૧ અત્યાર સુધીની કથા તેમજ તત્ત્વવિચારણામાં મેાક્ષના સુખને શ્રીમદ્ અતિમ ધ્યેયરૂપે ગણાવ્યું છે. આ મેાક્ષનું સુખ કેવુ છે, તે બાબત ગૌતમસ્વામીએ મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછ્યો ત્યારે પ્રભુએ એ અન તસુખ અવણૅનીય છે એમ જણાવી જે કથા કહી હતી તે “ મેાક્ષસુખ ” નામના ૭૩મા પાઠમાં આપવામાં આવી છે. વનમાં પાણી આપનાર ભીલ પર સંતુષ્ટ થવાથી એક રાજ તે ભદ્રિક ભીલને રાજમહેલમાં લઈ ગયા. ત્યાંના સુખવૈભવ માણી તે ખૂબ ખુશ થયેા. ઘેાડા વખત પછી જ્યારે તે પોતાના કુટુંબ પાસે આવ્યા, ત્યારે ઘણી ઇચ્છા હૈાવા છતાં પણ તે પાતે માણેલું સુખ વર્ણવી ન શકો, કારણ કે તેની પાસે ત્યાંની વસ્તુની સરખામણી કરવા જેવુ' કાઈ સાધન ન હતુ.... એ જ પ્રમાણે મેાક્ષના સુખની તુલના આપી શકે તેવું એક પણ સુખ આ સંસારમાં નથી. તેથી તે સુખ અવર્ણનીય અને અનુભવગમ્ય છે તે, દૃષ્ટાંત દ્વારા શ્રીમદ્ સમજાવે છે. તેમાં વચ્ચે વચ્ચે સંવાદની યેાજના પણ તેમણે કરી છે, તે વાંચવામાં વિશેષ રસ ઉત્પન્ન કરે છે. " આમ ૨૭ જેટલા પાટામાં ૧૬ જેટલી જુદી જુદી કથાએ શ્રીમદ્દે “માક્ષમાળા ”માં આપી છે. તેમાં મુખ્ય કથાએ તા પ્રચલિત છે, પણ તેની રજૂઆત અને ગોઠવણી એટલાં ચેાગ્ય છે કે ધારી અસર વાચક ૫૨ થઈ શકે તેમ છે. ભિખારીના ખેઢ” કે “ સુખ વિશે વિચાર” જેવાં દૃષ્ટાંતેામાં તેમની સ્વતંત્ર વિચારશક્તિના પણ આપણને પરિચય થાય છે. તે સિવાયનાં થા કે દૃષ્ટાંતામાં મોટા ભાગનાં 4 ત્રિષશિલાકાપુરુષચરત્ર” કે અન્ય ખ્વાગ્ર થામાંથી લેવાયેલ છે. કોઈ પણ તત્ત્વ સમજાવવા માટે શ્રીમદ્દે મહાન પુરુષના ચરિત્રમાંથી ઉદાહરણ લીધાં છે; તેથી વાચક પર જેવી ઊંડી અસર થાય, તેવી અસર સામાન્ય માનવીના જીવનના પ્રસંગે પરથી કદાચ ન પણ થાય. આ ઉદાહરણામાં સનત્કુમાર, ભરત, સુભૂમ આદિ ચક્રવતી તથા મહાવીર પ્રભુ, ગૌતમસ્વામી, કપિલ મુનિ, અનાથી મુતિ વગેરે આધ્યાત્મિકતામાં આગળ વધેલા પુરુષોનાં ચિરામાંથી લેવાયેલાં છે. આમ “મેાક્ષમાળા ”માં ૬૧. જુએ ભાવનાબાધ ’ન! પ્રકરણમાં “અશુચિભાવના ' વિશેની વિચારણા. 23 . Page #206 -------------------------------------------------------------------------- ________________ ૩. મેક્ષમાળા ૧૮૭. છૂટાંછવાયાં આપેલાં, તને બોધ કરતાં દ્રષ્ટાંત વાચકના વાર્તારસને પોષવા ઉપરાંત સાચો માર્ગ ચીંધવાનું કાર્ય પણ કરે છે. વળી, એમાં તેમની વાર્તાકથનની શૈલી અને શક્તિને પરિચય પણ આપણને થાય છે. મોક્ષમાળાની પદ્યરચનાઓ “મોક્ષમાળા ”ના ૧૦૮ પાઠમાંથી ૮ પદ્યરચનાઓ છે. અને તેમાં શ્રીમદના કાવ્યત્વના ચમકારા પણ કેટલીક જગ્યાએ જોવા મળે છે. પણ સમગ્રપણે જોતાં તેમાં કાવ્યત્વ કરતાં ઊંડી તત્ત્વવિચારણું વિશેષ જોવા મળે છે. જોકે મોક્ષને માર્ગ બતાવવાના હેતુથી જ આ પુસ્તકની રચના થઈ છે, તેથી એમાં તત્ત્વવિચારણું પર વિશેષ ભાર હોય તે સ્વાભાવિક છે. મોક્ષમાળા”માં સૌથી પહેલું પદ્ય “સર્વમાન્ય ધર્મ” નામનું બીજા પાડમાં અપાયેલું છે. ચિપાઈ છંદની ૧૪ પંક્તિની આ રચનામાં દયા ધર્મ પાળવાથી થતા લાભ વર્ણવ્યા છે. દયા એ પ્રત્યેક ધર્મને માન્ય એવું તત્ત્વ છે. તેના પાલનથી દોનો નાશ થાય છે અને શીલ, સત્ય આદિ ગુણેને વિકાસ થાય છે. અને તેથી જેન સહિત બધાં જ દર્શનને દયા પાળવાને ઉપદેશ છે, એ તેમણે આ પદ્યમાં દર્શાવ્યું છે. દયાનો મહિમા બતાવતા અન્ય પાઠની રચના સાથે આ પદ્ય પણ મૂકવા જેવું છે. તેમણે લખ્યું છે કે – એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ.” કાવ્યત્વની દષ્ટિએ સામાન્ય ગણાય તેવા આ પદ્યની ઉરચ ભાવના તથા વિચારણા નાંધપાત્ર છે. દયા પછી ભક્તિને મહિમા બતાવતું “ભક્તિને ઉપદેશ” નામનું પદ શ્રીમદે ૧૫માં પાઠમાં મૂક્યું છે. ભક્તિ કરવાથી મનનું ઇચ્છેલું ફળ મળે છે, આમાનો આનંદ પ્રગટ થાય છે, મનના તાપ શમે છે, કર્મનિર્જરા થાય છે, રાગદ્વેષનાં પરિણામ ઓછાં થાય છે, હલકી ગતિમાં થતે જન્મ અટકે છે, – એ આદિ લાભની સાથે ભવભ્રમણનો અંત થાય છે તે તેમણે તેટક છંદમાં રચાયેલા આ પદ્યમાં બતાવ્યું છે. આ પહેલાંના બે પાઠમાં જિનેશ્વરની ભક્તિ કરવાનો મહિમા શ્રીમદ્ બતાવ્યો છે, અને આ પાઠમાં તેનું પદ્યસ્વરૂપ અપાયું છે. અહીં ઉપર જોયા તેવા લાભ એક પછી એક શ્રીમદ્દે ગણાવ્યા છે, અને “ભજીને ભગવંત ભવંત લહો” એ દ્વારા સૌથી મોટા લાભ “ભવ અંત"ને થાય છે તે ભારપૂર્વક જણાવ્યું છે. તેમાં “નવકાર મંત્ર”નું માહાસ્ય બતાવતાં શ્રીમદ લખે છે કે – શુભ ભાવ વડે મન શુદ્ધ કરે, નવકાર મહાપદને સમર; નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો.”૬ ૨ ૨. આ કડીમાં “નવકાર મહાપદને સમ”ને બદલે કેટલીક જગ્યાએ “સહજ સ્વરૂપ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રીમની જીવનસિદ્ધિ નવકાર મંત્ર” જે કઈ સમર્થ મંત્ર નથી, તે વિશે અહીં જણાવી, તેને જાપ ભક્તિમાં કરવાનું શ્રીમદ્દે જણાવ્યું છે. ભાવિક જનેને ભાવ ઉલસે તેવું સરળ ભાષામાં લખાયેલું આ ભાવવાહી પદ્ય છે. ફક્ત દસ પંક્તિમાં જ સમાઈ જતું આ તેટક છંદમાં રચાયેલું પદ્ય મેક્ષમાને ચીંધવામાં સહાયકારી બને તેવું છે. મોક્ષ મેળવવામાં ભક્તિમાર્ગને શ્રેષ્ઠ માર્ગ ગણતા શ્રીમદ્દ ભક્તિ વિશે કેટલો ઊંચો ખ્યાલ હતો તેને પરિચય આપણને આ કાવ્યમાં થાય છે. પંચમહાવ્રતમાંના ચોથા મહાવ્રત “બ્રહ્મચર્ય અને મહિમા બતાવતું સાત દોહરામાં રચાયેલું બ્રહ્મચર્ય વિશે સુભાષિત” ૩૪મા પાઠમાં મુકાયેલ છે. સંસારની વૃદ્ધિમાં વિષય” એ મુખ્ય છે તે બતાવતાં તેમણે લખ્યું છે કે – આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ એ ત્યાગી ત્યાધ્યું બધું, કેવળ શેકસ્વરૂપ.” બ્રહ્મચર્યનો મહિમા બતાવતા આ દેહરાઓ સુભાષિતના પ્રકારના છે. તેમાંના કે પણ દોહરે છૂટે વાંચતાં પૂર્ણ રૂપે લાગે છે. અને સાથે વાંચીએ તે એકબીજાથી સ્વતંત્રતા સમજવા છતાં, તે બધાને સાંધતે સૂક્ષમ તાર પણ અનુભવાય છે. એ રીતે જોઈએ તે દેહરાને શ્રીમદ્ ચાગ્ય રીતે જ “સુભાષિત” કહ્યાં છે. તેને કોઈ પણ દોહરે વાંચતાં તે લોકદુહાની છાપ પાડે છે. સુંદર શિયળ, સુરતરુ, મન, વાણું ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ તે લેહ.” અથવા વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન, લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન.” આમ બ્રહ્મચર્ય વિશે રચાયેલા સાતમાંથી કોઈ પણ દુહો સ્વતંત્ર સુભાષિત તરીકે ઊભા રહેવાની ક્ષમતા ધરાવે છે, તે શ્રીમદની રચનાશક્તિને આપણને પરિચય કરાવે છે. શ્રાવક તરીકે કેવા મનેરથો હોવા જોઈએ તે શ્રીમકે “સામાન્ય મનોરથ” નામના ૪પમાં પાઠમાં સવૈયા છંદમાં બતાવ્યું છે. નરસિંહ મહેતાના “વૈષ્ણવ જન” જેવાં લક્ષણો શ્રાવકનાં પણ બતાવ્યાં છે. પણ અહીં આ લક્ષણે ધર્મની દષ્ટિએ વિશેષ બતાવાયાં છે. અહી શ્રાવકનાં બાર વ્રત પાળવાનો, જિનકથનમાં કદી શંતિ ન થવાને, નવ તત્વની સદાય વિચારણા કરતા રહેવાને વગેરે મનોરથો, પરસ્ત્રીત્યાગ, પરધનત્યાગ આદિ સામાન્ય સારાં જનનાં લક્ષણે સાથે લેવાયાં છે. માત્ર આઠ જ પતિના આ પદ્યમાં તે મનોરથ સેવતાં શ્રીમદ્દ લખે છે કે – સદા સમા” એમ પણ બોલાય છે. તેમાં શ્રીમદ્દે આપેલો “સહજાત્મ સ્વરૂપ પરમગુર” એ મંત્રનું સ્મરણ કરવાને તથા “સહજત્મ સ્વરૂપ” એટલે પોતાના આત્મસ્વરૂપના ચિંતન પ્રતિ લક્ષ દરવાને ઉદ્દેશ રહેલો જણાય છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૩. મેક્ષમાળા તે ત્રિશલાતન મન ચિંતવ, જ્ઞાન, વિવેક, વિચાર, વધારું; નિત્ય વિશેધ કરી નવ તત્ત્વને, ઉત્તમ બેધ અનેક ઉચ્ચારું. સંશયબીજ ઊગે નહી અંદર, જે જિનનાં કથને અવધારું; રાજ્ય, સદા મુજ એ જ મનોરથ, ધાર, થશે અપવર્ગ ઉતારું.” સયાની આ રચનામાં પ્રત્યેક પંક્તિમાં એકસરખી માત્રા નથી : ૩૦થી ૩૪ સુધીની માત્રાઓની આ પંક્તિઓ છે. એટલા પ્રમાણમાં શ્રીમદે છૂટ લીધી છે. “મોક્ષમાળામાં આ પદ્ય આઠ પંક્તિમાં રજૂ થયેલ છે, પણ વિ. સં. ૧૯૭૨માં પ્રગટ થયેલી “રાજપદ્યની આવૃત્તિમાં એક પંક્તિ વિશેષ મળે છે કે – નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” મેક્ષમાળા”માં નથી એવી આ પંક્તિ કઈ રીતે આ પદ્યમાં આવી ગઈ હશે, તે સમજાય તેવું નથી. કદાચ આ પદ્યની ત્રીજી કડી રચવાને વિચાર કરી શ્રીમદે આ પંક્તિ રચી હોય, અને પછી અપૂર્ણ રહેતાં, “મોક્ષમાળામાં બે જ કડી મૂકી હેય; અને એ પતિ પાછળથી મનસુખલાલ રવજીભાઈ મહેતાને ઉપલબ્ધ થતાં, તે “રાજપદ્ય”ના આ કાવ્યમાં મૂકી હોય, તેમ બને. તૃષ્ણ એ કેટલી અનિષ્ટકારક છે તે કપિલમુનિની કથામાં બતાવ્યા પછી શ્રીમદે “તૃષ્ણાની વિચિત્રતા” બતાવતું પદ્ય ૪૯મા પાઠમાં મૂકહ્યું છે. ગરીબાઈમાંથી શંકરનું પદ મળવા જેટલો સ્થિતિફેર થાય તે પણ જીવની તૃષ્ણમાં ફેર પડતું નથી, અને તેને સંતોષ થતું નથી, તેને રમૂજી ચિતાર શ્રીમદ્ મનહર છંદમાં આપ્યો છે. શ્રીમદ્ આઠ આઠ પંક્તિની ચાર કડીઓમાં જીવની જુદી જુદી પરિસ્થિતિ બતાવી છે, અને પ્રત્યેક પરિસ્થિતિમાં તૃષ્ણ તો જીવન કેડે જ મૂકતી નથી; તે વખતે જીવની કેવી પરિસ્થિતિ થાય છે તે આ પદ્યમાં બતાવ્યું છે. જુઓ :– વળી કેડ વાંકી, હાડ ગયાં, અંગરંગ ગયે, ઊઠવાની આય જતાં, લાકડી લેવાઈ ગઈ, અરે ! રાજચંદ્ર એમ, યુવાની હરાઈ પણ, મનથી ન તોય રાંડ મમતા મરાઈ ગઈ. ” આના કરતાં પણ ખરાબ સ્થિતિ હોય, માનવી મરણપથારીએ હોય, છતાં જીવવાની તૃષ્ણ જતી નથી તે બતાવવા શ્રીમદે લખ્યું છે કે – છેલી ઈસે પડ્યો ભાળી, ભાઈ એ ત્યાં એમ ભાખ્યું : હવે ટાઢી માટી થાય તે તે ઠીક ભાઈને; હાથને હલાવી ત્યાં તે ખીજી બુદ્દે સૂચવ્યું છે, બેલ્યા વિના બેસ, બાળ તારી ચતુરાઈને.” Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દની જીવનસિદ્ધિ આમ કટાક્ષમય શૈલીમાં શ્રીમદ્દે તૃષ્ણાનું સ્વરૂપ પ્રગટ કર્યુ છે. એને પરમા વિશે પણ લઈ શકાય. અજ્ઞાનાઢિથી જીવ પેાતાનું સાચુ` સ્વરૂપ ભૂલી પૌલિક સુખની શેાધમાં અનંત કાળ ગાળતા આવ્યા છે, પણ સાચું સમજી રાકતા નથી, કે એ બધું ઝાંઝવાના જળ જેવુ છે. પરિણામે અહીં દર્શાવેલી બુઢ્ઢાની સ્થિતિ જેવી જ હાસ્યાસ્પદ સ્થિતિ, સંસારમાં પરિભ્રમણ કરતા પ્રત્યેક જીવની થાય છે. શ્રીમના મનમાં સ`સારા કરતાં પરમા ભાવ વિશેષ હોય તાપણ કઈ કહેવાય નહિ ! આ કાવ્ય " કટાક્ષકાવ્યના સારે નમૂના ગણી શકાય. ૧૯૭ "C તૃષ્ણાની વિચિત્રતા ” પછી ૬૭મા પાઠમાં, શ્રીમનાં ઉત્તમ ગણાતાં કાવ્યેામાંનુ એક કાવ્ય “ અમૂલ્ય તત્ત્વવિચાર' આવે છે. આ કાવ્યમાં વ્ય, તે હાલ શુ કરે છે, તે વગેરેની સમજ ફક્ત ૨૦ ૫ક્તિમાં આપી છે, જીવનુ હિરગીત છંદમાં લખાયેલા આ કાવ્યના આરંભમાં તેમણે મનુષ્યભવની દુર્લભતા બતાવી છે, અને ઘણી મુશ્કેલીએ આવા ભવ મળવા છતાં તેને સાર્થક કરવા માટે કાઈ ઉપાય લેવાતા નથી તે વિશેના ખેદ પણ વ્યક્ત કર્યા છે. પછી લક્ષ્મી, અધિકાર, કુટુંબ આદિના ક્ષણિક સુખની શેાધમાં સાચા સુખના નાશ થાય છે તે બતાવી, તેની પાછળ ન દોડવાનું સૂચન કર્યું" છે. તેથી જ તેઓ આ કાવ્યમાં પૂછે છે કે : -- 66 • લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યુ તે તેા કહેા ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહેા; વધવાપણું સ'સારનુ', નરદેહને હારી જવા, એનેા વિચાર નહીં અહાહા ? એક પળ તમને હવા ! ’ સંસારના વધવા પાછળ દોડવાથી પારમાર્થિક દૃષ્ટિએ મનુષ્યદેહું એળે જાય છે, તેના વિચાર કરવાનું સૂચન અહી જોઈ શકાશે. આ કાવ્યમાં એ પ્રકારના આનંદ અને અનુભવનું સુખ લેવાની ભલામણ કરે છે કે જેના પરિણામે “ એ દ્વિવ્યશક્તિમાન જેથી જજીરેથી નીકળે.” દિવ્યશક્તિવાળા એવા આત્મા દેહરૂપી જ જીરમાંથી છૂટો થાય. અને તેમ કરવાના ઉપાય શ્રીમદ્ નીચેની ૫ક્તિઓમાં બતાવે છેઃ— પરવસ્તુમાં નહિ મૂઅવા, એની દયા મુજન રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહિ, ” << આત્મા સિવાયની ખીજી કાઈ પણ વસ્તુ ત પરવસ્તુ. તે પરવસ્તુમાંના માહ છેાડી દેવા, અને તેમ કરવા માટે - એટલે કે પરવસ્તુના મેહના ત્યાગ કરવા માટે — તેમણે સિદ્ધાંત બતાવ્યા કે, “ પશ્ચાત્ દુઃખ તે સુખ નહિ, ” જે સુખની પાછળ કાઈ ને કાઈ કારણે દુઃખ આવતુ. હાય તે સાચુ' સુખ નથી, એ ન્યાયે પ્રત્યેક સુખને તપાસી જવું, અને તે તે સુખના માહ છેડતા જવા. માત્ર એ જ ૫ક્તિમાં આખા પરમા માર્ગ અહી અતાવી આપ્યા છે તેમ કહી શકાય. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૩. મેક્ષમાળા એ પછી છ પદ અને નવ તત્વની વિચારણા કરવા પ્રેરે તેવા “હું કેણુ છું? કયાંથી થયો ?” આદિ પ્રશ્નો રજૂ કરતી પંક્તિઓ તેમણે રચી છે. તે વિશે વિસ્તારથી આગળ કહેવાઈ ગયું છે.૬૩ આત્મિક જ્ઞાનના સિદ્ધાંતે માન્ય કરવામાં કયા પુરુષનું વચન માનવું તે સૌથી અગત્યનો પ્રશ્ન છે. કારણ કે કોઈ ખોટી વ્યક્તિમાં શ્રદ્ધા જડ બની જાય છે તેનાથી લાભ થવાને બદલે નુકસાન થાય છે. અને તેથી જેણે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી હોય તેવી વ્યક્તિનું જ વચન માનવાની ભલામણ કરતાં લખ્યું છે કે – નિર્દોષ નરનું કથન માને તેહ જેણે અનુભવ્યું.” આમ માનવદેહની દુર્લભતા, કુટુંબ, ધન, વૈભવ, આદિનાં સુખની ક્ષણિકતા, તે બધાના મોહમાંથી આત્માને મુક્ત કરે, તેને મુક્ત કરવાનો ઉપાય, તેમ કરવામાં કોની સહાય લેવી વગેરે બાબતોની કમસરની વિચારણા આ કાવ્યમાં ઓપ્યા પછી, તે સર્વને ઉદ્દેશ તેમણે એક જ પંક્તિમાં જણાવ્યું છે – “રે! આત્મ તારે ! આત્મ તારે! શીધ્ર એને ઓળખે.” ઉપર જણાવેલી સર્વ વસ્તુઓનું પ્રયોજન આત્માને તારવા માટેનું છે, તે અંતમાં તેઓ જણાવે છે. આમ અહીં પ્રત્યેક વસ્તુની ગોઠવણી તથા વિચારણે એટલી સુંદર થઈ છે કે તે શ્રીમદનાં ઉત્તમ કાવ્યોમાંનું એક ગણાય છે. ઘણી જગ્યાએ તે પ્રાર્થનામાં પણ બેલાય છે. માત્ર ૧૭ વર્ષની વયે રચાયેલું આ કાવ્ય, નાની વયમાં પણ શ્રીમદે કેટલી જ્ઞાનપ્રૌઢતા મેળવી હતી તેને આપણને ખ્યાલ આપે છે. જિનેશ્વરપ્રણીત ધર્મ શ્રેષ્ઠ છે એવું તેમણે “મોક્ષમાળામાં પ્રતિપાદન કર્યું છે. તે જિનપ્રભુની વાણી કેવી છે તેનું વર્ણન શ્રીમદ્દ “જિનેશ્વરની વાણી” નામના ૧૦૭માં પાઠમાં કર્યું છે. મનહર છંદની માત્ર આઠ જ પંક્તિમાં તેમણે વર્ણન સમાપ્ત કર્યું છે, છતાં તેમાં ઘણું ગુણોને સમાવેશ કરી દીધો છે. જિનપ્રભુની વાણીમાં જેને અંત ન આવી શકે તેટલા પ્રકારના અર્થ રહેલા છે, એટલા જ પ્રકારના નય પણ રહેલા છે, અને તે આખા જગતનું હિત જ કરવાવાળી છે. વળી, મેહને પણ તે હરી લે છે. આથી ભવસમુદ્ર પાર કરવા મોક્ષ અપાવનાર પણ છે. આવા આવા અનેક ગુણવાળી વાણીને પટે જે ઉપમાનેા ઉપચાગ કરવા જઈ એ તે પણ તેમાં મતની અલ્પતા જ રહેલી દેખાય છે તે બતાવતાં શ્રીમદે લખ્યું છે કે:-- ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે.” ૬૩. જુઓ આ પ્રકરણમાં પૃ. ૧૬૨ Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રીની જીવનસિદ્ધિ જેમ મેાક્ષનું સુખ અનુભવગાચર છે, તેમ જિનેશ્વરની વાણી ”નું ગૌરવ પણ અનુભવગાચર છે. જિનેશ્વરની વાણીના માત્ર ત્રણ શબ્દોમાંથી ગણધરને આખી દ્વાદશાંગીનુ' જ્ઞાન થઈ જાય છે, એવુ જિનેશ્વરની વાણીનું માહાત્મ્ય શ્રીમદ્દે તત્ત્વાવાષના પાઠામાં જણાવ્યું છે. અને એ તે જિનેશ્વરની વાણીના ગૌરવનુ એક ઉદાહરણ માત્ર છે. ખરેખર તા તે વાણી ઉપમાતીત છે. તેથી અતિમ પક્તિમાં શ્રીમદ્રે લખ્યુ છે કેઃ— “જિનેશ્વર તણી વાણી જાણી તેણે જેની પાસે તે વાણીને સમજવા જેટલા અધિકાર પરીક્ષા કરી શકે છે, અને તેનુ ગૌરવ જાણી શકે છે. ન ગુણે શ્રીમદ્ સફળતાથી બતાવ્યા છે તેમ કહી શકાય. ૧૯૨ 66 “ મેાક્ષમાળા”ની પદ્યરચનામાં અંતિમ પદ્યરચના તે, ગ્રંથ પૂરા થયા તેનુ' સૂચન કરતું “ પૂર્ણમાલિકા મંગળ” નામનુ ૧૦૮મા પાઠમાં મુકાયેલું પદ્ય, ઉપજાતિ છંદમાં સાત વારનાં નામ જોડકણારૂપે મૂકવાં હેાય એવા આભાસ આપતું આ પદ્ય ઘણા ઊંડા અને ગંભીર અથી ભરપૂર છે. તેમાં સાતે વારનાં નામ ખાસ અર્થ માં ગોઠવીને સમ્યગ્દર્શન કેમ થાય તેનું તથા તે પછીથી સિદ્ધપદની પ્રાપ્તિ સુધીના વિકાસ કઈ રીતે થાય તે માત્ર ૮ ૫*ક્તિઓમાં ખતાવ્યું છે. એ રીતે જોતાં આ પદ્ય ખૂબ અગત્યનું ગણી શકાય. આ કૃતિમાં ચેાજેલા વારના વિશિષ્ટ અર્થ નીચે પ્રમાણે લઈ શકાય રવિ = સૂર્ય, આત્મા; સામ = ચંદ્ર, મનની સૌમ્યતા; માઁગળ = ક સામે લડવાની શક્તિ; બુધ = સાયક્, બુદ્ધિવાળા; ગુરુ = જ્ઞાન આપનાર; શુક્ર = પવિત્રતા; ને ( મંદ ) = કના સંહારક. સામાન્ય રીતે જોડકણા જેવી લાગતી આ કૃતિના વિશિષ્ટ અર્થ લઈ ને નીચે પ્રમાણે ગૂઢાર્થ બતાવી શકાય ઃ—— “ તપાપધ્યાને વિરૂપ થાય, એ સાધીને સેામ રહી સહાય. તપ અને ઉપધ્યાન ૪ દ્વારા એટલે કે છ પ્રકારનાં માહ્ય તપ અને છ પ્રકારનાં આંતર તપ૬૫ કરવાથી આત્મા પેાતાનું રિવ જેવું તેજસ્વી સ્વરૂપ પામે છે, એટલે કે સમ્યગ્દન પામે છે. તે પામ્યાથી પોતે ચદ્ર સમાન મનની સૌમ્યતાથી શેાલે છે. શુદ્ધ સમ્યગ્દર્શન પામ્યા પછી આત્માના અનંતાનુબંધી કષાય નાશ પામે છે તેથી તેનામાં ઘણી સૌમ્યતા પ્રગટે છે. સૌમ્ય આત્મા જગતમાં દીપે છે. આમ અહીં ચેાથાથી સાતમા ગુણસ્થાન સુધીની વાત શ્રીમદ્ દર્શાવી છે. જાણી છે. ’ હોય તે જ તે વાણીની સાચી વર્ણવી શકાય તેવી જિનવાણીના 66 મહાન તે મગળ ૫ક્તિ પામે, આવે પછી તે મુધના પ્રણામે.” ૬૪. ઉપધ્યાન એટલે છેલ્લા શુક્લધ્યાન પહેલાંનું ધ્યાન. ૬૫. અનશન, ઉષ્ણેાદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ અને સલીનતા એ છે બાહ્યતપ. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન અને કાર્યાત્સગ એ છ આંતરતપ છે, .. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૩. ક્ષમાળાં - પરમ ઉદાસીનતા કે આત્માની સૌમ્યતા પામ્યાથી મહાન બનેલે આત્મા મંગળ પંક્તિ એટલે કે ક્ષપકશ્રેણી પામે છે. સાતમા ગુણસ્થાન પછીથી શ્રેણી માંડતે આત્મા બારમા ગુણસ્થાન સુધી ઝડપથી શુદ્ધતા મેળવે છે, તેથી આંત્મા મંગળ એટલે શુભ તથા કર્મ સંહાર કરવાની શક્તિરૂપ એવી પંક્તિ અર્થાત્ શ્રેણી પામે છે તેમ જણાવ્યું છે. એ વિકાસના પરિણામે આત્મામાં રહેલી રહીસહી મલિનતા ઓગળી જાય છે, ને તેનું સર્વ ધ્યાન સ્વમાં કેન્દ્રિત થાય છે. તેથી તે પરમાત્માસ્વરૂપ જેવો થાય છે, અર્થાત્ તે બુધના જે જ્ઞાયક, જ્ઞાતાદ્રષ્ટ બને છે. નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિ દાતા, કાં તે સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા.” આ રીતે વિકાસ પામતો પામતો નિગ્રંથ બનેલો જીવ માત્ર જ્ઞાતા (જાણનાર) કે દ્રષ્ટા (દેખનાર) રૂ૫ રહે છે. તેનો આ ભાવ મોટી (ગુરુ) સિદ્ધિ આપનાર – મોક્ષ આપનાર – બને છે. અથવા તો (કાં તે) પોતે જ (સ્વયં) પોતાની કેવળ નિર્મળતાનો (શુક્ર) પૂર્ણપણે (પ્રપૂર્ણ ) જાણનાર (ખ્યાતા) બને છે. એટલે કે જીવ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તેરમે ગુણસ્થાને પહોંચે છે. વિગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધ વિચરી વિરામે.” અહીં તેમણે ચૌદમાં ગુણરથાનની વાત કહી છે, અર્થાત સિદ્ધદશા બતાવી છે. તે પછી મન, વચન, અને કાયા એ ત્રણેને યોગ (દિયોગ) સંપૂર્ણ પણે (કેવળ) મંદતા પામે છે, અને સિદ્ધસ્વરૂપ પામી સુખમાં અત્યંત લીન રહે છે, વિરામ પામે છે. આ સિદ્ધપદને લાભ સર્વ જીવને મળે તેવી શુભ કામના શ્રીમદે આ કાવ્યમાં વ્યક્ત કરી છે. ઉપજાતિ છંદમાં રચાયેલી, માત્ર આઠ જ પંક્તિની સાવ સામાન્ય લાગતી આ રચના પણ કેટલી અર્થધ અને ભાવબેધવાળી બની છે તે અહીં આપણે જોઈ શકીએ છીએ. ૬ * મોક્ષમાળા”માં ફક્ત ૮ જ પદ્યરચનાઓ હોવા છતાં તેમાં વિષયવૈવિધ્ય સારા પ્રમાણમાં જોવા મળે છે. “સર્વમાન્ય ધર્મ” કે “સામાન્ય મનેરથ” જેવાં સર્વને લાગુ પડતાં પદ્ય છે; ભક્તિ, બ્રહ્મચર્ય વગેરેનો મહિમા બતાવતાં પદ્ય પણ છે, અને “અમૂલ્ય તત્વવિચાર”, “પૂર્ણ માલિકા મંગળ” જેવાં તત્ત્વવિચારણાનું નિરૂપણ કરતાં કાવ્યો પણ છે. એ જ રીતે છંદમાં પણ ઠીક ઠીક વિવિધતા જોવા મળે છે. શ્રીમદ્ મનહર, ઉપજાતિ, તેટક, ચોપાઈ, દેહર આદિને ઉપયોગ કરેલો જોવા મળે છે. અને તે સર્વેમાં સામાન્ય રીતે છૂટ નથી લીધી તેમ કહી શકાય. આ પદ્યરચનાઓમાં પક્તિસંખ્યા પણ જુદી જુદી છે. ઓછામાં ઓછી ૮ પંક્તિથી શરૂ કરી ૩૬ પંક્તિ સુધીની રચના “મોક્ષમાળા”માં જોવા મળે છે. “અમૂલ્ય તત્વવિચાર” કે “પૂર્ણ માલિકા મંગળ” જેવાં શ્રીમની વિચારશક્તિ, કવિત્વશક્તિ આદિને પરિચય કરાવનાર કાવ્યો સાથે “ભક્તિનો ઉપદેશ” જેવાં સામાન્ય ૬૬. આ કાવ્યને આ પ્રકારનો વિશેષાઈ શ્રી ભેગીલાલ ગિ. શેઠે પણ તેમના “ આત્મસિદ્ધિ શાસ્ત્ર” પરના વિવેચનના અંતભાગમાં કર્યો છે, Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રીમન્ના જીવનસિદ્ધિ કોટિનાં પ પણ મળે છે. આમ “મોક્ષમાળા”ની પદ્યરચનાઓમાં કવિત્વનું એકસરખું ધોરણ જોવા મળતું નથી તેમ કહી શકાય – જેકે શ્રીમદનું દયેય કવિત્વનું નહિ પણ ઉપદેશનું જ છે એ આપણે એમની પદ્યરચનાઓનું મૂલ્યાંકન કરતી વખતે ભૂલવું ન જોઈએ. મોક્ષમાળામાં જૈનધર્મથી અન્યનાધિકપણે મોક્ષમાળામાં મોક્ષમાર્ગને ઉપદેશ છે. અને તેમાં જૈનધર્મથી કંઈ પણ ન્યૂનાધિક કહ્યું નથી તે શ્રીમદને અભિપ્રાય સત્ય હતો તે પણ આપણે અહીં જોઈ શકીશું. શ્રી તત્ત્વાર્થસૂત્રનાં વચન “સખ્યાજ્ઞાનવામિત્રાળ કોલકા” અનુસાર શ્રીમદે મોક્ષમાળા”ના પાઠો જ્યા છે તે આપણે જોયું. વળી, આ બધા પાઠેમાં જૈનધર્મના મહત્ત્વના સિદ્ધાંતનું તથા જૈનધર્મની ક્રિયાઓનું નિરૂપણ શાસ્ત્રીય આધાર સાથે કર્યું છે. અહીં જ્ઞાન તથા કિયા બંનેને સમન્વય તેમણે સાવ્યો છે. અને મોક્ષમાર્ગનો બાધ કરવા માટે તેના ત્રણે અંગે તેમણે વિવિધ રીતે સમજાવ્યાં છે, તે આપણે જોયું. મુનિ શ્રી હર્ષચંદ્રજી લખે છે કે – “૧૦૮ શિક્ષાપાઠ સુધી પોતાના અભ્યાસાનુસાર – વિચારાનુસાર અને અનુભવ પ્રમાણે વીતરાગ પ્રવચનને સારી પદ્ધતિમાં તેઓ વાંચનાર પ્રતિ પ્રબોધે છે ને સંભળાવે છે. વાચક એક પછી એક કમવાર શિક્ષાપાઠને ધ્યાનપૂર્વક વાંચે તે અવશ્ય જૈનદર્શનમાં તને પામી શકે.”૬ ૭ “મોક્ષમાળા” ના પાઠ વાંચીએ તે વખતે જૈનધર્મ પ્રત્યેની તેમની વિશેષ પ્રીતિ પ્રત્યક્ષ થાય છે. સામાયિક, પ્રતિક્રમણ, નવકારમંત્ર વગેરે જનધર્મનાં તત્ત્વોની તેમણે વિસ્તૃત સમજણ આપી છે. વળી, કથા અને દૃષ્ટાંતો પણ જૈન કથાસાહિત્યમાંથી લીધાં છે, એટલું જ નહિ, પાછળના ૬ તવાવ ના પાઠમાં અન્ય ધર્મો કરતાં જનધર્મની કઈ વિશેષતા છે તે પણ તેમણે સમજાવ્યું છે. જનધર્મ પ્રત્યેની તેમની કેવી ભક્તિ હતી તેને ખ્યાલ તેમનાં નીચેનાં વચને પરથી આવી શકશે – “જે મધ્યવયના ક્ષત્રિયપુરુષે જગત્ અનાદિ છે એમ બેધડક કહી કર્તાને ઉડાડો હશે, તે પુરુષે શું સર્વજ્ઞતાના ગુપ્ત ભેદ વિના કર્યું હશે?”૬૮ બાકીના સર્વ ધર્મમતાના વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી, જન જેણે જા અને સેવ્યું તે કેવળ નીરોગી અને સર્વજ્ઞ થઈ જાય છે. એના પ્રવર્તક કેવા પવિત્ર પુરુષ હતા ! એના સિદ્ધાંતે કેવા અખંડ, સંપૂર્ણ અને દયામય છે? એમાં દૂષણ કઈ જ નથી. કેવળ નિર્દોષ તે માત્ર જૈનનું દર્શન છે. એવો એક પારમાર્થિક વિષય નથી કે જે જૈનમાં નહિ હોય, અને એવું ૬૭. “શ્રીમદ્ રાજચંદ્ર વિચાર નિરીક્ષણ”, પૃ. ૩. ૬૮. “ શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧ર.૩, Page #214 -------------------------------------------------------------------------- ________________ ૩. મેક્ષમાળા ૧૯૫ એક્ટ તત્ત્વ નથી કે જે જનમાં નથી. એક વિષયને અનંતભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈન દશન છે પ્રજનભૂતતત્ત્વ એના જેવું ક્યાંય નથી. એક દેહમાં બે આત્મા નથી, તેમ આખી સૃષ્ટિમાં બે જૈન એટલે કે જેનની તુલ્ય એકે દર્શન નથી. આમ કહેવાનું કારણ શું? તે માત્ર તેની પરિપૂર્ણતા, નીરાગીતા, સત્યતા અને જગતહિતસ્વીતા.”૬૯ જૈન પ્રતિ આવી ભક્તિ હોવા છતાં શ્રીમદને અન્ય ધર્મ પ્રતિ કઈ જાતને દ્વેષ ન હતા. અન્ય ધર્મોની અપૂર્ણતા પણ તેઓ મધ્યસ્થતાથી બતાવતાં લખે છે કે : અન્ય પ્રવર્તક પ્રતિ મારે કંઈ વેરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરું. બંનેમાં હું તે મંદમતિ મધ્યસ્થરૂપ છું. બહુ બહુ મનનથી અને મારી મતિ જ્યાં સુધી પહોંચી ત્યાં સુધીના વિચારથી હું વિનયથી એમ કહું છું કે પ્રિય ભવ્યો ! જેન જેવું એકે પૂર્ણ દર્શન નથી, વીતરાગ જે એક દેવ નથી.”૭૦ તમને જે ધર્મતત્વ કહેવાનું છે, તે પક્ષપાત કે વાર્થબુદ્ધિથી કહેવાનું મને કંઈ પ્રોજન નથી .. વારંવાર હું તમને નિગ્રંથનાં વચનામૃત માટે કહું છું, તેનું કારણ તે વચનામૃત તત્વમાં પરિપૂર્ણ છે, તે છે.” શ્રીમદના ઉપરનાં વચનામાં શ્રી હરિભદ્રાચાર્યના નીચે જણાવેલા લોકનું પ્રતિબિંબ જોઈ શકાશેઃ " पक्षपाती न मे बरे न द्वैषः कपिलादिषु । युक्तमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ ७१. જે વયે શ્રીમદે ઉપરનાં વચને લખ્યાં તે વયે હરિભદ્રાચાર્યને આ શ્લેક તેમના જાણવામાં ન પણ આવ્યું હોય, છતાં તત્ત્વમાં વિચારશ્રેણીમાં, વિચાર-ઉચ્ચારમાં સમર્થ તત્વજ્ઞાનીઓ કેવા મળતા થાય છે તેનું આ ઉદાહરણ ગણી શકાય. અને જે તે જાણમાં હોય તે પણ હરિભદ્રાચાર્યનાં ઉપરના ગંભીર આશયને કેટલી સરળતાથી તેમણે ઉતાર્યો છે, તે હકીક્ત પણ તેમની શક્તિ સૂચવે છે. આમ “મોક્ષમાળામાં પ્રત્યેક વસ્તુનું પ્રતિપાદન કે ખંડન, શ્રીમદ્દે જૈન ધર્મના સિદ્ધાંત અનુસાર જ કર્યું છે. અર્થાત્ બીજી રીતે કહીએ તો “મોક્ષમાળા” જૈનધર્મની સરળ ભાષામાં ટૂંકી માહિતી આપનાર ગ્રંથ તરીકે એક સીમાચિહ્નરૂપ બની રહે તેવું પુસ્તક છે. "માક્ષમાળાનું બાલાવબોધપણું શાસ્ત્રના અભ્યાસ ન કરી શકે તેવા બાળકરૂપ જાના કલ્યાણુથે આ “મેક્ષમાળા” લખાયેલી છે તેવા ઉલ્લેખ શ્રીમદે તેની “શિક્ષણ પદ્ધતિ” અને “મુખમુદ્રામાં કર્યો છે. અને તેઓએ આ ઉદ્દેશને સફળતાથી પાર પાડ્યું છે તેમ આપણે અવશ્ય કહી શકીશું. ૬૯, ૭૦. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૨૫. ૧. “ લકત સ્વનિર્ણય”, લેક ૩૮. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રીમદની જીવનસિદ્ધિ “મોક્ષમાળા”માં શ્રીમદે જે પાઠ રહ્યા છે તેનું કદ નાનું છે; બે ત્રણ પાનાથી મટે. એક પણ પાઠ જોવા મળતો નથી; એટલું નહિ પણ ક્યારેક લંબાણ વધે તેવું લાગે તો એક જ વિષયને કે કથાને તેમણે બે કે તેથી વધુ પાઠમાં વિભક્ત કરેલ છે. “ભિખારીને ખેદ”, “કપિલ મુનિ”, “સુખ વિશે વિચાર”, “અનાથી મુનિ” વગેરે કથા માટે, અને સદગુરુતવ”, “જિનેશ્વરની ભક્તિ”, “સંસારને ચાર ઉપમા”, “સામાયિક વિચાર”, જ્ઞાન સંબંધી બે બેલ”, “તવાવબોધ” વગેરે તત્વની વાત જણાવતા પાંઠા માટે એકથી વધુ પાઠની ચેજના તેમણે કરી છે. * * મિક્ષમાળા "માં જૈનધર્મ અને તેના સિદ્ધાંત વિશે મુખ્યત્વે વાત આવે છે, તેમ છતાં ધર્મના પારિભાષિક શબ્દોને તેમણે શક્ય તેટલે ઓછો ઉપગ કર્યો છે. અને જીવે શું કરવું જોઈએ તે તેમણે રાજના મહાવરાની ભાષા દ્વારા જ બતાવ્યું છે અને જ્યારે જ્યારે પારિભાષિક શબ્દો વાપરવાને પ્રસંગ પડ્યો છે ત્યારે ત્યારે તેના અર્થને બતાવવાની તત્પરતા પણ શ્રીમદ્ રાખી છે. પ્રત્યાખ્યાન, સામાયિક, પ્રતિકમણ, અનાનુપૂર્વિ વગેરે વિશેના પાઠ વાંચતાં તે જોઈ શકાશે કેાઈ પણ સામાન્ય જીવને ખૂબ જ આકર્ષણ કરનાર તત્વ તે કથા છે. તેથી સામાન્ય માણસને કેટલાક સિદ્ધાંતોની પ્રતીતિ કરાવવા તેમણે કથાઓ અને દૃષ્ટાંતોને છૂટથી ઉપયોગ કર્યો છે. આ પુસ્તકના પાંચમા ભાગ ઉપરાંતના પાઠમાં આપણને કથા કે દષ્ટાંત જોવા મળે છે. જીવની અશરણુતા સમજાવવા “અનાથી મુનિ”ની કથા, માનની અનર્થતા સમજાવવા બાહુબળ”ની તથા “સનકુમાર ચક્રવતી ”ની કથા, તૃષ્ણ, રાગ, અસત્ય આદિના સેવનથી થતું નુકસાન બતાવતી કપિલ મુનિ”, “ગૌતમ સ્વામી ”, તથા “વસુરાજા”ની કથા તેમણે આપી છે; તે ધર્મદઢતા અને શીલનું માહાસ્ય બતાવવા “કામદેવ શ્રાવક” અને સુદર્શન શેઠ”નાં દષ્ટાંત આપ્યાં છે. આવાં દૃષ્ટાંતો દ્વારા જ વિનય, ક્ષમા, ચારિત્ર, સત્ય વગેરે ગુણોની મહત્તા અને રાગ, માન, અસત્ય, તૃષ્ણ વગેરેની અનર્થતા તેમણે બતાવી છે. તેથી વાચકને દરેકની યથાર્થતા જલદી સમજાય તે સ્વાભાવિક છે. આ ઉપરાંત કેટલાક સિદ્ધાંતોની સમજણ આપવા માટે તેમણે સંવાદોની કે સુવાક્યોની રચના પણ કરી છે, જે વાંચવામાં વધુ સુગમ રહે છે. પિતા પુત્રના સંવાદ દ્વારા ગુરુમાતામ્ય, . “સત્ય” અને “જિજ્ઞાસુ”ના સંવાદ દ્વારા ભક્તિમાતામ્ય આદિ દર્શાવ્યાં છે. કેટલીક વખત પ્રશ્નોત્તરરૂપી કે શંકાસમાધાનરૂપી રચનાઓ પણ કરી છે. આમ વાચકને મનમાં નવા નવા પ્રશ્ન ન ઉદભવે તે રીતે તેમણે નવા નવા સિદ્ધાંત સમજાવ્યા છે. કથા કે સંવાદરૂપે સિદ્ધાંત રજૂ ન થયા હોય તેવા પાઠોમાં પણ પોતે જાણે વાચક સાથે વાત કરતા હોય તે જાતની રચના કરી છે. ગુરુ પિતાના શિષ્યને સામે બેસાડીને સમજણ આપતા હોય તે જાતની છાપ “ખરી મહત્તા ”, “સત્સંગ”, “પ્રત્યાખ્યાન ” આદિ પાઠ વાંચતાં પડે છે. આ જાતની શિલી પણ બાળકોમાં વિશેષ પ્રિય બને છે. મોક્ષમાળા"ની ભાષા પણ ખૂબ સરળ છે, વાક્યો પણ નાનાં નાનાં છે. કાવ્યો પણ એટલાં જ સરળ છે. માર્ગ પામેલા જીવ તેમાંથી ખૂબ તવ માણી શકે તેમ હોવા છતાં Page #216 -------------------------------------------------------------------------- ________________ ૩. મેક્ષમાળા ૧૭ સામાન્ય જનને ભાવાર્થ પૂરતો સમજાય તેટલાં સરળ છે. તેમાં ક્યાંયે લિટતા નજરે ચડતી નથી. પાઠના વિષયને સૂચવતાં સરળ શીર્ષકે પણ તેમણે જ્યાં છે; ઉદાહરણ તરીકે “વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે”, “ઉત્તમ ગૃહસ્થ”, “પ્રમાદ”, “મહાવીર શાસન” વગેરે. ગંભીર વિચારણને લગતા પાઠ તેમણે છૂટાછવાયા મૂકી દીધા છે; અર્થાત્ વચ્ચે વચ્ચે કથા, સંવાદ વગેરેના પાંડેની યેજના કરી છે, જેથી વાચકને વાચનરસ જળવાઈ રહે. મોક્ષમાળામાં રહેલા આ બધા ગુણોને લીધે તેનુ “બાલાવબોધ” એવું વિશેષણ સાર્થક થાય છે. મોક્ષમાળા” અને “ભાવનાબેધ”ની શૈલી વિશે દી. બ. કૃષ્ણલાલ ઝવેરીએ વિ. સં. ૧૯૬૬ની કાર્તકી પૂનમે, શ્રીમદ્ રાજચંદ્ર જયંતી નિમિત્ત, પ્રમુખપદેથી કહ્યું હતું કે – આ બંને ગ્રંથની શૈલી તથા તેમાં વર્ણવેલાં સૂત્રો તથા સત્ય દર્શાવવાની ધારી બહુ જ સ્તુત્ય છે. ભાષા, વિષય પ્રૌઢ તથા ગહન હોવા છતાં, બહુ જ સરળ અને સચોટ છે. તેમ જ પોતાના સિદ્ધાંત સમજાવવાની શૈલી પણ બહુ જ અનુકરણીય છે.” ૧૭ વર્ષની નાની વયમાં પણ શ્રીમમાં કેટલું વિવેકજ્ઞાન હતું તેનો પરિચય આપણને આ પુસ્તક વાંચતાં થાય છે. બહારથી પૈસા એકઠા કરીને “મોક્ષમાળા”ની પહેલી આવૃત્તિ પ્રગટ થઈ હતી, તે વખતે મુદ્રણદોષે પણ ઘણા રહી ગયા હતા. તે બધા બીજી આવૃત્તિમાં સુધારી લેવામાં આવ્યા. બીજી આવૃત્તિનું છાપકામ લગભગ વિ. સં. ૧ શ્રીમની હયાતીમાં ચાલુ થયું હતું. આ આવૃત્તિ અંગેનું કામકાજ કરતા શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતાને તેમણે સૂચના કરી હતી કે – મોક્ષમાળા”માં શબ્દાંતર અથવા પ્રસંગ વિશેષમાં કંઈ વાક્યાંતર કરવાની વૃત્તિ થાય તે કરશે. ઉપોદઘાત આદિ લખવાની વૃત્તિ હોય તે લખશે. જીવનચરિત્રની વૃત્તિ ઉપશાંત કરશે.૩ આ સૂચના અનુસાર બીજી આવૃત્તિમાં લગભગ ૫૦ જગ્યાએ શબ્દ કે શબ્દસમૂહમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, પણ ક્યાંયે જુદા ભાવાર્થની રચના થઈ હોય તેવું થયું ન હતું અને આ ફેરફારે ઘણું નાના ગણી શકાય તેવા છે.૭૪ આ આવૃત્તિ શ્રીમદ્દની નજર તળેથી એક વખત નીકળી ગઈ હતી – જોકે તે પ્રગટ તે, તેમના અવસાન બાદ, વિ. સં. ૧૫૮માં થઈ હતી. આ ઉપરાંત શ્રીમદે બીજી કેટલીક સૂચનાઓ પણ તેમને કરી હતી, જેમાં શ્રીમદ્દની કેળવણુકાર તરીકેની દષ્ટિ દેખાય છે. જુઓ – ૭૨. “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ, પૃ. ૮૨. ૭૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૪૮. ૭૪. આ બધાં પાઠાંતરે “શ્રીમદ્ રાજચંદ્ર”ની પરમશ્રુત પ્રભાવક મંડળની પાંચમી આવૃત્તિના બીજા ભાગમાં, છઠ્ઠા ખંડમાં આપવામાં આવ્યાં છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રીમદના જીવનસિદ્ધિ “ઉદ્દઘાતથી વાચકને, શ્રોતાને, અ૫. અ૮૫ મતાંતરની વૃત્તિ વિસ્મરણ થઈ જ્ઞાની પુરુષના આત્મસ્વભાવરૂપ પરમધર્મને વિચાર કરવાની કુરણ થાય એવો લક્ષ સામાન્યપણે રાખો . સહજ સૂચના છે.”...૭૫ ફરી આવૃત્તિ અને સુખ ઊપજે તેમ પ્રવર્તે. કેટલાંક વાક્ય નીચે લીટી દોરી છે, તેમ કરવા જરૂર નથી, શ્રોતા-વાચકને બનતાં સુધી આપણા અભિપ્રાયે ન દેરવા લક્ષ રાખવું. શ્રોતા-વાચકમાં પોતાની મેળે અભિપ્રાય ઊગવા દેવો. સારાસાર તેલ કરવાનું વાંચનાર – શ્રોતાના પર છોડી દેવું. આપણે તેમને દોરી તેમને પોતાને ઊગી શકે તેવા અભિપ્રાયને થંભી ન દેવો.”૭૬ જનધર્મની ટૂંકી માહિતી આપતા આ ગ્રંથ વિશે શ્રી બ્રહ્મચારી “શ્રીમદ રાજચંદ્ર જીવનકળા”માં લખે છે કે – ' “એક પ્રઢ કેળવણીકાર જેમ પોતાની પહેલાંના જમાનાને વિચાર કરી પૂર્વે થઈ ગયેલા કેળવણીકારોનો અનુભવ લક્ષમાં લઈ પોતાના જમાનાની જરૂરિયાત તથા ભાવિ જમાનાની જરૂરિયાત ઉપર પહોંચે તેટલી દીર્ઘદ્રષ્ટિ મૂકી, માનવ-સ્વભાવને લક્ષમાં લઈને માર્ગદર્શક ગ્રંથે ગૂથે તથા શિક્ષણ પદ્ધતિ યોજે, તેથી પણ વિશેષ ગ્યતા દીર્ધદષ્ટિથી શ્રીમદ્ મોક્ષમાળાની યોજના વિચારી તેની શરૂઆત કરી છે.”૭૭ આમ અહીં શ્રી બ્રહ્મચારી ગોવર્ધનદાસજી “મેક્ષમાળા”માં શ્રીમદે વાપરેલી દીર્ઘદૃષ્ટિના નિર્દેશ કરે છે. અંતમાં શ્રી જગદીશચંદ્ર શાસ્ત્રીએ કરેલા “શ્રીમદ્ રાજચંદ્ર”ના હિંદી અનુવાદમાં મોક્ષમાળા” વિશે આપેલો અભિપ્રાય જાણવો યોગ્ય ગણાશે. તે ગ્રંથની પ્રસ્તાવનામાં તેમણે લખ્યું છે કે – "इसमें सन्देह नहीं कि मोक्षमाला राजचंद्रजोकी एक अमर रचना है। इससे उनकी छोटीसी अवस्थाकी विचारशक्ति, लेखनकी मार्मिकता, तर्कपटुता और कवित्वकी प्रतिभाका आभास मिलता है। जैनधर्मके अन्तस्तल में प्रवेश करनेके लिए वह एक भव्य द्वार है। जैनधर्मके खास खास प्रारंभिक समस्त सिद्धांतोका इसमें समावेश हो जाता है । "७८ ૭૫. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ અવૃત્તિ ૧, પૃ. ૬૪૮. ૭૬. એજન, પૃ. ૬૭૧. ૭૭. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ", આવૃત્તિ, પૃ. ૩૩. ૭૮. રાજચંદ્ર જન શાસ્ત્રમાલા, “શ્રીમદ્ રાજચંદ્ર', પ્રસ્તાવને, પૃ. ૩૫. Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ પ્રકીર્ણ રચનાઓ શ્રીમદે તેમની વીસ વર્ષની વય પહેલાં “ભાવનાબેધ” અને “મેક્ષમાળા” એ બે ગદ્યકૃતિઓ ઉપરાંત કેટલીક ગદ્ય તેમજ પદ્ય એમ બંને પ્રકારની કૃતિઓની રચના કરેલી છે. તેમાં કેટલીક કૃતિઓ પૂર્ણ સ્વરૂપમાં મળે છે, તે કેટલીક અપૂર્ણ સ્વરૂપમાં ઉપલબ્ધ થાય છે. તેમની પદ્યકૃતિઓમાં “સ્ત્રીનીતિક વિભાગ ૧”, ધર્મેતર તથા ધર્મને લગતી લગભગ ૨૨ જેટલી રચનાઓ તથા અવધાન સમયે થયેલી લગભગ ૪૦ જેટલી રચનાઓને સમાવેશ થાય છે. આ સાથે “ભાવનાબોધ” અને “મોક્ષમાળા”ની પદ્યરચનાઓને પણ ઉમેરી શકાય. તેમની ગદ્યકૃતિઓમાં “રત્નકરંડશ્રાવકાચાર”માંથી અનુવાદ “દ્વાદશાનુપ્રેક્ષા”, “ઉત્તરાધ્યયનસૂત્ર”ના ૩૬મા અધ્યયનમાંથી અનુવાદ “જીવાજીવવિભક્તિ”, “મુનિસમાગમ” નામનો લેખ, “સ્વરોદયજ્ઞાન” પરની ટીકા, “નવતત્વ પ્રકરણ”ની એક ગાથા પરની ટીકા, “ જીવતત્ત્વ – સંબંધી વિચાર” વગેરેનો સમાવેશ થાય છે. “ભાવનાબોધ” અને “મોક્ષમાળા” સિવાયની આ બધી કૃતિઓ અપૂર્ણ સ્વરૂપમાં મળે છે. આ ઉપરાંત “પુષ્પમાળા”, “સાત મહાનીતિનાં વાક્યો”, “વચનામૃત”, “બધ વચનો” વગેરે જુદાં જુદાં શીર્ષક નીચે લગભગ ૧૨૦૦ જેટલાં નીતિવચનો મળે છે. તે બધા વિશે આપણે જોઈએ. સ્ત્રીનીતિબેઘક વિભાગ ૧ શ્રીમદ્દની સોળ વર્ષની ઉંમર પહેલાં લખાયેલું અને વિ. સં. ૧૯૪૦માં પ્રગટ થયેલું આ પદ્યકૃતિઓનું પુસ્તક છે. આ પુસ્તક આજે તે જ સ્વરૂપમાં ઉપલબ્ધ નથી, પરંતુ તેની બધી રચનાઓ આપણને “સુબોધસંગ્રહ” નામના પુસ્તકમાં મળે છે. “સુબોધસંગ્રહમાં સ્ત્રીનીતિબોધક વિભાગ ૧” મૂળની શ્રીમદ્દની પ્રસ્તાવના સહિત આપે છે, તે ઉપરાંત શ્રીમદનાં અવધાન સમયે રચાયેલાં કાવ્યો તેમ જ બીજા કેટલાંક કાવ્ય પણ તેમાં આપવામાં આવ્યાં છે. તે વિશે “સુબોધસંગ્રહની પ્રસ્તાવનામાં તેના સંપાદક બ્રહ્મચારી ગોવર્ધનદાસજી લખે છે કે – દસબાર વર્ષથી તે માસિકમાં લેખ મોકલતા, તથા અવધાન કરતા તે વિશે કઈ કઈ પત્રોમાં છપાતું. તે તે માસિક આદિમાંથી જે સંગ્રહ થઈ શકો તે આ સુબોધસંગ્રહમાં છપાવ્યો છે. સ્ત્રીનીતિબોધક” પુસ્તક તેઓની હયાતીમાં જ છપાઈ ગયું હતું તેથી તેની પ્રસ્તાવના સહિત આમાં છાપ્યું છે. ” ૧. “ચીનીતિબેધક” વિભાગ ૧, પ્રસ્તાવના. Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ આ પુસ્તકમાં ઈશ્વરભજન, સ્ત્રીકેળવણી, સંસારસુધારે વગેરે વિશે તત્કાલીન લોકોમાં પ્રચલિત દેશીઓમાં બાધક ગરબીઓ આપી છે. એટલે કે આ બધી ગરબીઓ “ઓધવજી સંદેશે કહેજે શ્યામને..”, “અંતકાળે સશું નહિ કઈ રે..”, “પ્રેમની પ્રેમની પ્રેમની રે...”, “રંગતાળી રંગતાળી રંગતાળી કે રંગમાં રંગતાળી...”, “મા! તું પાવાની પટરાણું....”, “મા પાવા તે ગઢથી ઊતર્યા..” વગેરે લોકપ્રચલિત દેશીઓમાં રચાયેલી છે. આ ગરબીઓમાં વિષય અનુસાર ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. પહેલા વિભાગમાં પરમેશ્વરને પ્રાર્થના, પરમેશ્વરની લીલા, દેહની ક્ષણભંગુરતા, ઉદ્યમ વગેરે વિશે ગરબીઓ છે. બીજા વિભાગમાં વિદ્યા, કેળવણી, ગ્રંથવાચન, સદુપદેશ વગેરે પર શિખામણરૂપ ગરબીઓ છે. ત્રીજા વિભાગમાં સત્ય, સુનીતિ, સદાચાર વગેરે વિશે ગરબીઓ છે, અને ચોથા વિભાગમાં સુલક્ષણા નારી વિશે તથા તેને અપાયેલા ઉપદેશ વિશે રચના છે. ચોથા વિભાગમાં માત્ર બે જ રચનાઓ મળે છે. “સ્ત્રીનીતિબોધક”ના મુખપૃષ્ઠ ઉપર ભુજંગી છંદમાં એક કડી આપી છે, જે સ્ત્રીકેળવણીની સૂચના કરે છે – “થવા દેશ આબાદ સૌ હોંશ ધારે, ભણાવી ગણાવી વનિતા સુધારે; થતી આર્યભૂમિ વિશે જેહ હાનિ, કરો દૂર તેને તમે હિત માની.” તે પછી સંસારસુધારાની પ્રેરણારૂપે મનહર છંદમાં સ્ત્રીકેળવણી વિશે લખ્યું છે – કુધારે કરેલ બહુ, હુમલો હિમ્મત ધરી, વધારે વધારે જોર, દરશાવિયું રે, સુધારાની સામી જેણે, કમર છે કસી હસી, નિત્ય નિત્ય કુસંપ જે, લાવવા ધ્યાન ધરે, તેને કાઢવાને તમે, નાર કેળવણી આપ, કુચાલે નઠારા કાઢે, બીજા જે બહુ નડે, રાયચંદ પ્રેમે કહે, સ્વદેશી સુજાણુજને, દેશહિત કામ હવે, કેમ નહિ આદરે ?” આમ સંસારસુધારાની તરફેણ કર્યા પછી આ પુસ્તકની નાની છતાં. સુંદર પ્રસ્તાવના શ્રીમદે લખી છે. તેમાં સ્ત્રીકેળવણીના વધવા સાથે વાંચવાને પણ શોખ વધે તે માટે સારા પુસ્તકે લખવાની વિદ્વાને વિનંતી કરતાં તેઓ લખે છે કે – આપણે ભરતખંડમાં હાલ સ્ત્રીકેળવણીને સારે પ્રસાર થતું જાય છે. તેમ જ વળી વાંચવાને શેખ પણ વધતું જાય છેજેથી કરીને સ્ત્રીઓને વાંચવા લાયક Page #220 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રકીર્ણ રચનાઓ પુસ્તક પ્રસિદ્ધ થવાની ઘણું અગત્ય છે. અને એ વિશે સર્વ સ્વદેશહિતેચ્છુઓ ધ્યાનમાં લેશે.”૨ . તે પછી જૂના વિચારના લોકો તરફથી સ્ત્રીકેળવણી સામે મુકાતા આક્ષેપ દૂર કર્યા છે અને સ્ત્રીઓને વાંચવા યોગ્ય કેટલાંક પુસ્તકોનાં નામ આપતાં તેઓ લખે છે કે – “વળી વહેમી અને અજ્ઞાની લોકે પણ એમ જ કહે છે કે જે સ્ત્રીઓને ભણાવીએ તે તેઓ બગડી જાય, પણ એ વિચાર જ અજ્ઞાનતા દર્શાવે છે. પૂરી કેળવણી વિના અબળા ક્યાંથી સુધરે ?” સ્ત્રીનીતિધર્મ, દેવજ્ઞદર્પણ, ભૂતનિબંધ, પાર્વતીકુંવરાખ્યાન, સંસારસુખ, નીતિવચન વગેરે સારાં સારાં સુનીતિદર્શક પુસ્તકો વાંચવામાં આવે તે અનીતિને પ્રસાર ન થાય. માટે સ્ત્રીઓને પૂરી કેળવણી આપવી જોઈએ. એવી મારી સ્વદેશીઓને નમ્રતાપૂર્વક ભલામણ છે.”૩ આ વચનમાં આપણને શ્રીમદની વિચારશક્તિને પરિચય થાય છે. તેઓ સ્ત્રીઓ ન સુધારવાના કારણમાં બાળલગ્ન, કજોડાં અને વહેમ કે અજ્ઞાન ગણાવે છે, જે હિંદના સર્વ વિચારકેને પણ મત છે. તેમના સમયમાં થયેલા સુધારાના હિમાયતીઓ તથા અન્ય સર્વને બાળલગ્નની અનિષ્ટતા વિચારવા તેઓ ભારપૂર્વક ભલામણ કરે છે, અને તે સુધારા કરવામાં તેઓ સાહિત્ય દ્વારા પોતાને ફાળો આપવા માગતા હતા તે, એમણે કરેલી આ પુસ્તકની જનામાંથી આપણે જાણી શકીએ છીએ. તેઓ લખે છે કે – “આ પુસ્તકમાં સ્ત્રીઓને ઉપયોગી થાય તેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકના મારે ત્રણ ભાગ કરવાના છે. તેમાંનો આ પહેલો ભાગ બહાર પડ્યો છે. અને મદદ મળશે તે આ પુસ્તકના બીજા બે ભાગ પણ ચેગ્ય વખતે બહાર પાડીશ. થોડી કિમત રખાય અને ઘણાને લાભ લેવાનું બની આવે તેટલા માટે આ વિચાર કર્યો છે.”૪ આ પુસ્તકના બીજા બે ભાગ લખાયા કે છપાયા નથી, પણ શ્રીમદ્દન તેમ કરવાને વિચાર હતો તે આપણે ઉપરના અવતરણમાં જોઈ શકીએ છીએ. વળી, થોડી કિંમતે ઘણા લાભ લઈ શકે એ હેતુએ આ પ્રથમ વિભાગ તેમણે ચાર આનાની કિંમતે પ્રસિદ્ધ કર્યો હતે. સંસારસુધારાના એક સ્વરૂપ “સ્ત્રીકેળવણ” વિશે શ્રીમદ્ આ પુસ્તકમાં વિચારણા કરેલી છે. તેમાં સ્ત્રીઓમાં સદાચાર, નીતિ, નમ્રતા આદિ ગુણો ખીલવવા વિશેની વિચારણા તેમણે સેળ વર્ષની લઘુ વયે કરેલી છે. સુખ અને શાંતિ પ્રાપ્ત કરવા માટે આ બધા ગુણાની ૨. “સુબેધસંગ્રહ”, પૃ. ૭. ૩-૪, એજન, પૃ. ૮. ૨૬ Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રીમંના અધસિદ્ધિ આવશ્યક્તા બતાવતા આ પુસ્તકમાં શ્રીમદ્દે તે પ્રાપ્ત કરવા માટેની રીતને વિચાર પણ કરેલા જોવા મળે છે. આના પહેલા પગથિયારૂપે તેઓ ઈશ્વરમાં શ્રદ્ધા તથા પાપના ડરને સ્વીકારે છે. તેથી તા તેને લગતી ગરબીએ તેઆ આર‘ભમાં જ આપે છે. એ જ રીતે ઉદ્યમને પણ તેઓ એટલું જ મહત્ત્વ આપે છે. ઉદ્યમથી બેવડા લાભ થાય છે ; જે કાય થાય તે, અને એ સમયે નિંદા આદિ કુસંગથી ખચાય તે. “ નવરા બેસનાર નખાદ વાળે ” એ કહેતી સાચી ન પડે તે માટે તેમણે કંઈ ને કંઈ સારા ઉદ્યમ કરવાની ભલામણુ આ પુસ્તકમાં કરી છે. જ્ઞાનને પણ તેમણે એક આવશ્યક અંગ ગણ્યુ છે. વિવેકજ્ઞાન હોય તે જ સાચા ગુણા ખીલી શકે છે તે તેમના ધ્યાનમાં હોવાથી જ્ઞાનનાં જુદાં જુદાં પાસાંને લગતી લગભગ સાત જેટલી ગરબીએ તેમણે રચી છે. અને આ બધા ગુણૈાથી થતા ફાયદા વિશે પણ તેમણે ઠીક ઠીક ગરખીએ રચી છે. સારા આચરણના ફાયદા અને ખરાબ આચરણના ગેરફાયદા તેમણે આ ગરબીઓમાં વર્ણવ્યા છે. આ બધી વસ્તુએ તેમણે કુલ ૨૪ ગરમી અને “સદ્બાધશતક ”માં વર્ણવેલ છે. અને તે માટે “ સ્ત્રીનીતિાધક વિભાગ ૧”ના ચાર ભાગ પાડયા છે. २०२ ભાગ ૧ આ પુસ્તકના પહેલા ભાગમાં આઠ ગરબીઓ આપવામાં આવી છે. તેમાં ત્રણ ગરબીએ પરમેશ્વર વિશે, ત્રણ ગરખી ઉદ્યમ વિશે, એક ગરમી ક્ષણભગુર દેહ વિશે અને એક ગરમી માતાએ પુત્રીને દીધેલી શિખામણ વિશે છે. પહેલી ગરમી પરમેશ્વરને પ્રાર્થના” નામે છે. તેમાં ઈશ્વરનાં ગુણગાન કર્યાં છે. ઈશ્વર દયાળુ છે, સુખકર્તા છે, સૃષ્ટિ સરજનહાર છે, કૃપાળુ છે, ઇત્યાદિ ગુણાનો પરિચય તેમાં કરાવ્યા છે. તેમાં ઈશ્વર પાસે પ્રાથ્યુ` છે કેઃ— 16 અહી પણ તેમની દેશહિત કરવાની ભાવના અછાની રહેતી નથી. ખીજી ગરમી “ પરમેશ્વરને ભજવા વિશે” છે. તેમાં ઈશ્વરને શ્રદ્ધાપૂર્વક ભજવા જોઈએ, તે વાત કર્તાએ ભારપૂર્વક જણાવી છે. તેને ભજવાથી ગર્વ ગળી જાય છે, મેાક્ષ મળે છે, વગેરે ફાયદા થાય છે, તે બતાવી ઈશ્વર કેવા છે તે જણાવતાં તેમાં લખે છે કે — 66 દેશહિત દયાળુ કરાવ, નમુ· તને હેતે રે; જેથી ઊપજે આનંદ્ય ભાવ, નમું તને હેતે રે. ” “દુઃખ વિદારણ દેવતા, ભજવા તેને નિત્ય; દામ ન લેશે કેાઈ એ, માટે કર એથી પ્રીત, મારે છે જે ગવને, જેના માટા ઉપકાર; તેને જ શાણી સ્નેહથી, ભજજે ડાહી તું નાર. ”પ ૫. સુખાધસ ગ્રહ ', પૃ. ૧૧. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રકીર્ણ રચનાઓ २०३ ત્રીજી ગરબી “પરમેશ્વરની લીલા”માં જગતકર્તા પરમેશ્વરને પૂજવો જોઈએ તે તેમણે બતાવ્યું છે. સુખ મેળવવા તથા દુઃખથી છૂટવા નીતિ આચરવી, સત્ય બોલવું, તથા બાગ, ઝાડ, પર્વત, નદીઓ, દરિયો, પક્ષી, પ્રાણી વગેરેના રચયિતા ઈશ્વરને ભજવા માટે તેમણે આ ગરબીમાં કહ્યું છે. આ ત્રણે ગરબીઓમાં આપણે જોઈ શકીએ છીએ કે, શ્રીમદ્દ જગતકર્તા તરીકે ઈશ્વરને સ્વીકારે છે. તેમની એ માન્યતા “મોક્ષમાળા” તથા “ભાવનાબેધ”ની રચના વખતે નિમૂળ થઈ ગઈ હતી. તેમાં તેઓ જગતકર્તા તરીકે ઈશ્વરને સ્વીકારવાથી આવતા દોષેનું પૃથક્કરણ કરતા દેખાય છે, જે માન્યતા તેમના અંતકાળ સુધી ચાલુ રહી હતી. એ પરથી આપણે કહી શકીએ કે આ રચનાઓ તેમની ઘણી નાની વયની હેવી જોઈએ, કે જ્યારે તેમને જગતકર્તામાં શ્રદ્ધા હતી. લગભગ ૧૫ વર્ષ આસપાસથી તે તેમની એ માન્યતા છૂટી ગઈ હતી. તેથી આ રચનાઓ તે પહેલાંની હોય તેમ અનુમાન કરી શકાય. ચેથી “ક્ષણભંગુર દેહ વિશે”ની ગરબીમાં નાશવંત દેહનો ભરોસો કર્યા વિના ભગવાનની ભક્તિ કરવાને ઉપદેશ કર્યો છે. રાજા, રાણા, મૂરખ, ડાહ્યા, વિર્ભાવશાળી વગેરે કેાઈ કાળથી બચી શક્યા નથી, તે બતાવી દેહની ક્ષણભંગુરતા વિચારી પરલોકમાં પણ કામ આવે તેવાં પુણ્ય બાંધવા માટે કર્તા ઈશ્વરને ભજવા કહે છે – “અવધ વયેથી જાવું બેની એકલા, સાથે ન મળે કોઈ તણે સંગાત જે, ક્ષણભંગુર જાણીને તું તો દહને, ભજજે ભાવ ધરી ભગવાન જે.” આમ સરળ ભાષામાં પરમેશ્વરનું પ્રભુત્વ દર્શાવવા તેને ભજવાનો ઉપદેશ તેમણે આ ગરબીઓમાં આપ્યું છે. શાણી માતાએ પુત્રીને દીધેલી શિખામણ” નામની પાંચમી ગરબીમાં સાસરે જતી પુત્રીને સાસરા પક્ષની દરેક વ્યક્તિ સાથે કેમ વર્તવું તે વિશે તેની માતા શિખામણ આપે માતા સર્વથી સંપીને ચાલવાની સલાહ, વિવેકથી વર્તવાની સલાહ, ક્રોધ ન કરવાની સલાહ વગેરે શાંતિ મેળવવા માટે ઉપયોગી સલાહ આપે છે. તેમાં પણ વાંચન પર ભાર મૂકતાં તેઓ લખે છે કે : “વાંચ્યાનું તે કામ હંમેશાં રાખજે, પવિત્રતાને પાળી પુત્રી ધર્મ છે વર્યાની રીત વેગે તું સાચવી, સમજી લેજે ટે સાચે ભર્મ જે.” ૬. “સુબોધસંગ્રહ”, પૃ. ૧૪. ૭. એજન, પૃ. ૧૬. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રીમદની જીવનસિદ્ધિ અહીં તેઓ જીવનમાં વાચનની ઉપયોગિતા સમજાવે છે, તેમાં શ્રીમદ સુધારક રૂપે જોવા મળે છે. વખત નકામે નહિ ગાળવા વિશે”, “ઉદ્યમ વિશે” તથા “ઉદ્યમથી થયેલાં કામો વિશે” એ ત્રણ ગરબીઓમાં ઉદ્યમને મહિમા બતાવ્યા છે. એક પળ પણ નકામી ન જવા દેવી જોઈએ, વખત તે અમૂલ્ય છે, ગયેલો સમય પાછો મળતો નથી, તેથી સમય મળે સારા ગ્રંથ વાંચવા, ભરત ભરવું વગેરે કંઈ ને કંઈ ઉદ્યમ કરવાની ભલામણ આ ગરબીએમાં કરી છે. “વખત નકામે નહિ ગાળવા વિશેની ગરબીમાં સમય વિશે કહે છે કે – “વખત અમૂલે જાણી લીધે, ઉપયોગ કરે તેને જ સીધે, અમસ્તી કૂથલી જાવા દો.” ઉદ્યમ કરવાથી જ માનવ સિદ્ધિ પામી શકે છે એવી મતલબના નીચે જણાવેલા સંસ્કૃત શ્લોકને ભાવ આપણને “ઉદ્યમ વિશે ” એ ગરબીમાં જોવા મળે છે – “ उद्यमेन हि सिद्धयन्ति कार्याणि न मनोरथैः। न हि सुतस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥"८ આ ઉદ્યમના મહિમા વિશે શ્રીમદ લખે છે કે – “ઉદ્યમ કરનારે ભૂખે નહિ મરે, ઉદ્યમથી તો સુધરે ડાહી કાજ જે, ઉદ્યમ કરતાં શું નહિ પામે માનવી? કહે પ્રત્યુત્તર તેને તું તે આજ જે.”૯ ઉદ્યમ કરવાથી કઈ કઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે તે “ઉદ્યમથી થયેલાં કામ વિશે ” એ ગરબીમાં જણાવ્યું છે. ઉદ્યમથી તાર, ટપાલ, આગગાડી વગેરે મળ્યાં છે, તેથી તેઓ લખે છે – એમ ઉદ્યમને પરતાપ, વિશ્વ વખાણે રે, માટે એ ગણું સુખનો બાપ, સંશય ન આણે રે.૧૦ આ રીતે ફૂરસદનો સમય હોય ત્યારે સ્ત્રીઓએ એ સમય ઈશ્વરભજનમાં, બીજા સારાં વાંચન અને ઉદ્યમમાં ગાળવો જોઈએ, નકામી કૂથલી કરી વખત પસાર કરવાથી બીજાનું પણ અહિત થાય છે તો તેનાથી દૂર રહેવું જોઈએ એવો આ ગરબીઓને ઉપદેશ છે. આમ પહેલા વિભાગમાં ઈશ્વરમાં શ્રદ્ધા, ઉદ્યમ, વાંચન વગેરેનું માહાભ્ય શ્રીમદ બતાવ્યું છે. તે પછી પહેલા વિભાગ પૂરો થાય છે. ૮. “સુબોધસંગ્રહ”, પૃ. ૧૭. ૯. એજન, પૃ. ૧૮. ૧૦. એજન, પૃ. ૨૦. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રકી રચનાઓ ૨૦૫ ભાગ ૨ બીજા ભાગમાં “જ્ઞાન”ને કેન્દ્રમાં રાખીને સાત ગરબીઓ રચાયેલી જોવા મળે છે. તેમાં વિદ્યા વિશે”, “કેળવણું વિશે”, “કેળવણીના ફાયદા વિશે”, “સુગ્રંથ વાંચવા વિશે એમ વગેરે વિષયેની સાથે શ્રીમદ્ “અભણ સ્ત્રીને ધિક્કાર” આપવા વિશે પણ લખ્યું છે. આ વિભાગમાં પણ ભાષાની સરળતા જોવા મળે છે. સાથે સાથે તેની ગેયતા સ્ત્રીઓને વધુ આકર્ષણરૂપ થાય તે સ્વાભાવિક છે. “વિદ્યા અને કેળવણી સંબંધી” ગરબીમાં તેમણે લખ્યું છે કે – વિદ્યા છે સુખરૂપ સારી રે, વિદ્યામાં છે ગુણ બહુ એ દિવ્યચક્ષુ દેનારી રે, વિદ્યામાં છે ગુણ બહ૧૧ આવી દિવ્યચક્ષુ આપનારી વિદ્યા સર્વત્ર સન્માન પામે છે, બધા જ તેને વખાણે છે. અને સમય આવ્યે આ વિદ્યા ખૂબ ઉપગી થાય છે, તેથી તેને અવશ્ય પ્રાપ્ત કરવી જોઈએ એમ તેમણે આ ગરબીમાં સમજાવ્યું છે. વિદ્યા લેવાથી કયા કયા ફાયદા થાય છે તે “કેળવણીના ફાયદા” એ ગરબીમાં તેમણે બતાવ્યું છે. કેળવણીને લીધે ઘણું નવા હુન્નર શોધાયા, આળસ છૂટી ગઈ, વહેમનું ખંડન થયું, તાર, ટપાલ વગેરે મળ્યાં. કેળવણીના પ્રતાપથી અનેક ગરીબ અમીર બની શક્યા, તે વગેરે ફાયદા તેમણે બતાવ્યા છે. પણ આ કેળવણી ઉપરછલી ન હોવી જોઈએ, કારણ કે પિપટિયા જ્ઞાનને કોઈ અર્થ નથી, તેથી જે જાણ્યું તેને વિચાર પણ સમજવો જોઈએ. તેથી કહે છે કે સાચી કેળવણી એ “તન સાથે કેળવણું મનની રે, મન સાથે કેળવણું તન” છે. એ વસ્તુ તેમણે “કેળવણું વિશે ની ગરબીમાં બતાવી છે. આમ તેમણે કેળવણીનાં જુદાં જુદાં રૂપ જુદી જુદી ગરબીમાં, પણ સાથે સાથે આપ્યાં છે, જેથી અસર વધુ સચોટ બને છે. અને એના જ અનુસંધાનમાં શ્રીમદ્ “ અભણ સ્ત્રીને ધિક્કાર” પણ આપે છે. તેઓ અભણ નારીના હાલ, ભણતરની ઉપયોગિતા તથા તેનું મહત્ત્વ આ ગરબીમાં દર્શાવે છે. પોતાનું હિત કરવા માટે ભણવું જ જોઈએ એવો ભાવ તેમણે અહીં ગૂંચ્યું છે. આમ વાંચવાનું તથા ભણવાનું તે તેમણે કહ્યું, પણ વાંચવું શું ? – એ પ્રશ્ન થાય તે તેના ઉત્તરરૂપે “સુગ્રંથ વાંચવા વિશે” એ પદ્ય તેમણે લખેલ છે. નીતિની વાત જાણવા મળે તેવા સુગ્રંથે વાંચીને વિચારવાથી ઘણું લાભ થાય છે. તેથી સુગ્રંથ વાંચવા પર ભાર મૂકવાના કારણમાં ર્તા જણાવે છે કે – “અમૃત તણે ફૂપ એ ગણે રે, દીસે શેક તણે હરનાર; બૈર્ય આપે અતિશય દુઃખમાં રે, એ જ સુગ્રંથ સુખ કરનાર.૧૨ આ જ પ્રમાણે સારું જ્ઞાન આપતાં પુસ્તકો વાંચવાથી થતા લાભ તેમણે “જ્ઞાન વધારવા વિશે” એ ગરબીમાં પણ ગણાવ્યા છે. અને કેળવણી, જ્ઞાન વગેરેને લગતી ગરબીઓના ૧૧. “સુબોધસંગ્રહ”, પૃ. ૨૦ ૧૨. “ સ્ત્રીનીતિબોધક, ગરબી, Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ ભાવાર્થના સારરૂપે “સારી શીખ સુણવા વિષે” એ નામની ગરબી રચાયેલી છે. સારી શિખામણ સાંભળવાથી નીતિ વધે છે, અનીતિ ચાલી જાય છે, ખરાબ બુદ્ધિ દૂર થાય છે, હોંશિયારી વધે છે વગેરે અનેક લાભ થાય છે તે આ ગરબીમાં કર્તાએ બતાવ્યા છે, તેથી દરેકને તે બધા સાંભળવાની ભલામણું અહીં કરાઈ છે. આમ બીજા ભાગમાં આપેલી સાત ગરબીમાં શ્રીમદ્દ જ્ઞાન તથા કેળવણ લેવા માટે ખૂબ ભાર મૂકે છે. અને તેને સારા સંસ્કાર તથા સુખ મેળવવા માટે પાયારૂપ ગણે છે. અલબત્ત, અહીં કર્તા જે કેળવણીની વાત કરે છે તે પુસ્તકિયા જ્ઞાનની નથી, પરંતુ આંતરિક સદગુણે ખીલવવા વિશેની છે. અને એ રીતે જોતાં આ ભાગ અગત્યને બની જાય છે. ભાગ ૩ “ીનીતિઓધક”ના ત્રીજા ભાગમાં વ્યવહારના દેશે નિવારવા વિશે, સદ્દગુણ ગ્રહવા વિશે, સત્યના માહાસ્ય વિશે, એમ વિવિધ વિષયો વિશે કુલ આઠ ગરબીઓ આપવામાં આવી છે. પહેલી ત્રણ ગરબી “સુધરવા વિષે”, “સદગુણ સજવા વિષે” તથા “સુનીતિ વધારવા વિષેને કેદ્રવતી વિચાર લગભગ એકસરખે જ છે. તેમાં સંપથી રહેવાની, સુધારાની વાતે કરવાની, કુસંપ કાઢવાની વગેરે ભલામણ કરાઈ છે. “સુધરવા વિષેની પહેલી ગરબીમાં તેઓ પ્રત્યેક પંક્તિને અંતે જણાવે છે કે “ સુધરજે સ્નેહથી.” આમ આ ગરબીમાં સુધરવા પર તેમણે ભાર મૂક્યો હોવાથી તે ચરણાર્ધનું પ્રત્યેક પંક્તિમાં પુનરાવર્તન થયેલું છે. બીજી બે ગરબીઓમાં આ ઉપરાંત નીતિ અપનાવવાની અને અનીતિ છોડવાની તેમણે ભલામણ કરી છે. “સદગુણ સજવા વિષે” એ ગરબીમાં કર્તા કહે છે કે – “જેને નીતિ સાથે પ્રીતિ છે બહુ રે લોલ; તેના ફાયદા કહો કેટલા કહું રે લેલ. ૧૩ તે “સુનીતિ વધારવા વિષેની ગરબીમાં તેઓ લખે છે કે – ગણ નીતિ રૂપિયા રેક, એ તે અમૂલ્ય છે રે લોલ; અનીતિ વધારે કોક, એ તે ભૂલ છે રે લોલ.”૧૪ આમ નીતિનાં ગુણગાન અને અનીતિનાં દોષગાન કરવાની સાથે રાવણ જેવા રાજવીને પણ અનીતિ આચરવાથી કેવું નુકસાન થયું હતું તે એમાં કર્તાએ સંભારી આપ્યું છે. ૧૩. “સુબોધસંગ્રહ”, પૃ. ૩૩. ૧૪. એજન, પૃ. ૩૫. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રકીર્ણ રચનાઓ આ રીતે નીતિ અને અનીતિ વિશેનું વિવેચન શ્રીમદે અહી જુદી જુદી ત્રણ ગરબીઓમાં સરળ ભાષામાં કર્યું છે, તે તેમની નીતિપ્રિયતા બતાવે છે. તે પછી તેમણે સત્ય વિશે ત્રણ ગરબીઓ રચી છે, તે ત્રણેમાં જુદી જુદી રીતે સત્ય આચરવાનો અને બેલવાને તેમણે અનુરોધ કર્યો છે. સત્ય વિશેની પહેલી ગરબીમાં જ્યાં સત્યનું આચરણ થતું હોય તે સતયુગ કહેવાય, સાચને કદી આંચ નથી આવતી, સત્યને હમેશાં જય જ થાય છે વગેરે સત્યને મહિમા દર્શાવનારી પંક્તિઓ તેમણે રચી છે. સત્ય વિશેની બીજી ગરબીમાં સત્યથી સુખ મળે છે, સત્યથી કષ્ટ નાશ પામે છે વગેરે સત્યના લાભ ગણાવી તેઓ કહે છે કે – “ઋષિ શાણા ને વિદ્વાન, નારી શાણું રે, કરતા'તા સત્ય સન્માન, છે મુજ વાણી રે.૧૫ સત્ય વિશેની ત્રીજી ગરબીમાં પણ કર્તાએ સત્યનો મહિમા જ ગાય છે. અને તેમાં સાથે સાથે સીતા, દ્રૌપદી, દમયંતી વગેરે સતીએ સત્ય બોલવાથી કેવું સન્માન પામી હતી તેનાં ઉદાહરણે પણ આપ્યાં છે. ટૂંકમાં કહીએ તે સત્યથી સુખ અને અસત્યથી દુઃખ મળે છે, તે તેમણે આ ત્રણ ગરબીઓમાં વિવિધ રીતે સમજાવ્યું છે. અને તેના અનુસંધાનમાં કહ્યું છે કે – સત્ય ઉપર તે કીજિયે, શાણે નારી પ્યાર. ૧૬ સત્યનો આ મહિમા જણાવ્યા પછી સમાજમાં પ્રવર્તતા દૂષણના ત્યાગ માટે બે ગરબીઓ લખી છે. પહેલી ગરબી છે “પરપુરુષત્યાગ વિશે ” અને બીજી ગરબી છે “ વ્યભિચારોષ વિશે”. આ બંને ગરબીઓમાં પરપુરુષના સંગને અનિષ્ટ ગણવેલ છે, અને તેમ કરનાર બુદ્ધિભ્રષ્ટ તથા મતિ ભ્રષ્ટ હોય છે તેમ જણાવ્યું છે. પરપુરુષમાં પિતા કે ભાઈની દૃષ્ટિ હેવી જોઈએ, એથી જુદા પ્રકારની પ્રીતિ ઘણું ઘણું દુઃખને આપનાર થાય છે, તે કર્તાએ આ ગરબી દ્વારા સમજાવ્યું છે. પરપુરુષની પ્રીતિમાંથી જ વ્યભિચારદોષ ઉદ્દભવે છે, અને તે દેષમાંથી કસંપ અને બીજા અનેક દૂષણે પણ ઊભાં થાય છે. તે વિશે વ્યભિચારણ વિષે ” એ ગરબીમાં કર્તાએ સમજાવ્યું છે. તે દોષ વિશે તેઓ લખે છે કે – “ભૂંડામાં ભૂંડું એહ, દુઃખની ભીતિ રે, એથી બગડે છે દેહ, દુખની ભીતિ રે.”૧૭ આ બે ગરબીઓમાં સ્ત્રીને ચગ્ય કેળવણી ન આપવાથી આવતા પરપુરુષના સંગના તથા વ્યભિચારના દેષ વિશે જણાવી તેનાથી દૂર રહેવાની ભલામણ શ્રીમદ્દ કરી છે. તત્કાલીન સમાજમાં કેળવણીને જે જુવાળ ઊભો થયો હતો તે વિશે ચારે બાજુને વિચાર કરીને તેને રેગ્ય ન્યાય આપતા શ્રીમદ્દ અહીં આપણને પરિચય થાય છે. ૧૫. “સુબેધસંગ્રહ”, પૃ. ૩૭. ૧૬. એજન, પૃ. ૩૯. ૧૭. એજન, પૃ. ૪૧. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રીમદુની જીવનસિદ્ધિ ભાગ ૪ “સ્ત્રીનીતિબોધક”ના ચોથા વિભાગમાં માત્ર બે જ પદ્યરચનાઓ મળે છે. તેમાં એક ગરબી છે, અને બીજી “સદ્દબોધશતક” નામની સે કડીની રચના છે. આ બંને રચનાઓ પ્રમાણમાં લાંબી કહી શકાય તેવી છે. સદગુણ સજજની વિષે” નામની ગરબીમાં સદગુણી સ્ત્રી કેવી હોય તેનું ચિત્ર અપાયું છે. જે પતિથી સંપીને ચાલે છે, પરપુરુષને પિતા કે ભાઈ ગણે છે, નીતિવાળી છે, અનીતિના તથા અસત્યના ત્યાગવાળી છે, જેના અગમાં આળસ નથી, ઉદ્યમમાં જ જે સમય પસાર કરે છે, પ્રભુનું પ્રીતિથી સ્મરણ કરે છે, બધાંનું હિત ઇરછે છે, વિદ્યા મેળવે છે, ચોખાઈ રાખે છે, વનિતાના બધા ધર્મ પાળે છે, સારી કેળવણી મેળવી બીજાને તે આપવા ઈચ્છે છે, દુર્જનની નિંદાથી ડર્યા વિના પોતાનું કાર્ય કરે છે, ગુણગ્રાહી છે, વગેરે ગુણે ધરાવનારી તથા અવગુણ રહિત સ્ત્રી એ તેમની દષ્ટિએ સદગુણ સ્ત્રી છે. ૬૪ પંક્તિની આ ગરબી વાંચતાં ખ્યાલ આવે છે કે આગળની બધી ગરબીઓમાં જે ગુણે બતાવ્યા છે તે ગુણવાળી, અને જે અવગુણો બતાવ્યા છે તે દેષ વગરની સ્ત્રી એટલે આ ગરબીની સદ્દગુણ સજ્જની સ્ત્રી. સબોધશતક” એ છેલ્લું પદ્ય છે. તે સ્ત્રીઓના નીતિશતક સમાન છે. તેમાં કર્તાએ વિશ્વપિતાને વંદન કરી ઉપદેશ આપવાની શરૂઆત કરી છે. તેમાં સંપ, નીતિ, ધીરજ, હિંમત, સત્ય, નિષ્કપટપણું, ભક્તિ, દેશદાઝ, સુધારે, ધર્મપ્રેમ, ખર્ચ ઘટાડવું, ક્ષમા, પુણ્ય, નમ્રતા, વિનય, મૂર્ખ નારીની સોબતને ત્યાગ, જુગારને ત્યાગ, મરણને વિચાર, પતિભક્તિ, પાત્રદાન, વાચન વધારવું, સારી કેળવણી લેવી વગેરે વિશે ળ વૃત્તમાં ટૂંકાણમાં ઉપદેશ કર્યો છે. આ પ્રકારનો ઉપદેશ જેકે આગળની ગરબીઓમાં જોવા મળે છે, છતાં શેલી ફેર હોવાથી તેમાં પુનરાવર્તન જેવું લાગતું નથી. સત્ય અને કપટ વિશે કર્તા સદધશતકમાં ”માં લખે છે કે – સત્ય જ રાખવું ઉરમાં, ગુણ ગણ ગુણવાન, સત્ય તણે જય છે સદા, હે શાણું! ધર ધ્યાન....૧૩ “કપટ કદી ન કીજિયે, એહ દુઃખનું મૂળ; ઔરંગઝેબે કપટથી, ઊભાં કીધાં શૂળ.”૧૪ વિદ્યા તથા ક્ષમાના ગુણ દર્શાવતાં તેઓ લખે છે કે – વિદ્યા રન ગુણ બહ, માટે ભણાવે બાળ; વિદ્યાએ સુખ જાણજે, વિદ્યા ગુણ વિશાળ.”૨ ૭ “ક્ષમાં ગુણ સારો અહ, ધારે હૈયામાંય; ઈશ્વર રાજી બહુ થશે, એથી સુખ પમાય.”૪૯ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ૪. પ્રકી રાષનાએ વાચન પર વિશેષ ભાર મૂકતાં તેઓ લખે છે કે : “વાચન વ્યસન વધારજે, રાખી લીલું જ્ઞાન, વાંચ્યાથી કહું છું થશે, ડાહી તું વિદ્વાન ૯૫ છેવટે શ્રીમદે પોતાનાં નામ, ગામ વગેરેને નિર્દેશ કરી પ્રભુને પ્રાર્થના કરવાનું સૂચન કરી “સાધશતક પૂર્ણ કર્યું છે. આગળની ગરબીની અપેક્ષાએ આ શતકમાં વિચારોની ખાસ નવીનતા નથી, પરંતુ ભાષા પર કાબૂ નાની વયમાં પણ તેમને ઘણું સારો હતો તેને ખ્યાલ આવે છે. સાથે સાથે પદ્યરચનાની સ્વાભાવિકતા હોવાથી પ્રાસ કે ચમક માટે જરાય પ્રયત્ન કરવો પડ્યો હોય એમ લાગતું નથી. ઉદાહરણ તરીકે “કપટ કદી ન કીજિયે”, વાચન વ્યસન વધારજે” જેવી અનેક પંક્તિઓમાં યમક અલંકાર મળે છે અને અત્યાનુપ્રાસ તે લગભગ દરેક પંક્તિમાં જોવા મળે છે. સ્ત્રીનીતિબોધક”માં આપણે શ્રીમદ્દ સુધારકરૂપે જોઈ શકીએ છીએ. નર્મદનો સુધારાને જુસ્સો અને દલપતરામની સરળ રીતિનું સુભગ મિશ્રણ આ પુસ્તકમાં જોવા મળે છે. “ દેશહિત દયાળુ કરાવ, નમું તને હેતે રે, જેથી ઊપજે આનંદ ભાવ, નમું તને હેતે રે.”૧૮ “દાટ કૃષ્ણ-ગીતથી જેમ છે વળે રે લોલ, એથી વધી વ્યભિચાર ફ્લેશ તે ભા.૧૯ જેવી અનેક પંક્તિઓમાં સરળ ભાષામાં ઉપદેશ અપાવે છે. ગરબીઓમાં ભાષાની સરળતા એટલી બધી છે કે કોઈને પણ એ ગરબી સમજવામાં મુશ્કેલી નડે તેમ નથી. સામાન્ય રીતે આ ગરબીઓ દસથી વીસ કડીઓની જોવા મળે છે. કોઈક ગરબીમાં બે પંક્તિની કડીઓ છે. તે કેઈક ગરબીમાં ચાર પંક્તિની કડીઓ છે. આ ગરબીઓનો ઉપાડ એક યા બીજા પ્રકારની ધ્રુવપંક્તિથી જ કવિ કરે છે. અથવા પહેલી કડીની પહેલી પંક્તિને ધ્રુવપંક્તિ બનાવે છે, જેમ કે “સાંભળ નારી સુલક્ષણી, શીખ મારી આ ઠીક”, “ધિક છે, ધિફ છે, ધિક્ છે રે, બહુ અભણ નારીને ધિક છે” વગેરે. કેટલીક ગરબીમાં “નમું તને હેતે રે”, “વિદ્યામાં છે ગુણ બહુ”, “સૂણ જે શીખ સારી , “સુધરજે સ્નેહથી”, “દુ:ખની ભીતિ રે” વગેરે અડધું ચરણ પ્રત્યેક કડીમાં અપાયેલું છે. આમ ગરબીનો યોગ્ય ઉપાડ કવિ કરે છે. તેમાં અલબત્ત ગરબીને યોગ્ય ગેયતા રહેલી હોય છે, તેમ છતાં કાવ્યની દૃષ્ટિએ તેમાં કોઈ અસાધારણ ચમત્કૃતિ જોવા મળતી નથી. ૧૮. “સુબોધસંગ્રહ”, પૃ. ૧૦. ૧૯. એજન, પૃ. ૪૦. ર Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રીમની જીવનસિદ્ધિ વિષયની દૃષ્ટિએ વિચારીએ તે ગરીબીના વિષયો અત્યંત સુપરિચિત છે. તે વિષયો ગરબીઓમાં બહુ વ્યવસ્થિત રીતે એટલે કે પ્રત્યેક કડીમાં તેને વિષય અનુક્રમે કડીબદ્ધ ફુટ થતો જતો હોય અને વિકાસ પામતે જતો હોય તે રીતે રજૂ થયેલ નથી. કવિના ઉપદેશમાં જેટલી પરિપકવતા જોવા મળે છે તેટલી તેમની શૈલીમાં નથી. ભાષામાં સરળતા છે, જેથી તે સામાન્ય શિક્ષિત સ્ત્રીને પણ સમજાય એવી છે. તેમાં કયાંય દુર્બોધતા, સંકુલતા, કે કિલષ્ટતા જોવા મળતી નથી. અલબત્ત, તેમાં કેટલીક પંક્તિઓ ગદ્યમય બની ગયેલી છે, પરંતુ તેની ગદ્યાળુતા એ ગરબીઓ ગાતી વખતે ઢંકાઈ જાય તેવી છે. ઉદાહરણ તરીકે : તે વહેમ વિશેષ ખડાવ્યા, નીતિના ધારા મંડાવ્યા, અનીતિના નેકર રખડાવ્યા. તે કેળવણી!”૨૦ વિચારની દૃષ્ટિએ કેટલેક ઠેકાણે કવિની પંક્તિઓ સામાન્યતામાં સરી પડતી હોય તેવું પણ જણાય છે, જેમ કે : ભાવે ભણે વિદ્યા ભલી, વાંચે પુસ્તક સાર; નીતિ વધે બહુ દિલમાં, ઊપજે શુભ વિચાર.”૨ ૧ કેવળ કવિત્વની દૃષ્ટિએ તપાસીએ તો આ બધી ગરબીઓમાંથી કઈક કઈકમાં ક્યાંક ક્યાંક કવિતવના ચમકારા પણ જણાય છે; જેમ કે – નમતા તે દીસે જેની બેનડી રે લોલ, કેમ ક્રોધ શકે તેને નડી રે લોલ.૨૨ ઘણીખરી ગરબીઓમાં છેલ્લી કડીમાં કવિ પોતે ગરબીઓની જૂની શૈલી પ્રમાણે પિતાને નામે લેખ “રાયચંદ”, “વણિક રાયચંદ”, “રાય” વગેરે રીતે કરે છે. આમ આ બધી ગરબીઓ જોતાં આપણે કહી શકીએ કે શ્રીમદને પદ્યરચના સ્વાભાવિક રીતે વરેલી હતી. આ બધી ગરબીઓમાં વિષય અને રચનાકૌશલની દષ્ટિએ કદાચ કઈને અસાધારણ એવું કશું જ નહિ લાગે, પણ જે ઉંમરે શ્રીમદે આવી રચનાઓ કરી તે ઉંમરને વિચાર કરીએ તે, ત્યારે આટલી નાની ઉંમરે તેમણે દર્શાવેલી વિચારોની ઉગ્રતા, પરિપકવતા, સ્પષ્ટતા, ઉપગિતા, તથા પદ્યરચનાની પુખ્તતા અવશ્ય આશ્ચર્ય પમાડે એવાં છે, એમાં શક નથી. ૨૦. “સુબોધસંગ્રહ”, પૃ. ૨૨. ૨૧. એજન, પૃ. ૨૮. ૨૨. એજન, પૃ. ૩૩, Page #230 -------------------------------------------------------------------------- ________________ ૪, મકાણુ રચનાઓ પ બ્રહ્મચારી ગોવનદાસજી “ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા માં આ પુસ્તક વિશે લખે છે કેઃ— “ હાલ કન્યાશાળામાં ચાલતી ૫. નવલરામ લક્ષ્મીરામની બાળગરબાવળી કરતાં ભાષા સરળ અને સ્ત્રીસ્વભાવને અનુકૂળ તથા નીતિના ધેારણથી લખાયેલ ‘સ્ત્રીનીતિબાધક’ પુસ્તક માતાપિતાએ પોતાની પુત્રીને, ભાઈએ પાતાની બહેનને, અને પતિએ પેાતાની ધર્મપત્નીને તથા સગાંવહાલાંએ મગળ પ્રસંગામાં કન્યાઓને અને વાંચવા શીખવાની ભાવનાવાળી કે થાડુ' ભણેલી યુવાન સ્ત્રીઓને ભેટ આપવા લાયક છે.”૨૩ ધર્મ તાર પદ્યકૃતિઓ વિજ્ઞાન 66 “ સુબાધસંગ્રહ ”માં “ સ્ત્રીનીતિબાધક ”ની ગરબીઓ ઉપરાંત તે સમયનાં વિલાસ ”, “સૌરાષ્ટ્ર દર્પણું ” આદિ સામાયિકામાં છપાયેલી કેટલીક કૃતિઓ જોવા મળે છે. એવી લગભગ પંદર જેટલી કૃતિઓ સંગ્રહીત કરીને બ્રહ્મચારી ગાવ નદાસજીએ અહી આપી છે. તેમાં “હનુમાનસ્તુતિ ” નામનુ જૈનેતર વ્યક્તિની સ્તુતિ કરતું શ્રીમનું એક કાવ્ય છે. “ સ્વદેશીઓને વિનતી', “શ્રીમંત જેનાન શિખામણ ”, હુન્નર કળા વધારવા વિષે '', “ ખરા શ્રીમ`ત કાણુ ?” અને ધોળે દહાડે ધાડ ” એ પાંચ કૃતિએ સુધારાને લગતી છે. “ આ પ્રજાની પડતી ”, “આ ભૂમિના પુત્ર ” અને “વીરસ્મરણ એ ત્રણ રચનાઓમાં વીરરસના આલેખન દ્વારા હાલની આ પ્રજાની સ્થિતિથી થતુ દુઃખ અને ભૂતકાળની ભવ્યતાનું ગૌરવ જેવા મળે છે. તેમાં પણ આડકતરી રીતે સુધારાનુ સૂચન મૂકેલ છે. “ પ્રેમની કળા ન્યારી છે” તે દર્શાવતું એક પદ્ય છે. અને આ ઉપરાંત તેમાં “ દૃષ્ટાંતિક દોહરા ”, “ મિત્ર પરીક્ષા ”, “ કુમિત્ર નિંદા ”, “પ્રાસ્તાવિક દોહરા ”, “સદ્બધ સૂચક પ્રાસ્તાવિક કાવ્ય ” એમ વિવિધ શીર્ષક નીચે દાહરાએ મળે છે. તેમાં મુખ્યત્વે કાઈ થન આપી તેને પુષ્ટ કરતું ઉદાહરણ આપી દોહરાની રચના તેમણે કરી છે.૨૪ આમાંની મોટા ભાગની રચનાઓ વિ. સ. ૧૯૪૦થી ૧૯૪૨ સુધીમાં થયેલી છે. “ હનુમાનસ્તુતિ ”૨ પ - આ કૃતિ શ્રીમની ૧૭ વર્ષની વયની છે. તેમાં રામભક્ત હનુમાનને વંદન કર્યા પછી, હનુમાને રામની ભક્તિથી પ્રેરાઈને તેમનાં કેટલાંક કાર્યો કરી આપ્યાં હતાં તેના 66 ૨૩. શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ”, આવૃત્તિ ૪, પૃ. ૩૦. ૨૪. શ્રીમદ્દે પાતે આ કાવ્યાને વિષય ધાર્મિક ન હોવાથી તેની નોંધ લીધી નથી એમ લાગે છે. અને એ જ કારણસર અગાસથી બહાર પડેલ “ શ્રીમદ્ રાજચંદ્ર ” પુસ્તક, જેમાં તેમનાં લખાણાને સમાવેશ થયા છે, તેમાં પણ આ કાવ્યોને સ્થાન મળેલ નથી. આમાંનાં કેટલાંક કાવ્યા “ પરમશ્રુત પ્રભાવક મંડળ”ની “ શ્રીમદ્ રાજચંદ્ર ”ની પાંચમી આવૃત્તિના સાતમા ખાંડમાં મળે છે. ૨૫. સુખાધસંગ્રહ ”, પૃ. ૬૧. . Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રીમદની જીવનસિદ્ધિ નિર્દેશ કર્યો છે. અંતમાં પણ તેમની સ્તુતિ-પ્રશંસા કરી હનુમાનને વંદન કર્યા છે. આ કૃતિ સામાન્ય કેટિની છે. અને આ પ્રકારનું આ એક જ પદ્ય મળે છે, જેમાં જેનેતરની સ્તુતિ હોય. આ કૃતિ પરથી એ ખ્યાલ આવે છે કે જૈનધર્મ તરફની તેમની પ્રીતિ સર્વ ધર્મનું અવલોકન કર્યા બાદ થઈ હતી. “સ્વદેશીઓને વિનતિ ૨૬ આ પદમાં પોતાને દેશનું હિત ખ્યાલમાં રાખીને વર્તવાનું તેમણે જણાવ્યું છે. અને પોતાના દેશ માટે સૌપ્રથમ હિત “બાળલગ્ન”ના રિવાજ દૂર કરે છે છે. તે પછી જાતજાતના પ્રવર્તતા વહેમથી મુક્ત થવું એ પણ દેશહિતનું જ કામ છે, તેમ જણાવ્યું છે. તે સમયે વિધવાઓની પરિસ્થિતિ ઘણુ ખરાબ હતી, તે સુધારવા અને અનીતિથી દૂર રહેવાની તેમાં શિખામણ આપી છે. કન્યાકેળવણી પર તેમણે વધુ ભાર મૂક્યો છે. ઉપરાંત સારા ગ્રંથનું વાચન કરવું, સંપીને ચાલવું વગેરે ઉપયોગી હિતવચનો પણ કર્તાએ આપ્યાં છે. જેમ કે -- સુસંપ રાખજે સહુ, કુસંપ કાઢીને પરે, કુચાલ દુષ્ટ ચાલ, વિશેષ દૂર સૌ કરે; હણાવી હાનિને કરો, સુકામ દેશી તમે, કરે સુજાણ દેશહિત, હેત રાખી આ સમે.” શ્રીમંત જનેને શિખામણ ૨ ૭ આ રચનામાં શ્રીમંત જનોએ પિસ કઈ રીતે વાપરે તે કવિએ બતાવ્યું છે. તેમાં પણ “સ્વદેશીઓને વિનંતી જેમાં જણાવેલાં દૂષણે દૂર કરવા માટે લક્ષમીને ઉપયોગ કરવા જોઈએ તેમ કવિ કહે છે. કારીગરને ઉત્તેજન આપી કળા વધારવી, કન્યાઓને વિદ્યાદાન આપવા શાળા સ્થાપવી, તબીબી કલેજે સ્થાપવી, જેથી દર્દીઓને રાહત રહે, પુનર્લગ્નને પ્રચાર કરો, સારાં પુસ્તકાલયો બંધાવવાં, અપંગને સહાય કરવી વગેરે સમાજને ઉપગી પ્રવૃત્તિઓમાં લક્ષમી વાપરવા આ રચનામાં ભલામણ કરાઈ છે; જુઓ – શાળા વદ તણે બહ, કરજે ગામેગામ, દરદીને ઓસડ દિયો, ધરી વધારે હામ. કન્યાઓને વાતે, કરે કૂલ શ્રીમંત, દુઃખ એહનાં કાપવા, ધરા સવે ખંત.” આમ લોકોપયોગી કામ કરવાથી પ્રભુ ખૂબ રાજી થશે તેમ શ્રીમદ વીસ કડીના આ પદના અંતમાં જણાવે છે. ૨૬. “સુબોધસંગ્રહ", પૃ. ૬. ૨૭. એજન, પૃ. ૬૨. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રકીર્ણ રચનાઓ ૨૧૩ હુનરકળા વધારવા વિઝ૨૮ આ રચનામાં હુનરઉદ્યોગ વધારવા પર કર્તાએ ભાર મૂક્યો છે. દેશની આબાદી જેવી હોય તે સારા ઉદ્યોગે દેશમાં હોવા જોઈએ, તેથી જે હુનર નિર્બળતાને પામ્યા હોય તેને સબળ કરવા કર્તાએ વિનંતી કરી છે. આ એક જ મુદ્દા પર જુદી જુદી રીતે કવિએ ૩ર પંક્તિમાં, સવૈયા છંદમાં સમજાવ્યું છે. અને તેમ કરવામાં નીચેની પંક્તિને ધ્રુવપંક્તિ બનાવી છે. ઈશ રીઝશે આપ ઉપરે, રહેશે જગમાં અવિચળ નામ ” “ખરો શ્રીમંત કોણ : ૨૯ આ પણ શ્રીમદ્દનું સુધારાને લગતું, સવૈયામાં લખાયેલું, ૩૪ પંક્તિનું પર્વ છે. તેમાં મણે જણાવ્યું છે કે, પિસે તે ઘણું પાસે હોય છે, તે બધા નહિ પણ તેને સારા માર્ગે વાપરનાર જ સાચે શ્રીમંત કહેવાય. ધન વાપરવાને સાચે માગ કર્યો તેનો નિર્દેશ તેમણે આ પદ્યમાં કર્યો છે. ઓષધશાળા સ્થાપવી, મેટી શાળા બંધાવવી, દેશના હુન્નર ઉદ્યોગ વધારવા, પુસ્તકાલયો સ્થાપવાં વગેરે લોકહિતનાં કાર્યોમાં ધન વાપરનાર સાચે શ્રીમંત બની શકે છે, પરંતુ લગ્ન કે જમણ કે એવા રિવાજ પાછળ પિસા ખરચવાથી લોકહિત થતું નથી. તેથી તેવા ખર્ચ કરનાર વ્યક્તિ સાચા શ્રીમંત તરીકે ગણાઈ શકે નહિ, તેમ કર્તાએ આ પદમાં બતાવ્યું છે. આ તથા “શ્રીમંત જનોને શિખામણ” એ પદ્યનું મંતવ્ય લગભગ એકસરખું જ છે. એકાદ વર્ષને અંતરે લખાયેલાં એ બે પદ્યો વચ્ચેનું સામ્ય જુઓ :– “શાળા વૈદ્ય તણું બહુ કરજે ગામેગામ.” હુન્નર વધવા દેશમાં, નાણું ખર્ચો યાર.” “કન્યાઓને વાસતે, કરે સ્કૂલ શ્રીમંત.” – શ્રીમંત જનોને શિખામણ૩૦ ઓષધશાળા સ્થાપી પોતે, રાખે છે જે નિત્યે નામ.” ધર્માલય કરવાને ખર્ચે, બંધાવે વિશાળ નિશાળ, બાળ અને બાળાએ ભણશે, શીખી લેશે સારા ચાલ,” હુનર માટે પણ કરશે, ઉપાય એ ધનને સરદાર.” – ખરો શ્રીમંત કોણ ?૩૧ આ બંને પદ્યની ઉપરની પંક્તિઓ સરખાવતાં ખ્યાલ આવશે કે વિચારોની દષ્ટિએ આ પદ્યમાં કાંઈ નવીનતા નથી. વળી “ અરે શ્રીમંત કેશુ?” એ પદ્યની રજૂઆત પણ સામાન્ય જણાય છે. ૨૮. “સુબેધસંગ્રહ", પૃ. ૬૩. ૨૯. એજન, પૃ. ૬૩. ૩૦. એજન, પૃ. ૬૨. ૩૧. એજન, પૃ. ૭૫. Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદના જીવનસિદ્ધિ બળે દહાડે ધાડ 35૩૨ આ રચનામાં આગળનાં પદ્યમાં દર્શાવેલા સુધારા ન કરે, તથા બીજા પણ કેટલાંક દૂષણ ચલાવી લે તે પ્રજાની કેવી સ્થિતિ થાય તેનું ચિત્ર કવિએ આપ્યું છે. તે દૂષણથી સર્જાતી પરિસ્થિતિ “ધોળે દહાડે ધાડ” સમાન છે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું છે. કલેશ, વિધવાનાં દુખે, કજોડાં વગેરે દૂષણું નીકળે નહિ તો તે સર્વ, ધાડ પડે ત્યારે જેવું દુખ થાય તેવું દુખ આપનાર નીવડશે તેવી ચેતવણું અહીં અપાઈ છે. એ દૂષણોથી વ્યથિત થઈને તેમણે પોતાને પુણ્યપ્રકેપ ઠાલવતાં લખ્યું કે – સળગાવી દો આ સમય, વળી તેમની વાડ; અધિક નહિ તે નિરખશો, પેળે દહાડે ધાડ”૩ ૨ ખૂબ અકળામણુસાં કયારેક જ, આ નર્મદ જે જુસ્સો બતાવતી પંક્તિઓ શ્રીમનાં સુધારાનાં પદ્યમાં જોવા મળે છે. બાકી સામાન્ય રીતે તે પદ્યમાં અમુક વિચારનું પુનરાવર્તન થતું આપણને દેખાય છે. દલપતરામની રીતિ અનુસાર તેમણે સુધારાની વાત સૌમ્યતાથી રજૂ કરી છે. તેમના સમયના લોકોની સ્થિતિનું તેમણે જોયેલું ચિત્ર આપણને “આર્ય પ્રજાની પડતી”, “આ ભૂમિના પુત્ર” અને “વીરસ્મરણ” – એ ત્રણ રચનાઓમાં જોવા મળે છે. તે ત્રણે એકબીજા સાથે સામ્ય ધરાવતી તથા સુદીર્ઘ રચનાઓ છે. આયપ્રજાની પડતી ૩૩ શ્રીમદની આ રચનામાં આપણી આર્ય પ્રજાના નૈતિક અધઃપતનને ચિતાર તથા પ્રાચીન પૂર્વજોના ગૌરવનું ગાન ૧૭૦ જેટલી પંક્તિઓમાં કરવામાં આવ્યું છે. પ્રમાણમાં કંઈક દીર્ઘ લાગતી આ રચનાના બે સ્પષ્ટ વિભાગ પડી જતા દેખાય છે. પહેલા વિભાગમાં રોળાવૃત્તની ૩૦ કડીઓને સમાવેશ થાય છે. તેમાં તેમણે આર્યપ્રજાની વર્તમાન સમયની પરિસ્થિતિ કેવી દુઃખદ છે તેનું ઘેરું ચિત્ર આપ્યું છે, અને બીજા વિભાગમાં લાવણીની બાર કડીઓમાં પ્રાચીન આર્યોની – વેદકાળથી શરૂ કરી નજીકના ભૂતકાળ સુધીના આર્યોની –સુખસમૃદ્ધિ અને ઉચ્ચતાનું ઉજ્વળ આલેખન કર્યું છે. આમ સ્વાભાવિક રીતે જુદા પડી જતા બંને વિભાગ સ્વતંત્ર રીતે પણ આસ્વાદ્ય બની શકે તેવા છે. રોળાવૃત્તમાં લખાયેલી પંક્તિઓમાં યુરોપીય પ્રજાના આગમન પછી આર્ય પ્રજામાં બેકારી, દુરાચાર, નાસ્તિકતા, કુસંપ, વ્યસન, કાયરતા વગેરે લક્ષણ પ્રચાર પામ્યાં તેનું આલેખન મહત્વનો ભાગ રોકે છે. સાસુવહુ, નણંદભેજાઈ, પિતાપુત્ર, ભાઈભાઈ તથા ૩૨. “સુબોધસંગ્રહ”, પૃ. ૭૬. ૩૩. એજન, પૃ. ૮૭. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રકીર્ણ રચનાઓ . ૨૧૫ સગાંસંબંધીના ઝઘડાઓ દરેક કુટુંબમાં પેસી ગયા છે, તે વર્ણવી તેથી આવતી દુર્ભાગ્યતા પણ બતાવી છે. આર્યપ્રજાનાં લગનની બાબતમાં અનિષ્ટ વિશે પણ તેમણે ઠીક ઠીકે ચિતાર આપે છે. કોઈ અનેક સ્ત્રીઓ પરણે છે, તે કઈકને કુંવારા મરવું પડે છે, એવી અસમાનતા છે. માનસિક, શારીરિક, ઉંમરનાં વગેરે પ્રકારનાં કજોડાં થવાને લીધે પણ પ્રજાને કેટલું સહેવું પડે છે તેને ખ્યાલ પણ તેમણે આપ્યો છે. આમ કૌટુંબિક કલહે અને અણબનાવ, બાળલગ્ન, કજોડાં, સ્વાર્થોધતા, મિથ્યાભિમાન, છળપ્રપંચ વગેરે દૂષણે દ્વારા વ્યક્ત થતું આર્ય પ્રજાનું સામાજિક અને નૈતિક અધઃપતન તેમણે વર્ણવ્યું છે – સગા સહોદર સાથ, વળી પાડોશી સંગે, જમીન જર ને માટ, ચડે કેરટ રણજશે; ચડે જેહ દરબાર, ખુએ ઘરબાર ખરા તે, કહેવત સાચી પડે, તોયે સમજે ન જરા તે.”૩૪ સમાજમાં આજે જે બદી પ્રવર્તે છે તે બાબતમાં પૂર્વે કઈ પરિસ્થિતિ હતી તે જણાવવા તેમણે લાવણની બાર કડીઓ રચી છે. તે સમયે રાજા તથા પ્રજા બંને ન્યાયી અને સત્યને માર્ગે ચાલનારાં હતાં. તેઓમાં અનીતિ, છળકપટ, દગ, ચેરી, લૂંટ, સ્વાર્થી થતા વગેરે દૂષણ નહતાં. તેમનાં ગુણલક્ષણો વર્ણવતાં શ્રીમદ્દ લખે છે – સત્ય પ્રમાણિકતા પરમારથ, ઈશ્વર-ડર અંતર ધરતા; સલાહ સંપ સંતોષ મૈત્રીમય, આર્યખંડમાં આય હતા.૩૫ પ્રાચીન આર્યોની વેદકાળથી શરૂ કરીને નજીકના ભૂતકાળ સુધીની પરિસ્થિતિ વણવતી વખતે તેમણે રાજા, પ્રજા, ઋષિ, ધર્મશાસ્ત્રી, ન્યાયાધીશ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વગેરેનાં વિશિષ્ટ લક્ષણો પણ દર્શાવ્યાં છે. આ આર્યોની સંપૂર્ણ સંતોષજનક સ્થિતિના પડછામાં વર્તમાન સમયની સ્થિતિ જોઈ પોતાને થતે અસંતોષ વ્યક્ત કરતાં તેઓ લખે છે કે – એ જ ભૂમિ ને એ જ આર્ય પણુ, હાલહવાલ દીસે આજે; આભા જમીન સમ અંતર આજે, જોઈ અંતર મારુ દાઝે.”૩૬ આ અસંતોષના ધૂંધવાટમાં જ કાવ્યને અંતે કવિ પ્રશ્ન કરે છે કે – “અરે હાય એ ક્યાં વાલ્મિક, મનુ, વશિષ્ઠ, વ્યાસ મુનિ કયાં છે ? પરશુરામ ને દ્રોણ પતંજલ, વીર જ્ઞાનીઓ તે ક્યાં છે ? રામ, કૃષ્ણ, હરિશ્ચંદ્ર યુધિષ્ઠિર, જનક દ્રપદ રાજા ક્યાં છે? અરે, હાય એ ઉદ્યમ, શૂર, ધન, સત્ય ઉદેશ ગયા ક્યાં છે?”૩૭ ૩૪. “સુબોધસંગ્રહ”, પૃ. ૮૮. ૩૫. એજન, પૃ. ૯૨. ૩૬. એજન, પૃ. ૯૪. ૩૭, એજન, પૃ. ૯૪, Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ શ્રીમદ્ની જીવનસિદ્ધિ આ રચનામાં તેમણે પ્રાચીન અને અર્વાચીન પ્રજાની પાંરસ્થિતિના વિરાધમાંથી ભિ ત છતાં સ્પષ્ટ ઉપદેશ ફ્રૂટ કર્યાં છે. ૬ આય ભૂમિના પુત્ર ”૭૮ પ્લવંગમ છંદની ૯૦ કરતાંયે વધુ ૫ક્તિમાં લખાયેલ આ ભૂમિના પુત્ર'' એ રચનામાં પણ શ્રીમન્ને આય પ્રજાનાં નૈતિક અધઃપતનને જ ચિતાર આપ્યા છે. આ કાવ્યમાં પણ તેમણે વમાન સ્થિતિથી થતા અસંતાષ અને પ્રાચીન પરિસ્થિતિનું ગૌરવગાન વ્યક્ત કર્યા' છે. એ રીતે જોતાં આ રચનામાં રાજા, પ્રજા સવને સમાન સ્થાન ન આપતાં રાજાએ ની બદીને મુખ્ય સ્થાન આપ્યુ છે. અહી કવિ પેાતાના સમયનાં લેાકેા કેવાં ધર્મભ્રષ્ટ, વિદ્યાભ્રષ્ટ, ન્યાયબ્રષ્ટ થઈ ગયાં છે તેનુ ટૂંકામાં વર્ણન કરે છે, અને રાજાઓના દુષ્ણેાના વર્ણન માટે જ માટો ભાગ શકે છે. રાજાએ નિર્માલ્ય થઈ ગયા છે, તેમાં દ્વેષ વધ્યા છે, તે રણવાસમાં જ પડી રહેનારા થઈ ગયા છે, પ્રજાની કાઈ જાતની સંભાળ તેઓ રાખતા નથી, તેઓ વિલાસી, અન્યાયી, અફીણી, દારૂડિયા, મતિહીન થઈ ગયા છે ; આમ અનેક દુર્ગુણાના ધારક અનેલા રાજાએ આ ભૂમિના પુત્રા કહેવડાવવાને લાયક નથી, તેવા ભાવ શ્રીમદ્દે અહી* વ્યક્ત કર્યા છે. આ પરિસ્થિતિને વધુ ઘેરી રીતે દર્શાવવા પ્રાચીન રાજાઓની રીતિ પણ તેમણે વર્ણવી છે. સાથે સાથે વિદ્યા જર્મનીમાં વધી છે, યુરોપમાં તથા ક્ષત્રિયવટ વધ્યાં છે. અમેરિકામાં લક્ષ્મી વધી છે વગેરને નિર્દેશ કરી પશ્ચિમની પ્રજાની ચડતી તથા પ્રાચીન આર્ય પ્રજાની સમૃદ્ધિને અભાવ તેમણે આ રચનામાં બતાવેલ છે. અહી' પ્રગટ ઉપદેશ અપાયા છે કેઃ— આ કાવ્યની કેટલીક ૫ક્તિ “ આ પ્રજાની પડતી ” એ કાવ્યની ૫'ક્તિને મળતી આવે છે. સરખાવે : ૩૮. “ અરે, હાય એ કયાં વાલ્મિક, મનુ, વશિષ્ઠ, વ્યાસ મુનિ કથાં છે?” પરશુરામ ને દ્રોણ પતંજલ, વીર જ્ઞાનીએ તે કયાં છે?” "" “ આપુ* શિક્ષા આજ, ધ્યાન નિજ ધારો, ધાખા ન ધરા કેાઈ, વિનતિ વિચારજો ’૩૯ પરશુરામ ને દ્રોણુ, આજ કાઈ નથી, નથી પત જલ વ્યાસ, કહું શું કથી, કથાં વાલ્મિક વશિષ્ઠ, વસ્યા આજે જઈ ? હાય ! અવદશા આ, આજ કેવી થઈ ? સુમેાધસંગ્રહ '', પૃ. ૯૪. ૩૯. એજન, પૃ. ૯૮. * --- આર્ય પ્રજાની પડતી – આ ભૂમિના પુત્ર Page #236 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રકીર્ણ રચનાઓ “વીરસ્મરણ આ રચનામાં ભૂતકાળના ભવ્ય વીરોનું સ્મરણ કરી, તેવા વીરે આજે દેખાતા નથી, તે બાબત શ્રીમદ્દે ખેદ વ્યક્ત કર્યો છે. સવૈયા છંદની ૨૪ કડીની આ રચનામાં વર્ણસગાઈ, અંત્યાનુપ્રાસ વગેરે શબ્દાલંકાર પક્તિએ પંક્તિએ ર્તાએ જ્યા છે. અહીં તેમણે મુખ્યત્વે આપણે પ્રાચીન વીર પુરુષોની શૌર્યગાથા આપી છે, અને તેમાં પણ શારીરિક પરાક્રમને– શૌયને પ્રાધાન્ય આપ્યું છે. પ્રાચીન વીરો લડવામાં, તલવાર ચલાવવામાં કેવા પ્રવીણ હતા તેને તેમણે ખ્યાલ આપ્યો છે. સાથે સાથે તેમની યુદ્ધકલાની નિપુણતાને લીધે તેમનાથી પરાજિત થયેલા હુમને અને તેના સ્વજને પર કેવી અસર પડતી હતી તેનું ચિત્ર રજુ કર્યું છે. પહેલી બે-ત્રણ કડીઓમાં જે ભાવ તેમણે વ્યક્ત કર્યો છે, તેનું જ વિવિધ રીતે ઉચ્ચારણ તેમણે પછીની કડીઓમાં કર્યું છે. પણ તેની એકવિધતા ન સાલે તેવી ઓજસ્વી ભાષાનો ઉપયોગ તેમણે કર્યો છે, તે નીચેની પંક્તિઓ જતાં જણાશે – “હઠનારા નહિ હેબક પામી, બહાદુર બથમાં ભીડે આભ, પાટુના પડઘા સાંભળતાં, છૂટે ગર્ભિણિના ગાભ.”૪૦ અથવા બખતર પહેરી બહાદુર જ્યારે કરતા પ્યારે યુદ્ધકાર; મઘવાપતિ ત્યાં થરથર ધ્રુજે, ભડવીર એવા ભયકાર.”૪૧ કાવ્યના ઉત્તરાર્ધમાં રામ, લક્ષ્મણ, ભીમ, ભગીરથ, અર્જુન, અભિમન્યુ, ભીષ્મપિતા, પૃથુરાજ વગેરેનાં પરાક્રમે વર્ણવી વિશેષપણે તેમનું સ્મરણ કર્યું છે. આવા પૂર્વજોનાં સંભારણું સામે આજના લોકોની સ્થિતિ જોઈ, પરિસ્થિતિની અસહ્યતા લાગવાથી, તેમના પર થતો પ્રકોપ પણ આ રચનામાં જોવા મળે છે – મરે બૂડીને નરે બાયલા, ઢાંકણીમાં નાખીને નીર, આર્ય કીર્તિને ઝાંખપ દીધી, તમને એને બટ્ટો શીર.”૪૨ આ રચનામાં શ્રીમદે તેમનો ખેદ દર્શાવતી “અરે ! અરેરે ! આજ ગયા ક્યાં ? રઢિયાળા એવા રણધીર ” એ પંક્તિને ધ્રુવપંક્તિ બનાવી દીધી છે. માત્ર છેલ્લી ત્રણ કડીમાં તેને ઉપયોગ થયેલ નથી. આ રચનામાં તેમણે “સબસબતી”, “ખળભળ ખળભળ”, “ધક ધક ધક ધક”, “કટ કટ કટ કટ” વગેરે રવાનુકારી શબ્દોને પણ છૂટથી ઉપયેાગ કર્યો છે, અને તેથી ૪૦. “ સુબોધસંગ્રહ”, પૃ. ૮૦. ૪૧. એજન, પૃ. ૮૨. ૪૨. એજન, પૃ. ૮૩, ૨૮ Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી જીવનસિદ્ધિ ભાટચારણાની શૈલીની કવિતાની યાદ આપણને આ પદ અપાવે છે. આ રચનાની શરૂઆત જ તે શૈલીના પ્રકારની છેઃ— ૧૮ 66 ઢાલ ઢળકતી, ઝમક ઝમકતી, લઈ ચળકતી કર કરવાલ; ખરેખરા ખૂદ રણમાં ત્યાં મૂછ મલકતી ઝગતું ભાલ.” વગેરે વર્ણસગાઈનાં પણ ઘણાં ઉદાહરણા મળે છે, “ મનની મૂકે મમતા માડ ”, ૮ કેવળ કેસરિયાં કરનારા ” વગેરે. આ રીતે જોમ તથા વેગવાળી ભાષામાં તેમણે આપેલા રણમેદાનના અને રજીયેાદ્ધાના ચિતાર આસ્વાદ્ય બની શકે એવા છે. શ્રી બ્રહ્મચારી ગેાવનદાસ આ કાવ્ય વિશે લખે છે કે “ સર વેાલ્ટર સ્કોટનાં દ્વન્દ્વયુદ્ધો – Combats, શૌર્ય પ્રેમપ્રેરક – Romantic - કાવ્યા જેણે વાંચ્યાં હશે તેને આ સવૈયા વાંચી તે સ્મરણમાં આવ્યા વિના નહિ રહે ! પરંતુ એક નાના કાવ્યમાં શ્રીમદ્દે હૃદયના કેટલા ભાવેા જગાડવા છે તે તે પૂરુ તે કાવ્ય વાંચવાથી જણાય, અને શ્રીમદ્ સાહિત્યના જે જે ક્ષેત્રમાં કલમ ચલાવી હાય તે તે સવ સ્થળે તે વિજયવત નિવડયા વિના રહેત નહિ, એવી વાંચનારને પ્રતીતિ થાય તેવું આ અદ્ભુત કાવ્ય છે.’૪૩ “પ્રેમની કળા ન્યારી છે. ૬૪૪ સુખાધ પ્રકાશ”માં વિ. સ’. ૧૯૪૨માં પ્રગટ થયેલી વસ‘તતિલકામાં લખાયેલી આ રચનામાં શ્રીમદ્દે પ્રેમ કથાં અને કઈ રીતે પ્રવર્તે છે તે માટે કોઈ નિયમ નથી એમ પ્રતિપાદન કર્યું છે. આ કૃતિના અંતમાં તેમણે તેના રચનાઉદ્દેશ પણ જણાવ્યા છે.~~ “ સંઘે કરી સમજવા શુભ સ્નેહ ખૂખી, દૃષ્ટાંતરૂપ ચીતરી દૃઢ પ્રેમસૂફી. ’’૪૫ CC પ્રત્યેક કડીના છેલ્લા ચરણમાં આવતી પક્તિ “ છે પ્રેમ નેમ કળની પ્રિય વાત ન્યારી ’ દ્વારા કવિએ પ્રેમના તત્ત્વના આ અનેાખાપણાના પરિચય પ્રકૃતિમાંથી લીધેલાં સખ્યાખ ધ સુપરિચિત દૃષ્ટાંતાથી કરાવ્યા છે. કમળના સૂર્ય પ્રતિ પ્રેમ, ભ્રમરના કમળ પ્રતિ પ્રેમ, પેાયણીના ચંદ્ર પરના રાગ, મારના મેઘ સાથેના પ્રેમ, લાહુ અને ચુંબકના પ્રેષ, જળ તથા મીનનેા પ્રેમ, સાગર અને શશીનેા પ્રેમ વગેરેનાં ઉદાહરણા તેમણે આપ્યાં છે. અને અહી' કાવ્યની ધ્રુવપક્તિ પ્રત્યેક કડીમાં અર્થાન્તરન્યાસ અલંકારની ખૂબ પ્રગટ કરે છે. આ રચનાની ભાષા ઘણી સાદી હૈ।વાથી સમજવામાં પણ એવી જ સહેલી છે. સાદાઈમાં આ રચના દલપતરામની યાદ આપી જાય તેવી છે. જુએ : ૪૩. “ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા”, આ. ૪, પૃ. ૯૧. ૪૪. “ સુબોધસંગ્રહ ’', પૃ. ૭૨, ૪૫. એજન, પૃ. ૭૪. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રકીર્ણ રથનાઓ રે માછલી જળ થકી રહી પ્રેમ બાંધી, તેના વિના તરફડે ઝટ નેહ સાંધી; જીવે નહિ વિરહથી થળમાં બિચારી, છે પ્રેમ નેમ કળની પ્રિય વાત ન્યારી.”૪૬ પ્રકીર્ણ દેહરાએ દષ્ટાંતિક દેહર”, “મિત્ર પરીક્ષા ”, “કુમિત્રનિદા”, “પ્રાસ્તાવિક દેહરા” વગેરે શીર્ષક નીચે “ સુધસંગ્રહમાં શ્રીમદ્દ રચિત કુલ ૧૧૦ દાહરાઓ આપવામાં આવ્યા છે. આ પ્રત્યેક દેહરે સ્વતંત્ર એકમ જેવો છે. એટલે તેમાં વિષયવૈવિધ્ય ઘણું જોવા મળે છે. મિત્ર, દુશ્મન, પિસે, વિદ્યા, કાવ્ય, પંડિતાઈપ્રેમ, સદગુરુ, ચડતી-પડતી, ટેવ વગેરે વિષયો વિશે શ્રીમદ્દ દેહરા રહ્યા છે, અને તે દ્વારા નીતિવ્યવહાર વિશે પિતાના કેટલાક વિચારો રજૂ કર્યા છે. કેટલાક દોહરા અર્થાન્તરન્યાસના સુંદર ઉદાહરણ પણ બન્યા છે, જેમ કે – પડતી સમયે પંડને, ઊગે અવળી વાત; હરણ થયાં મૃગમેહથી, સતી સીતા સુખઘાત.”૪૭ “અવળાં પણ સવળાં થશે, ઠાકર વાગ્યે ઠીક, તપ્યા લેહને ટીપતાં, સુધરી જશે અધિક. ૪૮ કેટલીક વખત તેઓ અર્થાન્તરન્યાસમાં કહેવતને પણ ઉપયોગ કરે છે. જેમ કે – બેવકૂફને બંધ દે, પણ લાગે નહીં લેશ ભેંસ આગળ ભાગવત તણે જેમ ઉપદેશ.”૪૯ આમ અવનીને કાયદો, ઘર ફૂટયે ઘર જાય; રાજ ગયું પૃથ્વીરાજનું ફૂટે હાહુલીરાય.૫૦ મિત્ર વિશે લગભગ ૧૭ જેટલા છૂટક છૂટક દાહરા મળે છે. તેમાં સારા તેમ જ ખરાબ મિત્રનાં લક્ષણે અપાયાં છે. કયાંક તેમણે ધન વિશે અવલોકનમૂલક વિચારો રજૂ કર્યા છે. કાવ્યના ગુણો વિશે પણ થોડા દોહરાઓ મળે છે. જુઓ – વિના રસિકતા કાવ્યનો, સરસ ન લાગે સેર; સૂનાં લાગે સર્વથા, ધણી વિનાનાં ઢોર ૫૧ ૪૬. “સુબોધસંગ્રહ', પૃ. ૭૪. ૪૭. એજન, પૃ. ૫૯. ૪૮. એજન, પૃ. ૯૯. ૪૯. એજન, પૃ. ૧૦૨, ૫૦. એજન, પૃ. ૫૯, ૫૧. એજન, પૃ. ૧૦૧. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રીમદની જીવનસિદ્ધિ કેટલાક દેહરા સુભાષિત જેવા પણ બન્યા છે, અને તેમાં કેટલીક જગ્યાએ સંસ્કૃત સુભાષિતાની શિલીની છાયા પણ વરતાય છે, જેમ કે – “કલેશ, ગર્વ, ઉન્માદ ને આળસ ઊંઘ અયોગ્ય, લક્ષમી રળવાનાં ગણે, માત્ર પાંચ અવજોગ.૫૨ “દાન, કાવ્ય, તપ, ચાતુરી, ગુરુભક્તિ ને જ્ઞાન વિવેક, નીતિ, લક્ષમી એ સબળ કીતિનાં સ્થાન.”૫૩ “લક્ષમીભૂષણ છે ઘર, અને ઘરભૂષણ છે નાર; નારભૂષણ આ ધારીએ, પતિભક્તિ પ્રિયકાર. ૫૪ સરળ ભાષામાં લખાયેલા આ દેહરાઓમાં શ્રીમદ્દની નીતિપ્રિયતા, સદગુણપ્રીતિ વગેરે ગુણે જોવા મળે છે. fi અવધાન કાવ્યો સુધસંગ્રહ”માં લગભગ ૪૦ જેટલી, અવધાન સમયે રચેલી પદ્યકૃતિઓ જોવા મળે છે. એમાં કેટલીક પાદપૂર્તિ છે. આ શીદ્યરચનાઓ ભાગ્યે જ ચાર-આઠ લીટીથી લાંબી છે.પ ૫ આ શીધ્રરચનામાં વિષચનું વૈવિધ્ય ઘણું છે, તેમ જ વિષ પણ ઘણી વખત ગુ, કાંકરો, રંગની પિચકારી, કેરો કાગળ, ત્રણ દરવાજા, લવિંગ, ઈટ, નળિયું જેવા સામાન્ય લેવામાં આવ્યા છે, તો ક્યારેક ધર્મ, કજોડાં, ઈશ્વરલીલા, વિદ્યા વગેરે જેવા ગંભીર પ્રકારના વિષયે પણ લેવાયા છે. આ રચનાઓ વિવિધ છંદમાં લખાયેલી છે. અહીં આપણને શિખરિણ, શાર્દૂલવિક્રીડિત, વસંતતિલકા, ભુજંગી, ઈન્દ્રવજી, ઉપેન્દ્રવજા, તેટક, માલિની, મંદાક્રાન્તા, ઉપજાતિ, હરિગીત, દોહરા, નારાચ, કવિત, મનહર, ગીતિ, પદ્ધડી વગેરે અક્ષરમેળ કે માત્રામેળ છંદ જોવા મળે છે. શીદ્યરચનાઓમાં શ્રોતા માગે તે વિષય અને માગે તે છંદમાં શ્રીમદ્દ રચના કરી શકતા, તે તેમનું રચનાકૌશલ બતાવે છે. બાલપણુથી ઉત્પન્ન થયેલી એમની વૈરાગ્યપ્રવૃત્તિ આ શીર્ઘરચનાઓમાં ઘણી વખત દેખાઈ આવે છે, અને એ વ્યક્ત કરવા તેમને ગંભીર વિષયની જરૂર પડતી નથી. કાંકરે, રંગની પિચકારી કે ઘડિયાળના ડંકા જેવા સામાન્ય વિષયે પણ તેમને પોતાના વક્તવ્ય માટે પૂરતા થઈ પડે છે. કાંકરા વિશે તેઓ દોહરામાં લખે છે કે – “એમ સૂચવે કાંકરે, મનદગ ખેલી દેખ, મનખા કેરા મુજ સમા, વિના ધર્મથી લેખ.”૫૬ પર-પ૩. “સુબોધસંગ્રહ”, પૃ. ૮પ. ૫૪. એજન, પૃ. ૮૬. ૫૫. “સુબોધસંગ્રહ”માં આપેલાં અવધાન કાવ્યોમાંનાં કેટલાંક “શ્રીમદ્ રાજચંદ્રની પાંચમી આવૃત્તિમાં પણ આપ્યાં છે. ૫૬. “સુબોધસંગ્રહ” પૃ. ૩. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૪. મકાણુ રચનાઓ રંગની પિચકારી વિશે તેમણે શિખરિણી છંદમાં લખ્યું છે કેઃ-~~ બનાવી છે કેવી, સુઘડ પિચકારી સૂચવતી, બધી જૂઠી માયા, મનન કર એવું મન વતી; નથી સાચી મારી, ચટક સહુ શિક્ષા કથનમાં, ઉરે ધારી જોજો, વિનયઅરજી આ મથનમાં, પ આમ કિશારકાળથી જ તેમની વૈરાગ્યવૃત્તિ જોવા . મળે છે. તે સાથે કેટલીક વખત સામાન્ય વિષયમાંથી પણ સુંદર બેધ આપતા હાય તેવું" તેમની કૃતિમાં જોવા મળે છે. ગુચ્છા, કારા કાગળ, ચાપાટ, ઈંટ, નળિયુ વગેરે આનાં દૃષ્ટાંતા છે. “ગુચ્છે ” વિશે તેમણે શાર્દૂલવિક્રીડિતમાં નીચેની ૫ક્તિએ રચી છેઃ— "" 66 ભુજંગી છંદમાં ચાપાટને ઉપાલંભ આપતી નીચેની સમયે જ રચેલી — ગુચ્છાના ગુણુ આ તમામ વૠતા, રક્ષા રાખે જાલવણી કરી શરીરની, આવ્યાં રે ! રક્ષા કરવી ઘટે શરણની, એવું જો ઈચ્છા તરવા ભવીજન, ધરા, તે તે 66 66 કર્યું. રાજ્ય તે. ધર્મનું' ધૂળધાણી, વળી ફેરવ્યુ કૌરવા શિર પાણી; તજી તુ પ્રતાપે નળે નિજ રાણી, હવે જોઈ ચાપાટ, તારી કમાણી. ’૫૯ આમ સામાન્ય વિષયેામાંથી પણ કંઈક નવું બતાવવાની તેમની શક્તિ છે; એ જ રીતે ગભીર વિષયને હલ કરવાની આવડત પણ તેમનામાં છે. એટલુ જ નહિ, અશકય લાગતી વસ્તુને સુંઢર તર્કથી શકય બનતી પણ બતાવી છે. કર્મની ગતિ, કજોડાં, ઈશ્વરલીલા વગેરે ગભીર વિષયેા વિશે તેમણે સરળતાથી પદ્યરચના કરી છે, અને “ આકાશપુષ્પ થકી વ‘ધ્યસુતા વધાવી ’” કે “રાત્રિ ખરા ખપેાર” જેવી અશકથ વાતા તેમણે પાદપૂર્તિ માં ગૂંથી લીધી છે. “ કર્મની ગતિ” વિશે તેમણે નારાચ છંદમાં લખ્યું છે કે :~ ૫૭. સુમેાધસંગ્રહ '', પૃ. ૩. ૫૮. એજન, પૃ. ૨. “ વડાદરે વસેલ આ, સયાજીરાવ સાંભરે, અધિપતિ નસીબની, તિ વતી થયેા ખરે ! ધણી છતાં મલ્હારરાવ, કેદમાં ગયા અરે ! ગતિ વિચિત્ર કર્મની, તુ હર્ષ શાક શું ધરે ?’૬ ૬૦. એજન, પૃ. 3. કરે જ તુની, કને અ`તુની; સદા સૂચવે, ગુચ્છા જે કવે. ૫૮ પ ́ક્તિએ પણ તેમણે અવધાન ૫૯. એજન, પૃ. ૬૫. Page #241 -------------------------------------------------------------------------- ________________ २२२ શ્રીમદની જીવનસિદ્ધિ રાત્રિ ખરા બપોર” વિશે તેમણે રચેલી પાદપૂતિ જુઓ – “કચ્છ નૃપતિ વિવાહ ર, ગઈ તિમિરતા ઘેર, અજવાળું એવું કર્યું, રાત્રિ ખરા બપોર ૧ આવી જાતની ચમત્કૃતિ તેમણે કરેલી સમસ્યાગૃતિ જેવી કે “વઝયાપુત્ર મારવાને કઈક ચાલ્યો જાય છે કે તે માટે રથ ચંદ્રને હરણિયાં જેડી દીધાં શ્રીહરિ” વગેરેમાં આપણને જોવા મળે છે. ચંદ્રના રથને હરણિયાં શા માટે જોડી દીધાં છે, તે વિશેના સુંદર તર્ક વાણિયા ઉપર ઉતારતાં શાર્દૂલવિક્રીડિતમાં તેમણે રચ્યું છે કે – અંગે શૌર્ય દમામ નામ ન મળે, સત્તા રહી ના જરી, પ્રેમી કાયરતા તણું અધિક છે, શાસ્ત્ર કથા એ ખરી; ભાગી જાય જરૂર તે ભય ભર્યો, રે દેખતાં કેસરી, તે માટે રથ ચંદ્રને હરણિયાં જોડી દીધાં શ્રીહરિ. ૧૨ આ બધી શીવ્ર ચાયેલી કૃતિઓમાં ચમત્કૃતિ, પ્રાસ, યમકાદિ અલંકાર વગેરે લક્ષણે દ્વારા સારું વૈવિધ્ય આપણને જોવા મળે છે. ઉપર જોયા તે વિષય ઉપરાંત અવધાન કૃતિઓમાં ધર્મ, મુનિને પ્રણામ, કવિતાને હિંમત, ચાર મદ, દેલત, તૃષ્ણ, મેટાઈ, નિંદક, ત્રણ દરવાજા, તંબૂ, સાગરને ફીણ કેમ વળે છે, તમાકુની ડાબલી, વિદ્યા, શાલ, લવિંગ, પાણી, કલમ, પવનની રીતિ, આગગાડી, દરિયે, કમળ વગેરે વિષયો પરથી રચનાઓ મળે છે, બે–ત્રણ અંતલિપિકા પણ તેમણે રચી છે. જેમાં કોઈમાં પિતાનું નામ, કઈમાં “ચતુરભુજ વંદના કરે” એ વાક્ય, એમ વિવિધ વસ્તુઓ તેમણે ગૂંથી છે. ભાષાની ચમત્કૃતિને આ પ્રકારને એક નમૂને જુઓ – “ રાખે યશ ચંદ્રોદયે, રહે વધુ જીવી નામ; તેવા નરને પ્રેમથી, નામ કરે પરણામ.”૬૩ આમાં તેમણે પોતાનું “રાયચંદ રવજી” નામ ગૂંચ્યું છે, તે જોઈ શકાશે. આમ આ રચનાઓમાં તેમણે કરેલા જાતજાતના પ્રયોગો જોવા મળે છે. આ બધાં જોડકણના પ્રકારના કરેલા પ્રયોગો તેમણે જે વયે કર્યા હતા તે વયને ખ્યાલમાં લેતાં એ પ્રવેગે એમનામાં રહેલી શક્તિને પરિચય આપે છે. અને એ દષ્ટિએ આ પ્રયોગ નોંધપાત્ર પણ છે. વય વધવાની સાથે તેઓ માત્ર પરમાર્થમાર્ગના જ વિચારક બની જવાથી, ધીરગંભીર બની ગયા હતા. અને તેથી આવા કોઈ પ્રયોગ કરવા પરથી તેમણે પિતાનું લક્ષ્ય ઉઠાવી લીધું હતું. ૬૧. “સુબોધસંગ્રહ”, પૃ. ૪. ૬૨. એજન, પૃ. ૭૮. ૬૩. એજન, પૃ. ૭૯. Page #242 -------------------------------------------------------------------------- ________________ રર૩ ૪. મકર સના આમ શ્રીમદના સમગ્ર સાહિત્યમાં જોઈએ તે “સ્ત્રીનીતિબેધક વિભાગ ૧”, “ધર્મોતર પદ્યકૃતિઓ” અને અવધાન સમયે જે કૃતિઓની રચના થયેલી તેટલું જ સાહિત્ય ધર્મેતર રચનામાં મળે છે; બાકીનું બધું જ લખાણ ધર્મને લક્ષ્યમાં રાખીને થયેલું જોઈ શકાય છે. એ પરથી ખ્યાલ આવી શકશે કે તેમને મન ધર્મનું મહત્ત્વ કેટલું હતું ! તેમના જણુવ્યા પ્રમાણે જે સાહિત્ય, સંગીત કે અન્ય કલાને ઉપગ આત્માથે ન હોય તે નિરર્થક ગણાય. અને પોતાના આ વિચારને અનુલક્ષીને જ તેમણે સર્વ લખાણ કરેલું જણાઈ આવે છે. તેથી બહુ થોડી ગણી શકાય તેટલી પદ્યરચનાઓ ધમેતર સાહિત્યમાં મળે છે, અને ગદ્યરચના તે એક પણ મળતી નથી.૬૪ ધર્મને લગતાં કાવ્ય વીસ વર્ષની ઉંમર પહેલાં ધર્મને લગતાં શ્રીમદ્દ રચિત આટલાં કાવ્ય મળે છે: “મોક્ષસુધ”, “નવ કાળ મૂકે કેઈને”, “ધર્મ વિષે”, “શાંતિનાથની સ્તુતિ”, “છત્રપ્રબંધ”, કેટલાક દોહરા ”, “ભાવનાબધનાં મુક્તકો ” અને “મોક્ષમાળા”નાં કાવ્યો. મોક્ષસુબોધ મોક્ષસુધ” નામનો ગ્રંથ લખવાની શરૂઆત શ્રીમદે ૧૭માં વર્ષ પહેલાં કરી હતી. તેના પ્રથમ શતકની વીસ કડી હાલમાં ઉપલબ્ધ છે. તે પછી તે ગ્રંથ અપૂર્ણ રહેલો છે. તેમને એક કરતાં વધુ શતક લખવાને વિચાર હશે, એવું અનુમાન “પ્રથમ શતક ” એવું જે શીર્ષક આપ્યું છે, તે પરથી થાય છે. આરંભમાં શ્રીમદે આ ગ્રંથ રચવાની ઈચ્છા બતાવી છે. પછી આદિ તીર્થકર ઋષભદેવના કેટલાક ગુણનું સ્મરણ કરી, તેમને વંદન કર્યા છે. પછીના સત્તર દાહરામાં શ્રીમદે પ્રભુપ્રાર્થના રચી છે. તેની પ્રત્યેક કડીમાં ભગવાન * ભયભજન છે, એ જણાવ્યું છે. શરૂઆતની કડીઓમાં પ્રભુના ગુણોનું સ્મરણ કર્યું છે, અને પાછળની કડીઓમાં ભકતમાં રહેલા અવગુણો દૂર કરવાની તથા કેટલાક ગુણો આપવાની ૬૪. આ બધાં કાવ્યો ઉપરાંત જનધમને લગતાં ન હોય તેવાં શ્રીમદની વીસ વર્ષની વય પહેલાં લખાયેલાં કેટલાંક કાવ્યોની નેધ શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતાએ તેમના “શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા” નામના પુસ્તકમાં લીધી છે. પરંતુ તે કાલે આજે ઉપલબ્ધ ન હોવાથી તે વિશે પ્રકાશ પડતો નથી. તે યાદી આ પ્રમાણે છે: પાપપશ્ચાત્તાપ પંચદશી-ધમસબેધન રત્ન - મે ૧૮૮૫; લાંચ- સુબોધપ્રકાશ - જૂન ૧૮૮૩; કાળ – કટો. ૧૮૮૫; વિવેકસવૈયા – ક. ૧૮૮૫; રાજાને બેધ; પ્રેમનિશાની શ્રીમંત છતાં પણ શોક; સજજન સચ્ચાઈ – આસો ૧૯૪૧; અવતાર એળે - ધમદર્પણ – શ્રાવણ ૧૯૪૧; કુપ નિંદા, ધમપણ - ૧૯૪૧; કવિ અને નવરસ. Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી જીવનસિદ્ધિ પ્રાથના કરાઈ છે. આ પ્રાર્થના ખૂબ ભાવવાહી તથા સરળ શબ્દોમાં થયેલી છે. તે પ્રભુના ગુણ બતાવે છે કેઃ— २२४ “ ધર્મ ધરણ, વિઘ્નહરણ, તારણ તરણ, શરણુ ચરણુ સન્માન, પાવનકરણ, ભયભંજન ભગવાન, ૬૫ આવા પ્રભુને પ્રાર્થના કરી છે કે :-- ૮ નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનુ' ભાન; પ્રજાને આપશેા, ભયભ`જન ભગવાન ”૬૬ આ આ પ્રાના કર્યો પછી ધર્મ વિનાના માણસ કેવા લાગે તે જુદી જુદી ઉપમા દ્વારા કવિતામાં તેમણે વર્ણવ્યું છે કેઃ— “ દિનકર વિના જેવા, દિનનેા દેખાવ દ્દીન, શશી વિના જેવી નેજો, શરી સહાય છે; પ્રતિપાળ વિના જેવી, પ્રજા પૂરતણી પેખા, સુરસ વિનાની જેવી, કવિતા કહાય છે; સલિલ વિહીન જેવી, સરિતાની શૈાભા અને, ભર્તીર વિહીન જેવી, ભામિની ભળાય છે; વઢે રાયચંદ્ર વીર, એમ ધમમ વિના, માનવી મહાન પણ, કુકમી કળાય છે, ’૬૭ ધર્મવિહીન મનુષ્યના વર્ણન પછી “મેાક્ષસુબાધ” ગ્રંથ અપૂર્ણ રહેલા છે. આમ આ ગ્રંથના ઘણા થાડા ભાગ ઉપલબ્ધ હાવાથી તે કઈ કક્ષાના ગ્રંથ બની શકયો હાત તેના વિશેષ ખ્યાલ આવી શકતા નથી. તેમ છતાં ઠેકઠેકાણે પાતાનુ નામ ગૂથવાની પ્રાચીન શૈલી તેમણે જાળવી રાખી છે, તે અહી જોઈ શકાય છે. આ ઉપરાંત આટલા નાના વિભાગમાં પણ શાકૢલ, છપ્પય, કવિત, દોહરા આદિ છંદમાં ૫ક્તિ મળે છે તે પરથી વિવિધ છંદરચના કરવાનુ` તેમણે ધાયુ" હોય તેમ લાગે છે. 66 નવ કાળ મૂકે કોઈ ને ” આ રચનામાં શ્રીમદ્દે કાઈ પણ માણસ મૃત્યુથી બચી શકતા નથી તે વિશે દૃષ્ટાંતાથી સમજાવ્યું છે. જાતજાતના સાંસારિક વૈભવ હાય, શારીરિક બળ હાય, ધરતીનું સામ્રાજ્ય હાય, અનેક ગુણુ હાય તેવી વ્યક્તિ પણ મૃત્યુથી પર નથી. બધાંને એક દિવસ મરવાનું તા છે જ. મરણ આવે ત્યારે એ વૈભવ, એ માન, એ પ્રભુત્વ, સવ છેાડી જીવને મરણને ૬૫. ૬૬. “ શ્રીમદ્ રાજચંદ્ર ', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨. ૬૭. એજત, પૃ. ૩. Page #244 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રકીર્ણ રચનાઓ ૨૨૫ શરણ થવું પડે છે. માણસની આ પરાધીનતાનું ચિત્ર તેમણે જુદાં જુદાં દષ્ટાંતો મૂકી રજૂ કર્યું છે. છ ખંડના ધરતીના ધણી પણ કાળને કેવા વેશ થાય છે, તે જુઓ :– “છ ખંડના અધિરાજ જે ચંડ કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઊપજ્યા, એ ચતુર ચક્રી ચાલિયા હોતા નહોતા હોઈને, જને જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈન. ૬૮ આ ચકવતી જેવી જ દશ રાજનીતિનિપુણોની, તલવાર-બહાદુરાની, કે ખૂબ ખૂબ હીરામાણેક વગેરે પહેરનારની પણ થાય છે, તે કર્તાએ હરિગીત છંદની ૨૮ પંક્તિમાં બતાવ્યું છે. સામાન્ય માણસ મૃત્યુના અધિકારને સમજ્યા વિના વૈભવ પાછળ આંધળી દોટ મૂકે છે અને મૃત્યુ તે એ બધાથી જીવને છૂટે પાડનાર છે તે તેઓ ભૂલી જાય છે. તેથી શ્રીમદે એ મૃત્યુનું સામર્થ્ય બતાવી, નાશવંત વૈભવમાં મેહ કરવા જેવું નથી, તેનું સૂચન કરેલ છે. નાની વયે મૃત્યુ જેવા ગંભીર વિષય પરત્વે પણ તેઓ પરિપકવ વિચારો ધરાવતા હતા તે તેમની ઉચ્ચ મનોદશા બતાવે છે. “ધમ વિશે - સતધર્મના પાલન વિનાની સર્વ વસ્તુઓ કઈ પણ કિંમતની નથી, એમ જણાવી ધર્મનું મહત્ત્વ સ્થાપન કરતી શ્રીમની આ રચના ૩૨ પંક્તિ જેટલી દીર્ઘ છે. ૬૯ તેમાં આઠ-આઠ પંક્તિઓના ચાર વિભાગ તેમણે પાડેલા છે.૭૦ પહેલા વિભાગમાં સંસારના સર્વ જાતના વૈભવથી મળતું સુખ સતુધર્મની શ્રદ્ધા ન હોય તે કશી કિમતનું નથી એમ તેમણે જણાવ્યું છે. બીજા વિભાગમાં માણસના દુર્ગુણને નાશ કરવાનું સાધન તથા સાચું સુખ પામવા માટેનું સાધન ધર્મ છે, તેમ જણાવ્યું છે. ધર્મમાં અશ્રદ્ધા રાખનાર માણસ કેટલો હીન દેખાય છે તે તેમણે જુદી જુદી ઉપમાઓને ઉપયોગ કરી ત્રીજા વિભાગમાં બતાવ્યું છે. ચોથા વિભાગમાં પુરુષ, વિદ્વાને, સાધુઓ, કવિઓ વગેરે ધર્મને ઘણું મહત્ત્વ આપે છે, તે જણાવી આત્માને નિર્મળ કરવા, ધર્મને શરણે જવા તેઓ ભલામણ કરતાં લખે છે કે – કવિએ કલ્યાણકારી કલ્પતરુ કશે જેને. સુધાને સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી; ૬૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૮. ૬૯. એજન, પૃ. ૯. ૭૦. “શ્રીમદ્ રાજચંદ્ર ”ની પરમથુત પ્રભાવક મંડળની પાંચમી આવૃત્તિમાં આ રચનાની ૬ કડીઓ આપેલી છે, તેમાંની છેલ્લી બે કડી, અવધાન સમયે રચાયેલી જુદી જ રચના હોય તેમ જણાય છે. જુઓ “ રાજપદ્ય” પૃ. ૨૬, ૧૯. પહેલી ચાર કડી ૧૫મે વર્ષ, અને બીજી બે ૧૮મે વર્ષે રચાયેલી જણાય છે. ર૯ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રીમદ્દ્ની જીવનસિદ્ધિ આત્માના ઉદ્ધારને ઉમંગથી અનુસરા જે, નિર્માળ થવાને કાજે, નમે નીતિ નેમથી. ’૭૧ સરળ ભાષામાં કવિતમાં રચાયેલી શ્રીમદની આ કૃતિમાં ધને કેન્દ્રમાં રાખી તે વિશેના વિચારા રજૂ થયા છે, ધર્મ હાય તે જ સવ છે, તે ભાવ પ્રત્યેક પક્તિમાં નીતરે છે. આ એક ઉપદેશકાવ્ય ખર્ની રહ્યું છે, જેમાં સીધેા જ મેધ અપાયેલા છે. શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ ૭ ૨ શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરતા આ પદની આઠ-દસ પ`ક્તિએ લખાયા પછીથી તે અપૂર્ણ રહેલુ છે. અહી પ્રભુ પ્રત્યેના અહેાભાવ અને પેાતાનું દીનત્વ પ્રગટ કરતાં કવિની નમ્રતા જોવા મળે છે. એ છત્રપ્રમધુ ૭૭૩ અવધાન સમયે શ્રીમદ્ જાતજાતની ચમત્કૃતિવાળાં કાવ્યા રચતા. તેવા એક પ્રસ'ગે જેતપુરમાં વિ. સ’. ૧૯૪૧ની કાર્તિકી પૂનમે તેમણે તેમના બનેવી રા. ચત્રભુજભાઈ ની વિન‘તીથી ૮૬ છત્રપ્રબ ધ ”ની રચના કરી હતી.૭૪ તેના રચયિતા વિશે તેમણે લખ્યું છે કેઃ— ભુજંગી છંદની આ ચાર પક્તિઓને છત્રની આકૃતિમાં જુદાં જુદાં ખાનાં પાડી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ગાઠવવામાં આવી હતી, કે જેથી એના દંડમાં ચારે પક્તિએ આવી જાય, અને છત્રની એક બાજુએથી ગમે તે ખાનાથી વાંચતાં દડની પરંક્તિના તેની સાથે જોડાયેલા અક્ષરો સહિત “ અરિહંત આનંદકારી અપારી” એ પક્તિ વ ચાય, અને છત્રની ખીજી બાજુથી વાંચતાં એ જ રીતે “સદા માક્ષદાતા તથા દિવ્યકારી” એ પક્તિ વંચાય. ૭૧. આ પદ્યને ત્રીજો વિભાગ “ મેાક્ષસુબોધ ”માંથી લેવાયા હેાય તેમ જણાય છે. તે જગાએ એકસરખી જ ૫ક્તિ છે. ૭૨, ૮ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૯. ૭૩. એજન, પૃ. ૭૦. ૭૪–૭પ. એજન, પૃ. ૩૦. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રાણ રચનાઓ છત્રપ્રબંધસ્થ પ્રેમ-પ્રાથના २२७ જેતપુર કાર્તિક સુદ ૧૫ ૧૯૮૧ / / / ////WW૨// / રિહ, દાક્ષ મોસ / / : ||||8||8||8|| | ન. / / ' all , દાક્ષમદાસ / YOGUE તેવાદમદાસ) We///// / 'તજાળe ૭/ વાત તદાSe ઘસ /// જ તતા દામો તો / / VALVEVANAVAN ELVAVEL 1 ) : in : (s) અંગ-ભુજંગી છંદ અરિહંત આનંદકારી અપારી, સદા મિક્ષદાતા તથા દિવ્યકારી; વિનંતિ વણિકે વિવેકે વિચારી, વડી વંદના સાથ હે ! દુઃખહારી. ના સાથ હે! વિનતિ વણિકવિ કા ઉપજાતિ વવાણિયાવાસી વણિક જ્ઞાતિ, ચેલ તેણે શુભ હિત કાંતિ સુબોધ દાખ્યો રવજી તનુજે, આ રાયચંદે મનથી રમૂજે. 3 p\g] પ્રયોજન પ્રમાણિકા વણિક જેતપુરના, રિઝાવવા કસૂર ન રયો પ્રબંધ ચિત્તથી, ચતુરભુજ હિતથી. E આ પ્રબંધમાં દષ્ટિદેવ, હસ્તદોષ કે મનદોષ દષ્ટિગોચરું થાય તે તેને માટે ક્ષમા ચાહી વિનયપૂર્વક વંદન કરું છું. હું છું. રાયચંદ્ર રવજી Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રીમદની જીવનસિદ્ધિ પ્રકીર્ણ દેહરાઓ૭૬ શ્રીમદ્દ રચિત જુદા જુદા વિચારો વ્યક્ત કરતા પાંચ દેહરા “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં મળે છે. તેમાં દુઃખરહિત કેઈ નથી, પણ દુઃખના વેદન કરવામાં ફેર છે; પાપથી મુક્ત થવા માટે વીતરાગની વાણી સિવાય કોઈ બીજુ સાધન કામ આવતું નથી; વીતરાગવચનો શાંતિ આપનાર તથા ભવમુક્તિ કરાવનાર છે; રાગદ્વેષ એ સર્વ અનર્થનું મૂળ છે વગેરે વિચારે અસરકારક ભાષામાં રજૂ કર્યા છે. તેને મુક્તક કે સુભાષિતા તરીકે છૂટથી ઉપગ થઈ શકે તેમ છે; જેમ કે : “જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કેય, જ્ઞાની વેદે થયેથી, અજ્ઞાની વેદે રેય.” અથવા “વચનામૃત વીતરાગનાં, પરમ શાંત રસમૂળ; ઔષધ જે ભવરગનાં, કાયરને પ્રતિકૂળ.”૭૭ અનુભવના નિચોડરૂપ આ દોહરાઓમાં લોકસાહિત્યમાં જોવા મળતા દોહરાના જેવી જ સચોટતા પણ જોવા મળે છે, જે નાની ઉંમરમાં શ્રીમદ્દે પ્રાપ્ત કરેલી પ્રૌઢતાનું સૂચન કરે છે. ભાવનાબેધ”ની પદ્યરચનાઓ ભાવનાબેધ”માં દીર્ઘ કહી શકાય એવી એક પણ રચના નથી. પરંતુ પહેલી છે ભાવનાએ સમજાવતી ચાર-ચાર પદ્યપંક્તિઓની મુક્તકના પ્રકારની રચના પ્રત્યેક ભાવનાની શરૂઆતમાં તેમણે આપી છે. આ ઉપરાંત અન્યત્વ તથા એકવ ભાવનાની પ્રમાણુશિક્ષામાં પણ આખા પ્રસંગને સમજાવતી પદ્યપંક્તિઓ તેમણે રચી છે, અને અંતમાં બધી ભાવનાઓ વિશે એક દોહરો રચ્યું છે. આમ કુલ ૯ રચના “ભાવના ધર્મમાં જોવા મળે છે. આ પદ્યપંક્તિઓમાં સંસારની અનિત્યતા, જીવની સંસારમાં અશરણુતા, જીવનું એકત્વ, બીજા જીવો કે સાંસારિક પદાર્થોનું જીવ માટે અન્યત્વ, દેહની અશુચિ વગેરે વિષય તરીકે નિરૂપણ પામ્યાં છે, તે પ્રત્યેક ભાવનાના અર્થને સ્પષ્ટ કરે છે. પ્રમાણશિક્ષામાં આપેલી પતિઓ તેમણે તે ભાવનાને લગતાં આપેલાં દૃષ્ટાંતો તથા તેમાંથી તારવેલે સાર દર્શાવે છે. આમ જોઈએ તે દરેક રચના બધગર્ભિત છે, તેમ છતાં તે પંક્તિઓ સીધા-સાદા ઉપદેશમાં સરી પડતી નથી. વળી, પ્રત્યેક રચના માટે તેમણે જુદા જુદા છંદમાં – જેમ કે ઉપજાતિ. શાર્દૂલવિકીડિત, હરિગીત, દોહરા વગેરે– પ્રજયા છે. માત્ર ચાર જ પંક્તિમાં ઘણું વક્તવ્ય સમાવ્યું હોવા છતાં પણ એમાં દુર્બોધતા આવતી નથી, તેમ જ ભાષાની સરળતા પણ જળવાઈ રહે છે, એ એની વિશેષતા છે. એકવ ભાવનાની પ્રમાણુશિક્ષામાં તેમણે શાર્દૂલવિક્રીડિતમાં આપેલી પંક્તિઓ જુઓ – ૭૬-૭૭. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૧. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ ૪. પ્રકીર્ણ રચનાઓ રાણ સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂઝયો ત્યાં કકળાટ કંકણ તણા, શ્રોતી નમી ભૂપતિ; સંવાદ પણ ઇન્દ્રથી દઢ રહ્યો, એકવ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું.”૭૮ અહીં નમિરાજા એકત્વ કયા પ્રસંગથી પામ્યા, તે પામ્યા પછી ઈન્દ્ર કસોટી કરવા આવ્યા ત્યારે તેમની સાથે પોતાના મતમાં કઈ રીતે દઢ રહ્યા અને કસોટીમાંથી પાર ઊતર્યા, તે સર્વ તેમણે ફક્ત ચાર પંક્તિઓમાં સ્પષ્ટતાથી સમજાવ્યું છે. આખી ભાવનાનો સાર, કથા વગેરે પણ અહીં સરળ ભાષામાં જ અપાયેલાં છે. વળી, તેમાં તેમની એગ્ય શબ્દની પસંદગી તરત જ જણાઈ આવે છે. આ રચનાઓમાં બીજે નજરે તરી આવતે ગુણ તે તેની સચોટતાને છે. તે વાંચીએ ત્યારે તેની હૃદય પર સ્પષ્ટ છાપ ઊઠે છે. ઉદાહરણ તરીકે અનિત્યભાવના વિશેની તેમણે ઉપજાતિ છંદમાં રચેલી પંક્તિઓ જુઓ – વિદ્યુત લક્ષમી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણને પ્રસંગ.” લક્ષ્મી, સત્તા, આયુષ્ય, કામગ વગેરે કેવા અનિત્ય છે તે તેમણે એગ્ય રૂપકો દ્વારા અહીં સ્પષ્ટ કર્યું છે. લક્ષ્મીની ચંચળતા વીજળીના રૂપક દ્વારા જેટલી સ્પષ્ટ થાય તેટલી બીજાથી થાત કે કેમ તે શંકાસ્પદ છે. એવું જ અન્ય વિશે પણ છે. સોળ વર્ષની નાની વયે તેમનામાં કેટલું કવિત્વ હતું તે આ રચનાઓ સ્પષ્ટ કરે છે. તેમને મળેલું “કવિ ” તરીકેનું બિરુદ આવી રચનાઓને લીધે જ મળ્યું હશે ! આ રચનાઓ સ્મૃતિમાં રહી જાય તેવી છે. આ રચનાઓમાં ભાષાની સરળતા, સ્પષ્ટતા, સ્વાભાવિકતા તથા પ્રવાહિતા જોવા મળે છે. ઉપરાંત, અર્થગાંભીર્ય અને તત્ત્વચિંતન તેનાં વિશેષ આકર્ષણ-ત બની ગયાં છે. તત્ત્વચિંતક પ્રત્યેક ભાવના વિશે કયા દૃષ્ટિકોણથી જુએ તે તેમણે અહીં રજૂ કર્યું છે, તેમ જણાય છે. “મોક્ષમાળાની રચનાઓ મોક્ષમાળા”ના ૧૦૮ પાઠમાંથી ૮ પાઠ શ્રીમદે પદ્યમાં રચ્યા છે. તેમાં વિષયવૈવિધ્યની સાથે કેન્દ્રમાં ધર્મ જ રહે છે. આ પદ્યપાઠે આ પ્રમાણે છેઃ સર્વમાન્ય ધર્મ, ૭૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૩. ૭૯. એજન, પૃ. ૩૬. ૮૦. આ રચાનાની વિશેષ વિગત માટે જુઓ પ્રકરણ ૩ : “મોક્ષમાળા , Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ની જીવનસદ્ધિ ભક્તિના ઉપદેશ, બ્રહ્મચય વિશે સુભાષિત, સામાન્ય મનારથ, તૃષ્ણાની વિચિત્રતા, અમૂલ્ય તત્ત્વવિચાર, જિનેશ્વરની વાણી અને પૂર્ણમાલિકા મંગળ, આબાલવૃદ્ધ સર્વને ઉપયેાગી થાય તેવા હેતુથી શ્રીમદ્ “ મેાક્ષમાળા ”ની રચના કરી હોવાને લીધે તેમાં ભાષાની સરળતા ઉપર ઘણુ* લક્ષ્ય રાખ્યું છે. આથી “મેાક્ષમાળા”ની પદ્યરચનાઓ પણ સરળ ભાષામાં હાય તે સ્વાભાવિક છે. ૨૩૦ સામાન્ય માણુસને પણ સમજાય તેવી સરળ રચનામાંથી પણ તત્ત્વવિચારક ઘણું પામી શકે તેવી હું અમૂલ્ય તત્ત્વવિચાર” જેવી કૃતિઓ પણ તેમાં છે. એમાં મનુષ્યભવની દુર્લભતા, ખેાટા લક્ષથી એળે જતા મનુષ્યભવ વગેરે વિશે જણાવી સાચા માર્ગ કયેા તે પણ કહ્યું . હિરગીત જેવા ગેય છંદમાં તેની રચના થઈ હોવાને કારણે શ્રીમના અનુયાયીઓમાં તેને મુખપાઠ કરવાના રિવાજ છે. આ કાવ્ય વાંચતાં શ્રીમની આધ્યાત્મિક સમજણના અને કંક્ષાના ખ્યાલ આવે તેમ છે. “માક્ષમાળા ”ની આ રચના સર્વોત્તમ કહી શકાય એવી છે. 66 આ સિવાયની અન્ય રચનાઓમાં સ્પષ્ટ બાધ જોવા મળે છે. ‘“ બ્રહ્મચય વિશે સુભાષિત ’”, “ભક્તિના ઉપદેશ” વગેરે આ પ્રકારની રચનાઓ છે. તેમાં બ્રહ્મચય ના મહિમા અને ભક્તિથી થતા લાભેા અનુક્રમે વર્ણવ્યા છે. જિનેશ્વરપ્રણીત દયા કેવી છે, તેનું નિરૂપણ “સમાન્ય ધર્મ ”માં થયું છે. તૃષ્ણા કેવી વિચિત્ર છે, તે જીવને કેટલી હેરાન કરે છે તે ખાખત “ તૃષ્ણાની વિચિત્રતા ” એ કૃતિ દર્શાવે છે. કટાક્ષકાવ્યની શૈલીનું આ કાવ્ય આનંદપ્રદ થાય તેવું છે. માણસે સેવવા ચેાગ્ય મનેારથા “સામાન્ય મનારથ ”માં શ્રીમદ્દે જણાવ્યા છે. તે કૃતિ સામાન્ય કક્ષાની છે. જિનપ્રભુની વાણી કેવા કેવા ગુણોવાળી હાય છે તે જિનેશ્વરની વાણી ’માં ભાવવાહી શબ્દોમાં કવિએ વર્ણવ્યું છે. અને જોડકણાં જેવું લાગતું પૂર્ણ માલિકા મગળ ’ ઘણા ગભીર અને સમાવતું પદ્ય છે. આ રીતે જોતાં જૈનધર્મનાં દયા, ભક્તિ, બ્રહ્મચર્ય, જિનવાણી વગેરે તત્ત્વા આ પદ્યોમાં વિષયરૂપ બન્યાં છે. 66 રચના પ્રમાણમાં ટૂંકી છતાં સુરેખ લાગે તેવી બની છે. તેમાં તે વિષયના ભારપૂર્ણાંક ઉપદેશ અપાયેા છે. અહી તેમણે કારેક ઉપજાતિ જેવા અક્ષરમેળ છંદમાં રચના કરી છે. પરંતુ માત્રામેળ છંદો જેવા કે ચાપાઈ, હિરગીત, સવૈયા આદિન વિશેષ ઉપયેાગમાં લીધા છે.૯૦ આમ “માક્ષમાળા ''ની રચનાઓ ધર્મને લગતી શ્રીમની રચનાઓમાં મહત્ત્વનું' સ્થાન ધરાવે છે. “ દ્વાદશાનુપેક્ષા ૮૧ વિક્રમની બીજી સદી આસપાસ મુનિશ્રી સમંતભદ્રાચાર્ય “ રત્નકર’ડશ્રાવકાચાર ”નામને શ્રાવકના આચારાનુ નિરૂપણ કરતા ગ્રંથ સંસ્કૃતમાં લખ્યા છે. આ ગ્રંથ ઉપર હિંી ભાષામાં વિસ્તૃત ટીકા પડિત સુખદાસજીએ વિક્રમની ૨૦મી સદ્નીની શરૂઆતમાં – સં. ૧૯૦૬થી ૧૯૨૧ સુધીમાં – લખી છે. તેમાં સમ્યક્ત્વનાં આઠ અંગ, બાર ભાવના, સમાધિમરણ વગેરે વિષયે ના ૮૧, · શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, ૪ ૧૫. << Page #250 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રકીર્ણ રચનાઓ ૨૩૧ સમાવેશ થાય છે. તેમાંથી બાર ભાવનાઓના હિંદીમાંથી અનુવાદ કરવાની શરૂઆત શ્રીમદ દ્વાદશાનુપેક્ષા” શીર્ષક નીચે, તેમના ૧૭મા વર્ષ પહેલાં, કરી હતી. આ બાર ભાવનાઓ તે અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સવર, નિ સ્વરૂપ, ધર્મદુલભ અને બોધદુર્લભ ભાવના. આરંભમાં આ ભાવનાઓનાં નામ આપી, તે ભાવનાઓ પર વિચાર કરવાથી જીવનું ઘણું હિત થાય છે. અને વૈરાગ્યને પિષવા માટે તેનું ચિંતન હમેશાં કરવું જોઈએ એમ સમજાવતાં લખ્યું છે કે – આ ચિંતવનાઓ વૈરાગ્યની માતા છે. સમસ્ત જેનું હિત કરવાવાળી છે. અનેક દુઃખોથી વ્યાપ્ત સંસારી જીવોને આ ચિંતવનાઓ બહુ ઉત્તમ શરણ છે. દુઃખરૂપ અગ્નિથી તણાયમાન થયેલા જીવોને શીતલ પવનની મધ્યમાં નિવાસ સમાન છે. ૮૨ તે પછી ભાવના વિશેનો અનુવાદ શરૂ થાય છે. તેમાં પહેલી બે ભાવનાઓનો સંપૂર્ણ અનુવાદ થયેલો છે, અને ત્રીજી સંસારભાવનાનો અનુવાદ અધૂરો રહેલો છે. તે પછીની ભાવનાઓનો અનુવાદ થયેલો જ નથી. આ અનુવાદ થયા પછી થોડા સમયે તેમને તે વિશે “ભાવનાબોધ” નામને સ્વતંત્ર ગ્રંથ મળે છે.૮૩ તે ગ્રંથમાં તેમણે બારે ભાવના સમજાવી છે, અને તેમાંથી દસ ભાવનાને પુષ્ટ કરતાં દૃષ્ટાંતે પણ આપ્યાં છે. અનિત્યભાવનામાં દરેક વસ્તુ નાશવંત છે તે જુદી જુદી રીતે સમજાવ્યું છે, જેમ ઘર, લકી, સ્ત્રી, પુત્ર, કુટુંબ આદિનો નાશ થઈ જાય છે તેમ પિતાને દેહ પણ નાશવંત છે, તે જાણવું તે અનિત્યભાવના. તે અનિત્યતા જણાવતાં લખે છે કે – જેમ એક વૃક્ષ વિશે પક્ષી પૂર્વે સંકેત કર્યા વિના જ આવી વસે છે, તેમ કુટુંબના માણસે સંકેત કર્યા વિના કર્મોવશ ભેળા થઈ વીખરે છે. એ સમસ્ત ધન. સંપદા, આજ્ઞા, એશ્વર્ય, રાજ્ય, ઇન્દ્રિયોના વિષયોની સામગ્રી જોતજોતામાં અવશ્ય વિયેગને પ્રાપ્ત થશે. જુવાની મધ્યાહ્નની છાયાની પેઠે ઢળી જશે, સ્થિર રહેશે નહિ. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિક તે અસ્ત થઈ પાછા ઊગે છે, અને હેમંત, વસંતાદિ ઋતુઓ પણ જઈ જઈ પાછી આવે છે. પણ ગયેલ ઇદ્રિ, યૌવન, આયુ, કાયાદિક પાછાં નથી આવતાં. જેમ પર્વતથી પડતી નદીના તરંગ રોકાયા વિના ચાલ્યા જાય છે, તેમ આયુષ્ય ક્ષણ-ક્ષણમાં રોકાયા વિના વ્યતીત થાય છે.”૮ ૪ આ ઉપરાંત બીજી અનેક રીતે પણ સંસારની અનિત્યતા આ ભાવનામાં સમજાવી છે. તે વિચારીને, સમજીને જીવે આત્મહિત કરી લેવું એ કર્તવ્ય છે તે અહી ઉપદેશાવ્યું છે. ૮૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૬. ૮૩. આ વિષે આગળ જુઓ પ્રકરણ ૨ : “ભાવનાબેધ”. ૮૪. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૬. Page #251 -------------------------------------------------------------------------- ________________ २३२ શ્રી મદની જીવનસિદ્ધિ ત્યાર પછી અશરણભાવનામાં બતાવવામાં આવ્યું છે કે જીવ મૃત્યુ આગળ નિઃસહાય હોય છે. તેમાંથી છોડાવે એવું કોઈ શરણ તેને પ્રાપ્ત થતું નથી. પાપનો ઉદય હોય ત્યારે કેવી કેવી જાતની પરિસ્થિતિ જીવની થાય છે તે પણ દર્શાવ્યું છે. પાપનો ઉદય થાય ત્યારે – - “ અમૃત વિષ થઈ પરિણમે છે, તણખલું પણ શસ્ત્ર થઈ પરિણમે છે, પિતાના વહાલા મિત્ર પણ વૈરી થઈ પરિણમે છે, અશુભના પ્રબળ ઉદયના વશથી બુદ્ધિ વિપરીત થઈ પોતે પોતાનો જ ઘાત કરે છે. જ્યારે શુભ કર્મનો ઉદય થાય છે ત્યારે મૂખને પણ પ્રબળ બુદ્ધિ ઊપજે છે. કર્યા વિના સુખકારી અનેક ઉપાય પોતાની મેળે પ્રગટ થાય છે. વૈરી મિત્ર થઈ જાય છે, વિષ પણ અમૃતમાં પરિણમે છે.”૮૫ આ રીતે સંસાર પાપપુણ્યના ઉદયરૂપ છે, તે અશરણભાવનામાં બતાવ્યું છે. તે પરથી તેમાં સમજાવ્યું છે કે અશુભના ઉદય વખતે પિતાના ક્ષમાદિક ભાવ સિવાય બીજી કોઈ વસ્તુ શરણરૂપ થતી નથી. આથી તેમાં લખ્યું છે કે – કર્મના ઉદયને ન રોકી શકાય એવા જાણી સમતાભાવનું શરણું ગ્રહણ કરે, તે અશુભ કર્મની નિર્જરા થાય, અને ન બંધ ન થાય. રોગ, વિયોગ, દારિદ્રય, મરણાદિકને ભય છેડી પરમ વૈર્ય ગ્રહણ કરો. પિતાને વીતરાગભાવ, સંતેષભાવ, પરમ સમતાભાવ, એ જ શરણ છે, બીજું કઈ શરણ નથી.”૮૬ આમ જીવની અશરણુતા સમજાવ્યા પછી, આ સંસાર કેવો છે તે દર્શાવતી સંસારભાવના આપી છે. સંસારનું સાચું સ્વરૂપ જાણવું અને વિચારવું તે સંસારભાવના. જીવ પોતાનાં કર્મ અનુસાર ચાર ગતિ – દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક – માં પરિભ્રમણ કરે છે. એ કઈ પ્રદેશ નથી કે જ્યાં જ એક યા બીજે રૂપે જન્મમરણ કર્યા ન હોય. જીવને તેના કમનસાર ઈદ્રિયોની પ્રાપ્તિ થાય છે. તે એકેદ્રિયથી પંચેન્દ્રિય સુધી ગણતાં પાંચ પ્રકારના જ થાય છે. આ પાંચ પ્રકારના જીવો ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. આ ભમતા જીની સ્થિતિનું વર્ણન અહીં લેખકે આપેલ છે. પછી તેમણે જીવ અનંત દુખવાળા નિગદમાંથી નીકળ્યા પછીની તેની ભ્રમણની સ્થિતિ બતાવવા નરકના વર્ણનથી શરૂઆત કરી છે. નરકની ભૂમિના વર્ણનના થોડા ભાગને અનુવાદ થયો છે. અને બાકીના ભાગને અનુવાદ કરો રહી ગયું છે. શ્રીમદે કરેલે આ અનુવાદ લગભગ શબ્દશઃ છે. જુઓ – इस शरीरकं ज्यों ज्यों विषयादिककरि पुष्ट करोगे त्यों त्यों आत्माका नाश करने में समर्थ होयगा. अक दिन भोजन नहीं द्योगा तो बडा दुःख देवेगा. जे जे शरीरमें रागी भये हैं ते ते संसारमें नष्ट होय आत्मकार्य बिगाडी अनंतानत नरक निगोदमें भ्रमे हैं।"८७ ૮૫. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૯. ૮૬. એજન, પૃ. ૨૦. ૮૭. “શ્રીરત્નાકરડશ્રાવકાચાર”, હિંદી ટીકા સાથે, પૃ. ૩૨૨. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રકીર્ણ રચનાઓ ૨૩૩ આ વાક્યનો અનુવાદ શ્રીમદે આ પ્રમાણે કર્યો છે – “આ શરીરને જેમ જેમ વિષયાદિકથી પુષ્ટ કરશે, તેમ તેમ આત્માને નાશ કરવામાં સમર્થ થશે. એક દિવસ ખોરાક નહિ આપશે તે બહુ દુઃખ દેશે. જે જે શરીરમાં રાગી થયા છે, તે તે સંસારમાં નાશ થઈ આત્મકાય બગાડી અનંતાનંત કાળ નરક, નિગોદમાં ભમે છે.”૮૮ ___“सो नरककी उष्णताके जणावने• इहां कोउ पदार्थ दीखने में जानने में आवे नाही, जाकी सदृशता कही जाय ? तो हू भगवानके आगममें असा अनुमान उष्णताका कराया है जो लक्ष योजनाप्रमाण मोटा लोहेका गोला छोडिये तो भूमिळू नहि पहुंचत प्रमाण नरकक्षेत्रकी उष्णताकरि રસવ હોય ઘહિં ગાય હૈ ”૮૯ એ નરકની ઉષ્ણતા વર્ણવતાં વાક્યોને અનુવાદ કર્તાએ આ રીતે કર્યો છે – તે નરકની ઉણતા જણાવવાને માટે અહીં કઈ પદાર્થ દેખવામાં, જાણવામાં આવતો નથી કે જેની સદશતા કહી જાય; તોપણુ ભગવાનના આગમમાં એવું અનુમાન ઉષ્ણતાનું કરાવેલ છે, કે લાખ એંજનપ્રમાણ મેટા સેઢાના ગોળા છેડીએ તે તે નરકભૂમિને નહિ પહોંચતાં, પહોંચતાં પહેલાં નરકક્ષેત્રની ઉષ્ણતાથી કરી રસરૂપ થઈ જાય છે.”૯૦ આમ શબ્દશઃ ભાષાંતર હોવા છતાં આપણને વાંચતી વખતે ભાગ્યે જ એવું લાગે છે કે તે ભાષાંતર હશે. મૂળને વિચારપ્રવાહ ભાષાંતરમાં પણ એટલી જ સરળતાથી અને સ્વાભાવિક્તાથી વહે છે. “જીવાવવિભક્તિ” ઉત્તરાધ્યયન સૂત્ર”ના ૩૬માં અધ્યયનને અનુવાદ શ્રીમદે આ શીર્ષક નીચે આપ્યો છે. તેમાં પહેલા બાર શ્લોકનો અનુવાદ કરેલ છે, અને બાકીના શ્લોકનો અનુવાદ કર્યો નથી. આ સૂત્રના ૩૬મા અધ્યયનમાં જીવ અને અજીવ વચ્ચેનો ભેદ સમજાવ્યા પછી બંનેના ભિન્ન ભિન્ન વિભાગે પાડી તેનાં લક્ષણે તેમાં સમાવ્યાં છે. શ્રીમદ્દે કરેલા બાર શ્લોકના અનુવાદમાં જીવ અને અજીવ વરચેનો ભેદ તથા અજીવન વિભાગ સુધીનું વર્ણન આવે છે. તે પછી અજીવનાં લક્ષણે વિસ્તારથી બતાવ્યાં છે. તે લોકો તથા જીવ વિશેની બધી માહિતી આપતા શ્લોકોને અનુવાદ થયો નથી. આ અનુવાદ લગભગ શબ્દશઃ છે. દાખલા તરીકે જુઓ બીજે લોક – ૮૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૭, ૮૯. “શ્રી રત્નકાંડશ્રાવકાચાર”, હિંદી ટીકા સાથે, પૃ. ૩૨ ૮. ૯૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૨. ૩૦. Page #253 -------------------------------------------------------------------------- ________________ २३४ શ્રીસદની જીવનસિદ્ધિ " जीवा चेव अजीवा य एस लोए वियाहि । अजीवदेसमागासे अलोगे से वियाहिए ॥ ८१ આ શ્લોકના અનુવાદમાં શ્રીમદે લખ્યું છે કે – જીવ અને અજીવ (જ્યાં હોય તેને) લોક કહેલ છે. અજીવના આકાશ નામના ભાગને અલોક કહેલો છે.”૯ ૨ તેમણે ચાલુ કરેલ જીવ અને અજીવના નિરૂપણ કરતા લોકોને અનુવાદ અહીં અપૂર્ણ રહેલો છે. મુનિસમાગમ વીસ વર્ષની ઉંમર પહેલાં લખવાનું ચાલુ કરેલો શ્રીમદના આ લેખ અપૂર્ણ રહ્યું છે. મોક્ષમાર્ગનું સ્વરૂપ સમજાવી શકે એ ગ્રંથ રચવાની શ્રીમદ્દની ઈચ્છા હતી. તે માટે તેમણે આ લેખ લખવાનું શરૂ કર્યું હતું, પણ તે દ્વારા પિતાનો ઉદ્દેશ બરાબર સિદ્ધ થતો હોય એમ ન લાગવાથી શ્રીમદે તે પૂરા ન કર્યો. અને ત્યાર પછી “મોક્ષમાળાની રચના તેના અનુસંધાનમાં કરી. આમ આ લેખ “મેક્ષમાળા”ના પૂર્વરૂપ જ છે.૯૩ - આ લેખમાં શ્રીમદ્ આપવા ધારેલો બોધ કથા દ્વારા વ્યક્ત કર્યો છે. ઉજ્જયિની નગરીને રાજા ચંદ્રસિંહ સાચા ધર્મ પામવા માટે એક ધર્મનું અનિષ્ટ જોઈ, બીજા ધર્મ તરફ વળે છે, તેનું અનિષ્ટ જોઈ તે ત્રીજા તરફ વળે છે, પછી ચોથા તરફ વળે છે; એમ વારંવાર ધર્મ પરિવર્તન કરે છે, અને જૈનધર્મ સિવાયના અનેક ધર્મનું પાલન કરી જુએ છે. જનધર્મમાં માત્ર વૈરાગ્યની જ વાત આવતી જાણવાથી તે તરફ તેને શ્રદ્ધા થતી નથી. પરિણામે તે નાસ્તિક બની જાય છે, અને અનેક પ્રકારનાં પાપકર્મ આચરે છે. ' એવી નાસ્તિક મદશામાં એક વખત હરણનો શિકાર કરવા તે જાય છે. તે વખતે જીવ બચાવવા દોડતા હરણની પાછળ પડેલો રાજા પોતાના સૈન્યથી જુદો પડી જાય છે અને ભયંકર ઝાડીમાં આવી પડે છે. તે વખતે તે ખૂબ વિકટ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. એ ઝાડી વચ્ચે દોડતાં દોડતાં ઘડે ઠોકર ખાવાથી લથડે છે, અને રાજા નમી પડે છે. તેનો એક પગ પેગડામાં અને બીજે જમીનથી એક વહેત ઊંચે રહે છે. એટલે કે રાજા ઘડાની પીઠ અને જમીન વચ્ચે લટકતો રહી જાય છે. એકાએક ઊથલે આવવાથી રાજાના મ્યાનમાંથી તલવાર પણ અડધી બહાર નીકળી પડે છે. એટલે રાજા પાછો ઉપર ચડવા જાય છે તે તલવાર ગરદનમાં વાગે એવી વિચિત્ર સ્થિતિ ઊભી થઈ જાય છે. તેથી તે હળવેથી નીચે ઊતરવાનો વિચાર કરી નીચે જુએ છે તો એક કાળા નાગને ડસવા તલસતે ૯૧. “ઉત્તરાધ્યયન સૂત્ર”, અધ્યયન ૩૬, શ્લોક ૨. ૯૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૬૪. ૯૩. જુઓ આગળ “મોક્ષમાળા”, પ્રકરણ ૩. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રકીર્ણ રચનાઓ દેખે છે. તેથી થોડો આગળ ખસી ઊતરવા વિચારે છે તે સામે એક સિંહને ઊભેલે જુએ છે. પાછળ જવા વિચારતાં રાજાને ઘેડા પરની તલવાર મ્યાનમાંથી નીકળેલી દેખાય છે, એથી તે એક પણ બાજુ હલી કે ચલી ન શકે એવી વિકટ પરિસ્થિતિમાં મુકાય છે. ચારે બાજુથી મેત હુમલે કરવા તૈયાર થયું હોય એવી સ્થિતિ રચાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં રાજાને પોતે કરેલાં પાપ યાદ આવતાં ખૂબ ધ્રુજારી છૂટે છે. અને પિતાની ગતિ કેવી થશે તેની વિચારણામાંથી તે જનધર્મની વિચારણામાં ઊતરી જાય છે. તેને તે ધર્મના વૈરાગ્ય વગેરેની વાત તથા નવકારમંત્રના પ્રભાવની વાત ખૂબ તથ્યવાળી લાગે છે. એ વિચારણું ચાલતી હોય છે એટલામાં સંજોગે ફરતાં રાજા ભયમુક્ત બને છે. તેથી જનધર્મમાં તેની શ્રદ્ધા દઢ બને છે. ભયમુક્ત થયા પછી સ૫ના કહેવાથી રાજા જનધર્મને વિશેષ બાધ પામવા માટે નજીકમાં વસતા કઈ એક મુનિ પાસે સીધા જાય છે. પોતાનું નિવેદન પૂરું કર્યા પછી રાજા જૈન ધર્મના સૂક્ષમતાથી બોધ આપવા મુનિને વિનંતી કરે છે. તે પછીથી તે લેખ અપૂર્ણ રહે છે. તેથી મુનિએ કેવી રીતે બંધ આપ્યો હશે, અને તેમાં કયા તત્વ ઉપર ભાર મૂક્યો હશે તે જણાવવું રહી ગયું છે. આ લેખમાં “અભયદાન” તથા “કર્મના સિદ્ધાંત” વિશે થોડું જણાવી તેની અગત્ય બતાવી છે. અભયદાનની વાત લખતી વખતે શ્રીમદ્ રાજાના ચિંતન દ્વારા જણાવે છે કે – હરકોઈ પ્રકારે પણ ઝીણામાં ઝીણું જતુઓને બચાવ કરવો, તેને કઈ પ્રકારે દુઃખ ન આપવું એવા જનના પ્રબળ અને પવિત્ર સિદ્ધાંતોથી બીજે કર્યો ધર્મ વધારે સાચે હતો?”૯૪ કેઈ પણ જીવને હણવાથી પાપ છે. સૂક્ષમ અહિંસા પાળવાને અહીં બોધ કરાય છે. કર્મના સિદ્ધાંતમાં તેઓ જણાવે છે કે – “સુખ અને દુઃખ, જન્મ અને મરણ આદિ સઘળું કર્મને આધીન રહેલું છે. જેવાં જીવ અનાદિ કાળથી કર્મો કર્યો આવે છે તેવાં ફળ પામતો જાય છે. આ ઉપદેશ પણ અનુપમ જ છે... આવા જ મત તેના તીર્થકરોએ પણ દશિત કર્યો છે. એમણે પિતાની પ્રશંસા ઈચ્છી નથી...એણે સત્ય પ્રરૂપ્યું છે.. કમ સધળાંને નડે છે. મને પણ કરેલાં કર્મ મૂતાં નથી, અને તે ભોગવવાં પડે છે. આવાં વિમળ વચનો ભગવાન શ્રી વર્ધમાને કહ્યા છે. અને તે વર્ણનને આકારે પાછાં દૃષ્ટાંતથી મજબૂત કર્યા છે.”૯૫ આમ કર્મ સિદ્ધાતના સાર જણાવી જીવે શું કરવું જોઈએ તે રાજાની ઉક્તિ દ્વારા બતાવ્યું છે. આ બધે તત્ત્વની બાધ તેમણે કથાના સ્વરૂપમાં આપ્યા હોવાથી સામાન્ય વાચક માટે તે રોચક બને તેમ છે. છતાં આ લેખ સંતોષકારક ન લાગતાં શ્રીમદ્ અધૂરો રહેવા ૯૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૫. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શ્રીમની જીવનસિદ્ધિ દીધા હશે તેમ લાગે છે. કારણ કે આ વિષયને લગતા “ મેાક્ષમાળા” નામના ગ્રંથ આપણને પછીથી મળે છે. “ સ્વરાયજ્ઞાન ’” પરની ઢીકા શ્રી ચિદાનંદજી મહારાજના “સ્વરાયજ્ઞાન ”નું રહસ્ય પ્રગટ કરવાના હેતુથી, તેના પર ટીકા લખવાની શરૂઆત શ્રીમદ્દે વિ. સં. ૧૯૪૩માં કરી. તે ગ્રંથની પ્રસ્તાવનાના અને ટીકાના છૂટક છૂટક ભાગ “ શ્રીમદ્ રાજચ'દ્ર '' 'થમાં સ`ગ્રહાયેલા મળે છે. પર`તુ તે લખાણુ તૂટક હાવાથી શ્રીમદ્ વિશેની કાઈ સ્પષ્ટ છાપ આપણને આ લખાણમાંથી મળી શકતી નથી. પ્રસ્તાવનાની શરૂઆતમાં અર્ધ હિંદી તથા અર્ધ ગુજરાતી ભાષામાં લખાયેલા આ ગ્રંથના લેખન પાછળના કર્તાના હેતુ તેમણે બતાવ્યા છે. તે પછી ચિદાનંદજી મહારાજના જીવનની ટૂંકી રૂપરેખા આપી, તેમની આત્મદશા કેવી ઊંંચી હતી તે બતાવ્યુ છે. પણ રૂપરેખા અપૂર્ણ મળે છે, એ જ રીતે અહીં જેટલા શ્લાક વિશે લખાણ મળે છે તે પણ સળ ́ગ નથી. કેટલાક આફ્રિ ભાગના શ્લેાક લાગે છે, તે કેટલાક મધ્યભાગના પણ લાગે છે. તેથી આ ટીકા તેમણે આખી લખી હશે કે કેમ તેના ખ્યાલ આવી શકતા નથી. પરંતુ પ્રસ્તાવનાના કેટલાક ભાગ મળે છે, તે પરથી એવુ અનુમાન થાય છે કે તે ટીકા પૂરી લખાઈ હશે; જેમ કે ઃ— હું આ ગ્રંથ સ્વરાય વાંચનારના કરકમળમાં મૂકતાં તે વિશે કેટલીક પ્રસ્તાવના કરવી ચેાગ્ય છે એમ ગણી તેવી પ્રવૃત્તિ કરુ` છું. ૯૬ ગ્રંથ પૂરા થાય તેા જ વાચક પાસે જાય એમ ગણીએ તે તે પૂરા થયા હોવા જોઈએ. પણ તે લખાયા કે છપાયા વિશે બીજી માહિતી મળતી નથી. જૈનેતર દર્શનમાં આયુષ્ય જાણવામાં ઉપયાગી થાય એવા “કાલજ્ઞાન ” નામના ગ્રંથની તથા બીજા ગ્રંથોની સહાયથી આ ગ્રંથ રચ્યા છે એવી નોંધ તેમાં મળે છે. શરૂઆતમાં એ દોહરા, દરેક શબ્દના અર્થ જણાવી, વિસ્તારથી સમજાવ્યા છે. પછીના તા સામાન્ય હોવાથી માત્ર ભાવાર્થ આપ્યા છે. તેમાં લગભગ તેર જેટલા દોહરા વિશે શ્રીમદ્દે લખ્યું છે. પણ તે એવા જુદા જુદા સ્થાનને લગતા છે કે તે પુસ્તકના વિષય પણ સ્પષ્ટ સમજવા મુશ્કેલ છે. જુએ -- “નાડી તા તનમેં ઘણી, પણ ચૌવિસ પ્રધાન; તામે નવ પુનિ તાહુમૈ', તીન અધિક કર જાન, ૩૯૭ આવી ત્રણચાર કડી શરીરની નાડી વિશે છે. તા તે પછી — “ શ્રીમદ્ રાજદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૬. ૯૬. એજન, પૃ. ૧૫૯. ૯૭. એજન, પૃ. ૧૬૧. ૯૫. Page #256 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રકા રવાના २३७ “ આશા એક મેક્ષકી હોય, બીજી દુવિધા નવિ ચિત્ત કેય; ધ્યાન જગ જાણે તે જીવ, જે ભવદુઃખથી ડરત સદીવ.”૯૮ જેવી આત્માને લગતી પંક્તિઓ પણ આવે છે, જેને સંબંધ કઈ રીતે જોડાયેલ હશે તે સમજી શકાતું નથી. આમ આ ટીકા ખંડિત દશામાં હોવાથી તે વિશે કોઈ સ્પષ્ટ ખ્યાલ આપણને આવી શકતો નથી. જીવતત્વ સંબંધી વિચાર”૯ નવતત્ત્વ પ્રકરણની નીચેની ગાથા પર શ્રીમદે “જીવતત્વ સંબંધી વિચાર” એ શીર્ષક નીચે ટીકા લખવી ચાલુ કરેલી પણ તે અપૂર્ણ રહી ગઈ છે. તેમાં જીવન પ્રકાર વિશે સમજણ આપવામાં આવી છે. “gmવિઠ્ઠ સુદિ તિવિહા, રવિહા, પછકવા ગયા ચા–ત –ારું, વે-રું-–ાદિ ” આ ગાથામાં જણાવ્યું છે તે પ્રમાણે, જો અનુક્રમે ચેતનરૂપ એક જ ભેદ વડે એક પ્રકારના છે, ત્રસ અને સ્થાવરરૂપે બે પ્રકારના છે, વેદ રૂપે ત્રણ પ્રકારના, ગતિ વડે ચાર પ્રકારના, ઇન્દ્રિય વડે પાંચ પ્રકારના અને કાયાના ભેદ વડે જ પ્રકારના છે. આ ટીકામાં જીવના કઈ અપેક્ષાથી કેટલા ભેદ થાય છે તે અનુક્રમે ચાર પ્રકાર સુધી સરળ, સ્પષ્ટ, અર્થગંભીર અને પ્રવાહી ભાષામાં બતાવ્યું છે. જીવ ત્રણ પ્રકારે કઈ રીતે છે તે બતાવતાં તેમણે લખ્યું છે કે : સર્વ જીવને વેદથી તપાસી જોઈએ તે સ્ત્રી, પુરુષ કે નપુંસક તેમાં તેઓને સમાવેશ થાય છે. કોઈ સ્ત્રીવેદમાં, કોઈ પુરુષવેદમાં અને કેઈ નપુંસકવેદમાં હોય છે. એ સિવાય ચેાથો વેદ નહિ હોવાથી ત્રણ પ્રકારે વેદદષ્ટિએ સર્વ જીવ સમજી શકાય છે.” આમ ટૂંકમાં ચાર પ્રકારના જીવ સુધી સમજાવ્યું છે. તે પછી ટીકા અપૂર્ણ રહેલી છે. લખવાની ઢબ પરથી લાગે છે કે પછીના ભેદોને વિસ્તાર કરવાની તેમની ઇચ્છા હશે, પણ કઈ કારણથી તે પૂર્ણ થયેલી નથી. પુષ્પમાળા ૧૦૦ શ્રીમદે ૧૭ વર્ષની ઉંમર પહેલાં “પુષ્પમાળા” નામની સુવાકયોની એક પુસ્તિકા લખી છે. તેમાં જીવનમાં ઉપયોગી થાય તેવાં ૧૦૮ વચને આપ્યાં છે. ૯૮. “શ્રીમદ્ રાજચંદ્ર ", અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૬૨. ૯૯. એજન, પૃ. ૧૬૩, આંક ૨૩. ૧૦૦. એજન, પૃ. ૩. Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ આ વચનોમાં જુદી જુદી કક્ષાના માનવની શી ફરજ છે તે બતાવવા પ્રયતન કરાવે છે; અને પોતાની સ્થિતિ અનુસાર ફરજ અદા ન કરવાથી જીવ અનંત દુઃખ વેઠે છે, તે બતાવ્યું છે. તેમાં અન્યનું બૂરું ન કરવું, પાપ કરતાં મૃત્યુનું સ્મરણ કરવું, માલિક પ્રત્યે નિષ્ઠા રાખવી, શક્તિને ગેરઉપયોગ ન કરવો, ન્યાયસંપન દ્રવ્ય મેળવવું, અનિને ઉત્તેજન ન આપવું, સદાચાર અને પવિત્રતા, મિતાહાર, અભ્યાસ, વૈરત્યાગ, હિંસાત્યાગ, અન્યાયથી દૂર રહેવું, સમયની અમૂલ્યતા, કરજમુક્તિ, નિરભિમાન, નવરાશે સંસારથી નિવૃત્તિ શોધવી, વ્યસનમુક્તિ, સત્સંગ, ગુરુ, વિદ્વાનો અને પુરુષોનું બહુમાન, સહનશીલતા વગેરે વસ્તુ પર ભાર મૂક્યો છે. સવારના પહોરમાં વિચારી જવા જેવા સુવિચારે તેમાં રજૂ થયા છે. એ વિચારમાંના ઘણાખરા (કવિ, વકીલ, રાજા, યુવાન વગેરેને વ્યક્તિગત રીતે સંબોધીને લખાયેલા સુવિચાર સિવાયના) કઈ પણ વાંચનારને તરત લાગુ પડે તેવા છે. તેઓ પહેલા જ વચનમાં જણાવે છે કે, “ભાવનિદ્રા ટાળવાને પ્રયત્ન કર.” એ પ્રયત્ન આપણે અત્યાર સુધી કર્યો નથી તે આપણને તે પછીના વચન “ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયે, છતાં સિદ્ધિ થઈ નહિ.”૧૦ ૧ તે પરથી સમજાય છે. કારણ કે આપણે જે ભાવનિદ્રા ટાળી હોત તો સિદ્ધિ થઈ ગઈ હોત. આ સિદ્ધિ મેળવવા માટે એટલે કે ભાવનિંદ્રા ટાળવા માટે આપણે ધર્મમય જીવન ગાળવું જોઈએ અને પોતાની ફરજ ચોગ્ય રીતે અદા કરવી જોઈએ તે અહીં બતાવ્યું છે. આ બધા સુવિચારમાં લેખકે માત્ર “આજના દિવસ” માટે તે પ્રમાણે વિચારીને વર્તવાનું જણાવ્યું છે. આ દિવસ સુગ્ય રીતે પસાર થાય તે માટે વ્યવહારુ અને ધાર્મિક ક્રિયાઓમાં સમય કઈ રીતે પસાર કરવો તે જણાવતાં દિવસના ભાગ પાડી બતાવતાં લખ્યું છે કે – જો તું સ્વતંત્ર હોય તો સંસારસમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ —૧ ૦ ૨ ૧ પ્રહર – ભક્તિક્તવ્ય ૧ પ્રહર – ધર્મકર્તવ્ય ૧ પ્રહર – આહારપ્રજન ૧ પ્રહર– વિદ્યાપ્રજન ૨ પ્રહર - નિદ્રા ( ૨ પ્રહર– સંસાર પ્રયજન. બીજા બધા સુવિચારમાં પણ આજના દિવસ વિશે જ ભલામણ છે. જુઓ – વ્યાવહારિક પ્રજનમાં પણ ઉપગપૂર્વક વિવેકી રહેવાની સપ્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે.”૧૦૩ – “પગ મૂક્તાં પા૫ છે, જેમાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.”૧૦૪ ૧૦૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩. ૧૦૨. એજન, પૃ. ૩. ૧૦૩. એજન, પૃ. ૬. ૧૦૪. એજન, પૃ. ૪. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રકીણ રચનાઓ ૨૩૯ • આ આજના દિવસને લગતા વિચારા જે કાઈ પણ વ્યક્તિ બરાબર સમજે અને જીવનમાં ઉતારે તેને માટે “ આજના દિવસ” તે કાયમના દિવસ બની જાય એમ છે. આ ઉપરાંત યુવાન, રાજા, કવિ, વકીલ, વૃદ્ધ, આદિને વ્યક્તિગત રીતે સાધીને લખાયેલા સુવિચાર। અહી મળે છે. (6 તુ યુવાન હોય તેા ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દૃષ્ટિ કર. 99 66 તું કારીગર હા તે આળસ અને શક્તિના ગેરઉપયાગના વિચાર કરી જઈ આજના દિવસમાં પ્રવેશ કરજે, ”૧૦૫ ટૂંકમાં માણસના કર્તવ્ય વિશે, તેણે દિવસ કઈ રીતે પસાર કરવા તે વિશે વિવિધતાથી તેમણે લખ્યું છે. એ બધાના સારરૂપ ૧૦૭મા ખેલમાં લખ્યુ છે કે — “આ સઘળાંને સહેલા ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. ,, મનુષ્ય અંતર્મુખ કે બહિર્મુખ ગમે તેવા હાય, તેને વૈયક્તિક જીવન અને સામુદાયિક જીવનની સ્વસ્થતા વાસ્તે સામાન્ય નીતિની જરૂર હૈાય છે. એવા વ્યાવહારિક નીતિના શિક્ષણ વાસ્તે ૮ પુષ્પમાળા ” રચાઈ હાય તેમ લાગે છે. સ“સ્કૃત સુભાષિતાની શૈલીનાં સરળ ગદ્યમાં લખેલાં આ વચનામાં વિચારાની વ્યવસ્થિતતા નથી, અર્થાત્ આ વિચારાનું વિષયવાર વર્ગીકરણ થયેલું નથી. પરંતુ પેાતાને જે જે વિચારા સૂઝતા ગયા તે તે તેમણે ટપકાવી લીધેલા હાય તેમ જણાય છે. એટલે કે પૂર્વીયેાજનાપૂર્વક ચાસ વિષયવાર વગી કરણ કરીને તે તે વિષયેાનું ચિંતન-મનન કરીને શ્રીમદ્ આ વિચાર લખવા બેઠા હાય એવુ' નથી. શ્રીમદ્ માટે તેવી આવશ્યકતા પણ ન હાય, કારણ કે તેમને કેટકેટલી ખાખતાનુ અહે।રાત ચિંતન ચાલતું જ હાય, અને તેએ કશા આ બર વિના પેાતાને જે કંઈ સૂઝે તે સ્વાભાવિકપણે રજૂ કરનારા હતા. આથી આ સુવિચારોમાં કાઈ કાઈ ઠેકાણે કાઈ વિચારનું કે વિચારઅંશનું પુનરુચ્ચારણ થતું જોવા મળશે, તેમ છતાં તેમાં ઝીણવટપૂર્વક જોતાં વિચારામાં કાઈક નાના સરખા ક્રમ પણ રહેલેા જણાશે. અને આ બધું ન હોય તાપણ આટલી નાની ઉંમરે આટલા પુખ્ત, પરિપક્વ વિચારા યેાગ્ય ભાષામાં વિદ્યપણે મૂકવા એ પણ શું આછી વાત છે ? અંતમાં આ વચના માટે તેમણે ૧૦૮મા ખેલમાં આપેલા અભિપ્રાય જોવા ચેાગ્ય છે. “ લાંખી, ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી પવિત્રતાનાં પુષ્પાથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મગળદાયક થશે.” ૧૦૫. શ્રીમદ્ રાજચંદ્ર ’, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫. .. 66 Page #259 -------------------------------------------------------------------------- ________________ २४० શ્રીમાનો જનસિદ્ધિ પૂ. ગાંધીજીએ પંડિત શ્રી સુખલાલજીને એક વચન કહેલું કે, “અરે, આ “પુષ્પમાળા” તો પુનર્જન્મની સાક્ષી છે.”૧૦૨ આ વચને જ આ કૃતિની અગત્ય અને વિશેષતા દર્શાવવા પૂરતું છે. સાત મહાનીતિનાં વાક્યો- વચન સપ્તશતી ૧૦૭ - વીસ વર્ષની ઉંમર આસપાસ મહાવીર પ્રભુ પ્રણીત ધર્મ પ્રગટ કરવાનો શ્રીમને ઘણે ઉત્સાહ હતે. તે વિશેની તેમની કેટલીક કલ્પના આપણને વિ. સં. ૧૯૪૩ માં તેમણે તેમના બનેવી ૨. ચત્રભુજ બેચરને લખેલા એક પત્રમાં જોવા મળે છે. એ પત્ર પરથી આપણને ખ્યાલ આવે છે કે તેમણે આ સાત મહાનીતિનાં વાક્યો પોતાની કલ્પના સાકાર કરવાના પહેલા પગથિયા રૂપે રચ્યાં છે. એ વિશે તેઓ એમના બનેવીને લખે છે કે, “સાતમેં મહાનીતિ હમણું એ ધર્મના શિષ્યોને માટે એક દિવસે તૈયાર કરી છે.”૧૦૮ એમાંથી દસબાર જેટલાં વચને ખૂટે છે. આ વચને “વચનસપ્તશતીને નામે પણ જાણીતાં છે. જૈન ધર્મના અનુયાયીને આદર્શ ઘણે ઊંચે છે. તેથી જૈનધર્મને અનુસરતા ગૃહસ્થ, મુનિ કે અન્ય કોઈ પણ વ્યક્તિની આંતરિક તેમજ બાહ્ય સ્થિતિ કઈ જાતની હોવી જોઈએ, જૈનધર્મમાં મહાવ્રતનું કેવી સૂક્ષ્મતાથી પાલન કરવાનું હોય છે, શ્રાવકે પણ કેટલે સંયમ જાળવવાને હોય છે, તે વિશે આ વચને દ્વારા આપણને જાણવા મળે છે. સાથે સાથે તેમાં આરોગ્ય, વ્યવહાર, સદાચાર, નીતિ વગેરેની દૃષ્ટિએ પણ લખાયેલાં વચને જેવા મળે છે. તેથી આ નીતિવચનો જૈનધમીને અનુલક્ષીને લખાયાં હોવા છતાં કોઈ પણ ધર્મની સદ્દગુણ વ્યક્તિને આચરવા યોગ્ય બની ગયાં છે. અહીં “શિર જતાં પણ પ્રતિજ્ઞાભંગ ન કરવો”, “સ્વાદિષ્ટ ભજન લઉં નહિ” જેવાં નિષેધાત્મક વચને અને “વેરીના સત્ય વચનને માન આપું”, “વિદ્વાને માન આપું ” જેવાં વિધેયાત્મક વચને એમ બે પ્રકારનાં વચને લખાયેલાં છે. એમાંના કેટલાંક વચને તે પોતાને ઉદ્દેશીને લખાયાં હોય તેવાં લાગે છે; જેમ કે – સમ્યફ સમયમાં અપયાનને ત્યાગ કરૂ છું ” વગેરે. જીવ કેટલીક વખત એવી ભૂલ કરે છે કે જેનો તેને ખ્યાલ પણ ન આવે. જીવથી થતા એવા દેશો માટે આ જાતનાં નીતિવચને ખૂબ ખૂબ ઉપયેગી થાય છે. શ્રીમદ પોતે પણ એ ઉપાગિતાના જાણકાર હતા. તેથી તેમણે “વચનામૃતના ૧૬માં વચનમાં લખ્યું છે કે, “વચનસપ્તશતી પુનઃ પુનઃ સ્મરણમાં રાખો.”૧૦૯ ૧૬. “શ્રીમદ્ રાજચંદ્ર - એક સમલોથના”, પં. સુખલાલજી, “શ્રીમદ્ રાજચંદ્રનાં વિચાર ”, ૫, ૧૬૭. ૧૦૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૩૬, આંક ૧૯. શ્રી બ્રહ્મચારી ગોવર્ધન દાસજીએ મહાનીતિ અને વચન સપ્તશતીને જુદાં જણાવ્યાં છે. અને વચન સપ્તશતીને તેમણે લખેલી “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળામાં અપ્રાપ્ય ગણવેલ છે. જુઓ. પૃ. ૮૮, પણ શ્રીમદ્દે લખેલાં ઉપરનાં વચને વાંચતાં ખ્યાલ આવી જાય છે કે વચન સપ્તશતી અને મહાનીતિનાં સાતસો વાકયો, એ બંને એક જ છે. ૧૦૮. એજન, પૃ. ૧૬૬, આંક ૨૭. ૧૦૯. એજન, પૃ. ૧૫૫. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રકીર્ણ રચનાઓ ૨૪૧ અહીં આપેલાં સાત વચનોમાંથી કેટલાંક મુનિને લગતાં છે, જેમ કે,–“નિયમ વગર વિહાર કરું નહિ”, “ચતુર્માસે પ્રવાસ કરું નહિ”, “પૂર્વ સનેહીઓને ત્યાં આહાર લેવા જાઉં નહિ” વગેરે. કેટલાંક ગૃહસ્થને લગતાં છે; જેમ કે – “કુટુંબકલેશ કરું નહિ”, સ્વાર્થે કેઈની આજીવિકા તેડું નહિ”, વગેરે. કેટલાંક વિધવા કે સધવા સ્ત્રીને લગતાં છે; જેમ કે, – “પતિ પર દાબ રાખું નહિ”, “સુવાસી - સાજ સજુ નહિ”, * સખની અદેખાઈ કર નહિ ” વગેરે. કેટલાંક વચનામાં પતિ તરીકેની, સ્ત્રી તરીકેની, પિતા તરીકેની, રાજ તરીકેની ફરજો બતાવી છે, જેમ કે,–“સ્વસ્ત્રમાં સમભાવથી વર્તો', “બે સ્ત્રી પરણું નહિ”, “પુત્રને સારે રસ્તે ચડાવું", “પુત્રીનું વેવિશાળ યોગ્ય ગુણે કરું ", “ભય વાત્સલ્યથી રાજ્ય ચલાવું” વગેરે. વળી કેટલાંક સ્વચ્છતા કે આરોગ્યને સાચવવાને ઉપદેશ આપતાં વચનો પણ છે, તો કેટલાંક કોધ, અસત્ય, પ્રમાદ વગેરે દૂષણે ત્યાગવાને લગતાં, અને સત્યવાણી, ગુણસ્તવન વગેરે ગુણગ્રહણ દર્શાવતાં વચનો પણ છે. “પહોરનું રાંધેલું ભજન કરું નહિ”, “હિંસા વડે સ્વાર્થ ચાહું નહિ”, “કલેશ કરું નહિ”, ક્રોધી વચન ભાખું નહિ”, “પાપથી જય કરી આનંદ માનું નહિ”, “ધર્મકથા શ્રવણ કરું” વગેરે. આ ઉપરાંત સર્વ સામાન્ય જીવને લાગુ પડતાં કે અન્ય વિષયને સ્પર્શતાં વચન પણ છે. આ બધાં વચનો વિષયવાર વગીકરણ પામેલાં નથી, પરંતુ તે આડાઅવળા કમમાં મુકાયેલાં છે. તેમ છતાં કેટલીક જગ્યાએ એક જ વિષયને લગતાં ચારપાંચ કે તેથી પણ વધુ વચને એકસાથે પણ જોવા મળે છે. આ વચન વિશે બીજુ લક્ષણ એ જેવા મળે છે કે, તે વચને કઈ વ્યક્તિને લગતાં છે તે, શ્રીમદે તે વચનની બાજુમાં કોંસમાં કેટલીક જગ્યાએ આપેલ છે. આ વચને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલાં ન હોવાને કારણે તેમાં ક્યારેક પુનરુક્તિદોષ પણ જોવા મળે છે. આમ છતાં આ વચનો ટૂંકાં, માર્મિક, શ્રીમદની વિચારપ્રઢતા દર્શાવનારાં છે, તે નીચેનાં થોડાં વચને જોતાં પણ ખ્યાલ આવશે : મન, વચન અને કાયાના રોગ વડે પપત્ની ત્યાગ”, “સુગંધી દ્રવ્ય વાપરું નહિ”, “લોકનિંદાથી ડરું નહિ”, “રાજભયથી ત્રાસ પામુ નહિ”, “કોઈ દર્શનને નિહું નહિ”, “અસત્ય પ્રમાણથી વાતપૂર્તિ કરું નહિ”, “વંધ્યાને માતૃભાવે સંસ્કાર દઉં”, “સમભાવથી મૃત્યુને જોઉં” વગેરે. જ વચનામૃત ૧૧૦ પુષ્પમાળા”, “વચન સપ્તશતી” વગેરેને અનુસરતાં વચને “વચનામૃત”માં આપવામાં આવ્યાં છે. એમાં શ્રીમદ્દરચિત ૧૨૬ બેલ છે. તેના સોળમા બેલમાં જણાવ્યું છે કે “વચન સપ્તશતી પુનઃ પુનઃ સ્મરણમાં રાખે.” આ વચન મહાનીતિનાં વાકયોને નિર્દેશ કરે છે. આ વચનમાં અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપ્રમાદ, નીતિ, મોક્ષ વગેરે તો વિશે સૂત્રાત્મક શૈલીમાં તથા દિલમાં વસી જાય તેવી સચોટ વાણીમાં ઉપદેશ આપેલો છે. ૧૧૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૫૫, આંઠ ૨૧. ૩૧ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રીમદ્દ્ની જીવનસિદ્ધિ ઉદાહરણ તરીકે — “ કાર્ય ને અંતઃકરણ આપશે નહિ, આપા તેા ભિન્નતા રાખશે નહિં, ભિન્નતા રાખેા ત્યાં અંતઃકરણ આપ્યુ. તે ન આપ્યા સમાન છે.” “ કાઈ ના પણ સમાગમ કરવા ચેગ્ય નથી, છતાં જ્યાં સુધી તેવી દશા ન આવે ત્યાં સુધી સત્પુરુષના સમાગમ અવશ્ય સેવવા ઘટે છે.” “સત્પુરુષના અંતઃકરણે આચર્ચા કિવા કહ્યો તે ધર્મ” આમ વિવિધ વિષયને લગતાં વચનાની સાથે તેમાં આત્મીયતા ભળેલી હેાય તેવું પણ કેટલાંક વચનમાં જોવા મળે છે. જુઓઃ ગજસુકુમારની ક્ષમા અને રાજેમતી રહનેમીને ધે છે તે બેાધ મને પ્રાપ્ત થાએ ”, “ અત્યારે હું કાણુ છું તેનું મને પૂર્ણ ભાન નથી”, “ મને કેાઈ ગજસુકુમાર જેવા વખત આવેા.” વગેરે << પ્રકી ખેાધવને 66 “ પુષ્પમાળા ” ઉપરાંત શ્રીમદ્ ૧૭ વર્ષની ઉ‘મર પહેલાં “બેધવચન ”, ઉપયાગ ત્યાં ધર્મ છે”, “ નિત્યસ્મૃતિ ”, “ સહજપ્રકૃતિ ”, “ પ્રશ્નોત્તર ” વગેરે જુદાં જુદાં શી`ક નીચે પુષ્પમાળા ”ને અનુસરતાં નીતિવચના રચ્યાં છે. આ વચતા ટૂંકાં અને ધર્માંશાસ્ત્રની આજ્ઞા જેવાં છે. 66 ર 66 “ માધવચન ”નાં ૧૨૫ વચનામાં કેટલાંક ધર્મને લગતાં છે, કેટલાંક વ્યવહારમેધનાં છે, તો કટલાક નીતિને લગતાં છે. એ બધાંમાં “ આત્મશ્લાઘા ચિંતવવી નહિ ’ ”, “ મતમતાંતરમાં પડવું નહિ ”, “ દુર્ગંધ ઉપર દ્વેષ કરવા નહિ ”, “ અહંકાર કરવા નહિ” જેવાં કેટલાંક નિષેધાત્મક વચના આપેલાં છે; અને “ વિષમપણું મૂકવું ’”, સ્વપરના નાથ થાએ ”, ‹ સિદ્ધનાં સુખ સ્મૃતિમાં લાવા ” વગેરે વિધેયાત્મક વચના પણ છે. આમ અહીં જીવે શુ' કરવું અને શું ન કરવું તે વિશે કર્તાએ નિયપૂર્વક જણાવ્યુ છે. આ વચનામાં આંતિરક પરિસ્થિતિ પર વિશેષ ભાર મૂકયો છે. તેથી જ રાગ, દ્વેષ, શંકા, પ્રમાદ, પૌદ્ગલિક વાતા, આત રૌદ્ર ધ્યાન, પરભાવ Đત્યાદિથી નિવૃત્ત થવા ૫૨ વિશેષ લક્ષ દોર્યું છે, એટલુ જ નહિં કાર્યાત્સર્ગ, ધ્યાન, સત્પુરુષના સમાગમ, મહાવીરના બેધ વગેરે પર સતત લક્ષ આપવા જણાવ્યુ છે. અહી' આત્માના કલ્યાણની વાત સાથે તેમણે વ્યાવહારિક સૂચના પણ કર્યાં. છે, જેમ કે, “ તું દેવાના ખ્યાલ નહી રાખે તેા પછી પસ્તાવેા પામીશ”, “ ધીરનાર મળે પણ તમે દેવુ વિચારીને કરજે” વગેરે. ઉપયેાગ ત્યાં ધર્મ છે” એ શીર્ષક નીચે તેમણે આહાર, વિહાર, અથ વગેરેની ખાખતમાં નિયમિતતા જોઈએ એ વિશે ચાર-પાંચ સુવાકયો આપ્યાં છે. “ નિત્યસ્મૃતિ ”માં વ્યક્તિએ નિરતર ખ્યાલમાં રાખવા ચેાગ્ય દસ વચને અપાયેલાં છે. તેમાં ગંભીર, યેાગી જેવા, સમાધિસ્થ થવાના બેધ છે. “ સહજપ્રકૃતિ ”માં પણ જુદાં જુદાં નીતિવાકડ્યો જ છે. અહી આપેલાં ૧૯ વાકયોમાં વ્યાવહારિક બાધ વધારે છે; જેમ કે “ શાંત સ્વભાવ એ જ સજ્જનતાનુ` ખરુ મૂળ છે, ” દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ માનવું.” વગેરે, આમ છતાં જુદાં જુદાં શીક નીચે લખેલાં મેધવચનામાં એ પ્રકારની << Page #262 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રકીર્ણ રચનાઓ ૨૮૩ વિશેષતા નથી કે તે બધાંના સ્પષ્ટ ભાગ પાડી શકાય. આ બધાં વચને એકસાથે મૂક્યાં હોય તે પણ ચાલે તેમ છે, પરંતુ તે જુદા જુદા સમયે રચાયાં હશે તેથી જુદાં જુદાં મુકાયાં હોય તેમ અનુમાન થઈ શકે. “નિત્યકૃતિઓમાંનું ધ્યાન ધરી જા, સમાધિસ્થ થા.” અને સહજપ્રકૃતિમાંનું “સંસારમાં રહ્યા છતાં, ને નીતિથી ભોગવતાં છતાં, વિદેહી દશા રાખવી” એ બંને લગભગ સમાનાર્થ સૂચવે છે. આ બધાં વચનો પ્રશ્નોત્તરીરૂપે કેવા લાગે તે આપણને પ્રશ્નોત્તર” એ શીર્ષક નીચેના બાવીસ ટૂંકા પ્રશ્નો, અને તે પ્રત્યેકની સામેના તેટલા જ ટૂંકા ઉત્તર દ્વારા જાણવા મળે છે. પ્રાચીન પ્રહેલિકા-ઉખાણુની શિલીને મળતા આવે તેવા આ પ્રશ્નોમાં ઘણુંખરાં પ્રશ્નો લગભગ એક જ પ્રકારના છે; જેમ કે – જગતમાં સદા પવિત્ર કણ? યૌવનવંત કોણ ? શૂરવીર કેરું? જાગ્રત કોણ? અંધ કેણ ? બહેરો કોણ? પૂજનિક કોણ? વગેરે. આવા પ્રશ્નોના ઉત્તર તેમણે ધર્મ અને સદાચારની દષ્ટિએ આપ્યા છે. ઉત્તરે ટૂંકા, સચેટ, માર્મિક અને સહેલાઈથી મરણમાં રહી જાય તેવા છે. આમ વીસ વર્ષની ઉંમર પહેલાં જુદાં જુદાં શીર્ષક નીચે શ્રીમદ્દ રચિત લગભગ હજારથી બારસે જેટલાં નીતિવચને અને સુભાષિતો મળે છે. આ બધાં વચનાની ભાષા સરળ છે, છતાં કથનમાં એટલી જ વિશદતા પણ છે. આચાર, વિચાર, નીતિ, સરળતા, વિવેક, ધર્મ વગેરે વિશે શ્રીમદની વિચારણા ચાલતી હતી, તેમાંથી તેમને જે જે વસ્તુ અન્યને માટે પણ ઉપગી લાગી તે તે તેમણે નાંધી, અને આપણે એને જુદાં જુદાં શીર્ષક નીચે સંગ્રહિત થયેલી જોઈએ છીએ. તેમાંનાં કેટલાંક વચને શિખામણ રૂપે છે, કેટલાંક બોધરૂપે છે, કેટલાંક યાદીરૂપે છે, કેટલાંક વ્યાખ્યારૂપે છે, તો કેટલાંક અંગત ઉદ્દગારરૂપે છે. આમ હોવા છતાં તેની વિશેષતા એ છે કે તે વચને સામાન્ય જીવથી શરૂ કરી આધ્યાત્મિક ઉચ્ચ કક્ષાવાળા જીવને પણ ઉપકારી થઈ શકે તેવાં છે. આમ આપણે જોઈએ તો જણાય છે કે, વીસ વર્ષની વય પહેલાં શ્રીમદ્ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં હાથ અજમાવ્યો છે. તેમાં કાવ્યો, ગરબીઓ, લેખ, નિબંધ, સંવાદ વગેરે ગદ્ય તેમ જ પદ્ય બંને પ્રકારની રચનાઓ થયેલી છે. પદ્ય-રચનાના મુખ્ય બે પ્રકાર જણાય છે ? ધર્મ અને ધર્મેતર કૃતિઓ. ધમેંતર રચનાઓમાં ત્રણ પ્રકાર છેઃ સ્ત્રીનીતિબોધકની ગરબીઓ, સામાન્ય પદ્યો અને અવધાન સમયે રચાયેલી શીદ્યકૃતિઓ. આ ત્રણેમાં સુધરવા માટેની શિખામણ, તે માટેના ઉપાયો વગેરેનો બોધ પણ જોવા મળે છે. તત્કાલીન ચાલતા સુધારાની છાંટ પણ તેમની કેટલીક રચનાઓમાં જોવા મળે છે. પરંતુ આ બધી રચનાઓમાં તેમનું પ્રતિભાશાળી વ્યક્તિત્વ નજરે ચડતું નથી. અલબત્ત, આ રચનાઓમાં તેમના વિચારની ઉન્નતતા, તેમની દેશદાઝ, વસ્તુને સૌમ્યતાથી રજૂ કરવાની સરળતા વગેરે ગુણે પ્રકાશિત થાય છે, છતાં તેમાં એવું કંઈક ખૂટતું લાગે છે કે તેમાંથી પંક્તિઓ ગણગણવાની કે મુખે કરી લેવાની ઈચ્છા થતી નથી. કદાચ તેનું કારણ એ પણ હોઈ શકે કે તેમના જમાનામાં ઊભે થયેલો સુધારાને જુવાળ હવે ઠંડો પડી ગયો છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ २४४ શ્રીમદ્દની જીવનસિદ્ધિ પરંતુ ઘર્મ કે ચિંતનને લગતી તેમની રચનાઓ વાંચીએ છીએ ત્યારે શ્રીમદની થેડી જુદી છાપ આપણા પર પડે છે. આત્મા, ધર્મ વગેરે વિશે તેમણે કેટલું વાંચ્યું, વિચાર્યું અને અનુભવ્યું હશે તેને ખ્યાલ એ કૃતિઓ વાંચતાં આપણને આવે છે. ભાષાની સરળતા, યોગ્ય શબ્દની પસંદગી, વિચારની સ્પષ્ટતા વગેરે ગુણોની સાથે ચિંતનનું ઊંડાણ અને ઘેરા વૈરાગ્યની છાપ પણ તેમાં જોવા મળે છે. તેમની નાની વયની આ સિદ્ધિ આશ્ચર્યકારક છે. ગવમાં તેમણે નિબંધ, લે, દષ્ટાંત, અનુવાદ વગેરે પ્રકારમાં લખ્યું છે. તેમાં, “ભાવનાબેધ” અને “મોક્ષમાળા” એ બે ઉત્તમ પ્રકારની તેમની રચનાઓ છે, અને તે સિવાયની પ્રત્યેક ગદ્યકૃતિ, અપૂર્ણ રહેલી જોવા મળે છે. આથી ગદ્યકાર તરીકે તેમનો સાચો પરિચય તો એ બે કૃતિઓમાં જ થાય છે. આ બધાં લખાણમાં ધર્મ કે દ્રસ્થાને રહેલ જોઈ શકાય છે. અને ગદ્ય પણ મધુર, સ્પષ્ટ, ભાવવાહી તથા સંક્ષેપવાળું છે. તેમાં ક્લિષ્ટતા કે દુર્બોધતા કચચે જોવા મળતી નથી. સાથે સાથે વિચારેનું ઊંડાણ પણું જોવા મળે છે. આથી તે તેમણે આ લખાણ શા માટે અધૂરાં રાખ્યાં હશે એ એક પ્રશ્ન થઈ પડે છે. આ વિશે એક અનુમાન એ થાય છે કે, પરમાર્થ દૃષ્ટિએ જોતાં શ્રીમદને પોતાની ધારી કક્ષાનાં તે નહિ લાગ્યાં હાચ, તેથી અપૂર્ણ મૂક્યાં હશે અથવા તો બીજુ' અનુમાન એ કરી શકાય કે, તેમણે પૂર્ણ કરેલી રચનાઓ ચગ્ય કાળજીને અભાવે ખંડિત બની ગઈ હોય. તેમ છતાં પણ વીસ વર્ષની ઉંમર પહેલાં રચાયેલું તેમનું જે કંઈ સાહિત્ય, ઉપલબ્ધ થાય છે તે બતાવે છે કે શ્રીમદ્દ ગદ્ય તેમજ પદ્યની રચના કરવી તે સાવ સ્વાભાવિક હતું. Page #264 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ત્રીજો શ્રીમદુની કિશોરાવસ્થા પછીની તવવિચારણું – પદ્યમાં Page #265 -------------------------------------------------------------------------- ________________ Page #266 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા વિભાગની પૂર્વભૂમિકા "3 "7 શ્રીમદ્દે તત્ત્વચિ‘તનને લગતી રચના ૧૭ વર્ષની વય પહેલાં લખવી શરૂ કરી હતી. તેમાં સૌપ્રથમ ઉપલબ્ધ કૃતિ તે “ મેાક્ષસુમેાધ ” છે, જે અપૂર્ણ રહેલી છે. તે પછી “ કાળ કાઈ ને નહિ મૂકે ”, “ ધર્મ વિશે ” વગેરે કેટલીક રચનાઓ થયેલી છે. અને આ ઉપરાંત ભાવનાધ” તથા “માક્ષમાળા ”માં કેટલીક પદ્યરચનાએ મળે છે. તેમ છતાં શ્રીમદ્ના વીસ વષઁની વય પછી લખાયેલા સાહિત્યની સરખામણીમાં વીસ વર્ષ પહેલાં લખાયેલી કૃતિઓની સંખ્યા ઘણી એછી છે. વળી, એ કૃતિએ કદની ષ્ટિએ જોતાં સામાન્ય છે, કેટલીક તેા ઘણી ટૂકી છે. તત્ત્વચિંતનની ષ્ટિએ જોતાં “ અમૂલ્ય તત્ત્વવિચાર ” જેવી ઉચ્ચ કોટિની કૃતિ ઘણી ઓછી જોવા મળે છે. તેમ છતાં સામાન્ય વિચારણાને લગતી તેમની અન્ય કૃતિઓમાં પણ તેમની ઉચ્ચ અભિલાષા, વિચારાની સ્પષ્ટતા, છંદ પરનેા કાબૂ આદિ અનેક ગુણા ષ્ટિગોચર થાય છે. આ કૃતિઓ જે વયે લખાયેલી છે તે વયના તેમના વિચારા આદિ જોતાં એ કૃતિએ આશ્ચય થાય એટલી ઉચ્ચ કક્ષાની છે, એમાં શંકા નથી. આ કૃતિએ વિશે આપણે આંગળના પ્રકરણમાં જોયું. શ્રીમની તત્ત્વવિચારણાના સાચા પરિચય આપતી કૃતિએ તે તેમની વીસ વર્ષની વય પછી રચાયેલી છે. આ બધી પદ્યકૃતિએ પોતાના અંગત ઉલ્લાસ માટે, ઉપયેગ માટે શ્રીમદ્ રચી હતી; અને કેટલીક કૃતિની રચના તેમના અંગત પરિચયમાં આવનાર વ્યક્તિએ ના હિતાર્થે થઈ હતી. પણ તેઓ આ કૃતિઓના કર્તૃત્વ માટે ઉદાસીન હતા. વીસ વર્ષની વય પહેલાં રચાયેલી કૃતિઓમાં શ્રીમદ્રે પેાતાનુ` નામ ગૂંથ્યું જણાય છે, પણ તે પછીની કોઈ પણ પદ્યરચનામાં તેમણે પેાતાનું નામ થ્યું નથી; એટલું જ નહિ, એ કૃતિઓનાં શીર્ષક મૂકવાની પણ તેમણે ખેવના રાખી ન હતી. ભાગ્યે જ બે-ચાર પદ્યકૃતિનાં શી ક તેમણે રચ્યાં હોય તેમ જણાય છે. વળી, તેમણે પેાતાની વીસ વર્ષ પછી રચાયેલી કાઈ પણ કૃતિને પોતાની હયાતી દરમ્યાન પ્રસિદ્ધિ આપી ન હતી. બધી કૃતિએ પેાતાના હસ્તાક્ષરમાં લખેલી નાંધપેાથીમાં અથવા તે નિકદ્ર પરિચયમાં આવનાર વ્યક્તિઓની નોંધપાથીમાં સચવાયેલી હતી. અને વિ. સ. ૧૯૫૭માં શ્રીમદ્દનુ` અવસાન થયા પછી, વિ. સ. ૧૯૬૧માં શ્રી મનસુખભાઈ ર. મહેતાએ તથા અન્ય મુમુક્ષુઓએ સયુક્ત પ્રયાસ કરી આ કૃતિએ પ્રસિદ્ધ કરી હતી. તેમાંની પદ્યરચનાઓના આ વિભાગમાં વિચાર કરીશું. વીસ વર્ષની વય પછીથી શ્રીમદ્દ લિખિત લગભગ વીસ જેટલી પદ્યરચનાએ ઉપલબ્ધ થાય છે. તેમાંની કેટલીક રચનાએ તત્ત્વજ્ઞાનના મેધ કરતી છે, કેટલીક તેમની ચિત્તની પરિસ્થિતિ વણુ વતી અગત પ્રકારની છે, તેા કેટલીક છૂટક દોહરારૂપે છે; આમ તે બધી રચનાઓમાં પ્રકારભેદ જોવા મળે છે Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રીમદ્દે રચેલ કૃતિ * બાવીસમે વર્ષે : 66 (૧) લઘુવયથી અદ્ભુત થયા, તત્ત્વજ્ઞાનના આધ”, (૨) ભિથી ભિન્ન ભિન્ન મતદ્દન ’ • ત્રેવીસમે વર્ષે : ત્રણુરચનાઓ જોવા મળે છે— (૧) “ લેાકસ્વરૂપ રહસ્ય ”, (૨) ત્રણ દોહરા, (૩) “ આજ મને ઉછર’ગ અનુપમ, ” આમાંની છેલ્લી એ તા ખૂબ ટૂંકી છે. ચાવીસમે વર્ષે : પાંચ રચનાઓ 66 : 66 (૧) મિના નયન ’’ (૨) પ્રભુ પ્રત્યે દ્વીતત્વ” (૩) “ જડ ભાવે જડ પરિણમે ’ (8)" યમ નિયમ', (૫) “ જિનવર કહે છે જ્ઞાન તેને”. મ ♦ પચીસ થી અદ્ભુથાવીસ વષે : નીચેની કાવ્યમય પક્તિ સિવાય કાઈ પણ કૃતિની રચના થઈ ન હતી. “ આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” • એગણત્રીસમે વષે: 66 ૦ તેત્રીસમે વર્ષે : kr થઈ છે. જે આંક સૌથી મેાટા છે 66 આત્મસિદ્ધિશાસ્ત્ર ” જેવી અનુપમ અને દીર્ઘકૃતિ તથા મૂળ મા રહસ્ય ” જેવુ' મેાક્ષમાર્ગ બતાવતું કાવ્ય. ૦ ત્રીસમે વર્ષે : તેમની ઉત્તમ કાવ્યરચના “ અપૂર્વ અવસર ” અને “ પથ પરમ પદ આધ્યા ' રચાયાં છે. 39 ચેાત્રીસમે વર્ષે : એટલે કે અ`તિમ દિવસેામાં— જડ ને ચૈતન્ય અને દ્રવ્યના સ્વભાવ ભિન્ન ૧. મારગ સાચા મિલ ગયા”, 63 ૨. હેત આસવા પરસવા ”, 3. ૮ કાઈ બ્રહ્મરસના ભાગી “ ધન્ય રે દિવસ આ અહે”. ૪. ܕܐ મીત્રની સિદ્ધિ “ ઈચ્છે છે જે જોગી જન” કાવ્યની રચના થઈ. આ બધા ઉપરાંત નીચેના ચાર કાવ્યા તેમની હસ્ત નાંધમાંથી મળે છે. 66 32 આ બધી જુદા જુદા પ્રકારની રચનાઓમાંથી સૌપ્રથમ તેમની અનુપમ ગણાતી કૃતિ “ આત્મસિદ્ધિશાસ ”ની વિચારણા કરીશું. તે પછી તેમની કાવ્યકળાના નમૂનારૂપ ૮૮ અપૂર્વ અવસર ’ જોઈ શુ', અને તે પછી તેમની અન્ય સર્વ પદ્યકૃતિના અભ્યાસ કરીશું. Page #268 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ આત્મસિદ્ધિશાસ્ત્ર * આત્મસિદ્ધિશાસ્ત્રને નામે ઓળખાતી શ્રીમની આ પદ્યરચના તેમની સર્વ કૃતિઓમાં શ્રેષ્ઠ ગણાય છે. તેમાં ગાથા તો માત્ર ૧૪ર જ છે, પણ તેમાં નિરૂપાયેલા તત્ત્વજ્ઞાનને લીધે તે અન્ય શ્રેષ્ઠ ગણાતા ગ્રંથની હરોળમાં બેસી શકે તેમ છે. શ્રી મનસુખભાઈ ૨. મહેતાએ ગ્ય જ લખ્યું છે કે – ગ્રંથગૌરવ માત્ર ૧૪ર દોહરાનું છે. તથાપિ જગત્રિખ્યાત આચાર્ય ભગવાન શ્રીમાન્ હરિભદ્રસૂરિપ્રણીત “ષડ્રદશનસમુચ્ચય' ગ્રંથ જે માત્ર ૮૬ બ્લોકને છે, છતાં તેમાં સર્વ દર્શનનું સ્વરૂપ યથાતથ્ય રીતે દર્શાવી તત્ત્વજ્ઞાનનુભવીઓને અપ્રતિમ હર્ષનું કારણ આપ્યું છે, અને તેને લઈને તેના પર અનેક ગહન ટીકાગ્ર લખાયા છે, તેમ આ ગ્રંથનું ગૌરવ ઘણું અલ્પ છતાં તેમાં સર્વ દર્શનાને અંતિમ હેતુ પ્રગટ કરી બતાવ્યું છે.”૧ આ ગ્રંથ વિશે શ્રીમદનો અભિપ્રાય નાંધતાં મનસુખભાઈ લખે છે કે – આ ગ્રંથનું ગૌરવ ૧૪૨ દોહરાનું છે, છતાં તે ઉપર ૧૪૨૦૦ શ્લેની ટીકા લખાઈ શકે તેમ છે, એમ એક પ્રસંગે ગ્રંથકર્તાપુરુષે કહ્યું હતું. ૨ આ વચન પરથી આ ગ્રંથની ગહનતાને ખ્યાલ આવી શકશે. તે વિશે ગમે તેટલાં પૃષ્ટ લખાય તો પણ તે ઓછાં પડે એટલાં નય અને તે તેમાં ભર્યા છે. આ કૃતિની સૂત્રાત્મકતા વિશે શ્રી બ્રહ્મચારી ગેવિનદાસજીએ લખ્યું છે કે – શ્રીમદ્ રાજચંદ્રની આ અનુપમ કૃતિ સૂત્રાત્મક છે. તેનો વિસ્તાર વિવેકી વાચકવર્ગને શાંતિપૂર્વક કર્તવ્ય છે. તેઓશ્રીએ પોતે જ જવેલ છે કે આસિંદ્ધિની ૧૪૨ કડીઓમાંની દરેક કડી પર સે- કડીઓ લખાય તેમ છે. આ આ ગહન ગ્રંથ છે. એમ છતાં એને એવી શૈલીમાં રજૂ કરેલ છે કે દરેકને તેની યોગ્યતા પ્રમાણે કઈ ને કઈ ગ્રહણ થાય અને જેમ જેમ તેનો અભ્યાસ વધે તેમ તેમ તેની મહત્તા પણ વિશેષ ભાસવા લાગે.”૩ ૧. “આત્મસિદ્ધિશાસ્ત્ર”, સંપા. મ. ૨. મહેતા, આ. ૧, પ્રસ્તાવના પૃ. ૨. ૨. એજન, પૃ. ૪૬. ૩. “શ્રીમદ્ રાજચંદ્રઃ અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ, પૃ. ૪૩. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રીમદની જીવનસિદ્ધિ શ્રીમદે આમ તત્ત્વસભર ગણાવેલી “આત્મસિદ્ધિ”માં મુખ્યત્વે આત્માનું ચિંતન જ આપ્યું છે એ રીતે જોતાં આ ગ્રંથ દ્રવ્યાનુયેગનો કહી શકાય. જૈન દર્શનમાં શાસ્ત્રો ચાર પ્રકારે વહેચાયેલાં છે. આ પ્રકારને અનુગ કહેવામાં આવે છે. તેના ચાર પ્રકાર આ પ્રમાણે છેઃ ૧. દ્રવ્યાનુયેગ, ૨. ગણિતાનુયોગ, ૩. ચરણાનુયોગ, અને ૪. ધર્મકથાનુયોગ. લોકવિશ્વમાં રહેલાં દ્રવ્યો, તેનાં ગુણ, ધર્મ, પર્યાય તથા સ્વપદ વિજ્ઞાનાદિની પ્રરૂપણું જેમાં હોય તે દ્રવ્યાનુયોગ. ગૃહસ્થ તથા મુનિઓએ કેમ વર્તવું, કેવી ધર્મ આચરણ કરવી એ આદિ વિશેની પ્રરૂપણા જેમાં હોય તે ચરણાનુયોગ. ગુણસ્થાન, જીવ, કર્મ તથા ત્રિલોકના પદાર્થનું ગણતરીપૂર્વકનું નિરૂપણ જેમાં હોય તે ગણિતાનુયોગ. અને તીર્થકર, ચક્રવર્તી આદિ પુરુષોનાં ધર્મચારિત્રની કથાઓ જેમાં નિરૂપી હોય તે ધર્મકથાનુયોગ. દ્રવ્યાનુયેગની વિશેષતા પરમપુરુષોની વાણું અનુસાર શ્રીમદે નીચે પ્રમાણે બતાવી છે – “દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષમ છે. નિગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. અંક્લયાનના અનન્ય કારણ છે. શલાન વડે કેવળજ્ઞાન સમૃતપન્ન થાય ? વડે તે દ્રવ્યાનુયેગની પ્રાપ્તિ થાય છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાથી, અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહપુરુષનાં ચરણકમળની ઉપાસનાનાં બળથી દ્રવ્યાનુગ પરિણમે છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યફદર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે. સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ પરિણમી, પરમ વીતરાગ દષ્ટિવલત, પરમ અસંગ, એવા મહાત્મા પુરુષે તેના મુખ્ય પાત્ર છે. તે આય! દ્રવ્યાનુયેગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે, તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કઈ દિવસ શિથિલ કરીશ નહિ. વધારે શું ? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે.” આત્મસિદ્ધિશાચ”માં નિરૂપાયેલા વિષયોમાં સૌથી અગત્યનું દ્રવ્ય તે “આત્મા” છે. આત્માની પ્રતીતિ આવે તે સમ્યગ્દર્શન થાય, એ દષ્ટિએ આ ગ્રંથનું મહત્તવ કેટલું હોવું જોઈએ ? આ ગ્રંથની વિશેષતા એ છે કે તે ફક્ત ચાર જ વ્યક્તિને લક્ષમાં રાખીને લખાયો હતો, છતાં સર્વ મુમુક્ષુઓને માટે તે ખૂબ ઉપકારી થઈ શકે તેમ છે. “આત્મસિદ્ધિશાસ્ત્રની રચના માટેનું નિમિત્ત વિ. સ. ૧૯૫૦માં શ્રી લઘુરાજસ્વામીની તબિયત સારી નહોતી રહેતી તે વખતે તેમની વિનંતીને માન આપીને તત્ત્વજ્ઞાનનો બોધ આપતાં આત્માનાં છ પદ – આત્મા છે, તે નિત્ય છે, તે કર્તા છે, તે ભક્તા છે, મોક્ષ છે અને તેના ઉપાય છે – સમજાવતે એક પત્ર શ્રીમદે ગદ્યમાં લખીને તેમને વાંચવા, વિચારવા તથા મનન કરવા મોકલ્યો હતો. તે પછી વિ. સં. ૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૩૨, આંક ૮૬૬. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૫. આત્મસિદ્ધિશાસ્ત્ર ૨૫૧ ૧૯૫૧ માં શ્રી ભાગભાઈની તબિયત પણ ઘણી નરમ થઈ ગઈ હતી, તે વખતે તેમને પણ એ જ પત્રની નકલ, તે પત્ર મુખપાઠ કરી વારંવાર વિચારવાની આજ્ઞાથી મોકલવામાં આવ્યો. વિ. સં. ૧૯૫૧માં શ્રી ભાગભાઈની વૃદ્ધાવસ્થા હતી. અને સાથે સાથે તબિયત પણ ઘણી નરમ હતી, તેથી ગદ્યપત્ર મુખપાઠ કરતાં તેમને ખૂબ મુશ્કેલી નડી. પોતાની મુશકેલી જાણું ભાગભાઈને લાગ્યું કે અન્ય મુમુક્ષુ ભાઈઓને આ પત્ર મુખપાઠે કરતાં આવી જ મુશ્કેલી નડશે. સર્વને એ મુશ્કેલી દૂર કરવાના હેતુથી સભાગભાઈએ શ્રીમદ્દને એવી વિનંતી કરી કે, આ ગદ્યપાઠ યાદ કરવામાં બહુ તકલીફ પડે છે, તેથી માંદગી વખતે પથારીમાં સૂતા સૂતા પણ સતત રટણ કરી શકાય તેવી આમધ આપતી પદ્યરચના આપ કૃપા કરી લખી જણાવે તો મારા જેવા જીવા પર ઘણું ઉપકારનું કાર્ય થાય. સ્વાતિનક્ષત્રમાં છીપમાં પડેલું મેઘબિંદુ જેમ સુંદર મેતીમાં પરિણમે છે, તેમ કોઈ ભાગ્યશાળી ક્ષણે થયેલી આ વિનંતીના પરિપાકરૂપે “આત્મસિદ્ધિશાસ્ત્ર”ની રચના થઈ. વિ. સં. ૧૫ર ના આ માસમાં શ્રીમદ્ ચરોતરના નડિયાદ ગામમાં નિવૃત્તિ માટે રહ્યા હતા. આસો વદ એકમની સાંજે બહાર ફરી આવીને શ્રીમદે તેમના સમીપવાસી ભાઈ અંબાલાલભાઈ પાસે ખડિ, કલમ તથા કાગળ માગ્યાં. શ્રી અંબાલાલભાઈ એ શ્રીમદને જરૂરી લેખનસામગ્રી લાવી આપી. અને શ્રીમદ્દ લખવામાં સગવડ રહે તે હેતુથી અંબાલાલભાઈ તેમની પાસે ફાનસ ધરીને ઊભા રહ્યા. તે વખતે માત્ર દોઢ-બે કલાક જેટલા ટૂંકા સમયમાં શ્રીમકે “આત્મસિદ્ધિશાસ્ત્ર”ના ૧૪૨ દોહરાની રચના કરી. શ્રીમદની વિચારધારા એ વખતે એટલી બધી સ્પષ્ટ હતી કે તેમણે લખાણમાં શાબ્દિક ફેરફાર પણ ભાગ્યે જ કર્યો છે, તે “આત્મસિદ્ધિ ની હસ્તલિખિત પ્રત જોતાં સ્પષ્ટ જણાય છે. આત્મસિદ્ધિશાસ્ત્ર” રચતી વખતે શ્રીમદના મનમાં મુખ્યત્વે સભાગભાઈ જ હતા તે જણાવતો એક વધારાને દોહરે તેમણે ૧૨૭ મા દોહરા પછી રમ્યા હતા. તે આ પ્રમાણે હતે – શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યહિત કારણે, કહ્યો બોધ સુખસાજ.પ આત્મસિદ્ધિશાના મનનને અધિકારી વર્ગ – શ્રીમદની દષ્ટિએ આત્મસિદ્ધિ”ની રચના થયા પછી બીજે દિવસે તેની ચાર હસ્તલિખિત નકલો તૈયાર કરવામાં આવી. તેમાંની એક શ્રી ભાગભાઈને, બીજી શ્રી લલુજી મહારાજને, ત્રીજી શ્રી અંબાલાલભાઈને અને એથી શ્રીમના ભાગીદાર શ્રી માણેકલાલ ઘેલાભાઈ ઝવેરીને વાંચન-મનનાર્થે મોકલી આપવામાં આવી. આત્મસિદ્ધિશાસ્ત્રની નકલ મોકલતી વખતે શ્રીમદે તેમાંની કેટલીક ગાથાઓને વિશેષપણે સમજાવતા પત્ર પણ તે સાથ મેકલ્યા હતા. સાથે સાથે તે ચારે વ્યક્તિઓને આત્મસિદ્ધિશાસ્ત્ર” વિશે જાહેરમાં નિર્દેશ કરવાનો નિષેધ કર્યો હતો લલ્લુજી મહારાજને તે વિશે શ્રીમદે લખ્યું હતું કે – ૫. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. પપપ. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શ્રીમતી જીયનસિદ્ધિ “ એકાંતમાં અવગાહવાને અર્થે · આત્મસિદ્ધિ' આ જોડે માકલ્યુ છે. તે હાલ શ્રી લલ્લુજીએ અવગાહવા યેાગ્ય છે... ‘આત્મસિદ્ધિશાસ્ર’ શ્રી દેવકરણુજીએ આગળ પર અવગાહવુ વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે. તાપણ ને શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તે પ્રત્યક્ષ સત્પુરુષ જેવા મારા પ્રત્યે કાઈ એ પરમપકાર કર્યા નથી એવા અખંડ નિશ્ચય લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છેş તા મેં આત્મા જ ત્યાગ્યા અને ખરા ઉપકારીના ઉપકારને આળવવાના દોષ કર્યા એમ જ જાણીશ, અને આત્માને સત્પુરુષના નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવા, ભિન્નભાવરહિત, લાક-સબધી ખીજા પ્રકારની સ કલ્પના છેાડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી...સત્પુરુષની આજ્ઞામાં વર્તવાના જેના દૃઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક્ પરિણામી થાય છે, એ વાત આત્માથી જીવે અવશ્ય લક્ષમાં રાખવા ચેાગ્ય છે... બીજા મુનિઓને પણ જે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને વિવેકની વૃદ્ધિ થાય તે તે પ્રકારે શ્રી લલ્લુજી તથા દેવકરણુજીએ યથાશક્તિ સંભળાવવુ તથા પ્રવર્તાવવુ ઘટે છે, તેમ જ અન્ય જીવા પણ આત્મા સન્મુખ થાય અને જ્ઞાનીપુરુષની આજ્ઞાના નિશ્ચયને પામે તથા વિરક્ત પરિણામને પામે, રસાદિની લુબ્ધતા મેાળી પાડે એ આદિ પ્રકારે એક આત્માર્થ ઉપદેશ વ્ય છે. ૬ શ્રી સાભાગભાઈ એ ડુંગરશીભાઈને “આત્મસિદ્ધિશાસ્ત્ર”ની પ્રત આપવા ખાખત અનુમતિ મંગાવી તે વખતે તેમને પણ શ્રીમદ્દે લખ્યું હતું કે ઃ— “ શ્રી ડુંગરને આત્મસિદ્ધિ મુખપાઠ કરવાની ઇચ્છા છે. તે માટે તે પ્રત એમને આપવા વિશે પુછાવ્યું તેા તેમ કરવામાં અડચણુ નથી. શ્રી ડુંગરને એ શાસ્ત્ર મુખપાઠ કરવાની આજ્ઞા છે. પણ હાલ તેની બીજી પ્રત નહિ ઉતારતાં આ પ્રત છે તે ઉપરથી જ મુખપાટૅ કરવા યાગ્ય છે...આત્મસિદ્ધિ સંબંધમાં તમારા બંનેમાંથી કોઈ એ આજ્ઞા ઉપરાંત વવું યેાગ્ય નથી. એ જ વિનંતી. છ શ્રીમદ્દે લખેલા આ બંને પત્રો પરથી જોઈ શકાશે કે કાઈ અનિધકારી જીવના હાથમાં આત્મસિદ્ધિ ” ન જાય તે વિશે શ્રીમદ્દ કેટલા સાવચેત હતા ! વળી, એ પણ જણાશે કે એ અધિકારનું ધારણ પણ કેટલું ઊંચુ` હતુ`! આ સાવચેતી રાખવાનુ કારણ શ્રીમદે સાભાગભાઈ ને પત્રમાં જણાવ્યુ` હતુ` કે ઃ— “ જે જ્ઞાન મહા નિરાના હેતુ થાય છે તે જ્ઞાન અધિકારી જીવના હાથમાં જવાથી તેને અહિતકારી થઈ ઘણું કરી પરિણમે છે. ’૯ 68 ૬. શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૫૭. ૭. એજન, પૃ. ૫૫૮. ૮. એજન, પૃ. ૫૫૯. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૫. આત્મસિદ્ધિ ૨૫૩ “આત્મસિદ્ધિશા” અયોગ્ય જીવને અહિતકારી થવાનો સંભવ એટલા માટે તે કે તે દ્રવ્યાનુગ ગ્રંથ હેવાથી વિશેષ અધિકાર માગે છે. વળી, શ્રીમદ્દ ગૃહસ્થવેશી હતા અને આત્મજ્ઞાનની ગૂઢ વાતે કેઈ ગૃહસ્થ પિતાની આંતરિક યોગ્યતાથી જણાવે તે તે સમજવા જેટલી યોગ્યતાવાળે લોકસમાજ હોતો નથી. તેથી અનધિકારી જીવની પાસે ગૃહસ્થરચિત વૈરાગ્યને ગ્રંથ જતાં તે કુતર્કમાં પડે કે પોતે તે કરતા નથી અને બીજાને ઉપદેશ આપવા નીકળ્યા છે ! આ હેતુથી શ્રીમના જાણતાઓમાં પણ એછી યોગ્યતાવાળા જી માટે આ ગ્રંથનું અધ્યયન નિષિદ્ધ હતું. તેથી તેને છપાવીને પ્રસિદ્ધ કરવાની કલ્પના પણ ક્યાંથી કરાય? એ જ કારણે તે શાસ્ત્ર શ્રીમદની હયાતી દરમ્યાન પ્રકાશમાં આવ્યું ન હતું, અને ગણીગાંઠી વ્યક્તિઓના અધ્યયનને વિષય રહ્યું હતું. શ્રીમદ્ ગણેલા અધિકારીઓ પર “આત્મસિદ્ધિને પડેલો પ્રભાવ શ્રીમદ્દે આત્મસિદ્ધિશાસ્ત્રના વાચન-મનન અથે પિતાની નિકટવતી માત્ર ચાર જ વ્યક્તિઓને તે સમયે અધિકારી ગણ હતી. તેઓ બધાએ શ્રીમદની આજ્ઞા અનુસાર આ શાસ્ત્રનું અધ્યયન કર્યું હતું. અને તેને જે પ્રભાવ પોતાના પર પડ્યો હતો તેનું વર્ણન પણ તેમણે શ્રીમને લખી જણાવ્યું હતું. તે વાંચતાં આપણને તેમના યોગ્ય અધિકારને તથા શ્રીમની પારખશક્તિને ખ્યાલ આવે છે. અને એ દષ્ટિએ જોતાં એ ચારે વ્યક્તિઓને આત્મસિદ્ધિ માટે અભિપ્રાય મૂલ્યવાન ગણાય. શ્રી સોભાગભાઈને મુખ્યપણે લક્ષમાં રાખી શ્રીમદે “આત્મસિદ્ધિ” રચી હતી તે આપણે જોયું. તેની કેટલી પ્રબળ અસર તેમના પર થઈ હતી તે વર્ણવતાં ભાગભાઈએ એક પત્રમાં શ્રીમદ્દને લખ્યું હતું કે – ગોસળિયા આત્મસિદ્ધિ ગ્રંથ વાંચે છે, અને વિચારે છે, તેમ જ હું પણ તે વાંચું છું. દુહા ૧૩૪ મુખપાઠે કર્યા છે, અને વિચારતાં ઘણે આનંદ આવે છે. વળી પાંચ મહિના થયા તાવ આવે છે. તે જો આત્મસિદ્ધિ ગ્રંથ આપે મોકલાવ્યું ન હોત તો આજ સુધી દેહ રહે મુશ્કેલ હતું. ગ્રંથ વાંચી આનંદ આવે છે તેથી જીવું છું. પણ હવે આપે કૃપા કરી ટીકા અર્થ મોકલવા લખ્યું તે જે હવે તરતમાં આવે તે આનંદ લેવાય, નીકર પછી આંખે સૂઝે નહિ ત્યારે વાંચી શકાય નહીં, અને જ્યારે પોતાથી વાંચી શકાય નહિ ત્યારે બીજાના વાંચવાથી તે આનંદ આવે નહિ, માટે કૃપા કરી મોકલાવશે. ઘણું શું લખું?”૯ “આત્મસિદ્ધિ”ની બીજી નકલ શ્રી લલ્લુજી મહારાજને મોકલવામાં આવી હતી. પોતાના પર તે શાસ્ત્રને કે પ્રભાવ પડ્યો હતો તે વિશે તેમણે જણાવ્યું હતું કે : તે વાંચતાં અને કઈ કઈ ગાથા બાલતાં, મારા આત્મામાં આનંદના ઊભરા આવતા. અને એકેક ૫દમાં અપૂર્વ માહાતમ્ય છે, એમ મને લાગ્યા કરતું. આત્મસિદ્ધિનો ૯. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ", આવૃત્તિ ૪, ૫. ૧૨૯. Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ સ્વાધ્યાય, મનન નિરંતર રહ્યા કરી આત્મોલ્લાસ થતા. કેઈની સાથે કે બીજી ક્રિયા કરતાં આત્મસિદ્ધિની સ્મૃતિ રહેતી. પરમકૃપાળુ દેવની શાંત મુખમુદ્રા કિવા આત્મસિદ્ધિની આત્માનંદ આપનારી ગાથાનું સ્મરણ સહજ રહ્યા કરતું, અન્ય કશું ગમતું નહિ. બીજી વાત પર તુચ્છભાવ રહ્યા કરતો. માહામ્ય માત્ર એક સદ્દગુરુ અને તે ભાવનું આત્મામાં ભાસ્યમાન થતું હતું. ૧ ૦' ' આત્મસિદ્ધિ"નું અવતરણ નજરોનજર નિહાળનાર અંબાલાલભોઈએ તેનું માહાસ્ય કેવું અનુભવ્યું હતું તે ટૂંકામાં વર્ણવતાં શ્રીમદને એક પત્રમાં તેમણે લખ્યું હતું કે – “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર વાંચતાં વિચારતાં મારી અ૮૫ મતિથી વિશેષ વિસ્તારપૂર્વક સમજી શકાતું નથી, પણ મારી સાધારણ મતિથી તે ઉત્તમોત્તમ શાસ્ત્ર વિચારતાં મારાં મન, વચન, કાયાના ચોગ સહેજે પણ આતમવિચારમાં પ્રવર્તતા હતા, જેનું અનુપ્રેક્ષણ કેટલોક વખત રહેવાથી, રહ્યા કરવાથી સામાન્યપણે પણ બાહ્ય પ્રવર્તાવામાં મારી ચિત્તવૃત્તિ સહેજે અટકી જઈ આત્મવિચારમાં રહ્યા કરતી હતી, જેથી મારી ક૯૫ના પ્રમાણે સહજ સ્વભાવે શાંત રહ્યા કરતી હતી, ઘણા પરિશ્રમથી પણ મારા ત્રિકરણ વેગ કેઈ અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમે સ્થિર નહિ રહી શકેલા, તે યુગ તે પરમોત્કૃષ્ટ શાસ્ત્ર વિચારવાથી સહજ સ્વભાવે પણ આત્મવિચારમાં સદગુરુ ચરણમાં પ્રેમયુક્ત સ્થિરભાવે રહ્યા કરતા, જેથી મારી અ૯પજ્ઞ દષ્ટિથી અને મારા સામાન્ય અનુભવથી મારી કલ્પના પ્રમાણે એમ લાગે છે કે જે તેવી જ રીતે તે જ શાસ્ત્રનું વિશેષ અનપેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે તે આમવિચાર, આત્મચિંતન સદાય જાગ્રતપણે રહ્યા કરે, અને મન, વચન, કાયાના એગ પણ આત્મવિચારમાં વર્યા કરે.૧૧ ચોથી નકલ શ્રી માણેકલાલભાઈને મોકલવામાં આવી હતી. તેમણે પણ એ શાસ્ત્રને ભક્તિપૂર્વક અભ્યાસ કર્યો હતો. અને પોતાને જે ભાવે તેમ કરતાં સ્કુરે તે તેઓ શ્રી અંબાલાલભાઈને લખી મેકલતા. અંબાલાલભાઈ આદિના પત્રોમાં તેની સૂચનાઓ આવે છે તે પરથી જણાય છે કે તેઓ “આત્મસિદ્ધિ” વિશે વિસ્તારથી લખતા, પણ તે કશું લખાણ પ્રસિદ્ધ થયેલ નથી તેથી તેમને કેવા ભાવો કુરતા તે જાણી શકાતું નથી. અહી ભાગભાઈ આદિએ વર્ણવેલ “આત્મસિદ્ધિ અને પોતાના પર પડેલો પ્રભાવ જોતાં જણાશે કે અનેક ચોગ્ય આત્માઓ એ શાસ્ત્રના અવલંબનથી ઉચ્ચ દશા પામી શકે તેવી તેનામાં ચમત્કૃતિ રહેલી છે. આ બધાના જેવો ભક્તિભાવ અને યથાગ્ય મુમુક્ષતા હોય તે સર્વને “આત્મસિદ્ધિ” ખૂબ ઉપકારી થઈ શકે તેમ છે, તે જાણુશે. એ જ તેની વિશેષતા છે. હવે થોડી વ્યક્તિઓના અંગત ઉપયોગ માટે રચાયેલું “આત્મસિદ્ધિશાસ્ત્ર” ગ્રંથરૂપે કઈ રીતે પ્રસિદ્ધ થયું તે જોઈએ. ૧૦. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા”, આવૃત્તિ ૪, પૃ. ૧૮૦. ૧૧. એજન, પૃ. ૧૭૯. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૫. આત્મસિદ્ધિશાસ્ર “ આત્મસિદ્ધિશાસ્ર ની ગ્રંથમાં પ્રસિદ્ધિ શ્રીમની હયાતી દરમ્યાન તેમનુ “ ભાવનાબાધ ”, “ મેાક્ષમાળા ”, “ સ્ત્રીનીતિાધક વિભાગ ૧” આદિ ચાડુ' સાહિત્ય જ પ્રગટ થયું હતુ, અને તે પણ તેમની ૨૦ વર્ષની વય પહેલાં. તે પછીથી તેમણે પેાતાની અન્ય કૃતિઓને જીવનના અંતસમય સુધી પ્રસિદ્ધ કરી ન હતી. તે કૃતિએ માત્ર તેમના નિકટવાસી મુમુક્ષુઓના ઉપયાગ પૂરતી મર્યાદિત રહી હતી. અને તેમાં પણુ “ આત્મસિદ્ધિ ” તે કેટલીક ગણીગાંઠી વ્યક્તિઓમાં જ જાણીતી હતી. વિ. સ’. ૧૯૫૭ના ચૈત્રમાસમાં શ્રીમનું અવસાન થયું. તે પછીથી તેમના લઘુબંધુ શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતાને શ્રીમદ્નું બધુ... જ સાહિત્ય પ્રગટ કરવાની ઇચ્છા થઈ. તેમણે શ્રી અંબાલાલભાઈ આદિની સહાય લઈ તે વિશે સંશાધન કર્યું, અને વિ. સ’. ૧૯૬૧માં શ્રીમની પ્રેરણાથી સ્થપાયેલ પરમશ્રુત પ્રભાવક મંડળ ” તરફથી, શ્રીમના ઉપલબ્ધ સાહિત્યને “શ્રીમદ્ રાજચંદ્ર " ગ્રંથમાં પ્રસિદ્ધ કરાવ્યુ. આ ગ્રંથમાં તેમણે શ્રીમદ રચિત “આત્મસિદ્ધિ ’ને પણ સ્થાન આપ્યુ. આમ વિ. સં. ૧૯૬૧ માં “ આત્મસિદ્ધિશાસ્ત્ર ” સૌપ્રથમ લેાકેાની જાણમાં આવ્યું. વિ. સં. ૧૯૬૧ પછી વિ. સ’. ૧૯૬૪માં મનસુખભાઈ એ ફક્ત “ આત્મસિદ્ધિશાસ્ર ’ને પ્રતાકારે છપાવીને પ્રગટ કર્યું. અને તેમાં તેમણે એ રચનાનું મહત્ત્વ બતાવતા લગભગ ૫૦ પાનાંના ઉપાદ્ઘાત લખ્યા હતા. તેમાં તેમણે આ પદ્મના પ્રકાશન અર્થે લખ્યુ હતું કેઃ— ૨૫૫ 66 ચપ આ ગ્રંથ એક વ્યક્તિને અર્થે લખવામાં આવ્યા હતા, તથાપિ જ્ઞાની પુરુષોનાં વચના એક વ્યક્તિને અર્થે લખાયાં હોય તેપણ તે સર્વ જીવેાને સમાન ઉપકારક હોવાથી તેને જાહેર પ્રસિદ્ધિ આપવામાં આવી છે.”૧૨ આ ઉપરાંત આ શાસ્ત્રની પ્રત્યેક ગાથાના શ્રા અ‘બાલાલભાઈએ કરેલા અથ, તે શાસ્ત્રની અમુક કડીએ. સમજાવતા શ્રીમદ્દે લખેલા પત્રા, વગેરેના સમાવેશ પણ આ પુસ્તકમાં કરાયા હતા. આ પુસ્તક એ “ આત્મસિદ્ધિશાસ્ત્ર ”ના પ્રથમ સ્વતંત્ર પ્રગટીકરણ તરીકે ઘણું અગત્યનું છે. '' વિ. સ’. ૧૯૬૪ પછી તા “ પરમશ્રુત પ્રભાવક મ`ડળ ” તરફથી પ્રગટ થયેલી “ શ્રીમદ્ રાજચંદ્ર ”ની પ્રત્યેક આવૃત્તિમાં તથા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ – અગાસ ’” તરફથી પ્રગટ થયેલી “ શ્રીમદ્ રાજચદ્ર”ની આવૃત્તિઓમાં આત્મસિદ્ધિશાસ્ત્ર ”, અબાલાલભાઈ એ કરેલા અથ સાથે, પ્રગટ થયેલ છે. કેટલીક વ્યક્તિઓએ આ શાસ્ત્રનુ સ્વતંત્ર રીતે સંપાદન કરી અર્થે પ્રગટ કરેલ છે. આ ગ્રંથને કેટલાકે અન્ય પદ્યગ્રંથમાં પણ સ`પાદિત કર્યાં છે, તા કેટલાકે તેના વિસ્તારથી અર્થ સમજાવતાં સ્વતંત્ર પુસ્તકા પણ સંપાતિ કર્યા છે. આમ વિ. સ. ૧૯૬૪ પછીથી ૯ આત્મસિદ્ધિશાસ્ર ”ને શ્રીમની અગત્યની કૃતિ તરીકે જુદા જુદા અનેક સ ંગ્રહામાં સ્થાન મળતું રહ્યું છે તથા સ્વતંત્ર પુસ્તકરૂપે પણ એ પ્રગટ થતું રહ્યું છે, અને એ રીતે એ, લેાકેાના વાચન તથા મનનને વિષય અનતું રહ્યું છે. ૧૨. “ આત્મસિદ્ધિ ''ની પ્રસ્તાવના, મ. ૨. મહેતા, પૃ. ૧. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રીની અષનસિદ્ધિ * આત્મસિદ્ધિશાસ્ત્રના અનુવાદ અને અભ્યાસ કરવાની વૃત્તિ ન ર મૂકી શકાય નહીમાં છે. આ ઉપરાવજીભાઈ દેસાઈ, વિ. સં. ૧૯૫૨માં “આત્મસિદ્ધિની રચના થઈ. તે શાસ્ત્રની એક નકલ શ્રી અંબાલાલભાઈને શ્રીમદે આપી હતી. એ શાસ્ત્ર વાંચ્યા પછી પેલાને કે અર્થ સમજા છે તે જાણવા માટે અંબાલાલભાઈ એ તેને ગદ્યાનુવાદ કરીને શ્રીમદ્રને તપાસવા મોકલ્યો હતું. આ અનુવાદ તેમણે માગશર સુદ ૧૨ પહેલાં, એટલે કે “આત્મસિદ્ધિ”ની રચના પછી લગભગ બે માસમાં કર્યો હતેા. વિ. સં. ૧૯૫૩ના માગસર સુદ ૧૨ના રોજ શ્રીમદે અંબાલાલભાઈને તે વિશે લખ્યું છે કે, “આત્મસિદ્ધિની ટીકાનાં પાનાં મળ્યાં છે. ૧૩ તે પરથી અનુમાન કરી શકાય કે વિ. સં. ૧૯૫૩ના માગસર સુદ ૧૨ પહેલાં અંબાલાલભાઈએ એ અનુવાદ પૂર્ણ કરી શ્રીમદને પહોંચાડ્યો હતો. એ અનુવાદ શ્રીમની દૃષ્ટિ તળેથી નીકળી ગયો હતો, પણ તેની કક્ષા શ્રીમદ્દને કેવી લાગી હતી તે વિશેનો તેમનો અભિપ્રાય જાણવા મળતું નથી. પણ શ્રીમદે તે અનુવાદ તપાસ્યા હોવાથી તેમાં ગંભીર કે નાની કેઈ જાતની ભૂલ રહેવા પામી ન હોય તે નિઃશક છે. એથી જ શ્રી અંબાલાલભાઈએ કરેલ ગયાનુવાદ શ્રીમદ્દના “આત્મસિદ્ધિશાસ્ત્ર”ની સાથોસાથ જ લગભગ બધી જગ્યાએ સ્થાન પામતો રહ્યો છે. તે પછી મનહરલાલ કડીવાલા, ભેગીલાલ શેઠ આદિ કેટલીક વ્યક્તિઓએ “આત્મસિદ્ધિ”ની ગાથાઓનો સ્વતંત્ર ગાભાવાર્થ આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં અનુવાદ કરવાની વૃત્તિ કરતાં તે ગાથાઓ ટૂંકાણમાં સમજાવવાનું વલણ વિશેષ દેખાય છે. એથી અનુવાદની કોટિમાં તેને મૂકી શકાય નહિ. અને તેઓએ આપેલો ભાવાર્થ પણ મુખ્યત્વે અંબાલાલભાઈએ કરેલા અનુવાદના અનુસંધાનમાં છે. આ ઉપરાંત આ શાસ્ત્રની કડીઓને વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન પૂ. શ્રી કાનજીસ્વામી, જે. ગિ. શેઠ, રાવજીભાઈ દેસાઈ, બ્રહ્મચારીજી વગેરેએ કર્યો છે. વળી પંડિત સુખલાલજી, મનસુખભાઈ રવજીભાઈ, બ્રહ્મચારીજી, પ્રો. દિનુભાઈ પટેલ, મુકુલભાઈ કલાથી વગેરેએ વિવેચનંરૂ૫ લેખો પણ “આત્મસિદ્ધિ” વિશે લખ્યા છે. આત્મસિદ્ધિશાસ્ત્ર”ના ઉપર જોયા તે ગુજરાતીમાં થયેલા ગદ્યાનુવાદ ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ તેના ગદ્ય કે પદ્યમાં અનુવાદ થયેલા છે. હાલમાં તેના હિંદી, અંગ્રેજી, સંસ્કૃત તથા મરાઠી એ ચાર ભાષામાં અનુવાદ મળે છે. * આત્મસિદ્ધિશાસ્ત્રના હિંદીમાં બે વ્યક્તિઓએ કરેલા અનુવાદ મળે. છે શ્રી ઉદયલાલ કશીવાલ અને શ્રી જગદીશચંદ્ર શાસ્ત્રી, એ બંનેએ હિંદી ગદ્યમાં જ અનુવાદ કર્યો છે. શ્રી ઉદયલાલ કશલીવાલે “આત્મસિદ્ધિ અને હિંદી ગદ્યાનુવાદ વિ. સં. ૧૯૭૬માં પ્રગટ કર્યો છે, અને શ્રી જગદીશચંદ્ર શાસ્ત્રીએ કરેલો હિંદી અનુવાદ તેમણે કરેલા “શ્રીમદ રાજચંદ્ર” ગ્રંથના હિંદી અનુવાદના પુસ્તકમાં આપ્યો છે. વિ. સં -૧૯૪૪માં પ્રગટ થયેલા પુસ્તકમાં આખા ગ્રંથનું હિંદી ભાષાંતર થયેલું જોવા મળે છે. ગુજરાતી ભાષા ન જાણનારા હિંદીભાષીઓ માટે આ બંને અનુવાદ “આત્મસિદ્ધિશાસ્ત્રના અભ્યાસ માટે ઠીક ઠીક ઉપયોગી થાય તેમ ૧૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૨. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૫. આત્મસિદ્ધિશાસ્ત્ર ૨૫૭ છે. પરંતુ ગુજરાતીમાં જોવા મળતી તત્ત્વચમત્કૃતિ આ સરળ ગદ્યાનુવાદમાં જોવા ન મળે તે સ્વાભાવિક છે. વળી, ક્યારેક ક્યારેક ગૂઢ તાની વાતોને ઉતારતાં તેમને નડતી મુશ્કેલી પણ જણાયા વિના રહેતી નથી. * આત્મસિદ્ધિશાસ્ત્ર અને અંગ્રેજી અનુવાદ પણ બે વ્યક્તિઓ તરફથી પ્રાપ્ત થાય છે. ઈન્દોર હાઈ કોર્ટના જજ, રાવ બહાદુર જે. એલ.જનીએ પ્રત્યેક દેહરાને અંગ્રેજી ગદ્યમાં તરજુમે આ છે; અને આનો બીજો અંગ્રેજી પદ્યાનુવાદ શ્રી બ્રહ્મચારી ગોવર્ધનદાસજીએ કર્યો છે. શ્રી જે. એલ. જેની તરજુમે ઈ. સ. ૧૯૨૩માં “The Atma-Siddhi of Shreemad Rajchandra” એ શીર્ષક નીચે પુસ્તકાકારે પ્રગટ થયો છે. સરળ અંગ્રેજી ભાષામાં “આત્મસિદ્ધિ”ના દોહરાને સમજાવવાનો તેમનો પ્રયત્ન સ્તુત્ય છે. પરંતુ જૈન પારિભાષિક શબ્દોનો અનુવાદ કરવામાં પડતી મુશ્કેલીને લીધે એ અનુવાદ જોઈએ તેટલે વિશદ નથી બની શક્યો. જોકે ભાવાર્થ થોડા વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન તેમણે કર્યો છે, તેમાં પણ તેઓ બહુ સફળ થયા છે તેમ કહી શકાય નહિ. તેમ છતાં માત્ર અંગ્રેજી ભાષા જાણનાર અને ગુજરાતીમાં “આત્મસિદ્ધિ” નો આસ્વાદ ન માણી શકનારને તે ઉપયોગી થાય તેવો તે બન્યું જ છે. શ્રીમની વાણી અનુભવની હતી, તેથી તેમના લખાણમાંથી જે અનુભવને રણકાર અને છાપ ઊઠે છે તે તેના અનુવાદમાંથી ન ઊઠે તે સ્વાભાવિક છે. શ્રી જૈનીએ કરેલ અનુવાદનો એક નમૂન જોઈએ : “ આત્મસિદ્ધિ” ના ૧૧પમાં દોહરાનું તેમણે આ પ્રમાણે ભાષાંતર કર્યું છે ? “ When the false identification of the soul with the body ceases, thou dost no karma, nor dost thou enjoy (the fruit) thereof. This is the secret of True Religion."18 મૂળ દેહર આ પ્રમાણે છે – છૂટે દહાધ્યાસ તે, નહી કર્તા / કર્મ, નહીં ભક્તા તું તેહને, એ જ ધર્મનો મર્મ.” શ્રી બ્રહ્મચારી ગોવર્ધનદાસજીએ કરેલા “આત્મસિદ્ધિના અંગ્રેજી પદ્યાનુવાદની બાબતમાં પણ એમ જ બન્યું છે. ૧૫ પારિભાષિક શબ્દોના અનુવાદની મુશકેલી તેમને પણ નડી છે. વળી, ગદ્યને બદલે પદ્ય હોવાથી ચરણનાં લય અને બંધારણને કારણે એ મુકેલી વધે તે સમજાય તેમ છે. આ ઉપરાંત ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી ભાષા પરનો આ છે કાબૂ આ પદ્યાનુવાદને બહુ સફળ નથી બનવા દેતે, એ પણ જોઈ શકાય છે. તેના એક-બે નમૂના જોઈએ. “આત્મસિદ્ધિના ૧૧૫ મા દોહરાને તેમણે આ પ્રમાણે અનુવાદ કર્યો છે – 98. “The Atma-Siddhi of Shreemad Rajchandra ", Page 19. ૧૫. આ અનુવાદ “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી માર્ચ થ' પૃ. ૧૪૪ ૫ર છપાયે છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૫ “ આત્મસિદ્ધિ ’ના ૪૪ મા દોહરા આ પ્રમાણે છેઃ— ઃઃ ષસ્થાનક સક્ષેપમાં પદન પણ તેહ; સમજાવા પરમા ને કહ્યાં જ્ઞાનીએ એક, Let go the body-infatuation, And you will not have bondage new, You will not have deed-fruition, This is Religion's secret true. ૧૬ આના અનુવાદ બ્રહ્મચારીજીએ આ પ્રમાણે કર્યાં છે :-~~ "Six subjects or six schools of thought, Are here described as seers great, In abstract scriptures strictly taught, For understanding soul secret. -૧૭ આજે પ્રાપ્ત થતા આત્મસિદ્ધિશાસ્ત્ર''ના બંને અંગ્રેજી અનુવાદો મૂળ શાસ્ત્ર કરતાં ઊતરતી કક્ષાના લાગે છે. શ્રીમદ્ની જીવનસિદ્ધિ ગાંધીજીએ પણ “ આત્મસિદ્ધિ 'ના અંગ્રેજીમાં અનુવાદ કર્યાં હતા. ગાંધીજી વિ. સ’. ૧૯૫૮માં આફ્રિકા ગયા ત્યારે પેાતાની સાથે “ આત્મસિદ્ધિ પણ લેતા ગયા હતા. તેમને અભ્યાસ માટે તે ઘણું ઉપયેાગી લાગતાં, અન્ય ભાષીએ પણ તેના લાભ લઈ શકે તે હેતુથી તેમણે તેના અંગ્રેજી અનુવાદ કર્યા હતા. એ બધું સાહિત્ય લઈને તેઓ ત્યાંથી લંડન ગયા હતા. અને ત્યાંની બસમાં એ બ’ડલ ભુલાઈ જતાં એ ગુમ થઈ ગયું, જે ફરીથી મળ્યું જ નહિ. આમ ગાંધીજીએ કરેલા અનુવાદ આપણી પાસે આવી શકયો નિહ.૧૮ “ આત્મસિદ્ધિશાસ્ત્ર "નેા સ`સ્કૃતમાં સમલેાકી અનુવાદ પતિ શ્રી એચરદાસ દોશીએ કર્યા છે. તેમને એ સૌંસ્કૃત અનુવાદ વિ. સ’, ૧૯૭૬માં “ આત્મસિદ્ધિશાસ્ત્ર ’ના ઉદયલાલ કશલીવાલના હિંદી અનુવાદ સાથે પ્રગટ થયેા હતા, અને પછી ઈ. સ. ૧૯૨૩માં રાય બહાદુર જે. એલ. જૈનીના અંગ્રેજી અનુવાદ સાથે પ્રગટ થયા હતા. સસ્કૃત અનુવાદની , 46 ૧૬. આ અનુવાદ શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારક×થ ', પૃ. ૧૫૦, ૧૭. એજન, પૃ. ૧૮૬, "" ૧૮. તેમણે કરેલા અનુવાદ ગુમ થઈ જવાની ખાબતમાં એક ખીજો મળે છે. “ આત્મસિદ્ધિ ’ શાસ્ત્રનું અંગ્રેજી ભાષતર મહાત્મા આફ્રિકાથી કરી સ્વ. મનસુખભાઈ રવજીભાઈ પર મેકલી આપ્યું અભાવે ગુમાઈ ગયું. — “જત સાહિત્યને સ`ક્ષિપ્ત ઇતિહાસ ”, દેસાઈ, પૃ. ૭૧૦ની પાદનોંધ, અભિપ્રાય પણ જોવા ગાંધીજીએ દક્ષિણ હતું. પણ દરકારના માહનલાલ દલીચંદ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૫ આત્મસિદ્ધિશાસ્ત્ર ૨૫૯ ભાષા સરળ છે, તેમાં મૂળને ભાવાર્થ સારી રીતે જળવાયેલો જોવા મળે છે. એ રીતે એ પ્રયત્ન સ્તુત્ય છે. તે અનુવાદનું ઉદાહરણ જુઓ: ૧૧૫મા દોહરાને અનુવાદ પંડિત બેચરદાસજીએ નીચે પ્રમાણે કર્યો છે – " देहाध्यासो यदि नश्येत् त्वं कर्ता न हि कर्मणाम् । न हि भोक्ता च तेषां त्वं धर्मस्यैतद् गूढं मतम् ॥ १८ એમણે ૪૪ મી ગાથાનો અનુવાદ આ પ્રમાણે કર્યો છે – "पदस्थानीयं समासन दर्शनानि पहुच्यते । प्रोक्ता सा झानिभितु परं तत्त्वं धरास्पृशाम् ॥ "२० “આત્મસિદ્ધિશાસ્ત્ર” “અજ્ઞાત' લેખકે મરાઠી પદ્યમાં અનુવાદ કર્યો છે. એની સાથે એણે શ્રીમદ્દનું ટૂંકું જીવનચરિત્ર આપ્યું છે અને કેટલાક પારિભાષિક શબ્દ, જેવા કે શુષ્કજ્ઞાની, કિયાડ, પરમથુત, સ્વછંદ, મોક્ષ, સમ્યકત્વ, વગેરેની સમજૂતી પણ આપી છે; ઉપરાંત કેટલીક કડીઓને મરાઠીમાં વિશેષાર્થ પણ આપ્યો છેઅને સાથે સાથે મૂળ ગુજરાતી ગાથાઓ પણ એ પુસ્તિકામાં અન્ય અનુવાદોની માફક આપી છે. ઈ. સ. ૧૯૨૭માં આ અનુવાદ પ્રગટ થયા પછી તેને અભ્યાસ થતો રહ્યો છે. આ અનુવાદની કક્ષા મૂળ જેવી તે નથી જ, તેમ છતાં સામાન્ય રીતે સારે કહી શકાય તે આ અનુવાદ છે. જુઓ આ ગ્રંથની ૧૧૫ મી અને ૪૪ મી ગાથાને અનુક્રમે અનુવાદ – " देहाथ्यास सुटे जरि, नगसी कर्ता न तूं तसे कर्म । મોજાં ને તેવું સ્થાન ધ ગાળ દે મેં મર્મ | ”૨ ૧ ઘટ્રસ્થાન સંક્ષેપે, થિરી નેંર ત ગાથા परमार्था समजाया कथिली कविनींहि येथ लेकांना ॥"२२ આમ આપણને “આત્મસિદ્ધિ”ના ગુજરાતી ગદ્યમાં, સંસ્કૃત પદ્યમાં, હિંદી ગદ્યમાં, અંગ્રેજી ગદ્ય અને પદ્યમાં, તથા મરાઠી પદ્યમાં, અનુવાદો મળે છે. પણ ખરી ખૂબી તે શ્રીમદ્દ રચિત મૂળ ગુજરાતી “આત્મસિદ્ધિ”માં જ છે, તે વિશે સર્વ વિદ્વાન સંમત છે. પણ જે લોકો ગુજરાતી ભાષા સારી રીતે ન જાણતા હોય, તેમને ઉપરની કોઈ પણ ભાષામાં “આત્મસિદ્ધિ ”નો આસ્વાદ લેવો હોય તે શક્ય બને છે, તે જ તેની સાચી કિંમત છે. આત્મસિદ્ધિશાસ્ત્રમાં વસ્તુનિરૂપણશૈલી આ શાસ્ત્રમાં આત્મા સિદ્ધ કઈ રીતે થાય તે શ્રીમદે આત્માનાં છ પદ સમજાવીને બતાવ્યું છે. આ આખી રચના શ્રીમદ્ દોહરામાં કરી છે. શરૂઆતમાં મંગલાચરણ કર્યા 96. “ The Alma-Siddhi of Shreemad Rajchandra", Page 91. ૨૦. એજન, પૃ. ૫૩. ૨૧. “આત્મસિદ્ધિ ” – મરાઠી, પૃ. ૧૪. ૨૨ એજન, પૃ. ૫. Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ પછી આ રચનાને હેતુ જણાવ્યા છે. પછી શુષ્કજ્ઞાની તથા ક્રિયાજડ લોકેનું સ્વરૂપ, વૈરાગ્ય અને આત્મજ્ઞાનની અગત્ય, સદ્દગુરુની આજ્ઞાએ ચાલવાનું મહત્ત્વ, સદૂગુરુનાં લક્ષણે, શિષ્યધર્મ વગેરે ટૂંકાણમાં લગભગ રર દોહરામાં સમજાવેલ છે. પછી મતાથી અને આત્માથી જીવનાં લક્ષણે થોડા વિસ્તારથી – લગભગ ૧૮ જેટલા દોહરામાં – આપ્યાં છે. આમ આરંભના લગભગ ૪૧ દેહરામાં આ ગ્રંથ સમજવાની પાત્રતા હવા માટે જીવમાં કેવાં લક્ષણો ન હોવાં જોઈએ, અને કેવાં લક્ષણે હોવાં જોઈએ તે દર્શાવી પિતાના મુખ્ય વક્તવ્ય માટેની યોગ્ય ભૂમિકા શ્રીમદે તૈયાર કરી છે. - ૪૩ મી ગાથામાં આત્માનાં છ પદનું નિરૂપણ છે. ૪૪ થી ૧૨૭ સુધીની ગાથા ગુરુ તથા શિષ્યના સંવાદરૂપે રઈ છે. તેમાં શિષ્યને આ પદની યથાર્થતા વિશે શંકા થાય છે, તેથી પિતાની માન્યતા અનુસાર તે પ્રથમ પદ નથી, તે કેટલીક દલીલોથી બતાવે છે. ગુરુ તેની શકાનું તર્ક પૂર્ણ તથા અનુભવમૂલક દલીલોથી સમાધાન કરી, આત્માનું અસ્તિત્વ સમજાવે છે. આમાનું અસ્તિત્વ સમજાયા પછી શિષ્ય આત્માના નિત્યપણું વિશેની પિતાની શંકાઓ રજ કરે છે. ગર તેનો પણ સમાધાન કરી આત્માનું નિયત્વ સમજાવે છે. આમ શિષ્ય યે પદની યથાર્થતા વિશે શંકા કરી, ગુરુ પાસે તેનું વિનયભાવે નિરાકરણ માગે છે, અને ગુરુ પણ શિષ્યની રેગ્યતા જાણે શિષ્યને યથાર્થ બાધ દ્વારા છ પદની શ્રદ્ધા કરાવે છે. ૪૪ થી ૧૧૮ સુધીના દોહરામાં કરાયેલી આત્માનાં છ પદની સિદ્ધિ તે આ શાસ્ત્રને સૌથી મહત્ત્વનો ભાગ છે. પાતાની શંકાઓનું ગુરુ તરફથી સંતોષકારક સમાધાન થતાં, આત્માનાં છ પદની યથાર્થતા સમજાતાં, તેની શ્રદ્ધા થતાં શિષ્યને સમ્યકજ્ઞાન થાય છે. અને તેથી શિષ્ય પિતાને સાચું જ્ઞાન આપવા માટે ગુરુને અત્યંત ઉપકાર માને છે – ગાથા ૧૧૯ થી ૧૨૭. એ વખતે શિષ્યના મુખમાંથી નીકળતી વાણીની જે રચના શ્રીમદ્ કરી છે તે અદભુત છે. પંડિત સુખલાલજીના શબ્દોમાં કહીએ તે – એની શૈલી સંવાદની છે. શિષ્યની શંકા કે પ્રશ્નો અને ગુરુએ કરેલ સમાધાન– આ સંવાદશૈલીને લીધે એ ગ્રંથ ભારેખમ અને જટિલ ન બનતાં વિષય ગહન હોવા છતાં સુબોધ અને રુચિપષક બની ગયો છે.”૨૩ ૧૨૮ થી ૧૪ર સુધીના દેહરા ઉપસંહારરૂપે છે. તેમાં આત્માનાં છ પદ સમ્યફપ્રકારે આરાધવાથી મેક્ષ પ્રાપ્ત થાય છે તે સમજાવાયું છે. તે ઉપરાંત જ્ઞાની, મુમુક્ષુ વગેરેનાં લક્ષણે પણ તેમાં દર્શાવાયાં છે. આ ગ્રંથની શ્રીમદે કરેલી રચના વિશે શ્રી મનસુખભાઈ ર. મહેતા યોગ્ય જ લખે ૨૩. “આત્મસિદ્ધિ આપનિષદ', “ આત્મસિદ્ધિ", સં. મુકુલભાઈ કલાથી", પૃ. ૨૯. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૫. આત્મસિદિશાએ કંથની બાહ્ય રચના એવા પ્રકારની એજ છે કે, વેદાંતાદિ દર્શનના અનુયાયીઓને પણ અનુકૂળ પડે. જોકે તેની આંતરરચના તે સંપૂર્ણ – અખંડાકારે – શ્રી વીતરાગમાર્ગ પ્રતિ જે સ્થિર થયેલી છે.”૨૪ માત્ર ૧૪૨ ગાથામાં રચાયેલ “આત્મસિદ્ધિશાસ્ત્ર” કોઈ પણ મતમતાંતરના નિરૂપણ વિના, કદર્શનને સારા સમાવતી અને સરળ પદ્યમાં રજૂ થયેલી શ્રીમદ્દની અનુપમ કૃતિ છે. આ કૃતિ અંગેના શ્રી મુકુલભાઈ કલાર્થીના નિમ્ન અભિપ્રાય સાથે સૌ સંમત થશે કે – “આવા ગૂઢ તાવને સરળ પદ્યમાં શબ્દારૂઢ કરીને સામાન્ય કક્ષાના મુમુક્ષુ જીવો પણ યથાશક્તિ સમજીને પિતાની આન્નતિ સાધી શકે એવી સરળ પણ ગંભીર પ્રૌઢ ભાષા દ્વારા આધુનિક યુગમાં કેવાં શાસ્ત્રો રચાવાં જોઈએ તેને યથાર્થ આદર્શ આ શાસ્ત્ર રચી શ્રીમદ્ રાજચંદ્ર રજૂ કર્યો છે.૨૫ તેમણે વધુમાં લખ્યું છે કે – તત્ત્વજ્ઞાનના મહાન પ્રશ્નોને આવી સરળ ભાષામાં વ્યક્ત કરવા એ ખરેખર મહાપ્રજ્ઞાવંતનું કાર્ય છે. શ્રી રાજચંદ્રનાં બીજા બધાં લખાણ કરતાં “આત્મસિદ્ધિશાસ્ત્ર”ની રચના જુદી જ તરી આવે છે. ટૂંકા સરળ શબ્દો સહિત, નય કે ન્યાયનાં અટપટાં અનુમાન કે ખંડનમંડનની ફિલછતારહિત, સહુ કોઈ મુમુક્ષુ જીવને ભેગ્ય, શ્રેયસ્કર સામગ્રીથી સમૃદ્ધ એવે આ ગ્રંથ શ્રી રાજચંદ્રની આ ન્નતિ સાધવાના પરિપાક સમો છે.૨૬ મંગલાચરણ આર્ય ગ્રંથકારની સનાતન શૈલી એવી રહી છે કે કોઈ પણ કૃતિના આરંભમાં મંગલાચરણની ચેજના કરવી. મંગલાચરણમાં કર્તા પોતે જેને પરમેપકારી ગણે છે તેવી વ્યક્તિને નમસ્કાર કરે છે. શ્રીમદ્દ પણ “આત્મસિદ્ધિશાસ્ત્ર'માં આ જ શૈલીને અનુસરીને આરંભમાં શ્રી “સદ્દગુરુ ભગવાનને નમસ્કાર કરે છે. જૈન દર્શનમાં સદ્દદેવ, સદ્દધર્મ અને સદ્દગુરુ એ ત્રણ પરમ ઉપકારી તત્ત્વ છે. તેમાં પણ સદેવ અને સદ્દધર્મની પ્રાપ્તિ સદ્દગુરુ દ્વારા જ થઈ શકે છે, અર્થાત્ તે બંનેની સહેલાઈથી પ્રાપ્તિ કરાવનાર સદગુરુ જ છે, તેથી તે વિશેષ ઉપકારી તત્વ છે. આમ સદ્દગુરુનું વિશેષ માહાસ્ય હોવાથી શ્રીમદ્ સદ્દગુરુને વંદન કરીને ગ્રંથારંભ કરે છે. કેવા ઉપકાર માટે તેમણે સદ્દગુરુને વંદન કર્યા છે, તે પહેલા દોહરામાં જુઓ – જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત. '' ૧ ૨૪. “ આત્મસિદ્ધિ", સંપા. મ. ૨. મહેતા, પ્રસ્તાવના, પૃ. ૨. ૨૫-૨૬. “આત્મસિદ્ધિ", સંપા. મુકુલભાઈ કલાથી, પ્રસ્તાવના, પૃ. ૨૨. Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની જીવનસિદ્ધિ અનાદિ કાળથી જે આત્મસ્વરૂપ સમજાયું નહોતું, અને પરિણામે અનંત દુઃખ ભેગવ્યું હતું, તે સ્વરૂપને સમજાવીને તે દુઃખથી મુક્ત કરાવનાર સદગુરુ ભગવાનને કર્તાએ આ ગાથામાં નમસ્કાર કર્યા છે. સદગુરુ ભગવંત” શબ્દ શ્રીમદે બે રીતે એ જણાય છે. પ્રાચીન શિલી અનુસાર ગુરુને ભગવાન એવું વિશેષણ આપ્યું છે, અથવા તે કર્તાએ શ્રી તીર્થંકર પ્રભુને સદગુરુ ગણ વદન કર્યા છે. આ જન્મમાં શ્રીમને કેાઈ પ્રગટ ગુરુ ન હતા, અને તેમને શ્રી જિનનાં વચનના વાંચન-મનન દ્વારા, પૂર્વના સંસ્કારને લીધે, જ્ઞાન પ્રગટયું હતું, તેથી શ્રી જિન ભગવાનને જ ગુરુ ગણું વંદન કર્યા હોય તે વિશેષ સંભવિત લાગે છે. મંગલાચરણના દેહરામાં, શ્રીમદે આત્માનાં છયે પદને ગર્ભિત રીતે સિદ્ધ કરેલાં દર્શાવવામાં આવ્યાં છે. એ જ રીતે જોઈએ તો કૃતિના વિષયને નિર્દેશ પણ તેમણે પ્રથમ દાહરામાં જ કરી દીધો છે. આત્માનું અસ્તિત્વ” એ પહેલું પદ છે. ગાથાની શરૂઆત “જે સ્વરૂપ” શબ્દથી થાય છે. સ્વરૂપ એટલે શું ? સ્વ + રૂપ = પોતાનું રૂપ. જે ત્રણે કાળમાં અખંડ ટકી રહે, કેઈના પણ સંસર્ગમાં પોતાને મૂળ સ્વભાવ છેડે નહિ તે સ્વરૂપ. દહધારી જીવનમાં આવું લક્ષણ ધરાવતું તત્ત્વ તે “આત્મા” છે. આથી “જે સ્વરૂપ સમજ્યા વિના” એમ કહેતાં “આત્માને સમજ્યા વિના” એવો અર્થ થયા. એ દ્વારા આત્માનું અસ્તિત્વ સિદ્ધ થયું. આત્માનું નિત્યત્વ” એ બીજું પદ છે. આ દેહરામાં સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુખ અનંત” એમ કહ્યું છે. અનંત એટલે જેનો છેડો આવ્યો નથી તેવું. આવું અનંત દુઃખ તે જન્મમરણના ફેરાનું. ચારે ગતિમાં જીવ આ દુઃખ ભોગવે છે, તે દહ મેળવે છે અને છોડે છે. તે પરથી પૂર્વજન્મ સિદ્ધ થાય છે. તેથી સમજાય છે કે દેહ નાશવંત છે અને આત્મા અવિનાશી એટલે કે નિત્ય છે. નિત્ય હોય તે જ એક પછી એક દેહ મેળવવાનું અને છોડવાનું દુઃખ તે જોગવી શકે ને ? - “આત્માનું કર્મનું કર્તાપણું' એ ત્રીજુ પદ છે. આત્માને દહપર્યાય ધારણ કરવાનું કારણ તેને કર્મ સાથેનો સંબંધ છે. આત્મા ભાવકર્મના નિમિત્તથી દ્રવ્યકર્મ કરે છે. વળી તે ભાવકર્મ ર્તા છે. તેથી જે જીવ પોતાના શુદ્ધ નિરંજન, ચેતન્યમય સ્વરૂપમાં નિર્વિકલ્પપણે સ્થિર ન રહે, પણ રાગદ્વેષનાં પરિણામ કરે તે આત્માને કર્મબંધ થાય છે. અને તે દુઃખ ભેગવે છે; પણ જે તે ભાવકર્મ ન કરે તો કમરહિત બને છે. “અનંતખ” શબ્દથી દહપર્યાયનું ધારણ કરવું સમજાય છે. દહપર્યાય તે કર્મની વર્ગણ છે. એ દ્રવ્યકમ ભાવકર્મ નિમિત્તે છે, અને જીવ પોતાના ભાવકર્મનો કર્તા છે. તેથી આત્મા દ્રવ્યોનો પણ કર્તા બને છે તે વાત સિદ્ધ થઈ આત્માનું ક્ષેતૃત્વ ” એ શું પદ છે. “પાયે દુખ અનંત” એ શબ્દોથી આત્મા દુઃખ ભોગવે છે તે સિદ્ધ થાય છે. તેથી આત્મા પોતે કરેલાં કર્મનો પોતે ભક્તા બને છે તે સત્ય છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૫. આત્મસિદ્ધિશાસ્ત્ર “મોક્ષ છે” એ પાંચમું પદ છે. “ શ્રી સદગુરુ ભગવંત” એ શબ્દોમાં “શ્રી” એટલે પ્રિઝમાં શ્રેષ્ઠ વસ્તુ. તે વસ્તુ તે આત્મા. ભગવત એટલે ભગવાન. જે સર્વકર્મથી મુક્ત હોય તે ભગવાન. આ પૂર્ણ શુદ્ધતા તે જ મોક્ષ. એટલે “ભગવત” શબ્દ દ્વારા મેક્ષ સિદ્ધ થાય છે. મોક્ષનો ઉપાય છે” એ છઠ્ઠું પદ છે. જે ઉપાયથી સંસારનો ક્ષય થાય છે તે મોક્ષનો ઉપાય છે. આત્માનું સ્વરૂપ સમજ્યા વિના થતી પ્રવૃત્તિથી સંસારની વૃદ્ધિ થાય છે. અને આત્માનું સ્વરૂપ જાણ્યા પછી તેના ઉત્કર્ષ અથે થતી પ્રવૃત્તિથી સંસાર ક્ષય થાય છે. તેથી “સમજાવ્યું તે પદ નમું' એ શબ્દો દ્વારા મોક્ષનો ઉપાય હોવાની ખાતરી થાય છે. આમ મંગલાચરણની ગાથામાં જ શ્રીમદે પોતે નિરૂપિત કરવા ધારેલા વિષયનું ગર્ભિતપણે સૂચન મૂકી દીધું જણાય છે. મંગલાચરણ વિશે શ્રી બ્રહ્મચારી ગોવર્ધનદાસજી ગ્ય જ લખે છે કે – સદગુરુની ભક્તિના બળથી, સદગુરુના આત્માની ચેષ્ટા પ્રત્યે જીવની દૃષ્ટિ વળે છે, અને સદ્દગુરુની અપૂર્વતા તેને સ્પષ્ટ ભાસે છે તથા તેના હૃદયની વાત પણ તે સમજે છે, તેવી ભક્તિના નમૂના રૂપે મંગલાચરણની એક કડી છે.”૨૭ ગ્રંથરચનાને હેતુ બીજા દોહરામાં કર્તાએ આ ગ્રંથ રચવાને હેતુ દર્શાવ્યો છે. અનેક પ્રાચીન અદભુત ગ્રંથ વિદ્યમાન હોવા છતાં આ ગ્રંથ રચવાનો હેતુ શું છે તે જણાવતાં બીજા દેહરામાં શ્રીમદ કહે છે કે – “વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લેપ વિચારવા આત્માથીને ભાખ્યો અન્ન અનેપ્ય.” ૨ વર્તમાનકાળમાં મોક્ષમાર્ગનો બહુધા લેપ થયે છે, તેથી તે માર્ગ દર્શાવવાના હેતુથી આ ગ્રંથની રચના થઈ છે, એમ શ્રીમદે અહીં જણાવ્યું છે. “મોક્ષમાર્ગ બહુ લોપ” એ શબ્દમાં “બહુ” શબ્દ યથાર્થ છે. શ્રી મુકુલભાઈ જણાવે છે તેમ “મોક્ષમાર્ગ કંઈ નાશ પામ્યું નથી, પરંતુ મોક્ષમાર્ગ પૂરેપૂરો કઈ વિરલાના જ ધ્યાનમાં આવે છે, એમ સમજવું.૨૮ આ દેહરામાં મેક્ષને માર્ગ આત્માથી મુમુક્ષ માટે સ્પષ્ટ નિરૂપવાની શ્રીમદની પ્રતિજ્ઞા જોઈ શકાય છે. આમ કરવા પાછળ શ્રીમની એ દૃષ્ટિ જણાય છે કે, પ્રાચીન ગ્રંથ તે તે સમયની સ્થિતિનું ભાન કરાવવામાં ઉપકારક હેઈ, વર્તમાનકાળમાં તે ગ્રંથ મહાન ઉપકારક હોવા છતાં, વર્તમાન સ્થિતિનું ભાન કરાવનાર ગ્રંથ લખાય છે તે વિશેષ ઉપકારી બને, ૨૭. “શ્રીમદ્ રાજચંદ્ર : અધ શતાબ્દી સ્મારકગ્રંથ", પૃ. ૪૨. ૨૮. “આત્મસિદ્ધિ”, સંપા. મુકુલભાઈ કલાથ, પૃ. ૧૧૧. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શ્રીમદની જીવનસિદ્ધિ અને પેાતાને લાધેલા અનુભવમૌક્તિકનુ' નિરૂપણ આ ગ્રંથમાં કરવાને તેમણે નિર્ણય કર્યાં, તેમણે કરેલી આ ગ્રંથરચના વિશે પડિત સુખલાલજી યાગ્ય જ લખે છે કેઃ “ શ્રીમદ્ રાજચંદ્રે પ્રસ્તુત રચના માત્ર શાસ્ત્રો વાંચી નથી કરી, પણ એમણે સાચા અને ઉત્કટ મુમુક્ષુ તરીકે આત્મસ્વરૂપની સ્પષ્ટ અને ઊંડી પ્રગતિ માટે જે મથન કર્યું', જે સાધના કરી અને જે તપ આચર્યું તેને પરિણામે લાધેલી અનુભવપ્રતીતિ જ આમાં મુખ્યપણે નિરૂપાઈ છે. એક મુદ્દામાંથી ખીજો, ખીજામાંથી ત્રીજો એમ ઉત્તરાત્તર એવી સુસંગત સ*કલના થઈ છે કે તેમાં કંઈ નકામું નથી આવતું, કામનું રહી નથી જતું અને કચાંય આડુ' ક્'ટાતુ નથી. તેથી જ શ્રીમદ્ રાજચંદ્રની આત્મસિદ્ધિ એ સિદ્ધાંતશાસ્ત્ર બની રહી છે.’૨૮૩ શ્રીમદ્ પેાતાને લાધેલા આવા અનુભવના નિચેાડરૂપ મેાક્ષમાર્ગ મુમુક્ષુ માટે બતાવવાના હેતુ અહીં દર્શાવ્યા છે. મેાક્ષમા કારે પમાય ! મહાવીર પ્રભુના નિર્વાણ પછી ધર્મમાં ફાંટા વધવા માંડયા હતા. અને તેમાં વધારો થતાં થતાં, ધર્માંમાં એટલાં બધાં મતમતાંતર વધી પડવાં કે મેાક્ષમા કર્યું. તે જ સમજાવુ. કઠન થઈ ગયુ, અને સાચા મુમુક્ષુને તેા માર્ગના લાપ થઈ ગયા હેાય તેમ જણાવા લાગ્યું, કારણ કે લેાકેા તા કાઈ પણ એક વસ્તુને પકડીને મેાક્ષમા માની બેઠા હતા. કાઈ ખાઘક્રિયાને તેા કેાઈ શાસ્ત્રજ્ઞાનને મેાક્ષમાર્ગ માની વવા લાગ્યા હતા. આ એકાંતે ગ્રહણ કરેલ તત્ત્વ મેાક્ષમા નથી તે જાણનાર શ્રીમને અંતરમાં ઘણી કરુણા વર્તાવાથી સાચા માર્ગ બતાવવાની ઈચ્છા પ્રબળ થઈ, તે શ્રીમદ્ “ આત્મસિદ્ધિ”ના ત્રીજા દોહરામાં બતાવ્યુ છે. ક્રિયાજય તથા શુષ્કજ્ઞાનીનાં લક્ષણા કેવાં હાય તે શ્રીમદ્ ચાથા ને પાંચમા દોહરામાં બતાવ્યુ છે. જે લેાકેા બાહ્ય આચારવિચારને જ સર્વસ્વ માની તેનાં અંતરના પરિસૢમનને સ્વીકારતા નથી, તથા જે જ્ઞાનમાર્ગને અયેાગ્ય ગણે છે તે ક્રિયાજડ છે અને જે લેાકેા બાહ્ય આચારને અવગણી માત્ર નિશ્ર્ચયનયની વાણી જાણવાને જ મોક્ષમાર્ગ કહે છે તેઓ શુષ્કજ્ઞાની છે. ક્રિયાજડ કે શુષ્કજ્ઞાની – એમાંથી કાઈને પણ સાચા માર્ગ મળતા નથી. આ માગ કાને મળે તે જણાવતાં શ્રીમદ્દ વૈરાગ્ય પર ખૂબ ભાર મૂકે છે, જેના ચિત્તમાં વૈરાગ્ય ન હોય તેને જ્ઞાન થતુ નથી, સાથે સાથે તેઓ એ પણ જણાવે છે કે માત્ર વૈરાગ્ય જ સાધન છે એવું નથી. કારણ કે વૈરાગ્ય અને ત્યાગને જ સર્વસ્વ માની જીવ પ્રવર્તે તા તેનામાં સ્વચ્છંદે આવી જાય છે. અને “ માન ”ના ક્ાંસામાં સાઈ જીવ પેાતાનું અકલ્યાણુ કરે છે. એથી મેાક્ષમાને પામવાને લાયક તા એ જ છે કે, જેઃ— ૨૬. cc · આત્મસિદ્ધિ ’, સ‘પા. મુકુલભાઈ કલાથી, પૃ. ૨૯. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૫. આત્મસિદ્ધિશાસ્ત્ર જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આમાથી જન એહ.” ૮ શ્રીમદે અહીં બતાવેલું આત્માથીપણું સમજાવતાં શ્રી કાનજીસ્વામી કહે છે કે – શ્રદ્ધા અભિપ્રાયના પ્રોજન ટાણે શ્રદ્ધા સમજે, આચરે, જ્ઞાનને જ્ઞાનપણે સમજે, આચરે, અને આત્માનું ચારિત્ર યથાર્થ ચારિત્રપણે સમજે, અને આચરે, જેને તે યથાર્થ સમજાયું નથી તે યથાર્થ સમજવાની સાચી જિજ્ઞાસા રાખે, પ્રયત્ન કરે છે તે આત્માથી જન.”૨૯ આમ જે જગ્યાએ જે યોગ્ય હોય તે જગ્યાએ તે જ સમજે, અને તે પ્રમાણે આચરણ કરે તે સાચો મુમુક્ષુ. અહીં શ્રીમદ્દે એકદમ સરળ ભાષામાં “ નશાનવારિત્રાળ મોલમા ” એ સૂત્ર મૂક્યું છે. શું ચગ્ય છે તે જાણવું તે સમ્યકજ્ઞાન, યોગ્ય શ્રદ્ધાવું તે સમ્યક્દર્શન અને ચોગ્ય સ્થાને યેાગ્ય આચરણ કરવું તે સમ્યફચારિત્ર. આ ત્રણેની એકતારૂપ જેનું પ્રવર્તન હોય તે જન આત્માથી. તેમણે આત્માથીની જે વ્યાખ્યા કરી છે તે એક રીતે એવી સરલ અને બીજી રીતે એવી ગંભીર છે કે તે વ્યાવહારિક દુન્યવી જીવન અને પારમાર્થિક સત્યધાર્મિક જીવન બંનેમાં એકસરખી લાગુ પડે છે.”૩૦ – એવો પડિત સુખલાલજીને અભિપ્રાય કેટલો યથાર્થ છે તે શ્રીમદે કરેલું નિરૂપણ જોતાં જણાશે. સદ્દગુરુ મહાગ્ય આત્માથી જીવ સદગુરુ પાસે કેવી જાતનું આચરણ કરે, આત્માર્થી જીવે માનેલા સદગુરુનાં કેવાં લક્ષણે હય, તે સદગુરુની આજ્ઞાએ ચાલવાથી શું ફળ મળે ? – વગેરે વિશે શ્રીમદ્ ૯ થી ૨૩ દેહરામાં સમજાવ્યું છે. આ અંગે પડિત સુખલાલજી એ અભિપ્રાય દર્શાવે છે કે – એ લક્ષણ એવી દૃષ્ટિથી નિરૂપાયાં છે કે તેમાં આત્મવિકાસની ગુણસ્થાનક્રમ પ્રમાણે ભૂમિકાઓ આવી જાય, અને જે ભૂમિકાઓ આવી જાય, અને જે ભૂમિકા ગ, બોદ્ધ તેમજ વેદાંત દર્શનની પરિભાષામાં પણ દર્શાવી શકાય. શ્રીમદ રાજચંદ્ર ગુરુપદ છે, જે આધ્યાત્મિક જાગૃતિનું સૂચક છે.”૩૧ ૨૦. શ્રી કાનજીસ્વામીનાં “આત્મસિદ્ધિશાસ્ત્ર” પરનાં પ્રવચને, પૃ. ૬૩. ૩૦-૩૧, “આત્મસિદ્ધિ", સંપા. મુકુલભાઈ કલાથી ૬, પૃ. ૨૨. ૩૪ Page #285 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ આત્માથી જીવ, પોતાની પ્રતિક૫નાએ માનેલો મોક્ષમાર્ગ છેડી પિતાના સદગુરુએ બતાવેલ માગે જાય છે. તે સદગુરુનાં લક્ષણો બતાવતાં ૧૦મા દેહરામાં શ્રીમદ્દ લખે છે કે – * આત્મજ્ઞાન સમદશિતા, વિચરે ઉદય પ્રગ; અપૂર્વ વાણ, પરમકૃત, સદ્દગુરુ લક્ષણ ચગ્ય.” ૧૦ જેને આત્મજ્ઞાન થયું હોયં, સમભાવ હોય, કર્મના ઉદય પ્રમાણે વર્તન હોય, પૂર્વે ન સાંભળેલી એવી વાણી હોય, કુતકેવળી જેવી દશા હોય – વગેરે સદગુરુનાં લક્ષણે અહીં બતાવાયાં છે. ગુરુ આજ્ઞાનું મહત્ત્વ બતાવતા ૯મા દોહરા વિશે તથા સદગુરુનાં લક્ષણે બતાવતા આ દોહરા વિશે વિસ્તારથી સમજણું આ પતે પત્ર શ્રીમદે “આત્મસિદ્ધિ” લખાયા પછીના દિવસે લખ્યો હતો. કિયાજડત્વ શકત્તાનીપણું વગેરેનું અગૌરવ તથા આત્મજ્ઞાન, સમદર્શિતા આદિનું ગૌરવ વિસ્તારથી બતાવ્યાં છે.૩ ૨ આવા પ્રત્યક્ષ સદગુરુનું મહત્વ બતાવતાં શ્રીમદ્ લખે છે – પ્રત્યક્ષ સદગુરુ સમ નહિ, પરોક્ષ જિન ઉપકાર; એ લક્ષ થયા વિના, ઉગે ન આત્મવિચાર.” ૧૧ “સદ્દગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર છે, સમયે જિનસ્વરૂપ.- ૧૨ પૂર્વકાળે જ થઈ ગયેલા પક્ષ જિનની વાત પર જ લક્ષ આપીને પોતાની બ્રાંતિ ટાળનાર પ્રત્યક્ષ સદગુરુના વિશેષ ઉપકારને ન સમજે તે તેને સાચે આત્મવિચાર ઉત્પન્ન ન થાય, કારણ કે સદગુરુના ઉપદેશ વિના જિનનું સાચું સ્વરૂપ સમજાય નહિ, અને તે સમજ્યા વિના જીવને જ્ઞાન ક્યાંથી થાય ? જિનનું સ્વરૂપ સમજે તે સમજનારને આત્મા પરિણમે અને તે જિનદશા પ્રાપ્ત કરે. વળી, જીવને કેઈ શંકા ઉત્પન્ન થાય ત્યારે તેનું સમાધાન પક્ષ જિનવચન – શાસ્ત્રો ન કરી શકે, પણ પ્રત્યક્ષ સદ્દગુરુ હોય તે તે શંકાનું સમાધાન કરી શકે, આથી પ્રત્યક્ષ જ્ઞાનીને ઉપકાર સૌથી વિશેષ છે એવો નિશ્ચય આત્માથીને વર્તતે હેય છે. અને એ જ સદગુરુનું માહામ્ય છે. એ વિશે શ્રી મનસુખભાઈ ૨. મહેતાના શબ્દોમાં કહીએ તે – જેમ બારમા દેહરામાં જિનપદુ સમજવાનો અને પામવાનો ગ્રંથકારે ઉપદેશ કર્યો છે તેમ સર્વ જ્ઞાની પુરુએ આપણા આત્માને નિજ પદને– શ્રી જિનના કર્મમલરહિત આત્મા - જિનપદ– જેવાં કરવાની સાધ્યષ્ટિ રાખી છે, એટલે દષ્ટિબિંદુ તે જિનપદ પ્રત્યે સ્થિર કર્યું છે. આ દેહરામાં, આ રીતે, દષ્ટિબિંદુ શ્રી જિન પ્રત્યે રાખી, તેઓનું સર્વોત્તમ માહાસ્ય અભુતપણે ગાઈ, પ્રત્યક્ષ સદ્દગુરુનું મહાભ્ય પણ તેવા જ ચમત્કારપૂર્વક ગાયું છે.”૩૩ ૩૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૮-૫૩૩. ૩૩. • આત્મસિદ્ધિ”, સંપા. મ. ૨, મહેતા, પ્રસ્તાવના, પૃ. ૫, Page #286 -------------------------------------------------------------------------- ________________ ૫. સિદ્ધિશાસ્ત્ર ૨૭ પ્રત્યક્ષ સદ્ગુરુનું માહાત્મ્ય ગાતાં શ્રીમદ્દે શ્રી જિનના બે પ્રકાર કહ્યા છે; પ્રત્યક્ષ અન પરાક્ષ. પ્રત્યક્ષ જિન તે કે જ્યારે ઋષભાદિ તીર્થંકરા સચેાગીપણે વિદ્યમાન હતા. પરેક્ષ જિન એ કે ઋષાદિ તીથ કરા જે અત્યારે આપણી વચ્ચે દેહાકારે અવિદ્યમાન છે, પણ તેઓએ આપેલા અદ્દભુત બેધ એ આપણા પરના અન ત ઉપકાર છે. પણ તેમના તે ધના આજે, તેમની અવિદ્યમાનતાને કારણે, આપણે મનાવતા અથ કરીએ છીએ, અને તેથી તેનુ પૂરુ માહાત્મ્ય આપણાથી સમજાતુ નથી, અને પરાક્ષ એવા જિન તે ભૂલ સુધારી શકતા નથી. તે કાર્ય સદ્ગુરુ કરે છે. એ અપેક્ષાએ કર્તાએ સદ્ગુરુનું વિશેષ માહાત્મ્ય અહી' બતાવ્યુ છે. આત્મસ્વરૂપ પામવા માટે પ્રત્યક્ષ સદ્ગુરુરૂપી સાધન બતાવી, ૧૩ મા દાહરામાં તે પછીનાં ખીજા' સાધના – જિનાગમાદિ શાસ્ત્રો – નું મહત્ત્વ બતાવ્યું છે. પ્રત્યક્ષ જ્ઞાનીના ચેગ ન હાય ત્યારે જીવને આત્માનાં અસ્તિત્વાદિના આધ કરનારાં જિનાગમાદિ શાંઓ આધારરૂપ થાય છે, એ સાચું છે, પણ તેને સદ્ગુરુ સમાન ભ્રાંતિના ઇંઢક કહી શકાય નહિ. વળી, આત્માથી જીવે એવા સમયે પ્રત્યક્ષ સદ્ગુરુએ જે જે શાસ્ત્રાદિ વાંચવાની, વિચારવાની આજ્ઞા કરી હાય, તે પ્રમાણે પેાતાના અંગત મતમતાંતરોના ત્યાગ કરીને કરવું ઉચિત છે. આમ ૧૪ મી ગાથા સુધી સચુરુનું માહાત્મ્ય બતાવ્યા પછી ગ્ર'થકર્તા સદ્દગુરુની આજ્ઞાથી ચાલવાથી અને ન ચાલવાથી જે જાતનાં ફળ મળે છે તેનુ વર્ણી તે પછીની ગાથાઓમાં કરે છે. “ આળાએ મો”, “ આળાએ તવો ’' એવું જે વચન “શ્રી આચારાંગસૂત્ર ”માં આવે છે, તેની યાદ આપતા ૧૫મા દોહરા છે~~ “ શકે જીવ સ્વચ્છંદતા, પામે અવશ્ય માક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું. જિન નિર્દોષ.” ૧૫ પાતાના સ્વચ્છંદ છેાડીને ગુરુઆજ્ઞાએ ચાલવાથી જીવના અવશ્ય મોક્ષ થાય છે. અને એ પ્રમાણે ચાલીને અનંત જીવાએ મેાક્ષ પ્રાપ્ત કર્યા છે. અને એ સ્વચ્છંદ રાકવા માટેના ઉપાય છે - પ્રત્યક્ષ સદ્ગુરુના યાગ ’; કર્તા તે ૧૬મા દોહરામાં બતાવે છે. અહીં પ્રત્યક્ષ સદ્ગુરુના યેાગથી સ્વચ્છંદ, માન આદિને નાશ શ્રી જિનઆજ્ઞાએ જણાવી, તેને સમકિત થવાનુ પ્રત્યક્ષ કારણ ગણાવતાં ૧૭મે દોહરા રચ્યા છે કે 66 — “સ્વચ્છંદ. મત આગ્રહ તજી, વર્ત સદ્ગુરુ લક્ષ્; સક્તિ તેન ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ” ૧૭ અહી' બતાવેલા, સદ્દગુરુના શરણમાં જવાના ઉપાય ન કરતાં, ખીજા કાટિ ઉપાય કરે તાપણ જીવના સ્વચ્છ દ, માનાદિ શત્રુઓના નાશ થતા નથી, ખર્ક વધારે થાય છે. પણ સદ્ગુરુના શરણમાં વિનયભાવે જવાથી તે સવના અલ્પ પ્રયાસથી નાશ કરી શકાય છે. સદ્દગુરુનુ' એવું માહાત્મ્ય શ્રીમદ્ ૧૮ મા દોહરામાં ગાયુ છે. આ સનું માહાત્મ્ય બતાવતા એક શ્લાક ઉપાધ્યાય શ્રી યશવિજયજીના “ અધ્યાત્મ્યસાર”માં છે કે ; Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની અવનસિદ્ધિ २१८ “શાસ્ત્ર છેવિનયે ત્રિામાવયાનિ ૨ . संवरांगतया प्राहुर्व्यवहारविचक्षणाः ||"३४ આ કલાકમાં જણાવ્યા પ્રમાણે શાસ્ત્ર, ગુરુને વિનય, ક્રિયા અને આવશ્યક એ સર્વને વ્યવહારને વિશે નિપુણ એ સંવરના અંગરૂપ કહ્યાં છે. સદ્દગુરુનું માહાસ્ય હોવાથી, આત્માથી જી ગુરુ પ્રત્યે ઘણે વિનય દાખવે છે. તે વિનય કેવો હોય તે ૧૯મા દેહરામાં બતાવ્યો છે કે – જે સારુ ઉપદેશથી પામ્ય કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન.” ૧૯ જ્ઞાની પુરુષના ચગથી કંઈ જીવને પ્રબળ પુરુષાર્થ દ્વારા ગુરુ પહેલાં કેવળજ્ઞાન થઈ જાય તો પણ તે કેવળીભગવાન પોતાના ગુરુને ઉપકાર સ્વીકારી છઘસ્થ ગુરુની વૈયાવચ્ચ પણ કરે. આ વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ છે. “ઉત્તરાધ્યયન સૂત્ર”માં વિનયને ધર્મનું મૂળ કહી વર્ણવ્યાં છે, તથા “દશવૈકાલિક સૂત્રમાં શું વિનય અધ્યયન છે, તેને ધ્યાનમાં રાખીને શ્રીમઅહીં કહ્યું છે કે – “એવો માર્ગ વિનયતણે, ભાખ્યા શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માગને, સમજે કેઈ સુભાગ્ય.” ૨૦ વિનયનું આટલું માહાસ્ય કેમ છે તે સમજાવતાં શ્રી કાનજીસ્વામી જણાવે છે કે – “સત્કરને વિનય, તે પરમાથે નિજગુણનો વિનય છે. અને પ્રત્યક્ષ સદ્દગુરુના ઉપકારમાં પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીના, ત્રણે કાળના ઉપકાર સમાઈ જાય છે.”૩૫ પરંતુ આ વિનયના માર્ગને જે કંઈ અસદગુરુ ગેરલાભ ઉઠાવે, પોતાના શિષ્યો પાસેથી માન મેળવવાની આકાંક્ષા રાખે તો તે મહામહનીય કર્મ ઉપાર્જન કરી, અનેક ભવ વધારી મૂકે અર્થાત્ સંસારસમુદ્રમાં ડૂબે. અહીં ગુરુ માટે માનભાવ સામે ગ્રંથકર્તાએ દીવાદાંડી મૂકી છે. તેઓ ચગ્ય જ જણાવે છે કે જે આત્માર્થી જીવ હોય તે જ આ વિનયમાર્ગને સમજી શકે, અન્ય તે તેને અવળે ઉપયોગ કરી ભવસાગરમાં ડૂબે અને ડુબાડે. શ્રી કાનજીસ્વામીના શબ્દોમાં કહીએ તો : આ રીતે શ્રીમદે વિશેષપણે શ્રી ગુરુનાં લક્ષણ અત્રે એ કહ્યાં છે કે જે મોક્ષમાર્ગ પ્રકાશક હોય, માર્ગના સાચા ઉપદેશક હાય..મુખ્યપણે ઉપદેશકની ભૂમિકા ૧૩મું ગુણસ્થાનક છે... નીચેની ભૂમિકામાં ૬ઠ્ઠા ગુણસ્થાનકવત મુનિ યથાર્થ મોક્ષ માર્ગ ઉપદેશક ઈ શકે. તેઓ પૂર્વાપર અવિરોધપણે સર્વજ્ઞના ન્યાયને, ગુરુપરંપરાથી જાણે છે, તથા ઉપદેશ આપી શકે છે.”૩૬ ૩૪. “અધ્યાત્મસાર”, આત્મજ્ઞાન અધિકાર, કલોક ૧૪૧. ૩૫. “ આત્મસિદ્ધિ પરનાં પ્રવચને ", પૃ. ૧૪૫. ૩૬. એજન, પૃ. ૧૪૧. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૫. આમસિદ્ધિશા આમ ઉપદેશક ગુણસ્થાને વતા ગુરુનાં લક્ષણા શ્રીમદ્દે અહી બતાવ્યાં છે. આમ ૨૩ ગાથામાં મંગલાચરણ, ગ્રંથરચનાના હેતુ, ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની જીવનાં લક્ષોા, સદ્ગુરુનાં લક્ષણા, તેના ઉપકાર, તેમનું માહાત્મ્ય, જીવની પાત્રતા, વિનયમાર્ગ વગેરે વિશે પ્રાથમિક છતાં અગભીર સમજણુ આપ્યા પછી શ્રીમદ્ ર૪ થી ૩૩ સુધીની ૯ ગાથામાં મતાથી જીવનાં લક્ષણ બતાવ્યાં છે. ભતાથી જીવનાં લક્ષણા જેનામાં આત્મકલ્યાણ કરવાની વૃત્તિના કે પ્રવૃત્તિના અભાવ હોય તે જીવ મતાથી ગણાય છે. તે મતાથી જીવનાં લક્ષણા બતાવતાં ઉપાધ્યાય શ્રી યશાવિજયજીએ “ અધ્યાત્મસાર ”ના સમકિત અધિકારમાં લખ્યું છે કેઃ~~ “નાસ્તિ નિસ્સો ન હર્યાં સ્ન» મોાડમા ન નિવ્રુતઃ । તડુવાયશ્ર नेत्याहुमिध्यात्वस्य વાનિ ઘટ્ wate આત્મા નથી, નિત્ય નથી, કર્તા નથી, ભેાક્તા નથી, મુક્તિ નથી, તથા તેના ઉપાય કઈ પણ નથી એમ માનવુ' તે મિથ્યાત્વનાં છ પદો છે. અર્થાત્ આત્માનાં છ પદોમાં શ્રદ્ધા ન રાખવી તે મિથ્યાત્વ છે. ૧૯ શ્રીમદ્દે અહી દર્શાવેલાં મિથ્યાત્વીનાં લક્ષણેામાં આ ધ્યે પદના સમાવેશ કર્યા નથી. પણુ મુખ્યત્વે છઠ્ઠા પદને “ માક્ષના ઉપાય ” વિશેની અતવ્રતાના — મતાથી નાં લક્ષણા બતાવવામાં ઉપયોગ કર્યાં છે. ૨૪ થી ૩૩ સુધીના દોહરાએ શ્રીમદ્દે મતાથીનાં લક્ષણ બતાવવા રચ્યા છે. તેમાં મેાક્ષમાગ ના ઉપાય ચૈાજનાં ચેાજતાં જે લેાકેા ક્રિયાજડ કે શુષ્ક જ્ઞાની બની જાય છે તેનાં લક્ષણા ખતાવ્યાં છે, ચાથા-પાંચમા દોહરામાં ક્રિયાજડ અને શુષ્કજ્ઞાનીનું જે સ્વરૂપ સક્ષેપમાં બતાવ્યું છે તેના અહીં થેાડા વિસ્તાર છે. ૨૪ થી ૨૮ સુધીના પાંચ દોહરામાં ક્રિયાજજ્ઞનાં લક્ષણો અને ૨૯ થી ૩૧ સુધીના ૩ દોહરામાં શુષ્કનાનીમાં લક્ષણ આપ્યા પછી કર મા દોહરા સામાન્ય કથનના છે. તેમાં મતા થી જીવ છૂટે એ અર્થે મતાથીનાં લક્ષણો જણાવ્યાં, અને હવે પછી આત્મા વધે તે અર્થે આત્માથીનાં લક્ષણા કહુ છું, એમ કર્તાએ જણાવ્યું છે. ---- શ્રીમતે દર્શાવેલાં મતાથી નાં લક્ષણા ૧. જેને માત્ર બાહ્યથી જ ત્યાગ દેખાય છે, પણ આત્મજ્ઞાન નથી, અને અ'તર'ગ ત્યાગ નથી તેવા ગુરુને મતાથી સદ્ગુરુ માને છે, અથવા તેા પેાતાના કુળધમ થી જે ગુરુ પ્રાસ હાય તેને જ સાચા ગુરુ માની તેનામાં મમત્વ રાખે છે, અને તેનામાં સદ્ગુરુનાં લક્ષણ છે કે હિ તે વિશે તે વિચારતા નથી. ૩૭. અધ્યાત્મસાર ”, સમક્તિ અધિકાર, લેાક ૬૦, પૃ. ૨૦૨. 86 Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રીમદ જીવનેસિદ્ધિ ૨. જે જિનના દહાદિનું વર્ણન છે, સમવસરણાદિ જિનના અતિશયેનું વર્ણન છે તેને જ મતાથી જીવ જિનનું સાચું સ્વરૂપ માની લે છે, અને જિનના પરમાર્થ હેતુરૂપ અંતરંગસ્વરૂપને જાણવા કે સમજવા વિશે મતાથી પ્રયત્ન કરતું નથી. અહીં શ્રીમદ્દે શુદ્ધ આત્મસ્વરૂપને ઓળખવા ઉપર ભાર મૂક્યો છે. ૩. આવા મતાથી જીવને કયારેક સદગુરુને યાંગ થઈ જાય તે પણ તે તેના ઉપદેશથી તદ્દન ઊલટી રીતે ચાલે છે, અને તે ખરેખર દઢ મુમુક્ષુ છે એમ માની, પોતે માનેલા ગુરુમાં મતાગ્રહથી મમત્વપણું દઢ કરી અસગ્નને સરું માને છે. ૪. દેવ, નરક આદિ ચતુર્ગતિના ભાંગાનું વર્ણન કેઈ વિશેષ પરમાર્થ હેતુથી કરેલ છે તે સમજ્યા વિના, તે વર્ણનને જ મતાથી શ્રુતજ્ઞાન માને છે, અને પોતે ધારણ ફરેલ મત તથા વેશના આગ્રહથી જ મુક્તિ માને છે. ૫. પોતાને ઊઠતી વૃત્તિનું સ્વરૂપ કેવું છે તે સમજ્યા વિના બાહ્યપને જ ગ્રહણ કરી મતાથ પિતાને “વ્રતધારી ” ગણાવે છે, અને કવચિત્ સાચે ઉપદેશ સાંભળવા મળે તે પણ લેકે તરફથી મળતાં માન અને સત્કારાદિના લાભથી તે ઉપદેશ મતાથી જીવ ગ્રહણ કરતા નથી. ૬. આ બધું ન હોય તે કઈ વખત ફક્ત નિશ્ચયનયના પુસ્તક વાંચવામાં ક્યાથી તે સ્વીકારી, વૈરાગ્ય, વિનય આદિ સાચા વ્યવહારધર્મનો તે લેપ કરે છે અને પરિણામે તે ગ્રંથોનું સારું પરિણમન થવું જોઈએ તે તેને થતું નથી. વળી, તે શુષ્કજ્ઞાનને જ સર્વસ્વ માની, સાધનરહિત દશામાં એ : મતાથી જૈવ પ્રવર્તે છે. શુકશાનીનું આ લક્ષણ બતાવતો એક લેક “ અધ્યાત્મસાર”માં પણ મળે છે. * નિશ્ચય ગઢ ગ્રવાર સંnaઃ.. વિઘણાં છમાવ સ્વાર્થપાત્રોરાનાત ૩૮ આ શ્લોકમાં બતાવ્યું છે તે પ્રમાણે જેઓને સ્વાર્થ માત્રનાં જ ઉપદેશથી નિશ્ચય ઈષ્ટ છે, અને બ્રાહ્મણોને નહિ બોલવા લાયક મ્લેચ્છ ભાષાની જેમ વ્યવહાર સંગત છે એટલે અનાદર કરવા લાયક છે, તેને વ્યવહારનું ઉલ્લંધન કરનાર મિથ્યાત્વ હોય છે. આમ શ્રી યશોવિજયજીએ “અધ્યાત્મસારમાં કહ્યું છે તે પ્રમાણે શ્રીમદે પણ નિશ્ચય અને વ્યવહારનું સાથે હોવાપણું મતાર્થ કાઢવા માટે જણાવ્યું છે. આવાં લક્ષણવાળે જે મતાથી જીવ હોય તે જ્ઞાનદશા પામી શકતા નથી, અને તે પામવા માટેનું સાધન પણ તેની પાસે હોતું નથી; તેથી તેના સંગમાં પણ જે જીવ આવે તે ભવસમુદ્રમાં ડૂબે છે. વળી, તે પોતાના કુળના મને, પોતાના જ્ઞાનનો વગેરેનો મતાગ્રહી બની પોતાની અધિકારરહિતદશાને લીધે આત્માથે પામી શકતો નથી, તે પોતાને અભિપ્રાય શ્રીમદે ૩૦-૩૧ એ બે દોહરામાં વ્યક્ત કર્યો છે, અને રૂરમાં દેહરામાં મતાથી જીવનાં બાહ્ય લક્ષણે પ્રતિ લક્ષ દર્યું છે કે : ૩૮. “અધ્યાત્મસાર, સમકિત અધિંકાર, લેકે ૬૩, પૃ. ૨ હૈં. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૫. આત્મસિદ્ધિશાસ્ત્ર ૨૭ નહિ કષાય ઉપશાંતતા, નહિ : અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથ દુર્ભાગ્ય.” ૩૨ મતાથી જીવને ક્ષેધ, માન, માયા, લોભાદિ કષાયે પાતળાં પડ્યાં નથી. હતાં. તેના અંતરમાં સંસાર તરફ વૈરાગ્ય નથી હોતા, આત્માના ગુણ ગ્રહણ કરવા જેટલું સરળપણું તેનામાં નથી હોતું. વળી, સત્યાસત્યની પરખ કરવા જોઈતી નિષ્પક્ષ દૃષ્ટિનો પણ તેનામાં અભાવ હોવાથી તે જન્મ, જરા, મરણાદિનાં દુઃખને દૂર કરવા માટે માર્ગ ન પામી શકે તે દુર્ભાગી હોય છે. આ બધાં લક્ષણો આત્માર્થી થી વિરુદ્ધ પ્રકારનાં છે. . આમ શ્રીમદે અહીં “મેક્ષને ઉપાય છે” તે પદની સાર્થકતા વિચારતી વખતે જીવમાં જે જે પ્રકારનાં મિથ્યાત્વ પ્રવર્તે છે તેને નિર્દેશ કર્યો છે. તેમની દષ્ટિએ સદગુરુને ઓળખી ન શકે, તેની આજ્ઞાએ ચાલી ન શકે અને પિતાના સ્વછંદને પડ્યા કરે તે મિથ્યાત્વનું મહત્ત્વનું લક્ષણ છે. આ લક્ષણ તેમણે પોતાને લાધેલા અનુભવમાંથી તારવીને આપેલાં જણાય છે, કારણ કે આ લક્ષણો કઈ પણ સંપ્રદાયને અંધશ્રદ્ધાથી અનુસરતી વ્યક્તિમાં જોવા મળતાં હોવા છતાં આવી વ્યવસ્થિત રીતે નિરૂપાયેલાં જોવા નથી મળતાં. શ્રીમદે આપેલ મતાથી જીવનાં લક્ષણ વિશે પંડિત સુખલાલજીએ ગ્ય જ લખ્યું છે કે – આવા માથનાં અનેક લક્ષણે તેમણે ટ, જરા વિસ્તારથી, દર્શાવ્યાં છે જે તદ્દન અનુભવસિદ્ધ છે, અને ગમે તે પંથમાં મળી આવે છે. આ સ્થળે એક-બે વિશેષતા તરફ ધ્યાન ખેંચવું ઈષ્ટ છે. પ્રસિદ્ધ આચાર્ય સમંતભ આ “આસમીમાંસાની બાળમનમોચન આદિ કારિકાઓમાં બાહ્ય વિભૂતિઓમાં વીતરાગપદ જોવાની સાવ ના પાડી છે. શ્રીમદ્દ પણ એ જ વસ્તુ સૂચવે છે. યોગશાસ્ત્રના વિભૂતિપાદમાં, બૌદ્ધગ્રંથોમાં અને જેન પરંપરામાંય વિભૂતિ, અભિજ્ઞા-ચમત્કાર કે સિદ્ધિ અને બુદ્ધિમાં ન ફસાવાની વાત કહી છે તે સહજપણે જ શ્રી રાજચંદ્રના ધ્યાનમાં છે. તેમણે એ જોયેલું કે જીવની ગતિ-અગતિ, સગતિ-કગતિના પ્રકારેકમભદના ભાંગા વગેરે : ઉન અકારી, કર્મભેદના ભાંગા વગેરે શાકમાં વર્ણિત વિષયમાં જ શાસ્ત્રરસિયાએ. રચ્યાપચ્યા રહે છે અને પટપાથી શાસ્ત્રમાં વડિત વિષ આગળ વધતા નથી. તેમ ઉદ્દેશ તેમણે સૂચવ્યું છે. કે શાસ્ત્રના એ વર્ણને એનું અંતિમ તાત્પર્ય નથી, અને અંતિમ તાત્પર્ય પામ્યા વિના શાસ્ત્રોનો પાઠ કેવળ મતાર્થિતા પેશે છે. શ્રીમદ્ રાજચંદ્રનું આ કથન જેટલું અનુભવમૂલક છે તેટલું જ બધી જ પરંપરાઓને એકસરખે ભાગ પડે છે૩૯ મતાથી જીવના લક્ષણુ બતાવવાને શ્રીમદ્દન હેતુ “ આત્મસિંદ્ધનો વાચક પાસામાં તેવું કઈ દૂષણ છે તે તેનાથી દૂર થવા પ્રયત્ન કરે છે, તે વિશે તેમણે ૩૩મી ગાથામાં લક્ષણ કહ્યા મતાથાના મતાથે જાવા કાજ; હવે કહું આમાથીનાં, આમઅર્થ સુખસાજ.” ૩૩ ૩૯. “ આત્મસિદ્ધિ આત્મપનિષદ ”, “આત્મસિદ્ધિ", સંપા. મુકુલભાઈ કલાથી, _ ૩૩. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રીમાળી જીવનસિદ્ધિ આમ મતાથીનાં લક્ષણો દ્વારા શ્રીમદ્દે, શ્રી ભાગીલાલ શેઠના શબ્દોમાં કહીએ તે ઃ— “જે વસ્તુ પામવા ચેાગ્ય છે તે જિનનુ પ્રતિષ્ઠિત અંતરગ સ્વરૂપ છે અને તેની પ્રશસા છે, આ વાત દૃષ્ટિસન્મુખ ન રાખવી તેને મતા ગણ્યા છે. ૪૦ આત્માથી જીવનાં લક્ષણા મતા દૂર કરવા માટે શ્રીમદ્દે મતાથીનાં લક્ષણો જણાવ્યાં. પરંતુ માત્ર મા` જવાથી આત્મા આવી જતા નથી. તે મેળવવા જીવમાં કેવાં લક્ષણો હાવાં આવશ્યક છે, તે શ્રીમદ્દે ૩૪ થી ૪૧ સુધીના ૮ દોહરામાં બતાવ્યું છે. તે લક્ષણો નીચે પ્રમાણે છેઃ~~~ ૧. આત્માથી જીવ, જેને આત્મજ્ઞાન હોય તેને જ સદ્ગુરુ જાણે છે, અને આત્મજ્ઞાન ન હોય તેવા કુળગુરુને પણ તે કલ્પિત ગુરુ જાણે છે, આત્મજ્ઞાન વિનાના ગુરુથી ભવનાશ ન થાય તેમ તે નિશ્ચયપૂર્વક જાણે છે. ૨. આત્માથી જીવ પેાતાને પ્રાપ્ત થયેલા સદ્ગુરુના યાગને પરમ ઉપકારી જાણે છે, કારણ કે શાસ્ત્રાદિના વાચનમાં જ્યારે કંઈ ન સમજાય ત્યારે તે સમજાવનાર સદ્દગુરુ જ છે અને તેથી આત્માથી જીવ મન, વચન અને કાયા એ ત્રણની એકતાથી સદ્ગુરુની આજ્ઞાએ પ્રવર્તે છે. ૩. માક્ષમાર્ગ ત્રણે કાળમાં એક જ હોય છે, તેવી દૃઢ શ્રદ્ધા આત્માથી ને છે, તે વિશે શ્રીમદ્દે લખ્યુ છે કે ઃ~~ અર્થાત્ જેનાથી પરમાર્થની સિદ્ધિ થાય તેવા ભાગ ભૂત, વર્તમાન અને જ્ઞવિષ્ય એ ત્રણે કાળમાં એકસરખેડુ જ હાય છે, તેવી પ્રતીતિ તેને હોય છે. “ એક હાય ત્રણ કાળમાં, પરમાર્થના પ; પ્રેર તે પરમાને, તે વ્યવહાર સમત. ’૩૬ ૪. આત્માથી જીવ ત્રણે કાળમાં મોક્ષમાર્ગ એક જ રૂપે હાય છે તેમ સ્વીકારી, તે માર્ગ બતાવનાર સદ્ગુરુના યોગ તે શોધે છે. અને તે ગુરુ પાસે માત્ર આત્માની જ ઈચ્છા રાખે છે, અને માનપૂજાદિની કે રિદ્ધિની લેશ પણ ઇચ્છારૂપ રાગ આત્માથીના મનમાં હોતા નથી. ૫. અહી' સુધી મતાથી થી વિરુદ્ધ એવા આત્માથીનાં આંતરિક લક્ષણા તથા અભિલાષા વર્ણવ્યા પછી, તેનાં માહ્ય લક્ષણા ૩૮ મા દોહરામાં બતાવ્યાં છે કે :~~ ૪. ૮૮ કષાયની ઉપશાંતતા, માત્ર માક્ષ ભવે ખેદ, પ્રાણી યા, ત્યાં આત્મા “ આત્માસિદ્ધિ ”, શ્રી ભોગીલાલ ગિ. શેઠ, પૃ. ૧૧૬, અભિલાષ, નિવાસ. 37 ૩૮. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૫. આત્મસિદ્ધિશાસ્ત્ર ર૭૩ આત્માથી જીવને ક્રોધ, માન, માયા, લેભ આદિ કષા શાંત થઈ ગયા હોય છે, મેક્ષ મેળવવાની એક જ અભિલાષા બાકી રહી હોય છે, ભવભ્રમણ વિશે અતિશય ખેદ પ્રવર્તતે હોય છે, અને પ્રત્યેક પ્રાણી પ્રત્યે કરુણુભાવ હોય છે. શાસ્ત્રમાં શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા એ પાંચ લક્ષણે સમકિતી જીવનાં બતાવાયાં છે, જેને શ્રીમદે અહીં વર્ણવ્યાં છે. ઉપાધ્યાય યશોવિજયજી સમતિનાં લક્ષણ નીચે પ્રમાણે બતાવે છે – " शमसंवेगनिर्वेदानुकम्पाभिः परिष्कृतम् । दधतामेतदच्छिन्न सम्यकत्वं स्थिरतां बजत् ।।"४१ અધ્યાત્મસાર”ના “સમકિત અધિકાર"ના આ શ્લોકમાં બતાવ્યા પ્રમાણે શમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપા કરીને શેભિત એવા આ આસ્તિ અને નિરંતર ધારણ કરનારા ભવ્ય જીવોનું સમકિત સ્થિરતાને પામે છે, નિશ્ચળ થાય છે. આ જ લક્ષણે શ્રીમદ્ ઉપરના દોહરામાં સરળ ભાષામાં બતાવ્યાં છે. શમ એટલે સમભાવ. રાગદ્વેષનાં પરિણામ ન થતાં સમભાવ રહે તે સમ, અને તે જ કષાયની ઉપશાંતતા. સંવેગ એટલે મોક્ષ મેળવવાની ઈચ્છા, અર્થાત્ “મોક્ષ અભિલાષ.” નિર્વેદ એટલે સંસાર દુઃખમય લાગવાથી આવતે વૈરાગ્ય, અને તે જ ભાવે ખેદ. અનુકંપા એટલે પ્રત્યેક પ્રાણી તરફનો દયાભાવ. અર્થાત્ “પ્રાણાયા.” આ ચાર લક્ષણે તે શ્રીમદે ઉપરના દોહરામાં એકસાથે આપી દીધાં છે. પાંચમા લક્ષણ “આસ્થા” વિશે શરૂઆતના ત્રણચાર દેહરા રચ્યા છે. આસ્થા એટલે આત્માના અસ્તિત્વ આદિમાં શ્રદ્ધા તથા મોક્ષમાર્ગમાં નિઃશંકતા, જે શ્રીમદ્ “મોક્ષમાર્ગની એકતાના નિશ્ચય” રૂપે વર્ણવેલ છે. આમ આત્માથી જીવનાં લક્ષણે બતાવવાની સાથે શ્રીમદ્દ શાસ્ત્રમાં બતાવેલા સમકિતીનાં લક્ષણે પણ ખૂબીપૂર્વક બતાવી દીધાં છે. આમ શ્રીમના અભિપ્રાય મુજબ તે સમક્તિી જીવ જ આત્માથી ગણી શકાય. જીવને ઉપર જણાવી તેવી આત્માર્થદશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોક્ષમાર્ગની પણ પ્રાપ્તિ થતી નથી. અને તે માગ ન મળે ત્યાં સુધી તેના આત્મબ્રાંતિરૂપ અનંત દુઃખના હેતુવાળે અંતર રોગ જતો નથી. પણ જેવી આત્માથીની દશા પ્રાપ્ત થઈ કે તરત જ તેને સદ્દગુરુને બંધ સચેટપણે અસર કરે છે. તે બોધ પર વિચાર કરવાથી આત્માથી જીવ પોતાનું સ્વરૂપ સમજે છે અને પોતામાં ગુપ્તપણે રહેલું અનંત સુખ તે પ્રગટાવે છે. એટલે કે સુવિચારણાના ફળરૂપે આત્માથી જીવ જ્ઞાન પામે છે, અને અંતમાં નિર્વાણપદ એટલે કે એક્ષપદ પામે છે. આત્માર્થ પામવાની ફલશ્રુતિ તરીકે શ્રીમદે મોક્ષપદ બતાવ્યું છે. સવળી મતિ થતાં જીવની આત્માર્થ દશા પ્રારંભાય છે અને તે દશા વિકાસ પામતાં જીવને મોક્ષ થાય છે. ૪૧. “અધ્યાત્મસાર”. સમકિત અધિકાર, લોક ૫૮, પૃ. ૧૦૧. રૂપ Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદના જીવનસિદ્ધિ તેમ કર્તાએ ૪૧ મા દોહરામાં સ્પષ્ટ કહ્યું છે. આમ એમણે આત્માર્થનું ટૂંકું છતાં માર્મિક સ્વરૂપ આલેખ્યું છે. આત્મસિદ્ધિશાચ”ના વાચનના અધિકારી તરીકે શ્રીમદે ઉપર જણાવેલા આત્માથી જીવનાં લક્ષણો ધરાવતી વ્યક્તિને જ સ્વીકારી છે, કારણ કે આવા આત્માથી જીવની સુવિચારણાની પુષ્ટિ માટે તથા મોક્ષમાર્ગની સમજ આપવા માટે શ્રીમદે આ ગ્રંથમાં આત્માનાં છ પદ દર્શાવી તેની સિદ્ધિ, ગુરુ-શિષ્યના સંવાદરૂપે, પોતાની અનુભવસિદ્ધ વાણીમાં, શાસ્ત્રના આધારે, કરી છે. જે જીવમાં એ લક્ષણો ન હોય તે શ્રીમદ્દે કરેલી શાસ્ત્રીય ચર્ચા વાંચ્યાથી મોક્ષમાર્ગ માટે જરૂરી એવી સુવિચારણું ઉત્પન્ન ન થાય અને તેથી તે જીવને મોક્ષમાર્ગ સુલભ ન લાગે. આત્માનાં છ પદની શાસ્ત્રીય ચર્ચારૂપ આ ગંભીર વિષયને શ્રીમદે “આત્મસિદ્ધિમાં સરળ ભાષામાં નિરૂપ્યો છે, છતાં તેમાં એટલાં ગૂઢ તનું નિરૂપણ તેઓ કરી શક્યા છે કે તેમના ૧૪૨ દેહરા વિસ્તારથી સમજાવવા માટે શ્રી કાનજીસ્વામીને પુસ્તકનાં ૬૦૦ પાનાં, કે શ્રી ભેગીલાલ શેઠને ૪પ૦ પાનાં ઓછાં લાગ્યાં છે. અને એ બધાએ આપેલી સમજતી જોતાં ખ્યાલ આવે છે કે શ્રીમદ્ આ દેહરામાં કેટલે તત્ત્વ સંભાર મૂક્યો છે. તેમ છતાં આ શાસ્ત્રની ખૂબી એ છે કે તેનું નિરૂપણ એટલી સરળ ભાષામાં થયું છે કે કોઈ પણ મુમુક્ષુ તેમાંથી કંઈ ને કંઈ તે જરૂર મેળવે. દયારામના “રસિકવલ્લભ”ને સમજવા જેમ ભાગવત સંપ્રદાયના ગ્રંથને અભ્યાસ જરૂરી છે, અખાભગતનું “અખેગીતા ” સમજવા જેમ વેદાંતનું જ્ઞાન આવશ્યક છે, તેમ આત્મસિદ્ધિશાસ્ત્રનો વિષય તર્ક પ્રધાન, દાર્શનિક અને જન સાંપ્રદાયિક હોવાને લીધે તેનું ગૌરવ માણવા જેના પરિભાષાની અને જન તત્ત્વજ્ઞાનની થોડી સમજણ હોવી અગત્યની છે. શ્રી ભેગીલાલ શેઠે લખ્યું છે કે – એમાં દર્શનને સાર છે, આધ્યાત્મિક જીવનનું પરમ ઉત્કૃષ્ટ રહસ્ય છે, આત્મધર્મને અગમ્ય મર્મ છે. મતાગ્રહને તેમાં સ્થાન નથી, સંપ્રદાયની તેમાં ગંધ નથી, વિરોધને અવકાશ નથી. સત્ય સમજવાની જેને જિજ્ઞાસા છે, સાચા સ્વાધીન અખંડ સુખને જે અભિલાષી છે અને આત્મિક શાંતિની જેને અપેક્ષા છે તેને આ શાસ્ત્ર પરમ હિતકારી થશે તેમાં સંદેહ નથી.”૪૨ આવું ઉત્તમ શાસ્ત્ર વાંચવા તથા સમજવા માટે શ્રીમદે માત્ર ચાર જ વ્યક્તિને અધિકારી શા માટે ગણી હતી તે આ ઉપરથી સમજાશે. આ અધિકાર બતાવ્યા પછી શ્રીમદ મુખ્ય વિષય ઉપર આવે છે. આમાનાં છ પદ આત્મસિદ્ધિ માં શ્રીમદ્ આત્માનાં છ પદ આ પ્રમાણે દર્શાવ્યાં છે – ૪૨. “આત્મસિદ્ધિશાસ્ત્ર', ભોગીલાલ શેઠ, પ્રસ્તાવના, પૃ. ૫, Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ૫. આત્મસિદ્ધિયા આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ છે ભક્તા, વળી મેક્ષ છે, મક્ષ ઉપાય સુધર્મ.”૮૩ શ્રી સિદ્ધસેન દિવાકરના “સમ્મતિત પ્રકરણ”માં, હરિભદ્રાચાર્યના “શાસ્ત્રવાર્તાસમુચ્ચય” માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના “અધ્યાત્મસાર” આદિ શાસ્ત્રગ્રંથોમાં આત્માનાં આ છ પદ દર્શાવવામાં આવ્યાં છે. “સમ્મતિતર્ક પ્રકરણ” માં તૃતીય ખંડના ૫૪, ૫૫ એ બે કલાકમાં શ્રી સિદ્ધસેન દિવાકરે આત્મા વિશે નાસ્તિત્વ આદિ છ પક્ષેનું મિથ્યાપણું અને અસ્તિત્વ આદિ છે પક્ષેનું સમ્યફપણું નીચે પ્રમાણે બતાવ્યું છે – "णास्थि ण णिच्ची ण कुणइ कयण वेएइ जत्थि णियाण । त्थि य मोक्खोवाओ छ म्मिच्छत्तरस ठाणाई ॥" " अस्थि अविणासधम्मी करेइ वएइ अस्थि णिवाण ।। अस्थि य मोक्खोवाओ , स्सम्मत्तस्स ठाणाइ' ॥" શ્રી સિદ્ધસેન દિવાકરના અહીં જણાવ્યા પ્રમાણે, આત્મા નથી, તે નિત્ય નથી, તે કંઈ કરતો નથી, તે કરેલ કર્મ વદત નથી, તેને નિર્વાણ નથી અને મોક્ષને ઉપાય નથી –– એ છ મતે મિથ્યાજ્ઞાનનાં સ્થાનકો છે. આત્મા છે, તે અવિનાશી છે, તે કરે છે, તે વેદ છે, તેને નિર્વાણુ છે અને મોક્ષને ઉપાય છે – એ છે મતો સમકિતનાં સ્થાનકે છે. સમ્મતિત પ્રકરણમાં આ પદોને વિસ્તારથી સમજાવેલાં નથી. માત્ર ઉપર જોયું તેમ અસ્તિનાપતિનું નિરૂપણ તેમાં કરેલું છે. શ્રીમદે આ છએ પદને તર્ક તથા અનુભવથી સિદ્ધ કરીને સમજાવ્યાં છે. - શ્રી યશોવિજયજીએ તેમના “અધ્યાત્મસાર ”ના સમકિત અધિકારમાં આત્મા નથી, એ આદિ નાસ્તિત્વ સૂચક છ પદોને મિથ્યાત્વનાં સાધન ગણાવતાં લખ્યું છે કે – " नास्ति नित्यो न कर्ता च न भोक्तात्मा च निवृतः ।। तदुगायश्च नेत्याहुर्मिथ्यात्वस्य पदानि पट् ॥”४३ આત્મા નથી, નિત્ય નથી, કર્તા નથી, ભક્તા નથી, મુક્ત નથી, અને તેનો ઉપાય નથી – એ છ મિથ્યાત્વનાં સ્થાનકો છે એમ શ્રી યશોવિજયજીએ અહીં જણાવ્યું છે. તેમણે એ છ પદનું અસ્તિત્વ બતાવતો ગ્લાક ર નથી, પણ તે છત્યે પદને સિદ્ધ કરતા શ્લોક તેમણે “સમક્તિ અધિકાર” અને “આત્મજ્ઞાન અધિકાર માં રચ્યા છે, જેમાંના કેટલાકની છાયા “આત્મસિદ્ધિ”માં પણ જોવા મળે છે. શ્રીમદે પિતાના સાહિત્યમાં આ છ પદના ઉલ્લેખ સૌ પ્રથમ વિ. સં. ૧૯૪૬ ના ભાદરવા માસમાં ધર્મેચ્છક ભાઈ ખીમજીને લખેલા એક પત્રમાં કર્યો છે : ૪૩. “અધ્યાત્મસાર', સમકિત અધિકાર, કલોક ૬૦, પૃ. ૨૨. Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ આત્મા છે. તે બંધાયો છે. તે કર્મનો કર્તા છે. તે કર્મનો ભોક્તા છે. મોક્ષને ઉપાય છે. આત્મા સાધી શકે છે. આ જે છ મહા પ્રવચને તેનું નિરંતર શોધન કરજે.૪૪ પિતાને જણાતાં આ છ પદના નિઃશંકત્વ વિશે શ્રીમદે પિતાની હસ્તધમાં પણ નોંધ્યું છે કે -- “જીવના અસ્તિત્વપણાને તે કઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહિ થાય. જીવના નિત્યપણને, ત્રિકાળ હોવાપણાના કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહિ થાય. જીવના ચૈતન્યપણાને, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહિ થાય. તેને કઈ પણ પ્રકારે બંધ દશા વતે છે એ વાતને કઈ પણ કાળ સંશય પ્રાપ્ત નહિ થાય. તે બંધની નિવૃત્તિ કઈ પણ પ્રકારે નિઃસંશય ઘટે છે, એ વાતને કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહિ થાય. મોક્ષપદ છે એ વાતને કઈ પણ કાળે સંશય નહિ થાય.”૪૫ આ બધી જગ્યાએ શ્રીમદે આમા વિશેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. ત્યાર પછી પણ વિ. સં. ૧૯૫૦ના ફાગણ માસમાં આ છયે પદને સંક્ષેપમાં સમજાવતા એક પત્ર શ્રીમદે શ્રી લલ્લુજી મહારાજને લખ્યું હતું. તે પત્ર “આત્મસિદ્ધિ”ના પૂર્વરૂપ જેવો છે. તે જોઈએ – “અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુ દેવને અત્યંત ભક્તિથી નમસ્કાર, શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચ કહ્યાં છે તે છ પદને સમ્યફદર્શનનાં નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે – પ્રથમ પદ આત્મા છે. જેમ ઘટપટાદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટાદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વયપ્રકાશક એવી ચૈતન્ય સત્તાને પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવા આત્મા હવાનું પ્રમાણ છે.” બીજુ પદ: આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવતી છે. આત્મા ત્રિકાળવતી છે. ઘટપટ આદિ સંગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, કેમ કે તેની ઉત્પત્તિ માટે કઈ પણ સંયોગે અનુભવયોગ્ય થતા નથી. કેઈ પણ સંયેગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી. માટે અનુત્પન્ન છે. અસંગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કેઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેને કેઈને વિશે લય પણ હોય નહિ.” ત્રીજુ પદઃ આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થ કિયાસંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ કિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. કિયાસંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે, પરમાર્થથી ૪૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૨૩. ૫. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૭૯૦. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૫. સિદ્ધિશાસ ૨૭૭ સ્વભાવ પરિતિએ નિજસ્વરૂપના કર્તા છે. અનુપચિરત અનુભવમાં આવવા યેાગ્ય, વિશેષ સ...બધહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્યકમ ના કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિના કર્તા છે. '' “ચેાથું પદ્મ: આત્મા ભેાક્તા છે. જે જે કઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, નિરક નથી. જે કઈ પણ કરવામાં આવે તેનુ ફળ ભાગવવામાં આવે એવા પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિસ્પર્શીથી તે અગ્નિપનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શતુ ફળ જેમ થયા વિના રહેતું નથી, તેમ કાયાદિ કે અકષાયાદિ જે કઈ પણ પરિણામે આત્મા પ્રવતે તેનું ફળ પણ થવા યેાગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાના આત્મા કર્તા હેાવાથી ભાક્તા છે. ” “ પાંચમું પદ : મેક્ષપદ છે. જે અનુપચષ્ટિત વ્યવહારથી જીવને કનું કર્તાપણુ નિરૂપણ કર્યું", કર્તાપણું હાવાથી ભક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્માનુ ટળવાપણું પણ છે, કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનુ તીવ્રપણું હાય, પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનુ મદ્રુપણુ દેખાય છે, તે ક્ષીણુ થવા યાગ્ય દેખાય છે. ક્ષીણ થઈ શકે છે. તે તે અંધભાવ ક્ષીણ થઈ શકવા યાગ્ય હાવાથી તેથી રહિત એવા જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ “ માક્ષપદ ” છે. '' 29 << છંદું પદ તે મેાક્ષના ઉપાય છે. જે કદી કબંધ માત્ર થયા કરે એમ જ હાય તેા તેની નિવૃત્તિ કોઈ કાળે સભવે નહિ, પણ ક બંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્ત્યાદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના મળે કર્મ બંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે, માટે તે જ્ઞાન, દર્શન, સયમાદિ માક્ષપદના ઉપાય છે.” “ શ્રી જ્ઞાનીપુરુષોએ સમ્યક્દર્શનનાં મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ ઠં પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. ’૪૬ 66 અહીં વર્ણવેલાં આત્મા વિશેનાં આ છ પદ્મના વિસ્તાર શ્રીમદ્રે આત્મસિદ્ધિ ”માં કર્યાં છે. અને તે યે પદ ગુરુશિષ્યના સંવાદરૂપે શ્રીમદ્ રજૂ કરેલ છે. પ્રત્યેક પદ વિશે શિષ્ય પોતાની શ`કા વિનીતભાવે રજૂ કરે છે, અને ગુરુ તેના સમાધાનકારક ઉત્તર આપે છે, એવી ચેાજના શ્રીમદ્ ૪૩ થી ૧૨૭ સુધીના દોહરામાં કરી છે. આ છ પદ વિશે શ્રી કાનજીસ્વામી કહે છે કે — “ આ ન્યાયમાં તત્ત્વના જિજ્ઞાસુને બધી મૂઝવણુ ટળી જાય તેવુ' છે, સરલપણે ન્યાયથી ગુજરાતી ભાષામાં આવી રીતે બીજે કાંય કથન નથી, શ્રીમદ્ રાજચંદ્રે અધા વિરોધ ટાળીને આત્માને સ્પષ્ટ બતાવ્યા છે. ૪૭ ૪. · શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૯૪. . ૪૭ “ આત્મસિદ્ધિ ” પરનાં પ્રવચન, પૃ. ૨૫૦. Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ આ પદ વિશે શ્રીમદે ૪૪ મી ગાથામાં લખ્યું છે કે – ષટ્રસ્થાનક સંક્ષેપમાં, દર્શન પણ તેહ સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ.” ૪૪ આ દેહરામાં જણાવ્યા મુજબ, જે છ પદ સંક્ષેપમાં શ્રીમદે જણાવ્યાં છે, તે જ છયે દર્શનને સાર છે, અને એ છ પદને જ્ઞાનીઓએ પરમાર્થ માર્ગને સાર સમજવા માટે કહેલ છે.. ગમે તે દર્શન, ગમે તે શાસ્ત્ર કે ગમે તે ધર્મ આ છ પદ સિવાય અન્ય કઈ પદ વિશે અભિપ્રાય બાંધી શક્યા નથી, કારણ કે આ છ પદના વિસ્તારમાં બધું સમાઈ જાય છે. અસંખ્ય શાસ્ત્રરચના -ન્યાયશાસ્ત્રો, તર્કશાસ્ત્રો, અધ્યાત્મશાસ્ત્રો વગેરેની માત્મશાસ્ત્રો વગેરેની રચના - આ છ પદની સિદ્ધિ અર્થે થઈ છે. એવો કર્તાનો અભિપ્રાય આપણને આ ગાથામાં જોવા મળે છે. પ્રથમ પદ : આત્મા છે. આત્માનું અસ્તિત્વ સ્વીકારવું તે મોક્ષમાર્ગનું સૌથી પહેલું પગથિયું છે. આત્મા હોય તે જ એને મુક્ત કરવાની વાત થાય, એ દષ્ટિએ આત્માનું અસ્તિત્વ જાણવું તે સૌથી અગત્યનું છે. આ પદ માટે શ્રીમદ્ ૪૫ થી ૫૦ સુધીના ૧૪ દાહરાની રચના કરી છે. તેમાં પહેલા ચાર દોહરામાં શિષ્ય પોતાના ગુરુ પાસે વિનયભાવે આત્માના હાવારૂપ પ્રથમ પદ વિશે, સમાધાનાથે, પિતાને થયેલી શંકા રજૂ કરે છે. અહીં શિષ્યને પોતાના ગુરુ માટે ખૂબ માન છે. વળી તેને શ્રદ્ધા પણ છે કે ગુરુ પોતાને સાચે જ માર્ગ બતાવશે, તેથી તે ખૂબ નમ્રતાપૂર્વક, પિતાના આત્મામાં રહ્યા કરતી પ્રથમ પદ વિશેની શંકા નીચેની દલીલો દ્વારા રજૂ કરે છે – ૧. આત્મા પ્રત્યક્ષ જોવામાં આવતો નથી. વળી તેનું કોઈ જાતનું રૂપ પણ જણાતું નથી, તેમ આત્મા હોવાપણુંનો બીજો કોઈ સ્પર્શાદિ અનુભવ પણ થતો નથી, તેથી આત્મા નથી, એમ લાગે છે. ૨. અથવા જે આત્મા હોય તે તે દેહરૂપે જ છે, અથવા શ્વાસોચ્છવાસ ચાલે છે તે ઈન્દ્રિયે એ જ આત્મા છે, એ સિવાયનું આત્મા હોવાનું બીજું કંઈ ચિહ્ન જણાતું નથી, તેથી આત્માને દેહથી ભિન્ન માનવ તે નકામું જ છે. ૩. વળી જે આત્મા હોય તો તે ઘટપટ આદિ અન્ય પદાર્થોની જેમ જણાવે જોઈએ, પણ તે તેમ જણાતો નથી, માટે આત્મા નથી. આ પ્રમાણે પિતાને થતી શંકાઓ રજૂ કરી શિષ્ય ૪૮ મા દેહરામાં તે શંકાનું સમાધાન કરવા ગુરુને વીનવે છે કે – માટે છે નહિ આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકાત, સમજાવો સદુપાય.” ૪૮ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ૫. આ સિદ્ધિશાસ્ત્ર અહી શ્રીમદ્ ચાર્વાકમતમાં આત્મા નથી ’એમ જણાવવા જે દલીલેા પ્રચલિત છે, તેને પાતાની વાણીમાં શિષ્યની જિજ્ઞાસારૂપે મૂકી છે. ચાર્વાકમતને રજૂ કરતા નીચેના શ્લેાક ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ રમ્યા છે 66 नास्त्येवास्मेति चार्वाकः अहंताव्यपदेशस्य प्रत्यक्षानुपलभतः । રારીનોપત્તિતઃ || ,૪૮ અહીં જણાવ્યા પ્રમાણે પ્રત્યક્ષ દેખાતા નથી માટે આત્મા છે જ નહિ, અને અહતાને વ્યપદેશ તા શરી૨ થઈ શકે છે, એમ ચાર્વાક કહે છે. એટલે કે આત્મા ચક્ષુ ઇન્દ્રિયા વડે દેખાતા નથી, વળી જે જે વસ્તુ જગતમાં છે તે ઇન્દ્રિયા વડે દેખાય છે, માટે જે આત્મા હાય તે તે ઇન્દ્રિય વડે પ્રાપ્ત થવા જોઈએ, પણ તેમ થતુ' નથી, માટે આત્મા નથી. જે કાઈ એવી શંકા કરે કે, “હું સુખી છું”, હું દુઃખી છું” એ આદિ કાણુ એલે છે ? તે તેનું એવું સમાધાન કરે છે કે અહ પણાના જે વ્યવહાર છે, તે તે પ`ચમહાભૂતના સમુદાયરૂપ શરીરે કરીને થઈ શકે છે, માટે આત્મા નથી. એમ ચાર્વાકમતવાળા તથા દેહાત્મવાદીઓ કહે છે.૪૯ 66 અહી” જોઈ શકાશે કે શ્રીમદ્દે ઉપરની જ દલીલેા શિષ્યના સુખમાં, કોઈ પણ દર્શનનું નામ લીધા વિના, જિજ્ઞાસારૂપે મૂકી છે. અને તે પછી ગુરુના મુખે તે શંકાનું સમાધાન આપ્યુ છે. અને એ દ્વારા તેમણે ચાર્વાંકમતની અયેાગ્યતા બતાવી છે. ગુરુએ શિષ્યનું સમાધાન કર્યું છે કે :-- ૧. અનાદિકાળનાં અજ્ઞાનને લીધે આત્માને દેહના પરિચય છે, અર્થાત્ દેહાધ્યાસ છે, અને તે પરિચયને લઈ ને આત્મા દેહરૂપે ભાસે છે. પણ ખરેખર તે આત્મા અને દેહ, મ્યાન અને તલવારની જેમ સ્પષ્ટ જુદા છે, કેમ કે તે બંનેનાં પ્રગટ લક્ષણા જ જુદાં છે. ૨. આત્મા દૃષ્ટિથી દેખાતા નથી, તેનુ સમાધાન બતાવ્યુ` છે કે :~~ જે દેશ છે દૃષ્ટિના, જે અખાધ્ય અનુભવ જે રહે, તે છે જાણે છે રૂપ; જીવ સ્વરૂપ. આત્મા એ દૃષ્ટિથી એટલે કે આંખથી દેખાય તેમ નથી, કારણ કે તે ખુદ આંખના – દૃષ્ટિના જ જોનાર છે. અને જે દેખાય છે તે સના ખાધ કરતાં કરતાં છેલ્લે જે અખાધ્ય સ્વરૂપ –નાશ ન કરી શકાય તેવુ' સ્વરૂપ – બાકી રહે તે જ આત્માનું સ્વરૂપ છે. એટલે કે ૪૮. · અધ્યાત્મસાર ”, સમકિત અધિકાર, શ્લોક ૬૮. 66 ૪. “ આત્મસિદ્ધિ ’માં શિષ્યની શ કારૂપે શ્રીમદ્ જુદાં જુદાં દશ નાના અભિપ્રાય મૂકયા છે, તે કયા દશનના છે તે જણાવવા માટે શ્રી યશોવિજયજીએ રચેલ “ અધ્યાત્મસાર ”માં આપેલ અભિપ્રાયને અહીં આધાર લીધેા છે. ચાર્વાક, બૌદ્ધ, સાંખ્ય, વેદાંત આદિન એવા અભિપ્રાય “ સ્યાદ્વાદમ જરી ’', “ ષડૂદનસમુચ્ચય '', સિદ્ધાંતસાર ” વગેરે ગ્રંથમાં પણ આપેલ છે. "" ૫૧ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રીમની જીવનસિદ્ધિ દહ અને તેના પ્રત્યેક અવયવને જેનાર કેઈક જ્ઞાનધારક પદાર્થ અનુભવાય છે તે આત્મા છે. પણ આત્માને જેનાર બીજે કઈ પદાર્થ અસ્તિત્વમાં નથી. કે ૩. શિષ્ય એવી શંકા કરી હતી કે દહ આત્મા ન હોય તે ઈન્દ્રિય કે પ્રાણ એ આત્મા હો જેઈએ, તે વિશે શ્રીમદ્દ પર અને પ૩ એ બે દાહરા રચ્યા છે કે -- છે ઈન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઈન્દ્રિના વિષયનું પણ આત્માને ભાન. ” પર દેહ ન જાણે તેહને, જાણે ન ઈનિદ્રય પ્રાણ; આત્માની સત્તા વડે તેહ પ્રવતે જાણુ.” ૫૩ કનિદ્રય, ચક્ષુરિન્દ્રિય આદિ પાંચે ઈન્દ્રિયોને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, પણ તે પ્રત્યેકને બીજી ઈન્દ્રિયનું જ્ઞાન નથી, એટલે કે આંખ, કાન, નાક એકબીજાનું કામ કરી શકતાં નથી. પણ આ પાંચે ઈન્દ્રિયાનું જ્ઞાન આત્માને છે. તેથી દેહ, પ્રાણ, ઇન્દ્રિય આદિ આત્માને જાણ થતાં નથી, પણ તે બધાંને આમા જાણે છે, એટલું જ નહિ પણ આત્મા તે બધાંને દોરે છે, પ્રેરણા આપે છે. આત્માનું આ સ્વરૂપ બતાવતો શ્રી યશોવિજયજીને એક શ્લોક છે કે – " इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः । मनसोऽपि परा बुद्धिर्यो बुद्धः परतस्तु सः॥"५० આત્મા શું છે તે બતાવતાં અહીં કહ્યું છે કે ઈન્દ્રિયોને પર કહેલી છે. ઈન્દ્રિયે થકી મન પર છે, મનથી પણ બુદ્ધિ પર છે, અને જે બુદ્ધિ થકી પણ પર છે તે આત્મા છે. આમ આત્મા એ “સર્વ અવસ્થાને વિશે ત્યારે સદા જાય; પ્રગટરૂ૫ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ” ૫૪ જાગ્રતાવસ્થા, સ્વપ્નાવસ્થા, નિદ્રાવસ્થા વગેરે અવસ્થામાં વર્તતે હેવા છતાં, તે અવસ્થાઓ જાણનાર, તેનાથી જુદો રહેનાર તથા તે અવસ્થા વ્યતીત થયે પણ રહેનાર એ આત્મા ચિતન્યમય છે, એટલે કે જાણ્યા કરવું એવો જેનો સ્વભાવ પ્રગટ છે, તે ચિતન્યમયતાની નિશાની તેનામાં સદાય હોય છે, તેનો ભંગ ક્યારેય થતું નથી. આમ શ્રીમદ અહીં આમાનું સ્પષ્ટ લક્ષણ સરળ ભાષામાં બતાવી આપ્યું છે. - પ. ઘટ, પટ આદિની જેમ આત્મા પણ જણાવો જોઈએ, તે વિશે ગુરુ કહે છે કે, “ઘટ, પટ આદિને તું પોતે જાણે છે તેથી તે છે તેમ માને છે, પણ જે ઘટ પટ આદિને જાણનારો છે તેને જ તું માનતા નથી, અને તે કેવું જ્ઞાન કહેવું?” ( ૫૦ “અધ્યાત્મસાર”, આત્મજ્ઞાન અધિકાર, લેક ૪૦. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૫. આત્મસિદ્ધિશાસ્ત્ર ૬. દેહ એ આત્મા નથી તે બતાવતાં શ્રીમદ્ ગુરુમુખે જણાવે છે કે – પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થળ દેહ મતિ અ૫; દહ હોય જે આતમા, ઘટે ન આમ વિક૯૫.” પ૬ આ દુનિયામાં ચારે બાજુ જોઈએ તો જોવા મળે છે કે દુર્બળ દેહ હોવા છતાં તીક્ષણ બુદ્ધિ હોય છે, અને સ્થૂળ દેહ હોવા છતાં અ૮૫ બુદ્ધિ હોય છે. જે દેહ અને આત્મા એક જ હોય તે તો આવા વિકલ્પ સંભવી શકે નહિ, કારણ કે તે તે સ્થળ દેહવાળાને ઘણી બુદ્ધિ અને કૃશ દેહવાળાને થોડી બુદ્ધિ મળવી જોઈએ. પણ તેમ તે દેખાતું નથી, માટે દેહ અને આત્મા જુદા છે. ૭. એ પરથી કહી શકાય કે જડ તથા ચેતન એ બંનેને સ્વભાવ સ્પષ્ટ રીતે ભિન્ન છે. જડ કોઈ કાળે જાણી શકતું નથી, અને આત્મા કોઈ કાળે જાણ્યા સિવાય રહી શકતે નથી, એ બંનેનું સ્પષ્ટ રીતે જુદું પડતું લક્ષણ કઈ પણ કાળે એકરૂપ થતું નથી. આ બધી દલીલોથી ગુરુ શિષ્યને આત્માનું અસ્તિત્વ અને તેની દહથી ભિન્નતા સમજાવે છે. અને અંતમાં શિષ્યને ઊંડા વિચારમાં ગરકાવ કરી દે તેવી એક આશ્ચર્યની વાત રજૂ કરે છે કે – આત્માની શંકા કરે, આત્મા પોતે આપ, શંકાને કરનાર તે, અચરજ એહ અમાપ.” ૫૮ આત્મા પોતે પોતાની જ – શંકાના કરનારની જ - શંકા કરે છે તે અમાપ આશ્ચર્યની વાત નથી લાગતી ? આમ ૧૦ દાહરામાં શ્રીમદે “આત્માના અસ્તિત્વ” વિશેની શંકાનું સમાધાન રજૂ કર્યું છે. અહીં આત્માનું અસ્તિત્વ અનુભવમૂલક દલીલોથી સિદ્ધ કરી શ્રીમદ્ જડવાદીઓની દલીલનું ખંડન કરી, આત્મવાદની રજૂઆત કરી છે. તે વિશે પંડિત સુખલાલજીએ ગ્ય જ લખ્યું છે કે – આત્માનું અસ્તિત્વ દર્શાવતાં શ્રીમદ્ રાજચંદ્ર દહાત્મવાદીની પ્રચલિત અને બાલસુલભ દલીલનું નિરસન કર્યું છે, તે એક બાજુ ચાર્વાક માન્યતાને નકશે રજૂ કરે છે. ને બીજી બાજુ આત્મવાદની ભૂમિકા રજૂ કરે છે. એમ તો અનેક આત્મસ્થાપક માં ચાર્વાક મતનું નિરસન આવે છે, પણ શ્રીમદ્ રાજચંદ્રની વિશેષતા મને એ લાગે છે કે તેમનું કથન શાસ્ત્રીય, અભ્યાસમૂલક, માત્ર ઉપરચોટિયા દલીલમાંથી ન જન્મતાં સીધું અનુભવમાંથી આવેલું છે. તેથી જ તેમની કેટલીક દલીલ હૈયાસરી ઊતરી જાય તેવી છે. ૫૧ ૫૧. આત્મસિદ્ધિ આત્મોપનિષદ્“આત્મસિદ્ધિશાસ્ત્ર”, સંપા. મુકુલભાઈ કલાથી, પૃ. 3. Page #301 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ જ્ઞાનીની વાણું અદભુત તથા ચમત્કારિક હોય છે, તેના થડે પરિચય આપણને અહીં થાય છે. અહીં શ્રીમદ તત્ત્વજ્ઞાનની એક ગૂઢ સમસ્યાનો ઉકેલ થડા શબ્દોમાં, અને સરળ તેમ જ પ્રતીતિકર ભાષામાં મૂકી શક્યા છે, તે જ તેમની વાણીની અપૂર્વતા બતાવે છે. તેથી જ તો પૂ. શ્રી કાનજીસ્વામી કહે છે કે અહીં :– “શ્રીમદે પોતે જ શિષ્યની જિજ્ઞાસાની આબેહૂબ રચના કરી છે, અને હૃદયમાં આરપાર ઊતરી જાય તેવી હૃદયવેધક ભાષામાં સંવાદ રચ્યો છે.પર “આત્મા છે” તે પદની સિદ્ધિ માટેનાં શ્રીમદે આપેલાં પ્રમાણેનું તર્કબદ્ધ રીતે થયેલું સંકલન શ્રીમદની અનુભવમૂલક દષ્ટિ બતાવે છે. બીજુ પદ : આત્મા નિત્ય છે. આત્માનું નિત્યત્વ એ આત્મા વિશેનું બીજુ પદ છે. આત્મા એ ત્રિકાળવતી, અવિનાશી એવો પદાર્થ છે તેમ આ પદમાં સમજાવાયું છે. શિષ્ય આત્માનું અસ્તિત્વ તે, વિચાર કર્યા પછી સ્વીકારે છે, પરંતુ તેને તેના નિત્યપણુ વિશે ખાતરી નથી, તેથી તેને જે જે માન્યતાથી આત્મા અનિત્ય જણાય છે, તે તે ગુરુ સમક્ષ મૂકી પોતાની શંકાનું નિવારણ કરવા વીનવે છે, અને ગુરુ પણ શિષ્યને સાચું જ્ઞાન આપવા એવી જ સરળતાથી આત્માનું નિત્યત્વ સમજાવે છે. આ પદની વિચારણું માટે શ્રીમદે ૧૨ દેહરાનો ઉપયોગ કર્યો છે, તેમાં પ૯ થી ૬૧ એ ત્રણ દોહરામાં શિષ્ય પોતાની શંકા રજૂ કરી છે, અને દરથી ૭૦ સુધીના ૯ દોહરામાં ગુરુએ તેનું સમાધાન કર્યું છે. આત્માના હોવાપણું વિશે જે જે દલીલે ગુરુએ કરી, તે સર્વ પર ઊંડાણથી વિચાર કરતાં તેની સત્યતા વિશે શિષ્યને ખાતરી થઈ છે, તે જણાવી શિષ્ય આત્માની નિત્યતા વિશે શંકા રજૂ કરે છે કે – ૧. આત્મા છે, પણ તે દેહ સાથે ઉત્પન્ન થાય છે, અને દેહ સાથે નાશ પામે છે તેમ જણાવાથી આત્મા નિત્ય નથી એવી બીજી શંકા થાય છે. ૨. બીજી રીતે કહીએ તે દરેક વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે તેથી તે અનિત્ય જણાય છે, તે અનુભવથી જોતાં પણ આત્મા નિત્ય જણાતો નથી. અહી જેઓ આમાનું નિત્ય સ્વીકારતા નથી, અને તેને ક્ષણિક માને છે તેવા બૌદ્ધ આદિ દશનો જે અભિપ્રાય છે તે શ્રીમદ્ શિષ્યમુખે શંકારૂપે રજૂ કર્યો છે. આ અભિપ્રાય જણવત, શ્રી યશોવિજયજીને શ્લોક છે કે – જ્ઞાનજ્ઞળાવીરૂપ નિરો નામેતિ સૌરાઃ | માત્ર માગ્યાં નિયત્વે ગુડ ક્રિયા ને દિ / પ૩ પર. “આત્મસિદ્ધિશાસ્ત્ર” પરનાં પ્રવચન, પૃ. ૨૯૦. ૫૩. “ અધ્યાત્મસાર ”, સમકિત અધિકાર, લોક ૮૯, પૃ. ૨૧૯, Page #302 -------------------------------------------------------------------------- ________________ ૫. આ મસિદ્ધિશાસ્ત્ર બૌદ્ધો કહે છે કે જ્ઞાનના ક્ષણની પરંપરારૂપ આત્મા છે, નિત્ય આત્મા નથી. નિત્ય માનવાથી ક્રમે કરીને અથવા અક્રમે કરીને પણ અર્થક્રિયા ઘટતી નથી. આત્માના નિયત્વને નહીં સ્વીકારતા તથા બૌદ્ધોના ક્ષણિકવાદની દલીલોને પરાસ્ત કરતા શ્રીમદ્ ૬૨ થી ૭૦ સુધીના ૯ દોહરામાં આત્માનું નિત્ય બતાવે છે. શ્રીમદ્ ૬૨ મા દેહરામાં પ્રશ્ન કરે છે કે – દેહ માત્ર સંગ છે, વળી જડ રૂપી દૃશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય?” ૬૨ દહ તે મિશ્રણથી બનેલા છે, વળી તે જડ છે, દેખાય તેવો છે, અને બીજાને દેખાવાનો વિષય છે, તેથી તેમાં નાશ અને ઉત્પત્તિ જણાય છે; પણ ચેતનની એવી ઉત્પત્તિ કે લય. કેઈના પણ જાણવામાં આવ્યાં છે ખરાં ? તે જ આત્માનું તેનાથી જુદાપણું બતાવે છે. આ દોહરાને વિસ્તારથી સમજાવતાં શ્રીમકે એક પત્રમાં લખેલું કે – દેહ છે તે જીવને માત્ર સંયોગ સંબંધે છે, પણ જીવનું મૂળ સ્વરૂપ ઉત્પન્ન થવાનું તે કંઈ કારણ નથી. અથવા દહ છે તે માત્ર સંયોગથી ઉત્પન્ન થયેલા પદાર્થ છે. વળી તે જડ એટલે કોઈ ન જાણતો નથી. પિતાને તે જાણતો નથી, તો બીજાને તે શું જાણે? વળી, દહ રૂપી છે, સ્થળાદિ સ્વભાવવાળા છે અને ચક્ષને વિષય છે. એ પ્રકારે દેહનું સ્વરૂપ છે, તો તે ચેતનનાં ઉત્પત્તિ અને લયને શી રીતે જાણે? અર્થાત્ પિતાને તે જાણતા નથી તો “મારાથી આ ચેતન ઉત્પન્ન થયું છે તેમ શી રીતે જાણે? ‘અને મારા છૂટી જવા પછી આ ચેતન છૂટી જશે અર્થાત્ નાશ પામશે” એમ જ એવો દેહ શી રીતે જાણે ? કેમ કે જાણનારો પદાર્થ તે જાણનાર જ રહે છે, દેહ જાણનાર થઈ શકતો નથી, તો પછી ચેતનનાં ઉ૫ત્તિ-લયને અનુભવ કોને વશ કહે ?” “દહન વશ તો કહેવાય એવું છે જ નહિ, કેમ કે તે પ્રત્યક્ષ જડ છે, અને તેનું જડપણું જાણનારે એ તેથી ભિન્ન બીજો પદાર્થ પણ સમજાય છે.” “જે કદી એમ કહીએ કે ચેતનનાં ઉત્પત્તિ-લય ચેતન જ જાણે છે તો તે વાત બોલતાં જ વિન પામે છે, કેમ કે ચેતનનાં ઉત્પત્તિ-લય જાણનાર તરીકે ચેતનને જ સ્વીકાર કરવો પડ્યો, એટલે એ વચન તે માત્ર અપસિદ્ધાંતરૂપ અને કહેવા માત્ર થયું, જેમ “મારા મોઢામાં જીભ નથી” એવું વચન કેઈ કહે તેમ ચેતનનાં ઉત્પત્તિ-લય ચેતન જાણે છે, માટે ચેતન નિત્ય નથી, એમ કહીએ તેવું પ્રમાણ થયું. ”પ૪ આમ દેહ એ ચેતનનાં ઉત્પત્તિ તથા લયનું કારણ નથી, વળી દહના ઉત્પત્તિ તથા લયન જાણનાર જે છે તે દેહથી જુદો છે, હવે જોઈએ, તે વિચારવાથી સમજાય એમ શ્રીમદ્ ૬૩ મા દોહરામાં બતાવ્યું છે. ૫૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૪૧. Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની સિદ્ધિ વળી, જે જે સંગે – મિશ્રણ દેખાય છે તે તે સર્વ અનુભવ સ્વરૂપ આત્મા જાણે છે, અને તે સંયોગનું સ્વરૂપ વિચારતાં, કોઈ પણ સંગ એ જણાતું નથી કે જેથી આત્મા ઉત્પન્ન થાય. તેથી કેાઈ સાગથી ઉત્પન્ન ન થયેલે એવો આત્મા નિત્ય છે. બીજી રીતે જોઈએ તો ચેતનમાંથી જડની ઉત્પત્તિ થતી હોય કે જડમાંથી ચેતનની ઉત્પત્તિ થતી હોય એવો અનુભવ કયારેય કેઈને પણ થયા હોય તેમ જણાયું નથી. તેથી શ્રીમદ કહે છે કે – કઈ સંયોગથી નહિ, જેની ઉત્પત્તિ થાય નાશ ન તેને કેઈમાં, તેથી નિત્ય સદાય.” ૬૬ અહીં તપૂર્ણ દલીલથી શ્રીમદ્દ સમજાવે છે કે, જેની ઉત્પત્તિ કેઈસાગથી થઈ ન હાય, તેના નાશ પણ કૈઈ દ્રવ્યમાં ન થાય, અર્થાત્ તેનું કોઈ દ્રવ્યમાં રૂપાંતર પણ નથી થતું, તેથી જણાય છે કે આત્મા એ નિત્ય એ પદાર્થ છે. આ કથનની પુષ્ટિ અર્થે ઉદાહરણ આપ્યું છે કે – “ ફોધાદિ તારતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય.” ૬૭ સર્ષમાં જેમ જન્મથી જ ફોધનું વિશેષપણું જોવામાં આવે છે, પારેવામાં જન્મથી જ નિહિંસકપણું જોવામાં આવે છે, માંકડ આદિમાં ભયસંજ્ઞા વિશેષ જોવામાં આવે છે, અન્યમાં અન્ય લક્ષણની વિશેષતા જોવામાં આવે છે, એટલે કે સર્વ જીવમાં ક્રોધાદિનું તરતમપણું જોવામાં આવે છે, તેમ થવાનું કારણ પૂર્વજન્મના સંસ્કાર જ સંભવે છે. અને પૂર્વભવની સિદ્ધિથી આત્માની નિત્યતા સિદ્ધ થાય છે.૫૫ નિશ્ચયથી જોઈએ તે આમ આત્મા નિત્ય છે, છતાં બાહ્યથી જોતાં તેનું અનિત્યપણું જ જણાય છે તેના ખુલાસારૂપે શ્રીમદ્ લખ્યું છે કે – આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય.” ૬૮ આત્મા વસ્તુપણે નિત્ય છે, પણ જ્ઞાનાદિ પરિણામના પલટાવાથી તેના પર્યાયનું સમયે સમયે પલટાવાપણું થાય છે, જેમ કે બાલ અવસ્થામાં આત્મા બાળક જણાય છે, યુવાનીમાં તે યુવાન જણાય છે, વૃદ્ધાવસ્થામાં તે વૃદ્ધ જણાય છે. પણ તે ત્રણ અવસ્થામાં આત્મા ચેતનદ્રવ્યરૂપે તે એક જ છે, તે તેનું નિત્ય છે. આમ નિશ્ચય અને વ્યવહારથી આત્માના નિત્યત્વ વિશેની દેખાતી ભિન્નતાને શ્રીમદે સ્યાદવાદશૈલીથી યથાર્થ સમજાવી છે. આ વિશે શ્રી યશોવિજયજીએ લખ્યું છે કે – ૫૫. આ દાહરે શ્રીમદ્ વિસ્તારથી સમજાવ્યો છે; જુઓ “શ્રીમદ્ રાજચંદ્ર ", અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૪૨. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૫. આસિદ્ધિશાસ " नृनारकादिपर्यायै भिन्नैर्जहाति रप्युत्पन्न नेकत्वमात्मद्रव्यं ઉત્પન્ન થતા અને નાશ પામતા એવા ભિન્ન ભિન્ન મનુષ્ય, નારકી વગેરે પર્યાયેા વડે પણ નિરંતર અન્વયવાળું આત્મદ્રવ્ય એકપણાને છેડતુ – તજતું નથી, એમ આ શ્લોકમાં જણાવ્યુ છે. विनश्वरैः । સવાન્વયી || ''૫ ૬ ગુરુ શિષ્યને સમજાવે છે કે પ્રત્યેક ક્ષણની પરિસ્થિતિ જાણીને જે કહી શકે છે, તે પાત ક્ષણિક નથી. કારણ કે જો પ્રત્યેક ક્ષણે આત્મા પલટાતા હોય તા તેને પૂર્વની ક્ષણનુ કંઈ યાદ રહે નહિ, તે વિશે વિચાર કરી અનુભવપૂર્વક આત્માની નિત્યતાના નિર્ધાર કરવાની ભલામણ ગુરુ શિષ્યને ૬૯મા દોહરામાં કરે છે. તે વિશે શ્રી કાનજીસ્વામી કહે છે કે : -~ 66 “ અહીં તા ભાષા-વચનના ક્ષણે ક્ષણે થતા વ્યાપારને જાણનારા કેવળ ક્ષણિક નથી, નિત્ય છે, એમ બતાવ્યુ છે. પછ આ અનુભવના નિર્ધાર કેવા છે તેના નિર્દેશ કરાયા છે કે ~~ “ કયારે કાઈ વસ્તુના, કેવળ ચેતન પામે નાશ તા, કેમાં ૨૮૫ હાય ન નાશ; ભળે ‘તપાસ, ’' ૭૦ કાઈ પણ્ વસ્તુના કાઈ પણ કાળે સંપૂર્ણ નાશ થતા નથી, તેથી જે ચેતન નાશ પામતું હાય તો તે કેમાં ભળે છે તેની શેાધ કર. શોધતાં સમજાશે કે ચેતનફાઈ માં ભળતું નથી, તેમ તે નાશ પામતુ નથી, માટે તે નિત્ય છે. 66 આમ જુદી જુદી ગળે ઊતરી જાય તેવી દલીલા દ્વારા શ્રીમદ્ આત્માનું નિત્યત્વ બતાવ્યુ છે. અહી વ્યક્ત કરેલી દલીલેા અન્ય સ્વરૂપે શ્રીમના તથા ખીજાના સાહિત્યમાં જોવા મળે છે, પણ અહીં એની વિશેષતા એ છે કે તે તર્ક પૂર્ણ અને અનુભવમાંથી ઊતરીને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવાયેલી જોવા મળે છે. તેમણે તેમાં રજૂ કરેલી દલીલેામાં આત્માના નિત્યત્વ વિશેના વિકાસ જોવા મળે છે. પડિત સુખલાલજી આ દલીલા વિશે યેાગ્ય જ લખે છે કેઃ—— દૃષ્ટિભેદે આત્મા ભિન્ન ભિન્ન અવસ્થા ધારણ કરવા છતાં કેવી રીતે સ્થિર રહે છે અને પૂર્વાજન્મના સ`સ્કાર! કઈ રીતે કામ કરે છે એ દર્શાવતાં એમણે સિદ્ધસેનના સમ્મતિતક 'ની દલીલ પણ વાપરી છે કે બાહ્ય, યૌવન આદિ ભિન્ન ભિન્ન અવસ્થાએ છતાં માણસ તેમાં પેાતાને સળંગ સૂત્રરૂપે જુએ છે. માત્ર ક્ષણિકતા દર્શાવવા તેમણે કહ્યું છે કે જ્ઞાન તા ભિન્ન ભિન્ન અને ક્ષણિક છે, પરંતુ એ બધાં જ જ્ઞાનાની ક્ષણિકતાનું જે ભાન કરે છે, તે પાતે ક્ષણિક હાય તે! બધાં જ નાનામાં પાતાનું આતપ્રાતપણું કેમ જાણી શકે ? તેમની આ દલીલ ગભીર છે. ’૫૮ ૫૬. અધ્યાત્મસાર ”, આત્મજ્ઞાન અધિકાર, શ્લાક ૨૩. 66 ૫૭. આત્મસિદ્ધિશાસ્ત્ર " પરનાં પ્રવચને, પૃ. ૩૧૦. “ આત્મસિદ્ધિ ’, સંપા. મુકુલભાઈ કલાથી, પૃ. ૩૪. 42. Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની જીવનસિદ્ધિ આમ શ્રીમદ્ ગુરુમુખે આત્માનુ નિત્યત્વ માનનાર જૈન આદિદનાના અભિપ્રાયને સિદ્ધ કર્યાં છે, અને આત્માનું નિત્યત્વ ન સ્વીકારનાર એવા બૌદ્ધ આદિ દાના અભિપ્રાયને પરાસ્ત કર્યાં છે. ૨૯૬ ત્રીજુ` પદ : આત્મા કર્તા છે. આત્માનું અસ્તિત્વ અને નિત્યત્વ શિષ્યને ગુરુ પાસેથી સમજાયું. તે પછીથી તે આત્માના ત્રીજા પદ વિશેની પેાતાની શંકા રજૂ કરે છે. તેને લાગે છે કે આત્મા એ કર્મના કર્તા નથી, તેને કર્તા માનવાથી કેટલાક દોષ આવતા તેને જણાય છે. પાતાની માન્યતા શિષ્ય ત્રણ દોહરામાં મૂકે છે, અને તેનું સમાધાન ગુરુ તે પછીના પ દોહરામાં કરે છે. આમ આત્માના ત્રીજા પદ માટે ૭૧ થી ૭૮ સુધીના કુલ ૮ દોહરાઓ રચાયા છે. આત્મા કર્તા નથી તે વિશે જુદા જુદા વિકા બતાવીને શિષ્ય જણાવે છે કે આત્મા એ કનેા કર્તા નથી. કર્માંના કર્તા કર્મ છે, અથવા કર્માં અનાયાસે, સહજ સ્વભાવથી, થયા કરે છે. જો એમ ન હેાય તે, એટલે કે કર્મના કર્તા આત્મા છે એમ હાય તા, કમ કરવાં એ જીવના ધર્મ છે, જેથી તેની કઢી પણ નિવૃત્તિ ન થાય. આત્મા સદાય છે, અને સત્ત્વાદિ ગુણવાળી પ્રકૃતિ કમના અંધ કરે છે. અથવા તેા જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે, તેથી ઈશ્વરેચ્છારૂપ કમ હૈાવાથી, જીવ કર્મથી અબંધ છે. આવા જુદા જુદા વિકલ્પે। મૂકથા પછી શિષ્ય પાતાની માન્યતાના નિચાડ જણાવે છે કેઃ અસંગ “ માટે મેાક્ષ ઉપાયને, કાઈ ન હેતુ જણાય; કર્મ તણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય. ” ૭૩ ઉપર જણાવ્યા પ્રમાણે આત્મા કર્મોના કર્તા નથી, અને જે હાય તા તેનુ કર્તાપણુ કદી ન જાય તેવું છે, તેથી મેાક્ષના ઉપાય વિચારવા એ પણ નકામુ છે. જો કદી કર્મથી મુક્તિ જ ન થવાની હોય તેા તેનાથી છૂટવાના ઉપાય શા માટે વિચારવે ? અથવા જો કર્મનુ બંધન જ ન હાય તે પછી છૂટવાના ઉપાયની શી આવશ્યકતા છે ? આમ ત્રણ દોહરામાં શ્રીમદ્દે સાંખ્યાદિ દના, જે આત્માને કર્મના કર્તા તરીકે માનતાં નથી, તેની દલીલા નાનિર્દેશ વિના મૂકી છે. તે સાથે વેદાંત, મૈયાયિક, વૈશેષિક, પાતંજલ વગેરે દના ઈશ્વરને કર્તા તરીકે માને છે, તેની દલીલેા પણ તેમના નામનિર્દેશ વિના મૂકી છે. આમ સરળ ભાષામાં, જે જે દના આત્માને કર્મના કર્તા તરીકે નથી માનતાં, તેમણે પેાતાની માન્યતાના સમર્થન માટેની કરેલી લીલા, શ્રીમદ્દે શિષ્યના મુખમાં શંકારૂપે રજૂ કરી છે. આત્મા કર્તા નથી એવા વેદાંતના મત રજૂ કરતા “ અધ્યાત્મસાર 'માં લેાક છે કે :— 61 न कर्ता नापि भोक्ताऽऽत्मा कपिलानां तु दर्शने । जन्यधर्माश्रयो नायं प्रकृतिः વળિમિની || ’૫૯ ૫૯. “ અધ્યાત્મસાર ’', સમકિત અધિકાર, શ્લોક ૧૦૩: Page #306 -------------------------------------------------------------------------- ________________ ૫. આત્મસિદ્ધિશાસ્ત્ર કપિલના દર્શનમાં તે આત્મા કર્તા તેમ જ ભક્તા નથી. વળી, આ આત્મા માયાના ધર્મને આશ્રય પણ નથી. પણ જે તેને આશ્રય છે, તે પરિણામવાળી પ્રકૃતિ – માયા છે. આ બધાં દશનાએ કરેલી આત્માને અકર્તા ઠરાવવા વિશેની દલીલોનું નિરસન શ્રીમદ સદગુરુ મુખે કરે છે. તેમાં પણ કયાંયે કઈ દર્શનના નામનો ઉલ્લેખ નથી. છતાં તેમાં તે બધાંનું ખંડન અને જૈનધર્મની માન્યતાનું મંડન સરળ ભાષામાં સમાવેશ પામે છે, તે જ તેની ખૂબી છે. શિષ્ય રજૂ કરેલા પ્રત્યેક વિકલ્પને એક પછી એક લઈ, ગુરુ, તે સર્વનું સમાધાન ૭૪ થી ૭૮ સુધીની ૫ ગાથામાં કરે છે. જેમ માત્ર ત્રણ ગાથામાં તેમણે શિષ્યના બધા વિકપ સમાવી દીધા છે, તેમ તે બધાનું સમાધાન કરવામાં તેમણે માત્ર ૫ ગાથા જ રચી છે, અને છતાં તેમાં ક્યાંયે લિષ્ટતા નથી. ગુરુ પ્રશ્ન કરે છે કે – “હાય ન ચેતન પ્રેરણા, કણ ગ્રહે તો કેમ ? જડ સ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ઘર્મ.” ૭૪ કર્મનો કર્તા આત્મા નહિ પણ કર્મ પતે જ છે” એનું સમાધાન આ ગાથામાં અપાયું છે. ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ, તે ન હોય તે કર્મને કણ ગ્રહણ કરે ? પ્રેરણું આપવાને સ્વભાવ જડમાં નથી. તે જડ અને ચેતન બંનેના મર્મ વિચારતાં સમજાશે. એટલે કે કર્મ કરવાની પ્રેરણ આપનાર ચેતન છે, માટે તે કર્મનો કર્તા છે, કેટલીક જગ્યાએ આ ગાથામાં “મર્મ ને બદલે “ધર્મ ” શબ્દ પાઠાંતરરૂપે મળે છે. હવે જે ચેતન કર્મ ન કરે તો કર્મ થતાં જ નથી. તેથી સહજ સ્વભાવથી કર્મ થાય છે એમ કહેવું પણ ઘટતું નથી. વળી, તે કારણે જ તેને જીવને ધર્મ કહી શકાય નહિ, કારણ કે સ્વભાવને નાશ થાય નહિ, અને આત્મા ન કરે તે કર્મ ન થાય એમ સત્ય વસ્ત હેવાથી, કર્મ કરવાનો ભાવ ટળી શકે છે તે જણાય છે. તેથી કર્મનું ન થવાપાનું હવાથી, તે આત્માને સ્વાભાવિક ધર્મ પણ કહી શકાય નહિ. આમ ૭૫ માં દેહરામાં અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવન ધર્મ ” એ બે વિક૯૫નું સમાધાન આવી જાય છે. - તે પછી ગુરુ અસંગતાની વાત પર આવે છે. આત્મા જે પહેલેથી અસંગ જ હોત, તેને કર્મનું કરવાપણું ન હોત, તે આત્મા તેને પ્રથમથી જ કેમ ન ભાસત? આત્મા અસંગ છે તે વાત સાચી છે, પણ તે અસંગતા પરમાર્થથી છે, નિશ્ચયનયથી એ અસંગતા પરમાર્થથી છે, નિશ્ચયનયથી એટલે કે તેના શુદ્ધ સ્વરૂપમાં આત્મા અસંગ છે, અને નહિ કે જ્યારે તે કર્મથી લેપાયેલી હોય ત્યારે પણ અસંગ હોય છે. સ્વરૂપનું ભાન આવ્યા પછી અસંગતા આવે છે. આ અસંગતા સમજાવવા શ્રીમદે ૭૬ મો દેહરે રર છે. અને તે પછી ઈશ્વરના કર્તુત્વની માન્યતાનું અયથાર્થપણું બતાવતાં લખ્યું છે કે – કર્તા ઈશ્વર કેઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દોષ પ્રભાવ.” ૭૭ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮ | શ્રીમાન જીવનસિદ્ધિ ઈશ્વર તે શુદ્ધ સ્વભાવી લેવાથી કર્તા કરી શકતા નથી, અને છતાં જે તેને ક્ત કરાવવામાં આવે તે કેટલાક દોષ આવી જાય છે, એમ અહી જણાવ્યું છે. તે દોષ કઈ રીતે આવે છે, તે વિશે લખેલા લાંબા એક પત્રમાં તેમણે લખ્યું છે કે : “ત્રીજે પ્રકાર ઈશ્વરાદિ કઈ કર્મ વળગાડી દે તેથી અનાયાસ કર્મનું ગ્રહણ થાય છે એમ કહીએ તો તે ઘટતું નથી. પ્રથમ તે ઈશ્વરનું સ્વરૂપ નિર્ધારવું ઘટે છે, અને એ પ્રસંગ પણ વિશેષ સમજવા ગ્ય છે; તથાપિ અમે ઈશ્વર કે વિષ્ણુ આદિ, કર્તાને કઈ રીતે રવીકાર કરી લઈએ છીએ, અને તે પર વિચાર કરીએ છીએ - “જે ઈશ્વરાદિ કર્મના વળગાડનાર હોય તે તે જીવ નામને વચ્ચે કઈ પદાર્થ રહ્યો નહિ, કેમ કે પ્રેરણાદિ ધર્મે કરીને તેનું અસ્તિત્વ સમજાતું હતું, તે પ્રેરણદિ તો ઈશ્વરકૃત કર્યા, અથવા ઈશ્વરના ગુણ ઠર્યા, તે પછી બાકી જીવનું સ્વરૂપ શું રહ્યું કે તેને જીવ એટલે આત્મા કહીએ ? એટલે કર્મ ઈશ્વરપ્રેરિત નહિ, પણ આત્માનાં પોતાનાં જ કરેલાં હોવા યોગ્ય છે.” ૬૦ આમ શિષ્ય કરેલી સર્વ શંકાઓનું સમાધાન કર્યા પછી ગુરુ કર્મનું કર્તાપણું સ્યાદ્વાદશૈલીથી સમજાવે છે કે : ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; ' વતે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. ” ૭૮ આત્મા જે પિતાના શુદ્ધ ચિતન્ય આદિ સ્વભાવમાં વતે તો તે પોતાના તે જ સ્વભાવને કર્તા છે; અને તે પોતાના સ્વભાવમાં ન વર્તતાં વિભાવમાં વર્તતો હોય ત્યારે તે કર્મભાવને કર્તા છે, આ સમજાવતાં શ્રીમદે એક પત્રમાં લખ્યું છે કે – પરમાથે તે જીવ અકિય છે, એમ વેદાંતાદિનું નિરૂપણ છે, અને જિનપ્રવચનમાં પણ સિદ્ધ એટલે શુદ્ધાત્માનું અક્રિયપણું છે, એમ નિરૂપણ કર્યું છે; છતાં અમે આત્માને શુદ્ધાવસ્થામાં કર્તા હોવાથી સક્રિય કહ્યો એ સંદેહ અત્રે થવા યોગ્ય છે. તે સંદેહ આ પ્રકારે શમાવવો ચેગ્ય છે – શુદ્ધાત્મા પરગને, પરભાવો અને વિભાવને ત્યાં કર્તા નથી, માટે અક્રિય કહેવા ગ્ય છે; પણ ચિતન્યાદિ સ્વભાવનો પણ આત્મા કર્તા નથી એમ જે કહીએ તો તે પછી તેનું કંઈ પણ સ્વરૂપ ન રહે. શુદ્ધાત્માને યોગકિયા નહિ હોવાથી તે અક્રિય છે, પણ સ્વાભાવિક ચિતન્યાદિ સ્વભાવરૂપ કિયા હોવાથી તે સક્રિય છે. ચેતન્યાત્મપણું આત્માને સ્વાભાવિક હોવાથી તેમાં આત્માનું પરિમવું તે એકાત્મપણે જ છે, અને તેથી પરમાર્થનયથી સક્રિય એવું વિશેષણ ત્યાં પણ આત્માને આપી શકાય નહિ. નિજસ્વભાવમાં પરિણમવારૂપ સક્રિયતાથી નિજ સ્વભાવનું કર્તાપણું શુદ્ધાત્માને છે, તેથી કેવળ શુદ્ધ સ્વધર્મ હોવાથી એકાત્મપણે પરિણમે છે, તેથી અક્રિય કહેતાં પણ દોષ નથી. જે વિચારે સક્રિયતા, અયિતા નિરૂપણ કરી છે, તે વિચારના પરમાર્થને ગ્રહીને સક્રિયતા, અક્રિયતા કહેતાં કશે દોષ નથી. ૧ ૬૦, “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૪૫. ૬૧. એજન, પૃ. ૫૪૭. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯ . આ મસિદ્ધિશાસ્ત્ર કર્મના કર્તુત્વ–ભેતૃત્વ વિશે શ્રી યશોવિજયજી લખે છે કે – " तश्चिदानन्दभावस्य भोक्ताssrमा शुद्धनिश्चयात् ।। अइउद्धनिश्चयात्कर्मकृतयोः सुखदुःखयोः ॥"९२ તેથી કરીને શુદ્ધ નિશ્ચયનયના મતથી આત્મા ચિદાનંદ સ્વભાવને ભોક્તા છે, અને અશુદ્ધ નિશ્ચયનયના મતથી કમે કરેલાં સુખદુઃખને ભક્તા છે. અહી જેમ આત્માનું ભક્તાપણું શુદ્ધ અને અશુદ્ધ નિશ્ચયનયથી બતાવ્યું છે, તેમ શ્રીમદે કર્મનું કર્તાપણું શુદ્ધ અને અશુદ્ધ નિશ્ચયનયથી ૭૮ મા દોહરામાં બતાવ્યું છે. આમ શ્રીમદ્ જેના દર્શનની સ્યાદ્વાદશૈલીનું મંડન કરી, અન્ય દર્શનોનું ખંડન કોઈ પણ આગ્રહ વિના કરી બતાવ્યું છે. તે વિશે પંડિત સુખલાલજી ચોગ્ય લખે છે કે – નિરીશ્વર કે સેશ્વર સાંખ્ય જેવી પરંપરાઓ ચેતનમાં વાસ્તવિક બંધ નથી માનતી. તેઓ ચેતનને વાસ્તવિક રીતે અસંગ માની તેમાં કર્મકર્તાપણું કાં તે પ્રકૃતિપ્રેરિત કે ઈશ્વરપ્રેરિત આ પથી માને છે. એ માન્યતા સાચી હોય તે મોક્ષને ઉપાય પણ નકામે ઠરે. તેથી શ્રીમદ્ આ આત્માનું કર્મકઝૂંપણું અપેક્ષાભેદે વાસ્તવિક છે એમ દર્શાવે છે. રાગદ્વેષાદિ પરિણતિ વખતે આત્મા કર્મનો કર્તા છે અને શુદ્ધ સ્વરૂપમાં વતે ત્યારે કર્મનો કર્તા નથી, ઊલટું એને સ્વરૂપને કર્તા કહી શકાય – એ ન માન્યતા સ્થાપે છે.”૬ ૩ ચાથું પદ : આત્મા ભક્તા છે. પોતે કરેલાં કર્મનો ભક્ત આત્મા છે એ જણવતું આત્માનું આ શું પદ છે. શિષ્યને આત્મા ભક્તા છે, તે યોગ્ય લાગતું નથી. તેથી આત્માનું ભક્તાપણું ન હોવાને વિશે તે પોતાની દલીલો ગુરુ સમક્ષ ત્રણ દોહરામાં રજૂ કરે છે. અને ગુરુ ૫ દોહરામાં તેનું સમાધાન કરે છે. આમ આત્મા વિશેના ચોથા પદમાં કુલ આઠ દોહરા છે. શિષ્ય શંકા કરે છે કે, જીવને કર્મને કર્તા કહીએ તો પણ ભોક્તા કહી શકાય તેમ નથી, કારણ કે જડ તેવાં કર્મ શું સમજે કે તે ફળ દેવા પરિણામી થાય ? બીજી બાજુ ઈશ્વરને ફળદાતા ગણીએ તે ભક્તાપણું સાધી શકાય, પણ એમ કહેવાથી તો ઈશ્વરનું ઈશ્વરપણું જ લુપ્ત થાય તેમ છે. આમ ફળદાતા ઈશ્વર સિદ્ધ થતું નથી, એટલે જગતના કેઈ નિયમ પણ ન રહે. અને એ જોતાં શુભ કે અશુભ કર્મ ભોગવવાનાં કઈ સ્થાનક પણ કરે નહિ, આમ હોવાથી જીવને કર્મનું ક્ષેતૃત્વ કયાં રહ્યું? ૬૨. “ અધ્યાત્મસાર”, આત્મજ્ઞાન અધિકાર, લેક ૭, પૃ. ૩૭૨. ૬૩. “આત્મસિદ્ધિ", સંપા. મુકુલભાઈ કલાથી, પૃ. ૩૫. ૩૭ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રીમદ્દની જીવનસિદ્ધિ અહી` ૭૯ થી ૮૧ સુધીના ૩ દોહરામાં શ્રીમદ્દે શિષ્ય દ્વારા સાંખ્યાદિ મત આત્માને અકર્તા અભેાક્તા માને છે, તેનુ નિરૂપણ શંકારૂપે રજૂ કર્યું છે. આ મતની શ્રીમદ્દે અસિદ્ધિ કરી છે. ૮૨ થી ૮૬ સુધીના ૫ દોહરા શ્રીમદ્રે આત્માનું ભાતૃત્વ બતાવવા રચ્યા છે. અને એ દ્વારા કમ જાળનાં કેટલાંક પાસાં તેમણે ખુલ્લાં કર્યાં છે. તેએ લખે છે ઃ— “ ભાવકમ જીવવીય ની આ દોહરા સમજાવતાં શ્રીમદ્દે એક પત્રમાં લખ્યુ છે કે ઃ~~~ 66 જીવ પેાતાના સ્વરૂપના અજ્ઞાનથી કર્મના કર્તા છે. તે અજ્ઞાન તે ચેતનરૂપ છે, અર્થાત્ જીવની પેાતાની કલ્પના છે, અને તે કલ્પનાને અનુસરીને તેના વીય સ્વભાવની સ્ફૂર્તિ થાય છે, ક રૂપ પુદ્દગલની વાને ગ્રહણ કરે છે. ’૬૪ અને આ સમજાવવા માટે તેમણે એક ઉદાહરણ આપેલું છે કે :~ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; સ્ફુરણા, ગ્રહણ કરે જધૂપ. "૮૨ “ ઝેર સુધાર સમજે નહિ, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભેાક્તાપણુ જણાય. 43 ઝેર અને અમૃત પોતે એમ સમજતાં નથી કે અમને ખાનારને મૃત્યુ કે દીર્ઘાયુષ મળે છે, છતાં પણ તેને ગ્રહણ કરનારને તેનું ફળ થયા વિના રહેતુ નથી, તેમ અશુભ અને શુભ કર્માં પણ પરિણમે છે, ફળ પ્રાપ્ત થાય છે. અને એમ જીવનું' ભેાક્તાપણું સમજાય છે. આમ અહીં સુપરિચિત ઉદાહરણથી શ્રીમદ્દે સમજાવ્યુ` છે કે, બન્ને કમ પણ યેાગ્ય કાળે સ્વયમેવ વિપાક આપે છે. અને આ કના વિપાકરૂપે જ જીવને રાંક અથવા નૃપની સ્થિતિ મળે છે. તે સ્પષ્ટ કરતાં તેમણે લખ્યું છે કે ઃ— “ એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાય તે, તે જ શુભાશુભ વેદ. આ વિશે શ્રી યશોવિજયજીએ પણ શ્લાક રચા છે કે :~ t राजरंकादि वैचित्र्यमध्यात्मकृत कर्मजम् । મુદુઃલાયિસંવિત્તિવિરોષો નાન્યથા મવેત્ ॥' ૬૫ અહી‘શ્રી યશોવિજયજીના જણાવ્યા પ્રમાણે, રાજા, રંક વગેરેની વિચિત્રતા પણ આત્માએ કરેલા કર્માંથી ઉત્પન્ન થયેલી છે. નહીં તેા સુખદુઃખાદિનું વિશિષ્ટ જ્ઞાન થઈ શકે નહિ. અને આ જ વસ્તુ શ્રીમદ્ પેાતાની વિશિષ્ટ શૈલીમાં, ઉપરના દોહરામાં રજૂ કરેલી જોવા મળે છે. ૬૪. “ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૪૮. cc ૬૫. અધ્યાત્મસાર ’’, સમકિત અધિકાર, શ્લોક ૮૧, પૃ. ૨૧૪. " ૮૪ Page #310 -------------------------------------------------------------------------- ________________ ૫. આત્મસિદ્ધિશાસ્ત્ર ૨૯૧ જગતમાં દેખાતી ભિન્ન ભિન્ન પરિસ્થિતિ તે કર્મની વિચિત્રતા છે, તે શ્રીમદ્ મોક્ષમાળા”ના ત્રીજા પાઠ “કર્મના ચમત્કારમાં બતાવ્યું છે, તે આત્માનું ભોક્તાપાનું બતાવે છે. એ જ વસ્તુ શ્રીમદે ખૂબ જ સંક્ષેપમાં ઉપરના દેહરામાં બતાવી છે. તેથી જ શ્રીમદ્ કહે છે કે – ફળદાતા ઈશ્વરતણી, એમાં , નથી જરૂર કર્મ સ્વભાવે પરિણમે, થાય ભેગથી દૂર.” ૮૫ કર્મનું ભક્તાપણું જાણવામાં ઈશ્વરને વચ્ચે લાવવાની કશી જ જરૂર નથી, તે શ્રીમદે અહીં ગુરુના મુખે, ખૂબ જ સ્પષ્ટતાથી બતાવ્યું છે. અને કર્મશાસ્ત્રની સર્વ ગહનતા તેમણે ખૂબ સંક્ષેપમાં જણાવી છે, તે જણાવતો દોહરે રચ્યો છે કે – તે તે ભાગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.” ૮૬ આ ગહનતા કેવી છે તે જણાવતાં શ્રીમદે લખ્યું છે કે : આ વાત ઘણી ગહન છે. કેમ કે અચિંત્ય એવું જીવવી, અચિંત્ય એવું પુદગલસામર્થ્ય, એના સંગવિશેષથી લોકમાં પરિણમે છે. તેનો વિચાર કરવા માટે ઘણે વિસ્તાર કહેવા જોઈએ. પણ અત્રે તે મુખ્ય કરીને આત્મા કર્મનો ભોક્તા છે એટલો લક્ષ કરાવવાનું હોવાથી સાવ સંક્ષેપે આ પ્રસંગ કહ્યો છે.”૬૬ આ જોતાં ખ્યાલ આવી શકશે કે મોક્ષમાર્ગ બતાવવા જેવા મોટા વિષયને, જેને માટે અસંખ્ય શાસ્ત્રો રચાયાં છે, તેને અતિ સંક્ષેપમાં, માત્ર ૧૪ર જેટલા જ દોહરામાં શ્રીમદ્દ સર્વને સમજાય તેવી સરળ ભાષામાં રજૂ કરેલ છે. શ્રી બ્રહ્મચારીજીના શબ્દોમાં કહીએ તો અહીં શ્રીમદ્દે – સમયસાર આદિ ગ્રંથમાં નય આદિના આધારે જે વિસ્તારથી વિવેચન કર્યું છે તેના સારરૂપ અને જીવ ભ્રમમાં ન પડે તેમ ટૂંકામાં જીવના કર્તા, અકર્તા આદિ સ્વભાવનું વિશદ નિરૂપણ કર્યું છે.”૬ ૭ પાંચમું પદ : મોક્ષ છે. નિત્ય એ આત્મા કર્મ બાંધે છે અને ભોગવે છે. પણ આત્મા તે કર્મના બંધનથી સર્વથા છૂટીને મોક્ષપદ પામી શકે છે તે શિષ્યથી માની શકાતું નથી. તેથી તે પિતાની માન્યતાના સમર્થનમાં, બે દેહરામાં, જણાવે છે કે – ૬૬. શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૂ. પ૦૯. ૬૭. “ શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી મારકગ્રંથ', પૃ. ૪૩, Page #311 -------------------------------------------------------------------------- ________________ ર૯૨ શ્રીમદની જીવનસિદ્ધિ જીવ અનત કાળથી કર્મ ભેગવતા આવ્યા છે, પણ તેને હજી સુધી મોક્ષ કર્યો નથી, તેથી લાગે છે કે મેક્ષ જ નથી. વળી શુભ કર્મ કરવાથી દેવ આદિ ગતિ પ્રાપ્ત થાય છે, અને અશુભ કર્મ કરવાથી નરકાદિ ગતિ મળે છે, તે બધામાં કયાંયે કર્મ રહિત દશા જણાતી નથી, માટે મોક્ષ નથી. અમેક્ષવાદની આ લીલ વિશે “અધ્યાત્મસાર”માં શ્રી યશોવિજયજીએ શ્લોક ર છે કે – બનારિર્થક ષ ણૂતે નવરાળા: | तदानम्त्यान्न मेक्षिः स्यात् तदात्माकाशयोगवत् ।। "८ જે તમે જીવ અને કર્મનો સંબંધ અનાદિ કહેશે તે આત્મા અને આકાશના સંબંધની જેમ તે જીવ-કર્મનો સંબંધ અનંત થશે, એટલે તેથી પણ મોક્ષ સાબિત થશે નહિ. આમ અહીં કર્મ તથા જીવને સંબંધ છુટી શકે નહિ, તેમ બતાવ્યું છે. અમેક્ષવાદીઓની આ દલીલનું ખંડન શ્રીમદ્ ગુરુમુખે ૮૯ થી ૯૧ સુધીના ત્રણ દોહરામાં કરે છે. તેમાં ગુરુ શિષ્યને સમજાવે છે કે શુભ અને અશુભ કર્મનાં ફળને તે જેમ જાણ્યાં, તેમ તે બંનેની નિવૃત્તિ પણ થાય, અને તે જ મોક્ષ છે. તે વિશેષપણે સમજાવતાં કહ્યું છે કે – વી કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.” ૯૦ અત્યાર સુધી જે કાળ વીત્યા છે તે શુભ કે અશુભ કર્મના ફળરૂપે છે, પણ તે કર્મોનો નાશ થાય ત્યારે “મેક્ષ સ્વભાવ” પ્રગટે છે. એટલે કે દેહાદિ સવેગને ફરીથી ગ્રહણ કરવા ન પડે તે રીતે તેને નાશ કરવામાં આવે ત્યારે સિદ્ધસ્વરૂપ પ્રગટે છે, અને આત્માનંદ ભેગવાય છે. પંડિત સુખલાલજીના શબ્દોમાં કહીએ તો અહીં : મોક્ષનું અસ્તિત્વ સિદ્ધ કરવા તેઓ ટૂંકી ટચ પણ સમર્થ, એક દલીલ એ આપે છે કે જે શુભાશુભ પ્રવૃત્તિનું ફળ કર્મ હોય તે એવી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ એ શું નિષ્ફળ? નિવૃત્તિ તે પ્રયત્નથી સધાય છે, એટલે તેનું ફળ પ્રવૃત્તિના ફળથી સાવ જુદું જ સંભવે. તે ફળ એ જ મોક્ષ.'૬૯ જુદાં જુદાં શાસ્ત્રોએ અમેક્ષવાદનું નિરસન કરતી કેટલીયે દલીલો રજૂ કરી છે, પણ અહીં શ્રીમદે ટૂંકી ટચ તથા સમર્થ દલીલ, હૃદયસોંસરી ઊતરી જાય તેવી ભાષામાં આપી છે, તેવું બીજે ભાગ્યે જ જોવા મળે છે. પરિણામે શિષ્યને મોક્ષપદ વિશે પણ શ્રદ્ધા થાય છે. ૬૮. “અધ્યાત્મસાર, સમકિત અધિકાર, શ્લોક ૧૨૨, પૃ. ૨૩૬. ૬૯. “આત્મસિદ્ધિ", સંપા. મુકુલભાઈ કલાથી, પૃ. ૩૫. Page #312 -------------------------------------------------------------------------- ________________ પ. આત્મસિદ્ધિશાસ્ત્ર ૧૯૩ છઠું પદ : મોક્ષને ઉપાય છે. પાંચ પદની શ્રદ્ધા થયા પછી શિષ્યને છઠ્ઠ પદ સમજવાની તાલાવેલી લાગે છે, તેથી આ પદ સમજવામાં તેને નડતી મુશકેલીઓ તે ગુરુ સમક્ષ રજૂ કરે છે. તેમાં તે વર્તમાન જીવનમાં પ્રવર્તતી પરિસ્થિતિને ઉલેખ કરી પોતાને આ પદની શ્રદ્ધા થવામાં કેવા કેવા અંતરાય નડે છે તેનો ચિતાર તેણે ગુરુ પાસે રજૂ કર્યો છે, અને વિનયભાવે માર્ગદર્શન માણ્યું છે. શિષ્ય અનંતકાળનાં ભેગાં કરેલાં કર્મોથી કઈ રીતે છુટાય તે વિશે પ્રશ્ન કરતાં “હાય કદાપિ મોક્ષપદ, નહિ અવિધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ?” ૯૨ અને તે પછી જગતમાં પ્રવર્તતા જુદા જુદા મતમાં કયા મત સાચે તે જ ન સમજાતાં, તે વિશે પોતાને નડતી મુશ્કેલી વિશે શિષ્ય માર્ગદર્શન માગે છે કે – * અથવા મતદર્શન ઘણાં, કહે ઉપાય અનેક; - તેમાં મત સાચો કયે, બને ન એહ વિવેક,” ૯૩ “કઈ જાતિમાં મિક્ષ છે, કયા વેશમાં મિક્ષ એને નિશ્ચય ના બને, ઘણુ ભેદ એ દોષ.” ૯૪ આમ મોક્ષ કઈ રીતે થાય તેને ઉપાય જાણવામાં શિષ્યને ઘણી મુશ્કેલી લાગે છે, તેથી ગુરુને જણાવે છે કે આ બધું જોતાં મોક્ષનો ઉપાય મળે નહિ તેવું લાગે છે. અને તેથી તે કૃપા કરીને સમજાવવા તે ગુરુને વિનવતાં કહે છે કે – “પાંચે ઉત્તરથી થયું, સમાધાન સવંગ; સમજુ' મોક્ષ ઉપાય તે, ઉદય ઉદય સદ્દભાગ્ય.” ૯૬ શિષ્યને મોક્ષના ઉપાય જાણવાની કેટલી તાલાવેલી છે તે આ દોહરામાં જોઈ શકાય છે. ગુરુએ આપેલા પાંચે ઉત્તરથી તે વિશેનું સર્વાગપૂર્ણ સમાધાન શિષ્યને થયું છે. અને છઠ્ઠા પદ વિશે જાણવાની તેની તાલાવેલી વધી ગઈ છે. આથી શિષ્ય પિતાને થતી શંકા ૯૨ થી ૯૬ સુધીના પ દોહરામાં રજૂ કરે છે. આત્મા વિશે જુદાં જુદાં દશન જિનથી જુ અભિપ્રાય દર્શાવે છે. તેથી મેક્ષના ઉપાય વિશે પણ એમનો મત જુદે હોય તે સ્વાભાવિક છે. આ બધાં દર્શન તથા મતના ગૂંચવાડા કેવા થાય છે તે શિષ્યની શંકા દ્વારા શ્રીમદ્દે બતાવ્યું છે. અને તે બધામાં સાચું શું, તે ગુરુએ કરેલા સમાધાનરૂપે શ્રીમદ્દે જણાવ્યું છે. મોક્ષનો ઉપાય સમજાવવા માટે સૌથી વધુ જગ્યા “આત્મસિદ્ધિ”માં રોકાઈ છે. તે માટે ૨૨ દોહરા રચાયા છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દની જીવનસિદ્ધિ શ્રીમદે રચેલા “મૂળમાર્ગ રહસ્ય”, “પંથે પરમપદ બોલ્યો ” આદિનો નિચોડ અહીં જોવામાં આવે છે. અને સર્વ દર્શનના સારરૂપ મેક્ષમાર્ગ નિષ્પક્ષ રીતે શ્રીમદ અહીં સમજાવ્યો છે. મોક્ષમાર્ગ બતાવતાં પહેલાં ગુરુ શિષ્યને હૈયાધારણ આપ છે કે : પાંચે ઉત્તરની થઈ, આત્મા વિશે પ્રતીત થાશે મેપાયની, સહજ પ્રતીત એ રીત.” ૯૭; અહી ગુરુ શિષ્યને કહે છે કે જેમ પાંચ ઉત્તરથી તને આત્મા વિશેની પ્રતીતિ આવી તેમ સહજ માત્રમાં મોક્ષ-ઉપાયની પણ પ્રતીતિ થશે. શ્રીમદ – “અહીં સહજ શબ્દના પ્રયોગથી એમ સૂચવે છે કે જેને આત્માના પાંચ પદની યથાર્થ નિશ્ચયતા આવી છે તેને છઠ્ઠા પદની પ્રતીતિ થવી સુલભ છે.”૭૦ શિષ્ય જેવી જિજ્ઞાસુ કઈ પણ વ્યક્તિને પાંચ પદની શ્રદ્ધા થયા પછી, છઠ્ઠા પદની શ્રદ્ધા થવી સુલભ છે, તેમ જણાવી ગુરુ મોક્ષમાર્ગનું નિરૂપણ કરે છે. તેની ભૂમિકારૂપે તેઓ જણાવે છે કે – ૧. કર્મના ઉદયથી થતી અવસ્થાને પોતાની જાણવી તે કર્મભાવ છે, ને તે કર્મભાવ જીવનું અજ્ઞાન છે. પોતાના સ્વભાવમાં રહેવારૂપ મેક્ષભાવ તે આત્માનું સાચું રહેઠાણ છે. આથી જ્ઞાનરૂપી પ્રકાશથી અજ્ઞાનરૂપી અંધકાર સત્વર નાશ પામે છે. ૨. જે જે માગે જવાથી કર્મબંધ થાય તે સંસારભ્રમણને રસ્તો છે, અને તેનાથી જેનું છેદન થાય તે મોક્ષને પંથ છે, એટલે કર્મમુક્તિ કરવી તે સાચે માર્ગ છે. આ કર્મબંધ થવાનાં મુખ્ય કારણ કયાં તે જણાવતો દોહરો છે કે – રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષને પંથ.” ૧૦૦ જીવન કમ બંધ થવાનાં મુખ્ય કારણે રાગ, દ્વેષ અને અજ્ઞાન છે. તે ત્રણેને નાશ કર તે જ મોક્ષને પંથે છે. અહીં સંક્ષેપમાં આ મેક્ષમાર્ગ બતાવ્યો છે. તે પછી રાગદ્વેષ આદિથી કલેશિત આત્માનું સાચું સ્વરૂપ કેવું છે, તે વિશે લખ્યું છે કે : “આત્મા સતુ ચૈતન્યમય, સભાસ રહિત, જેથી કેવળ પામીએ, મોક્ષપંથ તે રીત.” ૧૦૧.. આત્માના અસ્તિત્વના વિચાર વખતે તેનાં આ લક્ષણે શ્રીમદે બતાવ્યાં હતા. અને તે લક્ષણવાળે શુદ્ધ આત્મા જે રીતે પમાય તે મોક્ષને પંથ છે એમ શ્રીમદ્ અહીં બતાવ્યું છે. આમ કર્મથી છૂટવું તે જ ક્ષપંથ છે તે શ્રીમદ્ ગુરુમુખે જુદી જુદી રીતે બતાવ્યું છે. તે પછીના પગથિયા રૂપે શ્રીમદ્ કર્મથી છૂટવાને રસ્તો બતાવે છે. અને તે સમજાવવા કર્મનું સ્વરૂપ પ્રત્યક્ષ કરાવે છે. અને તે પ્રકારનાં કર્મોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, ૭૦. ભેગીલાલ ગિ. શેઠ, “આત્મસિદ્ધિ", પૃ. ૨૬૪. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૫. આત્મસિદ્ધિશાસ્ત્ર અંતરાય, વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર- એ ૮ પ્રકારનાં કર્મ મુખ્ય છે. તે ૮માં પણ મેહનીય મુખ્ય છે. તેને નાશ થતાં બીજાને સહેલાઈથી નાશ કરી શકાય છે, તેને નાશ કઈ રીતે કરી શકાય તે વિશે તેમણે લખ્યું છે કે – “કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બેધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” ૧૦૩ મેહનીય કર્મના બે ભેદ છેઃ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહ આત્માનું સાચું સ્વરૂપ જાણવા નથી દેતે, અને ચારિત્રમોહ આત્માનું સાચું સ્વરૂપ પ્રગટવા નથી દેતે. આ બંનેને નાશ કરવા માટે છે એટલે કે સદ્દગુરુનો ઉપદેશ, અને વીતરાગતા એટલે કે ઉચ્ચ પ્રકારને સમભાવ, એ બે સૌથી પ્રબળ સાધનો છે. મેહનીયના નાશ માટે આ બંને સાધને કેટલાં અગત્યનાં છે તેનું નિરૂપણ શ્રીમદ્દ રચિત “અપૂર્વ અવસર ” કાવ્યમાં જોવા મળે છે. શ્રીમદ જણાવેલા માર્ગના સમર્થનમાં કહે છે કે – * કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શું સંદેહ ?” ૧૦૪ કોધાદિ કષાય કરવાથી કમનો બંધ થાય છે અને ક્ષમાદિ એવા અકષાયી ભાવ રાખવાથી કર્મનો નાશ થાય છે તેવો અનુભવ તે સર્વને થાય છે. તે પછી તે બાબતમાં સદડ શા માટે કરવો જોઈએ ? એટલે કે ગમે તે સંજોગોમાં ક્ષમાદ અકષાયી ભાવ રાખવાથી મેહનીય કર્મનો નાશ થાય છે. અને મેહનીયન જે રસ્તે નાશ થાય તે જ મોક્ષપંથ છે. તેથી તે શ્રદ્ધાપૂર્વક ગુરુ કહે છે કે - છોડી મતદર્શન તણે, આગ્રહ તેમ વિકલ્પ કહ્ય માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ.” ૧૦૫ શિષ્ય ગુરુને પ્રશ્ન કર્યો હતો કે જગતમાં ઘણું દર્શન અને મત પ્રવર્તે છે, તેમાં કયા માગે જવાથી મોક્ષમાર્ગ મળે ? તેના ઉત્તરરૂપે. આ દોહરો રચાયે છે. કોઈ પણ મત કે દર્શનને એકાંતે આરાધવાથી કલ્યાણ થતું નથી, પણ તે બધાંને મતાગ્રહ છોડી કર્મનાશ કરવાનો ઉપાય અહીં કલ્યાણ માટે બતાવ્યા છે. તેનું આરાધન કરવાથી મોક્ષમાર્ગ મળે છે. અને તે પછી ૧૦૬ ઠ્ઠા દોહરામાં વિશેષમાં બતાવ્યું છે કે આ છયે પદની સાચી શ્રદ્ધા થવી તે જ મોક્ષમાર્ગ છે. તે શ્રદ્ધા પ્રગટે ત્યારે એવા ભાવ પવતે કે જ્ઞાનીઓએ જે કંઈ કહ્યું છે તે સત્ય છે. આમ સદ્દગુરુમાં શ્રદ્ધા થવી તે પણ મોક્ષમાર્ગ છે. તેમાં છયે પદની સર્વાગી શ્રદ્ધા થવી જરૂરી છે. કારણ કે કોઈ પણ પદ એકાંતે ઉથાપતાં મોક્ષમાગ સિદ્ધ થતો નથી. કઈ જાતિ, વેશ આદિમાં મેક્ષ થાય છે, તેવા શિષ્યના પ્રશ્નના ઉત્તરમાં ગુરુ જણાવે છે કે - “જાતિ વેશનો ભેદ નહિ, કહ્યો માર્ગ જે હોય; સાધે તે મુક્તિ લહે, માર્ગભેદ નહિ કેય.” ૧૦૭ Page #315 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન જીવનસિદ્ધિ મુક્તિ મેળવવા માટે જાતિ, વેશ આદિ કેાઈની જરૂર નથી; તે બધાં તા કમથી પ્રાસ થયેલાં માહ્ય સાધના છે. પણ આગળ જણાવેલ છે તેવા ભાવ વર્તે, તે માગે જીવ વર્ત તા તેને મુક્તિ મળે. તે માટે તેણે જાતિ, વેશ આદિના આગ્રહ છેડવાના છે, છ પદની સર્વાગી શ્રદ્ધા કરવાની છે, માહનીય કમ તથા અન્ય કર્મીના નાશ કરવાના છે, આ બધું જે માર્ગે થાય તે જ માક્ષમાગ. ર આ મેાક્ષમાગ કોને મળે તે બતાવતાં તેમણે જિજ્ઞાસુનાં લક્ષણા બતાવ્યાં છે કેઃ— ૮ કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ, અંતર યા, તે કહીએ જિજ્ઞાસ.” ૧૦૮ આત્માથી જીવનાં લક્ષણા એ જ જિજ્ઞાસુ જીવનાં લક્ષણા છે, તે અહી' જણાય છે. આ સર્વાં લક્ષણા સમકિત જીવનાં છે. માક્ષમાર્ગ પામવા માટે સમ્યગ્દર્શન એ સૌથી અગત્યનું અંગ છે. તે પ્રાપ્ત થાય ત્યારે મોક્ષમાર્ગ સુલભ બને છે. તે સમિતિના ત્રણ પ્રકાર શ્રીમદ્ બતાવ્યા છે ઃ— “ તે જિજ્ઞાસુ તે જીવને, થાય તા પામે સમક્તિને, ૮૮ મતદર્શન આગ્રહ તજી, તે લહે શુદ્ધ સક્તિ તે, 4 વર્તે નિજસ્વભાવના, અનુભવ લક્ષ પ્રીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થ જેમાં ભેદ સદ્ગુરુ બાધ; અ‘તરીાધ. ” ૧૦૯ "" સદ્ગુલક્ષ; ન પક્ષ, ૧૧૦ અહી' જણાવેલાં ત્રણ પ્રકારનાં સમકિત વિશે શ્રીમદ્દે એક પત્રમાં લખ્યું હતુ કે 66 : ૧. આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદ નિરાધપણે આસપુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સમકિત કર્યું છે. ૨. પરમાની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ તે સમકિતના ખીન્ને પ્રકાર છે. ૩. નિવિકલ્પ પરમાથ અનુભવ તે સતિના ત્રીજો પ્રકાર ક્યો છે. સમકિત. ” ૧૧૧ 66 પહેલું સકિત બીજા સમક્તિનુ કારણ છે, બીજુ સમક્તિ ત્રીજા સમતિનુ કારણ છે. ત્રણે સક્તિ વીતરાગપુરુષે માન્ય કર્યાં છે. ત્રણે સમકિત ઉપાસવા ચાગ્ય છે, સત્કાર કરવા ચૈાગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે.૭૧ આત્માથી જીવને સદ્ગુરુને બેષ થાય ત્યારે સમતિ થાય છે, અને તે સમક્તિ ઉત્તરાત્તર શુદ્ધ ખનતાં “ પરમાર્થ સમકિત ”માં પલટાય છે. આ સમકિતની વિશુદ્ધતા વધતાં અજ્ઞાનાદિ ટળતાં જાય છે, અને ચારિત્રના ઉદ્દય થાય છે. પરિણામે વીતરાગપદ પ્રાપ્ત થાય છે. આ વીતરાગપદ એટલે – ૭૧. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૭, Page #316 -------------------------------------------------------------------------- ________________ ૫. આત્મસિદ્ધિશાસ્ત્ર ૨૯ કેવળ નિજ સ્વભાવનું અખંડ વતે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.” ૧૧૩ અહીં પોતાના સ્વભાવમાં અખંડ સ્થિરતાને કેવળજ્ઞાન જણાવ્યું છે. અને તે પ્રત્યેક મુમુક્ષુ જીવનું લક્ષ પણ છે, અહીં સુધી શ્રીમદે કરેલી રચના વિશે શ્રી કાનજીસ્વામી શ્રીમદે એવી અપૂર્વ ઘટના કરી છે કે તેમાં કોઈ અંગ બાકી ન રહે, એવી રીતે સંક્ષેપમાં સાચું તવ જાહેર કર્યું છે. ”૭૨ શિષ્યને પ્રશ્ન થયો હતો કે અનાદિકાળથી જીવ કર્મ કરતે આવ્યો છે, તે તે બધાં કર્મની નિવૃત્તિ કઈ રીતે થાય ? તેના ઉત્તરમાં ગુરુ તેને જણાવે છે કે – કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ”૧૧૪ કરોડ વર્ષે ચાલતું સ્વપ્ન આવતું હોય તે જાગ્રતાવસ્થા થતાં લય પામી જાય છે, તેમ અનાદિકાળથી વિભાવમાં વર્તતા જીવનું અજ્ઞાન, જ્ઞાન થતાં તરત જ નાશ પામી જાય છે. આ જ ભાવ દર્શાવતો “ અધ્યાત્મસાર ” ને લેક છે કે – “ यथा स्वप्नावबुद्धोऽर्थो विबुद्धेन न दृश्यते । व्यवहारमतः सर्गो ज्ञानिना न तथेक्ष्यते ॥ ॥७३ જેમ સ્વપ્નમાં જાણેલો પદાર્થ જાગ્યા પછી દેખાતું નથી, તેમ જ્ઞાની વડે વ્યવહાર માનેલો સર્ગ દેખાતો નથી. શિખે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા પછી ગુરુ ત્રણ દોહરામાં મેક્ષમાર્ગનું સ્વરૂપ તથા શુદ્ધ આત્મસ્વરૂપ સંક્ષેપમાં જણાવે છે. તેને આપણે “આત્મસિદ્ધિશાસ્ત્ર”ના નિચોડરૂપે ગણું શકીએ— “છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ નહિ ભોક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ.” ૧૧૫ એ જ ધર્મથી મેક્ષ છે, તું છે મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વપ.” ૧૧૬ “શુદ્ધ બુદ્ધ ચિતન્યઘન, સ્વયોતિ સુખધામ; બીજું કહીએ કેટલું કર વિચાર તે પાસ - ૧ ૭૨. “આત્મસિદ્ધિ” પરનાં પ્રવચનો, પૃ. ૩૪૦.' ૭૩. “અધ્યાત્મસાર ”, આત્મજ્ઞાન અધિકાર, લેક ૨૮. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રીમદની જીવનસિદ્ધિ અનાદિકાળથી જીવ દેહમાં મારાપણું માનતે આવ્યું છે, તે દેહાધ્યાસ છૂટી જાય, અને સ્વસ્વરૂપમાં જ રમમાણ રહે તે જીવ કર્મ કરતો નથી, તેમ જ ભેગવતો નથી, અને તેને શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. એટલે કે કર્મનું કર્તાપણું કે ભૂતાપણું એ કોઈ અપેક્ષાથી છે. આ વસ્તુ સમજવી તથા આચરવી તે જ ધર્મનો મર્મ છે. અને એ ધર્મથી જ મેક્ષ મળે છે. આટલું જાણ્યા પછી ગુરુ શિષ્યને આત્મસ્વરૂપ જણાવે છે. ગુરુ કહે છે કે, આત્મા મોક્ષસ્વરૂપ એટલે કે મેક્ષનું સુખ પામી શકે તેવો છે. વળી, શુદ્ધ આત્મા અનંતદર્શન અને અનંતજ્ઞાન સહિત હોય છે, જે સ્વરૂપ અવ્યાબાધ છે. અને તે સ્વરૂપ કેવું છે તે ૧૧૭ મા દેહરાની પ્રથમ પંક્તિમાં જણાવ્યું છે. શુદ્ધ એટલે કર્મમલથી રહિત, બુદ્ધ એટલે બેધસ્વરૂપ, ચિત ઘન એટલે ચેતનવંતે પિંડ, સ્વયંતિ એટલે સ્વપ્રકાશક અને અનંતસુખના ધામરૂપ આત્મા છે, તેમ શ્રીમદે આત્માના મુખ્ય તથા વિશિષ્ટ ગુણે પણ અહીં ગુરુમુખે બતાવ્યા છે. આમ મોક્ષનો ઉપાય છે એ પદની સિદ્ધિ કરતી વખતે ગુરુએ મોક્ષમાર્ગનું સ્વરૂપ, શુદ્ધ આત્મસ્વરૂપ, સમકિતના પ્રકાર આદિ અન્ય મુદ્દાઓની સમજણ પણ શિષ્યને આપી છે, જેથી તેને શંકા રહે નહિ. અહીં જે કંઈ કહેવાયું છે, સમજાવાયું છે, તે સર્વ જ્ઞાનીઓને સમ્મત છે તેની ખાતરી આપતાં ગુરુ અંતમાં જણાવે છે કે – “નિશ્ચય સર્વે જ્ઞાનીને, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિમાંય.” ૧૧૮ જેને સર્વ જ્ઞાનીઓએ સ્વીકારેલ છે તેનું નિરૂપણ અહીં કર્યું છે એમ જણાવી ગુરુ પોતાને સહજ એવી સમાધિમાં સ્થિર થયા, અને વાણીયોગની અપ્રવૃત્તિ કરી. આ દોહરા દ્વારા શ્રીમદ એમ સૂચવવા માગે છે કે આ છ પદની સિદ્ધિ દ્વારા જે કંઈ કહ્યું છે તે સર્વ જ્ઞાનીઓને સંમત છે. તેમનાથી વિરુદ્ધ એક પણ વસ્તુ અહીં આવતી નથી, એટલે કે આ આત્મસિદ્ધિ સર્વદર્શનના સારરૂપ છે. ૧૧૮મા દેહરે ગુરુ પોતાનું વક્તવ્ય પૂરું કરે છે. જે કંઈ જણાવાયું છે તે વિશે ઊંડાણથી વિચાર કરવાની ભલામણ પણ તેમાં કરી છે. ગુરુએ આપેલા પ્રત્યેક ઉત્તરનો શિષ્ય ઊંડાણથી વિચાર કરે છે. વિચાર કરતાં કરતાં બેધબીજની પ્રાપ્તિ થતાં ગુરુ પ્રત્યે તેને અપૂર્વ ઉલ્લાસ આવે છે. અને તે ઉલ્લાસને શિષ્ય વાણીમાં વ્યક્ત કરે છે. શિષ્યને બાધબીજની પ્રાપ્તિ ગુરુએ સમજાવેલાં આત્માનાં છયે પદને વિસ્તારથી વિચાર કરતાં શિષ્યને પોતાના યથાર્થ સ્વરૂપને ખ્યાલ આવે છે. અને તેથી તેને અપૂર્વ ઉલ્લાસ પ્રગટ થાય છે; સાથે સાથે ગુરુ માટે અહોભાવ પણ પ્રગટે છે. તે ઉલ્લાસ તથા અહોભાવ શિષ્ય ગુરુ સમક્ષ Page #318 -------------------------------------------------------------------------- ________________ ર૯૯ ૫. આસિદ્ધિશાસ્ર પ્રગટ કરે છે. તેમાં ગુરુભક્તિના આદશ શ્રીમદ્દે રજૂ કરેલા જોઈ શકાય છે. તે માટે ૧૧૯ થી ૧૨૭ સુધીના ૯ દોહરાની રચના શ્રીમદ્દે કરી છે. સદ્ગુરુના ઉપદેશથી અજ્ઞાન ટળી જતાં પેાતાનું યથાતથ્ય સ્વરૂપ કેવું દેખાયું તેનું વર્ણન કરતાં શિષ્ય કહે છે કે ઃ~~~ 66 ભાસ્યુ નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ. "" ૧૨૦ - શુદ્ધતા, ચેતનતા, અજરતા, અમરતા, અવિનાશીપણું, દેહાદિથી ભિન્નપણું; આદિ ગુણાવાળા આત્મા પ્રત્યક્ષ થયા, એમ શિષ્યના અહીં જણાવવાની સાથે તે આત્માનાં પહેલાં એ પદ આત્મા છે, અને તે નિત્ય છે, તેની અનન્ય શ્રદ્ધા પણ વ્યક્ત થાય છે. ત પછીના બે દાહરામાં આત્માના ત્રીજા તથા ચાથા પદની શ્રદ્ધા શિષ્ય બતાવે છે. તેમાં સ્વ-સ્વરૂપમાં સ્થિર હોય ત્યાં સુધી આત્મા કર્મના કર્તા-ભાક્તા નથી પણ પાતાના શુદ્ધ ચેતનસ્વરૂપના કર્તા-ભેાક્તા છે, અને વિભાવમાં જાય ત્યારે તે કનેા કર્તા-ભાક્તા અને છે, એ જણાવ્યું છે :— * કર્તા-ભાક્તા કર્મના, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયે અકર્તા ત્યાંય. ” ૧૨૧ “ અથવા નિજ પરિણામ જે, शुद्ध ચેતનારૂપ; કર્તા ભાક્તા તેહના, નિવિકલ્પ સ્વરૂપે. ” ૧૨૨ આમ માત્ર બે જ દોહરામાં શ્રીમદ્દે આત્માનું કર્તૃત્વ તથા ભાતૃત્વ સ્યાદ્વાદશૈલીથી શિષ્ય પાસે સમજાવી ઢીધુ છે. જે એ પદ્ય સમજાવતાં તેમણે ૧૬ દોહરા આગળ રચ્યાં હતા, તેને જ સારરૂપે અહી... એ દોહરામાં જણાવી દીધેલ છે. “ મોક્ષ છે ” તથા “ માક્ષના ઉપાય છે” એ બે પદની શ્રદ્ધા તા શિષ્યે . ૧૨૩ મા એક જ દોહરામાં જણાવી દીધી છે. સાથે સાથે તે એ પદના સાર પણ સમાવાયા છે. જુએ “ મેાક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પથ; સમજાવ્યું. સક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ.” ૧૨૩ પેાતાનું શુદ્ધ સ્વરૂપ તે મેાક્ષ, અને જે માગે તે પામી શકાય તે મેક્ષમા, એમ જણાવી પાંચમા તથા છઠ્ઠા પદની શ્રદ્ધા અહી વ્યક્ત થયેલી છે. આમ માત્ર ૪ દોહરામાં છયે પદની શ્રદ્ધા તથા તેની સમજાવટના સાર શ્રીમદ્દે સમાવી દીધાં છે. અને અહી' જણાવે છે કે નિગ્રંથ પ્રભુએ જણાવેલા મેાક્ષમાગ સક્ષેપમાં કહીએ તા આ જ છે. એટલે કે છ પદની સમજણુ, શ્રદ્ધા અને તે અનુસાર આચરણ તે જ મેાક્ષમાર્ગ છે. પેાતાને સાચા નિગ્રંથમા માં લાવનાર ગુરુની શિષ્ય ખૂબ જ વિનયભાવથી ભક્તિ ફરે છે. અને તેમાં ત ગુરુમાહાત્મ્ય ગાય છે :~~ Page #319 -------------------------------------------------------------------------- ________________ રહ શ્રીમદની જીવનસિદ્ધિ “અહા! અહો ! શ્રી સદ્દગુરુ, કરુણસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહે! અહા ! ઉપકાર.” ૧૨૪ “શું પ્રભુ ચરણ કને ધ, આત્માથી સૌ હીન તે તે પ્રભુએ આપિયા, વતું ચરણાધીન.” ૧૨૫ “આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન.” ૧૨૬ આ ત્રણ દાયરામાં શિષ્ય ગુરુની મહાનતા અને પોતાની પામરતા વ્યક્ત કરે છે. આ પણ “પ્રભુ પ્રત્યે દીનત્વ' જેવી એક ખૂબ જ ભાવવાહી પ્રાર્થના કહી શકાય. શિષ્યને સદ્દગુરુ માટે કેવા ભાવ પ્રગટવા જોઈએ તેને આદર્શ અહીં જોઈ શકાય છે. શિષ્યના આ ભાવ વિશે પંડિત સુખલાલજીના શબ્દોમાં કહીએ તે – “એમાં શિષ્યને મોઢે અહોભાવના ઉદ્દગારો ટાંકી જે સમર્પણભાવ વર્ણવ્યો છે તે જેમ કવિત્વની કળા સૂચવે છે, તેમ તાત્ત્વિક સિદ્ધિને પરમ આનંદ પણ સૂચવે છે, જે વાંચતાં મન કૃણું થઈ જાય છે અને એ અહંભાવના અનુભવ કરવાની ઊમિ પણ શોકી રોકાતી નથી.”૭૪ શિષ્યને આ અહેભાવ શા કારણથી આવ્ય, ગુરુએ એ કે તેના પર ઉપકાર કર્યો, તે જણાવતે જાહરે છે કે – સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ મ્યાન થકી તરવાર વત્ , એ ઉપકાર અમાપ.” ૧૨૭ આત્માનાં છ પદને સમજાવીને, મ્યાનમાંથી તલવાર જુદી કાઢી બતાવીએ તેમ આત્માને દહાદિથી સ્પષ્ટ જુદો બતાવ્યા , અમૂલ્ય કહી શકાય તેવા ગુરુને ઉપકાર શિષ્ય પર થવાથી શિષ્ય ઉલ્લાસમાં આવી ઉપરનાં અભાવનાં વચન ઉચ્ચારેલાં છે તેમ જોઈ શકાશે. આમ ૧૨૭ ગાથા સુધી “આત્મસિદ્ધિશાસ્ત્ર”નું મુખ્ય વક્તવ્ય આવે છે. તેમાં આત્માનાં છ પદની સમજણ અપાયેલી છે. ઉપસંહાર ૧૨૮ થી ૧૪ર સુધીના ૧૫ દેહરા ઉપસંહારરૂપે રચાયેલા છે. તેમાં શ્રીમદે જણાવ્યું છે કે “આત્મસિદ્ધિ” એ છયે દર્શનના સારરૂપ તથા નિશ્ચય અને વ્યવહાર બંનેના સમન્વયરૂપ છે. તેથી. અહીં જણાવેલ માર્ગ ત્રણે કાળમાં એકરૂપે જ રહેવાના છે. માટે તે માર્ગે જવાની ભલામણ કરી, અંતમાં જ્ઞાનીને વંદન કરી “ આત્મસિદ્ધિ ” પૂર્ણ કરી છે. ૭૪. “આત્મસિદ્ધિ", સંપા. મુકુલભાઈ કલાથી, પૃ. ૩૬. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૫. આસિદ્ધશાસ્ત્ર કુર્મ આત્મસિદ્ધિ ”માં ક્યે દર્શનના સાર આવી જાય છે, તે જણાવ્યા પછી ગુરુનુ મહત્ત્વ બતાવતાં કર્તાએ લખ્યુ છે કે :~~ 66 “ આત્મબ્રાંતિ સમ રાગ નહિ, ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ, "" ૧૨૯ વૈદકનું રૂપક ાજી આત્માની સ્થિતિ અહીં સમજાવાઈ છે. જીવને મેાટામાં મોટા કોઈ રાગ હાય તો તે આત્મબ્રાંતિના છે, એટલે કે પાતાનુ સ્વરૂપ ભૂલી જવારૂપ રાગ એ આત્માને લાગુ પડેલ સૌથી ભયંકર રાગ છે. તે રાગનુ નિદાન કરવા માટે સાચા વૈદ્ય તે સદ્ગુરુ છે. આ સદ્દગુરુનાં લક્ષણે તેમણે આ શાસ્રની શરૂઆતમાં જ બતાવ્યાં છે, તે રાગ કાઢવા માટે ગુરુ-આજ્ઞાએ ચાલવા જેવા બીજો કાઈ ઉત્તમ ખેારાક નથી, અને તે રોગના ઔષધ તરીકે સ્વ-સ્વરૂપના વિચાર અને નિદિધ્યાસન ઉત્તમ છે. આમ વૈદકશાસ્ત્રના રૂપક દ્વારા આત્મરાગ ટાળવાના ઉપાય ટૂંકાણમાં જણાવ્યા છે. સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ઔષધ વિચાર ધ્યાન. અહી' જણાવેલા આત્મસ્રાંતિરૂપ રાગ કાઢવા માટે ગ્રંથકર્તા સત્યપુરુષાર્થ કરવાનુ પ્રાત્સાહન ૧૩૦મા દોહરામાં આપે છે. લેાકેા કેવાં કેવાં બહાનાથી તે પુરુષાર્થ માં માતા આણે છે તે તેમના ખ્યાલમાં હાવાથી, તેનાથી બચવા જણાવે છે કેઃ— * નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં ના'ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સાય. ૧૩૧ આમ અહી' કોઈ પણ સંજોગોમાં આત્માથી જીવને પરમાર્થ ન ચૂકવાની ભલામણ ગ્રંથકર્તા કરે છે. મહાવીર પ્રભુએ ગૌતમસ્વામીને એક સમય માત્રના પણ પ્રમાદ ન કરવાની આજ્ઞા કરી હતી, તે જ પ્રકારના ઉપદેશ અહી પણ જોઈ શકાશે. માત્ર નિશ્ચયનયની વાતા સાંભળી વ્યવહાર ન તજવાની ભલામણ પણ શ્રીમદ્દે અહીં કરી છૅ. કારણ કે નિશ્ચય અને વ્યવહાર એ બંને સાથે જ રહેલા છે, કોઈ પણ એકને મહત્ત્વ આપવાથી તે લાભના હેતુ ન થતાં હાનિકર્તા થાય છે. માટે જ નિશ્ચય અને વ્યવહારના સમન્વય કરવા પર શ્રીમદ્ ૧૩૨-૩૩ એ એ દોહરામાં ખૂબ ભાર મૂકે છે. નિશ્ચય અને વ્યવહારના સમયરૂપ જણાવેલા મોક્ષમાર્ગ ત્રણે કાળમાં એકસરખા જ હાય છે તેની પ્રતીતિ આપતા દોહરા છે કેઃ— 66 32 આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં ચાશે હાય; કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કાય. ” ૧૩૪ ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના જ્ઞાનીઓના માર્ગ એકરૂપે જ રહેવાના છે, તે અહી' જણાવાયુ છે, અને આ માર્ગે જવાનુ' સર્વ જીવને માટે સુલભ છે કારણ કે બધા જ સિદ્ધ થઈ શકે છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રીમની છત્રસિદ્ધ આ માર્ગ પામવાનાં બે નિમિત્ત તે સદ્ગુરુ-આજ્ઞા ” અને “ જિનદશા ” છે તે તેમણે ૧૩૫ મા દોહરામાં બતાવ્યુ છે. સદગુરુએ ઉપદેશેલી જિતેન્દ્રિયની દશા વિચારવી તથા સદ્ગુરુની આજ્ઞામાં રહેવુ તેને માર્ગ પામવાનાં ઉત્તમ સાધન શ્રીમદ્ ગણાવ્યાં છે. અહીં જિન ’” શબ્દ સાંપ્રદાયિક અર્થમાં નહિ પણ જિતેન્દ્રિયના અર્થમાં વપરાયેલ જણાય છે. 66 જે લેાકા બીજા બીજા કારણા ગણાવી આ નિમિત્તોના ત્યાગ કરે છે, તે લાકા કહી મેાક્ષપદ પામી શકતા નથી. જ્ઞાન, દર્શન આદિ ઉપાદાન સાથે આ નિમિત્તોના સમન્વય, મેાક્ષ પામવા માટે થવા જોઈએ, એવા નિશ્ચય શ્રીમદ્દે ૧૩૬ મા દોહરામાં બતાવ્યા છે. આમ અહીં સુધી જુદા જુદા મુદ્દાની વિચારણા કર્યા પછી શ્રીમદ્ જ્ઞાની અને મિથ્યાત્વીનાં લક્ષણા ચાર દોહરામાં આપ્યાં છે, તે મુમુક્ષુ જીવે ખૂબ જ વિચારવા યેાગ્ય છે. મુમુક્ષુ વિશે તેઓ કહે છે સત્ય ત્યાગ વૈરાગ્ય; ઘટ વિશે, એહ સદાય સુજાગ્ય.” ૧૩૮ આત્માર્થીના અને મુમુક્ષુના ગુણેા સરખા છે. જ્ઞાનીદશા તા એ છે કેઃ~~~ માહભાવ ક્ષય હાય જ્યાં, અથવા હાય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત.” ૧૩૯ 66 66 ક્રયા શાંતિ સમતા ક્ષમા, હાય મુમુક્ષુ 66 સકળ જગત તે એઠવત્ અથવા સ્વપ્ન સમાન, કહીએ નાનીદશા, બાકી જ્ઞાનીદશાના સૌથી પહેલા લક્ષણ તરીકે શ્રીમદ્દે અહીં “ માહક્ષય ને બતાવેલ છે; અને બીજું લક્ષણ છે સ`સાર તરફની ઉદાસીનતા. આ બંને લક્ષણા તેમણે પ્રતીતિકર ભાષામાં આપ્યાં છે. તેમણે જણાવેલાં આ લક્ષણા એવાં છે કે જેને કસાટી તરીકે સ્વીકારવાથી માણસની દશા કેવી છે તેના ખ્યાલ ઝડપથી આવી જાય. ગમે તેવી ઊંચી વાતા કરનાર માણસ જ્ઞાની છે કે નહિ તે જાણવા માટે તેનામાં માહ અને સંસાર પ્રત્યેની રુચિ કેવી છે તે જોવાથી સમજી શકાય છે. કોઈ પણ વ્યક્તિ કસેાટી કરી શકે તેવાં લક્ષણા શ્રીમદ્દે અહી' વ્યક્ત કર્યા છે. અનુભવમૂલક આમ શ્રીમદ્દે પોતાની અનુભવવાણીમાં જ્ઞાનીની દશા બતાવી છે, તે પછી આ છ પદ્મની શ્રદ્ધા કરવાથી, અને છઠ્ઠા પદમાં બતાવેલા માર્ગે જવાથી મેાક્ષ પ્રાપ્ત થાય છે તે વિશેના પેાતાના સંદેહરહિત અભિપ્રાય તેમણે આપ્યા છે. અને અંતમાં ઈંડુ હોવા છતાં પણ જેની સ્થિતિ તેમાં મમત્વરહિત છે, તેવા જ્ઞાનીનાં ચરણમાં વંદન કરીને “ આત્મસિદ્ધિ” તેમણે પૂર્ણ કરી છે. તે દોહરા છેઃ વાચાજ્ઞાન.” ૧૪૦ દહ છતાં જેની દા, વર્ત તે જ્ઞાનીનાં દેહાતીત; ચરણમાં, હા વદન અગણિત.” ૧૪૨ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૫. આત્મસિદ્ધિશાસ્ત્ર ૩૦૩ આમ અંતમાં તેમણે જ્ઞાનીનાં ચરણમાં અગણિત વંદન કરીને કૃતિ પૂર્ણ કરી છે. આ જ્ઞાની કેવા છે? દેહ હોવા છતાં પણ આત્મમય સ્થિતિમાં જે રહે છે તેવા જ્ઞાનીને વંદન કરાયાં છે. અહીં શ્રીમદ્ “સિદ્ધાત્મા ”ને નહિ પણ “સગી કેવળીને વંદન કર્યા છે, તે હેતુપૂર્વક છે. “સિદ્ધ”ની દશા પણ દેહાતીત છે. તેમને બદલે જેમની દહ હોવા છતાં પણું દેહાતીત સ્થિતિ છે તેવા જ્ઞાનીને વંદન કર્યા છે. પૂર્વ કર્મના યોગથી દેહ પ્રાપ્ત થયો છે, પણ વર્તમાન દશાએ તે તેઓ સ્વપ્નમાં લીન છે. આવા જ્ઞાની, મુમુક્ષુ જીવને જ્ઞાનદશા મેળવવા માટે સિદ્ધ કરતાં પણ વિશેષ ઉપકારી છે, કારણ કે તેઓ પ્રત્યક્ષ સદગુરુ છે. અને પ્રત્યક્ષ સદ્દગુરુનું મહત્ત્વ તો તેમણે આરંભમાં જ દર્શાવ્યું છે. આમ ઉપસંહારમાં પણ શ્રીમદે તત્ત્વના ઘણે બોધ આપ્યો છે. ઉપસંહાર વિશે પડિત સુખલાલજી લખે છે કે – એને ઉપસંહાર એટલો સહજપણે અને નમ્રપણે છતાં નિશ્ચિત વાણીથી કર્યો છે કે તે એક સુસંગત શાસ્ત્ર બની રહે છે. ”૭૫ પદનને સાર “આત્મસિદ્ધિ માં શ્રીમદે આત્માનાં છ પદને ગુરુશિષ્યના સંવાદરૂપે સમજાવ્યાં છે તે આપણે જોયું. એ છ પદ વિશે તેમણે લખ્યું છે કે – ષટ્રસ્થાનક સંક્ષેપમાં, પદર્શન પણ તેહ; સમજાવા પરમાર્થન, કહ્યાં જ્ઞાનીએ એહ.” ૪૪ “દર્શન ષટે સમાય છે, આ ષટ્રસ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ.” ૧૨૮ આમ શ્રીમદના અભિપ્રાય પ્રમાણે મીમાંસા, જૈન, સાંખ્ય, યાયિક, બૌદ્ધ અને ચાર્વાક એ છચે દશનને સાર આત્માના આ છ પદમાં આવી જાય છે. અને “આત્મસિદ્ધિમાં તે છ પદનું નિરૂપણ થયું હોવાથી “આત્મસિદ્ધિ” એ છ દર્શનને સાર છે તેમ કહી શકાય. તે વિશે ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે – છે જેમાં ષટદશનનો સાર સમાવ્યા છે. અને જેમાં શ્રુતસમુદ્ર. મથી તત્ત્વ-નવનીત જમાવ્યું છે, એવી અનુભવ રસગંગા શ્રીમની આત્મસિદ્ધિ તે આ અવની પરનું સાક્ષાત્ અમૃત છે.”૭૬ ૭૫. “આત્મસિદ્ધિ", સંપા. મુકુલભાઈ કલાથી, પૃ. ૨૯. ૭૬. “ શ્રીમદ્ રાજચંદ્ર : અધશતાબ્દી સ્મારકગ્રંથ”, પૃ. ૨૫. Page #323 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ એટલે કે આ શાસ્ત્રનું મનન કરવામાં આવે તે આત્માથી જીવ ઉત્તમ વસ્તુ અને ઉત્તમ ધર્મ પામી શકે તેવું તત્ત્વ “આત્મસિદ્ધિ”માં છે. ભારતમાં આત્મા વિશેની વિચારણું હજારો વર્ષો પહેલાં શરૂ થયેલ છે. અનેક જ્ઞાનીઓએ એ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તે તેના વિચારોનો સંગ્રહ જુદી જુદી ભાષામાં અને જુદા જુદા ગ્રંથમાં થયેલો છે. આધ્યાત્મિક દૃષ્ટિએ કરાયેલી આ સાધનાનાં પરિણામેનું નિરૂપણ આ ગ્રંથોમાં થયેલું છે. તે દરેકને એક પ્રયત્ન જોવા મળે છે કે પિતાના વિશેનું અજ્ઞાન નિવારવું અને સમ્યજ્ઞાન મેળવવું. સગ્યજ્ઞાન મેળવવાના અનેક પ્રયત્નો થયા, અનેક માર્ગો શોધાયા, અને કેઈએ કઈ અંગ છે કે એ કોઈ અંગ પર ભાર મૂક્યો. એમાંથી પંથભેદ જમ્યા, અને તે ટકી દઈ દૃષ્ટિથી પોષાતાં વાડા બની ગયા. આથી કોઈ એક તવ પર જ ભાર મૂકતી પરંપરાઓ ઊભી થઈ. આવા જુદા જુદા ભેદવાળાં મુખ્ય છ દર્શન અસ્તિત્વમાં આવ્યાં. આ છ દર્શન તે બૌદ્ધ, યાયિક, સાંખ્ય, જન, મીમાંસા, અને ચાર્વાક. એમાં પહેલાં પાંચ આસ્તિક એટલે કે બંધ, મોક્ષ, આત્મા આદિને સ્વીકારનારાં દર્શન છે; ત્યારે ચાર્વાક એ નાસ્તિક દર્શન છે; એ આત્માદિ પદાર્થને સ્વીકારતું નથી. તૈયાયિકના અભિપ્રાયને ઘણે મળતો આવે એવો અભિપ્રાય વૈશેષિકનો છે. સાંખ્ય જે યોગનો અભિપ્રાય છે; બંને વચ્ચે બહુ ઓછા ભેદ છે તેથી તે સ્વતંત્ર દર્શન ગણાતાં નથી. મીમાંસા દર્શનના પૂર્વ અને ઉત્તર એમ બે વિભાગ છે. તે બંનેમાં વિચારને ભેદ વિશેષ છે. પણ મીમાંસા શબ્દથી બંનેનું ઓળખાણ થતું હોવાથી તે બંને સાથે પણ લેવાય છે. પૂર્વમીમાંસાનું “જૈમિની” અને ઉત્તરમીમાંસાનું “વેદાંત” એવાં નામ પ્રચલિત છે.. બોદ્ધ દર્શનના મુખ્ય ચાર ભેદ છેઃ સૌમાંતિક, માધ્યમિક (શૂન્યવાદી), વિજ્ઞાનવાદી, અને વૈભાષિક. જૈન દર્શનના બે મુખ્ય ભેદ છે: દિગંબર અને તાંબર. જૈન, બૌદ્ધ, અને ચાર્વાક સિવાયનાં બધાં દર્શન વેદને મુખ્ય રાખી પ્રવર્તે છે, માટે તે વેદાશ્રિત દર્શન છે. તેઓ બધા વેદાર્થ પ્રકાશી પોતાનું દર્શન સ્થાપવાનો પ્રયત્ન કરે છે. જન અને બૌદ્ધ વેદાશ્રિત નથી, પણ સ્વતંત્ર દર્શન છે. અને ચાર્વાક તે નાસ્તિક દર્શન છે. મુખ્ય મુખ્ય પુરુષોએ કરેલી આત્મા વિશેની વિચારણુ આ છ દર્શનના ગ્રંથમાં સમાવેશ પામી જાય છે. તેઓએ આ છ પદ ઉપરાંત કેઈ પણ પદની તવની રીતે વિચારણા કરી નથી. આ બધાં દર્શનનાં શાસ્ત્રો આ છ પદના ખંડન કે મંડન અથે જ રચાયાં છે. અલબત્ત, સૌની સમજાવવાની શિલી જુદી જુદી છે, સૌએ પોતપોતાના મતના સમર્થન માટે અનેક તર્કો દોડાવ્યા છે, ઢગલાબંધ દલીલો મૂકી છે કે અનુભવવાણું પ્રગટ કરી છે. પણ તે બધાને સાર કાઢવામાં આવે તો તે છ પદની સમજણમાં જ સમાઈ જાય છે. એ રીતે જોતાં આત્માનાં છ પદમાં છ દર્શન સમાઈ જાય છે. “આત્મસિદ્ધિમાં એ છ પદનો વિસ્તાર કરેલો હોવાથી તેને છ દર્શનના સારરૂપ કહી શકાય. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૫. આત્મસિદ્ધિશાસ્ર બીજી રીતે જોતાં પણ આત્મસિદ્ધિ ”માં ક્યે દર્શનના સાર છે તેમ કહી શકાય. યે દશનાએ આત્મા વિશે જે જાતના અભિપ્રાય ઉચ્ચાર્યાં છે તે સર્વને સમાવેશ તેના નામનિર્દેશ વિના આત્મસિદ્ધિ”માં થયેલા જોઈ શકાશે.૭૭ આ ચાર્વાકદર્શન આત્માનાં અસ્તિત્વ, નિત્યત્વ, મેક્ષ આદિને ન સ્વીકારે તેવુ' એક જ દર્શન છે, જે ચાર્વાકને નામે ઓળખાય છે. ચાર્વાકમતવાદીએ જગતમાં જેટલુ દેખાય છે તેટલું જ સાચું છે તેમ માને છે. આ મતની લીલા શ્રીમદ્દે પ્રથમ પની શંકા વખતે શિષ્યના મુખમાં મૂકી છે. શિષ્ય “ આત્મા નથી ” એવા પેાતાના વિચાર રજૂ કરતી વખતે, તેના સમન માટે જે લીલા કરે છે તે દલીલે ચાર્વાક મતની છે. તે બતાવવા માટે શ્રીમદ્ ભાષા તા પેાતાની જ વાપરી છે. 66 આ મતનું ખંડન કરી શ્રીમદ્ અન્ય પાંચે માસ્તિક દનાને માન્ય એવું આત્મા હાવા વિશેનું પ્રમાણ આપે છે. તે સ દર્શનાએ કરેલી આત્માના અસ્તિત્વને દર્શાવતી દલીલેાનું સંકલન તથા અનુભવેનું સંકલન ગુરુએ આપેલા ઉત્તરમાં શ્રીમદ્રે રજૂ કર્યું છે. બૌદ્ધ દઈન ચાર્વાક સિવાયનાં બધાં દના આત્માના અસ્તિત્વ આદિને સ્વીકારે છે, પણ તેમની માન્યતામાં થાડા થોડા ભેદ જોવા મળે છે. તેના નિત્યત્વ, કર્તૃત્વ, ભાકતૃત્વ આદિ વિશે ભેદ જોવા મળે છે. તે ભેદ જ્યાં જ્યાં છે તેના ઉલ્લેખ “ આત્મસિદ્ધિ ”માં થયેલે છે, અને જ્યાં એકમત છે, તે સમાધાનરૂપે આપેલ છે. જૈન સિવાય વેદાશ્રિત ન હોય તેવુ બૌદ્ધ દર્શન છે. તેઓ આત્માને સ્વીકારે છે, અને આત્માને ક્ષણિક ગણાવે છે. તેમને અભિપ્રાયે જગત્કર્તા તરીકે ઈશ્વર અભિપ્રેત નથી, આત્માને જ કર્તા ગણાવે છે. શૂન્યવાદી બૌદ્ધને અભિપ્રાયે આત્મા વિજ્ઞાન માત્ર છે, અને વિજ્ઞાનવાદી બૌદ્ધને અભિપ્રાયે આત્મા દુઃખાદિ તત્ત્વ છે. એટલે કે બૌદ્ધના અભિપ્રાયે આત્મા અનિત્ય અને પરિણામી – પરિણામ કરવાવાળો છે. ૩૯ ૩૦૫ ૭૭. પેાતાના કથનને પુષ્ટ કરતી બૌદ્ધ દનની દલીલેાના સમાવેશ પણ “ આત્મસિદ્ધિ ”માં થાય છે. ખીજી શંકા રજૂ કરતી વખતે, એટલે કે આત્માનુ નિત્યત્વ નિષેધતી વખતે, શિષ્ય “ આત્મસિદ્ધિ ”માં જૈન, બૌદ્ધ, સાંખ્યયોગ, નૈયાયિક-ત્યાય—વૈશેષિક, મીમાંસા-પૂર્વ અને ઉત્તર, અને ચાર્વાક એ છયે દર્શન આવી જાય છે તેમ શ્રીમદ્ કહ્યું છે. તેમના આ વિધાનને પ્રખર રીતે તપાસવા માટે તા સ દર્શીતા આમૂલ અભ્યાસ જોઈએ. અહી શકચ તેટલી સ્પષ્ટતા કરવા “ શ્રીમદ્ રાજચંદ્ર ” પ્રંથમાંના આંક ૭૧૧ તથા ૭૧૩, શ્રીમની ઉસ્તનેાંધ, “ અધ્યાત્મસાર ”, “ સ્યાદ્દાદ્દમંજરી ”, શ્રી મનસુખભાઈ રવજીભાઈએ લખેલા “ આત્મસિદ્ધિ 'તે ઉપેાાત વગેરેના આશ્રય લીધા છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રીમદની જીવનદ્ધિ જે દલીલા ગુરુ સમક્ષ મૂકી છે તે ઔદ્ધવાદીની છે. તેના ઉત્તરમાં ગુરુ શિષ્યને સમજાવે છે કે આત્મા એકાંતે અનિત્ય નથી; તે અપેક્ષાએ અનિત્ય છે. આત્મા વસ્તુપણે, દ્રવ્યપણે નિત્ય છે અને સમયે સમયે જ્ઞાન આદિ પરિણામના પલટાવાથી તે પલટાતા જણાય છે, તે દૃષ્ટિએ અનિત્ય છે. આમ આ આત્માનુ નિત્યાનિત્યપણું સ્વીકારતાં જૈનાદિ દનાનું મંડન અહી” કરેલ છે. બૌદ્ધ દર્શન જગત્કર્તા ઈશ્વરને સ્વીકારતું નથી. તે વિશેની દલીલ આપણને “ આત્મસિદ્ધ ”માં જોવા મળે છે, કર્મના કર્તા તથા ભાક્તા આત્મા છે, તે સિદ્ધ કરતી વખતે જે દલીલા ઈશ્વરના અકર્તૃત્વ તથા અભાતૃત્વ માટે મુકાઈ છે તે જગત્કર્તા તરીકે ઈશ્વરને નિષેધતાં બૌદ્ધ જૈન આદિ દનામાંથી લેવાયેલી છે. આ ઉપરાંતના પ્રસંગેામાં પણ ઔદ્ધ અને જૈનનું મળતાપણું હોવાથી તેને સાથે સમાવેશ થયેા હોય તે સ્વાભાવિક છે. આમ “ આત્મસિદ્ધિ ”માં બૌદ્ધ દર્શનના અભિપ્રાય જે જગ્યાએ જૈન દર્શનથી જુદો પડે છે, તે જગ્યાએ દલીલે સાથે મુકાયેલેા જોઈ શકાય છે. એ પરથી આપણે કહી શકીએ કે “ આત્મસિદ્ધિ ”માં બૌદ્ધ દનના સમાવેશ થયેલા છે, ભલે પછી તે ખંડનના રૂપમાં હોય કે મ`ડનના રૂપમાં હાય. નૈયાયિક નૈયાયિક અને ન્યાય—વૈશેષિક એ એમાં બહુ એ જ લેવાય છે. તેણે કરેલા આત્મા વિશેના નિરૂપણના મુકાયેલા જોવા મળે છે. ભેદ હોવાથી તે સાધારણ રીતે સાથે અભિપ્રાય પણ “ આત્મસિદ્ધિ ’’માં નૈયાયિક આત્માને સ્વીકારે છે, તેના મત પ્રમાણે તટસ્થપણે ઈશ્વર કર્તા છે, સર્વવ્યાપક એવા અસખ્ય જીવ છે, ઈશ્વર પણ સવવ્યાપક છે. તેઓ આત્માને નિત્યપણે તથા સાક્ષીકર્તા એટલે જ્ઞાતા ટટારૂપે સ્વીકારે છે. આત્માના અસ્તિત્વનું પ્રમાણ આપતી ગુરુની લીલામાં, કમ ના કર્તા આત્મા નહિં પણ ઈશ્વર છે તે બતાવતી શિષ્યની દલીલેામાં, આત્મા નિત્ય છે તેનું પ્રમાણ આપતી ગુરુની દલીલેામાં તૈયાયિકના અભિપ્રાયને જોઈ શકાય છે. આમ તૈયાયિક જે વસ્તુએમાં જૈનથી વિરુદ્ધ છે કે જૈન સાથે સંમત છે તે સ માટેની દલીલા સંક્ષેપમાં “ આત્મસિદ્ધિશાસ્ત્ર ”માં મુકાયેલી છે. સાંખ્ય ન સાંખ્યું અને ચેાગ વચ્ચે બહુ આછે! તફાવત હૈાવાથી તે સાથે લેવાય છે. સાંખ્ય આત્માના અસ્તિત્વને તથા અનેકત્વને સ્વીકારે છે. તેના મતે આત્મા નિત્ય, અરણામીઅકર્તા અલેાક્તા એટલે કે અમધ સાક્ષીરૂપ છે. સેશ્વર કે નિરીશ્વર અને સાંખ્ય પરંપરામાં આ મત અભિપ્રેત છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૫. આસિદ્ધિશાસ્ર શ્રીમદ્ આત્માના અસ્તિત્વ અને નિત્યત્વને સ્વીકારી અનેકત્વ પણ “ આત્મસિદ્ધિ ”માં સ્વીકારે છે. અને આત્માને અકર્તા તથા અભાક્તા અપેક્ષાથી સ્વીકારે છે. સાંખ્ય જીવને અબંધ માની કર્માંનું કર્તૃ પણ પ્રકૃતિપ્રેરિત કે ઈશ્વરપ્રેરિત માને છે. એ માન્યતા સાચી હાય તા મેાક્ષના ઉપાય નકામે છે. તેથી શ્રીમદ્ અપેક્ષાએ આત્માને અકર્તા તથા અભેાક્તા તરીકે સ્વીકારે છે. જીવ જ્યારે રાગ અને દ્વેષાદ્વિ વિભાવમાં હેાય ત્યારે તે કમના કર્તા તથા ભાક્તા છે, પણ દેહાધ્યાસ છૂટતાં તે કર્તાલેાક્તા રહેતા નથી. તે માટે શ્રીમદ્ દોહરા રચ્યા છે કે ઃ— છૂટ દહાધ્યાસ તા, 66 નહિ કર્તા તું કર્મ, નહિ ભેાક્તા તુ તેહના, એ જ ધર્મના મર્મ. ” ૧૧૫ ઈશ્વર પણ કર્તા તરીકે આવી શકે નહિ તે વિશેની દલીલેા પણ શ્રીમન્ને અહીં મૂકી છે. આમ જોઈએ તે સાંખ્યના આત્માનાં છ પદ્મ વિશેના અભિપ્રાય “ આત્મસિદ્ધિ 'માં એક અથવા બીજે રૂપે જોવા મળે છે. મીમાંસા દન મીમાંસાના પૂર્વ અને ઉત્તર એમ બે વિભાગ છે. તેમાં પૂર્વમીમાંસા જેમિની ’ અન ઉત્તર મીમાંસા “વેદાંત ” તરીકે એળખાય છે. ૩૦૭ 66 વાંત આત્માને સ્વીકારે છે. તેને નિત્ય પણ માને છે, અને તેની સાથે અપિરણામી એટલે કે અર્તા-અભાક્તા તરીકે માને છે. આત્માને સાક્ષીરૂપે સ્વીકારે છે, અને જગકર્તા ઈશ્વરને માન્ય કરે છે. પૂ મીમાંસા આત્માને અનેકરૂપે અને વેદાંત આત્માને એકરૂપે માને છે. વદાંતની આ બધી માન્યતાને પુષ્ટ કરતી કે ખંડન કરતી દલીલેા આપણને “ આત્મસિદ્ધિ 'માં જોવા મળે છે. આત્માને સ્વીકારતી દલીલેા, તેના નિયત્વને સ્વીકારતી દલીલેા, અકર્તા અને અભેાક્તાપણું અપેક્ષાએ છે તે બતાવતી દલીલા, જગત્કર્તા તરીકે ઈશ્વર ન હાઈ શકે, તે વગેરે વિશે શ્રીમદ્દે “ આત્માસિદ્ધિ”માં નિરૂપણ કર્યું છે. આ બધું વાંચીએ ત્યારે વેદાંતના અભિપ્રાય એક ચા ખીજે રૂપે તેમાં સમાવેશ પામતા જણાય છે. જૈન ન આ બધાં દર્શન ઉપરાંત ઠ્ઠું દર્શન તે જૈન. તેમાં અનેકાંતવાદ છે. અને તે પ્રત્યેક વસ્તુને અપેક્ષાથી સ્વીકારે છે. જૈનમાં આત્મા નિત્ય પણ છે, અનિત્ય પણ છે, કર્તા પણ છે અને અકર્તા પણ છે, ભેાક્તા પણ છે અને અભેાક્તા પણ છે, બંધ પણ છે અને મેક્ષ આ બધું જ જૈન દર્શનમાં અપેક્ષાથી સમજાવેલ છે. પણ 包 Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રમની જીવનસિદ્ધિ જનને અભિપ્રાયે અનંત દ્રવ્ય આતમા છે, પ્રત્યેક જુદા છે, જ્ઞાનદશનાદિ ચેતનરૂપ, નિત્ય અને પરિણામી, પ્રત્યેક આત્મા અસંખ્યાત પ્રદેશ વશરીર અવગાહવતી માન્ય છે.”૭૮ આ આત્મા કઈ અપેક્ષાથી કેવો છે તેનું નિરૂપણ શ્રીમદે “આત્મસિદ્ધિશાસ્ત્ર”માં કરેલ છે. આ સ્યાદ્વાદશૈલીને લીધે તેમાં સર્વ દશનોનો સાર સમાઈ જાય છે. અને આખી “આત્મસિદ્ધિ જૈન દર્શન અનુસાર રચાઈ છે તેનો પરિચય ઠેકઠેકાણે મળે છે. શ્રીમદે બતાવેલા મતાથી, આત્માથી, સદ્દગુરુ, શુષ્કજ્ઞાની, ક્રિયાજડ વગેરેનાં લક્ષણો જન દર્શન અનુસાર છે. વળી, સમકિત, શુષ્કજ્ઞાની, મિથ્યાત્વ આદિ શબ્દો પણ જેના પરિભાષાના છે. ટૂંકમાં કહીએ તે જૈન દર્શનમાં બતાવેલ મોક્ષમાર્ગ શ્રીમદે “આત્મસિદ્ધિ”માં બતાવ્યું છે. ૮ આત્મસિદ્ધિ ના સંવાદમાં શ્રીમદ્દ એ પ્રકારની ચેજના કરી છે કે, શિષ્ય પાસે જગતમાં પ્રચલિત હોવા છતાં અસંમત થાય તેવી દલીલ રજૂ કરાવી છે, અને એ અગ્ય લાગતા તેના વિકલ્પે પણ જણાવાયા છે. શિષ્ય એ બધા રજૂ કરી, તે વિશે ગુરુ પાસે માર્ગદર્શન પણ માગે છે. આમ આમાનાં છ પદનું નાસ્તિત્વ સ્વીકારતા મતોનું નિરૂપણ શિષ્ય દ્વારા થયેલું છે. શિષ્ય રજૂ કરેલા મતે વિશેની યોગ્ય વિચારણું ગુરુ તેના ઉત્તરમાં સમાધાનરૂપે આપે છે. તે સમાધાનમાં શિષ્યની દલીલો કઈ રીતે અગ્ય છે તે ગુરુ સમજાવે છે. એટલે કે આત્માના અસ્તિત્વાદિ છ પદનું નિરૂપણ ગુરુ એ કરેલ સમાધાનમાં આવે છે. આમ શિષ્ય અને ગુરુના સંવાદથી જગતમાં પ્રવર્તતાં છયે દર્શનનો સાર આવી જાય છે, એટલું જ નહિ, સ્યાદ્વાદશૈલીને લીધે જન દર્શનની ઉત્તમતા પણ બતાવાઈ જાય છે. શિષ્ય કરેલી શંકાના સમાધાનમાં ગુરુ જેન દશનનો અભિપ્રાય રજૂ કરે છે. એટલે જન એ અનેકાંત દર્શન હોવાથી કોઈ અપેક્ષાએ અન્ય દશનાએ જણાવેલા અભિપ્રાયને સ્વીકારી, બીજી અપેક્ષાએ તેનો નિષેધ કરે છે. આવાં સ્થળોએ જે વસ્તુ આત્મશ્રેય માટે ગ્ય લાગી તે જ વસ્તુ શ્રીમદે જણાવી છે. કોઈ પણ દર્શનનું નામ મૂક્યા વિના પિતાને અભિપ્રાય તેમણે વ્યક્ત કરેલો જણાય છે. તેમના આ નિષ્પક્ષપાતપણા વિશે શ્રી મનસુખભાઈ રવજીભાઈ યોગ્ય જ લખે છે કે – શ્રીમાન આનંદઘનજી મહારાજ, પરમતખંડન અને સ્વમતમંડનની પદ્ધતિથી એટલા માટે દૂર રહ્યા છે કે, જે મતનું ખંડન કરવામાં આવે છે તે મતના અનુચાવીઓ સત્ય સ્વીકારવાને બદલે ઊલટા વિમુખ થાય છે, તેમ શ્રીમાન રાજચંદ્ર આ આત્મસિદ્ધિશાસ્ત્રમાં આ વાદવિવાદનાં સ્થળોએ પણ એવી સૂક્ષમ કાળજી રાખી છે કે, કઈ પણ મતનું એક અક્ષર પણ પ્રત્યક્ષ ખંડન ન કરતાં, જે અભિપ્રાયે પોતે ૭૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. પર૧. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨. આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રતિપાદન કરવામાં આત્મશ્રેય માન્યું છે, તે અભિપ્રાયે સરલતાપૂર્વક અને વસ્તપણે જણાવવા. શ્રીમાન હરિભદ્રસૂરિએ પોતાના દર્શન સમુચ્ચય” નામક ગ્રંથમાં જુદાં જુદાં છ દશનનું સ્વરૂપ બતાવતાં જેમ પ્રત્યેક દર્શનના પ્રતિનિધિ તરીકે નિષ્પક્ષપાત બુદ્ધિ રાખી છે, તેમ શ્રીમાન રાજચંદ્ર પણ પ્રત્યેક ધર્મમતનું સ્વરૂપ બતાવતાં તેના પ્રતિનિધિ તરીકે કામ લીધુ છે. વિશેષમાં તેઓએ વર્તમાન સમયને અનુકળ ગણાય એવી એક શૈલી રાખી છે કે, કયે અભિપ્રાય કયા ધર્મના છે એમ અગપ્યપણે બતાવ્યું નથી, કેમ કે ચોક્કસ મતને ફલાણે મત છે અને તે અગ્ય છે એમ બતાવવામાં આવે, તો તે મતના અનુયાયીને, ગ્રંથકારને પોતાના અભિપ્રાય પર આગ્રહ છે એમ લાગી આવે, તેથી તેને સ્વીકાર કરવાનું મન થતું નથી; એટલું જ નહિ પણ તેને ગ્રંથકાર પક્ષપાતી લાગે છે. આવું ન થાય તે માટે ગ્રંથકારે અતિશય કાળજી રાખી છે. જુદાં જુદાં દર્શનના અભિપ્રાય આ છ પદમાં આવ્યા છે, પણ તે વાંચતાં વિચારતાં કોઈને ન લાગે કે ગ્રંથકારને ચોક્કસ અભિપ્રાય પ્રત્યે અભાવ છે. દાખલા તરીકે જ્યારે આત્મા નિત્ય નથી એવા વિચારના પ્રતિનિધિ તરીકે દાવો રજૂ કર્યો છે ત્યારે કેઈન પણ કિંચિત્ માત્ર એવી અસર ન થાય કે, તેમાં એક વકીલ તરીકે કઈ પણ પ્રકારની ન્યૂનતા રાખી છે. આ રીતે જ્યારે તેના નિષેધકર્તા વકીલ તરીકે ઊભા રહ્યા છે ત્યારે તેના તરફની ન્યૂનતા રાખી નથી.”૯ આમ આપણે જોઈ શકીશું કે “આત્મસિદ્ધિ ” એ ખંડનમંડનરહિત, છયે દર્શનના સાર માત્ર ૧૪૨ ગાથામાં સમાવતું એક અપૂર્વ શાસ્ત્ર છે. તેથી જ “આત્મસિદ્ધિશાશ્વન “આપનિષદ ” ગણાવતાં પંડિત સુખલાલજી લખે છે કે – આત્મસિદ્ધિ વાંચતાં અને તેના અર્થ પુનઃ પુનઃ વિચારતાં એમ લાગ્યા વિના નથી રહેતું કે શ્રીમદ્ રાજચંદ્ર આ એક નાનકડી કૃતિમાં આત્માને લગતું આવશ્યક પૂર્ણ રહસ્ય દર્શાવી આપ્યું છે. ૮૦ મુનિશ્રી લલ્લુજી મહારાજે આપેલો અભિપ્રાય પણ મનનોગ્ય છે. તેમણે કહ્યું છે કે – “શ્રી આત્મસિદ્ધિમાં આત્મા ગાયો છે. તેમાં કોઈ ધર્મની નિંદા નથી. સર્વ ધર્મ માનનારને વિચારવા ચોગ્ય છે. આપણે પણ આત્મા ઓળખવો હોય તો તેનો વારંવાર વિચાર કરવા યોગ્ય છે. ચૌદ પવન સાર તેમાં છે. આપણને આપણું યોગ્યતા પ્રમાણે વિચારવાથી ઘણું લાભ થાય તેવું છે. એમાં જે ગહન મર્મ ભર્યો છે તે તે જ્ઞાનીગમ્ય છે, કોઈ પુરુષના સમાગમે સાંભળીને મનન કરવા ગ્ય છે. પણ જેટલે અર્થ આપણને સમજાય તેટલા સમજવા પુરુષાર્થ કર્તવ્ય છે. એટલે ગમે તે ધર્મ માનનાર હાય તેની સાથે આત્મસિદ્ધિ વિશે વાત થાય અને તે સાંભળે તે તેને રુચે તેમ છે.”૮૧ ૬. “આત્મસિદ્ધિ, સંપા. મનસુખભાઈ રવજીભાઈ, પ્રસ્તાવના, ૩. ૨૦. ૮૦. “આત્મસિદ્ધિ", સંપા. મુકુલભાઈ કલાથી", પૃ. ૨૫. ૮૧. “ઉપદેશામૃત, પત્રાવલિ નં. ૧૫૬. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૦ શ્રીમદની જીવનસિદ્ધિ જ આત્મસિદ્ધિશાસ્ત્રની મૌલિકતા આત્મસિદ્ધિ”માં આત્માનાં છ પદ વિશેની શ્રદ્ધા તથા તેના અસ્તિત્વનું નિરૂપણ થયેલું છે. ભારતીય તત્ત્વજ્ઞાનીઓની વિચારણાની દૃષ્ટિએ જોઈએ તો તે પદની સિદ્ધિ એ નવીનતા નથી. “આચારાંગ”, “સૂત્રકૃતાંગ”, “ઉત્તરાધ્યયન ”, “પ્રવચનસાર, “સમયસાર” આદિ પ્રાકૃત માં આત્માનાં છ પદ વિશેના જે વિચારો જુદી જુદી રીતે છૂટાછવાયા મળી આવે છે, તેનું સંકલન જોવા મળે છે. ગણધરવાદમાં જે વિચારનું તશૈલીથી સ્થાપન કરવામાં આવ્યું છે, હરિભદ્રાચાર્ય પિતાના “શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં કે શ્રીમાન યશોવિજયજીએ પોતાના “અધ્યાત્મસાર”માં જે વિચારને વધારે પષ્ટિ આપી છે, તે સમગ્ર વિચાર “આત્મસિદ્ધિશાસ્ત્ર”માં એવી રીતે ગૂંથાઈ ગયો છે કે તે વાંચનારને પિતાના પૂર્વાચાર્યોના ગ્રંથનું પરિશીલન કરવા માટેની મુખ્ય ચાવી પૂરી પાડે છે. આ ઉપરાંત “આત્મસિદ્ધિ માં શંકરાચાર્ય, વાસ્યાન, વ્યાસ આદિએ આત્માના અસ્તિત્વની બાબતમાં જે દલીલ આપી છે, તે પણ અહીં જોવા મળે છે. આમ વિચારણની દૃષ્ટિએ તો “આત્મસિદ્ધિશાસ્ત્ર” એ અનેક ગ્રંથના વ્યવસ્થિત સંકલન જેવું લાગે છે. તેમ છતાં એ વાંચીએ ત્યારે, પંડિત સુખલાલજી જણાવે છે તેમ – મન પર એમની વિવેકપ્રજ્ઞા, મધ્યસ્થતા અને સહજ નિખાલસતાની અચૂક છાપ પડ્યા વિના કદી ન રહે. ”૮ ૨ આત્મસિદ્ધિ વાંચતાં એક પ્રતીતિ તો તરત જ થાય તેમ છે કે શ્રીમદે એ રચના માત્ર શાસ્ત્રો વાંચીને જ નથી કરી, પણ તેથી વિશેષ એક સાચા મુમુક્ષુ તરીકે તેમણે જે આત્મમંથન અનુભવ્યું, આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે જે સાધના કરી અને તપ આચર્યું, તેના પરિણામે જે અનુભવમૌક્તિક તેમને લાગ્યું તથા આત્મસ્વરૂપની જે પ્રતીતિ તેમને થઈ, તેના પરિપાકરૂપે આ રચના થયેલ છે. “કોટિજ્ઞાનીને એક જ અભિપ્રાય હોય છે” એ વચનાનુસાર શ્રીમદને લાધેલો અનુભવ તેમના પૂર્વના આચાર્યોના અનુભવને મળતે હોય તે સ્વાભાવિક છે. જે સત્ય છે તે તે ત્રિકાળ સત્ય જ રહેવાનું છે, આથી આત્માના અસ્તિત્વ આદિ પદોનું જે નિરૂપણ થયેલ છે તે પૂર્વના ગ્રંથોમાં મળી આવે તે યોગ્ય જ છે. પરંતુ એનું જે શૈલીમાં અને જે પ્રકારે “આત્મસિદ્ધિ માં નિરૂપણ થયેલ છે તે જ તેની વિશેષતા છે. આત્મસિદ્ધિ જેવી ૧૪૨ દોહરાની નાની કૃતિમાં આત્માને લગતું આવશ્યક રહસ્ય દર્શાવી આપ્યું છે તે કઈ નાનીસૂની સિદ્ધિ નથી. આ કૃતિ વિશે પંડિત સુખલાલજી ચોગ્ય જ લખે છે કે – “માતૃભાષામાં અને તે પણ નાના નાના દોહા છંદોમાં, તેમાં પણ જરાય તાણી કે ખેચી અર્થ ન કાઢવા પડે એવી સરલ પ્રસન્ન શૈલીમાં આત્માને સ્પર્શતા અનેક મુદ્દાઓનું ક્રમબદ્ધ તેમ જ સંગત નિરૂપણ જતાં અને તેની પૂર્વવતી જન૮૨. “આત્મસિદ્ધિ", સંપા. મુકુલભાઈ કલાથી, પૃ. ૨છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૫. આત્મસિદ્ધિશાસ્ત્ર ૩૧૧ જૈનેતર આત્મવિષયક મહત્વપૂર્ણ ગ્રંથ સાથે સરખામણી કરતાં અનાયાસે કહેવાઈ જાય છે કે પ્રસ્તુત આત્મસિદ્ધિ એ સાચે જ આ પનિષદ છે.”૩ પિોતપોતાના પક્ષ અને મંતવ્યની સિદ્ધિ અધે સેંકડો ગ્રંથે અનેક વર્ષોથી લખાતા આવ્યા છે. “સર્વાર્થસિદ્ધિ” વિશે માત્ર જન આચાર્યોએ જ નહિ, પણ જનેતર આચાર્યોએય પોતપોતાના સંપ્રદાય અનુસાર લખ્યું છે. વેદાંતમાં “બ્રહ્મસિદ્ધિ”, “અદ્વૈતસિદ્ધિ ” આદિ પ્રસિદ્ધ છે. “નિષ્કસ્પેસિદ્ધિ” અને “ઈશ્વરસિદ્ધિ” પણ જાણીતાં છે. “સર્વજ્ઞસિદ્ધિ” જૈન, બૌદ્ધ વગેરે પરંપરામાં લખાયેલ છે, અને આ ઉપરાંત બીજા અનેક પુસ્તક સિદ્ધિ વિશે લખાયેલાં ઉપલબ્ધ થાય છે, તે બધાં સાથે આત્મસિદ્ધિની સરખામણી કરવામાં આવે ત્યારે જ તેનું મૂલ્ય સમજાય. આ બધા સિદ્ધિગ્રંથોમાં અમુક વિષયની દલીલો દ્વારા ઉપપત્તિ કરવામાં આવેલી દેખાય છે, અને સાથે સાથે તેનાથી વિરુદ્ધ દલીલોનું તર્ક કે યુતિથી નિરાકરણ કરેલું જોવા મળે છે. આથી એની પાછળ આત્મસાધના કે આધ્યાત્મિક પરિકૃતિનું સમર્થ બળ ભાગ્યે જ જોવા મળે છે. તેની સરખામણીમાં આત્મસિદ્ધિની ભાત જુદી પડે છે. તેમાં તો શ્રીમદે પોતાના અનુભવના ઊંડાણમાંથી જે પ્રાપ્ત થયું છે તેનું નિરૂપણ કરેલું છે. તેમાં તાર્કિક ઉ૫પત્તિ નથી, પણ આત્માનુભવની થયેલી સિદ્ધિ જોવા મળે છે. આ જ કારણે “આત્મસિદ્ધિમાં એક પણ વેણ કડવું, આવેશપૂર્ણ, પક્ષપાતી કે વિવેકરહિત મળતું નથી. તેથી જ તેને આપણે પંડિત સુખલાલજીની જેમ કહી શકીએ કે – તેમણે આધ્યાત્મિક મુમુક્ષુને આપેલી ભેટ એ તો સેંકડો વિદ્વાનોએ આપેલી સાહિત્યિક ગ્રંથરાશિની ભેટ કરતાં વિશેષ મૂલ્યવતી છે.૮૪ અને એથી જ જે ઉંમરે અને જે ટૂંકા ગાળામાં પોતે પચાવેલું જ્ઞાન આત્મસિદ્ધિમાં શ્રીમદ ગૂંચ્યું છે તેનો વિચાર કરતાં સર્વ કેઈનું મસ્તક નમી પડે તેમ છે. અલબત્ત, આ જ અનુભવ પૂર્વના જ્ઞાનીઓએ પણ વર્ણવ્યો છે; કારણ કે જ્ઞાનીના માર્ગ બે નથી. પણ અહીં આરંભમાં દર્શાવેલ આત્મા, મતાથી, સદગુરુ આદિનાં લક્ષણે, પછી આવતો આત્માનાં છ પદ વિશેની શંકા અને તેના સમાધાનને લગતે મહત્ત્વનો ભાગ, તેને ઉપસંહાર આદિ એટલાં તર્ક પૂર્ણ અને સંપૂર્ણતાથી રજૂ થયેલ છે કે આધ્યાત્મિક ક્ષેત્રમાં રસ ધરાવનાર કેઈના માટે પણ આકર્ષણનું તત્વ બની રહે તેમ છે. પ્રા. દિનુભાઈ પટેલ આત્મસિદ્ધિ વિશે લખે છે કે – “શ્રીમદ્ રાજચંદ્રની લાક્ષણિક શૈલીમાં આત્મસિદ્ધિશાસ્ત્ર વાંચનારને સાચે જ અનુભવ થાય છે કે આ શાસ્ત્ર કઈ પણ વ્યાવહારિક ધર્મને વળગી રહેતું નથી. પિતાના વાચનમાં અને અનુભવમાં આવેલા, જુદી જુદી કક્ષાના મુમુક્ષુ જીવોના નિઃશ્રેયસ્ કલ્યાણ અથે, ભૂતકાળમાં થયેલા આત્મજ્ઞાનીઓના અનુભવોને લક્ષમાં લઈ ૮૩. “આત્મસિદ્ધિ", પા. મુકુલભાઈ કલાથી, પૃ. ૨૫. ૮૪. એજન, પૃ. ૨૮. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રીમદની જીવનસિદ્ધિ ટૂંકામાં છ સિદ્ધાંતો આત્મસિદ્ધિમાં બહુ જ સરળ ભાષામાં અને હૃદયંગમ શૈલીમાં પ્રરૂપ્યા છે. તર્કની ભાષા જ સમજે એવા તકગ્રાહી પુરુષો માટે પણ આત્મસિદ્ધિશાસ્ત્ર ઘારું મનનીય છે.”૮૫ આમ આપણે જોઈએ તે તત્ત્વની દષ્ટિએ “આત્મસિદ્ધિ” મૌલિક નથી, પણ તેની નિરૂપણશૈલીમાં મૌલિકતા સમાયેલી છે. તેથી જ પૂ. લલ્લજી મહારાજ જણાવે છે કે – મેટાં મહાભારત, પુરાણુ કે જૈનનાં શાસ્ત્રો કરતાં બહુ સુગમ અને સરળતાથી સર્વ શાસ્ત્રના સારરૂપ આત્મસિદ્ધિમાં વાત કરેલી છે. તે ગહન વાત વિચારવાનું જીવને બહુ લક્ષમાં લેવા યોગ્ય છે.”૮૬ ** આત્મસિદ્ધિશાસ્ત્રની લેકમેગ્યતા આપણે જોયું તેમ આ ગ્રંથમાં ખૂબ જ ગહન વિષયનું નિરૂપણ થયેલું છે. પણ તેની રચના શ્રીમદે એવી સરળ ભાષામાં કરી છે કે તે સમજવામાં સર્વ કેઈને સુગમ થઈ પડે. ગુજરતી ભાષામાં અને તે પણ નાના નાના દોહરામાં સરળ, પ્રસન્ન ભાષામાં તેની રચના થયેલી છે. તેમાં અટપટા વિષયોની વિવિધતા નથી, તેમાં દૃષ્ટાંતિક કથા કે વર્ણને નથી. છ પદની સિદ્ધિ માટે પ્રશ્નોત્તરરૂપે તત્ત્વનિરૂપણને વિષય હોવા છતાં સિદ્ધાંતિક ગ્રંથ જેવી કઠલઈ તેમાં નથી. બહુ સૂક્ષ્મ ચર્ચા કે વિચારણા કરવા પોતે ગૂંચવાઈ જાય, થાકી જાય તેમ ન કરતાં સૂક્ષ્મ વિચારણા કરવા વાચક પ્રેરાય અને આત્માસંબંધી નિઃશંક થાય તેવી સુઝિલ રચના આ શાસ્ત્રની છે. તેથી આ શાસ્ત્ર સૌ કોઈ મુમુક્ષુ જીવને અવગાહવા અને નિયં પઠન કરવા યોગ્ય અવશ્ય છે, એવો મુકુલભાઈનો અભિપ્રાય આ શાસ્ત્ર વાંચ્યા પછી યથાર્થ લાગ્યા વિના રહે તેમ નથી.૮૭ સામાન્ય જ્ઞાન ધરાવતી વ્યક્તિ, પોતપોતાની કક્ષા, ક્ષયપશમતા અનુસાર તેમાંથી અર્થ સમજી શકે તેવી સરળતા તેની રચનામાં રહેલી છે. ભાષા સરળ છે એટલું જ નહિ, ગોઠવણી પણ એટલી બધી વ્યવસ્થિત છે કે તેમાં કયાંયે ગૂંચવણ થાય તેવું નથી. વળી અન્ય મતોના ખંડનમંડનથી આ કૃતિ દૂર રહી છે, તેથી આબાલવૃદ્ધ સર્વને ભાગ્ય, હિતકારી સામગ્રીથી ભરેલ આ કૃતિ બનેલ છે. બ્રહ્મચારીજીના શબ્દોમાં કહીએ તો – “શ્રીમદનાં બીજાં બધાં લખાણ કરતાં આત્મસિદ્ધિની પદ્ધતિ જુદી જાતની છે. તેથી આ ગ્રંથ લોકપ્રિય થઈ પડ્યો છે, અને ભવિષ્યમાં પણ ઘણું જીવોને માર્ગદૃર્શનરૂપ થઈ પડે તેવું છે.”૮૮ ૮૫. “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ", પૃ. ૧૨૪. ૮૬. “ઉપદેશામૃત', પત્રાંક ૨૧, ૧૩૫. ૮૭. “આત્મસિદ્ધિ”, સંપા. મુકુલભાઈ કલાથી, પૃ. ૨૪. ૮૮. “શ્રીમદ રાજચંદ્ર : અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ', પૃ. ૪૪. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૫. આત્મસિદ્ધિશાસ્ત્ર ૩૧૩ ગ્રંથની ભાષા સાદી, સીધી, સરળ, ટૂંકાક્ષરી અને તુરત સમજાય તેવી છે. તેમ છતાં આ આખી કૃતિ સૂત્રાત્મક છે, અને તેમાંથી પ્રત્યેક જીવ પોતપોતાની રેગ્યતા અનુસાર પામી શકે છે. કેઈ પણ જીવ એ નહિ હોય કે જે એમાંથી કશું જ ન મેળવી શકે. આથી મુનિ શ્રી લલ્લુજી મહારાજે આપેલો આત્મસિદ્ધિ વિશેનો નીચેનો અભિપ્રાય બહુ મનન કરવા યોગ્ય છે – નાના પુસ્તકના આકારે જણાય છે, પણ તે ચમત્કારી વચનો છે તે લબ્ધિવાકયો છે, મંત્રસ્વરૂપ છે. રિદ્ધિસિદ્ધિની કંઈ જરૂર નથી. પણ જન્મમરણના ફેરા ટળે તેવાં તે વચને છે. કોઈ સમજે ન સમજે તે પણ કાનમાં તે વચન પડવાથી પણ પુણ્ય બાંધે છે. તેમાં જે આત્મા વિશે વાત જણાવી છે તે માન્ય કરવા યોગ્ય છે, શ્રદ્ધા કરવા ચોગ્ય છે.”૮૯ “આત્મસિદ્ધિમાં તો ભલભલાને માન્ય કરવી પડે તેવી વાત છે. તેથી વધારે હું જાણું છું એમ કહેનાર કંઈ જાણતું નથી. તેમાં ભૂલ દેખનાર પોતે જ ભૂલ ખાય છે. શ્રી આત્મસિદ્ધિને યથાર્થ સમજનાર તે કઈ વિરલા જ્ઞાની પુરુષ છે. પણ ગુજરાતી ભાષામાં હોવાથી નાનાં બાળક, સ્ત્રી, વિદ્વાન ગમે તે વાંચી શકે, મેઢે કરી શકે, રોજ બોલી શકે અને યથાશક્તિ સમજી શકે તેમ છે. અને ન સમજે તે પણ તે જ્ઞાની પુરુષના શબ્દો કાનમાં પડે તે પણ જીવ પુણ્ય બાંધે એ એને પ્રભાવ છે.”૯૦ “આત્મસિદ્ધિશાસ” એ શ્રીમદની ઉત્તમોત્તમ કૃતિ છે, તે વિશે સર્વ વિદ્વાન સંમત થાય છે ૮૯. “ઉપદેશામૃત', પત્રાંક ૨૧, પૃ. ૧૩૫. ૯૦. એજન, પત્રાંક ૧૫૬. Page #333 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ અપૂર્વ અવસર શ્રીમદ્ રચિત “અપૂર્વ અવસર” નામનું કાવ્ય સૌ પ્રથમ “ પરમકૃત પ્રભાવક મંડળ” તરફથી વિ. સ. ૧૯૬૧ માં પ્રકાશિત થયેલ. “શ્રીમદ રાજચંદ્ર”ની પહેલી આવૃત્તિમાં નીચે દર્શાવેલી નેંધ સાથે પ્રગટ થયું હતું – શ્રીમને આ ગુણસ્થાનકમ લખાયાનો સમય નિસંશયપણે થઈ શકતો નથી. આ પરત્વે જે કંઈ નિર્ણય અમે કરી શક્યા છીએ તે એ છે કે, વિ. સં. ૧૯૫૨ થી ૧૫ સુધીના કોઈ વર્ષમાં શ્રી વવાણિયા ક્ષેત્રે તે લખાયેલ છે. – સંશોધક. ” વિ. સં. ૧૯૭૦ માં પ્રગટ થયેલી “શ્રીમદ્ રાજચંદ્ર”ની બીજી આવૃત્તિમાં પણ શ્રી મનસુખભાઈ રવજીભાઈ એ “અપૂર્વ અવસર ” ના રચના સમય વિશે ઉપર પ્રમાણેની જ નેધ આપી છે. વિ. સં. ૧૯૨માં પ્રગટ થયેલી તથા શ્રી હેમચંદ કરશી મહેતા સંપાદિત શ્રીમદ રાજચંદ્ર ની પાંચમી આવૃત્તિમાં આ કાવ્યના રચના સમય વિશે નિર્ણયાત્મક નેધ જોવા મળે છે. તે નોંધ આ પ્રમાણે છે : આ “અપૂર્વ અવસર વિ. સં. ૧૫રના માગશર માસ આસપાસમાં શ્રીમદની સ્થિતિ વવાણિયામાં હતી ત્યારે સવારે ઊઠતાં વેંત જ માતુશ્રીના ખાટલા ઉપર બેસીને લખ્યા હતા. જે વખતે ચીનાઈ કાગળ, ખડિયો અને કલમ આ સેવકે લાવી આપ્યાં હતાં, તે વખતે કાગળમાં ફક્ત પહેલું પદ જ લખેલું હતું.– સંશોધક. ” ૩ “ શ્રીમદ રાજચંદ્ર "ની પાંચમી આવૃત્તિમાં આપેલી આ નોંધ તથા આગળની આવૃત્તિઓમાં આપેલી નોંધ જોતાં એટલું સમજાય છે કે શ્રીમદે આ કાવ્ય વવાણિયા ક્ષેત્રે વિ. સં. ૧૯૫ર પછી રચ્યું હતું. પણ શ્રી હેમચંદભાઈએ આપેલ વિ. સં. ૧૯૫રના માગશર માસને સમય સ્વીકારતાં થોડી મુકેલી ઊભી થાય છે. આ અરસામાં શ્રીમદ્દ દ્વારા લખાયેલા પત્રે જોતાં જણાય છે કે તે સમયે શ્રીમદની સ્થિતિ મુંબઈમાં હતી. અને વિ. સં. ૧૯૫૩ના માગશર માસમાં તેમની સ્થિતિ વવાણિયામાં હતી. આથી એવું અનુમાન થાય છે કે સંશોધકની સરતચૂકથી સાલ કે સ્થળ ખોટુ લખાઈ ગયું હશે. વળી, તે પછીથી વિ. સં. ૨૦૦૭માં “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ” તરફથી પ્રગટ થયેલી “શ્રીમદ રાજચંદ્ર”ની ૧. “શ્રીમદ્ રાજચંદ્ર', આ. ૧, પરમશ્રત પ્રભાવક મંડળ, વિ. સં. ૧૯૬૧, “અ. અ.”ની પાદધ. ૨. એજન, આ. ૨, વિ. સં. ૧૯૭૦, “અ. અ. ”ની પાદનોંધ, પૃ. ૫૧૪. ૩, એજન, આ. ૫, ખંડ છે, વિ. સં. ૧૯૯૨, “ અ. અ. ”ની પાદાંધ, પૃ. ૩૦. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂર્વ અવસર પહેલી આવૃત્તિ (પૃ. ૫૬૩)માં તથા ૨૦૨૦ની બીજી આવૃત્તિમાં આ કાવ્યના રચના સમય અંગે “આ કાવ્યને નિર્ણત સમય મળતો નથી” એવી નોંધ સાથે તે વિ. સં. ૧૯૫૩ની સાલમાં રચાયેલું ગણી મૂકવામાં આવ્યું છે. આ બધા પરથી આ કાવ્ય વિ. સં. ૧૯૫૩ના માગશર માસમાં વવાણિયા ક્ષેત્રે રચાયું હોય તેવો સંભવ વિશેષ લાગે છે, કારણ કે સ્થળ કરતાં સાલમાં શરત ચૂક થવાનો સંભવ વિશેષ રહે છે. એટલે બીજી કઈ આધારભૂત માહિતી ન મળે ત્યાં સુધી આ કાવ્ય રચનાસમય વિ. સં. ૧૯૫૩ ના માગશર માસને ગણવો બરાબર લાગે છે. અનેક જાતની સાંસારિક સુખ-સગવડ હોવા છતાં જીવ શાંતિ પામતા નથી, તેમ બનતું સંસારમાં અનેક વખત જોવા મળે છે. તે પરથી સમજાય છે કે બાહ્ય સાધન નિરંતર સુખ આપી શકતાં નથી; અંતમાં દુઃખ આપે છે. તેથી આત્મસાધકે એ સાચું સુખ અતરમાં જ વસે છે. એ નિર્ણય કર્યો છે. અને અમક જતનો આધ્યાત્મિક અધિકાર મેળવવાથી જીવ સાચું શાશ્વત સુખ મેળવી શકે છે. આ અધિકાર મેળવવા જીવે કયા પ્રકારને આધ્યાત્મિક વિકાસ સાધવે જોઈએ તે વિશેને પિતાને આદર્શ શ્રીમદે ૨૧ ગાથા કે કડીના આ કાવ્યમાં આપ્યો છે. આધ્યાત્મિક રીતે જીવને પોતાના લક્ષસ્થાન – મોક્ષ સુધી પહોંચવાના વિકાસક્રમ શ્રીમદે જૈન આગમની પરિપાટી અનુસાર દર્શાવ્યો છે. જનધર્મમાં જીવની નીચામાં નીચી ભૂમિકા મિથ્યાવથી શરૂ કરી ઊંચામાં ઊંચી ભૂમિકા સિદ્ધપદ સુધીની દશાના જીવની યોગ્યતા પ્રમાણે ૧૪ વિભાગ પાડેલા છે. તે પ્રત્યેકને ગુણસ્થાન કહેવામાં આવે છે. આ કાવ્યમાં ૪થા ગુણસ્થાનથી શરૂ કરી ૧૪માં ગુણસ્થાને વર્તતા જીવની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રસગે પાત્ત પિતાની આધ્યાત્મિક સ્થિતિનો તેમ જ અભિલાષાને ખ્યાલ પણ શ્રીમદે આ કાવ્યમાં આપ્યો છે. તેથી આ કાવ્ય શ્રીમદ્દના જીવન-કવનના તેમ જ આત્મિક વિકાસના અભ્યાસમાં ઘણું અગત્યનું બની રહે છે. ૨૧ કડીના આ નાના કાવ્યની ઉત્તમ ગુણવત્તાથી આકર્ષાઈને મુનિશ્રી જયવિજયજી, મુનિશ્રી કાનજીસ્વામી, મુનિશ્રી સંતબાલજી તથા નગીનદાસ શેઠ જેવા વિદ્વાનો આ કાવ્યની વિસ્તૃત સમજણ આપતાં પુસ્તક લખવા પ્રેરાયા છે. અપૂર્વ અવસર પર મુનિ જયવિજયજીએ સૌ પ્રથમ વિવેચનપૂર્ણ પુસ્તક લખ્યું છે. “શ્રી ગુણસ્થાન કમાહણ અથવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત અપૂર્વ અવસર એ કક્યારે આવશે? એ પદ પર વિવેચન ” એ નામનું તેમનું પુસ્તક વિ. સ. ૧૭૮માં પ્રકાશિત થયું હતું. તેમાં મુનિશ્રીએ પ્રત્યેક કડીનો ભાવ, વિશેષાર્થ વગેરે વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ કાવ્યમાં જીવનો ૪થાથી ૧૪મા સુણસ્થાન સુધી વિકાસક્રમ શ્રીમદ્દ બતાવ્યા છે, અને જીવ કેવા ક્રમથી એક એક સ્થાન ચડતું જાય છે તે બતાવ્યું છે, તેથી મુનિશ્રીએ આ કાવ્યને “શ્રી ગુણસ્થાન ક્રમારેહણ” જેવા સાર્થક નામથી ઓળખાવ્યું છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દની જીસિદ્ધિ તે પછી વિ. સં. ૧૯૯૬-૯૭ આસપાસ પૂ. કાનજીસ્વામીનાં “ અપૂર્વ અવસર એવા કયારે આવશે કાવ્ય પરનાં પ્રવચના ”ની પહેલી આવૃત્તિ પ્રગટ થઈ હતી. તે જ પ્રવચનાની બીજી આવૃત્તિ વિ. સ. ૨૦૧૩માં પ્રગટ થઈ. વિ. સ. ૧૯૯૫માં – ઈ. સ. ૧૯૩૯માં – રાજકાટ મુકામે સાત દિવસ સુધી કાનજીસ્વામીએ “અપૂર્વ અવસર ” કાવ્ય પર પ્રવચના આપ્યાં હતાં, તે પુસ્તકાકારે પ્રગટ થયેલ છે. આમ આ પુસ્તક પ્રવચનેાનુ સ‘કલન હેાવાને લીધે તેની ભાષા વાતચીતના પ્રકારની છે, તેમ જ તેમાંના મુદ્દાઓ પણ ક્રમસર નથી. વળી, કેટલીક જગ્યાએ એમાં પુનરુક્તિ પણ જોવા મળે છે. આમ છતાં આ કાવ્યની ગુણવત્તા અને મહત્તા બતાવવાના સ્તુત્ય પ્રયત્ન અહી જોવા મળે છે. આ એ પુસ્તક પછી પૂ. મુનિશ્રી સતબાલજીનુ “સિદ્ધિનાં સેાપાન” નામનું “ અપૂર્વ અવસર ’ પરનુ` વિવેચનનું પુસ્તક વિ. સ’. ૨૦૦૭માં – ઈ. સ. ૧૯૫૧માં – પ્રગટ થયું. આ પુસ્તકમાં આ કાવ્યના ગંભીર આશય સમજાવવા ઉપરાંત સાધક પોતાનું દીનત્વ પ્રભુ પાસે કખૂલતા હાય તેવી જાતની પના કરીને આ કાવ્યને વિશેષાર્થ સમજાવ્યા છે. આ કાવ્યમાં ૧૪મા ગુણસ્થાનની પ્રાપ્તિ — સિદ્ધપદની પ્રાપ્તિ સુધીના ક્રમ બતાવાયા છે. તેને લક્ષમાં લઈને મુનિશ્રીએ ચેાગ્ય રીતે “ સિદ્ધિનાં સેાપાન ” એવું નામ આ કાવ્યને આપ્યુ છે. ૩૧૬ આ બધાં પુસ્તકાના વિશિષ્ટ ગુણાને લક્ષમાં લીધા પછી, આ આખુ કાવ્ય વધુ વિસ્તારથી તથા ઝીણવટથી સમજવવાના પ્રયત્ન, શ્રી નગીનદાસ ગિરધરલાલ શેઠે તેમના પરમપદ પ્રાપ્તિની ભાવના ” નામના “અપૂર્વ અવસર ” પરના વિવેચનના પુસ્તકમાં કર્યા ગુણસ્થાન - કુમારેાહણ બતાવવાની સાથે આ કાવ્યમાં શ્રીમદ્દે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાની અભિલાષા વ્યક્ત કરી છે. આ કાવ્યની છેલ્લી ગાથાની પહેલી પક્તિ પ્રાપ્તિનુ” કર્યું... ઘ્યાન મે ઉપરથી શ્રી શેઠ આખા કાવ્યના સાર જણાવતું પરંમપદ પ્રાપ્તિની ભાવના ” એવું શીર્ષક ચૈાયું જણાય છે. “ અહ પરમપદ 25 ,, 66 છે 66 આમ અપૂર્વ અવસર ” એ કાવ્ય પર ચાર વિદ્વાનાએ સ્વતંત્ર પુસ્તકા વિવેચનરૂપે આપેલ છે. આ કાવ્યના ભાવા કે ટૂંકામાં સમજણ આપવાના પ્રયત્ન તા બીજી કેટલીક વ્યક્તિઓએ પણ કર્યાં છે. સવ વિવેચકે। આ કાવ્યની ઉત્તમતા માટે એકમત થાય છે તે જ તેની મહત્તાનુ પ્રમાણ છે. 66 જૈન આગમાની પરિપાટી અનુસાર શ્રીમદ્દે આ કાવ્યમાં કરેલી ગુણસ્થાનવી જીવની કક્ષાની ગાઠવણી વિશે મુનિશ્રી સુતમાલજી તેમના “ સિદ્ધિનાં સેાપાન” નામના પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે કેઃ :-- “ પણ એ વર્ગીકરણ અને ગાઠવણુ એવાં તા ઉત્તમ અને સફળ થયાં છે કે આગ્રાના તાજમહેલ જેમ શિલ્પદુનિયાના અદ્ભુત કળાનમૂના છે, તેમ આ, ગીતા જેવા સ્વ માન્ય ગ્રંથની હરાળમાં આવે એવા આધ્યાત્મિક જગતના આલેશાન મદિરના કળાનમૂના છે, એમ મને લાગ્યું છે. ગીતાની આસપાસ જેમ આખુ આધ્યાત્મિક જગત છે, તેમ આની આસપાસ આધ્યાત્મિક જગતમાંથી કાઢી આપેલા કેવળ મલીદા છે. એ પચાવવા માટે અમુક ભૂમિકા હેઈ એ. પણ જેને પચે એના બેડા પાર. ’૪ ૪. “ સિદ્ધિનાં સેાપાન '', પૃ. ૬. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂર્વ અવસર ૨૧ કડીના આ કાવ્યના પૂર્વ અને ઉત્તર એમ બે વિભાગ પાડી શકાય. પૂર્વ ભાગ ૧ કડીના અને ઉત્તર ભાગ ૯ કડીના. પહેલા ભાગમાં નિગ્રંથ થવાની ભાવના, નિગ્રંથનાં લક્ષણા, સમ્યગ્દર્શન અને નિર્ઝ'ના આત્મચારિત્રનું વર્ણન આપેલુ‘ છે. ઉત્તર વિભાગમાં ક્ષપકશ્રેણી, કેવળજ્ઞાન અને મેાક્ષનું વર્ણન આપેલું છે. આ કાવ્યમાં ૪થાથી ૧૪ માં ગુણસ્થાનના સમાવેશ કરેલા છે. આ વન તમણે એવી સુંદર રીતે કર્યું છે કે તે સમજવા માટે, આગળ જોયું તેમ, ભૂમિકાની જરૂર છે, અને એ સમજાવવા માટે તે એથી પણ ઉન્નત ભૂમિકા જોઈએ. આ ભૂમિકા કાને હોય તે ખતાવતાં મુનિશ્રી જયવિજયજી “ શ્રી ગુણસ્થાન ક્રમારેહણ ’’ની પ્રસ્તાવનામાં ચેાગ્ય જ લખે છે કે :— “ આ પદ જો કે ગુજરાતી ભાષામાં લખાયું છે, અને તેથી શબ્દાર્થની સરલતા બહુ દેખાશે, પણ તે પદમાં જૈનદર્શનના આદર્શ માર્ગ જણાવ્યા ાવાથી જિજ્ઞાસુ દશાથી લઈ પરમ પદ – મેાક્ષની પ્રાપ્તિ સુધીના અદ્ભુત અને પરમ તત્ત્વરહસ્યમય ગુણસ્થાન કુમારાણુ હોવાથી તથા આધ્યાત્મિક માર્ગના અતિ ગૂઢ તત્ત્વો અને અલૌકિક રહસ્યાથી ભરપૂર હાવાથી, તે પદ્મના વાસ્તવિક રહસ્યાર્થ દર્શાવવાને તૈા મહાન યેગી આનંદઘનજી મહારાજ જણાવે છે તેમ · અબધૂ સેા જોગી ગુરુ મેરા, ઈન પદ્મ કા કરે નિવેરા ’ની માફ્ક અસાધારણ નાની હાય તે જ દર્શાવી શકે તેમ છે.પ * તત્ત્વજ્ઞાનથી ભરપુર આ કાવ્ય જૈનધર્મના તથા અન્ય ધર્મના અનુયાયીઓમાં પણ ઘણું પ્રસિદ્ધ છે, અને તે ઘણે ઠેકાણે પ્રાર્થનામાં પણ બેલાય છે. પૂ. ગાંધીજીને પણ આ કાવ્ય એટલું પ્રિય હતું કે તેમણે તેને “ આશ્રમ ભજનાવલિ ''માં સ્થાન આપ્યું હતુ.. શ્રીમદ્દા વિધ કરનારાઓ તરફથી પણ આ કાવ્યની તેા પ્રશંસા જ થઈ છે, તે તેનુ ઉચ્ચત્વ સાબિત કરે છે. મુનિશ્રી હષ ચ`દ્રજી, કે જેમણે “ શ્રીમદ્ રાજચંદ્ર વિચાર નિરીક્ષણ ’માં શ્રીમનાં ઘણાં ઘણાં મંતવ્યાના સાચા કે ખેાટા વિરોધ દર્શાવ્યા છે, તેમણે પણ આ વિશે નીચે પ્રમાણેના પ્રશંસાપૂર્ણ અભિપ્રાય આપ્યા છે કે ૩૧૭ “ અપૂર્વ અવસર એવા કયારે આવશે ? એ કવિતા ઘણી રસિક છે, તેમાં રાગ અન તાલના મેળ છે, અને બરાબર વાંચતાં કાઈ પણને હૃદય ઉપર સારી અસર કરે તેવી છે. આ કવિતા જ્યારે શ્રીમદ્દે લખી હશે ત્યારે તેઓ ઘણા ઉચ્ચ વિચારમાં કૃખી ગયા હશે, એમાં સંશય નથી. કવિતાની કડીઓ એક પછી એક વાંચતાં એમ અનુભવ થાય છે કે જાણે જીવ પેાતાના સ્થાનકના સેાપાન પર ચઢતા હોય, તે પદ્ધતિએ તે કવિતા તેઓએ રચી છે. આ કવિતામાં તેએએ આત્મસ્વભાવ જીવસ્થાનકક્રમ, ને માહનીય પ્રકૃતિના ક્રમવાર વિલયનાં યથાતથ્ય સ્વરૂપો બતાવ્યાં છે. મન, વચન ને કાયાના સંબંધની વણા છૂટે, આત્મા સ્વસ્વરૂપમાં આવે એવી દશાનુ` ક્રમવાર તેઓએ વન ત્યાં કર્યું છે.’૬ ૫. “ ગુણસ્થાન ક્રમારોહણુ '', આર્દ્રત્ત ૧, પૃ. ૫. 66 શ્રીમદ્ રાજચંદ્ર વિચાર નિરીક્ષણુ ', આવૃત્તિ ૨, પૃ. ૧૮૧. . Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દની જીવનિિસદ્ધ ૨૯ વર્ષની યુવાન વયે ઉચ્ચ આધ્યાત્મિક કક્ષાનું આ કાવ્ય રચનાર શ્રીમદ્દની અંતર ગ સ્થિતિ કેટલી ઉચ્ચ હશે તેના ખ્યાલ આપણને અહી` આવે છે. એક જ બેઠકે અપૂર્વ ગણાય તેવું કાવ્ય રચનાર શ્રીમદ ગૃહસ્થાવસ્થામાં હાવા છતાં કેવી ઉચ્ચ કક્ષાએ વિરાજતા હશે કે કંઠ સિદ્ધ સુધીની દશાના તેઓ યથાતથ્ય ખ્યાલ આ કાવ્યમાં આપી શકયા છે ! ચૌદ ગુણસ્થાનકા માટે જૈનધર્મની ગુણસ્થાનક વિશેની તત્ત્વવિચારણાની ૧૪ ગુણસ્થાનનાં નામ આ પ્રમાણે છે ૩૧૮ આ કાવ્યની સમજણ પામવા સમજ હેવી આવશ્યક અને છે. ૧. મિથ્યાત્વ, ૪. અવિરતિ સમ્યગ્દષ્ટિ, ૭. અપ્રમત્તસ’યત, ૧૦. સૂક્ષ્મસ પરાય, ૧૩. સયેાગી કેવળી અને ૨. સાસ્વાદન, પ. દેશવિરતિ સમ્યગ્દષ્ટિ, ૮. અપૂર્વકરણ, ૧૧. ઉપશાંતમાહ, ૧૪, અયાગી કેવળી. ગુણ એટલે આત્માની જ્ઞાન, દર્શન, વીય આદિ શક્તિઓ, અને સ્થાન એટલે તે શક્તિઓની તરતમ ભાવવાળી અવસ્થા. આત્મા પર રહેલાં કર્મનાં પડલ જેમ જેમ દૂર થતાં જાય છે તેમ તેમ તેના ગુણના વિકાસ થતા જાય છે, અને જીવ એક પછી એક ગુણસ્થાન ચડતા જાય છે. એ ગુણસ્થાના વિશેની પારિભાષિક ટૂંકી સમજણુ આ પ્રમાણે છેઃ ( ૧ )મિથ્યાત્વ. ~ આ ગુહ્સ્થાને વતા જીવમાં દર્શન માહનીય અને અનંતાનુબંધી કષાયની પ્રબળતા હેાવાને લીધે તેને આત્મા તરફ રુચિ થતી જ નથી. તેને વીતરાગવાણીમાં શ્રદ્ધા હાતી નથી. મિથ્યાત્વી ત્રણ પ્રકારના છેઃ ૧. અભવ્ય જેના મિથ્યાત્વને આદિ કે અંત નથી. ૨. ભવ્ય — જેના મિથ્યાત્વને આફ્રિ નથી પણ અત છે. ૩. પડવાઈ જે જીવ સક્તિ પ્રાપ્ત કર્યા પછી પતન પામ્યા છે. ―― ૩. મિશ્ર – મિથ્યાત્વ સમ્યક્ત્વ, ૬. પ્રમત્તસયત, ૯. અનિવૃત્તિખાદર, . ૧૨. ક્ષીણમેાહ, (૨) સાસ્વાદન સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા પછી પતન પામતા જીવ પહેલે ગુણસ્થાને જતાં પહેલાં અહીં જરા વાર અટકે છે, અને તત્ત્વરુચિના સ્વલ્પ આસ્વાદવાળી ભૂમિકા પ્રાપ્ત કરે છે, તે સાસ્વાદન ગુણસ્થાન. ચડતી વખતે જીવ પહેલેથી ત્રીજે ગુણસ્થાને જાય છે. ( ૩) મિશ્ર — મિથ્યાત્વમાંથી નીકળી સમ્યગ્દર્શન પામતાં પહેલાં જે મનામાંથનવાળી ભૂમિકા જીવને પ્રાપ્ત થાય છે તે મિશ્ર ગુણસ્થાન. ( ૪ ) અવિરતિ સમ્યગ્દષ્ટિ — આત્મા અસ'દિગ્ધપણે સત્યદર્શન, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે તે. અહી* આત્મા પહેલવહેલા આધ્યાત્મિક શાંતિ અનુભવે છે. અહીં અન`તાનુબ"ધી કષાયની ચાકડીને વેગ નથી રહેતા, પણ ચારિત્રશક્તિને રોકનાર સ*સ્કારાના વેગ રહે છે, તેથી વિરતિ – ત્યાગવૃત્તિ ઉદ્દય પામતી નથી. આ ગુણસ્થાને જીવ વ્રત, પચ્ચખાણ આદિ જાણે ખરા, પણ પૂર્વકર્મના ઉદ્દયે પાળી ન શકે. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂર્વ અવસર ૩૧૯ (૫) દેશવિરતિ સમ્યગ્દષ્ટિ – અહીં અપાશે વિરતિ ઉત્પન્ન થાય છે, તેથી દેશવિરતિ કહેવાય છે. એક પચ્ચખાણથી માંડીને બાર વ્રત અને શ્રાવકની ૧૧ પ્રતિમા સુધીમાંનું જેટલું પાળી શકે તેટલું આદરે. અહીં ઈરછા અ૯પ હોય. તે જીવ અપારંભી, અપરિગ્રહી, સુશીલ, ધર્મિષ્ઠ, ઉદાસીન, વૈરાગ્યવંત હોય. (૬) પ્રમત્તસયત – વૈરાગ્યમાં જીવ વધુ દઢ બનતાં સવવિરતિ ગ્રહણ કરે છે. તેની ત્યાગવૃત્તિ ઉદય પામે છે. તેને પૂર્વાધ્યાસથી થતી ભૂલોને પશ્ચાત્તાપ થાય છે. અહીં સાધક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી નવ તત્ત્વને જાણે છે, ૧૭ ભેદે સંયમ પાળે છે, ૧૨ ભેદે તપશ્ચર્યા કરે છે. પણ અપ્રમાદી રહેવાની ઈચ્છા છતાં ક્યારેક તેને પ્રમાદ આવતા હોવાથી આ ભૂમિકાને “પ્રમત્તસંયત ગુણસ્થાન” કહેવાય છે. (૭) અપ્રમત્તસંવત – અહીં જીવ પ્રમાદનો ત્યાગ કરે છે. બીજી બાજુ પૂર્વવાસનાઓ પિતા તરફ ખેંચે છે, તેથી જીવ છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાન વચ્ચે ઝોલાં ખાયા કરે છે. (૮) અપૂવકરણ – આમાં પૂર્વે કદી નહીં અનુભવેલે એ આત્મશુદ્ધિનો અનુભવ થાય છે. સાધક બાદર કષાયથી નિવર્યો છે. આ ગુણસ્થાને સ્પષ્ટ બે શ્રેણી પડી જાય છે ? ઉપશમણું અને ક્ષપકશ્રેણી. આઠમાથી બારમા ગુણસ્થાન સુધીની ભૂમિકા ફક્ત એકાગ્ર ચિત્તની વિચારધારા નિરૂપે છે, તેથી તેની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્તની હોય છે. અને બારમે ગુણસ્થાને ન પહોંચે ત્યાં સુધી સાધકની સાધના ચડતી પડતી પામ્યા કરે છે. ઉપશમશ્રેણીવાળે સાધક મહનીય કમની પ્રકૃતિના દળને ઉપશમાવત (દબાવતો) ક્રમે ક્રમે ૧૧માં ગુણસ્થાન સુધી પહોંચે છે, પણ ત્યાં કર્મનું જોર વધતાં તેનું પતન અવશ્ય થાય છે. ક્યારેક તે પડતાં પડતાં છછું ગુણસ્થાને તે ક્યારેક એથે ગુણસ્થાને અટકે છે, તે વળી કયારેક તે છેક પહેલે ગુણસ્થાને ઊતરી જાય છે. ત્યાંથી તેને ફરી ચડવાનું રહે છે. ક્ષપકશ્રેણું માંડતે સાધક મેહનીય કર્મની પ્રકૃતિના દળને મૂળમાંથી ક્ષય કરતે કરતે મે તથા ૧૦મે ગુણસ્થાને થઈ સીધે ૧૨મે ગુણસ્થાને પહોંચે છે. તે વચલા ૧૧મા (ઉપક્ષાંતમ) ગુણસ્થાનને સ્પર્શતા જ નથી, તેથી તેના પતનને અવકાશ રહેતું નથી. (૯) અનિવૃત્તિ બાદર – મેહનીય કર્મના શેષ રહેલા અંશેનો ઉપશમ કે ક્ષય અહીંથી ચાલુ થાય છે. માયા ભાવ અહીં છૂટે છે. (૧૦) સુક્ષ્મપરાય – અહીં ભા કરતાં વિશુદ્ધ દશા પ્રાપ્ત થાય છે. નિર્મોહી પાસે, નિરભિલાષા, અવિભ્રમ વગેરેનો આ સ્થાનમાં વિકાસ થાય છે. (૧૧) ઉપશાંત મેહનીય – ઉપશમશ્રણ માંડેલા સાધક માટે જ આ ગુણસ્થાન છે. મેહનીયની બાકી રહેલી સંજ્વલન પ્રકૃતિ અહીં ઉપશાંત થાય છે. અને ત્યાંથી આત્માને વિકાસ અટકે છે, અને જીવનું અવશ્ય પતન થવાથી તે નીચેના ગુણસ્થાને ઊતરી જાય છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રીમદના જીવનસિદ્ધિ (૧૨) ક્ષીણમાહ- અહી દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીયની કુલ ૨૮ પ્રકૃતિઓ ક્ષય થાય છે, તેથી તે ક્ષીણમોહ ગુણસ્થાન કહેવાય છે. અહીંથી અંતર્મુહૂર્ત જેટલા સમયમાં જીવ કેવળજ્ઞાન પ્રગટાવે છે. (૧૩) સયોગી કેવાળી –- આ ગુણસ્થાને ૪ ઘનઘાતી કર્મ – મેહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો ક્ષય થઈ સર્વજ્ઞપણું પ્રગટે છે. પણ આ સ્થાનમાં મન, વચન અને કાયાના પેગ હોય છે. તેથી તે સગી કેવળી કહેવાય છે. (૧૪) અગી કેવળી–આ ગુણસ્થાને આત્મા મન, વચન અને કાયાના યોગને રૂંધીને બાકીનાં ચાર અઘાતી કર્મોનો પણ ક્ષય કરી, મુક્તિ પામે છે; એક સમયમાત્રમાં ઉદર્વગતિએ સિદ્ધક્ષેત્રે જઈ જ્ઞાનના ઉપગે સિદ્ધ થાય છે. અહીં જીવ ચોગરહિત અને કેવળજ્ઞાન સહિત હોય છે, તેથી અગી કેવળી કહેવાય છે. સમતિ થયા પછીથી ક્રમે ક્રમે આગળ વધતાં વધતાં જીવ કેવા ગુણે પ્રગટાવી સિદ્ધ થાય છે તેનો ચિતાર શ્રીમદે આપણને આ કાવ્યમાં આપ્યું છે. પૂર્વ વિભાગ આપણે આગળ જોયું તેમ. “ અપૂર્વ અવસર” કાવ્યના પૂર્વ અને ઉત્તર એમ બે વિભાગ પાડી શકાય છે; પ્રથમની બાર કડીનો પૂર્વ વિભાગ અને બાકીની નવ કડીને ઉત્તર વિભાગ. પૂર્વ વિભાગમાં શ્રીમદે નિગ્રંથ થવાની ભાવના, નિગ્રંથનાં લક્ષણ, સમ્યગ્દર્શન અને નિગ્રંથના આત્મચારિત્રનું વર્ણન કરેલ છે. નિચ“થ થવાની ભાવના – કાવ્યને આરંભ શ્રીમદ્દ નિર્ચ થવાની પોતાની ભાવના વ્યક્ત કરીને કરે છે. કોઈ પણ મુમુક્ષુને જાણે પોતાના હૃદયની ભાવના જ વ્યક્ત થઈ હોય તેવું વાંચતાંની સાથે લાગે તેવી આ કડીની રચના થયેલી છે. જુઓ – “અપૂર્વ અવસર એવો કયારે આવશે ? કયારે થઈશુ બાહ્યાંતર નિગ્રંથ છે ? સર્વ સંબંધનું બંધન તીણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જે ?” અપૂર્વ ૧ કાવ્યની પહેલી જ કડીમાં પોતાની નિ થવાની ભાવનાને પ્રશ્નરૂપે શ્રીમદ રજી કરે છે કે જગતના બધા જ સંબંધ છેડીને, દ્રવ્યથી – બાહ્યથી; તેમ જ ભાવથી – અંતરથી, સંયમી - નિર્ગથ થયેલા મહાન પુરુષના માગે, તેમના જે જ સંયમી બની, હુ કયારે જઈશ? આજ સુધી પ્રાપ્ત ન કરેલો એ “અપૂર્વ અવસર” ક્યારે પ્રાપ્ત થશે? જીવને સંસારમાં જકડી રાખતી રાગદ્વેષની ગાંઠ જેની કપાઈ ગઈ છે તે નિઃ અર્થાત્ જેના રાગ અને દ્વેષના ભાગ છૂટી ગયા છે તે. મોક્ષની પ્રાપ્તિ માટે નિર્ગથપાયું આવશ્યક છે, તેથી નિર્ગથ થવાની ભાવના શ્રીમદે પહેલી કડીમાં જ વ્યક્ત કરી છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂર્વ અવસર ૩૨૧ અહી એ વિચાર આવે કે શું આપણે અત્યાર સુધીમાં કઈ જન્મમાં મુનિપણું નહિ પાયું હોય ? શાસ્ત્રકારો કહે છે કે અત્યાર સુધીમાં અનેક વાર નિગ્રંથપણું ગ્રહણ કર્યું છે, પણ તે માત્ર બહિરાત્મભાવથી. એટલે તે સફળ ન થયું. આત્માના ત્રણ પ્રકાર કહેલા છે : બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્મભાવ એટલે આત્માનો પોતાના સિવાયની અન્ય સર્વ વસ્તુ માટે ભાવ. અન્ય સર્વ વસ્તુ એટલે દેહ, કુટુંબ, લક્ષ્મી, પ્રભુતા વગેરે. તેમાં સ્વબુદ્ધિ કરનાર એવો જીવ તે બહિરાત્મા. આત્મા શરીરાદિથી ભિન્ન છે, એવી પ્રતીતિ થાય, અન્ય તરફને મેહ ટળી જાય અને પિતાના તરફ રુચિ થાય તે અંતરાત્મા. પરમ વિશુદ્ધ વીતરાગદશા જેનામાં હોય તે પરમાત્મા. કેવળજ્ઞાનસ્વરૂપ વિશુદ્ધ આત્મા તે પરમાત્મા. એમ કહી શકાય કે આત્માના આ ત્રણ પ્રકાર એ ખરી રીતે, વિકાસની દૃષ્ટિએ, એક જ આત્માની એક એકથી ચડિયાતી ત્રણ ભૂમિકાઓ છે. અત્યાર સુધીમાં જીવે વ્રત, તપ કે સાધુપણું પાળ્યું છે તે માત્ર બહિરાત્મભાવથી. તેની પાછળ કંઈને કંઈ ભૌતિક સુખ મેળવવાનો કે સંપત્તિ – કીતિ મેળવવા જેવો અન્ય કઈ એ જ આશય હતો. અત્યાર સુધીમાં જીવે શું શું કર્યું છે, તે શ્રીમદ્દે તેમના યમ નિયમ” નામના કાવ્યમાં બહુ સારી રીતે સમજાવ્યું છે. બધું જ કર્યું, પણ તે માત્ર બહિરાત્મભાવથી, તેથી તે પરમાર્થમાર્ગની પ્રાપ્તિરૂપે ન ફળ્યું, તે તેમાં સારી રીતે સમજાવ્યું છે. અહીં શ્રીમદે બાહ્યથી નિગ્રંથ થવાનું કહ્યું છે એટલે બહિરાત્મભાવથી થવાનું કહ્યું છે તેમ નથી. બાહ્યથી એટલે બાહ્ય વેશથી, ગૃહસ્થપણું છોડી મુનિવેશ ધારણ કરવાનો છે. અંતરથી નિગ્રંથ થવું એટલે રાગદ્વેષરહિત થવું. ગમે તેવા સંજોગો હોય, બધા માન આપતા હોય, અનેક જાતની લબ્ધિઓ પ્રગટી હોય, છતાં તે વિશે જરા પણ માનભાવ ન આણ; તેમ જ ગમે તેટલી અશાતાનો ઉદય હોય, ગમે તેટલા ઉપસર્ગો ને પરિષહ સહન કરવા પડતા હોય કે નિંદા-અપમાન થતાં હોય છતાં એનું નિમિત્ત બનનાર પ્રત્યે લેશ પણ છેષભાવ ન આવે, સારી કે દુઃખકારી બંને સ્થિતિમાં સમભાવ રહે તે આંતરિક નિગ્રંથપણું. આમ બાહ્ય તેમ જ આંતરવૃત્તિથી નિગ્રંથ થવાની ભાવના અહી વ્યક્ત કરાઈ છે. આવા નિર્ચથ કઈ રીતે થવાનું છે ? સાધક કવિ પોતે જ જવાબ આપે છે : સર્વ સંબંધનું બંધન તીર્ણ છેદીને.” અપૂર્વ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં જીવે રિદ્ધિ, સિદ્ધ, વૈભવ, સત્તા એમ અનેક વસ્તુએને ભોગવટે અનેક વખત કરેલ છે. તેમ છતાં તે વધુ ને વધુ ભોગવવાની-લાલસા રહેતી જોવા મળે છે. ભેગને મેહ જીવને સંસારમાં બાંધી રાખનાર છે. એ જ રીતે સંસારમાં જીવને બાંધી રાખનાર તેનાથી પણ સમર્થ બીજુ બંધન છે, તે અન્ય જીવો – ૪૧ Page #341 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવન સિદ્ધિ માતા, પિતા, પત્ની, પુત્ર, કુટુંબ આદિ– પ્રત્યેને સ્નેહ છે. તે બધામાં મારાપણાને ભાવ વિશેષપણે રહેલો હોય છે, તેથી ખરી રીતે તેઓ બધાં મારાં નથી, પણ રાગદ્વેષના કારણરૂપ સંબંધિત અન્ય જીવે છે એમ સમજવું ઘણું મુકેલ છે. આથી અન્ય જી પ્રત્યેનો રાગભાવ કે ભાવ પણ સંસારમાં જીવને જકડી રાખનાર મજબૂત બંધન છે. મુનિશ્રી જયવિજયજી જણાવે છે તેમ, સંસારમાં સંબંધ ત્રણ પ્રકારના છે : ૧. બાહ્યસંબંધ – શરીર, ધન, કુટુંબ, ઘર આદિ સાથેનો સંબંધ. ૨. આત્યંતરસંબંધ – મન, ન, માયા, લાભ, રતિ, અરતિ આદિ કષાય, નાકષાય, વેદ વગેરેના સંબંધ છે. ૩. સૂક્ષમ સંબંધ – રાગ, દ્વેષ, અજ્ઞાન એ ભાવકર્મ કે સૂક્ષ્મ સંબંધ છે. આ સર્વ સંબંધથી ઉત્પન્ન થતાં સુખદુઃખનું મૂળ કારણ રાગ, દ્વેષ કે અજ્ઞાન છે, તેથી બીજા સંબંધ સાથે તેને પણ અંતરથી ત્યાગ થવો જોઈએ. કારણ કે નહિતર તે પૂ. સંતબાલજી જણાવે છે તેમ – * ઘણાય સાધકે બહારની ગાંઠ છોડીને, અંતરની ગાંઠ છોડવા પ્રયત્નશીલ થાય છે, પણ સ્વછંદને મહારાક્ષસ સામે માં ફાડીને બેઠો હોય છે. સ્વતંત્રતા મેળવતાં વૃત્તિની ગુલામી સ્વીકારી બેસે છે.” આ બંધનને શ્રીમદે ખૂબ જ તીકણ જણાવેલ છે, કારણ કે તે બંધન છેડવું જીવને શલ્ય પેઠે સાલે છે. આનું એક કારણ એ છે કે અત્યાર સુધી જીવે પોતાનું સાચું સ્વરૂપ અને આત્માનું અનંત સુખ જાણ્યાં નથી, તેથી તેને તે પ્રત્યક્ષ નથી. તે પ્રત્યક્ષ કરાવનાર સપુરુષનો ચોગ પણ હોતો નથી. બીજી બાજુ જીવ અનાદિકાળથી સંસાર સેવતો આવ્યો છે, તેથી તે રૂઢિ બની ગઈ છે. સાથે સાથે સંસારનાં ભૌતિક સુખ તે પ્રત્યક્ષ જોઈ શકે છે. તે સુખે બેટાં છે, નાશવંત છે એવી સમજ સુખ મેળવવાની લાલસામાં દબાઈ જાય છે. તેથી અન્ય વધુ સારા સુખ માટે, તે સુખ મેળવવાનો લોભ છોડ, તે પણ જીવને ખૂબ દુષ્કર લાગે છે. તેથી જીવને સંસારમાં જકડી રાખતું સંબંધનું બંધન ખૂબ તીક્ષણ છે. આ કાવ્ય જન આગની પરિપાટી અનુસાર રચાયું હોવાથી તેના પર જૈન સૂત્રોની અસર જોવા મળે તે સ્વાભાવિક છે. એ બધામાં “ઉત્તરાધ્યયનસૂત્ર”ની અસર વિશેષપણે આપણને જોવા મળે છે. “સર્વ સંબંધનું બંધન તીર્ણ છેદીને ” એ પંક્તિ પર “ઉત્તરાધ્યયનસૂત્રના ૮ માં અધ્યયનની ૪ થી ગાથાની સ્પષ્ટ અસર દેખાય છે જુઓ – સર્વે નં રહ્યું જે, વિવટે તદવિ મિવું ! सम्वेनु कामजाओसु पासमाणो न लिप्पई ताई ।।"८ ૭. “સિદ્ધિનાં સંપાન”, પૃ. ૩. ૮. “ઉત્તરાધ્યયન”, પૃ. ૪૯; અર્થ સાધુ કર્મ બંધ કરવાવાળા સર્વ પ્રકારના પરિગ્રહ અને લેશ છોડી દે, જીવોના રક્ષક મુનિ સવ વિષયમાં બંધન દેખીને એમાં લિપ્ત થતા નથી. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂવ અવસર ૩૨૩ તીકણ બંધન છેદીને નિથ થયા પછી તેમની અભિલાષા મહપુરુષને પંથે વિચરવાની છે. અહીં “મહપુરુષ” શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાયો છે. નિગ્રંથમાં પણ મહપુરુષ એટલે તીર્થંકર પ્રભુ. તેમની સાથે તેમના ગણધર અને ચૌદ પૂર્વધારી ૫ન્ય મહાત્માઓ પણ મહપુરુષ ગણાય. તીર્થકર પ્રભુ જે માર્ગે ચાલ્યા, કલ્યાણ કરવા તેમણે જે માર્ગ બતાવ્યો, તે માર્ગે ચાલવાની ઈચ્છા અહીં વ્યક્ત થયેલી છે. મહપુરુષને પંથે ચાલવાની ભાવનામાં પૂ. કાનજીસ્વામી તેમના પ્રવચનમાં બતાવે છે તે પ્રમાણે – અનંત જ્ઞાની ભગવંતે વિનય છે. અને પોતાની પામર અવસ્થાને ખ્યાલ છે. કારણ કે બેહદ સામર્થ્યવાળું જ્ઞાન જાણ્યું છે, પણ હજુ પ્રગટ્યું નથી.” આ ત્રણ પંક્તિઓમાં જે ભાવના દર્શાવી છે, તે અત્યાર સુધીના કેઈ પણ સમયમાં ભાવી નથી. તે ભાવના ભાવી હોય તે મુક્તિ થઈ જાય. જેની ભાવના જ ન ભાવી હોય તેને સાક્ષાત્ કરવાને કાળ તે ક્યાંથી જ આવ્યો હોય? તેથી પૂર્વે કદી પ્રાપ્ત ન થયો હોય તેવો અવસર મને હવે કયારે પ્રાપ્ત થશે? – તે પ્રશ્ન પહેલી જ પંક્તિમાં કવિએ મૂક્યો છે. શ્રીમદ્દ અપૂર્વ શબ્દથી મંગળાચરણ કરે છે. “અપૂર્વમાં અનેક અર્થનો સમાવેશ થઈ જાય છે. આત્માની અનંતશક્તિ, નિગ્રંથને માર્ગ વગેરે જે કંઈ આજ સુધી પ્રાપ્ત નથી કર્યું તે અપૂર્વ છે. એથી એ શબ્દ જ માંગલ્યસૂચક છે. તેનાથી કાવ્યની શરૂઆત થવી તે સૂચક છે. સંસારના સર્વ સંબંધ તોડી, બાઘાંતર નિર્ગથે થઈ, મહપુરુષને પંથે જવાની સાચી ભાવના જીવમાં ચોથું ગુણસ્થાન આવ્યા પછી જ જાગી શકે છે. તે પહેલાંની ભાવના બહિરાત્મભાવથી થયેલી હોય છે, તેથી અસફળ છે. આથી શ્રીમદ્દ ચોથા ગુણસ્થાનથી જીવની દશા બતાવવાનું શરૂ કરે છે. નિગ્રથનાં લક્ષણો – જીવ નિર્ચથદશા ધારણ કરે તે પછી તેનામાં કેવા ગુણે તથા કેવાં લક્ષણે પ્રગટે છે તે શ્રીમદે બીજી કડીમાં બતાવ્યું છે. બીજી રીતે કહીએ તો એ કડીમાં શ્રીમદ્દ નિગ્રંથપણાની વ્યાખ્યા આપી છે. જુઓ – સવ ભાવથી દાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું ક૯પે નહિ, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જે.” અપૂર્વ૦ ૨ પિતે નિગ્રંથરૂપે વિચરતા હોય તે વખતે પોતાનામાં કેવી જાતનાં લક્ષણોની શ્રીમદ્ અપેક્ષા રાખે છે તે બતાવતાં આ કડીમાં તેઓ કહે છે કે, બધા જ ભા પ્રત્યે ઉદાસીનતા પ્રગટી હાય, દેહને પણ ફક્ત સંયમના હેતુરૂપે જ ગમ્યો હોય, તે હેતુ સિવાય કઈ પણ વસ્તુને કઈ પણ કારણે છે નહિ, તે એટલે સુધી કે દેહ વિશે પણ સહેજે મમત્વભાવ કે મૂછ ન હોય, એ નિર્ચથદશાને ફલિત કરતો અપૂર્વ અવસર ક્યારે આવશે? ૯. “અપૂર્વ અવસર ” પરનાં પ્રવચને, આવૃત્તિ ૨, ૩. ૪. Page #343 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદના જીવનસિદ્ધિ " નિગ્રંથ મુનિને સર્વ ભાવ એટલે કે મેહ, રાગ, દ્વેષ વગેરે કષાયભાવ – પરભાવ પ્રત્યે ઉદાસીનતા હોય છે. સંસારવર્ધક ભાવથી તે પર રહેવા ઈચ્છે છે, તેથી તે પ્રત્યે મુનિ ઉદાસીનતા ધારણ કરે છે. “ઉદાસીનતા” અહીં વિશિષ્ટ અર્થ બતાવે છે. સંસાર ઉપરને મેહ કે પ્રીતિ ઓછાં થવા માંડે ત્યારથી શરૂ કરીને સંપૂર્ણપણે મેહનો નાશ થાય ત્યાં સુધીની જીવની અવસ્થાના મુખ્યત્વે ત્રણ ભાગ પાડેલા છે: ૧. વિરાગ્ય, ૨. ઉદાસીનતા અને ૩. વીતરાગતા. વૈરાગ્ય – સંસાર પરના મેહનો અભાવ થવા માંડે ત્યારે શરૂઆતમાં સંસાર પ્રત્યે અરુચિ જન્મે છે, પછી અનાસક્તિ આવે છે, અને પછી ઉપેક્ષા થાય છે; આ દશાને વૈરાગ્ય કહે છે. વૈરાગ્યમાં અશુભ વૃત્તિઓનો નાશ અને શુભ વૃત્તિઓનો વધારો થાય છે, કારણ કે તે વખતે કષાયને ઉપશમ થાય છે. જીવમાં પહેલે ગુણસ્થાને વૈરાગ્યની શરૂઆત થાય છે. તે તીવ્ર બનતાં એથે ગુણસ્થાને ઉદાસીનતામાં પરિણમે છે. - ઉદાસીનતા – સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયા પછી શુભ કર્મના ઉદયથી સુખસાધને પ્રાપ્ત થાય છે તેનાથી હર્ષ ન થાય અને અશુભ કર્મના ઉદયથી દુઃખદાયક સંગો મળે તો તેનાથી શેક ન થાય, અર્થાત્ કોઈ પણ દશામાં વિષમભાવ ન થતાં આત્મા સમભાવી જ રહે, એક જ સરખી વૃત્તિથી બંનેને વેદે તે ઉદાસીનતા. આ દશામાં કષાયોને ઉપશમ અને ક્ષય હોવાથી, સુખદુઃખ સમભાવે વેદાતા હોવાથી, બંને પ્રકારનાં કર્મોનો નાશ થાય છે. વિરાગ્યદશાની જેમ શુંભની વૃદ્ધિ કે અશુભને ક્ષય તે દશામાં થતાં નથી, કારણ કે બંને ભાવો તરફ તે ઉદાસીન હોય છે. આમ ઉદાસીનતા એ આત્માને ગુણ છે. કેટલાક ઉદાસીનતાને દુઃખની સ્થિતિમાં ઉદ્દભવતી મનની નબળાઈ તરીકે ગણાવે છે તે અયોગ્ય છે. ઉદાસીનતા અને દીનતામાં ઘણો તફાવત છે. દીનતા લાચારીમાંથી પ્રગટે છે, ઉદાસીનતા આત્માના સામર્થ્યમાંથી પ્રગટે છે. ઉદાસીનતામાં અશુભ અને શુભ કર્મની નિર્જરા સાથે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. ચોથાથી સાતમા ગુણસ્થાન સુધી સરાગ સંયમ હોય છે, ત્યાં સુધી સમ્મચારિત્ર સંપૂર્ણ પણે પાળી શકાતું નથી, અને કેટલીક શુભ વૃત્તિએ ઉદયમાં આવી જતાં પુણ્યાનુબંધી પુણ્યનાં – તીર્થકરગોત્ર જેવાં – કર્મો બંધાય છે. વીતરાગતા – કષાય – રાગદ્વેષને સંપૂર્ણ અભાવ તે વીતરાગતા. ૮માથી ૧૨માં ગુણસ્થાન સુધીમાં અખંડ ઉપગ અને આત્મસ્થિરતાને લીધે પુણ્યાનુબંધી પુણ્યનો પણ અભાવ હોય છે, ત્યાં માત્ર કમની નિર્જરા જ હોય છે, તેથી તે વીતરાગદશા કહેવાય છે. ચાર ઘાતી કર્મનો સર્વથા અભાવ જેને હોય તે સંપૂર્ણ વિતરાગ છે. આમ ઉદાસીનતા એ વૈરાગ્ય પછીની દશા છે. વૈરાગ્યથી નિગ્રંથપણું પ્રાપ્ત થાય છે, તમાં ઉદાસીનતા આવે છે અને તે ઉત્કૃષ્ટ બનતાં તે વીતરાગતા રૂપે પરિણમે છે. આથી અહીં નિર્ચથપણામાં ઉદાસીન થવાનું જણાવ્યું છે. શ્રીમદે તેમના એક કાવ્યમાં પણ ઉદાસીનતા વિશે લખ્યું છે કે – Page #344 -------------------------------------------------------------------------- ________________ હું. અપૂર્વ અવસર “સુખકી સહેલી હે, અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. ૧૦ શ્રી બનારસીદાસજીએ પણુ શ્રીમદ્ પૂર્વે ઉદાસીનતા વિશે આવા જ અભિપ્રાય ઉચ્ચાર્યા છે -- “ ઔર જગ રીત જેતી ગભિત અસાતા તેતિ, સાતાકી સહેલી હે, અકેલી ઉદાસીનતા. ૧ ૩૨૫ ઉદ્ + આર્સીનતા = ઉદાસીનતા. ઉર્દુ એટલે ઊંચે, આસીનતા એટલે બેસવાપણું. રાગ, દ્વેષ આદિથી ઊંચે બેસવાપણું તે ઉદાસીનતા. નિગ્રંથપણામાં દંહ પણ સંયમના નિર્વાહન અર્થે જ ઉપયાગમાં લેવાના હોય છે; મતલબ કે જે પ્રવૃત્તિ સયમન પાષક ન હોય તે કરવાની નહિ. દહ તે મેક્ષ પ્રાપ્ત કરવાનું એક સાધન છે, મોક્ષપ્રાપ્તિમાં તે અનિવાય છે. તેથી દેહને ટકાવવા માટે ખાવાની, પીવાની વગેરે ક્રિયા કરવાની જરૂર રહે છે. તેથી તે ક્રિયાઓ કરવી ખરી, પણ અનાસક્ત ભાવે. એલવું, ચાલવુ', નિદ્રા લેવી વગેરે પ્રવૃત્તિએ પણ દેહ ટકાવવા કરવી; પણ જેમ બને તેમ એછી અને ઉદાસીનભાવે કરવાની અભિલાષા અહીં` વ્યક્ત થઈ છે. તે ક્રિયાઓમાં શરીરની શાતાના મમત્વભાવ હેાતા નથી. શ્રી કાનજીસ્વામી આ વિશે લખે છે કેઃ— ♦ સયમમાં ઇન્દ્રિયદમન નિમિત્તરૂપે હાય છે, અને મૂળ કારણ આત્મસ્વભાવની સ્થિરતા છે. સહજ સ્વાભાવિક આત્મજ્ઞાનમાં ટકવુ. તે સ્થિરતા છે. ’૧૧ આ તા ક્રિયા કરવાની વાત થઈ, પણ સયમના હેતુ સિવાય બીજી કાઈ પણ ચીજ મુનિને ખપે નહિ. મનના આનંદ માટે, પૂજાસત્કાર માટે, બાહ્ય સુંદરતા માટે કાઈ પણ વસ્તુ ખપે નહિ. કાઈ પણ ચીજના પરિગ્રહરૂપે મુનિને નિષેધ છે, કારણ કે પૂણ વીતરાગદર્શી ન આવી હોવાને લીધે તેમાં મમત્વ બધાવાના, બાહ્ય સુખની ઇચ્છા થવાના સ`ભવ રહે છે. આ અપરિગ્રહીપણુ' એટલે સુધી લઈ જવાનું છે કે, “ દહે પણ કિ`ચિત્ મૂર્છા નવ જોય જો. ” અપૂ દહ છે, તેના ધર્મા બજાવવાના છે, સર્વ ધર્મકાર્યા પણ તેનાથી જ સાધવાનાં છે, તેમ છતાં કેંહમાં જરા પણ મમત્વબુદ્ધિ ન હેાવી જોઈએ. તે જ નિગ્રંથણાનુ લક્ષણ છે. દંહને ધર્મ પામવાનુ સાધન જાણી તેને ટકાવવા, તેનું લાલનપાલન કરવાની લાલચ થઈ જાય તે સ્વાભાવિક છે, પણ એ લાલચ રાકી પેાતાના કર્તવ્યમાં જ મગ્ન રહે તે સાચા નિગ થ. કર્મ ભાગવવા માટે દહ તા મળવાના જ છે, તે શ્રદ્ધા હૈાવાથી, શરોરમાયું હતુ ધર્મવાધનમ્ । એ જાણતા હેાવા છતાં શરીરમાં જરા પણ મારાપણુ કર્યા વિના પોતે આત્મામાં જ મગ્ન રહેવાની અભિલાષા સેવે છે. દેહ વિશેની અમૂર્છાની અગત્ય બતાવતાં શ્રી સંતબાલજી લખે છે કેઃ— ૧. શ્રીમદ્ રાજચંદ્ર અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૯૫, “ પરમ પદ્મ-પ્રાપ્તિની ભાવના ’”, પૃ. ૫૩. * અપૂર્વ અવસર ” પરનાં પ્રવચને, આવૃત્તિ ૨, પૃ. ૭. ૧૧. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શ્રીમની જીવનસિદ્ધિ સાધક જ્યારે નિગ્રથતાની સાધના કરતા હોય, ત્યારે બીજા બહારનાં સંબંધીજનની કે પદાર્થોની વળગણ ઓછી થાય છે. પરંતુ પછીથી દેહની વળગણુય ઘટાડવાનો પ્રબળ પુરુષાર્થ કરવાનો રહે છે, કારણ કે દૂરના બંધન કરતાં પાસેનું બંધન હમેશાં જટિલ હોય છે. દેહની મૂછ ટળશે તે શરીરમાં કાર્ય કરી રહેલાં અંતરગ કારણે જેવાં કે પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત એ પણ ટળશે જ, કારણ કે આત્માના વૈભાવિક રસથી જ એ બધાં જન્મ્યાં છે, ને નભ્યાં છે. આ રીતે જીવનની પરાકાષ્ટારૂપ આત્મસિદ્ધિ માટે અમૂર્ણ દશાની મારી આ ક૯પના છે”૧૨ નિર્ચ થપણાનાં લક્ષણ બતાવતી આ કડી પર “ઉત્તરાધ્યયનસૂત્રના ૨૯ મા અધ્યયનના બીજા ફકરાની તથા “દશવૈકાલિકસૂત્ર” છઠ્ઠું અધ્યયનની ૨૦-૨૧ એ બે ગાથાની છાયા પડી હોય તે સંભવિત છે. જુઓ – “निवअॅण दिव्वमाणुमतेरिच्छिअसु कामभोगेसु निवेयं हव्वमाराच्छइ । सम्यविसअसु विरज्जइ । सम्वविसओसु विरज्जमाणे आरंभपरिच्चायं करेइ । आरंभपरिच्चायं करेमाणे संसारमग्गे।। વાછરડું સિદ્ધિમ' પદવને ૫ મારૂ !” ૧૩ "ज पि वत्थ व पाय वा कंबलं पायपुच्छण । तं पि संजमटजटो धारैति परिहरति य ||" "न सो परिग्गहो वतो णायपुत्तेण ताइणा । કુછ વરાહ કુત્તો ફુ યુત્ત સિMI || ” ૧૪ ઉત્તરાધ્યયન” અને “દશવૈકાલિક” એ બંને સૂત્રની ઉપરની ગાથાઓમાં મુનિ દેહ, પરિગ્રહ આદિના સંયમાથે કઈ રીતે ઉપયોગ કરે છે તે બતાવ્યું છે. મુનિ અસંગપણે રહે છે, મૂચ્છભાવ કરતા નથી વગેરે લક્ષણે અહીં બતાવાયાં છે, જે આપણે “ અપૂર્વ અવસર”ની બીજી કડીમાં જોઈ શકીએ છીએ. સંપૂર્ણ અસંગપણ પ્રાપ્ત કરવાની ભાવના શ્રીમદે એ કડીમાં ભાવી છે. ૧૨. “સિદ્ધિ સોપાન', પૃ. ૭. ૧૩. “ ઉત્તરા ધ્યયન ', પૃ. ૨૪૯; અથ: નિવેદથી દેવ, મનુષ્ય અને તિયચ સંબંધી કામભાગીથી વિરક્ત થાય છે, બધા વિષયથી વિરક્તિ થાય છે. બધા વિષયથી વિરક્ત થઈ આરંભ પરિગ્રહનો ત્યાગ કરે છે. આભપરિગ્રહનો ત્યાગ કર્યા પછી સરસારમાગનો ત્યાગ કરી મોક્ષમાર્ગ ગ્રહણ કરે છે. દશવૈકાલિક ”, અધ્ય. ૬, ગાથા ૨૦–૨૧, પૃ. ૮૭; અર્થ : “જે કંઈ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપુંછન, રજોહરણ ઇત્યાદિ જે સંયમી પુરુષે સંયમનાં ઉપકરણોને સંયમના નિર્વાહને માટે ધારણ કરે છે કે પહેરે તને જગતના જીના રક્ષક જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર દેવે પરિગ્રહ કહ્યો નથી. પરંતુ તેમાં સંધમધમ બતાવ્યો છે. પરંતુ તે વસ્ત્રાદિ કોઈ પણ વસ્તુ પર જે મચ્છઆસક્તિ હોય તો જ તે પરિગ્રહ છે એમ તે ઋષિધરે ફરમાવ્યું છે.” – શ્રી સંતબાલજીએ કરેલા અનુવાદમાંથી, “દશવૈકાલિકસૂત્ર, ” પૃ. ૭૬. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ ૬. અપૂવ અવસર શ્રીમદે પોતાના આ જાતના ભાવ અન્ય લખાણમાં પણ કેટલીક જગ્યાએ વ્યક્ત કર્યા છે. તે સવ જેવા તે અહીં શક્ય નથી, પણ પરિગ્રહ અને સુખ વિશેના તેમના વિચારો જણાવતાં નીચેના વચને જુઓ – સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. મોટે. ચક્રવતી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંક૯પમાં પ્રયત્નવાન છે, અને મેળવવામાં સુખ માને છે, પણ અહો ! જ્ઞાનીઓએ તે તેથી વિપરીત જ સુખને માર્ગ નિર્ણત કર્યો કે કિચિત્ માત્ર પણ ગ્રહવું એ જ સુખને નાશ છે.”૧૫ આ પ્રમાણે નિર્ચથપણાનાં લક્ષણો બતાવ્યા પછી શ્રીમદે સમ્યગ્દર્શનનું સ્વરૂપ ત્રીજી કડીમાં દર્શાવ્યું છે. સમ્યગ્દશન – શ્રીમદને પિતાને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ હતી, તેનો ઉલ્લેખ ત્રીજી કડીમાં મળે છે – “ દર્શનમેહ વ્યતીત થઈ ઊપજો બેધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમેહ વિલોકિયે, વતે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો.અપૂર્વ. ૩ આત્મા અને દેહ બંને જુદા છે તથા આત્મા માત્ર ચૈતન્યમય તથા જ્ઞાનમય છે એવો બે દર્શન મેહનીય કર્મના નાશથી પ્રાપ્ત થયેલ છે. તે જ્ઞાન દ્વારા ચારિત્રમેહનીય કર્મ પણ ક્ષીણ થતું દેખાય છે. પણ પોતાને જે શુદ્ધ સ્વરૂપને બંધ થ છે, તે શુદ્ધ સ્વરૂપમાં જ રહેવાનું બને એવી અપૂર્વ અવસર ક્યારે આવશે ? – એ વિચાર શ્રીમદે અહીં મૂક્યો છે. દશમેહ એ મેહનીય કર્મને એક પ્રકાર છે. કમ અનંત પ્રકારનાં છે. તેમાં આઠ પ્રકારનાં કર્મ મુખ્ય છે. એ આઠ કર્મમાં સૌથી પ્રબળ, સત્તાધારી કર્મ તે મેહનીય છે. મોહનીયના બે ભેદ છેદર્શનમોહ અને ચારિત્રમેહ. આ મેહનીય કર્મને શાસ્ત્રકારો મદિરા સમાન ગણાવે છે.૧૬ નશાહ નવતવ - જીવ. અજીવ, પથ્ય. પાપ. આશ્રવ, સંવર, નિજ અને મેક્ષ – ની જિનેશ્વર ભગવાને જે પ્રમાણે પ્રરૂપણ કરી છે તે જ પ્રમાણે તેને યથાર્થ માનવાં, તેમાં અચળ શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન. આત્માના આ દર્શનને આવરણ કરનાર કર્મ તે દર્શનમોહનીય. તેની ત્રણ પ્રકૃતિ છેઃ સમ્યકત્વમેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીય.૧ ૭ ૧૫. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૨૦, આંક ૮૩૦. ૧૬. ૧૭. “ કમFગ્રંથ પ્રકારણ” ૧, ગાથા ૧૩–૧૪, પૃ. ૨૬-૨૭. રા, બંધ Page #347 -------------------------------------------------------------------------- ________________ ३२८ શ્રી મદની જીવનસિદ્ધિ ચારિત્રમોહ– હિંસા આદિ વ્યાપારનો સર્વથા ત્યાગ કરવો તેમ જ અહિંસા આદિનું સંપૂર્ણ પાલન કરવું તે સમ્યક ચારિત્ર. તેને આવરણ કરનારું કર્મ તે ચારિત્રમોહનીય. તેના બે ભેદ છે : કષાય અને નોકવાય. કષ = સંસાર, આય = લાભ, જેનાથી સંસારલાભ થાય તે કષાય. આ કષાય ૪ પ્રકારના છેઃ કોઇ, માન, માયા અને લોભ તે પ્રત્યેકના ૪ ભેદ છેઃ અનંતાનુબંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની અને સંજવલન. આમ કષાયના કુલ ૧૬ પ્રકાર થાય. નોકષાય ૯ છેઃ હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, જુગુપ્સા, અને સ્ત્રી, પુરુષ, નપુંસક એ ત્રણ વેદ મળી ૯ નોકષાય છે. કષાયની સાથે રહી તેને ઉદ્દીપન કરતા હોવાથી તે નોકષાય કહેવાય છે. આત્મસ્વરૂપને આવરણ કરે તે દર્શનમોહ અને આત્મચારિત્રને આવરે તે ચારિત્રમેહ, આત્મસ્વરૂપને આવરણ કરનાર દર્શન મેહનો નાશ થાય ત્યારે સ્વસ્વરૂપે પ્રગટ થાય. તેને નાશ થવાથી અનુભવબોધ ઊપજે છે. આ કડીની પહેલી પંક્તિમાં શ્રીમદ્દ લખે છે કે, દશનમેહ વ્યતીત થઈ ઊપ બધ જે તે પરથી જણાય છે કે તેમને ર દાન થયું હતું. દ નમહ વ્યતીત થયે એટલે કે નાશ થયે, અર્થાત “ સમ્યગ્દર્શન થયું.” દર્શનમેહના નાશથી સમ્યગ્દર્શન થાય તે જિનેક્ત સિદ્ધાંત છે. પણ અહીં તે વાત સર્વસામાન્ય વ્યક્તિ માટે વપરાયેલ નથી, પણ પોતાને અનુલક્ષીને છે. તે આપણે “ઊપજ્યો” શબ્દ પરથી જાણી શકીએ છીએ. તે વિશે શ્રી નગીનદાસ શેઠ લખે છે કે – * જે સામાન્ય રીતે લખ્યું હોય તે “ઊપ અને બદલે “ઊપજે” એમ લખત. વળી ત્રીજી લીટીમાં “વિલોકિ” શબ્દ પણ એ જ વાત સૂચવે છે કે તેમનું ચારિત્ર ઘણું નિર્મળ થતું જાય છે અથવા થઈ ગયું છે એમ તેઓ પોતે જોઈ શકે છે, અને તે જોઈ શકવાનું કારણ એ કે તેમનામાં શુદ્ધાત્મ સ્વરૂપનું ધ્યાન સદા નિરંતર વર્તતું હતું.” સમ્યગ્દર્શનને આવરણ કરનારુ દર્શનમહ કર્મ નાશ પામવાથી એવો બોધ ઉત્પન્ન થયો કે આત્મા દેહથી ભિન્ન છે અને તે ચૈતન્ય તથા જ્ઞાનમય છે. સમ્યગ્દશીને તે બધા વર્તનમાં ઊતરે જ. જેને આવું અનુભવસ્વરૂપ જ્ઞાન હોય નહિ તેને શુષ્કાની થવાના સંભવ વિશેષ. સમ્યગ્દર્શન અર્થાત્ “દેહ ભિન્ન કેવળ ચિતન્યનું જ્ઞાન” થાય ત્યારે દહાદિ પદાર્થો બંધનરૂપ, ભવભ્રમણ કરાવનાર જીવને લાગે છે. તેથી તેનાથી છૂટવા, ચારિત્ર ગ્રહણ કરવાનું લક્ષ તેને બંધાય છે, શુદ્ધ આત્મસ્વરૂપ પામવાની તેની ઈચ્છા પ્રબળ બને છે, અને એ ઈચ્છા પૂરી કરવાના હેતુથી જ તેની પ્રત્યેક પ્રવૃત્તિ થતી હોય છે. પરિણામે તેના ચારિત્રની વધતી વિશદ્ધતા તથા ચારિત્રમેહનીયન વિશેષપણે ક્ષય જેવાય છે. આ કડીની ૪ થી પંક્તિમાં તે કારણ શ્રીમદે સ્પષ્ટપણે બતાવ્યું છે : “વ એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જે.” દર્શનમોહનો નાશ થવાથી આત્મસ્વરૂપનાં દર્શન કર્યા પછી જીવને શુદ્ધતમ આત્મસ્વરૂપ પ્રગટાવવાનું જ એક લક્ષ રહે છે. તેથી તે સ્વરૂપ પ્રગટે, ભવભ્રમણ જાય તેવી જ પ્રવૃત્તિ તેનાથી થાય છે. કર્મના ઉદયને લીધે જે કંઈ કાર્ય તે કરે તેમાં આસક્તિ ન હોય. આથી ચારિત્રમેહનીયને પણ ક્ષય થાય. આ ક્ષય થયા પછી મેહનો ઉદય ફરીથી ન આવે તે જણાવવા શ્રીમદે “પ્રક્ષીણ” શબ્દ બહુ યેાગ્યતાથી છે. ૧૮. “પરમપદ-પ્રાપ્તિની ભાવના', આવૃત્તિ ૧, પૃ. ૫૮. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂર્વ અવસર - આ કડી ઉપર આપણને “ઉત્તરાધ્યયનસૂત્ર”ના ૨૮ મા અધ્યયનની ૩૦ તથા ૩૫ મી ગાથાની છાયા જોવા મળે છે. તે ગાથાઓ આ પ્રમાણે છે – “ તાકળિR નાળા વાળા વિના ન રંતિ વાળા | अगुणिस्स नत्थि मोक्खो नत्थि अमोक्खस्स निव्याण ॥" " नाणेण जाणई भावे दसणेण य सद्दहे । चरितेण निगिहाइ तवेण परिसुज्जई । "१६ આ ગાથામાં દર્શાવ્યું છે તે પ્રમાણે દર્શન વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના ચારિત્ર નથી, ચારિત્ર વિના મુક્તિ નથી અને મુક્તિ વિના નિર્વાણ નથી. વળી જ્ઞાનથી પદાર્થ જણાય છે, દર્શનથી શ્રદ્ધા આવે છે અને ચારિત્રથી કર્મક્ષય થાય છે, તથા તપથી શુદ્ધિ આવે છે. આ જ ભાવ જુદી રીતે શ્રીમદ્ અહીં વ્યક્ત કર્યો છે. દર્શનથી જ્ઞાન, શ્રદ્ધા આવે છે, અને પરિણામે ચારિત્ર ગ્રહણ કરવાથી આત્મા શુદ્ધ સ્વરૂપને પામે છે તેમ તેમણે બતાવ્યું છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા પછી જ આત્માનો સારો વિકાસ થાય છે. દર્શન થયા પહેલાં જીવનું વર્તન, જે ભવભ્રમણ વધારનારું હતું, તે પછીથી ભવ કમી કરનારું બને છે, અને આત્માની વિશુદ્ધતા વધતાં વધતાં પૂર્ણતાએ પહોંચે છે. ભવઅંત લાવનાર “સમ્યગ્દર્શન”નું શ્રીમદને મન કેટલું મહત્ત્વ હતું તે તેમનાં આ વચન જોતાં જણાશે – અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર !”૨૦ - “હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુરૂપ સમ્યફદર્શન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર છે આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના. અનંત અનંત દુખને અનુભવે છે. તારા પરમ અનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે નિશ્ચય આવ્ય, કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયે.”૨ ૧ સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછીથી જીવ પૂર્ણ શુદ્ધતાને પામે તે વિકાસક્રમને “ગુણસ્થાન કમારોહણ” કહે છે. તે વિકાસક્રમ શ્રીમદે આ પછીની કડીઓમાં બતાવ્યો છે. અર્થાત નિગ્રંથના આત્મચારિત્રનું વર્ણન તેમણે કર્યું છે. નિરથનું આત્મચારિત્ર – સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી, પિતાનું શુદ્ધ સ્વરૂપ પામવાના લક્ષથી જીવ દ્રવ્યથી તેમ જ ભાવથી કેવા ચારિત્રનું પાલન કરે છે તે ચોથીથી ૧૮. “ઉત્તરાધ્યયનસૂત્ર”, અધ્ય. ૨૮; ગાથા ૩૦ ને ૩૫, પૃ. ૨૪૪, ૨૫. ૨૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૫. ૨૧. એજન, પૃ. ૮૨૪. ૪૨ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રીમદની જીવનસિદ્ધિ બારમી – એ નવ કડીમાં શ્રીમદે બતાવ્યું છે. નિર્ગથે મુનિ વિશેને પિતાને આદર્શ, અર્થાત્ મુનિ તરીકે પોતે પાળવા ધારેલા ચારિત્રને ખ્યાલ શ્રીમદે આ કડીઓમાં આપણને આપે છે. તે ચારિત્રમાં આત્મસ્થિરતાને સૌ પ્રથમ સ્થાન આપતાં લખ્યું છે કે – “આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યુગની, મુખ્યપણે તે વર્તે દેહપર્યત જે; ઘર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાને અંત જે.” અપૂર્વક આત્માની સ્થિરતા કેવી હોવી જોઈએ તે બતાવતાં અહીં કહ્યું છે કે, ત્રણ યોગના સંક્ષિપ્ત ભાવરૂ૫ આત્મસ્થિરતા જીવનપર્યત એટલી પ્રબળતાથી વતે કે જેથી, પ્રાણઘાતક નીવડે તેવા પરિષહ કે ઉપસર્ગને ભય ઉત્પન્ન થાય ત્યારે પણ તે સ્થિરતાનો અંત આવે નહિ. એ અપૂર્વ અવસર ક્યારે આવશે ? પૂ. સંતબાલજીના લખવા મુજબ આ કડીમાં “જૈન આગમોમાં વર્ણવાયેલા પાંચમા ગુણસ્થાનવતી સાધકનું આમાં બયાન છે.”૨૨ પાંચમા ગુણસ્થાને જીવને “ગૃહસ્થ સાધક, સરાગ સંયમી ” કે “વ્રતધારી શ્રાવક” તરીકે ઓળખવામાં આવે છે. પાંચમે ગુણસ્થાને પરિગ્રહાદિથી છૂટવાનો તેનો પ્રયતન હોય છે. તે ત્યાગવૃત્તિ પ્રબળ બનતાં તે સર્વવિરતિ ગ્રહણ કરે છે. સર્વવિરતિ સાધુ માટે ૬ અને ૭ એ બે ગુણસ્થાન છે. દીક્ષા લેતી વખતે ભાવ ઉત્કૃષ્ટ હોવાથી જીવ સાતમે ગુણસ્થાને હોય છે, પણ પછી મનની ચંચળતાને લીધે તે છઠ્ઠા અને સાતમ ગુણસ્થાન વચ્ચે ચડઊતર કર્યા કરે છે. આ કડીમાં પરિષહ કે ઉપસર્ગના ભયથી પણ સાધકની આત્મસ્થિરતા ન ડગવી જોઈએ તેવી ભાવના છે. પરિષહ કે ઉપસર્ગનો ઉપદ્રવ ગૃહસ્થદશા કરતાં મુનિદશામાં વિશેષ સંભવિત છે, એ પરથી આ કડીમાં આપેલું વર્ણન શ્રી કાનજીસ્વામી, શ્રી જયવિજયજી તથા શ્રી નગીનદાસ ગિરધરલાલ શેઠ જણાવે છે તે પ્રમાણે સાતમા ગુણસ્થાનવતી જીવને વિશેષ લાગુ પડતું લાગે છે. આ વર્ણન “સરાગ સંયમી” કરતાં “સર્વવિરતિ સાધુ” માટે વધુ સંભવિત છે. એટલે શ્રી સંતબાલજીના અભિપ્રાય સાથે આ વર્ણન વિશે ભેદ આવે છે. આત્મસ્થિરતા” એટલે આત્મા વિભાવદશામાં ન જતાં પોતાના સ્વભાવમાં ટકી રહે છે. અર્થાત્ શ્રી કાનજીસ્વામી જણાવે છે તેમ – આત્મસ્થિરતા એટલે મન, વચન, કાયાના આલંબનરહિત સ્વરૂપ મુખ્યપણે વતે, તેમાં અંડ ન પડે એવી સ્થિરતા.૨૩ અહીં ત્રણ સંક્ષિપ્ત યોગની સ્થિરતાની વાત છે. યોગ એટલે આત્મા અને ક્રિયાનું જોડાણ. ક્રિયા ત્રણ પ્રકારની છે ? મનની, વચનની અને કાયાની. તેથી યોગ પણ ત્રણ જાતના ૨૨. “સિદ્ધિનાં સોપાન ", પૃ. ૨૬ ૨૩. અપૂર્વ અવસર પરનાં પ્રવચન, પૃ. ૧૫. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂવ અવસર કહેવાય છે. આત્માનું મન સાથે જોડાણ તે મનગમગ એટલે વિચાર. આમાનું વચન સાથે જોડાણ એટલે વચનયોગ, વચનયોગ એટલે વાણી. અને આત્માનું કાયા સાથે જોડાણ એટલે કાયયોગ; કાયોગને વર્તન કહે છે. મન, વચન અને કાયાની ક્રિયાને વેગ કહે છે. આત્માનું મન, વચન કે કાયા સાથેનું જોડાણ ક્ષણ છવી હોય છે, તે વારાફરતી બીજા બીજા સાથે જોડાતે હોય છે. એક ક્ષણ મન સાથે, તે બીજી ક્ષણે વચન સાથે, તે ત્રીજી ક્ષણે કાયા સાથે તે જેડાતું હોય છે. આથી આ રોગ સંક્ષિપ્ત કહેવાય છે. સંક્ષિસ એટલે ટૂંકા. પરંતુ શ્રીમદને અહીં આ અર્થ અભિપ્રેત નથી. સામાન્ય માણસને તે યુગ નિરંકુશપણે પ્રવર્તતા હોય છે, પણ જ્ઞાની મહાત્માને તેમ હતું નથી. તેઓને હેય-ઉપાદેયને વિવેક હોય છે, તેથી કર્મને ઉદય આવે તે પણ તેઓ થતા સંક૯પ-વિકલ્પને બુદ્ધિપૂર્વક ટૂંકા કરી નાખે છે. ઉદયાધીન સંક૯પ-વિકલ્પ આવે ત્યારે પણ આત્મજાગૃતિ કાયમ રહેતી હોવાથી યુગ સંક્ષિપ્ત રહે છે, એટલે કે યોગની પ્રવૃત્તિ પોતાના શરીર અને આત્માની બહાર નથી થતી. આમ જ્ઞાનીની બાબતમાં રોગ સંક્ષિપ્ત રહે છે. આથી શ્રીમદે આ કડીમાં બહુ યોગ્યતાથી લખ્યું છે કે – આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યુગની.” અપૂર્વ પ્રત્યેક પ્રાણીમાં આત્માનું યોગનું જોડાણ તો હોય જ છે. પણ આત્મા વિભાવદશામાં વર્ત તે હોવાથી તે ભવભ્રમણનું કારણ બને છે. પણ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે સ્વભાવમાં ટકી રહેવું આવશ્યક છે, તેથી કહેવામાં આવ્યું છે કે – . “આત્મા એક ક્ષણ પણ વિભાવદશામાં ન જતાં જીવનપર્યત ટ્વભાવમાં ટકી રહે, જીવનભર આત્મસ્થિરતા ટકી રહે એ ભાવના છે, કારણ કે એથી આત્માની વિશુદ્ધિ ક્ષણેક્ષણે વધતી જાય છે અને ઘણું ટૂંકા કાળમાં શુદ્ધાત્મસ્વરૂપ પ્રાપ્ત કરી શકાય છે.”૨૩મ આ આત્મસ્થિરતા મુખ્યપણે દેહ ટકે ત્યાં સુધી રહે તે ભાવના પાછળ પણ હેતુ છે. શ્રીમદ તે મોક્ષપદના અભિલાષી હતા. અને તે પદ તેમને જેમ બને તેમ જલદી લેવું હતું. તેમની ભાવના તે વર્તમાન દેહે જ મોક્ષ મેળવવાની હતી, તેથી જેમાં આત્માની વિશુદ્ધતા ક્ષણે ક્ષણે વધતી જાય છે, તેવી આત્મસ્થિરતા દહપર્યત ટકી રહે તેવી ભાવના તેમણે ભાવી છે. આત્મસ્થિરતાની અગત્ય બતાવતાં શ્રી સંતબાલજી લખે છે કે – ભૂલે માત્રનું મૂળ જ આત્મસ્થિરતાને અભાવ છે. આત્મસ્મૃતિનું ધન લૂંટાઈ ગાયા પછી જ બુદ્ધિ દેવાળું ફૂકે છે. સુખ અને સ્વતંત્રતાને સ્થાને સુખ અને બંધન એથી જ આવી પડે છે, માટે જ આત્મસ્થિરતાની પળે પળે આવશ્યક્તા છે. આત્મસ્થિરતાનો અભાવ એ જ ભાવમરણ છે.”૨૪ ૨૩. “પરમપદ-પ્રાપ્તિની ભાવના ”, પૃ. ૬૬. ૨૪. “સિદ્ધિનાં પાન”, પૃ. ૧૮. Page #351 -------------------------------------------------------------------------- ________________ 33३ શ્રીમદની જીવનસિદ્ધિ - આ આત્મસ્થિરતા કેવી હોવી જોઈએ તે શ્રીમદે આ કડીની છેલ્લી બે પંક્તિમાં સમજાવ્યું છે. તે સ્થિરતા ઘોર પરિષહ કે ઉપસર્ગના ભયથી લેશ પણ ડગવી ન જોઈએ. ત્રીજી પંક્તિમાં “ભય” શબ્દ ખાસ હેતુપૂર્વક જાયેલો જોવા મળે છે. “પરિષહ” અને ઉપસર્ગ” એ બંનેને ભય સાધકને એટલો બધે સતાવે છે કે કેટલીક વખત તે ઉપસર્ગ અને પરિષહ પણ એટલા સતાવી શકતા નથી. માનસશાસ્ત્રીએ પણ જણાવે છે કે સાક્ષાત્ દુખ કરતાં દુઃખનો ભય માણસને વધુ પીડા આપે છે. આથી ઉપસર્ગ કે પરિષહનાં દુઃખ કરતાં વિશેષ દુઃખ તે આવી પડવાના “ભય” માં રહેલું દેખાય છે. એથી જ શ્રીમદ્ ઉપસર્ગ કે પરિષહના દુઃખ વખતે જ નહિ પણ તે બંનેના આવી પડેલા ભય વખતે પણ આત્મસ્થિરતા ને ડગવી જોઈએ તેવી ભાવના રાખી છે. કર્મ ખપાવવા તથા માર્ગથી ચુત ન થવા માટે જે કંઈ સહન કરવું પડે તે પરિષહ કહેવાય છે. એમાંના કેઈ વિશેષ પ્રમાણમાં હોય તે તે પ્રાણઘાતક પણ નીવડે. તેવા પરિષહ ઘર પશ્વિહ કહેલ છે. નિગ્રંથ મુનિને સહન કરવા પડતા પરિષહ બાવીસ ૨૫ પ્રકારના કહ્યા છે તે આ પ્રમાણે સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દશમશક, નગ્નતા, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષદ્યા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મેલે, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને દર્શન. તે પ્રત્યેકની ટૂંકાણમાં સમજણ નીચે પ્રમાણે છે – કંઈ પણ કારણસર શુદ્ધ આહાર ન મળતાં સુધી સહન કરવી પડે તે ક્ષુધા પરિષહ. શાસ્ત્રમાં જણાવેલું ઉકાળેલું અચિત્ત પાણી ન મળતાં તૃષા સમભાવે સહેવી તે તૃષા પરિષહુ. શિયાળામાં સખત ઠંડીમાં પણ ટાઢ ઉડાડવા કેાઈ પ્રયત્ન ન કરતાં ઠંડી સમભાવે સહેવી તે શીત પરિષહ. ગ્રીષ્મમાં એ જ રીતે સૂર્યાદિ તાપ સહન કરવા તે ઉણુ પરિષહ, ગુફામાં કે અન્ય જગ્યાએ મચ્છર, ડાંસ, માંકડ આદિ જંતુઓના ડંખ પીડા કરે તેથી મનને ચંચળ ન બનવા દેતાં તેને સમભાવે સહેવા તે શમશક પરિવહ. સચેલક મુનિનાં વસ્ત્ર ફાટી જાય તે પણ કઈ પાસે વસ્ત્રની યાચના ન કરતાં સમભાવે નગ્નતા વદે તે નગ્નતા પરિષહ. અલક માટે તે નગ્નતા એ હમેશનો પરિષહ રહે છે. કઈ પણ વસ્તુ પ્રાપ્ત ન થાય છતાં મનમાં શાક થવા દીધા વિના સંયમમાં રહેવું તે અર ત પરિષહ. મુનિને સ્ત્રી વશ કરવા પ્રયત્ન કરે તે વખતે ચલિત ન થતાં સંયમિત રહેવું તે સ્ત્રી પરિવહ. મુનિએ એક સ્થળે સ્થિર ન રહેતાં ચારે બાજુ ફરવું જોઈએ; એક સ્થળે રહેવાથી તે સ્થળ વિશે આસક્તિ થાય; માટે વિહારનાં ગમે તેટલાં કષ્ટ સહન કરવાં તે ચર્યા પરિષહ. સારી-નરસી ચીજ માટે રાગદ્વેષ ન કરો, થયેલા ઉપસર્ગ શાંતિથી સહેવા તે નિષદ્યા પરિષહ. મુનિને પોતાના નિવાસ દરમ્યાન સૂવાની પથારી કે જગ્યા સારી ન મળે કે ત્યાં વ્યંતર આદિને ઉપસર્ગ હોય કે કોઈ અન્ય દુખ હોય તે શાંતિથી સહન કરવું તે શવ્યા પરિષહ. કઈ રી, અન્ય ધમી કવચન કહે, નિંદા કરે, ખોટાં આળ ચડાવે વગેરે કરે છતાં તે સમભાવે સહેવાં, સર્વને કમને દોષ માની અન્યને દોષ ન જે તે આક્રોરા પરિષહ, ચોર, બદમાશ આદિ ગુસ્સામાં આવી મુનિને મારે છે કેધ કરે કે વધ કરે, છતાં તેના પ્રત્યે દ્વેષ ન કરતાં સમભાવ રાખે અને પોતાને અવિનાશી જાણ તે સવનું શાંતિથી વેદન કરે તે વધુ પરિષહ, ૨૫. “ઉત્તરાધ્યયનસૂત્ર”, અધ્ય. ૨, પૃ. ૧૩ થી ૨૩. Page #352 -------------------------------------------------------------------------- ________________ હું, અપૂર્વ અવસર - ગોચરી માટે જતી વખતે ખેારાક, ઔષધાદિની યાચના કરવી પડે છે, તે વખતે તેમાં ગ્લાનિ કે શરમ ન રાખતાં, પૂર્વાંની પોતાની સ્થિતિ યાદ કર્યા વિના, યાચવું – અને મળે કે ન મળે તે સમભાવે સહેવું તે યાચના પરિષહ, યાચના કરવા છતાં ઇચ્છિત ન મળે છતાં ખેદ ન કરવા અને સમભાવ રાખવા તે અલાભ પરિષહ શરીરમાં ગમે તેવા રાગ ઉત્પન્ન થાય છતાં તે વિશે મનમાં કલેશ ન આણે, મુનિને લબ્ધિ પ્રગટી હાય છતાં રોગનિવારણ માટે તેના ઉપયેાગ ન કરે, રાગ સમભાવે વેદ તે રાગ ષહ. શરીરની નખળી સ્થિતિમાં ઘાસની પથારી ખૂચે તે પણ શાંતિથી તેને સહે અને મૃદુ પથારીને ઇચ્છે હુ તે તૃણસ્પશ પરિષદ્ધ. અગ્નિ, ધૂળ, પરસેવા આદિથી મેલા થયેલા શરીરને સ્વચ્છ કરવા ઇચ્છે નહિ અને પૂર્વે કરેલી શરીરની સ્વચ્છતા સંભારે પણ નહિ તે મેલ પરિષહ. કોઈ સત્કાર કરે કે ન કરે, બંનેમાંથી કોઈ પણ સ્થિતિમાં ગૌરવ કે ખેઢ ન કરતાં સમભાવ રાખવે। તે સત્કાર પરિષહ. ગમે તેટલું જ્ઞાન હાવા છતાં, મુનિ તેનું અભિમાન ન કરે; ઉપરાંત જ્ઞાનદાન કરતાં કી કટાળે નહિ તે જ્ઞાન પરિષહ. મહેનત કરવા છતાં જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યારે મુનિ ખેદ ન પામતાં વધુ ઉદ્યમી થાય તે અજ્ઞાન પરિષહ. પરમા પ્રાપ્તિમાં વિલંબ થતાં આકુળવ્યાકુળ બનાવે તે દશન પરિષહ. કુદરતી રીતે ઉત્પન્ન થતા આ ૨૨ પરિષહા ગમે તે પરિસ્થિતિમાં સમભાવથી સહે તે સાચા મુનિ. બહુ નુકસાન ન કરે તે હળવા પ્રકારનાં પરિષહ છે, અને પ્રાણઘાતક નીવડે તે “ ધાર પરિષહ ; છે. તે સર્વમાં નિગ્રંથની આત્મસ્થિરતા ટકી ન રહે તે તેનુ પતન થાય; આથી મુનિએ આવેલા પરિષહા આત્મજાગૃતિપૂર્વક જીતવા જેઈ એ. આત્માની વિશુદ્ધિ જેમ જેમ વધતી જાય તેમ તેમ પરિષહની સંખ્યા ઘટતી જાય છે. દશમાથી ખારમા ગુણસ્થાને ૧૪ પ્રકારના પરિષહ સ'ભવે છે, અને ૧૩ તથા ૧૪મા ગુણસ્થાને માત્ર ૧૧ પ્રકારના પરિષહ સંભવે છે. જ્ઞાનાવરણુ, અંતરાય, માહનીય અને વેદનીય કના ઉય જ આ પરિષહના નિમિત્તરૂપ હાય છે. ઉપસર્ગ પરિષહથી જુદા પ્રકારના છે. અન્ય કાઈ જીવ તરફથી મુનિને ઇરાદાપૂર્વક અપાયેલું દુઃખ તે ઉપસ છે. દેવસ ખંધી, મનુષ્યસંબધી, તિય ચસબધી, અને આત્મસવેદનીય એમ ચાર પ્રકારના ઉપસર્ગ “ ઠાણાંગસૂત્ર ”માં કહ્યા છે.૨૬ આ ચારમાંથી ફાઈના પણ નિમિત્તથી મુનિને થતું દુઃખ તે ઉપસ, 333 દેવસ‘બધી દેવ ચાર કારણથી ઉપસ કરવા પ્રેરાય છે ઃ હાસ્ય કે કુતૂહલથી, પ્રદ્વેષથી, પરીક્ષા કરવા માટે અને વિમાત્રા – આગળનાં ત્રણે કારણુ સાથે હાય તેથી. મનુષ્યસ ખશ્રી – મનુષ્ય પણ હાસ્યથી, દ્વેષથી, પરીક્ષા માટે કે કુશીલના ખેાધથી ઉપસર્ગ કરે છે. તિય ચસ બધી – તિય``ચ પણ ચાર કારણથી ઉપસર્ગ કરે છે : ભયથી, પૂર્વભવના વૈરથી, આહાર માટે અને પોતાના રહેવાના સ્થળના રક્ષણ અર્થે. આત્મસવેંદનીય – પેાતાના કારણથી ઉત્પન્ન થતા ઉપસર્ગ પણ ચાર કારણથી છેઃ ઘટ્ટન, પ્રપત્તન સ્ત ́ભન અને શ્લેષણ. આંગળી આદિ ઉપાંગના ઘસવાથી થતા આંખમાં ધૂળ પડવી, આંખ ચેાળવી ઇત્યાદિથી થતા ઉપસર્ગ તે ૨૬. “ઠાણાંગસૂત્ર ”, અધ્ય ૫, ઉદ્દેશ ૧, ગાથા ૪૦૯. tr Page #353 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ ઘટ્ટન ઉપસર્ગ છે. યના વિના ચાલવાથી પડી જતાં લાગી જાય વગેરે અપત્તન ઉપસર્ગ છે હાથ, પગ વગેરે અવયવો શૂન્ય બની જતાં જે દુઃખ થાય તે સ્તંભન ઉપસર્ગ છે. અને આંગળી વગેરે અવયવ ચેટી જવાથી કે વાત, કફ, પિત્ત અને સન્નિપાતથી થતા ઉપસર્ગ તે શ્લેષણ છે. આ બધા ઉપસર્ગ સહન કરતી વખતે મુનિને ઉપસર્ગકર્તા પ્રત્યે દ્વેષ નહીં પણ કરુણા આવે કે ઉપસર્ગકર્તાને કેટલાં કર્મના બંધ થાય છે! જીવલેણ નીવડે તેવા પરિષહ કે ઉપસર્ગ સમભાવે સહેવા તે સહેલી વાત નથી. મહાન પુરુષથી જ તે વખતે આત્મસ્થિરતા જાળવી શકાય. એવી સ્થિરતા મહાવીર પ્રભુ આદિએ જાળવી હતી. તે જાળવવાની ભાવના ભાવનારની પણ કેટલી ઉચ્ચ કક્ષા લેવી જોઈએ ! આ કડીમાં શ્રીમદ્ સ્વરૂપમાં જ રહેવાની, આત્મસ્થિરતા પામવાની ભાવના વ્યક્ત કરી છે; પણ જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રગટ થયું નથી હોતું ત્યાં સુધી “ આત્મસ્થિરતા ”નું સાતત્ય જળવાતું નથી, અને મન, વચન તથા કાયાના યોગ પ્રવર્યા કરે છે. આ આત્મસ્થિરતા ન પ્રવતે ત્યારે પોતાની મુનિ તરીકેની ચર્યા કેવી હોવી જોઈએ તે વિશેની ભાવના શ્રીમદે પાંચમી કડીમાં મૂકી છે – “સંયમના હેતુથી ગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિન આજ્ઞા આધીન જે તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જે.” અપૂર્વ૦ ૫ પોતે શુદ્ધ સ્વરૂપમાં ન પ્રવતી શકે તે સમયના પોતાના પ્રવર્તન વિશેની અભિલાષા વ્યક્ત કરતાં શ્રીમદ્ આ કડીમાં કહે છે કે મન, વચન અને કાયાના ત્રણે ગની પ્રવૃત્તિ, જિનઆજ્ઞા અનુસાર, આત્મસ્વરૂપને લક્ષમાં રાખીને તેમ જ સંયમના કારણે થાય, અને જેમ જેમ આત્મસ્થિરતા વધતી જાય તેમ તેમ ક્ષણે ક્ષણે તે યોગની પ્રવૃત્તિ ઘટતી જાય અને છેવટે આત્મસ્વરૂપમાં લીન થઈ જવાય તે અપૂર્વ અવસર ક્યારે આવશે? પ્રથમ પંક્તિમાં શ્રીમદે મન, વચન અને કાયાના રોગ સંયમના હેતુથી જ પ્રવર્તી તેવી ઈચ્છા કરી છે. સમ એટલે સમ્યફ પ્રકારે, અને યમ એટલે પાંચ મહાવ્રત. સંયમ એટલે અકષાયીપણે પાંચ મહાવ્રતના પાલનમાં અપૂર્વ સ્થિરતા. આ સંયમની ઉત્કૃષ્ટ સ્થિતિ તે સંપૂર્ણ અસંગતા. મુનિ સંયમથી ઉત્કૃષ્ટ સ્થિતિએ પહોંચવા માટે જ સતત મન, વચન અને કાયાના યોગથી પ્રયત્નશીલ હોય છે. અર્થાત તેઓ યોગથી આત્મસ્વરૂપમાં લીન રહેવા માટે સતત પુરુષાથી રહે છે, કારણ કે પૂ. સંતબાલજી લખે છે તેમ – જેટલે અંશે સંયમ તેટલે અંશે વિવેક તો હોય જ. વિવેક અને વિચાર વિના જ્ઞાન ટકે નહિ, અને જ્ઞાન વિનાને સંયમ સે ટચનો સંયમ ન ગણાય! એટલે સંયમીને પ્રતિપળે આત્મભાન તો રહે જ.”૨૭ ૨૭. “સિદ્ધિના સોપાન ", પૃ. ૩૦ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂર્વ અવસર ૩૩૫ તેમ છતાં મુનિ જે સમયે શુદ્ધ ભાવમાંથી નીકળે તે સમયે તેઓ શુભભાવમાં આવે છે. કારણ કે પૂ. કાનજીસ્વામી જણાવે છે તેમ – “આત્મસ્થિરતા અને તે સ્થિરતાને પુરુષાર્થ પિતાને સ્વાધીન છે. પણ મન, વચન અને કાયાના રોગનું સ્થિર રહેવું કે પલટાવું તે ઉદયાધીન છે, સર્વથા તે રોગનું પ્રવર્તન ઘટીને અયોગીપણું તો ૧૪મે ગુણસ્થાને થાય છે.”૨૮ મુનિ શુભભાવમાં હોય તે વખતે તેઓ શાસ્ત્રશ્રવણ, શિષ્યાદિને ઉપદેશ, ભક્તિ આદિ કાર્ય કરે છે, પણ તેમાં પોતાનું કર્તાપણું માનતા નથી. એટલે કે પોતે જિનઆજ્ઞાનુસાર વર્તે છે તેવી ભાવના સેવે છે, તે બધાં કાર્ય કરવાના ભાવને પણ તેઓ હેય ગણે છે. આ કાર્ય કરવામાં પણ તેમનું લક્ષ તે સ્વસ્વરૂપ પામવાનું જ હોય છે, કારણ કે મુનિશ્રી સંતબાલજી કહે છે તેમ, એવે વખતે તેમને – સંયમને માટે સંયમ નથી. અર્થાત્ સંયમ પોતે સાધ્ય નથી, એ પણ એક સાધન જ છે. સાધ્ય તે સ્વરૂપદશા છે, અને સંયમ એનું સાધન છે. સંયમને સાધનને બદલે સાધ્ય માનવાથી જ આત્મવિકાસ અને વિશ્વપ્રેમના દ્વાર પર જટિલ પડદો પડી જાય છે. ૨૯ આમ મુનિ પોતાનું સ્વરૂપ પામવાનું લક્ષ રાખીને જ કર્મના ઉદય પ્રમાણે જિનમાર્ગે ચાલવાની ઈચ્છા ધરાવે છે. અહીં શ્રીમદ્દ ખૂબીપૂર્વક સઘળે હેતુ એક “સ્વરૂપલક્ષે જિન આજ્ઞા આધીન જે” એ પંક્તિમાં દર્શાવી દીધું છે. - આત્મસ્થિરતામાં ન રહેવાય ત્યારે મુનિ અવસ્થામાં પોતે જિનઆજ્ઞા અનુસાર વર્તવા ઇરછે છે, પણ તેમનું લક્ષ તે સંપૂર્ણ આત્મસ્થિરતા પામવાનું જ છે, તે શ્રીમદે બીજી બે પંક્તિમાં બતાવ્યું છે. મન, વચન અને કાયાના યોગ પ્રત્યેક ક્ષણે ઘટાડતા જઈ અંતમાં નિજ સ્વરૂપમાં લીન થવાની તેમની ભાવના છે. જુઓ – “તે પણ ક્ષણે ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જે.” અપૂર્વ, ૫ “ઉદાસીનતા અને ઉપયોગની તીવ્રતા થાય ત્યારે ક્ષાયિકભાવ અથવા વીતરાગભાવ વેદાય છે. એટલે કે જ્ઞાનમાં જેમ આત્મસ્થિરતા વધતી જાય છે તેમ જિનઆજ્ઞાના આલંબનરૂપ નિમિત્તને વિકલ્પ છૂટી જાય છે. ૩૦ મુનિ આત્મસ્વરૂપમાં સ્થિર રહેવા સતત પ્રયત્નશીલ રહે તે આપણે જોયું. આથી જેમ જેમ તેમના આત્માની નિર્મળતા વધતી જાય છે તેમ તેમ સંયમના હેતુથી થતી યોગની ક્રિયા પ્રત્યેક ક્ષણે ઘટતી જાય છે. ૨૮. “અપૂર્વ અવસર પરનાં પ્રવચને ”, પૃ. ૧૯. (પૃ. કાનજી સ્વામી) ૨૯. “સિદ્ધિનાં સોપાન', પૃ. ૩૨. (મુનિશ્રી સંતબાલજી) ૩૦. “પરમપદ-પ્રાપ્તિની ભાવના ", પૃ. ૮૨. (શ્રી નગીનદાસ શેઠ ) Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રીમદની જીવનસિદ્ધિ “અહીં ક્ષણ ક્ષણ શબ્દ ખાસ અર્થમાં વપરાયેલો છે, કારણ કે આમાં ક્ષપકશ્રેણીની વાત છે. ક્ષપકશ્રેણીમાં સમયે સમયે આત્મવિશુદ્ધિ વધતી જાય છે, એટલે જિન આજ્ઞા અથવા શ્રુતજ્ઞાનનું અવલંબન સમયે સમયે ઘટતું જાય છે તે એટલે સુધી કે તે અવલંબન તદન નાશ પામે છે અને અંતે નિજ સ્વરૂપમાં લીન થાય છે.”૩૧ આ સ્થિતિ ૧૪માં ગુણસ્થાને આવે છે. આમ શ્રીમદ્ અહીં ૭મા ગુણસ્થાનની સ્થિતિ બતાવતાં બતાવતાં ૧૪માં ગુણસ્થાને પહોંચવાની અભિલાષા ખૂબીથી વ્યક્ત કરી દીધી છે. સંયમમાં રહેવાના શ્રીમદના આ અભિલાષ સાથે જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરનો સંયમ “આચારાંગસૂત્ર”ના ભા અધ્યયનના પહેલા ઉદેશની ૮૯ ૧૦ ગાથાઓમાં બતાવ્યા છે તે સરખાવવા જેવો છે. જુઓ – " फरुसाइं दुत्तिइक्वाइं अइयच्चे मुणी परक्कममाणे । आधायनहगीयाई दडजुज्झाई मुछिजुझाई ।।" " गदिमे मिहुंकहासु समयम्मि नाइसुओ विसो अदक्खु । अयाइ सा उरालाइ गच्छइ नायपुरी असरणा||"३२ આ બંને ગાથામાં કઠોર પરિષહ અને મોટાં સંકટે વચ્ચે પણ ભગવાન મહાવીર સંયમમાં દઢ રહેતા હતા તે જણાવ્યું છે. આવી જ સ્થિરતા રાખવાને શ્રીમદને અભિલાષ ચેથી-પાંચમી એ બે કડીમાં જોવા મળે છે. તેમાં બાહ્ય ખરાબ સગે વચ્ચે સંયમ જાળવવાની વાત છે. આ પછીની એટલે કે છઠ્ઠી કડીમાં આંતરિક પ્રમાદ તથા રાગદ્વેષને સીને સંયમ જાળવવાની અભિલાષા શ્રીમદે વ્યક્ત કરી છે. નિર્ચથ મૃન તરીકેના પોતાના આત્મચારિત્રના એક વધુ ઊંચા પગથિયાને લક્ષ આપણને છઠ્ઠી કડીમાં શ્રીમદે કરાવ્યો છે – પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદ ન મળે મનને #ભ જે; દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જે.” અપૂર્વ, ૬ સાધક તરીકે આત્મસ્થિરતા પ્રાપ્ત કરવામાં અંતરાય આ૫નાર પ્રમાદ, વિષયાસક્તિ, પ્રતિબંધ આદિને દૂર કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં આ કડીમાં શ્રીમદ જણાવે છે કે પાંચ ૩૧. “પરમપદ-પ્રાપ્તિની ભાવના", પૃ. ૮૩. ૩૨. “ આચારાંગસૂત્ર', અધ્ય. ૯, ઉ. ૧, ગાથા ૮-૧૦; પૃ. ૯૦. ભાવાર્થ: (૯) વળી ભગવાન, નહિ ખમી શકાય એવા કઠેર પરિષહની કશી દરકાર નહિ કરતા અને લેકથી થતા નૃત્ય કે ગીતમાં રાગ નહિ ધરતા, તથા દંડયુદ્ધ કે મુષ્ટિયુદ્ધની વાત સાંભળી ઉત્સુક નહિ બનતા. ( ૧૦ ) કોઈ વખતે જ્ઞાતપુત્ર ભગવાન, સ્ત્રીઓને પરસ્પરની કામકથામાં તલ્લીન થયેલી જોતા તે ત્યાં રગદેષરહિત મધ્યસ્થપણે રહેતા. એ રીતે એવાં જબરજસ્ત સંકટ પર કશું પણું લક્ષ નહિ આપનાં જ્ઞાતપુત્ર ભગવાન સંયમમાં પ્રવર્યા જતા હતા. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂર્વ અવસર ઈન્દ્રિયના પાંચ વિષમાં રાગદ્વેષરહિતપણું હોય, પાંચ પ્રમાદમાં મનનો ક્ષોભ કે મનની ડામાડોળ સ્થિતિ ન હોય; દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર પ્રકારના પ્રતિબંધ વિના એટલે કે બંધન વિના કર્મના ઉદય પ્રમાણે નિર્લોભપણે વિચારવાનું હોય તેવો અપૂર્વ અવસર ક્યારે આવશે? અહીં આત્મસ્થિરતા પ્રાપ્ત કરવા માટે સાધકે કેળવવા પડતા ગુણોને ખ્યાલ શ્રીમદે આપ્યો છે. તેઓ પોતાના વિચારોની સવિશેષ સ્પષ્ટતા કરતા જતા હોય તેવું અહી જણાય છે, આંખ, કાન, નાક, જીભ અને ત્વચા–એ પાંચ ઈન્દ્રિયના પાંચ વિષય – રૂ૫, શબ્દ, ગંધ, રસ અને સ્પર્શ – પ્રતિ સંપૂર્ણ રાગ કે દ્વેષરહિતપણું પહેલી પંક્તિમાં શ્રીમદે ઈચ્છળ્યું છે. આ પ્રત્યેક વિષયને બે બાજુ છે. કણેન્દ્રિયનો વિષય શબ્દ છે. શબ્દ સાંભળ્યા પછી તે પ્રશંસારૂપ કે નિંદારૂપ લાગે. ચક્ષુરિન્દ્રિયને વિષય રૂ૫ છે, તે સુંદર કે અસુંદર હોય. રસેન્દ્રિયને વિષય રસ છે, તે ખારે, ખાટા, તીખા, મીઠ, તૂરો વગેરે હોઈ શકે. ધ્રાણેન્દ્રિયને વિષય ગંધ છે, તે સુગંધ કે દુગધરૂપ લાગે. અને સ્પર્શેન્દ્રિય વિષય સ્પર્શ છે, તે સુંવાળ, કર્કશ એમ જુદો જુદો હોઈ શકે. આ પાંચ વિષયનાં સારાં રૂપ મળે તે રાગ થાય અને ખરાબ રૂપ મળે તે દ્વેષ થાય તે સામાન્ય જનનો અનુભવ છે. મુનિ અહીં રાગદ્વેષથી અલિપ્ત રહેવા ઇચ્છે છે, કારણ કે રાગદ્વેષના પરિણામે જીવનું બૂરું કરવામાં કશું બાકી રાખ્યું નથી. રાગદ્વેષનાં પરિણામ આવવાથી જીવને બહિરાત્મભાવ થાય છે, તે પોતાનું સ્વરૂપ જ ભૂલી જાય છે, જે તેના ભવભ્રમણનો હેતુ થાય છે. આથી સર્વ વિષયમાં અનાસક્તિ કેળવવાનો પુરુષાર્થ મુનિ કરે છે, કારણ કે શ્રી સંતબાલક જણાવે છે તેમ – વિષયે પોતે દૂષિત નથી, પણ મનમાં રહેલી આસક્તિ જ વિષયોમાં દૂષણ જન્માવે છે અને ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરાવી જીવનમાં દૂષણે વધારે છે. ૩૩ એક ઈન્દ્રિયમાં પણ આસક્તિ હોય તે ઘણી વાર જીવનો નાશ થાય છે, જેમ કે – શિકારીના મધુર શબ્દમાં લોભાઈ હરિણી પ્રાણ ગુમાવે છે. કમળની ગંધ પર આસક્ત થયેલો ભ્રમર તેમાં પુરાઈ હાથીથી ખવાઈ જાય છે. માછીમારની કાંટામાં મૂકેલી વસ્તુ સને લીધે ખાવા જતાં માછલું મરણને શરણ થાય છે. દીવાનું અતિરૂપ જોઈ તે રૂપના મેહમાં પતગિયું પિતાને જાન ગુમાવે છે. તેમ જ બનાવટી હાથણીના સ્પર્શના લોભથી બાજુમાં રહેલા ખાડામાં પડી હાથી પણ મરણ પામે છે. એકાદ વિષયમાં આસક્તિ વધતાં આવા હાલ થાય છે, તે પછી બધા વિષયમાં આસક્તિ સેવનારની શી દશા થાય? આથી જ મુનિ પાંચ પ્રકારના વિષયમાં રાગદ્વેષરહિતપણું ઈચ્છે છે. ૩૩. “સિદ્ધિનાં સોપાન”, પૃ. ૪૪. ૪૩. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શ્રીમદની જીવનસિદ્ધિ વિષયેથી ન ડગનાર અને તેવા પ્રસંગમાં મનને કાબૂમાં રાખનાર સાધકને માટે આત્મસ્થિરતા ડગાવે તેવો એક બીજો શત્રુ છે, તે છે પ્રમાદ. શ્રી કાનજીસ્વામી જણાવે છે તેમ પ્રમાદ એટલે “આત્મસ્વરૂપમાં અનુત્સાહ” અને “આત્મસ્વરૂપમાં ઉત્સાહ અથવા સ્વરૂપમાં સાવધાની તેનું નામ અપ્રમાદ છે. એવી સર્વોત્કૃષ્ટ સાધનદશા – સર્વકાળ સ્થિતિસ્થિરતા – વતે, એવી શુદ્ધ અવસ્થાની એકાગ્રતા જલદી વર્તે એવી અહીં ભાવના છે.”૩૪ મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા –એ પાંચ પ્રમાદના મુખ્ય પ્રકાર છે. ૩૫ મદ– મદ એટલે અભિમાન કે અહંકાર. મદ આઠ પ્રકારના છે? જાતિમદ, કુળમદ, બળમદ, રૂપમદ, તપમદ,વિદ્યામદ (કે જ્ઞાનમદ), લાભમદ અને ઐશ્વર્ય મદ. આમાંથી કોઈ પણ જાતનો મદ આવે તે જીવમાં ઉદ્ધતાઈ, ઉછાંછળાપણું, સ્વછંદ વગેરે આવતાં, પરિણામે કાં તે એ પદ ગુમાવવાનો વખત આવે છે, અને નહિ તે એ પદ સંતોષ આપવાને બદલે અસંતોષ આપનારું થઈ પડે છે. સામાન્ય રીતે જાતિ, કુળ, બળ કે રૂપ જેવાના મદ મુનિને ન આવે, પણ તેમને પિતાના તપ, લબ્ધિ, જ્ઞાન વગેરેની મદ આવવાનો સંભવ રહે છે. તેથી અહીં કોઈ પણ જાતની મદરહિત સ્થિતિ ઈરછી છે. વિષય- પ્રમાદનું બીજું અંગ વિષય છે. અહીં વિષયનો અર્થ કામવિકાર છે. ઉચ્ચ કેટિએ ગયેલા સાધકે ચોથું વ્રત અંગીકાર કર્યું હોય છે, તેથી તેને સ્થળ વિષયપ્રમાદ હોતો નથી, પણ કર્મોદયજન્ય વિષય હોય છે. અને તે પણ ઉપશમરૂપ હોય છે. આત્મસ્થિરતા દઢ ન હોય તે બાહ્ય નિમિત્ત મળતાં પૂર્વે ભગવેલ વિષય યાદ આવી જાય. તેવે પ્રસંગે મનમાં સેંભ પણ ન થાય તેવી ભાવના ભાવી છે. પાંચ પ્રકારના પ્રમાદમાં “વિષય ” એ સૌથી ભયંકર છે. અને એ એક જિતાઈ જાય તે બાકીનાને જીતવા સહેલા પડે છે તે વિશે શ્રીમદે લખ્યું છે કે – એક વિષયને જીતતાં, જિ સ સંસાર; નૃપતિ જીતતાં જીતીએ, દળ, પુર ને અધિકાર.”૩૬ કષાય – કષાય એ પ્રમાદનું ત્રીજુ અંગ છે. અપ્રમત્તદશામાં આગળ વધતો સાધક વિષય પર કાબૂ મેળવે છતાં ૧૨માં ગુણસ્થાને ન પહોંચે ત્યાં સુધી તેને કષાય રહી જાય છે. આથી ઉપશમણીનો સાધક ૧૧માં ગુણસ્થાનેથી અવશ્ય પતન પામે છે. કષાય મુખ્ય ચાર છે : ક્રોધ, માન, માયા, લોભ. તે પ્રત્યેકના ચાર પ્રકારમાંથી પહેલા ત્રણ – અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની એટલે કે ૧૨ કષાયને ક્ષય કે ક્ષયોપશમ ન થાય ત્યાં સુધી ભાવચારિત્ર આવતું નથી. કેઈ ક્ષોપશમી હોય તે, અથવા સંજવલને કોંધ, માન, માયા કે લોભને ઉદય આવે તે વખતે પણ, મનમાં ભ થાય નહિ એવી ભાવના આમાં છે. ૩૪. “અપૂર્વ અવસર પરનાં પ્રવચને”, પૃ. ૨૨. ૩૫. કેટલીક જગ્યાએ પ્રમાદના પાંચમાં પ્રકાર તરીકે “મદ'ને બદલે “ને, ” કે “ મદ્ય ” ગણાય છે, અથવા તો “નિદાને બદલે “ નિંદા ” ગણાય છે. ૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ , પૃ. ૮૨. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂર્વ અવસર નિકા નિદ્રાની તા દરેક દેહધારીને જરૂર છે. શરીર ટકાવવા ઉચિત પ્રમાણમાં નિદ્રા લેવી તે પ્રમાદ નથી, પણ જરૂર કરતાં વધુ નિદ્રા લેવી તે પ્રમાદ છે. કોઈ અશુભ કર્મના ઉદયથી આ જાતના પ્રમાદ આવે તે મુનિ આત્મજાગૃતિ રાખી તે દૂર કરે છે, અને મનને ક્ષેાભ પામવા દેતા નથી. તેવા પ્રમાદથી દૂર રહેવાની અહીં ભાવના છે. વિકથા — પ્રમાઢના પાંચમા પ્રકાર વિકથા છે. સ્ત્રીપુરુષકથા, ભાજનકથા, દેશકથા કે રાજકથા તે વિકથા છે. તે ચારે સ`સારની વૃદ્ધિ કરનાર છે. તેથી મુનિ તેનાથી અલિપ્ત રહે, મુનિને સ્થૂળ વિકથા હાવાના સંભવ આ હાય છે. પણ અન્ય મુનિ વિશે વિકથા કરવાના, તેના વિશે તે હલકા છે તેવા ખ્યાલ થવાના સંભવ સૂક્ષ્મતાએ રહે છે. આવી કાઈ પણ જાતની વિક્થામાં ન પડવાની ભાવના અહી' છે. આત્મસ્થિરતા મેળવવામાં નડતરરૂપ વિષય, પ્રમાદથી અલિપ્ત રહેવાની ભાવના સાથે શ્રીમદું અહીં “ પ્રતિબંધ ”થી પણ મુક્ત રહેવાની અભિલાષા સેવી છે. “ અપૂર્વ અવસર ’ની આ કડીમાં જણાવ્યું છે તેમ પ્રતિબંધ ચાર પ્રકારના છે : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. પ્રતિબધ એટલે આવરણ. દ્રવ્યપ્રતિમધ બાહ્ય કોઈ પદાર્થની જરૂર હાવી તે દ્રવ્યપ્રતિબંધ. નિગ્રંથ મુનિન સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગચારિત્ર સિવાય કોઈ પણ વસ્તુની જરૂર ન હોય. વસ્ત્ર, પુસ્તક, આહાર વગેરેમાંથી કાઈના પણ ગ્રહણ કે અગ્રહણ વિશે' મતાગ્રહ ન હોય. મતાગ્રહ તે પ્રતિબંધ છે. તે વિશે શ્રીમદ્દે લખ્યું છે કે ઃ— ૩૩૯ --- 66 ં પુસ્તક છે તે જ્ઞાનના આરાધનને અર્થ સર્વ પ્રકારના પેાતાના મમત્વભાવરહિત રખાય તે જ આત્મા છે, નહિતર મહાન પ્રતિબધ છે. ” એવુ જ અન્ય દ્રષ્યા વિશે છે.૩૭ ક્ષેત્રપ્રતિખ ધ માન, પૂજા, સત્કાર આદિ મળે તેવા અનુકૂળ ક્ષેત્રમાં જ રહેવુ' કે પ્રતિકૂળ ક્ષેત્રમાં ન જ રહેવુ' તે ક્ષેત્રપ્રતિબંધ છે. અનુકૂળતા-પ્રતિકૂળતા જોયા વિના સમભાવે મુનિએ રહેવુ' જોઈ એ. ક્ષેત્રપ્રતિબ`ધ સમજાવતાં શ્રીમદ્દે લખ્યું છે કે: “આ ક્ષેત્ર આપણું છે અને તે ક્ષેત્ર જાળવવા ચાતુર્માસ ત્યાં રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે તે ક્ષેત્રપ્રતિબંધ છે.’૩૮ - ભાવપ્રતિબધ — શિષ્ય, અનુયાયી વગેરે માટે પ્રીતિ થવી તે ભાવપ્રતિબધ. માન આપે તેના તરફ પ્રીતિ થવી અને અપમાન કરે તેના તરફ અપ્રીતિ થવી તે ભાવપ્રતિબંધ છે. તેનાથી મુનિએ છૂટવુ જોઈ એ. ફાળપ્રતિમ ધ — અમુક ક્ષેત્રમાં અમુક કાળે જ જવું, અન્ય ફાળે ન જવું, તેવી ઈચ્છા તે કાળપ્રતિબ`ધ; જેમ કે અતિશય ઠંડા પ્રદેશમાં શિયાળામાં ન જવુ તે કાળપ્રતિબંધ છે. ૩૭. “ શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૬૪, આંક ૮૩૦. ૩૮. એજન, પૃ. ૩૬૪, આંક ૪૩૦, Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શ્રીસની જીવનિિસદ્ધ આ ચારે પ્રતિબંધ વિશે શ્રી તીથ “કર પ્રભુના અભિપ્રાય જણાવતાં શ્રીમદ્ એક પત્રમાં લખ્યુ છે કેઃ— “ તીર્થંકર દેવ તા એમ કહે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એ ચાર પ્રતિબંધથી જે આત્મા થતા હોય અથવા નિગ્રંથ થવાતું હોય તે તે તીર્થંકરદેવના માર્ગમાં નહિ, પણ સંસારના માર્ગમાં છે, ’૩૯ આથી આ પ્રત્યેક પ્રતિબંધ વિના રહેવાની ઈચ્છા શ્રીમની છે. તેમાં પણ તેઓ ઉદ્દયાધીનપણું તથા વીંતલાભ દશાથી રહેવા ઇચ્છે છે તે તેમણે ચેાથી પક્તિમાં જણાવ્યું છે. અહીં “ ઉદયાધીન ” અને “વીતલેાભ” શબ્દા સપ્રયેાજન યેાજાયેલા છે. 66 વિચરવુ. ઉદયાધીન ” એટલે પૂર્વ પ્રકૃતિના ઉદય આવે તેને વિવેકસહિત જાણી, તેમાં મમત્વ કર્યા વિના સમભાવે વર્તવું, મુનિને સતત વિહાર ચાલતો હોય છે, પણ તે વિહાર મા ક પાછળ માન, પૂજા, સત્કાર આદિના હેતુ ન હેાવા જોઈએ. તેમ જ મુનિની અન્ય સર્વ ક્રિયા પાછળ પણ એવા કાઈ હેતુ નહાવા જોઈએ. બધુ' કર્મના ઉય પ્રમાણે, નીરાગીપણે થવું જોઈએ. પ્રકૃતિના ઉદયને જાણે પણ તે વિશે સમભાવે રહેવુ તે • ઉદયાધીન ’વના કહેવાય. કાઈ પણ કાર્ય ઉદયાધીનપણે થતુ હાય ત્યારે તેમાંથી કેઈ પણ જાતના લાભ લેવાના હેતુ ન હેાય. મુનિ વિહાર કરે, જ્ઞાનદાન કરે કે અન્ય કાઈ કાર્ય કરે ત્યારે તેમાંથી માન, પૂજા, સત્કાર, આદિ કાઈ પણ લાભ લેવાની લેશ પણ ઇચ્છા કર્યા વિના તે કાર્ય કરવું તે વીતલાભ પણે કાર્ય કર્યું. ગણાય. પ્રત્યેક વસ્તુ સયમના જ હેતુથી થવી જોઈએ એવી ભાવના છે. અહીં સ કાર્યામાં “વિચરવા ”ની ક્રિયાને શ્રીમદ્દ મહત્ત્વ આપી “વિચરવું ઉદયાધીન પણ વીતલાલ જો” એમ કહે છે; કારણ કે મુનિને ક્ષેત્ર પ્રતિ આસક્તિ થવાના વિશેષ સભવ રહે છે. જ્યાં માન-પૂજાદિ નિમિત્તે મળે, અનુકૂળ વાતાવરણ હોય ત્યાં રહેવાની ઇચ્છા વર્તવાની શકયતા વિશેષ છે. તેથી તે જગ્યાએ શ્રીમદ્દે ઉદયાધીન અને વીતલાભપણે વિચરવાની ભાવના વ્યક્ત કરી છે. પાંચ ઇન્દ્રિયાના નિગ્રહ કરવાથી શા લાભ થાય તે “ઉત્તરાધ્યયનસૂત્ર ”ના ૨૯મા અધ્યયનની ૬૨થી ૬૬ સુધીની ડિકા (પૃ. ૨૬૯)માં સમજાવ્યું છે. તે પરથી અહી સંપૂર્ણ ઇન્દ્રિયજયની ભાવના શ્રીમદ્રે ગાઈ હાય તા તે અસભવિત નથી. એ જ રીતે પ્રમાદરહિત રહેવાની ભાવનામાં તથા પ્રતિબંધરહિત વિચરવાની ભાવનામાં “ આચારાંગસૂત્ર ’ના નવમાં અધ્યયનના બીજા ઉદ્દેશમાં વર્ણવાયેવું – વીરપ્રભુનુ` ચરિત્ર નિમિત્ત હોય તેમ લાગે છે. તેમાં મહાવીર પ્રભુ કઈ રીતે પ્રમાદરહિત બનીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવના પ્રતિબ`ધ વિના વિચરતા હતા તેનુ વર્ણન આપેલુ છે.૪૦ 32. · શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૬૪, આંક ૪૩૦, ૪૦. “ આચારાંગસૂત્ર”, અવ્ય. ૯, ગાથા ૪, ૫, ૭ વગેરે, પૃ. ૯૩. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂર્વ અવસર આ કડીમાં, આપણે જોયું તેમ, પાંચ પ્રકારના પ્રમાદમાં કષાયેનું બળ વિશેષ છે, તેને ૧૨મે ગુણસ્થાને પહોંચ્યા વિના સંપૂર્ણ નાશ થતું નથી. અને ઉપશમણી હોય તે સમય આવ્યે તે ઉદયમાં આવી સાધકનું પતન કરાવે છે. આથી આ કષાયોનો નાશ કરવા, તે ઉદયમાં આવે તે તેની સાથે કેમ વર્તવું તે વિશેની પોતાની વિચારણું શ્રીમદે ૭મી કડીમાં આપી છે. અને તે કષાયોને કેટલે અંશે નાશ કરવો તેમણે ઇચ્છે છે તેનું વિર્ણન આપણને ૮મી કડીમાં જોવા મળે છે. આ બંને કડીની ભાવના તેમણે પાળવા ધારેલા ચારિત્રનું એક પાસું છે. જુઓ – કો પ્રત્યે તે વતે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જે; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લાભ પ્રત્યે નહીં લોભ સમાન જે.” અપૂર્વ૦ ૭ કોધ, માન, માયા અને લાભ એ ચાર પ્રકારના કષાયની સંજવલન પ્રકૃતિ ૭મે ગુણસ્થાન વર્તતા સાધકને જીતવાની બાકી હોય છે. તેને જીતવા માટે તેના પ્રત્યે કેવી શૂરવીરતાથી વર્તવું જોઈએ તે વર્ણવતાં શ્રીમદ્ આ કડીમાં કહે છે કે પોતાને થતા કંધ પ્રત્યે જ ક્રોધ વતે, માન પ્રત્યે નમ્રતાનું માન હોય; માયા પ્રત્યે જ્ઞાતાદ્રષ્ટાપણાની – સાક્ષીભાવની – માયા અને લોભ પ્રતિ લેભ કરવા જેવું, એટલે કે લાભનો લોભ કરવા જેવું બીજુ કાંઈ નથી, એટલે કે લેભ ન કર એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? મોહનીય કર્મ તે સંસાર-પરિભ્રમણનું મુખ્ય કારણ છે. મેહનીયના સેવક તરીકે ઈન્દ્રિયાના વિષ, પ્રમાદ આદિ કામ કરે છે, તે જ પ્રમાણે ક્રોધ, માન, માયા, લોભ તેના અનુયાયી તરીકે કાર્ય કરે છે. આ ચારે કષાય ઘણુ બળવાન છે. ૭મે ગુણસ્થાને વર્તતા નિગ્રંથ મુનિને આ ચારે કષાયની અનંતાનુબંધી પ્રકૃતિનો ક્ષય મુખ્યતાએ હોય છે. કોઈકને જ તેને પશમ હોય છે. બાકીની ૩ પ્રકૃતિનો ક્ષયોપશમ હોય છે. બાકી રહેલ કષાયને જીતવાના ઉપાય અહી બતાવાય છે. અલબત્ત, એ ઉપાય તીવ્ર કષાયને નાશ કરવા માટે પણ એટલો જ ઉપયોગી છે, તે વિચારતાં જણાશે. મોહનીય કર્મની પ્રકૃતિરૂપ આ ચાર કષાયને ઉપશમથી, ક્ષયપશમથી કે ક્ષયથી જીતી શકાય છે. ઉપશમ એટલે ઉદયમાં આવેલી તથા ઉદયમાં ન આવેલી પ્રકૃતિને પ્રદેશ તથા રસથી સમાવી દેવી. ઉપશમમાં નિમિત્ત ન મળે ત્યાં સુધી આત્મા શુદ્ધ રહે છે, પણ નિમિત્ત મળતાં આત્માની સ્થિરતા ડહેળાઈ જવાના ઘણે સંભવ રહે છે. ક્ષાપશમ એટલે ઉદયમાં આવેલી પ્રકૃતિને ક્ષય અને ઉદયમાં ન આવેલી પ્રકૃતિને ઉપશમ. અહીં આત્માની સંપૂર્ણ જીત હેતી નથી. અને ક્ષય એટલે કષાયને સંપૂર્ણ નાશ. તે પછી તે કદી પણ ઉદયમાં આવી શકતો નથી. ત્યાં આત્માની સંપૂર્ણ જીત છે. આ ચારે કષાયને જીતવાના ઉપાય શ્રીમદ્ આ કડીમાં બતાવ્યો છે. જલદી અસર કરનાર અને જલદી નાશ પામે તે કષાય તે ક્રોધ છે. ચારે કષાયમાં સહેલાઈથી જીતી Page #361 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ શકાય તેવો કષાય કોધ હોવાથી શ્રીમદે સૌપ્રથમ તેને નાશ કરવા ઈચ્છો છે. માણસનું જ્યારે કે કંઈ ધાર્યું ન થાય. કઈ પ્રતિકાળ અને ત્યારે તેને તરત જ ક્રોધ આવે છે. આ કોઈ અન્ય વ્યક્તિને બળે તે પહેલાં તે તે કોધ કરનારને જ બાળે છે. તેથી તેનો નાશ કર ચગ્ય છે. તેનો નાશ કરવાના ઉપાય કરોધના ઉદય” પ્રતિ જ “ ક્રોધ કરવો ” તે છે. એમ કઈ રીતે થઈ શકે તે સમજાવતાં શ્રીમદ્ ઉપદેશ-નોંધમાં જણાવ્યું છે કે – કોધાદિ કષાયના ઉદય થાય ત્યારે તેની સામા થઈ તેને જણાવવું કે તે અનાદિકાળથી મને હેરાન કરેલ છે. હવે હું એમ તારું બળ નહિ ચાલવા દઉં, હું હવે તારા સામે યુદ્ધ કરવા બેઠા છું.”૮ ૧ કોઇ એ આત્માને સ્વભાવ નહિ પણ વિભાવ છે, તેથી તેને ઉદય આવે ત્યારે તેને પોતાના કર્મનો ઉદય સમજાવાથી તેની સાથે લડવાની શક્તિ સાધકમાં આવે છે. માન એ કોધ કરતાં પણ મહાન શત્રુ છે. એ અનેક પ્રકારે છવમાં પ્રવર્તતું જોવા મળે છે. જીવને પોતાનાં રૂપ, વિદ્યા, જ્ઞાન, સંપત્તિ, ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ આદિનું માન હવા ઉપરાંત “મને માન નથી ”નું માન પણ તેને હોય છે. મુનિ પણ આ માનની જાળમાં ઘણી વખત લપેટાઈ જાય છે. માનથી કેવી હાનિ થાય છે તેનું ઉદાહરણ “સનકુમાર ચક્રવતી ૪૨ તથા “બાહુબળ”૪ ૩ની કથામાં મળે છે. આવા માનને નાશ કરવા માટે ઉપાય “ઢીનપણાનું માન ” સેવવાનો છે. તીર્થંકર પ્રભુનાં રૂપ, ગુણ, જ્ઞાન આદિ પાસે પિતાનાં રૂપ, ગુણ, જ્ઞાન આદિ સિંધુમાં બિંદુ સમાન છે, તેની પ્રતીતિ પિતાનું માન ગાળવા સાધકે રાખવાની હોય છે. શ્રી કાનજીસ્વામી જણાવે છે તેમ :– સાધકને પૂર્ણ શુદ્ધ પરમાત્મસ્વરૂપની પ્રતીતિ અંતરમાં વતે છે, તેથી જાણે છે કે મારી વર્તમાન દશામાં હજુ અસ્થિસ્તાની નબળાઈને લીધે, હું પામર છું, એટલે કે પૂર્ણ સ્વરૂપને દાસાનુદાસ છું એવો વિવેક હોવાથી વીતરાગી પુરુષનું બહુમાન કરે છે. પરમાથે પોતાના સ્વરૂપની તે ભક્તિ છે. મારો પૂર્ણ સ્વભાવ હજ ઊઘડ નથી માટે અભિમાન કેમ કરું? એમ જાણતો કે તે સ્વરૂપની મર્યાદામાં વર્તે છે.”૪૪ શ્રી તીર્થકર પ્રભુની મહાનતા પાસે પોતાની પામરતા વિચારવી એ જ માન ગાળવાને શ્રેષ્ઠ ઉપાય છે. માયા એ કોધ તથા માન કરતાં પણ વધુ સૂક્ષ્મ છે, પોતામાં માયા પ્રવેશી છે તેને ખ્યાલ પણ કેટલીક વાર જીવને આવતો નથી. કોઈ પણ જાતનો લાભ લેવા માટે, મનમાં હોય તેથી વિરુદ્ધ બોલવું કે આચરવું તે માયા કહેવાય છે. મન, વચન અને કાયાની એક્તા ન હોય ત્યાં માયાને પ્રવેશ સિદ્ધ થાય છે. પોતાની ભૂલ કોઈ ન જાણે, અને જાણે ૪૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૭૮. ૪૨. “મોક્ષમાળા”, પાડ ૭૧-૭૧. ૪૩. એજન, પાઠ ૧૭. ૪૪. “અપૂર્વ અવસાર પરનાં પ્રવચને', વૃત્તિ ૨, પૃ. ૨૬. Page #362 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂર્વ અવસર તો ઘણું નાના સ્વરૂપમાં જાણે તેવી જાતની ઈચ્છા પણ માયાને લીધે થાય છે. આમ માયા એ આત્માનો વિભાવ છે અને તેના થકી બીજા કેટલાયે દુર્ગણે આત્મામાં પ્રવેશે છે, તેથી માયાનો નાશ કરવો ઉચિત છે. માયાને નાશ કરવાને સૌથી અસરકારક ઉપાય તેની સામે સાક્ષીભાવે –– ઉપેક્ષાવૃત્તિથી રહેવું તે છે. માયા થાય તે તેને કેઈ જાતનું મહત્ત્વ ન આપવું, અંતે થાકીને તે નાશ પામશે. માયા સામે નિષ્કપટપણું તથા સરળપણું સાક્ષીભાવે અજમાવવાની શ્રીમદની નેમ છે. ચોથે કષાય તે લોભ છે. તે સૌથી સૂકમ અને સૌથી ચીકણે એટલે કે સૌ પહેલાં પ્રવેશે અને સૌની અંતે જાય તેવો આ કષાય છે. સૂક્ષ્મ લેભ તો દશમા ગુણસ્થાન સુધી પ્રવર્તે છે. લોભમાંથી બીજા કષાયની પણ વૃદ્ધિ થાય છે. એક સંસ્કૃત સુભાષિત છે કે – “ રોમરોધઃ પ્રમવતિ, ઢોમારા ઘનાયતે | ચોમાન્નોર્થ નાહ્ય, ટોમ: વાવ પામ્ ! ” અહી જણાવ્યા પ્રમાણે લોભ એ જ સર્વ અનર્થનું મૂળ છે. સંસારીઓમાં તો લાભ પ્રત્યક્ષ જ છે. પોતાની ગણાતી વસ્તુ અન્યને આપવામાં થતે સંકેચ તેને લોભ બતાવે છે. મુનિ એ રીતે અપરિગ્રહી હોય છે, છતાં પુસ્તક મેળવવાનો, શિષ્ય વધારવાનો, કીતિ પ્રાપ્ત કરવાનો, લબ્ધિ મેળવવાનો એ વગેરે પ્રકારનો લોભ તો મુનિઓમાં પણ સંભવે છે. નિગ્રંથ મુનિ આ લોભથી બચવા સર્વથા પ્રયત્નશીલ હોય છે. તેમને સ્થળ મોહ તો હોતું નથી, પણ તેઓ સૂક્ષ્મ મેહથી પણ દૂર રહેવા મથતા હોય છે. લોભથી બચવા તેઓ લેભ જ લાભ કરે છે. લોભને જીતવા માટે લેભનો લોભ કરવા જેવો બીજો એકે ઉત્તમ ઉપાય નથી. લોભને લોભ કરો એટલે લોભ વાપરવામાં કંજુસાઈ કરવી, અર્થાત્ લભ ન કરો. આમ મુનિ લેભની સામે ત્યાગથી વર્તે છે. લોભને તો દૂરથી જ આવતે ભાળી તેનો નાશ કરવા તેઓ પ્રયત્નશીલ રહે છે. તેઓ ત્યાગ દ્વારા લેભને પ્રવેશવાનો અવકાશ જ આવવા દેતા નથી. આમ શ્રીમદ્દે કોધ, માન, માયા અને લેભની દુર્જય પ્રકૃતિને જીતવાનો માર્ગ આ કડીમાં બતાવ્યા છે. તેમ કરવામાં તેમણે “દશવૈકાલિકસૂત્ર”ની નીચેની ગાથાનો આધાર લીધો જણાય છે – વમળ ને ક્રોઢ' માળ નવા f .. = ગવમાન રોમંસંતોનો ઉકળે ! ”૪૫ ઉપશમથી ક્રોધને હણ, નમ્રતાથી માનને જીતે, સરળતાથી માયાને દૂર કરે અને સતેષથી લોભને જીતે, એમ કહી ઉપશમ, નમ્રતા, સરળતા અને સંતેષને કોધ, માન, માયા અને લોભને જીતવાના ઉપાય તરીકે આ કડીમાં બતાવેલ છે. શ્રીમદે પણ આ જ સાધન ઉપરની કડીમાં દર્શાવેલાં આપણે જોઈ શકીશું. ૪૫. “દશવૈકાલિકસૂત્ર”, અધ્ય. ૮, ગાથા ૩૯, પૃ. ૧૧૧. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શ્રીમદની જનસિદ્ધિ આ ચારે કષાયને કેટલે અંશે નાશ કરવો તે વિશે શ્રીમદે લખ્યું છે કે – બહુ ઉપસર્તા પ્રત્યે પણ ક્રોધ નહિ, 'વંદે ચક્રિ તથાપિ ન મળે માન ; દહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહિ છે પ્રબળ સિદ્ધિ નિદાન જે.” અપૂર્વ, ૮ પ્રાણઘાતક ઉપસર્ગ આપનાર પ્રતિ પણ ક્રોધ ન આવે, છ ખંડના ધણી ચક્રવતી વંદન કરવા આવે તો પણ માન ન થાય, દેહને નાશ થતો હોય છતાં પણ માયાને આશ્રય લેવાની એક રુવાડે પણ વૃત્તિ ન થાય, અને પ્રબળ સિદ્ધિ તથા લબ્ધિ પ્રાપ્ત થઈ હોય છતાં તેને ઉપયોગ કરવાનો ક્યારેય લોભ ન થાય—એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? અહીં પ્રત્યેક કષાયની અંતિમ કક્ષા દર્શાવી, તે સ્થિતિમાં પણ કષાયને ઉદભવ ન થવો જોઈએ તેવી ઉત્કૃષ્ટ ભાવ અને દ્રવ્ય ચારિત્ર પાળવાની ભાવના શ્રીમદે બતાવી છે. સામાન્ય કારણે કોઈ ન આવે તેટલી જીત તે ઘણું જીવની થઈ હોય છે. પણ ઘણા મોટા કે તીવ્ર, પ્રાણઘાતક નીવડે તેવા ઉપસર્ગ કરનાર પ્રતિ રેલ ન આવે અને સમભાવ જ રહે તેવી ભાવના શ્રીમદે અહીં વ્યક્ત કરી છે. નિગ્રંથ મુનિ જાણે છે કે – અશુભ કર્મનો ઉદય ન હોય તે કઈ પણ વ્યક્તિ દુઃખ આપવા સમર્થ નથી. અસાતા વેદનીયને ઉદય આવે ત્યારે તે ફળ આપી ખરી જાય છે, તે કંઈ સ્થાયી રહેતું નથી. અને તેનાથી કંઈ જ્ઞાનગુણને હાનિ થતી નથી.”૪૬ આ જાતની ઉત્તમ સમજણથી મુનિ કોઈ પ્રતિ ક્રોધ ન કરતાં ક્ષમાભાવ રાખે છે. આવી ઉત્તમ ક્ષમાનું ઉદાહરણ “ગજસુકુમાર મુનિ”નું કથાનક છે.૪૭, કઈ પણ વ્યક્તિ છે પણ માન આપે ત્યાં જીવને માનભાવ થતો જોવાય છે. ત્યારે અહી તે શ્રીમદે ચક્રવતી જેવી સંસારની સર્વોત્તમ મનાતી વ્યક્તિ વંદન કરવા આવે તે પણ માન ન થવું જોઈએ તેવી ભાવના ભાવી છે. ચક્રવતી છ ખંડની ધરતીના ધણી, ૯૬ કરોડ પાયદળના સ્વામી, ૬૪૦૦૦ રાણું અને ૧૪ રત્ન તથા ૯ નિધિના ભક્તા હેવા ઉપરાંત પોતાનું રૂપ વિકુવી શકવાની શક્તિવાળા હોય છે. આવા અઢળક સંપત્તિ અને સામર્થ્યવાળા પણ જ્યારે મુનિને મહાન ગણી વંદન કરવા આવે ત્યારે પણ મુનિ આત્માની અનત શક્તિ વિચારી ચક્રવતીને મળેલા પુદગલના વૈભવથી જરા પણ અંજાયા વિના માનથી દૂર રહી શકે, તેટલી હદ સુધી માનને પરાજય કરવાની ભાવના શ્રીમદે અહી વ્યક્ત કરી છે. ક્રોધ અને માનની જેમ માયાને પરાભવ કરવાની અભિલાષા પણ શ્રીમદ્ સેવી છે. કઈ પણ જીવ કે પદાર્થ પ્રતિ રાગ કે દ્વેષાદિને ભાવ ન રાખતાં સમભાવ રાખવાની તેમની ૪. “પરમપદ-પ્રાપ્તિની ભાવના", પૃ, ૧૦. ૪૭. “મોક્ષમાળા”, પાઠ ૪૩. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂર્વ અવસર ૩૪૫ મનોકામના છે. પિતાના દેહ પ્રત્યે પણ માયા ન રાખવાનો એમનો નિર્ધાર અહીં જણાય છે દેહ આદિ મારાં નથી, હું શુદ્ધ ચૈતન્યમય, અવિનાશી આત્મા છું, દેહનાશથી મને કશું નુકસાન થવાનું નથી – એવી જાતની ચિંતવના કે ભાવના દ્વારા મુનિ ધર્મને અથે દેહને પણ જતા કરી દે છે, અને તેમાં જરાય રાગ કરતા નથી, કારણ કે સૂક્ષમ રાગ પણ જીવને આડે આવે છે. ગૌતમસ્વામીને મહાવીર પ્રભુ પર સૂફમ રાગ તેમના કેવળજ્ઞાનને પ્રગટ થવા દેતો નહોતે એ ઉદાહરણ શ્રીમદ્ “મોક્ષમાળામાં આપ્યું છે.૪૮ ધર્મને માટે દેહ જત કરનાર, તેમાં મમત્વપણું ન કરનાર સુદર્શન શેઠ૮૯ જેટલો માયાત્યાગ કરવાની અહી ભાવના છે. કોધ, માન, માયા વગેરેથી છૂટનાર જીવ કેટલીક વખત લોભથી છૂટી શકતો નથી. સાતમે ગુણસ્થાને પહોંચેલા મુનિ શિષ્ય, પુસ્તક, માન આદિ બાહ્ય રાગથી મુક્ત હોય છે, તેથી તપ, ચારિત્ર આદિના પ્રભાવથી નિગ્રંથ મુનિને કેટલીક લબ્ધિઓ પ્રગટે છે. આ લબ્ધિ ઘણા પ્રકારની હોઈ શકે છે, જેમ કે – ઘૂંક ઔષધરૂપ થાય, નાક, કાન, આદિને મેલ ઔષધરૂપ થાય, શરીર વિકુવી શકે, શરીરને હલકું, ભારે, નાનું કે મેટુ બનાવી શકે, – વગેરે પ્રકારની લબ્ધિ હોય છે. મુનિએ એ લબ્ધિ પોતાના આત્માના વિકાસ અથે અંતરમાં શમાવી દેવાની હોય છે. પણ જે સાવધ ન રહેતાં, કોઈને કોઈ કારણે મુનિ તેનો ઉપયોગ કરવા લાગે તો તેમાંથી મુનિનું ચારિત્ર શિથિલ બનતાં આધ્યાત્મિક પતન થાય છે. પિતાને પ્રગટેલી લબ્ધિથી ઉપસર્ગ, પરિષહ કે રોગાદિનો પરાભવ કરવાની ઈચ્છા મુનિએ ન રાખવી જોઈએ, અને પ્રાપ્ત કર્મોદય સમભાવે વેદવો જોઈએ. જે તેમ ન કરતાં કેઈ કારણે લબ્ધિને ઉપયોગ કરવાનો વિકલ્પ મુનિને આવે તો લોભ ત્યાં પ્રવેશી ગયા છે તે નિશ્ચિત થાય છે. આવા લોભને પ્રવેશવા ન દેવાની ભાવના અહીં વ્યક્ત થયેલી છે. આવું નિર્લોભાણાનું ઉદાહરણ શ્રી સનકુમાર ચક્રવતીનું છે. તેઓ જ્યારે મુનિરૂપે વિચરતા હતા ત્યારે તેમનો દહ ખૂબ રોગિષ્ઠ બન્યું હતું, તે વખતે લબ્ધિથી રોગને નાશ કરવાની તેમની શક્તિ હવા છતાં તેમણે તેનો ઉપયોગ ન કરતાં રેગથી દેહનો નાશ થવા દીધું હતું.પ૦ આમ શ્રીમદે આ કડીમાં ક્રોધ, માન, માયા અને લેભ એ ચારે કષાયનો નાશ ઇચ્છો છે. આ કડી વિશે શ્રી કાનજીસ્વામી જણાવે છે કે – - “સ્વરૂપની યથાર્થ જાગૃતિના ભાવ વડે અપૂર્ણતાના આ સંદેશા છે. અંતરંગમાં આત્મબળનું જોડાણ સ્થિરતામાં અધિકપણે વતે છે, અને વીતરાગ સ્વભાવને સિદ્ધ કરીને તે રૂપ થવાની ભાવના અહીં ભાવે છે. એમના નિઃશંક અભિપ્રાયમાં ભવને અભાવ દેખાય છે.”૫૧ આ કડીની પહેલી બે પંક્તિઓ – ૪૮-૪૯-૫૦ “મોક્ષમાળા , પાઠ ૪૪. અને ઉ. અને ૭૦. ૫૧. “ અપૂર્વ અવસર પરનાં પ્રવચને ”, પૃ. ૪૩. Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી જીવનસિદ્ધિ બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ કોઈ નહિ, વદ ચકિ તથાપિ ન મળે માન જે” અપૂર્વ – માં “ઉત્તરાધ્યનસૂત્ર”ની નીચેની બે ગાથાઓની છાયા જણાય છે. જુઓ – "ण संतसे न वारेज्जा मण पि ण पओस । ___ उवेहे णो हणे पाणे भुजते मंससाणियं ॥" "अभिवायणमभुटूठाणं सामी कुज्जा णि मंतणं । તારું પરિવર્તિ જ તેસિ વીદ મળો 1 ”૫ ૨ પહેલી ગાથામાં પ્રાણઘાતક ઉપસર્ગ કરનાર પ્રતિ – રક્ત, માંસ ચૂસનાર પ્રાણ પ્રતિ – મુનિ દ્વેષ ન કરતાં સમભાવ રાખે એમ જણાવ્યું છે. અને બીજી ગાથામાં રાજા, શ્રીમંત આદિ પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ કરેલા વંદનથી મુનિ માનભાવ ન આણે તેમ જણાવ્યું છે. આમ આ બંને ગાથાઓએ ૮મી કડીની પહેલી બે પંક્તિઓની પશ્ચાદભૂમિકા રચવાનું કાર્ય કર્યું હોય તેમ જણાય છે. મુનિદશામાં જે પવિત્ર દશા હોય છે તેને નિદેશ શ્રીમદ્ આ તથા આ પછીની કડીમાં કર્યો છે. આ દશા હજુ તેમને પ્રગટી નથી, પણ તે પ્રગટાવવાની તેમની ભાવના છે. આ ઉચ્ચ આદર્શ સેવનારની માનસિક દશા કેટલી ઉચ્ચ હશે તેનો ખ્યાલ અહીં આવે છે. હવે નવમી કડી જોઈએ:– “ નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ છે; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહિ, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જે.” અપૂર્વ, ૯ મુનિની આંતરિક દશાના વર્ણન પછી આ કડીમાં શ્રીમદ્ બાહ્ય લક્ષણે બતાવતાં કહે છે કે, દિગંબરત્વ, કેશલોચન, સ્નાન ન કરવું, દાંત સાફ ન કરવા, તે ઉપરાંત કેશ, રેશમ, નખ કે અંગમાં શૃંગાર ન કરે એ સર્વ નિગ્રંથ મુનિનાં પ્રસિદ્ધ લક્ષણ છે. આવા દ્રવ્ય તેમ જ ભાવ ચારિત્રરૂપ સંયમથી નિગ્રંથપણું સિદ્ધ થાય છે, તેવા નિગ્રંથ થવાનો અવસર ક્યારે આવશે? ચાથીથી આઠમી કડી સુધી નિગ્રંથના આદર્શ ભાવ ચારિત્રનું વર્ણન કર્યા પછી શ્રીમદે આ કડીમાં મુનિના દ્રવ્યચારિત્રનું વર્ણન કર્યું છે. કારણ કે દ્રવ્ય અને ભાવ એ બંને પ્રકારનાં ચારિત્રરૂપી સંયમ આવે ત્યારે જ નિગ્રંથપણું સિદ્ધ થાય છે. દ્રવ્યચારિત્રનું સૌ પહેલું લક્ષણ નગ્નત્વ છે. મુનિને કુટુંબ, પરિવાર, ધન, વૈભવ આદિને મેહ છૂટવા સાથે વસ્ત્રને પણ મોહ છૂટી જાય. મુનિને દહને પણ મોહ છેડવાને પર. “ઉત્તરાધ્યયનસૂત્ર”, અધ્ય. ૨, ગાથા ૧૧ અને ૩૮. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂ અવસર હાવાથી, તેની સુખસગવડ સાચવતી બાહ્ય વસ્તુઓને પરિગ્રહ પણ ન ખપે. તેથી તેઓ નિર્વસ્ત્ર બની જંગલમાં આત્મસ્થિરતામાં રહે. વસ્ત્ર હોય તે તેને સાફ કરવું, બદલવું આદિ સ્થૂળ ક્રિયામાં સમય પસાર થાય, ઉપરાંત વસ્ત્રો વધારે રાખવાને પણ મેહ થાય; ઠંડી માટે, ગરમી માટે એમ ભેદપૂર્વકનાં વસ્ત્ર રાખવાની ઈરછા જન્મ અને તેમાંથી બાહ્ય ભાવમાં પડી જવાનો સંભવ વધે, તેથી મુનિ માટેનો આદર્શ તે નગ્નત્વ જ છે. નગ્નત્વ સહન કરવાની શક્તિ ન હોય તે શક્ય તેટલા ઓછા પરિગ્રહથી ચલાવવાનું શાસ્ત્રમાં વચન છે. મુનિના દ્રવ્યચારિત્રનું બીજું લક્ષણ મુંડભાવ, કેશલોચન છે વાળ એ દહનો શણગાર છે, તે દહની સુંદરતા વધારે છે, તેથી કેશ હોય તે દેહનું મમત્વ વધે અને દેહની કુરૂપતાનો ખ્યાલ ન આવે. આથી મુનિએ કઈ પણ જાતના સાધનોનો ઉપયોગ કર્યા વિના ઊગેલા વાળ હાથથી જ ચૂંટી કાઢવાના હોય છે. મુનિ લોચ કરતી વખતે થતી વેદના સમભાવે સહે. અને દેહ પ્રતિ જરા પણ મમત્વ ભાવ રાખે નહિ; હાથથી લચ કરવાના કારણમાં અચ્યો કે એવા કેઈ સાધનનો પરિગ્રહ ન વધારે, પરિષહ સહેવાની પિતાની દઢતા જાણવી વગેરે હોય છે. શ્રીમદે લખ્યું છે કે – લોચ કરવે શા માટે કહ્યો છે? શરીરની મમતાની તે પરીક્ષા છે. માટે (માથે વાળ) તે મોહ વધવાનું કારણ છે. નાહવાનું મન થાય, અરીસો લેવાનું મન થાય, તેમાં મીઠું જેવાનું મન થાય અને એ ઉપરાંત તેનાં સાધનો માટે ઉપાધિ કરવી પડે. આ કારણથી જ્ઞાનીઓએ લોન્ચ કરવાનું કહ્યું છે.”૫૩ અસ્નાન એ પણ નિગ્રંથ મુનિનું પ્રસિદ્ધ લક્ષણ છે. મુનિને માટે અસ્નાન ઉપયોગી હોવાનાં કેટલાંક કારણે આ પ્રમાણે છે. મુનિને કોઈનું પણ પરાધીનપણું પોસાય નહિ, તેથી સ્નાન નાન કરવા માટેનું અચેત પાણી વહોરી લાવવામાં શ્રાવક પર જે બેજ વધે, તે વધારવા તેઓ ઈચ્છે નહિ, કારણ કે મુનિને તે નછૂટકે જ જોઈએ તેટલી વસ્તુ લાવવાની છૂટ છે. વળી, સ્નાન કરવામાં પાણી ઢોળવાથી થતી સૂક્ષ્મ જીવોની હિંસાથી બચવા પણ અસ્નાન આવશ્યક છે. આ ઉપરાંત મુનિ સતત આત્મસ્થિરતામાં રહેવા મથતા હોય છે, તેથી દેહ તરફ તેમની દષ્ટિ જ હોતી નથી. દહનું રહ્યું હું મમત્વ પણ ટળી જાય તે માટે મુનિ પરસેવે, ધૂળ, આદિથી જામતા મેલ દ્વારા શરીરની અશુચિ પૂર્ણ રૂપે પ્રગટવા દે છે, તેમ કરવામાં અસ્નાન ઘણું સહાયભૂત થાય છે. તેમ છતાં મુમિને દેહ સદાય અશુદ્ધ રહેતું નથી, કારણ કે તાપમાં મેલના થર ખરી પડે છે અને દેહ સ્વચ્છ બને છે. બીજી બાજુ આત્માની નિર્મળતા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ દેહના પરમાણુ બદલાતા જાય છે અને તેની અશુચિ ઘટે છે. એ રીતે પણ ઉચ્ચ ગુણસ્થાનવત મુનિને સ્નાનની આવશ્યક્તા રહેતી નથી. તે વિશે શ્રી નગીનદાસ શેઠ લખે છે કે – જેમ આત્મામાં અશુભ વૃત્તિ રહેતી નથી તેમ શરીરમાં પણ અશુભ પરમાણુ પુદ્ગલા રહેતા નથી. આત્મા શુદ્ધ થતાં શરીરના મુદ્દગલો પણ શુદ્ધ થાય છે. ૫૪ ૫૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૭૨૯. ૫૪. “પરમપદ-પ્રાપ્તિની ભાવના", પૃ. ૧૫૪. Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની જીવનસિદ્ધિ દાંત સાફ ન કરવા તે પણ ઉપર જોયાં તેવાં કારણેાથી મુનિના ચારિત્રનું એક લક્ષણ ગણાયું છે. મુનિને સ્વાદ પર તે ખૂબ જ કાબૂ હોય છે. અને મિતાહારી મુનિને સ્વાદરહિત ખેારાક ખાવાથી દાંતની ખરાબી પણ ઓછી થાય છે, તેથી પણ દાંત સાફ કરવાની આવશ્યકતા મુનિને ઘટી જાય છે. ૩૪. ૮ અનુંતધાવન ” શબ્દ પછી આદિ” શબ્દ મૂકીને શ્રીમદ્રે એમ સૂચવ્યુ છે કે આવાં બીજા લક્ષણા દ્રવ્યચારિત્રનાં છે, જે જગતમાં પ્રસિદ્ધ છે. તેમાં આ ચાર લક્ષણા મુખ્ય છે; ત્રીજી પક્તિમાં મુનિઅવસ્થામાં કેશ, રામ, નખ કે અંગ પર શૃંગાર ન કરવાની ભાવના શ્રીમદ્દે ભાવી છે, કારણ કે તેમ કરવાથી દેહ પરના માહભાવ આછેશ થાય છે. તેથી મુનિને કાઈ પણ પ્રકારના શૃંગાર નિષિદ્ધ છે. જેના આત્મા પવિત્ર છે, તેના દેહ પણ સ્નાન કે શૃંગાર વિના પવિત્ર છે. દ્રવ્ય તથા ભાવથી સયમમાં સ્થિર રહેવાની ભાવના શ્રીમદ્દે ચેાથી પક્તિમાં ભાવી છે. તે વિશે પૂ. સતખાલજી લખે છે કેઃ-~ 66 દ્રવ્ય અને ભાવ, વ્યવહાર અને નિશ્ચય એ એક જ સિક્કાની બે બાજુએ છે, એક જ ફુવારાની બે ધારાઓ છે. દ્રવ્ય ન હોય ત્યાં ભાવ હોય જ નહિ, અને ભાવ હાય ત્યાં દ્રવ્ય છે જ એમ નિશ્ચયે જાણવુ. ૫૫ શ્રીમદ્દે આ કડીમાં જણાવેલાં મુનિનાં દ્રવ્યલક્ષણ્ણાના અનુસંધાનમાં શ્રી કાનજીસ્વામી જણાવે છે કે : “ પરમ પવિત્ર પુરુષા આ વીતરાગ સાધક દશાની ભૂમિકામાં કવા હોઈ શકે, તેના ગંભીર આશય સમજવાની પાત્રતા થયે જીવને તેનાં બધાં પડખાં વિરોધ હત સમજાય છે. ૫૬ મુનિએ પાળવા યાગ્ય દ્રવ્યચારિત્રનાં જે લક્ષણા શ્રીમદ્દે દર્શાવ્યાં છે, તે બધાં મહાવીરપ્રભુ પાળતા હતા તેવા ઉલ્લેખ “આચારાંગસૂત્ર”માં મળે છે. તે પરથી અનુમાન કરી શકાય કે વીરપ્રભુના ચારિત્ર પરથી શ્રીમદ્દે આ લક્ષણા સ્વીકાર્યાં હાય, કારણ કે શ્રીમદ્રે પોતે જ તે લક્ષણાને “ પરમ પ્રસિદ્ધ ” ગણાવ્યાં છે, જુએ 4. सोहण च वमण ૨. ગાયમા સાદુ न से कप्पे द' तपक्खाणं ૫૫. “ સિદ્ધિનાં સેાપાન '', પૃ. ૯૧. ૫૬. “ અપૂર્વ અવસર પરનાં પ્રવચને '', પૃ. ૫૪. “ આચારાંગસૂત્ર', અધ્ય. ૯, ઉ. ૪, ગાથા ૨. ૫૭. અહી જણાવ્યા પ્રમાણે, વળી તે આખા શરીરને અશુચિમય જાણીને જુલાબ, વમન, તૈલાભ્ય ગન, સ્નાન, સબાધન અને દાતણ પણ નહાતા કરતા. — સબળ | परिणाओ || "५७ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૧. અપૂર્વ અવસર દ્રવ્ય તથા ભાવ એ બંને પ્રકારનાં ચારિત્રના પાલન દ્વારા સાચા નિર્ચથપણુને પ્રાપ્ત કરવાની અભિલાષા નવમી કડીમાં વ્યક્ત કર્યા પછી ૧૦ મી કડીમાં શ્રીમદ્દ એ બતાવે છે કે તે ચારિત્રપ્રાપ્તિથી મુનિને કેવા ભાવ વર્તે – શત્રુ મિત્ર પ્રત્યે વતે સમદર્શિતા, માન અમાન વતે તે જ સ્વભાવ જે; જીવિત કે મરણે નહિ ન્યૂનાધિકતા, ભવક્ષે પણ વતે શુદ્ધ સ્વભાવ જે.” અપૂર્વ, ૧૦ શુદ્ધ નિર્ચ“થપણું પ્રાપ્ત થયા પછી મુનિની દશા કેવી હોય તે આ કડીમાં શ્રીમદ વર્ણવે છે કે શત્રુ અને મિત્ર બંને તરફ સમભાવ હાય, પિતાને મળતાં માન કે અપમાન વિશે પણ તેવો જ ભાવ રહે, જીવન કે મરણમાં ન્યૂન કે અધિકપણું ન હોય, અને ભવ તથા મોક્ષ પ્રતિ એકસરખે શુદ્ધ ભાવ પ્રવર્તે એવા અપૂર્વ અવસર કયારે આવશે? - શત્ર તેમ જ મિત્ર બંને તરફ સમાનભાવ હોય તેવી ભાવના શ્રીમદે પહેલી પંક્તિમાં ભાવી છે. અધ્યાત્મની આટલી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા પછી શત્રુ કઈ રીતે સંભવે તે પ્રશ્ન થાય. તેનું સમાધાન એમ કરી શકાય કે મુનિને વર્તમાન દશામાં કોઈ પ્રત્યે દ્વેષભાવ ન પૂર્વજન્મમાં કોઈ સાથે વૈરભાવના સંબંધ બંધાયા હોય તેના ઉદય વર્તમાનમાં આવે તેમ બને. તેવા શત્રુનો અહીં ઉલ્લેખ છે. આ વિશેનું પ્રસિદ્ધ ઉદાહરણ મહાવીર પ્રભુ અને તેમના શિષ્ય શાલકનું છે. મહાવીર સ્વામી પાસેથી લબ્ધિ મેળવ્યા પછી શાલકે તેના ઉપયોગ ભગવાન મહાવીરના બે શિષ્યોને બાળવામાં કર્યો. તે વખતે પિતાની પાસે શક્તિ હોવા છતાં પ્રભુએ તે શિષ્યને બચાવવા કે શાલકને બાળવાનો પ્રયત્ન ન કર્યો અને તેઓ સમભાવે રહ્યા. શિષ્યનું રક્ષણ કરવા સાથે ગોશાલકનું રક્ષણ કરવું તેમને કર્તવ્ય લાગ્યું, જે શક્ય ન હતું, તેથી શત્રુ અને મિત્ર બંને પ્રતિ તેઓ સમભાવમાં રહ્યા. શત્રુ બનેલ શિષ્ય વિશે પણ લેશમાત્ર ઊણે ભાવ ન આવે તે દશા વર્ણનાતીત છે, અકથ્ય છે ! તેવી દશાની પ્રાપ્તિની આ ભાવના છે. માન મળે કે અપમાન મળે તે બંને સ્થિતિમાં મુનિને એકસરખે જ ભાવ રહે, ભાવપલટે ન આવતાં આત્મભાવમાં જ સ્થિર રહે તેવી ભાવના ઢીમ અહીં વ્યક્ત કરી છે. જીવન અને મરણની બાબતમાં પણ મુનિ એ જ સમભાવ રાખે. તેમને જીવન લાંબું હોય તો હર્ષ, અને ટૂંકું હોય તે ખેદ ન થાય. પુદ્ગલનું બનેલું શરીર કર્મના ભગવટા માટે મળેલ છે, તેમ જાણી શરીરની પ્રાપ્તિ કે નાશને પુદ્ગલધર્મ માની સમભાવે વદે. એક કાળે શરીરને અવશ્ય વિયોગ જાણું ગમે તે સ્થિતિમાં સમભાવે રહેવાની ભાવના શ્રીમદે અહીં ભાવી છે. શત્રુ-મિત્ર, માન-અપમાન, જીવન-મરણ આદિમાં વર્તતા સમભાવ મુનિન એટલે સહજ હોવા જોઈએ કે તેને ભવ હોય કે મોક્ષ હાય તે વિશે પણ સમભાવ જ રહે. મુનિની મોક્ષ મેળવવાની આકાંક્ષા પણ તૂટી જવી જોઈએ. સાતમે ગુણસ્થાને તેમને આત્માની એવી Page #369 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની અવનસિદ્ધિ શુદ્ધતા પ્રવર્તતી હોય છે કે તેમને મેક્ષને વિકલ્પ પણ છૂટી જાય છે, અને આત્મભાવમાં જ તેઓ સ્થિર રહે છે. તે વખતે મુનિ મોક્ષને આનંદ માણતા હોવાથી તેમને ભવને ખેદ રહેતો નથી. વળી ઘાતી કર્મોનો નાશ કરવામાં જ સતત પ્રવૃત્તિશીલ રહેતા મુનિને ભવ કે મેક્ષ પ્રતિ લક્ષ ન રહેતાં સમભાવ જ રહે છે. ભવ કે મોક્ષની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં સૂક્ષમ રાગ તથા ઢેષ રહેલાં છે, અને રાગદ્વેષ ઉપર તે સંપૂર્ણ જય મેળવવા મુનિ છે છે; તે કારણે પણ તેઓ સમભાવે વર્તે છે. શ્રીમદે આ કડીમાં વિવિધ સ્વરૂપે ઇરછેલા સમભાવ વિશે શ્રી સંતબાલજી યોગ્ય જ લખે છે કે – " “આ આખી કડીમાં સમભાવની પરાકાષ્ઠા જ બતાવવાની છે. એમ છતાં આ - સહજ કાવ્યના રચયિતા પુરુષે, “શત્રુ મિત્ર પ્રત્યે” “સમદર્શિતા” શબ્દ વાપર્યો છે. “માન અમાને તે જ સ્વભાવ” અર્થાત્ એ રીતે સમભાવ સૂચિત કર્યો છે. જીવિત કે મરણ વચ્ચે અન્યૂનાવિક્તા અને ભવ તથા મોક્ષ વિશે “શુદ્ધ સ્વભાવ” પદ મૂકહ્યું છે. એ યેાજના ખૂબ રહસ્યમય થઈ છે. તે વખતે એમણે એ બધાં પદો એવા વિચારપૂર્વક મૂકયાં હશે, એમ નિશ્ચયપણે કહેવાય નહિ. પરંતું ફુરણા એ પોતે જ એવી સહજ છે કે યથાર્થતા એની મેળે ખેંચી લાવે છે. શત્રુ અને મિત્ર તે વ્યક્તિ છે, એટલે ત્યાં સમદશિતા જ ઘટે છે. માન અને અપમાન એ પોતે પરિસ્થિતિ છે, અને તેની સીધી અસર ભાવ ઉપર થાય છે માટે ત્યાં “તે જ સ્વભાવ જે” એ જ ઘટિત છે. જીવિત અને મરણ બંને વચ્ચેની ન્યૂનાધિકતાને સંસ્કાર અનાદિકાળથી રૂઢ છે, એટલે ત્યાં “નહિ ન્યૂનાધિકતા” પદ સમભાવને સૂચવવા માટે મુકાઈ ગયું છે તે યથાર્થ છે. એમ ઉપરની ત્રણે ઘટનાઓ સંસારની વચ્ચેની હતી એટલે સમભાવ ઘટે છે, પણ ભવ અને મોક્ષ વચ્ચે સમભાવ કેમ ઘટે? કારણ કે ઉપરની ઘટનાઓ તો માત્ર બ્રાન્તિથી ભિન્ન દેખાતી હતી. પણ આ બંને દશા તે સદાકાળથી પરસ્પર સ્વયં વિરોધી હતી, છે અને રહેશે. એટલે ત્યાં સમભાવ સૂચવવા માટે “શુદ્ધ સ્વભાવ” પદ બંધબેસતું થઈ શકે, અને તે જ પદ સહજ રીતે આવી ગયું છે. એવો સાધક સંસારમાં છે ત્યાં લગી એને મોક્ષને અનુભવ નથી પણ શુદ્ધ સ્વભાવને છે, એટલે એ જ અનુભવમાં ઝીલી શકે અને ઝીલે. એમાં સમભાવનું રહસ્ય આવી જાય છે.”૫૮ શ્રીમદ્દે જણાવેલાં મુનિનાં આ લક્ષણે “ઉત્તરાધ્યયનસૂત્ર” માં આ પ્રમાણે બતાવાયાં છે – " समया सव्वभूअसु सन्तुमिसु वा जगे ।। पाणाइवायविरइ जावज्जीवा दुक्करं ॥" "णिम्ममो णिरहकारो णिसंगो चत्तगारवो । समो य सव्र्वभूअसु तसेसु थावरेसु य ।” “लाभालामे सुहे दुक्ख जीवि मरण तहा । સમો diાણે રામુ તૈઢા મા મrળ || ''પ૯ ૫૮. “સિદ્ધિનાં સોપાન', પૃ. ૯૫. ૫૯. “ ઉત્તરાધ્યયનસૂત્ર', અધ્ય. ૧૯, ગાથા ૨૬, ૯૦, ૯૧, પૃ. ૧૮૭, ૧૬૧. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂર્વ અવસર ૩ ૫૧ ઉત્તરાધ્યયનસૂત્ર”ની ઉપરની ગાથામાં મુનિનો શત્રુ તથા મિત્ર પ્રત્યે સમભાવથી વર્તવાનો ધર્મ બતાવ્યું છે. તો બીજી ગાંથામાં નિર્મમ, નિરહંકારી, સર્વસંગત્યાગી તથા સર્વ પ્રાણી પર સમભાવ રાખનાર બનવાનો મુનિનો ધર્મ બતાવ્યું છે. અને નીચેની ગાથામાં લાભ-અલાભ; સુખ-દુઃખ, જીવન-મરણ, નિંદા-પ્રશંસા તથા માન-અપમાનમાં સમભાવ રાખવાને મુનિને આ ચાર બતાવ્યો છે. આ ત્રણે ગાથાને મધ્યવતી વિચાર આપણને આ કાવ્યની ૧૦મી કડીમાં જોવા મળે છે. આ કડીમાં શ્રીમદે સમભાવ રાખવાની ભાવના ભાવી છે, અને તે સમભાવ હોય ત્યારે મુનિની વર્તના ક્યા પ્રકારની હોય તે ૧૧મી કડીમાં તેમણે બતાવ્યું છે. જુઓઃ એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંગ જે; અડાલ આસન ને મનમાં નહિ ભતા, પરમ મિત્રને જાણે પામ્યા યેાગ જે.” અપૂર્વ . ૧૧ પુરુષાર્થ વડે મેસ્વભાવદશા પ્રગટ કરવાની ભાવનાવાળા શ્રીમદ્દ એવા મુનિપણાની ભાવના ભાવે છે કે સ્મશાનમાં એકલા વિચરતી વખતે અથવા પર્વતમાં પોતે હોય ત્યારે વાઘ, સિંહ જેવા હિંસક પ્રાણીને મેળાપ થાય ત્યારે અડેલ – સ્થિર આસન રહે તથા મનમાં તે વિશે જરા પણ ક્ષે ભ ન થાય, એટલું જ નહિ પણ પરમ મિત્રને મેળાપ થવા જેટલો આનંદ થાય તેવો અપૂર્વ અવસર કયારે આવશે ? આત્માના સાચા સુખને ખ્યાલ પામ્યા પછી મુનિ શેષ રહેલાં કર્મોને જલદી ભસ્મીભૂત કરીને શાશ્વત આત્મસુખ પામવાની અભિલાષાવાળા બને છે. તેથી ઉગ્ર સાધના કરવા તરફ તેમનું લક્ષ હોય છે. તેમ કરવા માટે સ્મશાન, જગલ, પર્વતની ગુફા આદિ જેવાં નિર્જન સ્થળે તેમને વિશેષ અનુકૂળ લાગે છે. તેથી શ્રીમદ્દ અહીં સ્મશાન જેવાં, અન્ય જનોને ભયભીત કરે તેવાં એકાંત સ્થળમાં મુનિવેશમાં એકાકીપણે રહી સાધના કરવાની ભાવના કરે છે. સ્મશાનમાં રાત્રિ જેવા સમયે વ્યંતરાદિ હલકી કોટિના દેવે પોતાના આનંદ માટે આવે છે. અને તેઓ સ્વભાવે કૃર હોવાથી અન્ય જીવાદિને રંજાડવામાં જ આનંદ માણે છે. આવા નિર્જન અને ભયાનક ગણાય તેવા સ્મશાનમાં એકાકીપણે સાધના કરવાની તેમની ઈચ્છા છે. સામાન્ય રીતે મુનિ સમૂહમાં રહે છે, પણ જેમ જેમ તેમની આત્મિક દશા ઉચ્ચ બનતી જાય છે તેમ તેમ તેઓ પ્રતિબંધ જેવા સંગથી દૂર રહેવા એકાંતમાં વસે છે. સ્મશાન જેવી જગ્યાએ તેમને સંગપ્રસંગ આવતું નથી, તેથી તેમને વૈરાગ્ય આપે તેવા સ્થાનમાં સાધના માટે વિશેષ રુચિ રહે છે. આવી એકાંત જગ્યાએ, વ્યંતરાદિના ઉપસર્ગી ડર્યા વિના, પિતાની સાધના તેઓ નિર્ભયપણે કરે છે, અને ઉપસર્ગ થાય તો તેને કર્મોદય ગણી તેની પરવા કરતા નથી. આમ અહીં શ્રીમદ્ સાતમા ગુણસ્થાનવત, શ્રેણી માંડવાની ઈચ્છાવાળા મુનિની એકાંત સ્થિતિનું ખૂબ સમજપૂર્વકનું વર્ણન કર્યું છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દની જીવનસિદ્ધિ પત કે તેની ગુફા પણ સ્મશાન જેવું નિર્જન સ્થાન છે, તેથી તે પણ મુનિને સાધના માટે અનુકૂળ છે. પર્યંત જેમ નિર્જન સ્થળ છે તેમ વધુ ભયંકર પણ છે કારણ કે માનવી જેનાથી ડરે છે અને જે માણસથી ડરે છે, એવી પરસ્પર ભયવાળી વાઘ, સિહ, અજગર, રીંછ આદિની બનેલી પશુસૃષ્ટિ ત્યાં છે. પણ જેમણે દેહના જ ભય છેડયો છે તેવા મુનિ તે બધાથી ડર્યા વિના પર્વતની ગુફામાં કે ટોચ ઉપર આસન જમાવીને ધ્યાનમાં બેસે છે. ૩૫૨ આસન એટલે મુનિ જે સ્થિતિમાં ઊભા હાય કે બેઠા હોય તે સ્થિતિ. શાંતિથી નિર્વિઘ્ને મુનિ ધ્યાનમાં એકાગ્રતા રાખી શકે તેવી સ્થિતિ...એટલે જે સ્થિતિમાં રહીને મુનિએ ધ્યાન ધર્યુ હોય તે તેમની સ્થિતિ કહેવાય. ’૬૦ 66 આમ પેાતાને અનુકૂળ આસને સ્થિર થઇ ને મુનિ ધ્યાનમાં હોય તે વખતે સોગવશાત્ વાઘ, સિંહાદિ હિ`સક પ્રાણી તેમની સમીપ આવી જાય અને તેમને રજાડે તાપણ તેમની આત્મસ્થિરતામાં જરા પણ ફેર ન પડે તે ભાવના વ્યક્ત કરવા શ્રીમદ્દે “ અડેલ આસન ’'ના શબ્દપ્રયાગ કર્યા છે. મુનિનું આસન અડાલ રહેવાનુ મુખ્ય કારણ એ જ ૫ક્તિના ઉત્તરાર્ધમાં બતાવ્યું છે તે પ્રમાણે “ ને મનમાં નહિ હ્યેાભતા અર્થાત્ મનની અક્ષાભતા છે. હિંસક પ્રાણીના સ ́સની મુનિના મન પર કોઈ જાતની અસર થતી નથી; જો મન પર અસર થાય તેા શરીર પર અસર થવાની જ, અને તેથી સ્થિરતા ચલાયમાન થવાની. તેથી ત્રીજી પક્તિમાં કોઈ પણ સચાગેામાં મનથી અને કાયાથી અડેાલ રહેવાની ભાવના કવિએ ભાવી છે. તે ભાવની પરાકાષ્ટા આવે છે ૪થી ૫ ક્તિમાં ,, - 66 પરમ મિત્રના જાણે પામ્યા યેાગ જે. અપૃ ૦ પર્યંતની ગુફામાં કે ટોચ પર ધ્યાનસ્થ અવસ્થા હાય તે વખતે હિંસક પ્રાણીના ચાગ થાય, તેના તરફથી રંજાડ થાય તે! તે વખતે મસ્થિરતા ડગે નિહ, એટલું જ નહિ પણ તે યાગમાં પરમ મિત્ર મળતાં જેવા આનંદ થાય તેવા આનંદ આવે એટલી હદ સુધીને સમભાવ કેળવવાની ભાવના અહી જોવા મળે છે. જરા ઊંડાણથી વિચારતાં શ્રીમદનું આ ન ખૂબ જ વિચારપૂર્વ કનું જણાશે. "" મુનિ કર્મ ક્ષય કરવા માટે ધ્યાનમાં લીન બને છે. તે વખતે જો ઉપસર્ગ થાય અને આત્મસ્થિરતા તેવી ને તેવી જ ટકી રહે તે ક ક્ષય ઘણી ત્વરાથી થાય છે. જે કાય કરવાની ઈચ્છા હોય તે કરી આપે તે મિત્ર, એ ન્યાયે વાઘ-સિંહ પણ મુતિના મિત્ર ઠરે, કારણ કે મુનિને ક્ષય કરવામાં તે મદદ કરે છે. બીજી બાજુ વાઘ-સિંહ દેહના નાશ કરે તાપણુ પાતાના આત્માના સમ્યફ-જ્ઞાન, સમ્યક્ દન કે સમ્યક્ચારિત્ર ગુણને લેશ પણ હાનિ થવાની નથી તેવી ખાતરી મુનિને હાવાથી મુનિ આત્મભાવમાં સ્થિર રહી શકે છે, એટલુ જ નહિ, પણ વીતરાગમય સ્થિતિમાં તેમને ક્ષેાભહિત પરિણામ સ્વાભાવિક રીતે જ હેાય છે. વળી મુનિ આત્મભાવમાં લીન હોય છે તેથી તેમને દેહની “ પરમપદ-પ્રાપ્તિની ભાવના '', પૃ. ૧૬૭. . Page #372 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂ અવસર જરૂરત હાતી નથી. તેમજ વાઘ-સિંહ આદિને પાતાના ખારાક માટે દેહની જરૂર હાવાથી તે દહ લઈ જાય તા મુનિ પેાતાને અશરીરી બનાવનાર તે પ્રાણીઓને પેાતાના પરમ મિત્ર માને છે; અને પેાતાને થતા અનેક પ્રકારના ઉપસર્ગ મેાક્ષસુખની પ્રાપ્તિ માટે સમભાવે વેદી લે છે. આ પક્તિના મર્મ સમજાવતાં શ્રી કાનજીસ્વામી જણાવે છે કે - * કેવળજ્ઞાન લીધું કે લઉં એવા બેહદ પૂર્ણ તેમાં કી વાઘ અથવા સિંહ ભૂખથી ત્રાડ મિત્રના યેાગ મળ્યા, કારણ કે જેને શરીર જાય તા લઈ જનાર તેના મિત્ર છે, ’’૬ ૧ મુનિરાજ શાંત, ધીર, ગંભીર, ઉજ્જવલ સમાધિમાં મસ્ત રહી, જાણે હમણાં સ્વભાવમાં મીટ માંડીને એકાગ્ર થાય છે, નાખતા આવે તેપણ એમ જાણે કે પરમ શ્વેઈતું નથી તેવા પુરુષને શરીર કાઈ લઈ કેટકેટલી શારીરિક વેદના સહેવાની તૈયારી શ્રીમદ્ કરી છે ! પાતે આ કાવ્યની રચના કરી ત્યારે ગૃહસ્થ અવસ્થામાં હતા, તે વખતે પણ મુનિદશામાં પોતે પાળવા ધારેલા આત્મચારિત્રના કેવા ભવ્ય આદર્શ અહી' રજૂ કર્યા છે ! માનસિક રીતે તેમણે રાગદ્વેષને ક્ષય કેટલી હદે કર્યા હતા તેનેા પરિચય આપણને અહીં થાય છે. શ્રીમદ્ પાળવા ધારેલા સાધુના આ આચારને “ ઉત્તરાધ્યયનસૂત્ર”ની નીચેની ગાથાઓ પરથી પેાતાના આદર્શ તરીકે સ્વીકાર્યા હોય તેમ જણાય છે - ૪૫ " मुसाणे मुन्नगारे वा रुक्खमूले व अंगओ । अकुक्कुओ णिसी भेज्जा ण य वित्तासमे परं ॥ ". t तस्थ से चिद्यमाणस्स उवसग्गाभिघारये । મંામીત્રોનાન્ઝેના મિત્તા અન્નમામા' || ''૬ ૨ અહી પહેલી ગાથામાં સ્મશાનમાં, સૂના ઘરમાં, વૃક્ષ નીચે એકાકી પ્રાણીને દુઃખ આપ્યા વિના બેસવાના આચાર સાધુ માટે બતાવ્યા છે. અને બીજી ગાથામાં સ્મશાન આદિ સ્થળામાં ઉપસર્ગ થાય તે દૃઢતાથી સહન કરવાના તથા ભયભીત થઈ ને અન્ય સ્થળે ન જવાનો અનુરોધ કર્યો છે. આ બંને ગાથાના વિચારને પેાતાના આદર્શરૂપ ગણી શ્રીમદ્ ૧૧મી કડીમાં તેને નિરૂપેલ છે. ૩૫૩ મુનિઅવસ્થામાં પાળેલા ઉત્કૃષ્ટ દ્રવ્ય તેમ જ ભાવચારિત્રથી સાધકની સ્થિતિ કેવી હાય તે શ્રીમદ્રે ૧રમી કડીમાં બતાવ્યું છે “ધાર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહિ, સરસ અને નહિ મનને પ્રસન્ન ભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્દગલ એક સ્વભાવ જો.” અપૂર્વ૦ ૧૨ ૬૧, “અપૃર્વ અવસર પરનાં પ્રવચનેા ', પૃ. ૬૪. ૬૨. ‘“ ઉત્તરાયનસ '', અધ્ય, ૨, ગાથા ૨૦-૨૧. Page #373 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની થસિદ્ધિ પોતે પાળવા ધારેલા સયમના આદર્શ રજૂ કર્યાં પછી પાતાના ચારિત્રની પૂર્ણતા આણવા માટે પાતે કરવા ધારેલા તપનું બયાન આ કડીમાં આપતાં શ્રીમદ્ કહું છે કે, સખત તપશ્ચર્યા કરતી વખતે પણ મનમાં ખેદ કે દુઃખ ઉત્પન્ન થાય નહિ, ભિક્ષામાં સ્વાદિષ્ટ અન્ન મળે તેમ છતાં જરાય આનંદ ન થાય. વળી, રજકણથી શરૂ કરી વૈમાનિક દેવની રિદ્ધિ સુધીના સર્વ પદાર્થને પુદ્ગલના એક પર્યાય જ ગણું એવા અપૂર્વ અવસર કયારે આવશે ? તપશ્ચર્યાના સાચા અર્થ સમજાવતાં શ્રી સંતખાલજીએ લખ્યુ` છે કે :~ “ તપસ્વીને જ્યાં સુધી એમ લાગે કે હુ' તપ કરી રહ્યો છું કે મે' તપ કર્યુ” છે ત્યાં લગી મન તપ્યા વિના રહે નહિ. સહેજ નિમિત્ત મળે કે આવેશ આવી જાય ! મૂંગાવ્રતની કે ઉપવાસેાની આવી તપસ્યા મૂઢતા કે ભૂખ-લાંઘણુના દોષામાં જ પરિણમે, એટલે ખરી વાત તો એ છે કે વૃત્તિ ઉપર કામનાજન્ય જે સ`સ્કારી હાય, તે ખળભળે એથી ફ્લેશ થાય. પરંતુ મનમાં લગીરે તાપ ન થવા દેવા અથવા તાપ આવે કે મૂળથી શમાવી દેવે! – ઊંડા કાંટા કાઢી નાખવા – એ જ ખરી તપસ્યા છે. ’૬૩ ૩૪ તપશ્ચર્યાના બે પ્રકાર છેઃ ખાહ્ય અને અભ્યતર, અનશન, ઉ©ાદરી, વૃત્તિસક્ષેપ, રસપરિત્યાગ, કાયક્લેશ અને સલીનતા એ છ ખાદ્યુતપ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, શાસ્રપાન, ધ્યાન અને કાયાત્સર્ગ એ છ અભ્યતર તપ છે. કદળને કાપવામાં બાહ્ય કરતાં અભ્યંતર તપ વિશેષ સમર્થ છે. 66 ,, અહીં શ્રીમદ્દે તપશ્ચર્યાને ધાર ” વિશેષણ લગાવ્યુ છે તે સપ્રયેાજન છે. સામાન્ય તપ તા ઘણા કરી શકે અને તેનું ફળ પણ સામાન્ય હોય છે. વળી, જીવ અનાદિકાળથી ભારે કર્મો બાંધતા આવ્યા છે તેથી તેને છેડવા માટે તપ પણ એવું ભારે કરવું જોઈ એ તે બતાવવા “ધાર” વિશેષણના ઉપયેાગ થયા છે. ઉગ્ર કે તીવ્ર તપશ્ચર્યામાં મુનિને ઉપસ કે પરિષ આવે તા તેમાં પ્રાણહાનિને પણ સ`ભવ હાય છે, તે વખતે પણ મુનિ તપમાંથી વિચલિત ન થાય, એટલુ' જ નહિ પણ સમભાવે રહે, તે ઘાર તપશ્ચર્યા છે. એવી તપશ્ચર્યા કરતી વખતે લેશ પણ તાપ કે દુઃખ મુનિના મનને ન થાય, અને ગમે તેવા કષ્ટના પ્રસ ગેામાં પણ સમભાવ રહે એવી અભિલાષા અહી દર્શાવી છે. મુનિવેશે જ્યારે ઉગ્રતાથી ખાહ્યાભ્યંતર તપ કરતા હાય તે વખતે દિવસેાના ઉપવાસ પછી પારણામાં સરસ અન્ન મળે તાપણુ મનમાં પ્રસન્ન ભાવ ન આવે એવે સમભાવ કેળવવાની ઇચ્છા છે. “ સરસ કે નીરસ આહાર મળવા તે ઉદયાધીન છે. શાતાના ઉદય હાય તા અને શરીર ટકવાનું હોય તેા આહાર મળી જ જાય તેમાં હ શા માટે ? મુનિએ તા માહુના નાશ કર્યાં છે. તેમને આહારની લાલુપતા હોતી નથી, ૬૪ ૬૩. સિદ્ધિનાં સાપાન ’, પૃ. ૧૨૦. ૬૪. “ પુરપદપ્રાપ્તિની ભાવના ”, પૃ. ૧૭૪, 66 Page #374 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂર્વ અવસર ૩૫૫ સામાન્ય જીવ હાય તા સરસ અન્ન જોઈ મનમાં જરૂર પ્રસન્ન ભાવ આવી જાય, પણ અહી' તા ધાર તપ કરતા મુનિની વાત છે. જેમની દેહાત્મબુદ્ધિ મટી ગઈ છે તેમને હું રહે કે જાય તે વિશે સમાન બુદ્ધિ હાવાથી અન્ન પ્રતિ કોઈ જાતના ભાવ હાતા નથી. ચક્રવર્તી આહાર વહેારાવે તાપણ મુનિને કાઈ વિશેષ ભાવ આવે નહિ. અન્ન તેમ જ બીજી વસ્તુઓ પ્રતિ ઉદાસીન બનનાર તપસ્વી કેટલીક વખત તપના પ્રભાવથી મળતી રિદ્ધિથી જિતાઈ જાય છે. એ સ્થિતિ સામે લાલમત્તી ધરતાં શ્રીમદ્ અહી જણાવે છે કેઃ— - • સૌંસારમાં દૃશ્યમાન થતી દરકેદરેક વસ્તુ પુદ્ગલની બનેલી છે. એક નાનામાં નાના રજકણથી માંડીને ઉત્તમાત્તમ વૈજ્ઞાનિક દેવની ઉત્તમ રિદ્ધિ સુધીની દરેક ચીજ પુદ્ગલનાં જુદાં જુદાં સ્વરૂપ છે, તે સ જડ છે. પૂર્વ પુણ્યના ઉદયથી વૈમાનિક દેવને તે રિદ્ધિ મળે છે, પણ તે આત્માના ચૈતન્યગુણુને લેશ પણ લાભકર્તા નથી તે જ્ઞાની જાણતા હેાવાથી, તેમને તેમાં માહ થતા નથી. આથી જ નાનું રજકણ હોય કે વૈમાનિક દેવની રિદ્ધિ હોય, એ બંને જ્ઞાનીને મન સમાન જ છે; બંનેને તેએ પુદ્દગલનાં જુાં જુદાં સ્વરૂપ માને છે. સસારીને દેખાતા એ બે વચ્ચેના ભેદની જ્ઞાનીને કશી કિંમત નથી હોતી. ભેગા મળવુ અને છૂટા થવું તે ક્રિયામાંથી જ અનેક ચીજોનું અસ્તિત્વ થયુ છે, પણ તે બધાના આત્માના ગુણ અને શક્તિ પાસે કઈ હિસાબ નથી. આત્માના અનંત સુખ પાસે પૌદ્ગલિક સુખે તુચ્છ લાગતાં જ્ઞાની તેને કશું મહત્ત્વ આપતા નથી. "C રજકણ રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો. ” અપૂર્વ॰ શ્રીમદ્ કેળવવા ધારેલા નિર્માહીપણાનું આલેખત આપણને ઉપરની ૫ક્તિઓમાં જોવા મળે છે, તે ભાવના પર “ ઉત્તરાધ્યયનસૂત્ર”ની નીચેની ગાથાની અસર જણાશે. ૬. હું બનુકસારૂં અવિચ્છે અળસી અસ્રોઙર | રસમુ નાણુવિજ્ઞેના નાનુપ્લિન વળયું || ॰૬૫ 66 66 પહેલી ગાથાના મુનિ રસલાલુપતાથી રહિત રહે છે ” ગાથાના મુનિ માટી અને સુવર્ણને સમાન જાણે છે 66 हिमण्णं जायख्वं च मनसा वि न पत्थए । समलेट कंचणे भिक्खू विरओ कयविक्कए ॥ ६६ ૬પ. “ઉત્તરાધ્યયનસૂત્ર ', અય. ૨, ગાથા ૩૯; અર્થ : અલ્પકષાયી, અપ ઇચ્છાવાળા, અજ્ઞાત કુળમાંથી ભિક્ષા લેવાવાળા, અને લાલુપતાથી રહિત બુદ્ધિમાન સાહુ સરસ ભેાજનમાં આસક્તિ રાખતા નથી, અને તે ન મળે તા તેના ખેદ કરતા નથી. તે વચનની અને ખીજી ” તે વચનની અસર આપણે — ઉરાધ્યયનસૂત્ર', અવ્યૂ. ૩૫, ગાથા ૧૩, પૃ. ૩૩૩; અર્થ : ક્રય-વિક્રયથી વિરક્ત અને માટી તથા સુવર્ણીને સમાન સમજવાવાળા સાધુ, ક્રય-વિક્રયની ઈચ્છા પણ કરતા નથી. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શ્રીમદની છષનસિદ્ધિ સરસ અને નહિ મનને પ્રસન્ન ભાવ જે, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદગલ એક સ્વભાવ છે.” અપૂર્વ ઉપરની પંક્તિઓમાં જોઈ શકીશું. શ્રીમદે ચોથી કડીથી શરૂ કરેલું મુનિના આત્મચારિત્રનું વર્ણન અહીં પૂર્ણ થાય છે. ગૃહસ્થવેશમાં હેવા છતાં પિતાને વર્તતા ઉત્કટ ભાવચારિત્રને લીધે શ્રીમદ્ મુનિદશાને આદર્શ અહીં રજૂ કરી શક્યા છે. દર્શન મેહનો નાશ અને સમક્તિની પ્રાપ્તિ થતાં ચારિત્રમોહને ઉદય નબળા પડવા લાગ્યો હતો તે ત્રીજી કડીમાં બતાવ્યું છે. તે પછી ચારિત્રમેહનો નાશ કરવા માટે કેટલો ભગીરથ પુરુષાર્થ કરવો જરૂરી છે તે તેમણે ૧૨મી કડી સુધી બતાવ્યું છે. શ્રીમદે પોતાનું ધ્યેય પાંચમી કડીમાં બતાવ્યા પ્રમાણે “નિજ સ્વરૂપમાં લીન ” થવાનું બાંધ્યું છે. અને તે પૂર્ણ કરવા મન, વચન અને કાયાના યુગમાં આત્મસ્થિરતા; રાગદ્વેષરહિતપણું, પ્રમાદરહિતપણું, કષાયજય સયંમ સમભાવ આદિ ગુણ ઇરછયા છે. અને તે ગુણોની પ્રાપ્તિ માટે નિર્ગથ મુનિનું નગ્નભાવ, મુંડભાવ, અસ્નાન, અદંતવન આદિ લક્ષ સાથેનું ઉત્કટ દ્રવ્યચારિત્ર પાળવાની સાથે ઘેર પરિષહ કે ઉપસર્ગ સમભાવે સહેવાની તૈયારી પણ તેમણે કરી છે. એટલે કે તેમણે ઉત્કૃષ્ટ દ્રવ્ય અને બાવચારિત્રનું પાલન પોતાની આત્મશુદ્ધિ માટે આવશ્યક ગયું છે. ગૃહસ્થ દશામાં રહીને પણ આવી ઉત્તમ ભાવના શ્રીમદ્દ ભાવી શક્યા છે તે જ તેમની ઉચ્ચ આધ્યાત્મિક દશા બતાવે છે. અહી કાવ્યના પૂર્વ વિભાગ પૂર્ણ થાય છે. તેમાં શ્રીમદે પોતાના નિર્ચથ થવાની ભાવનાનું, નિર્ચ થનાં લક્ષણેનું, સમ્યગ્દર્શનનું અને સાતમે ગુણસ્થાને વર્તતા નિગ્રંથ મુનિનાં આત્મચારિત્રનું વર્ણન આપેલ છે. ઉત્તર વિભાગ આ કાવ્યના પૂર્વ વિભાગમાં ચોથાથી સાતમા ગુણસ્થાન વર્તતા જીવની દશાનું વર્ણન અપાયેલું છે, ત્યારે ઉત્તર વિભાગમાં આઠમાથી ચૌઢમાં ગુણરસ્થાન સુધીની જીવની દશાનું વર્ણન અપાયું છે. તેના ત્રણ વિભાગ પાડી શકાય : ક્ષપકશ્રેણી, કેવળજ્ઞાન અને મોક્ષવર્ણન. ક્ષપકશ્રેણી - મિહનીય કર્મના બે પ્રકાર છેઃ દર્શનમોહ અને ચારિત્રમોહ દર્શન મેહ નાશ પામે ત્યારે સમકિત થાય છે, અને ત્યારથી ચારિત્રમેહનો ઉદય નબળે થવા માંડે છે. પૂર્વ વિભાગમાં બતાવ્યા પ્રમાણેને પુરુષાર્થ કરવાથી સાધક સાતમાં ગુણસ્થાનના અંતભાગમાં આવી જાય છે. તે પછીથી સાધકના ગુણસ્થાનની બે સ્પષ્ટ શ્રેણું પડી જાય છે ઃ ઉપશમ શ્રેણી અને ક્ષપકશ્રેણી. સાતમે ગુણસ્થાને ચારિત્રમોહની ૨૫ પ્રકૃતિને ૬ ૭ ક્ષયોપશમ થયા પછી સાધક આઠમે ગુણસ્થાને આવે ત્યારે શ્રેણીની શરૂઆત કરે છે. ૮થી ૧૨ ગુણસ્થાનમાં આત્માની સ્થિત ૬૭. ૨૫ પ્રકૃતિ : ક્રોધ, માન, માયા, લોભની દરેકની અનંતાનુબંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની અને સંજવલને પ્રકૃતિ એટલે કુલ ૧૬ કપાય, અને હાર, રતિ વગેરે ૯ કષાય. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂર્વ અવસર ૩૫૭ ઘણા અલ્પ સમય રહે છે. પ્રત્યેક ગુણસ્થાન જઘન્ય સ્થિતિ એક સમય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અ'તર્મુહૂર્તની હાય છે, તેથી આત્મા શ્રેણી માંડે એટલે કે પેાતાના આત્મસ્વરૂપમાં સ્થિર થાય ત્યારથી શરૂ થયેલા તેના વિકાસ કેવળજ્ઞાનની પ્રાપ્તિએ અટકે છે, અથવા તે ઉપસમ શ્રેણીમાં આત્માનું ૧૧મા ગુણુસ્થાનેથી પતન થાય છે. ઉપશમ શ્રેણીવાળા સાધક પાતાનાં ઘાતી કર્મોને ઉપશમાવતા ઉપશમાવતા ૧૧મા ગુણસ્થાને પહેાંચે છે, અને ત્યાં કર્માંના પ્રબળ ઉદયને લીધે તેનું પતન થઈ તે છ, ચેાથે, અથવા પહેલે ગુણસ્થાને અટકે છે, ક્ષેપક શ્રેણીવાળા સાધક પાતાનાં કર્મોના ક્ષય કરતા કરતા દશમાથી ૧૨મા ગુણસ્થાને આવી, ૧૩મે ગુણસ્થાને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. ક્ષપક શ્રેણીમાં કર્મના ક્ષય થતા હાવાથી તે ઘાતીકાં ફરી કદી ઉદયમાં આવી શકતાં નથી. ક્ષપક શ્રેણીની આવી સમતા હૈાવાથી શ્રીમદ્ તેની ઇચ્છા કરતાં ૧૬મી કડીમાં લખે છે કેઃ હું એમ પરાજય કરીન ચારિત્રમાહના, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણી ક્ષક તણી કરીને આતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. ” અપૂર્વ ૧૩ પહેલી ૧૨ કડીમાં વર્ણવ્યા પ્રમાણે ચારિત્રમેહ કર્મન જીતીને અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાને આવું અને ત્યાંથી ક્ષપકશ્રેણીના માર્ગે જઈ ને અનન્ય ચિંતન દ્વારા મારા અતિશય શુદ્ધ સ્વભાવન પ્રાપ્ત કરુ', એવા અપૂર્વ અવસર મેળવવાના અભિલાષ શ્રીમદ્દે આ કડીમાં વ્યક્ત કર્યા છે. "" નામના આ કડીની પહેલી બે પંક્તિમાં શ્રીમદ્ ચારિત્રમોહને હંફાવીને “ અપૂર્વ કરણ ગુણસ્થાન આવવાની ભાવના સેવે છે. કરણ એટલે આત્માનાં પરિણામ. અપૂર્વ એટલે પૂર્વ નહિં કરેલ તે. આ ગુણસ્થાને આત્માને પૂર્વ કદી ન કર્યા હાય તવા ભાવા પ્રગટે છે તેથી તે “ અપૃ કરણ ” ગુણસ્થાન કહેવાય છે. અહીં મુનિ કષાયના સંપૂર્ણ ક્ષય કરવા માટે પ્રબળ પુરુષા ઉપાડે છે, અને આત્માનુ શુદ્ધ સ્વરૂપ પ્રગટથા પછી જ તે પુરુષાર્થ છૂટે છે. આઠમા ગુણસ્થાને આવ્યા પછી શ્રીમદ્ની ક્ષપકશ્રેણીએ ચડીને અનન્ય ચિંતન દ્વારા પોતાના અતિશય શુદ્ધ સ્વભાવ પ્રગટાવવાની અભિલાષા પાછળની બે પક્તિએમાં ઘણી યેાગ્યતાથી મુકાયેલી છે. આઠમા ગુણસ્થાનથી જીવ ઉપશમ અને ક્ષપક એ બેમાંથી એક શ્રેણીએ ઊંચે ચડે છે. ઉપશમ શ્રેણીવાળેા ૧૧મા ગુણસ્થાનથી અવશ્ય લથડે છે, ત્યારે ક્ષપક શ્રેણીવાળા ૧૩મા ગુણસ્થાન સુધી સીધેા પહાંચી જાય છે તે આપણે જોયું. ક્ષપક શ્રેણીની આવી સમતા હાવાથી શ્રીમદ્દ તે જ શ્રેણી ઇચ્છે તે સ્વાભાવિક છે. શ્રી કાનજીસ્વામીના શબ્દોમાં “ આ ક્ષેપક શ્રેણી એટલે શુક્લ ધ્યાનના પ્રથમ પાયા. આ ગુણશ્રેણીમાં સમયે સમયે અનંતી વિશુદ્ધિ વધતી જાય છે.”૬પ્રવચને '', પૃ. ૭૪. ૬૮. “ અપૂર્વ અવસર પરનાં Page #377 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ ગુણસ્થાન ચડવામાં ક્ષપક શ્રેણી જ ઇચ્છવાનું એક બીજું કારણ પણ શ્રીમદ્દ માટે હતું. પોતે પૂર્વભવમાં ઠેઠ ૧૧મા ગુણસ્થાનેથી માર્ગના અજાણપણાને લીધે લથડ્યા હતા, તેને ઉલેખ સભાગભાઈ પરના એક પત્રમાં તેમણે કર્યો છે. તેમાં એ કારણ સમાયેલું જોઈ શિકાશે. વિ. સં. ૧૯૪૭ના કારતક સુદ ૧૪ના રોજ ભાગભાઈને તેમણે લખ્યું હતું કે – “ગુણઠાણ એ સમજવા માટે કહેલ છે. ઉપશમ અને ક્ષપક એ બે જાતની શ્રેણું છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી, ક્ષેપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે ૧૧મેથી જીવ પાછો વળે છે. ઉપશમ શ્રેણી બે પ્રકારે છે : એક આજ્ઞારૂપ, એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવારૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી. પાછળને ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણને લીધે પડે છે. આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે.”૬૯ પોતે ૧૧મા ગુણસ્થાનેથી લથડડ્યા હતા તેનો ઉલ્લેખ આ છેલ્લા વાકયમાં જોઈ શકાશે. એથી ઉપશમણનું તેમને અનુભવજ્ઞાન હતું તેમ કહી શકાય. ક્ષપકશ્રણની અગત્ય બતાવતાં શ્રી સંતબાલજી યોગ્ય લખે છે કે – “ક્ષપક – શ્રેણને લાયક થયેલે સાધક, મૂળે જ વિકસંપન્ન અને શ્રદ્ધાસંપન્ન હોય છે. એના જીવનમાં જૈન દૃષ્ટિએ જ્ઞાન અને ક્રિયાને સુંદર સહચાર હાય છે. યૌગિક દૃષ્ટિએ જ્ઞાનયોગ, કર્મગ અને ભક્તિયેગને સરસ સમન્વય હોય છે. એટલે જ એન દઈ તપ આમાના અનહદ, ઉદાર, અકલંક પરમ સ્વરૂપના અનાહત મનન નિદિધ્યાસનની ભૂમિકાને પરિપાક આપે છે કે જે પરિપાક મળ્યા પછી અનંત યુગની ભાવટ એકાએક ભાંગી જાય છે.”૭૦ આવી ક્ષપકશ્રેણીએ ચડી અનન્ય ચિંતન દ્વારા પોતાના અતિશય શુદ્ધ સ્વભાવ પ્રગટાવવાની ભાવના શ્રીમદે અહીં દર્શાવી છે. ૮ થી ૧૨ ગુણસ્થાનેએ જીવ બહુ અલ્પ સમય રહે છે તે આપણે જોયું. ૮માં પછીનું પ્રત્યેક ગુણસ્થાન જીવ ચિંતન-ધ્યાન દ્વારા જ ચડે છે. સાધક જેમ જેમ પોતાના સ્વરૂપમાં લીન થતો જાય તેમ તેમ ગુણસ્થાન ચડતે જાય છે. આથી જ આવા ચિંતનમાં લીન બનીને પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાની ભાવના શ્રીમદ ભાવી છે. આ આખું કાવ્ય શ્રીમદ્દે પોતાને જ ઉદ્દેશી સ્વયંકુરણાથી લખ્યું છે. તેને પહેલા પુરાવા આપણે ત્રીજી કડીમાં “ઊપ ” શબ્દમાં છે. એ જ રીતે આ કડીમાં બીજી પંક્તિના “આવું” શબ્દ પરથી ઉપરના વિધાનને સમર્થન મળે છે. શ્રીમદે જે સામાન્ય કથન તરીકે આ કાવ્ય લખ્યું હોત તે “આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે એની જગ્યાએ “આવે ત્યાં...” લખ્યું હોત. “હું આવું એને બદલે “સાધક આવે” એમ વચન હત. તેથી “આવું” શબ્દ પરથી સિદ્ધ થાય છે કે શ્રીમદે આ કાવ્યમાં પોતાની ભાવનાનું જ ૬૯. “શ્રીમદ્ રાજચંદ ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૫૦. ૭૦. “સિદ્ધિનાં સોપાન”, પૃ. ૧૧૭. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂર્વ અવસર ૩૫૯ વર્ણન કર્યું છે. “ઉત્તરાધ્યયનસૂત્ર”માં “ચારિત્રપ્રાપ્તિ ”નું આપેલું ફળ આ કડી સાથે સરખાવવા જેવું છે. “ઉત્તરાધ્યયનસૂત્ર”ની કંડિકામાં લખ્યું છે કે – ___ " चरित्तसंपन्नया ण' सेलेसीभाव जणयइ । सेलेसिं पडियन्ने य अणगारे चत्तारि केवलिकम्भ से खवेइ । तो पच्छा सिज्झइ बुझइ मुच्चइ सव्य दुक्खाणमंतं करेई । "७.१. આ સૂત્રમાં બતાવ્યા પ્રમાણે ચારિત્ર પામેલો જીવ શૈલેશીભાવ પ્રાપ્ત કરે છે અને તેવા ભાવવાળે સાધુ બાકીના ચાર અઘાતી કર્મનો ક્ષય કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈને સમસ્ત દુઃખોનો અંત આણે છે. શ્રીમદે પણ અહીં ચારિત્રહને નાશ કર્યા પછી ક્ષકશ્રેણીએ ચડી પોતાને અનન્ય શુદ્ધ સ્વભાવ પ્રગટ કરવાની ભાવના બતાવી છે. ક્ષપકશ્રેણીએ ચડવાની શરૂઆત કર્યા પછી જીવ ૧૨માં ગુણસ્થાનના અંતભાગમાં આવે ત્યારની આત્માની દશાનું વર્ણન ૧૪મી કડીમાં જુઓ – મેહસ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમેહ ગુણસ્થાન જે; અંતસમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે.” અપૂર્વ ૧૪ સંપૂર્ણ પણે વીતરાગ થવાની ભાવનાને શબ્દદેહ આપતાં કવિ આ કડીમાં કહે છે કે, મેહરૂપી સ્વયંભૂરમણ નામને સમુદ્ર તરી જઈ, ક્ષીણમેહ નામના ૧૨મા ગુણસ્થાને પહોંચું, અને તે ભૂમિકાના કેટલા સમયે સંપૂર્ણપણે વીતરાગ બની આત્માને કેવળજ્ઞાનરૂપી ભંડાર પ્રાપ્ત કરું એ અપૂર્વ અવસર ક્યારે આવશે? જીવન સંસારમાં પરિભ્રમણ કરાવનાર મુખ્ય કર્મ મેહનીય છે. તેથી એ સૌથી ભયંકર ગણાય છે. આ કર્મનો નાશ કરવા માટે સૌથી પ્રબળ પુરુષાર્થની જરૂર પડે છે. તેથી તે કર્તાએ અહી મેહને માટે “સ્વયંભૂરમણસમુદ્ર”નું રૂપક ચેર્યું છે. જૈન ભૂગોળ અનુસાર મધ્યલોકમાં “જબુદ્વીપ” એક લાખ જોજન વિસ્તારવાળે છે. તે ગેળ છે. અને તેને ફરતા અસંખ્યાત દ્વીપ તથા સમુદ્રની પરંપરા છે. તેમાં સૌથી છેલ્લે “સ્વયંભૂરમણ નામને સૌથી મોટો સમુદ્ર છે, તેને વિસ્તાર અસંખ્યાત જેજેનનો છે. આ સમુદ્રને તરવા જેટલો પુરુષાર્થ કરવો પડે તેટલો જ પુરુષાર્થ મોહને જીતવા કરવો પડે તે બતાવવા અહીં મહેને “સ્વયંભૂરમણસમુદ્ર”ની ઉપમા આપી છે. આથી મેહને જીતવા માટે સાધક પુરુષાર્થ ઉપાડે ત્યારે, શ્રી કાનજીસ્વામી કહે છે તેમ, તે એ પ્રમાણે વિચારે કે – “જેમ મહ મહાસમુદ્ર જેવો છે, તેમ મારામાં તેનાથી પણ અનંતરાણી અપરિમિત – બેહદ શક્તિ છે. તેથી હું આત્મામાં બેહદ સ્થિરતાને વધારું, કે જેથી માહ સર્વથા ટળી જાય, અને હું જે શુદ્ધ પવિત્ર જ્ઞાનઘન છું તેવો થઈ રહું, સ્વરૂપમાં અતિ સાવધાની રાખું કે જેથી ચારિત્રમેહનો સ્વયમેવ સર્વથા ક્ષય થઈ જાય.”૭૨ ૭૧. “ઉત્તરાધ્યયનસૂત્ર”, અધ્ય. ૨૯, કડિયા ૧. ૭૨. “ અપૂર્વ અવસર પરનાં પ્રવચને ”, પૃ. ૭૮. Page #379 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ આમ મેહનીયને નાશ થાય ત્યારે સાધક ૧૨ મા ક્ષીણમેહ નામના ગુણસ્થાને આવે છે, અર્થાત્ સાધક શુકલધ્યાનના બીજા વિભાગમાં પ્રવેશે છે, તે શ્રીમદે બીજી પંક્તિમાં દર્શાવ્યું છે. આ ગુણસ્થાને “મોહનીય એને સંપૂર્ણ નાશ થતો હોવાથી તે “ક્ષીણમોહ” કહેવાય છે. પોતાના આત્મસ્વરૂપમાં લીન બની, દઢ રહી “ક્ષીણમેહ ” ગુણસ્થાનના અંતભાગમાં સાધક પહોંચી જાય છે. ત્યાં અંતસમયે પૂર્ણપણે વીતરાગી બની આત્મા કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ અમૂલ્ય ભંડાર પ્રાપ્ત કરે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાની પિતાની એ ભાવના શ્રીમદે આ કડીની બીજી બે પંક્તિમાં દર્શાવી છે – “અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે.” અપૂર્વ ત્રણે કાળ અને ત્રણે લોકનું સમય સમયનું જ્ઞાન હોવું તે કેવળજ્ઞાન, એવો કેવળજ્ઞાનનો પ્રચલિત અર્થ છે. આ અર્થમાં શ્રીમદને કેટલોક વિરોધ દેખાય છે. ૭૩ તેથી કેવળજ્ઞાનનું પોતે સમજ્યા છે તે સ્વરૂપ સમજાવતાં એક પત્રમાં તેઓ લખે છે કે – જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને કેવળજ્ઞાન જ્ઞાની પુરુષોએ કહ્યું છે, અને તે જ્ઞાનમાં મુખ્ય તે આત્મસ્થિતિ અને આત્મસમાધિ કહ્યાં છે. જગતનું જ્ઞાન થવું એ આદિ કહ્યું છે તે અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવોથી થવું અશક્ય જાણીને કહ્યું છે. કેમકે જગતના જ્ઞાન પર વિચાર કરતાં કરતાં આત્મસામર્થ્ય સમજાય...” * આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ ભજે તેનું નામ કેવળજ્ઞાન મુખ્યપણે છે. સર્વ પ્રકારના રાગદ્વેષને અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ પ્રગટવા યોગ્ય છે. તે સ્થિતિમાં જે કંઈ જાણું શકાય તે કેવળજ્ઞાન છે...” આત્માને વિશેથી સર્વ પ્રકારના અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠ આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે કેવળજ્ઞાન છે. અને જગતજ્ઞાનપણે તેને વારંવાર જિનાગમમાં કહ્યું છે, ત માહાસ્યથી કરી બાહ્યદૃષ્ટિ જો પુરુષાર્થમાં પ્રવર્તતે હેતુ છે.”૭૪ પિતે જાણ્યું છે તેવું કેવળજ્ઞાન પ્રગટાવવાની ભાવના આ કડીમાં શ્રીમ ભાવી છે. તેમાં પણ પોતાને અનુલક્ષીને એ ભાવના વર્ણવી છે, તે આપણે “પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન ” એ પંક્તિમાં જોઈ શકીશું. જે તેઓ સામાન્ય કથન કરતા હોત તો “પ્રગટાવું” નહિ પણ સાધક “પ્રગટાવે” એમ લખ્યું હતું. આમ અહી સાધક પ્રગટા” તે ભાવ કરતાં હું “પ્રગટાવું” તે ભાવ નિરૂપાયો છે. શ્રીમદે કર્મનાશથી કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટે છે તે દર્શાવવા “ઉત્તરાધ્યયનસૂત્ર”ના નીચેના વચનને આશ્રય લીધો હોય તેમ બને. તેમાં જણાવ્યું છે કે – ૭૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૦૪-૫૦૫. ૭૪. એજન, પૃ. ૪૯૮. Page #380 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂર્વ અવસર " तओ पच्छा अणुत्तर अगत कसिण पडिपुण्ण निरावरण वितिमिर विशुद्ध लोगालोगप्पभाव નેવચનાળય`સળ' સમુવા≥s | ’૭૪ આ વચનમાં કેવળજ્ઞાનના ગુણા અનુત્તર, અનત, સ‘પૂર્ણ, પરિપૂર્ણ, નિરાવરણ, તિમિરરહિત, વિશુદ્ધ, લેાકાલેાકપ્રકાશક વગેરે - દર્શાવ્યા છે, એ તે; કેવળજ્ઞાનાવરણીય તથા કેવળદર્શનાવરણીય કર્મના ક્ષય થયા પછી થાય છે. તે જણાવ્યું છે, જે શ્રીમની આ કડી સાથે વિચારવા ચેાગ્ય છે. પોતે પામવા ઇન્ગ્યુ છે તે “કેવળજ્ઞાન” પ્રાપ્ત થાય ત્યારે આત્માની અને કર્મની કેવી સ્થિતિ હાય છે તે તેમણે ૧૫, ૧૬ એ બે કડીમાં વર્ણવેલ છે. 66 કેવળજ્ઞાનનુ` સ્વરૂપ – કેવળીની દશા – આત્મા એ શુદ્ધ, ચૈતન્યમય, જ્ઞાનઘન પદાર્થ છે. તે કર્મથી વીટળાયેલા હેાવાને લીધે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. પણ જ્યારે તે આત્મસ્વરૂપની ” ઓળખ પામવા લાગે છે ત્યારે તેના કર્મના નાશ થવા લાગે છે. અને કના નાશ થતાં તેનું પૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટે છે, એટલે કે તે તેરમે ગુણસ્થાને આવે છે ત્યારે તેનાં કર્માની સ્થિતિ કેવી હોય છે તેનુ કથન શ્રીમદ્દે અહીં કર્યું' છે. કમ તે અનંત પ્રકારનાં છે. તેમાં મુખ્ય ગણી શકાય તેવાં આઠ પ્રકારનાં છે; તે જ્ઞાનાવરણીય, દનાવરણીય, મેાહનીય, અ`તરાય, આયુષ્ય, નામ, ગાત્ર અને વેદનીય છે. જ્યારે આત્માને કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટે છે ત્યારે આ આઠે કર્મની સ્થિતિ કયા પ્રકારની હાય છે તે શ્રીમદ્ને ૧૫, ૧૬ એ બે કડીમાં બતાવ્યું છે. આ આઠ કર્મામાં પહેલાં ચાર ઘાતી કહેવાય છે, તે કર્માની સ્થિતિ ૧૫ મી કડીમાં બતાવી છે કેઃ ૩૬૧ “ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવછંદ જ્યાં, ભવના ખીજ તણા આત્યંતિક નાશ જો; સભાવ માતા રા સહુ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અન ́ત પ્રકાશ જો, ” અપૂર્વ ૧૫ આ કડીમાં શ્રીમદ્ સયેાગી કેવળીની દશા - ૧૩મે ગુણસ્થાને વતા આત્માની દશા બતાવે છે કે, ચાર ઘનઘાતી કમેને ક્ષય થયા હાય, ભવના બીજના નાશ થયેા હાય તેથી આત્મા પરમ વિશુદ્ધ બનતાં તે જ્ઞાતાદાપણે જ બધે પ્રવતે તથા અનત વી પ્રગટવાથી આત્મા ધન્યતા અનુભવે તેવા અપૂર્વ અવસર કથારે આવશે? ૪ ૧૨ મા ગુણસ્થાનેથી ઊંચે ચડી ૧૩ મા ગુરુસ્થાને વતા આત્માની દશા અહી બતાવાઈ છે. આ ગુણસ્થાને સયેાગી કેવળીનુ' કહેવાય છે, કારણ કે આ દશાએ આત્માને કેવળજ્ઞાન – કેવળજીન પ્રાપ્ત થયાં હોય છે. છતાં દેહનુ અસ્તિત્વ હાવાને લીધે મન, વચન અને કાયાના ચાગ અતિ સૂક્ષ્મ પ્રમાણમાં વર્તે છે. ૫૪. * ૮ ઉત્તરાધ્યયનસૂત્ર'', અલ્થ. ર૯, કડિયા ૭૧, પૃ. ૨૭૨, Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ આ સયેાગી કેવળીને ચાર ઘનઘાતી ક્રમાના વ્યવચ્છંદ એટલે કે નાશ થયા હાય છે. જ્ઞાનાવરણીય, દનાવરણીય, અંતરાય અને માહનીય એ ચાર ઘનઘાતી કર્મ કહેવાય છે. આ કર્માં ઘાતી કર્મો કહેવાય છે, તેનુ કારણ એ છે કે તે આત્માના ગુણોના ત્રણ પ્રકારે નાશ કરે છેઃ તે આત્માના ગુણાને આવરે છે, અથવા રાધે છે, અથવા વિકળ કરે છે, આત્માનાં જ્ઞાન તથા દર્શનને આવરે તે જ્ઞાનાવરણીય તથા દનાવરણીય કર્મ કહેવાય છે. અંતરાય ક ગુણને આવરતુ નથી પશુ તે આત્માના ભાગને – વીય બળને રાકે છે. તેમાં આત્મા ભાગ આદિને જાણે છે તેથી તે આવરણ નથી, પણ ભેગ ભાગવવામાં તે રોધ કરે છે. તેથી તે અંતરાય કમ કહેવાય છે. ચેાથું ઘાતી કર્યાં તે માહનીય. તે આત્માના ગુણને મૂચ્છિત કરે છે, વિકળ કરે છે. આત્માને મૂંઝવનાર તે મેહનીય. ર આ ચારે કર્મામાં સૌથી ખળવાન કર્યું તે માહનીય, તેનો નાશ થાય એટલે બાકીનાં ટકી શકતાં નથી. તેથી પ્રબળ પુરુષાર્થ દ્વારા જો મેાહનીયના નાશ કરવામાં આવે તા આકીનાં ઘાતી કર્મો સહેલાઈથી નાશ પામે છે. ' શ્રીમદ્દે આ ઘાતી કર્મો માટે ઘનઘાતી' શબ્દ ખૂબ વિચારપૂર્વક યેાજ્યા છે. આ કમાં ઘાતી તે છે, પણ ‘ઘન' જેવાં અર્થાત્ વાદળ જેવાં. વાદળ જેમ સૂર્યને ઢાંકી દે છે છતાં તેમાંથી ઘેાડો પ્રકાશ તે નીકળે જ છે કે જેથી સૂર્યના અસ્તિત્વના ખ્યાલ આવે; તે પ્રમાણે આ કર્મી આત્માને ઢાંકી દે છે ખરાં, તેમ છતાં આત્માને ઊંચે ચડવા માટે પ્રકાશનાં કિરણા મળી રહે તેટલા પ્રમાણમાં આત્મા અાવરાયેલા રહે છે. આત્માના આઠ રુચક પ્રદેશ તા ગમે તે સ્થિતિમાં અણુઅવરાયેલા જ હાય છે. તેથી આ કર્મોન ઘનઘાતી કહેલ છે. 66 આ કર્મોના વ્યવચ્છેદ એટલે કે નાશ થાય ત્યારે ભવના બીજના નાશ થાય છે. ‘ઉત્તરાધ્યયનસૂત્ર ’ ” માં બતાવ્યા પ્રમાણે રાગ અને દ્વેષ એ ભવનાં બીજરૂપ છે.૭પ તેથી તેના નાશ થતાં ભવના પણ અત આવે છે. માહનીય આદિના ક્ષય થતાં રાગદ્વેષના સંપૂર્ણ નાશ થતા હેાવાથી જીવને જન્મ લેવાનું પણ રહેતું નથી. "3 કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે જીવને “ સ`ભાવ જ્ઞાતા દેશા સહ શુદ્ધૃતા ” હાય છે. જીવને થતા ભાવ છદ્મસ્થ જીવથી જાણી શકાતા નથી, પણ કેવળજ્ઞાનમાં તે તે સર્વ ભાવ પ્રત્યક્ષ જ છે, તે વિશે શ્રી સંતબાલજી લખે છે કેઃ— '' ઃ પદ્યકાર સભાવ શબ્દ લે છે, એમાં રહસ્ય છે. જેમ વૈજ્ઞાનિક માત્ર ગુરુત્વાકર્ષણના એક જ સિદ્ધાંતની શેાધમાં સમસ્ત વિશ્વ સકળાયેલુ જુએ છે, તેમ એવા પુરુષ આત્મશેાધની પૂર્ણતામાં સમસ્ત વિશ્વને પ્રતિષિ ષિત થયેલું નિહાળે છે. ”૭૬ ૭૫. “ ઉત્તરાધ્યયનસૂત્ર ” ના ૩૨ મા અધ્યયનની ૭ મી ગાથામાં કહ્યું છે કેઃ— રામો ય ટોસો વિ ય મવીય. જમ' 'મૌત્ત્વમન યંતિ । કમ ૬ નામસમૂજી ટુલ નામળ વયંતિ 11 ,, સિદ્ધિનાં સાપાત ', પૃ. ૧૬૨; “ આચારાંગસૂત્ર ', અવ્યું. ર, ઉ. ૪, સુ. ર. *30 6C Page #382 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂથ અવસર આ જ દૃષ્ટિએ શ્રી “આચારાંગ” કહે છે, “ બેn arગર સે સä. ગાજર ' આમ કેવળજ્ઞાનમાં સર્વ ભાવનું જ્ઞાતાદ્રષ્ટાપણું નિરૂપાયું છે.” “જ્યાં કેવળ પિતાના સ્વભાવનું અખંડ નિર્વિકલ્પજ્ઞાન વર્તે છે ત્યાં પરવસ્તુ એટલે જગતના અનંત પદાર્થો તે નિર્મળજ્ઞાનમાં સહેજે જણાય છે, એ ન્યાય આ ગાથામાં આવી જાય છે.” ૭૭ – એમ શ્રી કાનજીસ્વામી જણાવે છે કે – કેવળીને એ બધું જાણવાની ઈચ્છા હતી નથી પણ આત્માની નિર્મળતાને લીધે તે સર્વ દેખાય છે તે જણાવવા શ્રીમદ્દ “શુદ્ધતા” શબ્દનો ઉપયોગ કર્યો છે. જેમ દીવો હોય ત્યાં, તે જગાની વસ્તુઓ આપોઆપ પ્રકાશમાન થાય છે અને જોઈ શકાય છે તેમ કેવળજ્ઞાનમાં વસ્તુઓ જોઈ શકાય છે. આત્માનું અનંતજ્ઞાન તથા અનંતદર્શન પ્રગટ કરવાનું ધ્યેય પૂર્ણ થયું છે, અને તે પૂર્ણ વીતરાગસ્વરૂપ બન્યો છે તેથી તેને માટે “કૃતકૃત્ય”૭૮ અને “પ્રભુ”૭૯ જેવા શબ્દો ચેથી પંક્તિમાં જાય છે. કેવળજ્ઞાન પ્રગટવાની સાથે આરામાં અનંતવીર્ય પ્રગટે છે તેનો ઉલ્લેખ શ્રીમદે અહીં કર્યો છે, અર્થાત્ તેમણે જણાવ્યું છે કે જેણે પોતાનું કાર્ય પૂરું કર્યું છે તેવા આત્મામાં અનંતવીય, અનંત પ્રકાશ આદિ ગુણો કેવળજ્ઞાન સાથે પ્રગટે છે. અહીં શ્રીમદ્દે કેવળજ્ઞાન પ્રગટે તે વખતની ઘાતી કર્મોની સ્થિતિનું વર્ણન આપ્યું છે. કેવળી થયા પછી જ્યાં સુધી દહ હોય ત્યાં સુધી ક્રિયા તે હોય જ છે, પણ તે કયા પ્રકારની હોય તે “ઉત્તરાધ્યયનસૂત્ર” માં નીચે પ્રમાણે બતાવ્યું છે – " जाव सजोगी भवइ ताव इरियावहिय कम्भ निबंधइ सुहफरिस दुसमयठिइय। त जहा-पढमसमये बद्ध बिइयसमये वेइयं तइयसमय निज्जिण्णं तबद्ध पुट्ट उदीरियं वय निजिण्ण सेआल य अकम्म चावि भवइ ।"८० એટલે કે કેવળી એક સમયે કર્મ બાંધે, બીજે સમયે વેદ અને ત્રીજે સમયે તે નિર્જરી જાય એવી કિયા “ઉત્તરાધ્યયનસૂત્ર” માં બતાવી છે. ચાર ઘાતી કર્મની સ્થિતિ બતાવ્યા પછી શ્રીમદ બાકીનાં ચાર અઘાતી કર્મની કેવળજ્ઞાન થયા પછીની સ્થિતિ આ પ્રમાણે બતાવે છે – ૭૭. “અપૂર્વ અવસર પરનાં પ્રવચન ", પૃ. ૮૧. ૭૮. જેણે પોતાનું કાર્ય પૂરું કર્યું છે તે. ૭૯, વીતરાગ. ૮૦. “ઉતરાધ્યયનસૂત્ર”, અધ્ય. ર૯, ગાથા ૭૧, પૃ. ૨૭ર. Page #383 -------------------------------------------------------------------------- ________________ શ્રી મની જીવનસિદ્ધિ વેદનીય આદિ ચાર કર્મ વતે જહાં, બળી સીદરીવત્ ' આકૃતિ માત્ર જે; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂણે મટિયે દૈહિક પાત્ર જે.” અપૂર્વ ૧૬ ૮૧ સીંદરી બળી જતાં તેને આકાર માત્ર રહે છે તેમ વંદની, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર અઘાતી કર્મો માત્ર આકારરૂપે રહે છે, તે કર્મોની સ્થિતિ દેહના આયુષ્ય સુધી જ રહે છે, અને આયુષ્ય પૂર્ણ થતાં દેહને ફરીથી ધારણ કરવાના રહેતી નથી; તે અપૂર્વ અવસર મેળવવાની ભાવના શ્રીમદે અહીં ભાવી છે. ચાર ઘાતી કર્મ આત્માના ગુણના ઘાત કરે છે, ત્યારે અઘાતી કર્મ આત્માના ગુણને કશું નુકસાન પહોંચાડતા નથી. તપ, ચારિત્ર, ધ્યાન આદિથી ઘાતી કર્મોનો નાશ કરી શકાય છે, ત્યારે અઘાતી કર્મો ભેગવવાથી જ નિર્જરે છે. એટલે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પણ અઘાતી કર્મોનો ભંગ કરવાનો આત્માને બાકી રહી જાય છે, ત્યારે ઘાતી કર્મોના સંપૂર્ણ ક્ષય થઈ જાય છે. આને શ્રી સંતબાલજીના શબ્દોમાં મૂકીએ તે એમ કહી શકાય કે – ઘાતી કર્મને જેટલે આત્મા સાથે સીધો સંબંધ છે એટલે આ ચારને નથી, એટલું જ નહિ બલકે આ ચારેનો સંબંધ મુખ્યત્વે દેહ સાથે અને પરંપરાએ જીવ સાથે છે.”૮૨ આમ ઘાતી કર્મની અસર આત્મા ઉપર અને અઘાતી કર્મની અસર દેહ પર થાય છે. ઘાતી કર્મોનો નાશ થાય એટલે અઘાતી કર્મનું કશું પણ જોર રહેતું નથી. સીંદરી બળી જાય પછી પવનને સપાટે ન આવે ત્યાં સુધી તેની રાખ તે જ આકારે પડી રહે છે, પણ કશું બાંધવાના ઉપગમાં તે બળેલી સીંદરી આવી શકતી નથી, તેવી રીતે આ અઘાતી કર્મો આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી અસ્તિત્વ ધરાવી શકે છે, પણ કેવળીને કઈ પણ જાતની અસર કરવા સમર્થ બની શક્યાં નથી. આમ અહીં શ્રીમદે ખૂબ જ યેગ્યતાપૂર્વક અઘાતી કર્મોને “ બળેલી સીંદરી ”ની ઉપમા આપેલી છે. જે વેદનીય કર્મ પહેલાં સુખ કે દુઃખની લાગણી ઉત્પન્ન કરતું હતું, તે જ્ઞાન પ્રગટયા પછી એવી જાતની લાગણી જન્માવી શકતું નથી. કેવળીને તે માત્ર સમભાવ જ રહે છે. નામ તથા નેત્રકર્મ દેહભાવ તથા અભિમાનનું પોષણ કરતાં હતાં તે પણ જ્ઞાન થયા પછી આત્મભાવ અને પ્રભુતાદર્શક બની જાય છે. અને આયુષ્યકર્મ જે પહેલાં આત્માની મૂર્છા વધારતું હતું, તે પછીથી લોકોપકારક બની જાય છે. આમ ચાર અઘાતી કર્મો અસ્તિત્વમાં હોવા છતાં જ્ઞાન થયા પછી સત્તારહિત બની જાય છે, બળેલી સીંદરી જેવાં બની જાય છે. ૮૧. આ ભાવના શ્રીમદે ૧૭ વર્ષની વયે “મોક્ષમાળા ”માં ભાવેલી જોઈ શકાશે; જુઓ મોક્ષમાળા”, પાઠ ૬ ૬. ૮૨. ( સિદ્ધિનાં પાન ", પૃ ૧૬૯. Page #384 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂર્વ અવસર ૩૬૫ કેવળજ્ઞાન થયા પછી અઘાતી કર્મોની સ્થિતિ તે દેહની સ્થિતિ સુધી જ ટકે છે, કારણ કે ઘાતી કર્મને નાશ થવાથી આત્માને નવ દેહ ધારણ કરવાનો રહેતું નથી. ભવનાં બીજરૂપ રાગદ્વેષને સંપૂર્ણ નાશ હોવાથી કર્મના રજકણે કેવળીને ચેટી શકતા નથી. તેમને તે, આપણે આગળ જોયું તેમ, એક સમયે કર્મ બંધાય, બીજે સમયે વેદાય અને ત્રીજે સમયે નિર્જરી જાય તેવી ઈર્યા પથિકી ક્રિયા હોય છે. એથી જ શ્રીમદ કહે છે કે, તે દહાયુષ આધીન જેવી સ્થિતિ છે ” અર્થાત્ દેહ હોય ત્યાં સુધી જ અઘાતી કર્મો રહે છે. આયુષ્ય પૂર્ણ થઈ જતાં “દેહિક પાત્ર”માં હેવાનું જીવને પૂર્ણ થઈ જાય છે. કેવળી પ્રભુ પણ આયુષ્ય હોય ત્યાં સુધી દેહને ટકવા દે છે, કારણ કે શ્રી નગીનદાસ શેઠ લખે છે તેમ – દહન પરાણે પાડવાથી દેહથી છૂટી શકાતું નથી. પરંતુ તેથી તે દહબંધન અને દુઃખબંધન વધે છે, દેહ પ્રાપ્ત થવાનાં મૂળ કારણે નાશ કરવાથી દેહ આપોઆપ છૂટી જાય છે. દેહ આપોઆપ ન છૂટે ત્યાં સુધી દેહની સ્વાભાવિક ક્રિયાઓ થયા કરે છે એમાં કશું બંધન નથી, કારણ કે ક્રિયા કરવા છતાં આત્માની રુચિ – વૃત્તિ તો આત્મામાં જ છે, પુદગલોમાં નહિ. આત્મા અશરીરી છે, નિરાકાર છે એવી ભાવના હોય છે ... તેથી દૈહિક પાત્રતા મટી જાય છે.”૮૩ આમ ગાથા ૧૫, ૧૬માં શ્રીમદે સગી કેવળી દશાનું વર્ણન કર્યું છે. ૧૩મે ગુણસ્થાને પ્રવર્તતા જીવના બે પ્રકાર છે: તીર્થકર અને સામાન્ય. બંનેની આત્મશક્તિ સરખી હોય છે, છતાં તેમના પૂર્વ સંચિત કર્મમાં ભેદ હોવાને લીધે બે પ્રકાર પડી જાય છે. શ્રી સંતબાલજી તીર્થકરને વિશેષ કેટિન ગણવાનું કારણ બતાવતાં યોગ્ય જ લખે છે કે – તેઓ પોતે એકલા ઊડતા નથી. પોતાની પાંખમાં આખા જગતને લઈને ઊડે છે ..થંભી ગયેલા કે વિકૃત થયેલા પ્રગતિવહનને તેઓ સાચે નક્કર વેગ આપે છે. ધર્મના પાયાથી માંડીને નિર્ભેળ શુદ્ધિ કરે છે. અને અધર્મના જોરને નબળું પાડે. છે. સૂક્ષ્મ શક્તિઓની પ્રબળતાથી રાક્ષસી પશુબળાને હંફાવી જગત સમક્ષ ચમત્કારી આદર્શ ખડા કરે છે . તેઓ જીવનવિકાસનો વ્યવસ્થિત કમ અને એ માર્ગે જવાનાં સાધના બતાવે છે. પ્રત્યેક ક્ષેત્રમાં લોકોત્તર કાંતિ કરે છે એટલું જ નહિ બ૯કે પતાવી પાછળ વારસામાં પણ ચેતનવંતી તાલીમબદ્ધ સિદ્ધિસંઘની સેના અને નય અનુભવનું સાહિત્યધન મૂકી જાય છે.”૮૪ પણ આવા પુરૂ વિરલા જ હોય છે. જૈન આગમ જણાવે છે કે છ આરા જેવા નિરવધિકાળમાં માત્ર ૨૪ તીર્થકરો થાય છે, અને અનેક ભવના પરિશ્રમ પછી તેઓ એ પદ સાધી શકે છે. તીર્થકર સિવાયના આ ભૂમિકામાં રહેલા અન્ય પુરુષે પણ જગદપકારક તો છે જ, કારણ કે તેઓ પણ સંસારના દાહક વાયુમાં શાંતિનો સંચાર અને ચારિત્રની સુવાસ ભરીને જગતને ગુપ્ત રીતે તાજગી આપ્યા કરે છે. પણ આવા ગુપ્ત પુરુષો તરફથી મળતી સામગ્રી સક્રિય સર્વવ્યાપક સ્વરૂપ નથી ધારણ કરી શક્તી, એ જ એની સામાન્યતા છે. ૮૩. “પરમપદપ્રાપ્તિની ભાવના', પૃ. ૨૧૯. A ૮૪. ” સિદ્ધિનાં સોપાન', પૃ. ૧૭૩. Page #385 -------------------------------------------------------------------------- ________________ ३६६ શ્રીમન્ન જીવનાસદ્ધિ આ બંને પ્રકારના પુરુષો માટે, તેમના દેહની સ્થિતિ પૂરી થાય એટલે, એક જ ગતિ છે, અને તે સિદ્ધગતિ. દહાયુષ પૂર્ણ થતાં સિદ્ધક્ષેત્રે જઈ તેઓ અનંત સમાધિસુખમાં વિરાજે છે. કેવળી ભગવાનનું આયુષ્ય પૂર્ણ થવાને અંતમુહર્ત કાળ બાકી રહે ત્યારે તેઓ શુકલધ્યાનના ત્રીજા પાયામાં પ્રવર્તે છે, એવું શાસ્ત્રવચન છે. તે વખતે તેઓ સમુદ્દઘાત કરે છે. સમુદ્રઘાત એટલે શેષ રહેલાં કર્મોને એકસાથે પ્રબળપણે ખેંચીને ભોગવી લેવાં તે. કેવળીને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર કર્મ હોય છે. તેમાંની દરેકની સ્થિતિ આયુષ્ય જેટલા જ કાળની નથી હોતી, તેથી તે બધાંને સંપૂર્ણ પણે ભોગવી લેવા માટે કેવળી પોતાની શક્તિ વડે તે કર્મોને ખેંચીને આયુષ્યના અંતભાગમાં સંપૂર્ણપણે ભેગવી લે છે. કર્મ ખેંચીને ભોગવી લેવાની આ ક્રિયાને “કેવળી સમુદ્યાત”૮૫ કહેવામાં આવે છે. કેવળીને સમુદ્રઘાત કર્યા પછી ૫ લઘુ સ્વર અ, ઈ, ઉ, ઋ ને લ –ને ઉરચાર કરીએ તેટલે સમય બાકી રહે છે, એટલા સમયમાં આત્માના મન, વચન અને કાયાના કેગનો સંપૂર્ણ રાધ હોય છે, મનાદિ પણ અન્ય કર્મની જેમ પુદગલનાં બનેલાં છે, તેથી તેના યોગને સંપૂર્ણ રાધ હોય છે, અને તે રોધ થતાં બધાં પુદ્ગલ સાથે સંબંધ છૂટી જાય છે. આથી આત્માને “ગરહિત ” દશા પ્રાપ્ત થાય છે. તે દશાનું એટલે કે “અગી કેવળી ની દશાનું વર્ણન શ્રીમદ્દ ૧૭મી કડીમાં આ પ્રમાણે કરે છે – મન, વચન, કાયા ને કર્મની વગણ છૂટે જહાં સકળ પુદગલ સંબંધ છે; એવું અગી ગુણસ્થાનક ત્યાં વર્તતું; મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જે.” અપૂર્વ ૦ ૧૭ ૧૩માં ગુણસ્થાનના અંતભાગમાં આત્માનું મન, વચન અને કાયાના પેગ વગરનું ૧૪મું ગુણસ્થાન પ્રગટ થાય છે, તે વિશે શ્રીમદ્ આ કડીમાં કહે છે કે મન, વચન, કાયા અને કર્મ એ સર્વ પુદ્દગલ સાથે સંબંધ જયાં છૂટી જાય છે, અને જ્યાં મહાભાગ્યવાન, સુખદાતા અને સંપૂર્ણ બંધરહિત દશા પ્રવર્તે છે એવા અગી કેવળીના ગુણસ્થાને પહોંચવાનો અપૂર્વ અવસર કયારે આવશે ? ૧૩માં ગુણસ્થાનના અંતભાગમાં જીવને ૧૪મું ગુણસ્થાન પ્રગટે છે. તે વખતે મન, વચન, કાયા અને કર્મના પુદ્ગલ પરમાણુઓ સાથેનો સંબંધ પૂર્ણપણે છૂટી જાય છે. મન વગેરે પણ પુદ્ગલ પરમાણુઓનાં બનેલાં છે, તેથી મન, વચન આદિન ગ રૂંધાતાં તે પુદગલ-પરમાણુઓ આત્માના પ્રદેશ પરથી ખરી જાય છે. અને તેને ખ્યાલ આપણને આ કડીની પહેલી બે પંક્તિ પરથી આવે છે. પુદગલ-પરમાણુઓનો સંપૂર્ણ પણે સંબંધ છૂટતાં જે “અગી ગુણસ્થાન ” આત્માને વતે છે, તે ક્યા પ્રકારનું છે તે ચોથી પંક્તિમાં જણાશે. એ સમયે કેવળીને આમેપગ ૫. સમુધાત ૭ પ્રકારના છે : વેદના, કપાય, મરણ, ક્રિય, તેજસ, આહારક અને કેવળી. કેવળજ્ઞાની સાતમાં પ્રકારને સમુદ્દઘાત કરે છે. ૮ સમય સુધી રહે છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂર્વ અવસર ૩૬૩ શુક્લ ધ્યાનના ત્રીજા પાયામાં પ્રવર્તે છે. તેથી એ પદ પરમ સુખ આપનારુ· હોય છે, તે સ્થિતિમાં દુઃખનું નામનિશાન પણ નથી. આવી દશા પ્રાપ્ત કરવામાં માટુ' માન છે, ભાગ્ય છે, તે સવિત છે. એથી એ પદ “ મહાભાગ્ય ” ગણી શકાય. એ જ પક્તિમાં જણાવ્યા પ્રમાણે એ સ્થિતિમાં “ પૃણુ અબંધ ?' દશા પણ પ્રાપ્ત થાય છે. પુદ્ગલ-પરમાણુઆથી મુક્ત થઈ શકવુ' એ પણ જીવની મહાભાગ્યવાન દશા ગણાય. આથી જ હું અચાળી કેવળી ”ની દશાને શ્રીમદ્ “ મહાભાગ્ય ”, યાગ્ય વિશેષણાથી એળખાવેલ છે તે ચેાગ્ય જ છે. 66 "" સુખદાયક અને “પૂર્ણ અબધ” એવાં આમ શ્રીમદ્દે ૧૫, ૧૬, ૧૭ એ ત્રણ કડીએમાં સયેાગી તથા અયેાગી કેવળીની દશાનું વર્ણન આપ્યુ છે. અયેાગી કેવળી થયા પછી આત્મા સંબધનાથી મુક્ત થઈ સિદ્ધક્ષેત્રે જઈ અનંત સમાધિમુખમાં બિરાજમાન થાય છે. શુદ્ધ થયેલા આત્માના ગુણે અને તેની ગતિનુ વર્ણન શ્રીમદ્ આ પછી આપેલુ‘ છે. મેાક્ષનું વર્ણન — ૧૪મે ગુણસ્થાને આત્મા આટૅ પ્રકારનાં કર્માનેા ક્ષય કર્યા પછી કેવા અને છે તેનુ વર્ણન શ્રીમદ્દે કાવ્યના અંતભાગમાં આપ્યું છે. શ્રીમદ્ સિદ્ધની ભૂમિકાનું વર્ણન કરી તે પદ પ્રાપ્ત કરવાની ભાવના અંતભાગની કડીઓમાં વ્યક્ત કરે છે. મુક્તાત્માનું ચિત્ર રજૂ કરતાં શ્રીમન્ને ૧૮મી કડી રચી છે કેઃ— અપૂ૦ ૧૮ સિદ્ધપદ પ્રતિ પ્રયાણની તૈયારી કરતા આત્માના ગુણ્ણા વિશે શ્રીમદ્ આ કડીમાં જણાવે છે કે, હવે આત્માને કર્મના એક પણ પરમાણુને સ્પર્શ નથી, સબંધ નથી, તેથી તેને સંપૂર્ણ ક ક લક રહિત અને નિશ્ચળ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે; તેથી શુદ્ધ, નિરંજન, ચૈતન્યમૂર્તિ, અજોડ, અગુરુલઘુ, અમૂર્ત એવા આત્મા પેાતાના સ્વરૂપમાં સ્થિર થાય તેવા અપૂર્વ અવસર કયારે આવશે ? કેવળીએ સમુદ્દઘાત કર્યા પછી સર્વ કર્મીના શેષ રહેલા રજકણા પણ તેમના આત્માના પ્રદેશથી ખરી પડે છે, ત્રણે ચેાગ રૂ‘ધાઈ જાય છે. અને આયુષ્યના છેલ્લા સમયે શ્વાસેાવાસની ક્રિયા પણ બંધ પડી જાય છે. આ રીતે આત્માને શુભ કે અશુભ એક પણ ના પરમાણુ વળગેલા હાતા નથી. તેથી આત્માની સ્થિતિ સ’પૂર્ણ, કમલથી લાગતા કલ`ક વિનાની અને અડાલ એટલે કે આત્મપ્રદેશના કપ વિનાની થાય છે. આવા આત્મા કેવા ગુણાથી યુક્ત હાય છે, તે શ્રીમદ્દે આ કડીની પાછળની બે પક્તિમાં આપ્યું છે. તે ગુણી જોઈ એ. શુદ્ધ આત્મા શુદ્ધ છે, કારણ કે કર્મના એક પણ પરમાણુ સાથે તેને સ`બંધ રહ્યો નથી. નિર્જન આત્મા નિર્જન છે, કારણ કે તે કમલના અ‘જન વિનાના છે. — “ એક પરમાણુ. માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલ કરહિત અડાલ સ્વરૂપ જો; શુદ્ધ નિર ંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજપદ રૂપ જે ઝ www Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શ્રીમદની જીવનસિદ્ધિ ચૈતન્યમૂર્તિ – આત્મા તન્યમૂર્તિ શા માટે છે તે સમજાવતાં શ્રી નગીનદાસ શેઠ લખે છે કે – ચિદ ધાતુ પરથી એનો અર્થ કેવળ જ્ઞાનને ઘન એવો થાય છે. આત્મા કેવળ જ્ઞાનમય જ છે અને જ્ઞાન ચિતન્યસ્વરૂપ છે. જ્ઞાન અરૂપી અને ચિતન્યમય છે, તેથી આત્માને ચિતન્યમૂર્તિ કહેવામાં આવે છે.”૮૬ અનન્યમથ (અજોડ ) – એના જેવો બીજે કઈ નથી તેથી અજેડ. સિદ્ધદશા એ આત્માની શુદ્ધ દશા છે, સિદ્ધ સિવાયના આત્માઓ કર્મથી અવરાયેલા છે તેથી તેઓ શુદ્ધ આત્માની તેલ આવી શકે તેમ ન હોવાથી શુદ્ધાતમા અનન્યમય છે. અગુરુલઘુ – આ પદ સમજાવતાં શ્રી સંતબાલજી લખે છે કે – જેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપયોગ એ જીવનાં વિશિષ્ટ લક્ષણ છે, તેમ અગુરુલઘુ નામને ગુણ પણ એમાં છે. આત્મા ભારી હળવે થાય છે તે કર્મને લીધે, પણ તેને મૂળ ગુણ અગુરુલઘુ છે. અગુરુલઘુ એટલે આત્મા નથી ભારે કે હળવો, વૈજ્ઞાનિકોએ આત્માનું વજન નક્કી કર્યું છે, તે આત્માનું નહિ પણ પરભવ જતા જીવ સાથે રહેલા તેજસ અને કામણ શરીરનું છે ! આત્મા અરૂપી હાઈ તે માટે પણ નથી, નાને પણ નથી. નાનું અને મોટું એ વ્યવહાર પુદગલાસ્તિકાયને જ લાગુ પડે છે. ”૮ ૭ આત્માનો આ ગુણ હોવાને લીધે શું થાય છે તે બતાવતાં શ્રી કાનજીસ્વામી લખે છે કે – આત્મા પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટ થતાં સ્વગુણ ઉત્કૃષ્ટપણે પરિણમત હોવા છતાં, પિતાનાં એકરૂપ સ્વદ્રવ્યની મર્યાદા ઉલ્લંઘીને અન્ય દ્રવ્યમાં કે બીજા આત્માના પ્રદેશમાં ફેલાઈ જતો નથી. એવા મધ્યમ પરિણામ અગુરુ લઘુ ગુણના કારણે છે. કેઈ ગુણ કે કઈ દ્રવ્ય અનન્યપણે ન થાય એ પણ અગુરુલઘુ ગુણનું કાર્ય છે.”૮૮ અમૃત – અરૂપી, વર્ણ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શથી રહિત. સહજપદ– નિજ પદ, સ્વાભાવિક, શુદ્ધ, આનંદસ્વરૂપ એવી પિતાની સ્થિતિ તે સહજ પદ. શુદ્ધ, નિરંજન ચેતન્યમૂતિ એ આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરે ત્યારે પુદગલના એક પણ પરમાણુ સાથે તેને સંબંધ રહેતો નથી, આ શુદ્ધ થયેલો આત્મા સિદ્ધક્ષેત્ર તરફ ગતિ કરે છે, અને ત્યાં અનંત સુખમાં કઈ રીતે બિરાજે છે તે જુઓ – પૂર્વ પ્રયાગાદિ કારણના વેગથી, ઊર્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત છે, સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જે.” અપૂર્વ, ૧૯ ૬. “પરમપદ-પ્રાપ્તિની ભાવના ”. ૮૭. “સિદ્ધિનાં સોપાન', પૃ. ૧૮૮ની પાદનોંધ. ૮૮. “અપૂર્વ અવસર પરનાં પ્રવચન', પૃ. ૧૦૨. Page #388 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂર્વ અવસર ૩૬૯ સિદ્ધદશાના સુખને ખ્યાલ આપતાં શ્રીમદ આ કડીમાં કહે છે કે, કર્મક્ષય કરવા અત્યાર સુધી કરેલા સાધનારૂપ પૂર્વ પ્રયોગોના કારણે આત્મા કર્મથી મુક્ત થતાં તેની સ્વાભાવિક ઊર્ધ્વગતિથી તે સિદ્ધક્ષેત્રે પહોંચી જાય છે, અને ત્યાં તે આદિવાળા તથા અંત વિનાના સમાધિસુખમાં, અનંત જ્ઞાન તથા દર્શન સાથે સ્થિર થવાને અપૂર્વ અવસર ક્યારે આવશે ? જીવ અને અજીવ બંને સ્વભાવથી ગતિશીલ છે. જીવ સ્વભાવથી ઊર્ધ્વગતિ કરે છે અને પુદ્ગલ અધોગતિ કરે છે. અશુદ્ધ આત્મા નીચી, તીરછી, ગમે તે દિશામાં ગતિ કરે છે; તેમ થવાનું કારણ કમલનું દબાણ હોય છે, પણ તે શુદ્ધ થતાં પોતાને સહજ એવી ઊદર્વગતિ સ્વીકારે છે. આત્મા આ ગતિ પૂર્વપ્રમાદિ કારણના યોગથી કરે, તેમ પહેલી પંક્તિમાં બતાવાયું છે, પૂર્વ પ્રયોગ એટલે પૂર્વબદ્ધ કર્મ છૂટી ગયા પછી પણ તેનાથી મળતે વેગ. પૂર્વપ્રયાગનાં ૪ દાંતે શાસ્ત્રમાં અપાયાં છેઃ ૧. કુંભારચક, ૨. બંધ છેદ, ૩. સ્વાભાવિક પરિણામ અને ૪. અસંગતા. (૧) કુંભારનો ચાકડે જેમ એક વખત જોરથી ફેરવ્યા પછી, ફેરવવાનું છોડયા પછી પણ પૂર્વે મળેલા વેગને પરિણામે ફર્યા કરે છે, તેમ કર્મમુક્ત આત્મા પણ મુક્ત થવા માટે પૂર્વે કરેલા પ્રયોગોના આવતા વેગથી ઊર્ધ્વગતિ કરે છે. (૨) કેશમાં રહેલું એરંડબીજ સુકાય ત્યારે કેશ ફાટવાથી તે વૃક્ષમાંથી નીકળી ઊંચે જાય છે તેવી રીતે કર્મબંધન દૂર થતાં આત્મા ઊંચે જાય છે. (૩) અગ્નિની જ્વાળા જેમ સ્વાભાવિક રીતે ઊંચે જાય છે તેમ આત્મા પણ સ્વાભાવિક ગતિથી ઊંચે જાય છે. (૪) તુંબડીનું સ્વાભાવિક લક્ષણ પાણીમાં તરવાનું છે, પણ માટીથી લેપાયેલી તુંબડી પાણીમાં ડૂબી જાય છે, અને માટી પાણીમાં પલાળીને નીકળી જાય છે ત્યારે તુંબડી જેમ તરવા લાગે છે, તેમ કર્મના સંગથી આત્મા અધોગતિમાં હતા, તે સંગ જતાં આત્માની ઊર્ધ્વગતિ થાય છે. આમ પૂર્વપ્રોગાદિ કારણથી આત્મા ઉદર્વગતિ કરે છે. અહીં પૂર્વપ્રગટ સાથેના આદિ” શબ્દથી એ સૂચવાય છે કે કર્મનાશની સાથે કેટલાક ભાવોનો પણ નાશ મોક્ષપ્રાપ્તિ માટે આવશ્યક છે. એ ભાવ મુખ્યત્વે ચાર છે: ઔપશમિક, ક્ષાપશમિક, ઔદયિક અને પરિણામિક, પૂર્વપ્રયાગાદિ કારણથી વેગ પામેલે આત્મા સ્વાભાવિક ગતિથી “સિદ્ધાલય” તરફ જાય છે. સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થયા પછી આત્મા જ્યાં સ્થિરતા પામે છે તેને સિદ્ધાલય કહેવામાં આવે છે. તે સ્થાન લોકને છેડે આવેલું છે. એથી ઉપર આત્મગતિ ન થવાનું કારણ એ છે કે એથી ઉપર જવા માટે ગતિમાં સહાયક થનારુ ધર્માસ્તિકાય તત્ત્વ અલોકમાં છે જ નહિ.”૮૯ Page #389 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ જીવ તથા અજીવ બંને હોય તે લોક, અને અજીવનું માત્ર આકાશતત્ત્વ જ હોય તે અલોક. “ સિદ્ધાલય” લોકને છેડે આવેલું છે. તેથી ઊંચે અલોકમાં ધર્માસ્તિકાય તત્ત્વ ન હોવાથી આત્મા ત્યાં ગતિ કરી શકતું નથી. અને નીચે આવવાનો છે તેને સ્વભાવ જ નથી, એથી આમા સિદ્ધક્ષેત્રમાં રહે છે. - સિદ્ધક્ષેત્રનાં સુખનું વર્ણન શ્રીમદે પાછળની બે પંક્તિઓમાં કર્યું છે. તે ક્ષેત્રમાં આત્માને સમાધિનું અનંત સુખ મળે છે. શ્રી નગીનદાસ શેઠ લખે છે તેમ – સમાધિ એટલે આત્મપરિણામની સ્થિરતા. છદ્મસ્થની સમાધિ અથવા આત્મસ્થિરતા સામાન્ય રીતે અંતમુહર્તાની કહી છે ત્યારે કેવળી અને સિદ્ધ ભગવંતની આત્મસ્થિરતા અખંડ હોય છે.”૯૦ અખંડ સ્થિરતાને લીધે સિદ્ધના સુખને અનંત ગણાવ્યું છે. આ સુખને આદિ છે પણ અંત નથી તેથી શ્રીમદ્ “સાદિ અનંત” સુખ કહ્યું છે. આત્મા કમલથી રહિત થઈ શુદ્ધપદ પામે ત્યારથી તેને એ સુખને અનુભવ મળે છે એ અપેક્ષાએ તે સુખ સાદિ કહેવાયું છે, અને તે સુખને કદી અંત આવવાને નથી તે જણાવવા તે અનંત કહેવાયું છે. તે સુખને “સાદિ અનંત” ગણવા માટે “ઉત્તરાધ્યયનસૂત્ર”માં નીચે પ્રમાણેને ઉલેખ મળે છે – “अगत्तेण साइया अपज्जवसिया वि य । પુરોળ મારવા અનવસિ વિ 1 | ”૯૧ અહીં બતાવ્યા પ્રમાણે સિદ્ધક્ષેત્રમાં એક સિદ્ધની અપેક્ષાએ આદિ અનંત કાળ છે, અને અનેક સિદ્ધની અપેક્ષાએ અનાદિ અનંત કાળ છે. સમ્યકજ્ઞાન અને સમ્યક્દર્શનના અનંત ગુણધર્મો કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે, તેથી તે સમાધિસુખને “અનંતજ્ઞાન” અને “અનંતદર્શન” સહિતનું શ્રીમદે આ કડીની ચોથી પંક્તિમાં ગણાવ્યું છે. તે વિશે “ઉત્તરાધ્યયનસૂત્ર”માં ઉલ્લેખ મળે છે કે -- "अरूविणो जीवपणा जाणदंसगसन्निया । મારું સહં સંરના ૩વમાં ક8 નધિ ૩ || ''૯ ૨ આ ગાથામાં બતાવ્યા પ્રમાણે તે સિદ્ધ ભગવાન ઘનરૂપ, જ્ઞાન અને દર્શનના ઉપયોગવાળા તથા ઉપમારહિત છે. તેઓએ અતુલ સુખ પ્રાપ્ત કર્યું છે, જેને માટે ઉપમા જ નથી. આવા ઉપમારહિત જ્ઞાન માટે શ્રીમદ ચગ્ય રીતે જ કહે છે કે – ૮૯. “સિદ્ધિનાં સોપાન”, પૃ. ૧૯૫. ૯૦. “પરમપદ-પ્રાપ્તિની ભાવના”, પૃ. ૨૩૩. ૮૧. “ઉત્તરાધ્યયનસૂત્ર”, અધ્ય. ૩૬, ગાથા ૬૫, ૫, ૩૪૭. ૯૨, એજન, ગાથા ૬૬, પૃ. ૩૪૭, Page #390 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂર્વ અવસર “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જે.” અપૂર્વ આ બે કડીમાં વર્ણવ્યું છે તેવું અપૂર્વ સુખ પામવાની શ્રીમદની અભિલાષા અહીં વ્યક્ત થયેલી છે. પોતે કેવું સુખ પામવા ઈચ્છે છે તેના ઉદાહરણ રૂપે શ્રીમદ્ સિદ્ધગતિનું - મેક્ષનું વર્ણન કર્યું છે. તે આપણે ઉપસંહારરૂપે રચાયેલી બે કડીમાં જોઈ શકીએ છીએ. ઉપસંહાર જીવના ચોથાથી ચોદમાં ગુણસ્થાન સુધીનું વર્ણન કર્યા પછી તેને ઉપસંહાર શ્રીમદે બે કડીમાં કર્યો છે. પોતે ઈચ્છેલા સુખનું વર્ણન, તથા તે પ્રાપ્ત કરવા જે પ્રયત્ન કરવા પડે તેનું વર્ણન તેમણે પહેલી ૧૯ કડીમાં કર્યું છે, પણ તે વિશે તેમને પૂરો સંતોષ થયો ન હતા, તેમને લાગતું હતું કે પોતાને જે કહેવું છે તે પૂરતા પ્રમાણમાં તેઓ કહી શકયા નથી, કારણ કે તે અનુભવગેચર વાત છે, અને તે સંપૂર્ણ રીતે વ્યક્ત કરવામાં વાણીની મર્યાદા આડી આવે છે. પોતાને નડતી એ મર્યાદા સ્પષ્ટતાથી જણાવવા શ્રી તીર્થંકર પ્રભુનું ઉદાહરણ આપતાં તેઓ ૨૦મી કડીમાં કહે છે – જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહિ પણ તે શ્રી ભગવાન જે; તેહ સ્વરૂપને અન્યવાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.” અપૂર્વ ૨૦ શ્રી સર્વજ્ઞભગવાન જે સિદ્ધપદને તેમના જ્ઞાનમાં જોયું છે, તેનાં સુખને તથા સ્વરૂપને તેઓ પણ સંપૂર્ણ પણે વર્ણવી શક્યા નથી. વાણીની મર્યાદા તેમને પણ નડી છે. શ્રી સંતબાલજી કહે છે કે – વાણું એ અંતઃકરણના ભાવાન વ્યક્ત કરવાનું એક સાધન ખરું પણ શબ્દસ્વરૂપ ધર્યા પછી એ પુદ્ગલ હાઈને એનું સ્વરૂપ પલટાઈ જાય છે. એટલે જ ગમે તેવા પ્રેરક ભાવોથી વાણું નીકળી હોય તોય પાઠકનો આત્મા, પ્રેરણું ઝીલી શકે તેટલો તૈયાર ન હોય તે એને સાર્થક થતી નથી.”૯૩ એથી જ સર્વજ્ઞ પુરુષને પરમપદને અનુભવ હોવા છતાં, એ અનુભવને સવજ્ઞપુરુષ વાણીમાં પૂર્ણ પણે ઉતારી શકતા નથી. આ અંગે શ્રી નગીનદાસ શેઠે કહ્યું છે કે – શ્રી સર્વજ્ઞ ભગવાને સિદ્ધાત્માનું સ્વરૂપ તેમના કેવળજ્ઞાનમાં જાણ્યું તેના અનંતમા ભાગે તેઓ વાણીમાં ઉતારી શકે, કહી શકે, અને જેટલુ વાણી દ્વારા કથન થાય તેના અનંતમાં ભાગે છદ્મસ્થ ગણધર ભગવાન તેમના જ્ઞાનમાં ઝીલી શકે, અને તેના પણ અનંતમાં ભાગે તેઓ બીજાને સમજાવી શકે. ”૯૪ ૯. “સિદ્ધિનાં સોપાન”, પૃ. ૨૦૧. ૯૪. “પરમપદ-પ્રાપ્તિની ભાવના ", પૃ. ૨૩૫. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ આ પરથી સમજાશે કે શ્રીમદ્દે સત્ય જ કહ્યું છે કેઃ– 66 68 પદ શ્રી સને ઢીં જ્ઞાનમાં, કહી શકયા નહિ પણ તે શ્રી ભગવાન જો;” અપૂર્વ જે પદનું પૂરેપૂરું વર્ણન શ્રી ભગવાન પણ નથી કરી શકયા તે પદનું પૂરુ વર્ણીન અન્ય છદ્મસ્થની વાણી તા કથાંથી જ કરી શકે ? એ પ્રશ્ન શ્રીમદ્દે પેાતાની વાણીની મર્યાદા બતાવવા ખૂબ જ યાગ્યતાથી ત્રીજી પક્તિમાં મૂકથો છે. શ્રી પ્રભુન તથા પાતાને વાણીની એ મર્યાદા નડવાનું કારણ શ્રીમદ્ ચેાથી પક્તિમાં બતાવે છે કે, “ અનુભવગાચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.” સિદ્ધપદનાં સુખનું જ્ઞાન તે વાણીથી પર છે તે જ્ઞાન તે અનુભવ થાય ત્યારે જ પામી શકાય. આ જ્ઞાન અનુભવગમ્ય હાવાનું કારણ અતાવતાં શ્રી નગીનદાસ શેડ લખે છે કે “જેને સમ્યક઼દન વડે અનુભવ થયેા છે તેણે અંશે સ્વાનુભવથી આખું દ્રવ્ય પ્રમાણ જાણ્યુ છે. હું શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છું, ચૈતન્યસ્વરૂપ છું એવા વિકલ્પમાત્રથી આત્મસ્વરૂપના આનંદ અનુભવી શકાય નહિ. પણ રાગરહિત જ્ઞાનમાં એકાગ્રતાથી સમ્યક્ત્તાની પરાક્ષ તેમ જ પ્રત્યક્ષ પ્રમાણથી જાણે છે. તેથી આત્મસ્વરૂપ માત્ર અનુભવગાચર જ છે. ’૯૫ શ્રીમદની જીવનસંદ્ધ મુક્તિપુરીના સુખને શ્રીમદ્રે અહી વર્ણનાતીત બતાવ્યું છે. “ આચારાંગસૂત્ર”માં પણ તે સુખને કલ્પનાતીત ગણાવાયુ છે, તે નીચેની ગાથા જોતાં જણાશે. “ વે સા નિમકૃતિ, તા જ્ઞત્ય ને વિનતિ, મતી તથળ નાહિતા, બોએ અતિદાસ લેયને ।'૯૬ આ સૂત્રમાં બતાવ્યું છે તે પ્રમાણે મુક્તિના સુખમાં રહેનારા જીવાની જે અવસ્થા વતે છે તે જણાવવા કોઈ પણ શબ્દ સમ થતા નથી, કોઈ પણ કલ્પના દોડી શકતી નથી, અને કોઈની મતિ પહેાંચી શકતી નથી. ત્યાં સકલકરહિત એકલા જીવ સપૂર્ણ જ્ઞાનમય બિરાજે છે. “ આચારાંગસૂત્ર”ની આ પ્રકારની ગાથાઓના અભ્યાસથી આત્મસ્વરૂપના જ્ઞાનની વાત CC અનુભવગાચર ” વિશેષપણે તેમને જણાઈ હતી. આમ ૨૦મી કડીમાં સિદ્ધ જીવાના સુખના વર્ણનની બાબતમાં પાતાની મર્યાદા જાહેર કર્યા પછી શ્રીમદ્ ૨૧મી કડીમાં આ આખું પદ રચવાના ઉદ્દેશ રજૂ કરે છે કે :— એહ પરમપદ પ્રાપ્તિનું કયું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મારથ રૂપ જે; તાપણુ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. ” અપૂર્વ૦ ૨૧ જે પરમપદ છે, કલ્પનાતીત છે, તે પદ્મ પ્રાપ્ત કરવાનુ શ્રીમદ્દે ધ્યેય આંધ્યુ છે, તેમ તેઓ પહેલી પક્તિમાં જણાવે છે. પાતાની હાલની સ્થિતિ જોતાં તે તેમને તે ગજા બહારનું કાર્ય, ૯૫. “ પરમપદ-પ્રાપ્તિની ભાવના ', પૃ. ૨૩૬. ૯૬. “ આચારાંગસૂત્ર”, અવ્યુ પ, ઉ. ૬, સ. ૯, પૃ. ૫૭. Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩. અપૂર્વ અવસર એટલે કે માત્ર મનારથના સામ્રાજ્ય જેવુ લાગે છે. તેનુ કારણ એ છે કે આ કાવ્ય લખ્યું ત્યારે શ્રીમદ ગૃહસ્થદશામાં હતા. અને આ પદ પામવા માટે તા આગળની કડીઓમાં વર્ણવ્યા છે તેવા ભગીરથ પુરુષાથ કરવા અનિવાય છે, તે તેઓ જાણતા હતા. તેમની તે વખતની પરિસ્થિતિ અનુસાર તેઓ એવા પુરુષાથ ઉપાડી શકે તેમ નહાતા, તેથી જ તેમણે પેાતાના મનાથને “ ગજા વગર ”તુ' ગણાવેલ છે. તેમ છતાં મનના મારરૂપ લાગતું એ પદ પ્રભુ આજ્ઞાએ ” પ્રાપ્ત થવાનું છે તેવા નિશ્ચય તેમને પ્રવર્તે છે તે તેમણે છેલ્લી બે પક્તિએમાં બતાવ્યું છે. પ્રમુ-આજ્ઞાથી એટલે જિનશ્વર ભગવાન પ્રણીત કરેલા માર્ગે ચાલવાથી પાત સિદ્ધસ્વરૂપ થવાના છે તેવા પેાતાના નિશ્ચય તેમણે અહીં દર્શાવ્યા છે. 66 66 “ અપૂર્વ અવસર ” એ શ્રીમની અંગત સ્થિતિ વ્યક્ત કરતું કાવ્ય છે તે આપણે પ્રસંગાપાત્ત જોયુ છે. આમ હાવાના આપણને પ્રથમ નિર્દેશ આ કાવ્યની ત્રીજી કડીમાં ઃ ઊપજ્યા ” શબ્દમાં મળે છે. તે પછી ૧૩મી કડીમાં “ આવું ત્યાં...” પરથી મળ્યા. તે પછી ૧૪મી કડીમાં “ પ્રગટાવુ નિજ ... ” એ ૫ક્તિમાં મળ્યા. આ બધા ઉપરાંત તે વિશેના સૌથી સ્પષ્ટ નિર્દેશ આપણને આ છેલ્લી કડીમાં મળે છે. અહી તા તેમણે પાતાનુ નામ સ્પષ્ટ રીતે ગૂંથીને પોતે આદર્શરૂપ માનેલા પદને પામવાના નિશ્ચય જણાવ્યા છે. જુએ — “ તા પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો, ’’ અપૂર્વ એ જ રીતે આ કડીની પહેલી એ પ`ક્તિએ પણ આ કાવ્ય અંગત હાવાની સાક્ષી પૂરે છે “ એહ પરમપદ પ્રાપ્તિનું કયું ધ્યાન મે', વગર ન હાલ મનાથ ૩૫ જા. અપૂ ,, ગજા ૩૭૩ અહી’ મે ’” તેમણે પાતાના જ માટે વાપરેલું છે તે કોઈ પણ વ્યક્તિ સમજી શકે એવું છે. આ કાવ્ય વિશે શ્રી રમણલાલ જે. જોષી લખે ઇં કે :~ “ આશ્રમ ભજનાવલિમાંનું એમનું પ્રસિદ્ધ કાવ્ય અપૂર્વ અવસર જોતાં જણાય છે કે જૈન ધર્મ પ્રમાણે ચારથી તેર ગુણસ્થાનક છે, અને તેમણે સ'ક્ષેપમાં પણ સચાટ રીતે કાવ્યસ્વરૂપે મૂકી આપ્યાં છે. પ્રસ્તુત કાવ્યની કેટલીક લીટીના ભાવા ઉપનિષદના કેટલાક મંત્રા સાથે મેળમાં બેસે છે. ઉદાહરણ તરીકે “ જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં ” વાળી ટૂંક મુણ્ડકાપનિષદના કેટલાક મંત્ર સાથે સરખાવવા જેવી છે. લગભગ બધા ધર્મોને માન્ય એવી દેહભાવ વર્જીને આત્મભાવમાં અપ્રમત્ત સ્થિતિ કરવાની વાત એમણે અનેક જગ્યાએ ભારપૂર્વક કહી છે, પણ જ્યારે તે “એહ પરમપદપ્રાપ્તિનુ* કર્યું. ધ્યાન મેં ” એમ કહું છે ત્યારે એમનું લક્ષ “ નિર્વિકલ્પ સમાધિ ” અથવા તો ગીતા જેને “ બ્રાહ્ની સ્થિતિ ” કહે છે તે હોય એમ લાગે છે. એ વખતે એમને આ વસ્તુ ગજા વગરના મનારથ હાય તેમ જણાય છે, પણ આ વસ્તુ બનવાની જ છે, એમના પાતા વિશેની આ શકયતાનું સંપૂર્ણ દર્શન અવશ્ય થયું છે, એ વાત ભક્તહૃદયી જ્ઞાની કહી દે છે - = Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શ્રીમદની જીવનસિદ્ધિ તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રદ્ય, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જે.” અપૂર્વ, - “શ્રીમદ રાજચંદ્ર મહાન જ્ઞાની કે જૈનધર્મના અખા ભાગકાર હોવા છતાં પણ એમની પ્રકૃતિને એક ભાગ નિર્વિવાદપણે કવિન છે – વધારે છૂટ લઈને કહું તો, તે સ્વભાવે કવિ જેવા છે.”૯ ૭ આ બધાં પ્રમાણથી આપણે કહી શકીએ કે શ્રીમદે આ કાવ્ય પિતાની આંતરિક સ્થિતિને વ્યક્ત કરતું રચ્યું છે. તે પ્રમાણે વિચાર કરીએ તો કાવ્યના બે ભાગ દેખાય છે. પહેલા ભાગમાં ૧૨ કડી બીજા ભાગમાં ૯ કડી મૂકી શકાય. આ વિભાગ પાડવાનું કારણ તેમાં નિરૂપાયેલું વર્ણન છે. પ્રથમની ૧૨ કડીઓ આપણે વાંચીએ ત્યારે તેઓ પોતાના ભૂતકાળની વાત કરતા હોય તે જાતનું આલેખન તેમાં જોવા મળે છે. અર્થાત્ તે પ્રકારનું ચારિત્ર તેમણે પૂર્વભવમાં પાળ્યું હોય તેવી છાપ આપણું મન પર પડે છે. ઉદાહરણ તરીકે ત્રીજી કડીની પહેલી પંક્તિમાં જણાવ્યું છે કે, “દનમેહ વ્યતીત થઈ ઊપયે બેય જે ” તે સ્પષ્ટ ભૂતકાળની વાત લાગે છે. ભવિષ્યની હેત તે “ દર્શનમેહ વ્યતીત કરી ઉપજાવું.” એવી કઈ જાતનું લખાણ હત. ૧૨મી કડીની પંક્તિ “ સર્વે માન્યાં પુદગલ...” પણ ભૂતકાળની વાત હોય એમ લાગે છે. ભવિષ્યની વાત હોત તો “સ માનું પુદ્ગલ...” એવી જાતનું લખાણ હોત. આ પરથી આપણે કહી શકીએ કે તેમણે આ પ્રકારનું ચારિત્ર પૂર્વના કોઈ ભવમાં પાળ્યું હોવું જોઈએ, જેના સંસ્કારો આ ભવે આ પ્રકારનું લખાણ તેમની પાસે કરાવે છે. આ અનુમાનને તેમણે લખેલા પત્રમાંનાં નીચેનાં વચને પણ સમર્થન આપે છે. જુઓ – સત્સંગનું માહાસ્ય પૂર્વભવે વેદન કર્યું છે, તે ફરી ફરી સ્મૃતિરૂપે થાય છે, અને નિરંતર અસગપણે તે ભાવના સ્ફરિત રહ્યા કરે છે.”૯૮ *ઉપશમશ્રેણે બે પ્રકારે છેઃ એક આજ્ઞારૂપએક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવારૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞારાધન સુધી પતીત થતું નથી. પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણને લીધે પડે છે. આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે.”૯૯ પોતાના ભૂતકાળના વર્ણનરૂપ લાગતું આ લખાણ ૧૨ મી કડી પછી પલટો લે છે. અને ભૂતકાળ ભવિષ્યમાં પલટાય છે. જુઓ ૧૩ મી કડીની બીજી પંક્તિ - “આવું ત્યાં જ્યાં કરણઅપૂર્વ ભાવ જે.” અથવા ૧૪ મી કડીની ચોથી પંક્તિ - “પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે” વગેરે. બીજી રીતે જોઈએ તોપણ તે સમજાય તેમ છે. આ કાવ્ય લખ્યું તે ૯૭. “ શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ', પૃ. ૯૧. ૯૮. “ શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૩૨. ૯. અજન, પૃ. ૨૫૦. Page #394 -------------------------------------------------------------------------- ________________ ૬. અપૂર્વ અવસર ૩૭૫ સમય સુધી તેમણે શ્રેણી માંડીને કેવળજ્ઞાન પ્રગટાવ્યુ' નહોતું તે સિદ્ધ વાત છે, કારણ કે એક વખત તે પદ મળ્યા પછી જીવનું પતન થતું નથી. અને અહીં ૨૧ મી કડીમાં તા તે પદ મેળવવાની ભાવનાને જ પાતે “ મનારથરૂપ ” ગણાવી છે, અર્થાત તે પદ પ્રાપ્ત થયું નથી તે બતાવ્યુ છે. એટલે કે શ્રેણી માંડવા પછીના આત્માના વિકાસ કરવાના તેમને બાકી હતા, એટલે તે ભવિષ્યકાળની વાત છે તેમ કહી શકાય. આમ અપૂર્વ અવસર ’’માં શ્રીમની આંતરિક સ્થિતિનાં બે સ્વરૂપ આપણને જોવા મળે છે. આ કાવ્ય શ્રીમની આંતરિક સ્થિતિ વ્યક્ત કરતું કાવ્ય હાવા છતાં, તે કોઈ પણ અધિકારી જીવને આસ્વાદ્ય બની શકે તેવુ છે. તેમાં જે વિકાસક્રમ નિરૂપિત થયેલા છે તે કેાઈ પણ જીવને એકસરખી રીતે લાગુ પડી શકે તેવા છે ભલે પછી તે પેાતાની જાતને લક્ષમાં રાખીને નિરૂપાયા હોય. આ જ શ્રીમદ્રના કાવ્યત્વની ખૂબી છે. સાચા કવિ એ જ કે જે પેાતાના અંગત અનુભવને “સામાન્ય જનના ” અનુભવમાં પલટાવીને રજૂ કરી શકે. એ ન્યાયે શ્રીમને સાચા કવિ કહી શકાય. આથી તા પૂ. સંતબાલજી યાગ્ય જ લખે છે કે ~~ ‘રસારમાર્જ.... વાય' જાચ્યમ્' કે ‘ ધ્વન્યામાથ્ય' ગમે તે કાવ્યલક્ષણ લઈ એ પણ તેઓ હાડાહાડ કિવ હતા. ગદ્ય અને પદ્ય બંનેમાં રસઝરી નિરતર વહેતી.''૧૦૦ શ્રીમદની આ કવિત્વશક્તિથી પ્રભાવિત થઈને શ્રી કાનજીસ્વામીએ કહ્યુ` છે કેઃ : “ આ કાવ્યના એકે એક શબ્દની પાછળ ગંભીર ભાવાર્થ રહેલા છે. ’૧૦૧ એગણત્રીશ વર્ષની યુવાન વયે શ્રીમદ્રે સેવેલા મનારથના સામ્રાજ્યનુ નિરૂપણ આ કાવ્યમાં જોવા મળે છે. સામાન્ય રીતે એ વયે ધન, વૈભવ, સત્તા, કુટુ'બ, સાંસારિક સુખા વગેરે મેળવવાની આકાંક્ષા હોય, પણ શ્રીમદને તા એ વયે તેસના ત્યાગની અને મેક્ષપદ મેળવવાની આકાંક્ષા હતી તે આપણે આ કાવ્યમાં જોઈ શકીએ છીએ. તે જ તેમના ઉચ્ચ વૈરાગ્ય બતાવે છે. તેમના એ વૈરાગ્ય વિશે પૂજ્ય ગાંધીજી આ કાવ્યની પહેલી બે કડી ટાંકીને લખે છે કેઃ “ જે વૈરાગ્ય એ કડીઓમાં ઝળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણ ક્ષણે તેમનામાં જોયેલા. ’૧૦૨ ઇચ્છેલું મેાક્ષપદ મેળવવા માટે, નિગ્રંથ મુનિ થઈ દ્રવ્ય તેમ જ ભાવથી શુદ્ધ આત્મચારિત્ર પાળવાના માર્ગ શ્રીમદ્ આદર્શરૂપ ગણ્યા છે. તે ચારિત્ર પાળતી વખતે સામાં આવતાં સંકટો દૂર કરવાના ઉપાય પણ તેમણે આ કાવ્યમાં વિચારી લીધા છે. અને તે બધાનું નિરૂપણ તેમણે ૧૯ કડીએ સુધીમાં કર્યું છે. શ્રીમદ્ કરેલુ‘ મોક્ષમાર્ગનું વર્ણન જૈન આગમ અને સૂત્રો અનુસાર છે, આથી કેટલીક ૫ક્તિઓમાં ઉત્તરાધ્યયનસૂત્ર', આચારાંગસૂત્ર ’”, “ દશવૈકાલિકસૂત્ર ”, “ ઠાણાંગસૂત્ર ક (( 95 .. ૧૦, • સિદ્ધિનાં સાપાન '', ૧૦૧, અપૂર્વ અવસર પરનાં પ્રસ્તાવના પૃ. ૧૨. . પ્રવચના '', પૃ. ૬૫. ૧૦૨ “ગાંધીજીની પ્રસ્તાવના, પ્ર. ૩'', શ્રીમદ્ અને ગાંધીજી, પૃ. ૪૬. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શ્રીમદની અવનસિદ્ધિ આદિ સૂત્રોની ગાથાઓની છાયા જોવા મળે તે સ્વાભાવિક છે. અને તેનો નિર્દેશ પ્રસંગોપાત્ત અહીં પણ કર્યો છે, એનો અર્થ એમ નથી કે જ્યાં ભાવની સમાનતા દેખાય છે ત્યાં જ તેની અસર છે. આ આખા કાવ્યમાં સૂક્ષ્મ રીતે જૈન આગમે, સૂત્ર વગેરેમાં નિરૂપેલા આચારવિચાર આદિની છાયા પથરાયેલી છે જેની કોઈ પણ વાંચનારને પ્રતીતિ આવી શકે છે. શ્રીમદ સ્વીકારેલ આદર્શ ઊંડાણથી જોઈએ તો તેમાં શ્રી તીર્થંકરપ્રભુનો જ આદર્શ જણાશે. આમ છતાં શ્રીમદની સાચી મહત્તા તો તેમણે પોતાના આદર્શને કેટલી કુશળતાથી નિરૂપ્યો છે, તેમાં છે. બાહ્ય તેમ જ આંતર ગંથિ છૂટવાથી આવતી જીવની નિગથદશા, તે દશામાં જીવને પ્રવર્તતી ઉદાસીનતા, મન, વચન અને કાયાના યોગની અવિચળ આત્મસ્થિરતા વગેરે એટલાં ક્રમસર અપાયેલાં છે કે એક પણ સ્થિતિ વિશે એવું નથી લાગતું કે તે અગ્ય સ્થાને છે. આ પ્રત્યેક પરિસ્થિતિને એગ્ય રીતે વ્યક્ત કરતા શબ્દો પણ તેમણે જ્યા છે. ભાષાની મુશકેલી તેમને ક્યાંયે નડતી હોય તેવું આ કૃતિમાં લાગતું નથી. આ કાવ્યની દશમી કડીમાં “સમભાવ” અર્થ વ્યક્ત કરતાં એમણે “સમદર્શિતા”, “સ્વભાવ નહિ ન્યૂનાધિકતા”, “શુદ્ધ સ્વભાવ”, એમ ચાર જુદા જુદા શબ્દો યોગ્ય સંદર્ભમાં રજૂ કર્યા છે. તે શબ્દોને સૂકમ અર્થ તેમના લક્ષ બહાર નહોતે, અર્થાત્ અહીં પ્રત્યેક શબ્દ સૂક્ષમ અર્થમાં પણ યોગ્ય નીવડ્યો છે. જેના પરિપાટી અનુસાર રચાયેલા આ કાવ્યમાં શ્રીમદ્ જન પારિભાષિક શબ્દોનો છૂટથી ઉપગ કર્યો છે. તે પારિભાષિક શબ્દોની સમજણવાળાને તો આ કાવ્ય વિશેષ આસ્વાદ્ય બને તેવું છે, અલબત્ત, એ પૂરતા અધિકારની તેમાં જરૂર છે ખરી. નિગ“થ, સંયમ, દર્શનમેહ, ચારિત્રમેહ, પરિષહ, ઉપસર્ગ, પ્રતિબંધ, ક્ષીણમેહ, ગુણસ્થાન, અપૂર્વકરણ આદિ અનેક જૈન ધર્મના પારિભાષિક શબ્દોને આ કાવ્યમાં ઉપયોગ થયો છે. અને તેનો અર્થ સમજવાથી આ કાવ્યનો સાચો આનંદ માણી શકાય છે. અને યોગ્ય અધિકારી તે તેમાંથી અનેક અર્થ તારવી શકે તેવી ક્ષમતા ધરાવતું આ અપૂર્વ કાવ્ય શ્રીમદે એક જ બેઠકે લખ્યું છે, તે હકીકત તેમની આધ્યાત્મિક ઉચ્ચ કક્ષા માટે આશ્ચર્ય ઉપજાવે છે. ગૃહસ્થાવસ્થામાં રહીને, સંસારની બધી જવાબદારી અદા કરતાં કરતાં, અંતરંગમાં આટલી ઉરચ શ્રેણી રાખવી તે કઈ અસામાન્ય વ્યક્તિનું જ કામ છે. આ કાર્ય શ્રીમદ સફળતાપૂર્વક પાર પાડયું હતું. તેમની એ અંતરગ શ્રેણી પ્રત્યે કોઈ પણ સમજુ માનવી માનથી મસ્તક નમાવે! અંતમાં, ટૂંકમાં કહી શકાય કે શ્રીમદ્દનું બીજું સાહિત્ય ન હોય તો પણ માત્ર “અપૂર્વઅવસર” એ એક જ કાવ્ય પણ શ્રીમદ્દના કવિત્વની અને ઝળહળતા વૈરાગ્યની પૂરી સાક્ષી આપી શકે તેમ છે. આ કાવ્ય વિશે પંડિત સુખલાલજીએ અભિપ્રાય આપ્યો છે કે – આ પદ્યનો વિષય જૈન પ્રક્રિયા પ્રમાણે ગુણશ્રેણી છે. એમાં પ્રક્રિયાનું જ્ઞાન અને ભાવતાદામ્ય સ્પષ્ટ છે. તે એવા આત્મિક ઉલ્લાસમાંથી લખાયેલ છે કે, વાંચનારને પણ તે શાંતિ આપે છે. જન પ્રક્રિયા હોવાથી ભાવની સર્વગમ્યતા આવવી શક્ય જ નથી... “ અપૂર્વ અવસર” એ ભજનમાંની ભાવનાવાળે આહંત સાધક –એકાંત આધ્યાત્મિક એકાંતની ઊંડી ગુહામાં સેવ્યસેવકને ભાવ ભૂલી, સમાહિત થઈ જવાની તાલાવેલીવાળું દેખાય છે.”૧૦૩ ૧૦૩ “શ્રીમદ્ રાજચંદ્ર – એક સમાલોચના', “ શ્રી રાજચંદનાં વિચારને, ૫. ૧૭૦. Page #396 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ પ્રકીર્ણ પદ્ય-રચનાઓ “આત્મસિદ્ધિ” તથા “અપૂર્વ અવસર” ઉપરાંત લગભગ ૧૮ જેટલી પદ્યરચનાઓ શ્રીમની વીસ વર્ષની વય પછીથી રચાયેલી ઉપલબ્ધ થાય છે. તે રચનાઓનું તરત જ નજરે ચડે તેવું લક્ષણ, તેમાં નિરૂપિત થયેલ વિષય છે. આ બધી રચનાઓ ધર્મ કે આત્માને લગતી તત્ત્વવિચારણાથી ભરપૂર છે. વીસ વર્ષની વય પછીથી શ્રીમદ્દે મોક્ષપ્રાપ્તિ માટે જે પ્રબળ પુરુષાર્થ ઉપાડ્યો હતો, તેનું તથા તે વિશેની વિચારણાનું પ્રતિબિંબ આપણે આ રચનાઓમાં જોઈ શકીએ છીએ. આ રચનાઓ ધર્મ કે આત્માને લગતી તત્ત્વવિચારણાથી ભરપૂર હોવા છતાં, તેના કેટલાક વિભાગ કરી શકાય છે. “બિના નયન”, “યમનિયમ”, “મારગ સાચા મિલ ગયા” તથા “હોત આસવા પરિસવા” એ જ રચનાઓ હિંદી ભાષામાં છે, જે શ્રીમદનું હિંદી ભાષા પરનું પ્રભુત્વ દર્શાવે છે. “લઘુવયથી અભુત થયો તરવજ્ઞાનને બેધ”, ધન્ય રે દિવસ આ અહે”, અને “આજ મને ઉછરંગ અનુપમ” એ ૩ કૃતિઓ શ્રીમદની આંતરિક પરિસ્થિતિ તથા પ્રસંગો વર્ણવે છે. “મૂળમાર્ગ રહસ્ય”, “પંથ પરમપદ બો” અને “આતમ ભાવના...... ” એ રચનાઓમાં શ્રીમદે મોક્ષમાર્ગનું નિરૂપણ કર્યું છે ? અને “દૃષ્ટિભેદથી ભિન્ન ભિન્ન મતદર્શન” તથા “લોકસ્વરૂપ રહસ્ય”માં મોક્ષમાર્ગનું નિરૂપણ સાથે અનુક્રમે ગુરુમહાભ્ય તથા સૃષ્ટિનું સ્વરૂ૫ વર્ણવ્યાં છે. આમ મોક્ષમાર્ગ ચીંધતી પ રચનાઓ મળે છે. જડ અને ચિંતન એ બે તત્વ વચ્ચેનો ભેદ શ્રીમદે “જડ ભાવે જડ પરિણમે” તથા “જડ ને ચૈતન્ય બંને દ્રવ્યને સ્વભાવ ભિન્ન” એ બે કૃતિઓમાં બતાવ્યો છે. જેના દર્શન અનુસાર સાચું જ્ઞાન કર્યું તે, “જિનવર કહે છે જ્ઞાન તેને” એ કાવ્યમાં કહ્યું છે. તેવી જાતનું જ્ઞાન થયા પછી, સાધકને પિતાની અલ્પતાનું ભાન થાય છે ત્યારે, કેવા ભાવ ઊઠે છે તે શ્રીમદ્દ “પ્રભુ પ્રત્યે દીનત્વ” નામના ૨૦ દેહરામાં આલેખેલ છે. “અંતિમ સંદેશ” એ શ્રીમદે પોતાના અંતિમ દિવસેમાં ગીજનની અભિલાષા વર્ણવતું પદ રચ્યું હતું તે રજૂ કરે છે. આ ઉપરાંત ગુરુમહાભ્ય બતાવતા કેટલાક દેહરા અને “બ્રહ્મરસ”ના વર્ણનની કેટલીક પંક્તિઓ ઉપલબ્ધ થાય છે. આ બધી રચનાઓમાં જૈન દર્શન અનુસાર તત્ત્વવિચારણા જેવા મળે છે. તેમણે મેક્ષમાર્ગ પણ જેના દર્શન અનુસાર વર્ણવ્યો છે. જોકે તેઓ કઈ મતના આગ્રહી ન હતા. પણ જૈન તત્ત્વવિચારણા તેમને ઉત્તમ જણાઈ હતી, તેથી તે અનુસાર રચના થાય તે સ્વાભાવિક છે. મેક્ષમાર્ગમાં સમ્યક જ્ઞાન, સમ્યફદર્શન અને સમ્યફચારિત્રની એકતાને મુખ્ય ગણવેલ છે. ४८ Page #397 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ની જીવનદ્ધિ અને એ ત્રણમાંથી કોઈ ને કોઈ તત્ત્વની વિચારણા આ પ્રત્યેક કાવ્યમાં જોવા મળે છે; તા “ મૂળમાર્ગ રહસ્ય '', “ પથ પરમપદ એધ્યેા ” આદિમાં આ ત્રણે તત્ત્વની વિચારણા સંક્ષેપમાં રજૂ થઈ છે. અને વીતરાગપ્રણીત માર્ગ જ શ્રેષ્ઠ છે તેવા શ્રીમદને અભિપ્રાય લગભગ અધાં કાવ્યામાં નજરે ચડે છે. >^â “ આ રચનામાં નજરે ચડે તેવું ખીજુ લક્ષણ તે કૃપા વિના મેાક્ષમાર્ગ પમાય નહિ, તે હકીકતના નિર્દેશ સદ્ગુરુનુ` માહાત્મ્ય કેવુ છે તે તેમણે “ યમનિયમ ’, રહસ્ય ”, “ મૂળમાં રહસ્ય ”, “ અતિમ સ‘દેશે! ” વગેરે 46 ગુરુમાહાત્મ્ય ” ઉપરાંત ભક્તિ, નવ તત્ત્વ, આદિ વિશેની મેાક્ષમાર્ગ ને લગતી વિચારણા આ રચનાઓમાં જોવા મળે છે. આમ શ્રીમદ્ની વીસ વર્ષ પછીની તમામ પદ્યરચનાએ આત્મા, ધર્મ, મેાક્ષમાર્ગ વગેરેને લગતી વિચારણાઓથી ભરપૂર છે. ગુરુ-માહાત્મ્ય. ” જ્ઞાની ગુરુની ઘણાં કાવ્યામાં તેમણે કર્યા છે. બિના નયન ”, “ લેાકસ્વરૂપ રચનાએમાં બતાવ્યુ છે. 66 કદની દૃષ્ટિએ જોઈએ તા આ રચનાઓમાં “ આતમભાવના... '' જેવી એકાદ પ‘ક્તિની રચનાથી શરૂ કરી “ પ્રભુ પ્રત્યે દીનત્વ” નામની ૪૦ પક્તિએ સુધીની રચના જોવા મળે છે. ૮૪ ૫ક્તિનુ “ અપૂર્વ અવસર” અને ૨૮૪ ૫ક્તિની આત્મસિદ્ધિ' જેવી ટ્વી રચનાએ પણ મળે છે. લગભગ ૧૦ જેટલી રચનાએ તા ૧૬ થી ૩૦ ૫ક્તિની મર્યાદામાં રહેલી જોવા મળે છે. “ ધન્ય રે દિવસ આ અહેા” જેટલી ટૂકી પક્તિવાળી રચના સાથે જિનવર કહે છે જ્ઞાન તેને સ ભવ્યેા સાંભળે! '' જેવી લાંખી ૫ક્તિઓની રચના પણુ અહીં મળે છે. ટૂં‘કમાં કહીએ તે, શ્રીમદ્રે પેાતાનાં ભાવ તથા વિચારણાને અનુકળ પ્રત્યેક કાવ્યનું કદ રાખ્યું છે, . આ બધી રચનાઓમાં અક્ષરમેળ છંદના ઉપયેાગ ભાગ્યે જ થયેલા છે. મુખ્યત્વે દાહરાના અને ગૌણપણે અન્ય માત્રામેળ છંદો તથા દેશીના ઉપયોગ કર્યા છે. બધી રચનાઓ ગેય છે. આમ ગેયત્વ એ આ રચનાઓનું એક લક્ષણ છે, અલંકારોની કે ભાષાની ભભક આ રચનાઓમાં નથી, પણ ઊંડી તત્ત્વવિચારણા, તેન વ્યક્ત કરતા અનુરૂપ શબ્દોની ગાઠવણી, તેમના કાવ્યત્વના ચમકારા વગેરે આ રચનાઓન સારી કક્ષાની બનાવે છે. આ રચનામાં સામાન્ય રીતે અંત્યાનુપ્રાસના ઉપયેાગ થયેલા જોવા મળે છે. સાથે સાથે ઉપમા, રૂપક આદિ કેટલાક અલંકારો કયારેક કન્યારેક ઉપયાગમાં લેવાયેલા છે. પણ આ રચનાઓની ખરી ખૂબી અલંકારાદિ બાહ્ય ગુણામાં નથી, પરંતુ સરળ ભાષામાં વ્યક્ત થતી ઊંડી તત્ત્વવિચારણામાં છે. આ બધી કૃતિએમાંની કેટલીક કૃતિ અખડિત દામાં મળતી નથી. કેટલીક રચનાઓની અમુક પક્તિઓ લુપ્ત થઈ ગયેલી છે. કાઈકમાં અડધુ· ચરણ તા કેાઈકમાં ત્રણ-ચાર પ ́ક્તિ મળતી નથી, અને તેટલા પ્રમાણમાં તે કૃતિએ ખડિત લાગે છે, અને એને કાવ્યરસ માણવામાં ખામી રહે છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ ૭. કઈ પધ-રચનાઓ શ્રીમદુની હિંદી રચનાઓ શાળામાં વ્યવસ્થિત અભ્યાસ કરીને શ્રીમદે હિંદી ભાષાનું જ્ઞાન મેળવ્યું ન હતું. તેમ છતાં પૂર્વના બળવાન ક્ષપશમથી આ ભાવના થોડા પ્રયને તેમને હિંદી ભાષા પર પ્રભુત્વ પ્રાપ્ત થયું હતું. નાની વયે હિંદીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવા જેવાં કાર્યો તેમણે કર્યા હતાં, પણ પછીથી તે તેમણે સીધેસીધી હિંદી ભાષામાં પદ્યકૃતિઓ પણ રચી હતી. એવી “બિન નયન”, “ યમનિયમ” આદિ ચાર પદ્યકૃતિઓ આજે ઉપલબ્ધ થાય છે, તેમાંની બે તેમની “હસ્તાંધ”માંથી પ્રાપ્ત થયેલી છે. - આ ચારે કૃતિઓ તેમની ૨૩ વર્ષની વય પછીથી રચાયેલી છે, તેમાં ગુરુમાતામ્ય, જ્ઞાનપ્રાપ્તિ પહેલાં જીવે કરેલાં અનેક સાધને, મૂળમાર્ગ વગેરે વિશેની શ્રીમદની વિચારણા રજૂ થયેલ છે. એ ચારે કૃતિઓ શ્રીમદનું હિંદી ભાષા પરનું પ્રભુત્વ દર્શાવે છે. બિના નયન ૧ વિ. સં. ૧૯૪૭ના અષાડ માસમાં, એટલે કે ૨૪મા વર્ષે શ્રીમદે આ હિંદી કાવ્ય રચીને પિતાના પરમ સ્નેહી શ્રી ભાગભાઈને વાંચન તથા મનન અર્થે કહ્યું હતું. શ્રીમદની આ પ્રથમ હિંદી રચના સૌને ઉપયોગી થાય તેવી છે. આત્માએ પોતાનું કલ્યાણ કરવું હોય તે શું કરવું જોઈએ તેની સૂચના અહીં છે દોહરા – બાર પંક્તિમાં અપાઈ છે. પ્રત્યેક દોહરા સ્વતંત્ર રચના ન રહેતાં, એકબીજા સાથે જોડાયેલા છે. આ કાવ્યની પહેલી જ પંક્તિ “બિના નયન પાવે નહિ, બિના નયનકી બાત” વિશે શ્રીમદ્દ વિ. સં. ૧૯પપના અષાડ માસમાં મનસુખભાઈ છગનભાઈને લખ્યું હતું કે – એ વાકયને હેતુ મુખ્ય આત્મદષ્ટિ પરત્વે છે. સ્વાભાવિક ઉત્કર્ષાથે એ વાક્ય છે. સમાગમના ગે સ્પષ્ટાર્થ સમજાવા ચગ્ય છે.”૨ આ દષ્ટિ, આખું કાવ્ય સમજવા માટે પણ ઉપયોગી છે પહેલી પંક્તિ આત્મદષ્ટિથી જોઈએ તો આ પ્રમાણે સમજાય છે નયન એટલે તત્વરૂપી લોચન. “બિના નયન” એટલે તત્ત્વરૂપી લોચન વિના, “બિના નયનકી” – નયન વગરનાની અર્થાત આત્માની વાત સમજાતી નથી. આત્મા જાણો તે ચર્મચક્ષની નહીં પણ આંતરચક્ષુની બાબત છે, તેથી આત્મા એ સ્થળ નયનથી પર છે. તેથી તે “બિના નયનકી બાત” કહેવાય છે. “તત્ત્વલોચન વિના, અંતર્મુખ દષ્ટિ ઊઘડ્યા વિના, આત્માને જાણી શકાતું નથી” – એ આત્મદષ્ટિથી વિચારતાં પ્રથમ પંક્તિનો અર્થ થાય છે. ૧. “શ્રીમદ રાજચંદ્ર , અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૯૨, આંક ૨૫૮. ૨. અજન, પૃ. ૨૩૬, આંક ૮૮૩. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રીમદ્ભી જીવનસિદ્ધિ આ દૃષ્ટિથી ન વિચારીએ અને વાક્યર્થ જ લેવા જઈએ તો તેમાં વિરોધાભાસ આવશે. તે પંક્તિને વાકયાર્થ આ પ્રમાણે થાય; “નયન વિના, નયન વગરનાની વાત સમજાય નહિ.” એટલે કે અંધ મનુષ્યને સમજવા માટે આંખે હોવી જોઈએ, તે અસંગત લાગે છે. ખરેખર તે એમ હોય છે, જેને આંખ ન હોય તે જ આંખ વિનાનાનું દુઃખ સમજી શકે. ત્યારે અહીં તો આંખ વગરનાનું દુઃખ જોવા આંખની આવશ્યકતા બતાવી છે, તેથી વિરોધ લાગે છે. આ દેખાતો વિરોધાભાસ, આત્મદષ્ટિથી વિચારતાં ટળી જાય છે તે ઉપર જોયું. આમ અનાયાસે ખૂબવાળી પંક્તિ શ્રીમદે અહીં રચી છે. બિના નયનની વાતરૂપે જણાવેલ આત્માને જાણવા માટે સદગુરુની અગત્ય બતાવતાં શ્રીમદે બીજી પંક્તિમાં લખ્યું છે કે, “સે સદ્દગુરુ કે ચરણ,સે પાવે સાક્ષાત્ ” સદ્દગુરુનાં ચરણે સેવવાથી, તેમની આજ્ઞા યથાતથ્ય પાળવાથી, આત્મા સાક્ષાત્ - પ્રત્યક્ષ થાય છે. આવા આત્મજ્ઞાન આપનાર ગુરુની અનિવાર્યતા બતાવતા બીજા બે દોહરામાં શ્રીમદે લખ્યું છે કે : બુગી ચહત જે પ્યાસકે, હે બુઝનકી રીત, પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત, ૨ એહિ નહિ હૈ કલ્પના, એહિ નહિ વિભંગ, કઈ નર પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ.” ૩ આત્માને જાણવાની લગની – તરસ જે જીવને લાગી હોય તે તે તરસ છિપાવવાને માર્ગ પણ છે. એ ઉપાય તે ગુરુની કૃપા. આ ઉપાય અનાદિ કાળથી જ્ઞાનીઓએ બતાવ્યો છે. ગુરુની આજ્ઞા યથાર્થ પાળવી, તેમણે કહેલા માર્ગે જ ચાલવું એ આત્મા પામવાને સારો ઉપાય છે. આ રસ્તે ચાલીને અનેક જીવો મુક્તિ પામ્યા છે, તેથી તે માર્ગ આત્મકલ્યાણ સાધવા માટે કપિત નથી, તેમ જ ભૂલભરેલો – વિભંગ – પણ નથી, સત્ય જ છે. આથી આ પંચમકાળમાં પણ આ માર્ગે જવાથી ઘણા જીવો આત્મજ્ઞાનને પામ્યા છે. આમ શ્રીમદ્ ગુરુમાતામ્ય ગાયું છે. આત્મજ્ઞાન પામવા માટે તથા ગુરુની આજ્ઞા પાળવા માટે જીવમાં કયા કયા લક્ષણો હોવાં જોઈએ તેની સમજ પાછળના ત્રણ દેહરામાં આપી શ્રીમદે આ કાવ્ય પૂર્ણ કર્યું છે. એ વિશે સૌ પ્રથમ હિતવચન કહ્યું છે કે “નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ, જ્ઞાનીના સમાગમ કે ઉપદેશથી જે કંઈ જ્ઞાનવૃદ્ધિ થાય તેનો ઉપયોગ બીજાને બેધવામાં નહિ પણ પોતાના આચારમાં ઉતારવા કરવો. આ પંક્તિ સમજાવતાં શ્રી રાવજીભાઈ દેસાઈ લખે છે કે – જે કંઈ સહ્યુતનું પઠન, પાઠન, મનન, ચિંતવન થાય તે માત્ર સ્વાધ્યાય અથે, પિતાના આત્માને જિજ્ઞાસા, વિચાર, જ્ઞાન, ધ્યાન, સમાધિ આદિ ઉત્તરોત્તર ઉત્તમ ભૂમિકા પ્રાપ્ત થાય, અંતર-ચક્ષુ પ્રગટે અને આત્માનંદરૂપે અમૃતરસની પ્રાપ્તિ થાય, જેથી પોતાનો આત્મા કર્મબંધનથી મુક્ત થાય તે લક્ષે જ ઉપદેશ ગ્રહણ થાય તે કર્તવ્ય છે.”૩ ૩. “શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણુ”, આવૃત્તિ ૧, પૃ. ૫૮. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૭. પ્રકીર્ણ પદ્યરચનાઓ બીજાને ઉપદેશ આપવા જતાં આત્મહિત ભુલાઈ જાય છે, કારણ કે તે માટેની સાચી દશા પ્રાપ્ત ન થઈ હોવાથી જીવ બેટા માનમાં તણાઈ જાય છે. જ્ઞાનીની દશા અને ભૂમિકા ન્યારી હોવાથી તેઓ માનમાં તણાઈ જતાં નથી, પણ સામાન્ય જીવને તેમાં તણાતાં વાર લાગતી નથી. સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ” એ પંક્તિમાં બતાવેલી સ્થિતિને ગ્રાક્ષ આપતાં કેટલાંક વચના શ્રીમદનાં લખાણમાં મળે છે: “અમે દેહધારી છીએ કે કેમ ? તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.”૮ “હું કેઈ ગછમાં નથી, પણ આત્મામાં છું, એ ભૂલશે નહિ.”પ આમ જ્ઞાનીને નિવાસ અસંગ અને અપ્રતિબદ્ધ આત્મામાં હોવાને લીધે તેમના દેશ અગમ અને સહુથી ન્યારો ગણાય છે. જપ, તપ, વ્રત વગેરે યમનિયમને જ આત્મજ્ઞાન પામવાના સાધનરૂપ માની જે કિયાજડ બની જાય છે તેઓ તો મિથ્યાવનું દઢીકરણ કરે છે, પણ જ્ઞાની પુરુષની આજ્ઞાથી એ બધું કરવામાં આવે તો તે આત્મજ્ઞાન પામવા માટે સહાયક થાય છે, અર્થાત્ સંતની કપ ન થઈ હોય ત્યાં સુધી જપ, તપ વગેરે ભ્રમરૂપ – સંસાર પરિભ્રમણ વધારનાર છે, અને સંતની કૃપા થતાં તે જ વ્રતે મુક્તિદાતા બને છે, તે સ્થિતિ શ્રીમદે પાંચમા દોહરામાં બતાવી છે. તેથી સર્વ સમપર્ણભાવથી સદગુરુનાં ચરણમાં વર્તવાનો બોધ કરતાં અંતિમ દેહરામાં શ્રીમદ કહે છે કે – પાયાકી એ બાત હૈ, નિજ છંદન છે; પી છે લાગ પુરુષકે, તે સબ બંધન તોડ.” ૬ અહી બતાવ્યા પ્રમાણે સૌથી મૂળભૂત વાત તો એ છે કે સ્વછંદ છોડ જરૂરી છે. જીવ પોતાના છંદ ચાલે તે કલ્યાણ ન થાય, પણ સ્વછંદ છોડીને પુરુષની આજ્ઞા પ્રમાણે પ્રત્યેક ક્ષણ વ્યતીત થાય તો જીવનાં સર્વ બંધને છૂટી જાય. સદ્દગુરુની આજ્ઞાનું આવું માહાભ્ય શ્રીમદનાં નીચેનાં વચન પણ બતાવે છે – * બીજુ કંઈ શોધ મા. માત્ર એક પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વત્યે જા. મોક્ષ ન મળે તે મારી પાસેથી લેજે.”૬ આમ ૧૨ પતિના આ નાના કાવ્યમાં શ્રીમદ્ ગુરુમહાસ્ય અને ગુરુની આજ્ઞાએ ચાલવાથી મળતું ફળ દર્શાવ્યાં છે. કાવ્યની ભાષા હિંદી હોવા છતાં શબ્દોની ગોઠવણી સરળ અને પરસ્પર અનુરૂપ છે. શબ્દોને ફેરફાર કરતાં અર્થનું ગૌરવ ઓછું થતું જણાય છે. આમ અહીં શ્રીમદે આત્મજ્ઞાન પામવા માટે સરળ તથા સચેટ માર્ગ બતાવ્યું છે. ૪. “ શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૯૦. ૫. એજન, પૃ. ૧૭૦. ૬. એજન, પૃ. ૧૯૪. Page #401 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ યમનિયમ વિ. સં. ૧૯૪૭ના ભાદરવા માસમાં શ્રીમદ નિવૃત્તિ અર્થે પર્યુષણના દિવસોમાં રાળજ (ખંભાત પાસે) રહ્યા હતા. તે વખતે તેમણે આ કાવ્યની રચના કરી હતી. આ પણ તેમનું હિંદીમાં રચાયેલું પદ્ય છે. તેમાં શ્રીમદે અનંત ભવથી શું શું કરવા છતાં આત્મજ્ઞાન મેળવ્યું નથી તે વર્ણવી શું કરવાથી આત્મજ્ઞાન થાય તેને બંધ કર્યો છે. સદગુરુની પ્રાપ્તિ વિના કરેલાં સર્વ સાધના બંધનરૂપ થયાં હતાં, કારણ કે તે સાધને કઈ રીતે દોષિત હતાં, અને તે દોષ ટાળવા માટે ગુરુની અગત્ય કેટલી છે તે ૩૨ પંક્તિના આ લાંબા કાવ્યમાં શ્રીમદે બતાવ્યું છે. તોટક છંદમાં રચાયેલા આ કાવ્યના બે ભાગ પડી જાય છે. ચાર ચાર લીટીની એક કડી, એવી પહેલી ચાર કડીઓમાં જીવે જ્ઞાન મેળવવા શું શું કર્યું છે તેનું વર્ણન આપ્યું છે. અને એ બધા પ્રયત્નો કરવા છતાં જ્ઞાન શા માટે ન પ્રગટયું, તેમાં કઈ ખામી રહી ગઈ હતી તે, તથા શું કરતાં આત્મજ્ઞાન થાય તે, પાછળની ચાર કડીઓમાં શ્રીમદે બતાવ્યું છે. જ્ઞાનપ્રાપ્તિની ઈચ્છાથી જીવે કેવા કેવા પ્રયત્નો કર્યા છે, તેના વર્ણનમાં જૈનધર્મના પારિભાષિક શબ્દોને શ્રીમદે છૂટથી ઉપગ કર્યો છે. તેથી તે શબ્દ ન જાણનારા માટે આ રચના સમજવામાં કઠિન લાગવા સંભવ છે. જે કરેલા પ્રયત્ન – યમનિયમ સંયમ આ૫ કિયે, પુનિત્યાગ વિરાગ અથાગ લહ્યો, વનવાસ લિયે મુખ મૌન રહ્ય, દઢ આસન પદ્મ લગાય દિયે, મનપન નિરોધ સ્વબોધ કિયે, હઠ જોગ પ્રયોગ સુતાર ભયે, જપ ભેદ જપ તપ ત્યૌહીં તપે, ઉરસેહિ ઉદાસી લહી સબપિ. સબ શાસ્ત્રન કે નય ધારી હિચે, મત મંડન ખંડન ભેદ લિયે, વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પચે.” યમ, નિયમ, સંયમનું પાલન, ત્યાગી દશાનું પાલન, મૌન વ્રત લેવું, વનવાસ લો, દઢ પદ્માસનમાં સ્થિર રહેવું, જપતપ કરવાં, શાસ્ત્રો મુખે કરવાં, ઈત્યાદિ સાધનો અનંત વાર કર્યા છતાં આત્મા પ્રાપ્ત થયે નહિ એ અહીં શ્રીમદે બતાવ્યું છે. યમ એટલે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતનું જીવનભર પાલન. નિયમ એટલે અમુક સમય માટે અમુક ત્યાગ, ઉપવાસ કરવા તે. સંયમ એટલે પાંચ ઈન્દ્રિય તેમ જ મનને નિગ્રહ અને છકાય – પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ, ત્રસ – જીવની રક્ષા કરવી. જ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે જીવે પોતાના સ્વછંદથી યમ, નિયમ, સંયમ વગેરેનું પાલન કર્યું છે, વળી, સ્ત્રી, પુત્ર, ગૃહ આદિનો ત્યાગ તેમાં એાછી આસક્તિ રાખી તે વિશે અથાગ વિરાગ્ય પણ કેળવ્યા છે, બાહ્ય ત્યાગી થઈ વનવાસ સ્વીકાર્યો છે, મુખથી મૌનવાણુનો સંયમ ધારણ કરેલ છે. પ્રાણાયામ, શ્વાસનિરોધ વગેરે હઠગના પ્રયોગોમાં ૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૯૬. આંક ૨૬૫. Page #402 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રકીણ પંચ-રચનાઓ સ્થિરતા કરી જ્ઞાન મેળવવા પ્રયત્ન કર્યા છે, જાપ કર્યા છે, અનેક જાતની ઉગ્ર તપશ્ચર્યા પણ કરી છે, બાહ્ય પદાર્થો પ્રતિ હૃદયથી અણગમા ધાર્યા છે, સ દનનાં સર્વ શાસ્ત્રો ભણી, તેના વિવાદ કરી અનેક મતાનું ખંડનમંડન કરવાનું કાર્ય પણ અનેક વખત કર્યું છે; આમ અનેક પ્રકારના વ્રત, તપ આદિ દ્વારા જ્ઞાન મેળવવાના પ્રયત્ન કર્યાં છે. “ તાપ કછુ હાથ હજુ ન પર્યાં ” તાપણ આત્મજ્ઞાન પ્રાપ્ત થયુ' નથી, આત્મસાક્ષાત્કાર થયા નથી. આમ થવાનુ કારણ શુ' ? આટઆટલું કરવા છતાં હે જીવ! તને જ્ઞાન શા માટે ન મળ્યું ? યમ, નિયમાદિના પાલનમાં એવી તે કઈ ખેાટ રહી ગઈ કે આત્મા પ્રાપ્ત ન થયેા ? તે વિશેના પ્રશ્નો શ્રીમદ્દે ચેાથી તથા પાંચમી કડીમાં મૂકી જણાવ્યું છે કે સદ્દગુરુની આજ્ઞાએ આ બધું નહાતું કર્યું. તેથી તે નિષ્ફળ ગયેલ છે. જો જ્ઞાનીની આજ્ઞાએ આ સર્વ કરવામાં આવે તા એક જ પળમાં આત્મા પ્રગટ થાય, એમ જણાવતાં શ્રીમદ્ આ કાવ્યમાં લખે છે કેઃ— “ પમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુચન સુપ્રેમ ખસે; તનસે' મનસે' ધનસે' સબસેં, ગુરુદેવકી આન સ્વઆત્મ ખસે. તખ કારજ સિદ્ધ અને અપના, રસ અમૃત પાવહી પ્રેમ ઘના; વહુ સત્યસુધા દરશાવહ ગે, ચતુરાંગલ હૈ દગસે મિલછે. રસ દેવ નિરજન કે પિવહી, ગહિ જોગ જુગાજુગ સે। . જીવહિ, પર પ્રેમ પ્રવાહ અઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર ખસે; વહુ કેવલકા ખીજ ગ્યાનિ કહે; નિજક અનુભૌ ખતલાઈ ક્રિયે, ” અહીં જણાવ્યા પ્રમાણે જો સદ્દગુરુનાં ચરણ પાસે પ્રેમથી બેસી, તન, મન અને ધનથી તેમની આજ્ઞાનું પાલન કરે, એટલે કે મેહાદનો નાશ કરે, તા જીવન પલકમાં - ક્ષણમાં આત્મજ્ઞાન થાય અને સ્વાનુભવરૂપ અમૃતરસનું પાન કરવાના જીવને લાભ મળે. જીવ અહું, મમતા, સર્વાં છેડી સત્પુરુષને આશ્રયે વતે તે તેને “ બીજજ્ઞાન ”ની સહેલાઈથી પ્રાપ્તિ થાય. ૩૮૩ સદ્ગુરુ અને તેમની આજ્ઞા પ્રત્યેનાં ભક્તિ, પ્રીતિ વગેરે જીવને આત્માનંદના અમૃતરસનું પાન કરાવે છે. ગુરુકૃપાથી જીવની બાહ્યષ્ટ છૂટી જાય છે, અને આંતરદૃષ્ટિ ખીલે છે. તે અનુભવની પ્રાપ્તિ વિશે શ્રીમદ્ ચતુરાંગુલ હૈ દેંગસે* મિલહે ” એ પક્તિ લખે છે. આ પક્તિમાં ગૂઢાર્થ છે. શ્રી લલ્લુજી મહારાજે આપક્તિના અથ શ્રીમદને પૂછ્યો હતા ત્યારે તેમણે એ વિશે એવા ઉત્તર લખ્યા હતા કે, “એ આગળ પર સમજાશે. ” એટલે કે જ્ઞાનની એટલી ઊ`ચી કક્ષા થશે ત્યારે આપોઆપ સમજાઈ જશે, આમ આ ૫ક્તિ અનુભવગમ્ય કહેવાઈ છે. દ આ પક્તિના એક અ યેાજી શકાય છે, પણ શ્રીમને તે અથ અભિપ્રેત હશે કે કેમ તે વિશે શ`કા છે. જ્ઞાન પામવા માટે ધ્યાનઅવસ્થા પણ એક સાધન છે, ધ્યાન ધરતી વખતે જો આંખા બંધ કર્યા પછી તે દૃષ્ટિ-ટ્ટગને અંદરની બાજુ, કપાળનાં મધ્યબિંદુની સીધી લીટીમાં ચાર આંગળ અંદર – ચતુરાંગુલ – સ્થિર કરી શકીએ ( મિલહે ) તા આત્મજ્ઞાન થાય. <. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, o ૬૪૬, આંક ૯૧૭ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી બ્રહ્મચારી ગોવનદાસજી આ ૫ક્તિ વિશે લખે છે કેઃ— “ એ લીટીના અર્થ પ્રભુશ્રીજી ઘણાને પૂછતા પણ પાતે કહેતા નહિ, તેમણે કૃપાળુદેવને અર્થ પૂછેલા ત્યારે કૃપાળુદેવે કહ્યું હતું કે, ‘જ્યારે અનુભવ થશે ત્યારે તે સમજાશે.’ એક રીતે એવા અર્થ નીકળે છે ચતુરપુરુષને આંગળી કરીને બતાવે છે ત્યારે તે દૃગ એટલે સમ્યગ્દર્શનને જ્ઞાનીના સંકેતને અનુસરતાં પ્રાપ્ત કરે છે. મિલહે– મળે છે, પ્રાપ્ત કરે છે.”૯ આ જ પ`ક્તિ વિશે શ્રી રાવજીભાઈ દેસાઈ લખે છે કેઃ શ્રીમદ્ની જીવનસદ્ધિ -: “ એ ચરણના યથાર્થ પરમા તે માત્ર અનુભવ રસાસ્વાદી જ્ઞાનીઓના હૃદયમાં જ રહ્યો છે, જે ત્યાંથી જ ગુરુગમે પ્રાપ્ત થવા યાગ્ય છે.’૧૦ તેમના આ અભિપ્રાય માન્ય કરવા યેાગ્ય છે, કારણ કે આ કાવ્યમાં શ્રીમદ્દે ગુરુમાહાત્મ્ય જ ગાયું છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી, ક રૂપ અંજન, મેશ, મલિનતાથી રહિત પોતાના આત્મામાં જ રહેતા કમુક્ત સહજાત્મા જેવા નિરજન દેવના રસ, એટલે કે આત્માનુભૂતિ રૂપ રસ, જેણે પીધેા છે તેવા જ્ઞાનીના સમાગમમાં આવવાથી તે જુગાજુગ માટેનું અન’તકાળ માટેનું – મેાક્ષપદ પામે છે, જગતની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તે સાતમી કડીમાં બતાવ્યું છે. આત્મજ્ઞાની પ્રત્યેના પ્રેમના પ્રવાહ અનન્ય બને તો તેમના જેવુ. પાતાને પણ આત્મદર્શન થાય, આત્માનુભવ થાય. એટલે સર્વ શાસ્ત્રોને આત્મજ્ઞાન આપવાના ઉદ્દેશ પાર પડે, અર્થાત્ બધાં શાસ્ત્રોને! મર્મ સમજાઈ જાય; આ બીજરૂપ જ્ઞાન કેવળજ્ઞાનમાં પરિણમે છે, આથી “ પર પ્રેમ પ્રવાહ ”ને તથા શાસ્ત્રમ ને જ જ્ઞાનીએ કેવળજ્ઞાનનુ બીજ ગણે છે. આમ આ કાવ્યમાં બતાવ્યા પ્રમાણે જે મેાક્ષસુખ જોઈતું હોય તેા સાચી ગુરુની પ્રાપ્તિ થવી જોઇએ. નહિતર યમ, નિયમ, સયમ, શાસ્ત્રપઠન, મૌન, હયાગ આદિ સાધના નિષ્ફળ જાય છે. અહી' ગુરુનું અનન્ય માહાત્મ્ય શ્રીમદ્દે બતાવ્યું છે. “ બિના નયન” અને “યમનિયમ” એ બંને કાવ્યા એ રીતે જોતાં ગુરુના મહત્ત્વને ખતાવનારાં છે. પહેલામાં ટૂંકાણમાં જણાવ્યું છે કે વ્રત, જપ, આદિ ગુરુઆજ્ઞા વિના કરવાથી નિષ્ફળ જાય છે, અને તે વસ્તુ યમનિયમ ”માં થોડા વિસ્તાર સાથે રજૂ કરેલ છે. માત્ર બે માસને આંતરે રચાયેલાં આ કાવ્યામાં કેન્દ્રવર્તી વિચાર કે તત્ત્વવિચારણામાં કશે। ફેર નથી, છતાં રચના એવા પ્રકારની છે કે બંનેના સ્વતંત્ર રીતે આસ્વાદ મળે છે. “ નિત્યનિયમાદિ પાડ ", પૃ. ૨૬. ૯. ૧૦, શ્રીમદ્ રાજચંદ્ર : કાવ્ય-અમૃત-ઝરણાં ', પૃ. ૫૪, Page #404 -------------------------------------------------------------------------- ________________ ૭. પ્રકીર્ણ ૫૦-૨નાઓ ૩૮૫ બિના નયન”માં પારિભાષિક શબ્દો ઓછા છે, અને તેટલા પ્રમાણમાં તે વિશેષ સરળ છે. “યમનિયમ”ના ઉત્તરાર્ધમાં પણ એ સરળતા જોવા મળે છે. જમારગ સાચા મિલ ગયા ૧૧ પોતાને સાચે માગ મળી ગયેલ છે તે બાબતનો ઉલ્લાસ વ્યક્ત કરતું આ કાવ્ય શ્રીમની હાથનેધ – ૧માંથી પ્રાપ્ત થાય છે. શ્રીમદે પોતાની હાથને અંગત ઉપયોગ માટે જ મિતિ વિના લખી છે, તેથી આ કાવ્ય ખરેખર ક્યા સમયે રચાયું હશે તે વિશે ચોકકસ મિતિ પ્રાપ્ત થતી નથી. પણ તે વિશે થોડું અનુમાન થઈ શકે છે. વિ. સં. ૧૯૪૭માં શ્રીમદને શુદ્ધ સમ્યજ્ઞાન પ્રકાણ્યું હતું અને તે અરસામાં તેમને સાચે માર્ગ મળવા વિશે નિઃશંકતા આવી હોય તે સ્વાભાવિક છે. તે પરથી આ પદ વિ. સં. ૧૯૪૭ પછીથી રચાયું હશે તેમ અનુમાન કરી શકાય. આ કાવ્યમાં દાહરાની ૧૬ પંક્તિઓ મળે છે, પણ તેમાં બધી પૂર્ણ થયેલી નથી. ચોથી તથા અતિમ પંક્તિનાં તે અડધાં જ ચરણ મળે છે, ત્યારે છઠ્ઠી પંક્તિમાં માત્ર ચાર માત્રાવાળે એક શબ્દ ખૂટે છે, તે સિવાયની બધી પંક્તિઓ પૂર્ણ છે, તેથી કાવ્ય સમજવામાં શી મુકેલી નડતી નથી. મોક્ષમાર્ગની પ્રાપ્તિની નિઃશંકતા બતાવતું, હિંદીમાં રચાયેલું શ્રીમદ્દનું આ એક જ કાવ્ય છે. તે માર્ગ પ્રાપ્ત થવાથી શું થયું તે વિશે પહેલો દોહરે ર છે કે – “મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ, હોતા સે તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.” આત્મસ્વરૂપના અનુભવરૂપ મને સાચે માર્ગ પ્રાપ્ત થયો, તેથી સર્વ સંદેહની નિવૃત્તિ થઈ, અર્થાત્ નિઃશતા પ્રાપ્ત થઈ. આથી મિથ્યાત્વ વગેરેને લીધે જે કર્મબંધ થયા કરતે હતે તે બળીને ભસ્મ થયો, અને પોતાને ચિતન્યપ્રદેશાત્મક જ્ઞાનસ્વરૂપ – દિવ્ય જ્ઞાનદેહવાળે - આત્મા દેહથી ભિન્નપણે અનુભવ્યો. આત્માનું ભિન્ન સ્વરૂપ સમજાયા પછી અનુભવવું સરળ છે, પણ તે સમજાવું જ અતિ મુકેલ છે. આ મુકેલી કેવી છે તેનું વર્ણન આપતી પંક્તિ લુપ્ત થયેલી છે. આત્માનું સ્વરૂપ કઈ રીતે પામી શકાય તેની વિચારણું તે પછીની પંક્તિઓમાં આપી છે – એજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તે લગ જાય, ચેહિ બ્રહ્માંડ વાસના, જબ જાવે તબ... ” પિતાના દેહમાં શાશ્વત દેવની બેજ કર તે તેને પત્તો લાગી જશે. અને એ જ કરવાની ઝંખના ક્યારે જાગે તે બતાવતાં શ્રીમદ કહે છે કે “બ્રહ્માંડિ વાસના જબ જાવે તબ...” ૧૧“શ્રીમદ્ રાજચંદ ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૭૯૬. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શ્રીમદની જીવનસિદ્ધિ અર્થાત્ પુદ્દગલાદિમાં માયા મમતા ઓછાં થાય ત્યારે તે ઝંખના જાગે. અહીં બીજી પંક્તિમાં ચાર માત્રાને એક શબ્દ ખૂટે છે જે વિશે કઈ પાઠાંતર કે અનુમાન મળતાં નથી. આ ઝંખના હવે પિતાને જાગી છે તે તે શ્રીમદે શરૂઆતમાં જ જણાવ્યું હતું. પણ તે પૂર્વે જીવે શું કર્યું હતું તે ત્રીજા દેહરામાં બતાવતાં તેમણે લખ્યું છે કે – “આપ આપ ભૂલ ગયા, ઇનસે કયા અધેર? સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેગે ફેર. ” આત્મા પોતે જ પોતાને અત્યાર સુધી ભૂલી ગયા હતા, તેના જેવું બીજું કયું અંધેર હોઈ શકે? પિતાને આત્મા પ્રાપ્ત થતાં આ સાચી વસ્તુને ખ્યાલ આવ્યો, અને તે ખ્યાલ આવતાં સ્વને બદલે પરને પોતાનો માનતા હતા તે હકીકતનું સ્મરણ થતાં, થયેલી ભૂલ માવે છે. પણ હવે આત્મા પ્રાપ્ત થતાં આવી ભૂલ ફરીથી ન કરવાનો નિશ્ચય વર્તે છે. આ જ પ્રકારના ભાવ વ્યક્ત કરતો એક દેહર “આત્મસિદ્ધિ માં પણ મળે છે – આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાને કરનાર તે, અચરજ એહ અમાપ.૫૮ જગતમાં પ્રવર્તતાં બધાં દુઃખના કારણરૂપ “ઈરછા ” જ છે તેવો નિશ્ચય શ્રીમદ આ પદમાં વ્યક્ત કરે છે. તેથી તે કલ્પના આદિ ઈચ્છાથી નિવવાથી સુખ પ્રાપ્ત થાય છે તેમ જણાવે છે. “ઈચ્છા” કરવાની ભૂલ જીવ અનાદિકાળથી કરતે આવ્યા છે તેથી તે વિશે શ્રીમદ પોતાને ઉદ્દેશી લખે છે કે – “હે જીવ! ક્યા ઇરછત હવે? હૈ ઈછા દુઃખ ભૂલ, જબ ઈરછાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” પછી તેઓ પોતે જ પોતાને પ્રશ્ન પૂછે છે કે – ઐસી કહાંસે મતિ ભઈ, આપ આપ હૈ નહિ આપનકું જબ ભૂલ ગયે, અવર કહાંસે લાઈ ! ” અર્થાત તે પોતે જ પોતે” નથી એવી મતિ તને ક્યાંથી થઈ? તું તારી જાતને – આત્માને – જ આત્મારૂપે ભૂલી ગયા તે તો ઠીક, પણ દેહ આદિ પરવસ્તુ તારા છે તેમ માનવાનું તું કયાંથી લઈ આવ્યો? પિતાને થયેલા આ પ્રશ્નના સમાધાનરૂપે શ્રીમદ્દ અંતિમ પંક્તિઓમાં જણાવે છે કે, આપ”ની શોધ ચલાવવાથી અર્થાત્ અંતર્મુખ દષ્ટિ કરવાથી “આપ” – આત્મા પ્રાપ્ત થાય છે. અહીં છેલ્લી પંક્તિ અપૂર્ણ રહેલી છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ ૭. પ્રકીર્ણ પદ્ય-રચાએ ૩૮૭ ૧૬ પંક્તિમાં રચાયેલું આ કાવ્ય શ્રીમદને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું તે હકીકતનું સમર્થન કરે છે. જે તેમને જ્ઞાન ન હોય તે તેઓ તે માર્ગની નિઃશકતા કઈ રીતે બતાવી શકે? અને તે વિશે પોતાને ઉલ્લાસ શા માટે ગાય? વળી, આ અંગત હાથને ધમાં લખાયેલું હોવાથી તેના પર આપણે વિશેષ આધાર રાખી શકીએ. અહીં સરળ ભાષામાં રચના હોવા છતાં, તેમની તત્ત્વની સમજ અછાની રહેતી નથી. કેટલીક પંક્તિઓ અપૂર્ણ મળે છે, છતાં આશય સમજવામાં મુશકેલી નડતી નથી. શ્રીમદ્દનું આ “અગત” કહી શકાય તેવું કાવ્ય છે. હેત આસવા પરિસવા ૧૨ * હિંદી ભાષામાં તથા દેહરામાં રચાયેલા શ્રીમદ્દના આ કાવ્યમાં જ્ઞાનીની દશા, જનધર્મની ઉત્તમતા, તે ધર્મમાં બતાવેલ મુખ્ય તત્ત્વ આદિ વિશેની વિચારણા અપાયેલી છે. આમાં સાત દેહરામાં જુદા જુદા વિષય પરત્વેની વિચારણા અપાયેલી છે, અને તે પ્રત્યેક દેહરો સ્વતંત્ર રીતે આસ્વાદી શકાય તેવો છે. “બ્રહ્મચર્ય વિશે સુભાષિત”માં ૧૩ જેમ શ્રીમદ્ બ્રહ્મચર્ય વિશે સ્વતંત્ર દાહરા રચ્યા છે તેમ અહીં જ્ઞાની વિશે, જેન ધર્મ વિશે એમ જુદા જુદા વિષય વિશે સ્વતંત્ર દોહરાઓ રચાયા છે. પહેલો જ દેહ છે કે – “હોત' આવા પરિસવા, નહિ ઈનામે સંદેહ, માત્ર દષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ.” સામાન્ય જનને રાગદ્વેષનાં પરિણામ પ્રવર્તતાં જ હોય છે, તેથી કર્મબંધ ચાલુ થયા કરતે હોય છે. અને એનું કારણ જીવ પોતાનું સાચું સ્વરૂપ સમજતો નથી તે છે, તેની દષ્ટિમાં ભૂલ છે. તે ભૂલ જાય, અર્થાત્ દૃષ્ટિ પલટાઈ જાય, બાહ્યભાવને બદલે આંતરભાવમાં દષ્ટિ જાય તે આશ્રવ પરિશ્રવરૂપ એટલે કે સંવરરૂપ થાય છે, તે વિશેની નિઃશંકતા શ્રીમદ્ આ દેહરામાં વ્યક્ત કરી છે. દષ્ટિ પલટાતાં, સમભાવ આવે ત્યારે, નવાં કર્મો આવતાં અટકી જાય છે, અને જૂનાં કર્મોની નિર્જરા થાય છે. તેથી પહેલી પંક્તિમાં શ્રીમદ્ યોગ્ય જ કહે છે કે જ્ઞાનીને આશ્રવનાં દ્વાર સંવર અને નિર્જરારૂપ છે. આ પછીના ત્રણ દેહરામાં જૈનધર્મની ઉત્તમતા તથા તેના મુખ્ય તત્તવની વિચારણા બતાવી છે. બીજા દેહરામાં જિનને ઉપદેશ એ ત્રણે કાળમાં ઉત્તમ છે, તથા તે દર્શનમાં બધા જ મત સમાઈ જાય તેવું તે વિશાળ છે, એ બતાવ્યા પછી ત્રીજા દાયરામાં તેનું કારણ બતાવતાં તેઓ કહે છે કે – જિન સે હી હૈ આતમા, અન્ય હાઈ સે કર્મ, કર્મ કટે સે જિન વચન, તત્ત્વજ્ઞાનીકો મર્મ.” ૧૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૭૯૬. ૧૩. એજન, પૃ. ૮૨, “મોક્ષમાળા ”, પાક ૩૪. Page #407 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની છાનસિદ્ધિ અંતરંગ શત્રુઓને જીતનાર જિન તે આત્મા છે, અને આત્મા સિવાયનાં સર્વ કર્મ છે, જેનાથી તે કર્મને નાશ થાય છે તે જિનનાં વચનો છે એમ તત્ત્વજ્ઞાનીઓએ રહસ્ય બતાવ્યું છે. આ દોહરામાં “જિન” સાંપ્રદાયિક અર્થમાં નહિ, પણ તેના સાચા અર્થમાં પ્રયોજાયેલ છે. અને આ જિનનાં વચને આત્માને કર્મથી મુક્ત કરાવવામાં સૌથી બળવાન ઉપકારી સાધન છે, તે અહીં વિશદતાથી દર્શાવ્યું છે. અને આખા જૈનદર્શનના સારરૂપ ચેથે દાહરે ર છે કે – “જબ જાન્યો નિજરૂપકે, તબ જા સબ લેક; નહિ જાજે નિજરૂપકે, સબ જાન્યો સે ફેક.” જેણે પિતાનું સ્વરૂપ જાણ્યું, તેણે સર્વ જાણ્યું અને જેણે પિતાનું સ્વરૂપ જાણ્યું નહિ તેણે સવ જાણેલું નકામું છે, કારણ કે તેનાથી આત્મા કર્મમુક્ત થતા નથી. પિતાનું સ્વરૂપ જાણવું એટલે આત્માને જાણવો, અને જ્ઞાન થાય ત્યારે વધુમાં વધુ ૧૫ ભવે જીવની મુક્તિ થઈ જાય છે. તે તે જ્ઞાન વિના નવ પૂર્વનું જ્ઞાન પણ જીવને કર્મથી મુક્ત કરવા સમર્થ નથી. પોતાના સ્વરૂપને જાણવાને આ મહિમા હોવાથી તેનું ગૌરવ શ્રીમદે આ દેહરામાં કર્યું છે. આમાં “આચારાંગ-સૂત્ર”ની નીચેની ગાથાને અર્થ જોઈ શકાશે – 'जे अंग जाणई से सब जाणई । કે સર્વે જ્ઞાન મેન' કાગ !.” ૧૪ જેણે આત્માને જાયે તેણે સર્વ જાણ્યું, અને જેણે સર્વ જાણ્યું તે આત્માને જાણ એ “આચારાંગ સૂત્રગ્ના વચનની છાયા ઉપરના દેહરામાં જોઈ શકાશે. હસ્તધની મૂળ પ્રતમાં આ દોહરાની બીજી પંક્તિનું પહેલું ચરણ છે અને બીજુ ચરણ નથી. તે ચરણ “હાત ન્યૂનસે ન્યૂનતા..” એ પ્રમાણે છે. પણ પાછળથી શ્રીમદ્દે કોઈ ભાઈને ઉપર આપ્યું છે તે પ્રમાણે ચરણ લખાવ્યું હતું. અને ત્યારથી તે ચરણ પ્રસિદ્ધિમાં આવ્યું છે.૧૫ પિતાનું સ્વરૂપ ન જાણવાનું કારણ જીવની દિશામૂઢતા અને જિન પ્રતિના અભાવ છે. અનાદિકાળથી અવળે રસ્તે ચાલતે જીવ દિશામૂઢ થઈ ગયા હોવાથી તેને જિનપ્રભુમાં ઉલ્લાસ આવતો નથી. અને તે ભાવ વિના જીવની મુક્તિ નથી તે પાંચમા દેહરામાં જણાવી, છઠ્ઠા દોહરામાં શ્રીમદ્દ કહે છે કે વ્યવહારનયથી જિન ભગવાન એ સદૈવ છે, અને નિશ્ચયનયથી આત્મા પોતે જ સલ્લેવ છે. જિનેશ્વરપ્રણીત ધર્મનો અચિંત્ય મહિમા આ વચનથી સમજવા યોગ્ય છે, તેમ શ્રીમદ જણાવે છે, જુઓ – “વ્યવહારસે દેવ જિન, નિહસે છે આપ; એહિ બચનસે સમજ લે, જિનપ્રવચનકી છાપ.” ૧૪. “આચારાંગ-સૂત્ર”, અધ્ય. ૧, ઉ. ૩, ગાથા ૪. ૧૫. “શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ ૫, ખંડ ૪, પૃ. ૧૯૫. Page #408 -------------------------------------------------------------------------- ________________ ૭. મફીણ પદ્યરચનાઓ અને અત્યાર સુધીમાં પાત જે કંઈ જણાવ્યુ. છે તે કલ્પનારૂપ કે ભૂલભરેલું નથી તેમ નિશ્ચયપૂર્વક શ્રીમદ્ અંતમાં જણાવે છે. આમ અહી. આત્મા પામવાના માર્ગ બતાવવાની સાથે શ્રીમદ્ જીવની વમાન સ્થિતિ પણ પ્રત્યક્ષ કરાવી છે. જૈનધમ પર, તેના તાત્ત્વિક અર્થમાં, શ્રીમને કેટલી શ્રદ્ધા હતી તેને ખ્યાલ આપણને આ દોહરાઓમાં આવી શકે છે, તે તેની વિશેષતા છે. હાથનેાંધમાં મળતા આ કાવ્યના રચનાસમય નિણી ત કરી શકાતા નથી. આ પ્રમાણે આપણને શ્રીમની ૪ હિંી રચનાઓ પ્રાપ્ત થાય છે. જેમાં ત્રણ તત્ત્વ વિચારણાને લગતી છે અને એક અંગત ઉલ્લાસને વ્યક્ત કરતી છે. ચારમાંથી ત્રણ રચનાઓ દોહરામાં છે અને “ યનિયમ ” તાટકમાં છે. આ ચારે રચનાએ શ્રીમદ્નુ હિંી ભાષા પરનું પ્રભુત્વ દર્શાવે છે. અગત સ્થિતિસૂચક રચનાઓ શ્રીમદ્દે પાતાને થયેલા આધ્યાત્મિક અનુભવાને અનુલક્ષીને કેટલાંક કાવ્યા રચ્યાં છે. તેમને થયેલાં જાતિસ્મરણજ્ઞાન, સમ્યજ્ઞાન. આદિના નિર્દેશ કરતી ચાર રચનાએ હાલમાં ઉપલબ્ધ છે. તેમાંની એક “ મારગ સાચા મિલ ગયા ” હિંદીમાં હાવાને લીધે તેને તે વિભાગમાં સ્થાન આપ્યુ છે. આ ઉપરાંત “ લઘુવયથી અદ્ભુત થયેા તત્ત્વજ્ઞાનના બાધ”, 66 ધન્ય રે દિવસ આ અહે ” તથા “ આજ મને ઉછરંગ અનુપમ ” એ ત્રણ રચનાએ મળે છે. “ લઘુવયથી અદ્ભુત થયેા તત્ત્વજ્ઞાનના એધ”૧૬ પાતાની અંગત વાતો જણાવતુ, રરમે વર્ષે લખાયેલું, શ્રીમનું આ લઘુ કાવ્ય છે. શરૂઆતમાં અધ્યાત્મના સાચા રાહ બતાવતા એક દોહરા પછી બાકીના પાંચ દોહરામાં પેાતાને થયેલા જાતિસ્મરણજ્ઞાનના નિર્દેશ તથા પૂર્વજન્મ અને પુનર્જન્મની ખાતરી કરાવતાં વચનાના નિર્દેશ છે. આમ માત્ર દસ જ ૫ક્તિમાં દોહરામાં રચાયેલું આ એમનુ અંગત સ્થિતિસૂચક કાવ્ય છે. આરંભમાં અધ્યાત્મના સાચા રાહ બતાવતા સુદર દાહરી આ પ્રમાણે છે “ સુખકી સહેલી હૈ, અકેલી ઉદાસીનતા; જનની તે ઉદાસીનતા. ” અધ્યાત્મની પહેલા દાહરા પછીના દોહરાએ બાળવયમાં જ તત્ત્વજ્ઞાનના આધ થાય << ૩૮૯ તે પૂર્વજન્મ અને પુનર્જન્મની શ્રદ્ધા કરાવનારા છે. એ જ સૂચવે છે, જુએ લઘુવયથી અદ્દભુત થયેા, ' તત્ત્વજ્ઞાનના ખેાધ; એ જ સૂચવે એમ કે ગતિ આતિ કાં શોધ ?” ૧૬, “ શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૯૫, આંક ૭૭. k Page #409 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ બાળવયમાં જ પોતાને જ્ઞાનદશારૂપ અંતર્જાગૃતિ પ્રગટી હતી તે જ બતાવે છે કે ગતિ અર્થાત્ અન્ય ગતિમાં જવા રૂપ ગમન – પુનર્જન્મ અને આગતિ અર્થાત્ અન્ય ગતિમાંથી જન્મવારૂપ અગામન – પૂર્વજન્મ છે કે નહિ તેને વિક૯પ કરવાનો રહેતો નથી. પૂર્વજન્મના સંસ્કારથી જ આવી અપૂર્વ જાગૃતિ બાલ્યકાળમાં આવી શકે. અને જેને પૂર્વજન્મ છે તેને પુનર્જન્મ પણ હોય, તેથી સંસાર સંબંધી વિકલ્પને સ્થાન નથી. આ આત્મલક્ષી પંક્તિઓમાં શ્રીમદ્ પિતાને અનુભવ જ વર્ણવ્યો છે. આમ આ સ્વલક્ષી કાવ્ય હોવાથી તેમની દૃષ્ટિએ પણ વિચારી શકાય. પૂર્વે કઈ પ્રસંગે “પુનર્જન્મ નથી, પાપપુણ્ય નથી...” આદિ વિચારણ ઊઠી હોય અને તેના નિવારણરૂપે પણ આ પંક્તિઓ રચાઈ હેય. નાની વયમાં જ તત્ત્વજ્ઞાનને બંધ થયો છે, તે જ સૂચવે છે કે ગતિ-આગતિ છે. પૂર્વના સંસ્કાર વિના આમ થવું બને નહિ. તેથી પૂર્વ જન્મ અને પુનર્જનમ વિશે પોતે પોતાને બંધ કર્યો હોય તેમ પણ બન્યું હોય. આ પછીના ચાર દોહરામાં પિતાની માન્યતાને સમર્થન આપતી તાત્ત્વિક વિચારણા શ્રીમદે રજૂ કરી છે, જુઓ – જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય, વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય?” જે સંસ્કાર, જે જ્ઞાન ઘણું અભ્યાસને અંતે થાય તેવું હોય તે અલ્પ પ્રયાસ થઈ જાય તે પૂર્વના સંસ્કાર સૂચવે છે. પૂર્વે તેનો અભ્યાસ કરી રાખ્યો હોય તે સંસ્કાર પછીના ભાવમાં ઉદયમાં આવે ત્યારે જીવ ત્યાંથી આગળ વધે છે. આમ ઘણા પરિશ્રમને અંતે થાય તેવું જ્ઞાન વિના પરિશ્રમે થાય છે તે પૂર્વનો પુરુષાર્થ સૂચવે છે. તેથી ભવ હોવાની શંકા કરવા જેવું ક્યાં રહે છે? જેને મતિની અલ્પતા છે, મેહનું પ્રબળપણું છે, તેવા અપાત્ર જીવને અંતરમાં અજ્ઞાનની અધિકતા હોવાથી ભવ વિશે શંકા રહે છે, અને તેવા અજ્ઞાની જીવો આત્મા આદિ નથી તેવા નાસ્તિકતાના વિચારો કરે છે, પણ તે વિચાર કરનાર આત્મા છે એવું આત્માના અસ્તિપણાનું સૂચન તેમાંથી જ થાય છે. અને તેના અસ્તિપણાનો નિર્ધાર તે જ ખરે નિર્ધાર છે, તે નિશ્ચય શ્રીમદે પછીના દોહરામાં વ્યક્ત કર્યો છે. અંતમાં તેઓ લખે છે કે – આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ.” જે આ ભવ હોય તે તે પહેલાંને ભવ પણ હોવો જ જોઈએ, એ તકથી વિચાર કરવામાં આવે તે આત્મધર્મનું મૂળ અર્થાત્ આત્મજ્ઞાન પામી જવાય. આમ આત્મજ્ઞાન મેળવવાને માર્ગ પણ અહી બતાવ્યો છે. અહીં પુનર્જન્મ અને પૂર્વજન્મ વિશે ભારપૂર્વક જણાવવાની સાથે મોક્ષમાર્ગ પણ બતાવ્યા છે. વળી તેમની અંગત ભૂમિકા જાણવા માટે તે અગત્યનું બની રહે છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રકીર્ણ પદ્યરચનાઓ ૩૯૧ ધન્ય રે દિવસ આ અહો! 2૧ ૭ શ્રીમદની અંગત સ્થિતિને વિશેષ સ્પષ્ટતાથી સૂચવતું આ નાનું કાવ્ય તેમની હાથનેધમાં મળે છે. એને તેમાં આપેલા પ્રસંગોના નિદેશ અનુસાર તે લગભગ વિ. સં. ૧૯૫ર પછી લખાયું હોય તેવું અનુમાન થઈ શકે છે. આઠ કડીના આ કાવ્યમાં તેમણે પિતાને થયેલા અનુભવની સાલ જણાવી છે, અને તે શુભ અનુભવથી પોતાને પ્રાપ્ત થયેલી ધન્યતા ગાઈ છે – “ધન્ય રે દિવસ આ અહે, જાગી રે શાંતિ અપૂર્વ રે;” પૂવે નહોતી મળી તેવી શાંતિ જે દિવસે મળી, તે દિવસને તેમણે ધન્ય કહ્યો છે. આવા ધન્ય દિવસ ક્યા, તે તેમણે પછીની કડીઓમાં જણાવ્યું છે – એગણુસસે ને એકત્રીસે, આવ્યા અપૂર્વ અનુસાર રે, ઓગણીસસે ને બેતાલીસ, અદ્દભુત વૈરાગ્ય ધાર રે.” ધન્ય વિ. સં. ૧૯૩૧માં એટલે કે સાત વર્ષની વયે તેમને “અપૂર્વ અનુસાર આવ્યો, તે સમયે પૂર્વે નહીં અનુભવેલ એવો કઈ અનુભવ થશે. આપણે જાણીએ છીએ કે એ વયે તેમને જાતિસ્મરણશાનની શરૂઆત થઈ હતી. કદાચ તે સંદર્ભમાં આ જણાવ્યું હોય તે બને. અને તે પછી વિ. સં. ૧૯૪૨ માં અદ્દભુત વૈરાગ્યની ધારા પ્રગટી. તેમને તે અરસામાં ઘણે વૈરાગ્ય પ્રવર્તતે હતે. “ગવાસિષ્ઠ”ના “વૈરાગ્ય પ્રકરણ”માં શ્રી રામને પ્રગટેલા વૈરાગ્યનું વર્ણન છે, તે પ્રકારને વૈરાગ્ય તેમને વર્તતે હતે. અને આ સમય દરમ્યાન “ભાવનાબેધ"ની રચના થઈ હોવાથી તેમાં તે વૈરાગ્યની છાપ આપણને જોવા મળે છે. પછી વિ. સં. ૧૯૪૭માં તેમને પ્રગટેલા શુદ્ધ સમક્તિ વિશે લખ્યું છે કે – ઓગણીસ ને સુડતાલીસે, સમક્તિ શુદ્ધ પ્રકાશ્ય રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે.” ધન્ય શુદ્ધ અનુભવસ્વરૂપ સમકિત વિ. સં. ૧૯૪૭માં પ્રગટયા પછી શ્રુતજ્ઞાન અને અનુભવદશા નિરંતર વધતાં ચાલ્યાં, જેથી આત્મસ્વરૂપને સાક્ષાત્કાર વૃદ્ધિગત થતો ગયે. આ જ્ઞાન વિશે વિ. સં. ૧૯૪૭માં શ્રીમદ્દ શ્રી ભાગભાઈને લખે છે કે – આત્મા જ્ઞાન પાઓ એ તે નિઃસંશય છે, ગ્રંથિભેદ થયે તે ત્રણે કાળમાં સત્ય વાત છે.”૧૮ આમ તેમણે વર્ણવેલા પ્રસંગે વિશેને નિર્દેશ આપણને તેમના બીજા સાહિત્યમાંથી પણ મળે છે. વિ. સં. ૧૯૪૭ પછીની સ્થિતિ બતાવતાં લખ્યું છે કે – ૧૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૮૦૧. ૧૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૪૯. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ શ્રીમદની છલનસિદ્ધિ ત્યાં આવ્યા રે ઉદય કાર, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે રંચ રે.” ધન્ય જ્ઞાન થયું, તેને આનંદ માણે, અને ત્યાં જ કર્મને પ્રબળ ઉદય આવ્યે, પરિણામે ઘણું ઘણું અનિચ્છા હોવા છતાં કેટલાંયે વેપાર, સંસાર આદિનાં અણગમતાં કાર્યો કરવાં પડ્યાં. અને જેમ જેમ તેનાથી છૂટવા મથતા હતા, તેમ તેમ તેઓ તેમાં વિશેષ ગૂંચવાતા જતા હતા. પિતાને વર્તત પ્રબળ કર્મોદય જણાવતાં શ્રીમદનાં કેટલાંયે વચન વિ. સં. ૧૯૪૭થી વિ. સં. ૧૫૨ સુધીમાં મળે છે તેમાંથી ડાં વચને જોઈએ – જેકે ઉપાધિસંયુક્ત કાળ ઘણે જાય છે. ઈશ્વરેચ્છા પ્રમાણે વર્તવું શ્રેયસ્કર છે, અને યોગ્ય છે. એટલે જેમ ચાલે છે તેમ ઉપાધિ હૈ તો ભલે, ન છે તે પણ ભલે, જે હોય તે સમાન જ છે.”૧૯ - ચૈત્ર વદ ૭, ૧૯૪૭. “સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી, તથાપિ તેમાં સ્વપણું રહ્યું નહિ હોવાથી તેથી ગભરાટ ઉત્પન્ન થતું નથી. તે ઉપાધિના ઉદયકાળને લીધે હાલ તો સમાધિ ગણુભાવે વતે છે; અને તે માટે શોચ રહ્યા કરે છે.”૨૦ – મહા વદ, ૧૯૮૪. ઉપાધિને જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જગની વિશેષ ઈચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિને જોડે છે.”૨૧ –ચત્ર સુદ ૬, ૧૯૪૯. ચિત્તમાં ઉપાધિના પ્રસંગ માટે વારંવાર ખેદ થાય છે જે, આવો ઉદય જે આ દેહમાં ઘણું વખત સુધી વર્યા કરે તે સમાધિદશાએ જે લક્ષ છે તે લક્ષ એમ ને એમ અપ્રધાનપણે રાખ પડે, અને જેમાં અપ્રમાદાગ ઘટે છે, તેમાં પ્રમાદયોગ જેવું થાય.”૨૨ – જેઠ સુદ ૧૪, ૧૫૦. “આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિને વ્યતીત થતું જાય છે, એ માટે અત્યંત શેક થાય છે અને તેને અલ્પકાળમાં જે ઉપાય ન કર્યો તે અમ જેવા અવિચારી બહુ પણ થોડા સમજવા.”૨૩ - વૈશાખ સુદ ૧૫, ૧૯૫૧. આમ લગભગ વિ. સં. ૧૫૨ સુધી શ્રીમદને વર્તત પ્રબળ ઉપાધિયોગ ઘણા પત્રમાં વ્યક્ત થયો છે. વિ. સં. ૧૯૪૮થી વિ. સં. ૧૯૫૧ સુધીને ગાળે તેમને માટે ઘણે ખરાબ ગયે હતે. તે અરસામાં કઈ પદ્યકૃતિની રચના થયેલી જોવા મળતી નથી. તે બધા સંગે લક્ષમાં લઈને તેને “કારમાં ઉદય” તરીકે શ્રીમદ્ અહીં ગણવેલ છે. આ કાવ્ય લખાયું તે વખતે તે ઉદય નબળું પડવા માંડ્યો હતો, તેને નિર્દેશ પાંચમી કડીમાં મળે છે – ૧૯. “ શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૮૨. ૨૦. એજન, પૃ. ૩૧૭. ૨૧. એજન, પૃ. ૩૬૯. ૨૨. એજન, પૃ. ૪૦૯. ૨૩. એજન, પૃ. ૪૬૨. Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ ૭. પ્રકીર્ણ પદ-રચનાઓ વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે, ક્રમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહિ રે.” વિ. સ. ૧૯૫ર આસપાસ તેમને કર્મોદય નરમ પડવા લાગ્યો હતો, તે આપણે તેમના તે સમયના પ પરથી જાણી શકીએ છીએ. વિ. સં. ૧૫રના આસો માસમાં આપણને “આત્મસિદ્ધિ ” જેવી કૃતિ પણ મળે છે, જે શુભ કર્મને ઉદય સૂચવે છે. આમ આ પરથી આપણે અનુમાન કરી શકીએ કે વિ. સં. ૧૯૫ર પછી આ પદની રચના થઈ હશે.૨૪ પહેલી ૫ કડીમાં વપરાયેલે ભૂતકાળ અને પાછળની ત્રણ કડીમાં વપરાયેલો ભવિષ્યકાળ પણ એનું જ સૂચન કરે છે. આ સમય દરમ્યાન તેમના આત્માની શુદ્ધિ એટલી બધી વધી ગઈ હતી કે પિતાનું ભાવિ શું છે તે પણ તેઓ જાણે શક્યા હતા, અને તે વિશે તેમણે છેલ્લી બે કડીમાં લખ્યું છે કે – આવી અપૂર્વ વૃત્તિ અહ, થશે અપ્રમત્ત યોગ રે, કેવળ લગભગ ભૂમિકા, સ્પશીને દેહ વિયોગ રે. અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે.” પિતાના વર્તમાન દેહના અંતસમયે અપૂર્વ ભાવ વર્તતા હશે, અને તે વખતે “કેવળ લગભગ ભૂમિક” અર્થાત્ શ્રેણી માંડવાની તૈયારી સુધી આત્મા પહોંચી ગયો હશે, એટલે કે ઉચ્ચ સાતમાં ગુણસ્થાન સુધી તે પહેાંચી જશે. જે કર્મો ભોગવવાનાં બાકી રહ્યાં છે તે સર્વ ભેગવવા માટે એક દેહ ધારણ કર્યા પછી “સ્વરૂપ સ્વદેશ” – મેક્ષમાં જઈશ. આ ભવ પછી એક જ દેહ હોવાની તેમને ખાતરી છે, તે પછી તે જીવનમુક્ત દશા પામવાની છે. દહ- વિગ પહેલાંની તેમની સ્થિતિ અહીં વર્ણવી છે તેવી જ હતી. તેથી આપણે અનુમાન કરી શકીએ કે જે અહીંની સ્થિતિ માટે જણાવેલ ભવિષ્યકાળ સત્ય હોય, તે તે પછી પણ સત્ય હોઈ શકે. આમ આ પદ્ય શ્રીમદના આંતરિક પ્રસંગે વિશે ઘણો સારે પ્રકાશ પાડે છે. આમાં તરવવિચારણુ કે કાવ્યત્વ ઝાઝું નથી, પણ તેમને આત્મિક વિકાસ જાણવા માટે આ કાવ્ય ઘણું જ અગત્યનું કહી શકાય. ૨૪. આ અનુમાનને શ્રીમદ્દના ભાઈ મનસુખભાઈના વચનથી પણ સમર્થન મળે છે. તેમણે વિ. સં. ૧૯૬૪માં પ્રગટ કરેલી “આત્મસિદ્ધિ”ની પ્રસ્તાવનામાં એ વિશે લખ્યું છે કે, એ કાવ્ય કર્તાપુરુષે પોતાના દેહસંગ પહેલાં ચાર વર્ષ અગાઉ (સં. ૧૯૫૩માં) લખ્યું હતું.” – પ્ર. પૃ. ૪૭. ૨૫. જઓ પ્રકરણ ૧૨. ૫૦ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ શ્રીમદની સિદ્ધિ “આજ મને ઉછર્ગ અનુપમ ૨૬ આત્મકલ્યાણ પ્રાપ્ત કરવા માટેના કોઈ માર્ગ સ્પષ્ટ થતાં, તેનાથી ઉદ્દભવતા આનન્દનુ આલેખન શ્રીમદ્દે વિ. સ’. ૧૯૪૬ના વૈશાખ વદમાં પેાતાની રાજનીશીમાં નીચેની એ પક્તિઓમાં કર્યું છેઃ “ આજ મને ઉછરંગ અનુપમ, જન્મકૃતાર્થ જોગ જણાયા; વાસ્તવ્ય વસ્તુ વિવેક-વિવેચક, તે ક્રમ સ્પષ્ટ સુમા જણાયા. ’ શ્રીમની અંગત સ્થિતિનું સૂચન કરતી આ એ ૫ક્તિએ તેમને મેાક્ષમામાં નિઃશંકતા થઈ હતી તે ખતાવે છે. આપણે જાણીએ છીએ કે છ મહિને, વિ. સ’. ૧૯૪૭ની કાકી પૂનમ પહેલાં, શ્રીમને શુદ્ધ સમકિત પ્રકાશ્યું હતું. આ બે પક્તિએ તેની ભૂમિકા બતાવે છે. વાસ્તવ્ય વસ્તુ એટલે વાસ્તવિક પદાર્થ, એટલે કે આત્મા. તેના ઉત્પત્તિ, બંધન, છૂટવાપણું વગેરે વિશે વિવેકપૂર્વક એટલે કે સ્વપરના ભેદજ્ઞાન સાથે વિચારે તે વિવેકવિવેચક કહેવાય. આત્માના સાચા વિચાર કરનાર તે ગુરુ હાય છે, તેથી તેમણે બતાવેલા માર્ગે ચાલવું તે જ નિશ્ચયપણે સાચા અને સારા માર્ગ છે. આમ અહી. ગુરુની શ્રેષ્ઠતા બતાવી છે. અને પેાતાને ગુરુની શ્રેષ્ઠતાની શ્રદ્ધા થઈ તે જન્મકૃતાર્થ થઈ જાય તેવા યાગ જણાવાથી ન વર્ણવી શકાય તેવા તેમને આનંદ થયા છે તેનુ' આલેખન, માત્ર એક પ`ક્તિમાં આત્મા માટે કલ્યાણના મા સઘન રીતે બતાવીને, કર્યું છે. આમ આપણને શ્રીમના આત્મવિકાસ જાણવામાં ઉપયાગી થાય તેવી, તેમને થયેલા જ્ઞાનના નિર્દેશ કરતી, ત્રણ પદ્યરચનાઓ મળે છે. મેાક્ષમાનું નિરૂપણ કરતી રચનાઓ શ્રીમને આત્મજ્ઞાન થયા પછી, મેાક્ષમાગ વિશે નિઃશકતા થઈ હતી. પેાતાને સ્પષ્ટ જણાયેલેા માગ ખીજા પણ જાણે, અને પેાતાના આત્માનુ કલ્યાણ કરે તેવા કરુણાભાવ જ્ઞાનીઓનું સ્વાભાવિક લક્ષણ છે. તે વખતે મેાક્ષમાગ નું નિરૂપણ કરતી કેટલીક રચનાઓ તેમનાથી થઈ હતી. તેમાં “ આત્મસિદ્ધિ”, ‘“મૂળમાર્ગ-રહસ્ય” અને “પથ પરમપદ આધ્યા” એ મુખ્ય છે. આ ઉપરાંત “ ટભેિદથી ભિન્ન ભિન્ન મતદર્શન ” અને “લાકસ્વરૂપરહસ્ય ”માં બીજા વિષય સાથે મેાક્ષમાર્ગનું નિરૂપણ થયેલું છે. એક જ પુક્તિમાં મેાક્ષમાર્ગ બતાવતી રચના પણ છે. આ બધામાં “ આત્મસિદ્ધિ ” વિશે આપણે સ્વતંત્ર પ્રકરણમાં જોયું. “ મૂળમાગ-રહસ્ય ૦૨૭ "3 વિ. સ. ૧૯૫રના આસા સુદ એકમે, એટલે કે “ આત્મસિદ્ધિ ' રચાયા પહેલાં ૧૫ દિવસે, આણંદમાં “ મૂળમાર્ગ રહસ્ય ” એ કાવ્યની શ્રીમદ્દે રચના કરી હતી. તેમાં મેક્ષમાગ નું રહસ્ય. “સમ્યઃર્શનજ્ઞાનચારિત્રનિ મેક્ષમાર્ગે એ સૂત્રાનુસાર શ્રીમન્ને બતાવ્યુ છે. ૨૬. “ શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ધૃ, ૨૩૩, ૨૭, એંજન, આંક ૭૧૫, પૃ. ૧૨૩, Page #414 -------------------------------------------------------------------------- ________________ ૭. પ્રકીર્ણ પધ-રચના ૩૯૫ બાવીસ પંક્તિનું આ કાવ્ય “ આત્મસિદ્ધિ ” ની ભૂમિકારૂપ ગણી શકાય. આ કાવ્યમાં દવેલો મોક્ષમાર્ગ “ આત્મસિદ્ધિમાં” વિસ્તૃત રીતે દર્શાવેલ છે અને તે બેન રચના સમય વચ્ચેનો ઘણે ઓછો ગાળો પણ સૂચક ગણી શકાય. આ કાવ્યના આરંભમાં શ્રીમદ્દે જિનેશ્વરપ્રણીત મૂળમાર્ગ મોક્ષમાર્ગ એકચિત્ત સાંભળવાની પ્રેરણા કરી છે. અને સાથે સાથે બાહ્ય વિભવનો મેહ, કે જન્મમરણના ફેરાનું વહાલ અંતરમાં ન હોવું જોઈએ, તે મૂળમાગ જાણવાના સાધનરૂપે છે, તે તેમણે બીજી પંક્તિમાં સ્પષ્ટ કર્યું છે. આ રચનાનો હેતુ ચોથી પંક્તિમાં જણાવતાં લખ્યું છે કે, “માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કઈ પામે મુમુક્ષુ વાત.” આમ આ માર્ગ બતાવવાને હેતુ પારમાર્થિક, નિષ્કારણ કરુણ-શીલતાને છે. કેઈ લૌકિક હેતુ કે કંઈ પ્રાપ્તિની તેમાં વાંછા રહેલી નથી. તેનું સત્યત્વ બતાવવા તેઓ જિનસિદ્ધાંત સાથે આ વચનોને સરખાવી જવાની ભલામણ ત્રીજી પંક્તિમાં કરે છે. આમ જિનેશ્વરપ્રણીત મોક્ષમાર્ગ દર્શાવવા માટે શ્રીમદ્દ ચાર પંક્તિમાં ચગ્ય ભૂમિકા બાંધી, મોક્ષમાર્ગનું નિરૂપણ શરૂ કરે છે. સપૂનરાવરાત્રિા મેલમા એ જૈન સિદ્ધાંત અનુસાર તેઓ પાંચમી પંક્તિમાં લખે છે, “જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ.” જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માનો સ્વભાવ છે. તે ત્રણે એકબીજાનાં સમાન બની, એક આત્મસ્વભાવરૂપ બની અભેદપણે આત્મારૂપે પરિણમે તે આત્મા કર્મમુક્ત થઈ મોક્ષને પામે. જ્ઞાનીઓએ સિદ્ધાંતશાસ્ત્રોમાં પરમાર્થ હેતુથી આ જ માર્ગ જણાવ્યું છે, એમ છઠ્ઠી પંક્તિમાં કર્તાએ સ્પષ્ટ કર્યું છે. - જ્ઞાન, દર્શન અને ચારિત્રની શુદ્ધતાથી મળતા મોક્ષમાર્ગમાં બાહ્યદષ્ટિથી કેટલીક વખત ભેદ-ભિન્નતા દેખાય છે. મુનિઓના આચાર, મહાવ્રત, વેશ આદિમાં દેખાતે ભેદ તે સર્વ દેશ, કાળ આદિની પરિસ્થિતિ અનુસાર છે. “પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ.” સમ્યફદર્શન જ્ઞાન અને ચારિત્રની શુદ્ધતાથી મળતું મેક્ષસ્વરૂપ તે તે ભૂત, વર્તમાન અને ભાવિ, એ ત્રણે કાળમાં એકરૂપે જ છે. તેમાં કેઈ કાળે ભિન્નતા આવી નથી. અને આવશે નહિ, એવું સર્વ જ્ઞાનીઓનું વચન છે. ૨૮ આમ સાચા જિનમાર્ગની ઓળખ આપી તેઓ જ્ઞાન, દર્શન અને ચારિત્રનો વિશેષાર્થ સમજાવે છે, જે ઊંડાણથી વિચારતાં ઉત્તમ આત્માર્થ સમજાશે. તેમ તેઓ દસમી પંકિતમાં જણાવે છે. જ્ઞાન એટલે શું તે જણાવતાં તેમણે લખ્યું છે – ૨૮. આત્મસિદ્ધિશાસ્ત્રમાં પણ, આપણે જોઈ ગયા તેમ, તેમણે આ જ વસ્તુ ૩૬મા દેહરામાં ભારપૂર્વક જણાવી છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની અષનસિદ્ધિ છે દહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદ્દગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” આ પંક્તિઓ સમજાવતાં શ્રી રાવજીભાઈ દેસાઈ લખે છે કે – હાદિથી ભિન્ન, સદાય ઉપયોગ લક્ષવાળે, ચિતન્યસ્વરૂપ અવિનાશી એવો આત્મા પિતે છે એમ જ્ઞાની ગુરુના ઉપદેશથી જાણે તેને ખાસ – યથાર્થ જ્ઞાન કહ્યું છે.૨૯ ” આ બે પંક્તિઓમાં જણાવેલા આત્માના ગુણોને ગુરુના ઉપદેશથી જાણીને શ્રદ્ધે તે તેને સમ્યજ્ઞાન થાય, તેમ શ્રીમદ્દ જણાવે છે. આ આત્માનું સૌથી પહેલું લક્ષણ દેહાદિ પદ્ગલથી આત્માની ભિન્નતા છે. શરીરમાં રહેલા હોવા છતાં આત્મા ઈન્દ્રિય, મન આદિથી પર છે, અને પોતે સર્વના જ્ઞાતાદ્રષ્ટા છે, એટલે કે તે બધાને જાણનારો એ ઉપયોગ લક્ષણવાળે આત્મા છે. વળી દહાદિ નાશવંત છે. આત્મા શાશ્વત છે તે ત્રણે કાળમાં આત્મારૂપે ટકી રહે છે. તેના જ્ઞાતાદ્રા રહેવાને સ્વભાવ – ઉપયોગ લક્ષણ – હમેશ તેની સાથે જ રહે છે. આત્માનાં આવાં વિશિષ્ટ લક્ષણે, જેણે આત્મા અનુભવ્યું છે તેવા સદગુરુ પાસેથી જાણ્યાં, તે સાચું “જ્ઞાન” છે. આ આત્મજ્ઞાન વિનાનું સર્વ જ્ઞાન નકામું – અયથાર્થ છે. આમ આત્માના યથાર્થ સ્વરૂપના જ્ઞાનને સાચું “જ્ઞાન” જણાવવાની સાથે સદ્દગુરુનું મહત્વ પણ બતાવ્યું છે. જ્ઞાન પછી “દશન” ને પરમાર્થ તેઓ સમજાવે છે કે – જે શાને કરીને જાણ્યું કે, તેની વતે છે શુદ્ધ પ્રતીત; કહ્યું ભગવતે દર્શન તેહને રે, જેનું બીજુ નામ સમકિત.” આત્માનાં વિવિધ લક્ષણોનું જ્ઞાન ગુરુ પાસે મેળવ્યું હોય, તે વિશે સાચી શ્રદ્ધા હાય, એટલે કે ગુરુએ જણાવ્યું છે તે યથાર્થ છે, તે વિશે સાનુભવ, અચલ શ્રદ્ધા આવે તેને જિનેશ્વર ભગવાને “સમ્યગ્દર્શન” – “સમકિત” કહ્યું છે. આમ ખૂબ સંક્ષેપમાં શ્રીમદે “સમકિત” એટલે શું, તે વિશદતાથી અહીં સમજાવ્યું છે. તે પછી જેની સૌથી વિશેષ અગત્ય છે તે “સમ્યફચારિત્ર” વિશે શ્રીમદ્દ લખે છે કે – જેમ આવી પ્રતીતિ જીવની રે, જા સર્વેથી ભિન્ન અસંગ; તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. આત્મા સર્વથી ભિન્ન અને અસંગ છે તેની પ્રતીતિ જ્ઞાન અને દર્શનથી આવી, અને જ્યારે તે ગુણે આત્મામાં પ્રગટવા લાગે છે ત્યારે આત્માને “ચારિત્ર” ગુણ પ્રગટે છે. જ્ઞાન, દર્શનની પ્રાપ્તિ થતાં, તેના પ્રભાવથી આત્મા બાહ્યભાવમાં રહેતે અટકી પિતાના સ્વભાવમાં રહેવા લાગે છે. પિતાના સ્વભાવમાં રહેવું તે જ “સમ્મચારિત્ર.” આ ચારિત્રને લિંગ નથી, તે ભાવચારિત્ર છે. “ભાવલિંગ” હોવાથી તે “અણલિંગ” કહેવાય છે. ૨૯. “શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત ઝરણું", પૃ. ૧૨૫. Page #416 -------------------------------------------------------------------------- ________________ ૭. મકાણુ પદ્ય-રચના આત્માના જ્ઞાન, દન અને ચારિત્ર એ ત્રણે ગુણ આત્માથી જુદા નથી. નિશ્ચયનયથી તે ત્રણે આત્મારૂપ છે. આ ત્રણે અભેદપણે – એકરૂપ થઈ ને વતે ત્યારે આત્મસ્વરૂપ પ્રગટે છે. અને એ જ જિનપ્રભુએ પ્રરૂપેલા મેાક્ષમાગ છે. આમ ફક્ત આઠ જ પક્તિમાં શ્રીમદ્ મેાક્ષમાનુ' સ્વરૂપ દર્શાવે છે. તે પછીથી બે પક્તિમાં મેાક્ષમાગ પ્રાપ્ત કરવા માટે કયા અધિકારની જરૂર છે તે તથા આ મા પામવાના હેતુ તેમણે વર્ણવ્યાં છે કે ઃ—— “ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ; ઉપદેશ સદ્ગુરુના પામવા રે, ટાળી સ્વચ્છ ́દ ને પ્રતિબંધ. ” આગળ વર્ણવેલાં જ્ઞાન, દર્શન તથા ચારિત્ર પામવા તથા તે દ્વારા અનાદિ કાળથી ચાલ્યા આવતા બંધનને તોડવા માટે મૂળમાર્ગ બતાવ્યા છે. આ કર્મબંધ ટાળવામાં સદગુરુના ઉપદેશ મુખ્ય સાધન છે. તે ઉપદેશ તા જ પરિણમે, તે જીવ પાતાના સ્વછંદ (--પાતે સમજે તે જ સાચું એવા મતાગ્રહ –) અને પ્રતિબંધ (– લેાકસ`બ`ધી, કુટુંબ, દેહાભિમાનરૂપ, સંકલ્પવિકલ્પરૂપ બધન એ ચાર મોટા પ્રતિબંધ કહ્યા છે.) ત્યાગીને સદ્ગુરુના શરણમાં સર્વ સમર્પણ-ભાવે જાય. આમ અહીં પણ શ્રીમદ્દે ગુરુમાહાત્મ્ય બતાવ્યું છે, અને સદ્દગુરુને મેાક્ષપ્રાપ્તિ માટે અનિવાર્ય તત્ત્વ ગણાવ્યું છે. કાવ્યમાં દર્શાવેલા મેાક્ષમાગ અતિમ એ પદ્યક્તિમાં શ્રીમદ્ સ્પષ્ટ કરે છે કે આ જિનપ્રભુએ વળ્યેા છે તેમ જ કહ્યો છે, અને તેના હેતુ છે આમ એક નાના કાવ્યમાં શ્રીમદ્ મેાક્ષમાર્ગનું રહસ્ય ખુલ્લુ કરવા સાથે તત્ત્વજ્ઞાનના ઘણા સંભાર આપ્યા છે. તે વિશે શ્રી ઉમેદચંદ ખાડિયા લખે છે કે, “ તત્ત્વદૃષ્ટા શ્રીમદ્ જીની અપૂવ કૃતિની અદ્દભુત શૈલીથી જીવનના મૂળ તરફ જ લક્ષ થાય છે, વૈજ્ઞાનિક દૃષ્ટિ મળે છે, અને સ ધર્મ-દર્શન સામેના વિરોધ શાંત થાય છે. ’૩૦ ૩૦. ૩૧. 66 ભવ્ય જનાના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યુ સ્વરૂપ.” પથ પરમપદ આધ્યા ૩૧ “ મૂળમાર્ગ -રહસ્ય ’”ની જેમ આ કાવ્યમાં પણ મોક્ષમાર્ગનું સ્વરૂપ નિરૂપાયુ છે. ૧૬ પક્તિના આ કાવ્યમાં ગીતિ છંદ વપરાયા છે. 66 વિ. સ. ૧૯૫૩ના કારતક માસમાં વવાણિયા ક્ષેત્રે રચાયેલુ. આ કાવ્ય સંપૂર્ણ મળતુ નથી. “ શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં તે વિશે આ પ્રમાણે નોંધ જોવા મળે છે ૩૯૩ શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારક'થ', પૃ. ૩૫. શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ પૃ. ૫૬૦, આંક ૭૨૪. --- Page #417 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની જીવનસિદ્ધ “ શ્રીમદના દહેાત્સગ પછી તેનાં વચનાના સંગ્રહ કરવામાં આવ્યા ત્યારે આ વિષયની ૩૬ કે ૫૦ ગીતિ હતી, પણ પાછળથી સંભાળપૂર્વક નહી. રહ્યાથી બાકીની ગુમ થઈ છે, ’૩૨ હાલમાં માત્ર ૮ ગીતિ ઉપલબ્ધ થાય છે. ' આ કાવ્યમાં સમ્પ્યુટ્રા નજ્ઞાનચારિત્રાળિ મેાક્ષમા : ' એ સૂત્ર અનુસાર, સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનાં કેટલાંક લક્ષણા બતાવી, તે ત્રણે અભેદ પિરણામથી વતે ત્યારે મેાક્ષમા મળે છે, તેનુ નિરૂપણ થયેલું છે. આમ તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો, “ મૂળમાર્ગ-રહસ્ય ’ કરતાં આમાં ખાસ કંઈ વિશેષ મળતું નથી. પણ અપૂર્ણ અવસ્થામાં મળતા આ કાવ્ય વિશે આપણે ઊંડાણથી અભિપ્રાય આપી શકીએ નહિ. આઠ ગીતિમાં વિશેષ ન મળે તે બને, પણ ખાકીની ૨૮ કે ૪૬ ગીતિમાં તા નવ તત્ત્વનું નિરૂપણ હશે એમ આપણે અનુમાન કરી શકીએ. આરંભમાં જ શ્રીમદ્ લખે છે કેઃ— ૩૮ “ પથ પરમપદ મેાધ્યા, જેહ પ્રમાણે પરમ વીતરાગે; તે અનુસરી કહીશું, પ્રણમીને તે પ્રભુ ભક્તિ રાગે, ’ વીતરાગ પ્રભુએ જે પ્રમાણે મેાક્ષમા દર્શાવ્યા છે, તે જ પ્રમાણે તે દર્શાવવાની શ્રીમદ્દની અભિલાષા અહી જોઈ શકાય છે. આરંભમાં વીતરાગ પ્રભુને વંદન કર્યા પછી, શ્રીમદ્ સભ્યજ્ઞાન, દન અને ચારિત્રની એકતાથી માક્ષમાર્ગ પમાય છે તે જણાવ્યું છે. અને એક એક ગીતિમાં સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ત્ચારિત્રનાં લક્ષણ બતાવ્યાં છે. તે ત્રણે અભેદરૂપે વર્તે ત્યારે મેાક્ષ પમાય તે જણાવતાં તેએ લખે છે કે :-- 66 ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂર્ણ પરમપદ પ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. ” આ જ વસ્તુ શ્રીમદ્ “ મૂળમાર્ગ-રહસ્ય ”માં આ પ્રમાણે બતાવી છે ----- “ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ; ,, તેહ મારગ જિનના પામીએ રે, કિવા પામ્યા તે નિજસ્વરૂપ. ', આમ અહીં સુધી “ મૂળમાર્ગ-રહસ્ય ” પ્રમાણે જ મેાક્ષમાનું સ્વરૂપ વર્ણવ્યા પછી શ્રીમદ્ નવ તત્ત્વની વિચારણા ઉપર આવે છે. તેમાં નવે તત્ત્વનાં નામેાના ઉલ્લેખ કર્યા છે, અને જીવ તથા અજીવ એ એ તત્ત્વમાં નવે તત્ત્વાના સમાવેશ થાય છે, તેમ કહ્યું છે, ત્યાં આઠમી ગીતિ પૂર્ણ થાય છે. અને એ એ તત્ત્વમાં નવ તત્ત્વ કઈ રીતે સમાય છે તે વિશેનું નિરૂપણુ લુપ્ત થયેલું છે, તેથી આ કાવ્યની વિશેષતા અનુભવી શકાતી નથી. જેટલુ ભાષાની રીતે જોઈ એ તા આ કાવ્યની રચના “ મૂળમાર્ગ ” જેટલી સરળ નથી, તેમ છતાં સામાન્ય રીતે સમજી શકાય તેવી તેા છે જ. આ કાવ્ય “ મૂળમા રહસ્ય ’” ૩૨. “ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ પૃ. ૫૬૦, આંક ૭૨૪, Page #418 -------------------------------------------------------------------------- ________________ ૭. પ્રકીર્ણ પદ્ય-રચનાઓ લોકપ્રિય નથી, તેમ થવામાં આ કાવ્યની કઠિન ભાષા તથા પહેલામાં આપેલા તત્ત્વની પુનરુક્તિ અને આ કાવ્યની અપૂર્ણતા કારણભૂત હોય તેમ લાગે છે. “આતમ ભાવના... ૩૩ કેવળજ્ઞાનપ્રાપ્તિનો ઉપાય સૂચવતી એક કાવ્યમય પંક્તિ શ્રીમદ્દ વિ. સં. ૧૯૪ત્ના આસો વદમાં શ્રી ભાગભાઈને લખી હતી. આ પંક્તિ છે – “આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે.” પિતાના આત્મામાં જ રહેતા, આત્માની ભાવના જ ભાવ્યા કરતે જીવ પિતાના સ્વરૂપની શુદ્ધતા મેળવતે મેળવતે અંતમાં કેવળજ્ઞાન મેળવે છે. પોતાના સ્વરૂપમાં જ રહેવું તે મેક્ષ મેળવવાને ઉત્તમ ઉપાય છે તેમ અહીં જણાવ્યું છે. આ પંક્તિનું વારંવાર રટણ કરવાથી ઘણું લાભ થાય અને તેમાં મંત્ર જેવી શક્તિ છે એમ શ્રી લલ્લુજી મહારાજ ઘણી વખત કહેતા હતા. “દૃષ્ટિભેદ ભિન્ન ભિન્ન મતદશન૩ ૪ બાવીસ વર્ષની વયે લખેલા બાર પંક્તિના આ કાવ્યમાં શ્રીમદ્દે જગતમાં પ્રવર્તતા જુદા જુદા મતભેદો દષ્ટિભેદને લીધે થયા છે તે બતાવ્યું છે. દેહરામાં રચાયેલું કાવ્ય બાર પંક્તિ પછીથી અપૂર્ણ રહેલ છે. આ કાવ્યમાં ભિન્ન ભિન્ન મત જણાવી, આત્મકલ્યાણ કરવા શું કરવું જોઈએ તે જણાવતા મૂળમાર્ગ પણ બતાવ્યો છે. તેમાં શ્રીમદે લખ્યું છે કે – પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર, અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર » આમ મૂળમાર્ગ પામવા માટે અનુભવી ગુરૂને બોધ આવશ્યક ગણાવ્યું છે. તે ગુરુનાં લક્ષણ બતાવતાં શ્રીમદ્દ લખે છે કે – ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ, તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જેય.” જેને મહને નાશ થયે હોય અને આત્મસ્થિરતા આવી હોય તેને તેમણે અનુભવી ગરનાં લક્ષણ ગણાવ્યાં છે. આ ઉપરાંત મિથ્યાત્વની ગ્રંથિ છૂટી ગઈ હોય, પરિગ્રહાદિથી રહિત હોય તેવાં લક્ષણ પણ અહીં બતાવ્યાં છે. સદગુરુનાં આવાં લક્ષણે “ આત્મસિદ્ધિ”ના દસમા દોહરામાં પણ બતાવ્યાં છે. જુઓ – ૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ પૃ. ૩૮૭, આંક ૪૭૪. ૩૪. એજન પૃ. ૧૯૬, આંક ૭૯. Page #419 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ “આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉલ્ય પ્રયોગ અપૂર્વ વાણી, પરમકૃત, સદગુરુ લક્ષણ યોગ્ય.” આ રચનામાં જગતના મતભેદની વિચારણાથી શરૂ કરી, શ્રીમદ આત્મય અને મોક્ષમાર્ગની વાત પર આવે છે. તેમાં મોક્ષમાર્ગનાં અનિવાર્ય તત્વ સદગુરુનાં લક્ષણે આપવાં શરૂ કર્યા છે, પણ ત્યાંથી આ કાવ્ય અપૂર્ણ રહેલ છે. તેમ છતાં આ કાવ્યની મળતી અગિયાર પંક્તિઓ પરથી શ્રીમદે કરવા ધારેલી તર્કબદ્ધ ગૂંથણીનો આપણને ખ્યાલ આવે છે. લેકસ્વરૂપ રહસ્ય૩૫ લોકનું સ્વરૂપ સમજાવતું “લોકસ્વરૂપ રહસ્ય” નામનું કાવ્ય જુદા જુદા પાંચ વિભાગમાં શ્રીમદ્ ૨૩ મે વર્ષે રચ્યું છે. સવૈયામાં રચાયેલા આ કાવ્યમાં સૃષ્ટિ કયા પ્રકારે છે, જીવ શા કારણથી સુખી કે દુઃખી થાય છે, એ તત્ત્વવિચારણાના પ્રશ્નો રજૂ કરી, તેનું સમાધાન પણ આપ્યું છે. પહેલો વિભાગ ચાર પંક્તિનો, બીજો બે પંક્તિનો, ત્રીજે ચાર પંક્તિન, ચોથે બાર અને પાંચમે ચાર પંક્તિને એમ કુલ ૨૬ પંક્તિનું આ કાવ્ય છે. બે પગ પહોળા કરીને કમરે હાથ રાખીને ઊભેલા પુરુષ જેવો આ લોક લાગે છે, એમ પુરુષાકાર લોકનું વર્ણન શાસ્ત્રમાં આવે છે. આ ઉપમા શા માટે આપી છે, તેનું સાચું રહસ્ય શું છે તે વિશે શ્રીમદે પહેલા ભાગમાં પ્રશ્ન કર્યો છે અને પછી બે પંક્તિમાં જ્ઞાન, દર્શન તથા શરીરની દૃષ્ટિએ એમ જ છે એવું સમાધાન પણ કર્યું છે. શરીરની આકૃતિ જેવો આ લેક હોવાથી શરીર જે કહ્યો, અને આત્માના ગુણ જ્ઞાનદર્શન છે, તેમાં આલોક ઝળકે છે તેથી અધ્યાત્મ રીતે પણ આલોક પુરુષાકાર કહેવાય. જુઓ તેમની પંક્તિઓ – “શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શન કે ઉદ્દેશ જેમ જણાવો સુણીએ તેમ, કાં તે લઈએ દઈએ ક્ષેમ." આમ પુરુષાકાર લોક છે તેમ બાહ્ય તેમ જ આંતરદષ્ટિથી સમજાવી આત્મિક સુખ મેળવવાની ભાવના જણાવી છે. લકનું સ્વરૂપ જાણવા પહેલાં શું કરવાથી પિોતે સુખી કે દુઃખી થાય છે, પિતે કેણ છે, એ વગેરે વિશેની વિચારણું જરૂરી છે, તેમ બીજા ભાગમાં જણાવ્યું છે. “શું કરવાથી પોતે સુખી? શું કરવાથી પિોતે દુખી ? પોતે શું ? ક્યાંથી છે આપ? એને માગે શીધ્ર જવાપ.” ૩૫. શ્રીમદ્ રાજચંદ્ર અગાસ આવૃત્તિ પૃ. ૨૧૧, અંક ૧૦૭. Page #420 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રકીર્ણ પણ-રચનાઓ આની સાથે “મોક્ષમાળા” ના “અમૂલ્ય તત્ત્વવિચાર”ની નીચેની પંક્તિઓ સરખાવેઃ “હું કેણ છું ? ક્યાંથી થયે ? શું સ્વરૂપ છે મારું ખરું? કેના સંબંધે વળગણ છે ? રાખું કે એ પરિહરું ?” આ પ્રશ્નોના જે સમાધાનકારક ઉત્તર ન મળે તે શંકા અને સંતાપ વેઠવાં પડે છે. જ્ઞાન થાય ત્યારે જ શંકા જાય છે. આ જ્ઞાન મેળવવા “પ્રભુભક્તિ” ને ઉત્તમ સાધન ગણાવતાં ત્રીજા વિભાગમાં કહે છે કે – પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. અહીં જણાવ્યા પ્રમાણે ગુરુની પ્રાપ્તિ થવી તે પણું પ્રભુ મેળવવા માટેનું ઉત્તમ નિમિત્ત છે. ગુરુ મેળવવા હોય તે સાચો વૈરાગ્ય કેળવવું જોઈએ, અને આ વૈરાગ્ય તે પૂર્વનું ભાગ્ય હોય, કે સત્સંગ હોય કે સાંસારિક દુઃખ હોય તે જ આવે છે. આમ તબદ્ધ રીતે પૂર્ણ માર્ગ પામવા માટે ગુરુની તથા વૈરાગ્યની આવશ્યક્તા શ્રીમદ્ બતાવી છે. વળી, મૂળ પ્રશ્નો ભૂમિકારૂપે પહેલા ત્રણ વિભાગમાં રજૂ કરી તેનું સમાધાન તથા સમજણ પછીના બે વિભાગમાં શ્રીમદ્ રજૂ કર્યા છે. અને તે એટલા સંક્ષેપમાં છે કે તે સમજવા માટે ઊંડી વિચારણાની જરૂર પડે છે. ચાથા વિભાગની શરૂઆતમાં તેઓ જણાવે છે કે સર્વ દશનાએ પોતપોતાની રીતે પરમામતરવને જ ગાયું છે, સાથે સાથે સંસારત્યાગ તથા પ્રભુભક્તિ સમજાવ્યાં પણ છે. તેમાંની સ્યાદવાદશૈલી – જૈન દર્શન– ઉત્તમ છે. તે માટે શ્રીમદ્દ લખે છે કે – “મૂળ સ્થિતિ જે પૂછે મને, તો સાંપી દઉં યોગી કને, પ્રથમ અંત ને માથે એક લોકરૂપ અલેકે દેખ. ” અહી શ્રીમદ્ કહે છે કે “મૂળ સ્થિતિ” એટલે કે લોકના સ્વરૂપ વિશે મને જે પૂછવામાં આવે તે હું એમ જ કહું કે જે યેગીએ – આત્મસ્વભાવનું ચુંજન થયું છે તેવા જ્ઞાની પુરુષે પોતાના જ્ઞાનમાં જોયું છે તેમ જ છે. તે સર્વજ્ઞપુરુષે એ પ્રમાણે જોયું છે કે – “અનંતાનંત અલોકાકાશ કે જેમાં એકલું આકાશદ્રવ્ય વ્યાપ્ત છે, તેની મધ્યમાં જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્યના સમૂહરૂપ લેક પુરુષાકારે રહ્યો છે. અને તે આદિ, મધ્ય અને અંતમાં એટલે કે ત્રણે કાળમાં એ જ રૂપે રહેવાને છે.”૩૬ આમ ઉપરની પંક્તિ સમજાવતાં શ્રી રાવજીભાઈ દેસાઈ લખે છે. - ૩૬. “શ્રીમદ્ રાજચંદ્ર” કાવ્ય-અમૃત-ઝરણાં, પૃ. ૯૪. ૫૧ Page #421 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ _લેકસ્વરૂપનું શાસ્ત્રમાં મળતું આ વર્ણન જાણવાથી જીવ, અજીવ, વગેરેની સાચી સ્થિતિ સમજતાં તેની જિજ્ઞાસા મટી જાય છે, અને તેને લીધે બીજા અનેક પ્રશ્નોનું પણ સમાધાન થઈ જાય છે. લિકનું સ્વરૂપ જાણવાની શક્તિ આત્મજ્ઞાન થાય ત્યારે જ આવે છે તે આ વિભાગની ચેથી કડીમાં શ્રીમદે બતાવ્યું છે. જ્ઞાન થતાં સાચી ઉદાસીનતા આવવાથી તે સુખ પામે છે અને તેને શોક ટળે છે. પણ જે જીવ બંધનયુક્ત હોય છે તેને કર્મની વગણ હોય છે, અને તે કર્મ દુ:ખ આપે છે. આથી દુઃખથી છૂટવા માટે કર્મનું સ્વરૂપ-પુદગલનું સ્વરૂપ જાણવાની આવશ્યક્તા અહીં બતાવાઈ છે. “બંધ યુક્ત જીવ કર્મ સહિત, પુદગલ રચના કમ ખચીત, પુદગલજ્ઞાન પ્રથમ લે જાણુ, નર દેહે પછી પામે ધ્યાન. ” કર્મ કઈ રીતે બંધાય છે, વેદાય છે અને છૂટે છે એ આદિનું જ્ઞાન આવે તે જ જીવ તેનાથી છૂટવા માટે ઉપાય વિચારી શકે અને અમલમાં મૂકી શકે. આમ મોક્ષમાર્ગ પામવા માટે પુદ્ગલનું જ્ઞાન કઈ રીતે આવશ્યક છે તે અહીં બતાવ્યું છે. અને કર્મથી છૂટવાને માગ પાંચમા વિભાગમાં બતાવાયો છે. “જહાં રાગ ને વળી દ્વેષ, તહાં સર્વદા માને કલેશ ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુઃખને છે ત્યાં નાશ. ” કર્મ બાંધવાના મૂળ કારણમાં અહીં બતાવેલા રાગદ્વેષને એ જ રીતે શ્રીમદે અન્ય ઘણી જગ્યાએ સંસારપરિભ્રમણના હેતુ રૂપે ગણાવ્યા છે – “જન્મ, જરા ને મુત્યુ, મુખ્ય દુખના હેતુ કારણ તેનાં બે કહ્યાં, રાગદ્વેષ અણહતુ.”૩૭ રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષને પંથે. ૩૮ વગેરે. આ રાગદ્વેષને સંપૂર્ણ નાશ થાય ત્યારે પરમ ઉદાસીનતા અને પરમ સુખ મળે છે. તેથી તે શ્રીમદ્દ “સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા” એમ કહે છે. વળી, ઉદાસીનતાને તે તેમણે મોક્ષમાર્ગ માટેનું મહત્ત્વનું લક્ષણ “આત્મસિદ્ધિ”, “અપૂર્વ અવસર ” આદિ રચનાઓમાં ગણાવ્યું છે. સંપૂર્ણ ઉદાસીનતા આવે ત્યારે કર્મને સંપૂર્ણ નાશ થાય છે અને ત્યારે નિર્વાણ થાય છે. આમ પાંચમા વિભાગમાં શ્રીમદ્ મોક્ષમાર્ગ બતાવ્યું છે, આ સર્વ વિચારણા શ્રીમદે જન દર્શન અનુસાર જ રજૂ કરી છે. અહીં જીવ પોતે પોતાના વિશે વિચારવાનું શરૂ ૩૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૧ ૩૮. એજન, આત્મસિદ્ધિ, ગાથા ૧૦૦, ૫. પપ૧, Page #422 -------------------------------------------------------------------------- ________________ ૭. મકાણું પદ્મ-ચનાએ ron કરે ત્યારથી તેની અંતિમ કક્ષા સુધીનું વર્ણન ખૂબ સક્ષેપમાં કર્યું' છે. સાથે સાથે લેાકનું સ્વરૂપ જાણવાની અગત્ય પણ બતાવી છે. આથી તેની પ્રત્યેક ૫ક્તિ વિશે શાંતિથી વિચારીએ ત્યારે જ યથાર્થ સમજાય છે. ખીજા' કાવ્યા જેવી ભાવની સરળતા અહી" જોવા મળતી નથી. ભાષા પણ વિશેષ પારિભાષિક શબ્દોવાળી છે. આથી કાવ્ય સમજવા માટે થોડી ધીરજ અને જૈન ધર્મનુ· પ્રાથમિક જ્ઞાન આવશ્યક બને છે. સસ્કૃત ગ્રંથામાં જેમ મૂળ શ્લેાકેા સમજાવવા માટે ટીકાની જરૂર પડે છે. તેવું જ કઈક આ કાવ્ય વિશે પણ છે. સૂત્રાત્મક શૈલીમાં સંક્ષેપમાં આખી રચના થઈ હાવાથી સામાન્યથી ઉચ્ચ કક્ષાના મુમુક્ષુઓ માટે આ કાવ્ય રચાયું લાગે છે. મેાક્ષમા ને સમજાવતી આમ પાંચ રચનાએ શ્રીમના સાહિત્યમાં મળે છે. તે સમાં “ મૂળમાર્ગ -રહસ્ય 'ને શ્રેષ્ઠ કહી શકીએ. ભાષાની સરળતા સાથે જે અર્થગાંભીય તેમાં જોવા મળે છે તે જ તેમની શક્તિના આદર્શ નમૂના છે. 33 “ પથ પરમપદ આધ્યા’” કે “દૃષ્ટિભેદથી ભિન્ન ભિન્ન મતદર્શન ” એ અપૂર્ણ રહેલી રચનાઓ છે; ત્યારે લેાકસ્વરૂપરહસ્ય ” કઠિન ભાષામાં તાર્કિક રીતે રજૂ થયેલી રચના છે. “ આતમ ભાવના ..” તે એક જ પક્તિમાં અપાઈ હોવાને લીધે વિશેષ ગણતરીમાં આવી શકે તેમ નથી. જડ-ચેતનના ભેદ બતાવતી રચનાઓ જીવ, અજીવ આદિ નવ તત્ત્વમાં જીવ-ચેતન અને અજીવ જડ એ બે વિરાધી ગુણાવાળાં તત્ત્વ મહત્ત્વનાં છે. તે બંને કાઈ પણ ઉપાયે એકખીજાનું સ્વરૂપ પામી શકતા નથી. તેઓ બંને વચ્ચેના ભેદ બતાવતી એ રચનાએ શ્રીમદ્દે કરી છે, ‘જડ ભાવે જડ પરિણમે અને જડ ને ચૈતન્ય અને દ્રવ્યના સ્વભાવ ભિન્ન ” એ એ કૃતિએ મળે છે. "" “ જડ ભાવે જડ પરિણમે ’૩૯ વિ. સ’. ૧૯૪૭ના ભાદરવા માસમાં શ્રીમદ્ રાળજ રહ્યા હતા ત્યારે એક જ દિવસે તેમણે ચાર પદ “ વીસ દોહરા ”, “ યમ નિયમ ”, “ જડ ભાવે જડ પરિણમે” અને જિનવર કહે છે જ્ઞાન તેને”ની રચના કરી હતી. તેમાં “જડ ભાવે જડ પરિણમે ” તે કાવ્ય બાવીસ પક્તિમાં દોહરા છંદમાં રચ્યું હતુ. અને તેમાં જડ તથા ચેતન વચ્ચેના ભેદ દર્શાવ્યા છે. આર‘ભમાં જડ તથા ચેતનના સ્વભાવ ભિન્ન છે અને તેએ પાતાના સ્વભાવ પલટાવી શકતાં નથી, અને તે બ ંનેને અનુભવી શકાય છે, તેમ જણાવી તેમણે પ્રશ્ન કર્યા છે કે આમ હાવા છતાં પણ તે ખંનેના ભિન્ન સ્વભાવ હાવા વિશે શંકા કેમ થાય છે ? જડ અને ચેતનના ભિન્ન સ્વભાવ વિશે શ્રીમદ્ “ આત્મસિદ્ધિ ”માં ભારપૂર્વક જણાવ્યું છે કે— ૩૯, શ્રીમદ્ રાંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૯૭, આંક ૨૬૬ Page #423 -------------------------------------------------------------------------- ________________ - જડ અને ચેતન વચ્ચે જો આવી જ ભિન્નતા વતી હોય તે સામાન્ય જનને થવા ચેાગ્ય એક શકા શ્રીમદ્ આ કાવ્યના ત્રીજા દોહરામાં મૂકી છે શ્રીમદની જીવનસિદ્ધિ 66083, ચેતનના ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહિ, ત્રણે કાળ *યભાવ ૪૦ અહીં જણાવ્યા પ્રમાણે, જો જડ અને ચેતન ત્રણે કાળમાં ભિન્ન હાય તેા પછી આત્મા બંધાયેલા છે, તેને મુક્ત કરવાના છે, એ આદિ વાત કરવી અચેાગ્ય જ છે. કારણ કે જે આત્મા જડથી ભિન્ન છે, તેને બંધન કથાંથી હોય ? અને બંધન ન હેાય તેને મુક્તિ શાની ? “ જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હાય; બંધ મેાક્ષ તે નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ ન્હોય.” આ શકાનું સમાધાન શ્રીમદ્ બાકીના આત્માં જ્યાં સુધી વિભ્રમદશામાં વર્તે છે, ત્યાં છે. અને મધન સ્વીકારે છે; પણ તેનાથી છૂટી છે. જીવ બંધનમાં આવે છે તે વખતે પણ પેાતાનાં ચેતનત્વ, ઉપયાગ આદિને ગુમાવતા તે સાત ઘેહરામાં ખૂબ સરસ રીતે કર્યું છે. સુધી જંડ કર્મના પરમાણુઓને ગ્રહણ કરે સ્વભાવદશામાં આવે તે તે કર્મમુક્ત થાય પાતાના સ્વભાવ ત્યજતા નથી, એટલે કે નથી, એમ જિનપ્રભુપ્રણીત વચના પ્રમાણે શ્રીમદ્દે અહીં કહ્યું છે. તેની વિશેષ સ્પષ્ટતા કરતાં શ્રીમદ્ પાંચમા દોહરામાં લખે છે કેઃવર્તે. બંધ પ્રસંગમાં, તે નિપદ અજ્ઞાન; પણ જડતા નહિં આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ, ’ 66 પોતાને પોતાનુ અજ્ઞાન હોવાને લીધે આત્મા બંધનમાં પડે છે, પણ તેથી તેનામાં જડતા આવી જતી નથી, તેનુ ચેતનત્વ કાયમ જ રહે છે, એ “ જડ તથા ચેતન ભિન્ન છે” તે સિદ્ધાંત માટેનું પ્રમાણ છે. આત્મા પોતે અરૂપી હોવા છતાં રૂપી એવા જડને ગ્રહણ કરે છે, અને છતાં આત્માને તેનુ` ભાન નથી હાતું, તે પરમ આશ્ચર્યની વાતને જિનેશ્વરે પેાતાના જ્ઞાનમાં જાણી છે. આને શ્રીમદ્દે કેટલી સુંદર રીતે રજૂ કરેલ છે તે જુએ “ ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; જીવ બંધન જાણે નહીં, કેવા જિન સિદ્ધાંત. ” આમ આ આશ્ચર્યની વાત રજૂ કર્યા પછી શ્રીમદ્દે આત્માની દૃષ્ટિ પલટતાં કેવા ફેરફાર થઈ જાય છે તે એક દોહરામાં બતાવી, જડ ચેતનના સબંધ અનાદિ અનત છે તેમ પછીના દોહરામાં બતાવ્યુ છે. આ સંબંધ કયારે બંધાયા તે જાણ્યામાં નથી, અને તેના તે સંબંધ સમષ્ટિની અપેક્ષાએ કન્યારેય પૂરા થવાના પણ નથી, તેથી જિનપ્રભુએ તેને “ અનાદિ અનંત ” ગણાવેલ છે. આ સંબંધ બાંધનાર કાઈ કર્તા નથી, અહીં સ્પષ્ટ કર્યું' છે. પણ તેમણે ૪૦. શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૪૦, દા. ૫૭. - Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૭. પ્રકરણ પથરચનાઓ આમ જડ અને ચેતનની ભિનતા બતાવ્યા પછી તેનું નિયત્વ બતાવતાં શ્રીમદ્દ દસમા દોહરામાં લખે છે કે – “હોય તેહને નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જય.” કઈ પણ વસ્તુને સંપૂર્ણ નાશ નથી થતું, માત્ર સ્વરૂપાંતર જ થાય છે, એ વિજ્ઞાનને સિદ્ધાંત અહીં આત્માદિ દ્રવ્યની બાબતમાં નિરૂપેલા જણાશે. આમ જૈનધર્મની તત્ત્વવિચારણું અનુસાર જ “જડ અને ચેતન”ની ભિન્નતા પિતે દર્શાવે છે તે બતાવી શ્રીમદ્દ અંતમાં આ જ્ઞાન આપનાર જ્ઞાની ગુરુને વંદન કરે છે – “પરમપુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.” શ્રીમદે સુંદર શૈલીથી માત્ર બાવીસ પંક્તિઓમાં જડ તથા ચેતનની ભિન્નતા તાર્કિક રીતે સરળ ભાષામાં બતાવી છે. પ્રત્યેક વચન જિનપ્રભુના પ્રમાણ સાથે તેમણે જણાવ્યાં છે. જડ અને ચેતન્ય બંને દિવ્યનો સ્વભાવ ભિન્ન ૪૧ વિ. સં. ૧૯૫૬ના કારતક માસમાં શ્રીમદે આ નાના કાવ્યની રચના મુંબઈમાં કરી હતી. મુંબઈમાં તત્ત્વજ્ઞાનવાળી રચના થઈ હોય તેવું બહુ ઓછું બન્યું છે. આ કાવ્ય તેવું છે. સોરઠાની સોળ પંક્તિઓમાં શ્રીમદે જડ અને ચેતન એ બે દ્રવ્યની ભિન્નતા દર્શાવી છે. પણ તે દર્શાવવાની શૈલી “જડ ભાવે જડ પરિણમે” કૃતિ કરતાં જુદા પ્રકારની છે. - અહીં આઠ આઠ પંક્તિની બે કડીઓ રચાઈ છે. પહેલી કડીની અંતિમ પંક્તિમાં મોક્ષમાર્ગ પામવાનું ઉત્તમ સાધન બતાવતાં કહ્યું છે કે – નિને પંથ ભવસંતને ઉપાય છે.” આમ જિનેશ્વર-પ્રણીત માર્ગને મેક્ષ મેળવવાનું સાધન કહ્યું છે. અને આ પહેલાંની સાતે પંક્તિઓમાં તે માર્ગમાં જડ-ચેતનનું જેવું સ્વરૂપ બતાવ્યું છે તે, જિનમાર્ગના ગુણ રૂપે વર્ણવ્યું છે. જેના માર્ગમાં જડ અને ચૈતન્ય બંને દ્રવ્યને ભિન્ન સ્વભાવ પ્રતીતિપૂર્વક સમજાય છે, પોતાનું સ્વરૂપ ચેતનમય છે અને જડનો તે માત્ર સંબંધ જ થયેલો છે, અને તે જાણનાર એવા આત્મા પરદ્રવ્યમાં કર્મબંધનને લીધે પુરાયો છે. એ આદિ વસ્તુનું જ્ઞાન થાય છે. સરળ, સ્પષ્ટ ભાષામાં શ્રીમદ્ આ બધું જણાવ્યું છે. અને એ બધાના સારરૂપ સાતમ-આઠમી પંક્તિ રચી છે કે – ૪૧. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૪૨, આંક ૯૦૨. Page #425 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથને પંથ ભવઅંતને ઉપાય છે.” દેહ આદિમાં મારાપણું છોડીને જેઓ પોતાના આત્મસ્વરૂપમાં લીન થયા છે, એવા નિર્ચથ જ્ઞાનીએ દર્શાવેલ માર્ગ જ ભવઅંત કરવાનો સારો ઉપાય છે, એમ શ્રીમદે અહીં ભારપૂર્વક જણાવ્યું છે. આમ નિગ્રંથમાર્ગની શ્રેષ્ઠતા બતાવવાની સાથે જડ અને ચેતનમાં પ્રવર્તતી ભિન્નતા. શ્રીમદે પહેલી કડીમાં બતાવી છે. અને બીજી કડીમાં સામાન્ય રીતે જડ અને ચેતન એકરૂપ કયા કારણને લઈને લાગે છે તે સમજાવ્યું છે. દેહ અર્થાત્ જડ અને આત્મા એકરૂપ ભાસવાનું મુખ્ય કારણ શ્રીમદ અજ્ઞાનને ગણવે છે. આ અજ્ઞાનને લીધે જીવની પ્રવૃત્તિ તે પ્રમાણે થવાથી દેહની ઉત્પત્તિ, તેને થતા રોગ, શોક, મૃત્યુ આદિ આત્માને થતાં જણાય છે. દેહને માટે થતી પ્રવૃત્તિ આત્માની જણાય તે મિથ્યાત્વભાવ છે. આ મિથ્યાત્વભાવ અનાદિકાળથી ચાલ્યો આવે છે, પણ જ્ઞાનીનાં વચન પ્રાપ્ત થતાં તે તત્કાળ દૂર થઈ જાય છે, પરિણામે દેહ અને આત્માનું ભિન્ન સ્વરૂપ સ્પષ્ટ જણાય છે, અને બંને દ્રવ્યો પોતપોતાનું સાચું સ્વરૂપ પામે છે. તે નિરૂપતાં શ્રીમદ વર્ણવે છે કે – એ જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે, ભાસે ચિતન્યને પ્રગટ સ્વભાવ ભિન, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ” પિતાના સ્વરૂપમાં સ્થિર થવું એટલે કે મેક્ષ થવો એવું અંતિમ લક્ષ શ્રીમદ્દે આ કાવ્યમાં બતાવ્યું છે. આમ જડ અને ચેતનના સ્વરૂપને સમજવાને મેક્ષમાર્ગ પામવામાં ઉપયોગી સાધન કહ્યું છે. તે જાણવા માટે જ્ઞાનીના વચન ઉપકારી હોવાથી ગુરુમહાભ્ય પણ અહીં તેમણે બતાવ્યું છે. આમ પહેલા કાવ્ય પછી નવ વર્ષે લખાયેલું આ કાવ્ય એક જ તત્ત્વનું જદી રીતે નિરૂપણ કરે છે. વિ. સં. ૧૯૪૭ની સાલના શ્રીમદ્દ કરતાં વિ. સં. ૧૯૫૬ની સાલના શ્રીમદમાં જ્ઞાનને ઘણું વધારે થયે હતો, અને તે અહીં જોઈ શકાશે, શ્રીમદને નિગ્રંથ માર્ગમાં ત્યારે કેટલી નિઃશકતા પ્રવર્તતી હતી તેનો ખ્યાલ આ રચનાઓ જોતાં આવી શકે છે. આમ જડ અને ચેતન વચ્ચેનો ભેદ બતાવતી આ બે રચનાઓમાં જન ધર્મની શ્રીમદે વિચારેલી ઊંડી તત્વવિચારણું જોવા મળે છે. “જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભ સાંભળો ?૪૨ લગભગ બત્રીસ પંક્તિના આ કાવ્યમાં જિનેશ્વર પ્રભુએ સાચું જ્ઞાન કોને કહ્યું છે તેનું નિરૂપણ શ્રીમદ્ વિ. સં. ૧૯૪૭ના ભાદરવા માસમાં રાળજ ક્ષેત્રે કર્યું હતું. “સમ્મતિતિક ” ૪૨. “શ્રીમદ્ રાજચંદ્ર , અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૯૭, આંક ૨૬ ૭. Page #426 -------------------------------------------------------------------------- ________________ ૭. પ્રકીર્ણ પદ્યરચનાઓ “ ન‘દિસૂત્ર ”, “ ઠાણાંગસૂત્ર' આદિ ગ્રંથાના નિર્દેશ સાથે શ્રીમદ્દે આ કાવ્યમાં જ્ઞાનમીમાંસા રજૂ કરી છે. આ રચનાની લગભગ ત્રણચાર પક્તિ મળતી નથી, તેથી તેમાં તેટલી અપૂર્ણતા લાગે છે, પણ ભાષા એટલી સરળ છે કે કાવ્ય સમજવામાં કશી મુશ્કેલી રહેતી નથી. કાવ્યના આરંભમાં જ્ઞાન શું નથી તે જણાવ્યું છે અને પછી સાચુ જ્ઞાન કયું તેનું નિરૂપણુ કર્યુ છે. જે આત્માને જાણ્યા વિના નવ પૂ૪૩ જ્ઞાન મેળવ્યુ હોય તે તે પણ અજ્ઞાન છે, એમ આગમને સાક્ષીરૂપે રાખી શ્રીમદ્ આ કાવ્યના આરભમાં જણાવ્યુ છે. આ પૂર્વ કહેવાના હેતુ છે :— “ એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષે, જીવ કરવા નિર્માંળે.” અર્થાત્ જીવને નિળ કરવાના. જે આત્મા શુદ્ધ ન થાય તે પૂર્વાનું જ્ઞાન નકામું છે. ગ્રંથમાં જ્ઞાન નથી, જ્ઞાન એ વિચાતુરી પણ નથી, મ`ત્ર, તંત્ર આદિ પણ જ્ઞાન નથી, ભાષા એ પણ જ્ઞાન નથી કે બીજા કાઈ સ્થાનને પણ જ્ઞાન કહ્યું નથી, આમ નૈતિ નેતિથી '. સાન ”ને જણાવી શ્રીમદ્ ખીજી કડીમાં કહે છે કે, “ જ્ઞાન જ્ઞાનીમાં કળા ” એટલે કે જ્ઞાન એ કાઈ બાહ્ય જડ પદામાં રહેલું નથી, પણ જ્ઞાનીના અંતરમાં રહેલુ છે, અને એને જ જિનવરે સાચું જ્ઞાન કહ્યું છે. ત્રીજી કડીમાં જ્ઞાન શું છે તે સમજાવતાં, “ભગવતીસૂત્ર”ના આધાર લઈને શ્રીમદ્રે જણાવ્યું છે કે : — • “આ જીવ ને આ દેહ એવા, ભેદ જો ભાસ્યા નહી', પચખાણ કીધાં ત્યાં સુધી, મેાક્ષા તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળા, જિનવર કહે છે જ્ઞાન તેને સવ ભવ્યા સાંભળે.” જીવ અને દેહ અર્થાત્ જડ અને ચેતન વચ્ચેના જે સ્પષ્ટ ભેદ જણાયા ન હેાય તે વ્રત, નિયમ આદિનાં પચખાણ લીધાં હાય તા તે બધાં મેાક્ષ મેળવવામાં મદદરૂપ નથી થતાં, માત્ર તે પુણ્ય ઉપાર્જન કરે છે. આવા નિર્મળ ઉપદેશ પાંચમા અ`ગમાં – “ભગવતી. સૂત્ર”માં – કરવામાં આવ્યા તે હું કહું છું. હું સવ ભવ્યે ! જિનવર કાને જ્ઞાન કહે છે તે તમે અહી' સાંભળેા. અહી શ્રીમદ્ જણાવ્યુ' છે તે પ્રમાણે જડ-ચેતન-વિવેક ઊÀ! હાય તા જ તાકિ મૈાક્ષમાર્ગના સાધનરૂપ થાય છે. એટલે જડ-ચેતન-વિવેક થવા – ભેદજ્ઞાન થવુ -તે જ સાચુ· જ્ઞાન છે, તેમ જિનવાણી કહે છે. પંચમહાવ્રતનું પાલન ખાદ્યથી કરવામાં આવે પૂર્ણ રૂપે જેનાથી શુદ્ધતા થાય તે સાચું જ્ઞાન છે એમ તેા તે જ્ઞાન નથી, પણ આત્માની ચાથી કડીમાં શ્રીમદ્દે ખતાવ્યુ છે. ૪૩. શ્રી તી કર ભગવાને પોતાને થયેલા જ્ઞાનને જે પ્રમાણે વર્ણવ્યું હતું. તે પ્રમાણે ગણધરાએ શાસ્ત્રમાં ઉતાર્યું હતું, તેના થયેલા ૧૪ વિભાગ ૧૪ પૂર્વ કહેવાય છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ શ્રી ની કવનસિદ્ધિ પણ આ કડીમાંની દેઢ પંક્તિ મળતી નથી. માત્ર પહેલી અડધી અને બાકીની બે એમ અહી જ પંક્તિ મળે છે. શ્રીમદે અહીં ક્રિયાની વાત કહી છે? શુષ્ક ક્રિયાથી આત્મજ્ઞાન પ્રાપ્ત નથી થતું.. આ પછીની કડીમાં “સમ્મતિતક ” આદિને આધાર લઈને સાચું જ્ઞાન કર્યું તે જણાવ્યું છે – શાસ્ત્રો વિશેષ સહિત પણ જે, જાણિયું નિજ રૂપને, કાં તેહો આશ્રય કરજો, ભાવથી સાચા મને;” તે જ્ઞાન તેને ભાખિયું, જે સમ્મતિ આદિ સ્થળે, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. શાસના વિસ્તૃત જ્ઞાનસહિત અર્થાત્ તેમાં જે અનેક પ્રકારના ભેદથી આત્મા જણાવ્યા છે તે પ્રમાણે જેણે પોતાને જાણે તે જ સાચું જ્ઞાન છે. અથવા જેવો છે તેવો જ આત્મા શાસ્ત્રમાં વર્ણવ્યો છે, એવી સાચા ભાવથી શ્રદ્ધા કરવી તે જ્ઞાન છે. અને આ માટે શ્રીમકે સમ્મતિતર્ક” આદિની સાખ આપી છે. તે જ પ્રમાણે, જ્ઞાનીએ જણાવેલ પરમાર્થ પ્રમાણે, માત્ર આઠ સમિતિ, જ્ઞાનીની આશા પ્રમાણે બોલવું ચાલવું, રહેવું ઈત્યાદિ સમજાય તે તે જ્ઞાન છે. અને પિતાની કલ્પના પ્રમાણે સમજેલાં કરોડો શાસ્ત્રો એ “માત્ર મનને આમળે છે. મનને સંકલ્પવિકલ્પમાં ગૂંચવનાર વળ છે, એમ શ્રીમદ્ છઠ્ઠી કડીમાં બતાવ્યું છે. તે પછી શ્રીમદ જ્ઞાની અને અજ્ઞાનીને ભેદ “નંદિસૂત્ર” આદિના સમર્થન સાથે સુંદર રીતે બતાવે છે.-જે અજ્ઞાનીનાં મિથ્યાત્વનાં શાસ્ત્રો છે તે શા પણ જે જ્ઞાનીના હાથમાં જાય છે તે તેમને જ્ઞાનરૂપે જ પરિણમે છે, કારણ કે તેમની દૃષ્ટિ પલટાઈ ગઈ હોય છે. જ્ઞાન મેળવવા માટે વ્રત, પચખાણ આદિની જરૂર નથી તે બતાવતાં તેમણે લખ્યું છે કે – વ્રત નહિ, પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કેઈન, મહાપર્વ તીર્થકર થશે, શ્રેણિક કાણુગ જોઈ લે.” શ્રેણિક રાજાને કઈ વ્રત, પચખાણ કે ત્યાગ નહતાં, પણ આંતરિક ભાવ એટલા ઊંચા હતા કે તેઓ આવતી ચોવીસીમાં “મહાપ” નામના પહેલા તીર્થંકર થવાના છે એમ “શ્રી ઠાણાંગસૂત્રમાં ” કહ્યું છે. - શ્રીમદે આ કાવ્યમાં જ્ઞાન થવા માટે આંતરિક ભાવ પર મૂકેલો ભાર જોઈ શકાય છે; અને પોતે સ્વતંત્ર રીતે નહિ, પણ જૈન આગમસૂત્રો અનુસાર ઉપદેશ કરે છે તે જણાવવા “ભગવતી”, “ઠાણુગ”, “નદિ” વગેરે સૂત્રોની સાખ આપે છે. Page #428 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રકીર્ણ ૫-રચનાઓ આ કાવ્યની અંતિમ બે પંક્તિઓ મળતી નથી. વચ્ચેની પણ દેઢ-બે પંક્તિઓ મળતી નથી. અહીં ભાષા સરળ અને ઉપદેશાત્મક છે. વળી, ઊંડી તત્ત્વવિચારણું નહિ પણ સૂત્રમાં બતાવેલા સિદ્ધાંતે શ્રીમદ્ રજૂ કર્યા છે, અને તેથી “જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળે ” એ ધ્રુવપંક્તિ પ્રત્યેક કડીને અંતે પુનરાવર્તન પામે છે, તે ગ્ય પણ લાગે છે, કારણ કે તે દ્વારા શ્રીમદ્દ એમ જણાવે છે કે અહીં જે કંઈ જણાવ્યું છે તે જિનમાર્ગ અનુસાર જ છે, તે વિશે કેઈએ પણ અશ્રદ્ધા રાખવી જોઈએ નહિ. જેમાં એકીસાથે ઘણું શાસ્ત્રગ્રંથને ઉલ્લેખ આવતું હોય તેવી આ એક જ કૃતિ શ્રીમદે રચી છે. પ્રભુ પ્રત્યે દીનત્વ છ૪૪ વિ. સં. ૧૯૪૭ના ભાદરવા માસમાં રાળજમાં રચેલા આ કાવ્યના હાર્દ વિશે શ્રીમદે પોતે વિ. સં. ૧૯૫૧ના કાર્તિક સુદ ત્રીજના પત્રમાં લખેલું કે – આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે, અને તે યોગે કરી તેની પરમાર્થ દષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિશે પરમાર્થનો દઢાગ્રહ થયો છે અને તેથી બંધ પ્રાપ્ત થવાના ચંગે પણ તેમાં બધા પ્રવેશ થાય એ ભાવ કુરતે નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કર્યું છે કે, “હે નાથ! હ મારી કેઈ ગતિ (માગ ) મને દેખાતી નથી, કેમ કે સર્વસ્વ લુંટાયા જે વેગ મેં કર્યો છે અને સહજ એશ્વર્યા છતાં, પ્રયત્ન ચે છતે, તે એશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યુગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિને સર્વોત્તમ સદુપાય એ જે સદ્દગુરુ પ્રત્યેને શરણુભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર.” એવા ભાવના વીસ દોહરા, કે જેમાં પ્રથમ વાક્ય “હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું? દીનાનાથ દયાળ છે, તે દેહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશે તે વિશેષ ગુણવૃત્તિને હેતુ છે.”૪૫ શ્રીમદ્દના અહી જણાવ્યા પ્રમાણે આ પ્રાર્થનામાં પ્રભુ પાસે આધ્યાત્મિક દીનતા વ્યક્ત કરી પિતાને તેના શરણે લેવાની વિનંતી કરી છે. પ્રભુ પાસે ભક્તને કેવા ભાવ ઊઠવા જોઈએ તેને ખ્યાલ અહીં આવે છે. - શ્રીમદે આ કાવ્યની રચના કરી ત્યારે પહેલી પંક્તિ “હે હરિ! હે હરિ! શું કહું......” હતી, પણ પછીથી શ્રીમદ્ “હરિ"ની જગ્યાએ “પ્રભુ” શબ્દ મૂકી પાઠાંતરવાળી પતિ રચી હતી, જે હાલમાં પ્રચલિત છે. તેમ થવાના કારણને ઉલ્લેખ કરતાં શ્રી લલ્લુજી મહારાજ જણાવે છે કે – ““હે હરિ! હે હરિ! શું કહું, દીનાનાથ દયાળ' તેને બદલે “હે પ્રભુ ! હે પ્રભુ !” બોલવાની આજ્ઞા થયેલી. પછી તે પ્રમાણે કહ્યું ન કરે તો સ્વચ્છેદ ગણાય.”૪૬ ૪૪. “ શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૯૫, આંક ૨૬૪. ૪૫. એજન પૂ. ૪૩૩ આંક પ૩૪. ૪૬. “ઉપદેશામૃત”, ઉપદેશસંગ્રહ–૨. ૫, ૨૬૯, તા. ૧૮-૬-૧૯૨૩. પર. Page #429 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ આ વચન પરથી જણાય છે કે “હરિને બદલે “પ્રભુ” શબ્દ મૂકવાની આજ્ઞા શ્રીમદ્દે જ કરી હતી. વીસ દેહરાના આ કાવ્યમાં સાચા ગુરુની પ્રાપ્તિ વિના જીવની કેવી દશા થાય છે, તથા તેવા જીવમાં કેવા કેવા દે રહી જાય છે તેનું વર્ણન શ્રીમદે કર્યું છે. શુદ્ધ ભાવ, નમ્રતા, પ્રભુ પ્રત્યેને દઢ વિશ્વાસ, સત્સંગ આદિ અનેક શુભ ગુણ ના હોવાથી તથા બાહ્ય પદાર્થ પર રાગ, અહંભાવ આદિ દુર્ગણે હોવાથી શી દશા થઈ છે તે ૧૫ થી ૧૭ એ ત્રણ દેહરામાં શ્રીમદે બતાવ્યું છે. જુઓ - અનંત કાળથી આથશે, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક પાર ન તેથી પામીઓ, ઊગે ન અશ વિવેક સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કેઈ ઉપાય; સત્ સાધન સમયે નહીં ત્યાં બંધન શું જાય?” અહીં દર્શાવ્યા પ્રમાણે સંતને આશ્રય લીધા વિના અભિમાનથી અનેક પ્રવૃત્તિઓ કરી, પણ તે સર્વ ભવભ્રમણ કરાવનાર બંધનરૂપ નીવડી. બધા દોષને દોષરૂપે ન જેવાથી સાચું સાધન સમજાયું નહિ, તેથી બંધનમુક્તિ તે ક્યાંથી જ થાય? - આ બધા દોષથી મુક્તિ મેળવવા, કેવળ કરુણામૂર્તિ પ્રભુને પોતાને હાથ ગ્રહી, સર્વ દોષ માફ કરવા તથા ભવપાર ઉતારવાની પ્રાર્થના કરતાં તેઓ વીનવે છે કે – પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ.” આ કાવ્યમાં શ્રીમદે પ્રભુ પ્રત્યેને સર્વસમર્પણભાવ દર્શાવ્યું છે. એ ભાવ ન હતું ત્યાં સુધી કેવા કેવા દોષ પ્રવર્તતા હતા તેનું આલેખન શરૂઆતમાં કર્યું છે, અને તેની સામે મધ્યભાગમાં પ્રભુના ગુણે મૂક્યા છે. અંતમાં પ્રભુ જેવા ગુણે મેળવવા માટે સર્વ સમર્પણભાવ આપવાની વિનંતિ કરાઈ છે. નરસિંહ મહેતા કે મીરાંબાઈનાં પદોમાં જોવા મળતે સમર્પણભાવ અહી વ્યક્ત થયેલ છે. અહીં પ્રેમલક્ષણા ભક્તિ નથી, પણ ભગવાન પાસે ભક્તનું દીનત્વ પ્રગટ થયું છે; સર્વશક્તિમાન પાસે સ્વદોષ દર્શાવી તેનું પ્રાયશ્ચિત્ત કર્યું છે. આ કાવ્યની ભાષા ખૂબ સરળ અને ભાવવાહી છે. તે દોહરા બેલતી વખતે બેલનારને પણ પોતાના દોષ પ્રત્યક્ષ થાય અને થયેલા વૈષ માટે પશ્ચાત્તાપ થાય તેવા અસરકારક છે છે. શબ્દો એટલી સરળતાથી ભાવ વ્યકત કરે છે કે આ કાવ્યના ભાવ સાથે ઓતપ્રોત બની જવું સુગમ છે. “મોક્ષમાળા”ના “ક્ષમાપના "ના પાઠ જેવું જ મનનોગ્ય આ કાવ્ય છે. અને તેથી ઘણી જગ્યાએ નિત્યનિયમમાં આ કાવ્ય બેલાય છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૭. મફીણુ` પદ્ય-રચનાએ ૪૧૧ આ કાવ્યનું બીજી દૃષ્ટિએ પણ ઘણું મહત્ત્વ છે. તેનું પઠન અને મનન સાચા દિલથી કરવામાં આવે તે અનેક લબ્ધિ અને સિદ્ધિ પ્રગટે તેવુ સામર્થ્ય તેમાં છે, તેમ શ્રી લલ્લુજી મહારાજ અનેક વખત કહેતા. તેમાં જણાવેલ ભાવેા પ્રગટે તે જન્મમરણના ફેરા ટળી જાય, આત્માની વિશુદ્ધિ થાય, મેાક્ષમાર્ગ મળે અને અન્ય અનેક લાભા થાય. આમ મેાક્ષમાર્ગ મેળવવાના પાયારૂપે આ કાવ્ય ગણી શકાય, અને તેથી જ તેનું મહત્ત્વ જેટલુ* આંકીએ તેટલુ આધુ' છે. તેની અમૂલ્યતા પ્રભુશ્રીને સમજાઈ હતી, અને તેથી જ જે કાઈ મુમુક્ષુ કલ્યાણની ઇચ્છાથી તેમની પાસે આવતા તેને આ કાવ્યના વાચન-મનનની ભલામણ તેઓ કરતા, અને એવા ભાવા પ્રગટાવવા પુરુષાથી થવા જણાવતા. અને તે ભલામણુ જેએ અંતરમાં ઉતારે તેમના કર્મની ક્રોડ ખપે છે તેવી તેમને પ્રતીતિ હતી. આમ આ કાવ્યનું મૂલ્ય આધ્યાત્મિક દૃષ્ટિએ આંકી શકાય તેમ નથી. અતિમ સંદેશા’૪૭ વિ. સ’. ૧૯૫૭ ના ચૈત્ર સુદ ૯ના રાજ, એટલે કે પાતાના અવસાન પહેલાં માત્ર દસ દિવસે, શ્રીમદ્ આ કાવ્ય લખાવ્યું હતું. તે વખતે તેમને એટલી બધી અક્તિ પ્રવર્તતી હતી કે જાતે લખી શકે તેવી સ્થિતિ ન હતી. આ કાવ્યમાં યાગીની ઇચ્છા – મેાક્ષપદની ઇચ્છા – બતાવી છે. તે મેાક્ષપદ કેવુ છે, તેની પ્રાપ્તિ કઈ રીતે થાય અને તે માટે આત્માની કેવી ચેાગ્યતા હાવી જોઈએ તે અહી' શ્રીમદ્દે બતાવ્યું છે. જિનસ્વરૂપ એટલે કે આત્માની પૂર્ણ શુદ્ધતા યાગીજન ઈચ્છે છે. અગમ્ય જણાતા તે આત્મસ્વભાવ જૈનધર્મમાં બતાવ્યા છે તે પ્રમાણે 66 જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહનેા કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ’ શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિએ જોતાં જિનના કે અન્ય કાઈ ના આત્મા એકસરખા જ છે. અને તે સમજાવવા માટે જ શાસ્ત્રોની રચના થઈ છે. આ શાસ્ત્રો ગમે તે વાંચે તે જલદ્દી સમજી શકાય તેવાં નથી, પણ સદ્ગુરુ પાસે વિનયપૂર્વક સમજતાં તે સુગમ અને સૂખની ખાણ સમાન છે. આમ શ્રીમદ્ સદ્ગુરુ-માહાત્મ્ય બતાવ્યા પછી જિનચરણની અતિશય ભક્તિ કરવાથી થતા લાભ છઠ્ઠા દોહરામાં કહે છે કેઃ—— 66 ગુણુ પ્રમાદ અતિશય રહે, રહે. અંતર્મુખ યાગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયાગ. આ કાવ્યમાં સદ્ગુરુપ્રાપ્તિ તથા જિનભક્તિ ઉપરાંત જીવની પાત્રતાને વિશેષ જરૂરી તત્ત્વ ગણાવ્યુ' છે. આર'ભમાં પહેલાં એનુ. મહત્ત્વ બતાવ્યું છે, અને પછી પાત્રતા અંગે જીવના ઉત્તમ, મધ્યમ અને પ્રાથમિક એ ત્રણ ભાગ પાડી પ્રત્યેકનાં લક્ષણ ત્રણ દોહરામાં સમાવ્યાં છે. પહેલાં પ્રાથમિકનાં, પછી મધ્યમનાં અને અંતમાં ઉત્તમ પાત્રનાં લક્ષણેા ૪૭. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૫૯, આંક ૯૫૪. "" ,, Page #431 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ આપ્યાં છે. આ વિભાગે તેમણે આંતરિક સ્થિતિ અનુસાર બતાવ્યાં છે. તે સાથે અપાત્ર જીવનાં લક્ષણે પણ એક દેહરામાં આપ્યાં છે. જેને પરિણામની વિષમતા હોય, સવિશેષ કષાય પ્રર્વતતા હોય, તેને સદગુરુ અને સદ્દધર્મને વેગ કે અયોગ સમાન જ છે, તેમ આઠમા દોહરામાં શ્રીમદે કહ્યું છે. જેના કષાય મંદ થયા હોય તથા સરળતા, સુવિચાર, કરુણ, કમળતા અને આજ્ઞાપાલનની ઈછા હોય તે પ્રાથમિક કક્ષાને પાત્ર જીવ છે. જેણે વિષયને સંધ્યા છે, જે સંયમ પાળે છે, અને જેને આત્માથી કોઈ પણ પદાર્થ ચડિયાતું નથી લાગતે તે મધ્યમ પ્રકારને પાત્ર જીવ છે. પણ ઉત્તમ જીવ તો તે જ છે જેને – “નહિ તૃષ્ણા જીવ્યા તણું, મરણ રોગ નહીં ક્ષેભ; મહાપાત્ર તે માના, પરમ ચેગ જિતલોભ.” આવા ઉત્તમ જીવને “જીવિત કે મરણે નહિ ચૂનાધિતા” હોય છે. જે કક્ષાને જીવ, તે ઉપદેશ તેને પરિણમે. તેથી શ્રીમદે પાત્રતા પર ઘણે ભાર મૂક્યો છે. આમ પહેલા અગિયાર દોહરામાં શ્રીમદ્ મોક્ષમાર્ગ પામવા માટેનાં ત્રણ અનિવાર્ય તત્ત્વ સમજાવે છેઃ સદ્દધર્મ, ગુરુ અને જીવની પાત્રતા આમાંથી એક પણ તત્ત્વ ઊણું હોય તે મોક્ષપ્રાપ્તિ થતી નથી. પછીના બે દેહરામાં મેક્ષપ્રાપ્તિ તથા સંસારની ઘટમાળ બતાવે છે. મન પિતામાં જ રમમાણ રહે તે મુક્તિ જલદી થાય છે, તે દર્શાવવા સૂર્યનું દષ્ટાંત આપે છે. મધ્યાહના સૂર્યમાં છાયા વ્યક્તિમાં સમાઈ જાય છે તેમ જીવ પોતામાં મગ્ન રહે તો તે રાગદ્વેષરહિત દશા પામે છે. સંસારનું સ્વરૂપ સમજાવતાં તેઓ લખે છે – “ઊપજે મેહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોતાં, વિલય થતાં નહિ વાર.” મોહથી ઉત્પન્ન થતા વિકલ્પને લીધે આ સંસાર રચાય છે, તે છેડતાં, આંતરદષ્ટિ કરતાં તેને લય પણ તેમ જ થઈ જાય છે. આ કાવ્યના અંતમાં, જે અનંત સુખને પુરુષ ચાહે છે તે અનંત સુધામય પદને શ્રીમદે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા છે. માત્ર ચૌદ દેહરામાં તત્ત્વજ્ઞાનનું આવી સરળતાથી થયેલું નિરૂપણ બીજે ખાસ જોવા મળતું નથી. આ કાવ્ય વાંચતાં શ્રીમદની આમિક ઉચ્ચ દશાને ખ્યાલ આવે છે. સંસાર ઉત્પત્તિનાં અને લય વિશે માત્ર બે જ પંક્તિમાં સહજ રીતે કહી દેવું તે શું આત્માની ઉચ્ચ અવસ્થા વિના સંભવી શકે ખરું ? અનુપમ સંદેશ આપનાર આ અંતિમ કાવ્યના પ્રત્યેક દેહરા એકબીજા સાથે સંધાયેલા હોવા છતાં સ્વતંત્ર રીતે પણ આસ્વાદ્ય બની શકે તેવા છે, તે જ તેની ખૂબી છે. Page #432 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૭ પ્રકરણ પદ્યરચનાઓ આ બધી રચનાઓ ઉપરાંત ત્રણ છૂટક દોહરા૪૮ વિ. સં. ૧૯૪૬ ની સાલમાં રચાયેલા મળે છે. તેમાં સત્સંગ અને ગુરુનું માહાસ્ય બતાવાયું છે. પણ તે ખાસ વિશેષતાવાળા નથી. એ જ પ્રમાણે હાથનાંધ ૧ માં “ કાઈ બ્રહ્મરસના ભેગી”૪૯ એ વિશે ત્રણ-ચાર પંક્તિઓ મળે છે, તેમાં પણ કઈ ઊંડી તત્ત્વવિચારણું કે રહસ્ય જોવા મળતાં નથી. સામાન્ય પ્રકારની આ રચનાનું વિશેષ મહત્ત્વ ગણાય નહીં. પણ આ પંક્તિઓ વાંચીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભાવની અમુક વિશિષ્ટ પળાએ આ પંક્તિઓ લખાઈ છે. આ પંક્તિઓ તેની ભાવનામયતાને લીધે નોંધપાત્ર બને છે. વીસ વર્ષની વય પછી રચાયેલાં શ્રીમદ્દનાં બધાં જ કાવ્યો વાંચતાં આપણું મન પર શ્રીમદની એક પ્રખર તત્ત્વજ્ઞાની તરીકેની છાપ પડે છે. તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓને ખ્યાલ આપતાં બેત્રણ અંગત કાવ્યો બાદ કરતાં બધે જ તત્ત્વની સમર્થ વિચારણું નજરે પડે છે, જેના મૂળમાં ધર્મ રહેલું છે. આ બધાં જ કાવ્યમાં નજરે તરી આવતું સૌપહેલું તત્ત્વ છે તેમણે દર્શાવેલું સદગુરુનું માહાભ્ય. આત્મકલ્યાણ માટે સદ્દગુરુના ચરણમાં સર્વસમર્પણ ભાવથી વર્તવું જોઈએ, સ્વછંદથી વર્તવાથી અકલ્યાણ થાય છે. “ ગુઢ વિના જ્ઞાન ન મળે” એ તેમને પ્રધાન સૂર બિના નયન”, “યમ નિયમ”, “પ્રભુ પ્રત્યે દીનત્વ”, “મૂળમાર્ગ રહસ્ય આદિ લગભગ બધાં જ કાવ્યોમાં મળે છે. જુઓ – પલમે પ્રગટે મુખ આગલસે, જબ સદગુરુચર્થ સુપ્રેમ બસે – “યમ નિયમ.” સેવે સદગુરુ ચરન સે પાવે સાક્ષાત્ ” – “બિના નયન.” વગેરે. આ સદગુરુનાં લક્ષણે પણ શ્રીમદ્ “મૂળમાર્ગ રહસ્ય”, “પંથ પરમપદ બે ” વગેરે કાવ્યમાં બતાવ્યાં છે. જેમ કે, સદ્દગુરુને પુદગલને મેહ ન હય, ગ્રંથિભેદ થયે હોય, રાગદ્વેષનો અભાવ હોય વગેરે. આ બધાં લક્ષણે તેમણે “આત્મસિદ્ધિશાસ્ત્રમાં પણ બતાવ્યાં છે. બીજ મહવનું લક્ષણ તે “આત્મા ને ઓળખવાની તેમણે કરેલી ભલામણ. આત્મા દહાદિ પદાર્થથી ભિન્ન છે, ચેતનરૂપ છે, આનંદસ્વરૂપ છે, અવિનાશી છે, વગેરે આત્માનાં લક્ષણે આ કાવ્યમાં ઘણી જગ્યાએ બતાવ્યાં છે. સાથે સાથે લગભગ બધાં કાવ્યોમાં આત્માને કેન્દ્રસ્થાને રાખીને તે અન્ય પદાર્થોથી ક્યા લક્ષણથી ભિન્ન છે તે પણ બતાવ્યું છે. જીવે પિતાનું શ્રેય કરવા માટે કોઈ પણ જાતના મતમતાંતરમાં ન પડતાં શું કરવું જોઈએ તે આ બધાં કાવ્યો દ્વારા શ્રીમદ્દે સ્પષ્ટ કર્યું છે. આત્માને ઓળખી, સમ્યગ્દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યચ્ચારિત્રની એક્તા પ્રાપ્ત કરી, તે માર્ગે ચાલ્યા જવાથી કલ્યાણ થાય છે, ૪૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૩૧, અંક ૧૫૪. ૪૯. એજન, પૃ. ૭૯૮. હાથ નેંધ આંક ૨૦ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શ્રીમદની જીવનસિદ્ધિ તે ખૂબ સ્પષ્ટતાથી સમજાવ્યું છે. અને એ બધું ગુરુની આજ્ઞામાં રહીને પોતાનાં સ્વછંદ, મત, આગ્રહ છોડીને કરવાનું છે તેમણે કરેલા માર્ગદર્શનમાં સર્વ જીવનું કલ્યાણ ઇચ્છવાની બુદ્ધિ, ધર્મ વિશે અપક્ષપાતપણું, નિરભિમાનપણું વગેરે તેમના ગુણોનું દર્શન થાય છે. આ કાવ્યમાં તત્વજ્ઞાનને જ સંભાર ભર્યો હોવા છતાં તે શુષ્ક બની જતાં નથી. શબ્દોની સરળ ભાવવાહી રચના, ગેય દો – તેમાં મુખ્યત્વે દેહરા અને ઉચ્ચ કાવ્યત્વની કક્ષાએ પહોંચતી પંક્તિઓ આ આધ્યાત્મિક ગુણવાળાં પદાને સાહિત્યિક દૃષ્ટિએ પણ ઉચ કક્ષાનાં બનાવે છે. ભાવની ઉત્કટતાવાળી આ પંક્તિઓ જુઓ – “પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સંદૃગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ.” પ્રભુ પ્રત્યે હીનત્વ"ની આ પંક્તિઓ કરતાં પણ તેમની શક્તિને સારો પરિચય તે તત્વની ગૂઢ વાતોને સરળ છતાં સંક્ષેપવાળી વાણીમાં ઉતારતી તેમની આ પંક્તિઓમાં થાય છે. જુઓ – “જહાં રાગ ને વળી છેષ, તહાં સર્વદા માનો લેશ; . ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુઃખની છે ત્યાં નાશ.” –“લોકસ્વરૂપ રહસ્ય”. ઊપજે મહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.” – “અંતિમ સંદેશ”. “જિનપદ નિજ પદ એક્તા, ભેદભાવ નહિ કાંઈ?” - “અંતિમ સંદેશ” વગેરે. આમ આ કાવ્યમાં સારા પ્રમાણમાં કવિત્વના ચમત્કાર જોવા મળે છે. તેમના વિશાળ વાચનને અને અનુભવના અમૃતનો લાભ આપતાં આ કાવ્ય વિશે સંતબાલજી યોગ્ય જ લખે છે કે – રામજં વા ૪ કે “દવખ્યામવં જાળું” ગમે તે કાવ્યલક્ષણ લઈએ પણ તેઓ હાડોહાડ કવિ હતા. ગદ્ય અને પદ્ય બંનેમાં રસઝરણી નિરંતર વહેતી.૫૦ ૫૦. “સિદ્ધિનાં પાન”, પ્રસ્તાવના, પૃ. ૧૨. Page #434 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ચાથેા શ્રીમદૂની કિશારાવસ્થા પછીની તત્ત્વવિચારણા – ગદ્યમાં Page #435 -------------------------------------------------------------------------- ________________ Page #436 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દની તત્ત્વવિચારણા – ગદ્યમાં ચોથા વિભાગની પૂર્વભૂમિકા વીસ વર્ષની વય પહેલાં શ્રીમદ્ ગદ્ય લખાણ ઠીક ઠીક કર્યું હતું. તેમાં સૌથી મહત્વનાં “ભાવનાબધ” અને “મોક્ષમાળા” એ બે પુસ્તક હતાં. તે ઉપરાંત કેટલાક અપૂર્ણ લેખો, અપૂર્ણ ભાષાંતરે તથા ટીકાઓ પણ આપણને પ્રાપ્ત થાય છે. આ બધામાં તેમનું ગદ્ય સરળ, ભાવવાહી તથા દૃષ્ટાંતોથી ભરપૂર છે. તેમણે “ભાવનાબેધ”માં બારે ભાવનાઓ દૃષ્ટાંતથી જ સમજાવેલી છે. અને “મોક્ષમાળામાં પણ લગભગ પાંચમા ભાગના પાઠોમાં દૃષ્ટાંત આપેલાં છે. “મુનિસમાગમ” આદિ લેખોમાં પણ કથાવ જોવા મળે છે. આ બધા ઉપરાંત શ્રીમદ્ ગદ્ય-સાહિત્યમાં ધર્મને લગતી વિચારણું જ આપી હતી. તેમણે પદ્યની જેમ ગદ્યમાં ધર્મેતર સાહિત્યની કરેલી રચના હાલમાં મળતી નથી. ઈનામી નિબંધ આદિ હરીફાઈમાં તેમણે ગદ્ય-નિબંધ લખ્યા હતા, જે ધર્મેતર હતા, પણ તે કઈ આજે મળતા નથી. શ્રીમદ્દનું ગદ્ય-લખાણ વીસ વર્ષની વય પછી પણ ચાલુ રહ્યું હતું. અને તે સર્વમાં તેમણે ધર્મને લગતી વિચારણું જ વ્યક્ત કરેલી જોવા મળે છે. જે કે શ્રીમદ્દે વીસ વર્ષની વય પછીથી ધર્મેતર સાહિત્ય રચ્યું જ ન હતું, અને જે કંઈ તેમણે લખ્યું હતું તે આત્મલક્ષી જ હતું. પરંતુ તેમણે લખેલા ધર્મને લગતા ગદ્યમાં પણ ઠીક ઠીક વિવિધતા જોવા મળે છે. શ્રીમદ્ ભાગભાઈ, અંબાલાલભાઈ, લલ્લુજી મહારાજ, જૂઠાભાઈ, મનઃસુખરામ સૂર્યરામ, ત્રિભોવનભાઈ વગેરે મુમુક્ષુઓ પર પિતાની તરવવિચારણા રજૂ કરતા લગભગ ૮૦૦ જેટલા લખેલા પત્રો પ્રસિદ્ધ થયા છે. શ્રીમદ્દના ગદ્ય-સાહિત્યમાં પત્રોનો જથ્થો સૌથી મેટો છે. એ ઉપરાંત પિતાની નોંધપોથી તરીકે ત્રણચાર ડાયરી લખેલી પણ મળે છે, જે પણ મુખ્યત્વે ગદ્યમાં લખાયેલી છે. આ ઉપરાંત બાવીસમા વર્ષની આસપાસથી વિવિધ લેખે અપૂર્ણ મળે છે. બાવીસમા વર્ષની આસપાસ “પ્રતિમાસિદ્ધિ” નામને લખેલો લઘુ ગ્રંથ અપૂર્ણ હાલતમાં મળે છે. તે પછી “સંયતિધર્મ” નામે “દશવૈકાલિકસૂત્ર”ના બે અધ્યયનનો અનુવાદ એ જ વર્ષમાં મળે છે. તેવીસમે વર્ષે તેમણે લખેલી “સમુરચયવયચર્યા”, “રજનીશી તથા તેમની એક “ડાયરી”નાં કેટલાંક પાનાં લખાયેલાં મળે છે. તે પછી છવીસમાં વર્ષે “સમયસાર નાટકની કેટલીક પંક્તિઓ પરનું વિવેચન મળે છે. સત્તાવીસમા વર્ષે “સૂયગડાંગ” આદિની ગાથાની સમજણ ઉપરાંત “છ પદ”નો પત્ર મળે છે. તે પછી આનંદઘનજી આદિનાં પદોનું વિવેચન, “મેક્ષસિદ્ધાંત” વિશેનો લેખ, “ દ્રવ્યપ્રકાશ” નામનો લેખ, “છ કાય”ના જીવનું વર્ણન કરતો લેખ, “જૈન માર્ગ વિવેક”, “સુવચન ૫૩ Page #437 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ વગેરે મળે છે. આમાંથી લગભગ બધા જ લેખે! અપૂર્ણ રહેલા છે. વળી, તે બધામાં તાવની દૃષ્ટિએ ગભીર વિચારણા કરેલી છે; તેમાં કથાતત્ત્વ આદિ જોવા મળતાં નથી. શ્રીમની પ્રકૃતિ જેમ જેમ ગંભીર થતી ગઈ હતી તથા તેમની ઉદાસીનતા જેમ જેમ વધતી ગઈ હતી, તેમ તેમ તેમના લખાણમાંથી કથા આદિ તત્ત્વ લુપ્ત થતાં ગયાં હતાં, અને લેખ આદિ વિશેષ અપૂર્ણ રહેવા લાગ્યા હતા. કાઈ સમયે ચાલુ કરેલા લેખ ઉદાસીનતા વધતાં છેડી દેવાતા અને પછી કદી પૂરા થતા નહિ. વળી ખીજો વિકલ્પ આવે ત્યારે ખીજો લેખ ચાલુ થાય, તેવુ. કેટલીક વાર બનતું. તેથી ઘણી કૃતિઓ અપૂર્ણ જ ઉપલબ્ધ થાય છે. એટલે ગદ્યમાં તેમની તત્ત્વવિચારણા જાણવાનુ સૌથી મહત્ત્વનું સાધન પત્રો છે. ** આ ઉપરાંત તેએ નિવૃત્તિ માટે વસતા હેાય ત્યારે મુમુક્ષુઓને ઉપદેશ આપતા કે તેમની સાથે તત્ત્વવિચારણા કરતા. તે વખતે તેમણે આપેલા ઉપદેશની કે તેમણે વ્યક્ત કરેલી તત્ત્વવિચારણાની નોંધ આ મુમુક્ષુઓ લખી લેતા, અને શ્રીમના પ્રત્યક્ષ સમાગમ ન હેાય ત્યારે તેનું વાંચન કરી, તેના પર વિચારણા કરતા. તેમના ઉપદેશની આ રીતે લેવાયેલી નાંધ પણ “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં સમાવેશ પામી છે. અને તે પણ તેમની તત્ત્વવિચારણા જાણવામાં ઉપયાગી છે. અહીં શ્રીમદના ગદ્ય-સાહિત્યના ચાર વિભાગ કર્યા છે. પહેલા વિભાગમાં પત્રોમાં વ્યક્ત થયેલી તત્ત્વવિચારણા, ખીજા વિભાગમાં રાજનીશી – ડાયરી આદિનું લખાણ, ત્રીજામાં તે સિવાયની પૂર્ણ અપૂર્ણ કૃતિઓ, અને ચાથા વિભાગમાં તેમણે આપેલા ઉપદેશની નાંધના સમાવેશ કર્યાં છે. આ ચારે માટે સ્વતંત્ર પ્રકરણ-ચેાજના વધુ યેાગ્ય ધારી છે. Page #438 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ શ્રીમદૂની તત્ત્વવિચારણા – પત્રોમાં વિ. સં. ૧૯૪૩થી શરૂ કરી વિ. સં. ૧૫૭ સુધીના તેર વર્ષના ગાળામાં શ્રીમદ્ દ્વારા મુમુક્ષુઓને લખાયેલા લગભગ ૮૦૦ જેટલા પત્રોનો જથ્થો આજે ઉપલબ્ધ છે. તે બધા પત્રોમાં સંસારની, વ્યવહારની, વેપારની, તત્કાલીન બનાવાની કે એવી બીજી કઈ વાત નથી, પણ તેમાં આત્મા, ધર્મ, વૈરાગ્ય, મોક્ષમાર્ગ વગેરે પરમાર્થને લગતી તત્ત્વવિચારણને જ મુખ્ય સ્થાન અપાયું છે. શ્રીમદ્દનું વલણ બાળવયથી જ આધ્યાત્મિક હતું, તેથી તેમના પરિચિત વર્તુળમાં પણ જેમને આધ્યાત્મિક માર્ગમાં રસ હોય તે જ રહી શકતા. આવા મુમુક્ષુઓએ લખેલા પત્રો, પૂછાયેલા પ્રશ્નો વગેરેના ઉત્તર શ્રીમદે આધ્યાત્મિક શ્રેણીમાં જે આપ્યા હતા. તે બધા પત્રોને સંગ્રહ “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં પ્રગટ થયો છે. ૮૦૦ પત્રોમાંથી લગભગ ૨૫૦ જેટલા પત્રે તે શ્રીમદના પરમાર્થ સખા શ્રી ભાગભાઈ ઉપર લખાયેલા છે; ૧૨૫ જેટલા પત્રો શ્રીમદ્દના મંત્રી જેવા અંબાલાલભાઈ ઉપર લખાયેલા છે; ૧૦૦ જેટલા પત્રો મુનિ શ્રી લલ્લુજી મહારાજ ઉપર લખાયેલા છે. આમ અડધા ઉપરના પત્ર તે આ ત્રણ વ્યક્તિઓ પર જ લખાયેલા છે. વળી, આ પત્ર પ્રમાણમાં લાંબા પણ છે. બાકીના ૩રપ જેટલા પત્ર શ્રી જૂઠાભાઈ, ગાંધીજી, મનઃસુખરામ સૂર્યરામ, મનસુખલાલ કીરતચંદ, ખીમજી દેવજી, ત્રિભોવન માણેકચંદ, ચત્રભુજ બેચર વગેરે મળી અન્ય ૪૦ જેટલી વ્યક્તિઓ પર લખાયેલા છે. આ બધા પત્રમાં સંબોધન તથા દસ્કતમાં પણ શ્રીમદની આધ્યાત્મિકતા જણાયા વિના રહેતી નથી. જોકે તેમણે સંબંધનો કે દસ્કતો ઘણું ઓછા પત્રોમાં કર્યા છે, પણ જ્યાં મળે છે ત્યાં તે ધર્માનુરાગીને શોભે તેવા જ છે. ઉદાહરણ તરીકે – સંબોધન આંક સાધન આંક આત્મહિતાભિલાષી આજ્ઞાંક્તિ પર ધર્મ ઈચ્છક ભાઈશ્રી મુમુક્ષુ ભાઈએ ૧૩૯ ધર્મજિજ્ઞાસુ ભાઈ ત્રિભુવન ૧૪૨ સત્ જિજ્ઞાસુ માર્ગાનુસારી મતિ ૧૭૨ મહાભાગ્ય જીવનમુક્ત ૧૯૧ દસ્કત દસ્કત ત્યાગીના યથાયોગ્ય - ર૭ શ્રી બોધિસ્વરૂપ ૩૧૮ સસ્વરૂપપૂર્વક નમસ્કાર ૩૬૫ ધર્મોપજીવનના ઈચ્છક રાયચંદ રવજીભાઈના યથાવિધિ પ્રમાણે ૧૧૫ Page #439 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ શ્રીમદ્દે પાતે મુમુક્ષુઓને લખેલા પત્રમાં મુખ્યત્વે ધર્મને લગતી તત્ત્વવિચારણા કરી છે અને કેટલીક વખત મુમુક્ષુઓએ પૂછાવેલા તત્ત્વના પ્રશ્નોના ઉત્તરા આપ્યા છે તે આપણે જોયું. આ વિચારણા જુદા જુદા મુમુક્ષુઓને અને જુદે જુદે સમયે લખાયેલા પત્રરૂપે છે, તેથી એક પત્રમાં જુદા જુદા મુદ્દાઓની, અને એક મુદ્દાની જુદા જુદા પત્રોમાં ભિન્ન ભિન્ન દૃષ્ટિકાથી થયેલી વિચારણા જોવા મળે તે સ્વાભાવિક છે. આથી કેટલીક વાર એકના એક મુદ્દાનુ` કે વિચાર વસ્તુનુ પુનરાવર્તન પણ તેમાં જોવા મળે તે સહજ છે. કેટલીક વાર એક વિષય પરત્વે વધુ વિચારણા તે અન્ય વિષય પરત્વે એછી વિચારણા થયેલી છે, કારણ કે આ સમગ્ર વિચારણા મુમુક્ષુઓને ઉત્તરરૂપે લખાયેલી છે. આ જ કારણે તેમના અન્ય સાહિત્યની જેમ અહીં તે વિચારણા સુસંકલિત સ્વરૂપમાં આપણને મળતી નથી. તેમ છતાં શ્રીમદ્દે લખેલા પત્રોમાં પૂર્વાપરિવરાધવાળાં વચના જોવા મળતાં નથી. વળી, તેમાંથી શ્રીમદ્નુ' પેાતાનું ર્ણિમ દુ જાણવાના લાભ મળે છે. આમ આ પત્રો શ્રીમદ્નું તત્ત્વચિંતન જાણવા માટે ઘણા ઉપયાગી છે. તેમના એ તત્ત્વજ્ઞાન વિશે પંડિત સુખલાલજી લખે છે કેઃ— ૪૨૦ “ શ્રીમદ્ભુ પેાતાનુ' જ કહી શકાય એવુ' કંઈ પણ તત્ત્વજ્ઞાન તેમનાં લખાણેામાં નથી. તેમના જીવનમાં ભારતીય ઋષિઓએ ચિ‘તવેલુ' જ તત્ત્વજ્ઞાન સ`ક્રમે છે. તેમાંય તેમના પ્રાથમિક જીવનમાં જે થાડાક વૈદિક કે વૈષ્ણવ તત્ત્વજ્ઞાનના સંસ્કારા હતા, તે ક્રમે સમૂળગા ખરી જઈ, તેનું સ્થાન જૈન તત્ત્વજ્ઞાન લે છે, અને એ એમના વિચાર તેમ જ જીવનમાં એટલ' મધુ આતપાત થઈ જાય છે કે, તેમની વાણી અને વ્યવહાર જૈન તત્ત્વજ્ઞાનનાં દણ બની જાય છે. ’૧ પંડિત સુખલાલજીએ આપેલા તેમના તત્ત્વજ્ઞાન વિશેના આ અભિપ્રાય તેમના પત્રો વાંચતાં સંમત થવાયાગ્ય લાગે છે. શ્રીમદ્રે અનેક સ્થળેાએ કહ્યું છે કે, તે સર્વજ્ઞ તીર્થંકર પ્રભુએ જે કહ્યુ છે તે જ જણાવે છે, તેનાથી કંઈ વિશેષ કહેવાની પાતાની શક્તિ નથી, સર્વ જ્ઞાનીઓએ આ જ વસ્તુ જણાવી છે. આમ તેમણે ભારતીય જ્ઞાનીઓએ બતાવેલું ચિંતન જ રજૂ કર્યું છે, પણ તે તેમણે પેાતાની ચિંતનશક્તિ અને આત્મિકશક્તિથી મેળવ્યું હતુ તેમ આપણે કહી શકીએ. શ્રીમદ્દે તેમના પત્રોમાં જીવ, અજીવ, મેાક્ષ, તેના ઉપાય, સૌંસાર, સુખદુઃખ, કર્મ, કર્મનાં વિવિધ સ્વરૂપ, જગતનું એકંદર સ્વરૂપ, ઈશ્વર, જીવનુ' એકત્વ, અનેકત્વ, સદ્ગુરુ, સત્સંગ, ભક્તિ, જ્ઞાન વગેરે તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં આવતા અનેક મુદ્દાઓને અનેક વાર ચર્ચ્યા છે. તે બધા મુદ્દા વિશે પડિત સુખલાલજી લખે છે કેઃ-~~ “ તેમણે એ બધા મુદ્દા પરત્વે ઊંડી અને વેધક ચર્ચા કરી છે, પણ તે માત્ર જૈનષ્ટિને અવલ’ખીને અને જૈનદૃષ્ટિનું પોષણ થાય એ રીતે જ. કોઈ એક જૈન ધર્મ ગુરુ કરે તેમ. ફેર એટલેા અવશ્ય છે કે ક્રમે ક્રમે તેમના ચિંતન અને વાચનના પ્રમાણમાં એ ચર્ચાએ કાઈ એક જૈન વાડાગત શાસ્ત્રમાં પરિમિત ન રહેતાં, સમગ્ર જૈનશાસ્ત્રન સ્પશી ને ચાલે છે.”૨ ૧. “ શ્રીમદ્ રાજચંદ્ર એક સમાલેાચના '', “ શ્રી રાજચંદ્રનાં વિચારરત્ને ’', પૃ. ૧૪૩, ૨. એજન ૫, ૧૪૪, Page #440 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રીમની તવિચારણા-પત્રોમાં ૪૧ આ જ અભિપ્રાયને થાડા વિસ્તારી આપણે શ્રીમદ્ માટે કહી શકીએ કે તે ક્રમે ક્રમે કાઈ પણ ધર્મના આગ્રહ રાખવામાંથી મુક્ત થઈ ગયા હતા. શ્રીમદ્દે કરેલી આ વિચારણા વાંચ્યા પછી સૌ કોઈ મેાહનલાલ દલીચંદ દેસાઈની જેમ કહેવા પ્રેરાય કેઃ “પાતે કવિ તરીકે ઓળખાયા પણ ખરી રીતે પ્રધાનપણે કવિ નહિ, પણ ફિલસૂફ હતા. ’૩ શ્રીમદ્ કરેલી વિચારણા જાણવી સુગમ પડે એ હેતુથી એક એક વિષય લઈને તેના વિશેના શ્રીમના વિચાર। અહી એકત્ર કર્યા છે. એક એક પત્રની વિચારણા તપાસતાં તેના ખ્યાલ આવી શકે તેમ ન હેાવાથી, ઉપરની ચેાજના વિશેષ અનુકૂળ લાગે છે,જ તેમણે વિચારેલા જુદા જુદા વિષયા જોઈએ. દુ:ષમકાળપ હાલમાં વર્તતા કાળ તે દુઃષમ છે એમ શ્રીમદ્ અનેક પત્રોમાં જણાવ્યુ` છે. મહાવીર પ્રભુએ આ કાળને “પ`ચમકાળ ” તરીકે અને વ્યાસ મુનિએ “કળિયુગ ” તરીકે ઓળખાવેલ છે. આ ઉપરાંત ખીજા અનેક જ્ઞાનીઓએ પણ હાલમાં વતા કાળને અનિષ્ટ કાળ ગણાવ્યા છે. મહાવીર પ્રભુ, વ્યાસ મુનિ તથા અન્ય જ્ઞાનીઓએ આ કાળને અનિષ્ટ શા માટે કહ્યો છે તે બતાવવા તે કાળનાં કેટલાંક લક્ષણા પણ શ્રીમદ્ બતાવ્યાં છે, અને આ કાળને દુઃખમ કહ્યો છે. અને જૈનદર્શન અનુસાર, અવસર્પિણી અને ઉત્સર્પિણી એમ બે વિભાગથી એક કાળચક્ર થાય છે. અવસર્પિણીમાં ધીરે ધીરે અનિતા વધતી જાય છે, અને ઉત્સર્પિણીમાં તે અનિષ્ટતા ઘટતી જાય છે. હાલમાં અવસર્પિણી કાળ ચાલે છે. અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં છ આરા હોય છે. અવસર્પિણીમાં પ્રત્યેક આરાનું કાળપ્રમાણ નાનું થતું જાય ઉત્સર્પિણીમાં તે મેાટુ' થતું જાય છે. અવસર્પિણીમાં પહેલા આરા ચાર કાડાકા સાગરના, બીજો ત્રણના, ત્રીને એના, ચાથા ૧ કડાકાડ સાગરમાં ૪૨૦૦૦ વર્ષ આછાના, પમે ૨૧૦૦૦ વર્ષના અને છઠ્ઠો પણ ૨૧૦૦૦ વર્ષના હોય છે, ઉત્સર્પિણીમાં આથી ખરાખર ઊલટુ કાળપ્રમાણુ હાય છે. પહેલે છઠ્ઠા પ્રમાણે, બીજો પાંચમા પ્રમાણે, વગેરે. હાલમાં અવસણીના પાંચમે આરા ચાલે છે. અને તેનાં લક્ષણા મહાવીર પ્રભુએ તથા અનેક આચાર્યએ જણાવ્યાં છે. એ જ પ્રમાણે વેઢાંતમાં સત્યુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કલિયુગ એમ ચાર વિભાગ છે. તેમાં પણ એક એક યુગે સદ્ગુણ્ણાના લાપ થતા જાય છે. તેના પ્રમાણે હાલમાં કળિયુગ ચાલે છે, અને તેનાં લક્ષણા પ`ચમકાળનાં મતાવેલાં લક્ષણેાને ઘણાં મળતાં આવે છે. ૩. “ જૈન સાહિત્યને સાક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૭૧૧, ૪. આ વિચારણામાં તેમના સ્વતંત્ર લેખા, કાવ્યા કે અન્ય કૃત્તિમાં આવતી વિચારણા, જે અન્ય સ્થળ જોવાઈ ગયેલ હોય તેના સમાવેશ થતા નથી. તેમ છતાં વિશાળ દષ્ટિએ જોતાં તેમની સાહિત્યિક કૃતિઓમાં જે તત્ત્વદર્શીન છે તે જ આ પત્રામાં અન્યરૂપે મુકાયેલું જોઈ શકાશે. 4. " શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ, પત્રાંક : ૧૨૬, ૧૭૬, ૨૩૮, ૩૯૮, ૪૨૨ વગેરે. Page #441 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ - આ કાળનાં વિવિધ લક્ષણે શ્રીમદે જુદા જુદા પત્રોમાં વ્યક્ત કર્યા છે. તેમાં આત્માર્થતા, ભક્તિ, સત્સંગ, નીતિ, સરળતા, નમ્રતા વગેરે સદગુણ કમે ક્રમે ક્ષીણ થતા જશે, અને સંસારાર્થ, કુસંગ, અનીતિ, કપટપણું, વિષયકષાયભાવ, અભિમાન વગેરે દુર્ગણે વધતા જશે, એટલે કે સાત્ત્વિક વૃત્તિનું સ્થાન રાજસી અને તામસી વૃત્તિ લશે, આ કાળમાં એથી સદધર્મ, સત્સંગ, મુમુક્ષતા વગેરેને લોપ થતો જશે તે શ્રીમદે વારંવાર ખેદ સાથે જણાવ્યું છે. આ બધાને લીધે તેમણે આ કાળને દુઃષમ કહીને વર્ણવ્યો છે, તેને માટે પાંચ કારણે તેમણે એક પત્રમાં (આંક ૪રર) વર્ણવ્યાં છે. પૂર્વના આધારક છો આ કાળમાં જન્મતા નથી તે પહેલું કારણ છે. પૂર્વે જેમણે મિક્ષમાર્ગનું આરાધન કર્યું નથી તેવા જ મોટાભાગના જીવો આ કાળમાં મનુષ્યપણું પામ્યા છે, તે બીજું કારણ છે. આવા જન્મેલા મનુષ્યોને મેક્ષમાર્ગ આરાધવાનું સૂઝતું નહિ હોવાથી સત્સંગની અતિ દુર્લભતા થઈ પડી છે, તે ત્રીજ કારણ છે. આવા જીવને જે કંઈ સંજોગોમાં પુરુષને એગ થાય તો તેને ઓળખી શકતા નથી અને પિતાના મતાગ્રહમાં જ તણાઈ જાય છે તે શું કારણ છે. અને કવચિત્ તે સત્સમાગમને વેગ બને, જ્ઞાનીની ઓળખ થાય તે પણ પ્રબળ પુરુષાર્થ ઉપાડી શકે તેટલું વીર્ય કે શક્તિ આ કાળમાં નથી તે આ કાળને દુઃષમ કહેવાનું પાંચમું કારણ છે. આ દુષમ કાળમાં મોક્ષમાર્ગ મળવો બહુ દુર્લભ છે. અને તે દુર્લભતા બતાવી વિશેષ પ્રબળ પુરુષાર્થ ઉપાડવાની ભલામણ શ્રીમદે ઠેકઠેકાણે કરી છે. દુષમકાળ જઈને નિરાશ થવાને બદલે વિશેષ જોરથી પ્રબળ પુરુષાર્થ કરવાનું કર્તવ્ય શ્રીમદ્ મુમુક્ષુને બતાવ્યું છે. અને કોનો ક્યારે કેટલો સંગ રાખવે તે વિશે બહુ વિચારપૂર્વક વર્તવાની ભલામણ કરી છે. આ દુષમકાળમાં સાચે સદભાગી કેણ તે બતાવતાં એક પત્રમાં તેમણે લખ્યું છે કે – “ દુષમકાળને વિશે વિહ્વળપણું જેને પરમાર્થ વિશે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તનભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત થયું નથી, બીજાં જે કારણે તેને વિશે જેને વિશ્વાસ વર્તતે નથી, એવા જો કોઈ હોય તો તે આ કાળને વિશે બીજો શ્રી રામ છે. ” 5 આવા પુરુષને શ્રીમદ્દ મૂર્તિ માન મેક્ષ” તરીકે ગણાવે છે. સંસાર છ શુભ કે અશુભ કર્મના ફળરૂપે જીવ ચારે ગતિમાં જુદા જુદા દેહ ધારણ કરી છેડ આવ્યા છે, અને જ્યાં જ્યાં જાય ત્યાં મારાપણું કરતો આવ્યો છે. આ મેહનીયના પ્રબળ ઉદયથી તેનું ચારે ગતિમાં પરિભ્રમણ તે સંસાર છે. આ સંસારને શ્રીમદ સહિત સર્વ . “શ્રીમદ્ રાજચંદ્ર ", આવૃત્તિ, પ, ખંડ ૧, પૃ. ૧૪. છ. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, ૧, પત્રાંકઃ ૩૭, ૮૧૪, ૧૦૩, ૩૩૧,૩૮૩, ૭૮૩, વગેરે. For Private & Personal use only Page #442 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રીમદ્ની તથવિચારણા –પત્રોમાં જ્ઞાનીએએ એકાંતે દુઃખકર્તા ગણાવ્યા છે. સ'સારમાં લેશ પણ સુખ નથી, જે કંઈ સુખ દેખાય છે તે માત્ર કલ્પનાથી છે, વાસ્તવિક નથી, તેવા સર્વ જ્ઞાનીઓના અભિપ્રાય છે. જ્યાં, દેખાતા પ્રત્યેક સુખની પાછળ દુઃખ રહેલું છે તે સ`સારના અંત આણવા માટેનેા આધ પ્રત્યેક જ્ઞાનીએ કર્યા છે, દેહ, કુટુંબ, લક્ષ્મી, વૈભવ, વિલાસ આદિના મમત્વમાં સુખ માનનાર જીવ તે બધાનું ગ્રહણુ અને ત્યાગ તેના કર્માનુસાર કરતા આવ્યા છે. પણ તે બધામાંથી મારાપણુ' છેડવાથી જ સંસારક્ષય થાય છે. તેથી શ્રીમદ્ એવા નિશ્ચય પર આવ્યા હતા કે કુટુંબરૂપી કાજળની કોટડીમાં રહેવાથી સસારની વૃદ્ધિ થાય છે અને તેના ત્યાગથી જેટલા સ'સારક્ષય થાય છે તેના સામા હિસ્સે પણ કુટુંબવાસથી સ`સારક્ષય નથી થતા. વળી, સ’સારની ધનિકાવસ્થા, નિનાવસ્થા, વૈભવ, પ્રભુતા, બાલ્યાવસ્થા, ચુવાવસ્થા, વૃદ્ધાવસ્થા આદિમાંથી કાઈ પણ અવસ્થા તેમને સુખકર લાગતી નથી. આથી એ સર્વ માંથી માહ ઓછેા કરી, આત્મજ્ઞાન પામવા માટેના પુરુષાર્થ કરવાના તેમના ઉપદેશ છે. સંસારમાં કાઈ પણ વ્યક્તિ એવી નથી કે જેને કોઈ ને કોઈ પ્રકારનું દુઃખ ન હોય, તેથી અવ્યાખાધ સુખ મેળવવા, તેમણે તેના ક્ષય જ ઈછ્યો છે, પણ સસારમાં થોડાક પશુ પ્રેમ હાય તેા જીવને સાચા પરમાર્થ સમજાતા નથી, અને કોઈ જ્ઞાનીની તેનાથી અવજ્ઞા થઈ જાય તે તેના અનત સંસાર વધી પડે છે. આત્મસ્વરૂપના અજ્ઞાનને લીધે, વર્તમાન દેહ આદિ ખાદ્ય પદાર્થોમાં લીનતાને લીધે સંસારમાં જીવને મારાપણુ' લાગે છે, સુખ લાગે છે, પણ વાસ્તવિક રીતે જોઈએ તે તેમાં દુઃખ જ રહેલુ' છે. સૌંસારમાં આવતી પ્રત્યેક મુશ્કેલી જીવને પરમા ષ્ટિથી વિચારતાં સસાર તરવા માટેનું ઉત્તમ નિમિત્ત છે. પ્રતિકૂળ સજોગો ઊભા થાય તે સંસારની અસારતા વિચારવાનું જીવને વિશેષ બને છે, અને તેમાં સમભાવ રાખી વર્તવામાં આવે તે સંસારક્ષય ઘણી વરાથી થાય છે. તેથી તેા શ્રીમદ્દે એક પત્રમાં લખ્યુ છે કે Ra “ગમે તેટલી વિપત્તિએ આવી પડે તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી ચેાગ્ય નથી. ’૮ ને સાંસારિક ફળની ઈચ્છામાં પડી જવાય તે પરમાથ ચૂકી જવાય છે. શ્રીમદ્ સેાભાગભાઈ ને સાંસારિક મુશ્કેલીએ સમભાવે વેદવાના ઉપદેશ કરતા જે પા લખ્યા હતા તેમાં શ્રીમની સંસાર વિશેની વિચારણા જાણવા મળે છે. તેવા એક પત્રમાં શ્રીમદ્દે સંસારનુ સ્વરૂપ વર્ણવતાં લખ્યું હતું કે : 66 જ્ઞાનીપુરુષ પણ અત્યંત નિશ્ચય ઉપયેાગે વતાં વતાં ચિત્ પણ મદ પરિણામ પામી જાય એવી આ સ*સારની રચના છે. ” ૯ . ૮. “ શ્રીમદ્ રાજચંદ્ર ”, આવૃત્તિ ૫, ખંડ ૨, પૃ. ૧૪૬. ૯. એજન, પૃ. ૧૭૭, Page #443 -------------------------------------------------------------------------- ________________ ४२४ શ્રીમદની જીવનસિદ્ધિ આથી શ્રીમદ્દ સંસારથી ખૂબ કંટાળેલા હતા, અને તેનાથી નિવૃત્તિ ઇચ્છતા હતા. આમ છતાં સંસારમાં રહેવા માટે એક સ્થિતિ તેમને અનુકૂળ લાગી હતી, તે વિશે તેમણે લખ્યું છે કે – જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે, તે જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહિ.” ૧૦ આ રીતે રહેવું કેટલું કઠિન છે? સુખદુ:ખ૧૧ સર્વ જ્ઞાનીઓએ સંસારને દુઃખમય અને આત્માના અનુભવોને સુખમય ગણાવ્યા છે. આ જ જાતને અભિપ્રાય શ્રીમદ્દે પણ તેમના પત્રોમાં વારંવાર વ્યક્ત કરેલ જણાય છે; સંસારના સ્વરૂપની કે અન્ય વિચારણા કરતી વખતે આ અભિપ્રાય આપેલો જણાય છે. પ્રત્યેક જીવ જન્મ, જરા, મરણ વગેરેના દુઃખ સાથે બીજા અનેક દુઃખ પણ ભગવે છે. કેઈને શરીરનો વ્યાધિ હોય છે, કેઈને ધનનું, કોઈને મનનું, કોઈને કુટુંબનું, કેઈને સ્નેહીનું એમ કોઈ ને કોઈ પ્રકારનું દુઃખ હોય જ છે, કઈ જ જાતનું દુઃખ ન હોય તેવા કેઈ જીવ સંસારમાં છે જ નહિ. દરેક જીવ સુખને ઈચ્છે છે, છતાં આમ કઈ ને કેાઈ જાતનું દુઃખ તે શા માટે ભોગવે છે? એ પ્રશ્નને વિચાર શ્રીમદે બહુ ઊંડાણપૂર્વક કરવા જણાવ્યું છે. જીવ સાચા સુખને સમજ્યા વિના સુખ મેળવવા ફાંફાં મારે છે તેથી દુઃખ પામે છે; માટે પરમાર્થ-માગે જવાની શ્રીમદ્દ ભલામણ કરે છે, કારણ કે ત્યાં જ સાચું સુખ છે. પરમાર્થ-માર્ગ તરફ વળ્યા પછી, જ્ઞાન થયા પછી નવાં કર્મ બહુ ઓછાં ઉપાર્જન થાય છે. પણ જ્ઞાન થયા પહેલાં જે કર્મ ઉપાર્જન કર્યા હોય તેને પરિણામે જ્ઞાન થયા પછી પણ દુઃખ, અશાતા, વેદનાને ઉદય આવે છે, જે ઉદય બાહ્યથી અજ્ઞાની જેવો જ દેખાય છે. પણ તે બંનેના ભેગવવામાં ફેર હોય છે. જ્ઞાનીને સુખ અને દુઃખ બંનેમાં સમભાવ હોય છે; સાતા વેદનીથી હર્ષ અને અસાતા વેદનીથી તેને શોક થતું નથી ત્યારે અજ્ઞાનીને તે બંને થાય છે, અને તેમાંથી નવાં કર્મ બાંધે છે. તે ભગવતી વખતે જ્ઞાનીને જૂનાં કર્મની નિર્જરા થાય છે અને અજ્ઞાનીને જૂનાં કર્મની નિર્જરા સાથે નવાં કર્મને બંધ થાય છે. આ સુખદુઃખની અવસ્થામાં જ્ઞાનીનું વર્તન કેવું હોય તે જણાવતાં શ્રીમદે એક પત્રમાં લખ્યું છે કે : ૧૦. “શ્રીમદ્ રાજચંદ્ર ”, આવૃત્તિ, ૫, ખંડ ૨, પૃ. ૩૭. ૧૧. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પત્રાંક : ૧૯૪,૪૮૭, ૫૬૨, ૬૦૩, ૯૧૬ વગેરે. Page #444 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રીમદની વિચારણા - પત્રમાં કર૫ જ્ઞાની પુરુષને જે સુખ વતે છે તે નિજસ્વભાવમાં સ્થિતિનું વતે છે. અન્ય બાદ્યપદાર્થોમાં તેને સુખબુદ્ધિ નથી, માટે તે તે પદાર્થથી જ્ઞાનીને સુખદુઃખ આદિનું વિશેષ છાપણું કહી શકાતું નથી, જોકે સામાન્યપણે શરીરનાં સ્વાથ્યાદિથી શાતા, જવરાદિથી અશાતા જ્ઞાની અને અજ્ઞાની બંનેને થાય છે, તથાપિ જ્ઞાનીને તે તે પ્રસંગે હર્ષ-વિષાદને હેત નથી અથવા જ્ઞાનના તારતમ્યમાં ચનપાડ્યું હોય તે કે હર્ષ-વિષાદ તેથી થાય છે, તથાપિ કેવળ અજાગ્રતતાને પામવા ગ્ય એવા હર્ષ-વિષાદ થતા નથી. ઉદયબળે કંઈકે તેવાં પરિણામ થાય છે. તે પણ વિચાર જાગૃતિને લીધે તે ઉદય ક્ષીણ કરવા પ્રત્યે જ્ઞાની પુરુષના પરિણામ વર્તે છે.૧૨ - સુખદુઃખ પ્રત્યે જ્ઞાનીની આવી વિશિષ્ટ દૃષ્ટિ હોવાને લીધે તેમને આશ્રયે જે સમગ્ર જીવન વિતાવવામાં આવે તો જીવના જન્મમરણના ફેરા ટળી જાય છે, દુઃખ મટી જાય છે અને આત્માનું અનંત સુખ પ્રાપ્ત થાય છે. પ્રત્યેક દુઃખ ટાળવા માટે જ્ઞાનીની આજ્ઞા પ્રમાદરહિત થઈ પાળવી, એ જ શ્રેષ્ઠ ઉપાય છે. શ્રેયન, સુખને આવો માર્ગ તો વિરલા પુરુષે જ જાણે છે. તે વિશે શ્રીમદે લખ્યું છે કે – સર્વ સુખને ઇછે છે, પણ કેઈક વિરલા પુરુષ તે સુખનું યથાર્થ સ્વરૂપે જાણે છે.”૧૩ જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જોવામાં ન આવ્યું હોય ત્યાં સુધી તે ટાળવાને ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તો પણ દુઃખનો ક્ષય થઈ શકે નહિ, અને ગમે તેટલી અરુચિ, અપ્રીતિ કે અભાવ એ દુઃખ પ્રત્યે આવે છતાં તેને અનુભવ્યા કરવું પડે. વાસ્તવિક ઉપાયથી તે મટાડવાનો પ્રયત્ન કરવામાં આવે અને છતાં તે ન મટે તેથી અનેક જાતના વિકલ્પ થયા કરે કે આ દુઃખ શા માટે મટતું નથી ? તેને જે યથાર્થ વિચાર કરવામાં આવે તે સમજાય કે જ્ઞાનીને આશ્રયે, સર્વસમર્પણભાવથી વર્તવાથી આ દુઃખને નાશ થાય તેમ છે. મનુષ્યદેહ – શરીર૧૪ સંસારમાં પરિભ્રમણ કરતા જીવને મનુષ્ય, દેવ, તિર્યંચ કે નરક એ ચાર ગતિમાંની કોઈ પણ એક ગતિનો દેહ કર્મનો ભોગવટા માટે પ્રાપ્ત થાય છે. આ ચારમાંથી કોઈ પણ દેહ નિત્ય નથી, આત્મા મૂળ અશરીરી છે, પણ કર્મના ફળરૂપે તેને દેહ મળે છે. આ ચાર પ્રકારના દેહમાંથી મનુષ્યદેહ ઉત્તમ ગણાય છે. ભૌતિક રીતે દેવનો દંડ સાતાદની આપે છે, પણ મુક્તિ મેળવવાને પ્રબળ પુરુષાર્થ કરવો હોય તો તે મનુષ્યદેહ ૧૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ ૫, ખંડ ૨, પૃ. ૨૮૪. અગાસ આવૃત્તિ પૃ. ૪૬૭ આંક : ૬૦૩ ૧૩. એજન, ખંડ ૨, પૃ. ૨૯૭. ૧૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પત્રાંકઃ ૫૯૨, ૬ ૮૯, ૬૯૨, ૯૨૭, વગેરે. ૫૪ Page #445 -------------------------------------------------------------------------- ________________ સરક શ્રીમદ્ની જીવનસિદ્ધિ દ્વારા જ થઈ શકે છે, અને જીવ મુક્તિ પણ એ દેહ દ્વારા જ પામે છે. તેથી જ્ઞાનીએ આ દેહનું મહત્ત્વ ઘણું વિશેષ માને છે. અલબત્ત, એ દેહ પણ અનિત્ય છે, તેમાં કેટલાંયે દુઃખ રહેલાં છે, તે અપેક્ષાએ દેહ દુઃખદાયક પણ છે. સામાન્ય જીવ દેહની અનિત્યતા આદિ ભૂલીને વર્તમાનન્દેહમાં અતિ લીનતાથી વર્તે છે. આ પૂર્વે અનેક દેહ ભાગવ્યા છે, અને સાચી સમજણુ ન આવે તે આ પછી પણ અનેક દેહ ભાગવવાના છે તે ભૂલીને વર્તમાનન્દેહમાં મારાપણું કરી, તે દેહ કાઈ કાળે નાશ પામવાના ન હોય તેવા મમત્વથી વર્તે છે. અને તે . મમત્વ એટલી હદ સુધી પ્રવર્તે લુ' હાય છે કે દેહમાં કેાઈ પીડા કે રાગ ઉત્પન્ન થાય તે તે પેાતાને–આત્માને જ થાય છે એમ માની ક્લેશિત થઈ વર્તે છે. પણ જ્ઞાનીઓની દેહુ પ્રતિ સૃષ્ટિ જુદા પ્રકારની હેાય છે. તેએ તેમાં મારાપણું કરતા નથી, અને કર્મના ભેાગવટા રૂપે તે મળ્યા છે તેમ માની તેના પ્રતિ નિઃસ્પૃહ થઈ વર્તે છે. તે શરીરમાં વેદના ઉત્પન્ન થાય તે તે લેવા ઇંદ્ર, નાગેંદ્ર કે જિનેન્દ્ર પણ સમથ નથી, તે કમના ફળરૂપે ઉત્પન્ન થયેલી છે તેમ જાણી તેને સમતાથી વેદે છે, અને આત્માને જરા પણ ક્લેશિત થવા દેતા નથી. તેઓ દેહ પ્રતિ મમત્વ કર્યા વિના, દેહને આત્માને પૂરવાનું પિ ંજર માની, તે દેહથી આત્માના છૂટકારા થાય તેવા પ્રયત્ન કરવામાં જ મગ્ન હાય છે. તેઓ ઉયમાં આવેલાં કને ભાગવી, નવાં ન બંધાય, અને જે બધાયેલાં હેાય તે પૂ થતાં સર્વાંકમ મુક્ત થઈ જવાય તેવી પ્રવૃત્તિ વર્તમાન મનુષ્યદેહમાં જ કરી લેવા ખૂબ આતુર હાય છે; કારણ કે એ માટેની પ્રવૃત્તિ મનુષ્યદેહ દ્વારા જેટલી ઉત્કટતાથી થઈ શકે છે, તેટલી ઉત્કટતાથી ખીજા કાઈ પણ દેહથી થતી નથી. આમ જ્ઞાનીને મન મનુષ્યદેહનું ઘણું મહત્ત્વ હાય છે. આ મહત્ત્વના દેહમાં પણ જ્ઞાની માયા – મમતા કરતા નથી, અને પેાતાને ચાગ્ય જીવનમુક્તિ મેળવવાના પુરુષાર્થ કરવામાં જ તેઓ રત રહે છે. અજ્ઞાની દેહમાં પીડા થતાં પેાતાના આત્માને ક્લેશિત કરે છે, અને તે આ ધ્યાનમાં નવાં કર્મ ઉપાર્જન કરી વિશેષ પીડા નાતરે છે. જ્ઞાની એવા પ્રસંગે સમતા રાખી નવાં કર્મ બાંધતા નથી અને જૂનાં કની નિર્જરા કરી નાખે છે. મળેલા મનુષ્યદેહમાં જીવે કરવા ચાગ્ય કવ્ય બતાવતાં શ્રીમદ્દે એક પત્રમાં લખ્યુ છે કેઃ~~ “ આ દઉં કરવા ચેાગ્ય કાય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કાઈ પ્રત્યે કિ‘ચિત્માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદા વર્તે, એ જ કલ્યાણના મુખ્ય નિશ્ચય છે.’૧૫ “ જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતાર્માણરત્નતુલ્ય કહ્યુ` છે, તે વિચારા તા પ્રત્યક્ષ જણાય તેવુ છે, વિશેષ વિચારતાં તે તે મનુષ્યપણાના એક સમયમાત્ર ચિંતાણિરત્નથી પરમ માહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે. અને જો હામાં જ તે મનુષ્યપણું વ્યતીત થયુ તે તે એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિઃસંદેહ દેખાય છે. ’૧૬ ૧૫. · શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ પ, ખંડ ૧, પૃ. ૫૬. અગાસ આવૃત્તિ આંક ૭૮૦, ૧૬, “ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ ૨, પૃ. ૫૬૧, આંક : ૭૨૫. 66 Page #446 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રીમદની તત્ત્વવિચારણ-પત્રોમાં કમ૧ ૭ જીવ શુભ કે અશુભ ભાવ કરી પુદગલ પરમાણુઓને પિતાના આત્મપ્રદેશ તરફ આકર્ષે છે અને કર્મબંધ કરે છે. જે શુભ કર્મ હોય તે શુભ ફળ મળે છે, અને અશુભ કર્મ હોય તે અશુભ ફળ મળે છે. કર્મ અનંત પ્રકારનાં છે, તેમાં ૧૫૬ મહત્ત્વનાં છે, તેમાં પણ ૮ મુખ્ય છે. આ આઠ કર્મ તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, મેહનીય, આયુષ્ય, નામ, નેત્ર અને વદનીય. તેમાં પહેલાં ચાર ઘાતી અને બીજા ચાર અઘાતી કહેવાય છે. પહેલાં ચાર આત્માના ગુણને ઘાત કરતાં હોવાથી ઘાતી કહેવાય છે, તેને સીધે આત્મા સાથે સંબંધ છે, બાકીનાં ચાર આત્માના ગુણના ઘાત કરતાં ન હોવાથી અઘાતી કહેવાય છે, અને તેને શરીર સાથે સંબંધ છે. ચાર ઘાતી કર્મમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણય કર્મ આત્માના જ્ઞાન અને દર્શન ગુણના ઘાત કરે છે. અંતરાય કર્મ આત્માના ભેગને આવરે છે, તેને ભોગ લેવા દેતું નથી. અને મેહનીય કર્મ આત્માને પરવસ્તુમાં મેહ – મમત્વ કરાવે છે, આત્માના સાચા સ્વરૂપને ખ્યાલ આવવા દેતું નથી. આમ આ ચારે કર્મ આત્માના કેઈ ને કઈ સ્વરૂપની રુકાવટ કરે છે. આ બધાં કર્મને ચિંતન, મનન, ધ્યાન આદિ સાધનાથી નાશ કરી શકાય છે. અઘાતી કર્મની સ્થિતિ જુદા પ્રકારની છે. તેઓ આત્માના ગુણને ઘાત કરતા નથી, પણ બીજી રીતે નડતરરૂપ થાયું છે. આયુષ્ય તે દેહનું હોય છે, કર્માનુસાર આત્માને દહનાં કદ, વાણી, વર્ણ, નીરાગિતા આદિ મળે છે. એવું જ શુભ કે અશુભ નામ, ઉચ્ચ કે નીચ ગોત્ર માટે છે. અને વેદનીય તે શાતા કે અશાતા આપે છે. કેવળજ્ઞાન થાય તે આ ચારમાંથી એક પણ કર્મ આત્માને નડતરરૂપ થઈ શકતું નથી, તેની સમર્થતા ચાલી જાય છે, એટલે તેનું મહત્વ ઘાતી કરતાં ઓછું છે. પણ તેનો નાશ સહેલાઈથી થતું નથી. ઘાતી કમેં ચિંતન, મનન આદિથી નાશ પામે છે, પણ અઘાતી કર્મની નિવૃત્તિ તે તે ભગવ્યાથી જ થાય છે. આયુષ્ય, નામ, નેત્ર કે વેદનીય કર્મ જે પ્રકારનાં અને જે સ્થિતિનાં બાંધ્યાં હાય તે પ્રમાણે તે ભગવ્યા વિના નિવૃત્ત થઈ શકતાં નથી. તીર્થકરાદિને પણ કેવળજ્ઞાન પ્રગટહ્યા પછી દેહ, નામ, શેત્ર, શાતા-અશાતા વેદની ભેગવવાં પડે છે, તેઓ પણ તે ભોગવ્યા વિના મુક્ત થઈ શક્તા નથી. ઘાતી કર્મોની બાબતમાં આથી જુદું છે. તે કર્મો આત્માના ગુણોનો ઘાત કરે છે, પણ તે જેટલી સ્થિતિનું બાંધ્યું હોય તેટલી જ સ્થિતિએ ભગવાઈ રહે તેવું નથી. મનન, ચિંતન, ધ્યાન, પશ્ચાત્તાપ, ભક્તિ આદિ સાધન દ્વારા તેને અ૮૫ કાળમાં પણ ભોગવી શકાય છે. પણ સંસારથી જીવને ન છૂટવા દેવામાં આ કર્મો જ ભાગ ભજવે છે. ચાર ઘાતી કર્મોમાં સૌથી પ્રબળ મોહનીય છે. તેના બે પ્રકાર છે ? દર્શનમોહ અને ચારિત્રહ. જે કર્મ આત્માના દર્શનગુણને ઘાત કરે છે તે દર્શનમોહ, અને ચારિત્રગુણને ૧૭. “શ્રીમદ્ રાજચંદ્ર” અગાસ આવૃત્તિ, આંક : ૪.૭, ૮૯૪, ૫૪૮, ૭૩૩, ૯૧પ વગેરે. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રીમની જીવનસદ્ધિ ઘાત કરે છે તે ચારિત્રમાહ. આ કર્મ ની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કેડાકે સાગરોપમની છે, એટલે કે જીવ એકસાથે વધુમાં વધુ તે કાળ સુધી ચાલે તેટલી સ્થિતિનુ માહનીય કર્મ બાંધી શકે છે. તેની સ્થિતિ ઘટાડતાં ઘટાડતાં ૧ કાડાકેડ સાગરોપમથી ઓછી થાય ત્યારે જીવને સમકિત પ્રાપ્ત થાય છે. અને તે પછી તે ક`ના ધીરે ધીરે સંપૂર્ણ નાશ થાય છે. જ્ઞાન ન થયું હોય તેા એક કર્મની સ્થિતિ પૂરી થાય તે પહેલાં જીવ બીજું કમ ખાંધે છે, અને એ રીતે માહનીયના કર્મ બ`ધ વધાર્યો કરે છે. આ કર્મ બધાં કર્મોમાં સૌથી બળવાન છે. તેને નાશ થાય તા ખીજાં કર્યા જલ્દી કાબૂમાં આવી જાય છે. સત્પુરુષની આજ્ઞાએ પ્રવર્તન કરવાથી આ કના ઝડપથી નાશ થાય છે. જ્ઞાન અને દુનને આવરણ કરનાર કર્મ પણ જ્ઞાનીના આશ્રયથી નાશ પામે છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ લગભગ ૨૦ કાડાકેડ સાગરોપમની છે. જ્ઞાનાવરણીય કર્મ તે અજ્ઞાન નથી, મિથ્યાત્વ સહિતનું જ્ઞાન તે અજ્ઞાન છે, અને કાઈ પણ જ્ઞાનને આવરણ કરનાર કર્મ તે જ્ઞાનાવરણીય. એ જ રીતે આત્માના દ્રષ્ટપણાના ગુણને આવરણ કરનાર કર્મ તે દર્શનાવરણીય. અંતરાય કર્મ તે જીવને દાન, લાભ, વીય, ભાગ કે ઉપભાગ કરવામાં અંતરાય કરે તે. જે કરવાની ઇચ્છા હાય તે કરવા ન દે, લાભ લેવા ન દે, તે અંતરાય કર્મ. આ કર્મ પણ માહનીયના નાશથી શિથિલ થઈ જાય છે. પ્રભુના શરણે જવાથી અંતરાય જલઢીથી તૂટે છે. વેદનીય કર્મ બે પ્રકારે છેઃ શાતા અને અશાતા. શરીરમાં રાગાદિ વેદના ઉત્પન્ન થાય તે અશાતા વેદનીય. અને તેથી રહિત સ્થિતિ તે શાતા વેદનીય. આમાં જેવું ક ઉપાર્જન કર્યું... હાય તે પ્રમાણે ભાગવવું જ પડે છે. ઔષધ આદિ રાગને નાશ કરતાં દેખાય છે, પણ ખરી રીતે એથી કંઈ કર્મના નાશ થતા નથી, ત્યાં ઔષધાદિ સેવન કરતાં કરતાં કર્મોની સ્થિતિ પૂર્ણ થાય એટલે રાગમુક્તિ થાય તેમ સમજવાનુ છે. તેમાં જે હિંસાદિથી બનાવેલાં ઔષધના ઉપયોગ કરાયા હોય તા તેમાં બંધાયેલાં પાપને પા કહૃદય આવે ત્યારે ભાગવવાં પડે છે. આમ જે કર્મના જે પ્રકારે બંધ થયા હોય તે કર્મ તે પ્રકારે ફળ આપે તે નિઃસંદેહ છે. માત્ર તેના ઉદય વહેલા કે મેડા આવે તા તેમાં કબ‘ધની સ્થિતિ પર આધાર રહે છે, કર્મ અમુક પ્રકારનું, અમુક સ્થિતિનું અને અમુક સમય પછી ઉદયમાં આવે તેવી રીતનું જીવના ભાવાનુસાર બંધાય છે. તેથી ઘણી વખત શુભ કર્મ કરનાર દુઃખી અને અશુભ કર્મ કરનાર સુખી જણાય છે. તેવી સ્થિતિમાં એવું હોય છે કે પૂર્વ ઉપાર્જન કરેલ અશુભ કર્મ વર્તમાનમાં ઉદ્દયમાં હોય તેથી શુભ પ્રવૃત્તિ કરતા જીવ દુઃખી જણાય છે. અને પૂર્વ ઉપાર્જન કરેલ શુભ કર્મ વર્તમાનમાં ઉદયમાં હોય, તેવા અશુભ પ્રવૃત્તિ કરતા જીવ સુખી જણાય છે. આમ બધું ક ના બંધ કયા પ્રકારે છે તેના પર આધારિત જે જીવે જે જે કર્મ જેવે જેવે રસે ખાંધ્યાં છે, તે તે કમ તેવ તેવું રસે ભાગવ્યા વિના છૂટકો નથી, એ તો કર્મોના અચળ સિદ્ધાંત છે — માત્ર બાંધેલા કર્મનુ‘ વહેલામે।ડુ ફળ મળે છે તેટલું જ. છે. પણ Page #448 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રીમદ્દની તત્વવિચારણા - પત્રોમાં ૪૨૯ આ બધાં કર્મો જીવને અનાદિકાળથી લાગેલાં છે. અને તેની નિર્જરા થતી હોવા છતાં, તે વધતાં રહ્યાં છે, કારણ કે જીવ સાચું સમજ્યો નથી. જીવ જે આત્મસ્વરૂપ પામે, અને રાગદ્વેષરહિત સ્થિતિ રાખી સર્વ સમભાવે વેદે તે તેને નવાં કર્મ બંધાતાં નથી. પરિણામે જનાં કર્મોની નિર્જરા થઈ જતાં તે કર્મમુક્ત બને છે, અર્થાત્ કેવળજ્ઞાન પ્રગટ કરી સ્વભાવરૂપ મેક્ષને પામે છે. સામાન્ય રીતે જીવ શુભ કે અશુભ કર્મ બાંધ્યા જ કરે છે, અને તે પ્રમાણે ફળ પણ ભેગવ્યા કરે છે. પણ જ્યારે તે શુભાશુભ કર્મથી નિવૃત્ત થાય ત્યારે મોક્ષ પામે છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને મન, વચન, કાયાના ચોગ એ કર્મ બંધ થવાનાં પાંચ કારણે છે. તે કારણે જાય ત્યારે કર્મને નાશ થાય. જ્ઞાન થયા પછી જીવને કર્મના કોઈ પણ પ્રકારના ઉદયમાં હર્ષ-શાક કે રાગ-દ્વેષ થતાં નથી, જે કંઈ ઉદયમાં આવે તે સર્વને એ સમભાવે વેદે છે. અને પરિણામે તે કર્મથી મુક્તિ મેળવે છે. જ્ઞાનીના આશ્રયે ચાલવાથી કર્મક્ષય થાય છે. જીવને સંસારમાં પરિભ્રમણ કરાવનાર તત્ત્વ તે કર્મ છે. સંસારથી છૂટવાની તાલાવેલી ધરાવતા શ્રીમદ્દના પત્રોમાં તેની સૌથી વિશેષ વિચારણું આવે તે સહજ છે. કર્મ શું છે, તેના કેટલા પ્રકાર છે, તે કેવી રીતે બંધાય છે, તેના બંધાવાનાં કારણે, તે ભગવ્યા વિના છુટાય કેમ, તેનું ફળ કયારે મળે, કેવું મળે વગેરે વિશેની વિચારણા વિવિધ જગ્યાએ વિવિધરૂપે મળે છે. કર્મ એ તત્ત્વજ્ઞાનનું એવું સ્વરૂપ છે કે જેમાં અનેક પ્રકારની જટિલતા છે. તેના માટે અનેક સ્વતંત્ર ગ્રંથો રચાયા છે, પરંતુ કર્મનાં વિશાળતા અને ઊંડાણ એટલાં બધાં છે કે તે સમજવા માટે પણ ઘણી પાત્રતા જોઈ એ. શ્રીમદે તે અહીં પત્રોના ઉત્તરરૂપે તેને અનુલક્ષીને મુખ્ય મુદ્દાઓની અને અગત્યની ગણાય તેટલી વિચારણું કરી છે. પણ તેમણે જેટલું સમજાવ્યું છે તે સ્પષ્ટ છે, જલદી સમજાઈ જાય તેવું છે. આમાંની કેટલીક વિચારણું તે મુમુક્ષુઓના પ્રશ્નોના ઉત્તરરૂપે પણ અપાયેલી છે. લગભગ સે જેટલા પત્રોમાં આ વિચારણું જોવા મળે છે. કષાય૧૮ ફોધ, માન, માયા અને લાભ એ ચાર પ્રકારના કષાય છે. આ પ્રત્યેક કષાયના પણ ચાર વિભાગ છે : અનંતાનુબંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની અને સંજવલન. આમ કષાયની કુલ ૧૬ પ્રકૃતિ છે, તેમાં શ્રીમદ્દે સૌથી વિશેષ અનંતાનુબંધીની ચર્ચા કરી છે. આ કષાય સમજાવતાં શ્રીમદ્દ લખ્યું છે કે : “જે કષાય પરિણામથી અનંત-સંસારના સંબંધ થાય તે કષાય પરિણામને જિનપ્રવચનમાં “અનંતાનુબંધી' સંજ્ઞા કહી છે. જે કષાયમાં તન્મયપણે અપ્રશસ્તભાવે, તીવોપયોગે આત્માની પ્રવૃત્તિ છે, ત્યાં અનંતાનુબંધીનો સંભવ છે. મુખ્ય કરીને અહી કહ્યાં છે તે સ્થાનકે તે કષાયને સંભવ છે. સદૈવ, સગુરુ અને સન્ધર્મને ૧૮. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૨, પત્રાંક : ૪૫, ૫૨, ૧૩, ૬૨૧ વગેરે. Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ શ્રીમદની જીવનસિદ્ધિ જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય એ આદિ પ્રવૃત્તિથી તેમ જ અસદૈવ, અસદ્દગુરુ તથા અસધર્મને જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકન્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતાં “અનંતાનુબંધી-કષાય” સંભવે છે. અથવા જ્ઞાનીનાં વચનમાં સ્ત્રીપુત્રાદિ ભાવોને જે મર્યાદા પછી ઇછતાં નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે તે પરિણામે પ્રવર્તતાં પણ “અનંતાનુબંધી” હોવા યોગ્ય છે.૧૯ જે કષાયથી અનંત-સંસાર વધી જાય તે અનંતાનુબંધી કષાય. અને એ અનંતસંસાર કઈ રીતે વધે તે શ્રીમદ્દ ઉપરના અવતરણમાં સ્પષ્ટ બતાવ્યું છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભને ક્ષય, ઉપશમ કે ક્ષયપશમ થાય ત્યારે જ સમતિ થાય છે. સમતિ થાય ત્યારે અનંતાનુબંધી કષાય ઉદયમાં નથી હોતો, પણ તે ચારેની પ્રત્યાખાની, અપ્રત્યાખાની અને સંજવલન એ ત્રણ પ્રકૃતિ બાકી હોય છે. આ ચારેની તરતમતા અનુસાર આ વિભાગ કરવામાં આવ્યા છે. સૌથી વધુ તીવ્ર કષાય તે અનંતાનુબંધી અને સૌથી મૃદુ કષાય તે સંજવલન. સંજવલનમાં સૂક્ષ્મ પ્રકારનાં કંધિ, માન, માયા અને લાભ હાય છે. આ કષાય હોવાથી જીવને કર્મબંધન થયા કરે છે. વળી, રાગ અને દ્વેષ એ કષાયનું જ એક રૂપ છે. ઈછની પ્રાપ્તિ કે અનિષ્ટના વિરોગથી રાગ અને અનિષ્ટની પ્રાપ્તિ તથા ઈષ્ટના વિયેગથી શ્વેષભાવ થાય છે, તે કષાય છે. કષાય હોવાથી જીવ સાચું સુખ મેળવી શકતે નથી, એટલું જ નહિ તેનું સંસારમાં પરિભ્રમણ પણ વધી જાય છે. આથી કષાય એ ઘણી અનિષ્ટ વસ્તુ છે. આ કષાયનું સ્વરૂપ સમજાવી શ્રીમદે તેનાથી નિવૃત્ત થવાને બોધ અનેક જગ્યાએ કર્યો છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, વગેરેથી છૂટવાને બોધ શ્રીમદે અને બીજા જ્ઞાનીઓએ કર્યો છે. આ કષાયની મંદતા જીવને સદગુરુની આજ્ઞાએ પ્રવર્તતાં ઝડપથી થાય છે. ગૃહસ્થાવાસમાં પણ ન્યાયસંપન આજીવિકા આદિ વ્યવહાર કરવામાં આવે તે કષાયની મંદતા આવે છે, અને સાથે સાથે જ્ઞાનીને માર્ગ આત્મપરિણામી થાય તો તેથી પણ કષાયની વિશેષ મંદતા થાય છે. દીક્ષા લીધી હેય તે ત્યાં પણ કષાયની મંદતા કરવી તે લક્ષ હા જોઈએ. કષાયની મંદતા આવે ત્યારે જ દીક્ષાપણું સફળ થાય છે, કારણ કે અનંતાનુબંધી કષાયની ચેકડી તૂટે ત્યારે જ સમતિ – આત્માનુભવ થાય છે. અને સંપૂર્ણ કષાયરહિત સ્થિતિ તે મોક્ષ, તે પણ કમે કરીને મળે છે. સદેહે પણ સંપૂર્ણ કષાયરહિત થઈ શકાય છે. પણ તેવા છે તે વિરલા જ હોય છે. પર્વોપાર્જિત કર્મને લીધે દેહુ હોય છે, પણ કષાયરહિત થતાં ચારે કષાયની ચારે પ્રકૃતિ નાશ પામ્યા પછી પણ દેહાદિ રહે છે, અને તે સ્થિતિમાં જીવન કષાયરહિત સ્થિતિ હોય છે. તે કષાયરહિત સ્થિતિ અંદરની વસ્તુ હોવાથી કેટલીક વાર અન્ય જીવોના ખ્યાલમાં પણ ન આવે, કારણ કે સંજવલન પ્રકૃતિ એટલી બધી સૂક્ષમ છે કે તે સમજવા સામા જીવની પણ એટલી જ પાત્રતા જોઈએ. ૧૯. “શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ ૫, ખંડ ૨, . ૨૩૭. અગાસ આવૃત્તિ આંક ૬૧૩. Page #450 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રીમદની તથવિચારણ-પત્રમાં જીવના દોષ૨૦ જીવને ક્ષમાગ ન મળવા માટે મુખ્યત્વે ચાર કારણે છેઃ સ્વછંદ, અજ્ઞાન, અભિનિવેશ અને અભિમાન. આ ચારે કારણે વિશે શ્રીમદે પોતે લખેલા પત્રમાં વારંવાર ચર્ચા કરી છે, તે વિશે અભિપ્રાય પણ આપેલ છે. | સ્વરછંદ એટલે કે પિતાને રુચે તે અનુસાર ચાલવાની વૃત્તિ, બીજા કોઈ કહે તેમ નહિ, જ્ઞાનીની આજ્ઞાએ નહિ, પણ પોતાની રુચિ અનુસાર ચાલવું તે સ્વછંદ છે. અનાદિ કાળથી જીવ સ્વરછંદથી જ વર્તતે આવ્યો છે, એટલે તેને માર્ગની પ્રાપ્તિ થઈ નથી. માર્ગ ન મળવાનું સૌથી બળવાન કારણ સ્વછંદ છે. તે જાય તે જીવના અન્ય દેશે પણ જાય છે. જીવમાં સ્વછંદ હોય તો તેને જ્ઞાનીની ઓળખાણ થતી નથી, અને ઓળખાણ થાય તો તેની આજ્ઞા અનુસાર વતી શકતો નથી, પરિણામે જીવનું સંસાર-પરિભ્રમણ થયા જ કરે છે. જે સંસારના દુઃખથી અને પરિભ્રમણથી છૂટવું હોય તે સ્વછંદને ત્યાગ કરવો જોઈએ. સ્વછંદ, જ્ઞાનીની ઓળખ કરી તેની આજ્ઞા પ્રમાણે ચાલવાથી મટે છે. સ્વચ્છેદ જતાં માર્ગ મળે છે, મુમુક્ષતા આવે છે, જ્ઞાની માટે અહોભાવ જાગે છે, ભવભ્રમણ જાય છે, વગેરે લાભ થાય છે. આમ શ્રીમદ્ સ્વછંદ છોડવા ખૂબ ભારપૂર્વક જણાવ્યું છે. જીવનો આવો બીજો મોટો દોષ છે તે અજ્ઞાન છે. અજ્ઞાન એટલે જ્ઞાનરહિત દશા નહિ, પણ મિથ્યાત્વ સહિતનું જ્ઞાન. જે મિથ્યાત્વ જાય તે જીવને સમ્યજ્ઞાન થાય અને તેનું અજ્ઞાન માટે. આ અજ્ઞાનને લીધે, જીવનું સંસારમાં પરિભ્રમણ થયા કરે છે. તેથી અજ્ઞાન એ કલ્યાણના માર્ગમાં અંતરાયરૂપ છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જેવું, અલ્પારંભ, અ૮૫ પરિગ્રહ, જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ – એ બધાં સાધનો જ્ઞાનીની આજ્ઞાએ કરવાથી અજ્ઞાનથી નિવૃત્તિ થાય છે, તે વિશે શ્રીમદે લખ્યું છે કે – “જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈરછાએ એટલે આજ્ઞાએ નહિ વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી.”૨૧ આ જ કારણે વિચારવાન જીવને અજ્ઞાન સિવાય બીજા કોઈનો ભય હોય નહિ, અને તે અજ્ઞાન-પરિષહની નિવૃત્તિ કરવાને પ્રબળ પુરુષાથી હેય. સત્સંગ, સપુરુષને રોગ વગેરે અજ્ઞાન ટાળવાનાં બળવાન નિમિત્ત છે. જીવને માર્ગ ન મળવામાં આવું ત્રીજું કારણ છે અભિનિવેશ. અભિનિવેશ એટલે આસક્તિ. જીવ આત્મા સિવાયના દેહ, પુદગલ, ધન, વૈભવ, સ્ત્રી, પુત્ર, કુટુંબ, સત્તા, અન્ય માન્યતા વગેરેને વિશે આસક્તિ રાખે છે તે અભિનિવેશ છે. અભિનિવેશ બે પ્રકારે છેઃ લૌકિક અને શાસ્ત્રીય. બાહ્ય પદાર્થો, દેહ ઈત્યાદિમાં આસક્તિ હેવી તે લૌકિક અભિનિવેશ છે. આ સર્વેમાં આસક્તિ ઓછી કરી, મમતા ઘટાડી વર્તવાથી ગુણોને ઉદય થાય છે. ૨૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પત્રાંકઃ ૬૯૬, ૨૫૪, ૪૪૯, પરર, પ૯૭, ૬૫૮ વગેરે. ૨૧. “ શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ ૫, ખંડ ૨, પૃ. ૩૪. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રીમની જીવનસિદ્ધિ પણ જ્યાં સુધી દ્રવ્યાદિના લાભ, તૃષ્ણા, દૈહિકમાન, કુળજાતિ સબંધી માહ, સ્વચ્છંદથી અમુક ગચ્છને આગ્રહ રાખવા વગેરે લૌકિક અભિનિવેશ હોય ત્યાં સુધી કલ્યાણ થતું નથી. શાસ્ત્રીય અભિનિવેશ અંગે શ્રીમદ્રે કહ્યું છે કે ઃ~~ આત્મા સિવાય શાસ્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે.''૨૨ સ્વચ્છંદ ટાળ્યા વિના શાસ્ત્રોની કાઈ ને કાઈ વાતને ખાટું મહત્ત્વ આપવું તે શાસ્ત્રીય અભિનિવેશ છે, તેનાથી જીવને ગુણ પ્રગટાવવામાં અંતરાય થાય છે, તેથી તે હેય છે. પણ સ્વચ્છંદરહિત પુરુષને આત્મા સમજવા માટે શાસ્ત્રો ઉપકારી છે એ લક્ષ રાખીને સત્શાસ્ત્ર વિચારવામાં આવે તે! તે શાસ્ત્રીય અભિનિવેશ ગણાય નહિ. આમ જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાથી આ બંને પ્રકારના અભિનિવેશ ત્યાગી શકાય છે તેમ શ્રીમદ્ જણાવ્યુ છે. જીવના માનભાવ – અભિમાન એ પણ મોટા દોષ છે. તેમાં મમતા ભળતાં તે દોષા વિશેષ વધે છે. જીવને કુળન', દેહનું, રૂપન, સત્તાનું, ધનનુ... – એમ અનેક પ્રકારનુ અભિમાન હોય છે. એ જ રીતે અન્ય પદાર્થા પ્રતિ આસક્તિ પણ જોવામાં આવે છે. આ અભિમાન અને મમતા જીવના દોષો છે. તેનાથી જીવનું અયાણ થાય છે, કારણ કે તેમાંથી રાગદ્વેષ જન્મતાં કર્મ બંધ ઘણા વધી પડે છે. તેથી આ દોષોના જેમ બને તેમ ત્વરાથી ક્ષય કરવાની ભલામણ શ્રીમદ્દે કરી છે. આ અભિમાન ટાળવા માટે સદ્દગુરુના તથા પ્રભુના ગુણા વિચારવા ચેાગ્ય છે. તેમના ગુણે! વિચારતાં પેાતાના અલ્પત્વનુ ભાન થાય છે અને અભિમાન ટળે છે. ખીજી બાજુ પાતાના નાનામાં નાના દોષને માટે સતત જાગ્રત રહેવાથી અભિમાન ટળે છે. આ અહંભાવ કત્યારે અને કેવા પ્રકારે મટે તે જણાવતાં શ્રીમદ્દે એક પત્રમાં લખ્યું હતું કે :~ “ તે અહભાવને જો આગળથી ઝેર જેવા પ્રતીત કર્યા હોય, તે પૂર્વાપર તેના સ’ભવ એછે. થાય. કઈક અંતરમાં ચાતુર્યાદિ ભાવે મીઠાશ સૂક્ષ્મપરિણતિએ પણ રાખી હાય, તેા તે પૂર્વાપર વિશેષતા પામે છે, પણ ઝેર જ છે, નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કાળકૂટ': ’ ઝેર છે; એમાં કાઈ રીતે સ`શય નથી અને સ`શય થાય, તે તે માનવા નથી; તે સંશયને અજ્ઞાન જ જાણવું છે; એવી તીવ્ર ખારાશ કરી મૂકી હાય તે તે અહંભાવ ઘણું કરી ખળ કરી શકતા નથી.’૨૩ 6 મમતાને ટાળવા માટે સર્વ અનિત્ય સ્વરૂપ વિચારવાની ભલામણ શ્રીમદ્દે કરી છે. અનેક પદાર્થોને આ કાળ સુધીમાં છેડવા છે, અને મમતા હેાવા છતાં તે છૂટતા જાય છે. જે તેએ પેાતાના થતા નથી તે પોતે તેના શા માટે થવું? તેમાં શા માટે મારાપણું કરવુ' ? – એવા વિચારા કરવાથી મમતા છૂટે છે. "C ૨૨. શ્રીમદ્ રાજચંદ્ર', આવૃત્તિ પ, ખંડ ૨, પૃ. ૨૪૮. ; અગાસ આવૃત્તિ આંક ૬૬૧ ૨૩. એજન, પૃ. ૨૭૬, એજન આંક ૭૧૬ Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૩૩ ૮. શ્રીમદની વિચારણા પત્રોમાં આમ શ્રીમદે જીવમાં પ્રવર્તતા સ્વછંદ, અજ્ઞાન, અભિનિવેશ, અભિમાન, મમતા આદિ દો પ્રત્યક્ષ કરાવી તે કઈ રીતે અનિષ્ટ છે તે પણ જણાવેલ છે, અને સાથે સાથે તે દો ટાળવાનો ઉપાય પણ બતાવ્યો છે. પરિગ્રહ૨૪ પરિગ્રહની મર્યાદા કરવી તે પણ કલ્યાણ માટે શ્રીમદે આવશ્યક અંગ ગણ્યું છે. પરિગ્રહની મૂછને તેઓ પાપનું મૂળ ગણાવે છે, તેથી જેને પરિગ્રહની મર્યાદા નથી હોતી, તેમને સુખ મળતું નથી. પરિગ્રહ વધારવાની તૃષ્ણામાં જે કંઈ મળેલ હોય છે તે સુખ પણ તેઓ માણી શકતા નથી, એ અપેક્ષાએ તેમને દુઃખી ગણેલ છે આથી પરિગ્રહને અવૈરાગ્યના મૂળ તરીકે શ્રીમદ્દ ઓળખાવે છે. પરિગ્રહ વધારવાની વૃત્તિવાળાનાં મન ચળવિચળ રહ્યા કરે છે, તેથી પરિગ્રહને ત્યાગ આવશ્યક છે. પરિગ્રહને સંપૂર્ણપણે ત્યાગ તો મુનીશ્વરો, જેઓ સર્વસંગપરિત્યાગી હોય છે, તેઓ જ કરી શકે છે. પણ ગૃહસ્થ પરિગ્રહની મર્યાદા તે કરી જ શકે છે. પરિગ્રહની મર્યાદા થવાથી તે ઉપરાંતની પરિગ્રહબુદ્ધિ ચાલી જાય છે. તેથી જે હોય તેમાં જીવ સુખ અને સંતોષ મેળવી શકે છે. ધર્મ સંબંધી અમુક જ્ઞાન હોય, ધર્મની દઢતા હોય, પણ પરિગ્રહની મર્યાદા થઈ ન હોય તો તે જીવ પરિગ્રહના પાસમાં ફસાઈ જાય છે. તેની વૃત્તિ મર્યાદિત થઈ શકતી નથી, અને તેથી તેને આત્મસુખ મળતું નથી. આથી આરંભ, પરિગ્રહને જેમ બને તેમ ત્યાગ કરવો જોઈએ. જેમ જેમ તેને મેહ ઘટતું જાય છે, તેમ તેમ તેમાંથી પોતાપણુનું માન ઘટે છે, અને તેમ તેમ મુમુક્ષુતા વધમાન થાય છે. આમ મુમુક્ષુતાની વર્ધમાનતા અથે સર્વ જ્ઞાનીઓ પરિગ્રહબુદ્ધિ, મમતા આદિ ઘટાડવાનો ઉપદેશ કરે છે. - સંયમના રક્ષણ માટે જે કંઈ સાધને રાખવાં પડે તે પરિગ્રહ નથી, પણ તે રાખવાની મૂર્છા થાય તો તે પરિગ્રહ છે, તેથી તે મૂછને છેડી, પરિગ્રહનો ત્યાગ કરવો તે મુમુક્ષુ જીવ માટે કલ્યાણ માટેનું ઉપન્યાગી સાધન છે. આ જ કારણે શ્રીમદ્દ પણ સર્વસંગપરિત્યાગી થવા બહુ ઉત્સુક હતા. પ્રમાદ-અપ્રમાદ૨૫ ધર્મનો અનાદર, ઉન્માદ, આળસ, કષાય એ સર્વ પ્રમાદનાં લક્ષણ છે. એટલે કે ધર્મના કાર્યમાં નિરુત્સાહ એ પ્રમાદ છે. આ પ્રમાદ સેવવાથી જીવનું અકલ્યાણ થાય છે. ૨૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, અંક: ૩૩૨, ૭૬૨, ૭૩૭ વગેરે. ૨૫. એજન, આંકઃ ૩૯૯, ૪૨૩, ૪૮૬, ૯૪૪ વગેરે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ શ્રીમદ્દન વનસિદ્ધિ શ્રી મહાવીર પ્રભુએ ગૌતમસ્વામીને તથા અન્ય સર્વ ભવ્યને વારંવાર એક પળને પણ પ્રમાદ ન કરવાનો બેધ આપ્યો છે. કારણ કે એક પળ જેટલા પ્રમાદના સેવનથી એક ભવ હારી જવા જેવું થાય છે. પ્રમાદરહિત જીવ આત્મકલ્યાણમાં પ્રવૃત્ત રહે છે, તે મોક્ષમાર્ગમાં સ્થિર થાય છે, અને તેના ફળરૂપે મોક્ષ પામે છે. આમ સર્વ જ્ઞાનીઓની દૃષ્ટિએ અપ્રમાદ એ કર્તવ્ય છે. પ્રમાદને તીર્થકરદેવ કર્મ કહે છે. અને અપ્રમાદને તેઓ આત્મસ્વરૂપ કહે છે. જ્યાં અપ્રમત્તદશા હોય ત્યાં આત્મભાવ સિવાય બીજા કોઈ પણ ભાવના અવકાશ નથી વર્તતા, તેથી તે કલ્યાણરૂપ છે. પ્રમાદના કારણથી જ ઘણી વાર ભવભ્રમણ થાય છે. અસાર અને કલેશરૂપ આરંભ – પરિગ્રહના કાર્યમાં જીવ પ્રમાદવશ થઈને રહે તે ઘણાં વર્ષોને ઉપાસે વૈરાગ્ય પણ નિષ્ફળ જાય છે. તેથી જીવે પ્રત્યેક કાર્યમાં અને પ્રત્યેક ક્ષણે જાગૃતિ રાખવી આવશ્યક છે, નહિતર મુમુક્ષુતા રહેવી કઠણ છે. જેમ સામાન્ય જીવને માટે પ્રમાદિત્યાગ કર્તવ્ય છે, તેમ જ્ઞાનીને માટે પણ તે આવશ્યક છે. પ્રમાદના સેવનથી તેને પણ ભવભ્રમણ વધી જવાને ઘણે સંભવ રહે છે. જેને માર્ગપ્રાપ્તિ થઈ છે તેવા પુરુષને પણ પ્રમાદને લીધે ભવભ્રમણ કરવું પડયું છે, તે પછી જેને માર્ગાનુસારી અવસ્થામાં પ્રવેશ પણ નથી તેવા જીવને માટે તે સર્વવ્યવસાયથી નિવૃત્તિભાવ રાખવો અને વિચાર જાગૃતિ રાખવી તે સવિશેષ આવશ્યક છે. આવા પ્રમાદનો ત્યાગ કરવાથી દુઃખને ક્ષય થાય છે. પ્રમાદિત્યાગથી અંત થવાય છે. વળી – કેવળ અંતર્મુખ થવાને પુરુષોને માર્ગ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે, પણ તે કેઈક જીવને સમજાય છે. મહત્ પુણ્યના યોગથી, વિશુદ્ધમતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સપુરુષના સમાગમથી તે ઉપાય સમજાવા ચેશ્ય છે. તે સમજાવાનો અવસર એકમાત્ર આ મનુષ્યદેહ છે, તે પણ અનિયમિત કાળના ભયથી ગૃહીત છે; ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે.” – ૨૬ આમ શ્રીમદે પ્રમાદિત્યાગનું ઘણું મહત્ત્વ બતાવ્યું છે. વ્યવહારશુદ્ધિર ૭ આગળ જોયા તેવા દોથી જીવે નિવવું જોઈએ, અને જ્યાં સુધી તે જીવ ગૃહસ્થાવાસમાં હોય ત્યાં સુધી નીતિથી જીવન જીવવું જોઈએ. એટલે કે વ્યવહારની શુદ્ધિ સાચવવી જોઈએ. જે સંસારપ્રવૃત્તિ આ લોકમાં અને પરલોકમાં સુખનું કારણ થાય તેનું નામ વ્યવહારશુદ્ધિ. આ શુદ્ધિ સાચવવા માટેના કેટલાક નિયમે શ્રીમદે વિચાર્યા હતા. ૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ ૫, ખંડ ૨, પૃ. ૩૦૩. અગાસ આવૃત્તિ. આંક ૮૬. ૨૭. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, આકઃ ૪૮, ૪૯૬, ૮૭ર વગેરે. Page #454 -------------------------------------------------------------------------- ________________ * ૩૫ ૮. શ્રીમદની તરવવિચારણ-પત્રોમાં જેને આજીવિકા પ્રાપ્ત કરવાની આવશ્યકતા ન હોય તેણે તે ધર્મમય જીવન જ ગાળવું જોઈએ, અને જેને તેવી આવશ્યકતા હોય તેણે તો અમુક નિયમેથી પોતાનું જીવન નિભાવવું જોઈએ. આજીવિકા પ્રાપ્ત કરવા માટે કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી ન મેળવવી જોઈએ. અને એ ઉપરાંત કેઈથી વિશ્વાસઘાત, કેઈની થાપણું એાળવવી, વ્યસનનું સેવવું, મિથ્યા આળ મૂકવું, ખોટા લેખ કરવા, જુલમી ભાવ કહેવા, જૂનાધિક તેલી આપવું, એકને બદલે બીજું આપવું – એમાંથી કોઈ પણ રસ્તે લક્ષમી મેળવવામાં આવે તા વ્યયહારશુદ્ધિ સચવાતી નથી. નીતિ એ તે વ્યવહારશુદ્ધિને મુખ્ય પાયે છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવામાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તે નીતિ છે. આવી નીતિ વ્યવહારશુદ્ધિ માટે આવશ્યક છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવે ત્યારે ત્યાગ અને વૈરાગ્ય સાચા સ્વરૂપમાં પ્રગટ થાય છે. દેશ કાળ આદિની દષ્ટિએ આવી નીતિ જાળવવી તે ઘણું કઠિન છે, પણ તેવી નીતિ સાચવે તે તેને માટે કલ્યાણ સુલભ છે. જેને પુરુષને નિશ્ચય થયો છે, તે એવી નીતિ ન પાળે તે પછી તે પુરુષની વચના જ કરે છે એમ કહેવાય, એથી એવી વ્યવહારશુદ્ધિ સાચવવાને શ્રીમદને ઉપદેશ છે. ગમે તેવી કઠણાઈ હેય પણ નીતિ, વ્યવહારશુદ્ધિનો ત્યાગ ન થવું જોઈએ, તે હોય તે જ સત્સંગનું સાચું ફળ મળે છે. આત્મા૨૮ જેને પામવા માટે અસંખ્ય શાસ્ત્રો અને અનેક ધર્મો રચાયાં છે, તે આત્મા જલદી ન પામી શકાય તેવું તત્ત્વ છે. જગતમાં પ્રવર્તતાં બે મુખ્ય તત્ત્વમાં આત્મા – જીવ અને જડ-– પુદગલ છે. આ આત્મા કેણ છે, કેવા છે, ક્યાંથી થયો, તેનું સ્વરૂપ શું? તે વગેરે જાણવા માટે અનેક જ્ઞાનીઓએ પ્રબળ પુરુષાર્થ કર્યો છે. અને પોતાને આત્મા સમજાયા પછી તે જગતના જીને જણાવવા તથા તેઓનું કલ્યાણ કરવા અસંખ્ય શાસ્ત્રો રચ્યાં છે, છતાં સર્વ આત્માને પામી શક્યા નથી એ જ મહાખેદની વાત છે. સર્વ જ્ઞાનીઓને જણાવવા પ્રમાણે આત્મા શુદ્ધ, બુદ્ધ, ચિત ઘન, સ્વયંપ્રકાશિત, અનંતસુખના ભક્તા, અરૂપી, નિરંજન, નિરાકાર વગેરે ગુણવાળે છે. આ બધા ગુણો તના શુદ્ધ સ્વરૂપમાં પ્રગટે છે, પણ આમાં ક્યારે કર્મમલથી લેપાયેલા હોય છે. ત્યારે તેના તે ગુણે દબાયેલા હોય છે. તેમ છતાં તેનાં બે લક્ષણ તે ગમે તે પરિસ્થિતિમાં જણાયા વિના રહેતાં નથી; તે લક્ષણે છે. તેનું ચેતનવ અને ઉપગ. જીવમાં ચેતનશક્તિ છે તથી તે સર્વ પદાર્થોને જ્ઞાતા – જાણનાર અને દ્રષ્ટા – જોનાર પણ છે. અનાદિકાળથી તે કર્મમાં બંધાયેલ છે. તેથી તેના અનંત વિર્ય, અનંત સુખ, રાગદ્વેષરહિતપણું વગેરે ગુણે જાણમાં આવ્યા નથી. વળી, તે અરૂપી લેવાથી જોઈ શકાતે નથી, એટલે તેને જ્ઞાનીઓ “નેતિ નેતિ” થી ઓળખાવે છે. આ નહિ, આ નહિ, એમ સર્વ નાશવંત વસ્તુને બાદ કરતાં કરતાં જે અવ્યાબાધ સવરૂપ રહે તે આત્મા છે. ૨૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, આંકઃ ૧૩૦, ૪૫, ૪૩૨, ૫૩૦, ૫૦૦ વગેરે. Page #455 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ આ અવ્યાબાધ સ્વરૂપવાળા આત્મા નિત્ય છે. જગતના સર્વ પદાર્થો અનિત્ય છે, પણ આત્મા અવિનાશી છે. તે અનંતજ્ઞાનના ધણી હાવા છતાં જ્ઞાનાવરણીય આદિ કર્મના બંધને લીધે તેનું જ્ઞાન અવરાયેલુ પડ્યું છે; અને તેથી તે પેાતાનું સ્વરૂપ પામી શકતા નથી. ૪૩; પેાતાનું સ્વરૂપ પામવા માટે જ્ઞાનીએએ આત્મા છે, તે નિત્ય છે, તે કર્તા છે એ આદિ છ પદની અનન્ય શ્રદ્ધા આવશ્યક ગણી છે. કથી લેપાયેલા આત્માનું શુદ્ધ સ્વરૂપ મેક્ષપદ છે. તે પદ મેળવવાના ઉપાય પણ છે, તેની શ્રદ્ધા થયા વિના તે મેાક્ષપદ પામી શકાતું નથી. આત્માનું સાચુ' સ્વરૂપ સમજાવવા તથા તેનુ શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરાવવા માટે જ જ્ઞાનીઓએ આખા જગતના પદાર્થાની વિચારણા કરી છે, અને તેમાં કનુ કાર્ય, નવ તત્ત્વ, છ દ્રવ્ય, જીવના દોષ, આત્માનું શુદ્ધ સ્વરૂપ, તેનુ' વર્તમાન સ્વરૂપ, સંસારનુ સ્વરૂપ, જ્ઞાનના પાંચ પ્રકાર વગેરે વિષયેાનું વિસ્તારથી નિરૂપણ કર્યુ છે. જેએ આત્માને પામ્યા છે તે અનંતસુખના ધણી થયા છે. આ આત્માની સમજણુ પામવા માટે, જેઓ આત્માને પામ્યાં છે તેવા જ્ઞાની પુરુષોના આશ્રય બહુ જ મહત્ત્વના ગણાવ્યા છે. તે જ્ઞાની પુરુષ કેવા હાય, તેનાં કેવાં લક્ષણા હોય, તેની કેવી વર્તના હાય, તેમના કેવા ઉપદેશ હાય, તેમની ભક્તિ કરવાથી શું ફળ મળે, અવજ્ઞા કરવાથી શુ ફળ મળે વગેરે વિશે શ્રીમદ્દે ઘણી જગ્યાએ લખ્યું છે. તેમના એ પત્રામાં પ્રધાનસૂર આત્માના છે. અને સર્વ જ્ઞાનીની જેમ તેમણે પણ બાકીનાં સર્વ તત્ત્વા તેના અનુસ’ધાનમાં સમજાવ્યાં છે. આત્માને પામવાના આધ શ્રીમદ્દે કર્યાં છે. જે માગે આત્મા પમાય તે માર્ગે જવાના એધ છે. તે માર્ગ પામવાનાં સાધના, લક્ષણા વગેરે પણ તેમણે બતાવેલ છે. આત્માની કર્મ રહિત સ્થિતિને તેમણે આવકારી છે. એ માટે તેમણે વિવિધ દૃષ્ટિબિંદુથી આત્મા વિશે વિચાર કર્યા છે. અનંતાનુબંધી ઉદયવાળા, અભવ્ય, આત્માથી, એકેન્દ્રિયથી પચેન્દ્રિય, ક્રિયાજડ, ક્ષાયિક સમકિતી, દુર્ભાગ્ય, દેહધારી, દેહરહિત, ભવ્ય, માર્ગાનુસારી, મુમુક્ષુ, વર્તમાન, વિચારમાન, સ’સારી, સિદ્ધ વગેરે સ્થિતિ ભાગવતા આત્માને વિશે તેમણે જુદા જુદા પત્રોમાં પેાતાના અભિપ્રાય જણાવ્યા છે. આત્મા એક કે અનેક ? અવિનાશી, ચૈતન્યસ્વરૂપ, શુદ્ધ, બુદ્ધ, જ્ઞાતાદ્રષ્ટા એવા આત્મા જગતમાં એક છે કે અનેક તે વિશે શ્રીમદ્ વિચારણા કરી છે. વેદાંતાદિ દર્શના એક પરમાત્માના સર્વ અંશ માની, આત્માને એક જ માને છે. પણ શ્રીમદ્ જૈન દર્શન અનુસાર આત્માને અનેક માન છે. જૈનદર્શન અનેકાંતિક છે, તેથી તેમાં જુદી જુદી અપેક્ષાથી આત્માને એક અનેક માનેલા છે, જે શ્રીમને પણ માન્ય છે. શક્તિ, ચેતનત્વ, જ્ઞાન વગેરેની દૃષ્ટિએ સર્વ આત્મા સરખા છે, તે અપેક્ષાએ આત્મા એક છે, પણ સખ્યાની દૃષ્ટિએ પ્રત્યેક આત્મા ભિન્ન ભિન્ન માની અનત આત્મા કહેલ છે. તે સર્વ કર્મથી લેપાયેલા છે, અને જ્યારે શુદ્ધ થશે ત્યારે તેની સંખ્યા તે જ રહેવા છતાં શક્તિની અપેક્ષાથી, અન્ય અપેક્ષાથી તે સમાન થશે. Page #456 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રીમની તત્ત્વવિચારણા – પત્રોમાં ધ૨૯ જગતમાં અધાતિમાં પડતા જીવને ધારી રાખનાર, ટકાવી રાખનાર તત્ત્વ તે ધર્મ છે: શ્રીમદ્ ધર્મને આવા વિશાળ અર્થમાં સમજતા હતા. જે પરમ શાંતિ આપે તે ધર્મ, એવુ... પ્રતિપાદન કરતાં શ્રીમદ્દે શ્રી જૂડાભાઈને લખ્યું હતું કે : --- “ પરમશાંતિપદને ઇચ્છિયે એ જ આપણા સર્વસમ્મત ધર્મ છે, અને એ જ ઈચ્છામાં ને ઇચ્છામાં તે મળી જશે. ૩૦ ૪૩૭ આમ જે, આત્માને પરમ શાંતિ આપે, તેને અધાતિમાં પડતા બચાવી લે, સંસારના ક્ષય કરવામાં સહાય કરે, પરમ વૈરાગ્ય આપે વગેરે આધ્યાત્મિક સહાય આપે તે ધર્મ, એમ શ્રીમદ્ ઘણી જગ્યાએ સમજાવ્યુ` છે. જગતમાં જાતજાતના ધર્મ પ્રવર્તે છે, તેમાં સાચા ધ કયા ? તે કઈ રીતે જાણવુ ? તે જાણવાની રીત બતાવતાં શ્રીમદ્દે કહ્યું છે કે, જે ધર્મથી વૈરાગ્ય આવે, સંસાર ક્ષીણ થાય અને આત્માને પરમ શાંતિ મળે તે સાચા ધર્મો, તેનાથી ક્રોધ, માન, માયા લાભાદિ કષાયાના પણ નાશ થવા જોઈએ. શ્રીમદ્ પાતાની આ કસાટીથી ઘણા ધર્મો તપાસ્યા હતા, અને તેમને અનેક રીતે ચકાસી જોતાં જૈનધર્મની ઉત્તમતા જણાઈ હતી. જનના સેવનથી, તીથ કરની આજ્ઞાએ ચાલવાથી આત્મ પમાય છે, સ`સારક્ષય થાય છે, તેવી તેમને ખાતરી થઈ હતી. અને તેથી તેમનું વલણ તે ધર્મ પ્રતિ વિશેષ જોવામાં આવે છે; તેની ઉત્તમતા બતાવતાં ઘણાં વચના પણ તેમના પત્રોમાં જોવામાં આવે છે. આમ છતાં અન્ય ધર્મ પ્રતિ તેમને દ્વેષ નહાતા. તેઓ પ્રત્યેક ધર્મમાંથી સાચાં તત્ત્વા લેવા સદાય તત્પર રહેતા હતા. વેદાંત, બૌદ્ધ, સાંખ્ય, વૈષ્ણવ સંપ્રદાય વગેરેમાંથી જે જે તત્ત્વા યાગ્ય લાગ્યાં હતાં તે સર્વા તેમણે સ્વીકાર કર્યા હતા. મેાક્ષ પામવા માટે જૈન દર્શનનું સેવન એક ઉત્તમ સાધન છે, તેમ તે વારવાર જણાવે છે. પણ તે સિવાય મેક્ષ જ ન થઈ શકે તેવુ' એકાંતિક વલગુ તેમનું ન હતું. તેએ સ ધર્મ પ્રતિ સમાન ષ્ટિ રાખવાવાળા હતા. જે ધમ થી આત્મા પમાય તે જ શ્રેષ્ઠ ધર્મ અને તે જ સ્વીકારવા તેવા તેમના અભિપ્રાય હતા. ધર્મમાં દંખાતાં અનેક મતમતાંતરાથી દૂર રહેવાના બાધ તેમણે મુમુક્ષુઓને કર્યા છે, એ મતમતાંતરોમાં ગૂ ́ચવાયા સિવાય આત્માનું કલ્યાણ કઈ રીતે થાય તે જ વિચારવાના અનુરાધ તેમણે સદાય કર્યાં હોય તેમ તેમના પત્રો જોતાં જણાય છે. કચારેય મતભેદ વધારવા પ્રતિ તેમનું વલણ જોવામાં આવતુ નથી. તેમનું વલણ તો આ મતભેદો મટી સર્વ જીવા કઈ રીતે કલ્યાણના માર્ગ પર આવે તે તરફ જ જોવામાં આવે છે. દાખલા તરીકે “ ગમે તે વાર્ટ અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હાય, ત્યાં પછી મતાંતરની કઈ અપેક્ષા શેાધવી ચેાગ્ય નથી. આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય, તે અનુપ્રેક્ષા, તે દાન કે તે જ્ઞાન સર્વોપરી છે, ’ ૩૧ 66 22. શ્રીમદ્ રાજચંદ્ર ’, અગાસ આવૃત્તિ ૧, આંક : ૩૭, ૯૭, ૨૬૬, ૪૦૩, ૪૮૬, ૫૩૦ વગેરે. ૩૦, એજત, પૃ. ૭૦, આંક ૩૭. ૩૧, એજન, ૪, ૧૯૩, આંક : ૭૧. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ શ્રીમદ્દની જીવનસિદ્ધિ આમ જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે તે પ્રકાર સધના છે. અને જેનાથી આત્મા અન્યભાવ પામે તે ધર્મના પ્રકાર નથી. તેથી જેએ ધર્મ પામ્યા છે, તેમની પાસેથી જ સાથેા ધર્મ પામવા જોઈ એ. કલાણુ૩૨ જે વડે સંસારથી મુક્તિ થાય, આત્મ પમાય અર્થાત્ આત્માનાં દુઃખેા જાય તેને શ્રીમદ્ કલ્યાણુ તરીકે ઓળખાવે છે. ભૌતિક સુખા કે વૈભવની પ્રાપ્તિને તેએ કલ્યાણુ કહેતા નથી. જુદી જુદી જગ્યાએ નાના નાના ફકરાએમાં શ્રીમદ્ આ કલ્યાણના માર્ગ બતાવ્યા છે. આ બધાં લખાણેામાં શબ્દો જુદા જુદા છે, પણ ભાવાર્થ તા એક જ છે કે જ્ઞાનીની આજ્ઞાએ, સર્વસમર્પણભાવથી જી' વર્તે તે તેનું આત્મકલ્યાણ થાય. અન્ય કાઈ પણ ઇચ્છાથી નહિ પણ આત્માનું કલ્યાણ કરવાની ઈચ્છાથી જ જે જ્ઞાનીપુરુષની આજ્ઞા પાળવામાં આવે તા તે કલ્યાણ થવા માટેનું બળવાન નિમિત્ત છે. તેમાં જીવને સત્પુરુષની પ્રતીત આવવી જોઈ એ. સાથે વૈરાગ્ય, શમ, વિવેક આદિ ગુણા પણ આવવા જોઈ એ. તે બધાની આત્માથે સાધન કરવામાં ન આવે તેા તે સંસારા થઈ જાય છે, અને તેનું ફળ સૌંસારનું મળે છે. એવી જાતની સાધના તેા પૂર્વે અનેક વાર કરી છે, પણ તેથી જીવનું કલ્યાણ થયું નથી, માટે આત્માનું કલ્યાણ થાય તે હેતુએ એ સર્વ ગુણ્ણા વિકાસવવા ચાગ્ય છે. અને એ માટે જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાના સર્વોત્તમ ઉપાય બતાવતાં શ્રીમદ્દે લખ્યુ છે કેઃ “જ્ઞાનીને આળખે!; આળખી એએની આજ્ઞા આરાધા. જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ છે.’૩૩ આરંભ, પરિગ્રહ, અસત્સંગ એ આદિ કારણેા જીવનું કલ્યાણુ થવામાં આડે આવતા · બળવાન પ્રતિબંધ છે, તેથી તેનાથી છૂટવાના, અને જેમ બને તેમ અપપરિચય રાખવાને ખાધ શ્રીમદ્રે કર્યા છે. શ્રીમદું લખ્યું છે કેઃ~~~ “જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્ન બુદ્ધિ થાય, એ કલ્યાણ વિશેના મેાટા નિશ્ચય છે, એવા સર્વ મહાત્મા પુરુષેના અભિપ્રાય જણાય છે. ૩૪ આમ કલ્યાણ કરવા માટે જ્ઞાની પુરુષની આજ્ઞાએ પ્રવર્તન કરવું એ સર્વ જ્ઞાનીઓને મતે સચોટ ઉપાય છે. ત્યાગ – સસ ગરિત્યાગપ શ્રીમદ્દે ત્યાગના અર્થ સમજાવતાં એક પત્રમાં કહ્યું છે કેઃ— ૩૨. શ્રીમદ્ રાજચં: ”, અગાસ આવૃત્તિ ૧, આંક : ૪૩૦, ૪૪૪, ૪.૬, ૯૧૩ વગેરે, ૩૩. “ શ્રીમદ્ રાજચંદ્ર આવૃત્તિ પ, ખંડ ૧, પૃ. ૬૪, ૩૪. “ શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૮૪. ૩૫. એજત, આંક : ૭૧, ૫૬૯, ૬૫૭, ૬૬૩થી ૬૬પ વગેરે, Page #458 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રીમની તત્વવિચારણા - પત્રોમાં ૪૩૯ “આત્મપરિણામથી જેટલે અન્ય પદાર્થોને તાદામ્ય – અધ્યાસ નિવૃત્તવો તેને શ્રી જિન “ત્યાગ” કહે છે.”૩ ૬ સંસારમાં રહીને સંસારનો ક્ષય થઈ શકતો નથી, તેનો ત્યાગ એ મહત્વનો છે. સર્વ શાસ્ત્રોના બંધનું, ક્રિયાનું, જ્ઞાનનું, ભક્તિનું અને યોગનું પ્રયોજન સ્વરૂપ પ્રાપ્તિ માટે છે, એટલે કે સંસારને ક્ષય કરવા માટે છે. પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે સર્વસંગપરિત્યાગની આવશ્યક્તા છે. પાણી સ્વભાવે શીતળ છે, છતાં તેને અગ્નિ પર કઈ વાસણમાં નાખી તપાવવાથી તેણે ઉષ્ણ થવું પડે છે, તેમ ગૃહવાસમાં રહેનારને પણ સંસારની મોહિનીથી થતા ઉષ્ણપણથી છૂટવા મુનિત્વ ગ્રહણ કરવું આવશ્યક છે. મહાવીરસ્વામી, જેઓ ગૃહવાસમાં અભાગી જેવા હતા, નિઃસ્પૃહ હતા અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, તેઓ પણ સર્વમાં અસારપણું જાણીને ત્યાગી બન્યા હતા. આમ સંસારને ક્ષય કરવા માટે તેનો ત્યાગ તે મહત્તવને છે. આમ સર્વસંગત્યાગનું ઘણું મહત્તવ જ્ઞાની પુરુષોએ બતાવ્યું છે. આ ત્યાગ તે આત્માના કલ્યાણને અર્થે કરવાનો છે અને તે જ્ઞાનનું ફળ છે. જેને આત્મજ્ઞાન થાય છે તેની વૃત્તિ સંસારત્યાગ તરફ જાય છે, કારણ કે તેને પર, એવા સંસારમાં મારાપણું રહ્યું નથી. તે ત્યાગની શરૂઆત “આરંભ-પરિગ્રહ”ના ત્યાગથી થાય છે. અને આરંભ-પરિગ્રહને ત્યાગ સતશાસ્ત્રના પરિચયથી થાય છે. શુભેરછા, વિચાર વિચાર, જ્ઞાન એ આદિ સવ ભૂમિકાને વિશે સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી છે, એમ જ્ઞાની પુરુષોએ અણગારવ નિરૂપણ કર્યું છે. જો કે પરમાર્થથી સર્વસંગપરિત્યાગ તે યથાર્થ બોધ ઉત્પન્ન થાય ત્યારે જ આવે છે, એ જાણવા છતાં સત્સંગમાં રહેવાથી યથાર્થ બોધ ઉત્પન્ન થવાનો યોગ બાદાથી સર્વસંગપરિત્યાગ હોય તે વહેલે આવે છે, એમ જાણ જ્ઞાનીઓએ બાહ્યથી પણ ત્યાગનું મહત્વ બતાવ્યું છે. જીવ નિવૃત્તિના સમયમાં સત્સંગ, સદ્દગુરુ, સદુધમની યથાયોગ્ય ઉપાસના કરી તે યથાર્થ બોધ જલદી પામી શકે છે, જેમ થવું સંસારમાં દુર્લભ છે. આમ આત્મજ્ઞાન હોય કે ન હોય, મુક્ત થવાની ઈચ્છાથી સર્વસંગપરિત્યાગ ઉપાસવામાં આવે તે કલ્યાણ થાય છે, એમ શ્રીમદે જણાવ્યું છે. સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળવાથી પણ જીવ ઉપાધિરહિત થતું નથી, કેમ કે જ્યાં સુધી અંતર્પરિણામ પર દષ્ટિ ન થાય, અને તળારૂપ માગે ન પ્રવર્તાય ત્યાં સુધી તે ત્યાગ નામ માત્ર છે. તેવા અવસરે પણ અંતર્દષ્ટિ આવવી કઠણ છે, તે પછી ગૃહસ્થાવસ્થામાં રહેનાર જીવને અંતર્દષ્ટિ થવી વિશેષ કઠિન હોય તેમાં શી નવાઈ? તેમ છતાં ગૃહસ્થવેશમાં આત્મજ્ઞાન ન થાય કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય તેવો નિયમ નથી. પણ ત્યાગને તે સર્વજ્ઞાનીઓએ વખાણેલ છે, તે વિશે શ્રીમદે લખ્યું છે કે – * જ્ઞાનીને પણ ત્યાગ વ્યવહારની ભલામણ પરમપુરુષએ કરી છે. કેમ કે ત્યાગ એશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે...... સ્વસ્વરૂપને વિશે સ્થિતિ તેને પરમાર્થસંયમ કહ્યો છે. ૩૬. “શ્રીમદ રાજચંદ્ર ”, આવૃત્તિ , ખંડ ૨, ૩. ૨૩૪. અગાસ આવૃત્તિ. આંક ૫૬. Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ શ્રીમદની જીવનસિદ્ધિ તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તના ગ્રહણને વ્યવહાર સંયમ કહ્યો છે. કોઈ જ્ઞાની પુરુષએ તે સંયમને પણ નિષેધ કર્યો નથી.”૩૭ આથી જ શ્રીમદે સર્વસંગપરિત્યાગની મહેચ્છા ઘણી નાની વયથી સેવી હતી. તેઓ અંતરથી એક પછી એક વસ્તુનો ત્યાગ કરતા ગયા હતા, પણ બાહ્યથી સર્વસંગપરિત્યાગ છેવટ સુધી કરી શક્યા ન હતા, તે જ તેની કઠિનતા બતાવે છે. તપશ્ચર્યા૩૮ બાંધેલા કર્મસમૂહને બાળવા માટે તપ એ ઉત્તમ સાધન છે. તપના બે પ્રકાર છે : બાહ્ય તપ અને આત્યંતર તપ, અનશન, ઉદરી, રસપરિત્યાગ, વૃત્તિસંક્ષેપ, કાયલેશ અને સંલીનતા એ છ પ્રકારનાં બાહ્ય તપ છે. અને પ્રાયશ્ચિત્ત, વિનય, શાસ્ત્રપઠન, ધ્યાન, વૈયાવચ્ચ, અને કાર્યોત્સર્ગ એ છ પ્રકારનાં આત્યંતર તપ છે. મુમુક્ષુએ આ સર્વ પ્રકારથી તપ કરીને કર્મ સમૂહને બાળવા પડે છે. અને તે દ્વારા જ સ્વરૂપ પમાય છે. સર્વસમર્પણભાવથી ભગવાનને સેવવામાં આવે તે સ્વરૂપ પ્રાપ્તિ જલદી થાય છે. તપ વિશે શ્રીમદે એક પત્રમાં લખ્યું છે કે – ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે. તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સલૂના ચરણમાં રહેવું એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે અને શું કરવું અગ્ય છે તે સમજાય છે – સમજાતું જાય છે. એ લક્ષ અચળ થયા વિના જપ, તપ, ધ્યાન કે * દાન કેઈની યથાયોગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી ધ્યાનાદિક નહિ જેવા કામના છે.”૩૯ આમ શ્રીમદની દષ્ટિએ તપ અગત્યનું છે, પણ તે સર્વ આત્માથે થવાં જોઈએ. જે તેમાં ભૌતિક સુખની લાલસા કે અન્ય કોઈ ભાવ હોય તે તેનું કંઈ મહત્વ નથી. આ જ કારણે શ્રીમદ્દે તેમના પત્રમાં બાહ્ય તપ કરતાં આવ્યંતર તપ, અને તે કરતાં પણ સાચી સમજણ વિશે ખૂબ ભાર મૂક્યો છે. ઈદ્રિયજય૩૯ જીવનું કલ્યાણ થવા માટે મહાદિને ત્યાગ થવો જરૂરી છે. અને મનને કાબૂમાં લેવું પણ એટલું જ આવશ્યક છે. પાંચે ઇંદ્રિયમાં લાલુપતા થવાથી જીવ પ્રમાદમાં અટકી પડે છે, તેથી તેના જયને શ્રીમદે આવશ્યક માનેલ છે. ૩૭. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૯૦. ૩૮. એજન, પત્રાંક: ૭૧, ૨૯૯ વગેરે. ૩૯. “ શ્રી રાજચંદ્રનાં વિચારને ”, ૫, ૪૯. ૩૯. “શ્રીમદ રાજચંદ્ર” અગાસ આ. ૧, અંક: ૧૬૬, ૫૦૬, ૭૦૬ વગેરે. Page #460 -------------------------------------------------------------------------- ________________ ૯. શ્રીમદ્દની તત્ત્વવિચારણા-પત્રોમાં *૧ કેાઈ એમ વિચારે કે વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભાગવ્યા પછી નિવૃત્તિ લેવી, પણ તેમ થવું કઠણ છે, કારણ કે જ્ઞાનદશા વિના વિષયનું નિળપણું સંભવે નહિ. વિષયથી તા કબ`ધ થાય છે, એટલે જેને જ્ઞાન છે તેવા પુરુષા પણ પહેલાં વિષય ભાગન્યા પછી વિરક્ત થવું એમ વિચારતા નથી; તે તેમ વિચારે તે તેમને પણ આવરણ આવે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હાય અને તેમાંથી છૂટી શકાય તેવું ન હેાય, તેા જ જ્ઞાની પુરુષા ભાગપ્રવૃત્તિ કરે છે, અને તેમ કરવામાં તેમને સતત પશ્ચાત્તાપ તે વતા જ હોય છે. સામાન્ય જનને તે વિષય આરાધવા જતાં ઘણું કરી વિશેષ બંધ થાય છે. કારણ કે જ્ઞાનીપુરુષા પણ તે પ્રસંગેા માંડ માંડ જીતી શકથા છે, તેા જેને માત્ર પ્રાથમિક દશા હાય તેને માટે વિષય ભાગવતાં ઇન્દ્રિયજય કરવા શકય નથી. આથી દરેક જીવે પાંચે ઇંદ્રિયના વિષયમાં જાગ્રત રહેવું આવશ્યક છે. વૃત્તિએની પ્રબળતા એવી હોય છે કે તે દરેક પ્રકારે જીવને છેતરે છે. જ્ઞાની જીવને કહે કે “આ પદાર્થનો ત્યાગ કરો ” ત્યારે તેને વૃત્તિ ભુલાવે છે કે “હું બે દિવસ પછી ત્યાગીશ ”, અને એ બે દિવસ લંબાતા જ જાય છે; વૃત્તિ જીતે છે. આમ જીવને શિથિલ કરનાર વૃત્તિએ જ છે. તેથી જે કંઈ ત્યાગવામાં આવે તેમાં શિથિલતા ન આવે તેના ખાસ ખ્યાલ રાખવા જોઈ એ. ત્યાગ કરતી વખતે એવી સગવડતા રહેવા ન દેવી કે જ્યારે તેના જે અથ કરવા હાય તે થઈ શકે. પાંચ ઇન્દ્રિયાને વશ કરવા માટે વસ્તુઓની અનિત્યતા વિચારવી, તેમાંથી મળતાં સુખ પાછળ દુઃખ છે તે વિચારવું, આમ વસ્તુઓ માટે તુચ્છભાવ લાવવાથી દિયે વશ થાય છે. બાહ્ય છિદ્રા વશ થાય તો સત્પુરુષના આશ્રયથી તે અંતરલક્ષી થઈ શકે છે. બાહ્ય ઇન્દ્રિયા વશ થયા પછી જો સત્પુરુષના આશ્રય ન રહેતા તેને લૌકિકભાવમાં જવાના સંભવ રહે છે. એથી ઇન્દ્રિયજય આવશ્યક છે, પણ તે સત્પુરુષના આશ્રયે રહીને. વૈરાગ૪૦ સંસારનું સ્વરૂપ વિચારવામાં આવે, તેમાં રહેલાં ભય અને દુઃખ વિચારવામાં આવે તા જીવને તેનાથી નિવૃત્ત થવાના વિચાર આવ્યા વિના ન રહે. જીવને સ*સારથી છૂટવાની થયેલી પ્રાથમિક ઇચ્છા તે વૈરાગ. સંસારનું સ્વરૂપ વિચારવાથી જેમ વૈરાગ્ય આવે છે તેમ સત્શાસ્ત્ર, સદ્ધર્મ, સદ્ગુરુના સેવનથી વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. અને આ વૈરાગ્ય સત્પુરુષના સાનિધ્યમાં વિશેષ બળવાન થાય છે. તે વૈરાગ્ય વર્તતા હોય તે ભાગાદિમાં અનાસક્તિ આવે છે, તૃષ્ણા ઘટે છે અને તે દ્વારા જીવનું કલ્યાણ થાય છે. આરંભ અને પરિગ્રહ એ અવૈરાગ્યનાં મૂળ છે, તેના ત્યાગ કરવાના ઉપદેશ જ્ઞાનીઓએ આપ્યા છે. વર્ષો સુધી વૈરાગ્ય કેળવ્યા પછી પણ જે ૪૦. ૮ શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, આંક : ૫૦૬, ૫૬૯ વગેરે. ૫૬ Page #461 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ અજાગૃતિ રાખવામાં આવે તે મેહનીય કર્મ ઉદયમાં આવી વૈરાગ્યને નિષ્ફળ કરે છે. આથી તેને સાચવવા માટે સતત જાગૃતિની આવશ્યકતા છે. વૈરાગ્ય ત્યાગને લાવે છે. અસગતા ૪૧ આત્માને કેઈના પણ સંગની ઈચ્છા ન રહે તે અસંગદશા. સંપૂર્ણ અસંગદશા તે કેવળજ્ઞાન થયા પછી આવે છે, પણ તેને પરિચય, બાહથી તેમજ અંતરથી, વધારતા જ તે આત્માનું કલ્યાણ કરવાને એક મહત્ત્વને ઉપાય છે. જેમ જેમ અસંગતા વધે તેમ તેમ સંસારક્ષય થાય છે. આ અસંગતા વધારવા માટે જગતના અન્ય પદાર્થોની સ્પૃહા ઘટાડવી, સલ્ફાસ્ત્રાદિ સલ્કતને પરિચય કરવો, જ્ઞાનીના આશ્રયે રહી તેમની આજ્ઞાએ ચાલવું વગેરે ઉપાય શ્રીમદે બતાવ્યા છે. અસંગતા આવતાં આત્મભાવની વૃદ્ધિ થાય છે. અને આત્મા સંપૂર્ણ શુદ્ધ થતાં પૂર્ણ અસંગતા આવે છે. ધ્યાન૪૨ ધ્યાનના ચાર પ્રકાર છેઃ આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. તેમાંથી શ્રીમદે આર્ત અને રીદ્ર એ બે ધ્યાનને તે સર્વથા ત્યાગવાને જ ઉપદેશ કર્યો છે, કેમ કે તેનાથી કર્મબંધ વિશેષ થાય છે. શુક્લધ્યાન તો બહુ ઉચ્ચ શ્રેણીમાં આવે છે. તેથી આ કાળમાં શુક્લધ્યાનની મુખ્યતાને અનુભવ ભારતમાં તેમણે અસંભવિત ગયા છે. અને મોક્ષમાર્ગને ઘેરી રસ્તો ધર્મધ્યાનથી મળે છે તેની વિચારણા તેમણે કરેલી જણાય છે. ચોથે ગુણરથાને આવેલો પુરુષ પાત્રતા પામ્ય કહેવાય છે, ત્યાં ધર્મધ્યાનની ગૌણતા છે. પાંચમે ગુણસ્થાને મધ્યમ ગૌણુતા છે. છઠું મુખ્યત્વે પણ મધ્યમ છે. સાતમે મુખ્યતા છે. આ દયાન કેવી રીતે કરવું તે વિશે માર્ગદર્શન આપતાં શ્રીમદે લખ્યું હતું કે – જે પદ્માસન વાળીને કિવા સ્થિર આસનથી બેસી શકાતું હોય, સૂઈ શકાતું હોય તે પણ ચાલે, પણ સ્થિરતા જોઈએ, ચળવિચળ દેહ ન થતો હોય તો આંખો વીચી જઈ નાભિના ભાગ પર દૃષ્ટિ પહોંચાડી, પછી છાતીના મધ્યભાગમાં આણી, કપાળના મધ્યભાગમાં તે દૃષ્ટિ ઠેઠ લાવી, સર્વ જગત શૂન્ય ભાસરૂપ ચિંતવી, પોતાના દેહમાં સર્વ સ્થળે એક તેજ વ્યાખ્યું છે એવો ભાસ લઈ જે રૂપે પાર્શ્વનાથાદિક અહંતની પ્રતિમા સ્થિર ધવળ દેખાય છે, તે ખ્યાલ છાતીના મધ્યભાગમાં કરે. તેટલામાંથી કંઈ થઈ ન શકતું હોય તે...સવારના ચાર વાગે કે પાંચ વાગે જાગૃતિ પામી, સોડ તાણે એકાગ્રતા ચિંતવવી, અહંતુ સ્વરૂપનું ચિંતવન બને તે ૪૧. “શ્રીમદ્ રાજચંદ્ર અગાસ આવૃત્તિ ૧, આંકઃ ૨૦૧, ૪૩૦, ૫૮૫ વગેરે. ૪૨. એજન, આંકઃ ૫૯, ૬૨. ૪૧૬ વગેરે. Page #462 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રીમદની તત્વવિચારણા - પત્રોમાં કરવું. નહિ તો કંઈ પણ નહિ ચિતવતાં સમાધિ કે બધિ એ શબ્દો જ ચિંતવવા ઓછામાં ઓછી બાર પળ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂત સ્થિતિ રાખવી.”૪૩ અહી જણાવ્યા પ્રમાણે ધ્યાન કરવાથી પરમ કલ્યાણ થાય છે તેમ શ્રીમદે કહ્યું છે. પણ સત્સંગ વિનાનું ધ્યાન તરંગરૂપ થઈ જાય છે, તેથી સત્સંગ તે ચાલુ હોવો જ જોઈએ. આ ઉપરાંત ધ્યાન કરવાનો લગભગ અહીં જણાવ્યા પ્રમાણેનો બીજો ઉપાય પણ તમણે કેઈન જણાવેલ છે. તેમાં પણ ભગવાનના દિવ્ય સ્વરૂપની ચિંતવના કરવાનો ઉપદેશ કર્યો છે. જ્ઞાનીની આજ્ઞાએ ધ્યાન કરવાથી આત્મપ્રદેશની સ્થિરતા થાય છે, અને પરિણામ પણ સ્થિર થાય છે. “લક્ષણથી, ગુણથી અને વેદનથી જેણે આત્મસ્વરૂપ જાયું નથી એવા મુમુક્ષુને જ્ઞાની પુરુષે બતાવેલું જો આ જ્ઞાન હોય તો તેને અનુક્રમે લક્ષણદિના બંધ સુગમપણે થાય છે. વળી, ધ્યાનથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે અને જ્ઞાન થાય છે. ધ્યાનના આવા વિવિધ લાભ તથા તે કરવાની રીત શ્રીમદ મુમુક્ષુઓને પત્ર દ્વારા જણાવ્યાં હતાં. સબુત – સશાસ્ત્ર૪૮ સંપૂર્ણ નિર્વિકલ જ્ઞાન ઉત્પન્ન થવા માટે છેવટ સુધી શ્રુતજ્ઞાનનું અવલંબન આવશ્યક છે. પ્રથમથી તેને કોઈ જીવ ત્યાગ કરે તો તે કેવળજ્ઞાન પામે નહિ. કેવળજ્ઞાન સુધી દશા પામવાને હેતુ શ્રુતજ્ઞાનથી થાય છે. જે મૃતથી અસંગતા ઉલ્લસે તે શ્રતને પરિચય કર્તવ્ય છે, કારણ કે જેમણે જગતના સુખની સ્પૃહા છેડી જ્ઞાનીના માર્ગનો આશ્રય ગ્રહણ કર્યો છે, તે અવશ્ય તે અસંગ ઉપયોગને પામે છે. આ અસંગ ઉપગ તે નિર્વિકલ્પ દશા મેળવવાનું મુખ્ય સાધન છે. આથી ઉત્કૃષ્ટ ભૂમિકા સુધી, બારમાં ગુણસ્થાન સુધી, શ્રુતજ્ઞાનનું અવલંબન લેવાનું જ્ઞાની પુરુએ જણાવ્યું છે. અને જેઓ તેના અવલંબનથી આગળ વધે છે, તેમને તે ઉત્કૃષ્ટ ભૂમિકા પ્રાપ્ત કરવી કઠણ નથી. આ સદ્ભુત એટલે – શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેના સમસ્ત ઉપદેશ છે, સર્વે રસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રનો પરિચય તે સદ્ભુતને પરિચય છે.”૪૫ આમ સઋતને પરિચય એટલે સક્શાસ્ત્રને પરિચય. પણ તે પરિચય શારાના મર્મ જાણવાથી કરવો જોઈએ. કારણ કે – શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી, મર્મ તે સપુરુષના અંતરાત્મામાં રહ્યો છે. ૬ ૪૩. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, આંક : ૫૯, પૃ. ૧૮૪. ૪૪. એજન, આંક : પ૮, ૧૩૯, ૮૨૪, ૮૨૫, ૯૧૩ વગેરે. ૪૫. “શ્રીમદ્ રાજચંદ્ર ”, આવૃત્તિ ૫, ખંડ ૨, પૃ. ૩૦૮. ૪૬. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૮૪, Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ શ્રીમની જીવનસિદ્ધિ જેમાંથી આત્માના વૈરાગ આદિને પોષણ મળે તે સશાસ્ત્ર છે. પણ તે શાસ્ત્રો મુખપાઠે હોય તેથી જ બસ નથી થઈ જતું. તે પર પ્રૌઢ અને વિવેકપૂર્વક વિચાર કરી, શાસ્ત્ર જેટલું જ્ઞાન હૃદયગત કરેલ હોય, તે જ શાસ્ત્ર યોગ્ય રીતે વાંચ્યાં કહેવાય. શ્રીમદ્દ લખે છે તેમ – “શાસ્ત્રોનાં પાનાં ઉપાડવાં અને ભણવાં તેમાં કાંઈ અંતર નથી – જે તત્ત્વ ન મળ્યું છે, કારણ કે બેયે બે જ ઉપાડ્યો. પાનાં ઉપાડડ્યાં તેણે કાયાએ બે ઉપાડયો, ભણી ગયા હતા તેણે મને બે ઉપાડ્યો ..શાસ્ત્રાભ્યાસને નિષેધ કરવાને હેતુ નથી. પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્રાભ્યાસને નિષેધ કરીએ છીએ.”૪ ૭ આમ શાસ્ત્રોને સાચા અર્થમાં સમજીને, તેને હૃદયગત કરીને તેનો પરિચય ઠેઠ બારમા ગુણસ્થાન સુધી અવલંબનરૂપ છે તેમ શ્રીમદ્દે અનેક જગ્યાએ કહ્યું છે. મુમુક્ષુ-મુમુક્ષતા મોક્ષને ઈચ્છક તે મુમુક્ષુ. તેનામાં શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા હોય છે, અને તેથી જ તે – જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહિ, પણ રૂડું હોય તે જ આચરે.૪૯ આમ મુમુક્ષુ જીવની વર્તના સામાન્ય જનથી જુદા પ્રકારની હોય છે. મુમુક્ષને સંસારમાં મારાપણું હોય નહિ, જેને સંસારનું સ્વરૂપ વારંવાર, ક્ષણેક્ષણે, કારાગૃહ જેવું ભાસ્યા કરે તે મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. આ મુમુક્ષુ સંસારથી મુક્ત થવા ઈછા કરે છે. અને તેથી સંસારમાં, આરંભ, પરિગ્રહ, વિભવ વગેરેથી જેમ બને તેમ દૂર રહે છે. સત્સમાગમ અને સશાસ્ત્રના લાભને ઈચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ, પરિગ્રહ અને રસાસ્વાદ આદિ પ્રતિબંધ સંક્ષેપ કરવા યંગ્ય છે, એમ શ્રી જિનાદિ મહાપુરુષોએ કહી છે. આરંભ-પરિગ્રહને જેમ જેમ મેહ મટે છે, જેમ જેમ તેને વિશે પોતાપણાનું અભિમાન મંદ થાય છે, તેમ તેમ મુમુક્ષતા વર્ધમાન થાય છે. અનંતકાળના પરિચયવાળું એ અભિમાન એકદમ નિવૃત્ત થઈ જતું નથી, તેથી તન, મન, ધનાદિ જે કંઈ પોતાપણે વતાં હોય છે તેને જ્ઞાનીને અર્પણ કરવામાં આવે છે, અને તે દ્વારા જીવ પોતાનું પિતાપણું ઘટાડવા માટે પ્રયત્ન કરે છે. આવા મુમુક્ષુ જ્યાં આરંભ-પરિગ્રહની ઉપાધિ અલ્પ હોય તેવા ક્ષેત્રમાં આજીવિકા માટે વસવાનું પસંદ કરે છે. અને તેનું સમગ્ર વર્તન આત્માના હિત માટે જ થતું હોય છે. ૪૭. “શ્રીમદ્ રાજચંદ્રનાં વિચારનો”, પૃ રર. ૪૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃતિ ૧, આંકઃ ૧૯૪, ૫૮, ૪રર, ૪૯૫ વગેરે. ૯. એજન – અંક ૨૭૪; અને “શ્રીમદ્ રાજચંદ્ર '', આવૃત્તિ ૫, ખંડ ૧, પૃ. ૩૬. Page #464 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રીમદની તરવવિચારણ- પત્રોમાં જ્ઞાનીને ઉપાસવાથી મુમુક્ષુતા જલદી આવે છે, મુમુક્ષુમાં જ્ઞાની પ્રત્યે એગ્ય વિનય અને ભક્તિ બહુ અગત્યનાં છે. તેને સત્સંગમાં શીતળતા પ્રાપ્ત થાય છે. સત્સંગમાં જીવની મુમુક્ષુતા પણ વધે છે. આવા મુમુક્ષુઓએ પણ ખૂબ જાગૃતિ રાખવાની હોય છે. આજીવિકા ન હોય, અન્ય દુઃખ હોય તોપણ તે સર્વને કર્મના ફળરૂપે માની આત્મહિતને માર્ગ સાચવી રાખવાને હોય છે. તેથી દુઃખની ચિંતા કરવી તે કર્તવ્ય નથી, ચિંતા તે આત્મગુણ રોધક છે. તેનું આ દુષમકાળમાં કર્તવ્ય તે એ છે કે, સત્સંગની સમીપતા રાખવી, અસત્સંગથી નિવૃત્તિ રાખવી અને આત્મસાધના ઈછવી. આવું મુમુક્ષુપણું સર્વને સુલભ નથી. આરંભ, પરિગ્રહ, રસ, વૈભવ આદિને મેહ મુમુક્ષુપણું પ્રગટવા દેતા નથી. આ મુમુક્ષુતાને અટકાવનાર મુખ્ય સ્વછંદ છે. ઘણું કરીને મનુષ્યામા કોઈ ને કોઈ ધર્મમતમાં હોય છે, અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, તેમ તે માને છે. પણ તેનું નામ મુમુક્ષતા નથી. મુમુક્ષતા તે છે કે સર્વ પ્રકારની મહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિશે જ ન કરવા અને તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે મેક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તાવું. ”૫૦ આ મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ પાતામાં દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેનાથી સ્વછંદને નાશ થાય છે. સ્વછંદ જ્યાં થેડી અથવા ઘણું હાનિ પામ્યા છે, ત્યાં તેટલી બાધબીજયોગ્ય ભૂમિકા આવે છે. સ્વછંદ રોકાય ત્યારે માર્ગ પ્રાપ્તિ ન થવામાં મુખ્યત્વે ત્રણ કારણ હોય છે, આ લોકની અપ પણ સુખેચ્છા, પરમ વિનયની ઓછપ અને પદાર્થને અનિર્ણય. તીવ્ર મુમુક્ષુતા આવ્યા પહેલાં આ લોકની અ૫ સુખેચ્છા હોય છે, મુમુક્ષતામાં બાહ્ય આનંદ અનુભવવાથી તેમાં શાતા લાગે છે કે બાહ્ય શાતામાં પણ સુખેચ્છા રહ્યા કરે છે, તેથી જીવની ગ્યતા રોકાઈ જાય છે. પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ રાખી તેમની આજ્ઞાએ વર્તવું તે પરમ વિનય છે. આવા વિનય ન આવે ત્યાં સુધી જીવની ગ્યતા વધતી નથી. અને કદાચ આ બે ગુણ આવ્યા હોય, પણ આત્માને યથાર્થ નિર્ધાર ન થયે હેય તોપણ તે ગ્યતા રેકાઈ જાય છે. આ ત્રણમાં “પરમ વિનય” એ મુમુક્ષતા મેળવવાનું, મોક્ષમાર્ગ મેળવવાનું મુખ્ય કારણ છે. આથી મુમુક્ષુને વિનયભક્તિ હોવી તે આવશ્યક અંગ છે એમ શ્રીમદે ઘણી વાર જણવ્યું . શ્રીમદ જણાવેલાં મુમુક્ષુનાં લક્ષણો તપાસીએ તો તે આત્માથી જીવનાં લક્ષણેને ઘણું મળતાં જણાય છે, બંને લગભગ એક જ છે એમ કહી શકાય. ૫૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૮૮, આંક ૨૫૪. Page #465 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ સદ્દગુરુની આવશ્યક્તાપ૧ આ સંસારમાં સર્વ જીવ કેઈ ને કોઈ પ્રકારનું દુઃખ ભોગવે છે. સર્વ જીવ તે દુઃખથી છૂટવા માટે ઈચ્છે છે, પણ તેમ થતું નથી. આ દુઃખની નિવૃત્તિ દુઃખ જેમાંથી જન્મ પામે છે એવા રાગદ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના સંભવતી નથી. આ રાગદ્વેષની નિવૃત્તિ આત્મજ્ઞાન પામ્યા સિવાય ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનમાં થતી નથી અને ભવિષ્યકાળમાં થશે નહિ. તેથી દુઃખથી મુક્તિ મેળવવા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું આવશ્યક છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સદગુરુએ કહેલાં વચને વાંચવાં, વિચારવાં એ જ સર્વશ્રેષ્ઠ અને સર્વજ્ઞાનીઓએ જણાવેલ ઉપાય છે. પ્રત્યક્ષ સદ્દગુરુ વિના જીવના અજ્ઞાનાદિ દોષ કોઈ નિવૃત્ત કરાવી શકતા નથી, તેથી કલ્યાણના માર્ગ પામવામાં સદ્દગુરુની ખૂબ જ આવશ્યતા છે. સ્વછંદે કલ્યાણના માર્ગ સાધવામાં “હું આત્માર્થ સાધું છું” એવી જાતને અહંભાવ જીવને થાય છે, જે સંસાર થવાના મુખ્ય હેતુ છે અને સંસાર તો છેડવાના છે. તે છેડવા માટે સત્ સમજાવનાર, જણાવનાર અને પમાડનાર એ સદગુરુ જ છે. આવા સદગુરુનું માહાત્મ તો જેટલું ગાઈએ તેટલું ઓછું છે. આથી શ્રીમદે સદગુરુ અને સપુરુષનું માહાભ્ય તથા તેની આવશ્યકતા પત્રે પગે જણાવી છે. સત્વરુપ - જ્ઞાની કોણ?૫૨ જેના આશ્રમમાં જવાથી જીવનું કલ્યાણ થાય તે પુરુષ. તે પુરુષ કેવા હોય તેનાં લક્ષણો શ્રીમદે અનેક પત્રો માં બતાવ્યાં છે, અને તેમની આજ્ઞાએ વર્તવાને ખૂબ જ અનુરોધ કર્યો છે. સત્પરુષે આત્માને ઓળખ્ય હોય છે, તેમને નિશદિન આત્માનો ઉપયોગ હોય છે. શાસ્ત્રમાં નથી કે સાંભળ્યામાં નથી છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે, અંતરંગ પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ છે, ધર્મ જ જેનાં અસ્થિ, મજા, ઈન્દ્રિય, હલનચલન, શયન, જાગૃતિ, આહાર, વિહાર, નિહાર, સંકલ્પ, વિક૯૫ છે. ટૂંકમાં કહીએ તે ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષ તે પુરુષ છે. તેમને સમભાવ, રાગદ્વેષરહિતપણું, ઇદ્રિયજય વગેરે ઘણું ઘણું ગુણ હોય છે. તેવા જ્ઞાનીની વર્તના પણ કર્મના ઉદય પ્રમાણે થતી હોય છે, અને ક્યાંયે હર્ષ કે શોક ન થતાં સમભાવ રહેતા હોય છે. વળી તેમને સંયમ હોય છે, માર્ગ પ્રાપ્તિ હોય છે અને આત્મા અનુભવ્યો હોય છે. આવાં બધાં લક્ષણે જેનામાં હોય તે પુરુષ છે. આવા સપુરુષની વાણું કેવી હોય તે બતાવતાં શ્રીમદે લખ્યું છે કે – ૫૧. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, આકઃ ૫૪, ૧૬૬, ૨૪૯, ૩૭૨, ૩૭૫, ૩૯૦, ૪૪૯, ૪૯૩, ૪૯૭, ૧૨, ૫૨, ૬૪૭, ૮૩૭ વગર. પર. એજન, આંક: ૫૪, ૧૬૬, ૨૪૯, ૩૭૨, ૩૭૫, ૩૯૬, ૪૬૮, ૪૯૬, પરર, પર૮, ૬૪૭, ૮૩૭ વગેરે. Page #466 -------------------------------------------------------------------------- ________________ ૯. શ્રીમદ્ત્તી તત્ત્વવિચારણા - પત્રોમાં “ જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરુદ્ધ, આત્મા ઉપદેશક તથા અપૂર્વ અનુ નિરૂપણ કરનાર હાય છે, અને અનુભવહિતપણુ` હોવાથી આત્માને સતત જાગ્રત કરનાર હોય છે. શુષ્કજ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણ હેાતા નથી. ૫૩ આ બધાં લક્ષણા શ્રીમદ્ ઘણા પત્રોમાં વિસ્તારથી બતાવ્યાં છે, અને ત્યાં સત્પુરુષનું માહાત્મ્ય પણ તેટલું જ બતાવ્યુ છે, સત્પુરુષને ઓળખે કાણું ? સત્પુરુષ આગળ જોયા તે બધા ગુણા ધરાવે છે. પણ તે આંતિરક છે. જ્ઞાનદશા અથવા વીતરાગદશા તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાના વિષય નથી, તે અંતરાત્માના ગુણ છે, અને અંતરાત્મપણ્ ખા જીવાના અનુભવના વિષય ન હેાવાથી, તથા તેવા જીવાને ઓળખવાના લેાકેાને પરિચય ન હેાવાથી તેઓ જ્ઞાની કે સત્પુરુષને આળખી શકતા નથી. વળી, હું જાણું છું ', “હું સમજુ છું.” એવા માનભાવ, પરિગ્રહ, ભાગાદિમાં આસક્તિ તથા લેાકભય એ કારણેાને લીધે પણ લેાકાને સત્પુરુષને આળખવામાં ઘણી મુશ્કેલી નડે છે. તે બધા ઉપરાંત સ્વચ્છંદના દોષ તા મહાભયંકર છે. ૪૪૭ આથી સત્પુરુષને આળખવા માટે આ બધી વસ્તુઓના ત્યાગ થવા જોઈ એ. જીવના સ્વછંદ, માનભાવ, પરિગ્રહબુદ્ધિ, લેાકભય આદિ દોષોના નાશ થવા જોઈએ. જેનામાં દૃઢ મુમુક્ષુતા પ્રગટે, જે સત્સમાગમમાં થયેલા ઉપદેશ આચરણમાં ઉતારે, તેને અંતરમાં પરિણમાવે, તેવા જીવ જ્ઞાની કે વીતરાગને ઓળખી શકે. જેના વચનબળથી નિર્વાણુમા મળે છે, એવી સજીવનમૂર્તિના પૂર્વે અનેક વેળા યાઝ થયા હતા, પણ જીવને તેનુ ઓળખાણ થયું ન હતું. તે વખતે તેનું મન બાહ્ય રિદ્ધિસિદ્ધિ આદિ મેળવવાની કામનાથી મલિન થયેલુ હતુ, તેથી તેને ઓળખાણ થયું ન હતું. પણ જે એક વખત એળખાણુ થઈ જાય તો તે જીવન સત્પુરુષ માટે અપૂર્વ પ્રેમ આવે છે. આમ જોઈએ તે જે જીવ સાચા મુમુક્ષુ હેાય, જેને આત્મજ્ઞાન પામવાની તાલાવેલી લાગી હાય, તે જીવ સત્પુરુષને ઓળખી શકે. સત્સંગમાં આવશ્યક વસ્તુઆપ આત્માને સત્ય રગ ચડાવે તે સત્સંગ. ” મોટા પુરુષના સ`ગમાં નિવાસ તે સત્સંગ છે. તેના જેવું કાઈ હિતસ્ત્રી સાધન નથી. જેનાથી આત્મસિદ્ધિ થાય તે સત્સંગ. આવેા સત્સંગ મેળવવા માટે કેટલાંક લક્ષણા હેાવાં આવશ્યક છે, જે હોય તેા જ સત્સંગનું ફળ મળે છે. ૫૩, ૫૪. (6 શ્રી રાજચંદ્રનાં વિચારરત્ને ', પૃ. ૮. ૯ શ્રીમદ્ રાજચંદ્ર ’, અગાસ આવૃત્તિ ૧, આંક : ૧૯૮, ૨૬૭, ૨૩૮, ૩૯૯, ૫૨૮, વગેરે. Page #467 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી જીવનસિદ્ધિ દ્રવ્યાદિ ઉત્પન્ન કરવામાં સાંગોપાંગ ન્યાયસ‘પન્ન રહેવારૂપ નીતિ તે મુખ્ય લક્ષણ છે. આવી નીતિ ન હોય તા તેને સત્પુરુષના સમાગમના સાચા લાભ મળતા નથી. ખીજુ` લક્ષણ છે તન, મન અને ધનથી ખાદ્ય વસ્તુ પરની આસક્તિના ત્યાગ કરી સત્પુરુષની ભક્તિમાં જોડાવુ.... જોકે સત્પુરુષ ભક્તિને ઇચ્છતા નથી. પણ માક્ષાભિલાષીને તે વિના ઉપદેશ પિરણમતા નથી. સત્પુરુષમાં, તેનાં વચનમાં, તેના વચનના આશયમાં પ્રીતિ-ભક્તિ થવી તે સત્સંગ માટેનું ત્રીજું લક્ષણ છે. એ લક્ષણ ન હોય ત્યાં સુધી જીવને આત્મવિચાર ઉદયમાં આવતા નથી. આરંભ, પરિગ્રહ, રસાસ્વાદ આદિના પ્રતિબંધ સક્ષેપવા તે સત્સંગ મેળવવા માટેનું ચાથું લક્ષણ છે. તે સંક્ષેપવાને માગે ન જવાય ત્યાં સુધી સત્પુરુષના કહેલા માર્ગ પરિણમતા નથી. સ`સારમાં ઉદાસીનતા, પરના અલ્પ ગુણમાં પ્રીતિ, પેાતાના અલ્પ દોષને વિશે અત્યંત કલેશ એ સત્સ`ગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યેાગ્ય છે. ve મુમુક્ષુને જો કાઈ સત્પુરુષના આશ્રય પ્રાપ્ત થયેા હાય તા તેની પાસે જ્ઞાનની યાચના કરવી ન ઘટે, પણ માત્ર તથારૂપ વૈરાગ્ય અને ઉપશમ આદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવે ઘટે. તે ચેાગ્ય પ્રકારે સિદ્ધ થાય તા જ્ઞાનીના ઉપદંશ જલદીથી પરિણમે છે. તેથી શ્રીમદ્ એક પત્રમાં તેથી વિરુદ્ધ સ્થિતિ વિશે લખ્યું છે કેઃ— “ જ્ઞાનીપુરુષને મળીને જે આત્મભાવે, સ્વચ્છંદપણે કામનાએ કરી, રસે કરી સ'સારને ભજે છે, તેને તીર્થંકર પાતાના માથી બહાર કહે છે.’૫૫ આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન નિમિત્ત બીજું કોઈ નથી, છતાં તે સત્સ‘ગ પણ જે જીવ લૌકિભાવથી અવકાશ લેતા નથી તેને નિષ્ફળ જાય છે. પરવસ્તુમાં મમત્વ કરે, આર’ભપરિગ્રહમાં નિજબુદ્ધિ ન છેડે, તા તેને સત્સંગ ફળરૂપ થતા નથી. ટૂંકામાં, પાંચ ઇંદ્રિયવિષયામાં ઉદાસીનતા રાખવી, સરળપણું, ક્ષમા, પેાતાના દોષનું જાવું, અપારંભ, અપરિગ્રહ અને જ્ઞાનીપુરુષની ભક્તિ એ સર્વ સત્સ`ગ માટે આવશ્યક છે, એમ શ્રીમદ્દે અનેક પત્રામાં જુદે જુદે રૂપે સમજાવ્યુ` છે. સત્પુરુષની – જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાનું ફળ સત્પુરુષને ઓળખીને તેની આજ્ઞાએ ચાલવામાં આવે તો અનેકવિધ લાભ થાય છે. તે સર્વ શ્રીમદ્રે એક એક કરી જુદા જુદા પત્રામાં જણાવ્યા છે. અને સ જગ્યાએ સત્પુરુષનુ માહાત્મ્ય પણ બતાવ્યું છે. તેમના પત્રોમાં સૌથી વિશેષ જો કંઈ લખાયુ હોય તો તે જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાની આવશ્યકતા વિશે છે. સત્પુરુષના યાગ થવા એ જ આ પ`ચમકાળમાં અત્યંત દુર્લČભ વસ્તુ છે. મળે તેા જીવને તેમનામાં શ્રદ્ધા થવી કે તેની આજ્ઞાએ ચાલવું તે પણ એટલુ લાગે છે, પણ જો તેમ કરવામાં આવે તા ઘણા લાભ થાય. ૫૫. “ શ્રી. રાજચંદ્રનાં વિચારને '', પૃ. ૧૩, અને તે જ કર્મન Page #468 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રીમની તવિચારણા - પત્રોમાં *r સત્પુરુષનુ ઓળખાણ થાય અને તેમાં શ્રદ્ધા આવે એટલે માક્ષમાર્ગ બહુ નિકટ છે તેમ સમજાય છે, કારણ કે માક્ષમાર્ગ પામવા માટેનું ઉત્તમ સાધન સત્પુરુષ છે. આમ સત્પુરુષની પ્રતીતિ આવતાં જીવનુ` કલ્યાણ થવાના આર`ભ થાય છે. શ્રીમદ્દે લખ્યુ છે કેઃ— “ પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમમાં અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને માક્ષસ'ખ'ધી બધાં સાધના અલ્પપ્રયાસે અને અલ્પકાળે પ્રાયે સિદ્ધ થાય છે; પણ તે સમાગમના ચેાગ પામવા મહુ દુર્લભ છે. ૫૬ સત્પુરુષની આજ્ઞાએ ચાલવાથી સૌથી મહત્ત્વનું ફળ મળે છે તે સસારક્ષય અને મેાક્ષમાની પ્રાપ્તિ. જીવને જો મુક્તિ મેળવવી હોય, સ`સારના ક્ષય કરવા હાય, તે તેણે સત્પુરુષની આજ્ઞાએ ચાલવુ' જોઈએ. આમ કરવાથી તેના કષાય મંદ થાય છે, તેનું અજ્ઞાન ટળે છે, સ્વચ્છંદ જાય છે, આર`ભપરિગ્રહની બુદ્ધિ ઘટે છે, અનેક દોષોના નાશ થાય છે. વળી, સત્પુરુષની આજ્ઞાએ ચાલવાથી સમપણું આવે છે, આત્મજ્ઞાન થાય છે, આત્માના બીજા અનેક ગુણા-જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, બળ, દાન આદિ પ્રગટ થાય છે. આમ સત્પુરુષના ચેાગે સર્વ કલ્યાણમય થાય છે, અને અાગે અકલ્યાણમય થાય છે. શ્રીમદ્ આ જ વસ્તુ તેમના લગભગ બધા જ પત્રામાં જુદી જુદી રીતે, જુદા જુદા રૂપે વ્યક્ત કરી છે. તેમને સત્પુરુષની આજ્ઞાએ ચાલવાનુ` મહત્ત્વ કેટલું હતું તે જુએ ૫૭ 66 આત્મા વિનયી ( થઈ), સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણમળ પ્રતિ રહ્યો, તા જે મહાત્માઓને નમસ્કાર કર્યાં છે, તે મહાત્માઓની જે જાતિની ઋદ્ધિ છે, તે જાતિની ઋદ્ધિ સ`પ્રાપ્ય કરી શકાય. અન`તકાળમાં કાં તા સત્પાત્રતા થઈ નથી, અને કાં તે સત્પુરુષ મળ્યા નથી; નહિ તો નિશ્ચય છે, કે મેક્ષ હથેળીમાં છે.”પ૭ આ લેાક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દોડી તૃષા છીપાવવા ઇચ્છે છે, એવા દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનુ' વિસ્મરણ થઇ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયુ છે. સમયે-સમયે અતુલ ખેદ, જવરાદિક રાગ, મરણાદિક ભય, વિયેાગાદિક દુઃખને અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સત્પુરુષ જ શરણ છે, સત્પુરુષની વાણી વિના એ તાપ અને તૃષા કેાઈ છેઠ્ઠી શકે નહિ એમ નિશ્ચય છે. ૫૮ આમ અનેક જગ્યાએ શ્રીમદ્દે વિવિધ રીતે સત્સ`ગનુ ફળ બતાવ્યું છે, જેમાં સત્સ`ગથી કલ્યાણ થાય છે, પાત્રતા આવે છે, પરમાની દૃઢતા થાય છે, કામજય થાય છે, આવિસ્મરણ નિવારાય છે, સંસારભાવની નિવૃત્તિ થાય છે, તીત્ર જ્ઞાનદશા આવે છે, રત્નત્રયની પ્રાપ્તિ થાય છે, ત્રિવિધ તાપ ટળે છે, આત્માની નિર્મળતા થાય છે, અસ'ગતા આવે છે, દૃઢ મુમુક્ષુતા આવે છે વગેરે લાભેા શ્રીમદ્દે બતાવ્યા છે. - k ૫૬. શ્રીમદ્ રાજચંદ્ર ”, આવૃત્તિ ૫, ખંડ ૨, પૃ. ૨૯૭. ૧૭. શ્રીમદ્ રાજચંદ્ર ’', આવૃત્તિ ૫, ખંડ ૨, પૃ. ૧૦૪; અગાસ આવૃત્તિ, આંક પપ. પ૮. એજતુ પૃ. ૧૨૫. .. Page #469 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની અવનસિદ્ધિ જ્ઞાનીની અવજ્ઞાનું ફળ જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાથી જીવના સ્વછંદ, અભિમાન, કષાય, રાગદ્વેષ, મિથ્યાત્વ, અજ્ઞાન, અભિનિવેશ આદિ દો જાય છે, અને સમ્યગ્દર્શન થાય છે. તીવ્ર મુમુક્ષતા, તીવ્ર જ્ઞાનદશા, માર્ગ પ્રાપ્તિ, આત્મબોધ, પરાભક્તિ, આત્મસ્થિરતા વગેરે ગુણો મળે છે. એટલે કે જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાનું ફળ અવર્ણનીય છે. જ્ઞાનીની આટલી મહત્તા હોવાને લીધે તેની જે અવજ્ઞા કરવામાં આવે તો એટલું જ નુકસાન થાય તે રવાભાવિક છે. જોકે જ્ઞાની પતે તે પોતાને મળતાં માન-અપમાન, લાભાલાભ, સુખદુઃખ આદિ વિશે સમભાવી હોય છે. પણ તેમને દુઃખ આપનાર, અપમાન કરનાર, અવજ્ઞા કરનારને ઘણું મોટા પ્રમાણમાં એટલે કે અનંતાનુબંધી કર્મ બંધાય છે. જ્ઞાનીને તે એવી કરુણું વર્તતી હોય છે કે પેતાને દુ:ખ આપી કર્મબંધ કરનારની પણ મુક્તિ તેઓ ઇછે, તે જલદી સાચે માગે આવે એવી ભાવના તેઓ ભાવતા હોય છે. આમ જ્ઞાની પોતાની આજ્ઞા-અવજ્ઞા માટે નિર્લેપ હોય છે. તેમ છતાં અવજ્ઞા કરનારને ફળ તે મળે જ. - જ્ઞાનીની અવજ્ઞા કરવામાં આવે તો અનંતસંસાર વધી જાય છે, દર્શનમોહનીયન અનંતાનુબંધી બંધ પડે છે, એમ શ્રી તીર્થંકર પ્રભુ કહે છે. જેમ જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું તે અનંતસંસારના નાશનું કારણ છે, તેમ જ્ઞાનીની અવજ્ઞા કરવી તે અનંતસંસારની વૃદ્ધિનું કારણ છે. તે અવજ્ઞાથી અજ્ઞાન, મિથ્યાત્વ, મેહ, માન, માયા, કષાય, રાગદ્વેષ, સ્વછંદ આદિ દોષો જોર કરી જાય છે, અને જીવને સાચે રસ્તે આવવામાં પ્રબળ અંતરાય ઊભું કરે છે. તેથી જ્ઞાનીની અવજ્ઞાનું ફળ એ જીવનું સૌથી મોટું અકલ્યાણ કરનાર છે; તેને જ્ઞાન, મુમુક્ષતા, માર્ગ પ્રાપ્તિ, આત્મસ્થિરતા આદિ થવા દેતાં નથી. ટૂંકમાં કહીએ તે, જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાથી જેટલું ફળ મળે છે, તેટલું ફળ, તેનાથી ઊલટા પ્રકારનું, જ્ઞાનીની અવજ્ઞાથી મળે છે. સત્સંગની દુર્લભતા, તેના વિશે જીવનું કર્તવ્ય સત્સંગથી કલ્યાણ થાય છે, તેથી તેનું માહાસ્ય જ્ઞાની પુરુષેએ બહુ બતાવ્યું છે, અને તેથી તેને રત્નથી અધિક માહાભ્યવાળે ગયો છે. પરંતુ તેની સુલભતા નથી; સર્વ કાળને વિશે તેનું દુર્લભપણું ગણાયું છે. અને આ વિષમ કાળમાં તે સત્સંગની અત્યંત ખામી છે. પરમાર્થ-માર્ગમાં આગળ વધારી શકે તેવા સત્સંગની બહુ દુર્લભતા થઈ પડી છે. તેને ખેદ પણ શ્રીમદે વારંવાર વ્યક્ત કર્યો છે. અને તે સંગની ખામીને લીધે તે તેઓ પિતાને એક સમયે દુખિયા મનુષ્યોના શિરેભાગમાં ગણાતા હતા. સત્સંગની આટલી બધી ખામી જણાવાનું મુખ્ય કારણ એ હતું કે તેમણે સત્સંગનું માહાસ્ય પૂર્વે અનુભવ્યું હતું. Page #470 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રીમની તવવિચારણા - પત્રોમાં આવા દુષમકાળમાં સત્સંગને વિયોગ રહે તે સ્વાભાવિક છે, તે સમયે જીવનું શું કર્તવ્ય છે તે વિશે શ્રીમદ્ વિચાર કર્યો હતો અને તે વિચારે તેમણે મુમુક્ષુઓને લખેલા પત્રોમાં પણ વ્યક્ત કર્યા હતા. જ્ઞાની પુરુષના સમાગમને અંતરાય રહેતું હોય તે વખતે તેની દશા, ચેષ્ટા તથા વચને સંભારવાં અને તેવા ગુણે પોતાનામાં પ્રગટાવવાને પુરુષાર્થ કરે. તે વિશે શ્રીમદ્દે લખ્યું છે કે – સત્સંગનું સેવન જે નિરંતરપણે ઇચ્છે છે, એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે તે જોગનો વિરહ રહે, ત્યાં સુધી દઢભાવે તે ભાવના ઈરછી, પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વતી, પિતાને વિશે લઘુપણું માન્ય કરી, પોતાના જોવામાં આવે તે દેષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી, સરળપણે વર્યા કરવું અને જે કાર્ય કરી તે ભાવનાની ઉત્પત્તિ થાય, એવી જ્ઞાનવાર્તા કે જ્ઞાનલેખ કે ગ્રંથનું કંઈ કંઈ વિચારવું રાખવું.પ૯ સત્સમાગમના અભાવ પ્રસંગમાં તે વિશેષે કરી આરંભ-પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સં૫વાને અભ્યાસ રાખી, જેને વિશે ત્યાગ-વૈરાગ્યાદિ પરમાર્થ સાધને ઉપદેશ્યાં છે, તેવા ગ્રંથ વાંચવાને પરિચય કર્તવ્ય છે, અને અપ્રમત્તપણે પિતાના દોષ વારંવાર જેવા યોગ્ય છે.”૬૦ આ ઉપરાંત સત્સંગના વિયોગમાં, વીતરાગધ્રુતની અનુપ્રેક્ષા, આરંભ-પરિગ્રહની વૃત્તિ છેડવી, વગેરે કર્તવ્ય બતાવ્યાં છે. એ વખતે એ ખ્યાલ રાખવાને છે કે સમાગમનું બળ ઘટતાં અન્ય વસ્તુમાં વૃત્તિ ચાલી ન જાય. અન્ય ભાવમાં જીવ જતાં તેને અનાદિને અભ્યાસ હોવાથી પ્રતિબંધમાં પડી જવાને સંભવ રહે છે. ભક્તિ ૧ ભક્તિનું માહાસ્ય દર્શાવતાં શ્રીમદે કહ્યું છે કે – ઘણું ઘણા પ્રકારથી મનન કરતાં અમારે દૃઢ નિશ્ચય છે કે, ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. અને તે પુરુષના ચરણ સમીપ રહીને થાય તે ક્ષણવારમાં મેક્ષ કરી દે તે પદાર્થ છે.”૬૨ જ્ઞાનીની, પ્રભુની, તીર્થકરની, સદ્દગુરુની, સવની ભક્તિ કલ્યાણ કરવામાં ઉપકારી છે. મોક્ષ મેળવવા માટે ભક્તિ એ ધુરંધર માર્ગ છે. શુદ્ધ, સચ્ચિદાનંદસ્વરૂપ, સર્વ દૂષણરહિત, પ. “શ્રી રાજચંદ્રનાં વિચારને ”, પૃ. ૧૭. ૬૦. “શ્રીમદ રાજચંદ્ર”, આવૃત્તિ ૫, ખંડ ૧, પૃ. ૫૩; અગાસ આવૃત્તિ, આંક ૬૮૩. ૬૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક : ૨૨૩, ૨૮૩, ૩૩૫, ૫૩૦, ૫૭૨, ૬૯૩ વગેરે. ૬૨. એજન, આંક ૨૦૧, પૃ. ૨૬૪. Page #471 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની જીતસદ્ધિ *પર સર્વ ભયરહિત, સર્વજ્ઞ, સર્વદેશી, જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે, મનની સ્થિરતા આવે છે, આત્મા વિકારથી વિરક્ત થાય છે, શાંતિ મળે છે અને કર્મની નિરા થાય છે, અભિમાન, અહંકાર, માયા, લાભ આદિ દુગુણા ભક્તિથી નાશ પામે છે, કારણ કે ભક્તિમાં તે સર્વ સમર્પણભાવ હાવાથી – સદ્દગુરુને બધું સેાંપી દીધું હાવાથી – કઈ પેાતાનું રહેતું નથી, કે જેમાં જીવ માયા, મમતા કે અભિમાન કરે. આથી ક્રિયામા માં કે જ્ઞાનમાગમાં જે અભિમાન, વ્યવહાર, આગ્રહ કે સિદ્ધિમેહ, પૂજાસત્કારાદિને મેાહ વગેરેની સભાવના રહે છે, તેની, ભક્તિમાં સભાવના નથી રહેતી. આ કારણથી કાઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવાએ ભક્તિમાર્ગના આશ્રય કર્યા છે. અને તે માર્ગ ને શ્રેષ્ઠ ગણ્યા છે. પરમાત્મા અને આત્માનુ એકરૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. ૫૨માત્માની જ લય રહેવી તે પરાભક્તિ છે. આ ભક્તિ જીવનું ઘણી વરાથી કલ્યાણ કરે છે. ગુરુગમથી જેણે ભક્તિ જાણી નથી, તેની ભક્તિમાં અકાળ અને અશુચિદોષ આવે છે. એકાંતે પ્રભાતે પ્રથમ પ્રહર એ સેવ્ય ભક્તિને માટે ચેાગ્ય કાળ છે. સ્વરૂપચિંતન-ભક્તિ તે સર્વકાળે સેવ્ય છે. વ્યવસ્થિત મન એ સ ચિનુ· કારણ છે. બાહ્ય મળ આદિથી રહિત તન અને શુદ્ધ સ્પષ્ટ વાણી એ શુચિ છે. આવી શુદ્ધતા ગુરુના આશ્રયે ભક્તિ કરવાથી આવે છે. ભક્તિની પૂર્ણતા કચારે પમાય તે વિશે શ્રીમદ્દે એક પત્રમાં લખ્યું છે કેઃ~~~ “ભક્તિની પૂર્ણતા પામવાને યાગ્ય ત્યારે થાય છે કે એક તૃણુ માત્ર પણ હિર પ્રત્યે યાચવુ નહિ. સર્વ દશામાં ભક્તિમય જ રહેવુ....સત્ર હરીચ્છા બળવાન છે એ કરવા માટે હિરએ આમ કર્યું છે, એમ નિઃશંકપણે સમજવું. ” ૬ ૩ પરમાત્માની ભક્તિ જ જેને પરમ પ્રિય છે એવા પુરુષને સસાર સબંધી કઠણાઈ ન હાય તેા સમજવું કે તેને ખરી ભક્તિ જ નથી, કારણ કે સ`સાર સબધી કઠણાઈ તે પરમા માની સરળતા છે. તે કઠણાઈ તા માયાથી આવે છે, ભગવદ્ભક્તને તેા શાતા અને અશાતા અને સરખાં જ છે. મહાત્મા કબીર, નરસિહ મહેતા, મીરાંબાઈ આદિની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી. તેએ એવી દુઃખી સ્થિતિમાં પણ પ્રભુ પાસે લેશ પણ નહાતાં યાચતાં કે નહાતાં દીન થતાં. પરમાત્માએ એમના પરચા પૂરા કર્યા છે તે તા ભક્તોની ઇચ્છાની ઉપરવટ થઈને. જો ભક્તોની એવી ઇચ્છા હોય તો તે તેમને રહસ્ય ભક્તિની પ્રાપ્તિ જ ન હોય. તેથી જ્ઞાની પ્રત્યે નિઃસ્પૃહ ભક્તિ સેવવા માટે ભાર મૂક્તાં શ્રીમદ્દે લખ્યુ છે કે -~~~ “ જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિઃસ્પૃહ ભક્તિ છે, પાતાની ઇચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતા નથી, એવા જે જીવ છે, તેને જ્ઞાનીને આશ્રયે ધીરજથી વર્તતાં આપત્તિના નાશ હોય છે; અથવા ઘણું મંદપણુ થઈ જાય છે, એમ જાણીએ છીએ. તથાપિ તેવી ધીરજ રહેવી આ કાળને વિશે બહુ વિકટ છે અને તેથી ઉપર જણાવ્યુ` છે, એવુ' પરિણામ ઘણી વાર આવતુ. અટકી જાય છે. ’૬૪ ૬૩. “શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન”, પૃ. ૬૪. ૬૮. ૬ શ્રીમદ્ રાજચંદ્ર ’', આવૃત્તિ પ, ખંડર, પૃ. ૧૪૬; અગાસ આવૃત્તિ, આંક ૩૬૮. Page #472 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રીમની તથવચારણા -પત્રોમાં ૪૫૩ આમ શ્રીમદ્ શુદ્ધ, સમર્પણભાવવાળી ભક્તિનું ઘણું માહાત્મ્ય તેમના પત્રામાં ઠેકઠેકાણે વ્યક્ત કરે છે. જ્ઞાનીની આજ્ઞાએ આ ભક્તિ કરવામાં આવે તા જીવનું કલ્યાણ થાય છે, બંધથી મુક્તિ થાય છે, જ્ઞાન થાય છે, અને છેવટે, મેક્ષ પણ થાય છે. પણ એ ભક્તિ માત્ર આત્મજ્ઞાનને અર્થ જ થતી હાવી જોઈએ. નહિતર તેનું પણ સ`સાર અર્થે જ ફળ મળે છે. આથી તા જ્ઞાની પાસે આત્માને મૂકીને સંસારની ઇચ્છા ન કરવાના અનુરાધ શ્રીમદ્દે વારંવાર કર્યા છે. ભક્તિનું આટલું માહાત્મ્ય હાવા છતાં તે ભક્તિના વર્તમાન કાળમાં લાપ થયેલા જોઈ ને શ્રીમદન ઘણા ખેદ થતા હતા. અને તે ખેદ તેમણે કેટલીક વાર વ્યક્ત પણ કર્યા હતા. ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા હાય તેવી સ્થિતિમાં તે માર્ગ પ્રકાશી શકે એવા પુરુષની દુર્લભતા થઈ પડી હાય તે સ્વાભાવિક છે. તે માર્ગ કાણુ પ્રકાશે તે વિશે શ્રીમદ્રે લખ્યું છે કે ઃ— ** • ચાગબળ સહિત, એટલે જેમના ઉપદેશ ઘણા જીવાને થાડા પ્રયાસે મેાક્ષસાધન રૂપ થઈ શકે એવા અતિશય સહિત જે સત્પુરુષ હાય તે જ્યારે યથાપ્રારબ્ધ ઉપદેશવ્યવહારના ઉદય પ્રાપ્ત થાય ત્યારે મુખ્યપણે ઘણું કરીને તે ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રયમા પ્રકાશે છે, પણ તેવા ઉદયયેાગ વિના ઘણું કરી પ્રકાશતા નથી.૬૫ આમ શ્રીમદ્ ભક્તિ, તેનુ સ્વરૂપ, તેનુ માહાત્મ્ય, તેની શ્રેષ્ઠતા, તે માર્ગના પ્રકાશનની યાગ્યતા વગેરે મુદ્દાઓ વિશેની વિચારણા પત્રામાં પ્રગટ કરી છે, જેમાં તેમણે ભક્તિનું અપૂર્વ માહાત્મ્ય અનેક વખત બતાવ્યું છે. તે સાથે કેવી ભક્તિ જોઈ એ, તેની કેવી ખુમારી ચડવી જોઈએ તે ગોપાંગનાઓ વ્યાસ મુનિ, નરસિંહ, કબીર આદિનાં ઉદાહરણા દ્વારા તેમણે પ્રસંગાપાત સમજાવ્યુ` છે. સમ્યગ્દર્શન દ આત્મા જેવા છે તેવા જેને અનુભવાય તને સમ્યગ્દર્શન થયુ કહેવાય. સમ્યગ્દર્શનના ત્રણ પ્રકાર કહેલ છે : આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદ નિરાધપણે આસપુરુષની ભક્તિરૂપ એ, એ પ્રથમ સમકિત છે. પરમાની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે સમતિના ખીજો પ્રકાર છે. નિવિકલ્પ પરમાથ અનુભવ તે સતિના ત્રીજો પ્રકાર છે. ૬૫. શ્રીમદ્ રાજચંદ્ર' આવૃત્તિ પ, ખંડ ૨, ૬. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, "C પૃ. ૩૬૧, જુઓ આંક : ૧૦૫, ૧૩૫, ૧૪૩, ૩૯૭ ૪૩૧, ૪૫૦, ૪૫૯, ૪૯૩, ૧૭૦, ૭૬૯, ૭૭૧ વગેરે. Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ શ્રીમદની જીવનસિદ્ધિ વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું – આ ગુણો જેનામાં હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. કર્મ મુક્ત થવાની જેને સાચી ઈરછા હોય તે સમ્યગ્દર્શન મેળવવાને પાત્ર છે. મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ બધાં અપેક્ષિત સાધન છે. ૧ સપુરુષના ચરણને ઈરછક, રે સદૈવ સૂક્ષ્મ બેધને અભિલાષી, ૩ ગુણ પર પ્રશસ્તભાવ રાખનાર, ૪ બ્રહ્મત્રતમાં પ્રીતીમાન, છે જ્યારે સ્વદોષ દેખાય ત્યારે તેને છેદવાને ઉપગ રાખનાર, ૬ ઉપગથી એક પળ પણ ભરનાર, ૭ એકાંતવાસને વખાણનાર, ૮ તીર્થાદિ પ્રવાસને ઉછરંગી, ૯ આહાર વિહાર નિહારને નિયમી, ૧૦ પોતાની ગુરુતા દબાવનાર એવા અંતરંગ ગુણો ધરાવનાર કેઈ પણ પુરુષ સમ્યગ્દશાને પાત્ર છે. આ બધા મુમુક્ષતાના ગુણે ઉત્પન્ન થવાનું મુખ્ય લક્ષણ પાતાના દોષ જોવામાં અપક્ષપાતતા રાખવી એ છે, તેનાથી સ્વછંદનો નાશ થાય છે, અને તેથી બેધબીજને ગ્ય ભૂમિકા તે આત્મામાં બંધાય છે. પણ જ્યાં સુધી સંસારમાં સુખ લાગે છે, ત્યાં સુધી સાચી મુમુક્ષુતા પ્રાપ્ત થતી નથી, તેથી સંસારનો નિર્વેદ, કષાયની મંદતા, મેક્ષની અભિલાષા, સપુરુષનું માહાસ્ય જીવને લાગે ત્યારે જ જીવ સમ્યગ્દશાને પાત્ર થાય છે. આથી આ સર્વ ગુણ મેળવવા પુરુષાથી થવું અગત્યનું છે. ૧. આત્મા છે, ૨. આત્મા નિત્ય છે, ૩. આત્મ કર્તા છે, ૪. આત્મા ભક્તા છે, પ. મેક્ષ છે અને ૬. મોક્ષને ઉપાય છે, એ છ પદમાં અત્યંત સંદેહરહિત શ્રદ્ધા થાય ત્યારે જ્ઞાની પુરુષ તેને સમ્યગ્દર્શન થયું ગણે છે. અનિત્ય પદાર્થમાં મેહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિયત્વ આદિ ધ્યાનમાં આવતાં નથી, પણ તે મેહગ્રંથિનું છેદન જ્યારે થાય ત્યારે સમકિત થાય છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયની અનંતાનુબંધી ચોકડીને ક્ષપશમ થાય ત્યારે સમકિત થાય છે. એ વખતે તીર્થકરના માર્ગની પ્રતીતિ પણ જીવને આવી જાય છે. સમ્યગ્દશાવાળા જીવમાં પાંચ લક્ષણ હોય છે ઃ શમ, સંવેગ, નિવેદ, આસ્થા અને અનુકંપા. ૧. ક્રોધાદિ કષાનું સમાઈ જવું, ઉદય આવેલા કક્ષાની મંદતા થવી. અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી, તે શમ. ૨. મુક્ત થવા સિવાય બીજા કોઈ પ્રકારની અભિલાષા ન હોય તે સવેગ. ૩. સંસારથી વૈરાગ્ય તે નિવેદ. ૪. વીતરાગપ્રણીત માર્ગમાં, જેનાં વચનનું બહુ મૂલ્ય છે તે નિસ્પૃહી મહાત્માનાં વચનામાં શ્રદ્ધા તે આસ્થા, પ. અને સર્વ જીવોમાં પોતાના આત્મા જેવી જ દૃષ્ટિ, સર્વ પ્રતિ કરુણાભાવ તે અનુકંપા. સમ્યગ્દષ્ટિ જીવમાં આ પાંચ લક્ષણે અવશ્ય હોય છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રી મદન તરવવિચારણું - પત્રોમાં ૪૫૫ અનંતાનુબંધી, ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લભ એ ચારે તથા મિથ્યાત્વમોહની, મિશ્રમેહની અને સમ્યક્ત્વમોહની એ ત્રણ, એમ સાત પ્રકૃતિને જ્યાં સુધી ક્ષયે પશમ, ઉપશમ કે ક્ષય થતો નથી, ત્યાં સુધી સમ્યગ્દષ્ટિપણું સંભવતું નથી. એ સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે, તેમ તેમ સમ્યક્ત્વનો ઉદય થાય છે. તે પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. સદગુરુના ઉપદેશ વિના અને સત્પાત્રતા વિના તે ગ્રંથિ છેદાતી નથી. પણ એક વખત જે તે ગ્રંથિ છેદાઈ ગઈ તો સમ્યગ્દર્શન થાય છે. જીવને જે એક વખત સમ્યગ્દર્શન થાય છે તેને વધુમાં વધુ પંદર ભવે મોક્ષ થાય છે. સમકિતી જીવ જે પ્રબળ પુરુષાર્થ ઉપાડે તે તેને તે ભવે પણ મુક્તિ મળી શકે છે. પણ જે થયેલા સમકિતને વમી નાખવામાં આવે તે જીવનું સંસારપરિભ્રમણ ઘણું વધી જાય છે. આ પુરુષના વચનની પ્રતીતિરૂપ જે પ્રથમ પ્રકારનું સમકિત થયું હોય છે, તેને સત્સંગાદિ સાધનથી બળ ન મળે તે જીવને થયેલ શ્રદ્ધા ચલિત થવાનો સંભવ વધી જાય છે. આવી શ્રદ્ધા જે ચલિત થઈ જાય તો તે જીવની પંદર ભવમાં મુક્તિ નિશ્ચિત કહેવાતી નથી; પછી તે તેના પુરુષાર્થ પર આધાર રાખે છે. ઉપશમરૂપ સમક્તિ જેને થયું હેય તેને પણ જે આગળ જતાં તે ક્ષાપશમિક કે ક્ષાયિક સમકિતમાં ન પરિણમે તો તે જીવનું અગિયારમે ગુણસ્થાનેથી પતન થાય છે. અને તેના જીવને પણ ફરીથી પુરુષાર્થ કરવાનો રહે છે. ક્ષાયિક સમકિતવાળાને આત્યંતિક પતનને ભય રહેતું નથી, કેમ કે તેણે અનંતાનુબંધી કર્મ પ્રકૃતિઓનો ક્ષય કર્યો હોવાથી તે પ્રકૃતિઓ ફરીથી ઉદયમાં આવી શકતી નથી. આવા પતન પામેલા જીવની મુક્તિ મેળવવા માટેની કાળમર્યાદા જ્ઞાની પુરુએ બતાવી છે. સમક્તિ વમેલા જીવની પણ “અર્ધપુદ્ગલ પરાવર્તન” જેટલા સમયમાં મુક્તિ નિશ્ચિત થઈ જાય છે. આ તેની વધુમાં વધુ સમયની મર્યાદા છે; તે પહેલાં તે મુક્તિ મેળવી શકે છે, પણ તેનાથી વધુ સમય તે તેને લાગતા જ નથી. પણ આ કાળમર્યાદા ઘણી મોટી છે. જગતમાં જેટલા પુદ્ગલ પરમાણુ છે, તે એકેએકને ભેગવી લેતાં જેટલો સમય લાગે તેને તીર્થંકર પ્રભુએ પુદ્દગલ પરાવર્તન કાળ કહ્યો છે. તેનાથી અડધો સમય તે “અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ”. તેમાં અસંખ્ય કાળચક્રો ફરી જાય છે. સમકિતી જીવ અભય આહાર કરે? એવો કોઈ મુમુક્ષુએ શ્રીમદને પ્રશ્ન પૂછન્યો હતે. તેના ઉત્તરમાં શ્રીમદ્દે આ વિશે જણાવ્યું હતું. શ્રેણિક મહારાજા સંબંધી કોઈ એક ગ્રંથમાં એવું જણાવવામાં આવ્યું છે કે તેમણે અભક્ષ્ય આહાર કર્યો હતે. તે માટે શ્રીમદે જણાવેલું કે આવું વાંચી કોઈ એ તે પ્રવૃત્તિ કરવા જેવી નથી. સમકિત થયા પહેલાં પણ અભક્ષ્યને નિષેધ છે, તે પછી સમકિત થયા પછી તો જીવ અભક્ષ્ય આહાર ન કરે તે સહજ છે. સપુરુષની વાણું વિષય અને કવાયના અનમેદનથી અથવા રાગદ્વેષના પોષણથી રહિત હેય છે, અને તે જ દૃષ્ટિએ સર્વનો અર્થ કર યોગ્ય છે. Page #475 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની અષાનસિદ્ધિ ક્ષાયિક સમકિત આ કાળે સંભવે?૬ ૭ શ્રીમન્ના જણાવ્યા પ્રમાણે ક્ષાયિક સમક્તિની વ્યાખ્યા આગમમાં સમજાવેલી નથી, તેનાં સ્પષ્ટ લક્ષણે હાલ કેઈના જાણવામાં નથી, પણ એટલું જાણી શકાય છે કે જે જીવને ક્ષાયિક સમકિત પ્રગટયું હોય તે જીવને કદાચ નવકારશી જેટલું પણ વ્રત ન હોય, છતાં પણ તે જીવ વધુમાં વધુ ત્રણ ભવ અને નહિ તે તે જ ભવે મુક્તિ પામે છે, એવી આશ્ચર્યકારક ક્ષાયિક સમકિતીની વ્યાખ્યા તેમાં બતાવી છે, જેનું આવું માહાભ્ય છે, તે ક્ષાયિક સમકિતીની દશા કેવી સમજવી? આ દશા આગમાં જણાવાઈ નથી. કોઈ મુમુક્ષુઓ, આ કાળમાં ક્ષાયિક સમકિત ન હોય, તેવા જિનાગમન વચન વિશે અભિપ્રાય પૂછાવ્યા હતા. તેના ઉત્તરમાં શ્રીમદ્દે જણાવ્યું હતું કે, જિનાગમમાં આવું વચન હોય તે પણ ક્ષાયિક સમક્તિની દશા બતાવેલ નથી, તેથી તે વિષે નિર્ણય કર કઠિન છે કે એ દશા સંભવે કે નહિ. પણ એવું વચન જિનાગમમાં નથી, તે બતાવતાં તેમણે લખ્યું હતું કે – હાલ જેને જિનસૂત્રોને નામે ઓળખવામાં આવે છે, તેમાં “ક્ષાયિક સમકિત નથી” એવું સ્પષ્ટ લખેલું નથી અને પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી આવે છે, એમ વાંચેલું છે, સાંભળેલું છે. અને તે વાકય મિથ્યા છે કે મૃષા છે એમ અમારે અભિપ્રાય નથી, તેમ તે વાક્ય જે પ્રકારે લખ્યું છે તે એકાંત. અભિપ્રાયે જ લખ્યું છે એમ અમને લાગતું નથી.”૬૮ આ પછી તેના આનુષંગી બીજા મુદ્દાઓ વિશે જણાવીને શ્રીમદ્ ભાયિક સમકિત વિશે કઈ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો નથી. માત્ર પોતાની યથાર્થ દશા વિચારવાને તેમણે બધ કર્યો છે. આમ શ્રીમદ વર્તમાન કાળમાં ક્ષાયિક સમક્તિી જીવ હોય કે ન હોય તે વિશે કશે. સ્પષ્ટ અભિપ્રાય આપતા નથી. સમ્યગ્દષ્ટિને સિદ્ધિઓ સાથે સંબંધ સમ્યગ્દષ્ટિ આત્મા, જે ચોથે ગુણસ્થાને હોય છે, તેને કવચિત્ સિદ્ધિ હોય છે અને કવચિત્ સિદ્ધિ નથી હોતી. જેને સિદ્ધિ હોય છે તેને તેની ઈચ્છા નથી હોતી, જે ઈચ્છા થાય તે તે પ્રમાદથી થાય છે અને જેને એવી ઈચ્છા થાય તેનું પતન થાય છે, તેથી પ્રમાદરહિત દશાથી સિદ્ધિની ઈચ્છા કે ઉપયોગ ન કરવા હિતાવહ છે. પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનથી તે સિદ્ધિઓ વધતી જાય છે. ત્યાં પણ પ્રમાદ આવે તે અનિષ્ટ થાય છે. સાતમા ગુણસ્થાને સિદ્ધિઓ વધે છે, પણ ત્યાં પ્રમાદને ઓછો અવકાશ છે. અગિયારમે લોભને પ્રબળ ઉદય આવવાથી જીવનું પતન થાય છે, પણ તે સિવાયનાં “જેટલાં સમ્યકત્વનાં ૬૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક : ૩૯. ૬૮. “શ્રીમદ્ રાજચંદ ”, આવૃત્તિ ૫, ખંડ ૨, પૃ. ૧૫૦; અગાસ આવૃત્તિ, આંક ૩૭. Page #476 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રી મદની તાવિચારણા - પત્રોમાં સ્થાનક છે અને જ્યાં સુધી સમ્યફપરિણામી આત્મા છે ત્યાં સુધી, તે એકે જેમને વિશે જીવને પ્રવૃત્તિ ત્રિકાળ સંભવતી નથી.”૬૯ સમ્યજ્ઞાની પુરુષોના જે ચમત્કારો જે લોકોએ જાયા છે તે તે જ્ઞાની પુરુષોએ કરેલા સંભવતા નથી, સ્વભાવે કરી સિદ્ધિજેગ પામ્યા હોય છે. મિથ્યાદષ્ટિ આત્મા અને દેહનું જેને સ્પષ્ટ ભિન્નપણું ભાસ્યું નથી, દેહમાં આત્મા માનવારૂપ બુદ્ધિ રહ્યા કરે છે, અનુભવસ્વરૂપ આત્મા અનુભવ્યો નથી, આત્માનાં અતિવાદિ છ પદનું નિઃશંકવ જેને પ્રાપ્ત થયું નથી, તે મિથ્યાદષ્ટિ છે. અને તેને જે જ્ઞાન હોય તે મિથ્યાજ્ઞાન છે. મિથ્યાષ્ટિને કર્મની બળવત્તરતા હોય છે. તેના ક્રોધ, માન, માયા અને લોભની અનંતાનુબંધી ચોકડીને નાશ થયે હોતો નથી, અને તેથી તે બાહ્ય સુખની શોધમાં અનંત સંસારનું પરિભ્રમણ કર્યા કરે છે. વળી, આત્મા સમપરિણામી થ ન હોવાને લીધે, આત્માને જાણ ન હોવાને લીધે, તેની કેઈ પણ પ્રવૃત્તિ સફળ એટલે કે આત્માથે થતી નથી. તેની વૃત્તિઓ પણ સંક્ષેપાઈ ન હોવાને લીધે તેને તીવ્ર રાગદ્વેષ થયા કરે છે, તેથી તે જે જે તપ, જપ આદિ ક્રિયા કરે છે તેનું ફળ તેને સંસારાર્થે મળે છે. એટલે કે તૈને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે, પણ આત્મા જાગૃત થતું નથી. તેનાં સ્વચ્છેદ અજ્ઞાન, માન વગેરે મટયાં ન હોવાને લીધે તેને જ્ઞાની પુરુષમાં શ્રદ્ધા થતી નથી, અને તેથી તેનું મિથ્યાત્વ જતું નથી. શાસ્ત્રમાં અભિગ્રહિક, અનાભિઐહિક અભિનિવેશિક, સાંશયિક અને અણગિક વગેરે મળી મિથ્યાત્વના પાંચ પ્રકાર કહ્યા છે, તે પાંચે તેને પ્રવર્તતા હોય છે. ટૂંકમાં કહીએ તે, તેની પ્રત્યેક પ્રવૃત્તિ સમ્યગ્દષ્ટિ જીવથી ઊલટા પ્રકારે થતી હોય છે. અને તેથી તેના ભવને અંત આવતો નથી. પણ તે જીવ પુરુષને ચરણે જઈ, પરમ ભક્તિથી તેની આજ્ઞા આરાધે તે તે સમ્યગ્દષ્ટિ થઈ મોક્ષમાર્ગને પામે છે, અને મુક્તિનું અનંત આત્મસુખ પામે છે. સમ્યગ્દર્શનનું માહાભ્ય આગળ જોઈ તેવી સમર્થતા સમકિતની હોવાથી શ્રીમદ્દે તેનું બહુમાન કરેલું છે. સર્વ જ્ઞાનીઓએ સમક્તિને મેક્ષમાર્ગનું પ્રથમ પગથિયું ગણેલ છે. તે વિશેનાં શ્રીમદનાં ઉલ્લાસપૂર્વક લખાયેલાં વચને જુઓ –૬૯ ૬૯. “શ્રીમદ્ રાજચંદ્ર” આવૃત્તિ ૫ ખંડ ૨ પૃ. ૧૭૨ અગાસ આવૃત્તિ, આંક ૪૫૦. ૫૮ Page #477 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી જીવનસિદ્ધિ હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્ટશન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે.”૭૦ અનંતકાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું, તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યક્દર્શનને નમસ્કાર.૭૧ આ સમ્યગ્દર્શન પામેલે જીવ દશ વધતાં જ્ઞાની અને પુરુષ થાય છે. જ્ઞાનીની દશા – સ્વરૂપ આત્મજ્ઞાન થયા પછી જીવની કેવી દશા થાય છે કે જેથી તેનું આટલું બધું માહાસ્ય શ્રીમદે બતાવ્યું છે ? આત્મજ્ઞાનીની દશા કેવી હોય તેનું છૂટક છૂટક નિરૂપણ શ્રીમદે કરેલ છે, જે પરથી આપણને જ્ઞાનીની દશા સમજાય છે. આ જ્ઞાનીઓ મનેજયી હોય છે. તેમને મૌન રહેવું કે અમૌન રહેવું બંને સુલભ હોય છે, અનુકૂળ-પ્રતિકૂળ દિવસ સરખા હોય છે, લાભ-હાનિ સરખી હોય છે, તેમને માત્ર સમભાવ જ વર્તતો હોય છે. આવા મને જયી જ્ઞાનીની સમર્થતા બતાવતાં શ્રીમદે લખ્યું છે કે : એક કલ્પનાનો જય એક કપે થવા દુર્લભ, તેથી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અનંતમા ભાગે શમાવી દીધી!”૭૨ આવા જ્ઞાનીને ધર્મ એ જ અસ્થિ, મજજા, ઈન્દ્રિય આદિ હોય છે, એટલે કે ધર્મ એ જ તેમનું સર્વસ્વ હોય છે. આવા જ્ઞાનીઓ મનુષ્યદેહે પરમાત્મા જ છે, કારણ કે તેમનું હલનચલન, વાચા, કાર્ય આદિ પ્રત્યેક વસ્તુ ધર્મને અર્થે થતી હોય છે. તેઓ શાસ્ત્રમર્મના જ્ઞાતા હોય છે, સર્વમાં ઉદાસીનતા કે વીતરાગતા વર્તતી હોય છે, પોતાના સ્વરૂપમાં જ મગ્ન રહે છે, અને મગ્નતા રહે નહિ ત્યારે શાસ્ત્રવાચન, ભક્તિ આદિ શુભ પ્રવૃત્તિઓમાં રહે છે. એટલે કે તેમને કષાયજય હોવાથી તેઓ શુદ્ધભાવમાં કે શુભભાવમાં રહે છે. આવા જ્ઞાનીને વિશે કઈ જે ધનાદિ ભૌતિક વસ્તુ મેળવવાની ઈચ્છા રાખે તે તેવા જીવને દશનાવરણીય કર્મ બંધાય છે. પરંતુ ઘણું કરીને તેવો પ્રતિબંધ કેઈને ન થાય તે રીતે જ્ઞાની વતે છે. જ્ઞાનીઓ પ્રારબ્ધના ઉદય પ્રમાણે વતે છે, અને જે સ્થિતિ પ્રાપ્ત થાય તેમાં હર્ષશેક કે રાગદ્વેષ કરતા નથી. આમ જ્ઞાનીની પ્રવૃત્તિ, પ્રવૃત્તિ જેવી જ નથી હતી. ઊના પાણીને માટે જેમ ઉષ્ણપણું તે મુખ્ય ગુણ નથી, તેવું જ જ્ઞાનની પ્રવૃત્તિ ૭૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ ૫, ખંડ ૨, પૃ. ૪૪૩. અગાસ આવૃત્તિ હાથ ધ ૨/૨૦ આંકઃ ૮૩૯ ૭૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ પૃ. ૨૬૫. ૭ર. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ પૃ. ૧૧૦. Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ , ૮. શ્રીમની તરવવિચારણા - પત્રોમાં માટે પણ છે. તેમ છતાં પણ આત્મસ્થિરતાને વધારવા માટે જ્ઞાની નિવૃત્તિની ઈરછા રાખ્યા કરે છે, અને સત્સંગને સેવ્યા કરે છે. તેઓ ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરતા હોવા છતાં તેમની એક પણ પ્રવૃત્તિ એવી નથી હોતી કે જેથી પરમાર્થને વિશે ભ્રાંતિ થાય. જ્ઞાનીને દહ પરનું મમત્વ પણ ટળી ગયું હોય છે, તેથી તેને સુખી કે દુઃખી અવસ્થા પણ સ્પશી શકતી નથી. આમ જ્ઞાનીની અવસ્થા સામાન્ય જનના કરતાં એટલી જુદા પ્રકારની હોય છે કે તેનું વર્ણન કરતાં અનેક ગ્રંથ પણ લખાયા છે. રૂાની-અજ્ઞાની વચ્ચે ભેદ જ્ઞાની અને અજ્ઞાનીની ચેષ્ટા બાહ્યથી જોતાં ઘણું સામ્યવાળી લાગતી હોવા છતાં, તેમાં આંતરિક રીતે ઘણે તફાવત હોય છે. અનાદિકાળથી વિપર્યાસ બુદ્ધિ હોવાથી અને જ્ઞાની પુરુષની કેટલીક ચેષ્ટાઓ અજ્ઞાની પુરુષના જેવી જ હેવાથી જ્ઞાની સામાન્ય દૃષ્ટિથી ઓળખાતા નથી. જ્ઞાનીને વિવિધ પ્રવૃત્તિઓ હોય છે, શાતા-અશાતા હોય છે, વાણી-વિચાર હોય છે, અને બીજાં પણ ઘણું એવાં લક્ષણ હોય છે કે જે અજ્ઞાનીને પણ સંભવે. એટલે કે તેઓ બંને વચ્ચેનો ભેદ બાહ્ય નહિ પણ આંતરિક છે. બાહ્યથી કઈ એવાં સ્પષ્ટ લક્ષણે જણાતાં નથી કે જીવને જ્ઞાનીને તરત જ નિશ્ચય થઈ જાય. તેથી તો ઘણું જીવો એગમાં આવ્યા છતાં તેમને ઓળખી શકતા નથી અને વિશ્વમમાં જ રહ્યા કરે છે. માટે જ્ઞાનીને ઓળખવા માટે બળવાન પાત્રતાની આવશ્યકતા છે. પૂર્વ ઉપાર્જન કરેલાં કર્મો જ્ઞાની તેમ જ અજ્ઞાની બંનેને ભેગવવાં પડે છે. તે કર્મના ફળરૂપે શાતા પણ આવે, અને અશાતા પણ આવે, પ્રવૃત્તિ પણ આવે અને નિવૃત્તિ પણ આવે, સુખ પણ આવે અને દુઃખ પણ આવે, રોગ પણ આવે અને નીરોગીપણું પણ આવે, લાભ પણ થાય અને નુકસાન પણ થાય એટલે કે પૂર્વે જેવાં કર્મ બાંધ્યાં હાય તેનું ફળ તે જ્ઞાની અને અજ્ઞાની બંનેને સરખું જ મળે છે. પણ આમાં જે કંઈ ભેદ છે તે ફળને સ્વીકારવાની રીતિમાં જોવા મળે છે. અજ્ઞાની જીવને શાતા આવે, લાભ થાય વગેરે શુભ કર્મને ઉદય થાય ત્યારે આનંદ થાય છે, અને તેમાં તે રાગ કરે છે, તે એથી ઊલટું જે અશાતા આવે, રોગ આવે, નુકસાન થાય વગેરે અશુભ કર્મને ઉદય આવે તે તેને બહુ શેક થાય છે, તેનાથી છૂટવા તે પ્રયત્ન કરે છે, અને તેમાંથી ક્યારેક તે આર્તધ્યાનમાં પણ ઊતરી પડે છે. એટલે કે અજ્ઞાની જીવ તીવ્રપણે રાગ કે દ્વેષ અનુભવે છે. પણ જ્ઞાનીની વર્તને અજ્ઞાની કરતાં જુદા પ્રકારની હોય છે. તેમને શાતા આવે, સુખ આવે, ઈષ્ટ ચીજની પ્રાપ્તિ થાય કે તેનો વિયોગ થાય, અનિષ્ટ ચીજને ચેગ થાય કે તેનાથી છૂટકારો મળે, દુખ મળે, અશાતા આવે- એમ કેઈ પણ શુભ કે અશુભ કર્મને ઉદય થાય તે વખતે તેઓ સમભાવે રહે છે. એટલે કે શુભ કર્મના ઉદયથી હર્ષિત થતા નથી, અશુભ કર્મના ઉદયથી તેઓ શેકથી આકુળ બનતા નથી, તેમને રાગ કે દ્વેષ વર્તતા નથી. આમ તેઓ અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં સમભાવે જ રહે છે. આમ સુખદુઃખ, અનુકૂળ-પ્રતિકૂળ સંજોગે, લાભાલાભ, નફા-નુકસાન વગેરે બાબતમાં જ્ઞાની સમચિત્ત રહે છે, ત્યારે અજ્ઞાની રાગદ્વેષ કરે છે, એટલે કે તેમના મનના પરિણામમાં Page #479 -------------------------------------------------------------------------- ________________ શ્રેમની જીવનસિદ્ધિ તફાવત હોય છે. તેને પરિણામે અજ્ઞાનીને કમને ભગવટે ભવિષ્યના સંસારને હેતુ થાય છે, ત્યારે જ્ઞાનીને તે કર્મનિર્જરાને હેતુ થાય છે. આમ જ્ઞાની-અજ્ઞાનીની કર્મ પ્રત્યેની દષ્ટિમાં ઘણે તફાવત હોય છે. જ્ઞાન-અજ્ઞાનીની વાણીમાં પણ ભેદ હોય છે. માત્ર શાસ્ત્રો વાંચી પોતાને જ્ઞાની માનનારની વાણીમાં અને જેને અનુભવસ્વરૂપ જ્ઞાન થયું છે તેની વાણુમાં એ તફાવત હોય છે કે દેઢ મુમુક્ષુ કે આત્માથી જીવ તે તરત સમજી જાય છે. આ ભેદ એવો સૂક્ષમ હોય છે કે સામાન્ય જીવ જ્ઞાની-અજ્ઞાનીની વાણને ભેદ સમજી શકતા નથી, અને તેથી કેટલીકવાર અજ્ઞાનીને જ્ઞાની માની, તેની ઉપાસના કરી, વધુ કર્મબંધ કરે છે. આ બંનેની વાણીને ભેદ બતાવતાં શ્રીમદે લખ્યું છે કે – જ્ઞાનીની વાણું પૂર્વાપર અવિરુદ્ધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે. અને અનુભવ સહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. શુષ્કજ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણ હોતા નથી. સર્વથી ઉત્કૃષ્ટ જે પૂર્વાપર અધિપણું તે શુષ્કજ્ઞાનીની વાણુને વિશે વર્તવા યોગ્ય નથી, કેમ કે યથાસ્થિત પદાર્થદર્શન તેને હેતું નથી, અને તેથી ઠામ-ઠામ ક૯૫નાથી યુક્ત તેની વાણું હોય છે, એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કજ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. જ્ઞાની પુરુષને તો સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે, કેમકે પોતે ભાનસંહિત છે, અને ભાનસંહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે તે જાણે છે.”૭૩ પણ જ્ઞાની અજ્ઞાની વચ્ચેના ભેદની ખબર સામાન્ય જીવને પડતી નથી તે આપણે ઉપર જોયું. તેથી તે શ્રીમદે લખ્યું છે કે – જ્ઞાનીનાં વચનોની પરીક્ષા સર્વ-જીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હત. ૭૪ . આ ઉપરાંત જ્ઞાનીની સર્વ વર્તના પ્રારબ્ધના ઉદય પ્રમાણે હોય છે. તેમની ઈચ્છા કે અનિચ્છા હતી નથી, ત્યારે અજ્ઞાની જીવને પ્રવૃત્તિમાં મારાપણું હોય છે, અને પ્રારબ્ધ સાથે તેને ઘણું વાર વિરે હોય છે. આમ જ્ઞાની તથા અજ્ઞાની વચ્ચે વાણું, વર્તન, આદિમાં ઘણે ભેદ હોય છે. જ્ઞાન અને તેના પ્રકાર૭૫ જિનાગમમાં જ્ઞાનના મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ પ્રકાર કહ્યા છે. તે જ્ઞાનના પ્રકાર સાચા છે, ઉપમાવાચક નથી. ૭૩. “શ્રીમદ્ રાજચંદ્ર", આત્તિ ૫, ખંડ ૨, પૃ. ૨૫૪; અગાસ આવૃત્તિ, આંક ૬૭૯. ૭૮. એજન, પૃ. ૨૫૫; ૫. “શ્રીમદ્ રાજચંદ્ર ", અગાસ આવૃત્તિ, આંક : પ૯૭, ૬૭૯, ૭૧૪, ૭૯૯ વગેરે. Page #480 -------------------------------------------------------------------------- ________________ ૬. શ્રીમતી તરવવિચારણા - પત્રોમાં મુખ્ય એવા જ્ઞાનીઓનાં વચનો આશય વાંચો, વિચારો તે શ્રુતજ્ઞાન છે. આ જ્ઞાન કેવળજ્ઞાનની અપેક્ષાએ વિક૯પજ્ઞાન કહી શકાય, પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તે સાધનરૂપ છે. તે જ્ઞાન બારમે ગુણસ્થાને વર્તતા એવા જીવને પણ અવલંબનરૂપ છે, જ્યારે કેવળજ્ઞાન પ્રગટે ત્યારે જ તેનું અવલંબન છોડવાનું જિનાગમમાં જણાવાયું છે, તે શ્રીમ પણ ભારપૂર્વક જણાવ્યું છે. આમ શ્રુતજ્ઞાનનાં ઉપકાર તથા માહામ્ય ઘણાં છે. મતિ અને શ્રુતજ્ઞાન લગભગ સાથે સાથે જ જાય છે; કૃતથી મેળવેલું જ્ઞાન સ્મૃતિમાં રહી જાય એટલે તે મતિજ્ઞાન થઈ જાય છે. આથી મતિ અને શ્રુતજ્ઞાન બંનેનું મહત્ત્વ સરખું જ છે. અવધિજ્ઞાન એટલ સ્થળ, કાળ આદિમાં અમુક હદ સુધીનું જ્ઞાન. આ જ્ઞાન મનુષ્ય જીવોને ચારિત્રપર્યાયની વિશુદ્ધતાના તારતમ્યથી ઊપજે છે. વર્તમાન કાળમાં તે વિશુદ્ધતા પ્રાપ્ત થવી દુર્લભ છે, કેમ કે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્રમેહનીય આદિ પ્રકૃતિના વિશેષ બળ સહિત વર્તતું જોવામાં આવે છે. સામાન્ય આત્મચરિત્ર પણ કઈક જીવન વિશે વર્તવા યોગ્ય છે. તેવા કાળમાં તે જ્ઞાનની લબ્ધિ વ્યવરછેદ જેવી હોય તેમાં કંઈ આશ્ચર્ય નથી. આત્મસ્વરૂપે વિચરતાં તે જ્ઞાનનું અસંભવિતપણું નથી. પરમાર્થથી તે જ્ઞાનને સંભવ છે. મન:પર્યવજ્ઞાન એટલે સામાના મનનાં પરિણામ જાણવાં. આ જ્ઞાનની પણ વર્તમાનકાળમાં અવધિજ્ઞાન જેવી જ સ્થિતિ છે તે શ્રીમદ્દે બતાવ્યું છે. આ બંને જ્ઞાનની જિનાગમમાં બતાવેલી વ્યાખ્યાઓ વર્તમાન જીવો યથાર્થ ન રામજે અને તેનો આશય જાણ્યા વિના તેની જે વ્યાખ્યા તેઓ કરે તે મુખ્ય વ્યાખ્યાથી વિધવાળી હોય તે સંભવિત છે. પણ તેથી આ જ્ઞાન ન હોઈ શકે તેમ નથી, તે જ્ઞાન થવા યોગ્ય છે, તે આત્મદષ્ટિએ જોતાં નિસંદેહ છે. આ જ્ઞાન કઈ રીતે પ્રગટ થાય તે પ્રશ્નના ઉત્તરમાં શ્રીમદ્દે કોઈ મુમુક્ષુને લખ્યું હતું કે – સાધારણપણે દરેક જીવને મતિજ્ઞાન હોય છે, તેને આશ્રયે રહેલા શ્રુતજ્ઞાનમાં વધારો થવાથી તે મતિજ્ઞાનનું બળ વધે છે, એમ અનુક્રમે મતિજ્ઞાન નિર્મળ થવાથી આત્માનું અસંયમપણું ટળી સંયમપણું થાય છે, ને તેથી મન:પર્યવજ્ઞાન પ્રગટે છે. તેને યોગે આત્મા બીજાને અભિપ્રાય જાણું શકે છે. લિંગ-દેખાવ ઉપરથી બીજાના કોઈ હર્ષાદિ ભાવ જાણું શકાય છે, તે મતિજ્ઞાનના વિષય છે. તેવા દેખાવના અભાવે જે ભાવ જાણી શકાય તે મન:પર્યવ જ્ઞાનનો વિષય છે.”૭૬ કેવળજ્ઞાન શ્રીમદે કેવળજ્ઞાન વિશે વધુ વિચારણા કરેલી જણાય છે. કેવળજ્ઞાનના સામાન્ય અર્થ લોકેમાં એ થાય છે કે સમયે સમયનું ત્રણે કાળનું અને ત્રણે લોકનું જ્ઞાન. આ જ્ઞાન આ કાળમાં, આ ક્ષેત્રે, સંભવે નહિ તેવો જિનાગમને અભિપ્રાય છે. ૭૬. “શ્રીમદ્ રાજચંદ્ર ”, આવૃત્તિ ૫, ખંડ ૨, પૃ. ૩૨૬. ૭૭. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, આંક : પ૮ ૭, ૬૨૯, ૭૯, ૬૯૪ વગેરે. Page #481 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ની જીવનસિદ્ધિ કેવળજ્ઞાનમાં ત્રણે કાળનુ જ્ઞાન કેવી રીતે સભવે તે વિશે શ્રીમદ્દે વિચાર કર્યા હતા. વર્તમાનકાળના પદાર્થો જે પ્રમાણે વર્તમાનકાળમાં દેખાય છે, તેમ ભૂતકાળના પદાર્થો ભૂતકાળમાં જે સ્વરૂપે હતા તે સ્વરૂપે વર્તમાનકાળમાં દેખાય છે, અને ભવિષ્યકાળમાં પદાર્થા જે સ્વરૂપ પામવાના છે તે સ્વરૂપે વર્તમાનકાળમાં દેખાય છે; આમ ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળના પદાર્થાનું જ્ઞાન કેવળજ્ઞાનમાં જ્ઞાનની વિશેષતાને લીધે હાય છે. ૪૨ કેવળજ્ઞાનમાં સમયે સમયનું જ્ઞાન હાય છે, તે વિશે પણ શ્રીમદ્દે કેટલેક વિચાર કર્યા છે. કાળના સૂમમાં સૂક્ષ્મ ભાગ એ “સમય” છે. પદાર્થના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ તે પરમાણુ છે, અને અરૂપી પદાર્થીના સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ તે પ્રદેશ છે. તે ત્રણે એટલા બધા સૂક્ષ્મ છે કે અનંત નિર્મળ જ્ઞાન ન થાય ત્યાં સુધી તેના સ્વરૂપને ગ્રહણ કરી શકાય નહિ, સામાન્ય સંસારી જીવાના ઉપયોગ અસખ્યાત સમયવતી હોય છે, પણ સોંપૂર્ણ કષાયહિત દશામાં એક સમયવતી ઉપયાગ આવી શકે છે. તેથી . “ એક સમયનું, એક પરમાણુનું અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને કેવળજ્ઞાન પ્રગટે એમ કહ્યું છે તે સત્ય છે. કષાયરહિતપણા વિના કેવળજ્ઞાનના સભવ નથી. ૭૮ આમ સંપૂણૅ કષાયરહિત સ્થિતિને તમે કેવળજ્ઞાન કહે છે. ભૃત, વર્તમાન અને ભવિષ્યનું જ્ઞાન થાય તે જ કેવળજ્ઞાન એવી શાસ્ત્રકારોએ કેવળ જ્ઞાનની મુખ્યપણે વ્યાખ્યા કરી નથી. જ્ઞાનીપુરુષોએ તા જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને કેવળજ્ઞાન કહ્યું છે, અને તે જ્ઞાનમાં મુખ્ય તો આત્મસ્થિતિ અને આત્મસાધન કહ્યાં છે. જગતનું જ્ઞાન થવુંએ વગેરે જે કહેલ છે તે અપૂર્વ વિષયનુ ગ્રહણ સામાન્ય જીવાથી થવુ અશકય જાણીને કહ્યુ` છે. કેમ કે જગતના જ્ઞાન પર વિચાર કરતાં કરતાં આત્મસામર્થ્ય જણાય. આત્મા જ્યારે શુદ્ધ જ્ઞાનસ્થિતિને ભજે, તેનુ નામ કેવળજ્ઞાન મુખ્યપણે છે. સ પ્રકારના રાગદ્વેષના અભાવ થાય ત્યારે અત્યંત શુદ્ધ જ્ઞાસ્થિતિ પ્રગટે છે. લાકા જે હાલમાં કેવળજ્ઞાનની વ્યાખ્યા કરે છે, તે વ્યાખ્યા વિરાધવાળી દેખાય છે. સદેશકાળાદિનુ જ્ઞાન કેવળજ્ઞાનીને હોય એમ જિનાગમના હાલ રૂઢ અર્થ છે. ખીજાં દર્શનમાં એવા મુખ્ય અર્થ નથી, અને જિનાગમથી તેવા અથ લેાકેામાં પ્રચલિત છે, તે જ કેવળજ્ઞાનના અર્થ હાય તા તેમાં કેટલાક વિરાધ દેખાય છે. સચેાગી કેવળીને મન, વચન અને કાયાના સૂક્ષ્મ યાગ છે, કારણ કે તેમની કાયાસહિત સ્થિતિ હાય છે. તે સ્થિતિ હેાવાથી આહારાદ્રિ અર્થે પ્રવૃત્તિ થતાં ઉપયાગાંતર થાય. તે વખતે કેવળીને કેવળજ્ઞાનમાં ઉપયાગ ન વર્તે, અને જો એમ અને તે કેવળજ્ઞાનને અપ્રતિહત કહેલ છે, તે પ્રતિહત થાય. વળી, જો કેવળજ્ઞાનમાં આરસીની જેમ જ્ઞાન પ્રતિબિંબિત થાય છે એવું સમાધાન કરવામાં આવે તેાપણુ પ્રશ્ન થાય તેવુ છે. આરસીમાં પ્રતિષિ’ખિત ૭૮, શ્રીમદ્ રાજદ્ર '', આવૃત્તિ ૫, ખંડ ૨, પૃ. ૨૫૬; અગાસ આવૃત્તિ, આંક ઃ ૬૭૯, 66 Page #482 -------------------------------------------------------------------------- ________________ ૯. શ્રીમદની તત્ત્વવિચારણા - પત્રોમાં ૪૧૩ થતા પદાનું જ્ઞાન આરસીને નથી, ત્યારે કેવળીને તે જ્ઞાન હાય છે. આમ સચેાગી કેવળી માટે વિચારતાં કેવળજ્ઞાનના રૂઢ અર્થ બંધબેસતા લાગતા નથી. આથી સર્વ દેશકાળાદિનુ જ્ઞાન કેવળીને હાય તે સિદ્ધ કેવળીને સ`ભવી શકે, કેમ કે તેમને ચેાગધારીપણું નથી. આમાં પણ પ્રશ્ન થઈ શકે તેવુ` છે. જિનાગમ પ્રમાણે તે દેહધારી કેવળી અને સિદ્ધને વિશે કેવળજ્ઞાનના ભેદ થતા નથી, બંનેને સર્વ દેશકાળાદિનું સંપૂર્ણ જ્ઞાન હોય તેમ રૂઢ અર્થ છે. કેવળજ્ઞાનને રૂઢ અર્થ લેતાં તેમાં કેટલાક વિધ આવે છે, તે શ્રીમદ્દે ખતાવ્યું છે. તેથી તેને જ્ઞાનીગમ્ય રાખવા ભલામણ કરી છે. અને જ્ઞાનનું અત્યંત શુદ્ધપણું”, સંપૂર્ણ રાગદ્વેષરહિતપણું, સંપૂર્ણ ક રહિત સ્થિતિ વગેરે અપેક્ષાએ કેવળજ્ઞાનનુ સ્વરૂપ સમજવાનુ તેમણે જણાવ્યું છે. જ્ઞાન – વિવેકજ્ઞાન૭૯ જે વડે વસ્તુનુ સ્વરૂપ જણાય તે જ્ઞાન, અને મિથ્યાત્વ સહિતનું જ્ઞાન તે અજ્ઞાન. આમ જ્ઞાનરહિત સ્થિતિ તે અજ્ઞાન નથી. જીવ અનાદિકાળથી નરકાદિ સ્થળામાં પુનઃ પુનઃ દુઃખના અનુભવ કરતા આવ્યા છે. તેનુ કારણ તેને સાચું જ્ઞાન નથી તે છે. આ અજ્ઞાનાદિ ટાળવા માટે જ્ઞાનની પરિપૂર્ણ આવશ્યકતા છે. જ્ઞાન મેળવવા માટે પદાર્થોનુ' સ્વરૂપ જાણવુ જોઈ એ. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર એ મુખ્ય સાધન છે. અને તે વિચારને માટે વૈરાગ્ય તથા ઉપશમ એ બે મુખ્ય આધાર છે. સત્પુરુષના વચનના યથા ગ્રહણ વિના ઘણુ કરીને વિચાર ઉદ્દભવતા નથી. અને સત્પુરુષનાં વચનાનું યથાર્થ ગ્રહણ અનન્ય આશ્રયભક્તિ પરિણામ પામે ત્યારે થાય છે. આમ જ્ઞાન માટે ભક્તિ એ મુખ્ય પાયેા છે. સત્પુરુષના આશ્રયથી સત્યનું જ્ઞાન થાય છે. અને તેથી જીવની મિથ્યા પ્રવૃત્તિ ટળે છે. કેમ કે જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે મિથ્યા પ્રવૃત્તિ જાય તેવા જિનના નિશ્ચય છે. આમ સત્પુરુષના યાગથી આવેલુ. સતુ-અસત્ જાણવાનુ. વિવેકજ્ઞાન એ અધારામાં પડેલા આત્માને ઓળખવાના દીવા છે. એ વિવેકથી ધર્મ ટકે છે. આત્માનાં છ પદને વિવેકજ્ઞાનથી સિદ્ધ કરે તેને શ્રી જિને સમ્યગ્દર્શન કહેલ છે. પૂના વિશેષ અભ્યાસખળથી કે સત્સંગના આશ્રયથી તે છ પદને વિશે વિચાર ઉત્પન્ન થાય છે. અને તેમાં વિવેજ્ઞાનના ઉપયાગ રાખતાં અનિત્ય પદાર્થ પ્રત્યેની માહબુદ્ધિ ટળે છે. સત્સ`ગ, સત્શાસ્ત્ર અને પાતામાં સરળ વિચારદશા કરવાથી વિશેષ વિવેકજ્ઞાનના ઉદ્યય થાય છે. તે વિશે સ`શય ઉત્પન્ન થાય તો ધીરજથી વિચારતાં તે શાંત થાય છે. પણ અધીરજ લાવતાં જીવને પાછા ફરવાના વખત આવે છે, અને સ`સાર પરિભ્રમણના યાગ થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ, આંક ઃ ૫૬૯, ૫૭૦ વગેરે. # ૫૯. Page #483 -------------------------------------------------------------------------- ________________ શ્રેમની જીવનંસિદ્ધિ તેની મેહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલતું આવ્યું છે, અને મેહથિ છેદવાનો વખત આવ્યા પહેલાં ડું ઘણું આવેલ વિવેકજ્ઞાન છૂટી જાય તેવું પણ ઘણી વાર બનેલ છે. આથી દઢ નિશ્ચય કરી તે વિજ્ઞાનને વિકસાવવાને, પ્રાપ્ત કરવાનો અનુરોધ શ્રીમદ્દે કર્યો છે. સારાસારનું વિજ્ઞાન સૌથી વિશેષ મનુષ્યભવમાં સંભવિત છે. તેથી તે દેહ સફળ કરવા માટે પણ વિવેકજ્ઞાન ખીલવવું જરૂરી છે. તે દેહ ગયા પછી એવું જ્ઞાન મેળવવામાં ઘણે સમય પસાર થઈ જાય છે. જાતિસ્મરણ જ્ઞાન પુનર્જન્મ આમાં છે અને તે નિત્ય છે તે જ્ઞાનીઓનો અભિપ્રાય છે, જ્યાં સુધી જીવ જીવનમુક્ત દશા ન પામે ત્યાં સુધી તે, પોતાના કર્મ અનુસાર, એક પછી એક દેહ ધારણ કર્યા કરે છે, અને છોડ્યા કરે છે. આ ભવ હોય તો તે પહેલાંના ભાવ પણ હોવો જોઈએ, અને આ ભવ છે તે તે પછીને ભવ પણ છે, એ દૃષ્ટિએ પૂર્વજન્મ અને પુનર્જનમ સિદ્ધ થાય છે. - કબૂતર આદિ જાતિમાં નિહિ“સકપણું, સર્પ આદિમાં ક્રોધ, કૂતરામાં વફાદારી, એમ જુદાં જુદાં લક્ષણેની વિશેષતા દેખાય છે તે જ પૂર્વજન્મની સાક્ષીરૂપ છે. ગતભવમાં રહી ગયેલા સંસ્કારો આ ભવમાં દેખાય છે. સર્વ પિતાના કર્માનુસાર સુખદુઃખ આદિ મેળવે છે, એથી જ તે કોધી માતાપિતાનાં સંતાને શાંત, નીતિવાળાનાં અનીતિવાળાં, વિષયીનાં યેગી, વગેરે વિરોધવાળાં સંતાનો જોવા મળે છે. અને એ જ પૂર્વ જન્મ હોવાની ખાતરી આપે છે. આ પહેલાંને ભવ હોય તે આ પછીને ભવ પણ હોય જ, તે દૃષ્ટિએ જોતાં પુનર્જન્મની પણ ખાતરી થાય છે. આ પૂર્વના ભવનું જ્ઞાન થવું તેને જાતિસ્મરણજ્ઞાન કહે છે. પૂર્વે આ જીવે શું શું ભોગવ્યું છે, શું શું કર્યું છે તેનું જ્ઞાન તે જાતિસ્મરણજ્ઞાન. આ જ્ઞાન આત્માની નિર્મળતા થયે થાય છે, તેથી સર્વ જીવને તે જ્ઞાન સંભવતું નથી. જ્ઞાનની તરતમતા અનુસાર વધતા-ઓછા ભાવ જાણી શકાય છે. મોક્ષ૮૧ જીવની સંપૂર્ણ કર્મ રહિત સ્થિતિ તે મેક્ષ. સર્વ અન્યભાવથી આત્મા રહિત છે. સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જેને અસંગપણું વતે છે, જેને આત્મભાવમાં જ સતત રહેવું થાય છે, અને કઈ પણ પુદ્દગલ પરમાણુને જેને સંગ નથી, તેવી આત્મદશાને મોક્ષ કહેલ છે. મેક્ષમાં અનંતસુખ, અનંતદર્શન અને અનંતજ્ઞાન આત્માને હોય છે. તેથી તે દશા પ્રાપ્ત કરવી તે કર્તવ્ય છે. તે દશા મેળવવા જે માગે ચાલવું જોઈએ તે માર્ગ એક જ છે, ૮૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક : ૬૪, ૬૨ વગેરે. આ વિશે વધુ માહિતી માટે જુઓ પ્રકરણ ૧, “ જાતિસ્મરણજ્ઞાન”. ૮૧. “ શ્રીમદ્ રાજચંદ ”, અગાસ આવૃત્તિ, આંકઃ ૨૪૯, ૪૨, ૫૩૦, ૬૯, ૫૬૯, ૮૧ વગેરે Page #484 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રીમદની તત્વવિચારણા - પત્રોમાં બે નથી. જગતમાં અનેક મત પ્રવર્તે છે, પણ તે તે દેશ, કાળ આદિની ભિન્નતાને લઈને છે. ભૂતકાળમાં જે માગે જ્ઞાનીઓ મોક્ષ પામ્યા, વર્તમાનકાળે જે માગે મોક્ષ પામે છે અને ભવિષ્યકાળે જે માગે મોક્ષ પામશે તે જ્ઞાન, દર્શન અને ચારિત્રની શુદ્ધતારૂપ મોક્ષમાર્ગ એક જ છે. તેમાં જાતિ, વેશ આદિને ભેદ નથી. તેથી તે શ્રીમદ્દે કહ્યું છે કે જે વાટેથી શ્રી મહાવીર તર્યા છે તે જ વાટેથી કૃષ્ણ તરશે, અને જે વાટેથી કૃષ્ણ તરવાના છે તે જ વાટેથી શ્રી મહાવીર તર્યા છે, એટલે કે માર્ગભેદ નથી. જ્ઞાન, દર્શન અને ચારિત્રની શુદ્ધતારૂપ માર્ગ મળવો એટલો સુલભ નથી, કારણ કે તે માર્ગ જ્ઞાનીને આશ્રયે રહીને આરાધવામાં આવે તે જ સફળ થાય છે. જ્ઞાની પુરુષે જે રસ્તા બતાવ્યો છે તે રસ્તે ચાલવામાં આવે તે જ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. આથી જ્ઞાની પુરુષ મળ્યા પછી અને તેમનામાં શ્રદ્ધા થયા પછી માર્ગ પ્રાપ્તિ સુલભ છે. પણ જ્ઞાની પુરુષ મળવા કે તેમનામાં શ્રદ્ધા થવી તે અતિ દુર્લભ છે. મિથ્યાત્વ, અજ્ઞાન, સ્વચ્છદ, કષાય આદિ અવગુણે જીવમાં એવા પ્રવર્તતા હોય છે કે જીવને તે જ્ઞાની પુરુષની ઓળખાણ થવા દેતા નથી, અને તેથી માર્ગ પ્રાપ્તિ બહુ દુર્લભ બની જાય છે. તેથી તે જીવ અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે, પણ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરી શકતું નથી; અજ્ઞાનાદિને લીધે ભૌતિક સુખમાં જ લેભાઈ આત્માના સાચા સુખનો પરિચય પામી શકતું નથી. આમ જે જ્ઞાનીને વેગ થાય તે મોક્ષમાર્ગ મળ બહુ સુલભ છે, અને તેથી જ્ઞાની પુરુષ મળે મોક્ષ હથેળીમાં છે તેમ શ્રીમદે એક પત્રમાં જણાવ્યું છે. અને એ જ કારણે શ્રીમદે પુરુષને “મૂર્તિમાન મોક્ષ” તરીકે પણ ગણવેલ છે. જ્ઞાની મળ્યા પછી પણ જ્ઞાન કે ક્રિયામાગે જવાથી મોક્ષ જલદીથી મળતું નથી, કારણ કે તેમાં “હું મોક્ષમાર્ગ આરાધું છું” વગેરે રૂપે અહંકાર આવવાને ઘણે સંભવ રહે છે. તેથી ભક્તિમાર્ગ એ મેક્ષ મેળવવા માટે ઉત્તમ ઉપાય છે. ભક્તિમાં સદ્દગુરુને ચરણે સર્વ સમપી દેવાનું છે, ભક્તનું પોતાનું કશું રહેતું નથી, તેથી અહંકાર, મમતા આદિ અવગુણેને આવવાને અવકાશ રહેતો નથી. વળી, તેનાથી નમ્રતા, વિવેક આદિ ગુણે પણ ખીલે છે, તેથી ભક્તિમાર્ગે જવાથી સહેલાઈથી મોક્ષ મળે તેમ શ્રીમદનું જણાવવું છે. બંધન અને મુક્તિ એ જીવના મનના પરિણામ ઉપર આધાર રાખે છે. જેનાં રાગદ્વેષ ગયાં, અને જેની સહજસ્વરૂપ સ્થિતિ થઈ તેને મોક્ષ હાથવેંતમાં છે. અને જેને રાગદ્વેષ, અજ્ઞાન આદિ છે તેને કર્મબંધ વધતાં સંસારવૃદ્ધિ થાય છે. આમ બાહ્ય સ્થિતિ કરતાં આંતર પરિણામ ઉપર જ મોક્ષનો આધાર છે. આમ મોક્ષ એટલે શું? તે કેવી રીતે મળે? તે ક્યારે મને કહેવાય? વગેરે વિશે શ્રીમદ્દે જુદી જુદી જગ્યાએ પોતાના વિચારો દર્શાવ્યા છે. આ મોક્ષ મેળવવા માટે મનુષ્યદેહની આવશ્યકતા છે, તેથી તેનું માહાત્મ્ય પણ શ્રીમદ્દે ઘણી વાર બતાવ્યું છે. ચારે ગતિમાં એક મનુષ્ય ગતિ જ એવી છે કે જ્યાં મોક્ષ મેળવવાનો પુરુષાર્થ કરી શકાય છે. મનુષ્ય દેહમાં જ વિવેકશક્તિ અને પુરુષાર્થ કરવાની શક્તિ મળે છે, તેથી અન્ય કોઈ દહે મુક્તિ મળતી નથી, અર્થાત્ દરેક મુક્તામાને છેલ્લો દેહ મનુષ્યદેહ હોય છે. ૫૯ Page #485 -------------------------------------------------------------------------- ________________ r પંચમહાવ્રત અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય અને અપરિગ્રહ — એ મુનિઓએ પાળવાયેાગ્ય પાંચ મહાવ્રત જૈન તથા કેટલાંક અન્ય દનામાં પણ જણાવાયાં છે. તે દરેકનું માહાત્મ્ય ઘણું' છે. શ્રીમદ્દી જીવનસદ્ધિ આત્માના કલ્યાણ માટે સર્વ પ્રકારના પ્રાણાતિપાત, સર્વ પ્રકારના મૃષાવાદ, સ પ્રકારનાં અદત્તાદાન, સર્વ પ્રકારનાં મૈથુન તથા સર્વ પ્રકારના પરિગ્રહથી નિવવાની મુનિને આજ્ઞા છે. આ સર્વવિરતિની ભૂમિકાનાં લક્ષણેા છે. આમાંથી ચાર પ્રકારનાં મહાવ્રતમાં, મૈથુન સિવાયમાં, ભગવાને અપવાદ પણ નિરૂપ્યા છે, જે પ્રત્યક્ષ તે મહાવ્રતને ખાધાકારી લાગે, તાપણ જ્ઞાનદૃષ્ટિથી જોતાં તે રક્ષણકારી છે. આ અપવાદો કઈ રીતે રક્ષણકારી છે, તે શ્રીમદ્દે લલ્લુજી મહારાજને જણાવ્યું હતું. તે પરથી શ્રીમની વિચારણા જાણી શકાય છે. હિંસાથી ઘણો પાપબંધ થાય છે, તેથી હિ સાથી નિવવાની આજ્ઞા ભગવાને કરી છે, તેમ છતાં નદી ઊતરવા જેવા પ્રાણાતિપાતના પ્રસંગની આજ્ઞા કરી છે. નદીમાં ચાલે ત્યારે પાણીના જીવ હણાય અને હિંસા થાય, તેમ છતાં ભગવાને આજ્ઞા આપી છે. તેના હેતુ એવા છે કે હિંસાથી નિવવાની આજ્ઞા પાળતાં લેકસમુદાયના વિશેષ સમાગમ થાય તેથી પચમહાવ્રત નિર્મૂળ થવાના વખત આવે એમ જાણીને નદી ઊતરવાનુ ભગવાને કહેલ છે. તેમાં ૫ંચમહાવ્રતની રક્ષાના હેતુ એવું જે કારણ તે પ્રાણાતિપાતની નિવૃત્તિના પણ હેતુ જ છે. આમ આ પ્રાણાતિપાતની આજ્ઞા, વિચાર કરતાં, પહેલા વ્રતની દૃઢતાને અર્થે જ છે. આવું જ ખીજા* વ્રતા માટે છે. પરિગ્રહથી સર્વથા નિવતું... છું, એવું વ્રત હાય છતાં વજ્ર, પાત્ર, પુસ્તક વગેરે અલ્પ પ્રમાણમાં રાખવાની આજ્ઞા અપાયેલી છે, મૂર્છારહિતપણે નિત્ય આત્મદશા વધવા માટે પુસ્તક રાખવાની આજ્ઞા અપાઈ છે, તથા શરીરના બંધારણ આદિનું હીનપણુ જોઈ ચિત્તસ્થિતિ સમપણે રાખવાના અર્થે વસ્ત્ર, પાત્ર પણ મૂર્છારહિત ભાવે રાખવાની ભગવાનની આજ્ઞા છે. આમ આ ચાર પ્રકારનાં વ્રતામાં, તે વ્રતાના પાલન અર્થે, થોડી ઘેાડી છૂટ ભગવાને આપી છે. પણ ચાથા બ્રહ્મચર્યવ્રતમાં તેવી કેાઈ છૂટ અપાઈ નથી. તે વ્રતના ભગ રાગદ્વેષ વિના થઈ શકતા ન હેાવાથી તેમાં છૂટના સથા નિષેધ કરવામાં આવ્યેા છે. આ વ્રતને અનપવાદ વ્રત કહેલ છે. પુરતક, પાત્ર, વજ્ર આદિ પરિગ્રહ કે નદી પાર ઊતરવી વગેરે રાગદ્વેષ વિના કરી શકાય છે. એટલે કે તે અપવાદોમાં વ્રતમાં અમુક છૂટ લેવાતી હાવા છતાં રાગદ્વેષરહિતપણું રાખી શકાય છે, પણ મૈથુનમાં તેમ થઈ શકતું ન હોવાથી તેમાં અપવાદ નથી.૮૨ મુનિના આચાર મુનિને પાંચ મહાવ્રતનું પાલન થાય તેવા આચારથી વર્તવાનું જિનાગમમાં જણાવાયું છે. અને તે સંયમના હેતુથી પત્ર લખવાનું કે સમાચારાદિ કહેવાનું પણ નિષિદ્ધ કરેલ ૮૨. “ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ, આંક : ૫૦૧, ૫૦૩ વગેરે, Page #486 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રીમદની તવવિચારણા - પત્રમાં છે. તેનાથી લેકસમાગમ વધે, પ્રીતિ-અપ્રીતિનાં કારણે વધે અને સંયમમાં ઢીલાશ આવે. વળી, તેનાથી, વિના કારણ પરિગ્રહ પણ વધે, તેથી પત્રાદિને નિષેધ છે. પણ તેમાં અપવાદ છે. કઈ જ્ઞાની પુરુષનું દૂર રહેવું થતું હોય, તેમને સમાગમ થવો મુશકેલ હોય અને પત્ર-સમાચાર સિવાય બીજો ઉપાય ન હોય તે, આત્મહિત સિવાય બીજા સર્વ પ્રકારની બુદ્ધિને ત્યાગ કરી, જ્ઞાની પુરુષની આજ્ઞાએ કે મુમુક્ષુની આજ્ઞાએ પત્રાદિ લખવાનો નિષેધ નથી. પત્રાદિ લખવાથી જ્યાં આત્મહિતનો નાશ થતો હોય ત્યાં તેની ના કહી છે. પણ જ્યાં આત્મહિતને પોષણ મળતું હોય ત્યાં તેવી ના કહી નથી. આમાં મૂળ સંયમના હેતુને પિષણ થાય તે આચાર મુનિએ પાળવો જોઈએ, તે જિનાગમને અભિપ્રાય શ્રીમદે જણાવ્યો છે. પદશનની મીમાંસા બદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જેન અને મીમાંસા – પૂર્વ તથા ઉત્તર– એ પાંચ દર્શન ઉપરાંત ચાર્વાક સહિત છ દર્શન શ્રીમદ્દે ગણાવ્યાં છે. પહેલાં પાંચ દર્શન આસ્તિક એટલે આત્મા, બંધ, મોક્ષ આદિને સ્વીકાર કરનાર છે. નૈયાયિકના જેવો અભિપ્રાય વૈશેષિક છે, અને સાંખ્ય જે ચોગને અભિપ્રાય છે, તેમાં સહજ ભેદ છે તેથી તે દેશના જુદાં ગણેલ નથી. પૂર્વ અને ઉત્તર એમ મીમાંસા. દર્શનના બે ભેદ છે, તેમાં વિચારને પણ તફાવત છે, છતાં મીમાંસાથી બંનેનું ઓળખાણ થતું હોવાથી બંનેને શ્રીમદ્દે એકમાં ગણવેલ છે. પૂર્વમીમાંસા “જેમિની” તરીકે અને ઉત્તર મીમાંસા “વેદાંત” તરીકે પ્રસિદ્ધ છે. બૌદ્ધ અને જન સિવાયનાં બાકીનાં દર્શને વેદને મુખ્ય રાખી પ્રવર્તે છે. તેથી તે વેદાશ્રિત દર્શને છે; બૌદ્ધ અને જૈન સ્વતંત્ર દશને છે. દરેક દર્શન જગતને અનાદિ માને છે. બૌદ્ધાદિ જગકર્તા ઈશ્વરને માનતા નથી. તૈયાયિકના મતે તટસ્થપણે ઈશ્વર ર્તા છે, વેદાંતે ઈશ્વરને કલ્પિતપણે સ્વીકાર્યો છે, જેમના મતથી ઈશ્વર નિયંતાપ છે. આમ દરેક દર્શનને જગત પ્રત્યેનો અભિપ્રાય શ્રીમદ્ વિચાર્યું છે. બૌદ્ધદર્શન આત્માને ક્ષણિક માને છે, નિયાયિક આત્માને અનેક માને છે, સાંખ્યને મતે અસંખ્ય આત્મા નિત્યપ છે, જેનના મતે આત્મા અનંત દ્રવ્ય, પરિણામી અને અસંખ્યાત પ્રદેશ છે, વગેરે સર્વ દર્શનનો આત્મા વિશેનો અભિપ્રાય પણ તેમણે વિચાર્યું છે. આ બધાં દર્શને આત્માનું નિરૂપણ કરતાં હોવા છતાં તેમાં ભેદ જણાય છે, તેના કારણરૂપે નજીવી બાબતને આગ્રહ, પ્રવર્તક જીવોનું અજ્ઞાન વગેરે જણાવેલ છે. અને આ છયે દર્શનમાં શ્રીમદે જનધર્મને તેની વિચારણા, ન્યાય, સર્વજ્ઞતા, પવિત્રતા, દયા આદિને લીધે શ્રેષ્ઠ ગણાવ્યો છે, પણ તેની શ્રેષ્ઠતા તેમણે સર્વધર્મની વિચારણા કર્યા પછી જ સ્વીકારી હતી. ૮૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક : ૧૧, ૭૧૩ વગેરે. Page #487 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ જનધમ આત્માને સાચી રીતે ઓળખનાર તથા ઓળખાવનાર તે જન ધર્મ છે. તેમાં ધ્યાન સૂમ બાધ છે. તેના સિદ્ધાંત પવિત્ર છે. અને તેને આશય પ્રત્યેક જીવનું કલ્યાણ કરવાને છે. તેના જેવી તત્વની સમજ સૂક્ષમતાથી બીજા કોઈ ધમે આપી નથી, એ વગેરે કારણોને લીધે શ્રીમને જૈન ધર્મ ઉત્તમ જણ હતા. તેમાં જે ગૃહસ્થના, મુનિના આચારવિચાર બતાવાયા છે, તેવા કલ્યાણકારી અન્ય કઈ ધર્મમાં નથી. તેના જેવું ત્યાગનું નિરૂપણ, સત્ય, અહિંસા આદિનું નિરૂપણ બીજા કેઈ ધર્મમાં એવી ઝીણવટથી થયેલ નથી. વળી, જનનાં આત્માથી, મતાથી, સદ્દગુરુ, અસદ્દગુરુ, મુનિ, પંચમહાવ્રત, નવ તવ, છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય વગેરેનું એટલી સારી રીતે નિરૂપણ થયેલ છે કે તેથી ઉત્તમતા જણાયા વિના ન રહે. આમ અનેક કારણો જુદી જુદી જગ્યાએ દર્શાવી શ્રીમદે જૈનધર્મની ઉત્તમતા બતાવી છે. જૈન માગ પ્રગટ કહેવાને યોગ્ય કાણ?૮ ૮ જૈન માર્ગ સમજે તથા સમજાવવું કઠણ છે તેથી તે પ્રવર્તાવનારની ઘણી વિશેષ યોગ્યતા હોવી જોઈએ. જે માર્ગ સર્વજ્ઞ તીર્થકર પ્રભુએ પ્રવર્તાવ્યો છે, તે માર્ગ પ્રવર્તાવવા માટે તેમના જેટલા નહિ, પણ અન્ય ધર્મ કરતાં ઘણું વિશેષ ગુણ પ્રવર્તાવનામાં લેવા જોઈએ. શ્રીમદે જેમને જ્ઞાની પુરુષ ગણ્યા છે તે જ્ઞાનીનાં સર્વ લક્ષણે ધરાવનાર તથા સર્વસંગપરિત્યાગી હોય તે જ તેમની દષ્ટિએ આ માર્ગ પ્રવર્તાવવાને ગ્ય છે. આવા પુરુષને વિશે સહજસ્વરૂપ આત્મજ્ઞાન હોય, કષાયની મંદતા હોય, રાગદ્વેષનું અતિ અલ્પત્વ હોય, કેઈમાં પણ મમત્વ કે અહંભાવ ન હોય, દહપ્રતિ પણ મમત્વ ન હોય, વિશુદ્ધ પરિત્યાગ હાય, પંચમહાવ્રતનું પાલન હોય, પરિષહ કે ઉપસર્ગમાં પણ સમતા હોય; એવાં અનેક ગુણે અને લક્ષણે ધરાવનાર આ માર્ગ પ્રગટ કહેવાને ગ્ય શ્રીમદે ગણેલ છે. એટલે કે તેરમે ગુણસ્થાને વર્તતા એવા સગી કેવળી માર્ગ ઉપદેશવા માટે શ્રેષ્ઠ છે અને તેમની ગેરહાજરીમાં છÈ કે સાતમે ગુણસ્થાને વર્તતા એવા નિગ્રંથ મુનિને તેમણે માર્ગ પ્રવર્તાવવાને યોગ્ય ગણ્યા છે. તે દૃષ્ટિએ જોતાં પિતાને સર્વસંગપરિત્યાગ થયો ન હતોતેથી તેઓ પિતાને માર્ગ પ્રવર્તાવવાને અયોગ્ય ગણતા હતા, અને તે ત્યાગ થયા પછી જ માર્ગ પ્રકાશવાન તેમણે નિર્ણય લીધો હતો. પણ જે વેદોક્ત માર્ગ પ્રકાશ હાય તો તેમને પિતાની યથાયોગ્યતા લાગતી હતી. શ્રીમની દૃષ્ટિએ જનધમની વર્તમાન સ્થિતિ૮૫ શ્રીમદ્દ તીર્થકર પ્રભુએ પ્રવર્તાવેલા માર્ગની વર્તમાન સ્થિતિ ઘણી ખેદજનક લાગતી હતી. એ માર્ગમાં દિગંબર, તાંબર, સ્થાનકવાસી, લંકાગ, તપાગચ્છ, ઢુંઢિયા આદિ અનેક ફાંટા પડી ગયા છે, અને તેઓ બધા એકબીજાનું ખંડનમંડન કરવામાં જ સમય ૮૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક : ૧૭૦, ૫૪૮, ૭૦૮, ૮૩૭ વગેરે. ૮૫. એજન, આંકઃ ૪૦, ૧૬૯, ૨૦૭, ૪૦૩ વગેરે. Page #488 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રીમની તત્વવિચારણ- પત્રોમાં પસાર કરે છે. કાનામાં શું દોષ છે તે શોધવામાં અને તેના ઉપર પ્રહાર કરવામાં જ લોકો લુબ્ધ બન્યા છે; વળી, પોતે જે કરે છે તે ઉત્તમ જ છે, તેવી માન્યતા પણ તેઓ ધરાવે છે, પરિણામે આત્મકલ્યાણને સાચા માર્ગ તેઓ અપનાવી શકતા નથી. આ માર્ગમાં પણ યથાર્થ માર્ગ પામેલા, તને સાચી રીત સમજેલા, આત્મજ્ઞાન પામેલા પુરુ આંગળીને વેઢે ગણી શકાય તેટલા પણ રહેલ નથી. આને ખેદ તેમને વારંવાર થઈ આવતો હતો. માત્ર મતાગ્રહમાં પડેલા લેકેને જોઈ, તેમની આત્માર્થતા ઘટતી જોઈ તેમને બહુ દુઃખ થતું. લોકો તરવાના કામી જણાતા હતા, પણ સાચા માર્ગની અપ્રાપ્તિને લીધે તેઓ આવી ખોટી રીતે વર્તતા હતા તે શ્રીમદ્દને અભિપ્રાય હતો. મુનિઓના આચારવિચાર પણ તીર્થકર પ્રભુએ જણાવ્યા હતા તે પ્રમાણે ન રહ્યા હોવાથી, તેમાં ઘણું શિથિલતા દેખાતી હોવાથી, તેમણે એક વખત લખ્યું હતું કે આધુનિક મુનિઓને સૂત્રાર્થ શ્રવણને ચાગ્ય પણ રહેલ નથી. અલબત્ત, તેમાં અપવાદ તે જરૂર હાય, પણ મોટા ભાગના મુનિઓ પોતે જ માર્ગને પામેલા ન હોય ત્યાં લોકોને શી રીતે માર્ગ પમાડે ? મુનિના આચારમાં શિથિલતા વધવાનું કારણ તેમણે યથાયોગ્યતા વિના દીક્ષા ગ્રહણ કરવી તે માન્યું છે. આમ સાચો માર્ગ પામ્યા વિના માર્ગ પ્રવર્તાવવામાં આવે તે મતમતાંતર વધે તે દેખીતું જ છે. શ્રીમની મતમતાંતર વિશેની દષ્ટિ ધર્મમાં પ્રવર્તતા અનેક મતમતાંતર અન વાડાઓ જોઈ ને શ્રીમદ્દનું દિલ બહુ દુભાતું હતું. તેઓ આ સર્વ મતમતાંતરની વિરુદ્ધ હતા. તેઓ હંમેશાં મુમુક્ષુઓને એક જ બોધ આપતા કે મતાંતરથી દૂર રહેવું, અને આત્માનું કલ્યાણ કરવામાં જ લક્ષ પરોવવું. મતમતાંતરથી કેઈનું ક્યારેય પણ કલ્યાણ થતું નથી. વર્તમાન સ્થિતિમાં વર્તતા કર્મને લીધે કંઈ ન સમજાય તેવું બને, તેથી જુદા જુદા મત બાંધીને બેસી જવામાં કલ્યાણ નથી. જેમ અજ્ઞાન વધારે તેમ મતાંતર વધારે. કારણ કે, શ્રીમદે જણાવ્યું છે તેમ, કોટિ જ્ઞાનીનો એક અભિપ્રાય છે અને એક અજ્ઞાનીના કોટિ અભિપ્રાય છે, જ્યાં જ્ઞાન છે ત્યાં મતાંતરને અવકાશ જ નથી, કારણ કે મેક્ષના માર્ગ બે નથી. આથી જ્ઞાન મેળવવાનો જ પ્રયત્ન કરો. જ્ઞાન થશે એટલે બધાં મતાંતરોનો આપોઆપ ખુલાસે થઈ જશે. નાનાં નાનાં મતાંતરો પાછળ લોકોને જિંદગી વેડતા જેઈને તેમને બહુ કરુણું આવતી. અજ્ઞાનને લીધે સાચે ખુલાસે મળે નહિ, અને ટે રસ્તે જ આખી જિંદગી વ્યતીત થઈ જાય, એ જોઈને તેમનું હૃદય કરુણાથી ભરાઈ જતું. આવી સ્થિતિ જોયા પછી, તેઓ સવ મુમુક્ષુઓને આવાં મતાંતરથી દૂર રહેવાની જ ભલામણ કરતા. કેઈ કંઈ પુછાવે તો પણ તેમાં ન પડવાની અને આત્માને ઓળખવાને પુરુષાર્થ કરવાની સલાહ તઆ આપતા. આત્મા આળખાયા પછી આવા મતભેદોને અવકાશ. રહેતો નથી, તેમ તેમનું માનવું હતું. તેથી કઈ વસ્તુ ન સમજાય તો પણ ત્યાં અટકવાને Page #489 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદુની જીવનસિદ્ધિ બદલે તેઓ આગળ વધવાની સૂચના મુમુક્ષુઓને આપતા હતા. તેમનું લક્ષ એક જ હતું કે લોકો સાચો માર્ગ પામે તો સારું, કે જેથી તેમના આત્માનું કલ્યાણ થાય. આથી તેમના લખાણમાં પણ મતભેદો મટે તેવા પ્રકારનું જ લખાણ જોવામાં આવે છે. જિગતનું સ્વરૂપ જગત એ ચેતન અને જડનું બનેલું છે. જેમ ચેતનમાં અમુક પ્રકારની શક્તિ છે, તેમ જડમાં પણ અમુક પ્રકારની શક્તિ છે. જ્યાં જડ અને ચેતન સાથે રહે છે તેને લોક કહે છે? અને જ્યાં એકલું અચેતન આકાશ છે તેને અલક કહે છે. જગતમાં મુખ્ય બે તત્ત્વ છેઃ જડ અને ચેતન. તેની સાથે બીજા સાત તા પણ છે : પાપ, પુણ્ય, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ. આ સાતે તો આમાની રિથતિ અનુસાર બતાવાયાં છે. પદાર્થની રીતે જોઈએ તો જગત છ દ્રવ્યનું બનેલું છે. ૧. જીવાસ્તિકાય, ૨. પુદગલાસ્તિકાય, ૩. ધર્માસ્તિકાય, ૪. અધર્માસ્તિકાય, ૫. આકાશાસ્તિકાય અને ૬. કાળ. તેમાં પહેલાં પાંચ અસ્તિકાય આવે છે. આ પાંચે અસ્તિકાય અનાદિથી છે, અને અનાદિ કાળથી હોવા છતાં અનંત કાળ સુધી રહેવાનાં છે. આમ જડ અને ચેતન ઉભયથી બનેલા આ જગતને શ્રીમ, તીર્થંકર પ્રમુના જણાવ્યા પ્રમાણે, અનાદિ-અનંત કહેલ છે. આ જગતની શરૂઆત કયારે થઈ તે કેઈથી જાણી શકાયું નથી. જોકે કેવળજ્ઞાનમાં તે દૃષ્ય હોવા છતાં તે કહી શકાયું નથી, તે અપેક્ષાએ જગતને અનાદિ ગણેલ છે. ભૂતકાળમાં અનંત જી મુક્તિમાં ગયા છે, વર્તમાનમાં જાય છે અને ભવિષ્યકાળમાં અનંત જીવો મુક્તિ માં જવાના છે, તેમ છતાં આ જગતનો અંત આવવાને જ નથી. સંસાર તે જે પ્રમાણે ચાલે છે તે પ્રમાણે ચાલ્યા જ કરવાનો છે. અનાદિ કાળથી જીવ મુક્તિ પામતા આવ્યા છે, છતાં જગતનો અંત આવ્યો નથી, તેમ અનત કાળ પછી પણ તે જગત તે રહેવાનું જ છે. એ અપેક્ષાએ જગતને તેમણે અનંત ગણાવેલ છે. એક જીવની અપેક્ષાએ જગત અનાદિ-સાંત છે, કારણ કે તે જીવના સંસારની શરૂઆતને આદિ નથી, પણ તેની મુક્તિ થતાં તેના સંસારને અંત આવી જવાને છે, માટે તે સાંત છે. પણ જ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે એ કાઈ સમય આવવાનો નથી, કે જ્યારે સર્વ જીવો મુક્તિમાં ચાલ્યા જાય અને જગતમાં માત્ર જડ પદાર્થોનું જ અસ્તિત્વ રહે. અનાદિઅનંત જણાતા જગતના કર્તા કોણ? – એ પ્રશ્ન ઘણું તત્વજ્ઞાનીઓએ વિચાર્યો છે. કેટલાકને મતે ઈશ્વર એ જગતનો કર્તા છે. તેણે આ જગત બનાવ્યું છે. તે વિશે શ્રીમદે પણ કેટલાક વિચાર કરેલ છે. તેમને જગતકતા તરીકે ઈશ્વર માન્ય નથી; શ્રી તીર્થકર પ્રભુએ એમ જણાવેલ છે અને શ્રીમદે તે માન્ય કરેલ છે. આત્માની સર્વકર્મ રહિત સ્થિતિ તે ઈશ્વરપણું છે. જ્ઞાન આદિ ઐશ્વર્યા જેનામાં હોય તે ઈશ્વર કહેવાય. તેને કોઈ પણ જાતનાં કર્મ હોતાં નથી. પુદગલાદિ પદાર્થો નિત્ય છે અને તે કઈ પણ વસ્તુમાંથી બનવા ગ્ય નથી, તેમ આત્મા પણ નિત્ય છે. તે સર્વને ઈશ્વરે બનાવ્યા છે, તેમ માનવું ચેગ્ય લાગતું Page #490 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રીમની તથવિચારણા - પત્રોમાં નથી, કારણ કે ઈશ્વરને ચેતનપણે માનીએ તે તેમાંથી પરમાણુ, આકાશ વગેરે અચેતન પદાર્થ ઉત્પન્ન ન થઈ શકે. જો ઈશ્વરને જડ માનવામાં આવે તે તે અનૈશ્ચયવાન ઠરે. તેથી ઈશ્વરને જડ-ચેતન ઉભયરૂપ ગણીએ તો પછી જડચેતનરૂપ જગતને ઈશ્વર કહી સ’તેષ રાખી લેવા જેવું થાય. જો પરમાણુ આકાશ આદિને નિત્ય ગણીએ અને ઈશ્વરન કર્માદિના ફળ આપનાર ગણીએ તેપણ તે યોગ્ય લાગતું નથી, તેમાં પણ દોષ આવે છે. એમ જણાવી શ્રીમદ્દે ઈશ્વરને જગતને અકર્તા હરાવ્યા છે; અને કર્મના કર્તા તથા ભેાક્તા આત્મા જ છે તેમ જણાવ્યું છે. આમ જડ અને ચેતન પદાર્થથી બનેલું એવું આ જગત છે. તેના કર્તા કેાઈ નથી. તે અનાદિ અનંત છે. અને તેમાં ચાર જાતની ગતિ છેઃ દેવ ગતિ, મનુષ્ય ગતિ, તિય``ચ ગતિ, અને નરક ગતિ. જીવ પેાતાના કર્માનુસાર આ ચારમાંથી કાઈ પણ એક ગતિમાં વારાફરતી પરિભ્રમણ કર્યા કરે છે. દેવ ગતિમાં શાતા વેદની છે, મનુષ્ય ગતિમાં શાતાઅશાતા છે, તિર્યંચમાં થોડી શાતા, વિશેષ અશાતા છે, અને નરકમાં અશાતા વેઢની જ છે, ત્યાં લેશ પણ શાતા નથી. ૪૭૧ બાહ્યથી જોતાં પુરુષાકારે લેાક છે. તેમાં અસંખ્ય દ્વીપસમુદ્ર આવેલા છે. નીચેના ભાગમાં સાત નરક છે, મધ્યમાં પૃથ્વી છે, ઉપરના ભાગમાં બાર દેવલેાક છે, અને સૌથી ઉપર સિદ્ધશિલા આવેલી છે. આ ચૌદ રાજલાક પ્રમાણના લેાકમાં જીવ મુક્ત ન થાય ત્યાં સુધી પરિભ્રમણ કર્યાં કરે છે. આમ શ્રીમદ્ જગતનું સ્વરૂપ જૈનધર્માનુસાર બતાવેલ છે. અને તે વિશે તેમને વિશેષ શ્રદ્ધા હતી. કર્મનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ વગેરે વિચારવાથી જીવની તત્ત્વની સમજ વધે છે, તેના કલ્યાણમાં ઉપયેાગી છે, તે જાણીને શ્રીમદ્ આ વિશે ઘેાડી ઘેાડી, છૂટી છૂટી વિચારણા કરેલી જોવા મળે છે. તેમાં પણ તેમણે સર્વ જગ્યાએ આત્માને એળખવા પર તો ખૂબ જ ભાર દીધેલે જણાય છે. એટલે કે સર્વ પ્રકારની વિચારણા કરતી વખતે પણ શ્રીમદનું લક્ષ તે આત્માનું કલ્યાણુ કેમ થાય તે પરત્વે જ રહેતું હતું. ઉપદેશબેાધ અને સિદ્ધાંતમેાધ૬ શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ થયુ' છે તે જ્ઞાન બે પ્રકારમાં વિચારવા ચેાગ્ય છે. એક પ્રકાર ઉપદેશના અને બીજો પ્રકાર સિદ્ધાંતના છે. જન્મમરણાદિ ક્લેશવાળા આ સસારને ત્યાગવા જોઈએ, અનિત્ય એવા પદાર્થાંમાં વિવેકી પુરુષે રુચિ કરવી નહિ, પરિગ્રહ, આરભ, સંગ, વગેરે અનંના હેતુ છે — ઇત્યાદિ જે શિક્ષા અપાયેલ છે તે ઉપદેશજ્ઞાન છે. અને આત્માનું હોવાપણું, નિત્યપણું, એકપણું, અનેકપણું, ખાદિ ભાવ, મેાક્ષ, પદાર્થ જ્ઞાન વગેરે જે પ્રકારે સિદ્ધ કર્યા હાય તે સિદ્ધાંતજ્ઞાન ૮૬. “ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ, આંક : ૫૦૦, ૫૦૬ વગેરે. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ શ્રીમદ્ની જીવનિિસદ્ધ છે. આ સિદ્ધાંતજ્ઞાન તા અત્યંત ઉજ્જવળ ક્ષયાપશમ અને સદ્દગુરુના વચનની આરાધનાથી જીવને ઉદ્દભવે છે. સિદ્ધાંતજ્ઞાન થવાનુ કારણ ઉપદેશભેદ્ય છે. જેને વૈરાગ્ય, ઉપશમ સબધી ઉપદેશબેાધ નથી થયા હોતા તેને બુદ્ધિનું વિપર્યાસપણ વર્ષા કરે છે. અને જ્યાં સુધી બુદ્ધિનુ વિપર્યાસપણું હોય ત્યાં સુધી સિદ્ધાંત પણ વિપર્યાસપણે જ વિચારાય. કારણ કે, જેમ આંખમાં જેટલી ઝાંખપ હોય તેટલેા આંખા પદાર્થ દેખાય છે, તેમ જેટલી બુદ્ધિ વિપરીત તેટલું જ્ઞાન પણ વિપરીત હોય. કુટુંબ, પરિગ્રહ, પ્રાપ્તિ, અપ્રાપ્તિ આદિમાં જેને રાગદ્વેષ આદિ કષાય છે તે વિપર્યાસમુદ્ધિ છે. તે સર્વમાં અનાસક્તિ થાય તે જ વૈરાગ્ય. આ કષાયાદિનું ઉપશમણું થવું તે ઉપશમ છે, અર્થાત્ ાયાદિની મંદતા થવી તે ઉપશમ છે. આ વૈરાગ્ય અને ઉપશમ વિપર્યાસમુદ્ધિને સમુદ્ધિ કરે છે. તે સદ્દબુદ્ધિ જીવાજીવ પદાર્થની વ્યવસ્થાના સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે. વિપર્યાસબુદ્ધિ ટાળવા માટે અને સિદ્ધાંતબાધ સમજવા માટે ઉપદેશધ પ્રથમ આવશ્યક છે. આમ ઉપદેશોધ એ સિદ્ધાંતધ સમજાવા માટેનું કારણ છે, તેમ શ્રીમદ્ જણાવે છે. આમ શ્રીમદ્રે તેમના પત્રોમાં દુઃષમકાળ, સ'સાર, સુખદુઃખ, આત્મા, જ્ઞાન, જ્ઞાની સત્પુરુષ, સત્શાસ્ત્ર, તેની આજ્ઞાનું ફળ, જીવના દોષ, મિથ્યાત્વી, ક, તેનું સ્વરૂપ, કષાય, ભક્તિ, મેાક્ષ વગેરે અનેક મુદ્દાઓની વિવિધ દૃષ્ટિબિંદુથી વિચારણા કરી છે. જેમાંથી યેાગ્ય જીવને મેાક્ષમાર્ગ મળવા સુલભ છે. આ બધા ઉપરાંત તેમણે એકેન્દ્રિયનુ સ્વરૂપ,૮૭ આય આચારવિચાર, આઠ રુચકપ્રદેશ, ચૌદ પૂર્વ ધારી નિાદમાં કેમ, પર્યાય, પરિષહ, પ્રવૃત્તિ, સુધારસ, ચેાગ, વૃત્તિ, આ કાળમાં મેક્ષ મળે, ભવાંતરનું જ્ઞાન થાય, તીર્થંકર અને સુવર્ણ વૃષ્ટિ, જ્ઞાની અને સિદ્ધિએ, શાસ્ત્રના વિધિનિષેધા, સિદ્ધની ભક્તિ, સંન્યાસ અને વંશવૃદ્ધિ, જ્ઞાન અને વિભાવ, પદાર્થાની અભક્ષ્યતાનુ કારણ, ઔષધાપચાર અને ક વગેરે વિશે મુમુક્ષુઓએ પુછાવેલા પ્રશ્નોના ઉત્તરા આપતી વખતે સક્ષેપમાં લખેલું છે. તેની સાથે તેઓએ અધિષ્ઠાન, પ્રદેશખધ, અવગાહના, શ્રમણ, ભિકખું, વાંચ્છા, ઇચ્છા, લેશ્યા વગેરે અનેક શબ્દોના અર્થ અને સમજણ પણ આપેલ છે, જે સ વાંચતાં તેમના ઊંડા જ્ઞાનના, તલસ્પશી વિચારણાના આપણને ખ્યાલ આવે છે. તેમના પત્રોનેા જુદી જુદી રીતે અને જુદા જુદા ટિબિંદુથી તેની તત્ત્વસભરતાને લીધે અભ્યાસ કરી શકાય તેમ છૅ. તેમની આ બંધી વિચારણા અને પુરુષાર્થ જોઈને પડિત સુખલાલજીએ રાજચંદ્ર – એક સમાલેાચના ’માં લખ્યુ શ્રીમદ કેઃ— “ જ્યારે તેમની માત્ર આપબળે વિદ્યા મેળવવાની, શાસ્ત્રો વાંચવાની, તત્ત્વચિતન કરવાની અને તે ઉપર સ્પષ્ટ તેમજ પ્રવાહુદ્ધ લખવાની અને તે પણ ઘરાંગણે રમતા કુમારની ઉંમરથી તેમજ વ્યાપાર ધંધા આદિની વિવિધ પ્રવૃત્તિએ વચ્ચે. ત્યારે શ્રીમદ્ જેવી વ્યક્તિ ઉત્પન્ન કરવા વાસ્તે માત્ર જૈન સસ્કૃતિ પ્રત્યે જ નહિ પણ ગુજરાતની સૌંસ્કૃતિ પ્રત્યે માથુ આપમેળે નમી જાય છે.૮૮ ૮૭. ૬ શ્રીમદ્ રાજ્યદ્ર '', અગાસ આવૃત્તિ આંકઃ ૧૩૯, ૨૧૨, ૪૭૨, ૫૪૬, ૬૧૩, ૬૭૮, ૭પુર વગે. ૮૮. “ શ્રી રાજનાં વિચારર ', આવૃત્તિ ૧, પૃ. ૧૭૭. Page #492 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રીમદની તત્વવિચારણા – પત્રોમાં પંડિતજીએ બતાવેલી શ્રીમદની આ સર્વ શક્તિઓ વિશે ડે. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા અહોભાવભરી વાણીમાં લખે છે કે – એમની પ્રતિભા કેટલી અસાધારણ હતી અને એમની પ્રખર શ્રુતશક્તિવાળી બુદ્ધિમત્તા કેવી કુશાગ્ર હતી, એ તે એમને સ્વસમય પરસમયની સૂમ વિવેકમય તીક્ષણ પર્યાલોચના પરથી જણાઈ આવે છે, અને આપણને તાર્કિક શિરોમણિ કવિકુલગુરુ સિદ્ધસેન દિવાકરનું ને સમંતભદ્રસ્વામીનું સહજ સ્મરણ કરાવે છે. એમની દષ્ટિવિશાળતા ને હૃદયની સરલતા કેટલી બધી અદ્ભુત હતી અને સર્વ દર્શન પ્રત્યેની એમની નિરાગ્રહી માધ્યસ્થવૃત્તિ કેવી અપૂર્વ હતી, તે સર્વદર્શનની તલસ્પર્શી નિષ્પક્ષપાત મીમાંસા પરથી પ્રતીત થાય છે, અને આપણને દર્શનવેત્તા મહર્ષિ હરિભદ્રસૂરિની કે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીની યાદ તાજી કરાવે છે. અધ્યાત્મયોગ વિષયને એમને અનુભવ-અભ્યાસ કેટલો બધો ઊંડે હતું અને આત્મજ્ઞાન ધ્યાનની એમની અનુભૂતિ કેવી વિશિષ્ટ હતી, તે એમનાં અનુભવ રસનિધાન વચનામૃત પરથી સ્વયં સિદ્ધ થાય છે. અને આપણને મહર્ષિ કુંદકુંદાચાર્યજીનું ને યોગીરાજ આનંદઘનજીનું સ્મરણ પમાડે છે. એમની આત્મભાવના કેવી અનન્ય હતી અને એમનું ભાવિતાત્મપણું કેવું અતિશયવંત હતું, તે તે આત્માની મહાગીતારૂપ એમના વચનામૃતમાં અખંડપણે પ્રવહતી એક આત્મધારા પરથી વ્યંજિત થાય છે, અને આપણને મહર્ષિ અમૃતચંદ્રાચાર્યજીની અને પૂજ્યપાદસ્વામી આદિની યાદ આપે છે. આમ આ મહાપ્રભાવક શ્રીમદ્દમાં તે તે સર્વ મહાસંતોના ગુણનું અનુપમ સંગમસ્થાન પ્રાપ્ત થયું હાયની! એ સહજ ભાસ સાહૃદય તવગષકોને થાય છે !”૮૯ ઉપરના અવતરણમાં ડો. ભગવાનદાસ મહેતાએ શ્રીમદના કેટલાક વિશિષ્ટ ગુણોને પરિચય આપણને કરાવ્યો છે. આ બધા ગુણેને પરિચય આ પ્રકરણમાં મર્યાદિત ક્ષેત્રમાં કર્યો. પણ તેને સારો પરિચય પામવા માટે તે તેમના સાહિત્યનું પરિશીલન કરવું એ જ ઉત્તમ ઉપાય છે. તેમાંથી જ તેમને અભિપ્રેત તત્ત્વ અને તેમનું સાચું વ્યક્તિત્વ પામી શકાય તેમ છે. ૮૯, “શ્રીમદ રાજચંદ્ર : અધશતાબ્દી સ્મારકગ્રંથ', પૃ. ૨૬. Page #493 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ રજનીશી, નોંધપોથી ઈત્યાદિ શ્રીમદે પોતાના અંગત ઉપયોગ માટે કરેલી કેટલીક નોંધ હાલ પ્રાપ્ત થાય છે. તેમાં પિતાની તત્કાલીન સમયની વિચારણું, પિતાની ભવિષ્ય વિશેની ઈચ્છા, તત્વની કેટલીક ગૂઢ વાતે, પોતે લખવા ધારેલા ગ્રંથ આદિ વિશેની વિચારણા, કેટલાંક પદો વગેરેનો સમાવેશ થાય છે. આ બધું જુદી જુદી પાંચ ડાયરીઓમાં જોવા મળે છે, અને તે જુદા જુદા શીર્ષક નીચે “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ છે. આ ઉપરાંત તેમણે ૨૩મી વર્ષગાંઠે લખેલે “સમુચ્ચયવયચર્યા” નામને લેખ પણ અંગત નેધ જેવું જ છે. આ બધું લખાણ માત્ર અંગત ઉપયોગ માટે હાઈને બહુ વ્યવસ્થિત નથી. વળી, એ જ કારણે તે જુદા જુદા મુદ્દાના ટાંચણરૂપ પણ બનેલ છે. કેટલીક વખત તે શબ્દસમૂહ કે નાનાં વાક્યો દ્વારા જ શ્રીમદે પિતાની વિચારણા તેમાં ઉતારી છે. તેથી તે વાચક પાસે જાય તો અસ્પષ્ટ જ રહે છે. એથી આ નંધમાંથી શ્રીમદ્દના કેટલાક વિચારો જાણવા સિવાય તેમના વિશે વધુ પ્રકાશ પાડવા માટે આ નેધ વિશેષ ઉપયોગી થતી નથી. બીજાને જણાવવા માટે જે વ્યવસ્થિત લખાણ થવું જોઈએ તેને તે અહીં સદંતર અભાવ છે. આથી “મહાદેવભાઈની ડાયરી” કે એવી અન્ય ડાયરીઓની સરખાણીમાં આ બેંધનું મહત્ત્વ ઘણું જ અલ્પ છે. આમ થવાનું મુખ્ય કારણ કર્તાની દૃષ્ટિ જ છે. શ્રીમદને કશું સાહિત્ય પ્રગટ કરવાની ઈચ્છા ન હતી તે પછી પોતાની અંગત નેધ પ્રગટ થાય કે કઈ વાંચે તેવી વાંછના તેમને ન જ હોય તે સાવ સ્વાભાવિક છે. અને એથી એમની જ દષ્ટિએ આપણે આ ને તપાસવાની રહે છે. શ્રીમદ રાજચંદ્ર” ગ્રંથમાં “શ્રીમદના હસ્તાક્ષરની નોંધ” – અંક ૧૬૦, “રોજનીશી”– આંક ૧૫૭, તથા “આત્યંતર પરિણામ અવલોકન” આંક ૯૬૦ નીચે ઉપલબ્ધ થતી ત્રણ હસ્તધ મળી કુલ પાંચ ડાયરી મળે છે. આ ઉપરાંત વીતેલાં ૨૨ વર્ષનું આંતરિક સરવૈયું કાઢતે એક લેખ શ્રીમદ્ વિ. સં. ૧૯૪૬ના કાર્તકી પૂનમે લખ્યું હતું, જે આંક ૮૯ નીચે પ્રગટ થયેલ છે. આ ડાયરીઓમાં કેટલીક જગ્યાએ મિતિ ટાંકેલી જોવા મળે છે, તે કેટલીક જગ્યાએ મિતિ વિનાનું લખાણ જોવા મળે છે. લખાણને ક્રમ સમજાતો નથી. વળી, ડાયરીમાં ગમે ત્યારે ગમે તે પાને લખાણ થયું હોય એવું પણ જોવા મળે છે. વચ્ચે વચ્ચે કોરાં પાનાં પણ છેડી દીધાં છે, આ બધી અવ્યવસ્થાને લીધે તેમની આ ધનું મૂલ્ય ઘણું ઓછું અંકાય છે, Page #494 -------------------------------------------------------------------------- ________________ ૯. રેજનીશી, નેધપોથી ઈત્યાદિ ૪૭૫ સમુચ્ચયવયચર્યા શ્રીમદ્દ રાજચંદ્ર” ગ્રંથમાં પોતાનાં વીતેલાં ૨૨ વર્ષનું આંતરિક અવલોકન કરતે, ૨૩મી વર્ષગાંઠે શ્રીમદે લખેલે એક લઘુ લેખ ૮૯ આંક નીચે છપાયો છે. વિ. સં. ૧૯૪૫ના કારતક માસની પૂનમે લખાયેલા બેત્રણ પાનાંના આ લેખમાં તેમણે બાળપણથી શરૂ કરી લગભગ પંદર-સત્તર વર્ષ સુધીની પોતાની આંતરિક ચર્યા તપાસી છે. આ વિચારણું ખૂબ જ કમિક અને વ્યવસ્થિત રીતે મુકાયેલી છે. આ લેખમાં આરંભમાં તેમણે ૨૨ વર્ષની વય સુધીમાં કરેલા જાતજાતના વિચાર - સમર્થ વૈભવી કે રાજેશ્વર થવાના વિચારથી શરૂ કરીને તે નિઃસ્પૃહી મહાત્મા થવા સુધીના વિચારને નિર્દેશ કર્યો છે. અને તે પછી ક્રમિક વર્ષવાર – આંતરિક અને રાજ્ય તપાસ્યું છે. સાત વર્ષની વય સુધી સેવેલી એકાંત બાળવયની રમતગમત અને જાતજાતની કલ્પનાઓનું આલેખન કર્યા પછી તેમણે જણાવ્યું છે કે એ વયે પણ પોતાની ખાવા-પીવાની, પહેરવાઓઢવાની, સૂવા-બેસવાની વગેરે બાબતમાં વિદેહી દશા હતી. ૭ થી ૧૧ વર્ષની વય સુધી ગાળે કેળવણી લેવામાં પસાર કર્યો હતે. સ્મૃતિની બળવત્તરતાને લીધે અભ્યાસ ઘણે ઝડપી કર્યો હતો. બાળપણમાં પિતામહ પાસેથી કૃષ્ણકીર્તન અને ભક્તિનાં પદો સાંભળીને, તથા અવતારના ચમત્કારે સાંભળીને તેમને વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રીતિ થઈ હતી, જે લગભગ ૧૪ વર્ષની ઉંમર સુધી ટકી હતી. આ વર્ષોમાં પુસ્તકનું વાચન ઘણા સારા પ્રમાણમાં તેમણે કર્યું હતું, અને કાવ્યરચનાની પણ શરૂઆત કરી હતી. આ બધી માહિતી આપણને માત્ર આ લેખ પરથી જ મળે છે. તે પછી વવાણિયાના જેનોને સંપર્ક વધતાં તેમના દ્વારા પ્રાપ્ત થયેલાં પ્રતિકમણ, સામાયિક આદિ સૂત્રો વાંચવામાં આવતાં તેમને જૈન ધર્મ ઉપર પ્રીતિ થવાની શરૂઆત થઈ હતી. તેર વર્ષની વયથી તેઓ પિતાની દુકાને બેસતા હતા અને ત્યાં ખૂબ જ પ્રામાણિક્તાથી તેઓ કામ કરતા હતા, તેમ તેમણે આ લેખમાં જણાવ્યું છે. અહીં જે તે બધી વિગત આપણને માત્ર આ લેખ દ્વારા જ મળે છે. તેથી આ લેખનું આપણે મન ઘણું મૂલ્ય છે, કારણ કે આ સિવાય તેમના એ સમયનું આંતરિક જીવન જાણવા માટે ભાગ્યે જ બીજુ કંઈ સાધન છે. બીજી દષ્ટિએ જોતાં પણ આ લેખ મૂલ્યવાન છે. આ લેખમાં તેમની સત્યપ્રિયતા, નિખાલસતા, સ્વાભાવિકતા આદિ ખૂબ જ પ્રગટ રીતે જોવા મળે છે. અને તેમાંથી તેમના સાચા વ્યક્તિત્વની છાપ ઊઠી આવે છે. તેમણે વાપરેલી ભાષા સચોટ, સરળ અને સઘન છે. વળી, તેની સુસંગતતા પણ ધ્યાન ખેંચે તેવું તત્વ છે. આમાં તેમણે પોતાની અંગત માહિતી એટલી વિગતથી અને ક્રમસર લખી છે કે તેમના બીજા કેઈ અંગત લખાણમાં આવી Page #495 -------------------------------------------------------------------------- ________________ શ્રી મદની જીવનસિદ્ધિ રીતિ જોવા મળતી નથી. આ લેખથી આપણે તેમને લગભગ ૧૫ વર્ષ સુધીનો આત્મિક વિકાસ જાણું શકીએ છીએ એ દૃષ્ટિએ જોતાં તેમનું આ ઘણું જ મહત્ત્વનું લખાણ ગણી શકાય. શ્રીમદુના સ્વહસ્તાક્ષરની ધબુક કઈ મુમુક્ષુભાઈ પાસેથી પ્રાપ્ત થયેલ શ્રીમના સ્વહસ્તાક્ષરની એક નોંધબુક “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં આંક ૧૬૦ નીચે છપાઈ છે. આ નિધબુકમાં માત્ર ૩૧ પાનાં જ લખાયેલાં છે. અને તેમાં પણ કેટલેક પાને તે માત્ર એકાદ વાકય જ છે. ત્રણ-ચાર પાનાં જ એવાં છે કે જેમાં વધારે લખાણ હોય. - આ નાં ધબુક લખવાની કઈ મિતિ આપેલી નથી. અને શ્રીમદ્દ “શુદ્ધજ્ઞાન થયું તે પૂર્વેનું આ લખાણ ગણી, આ ગ્રંથના સંપાદકોએ તેને શુદ્ધ સમતિ થયા પહેલાંના વર્ષે, એટલે કે ૨૩મા વર્ષે મૂકેલ છે. શ્રીમદ્દને તેમના પિતાના જણાવ્યા પ્રમાણે રમે વર્ષે શુદ્ધ સમકિત થયું હતું. આ ધબુકમાં શ્રીમના વ્યક્તિત્વની કે જેના દર્શનની કેઈ છાપ નથી, પણ મુખ્યત્વે વેદાંતને લગતી વાત છે. ચૈતન્ય, આત્મા, પરમાત્મા વગેરેને લગતાં છૂટક છૂટક વચનો અહીં મળે છે. તેમાં ભક્તિનું માહાસ્ય અને “હરિ” શબ્દ પ્રયોગ વારંવાર જોવા મળે છે. જે ત્રણચાર પાનાં લંબાણથી લખાયેલાં જોવા મળે છે તે વેદાંતના કોઈ ગ્રંથના અનુવાદરૂપે લખેલાં હોય એમ લાગે છે. અને એ પરથી લાગે છે કે અહીં અપાયેલાં વચને તેમની વિચારણાના પરિણામરૂપ નહિ પણ કેઈ ગ્રંથના ઉતારારૂપ છે. કાળ, કર્મ, નામ, જ્ઞાન, ધ્યાન, જપ, તપ, ગંધ, આકાશ, પૃથવી, વાયુ, અગ્નિ, દેવ, બ્રાહ્મણ, મનુષ્ય સવને અહીં બ્રહ્મા કહેલ છે, અને એ લખાણની શૈલી કેઈ અનુવાદ જેવી છે. શ્રીમદે લખેલાં આ પૃષ્ઠા તેમની ૨૩ વર્ષની વયે નહિ પણ ૧૬-૧૭ વર્ષની વય પહેલાં લખાયેલાં હોય તેમ વિશેષ લાગે છે. આ નેધબુક શ્રીમન્ના હસ્તાક્ષરમાં જ છે. વળી તેઓ વેદાંતમાં નહોતા માનતા તેમ પણ નથી, માત્ર તેમને જનધર્મ પ્રતિ પક્ષપાત હેતે તેટલું જ. તેઓ વેદાંતનાં ઘણાં પુસ્તક વાંચતા અને કેટલાક સારા ગ્રંથો અન્યને પણ વાંચવા ભલામણ કરતા. તે પરથી સ્પષ્ટ થાય છે કે વેદાંતના સિદ્ધાંત વિશે તેમણે લખ્યું હોય તે સંભવિત છે. અહીં અપાયેલાં પાનાંમાં માત્ર વેદાંતની જ વાતો છે, જેનમાર્ગને કશે. ઉલ્લેખ નથી, તેથી તે લખાણ ક્યા સમયે થયું હશે, તે વિશે પ્રશ્ન જરૂર સંભવે છે. વિ. સં. ૧૯૪૭માં એટલે કે ૨૮મે વર્ષે શ્રીમદ્દન શુદ્ધ સમકિત થયું હતું, અને તે પછીથી તેઓ જૈનદર્શન તરફ જ વળી ગયા હતા. એથી શુદ્ધ વેદાંતનાં વચને તેઓ વિ. સં૧૯૪૭ પછીથી ન લખે તે સ્વાભાવિક છે. આથી આ પાનાં તેમણે કયા સમય સુધીમાં લખ્યાં હશે તે વિચારતાં એ સ્પષ્ટ જ છે કે આ વચને વિ. સં. ૧૯૪૭ પહેલાં લખાયેલાં છે. Page #496 -------------------------------------------------------------------------- ________________ ૯. રજનીશ, નેધથી ઇત્યાદિ વિશેષ વિચારતાં આ નોંધ તેમણે તેમની ૧૫–૧૬ વર્ષની ઉંમરે કરી હોય તેમ કેટલાંક કારણથી સમજી શકાય છે. તે કારણે નીચે પ્રમાણે છે — ૨૩ વર્ષ આસપાસ તો શ્રીમદ્દનું વ્યક્તિત્વ ઘડાઈ ગયું હતું, અને આ લખાણમાં તેમના વ્યક્તિત્વની છાપ ઉપસાવે તેવું કઈ તત્ત્વ નથી. આથી જે વખતે ચેકસ વ્યક્તિત્વ બંધાયું ન હોય તે વખતનું આ લખાણ સંભવે છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે ૧૫–૧૬ વર્ષની આસપાસના ગાળા શ્રીમદુના ધર્મમંથનને કાળ હતો. તે સમયમાં તેઓ જન તથા અન્ય ધર્મોના ગ્રંથે અવલકી રહ્યા હતા. અને તે બધાના સારરૂપ તેઓ જનદર્શન તરફ વળ્યા હતા. તેમના ધર્મમંથનના પરિપાકરૂપ આપણને તેમના તરફથી “મોક્ષમાળા” અને “ભાવનાબેધ” જેવાં પુસ્તકો તમના ૧૭મા અને ૧મા વર્ષે મળે છે. આ બંને પુસ્તકોમાં તેમને જૈનદર્શન તરફને છેક તથા તે જ ધર્મ શ્રેષ્ઠ છે એવી તેમની માન્યતા સ્પષ્ટ જોવા મળે છે. ઉદાહરણ તરીકે મોક્ષમાળા”ના પાઠ ૮૫, ૮૬, ૮૭, ૯૪, ૯૫ વગેરે. એ જ રીતે “ભાવનાબેધ” કે “મોક્ષમાળા”માં તેમણે આપેલાં દષ્ટાંત, તત્ત્વવિચારણું વગેરે પણ જૈન ગ્રંથિમાંથી જ લેવાયેલ છે. તે પણ તેમને જૈન ધર્મ પ્રતિને રાગ સ્પષ્ટ કરે છે. આમ ૧૭મા વર્ષ આસપાસ સ્પષ્ટ રીતે જૈનધર્મ તરફ વળ્યા પછી શ્રીમદ્દ વેદાંત તરફ જાય તે સંભવિત નથી. અને તેવું તેમના જીવનમાં બન્યું હોય તેવા કશે ઉલેખ પણ નથી મળતા. શ્રીમદ્ ૨૩મી વર્ષગાંઠ પિતાની “સમુચ્ચયવયચર્યા” લખી છે. એ વાંચીએ છીએ ત્યારે તેઓ જૈન ધર્મમાં વધુ ને વધુ સ્થિર થતા જતા હતા, તેવી છાપ તેમાંથી ઊઠે છે. આ નોંધબુક સિવાય તેમણે લખેલું ૨૩મા વર્ષનું લખાણ તપાસીએ તો પણ તેમની જૈનધર્મની દઢતા સ્પષ્ટ થાય છે. તેમણે તેમની રોજનીશી પણ ૨૩મા વર્ષે લખી છે, તેમાં પણ જેનધર્મના સિદ્ધાંતો દૃષ્ટિગોચર થાય છે, એટલું જ નહિ પણ તેમાં વેદાંતની વાતે જ નથી. વળી, ૨૩મા વર્ષે લખાયેલા પત્ર વાંચીએ છીએ ત્યારે પણ ઉપર મુજબનું જ જોવા મળે છે. આ પત્રોમાં “ભગવતીસૂત્ર”, “આચારાંગસૂત્ર” આદિ જૈન સૂત્રો કે ગ્રંથનાં ઉદાહરણે જોવા મળે છે. એ પ્રમાણે વેદાંતના “યોગવાસિષ્ઠ” જેવા કઈ કઈ ગ્રંથ વાંચવાનો ઉલ્લેખ પણ જોવા મળે છે, પણ તે જગ્યાએ પોતાને કોઈ ધર્મ વિશે પક્ષપાત નથી એમ તેઓ સ્પષ્ટ કરે છે. એ જ પ્રમાણે આ પત્રમાં જેન માર્ગના સિદ્ધાંતાની –નિયમોની – વાત જોવા મળે છે, તે વેદાંત વિશે એવી કઈ વિચારણા જોવા મળતી નથી. તીર્થકરે પ્રરૂપેલો ધર્મ બે પ્રકારે છે, ૧. આ નોંધના સમય બાબત “શ્રીમદ્ રાજચંદ્ર ” ગ્રંથના સંપાદકોને પુછાવતાં તેમણે લખેલું કે તે લખાણને ૨૪મા વર્ષ પહેલાં મૂકવું ધારી, ૨૩મા વર્ષમાં મૂકેલ છે. તે પાછળ ઊંડી તરવવિચારણા નથી. Page #497 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ તેના પેટાવિભાગ કઈ રીતે આવે છે તે વગેરે વિશેની વિચારણું તેમણે કઈ ગ્રંથના સાંકળિયારૂપે કરી હોય તેવું લખાણ પણ મળે છે. જૈન ધર્મમાં આવતી આઠ રુચક પ્રદેશની વાત, ચૌદપૂર્વ ધારી કંઈક જ્ઞાન ઊભું હોય તે પણ ક્યારેક નિગોદમાં જાય વગેરેને ખુલાસે તેમણે પત્રમાં કરેલો જોવા મળે છે. જોકે આ બધું મુમુક્ષુના પત્રોના ઉત્તરરૂપે આવે છે, છતાં તેમાંથી તેમને જૈનધર્મ તરફ ઝોક દેખાયા વિના રહેતો નથી. તેઓ એક પત્રમાં લખે છે કે – “જૈનના આગ્રહથી જ મેક્ષ થાય છે, એમ આત્મા ઘણા વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુક્તભાવમાં મોક્ષ છે એમ ધારણું છે, એટલે વાતચીત વેળા આપ કંઈ અધિક કહેતાં નહિ સ્થભે એમ વિજ્ઞાપન છે.” આ વચન શ્રીમદ્ વેદાંતી મનઃસુખરામ સૂર્યરામ ઉપર વિ. સં. ૧૯૪૬ના અષાડ વદિ અમાસના દિવસે લખેલ છે. તે પરથી સ્પષ્ટ થાય છે કે લોકોમાં તેમને જૈનધર્મ પ્રતિને ઝોક સ્પષ્ટ હોવું જોઈએ, નહિતર આ વચન લખવાને તેમને કઈ હેતુ ન હતું. શ્રીમદની અંતરંગ કક્ષા એવી હતી કે તેમને કઈ ધર્મ પ્રતિ હેષ ન હતે. આમ, આ બધી રીતે તપાસતાં, આ લખાણ શ્રીમદ્ ૨૩મે વર્ષે લખ્યું હોય તેમ સંભવતું નથી. પણ તે લખાણ તેમણે સેળ વર્ષની વયે કે તે પહેલાં, પોતાના ધર્મમંથનના કાળમાં, લખ્યું હોય તે વિશેષ સંભવિત છે. રોજનીશી વિ. સં. ૧૯૪૬ના વર્ષ દરમ્યાન શ્રીમદ્દે પોતાના અંગત વિચારો રજૂ કરતું કેટલુંક લખાણ મિતિસાહિત કર્યું છે, જે “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં અંક ૧૫૭ નીચે પ્રગટ થય છે. આ રોજનીશીના અમુક અમુક મિતિએ થયેલા લખાણનાં લગભગ ૧૮ જેટલાં પાનાં પ્રાપ્ત થાય છે. એ ઉપરાંતનાં કેટલાંક પાનાં એમાંથી કોઈએ ફાડી લીધાં હોય તેવા અનુમાનની નોંધ “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં જોવા મળે છે. રોજનીશીમાંથી ફડાયેલાં પાનાંમાં શ્રીમદનું લખાણ હતું કે નહિ, તે પાનાં શ્રીમદે જ ફાડેલાં કે અન્ય કેઈ કારણસર ફાડી લીધેલાં, તે સમજી શકાતું નથી, કારણ કે આ લખાણ પૂર્ણ અનુસંધાનવાળ ન હોવાને લીધે તે પરથી કોઈ પણ અનુમાન કરવું મુશ્કેલ બન્યું છે. તેમ છતાં અન્ય ડાયરી વગેરે જોતાં એમ લાગે છે કે શ્રીમદ્ પોતે તો એ પાનાં ફાડયાં નહિ હોય, કારણ કે તેમને કશું પ્રસિદ્ધ કરવાની ઈચ્છા હતી. વળી, કોઈ વસ્તુ બને કે ન બને તે વિશે નિઃસ્પૃહ રહેવા જેટલો વૈરાગ્ય પણ તેમનામાં હતા. અને તેમના તે વૈરાગ્યની છાપ આ રાજનીશીના પ્રત્યેક પાનામાંથી ઊઠે છે. રજનીશીને લગભગ બધે જ ભાગ મુંબઈમાં લખાયેલા જોવા મળે છે. આ માસનાં બેત્રણ લખાણ જ વવાણિયા થયેલાં છે. વિ. સં. ૧૯૪૬માં શ્રીમદે લખેલા પત્રો ૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૨૧૮. Page #498 -------------------------------------------------------------------------- ________________ ૯. રાજનીશી, નોંધપોથી ઇત્યાદિ re તપાસીએ છીએ તેા જણાય છે કે એ વર્ષના અષાડ માસ સુધીના પત્રા મુ`બઈથી લખાયેલા છે, અને તે પછીના વવાણિયાથી લખાયેલા છે. આમ તેઓ ત્રણ કે ચાર મહિના વવાણિયા રહ્યા હતા તેવુ' અનુમાન થઈ શકે છે. રાજનીશીનુ* ખધુ' લખાણુ ગદ્યમાં છે, અને તે લખાણમાં ખાસ વિસ્તાર પણ જોવા. મળતા નથી. આમ છતાં જે વિષય પરત્વે લખાણ હોય, તે અપૂર્ણ છે કે ટાંચણ જેવુ છે એવી છાપ આપણા પર તે વાંચતાં પડતી નથી. તેને બદલે પેાતાને ઉપયાગી લાગતાં વચના, નિયમ વગેરેનુ' નિરૂપણ થયેલું. આપણને અહી જોવા મળે છે. રાજનીશીનાં પ્રાપ્ત થતાં અઢાર પાનામાં વિવિધ પ્રકારનું લખાણ જેવા મળે છે. માહનીય કર્મની અનિષ્ટતા, સાચુ' સુખ કયુ, પ્રત્યેક અવસ્થામાં જીવતે રહેતા ભય, પેાતાની જાતને મેહથી છૂટવા અપાયેલે બેધ વગેરે વિશેનું લખાણ છે. “ ભગવતીસૂત્ર”ના ત્રીજા શતકના ખીજા ઉદ્દેશમાંથી થોડા અનુવાદ પણ છે. એ ફકરા મહાવીર પ્રભુ, પાતે છદ્મસ્થ અવસ્થામાં હતા વખતે, કઈ રીતે વિચરતા હતા તે વિશે ગૌતમસ્વામીને જણાવેલું, તેને લગતા છે. આ ઉપરાંત લેાકેા સાથે વાતચીત દરમ્યાન કઈ રીતે વર્તવું, તેના પેાતે જાળવવા ધારેલા નિયમે પાષ સુદ ૩, વિ. સં. ૧૯૪૬ ના રાજ વિચારેલા છે. એ જ રીતે પોતે પોતાના ભાગીદારા તથા ધર્મ પત્ની સાથે કઈ રીતે વર્તવુ' તે વિશે પોતે વિચારેલા નિયમા એ જ વર્ષોંના અષાડ સુઢ પાંચમના રોજ રાજનીશીમાં લખેલ છે. તેમાં પોતે દુઃખ સહીને પણ અન્યને શાંતિ આપવાની ભાવના રાખેલી છે. તેમ છતાં પોતે સ્વીકારેલી નિગ્રંથશ્રેણીને સપૂર્ણ પણે જાળવવાની મક્કમતા પણ છે. માત્ર એ એક શ્રેણી સાચવવા ખીજુ બધું જ જતું કરવાની તેમની તૈયારી આ નિયમમાં જોઈ શકાય છે. શ્રીમદ્દે સ્વીકારેલા આ નિયમે બહુ મનનાગ્ય છે. રાજનીશીમાં શ્રીમદ્રે તેમનાં ધર્મપત્નીને ઉદ્દેશીને એક પત્ર લખ્યા છે. તેમાં તેમણે પેાતાનાં પત્નીને ધમૂર્તિ બનાવવાના અનુરાધ કર્યાં છે. સ‘સારના સર્વ ભાવા ત્યાગી માત્ર ધર્મની આરાધના કરવાની તેમની ભાવના આ પત્રમાં સ્પષ્ટ જોઈ શકાય છે. વીતરાગભક્તિમાં જ પરમ પ્રસન્નતા છે, એમ તેમણે નક્કી કરેલું જણાય છે. આ બધા ઉપરાંત પેાતાની રાજિ’ઢી પ્રવૃત્તિના ઉલ્લેખ પણ આ રાજનીશીમાં જોવા મળે છે. એમાં પણ મુખ્યત્વે કચે! સમય પરમા મા માં વીત્યેા કે કયેા સમય સમાધિયુક્ત ગયા તે વિશેના ઉલ્લેખ મળે છે. પેાતાને આવેલા કોઈ અદ્ભુત સ્વપ્નની નોંધ આમાં શ્રીમદ્ બહુ ટૂંકાણમાં લીધી છે. અને તે સંબંધી વિશેષ પાતે પછીથી લખશે એમ તેમણે તેમાં નાંધ્યુ છે, પણ રાજનીશીમાં એવા કેાઈ સ્વપ્નના ચિતાર આપેલ નથી. સ્વપ્ન વિશે શ્રીમદ્દે જેઠ વદ ૧૨ના રાજ રાજનીશીમાં લખ્યું' છે કે ;~~ Page #499 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદના જીવનસિદ્ધિ ગઈ કાલે રાતે એક અદભુત સ્વપ્ન આવ્યું હતું. જેમાં બેએક પુરુષની સમીપે આ જગતની રચનાનું સ્વરૂ૫ વર્ણવ્યું હતું, પ્રથમ સર્વ ભુલાવી પછી જગતનું દર્શન કરાવ્યું હતું. સ્વપ્નમાં મહાવીરદેવની શિક્ષા સપ્રમાણ થઈ હતી. એ સ્વપ્નનું વર્ણન ઘણું સુંદર અને ચમત્કારિક હોવાથી પરમાનંદ થયો હતો. હવે પછી તે સંબંધી અધિક.”૩ આ સ્વપ્ન કયું હશે, અને શ્રીમદે તે કયાં ઉતાર્યું હશે તે વિશે વિચારતાં શ્રીમદની “આત્યંતર અવલોકન”ની હાથનેધ–૧ પર નજર ઠરે છે. એનાં પાનાં ૯ થી ૧૫ સુધીમાં કઈ સ્વપ્નનું વર્ણન હોય તેવું લખાણ જોવા મળે છે. તેમાં જગતમાં કેણુ સુખી અને કે દુઃખી એ જોવાની ઈચ્છા તેમને થાય છે. તે જિજ્ઞાસા પૂરી કરવા ઘણા આત્માઓ તેમની પાસે આવે છે. તેમ છતાં એકેદ્રિય, બેઈન્દ્રિયાદિ જો તેમની પાસે આવતા નથી. તેમ થવાનું કારણ તેમને નેપથ્યમાંથી સમજાય છે કે તેઓ બધા બહુ દુઃખી હોવાથી તેમની પાસે આવી શક્તા નથી. પછી દિવ્યદૃષ્ટિથી એ બધા જીનું પરાધીનપારું, કંપ ઈત્યાદિ તેઓ પ્રત્યક્ષ જુએ છે. અને એ જ દૃષ્ટિથી આખું જગત જોતાં કોઈ પણ જીવ તેમને સુખી દેખા નહિ. ચક્રવતી, દેવ આદિના દુઃખ માટે શંકા થઈ તે તેના સમાધાન માટે તેઓ તેના અંતઃકરણમાં પ્રવેશી એ દુઃખ પ્રત્યક્ષ કરે છે. આમ સર્વ જીવ તેમને કેઈ ને કઈ પ્રકારે દુઃખી જણાયા. આથી સુખી કોણ તે જાણવાની તેમને તીવ્ર અભિલાષા થઈ. પછી કોઈ દિવ્ય અંજન જ તેઓ સિદ્ધ લેકમાં ગયા. ત્યાં સર્વ આત્માઓ પરમ આનંદમાં વિરાજતા હતા. આ પદ કઈ રીતે પમાય, તે સમજાવવા તેમની પાસે ચેથાથી શરૂ કરી બારમા ગુણસ્થાને (૧૧મા સિવાય) વર્તતી વ્યક્તિઓ તેમની પાસે આવી. અને અનુક્રમે તેમણે પોતાની સ્થિતિ દર્શાવી. પછી એક વૃદ્ધ, પણ દિવ્ય પુરુષની સહાયથી તે બધાના અંતઃકરણમાં પ્રવેશી તેમની સ્થિતિ તપાસી તે બધામાં એક એકથી ચડતી સુખની લહેરે વહેતી હતી. એ માર્ગને જ પોતાના કલ્યાણમાર્ગ તરીકે તેમણે સ્વીકારી લીધું. આ આખો વિભાગ તેમના સ્વપ્નને જ ચિતાર દેખાય છે. વળી, જગતના સુખી કે દુખી જીવોના અંતઃકરણની વાત જાણવી તે એક અદ્દભુત રચના – જીવની સુખી-દુખી સ્થિતિ- તથા સિદ્ધનાં સુખને પ્રત્યક્ષ કરાવ્યાં છે, જે તેમનાં “જેમાં બે એક પુરુષની સમીપે આ જગતની રચનાનું સ્વરૂપ વર્ણવ્યું હતું.” એ વચનને સમજવાની ચાવી બની રહે છે. વળી, મહાવીરદેવે આ લોક દુઃખે કરીને આર્ત છે, માત્ર સિદ્ધગતિમાં જ સુખ છે, એમ જે શિક્ષા આપી છે તે પણ અહીં સપ્રમાણ થતી દેખાય છે. આમ અનેક રીતે વિચારતાં લાગે છે કે, શ્રીમદે જે સ્વપ્નની નોંધ રજનીશીમાં લીધી છે, તે સ્વપ્ન તે રેજનીશીમાં લીધી છે, તે સ્વપ્ન તે હાથનેધમાં આપેલ સ્વપ્ન લેવું જોઈએ. વળી, શ્રીમને જ્યારે જે પાનું ખૂલે તે પાને પિતાના વિચારેક અનુભવો વગેરે લખી લેવાની ટેવ હતી, તેથી એક વસ્તુ વિશે લખાણ બે જુદી જુદી ડાયરીમાં કેમ સંભવે તેવી શંકા થવાનું કારણ રહેતું નથી. આ ઉપરાંત જે ડાયરીમાં આ સ્વપ્નની નેંધ જોવા મળે છે તે પણ ઈ. સ. ૧૮૯૦ની અર્થાત્ વિ. સં. ૧૯૪૬ની છે. આમ એ રીતે પણ એક જ વર્ષ આવે છે, જે ઉપરની માન્યતાનું સમર્થન કરે છે. ૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૩૫. Page #500 -------------------------------------------------------------------------- ________________ હ. રાજનીશી, નેત્યોથી ઇત્યાદિ શ્રીમની રાજનીશીમાં એક પાનુ આ પ્રમાણે છે ૮ જ્ઞાની રત્નાકર ૧ ૧ આ બધી નિયત્તિઓ કાણે કહી ? २ ૪ અમે જ્ઞાન વડે જોઈ પછી યાગ્ય લાગી તેમ વ્યાખ્યા કરી. 3 + ભ ગ વા ૧, ૯, ૮, ૭, 66 ન - મ હા વી २ દે ૧ ૬, ૪, ૩, ૬, ૧. ૩૪ શ્રીમદ્દે આ કઈ રીતે ગોઠવ્યુ છે તે વિચારતાં નીચેની વસ્તુના સંભવ લાગે છે— ૧ + ૪ = ૫ ૨ + ૩ = ૫ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય એ ચાર મળે તો પાંચમુ અનંત સુખ – કેવળજ્ઞાન પ્રાપ્ત થાય. ચાર જ્ઞાન -- મતિ, શ્રુત, અવિધ અને મનઃપ વ એ મળે પછી પાંચમુ` કેવળજ્ઞાન મળે. ૧ + ૨ + ૩ + ૪ ના સરવાળા ૧૦ થાય. “ ભગવાન મહાવીરદેવ”માં ૧૦ અક્ષરા છે. અને તેની નીચે પાંચના આંક સિવાય ૧૦ સુધીના આંક મૂકયા છે તે પરથી એમ સમજાય છે કે, પહેલા ચાર આંક તે ચાર કષાય, ચાર ગતિ કે ચાર જ્ઞાનને ઉદ્દેશી લખાયાં છે. પાંચમા આંક તે કષાયરહિત સ્થિતિ, ગતિરહિત સ્થિતિ અર્થાત્ પ ચમતિ, અને પ‘ચમજ્ઞાન એટલે કે કેવળજ્ઞાન માટે ગણ્યા છે. તે હજુ પ્રાપ્ત કરવાનું છે, તેથી અધ્યાહાર રાખેલ છે. અને ૬ થી ૧૦ના આંક તે ૫ પ્રકારનાં શરીર – તેજસ, કાણુ, વૈક્રિય, આહારક અને ઔદ્યારિક, કે ૫ તત્ત્વ – અજીવ, આશ્રવ, સાઁવર, નિર્જરા અને બધને અનુલક્ષીને લખાયાં લાગે છે. મેાક્ષ થાય ત્યારે પાંચે પ્રકારનાં શરીર લુપ્ત થાય છે. તેમ જ સાતમાંનાં એ તત્ત્વ આત્મા અને મેક્ષ મળે છે. આમ એ રીતે જોતાં પણ પાંચના આંક “ માક્ષપ્રાપ્તિ ” અધ્યાહાર રાખ્યા હોય એમ લાગે છે. અહી આમ જોઈએ તે સમજી ન શકાય એવી આંકડાની રમત પણ “ આમ કદાચ હરશે ” એવી કલ્પના એ લખાણ પરથી કરી શકાય છે, એ સ્પષ્ટ કહી શકાતું નથી. આવાં બધાં લખાણા પરથી સ્પષ્ટ થાય છે પણ પેાતાના અંગત ઉપયેાગ માટે જ લખી હતી. શુ કે ૪. શ્રીમદ્ રાજચંદ્ર ’, અગાસ આવૃત્તિ, પૃ ૨૩૬, ren જોવા મળે છે. 66 આમ જો” તેમણે રાનીથી Page #501 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રીમની જીવનસિદ્ધિ આત્યંતર પરિણામ અવલોકન શ્રીમકે પિતાનું આત્યંતર પરિણામ અવલોકન ત્રણ પૃથક પૃથફ ડાયરીમાં લખેલું જોવા મળે છે. તે ત્રણ હસ્તધમાંથી બે વિલાયતના બાંધાની છે, તેમાંથી એકના પૂંઠા પર ઈ. સ. ૧૮૦નું અને બીજીના પૂંઠા પર ઈ. સ. ૧૮૯૬નું કેલેંડર છે; ત્રીજી દેશી બાંધાની છે અને તેમાં કેઈ વર્ષનું કેલેંડર નથી. આ ત્રણે હસ્તધમાં પૃષ્ઠસંખ્યા પણ જુદી જુદી છે. ૧૮૯૦ની સાલવાળીમાં ૧૦૦ પૃષ્ઠ, ૧૮૯૬ની સાલવાળીમાં ૧૧૬ પૃષ્ઠ અને અહીંની હરતને ધમાં ફક્ત ૬૦ પૃષ્ઠ છે. વિલાયતના બાંધાની બંને નેધબુક ૭” x૪”ના કદની છે, અને અહીંની નોંધબુક ૬” * ૪”ના કદની છે. આ ત્રણેમાં કેટલાંક પાનાં લખાયેલાં છે, અને કેટલાંક કેરાં રહેલાં છે. વળી, એ ત્રણમાંથી કઈ પણ બુકમાં મિતિવાર લેખ નથી; કેટલાંક લખાણ પર મિતિ છે, તે કેટલાંક પર મિતિ જ નથી. વળી મિતિ જોવા મળે છે તે પણ ક્રમમાં નથી. ઉદાહરણ તરીકે – ઈ. સ. ૧૮૯૦ના કેલેંડરવાળી નાંધબુકમાં ૫૧મા પાના ઉપર વિ. સં. ૧૯૫૧ના પોષ વદને લેખ છે, અને ૬૨ મા પાના પર વિ. સં. ૧૯૫૩ના ફાગણ વદને લેખ છે, તે ૯૭માં પાના ઉપર ફરીથી વિ. સં. ૧૯૫૧ના મહા સુદ ૭ને લેખ છે. વળી, એક બુક પૂરી થયા પછી બીજી ચાલુ કરી હોય તેમ પણ નથી. ઈ. સ. ૧૮૯૦ પછી ૧૮૯૬ ની બુક છે, તે પરથી અનુમાન કરી શકાય કે તે સાલમાં શ્રીમદ્દે તે બુક ચાલુ કરી હશે. પણ ઈ. સ. ૧૮૬ એટલે કે વિ. સં. ૧૯૫ર પછીનું લખાણ આપણને વિ. સં. ૧૯૪૬- ઈ. સ. ૧૮૯૦-ની ડાયરીમાં જોવા મળે છે. વળી, એ બે પૂરી થતાં અહીંના બાંધાવાળી નેધપોથી તેમણે લીધી હોય તેમ પણ લાગતું નથી, કારણ કે ઈ. સ. ૧૮૯૬ વાળીમાં માત્ર ૨૭ પાનાં વાપરેલાં છે, અને બાકીનાં તમામ કેરાં પડ્યાં છે. આ ઉપરાંત વિ. સં. ૧૯૫૪નું લખાણ કે વિ. સં. ૧૯૫૩નું લખાણ બધી હસ્તમાં જોવા મળે છે. આ બધા પરથી એક જ અનુમાન થાય છે કે શ્રીમદ્ આ બધી નોંધપોથી પોતાની પાસે રાખતા હશે, અને જ્યારે કંઈ લખવા યોગ્ય જણાય ત્યારે તેમાંથી કઈ પણ નેધપોથી ઉપાડી ગમે તે પાનું ખેલી તેમાં તે ઉતારી લેતા હશે. હસ્તધ ૧ આ હાથનેધ પર ઈ. સ. ૧૮૯૦– વિ. સં. ૧૯૪૬– નું કેલેંડર છે, અને તેમાં સે પાનાં છે. શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં આ હાથનોંધમાં જેટલાં પાનાં લખાયેલાં છે તેટલાં છપાયેલાં છે. તેમાં હાથનોંધનાં પૃષ્ઠોના અક જોઈએ છીએ તે ખ્યાલ આવે છે કે તેમાં વચ્ચે વચ્ચે ઘણું પાનાં કોરાં પડેલાં છે, અને માત્ર ૧૦૨ જેટલી બાજુએ લખાયેલી છે. તેમાં કોઈ જગ્યાએ આખા પાનામાં ચાર-છ વાક્યો જ છે, તે કેટલીક જગ્યાએ આખું પાનું પણ જોવા મળે છે. Page #502 -------------------------------------------------------------------------- ________________ હ, રજનીશી, નેધથી ઇત્યાદિ અગાસથી પ્રગટ થયેલી “શ્રીમદ રાજચંદ્ર”ની પહેલી આવૃત્તિમાંની પાદોંધમાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રણત તત્વજ્ઞાન”માંથી જે હસ્તધ પ્રાપ્ત થઈ હતી તે આપી છે. તેની મૂળ હસ્તાક્ષરની નેધ મળતી નથી, તેથી તેને પાદiધમાં આપેલ છે. એમાં તત્ત્વની વાતો અપાયેલી છે. એ વિશે “પરમકૃત પ્રભાવક મંડળ” તરફથી પ્રગટ થયેલી વિ. સં. ૧૯૬૧ની પહેલી આવૃત્તિ અને તે પછીની આવૃત્તિઓ જોતાં ખ્યાલ આવે છે કે ફૂટનેટ જેવું કઈ લખાણ તેમાં નથી. તેમાં તે આ હાથનેધ જેવું લખાણુ અપાયેલ છે, તે પરથી અનુમાન થાય છે કે એ કદાચ કેઈનું ઉપજાવી કાઢેલું પણ હોય.. - હસ્તનાંધ ૧માં અપાયેલું લખાણ અંગત વિચારે કે પરિસ્થિતિ દર્શાવતું લખાણ છે. તેમાં “મારગ સાચા મિલ ગયા”, “હોત આવા પરિસવા” તથા “ધન્ય રે દિવસ આ અહે” એ ત્રણ તેમનાં કાવ્યો પણ છે. પહેલું કાવ્ય જ્ઞાન થયા પછીને હર્ષ વ્યક્ત કરતું છે, અને બીજુ પદ જિનપદ તથા નિજ પદની એકતાનો સાક્ષાત્કાર કરાવતું છે. ત્રીજા પદમાં પોતાના જીવનમાં આવેલા અગત્યના આધ્યાત્મિક પ્રસંગેની નોંધ તથા પોતાના ભાવિની આગાહી મુકાયેલી છે. અને તેમાં મુકાયેલી સંવત તથા સ્થિતિ જોતાં તે કાવ્ય લગભગ વિ. સં. ૧૯૫૩માં લખાયેલું હોય તેમ કહી શકાય. એ ત્રણે પદના વિષય જતાં તે વિ. સં. ૧૯૪૭ પછી રચાયાં હોય તે નિશ્ચિત લાગે છે, કારણ કે તે વર્ષમાં તેમને શુદ્ધ સમ્યજ્ઞાન થયું હતું, અને એ જ્ઞાન થયા પછીની જ આ રચનાઓ છે. આ ઉપરાંત આ નોંધમાં પિતાને બેધરૂપ થાય તેવાં વચનો, પોતાની અંતરંગ પરિસ્થિતિ દર્શાવતાં વચને, પતે જેના પર વિશેષપણે વિચાર કરવા ધાર્યો હોય તેવા પ્રશ્નો, પિતાની ભાવિ પેજના વિશેની વિચારણા, તત્ત્વની વાત વગેરે છે. ત્રણ પદ્ય સિવાયનું બધું લખાણ ગદ્યમાં છે. આ લખાણમાં પોતાને લાગતું આત્માનાં છ પદનું નિઃશંકત્વ બતાવ્યું છે. વળી એમાં જીવ સંબંધી વિચારણા, જગતના સ્વરૂપનું વર્ણન, આત્મસાધના, સંતપણાની દુર્લભતા, દર્શનમાં આત્માનું નિરૂપણ, શાસ્ત્રમાં દર્શાવેલી વાતેની વિચારણા જેમ કે વ્યવહારત્યાગ, તે શા માટે જરૂરી, વિભાવગના બે પ્રકાર, જ્ઞાની પુરુષની વૃત્તિ વગેરે પણ ટૂંકા ટાંચણરૂપે મુકાયાં છે. આ બધું ટાંચણ પોતાના અંગત ઉપયોગ માટે જ થયેલું હોય તેમ લાગે છે. તે ક્યા કારણથી કર્યું હશે તે વિશે માત્ર અનુમાન જ થઈ શકે છે. અહીં ઘણી જગ્યાએ ટૂંકાં વાક્યો કે વાકયખંડે જ રચાયેલાં જોવા મળે છે. અને તેમાં પણ પુછાયેલા પ્રશ્નોનું પ્રાધાન્ય વિશેષ છે. વિધેયાત્મક વચન કરતાં પ્રશ્નાત્મક વચન વિશેષ છે. ક્યારેક અનુભવસિદ્ધ વચને પણ મળે છે. દાખલા તરીકે “સુખને ઈચ્છતે ન હોય તે નાસ્તિક, કાં સિદ્ધ, કાં જડ.૫ “દષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ, પ્રાયે અહિતનું કારણ થતું નથી. પોતાની અંગત સ્થિતિ બતાવતાં વચને આમાં વિશેષ પ્રમાણમાં છે. જુઓ “આ કાળમાં મારું જન્મવું માનું તો દુઃખદાયક છે; અને માનું તે સુખદાયક પણ છે.” પણ કઈ અપેક્ષાથી તે ૫-૬-૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ ૧, પૃ. ૭૯૫. Page #503 -------------------------------------------------------------------------- ________________ સુખદાયક અને કઈ અપેક્ષાથી તે દુઃખદાયક છે તે તેમણે સ્પષ્ટ કર્યું નથી. માત્ર એટલું અનુમાન થઈ શકે છે કે ઉત્કૃષ્ટ આત્માવસ્થા મેળવવા આ કાળ વિશેષ વિષમ હેવાથી જન્મવું દુઃખદાયક છે; પણ આ કાળ તેની વિષમતાને લીધે સંસારથી ઉદાસીનતા લાવવાનું ઉત્તમ સાધન છે, એ હેએ તેમનું જન્મવું સુખદાયક છે. આ ઉપરાંત “વૈશ્ય અને નિર્ચથભાવે વસતાં કેટી કેટી વિચાર થયા કરે છે.”૮ “તે વ્યવહાર ત્યાગ્યા વિના અથવા અત્યંત અલ્પ કર્યા વિના નિર્ચ થતા યથાર્થ રહે નહિ, અને ઉદયરૂપ હેવાથી વ્યવહાર ત્યાગ્યો જતો નથી.”૯ વગેરે સંસારને થાક જણવતાં વચન પણ જોવા મળે છે. તે સર્વમાં વિશેષ ધ્યાન ખેંચે તેવું વચન છે તે, “માહ સુદ ૭, શનિવાર, - વિક્રમ સંવત ૧લ્પ૧, ત્યાર પછી દોઢ વર્ષથી વધારે સ્થિતિ નહીં. ૧૦ મહા સુદ સાતમ પછીના દઢ વર્ષમાં તેમણે સર્વસંગપરિત્યાગ કરવાને નિશ્ચય કરી લીધો હતો, તેમ આ વચન પરથી લાગે છે. તે નક્કી કર્યા પ્રમાણે તેમણે તેમના ભાગીદારો પાસે વિ. સં. ૧૯૫૨ના અંતભાગમાં છૂટા થવાની માગણી પણ કરી હતી. છતાં તેઓ પિતાના ભાગીદારોના આગ્રહને લઈને સંપૂર્ણ પણે નિવૃત્ત થઈ શકયા ન હતા. જ્યાં સુધી પોતે વ્યવહારમાં હોય ત્યાં સુધી કેમ વર્તવું, તે વિશે પિતાને થતા પ્રશ્નો, તરવની બાબતમાં થતા પ્રશ્નો વગેરે મોટા પ્રમાણમાં આ હસ્તાંધમાં જોવા મળે છે. તેઓ હસ્તધના ૯૩મા પૃષ્ઠ પર નાંધે છે કે – નશા ધારણ કરવી? વ્યવહારને ઉથ એ છે કે તે ધારણ કરેલી દશા લોકેને કષાયનું નિમિત્ત થાય, તેમ વ્યવહારની પ્રવૃત્તિ બને નહીં.” ત્યારે તે વ્યવહાર નિવૃત્ત કરવો? તે પણ વિચારતાં બનવું કઠણ લાગે છે, કેમ કે તેવી કંઈક સ્થિતિ વેદવાનું ચિત્ત રહ્યા કરે છે.તે વ્યવહાર કેવા પ્રકારે સંક્ષેપ થઈ શકશે ?૧૧ વગેરે. અહીં પ્રશ્ન અને તેની વિચારણું બંને જોવા મળે છે, પણ કેટલીક વાર તે હસ્તનધમાં પ્રશ્નોની હારમાળા જ જોવા મળે છે, જેમ કે – હસ્તધનું પૃ. ૧૫૨ – “ગુણાતિશયતા શું? તે કેમ આરાધાય ? કેવળજ્ઞાનમાં અતિશયતા શું ? તીર્થકરમાં અતિશયતા શું ? વિશેષ હેતુ શે ? જે જિનસમત કેવળજ્ઞાન કાલોકજ્ઞાયક માનીએ તો તે કેવળજ્ઞાનમાં આહાર, નિહાર, વિહાર આદિ ક્રિયા શી રીતે સંભવે? વર્તમાનકાળમાં તેની આ ક્ષેત્રે અપ્રાપ્તિ તેનો હેતુ છે ?”૧૨ વગેરે. આ બધા પરથી લાગે છે કે શ્રીમદ પોતાની વિચારણામાં હજુ એકદમ સ્થિર થયા નહિ હેય. અને જેમ જેમ નિશ્ચિતતા આવતી ગઈ હશે તેમ તેમ વિધેયાત્મક વચનનું ૮-૯. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૮૦૩. આંક : ૩૮ ૧૦. એજન, પૃ. ૮૦૫: આંક : ૪૧ ૧૧. એજન, ૫, ૮૦૪. આંકઃ ૩૮ ૧૨. એજન, પૃ. ૮૧૧. આંકઃ ૬૮ Page #504 -------------------------------------------------------------------------- ________________ છે. ફેજનીશ, નેધથી ઇત્યાદિ t૮૫ પ્રમાણ વધ્યું હશે. પણ આ બધાં વચનને તેમને અભિપ્રેત અર્થ સમજ બહુ મુશ્કેલ છે, કારણ કે તેમાં મિતિ કે અર્થસ્પષ્ટતા આપેલ નથી. અર્થસ્પષ્ટતા ન હોવાને લીધે તેમણે ચેલી આકૃતિઓ પણ સમજાતી નથી. આ હસ્તધને ગાળે વિ. સં. ૧૯૪૯થી વિ. સં. ૧૯૫૭. સુધીને ગણું શકાય, કારણ કે આ નોંધ પર અંગ્રેજી વર્ષ ૧૮૯૦નું કૅલેંડર છે, તે પહેલાં તે તેમાં તે લખાણ થયું જ ન હોય તે સ્વાભાવિક છે. હસ્ત નોંધ ૨ આ હસ્તiધ પણ કઈ સાલથી લખાવી શરૂ થઈ, તથા કઈ સાલ સુધી લખાઈ તે વિશે માહિતી મળતી નથી. આ હસ્તાંધ પર અંગ્રેજી વર્ષ ૧૮૯૬નું કૅલેંડર છે, તે પરથી એમ અનુમાન કરી શકાય કે વિ. સં. ૧૫ર પછી તે લખાવી શરૂ થઈ હેવી જોઈએ. અને તે પણ વિ. સં. ૧લ્પ૭ અર્થાત્ શ્રીમના દેહાંત સુધી લખાઈ હોય એમ ગણી શકાય. આ હસ્તનધમાં ૧૧૬ પાનાં છે, પણ તેમાંના મોટાભાગનાં પાનાં પણ કેરાં પહેલાં છે. વળી, આ લખાણ જોઈએ તો મુખ્યત્વે એક જ બાજુ – જમણી બાજુ થયું છે, એટલે કે પૃષ્ઠ ૩, ૫, ૭, ૯, ૧૧, ૧૩ વગેરે એકી અંકની બાજુએ લખાણ થયું છે. વચ્ચે વચ્ચે એકી અકનાં પાનાંઆ કેરાં પડ્યાં છે, જ્યારે આગળના પાનાનું અનુસંધાન હોય ત્યારે જ ડાબી બાજુ થોડું ઘણું લખાણ થયેલું જોવા મળે છે, પણ આવાં બહુ ઓછાં પાનાં જેવા મળે છે. દાખલા તરીકે પૃ. ૩૦, ૩૨, ૩૪ એ ત્રણ જ પાનાં પર ડું લખાણ થયેલું છે. જથ્થાની રીતે જોઈએ તે પહેલી હસ્તધના પ્રમાણમાં અહીં લખાણ ઘણું ઓછું થયું છે. વળી પદ્યમાં લખાણ તે જોવા જ મળતું નથી. પ્રશ્નાર્થ વાક્યો પણ સામાન્ય રીતે દેખાતાં નથી. અહીં વિશેષ સ્પષ્ટ વક્તવ્ય જોવા મળે છે, નમસ્કારાદિ વચન પણ મળે છે, પણ એ બધાં સંક્ષેપમાં છે. કેટલીક જગ્યાએ શાસ્ત્રો કે અન્ય ગ્રંથોમાંથી લેવાયેલાં અવતરણે પણ મળે છે. શ્રીમદે પોતે વિચારેલી વસ્તુઓ અહીં એટલી બધી ટૂંકાણમાં મૂકેલી છે કે કેટલીક વખત તે તેનો અર્થ સ્પષ્ટ થતો નથી; જેમ કે – “ આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે. ખંડિત છે. સંપૂર્ણ કરવાનું સાધન દુર્ગમ્ય છે. તે પ્રભાવને વિશે મહતુ અંતરાય છે. દેશકાળાદિ ઘણા પ્રતિફળ છે.” વગેરે.૧૩ જૈન ધર્મની વર્તમાન સ્થિતિને લગતું આ લખાણ છે એ સમજાતું હોવા છતાં કઈ અપેક્ષાથી, કઈ રીતે શ્રીમદ વિશેષપણે સમજાવવા માગે છે તે જાણવું મુશ્કેલ છે. પણ આવું ઓછું છે, મુખ્યત્વે તે પોતાને બેધદાયક, સ્વરૂપચિંતનાત્મક, ધર્મબોધક, નાનાં નાનાં સુવચને જ વિશેષ જોવા મળે છે, જેમ કે - ૧૩. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૮૨૨. આ વચને સમજાવવાનો પ્રયત્ન કરતા એક લેખ રા. સુશીલે “રાજચંદ્રના જગત પ્રત્યેના સંદેશાઓ” નામે લખ્યો છે, તે લેખ “શ્રી રાજયંતી વ્યાખ્યાને” માં પ્રગટ થયેલ છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ ** * સર્વજ્ઞપદનું ધ્યાન કરો. ’૧૪ “ હે જીવ! સ્થિર દૃષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, તા સ પરદ્રવ્યથી મુક્ત એવું તારુ' સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. ૧૫ વગેરે, આ ઉપરાંત નમસ્કાર વચને પણ ઘણાં જોવા મળે છે; જુએ “હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યદાન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હા! ૧૬ શ્રીમતી જીવનસિદ્ધિ હું જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનત અનંત ઉપકાર કર્યા છે. ૧૭ આમ પોતાના પર ઉપકાર કરનાર જીવાને તથા વસ્તુઓને યાદ કરીને શ્રીમદ્દે નમસ્કાર કર્યા છે. પેાતે મેળવવા ધારેલી ચારિત્રદાના જય ( હસ્તનાંધ પૃ. ૩૦ ), જિનશાસ્ત્રોક્ત સપ્તનયપૂર્વકની દશાની ઇચ્છા ( હસ્તનાંષ પૃ. ૩૫) વગેરેમાં શ્રીમની આધ્યાત્મિક ઉચ્ચ કક્ષા મેળવવાની અભિલાષ સ્પષ્ટપણે જોઈ શકાય છે. વળી, પાતે ધારેલા કોઈ ગ્રંથની રચાનાનુ` પ્રાથમિક વિચારણારૂપ ટાંચણુ અહીં જોવા મળે છે. હસ્તાનાંધનાં પૃ. ૩૧, ૩૨ તેનાં ઉદાહરણ ગણી શકાય. આમ આ નાની હસ્તનાંધમાં કોઈ વ્યવસ્થિતિ લખાણ નથી, પણ જુદે જુદે સમયે પેાતાને સ્ફુરેલાં વિચારા, અભિલાષાઓ, આચરવા યાગ્ય નિયમા, સુવાકયો, વગેરેનુ' દ્ન'' ટાંચણ છે, જે શ્રીમદને પાતાના ઉપયાગ માટે જ વિશેષ ઉપયાગી થાય તેમ હતું. અન્યને તેની પાછળની વિચારણા સ્પષ્ટ ન હોય તેથી એટલુ* ઉપયેાગી ન લાગે તે સ્વાભાવિક છે. હસ્તનોંધ ૩ ત્રીજ હસ્તનાંધ એ દેશી બાંવાની છે, અને તેમાં કોઈ મિતિ કે કૅલે'ડર આપેલ નથી. તેથી તે કયારથી લખાવી શરૂ થઈ, અને કયા વર્ષ સુધી તેમાં લખાણ થયું, તે નક્કી કરવું વિષ્ટ છે. આથી સામાન્યપણે એમ કહી શકીએ કે શ્રીમના ૨૨મા વષઁથી,~ અધ્યાત્મમાં રસ ઊડા બન્યા પછી – મુંબઈ આવ્યા ત્યારથી તે તેમના અંતકાળ સુધીમાં જુદે જુદે સમયે લખાઈ હોવી જોઈ એ. આ હસ્તનાંધમાં સૌથી ઓછાં પાનાં લખાયેલાં છે. અને તેમાં પણ મુખ્યત્વે જમણી બાજુનાં જ પાનાં પર લખાણ થયેલું છે. જ્યારે જરૂર પડે ત્યારે જ ડાખી બાજુનાં પાનાંના ઉપયાગ તેમણે કરેલે દેખાય છે. ૧.૪. * શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૮૧૭, આંક ૨ ૧૫. એજન, પૃ. ૮૧૯. આંક : ૭ ૧૬-૧૭, એજન, પૃ. ૮૨૪. આંઠ : ૨૦ Page #506 -------------------------------------------------------------------------- ________________ ૯. રાજનીશી, નોંધાથી ઇત્યાદિ ૪૨૭ આ હસ્તનાંધમાં લગભગ ૩૨ જેટલાં પાનાંઓ લખાયેલાં છે. પણ તેમાં કેટલાંક પાનાં પર તેા માત્ર બેચાર વચના જ લખાયેલાં છે. અહી' મુખ્યત્વે વિધેયાત્મક તથા નિશ્ચયાત્મક વચના છે; જેમ કે ઃ— “ રાગદ્વેષના આત્યંતિક ક્ષય થઈ શકે છે. જ્ઞાનને પ્રતિબંધક રાગદ્વેષ છે. જ્ઞાન જીવના સ્વભૂત ધર્મ છે. ૧૮ વગેરે અને તેમાં પણ જૈનધર્મનાં તત્ત્વને લગતાં, આચારને લગતાં વચના મુખ્યત્વે છે, જેમાં વિશ્વની સ્થિતિ, જીવાની ઈચ્છા, જીવનું સ્વરૂપ, કેવળજ્ઞાનનું સ્વરૂપ વગેરે વિશેની પેાતાની વિચારણા શ્રીમદ્દે આપેલી છે. એ વિશે પોતે પાતાને બેય પણ આપ્યા છે. દાખલા તરીકે “ સ્વપર ઉપકારનું મહત્ કાર્ય હવે કરી લે! ત્વરાથી કરી લે ! “ અપ્રમત્ત થા! અપ્રમત્તા થા ! 66 શું કાળના ક્ષણવારના પણ ભરુ ંસા આય પુરુષોએ કર્યાં છે ? “હું પ્રમાદ ! હવે તું જા, જા. ૮ હું બ્રહ્મચર્ય ! હવે તુ' પ્રસન્ન થા, પ્રસન્ન થા. “ હું વ્યવહારાય ! હવે પ્રખળથી ઉદય આવીને પણ તું શાંત થા, શાંત થા.”૧ ૯ વગેરે. અહી પાતે શું કરવાનુ છે તે વિશેના ઉપદેશ પેાતાને નડતાં તત્ત્વોને ઉદ્દેશીને જવાનું તથા પેાતાને સહાયરૂપ તત્ત્વાને ઉદ્દેશીને આવવાનુ જણાવ્યું છે. આ શ્રીમની શૈલીના વિશિષ્ટ નમૂના ગણી શકાય. આ હસ્તનેાંધમાં અવતરણા, આકૃતિએ વગેરેના પણ સમાવેશ થતા જોવા મળે છે. આમ આપણે શ્રીમદ્દની રાજનીશી, હસ્તનેાંધનાં પાનાં તથા આ ત્રણ હસ્તનાંધ જોઈ એ છીએ ત્યારે તેમાંથી એક વિશિષ્ટ લક્ષણ નજરે તરી આવે છે. તેમાં આપણે મુખ્યત્વે આત્મચિંતનને જ સ્થાન અપાયેલુ જોઈએ છીએ. સંયમ તથા વૈરાગ્યમાં પેાતાના ચિત્તને વિશેષ દૃઢ કરવા તેમણે વેપાર કે ગૃહસ્થાશ્રમ કે અન્ય એવી કાઈ વાતને હસ્તનોંધમાં સ્થાન ન આપતાં તેમણે માત્ર આત્મચિંતનને જ સ્થાન આપ્યું છે. અને તે વાંચતાં તેમની અહારાત્ર ધર્મ પ્રીતિ વધતી જતી હતી તેની પ્રતીતિ થાય છે. આ આત્મચિંતનની ગૂઢ વાતા તેમણે એટલી ટૂંકાણમાં લખી છે કે તે અન્યને સમજાવવી પણ મુશ્કેલ બને. વળી તેમની આત્મા વિશેની સર્વ વિચારણાના પરિચય આપણને તેમના પત્રા તથા અન્ય સાહિત્યમાંથી થાય છે, એ કારણે પણ આ હસ્તનેાંધાનું મૂલ્ય આપ્યુ અંકાય છે. શ્રીમદનુ અંતર ગ સૌથી વિશેષ સેાભાગભાઈના પત્રામાં ખૂલતું દેખાય છે, તેથી તેમના આત્મિક વિકાસ જાણવા માટે આ ડાયરી કરતાં પણ તે પત્રનુ મૂલ્ય ઘણુ વિશેષ રહે છે. આમ શ્રીમના સમગ્ર સાહિત્યની દૃષ્ટિએ જોતાં તેમની હસ્તનાંધાનુ મહત્ત્વ આપણા માટે બહુ રહેતું નથી. ૧૮. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૮૨૫. ૧૯. એજન, પૃ. ૮૩૧. Page #507 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ પ્રકીર્ણ ગદ્યરચના શ્રીમદ્દે તેમની વીસ વર્ષની વય પછીથી સાહિત્યની દૃષ્ટિએ ગદ્યરચનાઓ ભાગ્યે જ કરેલી જોવા મળે છે. તેમણે ગદ્યલખાણ ઘણું કર્યું. છે, પણ તે બધું તત્ત્વવિચારણાની દૃષ્ટિએ. તે લખાણના સૌથી માટા જથ્થા પત્રા રૂપે છે. એ ઉપરાંત રાજનીશી, ડાયરી વગેરેમાં ગદ્યલખાણ જોવા મળે છે, પણ સ્વતંત્ર પુસ્તક, નિબંધ, વિવેચન વગેરેમાંથી કાઈ પ્રકારના રૂપમાં લખવાનું તેમણે વિચાર્યું. હાય તેવું ખાસ જણાતું નથી. તેથી જ તે “ ભાવનામેાધ” કે “ માક્ષમાળા” જેવુ' એક પણ પુસ્તક તે પછી આપણને મળતુ નથી. અને જો ક્યારેક તેવુ” લખાણુ કરવાના પ્રયાસે તેમણે શરૂ કર્યા છે તે તે અપૂર્ણ છેડી દેવાયા છે. આથી આજે એક પણ ગદ્યકૃતિ એવી નથી મળતી કે જે સપૂણ હોય અને તેમની વીસ વર્ષની વય પછીથી રચાયેલી હાય. તેથી જે કંઈ અપૂર્ણ સ્થિતિમાં કૃતિએ મળે છે તેના સમાવેશ આ પ્રકરણમાં કર્યાં છે. 66 આ કૃતિમાં સૌપ્રથમ • પ્રતિમાસિદ્ધિ ” વિશેના લઘુગ્રંથ છે. તેના આદિ અને અ‘તભાગ મળે છે, મહત્ત્વના મધ્યના ભાગ અપ્રાપ્ય છે. “ દશવૈકાલિક સૂત્ર”ના એ અધ્યયનનું, 66 દ્વવ્યસંગ્રહ ”ની કેટલીક ગાથાઓનુ તથા “ ૫ચાસ્તિકાય ”નું તેમણે કરેલુ ભાષાંતર પણ વીસ વર્ષની વય પછીની ગદ્યકૃતિ તરીકે પ્રાપ્ત થાય છે. આત્માનાં છ પદને સમજાવતા તથા સત્પુરુષનું માહાત્મ્ય જણાવતા એક પત્ર શ્રીમદ્દે લલ્લુજી મહારાજ પર લખ્યા હતા, તે પણ તેમની ગદ્યશૈલીના નમૂના જેવા હોવાથી અહી” લીધે છે. આ ઉપરાંત આનદઘનજીની સ્તવનાવલિ વિશે તેમણે અપૂર્ણ રહેવા દીધેલા વિવેચનના, “સમયસાર નાટક”, “ આઠ યાગષ્ટિની સજ્ઝાય ” આદિમાંથી લીધેલી પ"ક્તિઓની તેમણે આપેલી સમજૂતીના પણ અહી' સમાવેશ કર્યાં છે. વળી, “ મેાક્ષસદ્ધાંત ”, 66 દ્રવ્યપ્રકાશ ” આદિ કેટલાક લેખેા નામ સાથે તથા બીજા કેટલાક લેખા નામ વિના લખવાની શરૂઆત તેમણે કરી હતી, તેમાંના કોઈ પૂર્ણ થયેલ નથી. તે સંતુ અવલાકન પણ અહીં કર્યું છે. અને અંતમાં તેમણે મુમુક્ષુઓને પત્રમાં ફક્ત સુવચના લખ્યાં હાય તેવા પત્રા વિશે પણ વિચાર કર્યા છે. આમ જોઈ એ તો “ પંચાસ્તિકાય ”ના અનુવાદ સિવાયની એક પણ કૃતિ પૂર્ણ સ્વરૂપમાં મળતી નથી જોકે ૫ ચાસ્તિકાયની ” પણ જુદી જુદી લગભગ ૧૭ ગાથાને અનુવાદ નથી. જે આ હકીકત ધ્યાનમાં લઈએ તે તેમની એક પણ કૃતિ સ‘પૂર્ણ છે તેમ કહી શકાય નહિં. વળી, અન્ય લેખ આદિમાં પણ એટલા નાના ભાગ મળે છે કે તેમાંથી શ્રીમદના કાઈ પણ જાતના વ્યક્તિત્વના ખ્યાલ નથી આવતો, એટલું જ નહિ સાહિત્યિક દૃષ્ટિએ તેનું મૂલ્યાંકન કરવુ. પણ નિરર્થક બની જાય છે. Page #508 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પ્રકીર્ણ ગળ-રચનાઓ આ બધી કૃતિઓનું એક લક્ષણ એ ધ્યાનમાં આવે છે કે તેમણે જે કંઈ લખાણ કર્યું છે તે જૈન દર્શન અનુસાર છે. અને તેમાં તેમણે મુખ્યત્વે જૈન દર્શનના સિદ્ધાંતની સમજણ આપવાનો પ્રયત્ન કર્યો છે. ક્યારેક સિદ્ધાંતે કમસર મૂક્યા હોય તેવું પણ છે. અને તે બધામાં અન્ય દર્શન વિશેની વિચારણું તે ભાગ્યે જ જોવા મળે છે. અને જ્યાં એ આવે છે ત્યાં પણ તેનાં સારાં લક્ષણોને ગ્રહણ કરવાનો ઉલ્લેખ હોય છે, તેનું ખંડન કરવાની વિચારણું જોવા મળતી નથી. આટલા સામાન્ય અવલોકન પછી આપણે તેમની પ્રાપ્ત થતી ગદ્યકૃતિઓ વિશે જોઈએ. પ્રતિમાસિદ્ધિ ૪૧ પ્રતિમાનું પૂજન કરવું હિતકારક બને છે એ દર્શાવતે એક લઘુગ્રંથ શ્રીમદે ૨૨ મે વર્ષે લખ્યો હતો. તે ગ્રંથ આપણને અપૂણ મળે છે. તેના આદિ તથા અંતભાગ મળે છે, પણ ગ્રંથનો વચ્ચેનો મુખ્ય ભાગ મળતો નથી. તેમાં શરૂઆતમાં શ્રીમદે માર્ગ પામવા માટે તથા માર્ગ ઉપદેશવા માટે કઈ વ્યક્તિ ઉત્તમ કહેવાય તેને નિર્દેશ કર્યો છે. તે પછીથી શ્રીમદે વીતરાગપ્રણીત ધર્મમાં અનેક મતભેદો ઊભા થવાનાં આઠ કારણે ટૂંકામાં જણુવી તેને થોડા વિસ્તારથી બતાવવા પ્રયત્ન કર્યો છે. આ સામાન્ય ચર્ચા કર્યા પછી તેઓ મુખ્ય વાત પર આવે છે કે આ બધા વિવાદમાં મુખ્ય વિવાદ પ્રતિમા વિશેનો છે. કેટલાક લોકો પ્રતિમાની સિદ્ધિ કરે છે, તે કેટલાક તેને ઉત્થાપે છે. તે આ બેમાં સાચું શું? તેઓ પોતે જણાવે છે તે મુજબ પહેલાં તેઓ પ્રતિમાને માનતા નહોતા, પણ કેટલાક અનુભવથી પ્રતિમાની સિદ્ધિની તેમને ખાતરી થઈ તે માટે તેઓ લખે છે – “જિન પ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણેક્ત, અનુભક્ત અને અનુભવમાં લેવા યોગ્ય છે. મને તે પદાર્થોને જે રૂપે બંધ થયો અથવા તે વિષય સંબંધી અને જે અ૮૫ શંકા હતી તે નીકળી ગઈતે વસ્તુનું કંઈ પણ પ્રતિપાદન કરવાથી કોઈ પણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે અને તે વસ્તુની સિદ્ધિ જણાય તે તે સંબંધી મતભેદ ટળી જાય; તે સુલભધિપણાનું કાર્ય થાય એમ ગણી, ટૂંકામાં કેટલાક વિચારો પ્રતિમાસિદ્ધિ માટે દર્શાવું છું.” આ સિદ્ધિ તેમણે પાંચ પ્રમાણથી કરેલી છેઃ ૧. આગમપ્રમાણ, ૨. ઈતિહાસ પ્રમાણ, ૩. પરંપરા પ્રમાણે, ૪. અનુભવ પ્રમાણ અને પ. પ્રમાણપ્રમાણ. ૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ પૃ. ૧૭૩, આંક ૪૦. ૨. એજન, પૃ. ૧૭૩. આંક ૪૦. Page #509 -------------------------------------------------------------------------- ________________ red શ્રીમની જીનસિદ્ધિ આ પાંચ પ્રકારનાં પ્રમાણથી પ્રતિમાની સિદ્ધિ કરતાં પહેલાં, શ્રીમદ્દે “ આગમ એટલે શું?” તે સમજાવ્યુ' છે, અને તે પછી વાચક માટે કેટલાક નિયમેા રજૂ કર્યાં છે. આ નિયમો પ્રત્યેક વ્યક્તિને ઘણી જગ્યાએ ઉપયોગી થઈ શકે તેવા પ્રકારના છે; જેમ કે ઃ “ કાઈ પણ વાત જ્યાં સુધી ચાગ્ય રીતે ન સમજાય ત્યાં સુધી સમજવી; તે સ"ખ"ધી કઈ કહેતાં મૌન રાખવુ,’૩ “ અમુક વાત સિદ્ધ થાય તા જ ઠીક એમ ન ઈચ્છવુ, પણ સત્ય સત્ય થાય તેમ ઈચ્છવુ.”૪ વગેરે. આ તથા ખીજા નિયમે વાંચતાં એક વાત સ્પષ્ટ સમજાય છે કે તેમણે પેાતાના મત ખૂબ જ નમ્રતાપૂર્વક રજૂ કર્યા છે. તથા કાઈ પણુ બાજુ જરા પણ પક્ષપાતી વલણ ન રાખતાં, તટસ્થ રીતે જે ચેાગ્ય હાય તે જ સ્વીકારવાની તેમણે આ ગ્રંથમાં ભલામણ કરી છે. આ વસ્તુ તેમનાં નીચેનાં વચને જોતાં જણાશે - “ જો તમે પ્રતિમાને માનનાર હા તે તેનાથી જે હેતુ પાર પાડવા પરમાત્માની આજ્ઞા છે તે પાર પાડી લેવા અને જો તમે પ્રતિમાના ઉત્થાપક હૈ। તે આ પ્રમાણેાને ચેાગ્ય રીતે વિચારી જોજો. અનેએ મને શત્રુ કે મિત્ર કઈ માનવા નહિ, ગમે તે કહેનાર છે, એમ ગણી ગ્રંથ વાંચી જવા પ “ટૂંકામાં કહેવાનું એ કે જેમ કલ્યાણ થાય તેમ પ્રવર્તવા સબંધી મારુ કહેવુ. અયેાગ્ય લાગતુ હાય તા, તે માટે યથાર્થ વિચાર કરી પછી જેમ હોય તેમ માન્ય કરવું. ” વગેરે. આ બધા નિયમે વાંચતાં તેમાંથી એ જ છાપ ઊઠે છે કે શ્રીમદ્દે આ લખાણ પેાતાના મત ખરા કરવા જ લખ્યું નથી, પણ પેાતાને જે સત્ય જણાયું તેને ખીજાએ, સત્ય રૂપે જાણ્યા પછી જ, સ્વીકારે તેવી ભાવનાથી આ બધુ થયેલું લાગે છે. પણ દુર્ભાગ્યની વાત એ છે કે આ પછીના, પ્રતિમાની સિદ્ધિ કરતાં પ્રમાણેા આપતા આખા વિભાગ અપ્રાપ્ય છે. આ વિશે બે જાતની માન્યતા પ્રવર્તે છે. શ્રીમદ્રે એ આખા વિભાગ લખ્યા હોય, પણ કેઈ કારણસર તે લુપ્ત થયેા હેાય તેવા એક મત છે. અને ખીન્ને મત એવા છે કે શ્રીમદ્ એ ભાગ લખ્યા જ નથી. આ બંનેમાં કયા મતની શકયતા વિશેષ છે તે આપણે જોઈએ. વાચકે ધ્યાનમાં રાખવા ચેાગ્ય કેટલાક વિચારો રજૂ કર્યા પછીના પ્રતિમાસિદ્ધિ કરતા વિભાગ નથી મળતા, પણ તે પછીના “ છેવટની ભલામણ ” નામના તે લઘુ ગ્રંથને અંતભાગ આજે પણ મળે છે. તેમાં શ્રીમદ્દે લખ્યુ છે કે :-~ 66 3. શ્રીમદ્ રાજચંદ્ર ’, અગાસ આવૃત્તિ રૃ. ૧૭૪, આંક ૪૦, ૪૫-૬, એજત, પૃ. ૧૭૪. આંક ૪, Page #510 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પ્રકીર્ણ ગળ-રચનાઓ ૪૯૧ “પ્રતિમાથી એકાંત ધર્મ છે, એમ કહેવા માટે અથવા પ્રતિમાના પૂજનના જ ભાગ સિદ્ધ કરવા માટે મેં આ લઘુ ગ્રંથમાં કલમ ચલાવી નથી. પ્રતિમા માટે મને જે જે પ્રમાણે જણાયાં હતાં તે ટૂંકામાં જણાવી દીધાં. તેમાં વાજબી ગેરવાજબીપણું, શાસ્ત્રવિચક્ષણ અને ન્યાયસંપન્ન પુરુષે જવાનું છે, અને પછી જેમ સપ્રમાણ લાગે તેમ પ્રવર્તવું કે પ્રરૂપવું એ તેમના આત્મા પર આધાર રાખે છે. આ પુસ્તકને હું પ્રસિદ્ધ કરત નહિ, કારણ કે જે મનુષ્ય એક વાર પ્રતિમા પૂજનથી પ્રતિકૂળતા બતાવી હોય, તે જ મનુષ્ય જ્યારે તેની અનુકૂળતા બતાવે, ત્યારે પ્રથમ પક્ષવાળાને તે માટે બહુ ખેદ અને કટાક્ષ આવે છે. આપ પણ હું ધારું છું કે મારા ભણું થોડા વખત પહેલાં એવી સ્થિતિમાં આવી ગયા હતા, તે વેળા જે આ પુસ્તકને મેં પ્રસિદ્ધિ આપી હોત તે આપનાં અંત:કરણે વધારે દુભાત અને દુભાવવાનું નિમિત્ત હું થાત; એટલા માટે મે તેમ કર્યું નહી. કેટલીક વખત વીત્યા પછી મારા અંતઃકરણમાં એક એવા વિચારે જન્મ લીધો કે તારા માટે તે ભાઈઓને સંલેશ વિચારો આવતા રહેશે; તે જે પ્રમાણથી માન્યું છે, તે પણ માત્ર એક તારા હૃધ્યામાં રહી જશે; માટે તેને સત્યતાપૂર્વક જરૂર પ્રસિદ્ધિ આપવી. એ વિચારને મેં ઝીલી લીધે. ત્યારે તેમાંથી ઘણું નિર્મળ વિચારની પ્રેરણા થઈ તે સંક્ષેપમાં જણાવી દઉં છું. પ્રતિમા માને એ આગ્રહ માટે આ પુસ્તક કરવાને કંઈ હેતુ નથી....” છેવટની ભલામણ”માં શ્રીમદે લખેલાં વચને પરથી આપણે જાણી શકીએ છીએ કે તેમણે આ ગ્રંથ પૂરો કર્યો હતો. અને કોઈના દિલને દુઃખ થાય એ હેતુથી અમુક વખત સુધી તે ગ્રંથ પ્રગટ કર્યો ન હતો. પણ થોડા વખત પછી બીજો વિચાર ઉદ્દભવતાં તે ગ્રંથ પ્રસિદ્ધ કરવા તેમણે નિર્ણય લીધો અને આ ગ્રંથને અંતભાગ “છેવટની ભલામણુ” તેમણે લખ્યો, પણ તે ગ્રંથ કદી પુસ્તક રૂપે પ્રગટ થયાની વિગત મળતી નથી. એટલે જે બધું મળે છે તે માત્ર હસ્તલખાણમાં જ છે, અને તે પણ અપૂર્ણ દશામાં મળે છે. શ્રીમદ્દના પિતાના જ જણાવ્યા મુજબ, તેઓ પહેલાં પ્રતિમામાં માનતા નહોતા. પણ પાછળથી તેમને પ્રતિમામાં શ્રદ્ધા થઈ. તેથી જેઓ પ્રતિમા વિશે અશ્રદ્ધાળુ હતા તેમને શ્રીમદ્દ પ્રતિ ઇતરાજી થઈ. આવી વ્યક્તિઓ પણ સાચું સમજી શકે અને સત્ય પામી શકે એ હેતુથી પ્રમાણુ સાથે પ્રતિમાનું સમર્થન કરતો આ ગ્રંથ તેમણે લખ્યો. પરંતુ દુર્ભાગ્યે એમ થવું તો બાજુએ રહ્યું, પણ પ્રતિમાની સિદ્ધિ કરતે મૂળ ભાગ જ અપ્રાપ્ય બની ગયે ! કેટલીક રીતે વિચારતાં એમ બંધબેસતું લાગે છે કે, કઈ વિધીએ એ ગ્રંથનાં આ અગત્યનાં પાનાંઓ લુપ્ત કર્યા હશે અને તે વ્યક્તિ તેમ કરવા સમર્થ થઈ હશે, કારણ કે શ્રીમદ પિતાના લખાણ વગેરેની બાબતમાં ખૂબ જ નિઃસ્પૃહ હતા, પોતાની કરિ ૧૫ - પેતાની કૃતિઓ પ્રગટ કરવા તરફ કે કીર્તિ મેળવવા તરફ તેમનું લક્ષ જ નહોતું. એ પરથી એવું અનુમાન થઈ શકે છે કે શ્રીમદે “છેવટની ભલામણમાં જણાવ્યા મુજબ આ ગ્રંથમાં પ્રતિમાની સિદ્ધિ વિશેનાં પ્રમાણે જરૂર આપ્યાં હશે. ૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ પૃ. ૧૭૫. Page #511 -------------------------------------------------------------------------- ________________ દર શ્રીમદની છલાસિદ્ધિ બીજી બાજુ શ્રીમદે આ વિભાગ લખ્યો જ ન હતું તેવું માનનાર વર્ગ એ માટે કઈ સબળ પુરાવા આપતા નથી. તેઓ તે આજે મળતું નથી, માટે તેમણે લખ્યું જ નથી, એવો તર્ક દોડાવી શ્રીમદ્દ વિશે જાતજાતના આક્ષેપો કરે છે. તેમ કરનારાઓમાં મુનિ હર્ષચંદ્રજી મુખ્ય છે. તેઓ લખે છે કે – પાંચ પ્રમાણ વિશે તેમણે લખ્યું છે. પણ એક પણ પ્રમાણ તેમણે આપ્યું નથી. શા માટે તેઓએ લખવું મૂકી દીધું છે ?..જે એક પણ પ્રમાણ આપવાનું હતું નહિ, તે શા માટે એક ગ્રંથ લખ્યો હોય તેમ મોટો ઘટાટોપ કર્યો હશે? પ્રતિમા તરફ રુચિ તેમને થઈ, તે તેમની મરજી, તેમની પાસે જે પ્રમાણ નથી તે પછી પ્રમાણ છે એમ કહેવાથી શું એ વાર્તા સિદ્ધ થઈ હશે?”૮ વળી, “છેવટની ભલામણ”ના ભાગ ઉપર ટીકા લખતાં તેઓ લખે છે કે – “આમાં ક્યાં એકે પ્રમાણ જણાવ્યું છે ? છતાં તેઓ કહે છે કે પ્રમાણે હતાં તે બધાં જણાવી દીધાં, એમાં કેટલું સત્ય છે? પુસ્તકમાં ઉપરનાં વાક્યોની ઉપર પાંચ કુદડીઓ છાપી છે તે શું તે પાંચ પ્રમાણુની મૂકી હશે ? એ જગ્યાએ પાંચ પ્રમાણો મૂકવાં જોઈએ પણ એક્ટ પ્રમાણ બતાવી નહિ શકવાથી તે જગ્યાએ નિશાની મૂકી એ વિષયને પૂર્ણ કર્યો હશે એમ સમજવું પડે છે. આને બુદ્ધિ સમજવી કે તર્ક કરવાની પદ્ધતિ સમજવી?”૯ મુનિશ્રીનાં આ વચનો બેટા આક્ષેપકારી જણાયા વિના રહેતાં નથી. પુસ્તકમાં અપૂર્ણ કે અપ્રાપ્ય જણાવવા આવી કૂદડી મુકાય છે, તેને સત્ય રીતે ન સમજતાં આક્ષેપ કરવાના ઉપયોગમાં તે વસ્તુ લેવી તે એગ્ય લાગતું નથી. વળી આને શ્રીમદે નહિ, પણ તેમના અવસાન બાદ તેમના ભાઈ એ “શ્રીમદ્ રાજચંદ્ર” “ગ્રંથમાં પ્રસિદ્ધિ આપી હતી, તે હકીકત પણ ભૂલવા જેવી નથી. ગમે તે કારણસર પ્રતિમાની સિદ્ધિ કરતાં પ્રમાણે આપતા વિભાગ આ ગ્રંથમાંથી લુપ્ત થયે છે તે સત્ય હકીક્ત છે. પણ શ્રીમદે તે ભાગ લખ્યો જ નહિ હોય, અને બેટી બડાઈ હાંકવા છેવટની ભલામણ લખી નાખી હશે એવી કલ્પના તે, શ્રીમનું લખાણ જોતાં, સંભવતી નથી. આ ગ્રંથને જેટલે ભાગ મળે છે તેમાંથી તેમની સત્યપ્રિયતાની, નમ્રતાની, નિષ્પક્ષપાતીપણાની જ છાપ ઊઠે છે. વળી, આ સિવાયનાં બીજા લખાણમાંથી પણ એ જ છાપ ઊંઠ છે, એથી શ્રીમદ્દ બનાવટ કરે એ શક્ય લાગતું નથી. શ્રીમદે પોતાને જે સાચું લાગ્યું તે વાચક વાંચી-વિચારીને યોગ્ય લાગે તે જ સ્વીકારે તેવી ભાવના સેવી હતી. વળી, આ ગ્રંથમાં તેમની સત્યપ્રિયતા, જૈનધર્મની શ્રેષ્ઠતાની શ્રદ્ધા વગેરે જોવા મળે છે. વસ્તુની રજૂઆત પણ તેમણે ખૂબ તર્કબદ્ધ અને સ્પષ્ટ રીતે કરી છે. તેથી આ આ ગ્રંથ આજે મળતા હોત તો અનેક મતમતાંતર મટી જાત એમ લાગ્યા સિવાય રહેતું નથી. ૨૨ વર્ષની નાની વયે લખાયેલા આ પ્રૌઢ ગ્રંથ શ્રીમદ્દની શક્તિને સાનંદાશ્ચર્ય ઉપજાવે તેવો પરિચય કરાવે છે. ૮. “શ્રી રાજચંદ્ર વિચાર નિરીક્ષણ, પૃ. ૧૦. ૯. એજન, ૫. ૧૩. Page #512 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પ્રકી ગદ્ય-રચનાઓ ૪૩ જ સંયતિમ ૧૦ શ્રીમદ વિ. સં. ૧૯૪પના વૈશાખ માસમાં, તેમના રરમા વર્ષે, “દશવૈકાલિક સૂત્ર”ના ચોથા અને છઠ્ઠા અધ્યયનના કેટલાક ભાગનું ભાષાંતર કર્યું હતું. “દશવૈકાલિક સૂત્ર”માં જનધર્મનાં સૂત્રે, મુનિને પાળવાના નિયમે, આહારશુદ્ધિ, ગુરુભક્તિ, આદર્શ સાધુ વગેરે વિશે લખાયેલું છે. આ સૂત્રમાં ગદ્ય તેમ જ પદ્ય બંનેનો ઉપગ થયેલ છે. સૂત્રના ચેથા અધ્યયનમાં બે વિભાગ છેઃ પહેલા ગદ્ય વિભાગ અને પછીને પદ્ય વિભાગ. પદ્ય વિભાગમાં ૨૯ ગાથાઓ આપેલી છે. આ ગાથાઓમાં ક્રિયાઓ કઈ રીતે કરવી જોઈએ કે જેથી પાપના બંધ ન પડે, અહિંસા અને સંયમમાં વિવેકની આવશ્યક્તા છે, જ્ઞાનથી શરૂ કરી મુક્તિ. પ્રાપ્તિ સુધીના કમપૂર્વક બધી ભૂમિકાએ કયા સાધકની સદ્દગતિ અને કયા સાધકની અસદગતિ થાય તેનું વર્ણન કરેલું છે. શ્રીમદ્ ૧ થી ૨૪ ગાથાઓનું કે મુક્તિ-પ્રાપ્તિ સુધીની ભૂમિકાના વર્ણન સુધીની ગાથાઓનું ભાષાંતર કરેલ છે. છા અધ્યયનમાં મોક્ષના ઈચ્છુકે પાળવાના નિયમે, શ્રમણજીવનના અતિ ઉપયોગી ૧૯ નિયમે, અહિંસા શા માટે, સત્ય અને અસત્ય વ્રતની ઉપગિતા કેવી અને કેટલીક મૈથુનથી કેટલા દોષ આવે, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની શી આવશ્યકતા છે, રાત્રિભોજન શા માટે વર્ષ છે, ભિક્ષુઓને કયા કયા પદાર્થો અકથ્ય છે વગેરેનું વર્ણન આપેલું છે. આ અધ્યયનમાં કુલ ૬૯ ગાથાઓ છે; તેમાંથી શ્રીમદે ૯ થી ૩૬ ગાથાઓ સુધીનું ભાષાંતર કર્યું છે, એટલે કે લગભગ અડધા અધ્યયનનું જ ભાષાંતર કર્યું છે. આ બંને અધ્યયનનાં ભાષાંતરો તેમણે “સંયતિધર્મ” એ શીર્ષક નીચે સંકલિત કર્યા છે. એમાં મુનિએ કયા ધર્મ પાળવા આવશ્યક છે તેનું વર્ણન તથા છ કાયના જીવની રક્ષાથે કયા નિયમનું પાલન મુનિ કરે તેનું વર્ણન છે. આ અનુવાદ અગ્નિકાયના જીવન રક્ષણ માટે મુનિ શ કરે ત્યાં સુધી કરેલ છે. વાયુકાયના જીવ, વનસ્પતિકાયના જીવ અને અન્ય ત્રસકાયના જીવનું રક્ષણ કરે તે વગેરે વિશેના વર્ણનને અનુવાદ શ્રીમદે કરેલ નથી. શ્રીમદે અનુવાદ લગભગ શબ્દશ: અને છતાં મૂળ ભાવ જાળવીને કર્યો છે. એ અનુવાદમાં તેમણે ભાગ્યે જ શબ્દો વધાર્યા છે. એમની અનુવાદક તરીકેની શક્તિનો અહીં પરિચય થાય છે. અર્ધમાગધી ભાષા તેઓ શીખ્યા ન હતા, છતાં સારી રીતે સમજી શકતા એટલું જ નહિ, એનો અનુવાદ પણ તેમણે ચોકસાઈથી કર્યો છે. માત્ર બે જ અધ્યયન – અને તે પણ અપૂર્ણ –ને તેમણે કરેલો આ અનુવાદ જોતાં એમ લાગ્યા સિવાય નથી રહેતું કે જે તેમણે આખા સૂત્રગ્રંથને અનુવાદ કર્યો હોત તો ઉત્તમ કાર્ય થયું ગણાત. શ્રીમદે કરેલા અનુવાદના એકબે નમૂના જોઈએ – जयं चरे जय विठे जयमासे जयं स । जयं भुजगा भासंता, पावं कम्म न बंध ।। १५ ૧૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૧૮૫, આંક ૬૦. ૧૧. “દશવૈકાલિકસૂત્ર, અ. ૪, ગાથા ૮. Page #513 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દન જીવનસિદ્ધિ ૧. “યત્નાથી ચાલે; ૨. યત્નાથી ઊભે રહે; ૩. યત્નાથી બેસે; ૪. યત્નાથી શયન કરે; પ. યત્નાથી આહાર લે, ૬. યત્નાથી બોલે, તે ૭. પાપ કર્મ ન બાંધે.” ૧૨ "सब्वे जीवावि इज्छति, जीवित न मरिजिज । તષ્ઠા પurળવટું ઘોર, નિuથા વનયંતિ || ૧ ૩ “સર્વ જી જીવિતને ઇચ્છે છે, મરણને ઇરછતા નથી; એ કારણથી પ્રાણીને ભયંકર વધુ નિર્ગથે તા. 71 આ નમૂનાઓ પરથી આપણે જાણી શકીએ છીએ કે સામાન્ય રીતે શબ્દોમાં વધારે કે ઘટાડો કર્યા સિવાય મૂળ ગાથાના ભાવને તેઓ કેટલી સચોટતાથી ઉતારી શક્યા છે ! આ સંગ્રહ છૂટક ગાથાઓના સંગ્રહરૂપ હોવા છતાં મૂળ અર્થ માગધીમાં જે રહસ્ય છે તેને ટૂંકમાં સરળ ભાષામાં એવી રીતે ગુજરાતીમાં આપ્યું છે કે તે એક સ્વતંત્ર પ્રબંધ જ લાગે. *પંચાસ્તિકાય ૧૫ - શ્રી “જિનાગમ”માં જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ દ્રવ્યને અસ્તિકાય કહેલાં છે. તે પાંચે અસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં સમજાવતાં બેત્રણ પત્રો શ્રીમદ વિ. સં. ૧૯૫૨ના શ્રાવણ માસમાં લખ્યા હતા. આ પત્રો ચકકસ કોના પર લખાયા છે તે જાણે શકાતું નથી, પણ કોઈ મુમુક્ષુએ એ વિશે પ્રશ્ન પુછાવેલ તેના ઉત્તરમાં આ પત્ર લખાયા હોવાનું જણાય છે. તે પ્રશ્ન પૂછનારની રીત, તે પૂછનારની યોગ્યતા, શ્રીમદે આપેલા ઉત્તરની શૈલી વગેરે જોતાં તે પત્ર શ્રી સભાગભાઈ ઉપર લખાયા હોય તેવું અનુમાન થાય છે. તે પત્રમાં આ અસ્તિકાય સમજાવતાં શ્રીમદ્દે લખ્યું છે કે – * જીવ, પુદગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ અસ્તિકાય કહેવાય છે. અસ્તિકાય એટલે પ્રદેશસમૂહાત્મક વસ્તુ. એક પરમાણુ પ્રમાણે અમૂર્ત વસ્તુના ભાગને પ્રદેશ” એવી સંજ્ઞા છે. અનેક પ્રદેશાત્મક જે વસ્તુ હોય તે “અસ્તિકાય” કહેવાય. એક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. પુદ્ગલ પરમાણુ જે કે એકપ્રદેશાત્મક છે, પણ બે પરમાણથી માંડીને અસખ્યાત, અનંત પરમાણુઓ એકત્ર થઈ શકે છે. એમ અરસપરસ મળવાની શક્તિ તેમાં રહેલી હોવાથી અનેક પ્રદેશાત્મકપણું તે પામી શકે છે. જેથી તે પણ અસ્તિકાય કહેવા યોગ્ય છે. “ધર્મદ્રવ્ય’ અસંખ્યાતપ્રદેશ પ્રમાણે, અધર્મ દ્રવ્ય અસંખ્યાતપ્રદેશપ્રમાણ, ‘આકાશદ્રવ્ય” અનંતપ્રદેશપ્રમાણ હોવાથી તે ૧૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૧૮૫. ૧૩. “દશવૈકાલિકસૂત્ર', અ. ૪, ગાથા ૧૧. ૧૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૧૮૬. આંક ૬૦. ૧૫. એજન, પૃ. ૫૮૬, આંક ૭૬૬. Page #514 -------------------------------------------------------------------------- ________________ ૧૦. મકાણુ ગધથના પણ અસ્તિકાય છે. એમ પાંચ અસ્તિકાય છે. જે પાંચ અસ્તિકાયના એકમેકાત્મકપણાથી આ ‘લાક’ની ઉત્પત્તિ છે, અર્થાત્ ‘લાક’ એ પાંચ અસ્તિકાયમય છે. ૧૬ આ પાંચ દ્રવ્ય સાથે છઠ્ઠા કાળદ્રવ્યને શા માટે અસ્તિકાય ગણાવેલ નથી તે સમજાવતાં શ્રીમદ્દે લખ્યુ છે કેઃ— “ જિનાગમની એવી પ્રરૂપણા છે કે કાળ ઉપચારિક દ્રવ્ય છે, સ્વાભાવિક દ્રવ્ય નથી, જે પાંચ અસ્તિકાય કહ્યાં છે, તેની વર્તનાનુ નામ મુખ્યપણે કાળ છે. તે વનાનું ખીજું નામ પર્યાય પણ છે. જેમ ધર્માસ્તિકાય એક સમયે અસખ્યાત પ્રદેશના સમૂહરૂપે જણાય છે, તેમ કાળ સમૂહરૂપે જણાતા નથી. એક સમય વતી લય પામે ત્યાર પછી ખીજો સમય ઉત્પન્ન થાય છે. તે સમય દ્રવ્યની વર્તનાના સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે...તેથી કાળને અસ્તિકાયપણે ગણ્યા નથી. ’૧૭ ૪૯૫ આમ છ દ્રવ્યમાંથી પાંચ દ્રવ્યને અસ્તિકાય કહેલાં છે. તે પાંચેનું સ્વરૂપ શ્રી કુંદકુંદાચાર્ય તેમના “ ૫ચાસ્તિકાય ? નામના અર્ધમાગધી ગ્રંથમાં સમજાવ્યુ` છે. તેના અને અધ્યાયના ગુજરાતી અનુવાદ શ્રીમદ્દે વિ. સં. ૧૯૫૩માં કર્યા હતા. પ્રથમ અધ્યાયમાં ૧૦૪ ગાથા છે અને દ્વિતીય અધ્યાયમાં ૬૯ ગાથા છે, આમ પ'ચાસ્તિકાયની કુલ ૧૭૩ ગાથાને અનુવાદ શ્રીમદ્દે કર્યા છે. તેમાંથી ૫૭, ૫૮, ૫૯, ૮૯, ૧૨૩, ૧૪૭ થી ૧૫૧, ૧૬૫, ૧૬૮ વગેરે મળી કુલ ૧૭ ગાથાના અનુવાદ મળતા નથી, બાકીની ગાથાઓના અનુવાદ મળે છે. પહેલા અધ્યાયમાં પાંચ અસ્તિકાયનું સ્વરૂપ સમજાવેલું છે. તેમાં આરંભમાં શ્રી સનદેવને કુ દકુંદાચાર્ય નમસ્કાર કર્યા છે, તથા “પ ચાસ્તિકાય ” સામાન્ય સ્વરૂપ વર્ણવ્યું છે. તે પછી જીવ, પુદગલ, ધ, અધર્મ અને આકાશ એ પાંચનુ સ્વરૂપ વર્ણવ્યુ: છે. પૂર્વ પીઠિકાની ૨૬ ગાથા પછી લગભગ ૫૦ જેટલી, એટલે કે સૌથી વધુ ગાથા જીવ માટે રચાયેલી છે. દશેક જેટલી ગાથા પુગલ માટે, ૭, ૮ ગાથા ધર્મ અને અધર્મ માટે અને સાતેક ગાથા આકાશ માટે રચાયેલી છે. અને બાકીની આઠેક ગાથા તે સવ સખ'ધી છે. આમ પહેલા અધ્યાયમાં કુલ ૧૦૪ ગાથા છે. શ્રીમદ્ આ બધી ગાથાઓના લગભગ શબ્દશઃ અને કેટલીક વાર મુક્ત અનુવાદ કર્યાં છે. અને સાથે સાથે મૂળ ગાથાને ભાવાર્થ પણ સરળતાથી ઉતાર્યા છે. આમ છતાં અનુવાદમાં ક્લિતા કે દુર્ગંધતા આવતી નથી. માત્ર અનુવાદ વાંચીએ તાપણું બધું સરળતાથી સમજી શકાય છે, અને મૂળ કૃતિ વાંચતા હોઈએ એવી છાપ આપણા પર પડે છે. “ ૫'ચાસ્તિકાય''ની પહેલી જ ગાથા છે કે :~~~~ ૧૬. “ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ પૃ. ૫૦૮, આંક ૯૯૯. ૧૭. એજન, પૃ. ૫૦૭, આંક ૬૯૮. Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ इंदसद दिया બંતાલીનુળા તેના અનુવાદ શ્રીમદ્રે આ પ્રમાણે કર્યા છેઃ “ સેા ઇન્દ્રોએ વનિક, ત્રણ લેાકને કલ્યાણકારી, મધુર અને નિર્મળ જેનાં વાકય છે, અનંત જેના ગુણા છે, જેમણે સ‘સારના પરાજય કર્યો છે એવા ભગવાન સત્ત વીતરાગને નમસ્કાર. ૧૯ C6 આ અનુવાદ કરતી વખતે કયારેક એક વાકચ એ ગાથા સુધી ચાલતું હોય તેા તે બંને ગાથાનેા તેમણે સાથે અનુવાદ આપ્યા છે. દાખલા તરીકે, પાંચ અસ્તિકાય અને તેના સ્વરૂપ વિશેની ચેાથી-પાંચમી ગાથાને અનુવાદ તેમણે સાથે કર્યાં છે. એ જ પ્રમાણે ૭૧–૭ર ગાથા પણ તેમણે સાથે લીધી છે. જુએ : શ્રીમદની જીવનસિદ્ધિ तिहुअणहिदमधुर विसदवका । મોનિજ નિયમવા || ’૧૮ 56 આ બંને ગાથાઓના અનુવાદ શ્રીમદ્રે આ પ્રમાણે કર્યો છેઃ “ એક પ્રકારથી, એ પ્રકારથી, ત્રણ પ્રકારથી, ચાર ગતિના પ્રકારથી, પાંચ ગુણાની મુખ્યતાથી, છ કાયના પ્રકારથી સાત ભંગના ઉપયેાગપણાથી, આઠ ગુણ અથવા આઠ કરૂપ ભેદથી, નવ તત્ત્વથી અને દશ સ્થાનકથી જીવનું નિરૂપણ છે, ’૨૧ “એમ.ચેવ મળ્વાસે દુનિયÒા સિક્ષણોઃ ચેતિ । चकमणो भणिदेा વાળુળવાળા ય || ગા. ૭૧ "" चटु “ જીવવામઝુત્તો उवउत्तो सत्तभगभावा । अठासओ णवत्था जीवा સટ્ટાનને મનિવેદ | ગા, ૭૨’૨૦ મૂળ “ ૫'ચાસ્તિકાય ”ની ભાષા પણ સામાન્યપણે સરળ કહી શકાય તેવી છે, તેથી અનુવાદમાં ઓછી મુશ્કેલી નડે તેવુ છે. જે ક'ઈ મુશ્કેલી નડે તેવુ' છે, તે છે તત્ત્વ વિશે. એમાં છ દ્રવ્યના સ્વરૂપની વાર્તાનું નિરૂપણ થયેલું હાવાથી તત્ત્વ ન સમજનારને તેમાં તકલીફ પડે, પણ શ્રીમને તે એ તત્ત્વ સમજવામાં કશી મુશ્કેલી નડે તેમ નહેાતી, કારણ કે તેમનું પેાતાનું જ જ્ઞાન એટલુ વિશાળ હતું કે તત્ત્વની સમજ તેમને માટે નવી ન હતી. આ અનુવાદ કર્યા પહેલાં એક વર્ષે તેમણે સંક્ષેપમાં “ પંચાસ્તિકાય 'નુ' સ્વરૂપ લખી જણાવ્યું હતુ, તે પત્રો જોતાં આ વાતની ખાતરી થશે.૨૨ આથી મૂળ ગ્રંથ જેને આત્મસાત્ હાય તેણે કરેલા અનુવાદ પણ મૂળકૃતિ જેવા સફળ બને તે શી નવાઈ? ૧૮. પચાસ્તિકાય ', અધ્યાય ગાથા ૧, પૃ. ૪. 56 ૨૦. ૧૯. શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ, પૃ. ૫૮૬, આંક ૭૬૬, “ પ’ચાસ્તિકાય ’, અ. ૧, ગા. ૭૧-૭૨, પૃ. ૧૧૬. ૨૧. શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ પૃ. ૫૯૦, આંક ૭૬૬. ૨૨. એજન, આંક ૬૯૯, ૭૦૦, ૭૦૧ ઇ. 66 Page #516 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પ્રકીર્ણ ગળ-રચનાઓ આ જ વસ્તુ “પંચાસ્તિકાય”ના બીજા અધ્યાયના શ્રીમદ્દે કરેલા અનુવાદ માટે પણ એટલી જ સાચી છે. તેમાં મોક્ષમાર્ગનું વર્ણન કરેલું છે. અને તે બતાવતી વખતે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ એ નવ તત્વનું સ્વરૂપ પણ સંક્ષેપમાં બતાવ્યું છે. તે નવે તવ સમજાવતાં સમજાવતાં જ શ્રી કુંદકુંદાચાર્યે મોક્ષમાર્ગનું નિરૂપણ કર્યું છે, અને તે સવનિ શ્રીમદે ગુજરાતી ભાષામાં ઉતાર્યા છે. એકેન્દ્રિયથી શરૂ કરી પંચેન્દ્રિય સુધીના કાયાવાળા જીવનું વર્ણન, આકાશ, ધર્મ, અધર્મ, પુદ્દગલ આદિમાં જીવ નથી તેથી તે અજીવ કહેવાય છે, તેનું વર્ણન, જીવે બાંધેલાં શુભ કર્મ તે પુણ્ય અને અશુભ કર્મ તે પાપનું વર્ણન, પાપને પ્રવેશવાનાં સ્થાનકો તે આશ્રવનું વર્ણન, તે સ્થાનકમાંથી પાપને આવતાં રેકવાં તે સંવરનું વર્ણન, પૂર્વે બાંધેલાં. કમને ભગવટે તે નિર્જરાના સ્વરૂપનું વર્ણન, જીવને થયેલા બંધના સ્વરૂપનું વર્ણન અને જીવની શુદ્ધદશા તે મોક્ષનું વર્ણન આ અધ્યાયમાં કરેલ છે. આ નવે તવની સમજ શ્રીમદ્દને ઘણું સારી હતી તેથી તેને અનુવાદ કરવામાં તેમને તેવી જ સરળતા રહે તે સ્વાભાવિક છે. તેમ છતાં કયારેક કેઈ શબ્દને અનુવાદ ન કર્યો હોય તેમ પણ જણાય છે. જુઓ ૧૧૨મી ગાથા – " अदे जीवणिकाया पंचविहा पुढविकाइयादीया । मणपरिणामविरहिदा जीव अगे दिया भणिया ।। "२३ એનો અર્થ સમજાવતાં શ્રીમદે લખ્યું છે કે “એ પાંચ પ્રકારને જીવસમૂહ મનપરિણામથી હિત અને એકેન્દ્રિય છે, એમ સર્વ કહ્યું છે ”૨૪ આ અનુવાદ જોતાં ખ્યાલ આવશે કે “ પુ રૂવાટીવા” શબ્દના “પૃથ્વીકાયાદિ” એ અનુવાદ લીધે નથી અને “એમ સવરે કહ્યું છે તે શબ્દસમૂહ, જે મૂળમાં નથી તે ઉમે છે. પરંતુ સામાન્ય રીતે તે મૂળને અનુવાદ સરળ ભાષામાં કરેલું જણાય છે. અને તે સરળતા આણવા કેટલીક વાર અધ્યાહાર રહેલ શબ્દ પણ સ્પષ્ટ કરે છે. જુઓ ૧૩૯મી ગાથા – . " चरिया पमादबहुला कालुस्सं लालदा य विसयेमु । परपरिताबापवादा पावस्स य आसवं कुणदि ।।"२५ તેનો અનુવાદ કરતાં શ્રીમદે લખ્યું છે કે, “ઘણા પ્રમાદવાળી ક્રિયા, ચિત્તની મલિનતા, ઈન્દ્રિયવિષયમાં લુબ્ધતા, બીજા ને દુઃખ દેવું, તેને અપવાદ બોલ એ આદિ વર્તનથી જીવ પાપઆશ્રવ કરે છે.૨૬ ૨૩. “પંચાસ્તિકાય”, ૫. ૧૭૨. ૨૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ પૃ. પ૯૨, આંક ૭૬ ક. ૨૫. પંચાસ્તિકાય”, પૃ. ૨૦૩. ૨૬. “શ્રીમદ્ રાજચંદ”, અગાસ આવૃત્તિ પૂ. પ૦૪, આંક ૭૬ ક. Page #517 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ કેટલીક વાર શ્રીમદ્દ વાક્યરચનાનું સ્વરૂપ પણ ફેરવતા જણાય છે, ઉદાહરણ તરીકે જુઓ ૧૩૮મી ગાથા : "कोधो व जदा माणो माया लाभो व चित्तमासेज्ज । जीवस्स कुणदि खोहं कलुसो त्ति य तं बुधा वेति ।। "२७ શ્રીમદે આને અનુવાદ આમ કર્યો છેઃ “કોધ, માન, માયા અને લેભની મીઠાશ જીવને ક્ષોભ પમાડે છે અને પાપભાવની ઉત્પત્તિ કરે છે. ૨૮ અહીં મૂળ શ્લોકમાં એ પ્રમાણે છે કે જ્યારે ક્રોધ, માન, માયા અને લોભ ચિત્તને આશ્રય પામીને જીવને ક્ષોભ કરે છે, ત્યારે તેને જ્ઞાનીઓ “કલષતા' કહે છે. શ્રીમદ્દ જ્ઞાનીઓ કહે છે, તે વાત ઉડાડી દીધી છે; એ ઉપરાંત ક્રોધાદિ ચિત્તના આશ્રયે જીવને ક્ષોભ પમાડે છે તે બતાવવાને બદલે “ફોધાદિની મીઠાશ” એમ જ કહ્યું છે. આમ જોઈએ તો આ ગાથાને આ ભાવાનુવાદ છે. આમ શ્રીમદ્ કરેલા આ અનુવાદને જ્યારે ઝીણવટથી અભ્યાસ કરીએ છીએ ત્યારે તે શબ્દશઃ અનુવાદ નથી તેનો ખ્યાલ આવે છે. કયારેક મૂળનો ભાવાર્થ જ ઉતારેલ છે, એટલે કે અનુવાદ વાંચનક્ષમ બનાવવાની તેમની નેમ હતી તે જણાય છે. આ અનુવાદ તેમણે “ અનુવાદ કરવાની” દષ્ટિએ નહોતે કર્યો, પણ અર્ધમાગધી ન જાણનારા મુમુક્ષુઓને “પંચાસ્તિકાય "ના વાંચન-વિચારણુથે કર્યો હતો. તેમ છતાં મૂળના આશયમાં કયાંયે ફેરફાર થયેલ હોય તેમ થયું નથી. વિ. સં. ૧૫૫ના ચૈત્ર માસમાં તેમણે ધારશીભાઈ કુશળચંદ સંઘવી ઉપરના એક પત્રમાં લખ્યું હતું કે : કઈ મહપુરુષના મનનને અથે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું, તે મનન અર્થે આ સાથે કહ્યું છે. ૨૯ આ વચન પરથી ઘણા એવો અર્થ તારવે છે કે “પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ ” એટલે તેમણે કરેલા “પંચાસ્તિકાયનો અનુવાદ.” “ શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં પણ એ જ રીતે જ નોંધાયું છે.૩૦ વળી, કેટલાક તરફથી એવું અનુમાન પણ કરાયું છે કે શ્રીમદે જણાવેલા મહત્ પુરુષ તે મનસુખભાઈ કિ. મહેતા. પણ જરા ઊંડાણથી વિચાર કરતાં આમાંનું કેઈ વિધાન સાચું લાગતું નથી. ૨૭. “પંચાસ્તિકાય', પૃ. ૨૦૨. ૨૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ પૃ. ૫૯૪. ૨૯-૩૦. એજન, આંક ૮૬૬ની, પૃ. ૬૩૨. Page #518 -------------------------------------------------------------------------- ________________ ૧૦. મણિ પથ-રચનાઓ શ્રીમદે જે “પંચાસ્તિકાય”નો અનુવાદ કર્યો છે તેને “પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ” કહી શકાય નહિ, અને શ્રીમદ્દને પણ તે અનુવાદ અભિપ્રેત હોય તેમ લાગતું નથી. પંચાસ્તિકાય”ના સંક્ષિપ્ત સ્વરૂપના સંદર્ભમાં તેમણે વિ. સં. ૧૯૫૨માં પત્રો લખ્યા હતા તે હોય તેમ જણાય છે. “શ્રીમદ્ રાજચંદ્ર”માં ૬૯ આંક નીચે શ્રીમદ્દનું જે લખાણ છપાયું છે તેની શરૂઆત આ પ્રમાણે છે, “પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે ?” અને તે પછી તે પાંચે અસ્તિકાયનું સ્વરૂપ ખરેખર ટૂંકાણમાં સમજાવાયેલું છે. અને એના જ વિશે ૬૯૮ આંક નીચેનું લખાણ પણ છે. તેમાં “કાળ” માટે અસ્તિકાય નથી કહેવાતે તે વિશેના પ્રશ્નને ઉત્તર શ્રીમદ્દે આપે છે. આ બંને લખાણ વાંચીએ ત્યારે ખ્યાલ આવે છે કે તેમાં “પંચાસ્તિકાય”નું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે. આ પરથી આપણે કહી શકીએ કે શ્રીમદે ધારશીભાઈ ઉપરના પત્રમાં “પંચાસ્તિકાયના સંક્ષિપ્ત સ્વરૂપ' ને જે ઉલેખ કર્યો છે તે ૬૯૮ થી ૭૦૧ સુધીના આંક નીચેનું લખાણ છે, અને નહિ કે શ્રીમદ્ કરેલા “પંચાસ્તિકાય”નો અનુવાદ, અનુવાદને સંક્ષિપ્ત સ્વરૂપ ન કહેવાય. એ જ રીતે શ્રીમદ્ ઉલ્લખેલ “મહપુરુષ” મનસુખભાઈ નહિ પણ સભાગભાઈ જણાય છે. અંબાલાલભાઈ, મનસુખભાઈ વગેરે તો અર્ધમાગધી ભાષા સમજી શકે અને વાંચી શકે તેવું ભાષાજ્ઞાન ધરાવતા હતા. મનસુખભાઈ અને અંબાલાલભાઈને તે તેવા ગ્રંથોની નકલ કરવાનું કે ભાષાંતર કરવાનું કામ પણ શ્રીમદ્ સેપતા હતા; એટલે તેમને માટે તેઓ અનુવાદ કરે કે સંક્ષેપમાં સ્વરૂપ લખે તે માની શકાય તેવી વાત નથી. તેથી લલ્લુજી મહારાજ અને ભાગભાઈ એ બેમાંથી કોના માટે હોઈ શકે તે વિચારવાનું રહે છે, કારણ કે શ્રીમદ્દના નિકટવતી વર્તુળમાંથી તે વખતે જૂઠાભાઈની ગેરહાજરી હતી, ગાંધીજીને તે સમયે આ બાબત સાથે સંબંધ નહોતું અને અંબાલાલભાઈ તથા મનસુખભાઈને માટે આપણે ઉપર જોયું તેમ, એની જરૂર નહતી. આથી ભાગભાઈ અને લલ્લુજી મહારાજ વચ્ચે વિચારવાનું રહે છે. લલ્લજી મહારાજ પરના શ્રીમદ્દના લખેલા પત્રો જોઈએ તે તેમાં મુખ્યત્વે આત્મા વિશેની વાતે જ જોવા મળે છે. વળી, આ મુનિ બહુ પ્રશ્નો પુછાવતા હોય તેવું જોવા મળતું નથી, કારણ કે જિનદીક્ષા લીધી હોવાથી તેમણે સૂત્રો અને શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું હતું ત્યારે સેભાગભાઈની બાબતમાં સ્થિતિ જુદી હતી. તેમની શ્રદ્ધા વેદાંતમાંથી ખસીને જૈન તરફ થઈ હતી; વળી, એમને સૂત્રો કે શાસ્ત્રો વગેરેને અભ્યાસ પણ ઘણું ન હતું, તેથી તેમને વારંવાર પ્રશ્નો પુછાવવાની જરૂર પડતી. અને એવા એક પ્રશ્નના ઉત્તરમાં આ પત્રો લખાયેલા જોવા મળે છે. તેથી લાગે છે કે તે પત્રો શ્રી ભાગભાઈ ઉપર લખાયેલા હોવા જોઈએ, અને શ્રીમદ્દની દૃષ્ટિમાં શ્રી ભાગભાઈ “મહપુરુષ” હતા તે સુનિશ્ચિત છે. આમ શ્રીમદે ધારશીભાઈને લખેલા વચન વિશે કહી શકીએ કે શ્રીમદે સૂચવેલ “સંક્ષિપ્ત સ્વરૂપ” તે આ પત્રોના સંદર્ભમાં છે અને શ્રીમદ્દે ઉલ્લેખેલ મહત પુરુષ તે શ્રી ભાગભાઈ છે. Page #519 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શ્રીમની જીવનસિદ્ધિ “વ્યસંગ્રહની ગાથાઓને અનુવાદ૩૧ વિ. સં. ૧૫૩માં શ્રીમદ્દ નિમિચંદ્ર મુનિના “ દ્રવ્યસંગ્રહ”ની ૫૮ ગાથામાંથી ૩૧ થી ૪૯ સુધીની ૧૯ ગાથાને અનુવાદ કર્યો હતે. આ ગાથાઓમાં દ્રવ્ય અને ભાવથી આશ્રવ, સંવર, બંધ, નિરા, મેક્ષ, પાપ, પુણ્ય કોને કહેવાય તેનું, અને તે પછી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્રનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. શ્રીમદે આ અનુવાદ સરળ, ભાવવાહી, સ્વાભાવિક ભાષામાં મૂળને આશય જાળવીન કર્યો છે. તે શ્રીમદની અનુવાદક તરીકેની શક્તિઓનો આપણને પરિચય કરાવે છે. આ ગાથાએમાંથી એક-બેના અનુવાદો જોઈએ. “ દ્રવ્યસંગ્રહ”ની ૩૧મી ગાથા આ પ્રમાણે છે – "णाणावरणादीण जोग्गं ज पुग्गल समासवदि । વાવ સ on મને વિનવા || ગા. ૩૧ ? જ્ઞાનાવરણીયાદિ કર્મને યોગ્ય જે પુગલ ગ્રહણ થાય છે તે “દ્રવ્યાસવ” જાણો. જિનભગવાન તે અનેક ભેદથી કહ્યું છે.”૩૨ "स्यणत्तयं ण वट्ट अप्पाणं मुयतु अण्णदवियाह । તમાં તચિમો હારિ દુ મોહeણ દર પાવા ગા. ૪૦ ” આત્માને છેડીને એ ત્રણે રને બીજા કેઈ પણ દ્રવ્યમાં વર્તતાં નથી. તેટલા માટે આત્મા એ ત્રણેય છે, અને તેથી મોક્ષકારણ પણ આત્મા જ છે. ૩૩ - આમ અહીં જોઈ શકાય છે કે તેમણે ગાથાઓને શબ્દશ: અનુવાદ કર્યો હોવા છતાં તેમાં તેઓ કેટલી સ્વાભાવિક્તા આણું શક્યા છે. આ ત્રણે અનુવાદમાં આપણને શ્રીમદની અનુવાદશક્તિનો પરિચય થાય છે. આ બધા સાથે તેમણે તેમની વીસ વર્ષની વય પહેલાં કરેલ “રત્નકરંડશ્રાવકાચાર”ની બાર ભાવનાને અનુવાદ તથા “ઉત્તરાધ્યયનસૂત્ર”ના ૩૬માં અધ્યયનનો અનુવાદ પણ ઉમેરી શકાય. અને એ બધા અનુવાદ સમગ્રપણે જોતાં આપણને જણાય છે કે શ્રીમદે જૈન શાસ્ત્રો અને સૂત્રોમાંથી જ અનુવાદ કર્યો છે. વળી, થોડાઘણું ફેરફાર સાથે અનુવાદ કર્યો હોવા છતાં મૂળ કૃતિ વાંચતા હોઈએ એવી સ્વાભાવિક્તા પણ તેઓ લાવી શક્યા હતા. તેમ છતાં “પંચાસ્તિકાય” સિવાયને એક પણ અનુવાદ પૂર્ણ મળતો નથી, તેથી તેમણે જેટલે ભાગ વિશેષ ઉપયોગી જણાય તેટલાને જ અનુવાદ કર્યો હશે, તેમ જણાય છે. છ પદને પ૩૪ શ્રી લલ્લુજી મહારાજને દશેક મહિનાથી તાવ આવતા હતા, તેથી તેમને દેહ છૂટી જવાનો ભય લાગ્યો, એટલે તેમણે મનુષ્યભવની સાર્થકતા થાય તેવું કંઈક કરવાની માગણી ૩૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૫૮૪, અંક ૭૬ ૧. કર-૩૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ પૃ. ૮૮૪. આંક ૭૬૧ ૩૪. એજન, પૃ. ૩૯૪, આંક ૪૯૩. Page #520 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પ્રકોણ ગવરચનાઓ શ્રીમદ્દ પાસે કરી. તેના ઉત્તરમાં શ્રીમદ્ વિ. સં. ૧૯૫૦ના ફાગણ માસમાં “છ પદને પત્ર” તેમને લખ્યો. તે પત્રમાં સૂત્રાત્મક શિલીમાં “આત્મા” નામક તત્ત્વની યથાર્થ ઓળખાણ આપવામાં આવી છે. સ્વતંત્ર પ્રકરણગ્રંથ જેવા આ પત્રના આરંભમાં “અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર કર્યા છે, અને શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુપાએ આત્માનાં જે છ પદને સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે તેને સમજાવ્યાં છે. આ છ પદ તે ૧. આત્મા છે, ૨. તે નિત્ય છે, ૩. તે ર્તા છે, ૪. તે ભક્તા છે, ૫. મોક્ષ છે અને ૬. મોક્ષને ઉપાય છે, એ. આ પ્રત્યેક પદનું અસ્તિત્વ કયા કારણથી સમજાય છે, તે આ પત્રમાં સૂત્રાત્મક શૈલીમાં શ્રીમદે બતાવ્યું છે - તે પછી આ છ પદને વિચારવાથી જીવ કઈ રીતે સમ્યગ્દર્શન પામી શકે તે એક ફકરામાં સમજાવ્યું છે. તેમાં શ્રીમદ્દે એકેએક શબ્દ એ તાલીને મૂક્યો છે કે તે યથાર્થ સમજવા માટે પ્રત્યેક વાક્ય વિશે ધીરજથી વિચારણા કરવાની જરૂર પડે છે. સઘન અને અસંદિગ્ધ ભાષામાં અને સંક્ષેપમાં તેઓ કેટલું બધું તત્ત્વ સમાવી શકે છે, સમજાવી શકે છે, અને તે પણ દુર્બોધતા લાવ્યા સિવાય, તે અહીં જોવા મળે છે. તેમની પ્રબળ ગદ્યલેખનશક્તિને આ સુંદર નમૂના જુઓ – શ્રી જ્ઞાની પુરુએ સમ્યફદર્શનનાં મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા ગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેને સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા ગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદને વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યું છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલા એવો જીવનો અભાવ, મમત્વભાવ, નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જીવ જે પરિણામ કરે, તે સહજમાત્રમાં તે જાગ્રત થઈ સમ્યદર્શનને પ્રાપ્ત થાય, સમ્યદર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કેઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિશે જ શુદ્ધપણું, સંપૂર્ણ પણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી એક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ–પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ-અપક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંગને વિષે તેને ઈષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ માહાસ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વદી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માને નિશ્ચય થયો છે, તે તે પુરુષ સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે, અને ભાવિકાળમાં પણુ તેમજ થશે.”૩૫ ૩૫. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૪૯૩, પૃ. ૩૯૫. Page #521 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ શ્રીમની જીવનસિદ્ધિ તે આ એક જ ફકરામાં સમ્યગ્દર્શન એટલે શું, તે કેાને પ્રાપ્ત થાય, કચારે થાય, થાય ત્યારે શું થાય, તે પછી શું થાય વગેરે વિશે તેમણે જણાવી દીધું છે. તેથી જ તેા આ લખાણ તેમની સઘન શૈલીના એક ઉત્તમ નમૂના બની રહે છે. તે પછી સત્પુરુષના ગુણ્ણા એવી જ સઘન શૈલીમાં જણાવી, તેમને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર કર્યા છે, અને એ દ્વારા સત્પુરુષનું માહાત્મ્ય, તેમના ઉપકાર આદિ પ્રત્યક્ષ કરાવી દીધાં છે. આ સત્પુરુષ જન્મ, જરા, મરણના નાશ કરે તેવા ઉપદેશના દાતા છે, સમ્યગ્દર્શનને આપે તેવાં છ પદને પ્રકાશિત કરનારા છે, માત્ર પરમા હેતુએ જ મા દર્શન કરનારા અને કાઈમાં પણ પ્રીતિ કે માન ધરાવનાર નથી, એવા વિવિધ ગુણા શ્રીમદ્દે બતાવ્યા છે. તેવુ' એક વચન જુએ : “જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થ કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મમાધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું' છે, તે ભક્તિ અને તે સત્પુરુષોને ફરી ફ્રી ત્રિકાળ નમસ્કાર હા !’૩૬ અહીં શ્રીમદ્દે સદ્ગુરુનું તથા તેમણે પ્રણીત કરેલી ભક્તિનું માહાત્મ્ય અને તેનુ ફળ એકસાથે જણાવી દીધાં છે. આ આખા પત્ર પર ઊંડાણથી વિચાર કરવામાં આવે તે સમજાશે કે એમાં સમ્યગ્દર્શન પ્રગટ થાય તેવી વિચારણા મૂકી છે. આમ આત્માનાં છ પદ, મેાક્ષમાર્ગ, સદ્ગુરુનું માહાત્મ્ય બતાવી આ પત્ર તેમણે પૂર્ણ કર્યા છે. જે કાઈ મુમુક્ષુ વાંચે તેને પરમા માર્ગમાં સહાયરૂપ થાય એવા આ પત્ર છે. આ પત્રની શ્રી લલ્લુજી મહારાજ પર કેવી અસર થઈ હતી, તે વિશે તેમણે જણાવ્યુ હતું કે — “ એ પત્ર અમારી અનેક પ્રકારની વિપરીત માન્યતા દૂર કરાવનાર છે, ન ઊભા રહેવા દીધા હુ'ઢીયામાં, ન રાખ્યા તામાં, ન વેઢાંતમાં પેસવા દીધા. ફાઈ પણ મતમતાંતરમાં ન પ્રવેશ કરાવતાં માત્ર, એક આત્મા ઉપર ઊભા રાખ્યા. એ ચમત્કારી પત્ર છે. જીવની યાગ્યતા હાય તો સમ્યકૃત્વ પ્રાપ્ત થાય તેવી વિચારણા ઉત્પન્ન કરાવે તેવા એ અદ્ભુત પત્ર છે. ’૩૭ આનંદઘનજીની સ્તવનાવલિ ” - વિવેચન૩૮ << શ્રીમદ્ રાજચ`દ્રની પહેલાં ખસા વર્ષે થઈ ગયેલા યાગીશ્રી આનદધનજીએ ચાવીસ તીથ કરની સ્તુતિ કરતાં ૨૪ કાવ્યા લખ્યાં છે, જે “ આનંદચેાવીશી ” કે “ આનંદઘનજીની સ્તવનાવલિ”ના નામે જાણીતાં છે. પ્રત્યેક સ્તવનમાં એક એક તીથંકરના ગુણાનુવાદ છે. ૩૬. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૪૯૩, પૃ. ૩૯૫. 66 ૩૭, શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ', આવૃત્તિ, ૪, પૃ. ૧૫૧. “ શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ, પૃ. ૫૭, આંક ૭૫૩, ૩૮. Page #522 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પ્રકીર્ણ ગળ-રચનાઓ ૫૦૩ પહેલા સ્તવનમાં આદિ તીર્થકર ઋષભદેવની, બીજામાં શ્રી અજિતનાથની, ત્રીજામાં શ્રી સંભવનાથની એ પ્રમાણે ચોવીસ સ્તવનમાં શ્રી મહાવીરસ્વામી સુધીના ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરવામાં આવી છે. આ ચોવીસે સ્તવન ઊંડાં જ્ઞાનગર્ભિત છે, તેથી તે આખી સ્તવનાવલિ શ્રીમદને ખૂબ જ પ્રિય હતી. અને તેમાં રહેલાં રહો અન્ય મુમુક્ષુઓને સમજાય એ હેતુથી તેની વિસ્તારથી સમજણ આપવાની વિચારણું શ્રીમને ઊગી હશે, તે અનુસાર તેમણે તે વિશે લખવાની શરૂઆત વિ. સં. ૧૯૫૩માં કરી હતી. શ્રીમદ્ આરંભમાં જીવનું છદ્મસ્થ સ્વરૂપ બતાવી, શુદ્ધ સ્વરૂપ પામનાર સિકની ઉપાસના કર્તવ્યરૂપે બતાવેલ છે. તેના અનુસંધાનમાં “સિદ્ધ”નું સ્વરૂપ, તે પદને મહિમા અને તીર્થકરનો ઉપકાર વગેરે જણાવેલ છે. તે પછી શ્રી આનંદઘનજીએ ચોવીશી રચી તેને હેતુ બતાવતાં લખ્યું છે કે, “સિદ્ધ ભગવાન કેવળ અમૂર્ત પદે સ્થિત હોવાથી તેમનું સ્વરૂપ સામાન્યતાથી ચિંતવવું દુર્ગમ્ય છે. અહત ભગવાનનું સ્વરૂપ મૂળદૃષ્ટિથી ચિંતવવું તે તેવું જ દુર્ગમ્ય છે, પણ સગીપદના અવલંબનપૂર્વક ચિંતવતા સામાન્ય જીવોને પણ વૃત્તિ સ્થિર થવાને કંઈક સુગમ ઉપાય છે, જેથી અહત ભગવાનની સ્તવનાથી સિદ્ધપદની સ્તવના થયા છતાં, આટલો વિશેષ ઉપકાર જાણે શ્રી આનંદઘનજીએ આ ચોવીશી વીશ તીર્થકરની તવનારૂપે રચી છે.”૩૯ આમ અહ“તપ્રભુના ઉપકારના કારણે આ સ્તવનાવલિ શ્રી આનંદઘનજીએ રચી છે તેમ શ્રીમદ્ દર્શાવ્યું છે, અને અહંતપ્રભુને ઉપકાર વિશેષ છે તે જણાવવા “સિદ્ધપ્રાભૂત”ની એક ગાથાની સાખ પણ આપી છે, પણ તે પછીથી આ પ્રાસ્તવિક ભાગ અધૂરો રહેલો જણાય છે. તેનું છેલ્લું અપૂર્ણ રહેલું વાકય આ પ્રમ છે, “જ્યાં અહ°તા વરૂપધ્યાનાલંબન વગર વૃત્તિ આત્માકારતા ભજે છે, ત્યાં..” અહીંથી વાકચ અધૂરું રહેલ છે. આ પ્રાસ્તવિક લખાણ પછીથી પહેલા તીર્થકર શ્રી ઋષભદેવનું સ્તવન વીતરાગ સ્તવના” એ શીર્ષક નીચે સમજાવવામાં આવ્યું છે. શ્રી આનંદઘનજીનું આખું સ્તવન અહીં સમજાવાયેલું છે, પણ તેમાં બીજી કડીની સમજૂતી જોવા મળતી નથી. પોતાની શ્રદ્ધા નામની સખીને આનંદઘનજીની ચૈિતન્યવૃત્તિ કહે છે કે..” એમ જણાવી આખું સ્તવન બે સખીઓના સંવાદરૂપે જણાવ્યું છે. તેમાં “ચતન્યવૃત્તિ વક્તા છે અને “શ્રદ્ધા” શ્રોતા છે. પરસ્પર વાર્તાલાપ થતો નથી. આનંદઘનજીએ જેવી યોજના મૂળમાં રાખી છે તેવી જ યોજના શ્રીમદે પણ સ્વીકારી છે. અને પ્રત્યેક કડી માટે તેમણે ૧૫ થી ૨૦ પંક્તિની સમજૂતી આપેલી જોઈ શકાય છે. ઋષભદેવ પ્રભુ એ જ સાચા પતિ છે, અને તેને પતિ માનવાથી શું ફળ મળે છે, તથા તેને પતિ ન માનતાં સંસારના અન્ય જીવોને પતિ માનનાર વ્યક્તિઓ કેવા કેવા પ્રયત્નો કરે છે, તેનું બયાન આ સ્તવનમાં કરવામાં આવ્યું છે. ઋષભદેવને પતિ માનીને, કપટરહિતતાથી પૂજવાથી “ચિત્તની પ્રસન્નતાનું ફળ મળે છે તે અંતભાગમાં સમજાવાયું છે. આ સંસારના રૂપમાં કે આત્માથે સમાયેલો છે, તે શ્રીમદે સરળ ભાષામાં સ્કુટ કરી બતાવ્યો છે, અને પહેલા સ્તવનનું રહસ્ય વાચક સમક્ષ પ્રગટ કર્યું છે. પણ આ સ્તવનની છ કડીઓમાંથી બીજી કડી – ૩૯. “શ્રીમદ્ રાજચંદ્ર", અગાસ આવૃત્તિ, પૃ. ૫૭૦. ૫૭૧. Page #523 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ શ્રીમની જીવનસિદ્ધિ “પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કેઈ; પ્રીત સગાઈ રે નિરૂપાધક કરી રે, પાધિક ધન ખાય.” આનું વિવેચન કે સમજૂતી અપાયેલ નથી. શ્રીમદના લક્ષ બહાર આ કરી રહી ગઈ હશે કે તે લખાણ લુપ્ત થયું હશે તે સમજી શકાતું નથી. પહેલા સ્તવન પછી તેમણે બીજા શ્રી અજિતનાથ સ્વામીના સ્તવનનું રહસ્ય બતાવવાનું ચાલુ કરેલ છે. બીજા સ્તવનમાં કઈ વસ્તુનું નિરૂપણ છે તે બતાવતાં શ્રીમદે લખ્યું છે કે – પ્રથમ સ્તવનમાં ભગવાનમાં વૃત્તિ લીન થવા રૂપ હર્ષ બતાવ્યો, પણ તે વૃત્તિ અખંડ અને પૂર્ણ પણે લીન થાય તે જ આનંદઘનપદની પ્રાપ્તિ થાય, જેથી તે વૃત્તિના પૂર્ણપણાની ઇરછા કરતાં છતાં આનંદઘન બીજા તીર્થકર શ્રી અજિતનાથની સ્તવના કરે છે. જે પૂર્ણ પણાની ઈચ્છા છે, તે પ્રાપ્ત થવામાં જે જે વિદન દીઠાં તે સંક્ષેપે ભગવાનને આનંદઘનજી આ બીજા સ્તવનમાં નિવેદન કરે છે, અને પોતાનું પુરુષત્વ મંદ દેખી ખેખિન્ન થાય છે એમ જણાવી પુરુષત્વ જાગ્રત રહે એવી ભાવના ચિંતવે છે. ”૪૦ આ બીજા પદની બે કડીની સમજણ આપ્યા પછી, આ આખી સ્તવનાવલિ વિશેની સમજણ અપૂર્ણ રહેલી છે. બીજા સ્તવનની માત્ર બે કડી સમજાવી છે, તેમાં શ્રી અજિતનાથ ભગવાનના નામનો અર્થ વિસ્તારથી સમજાવ્યું છે, અને ક્ષમાર્ગ પામવા માટે કેવા દિવ્ય નેત્રની જરૂરિયાત છે તે બીજી કડીમાં દર્શાવ્યું છે. આ સમજૂતીની ભાષા ઘણું સરળ છે, અને સાથે સાથે તેમાં તે પદનું રહસ્ય પણ તેમણે બતાવ્યું છે. આ સમજૂતીમાં નમ્ર, ભાવવાહી ભાષા, પિતાનું અ૫ત્વ, પ્રભુની મહાનતા આદિ સારી રીતે ફુટ થયેલાં છે, જે મૂળ સ્તવનમાં પણ પ્રગટ છે. આટલું અધૂરું લખાણ વાંચતાં પણ શ્રીમદ્ વસ્તુને કેટલી સરળ અને સચોટ રીતે સમજાવી શકે છે તેને આપણને ખ્યાલ આવે છે. આ ઉપરાંત શ્રીમદે લખેલા પત્રમાં “આનંદઘનવીશી”માંથી અનેક અવતરણે લેવાયેલાં જોવા મળે છે. “મુનિસુવ્રતજિન સ્તવન”, “મલિનાથ જિન સ્તવન”, “અનંતજિનસ્તવન”, “સંભવનાથજિન સ્તવન”, “નમિનાથ જિન સ્તવન”, “અજિતનાથજિન સ્તવન”, “વાસુપૂજિન રતવન”, “શ્રેયાંસનાથ જિન સ્તવન” આદિ સ્તવનેમાંથી કેટલીક પંક્તિઓ વાચન-મનન અર્થે શ્રીમદે મુમુક્ષુઓને કેટલાક પત્રોમાં લખી જણાવી છે. ક્યારેક તે પંક્તિઓની ટૂંકામાં સમજણ પણ આપેલી છે. એ સર્વ શ્રીમદને આનંદઘનચોવીશી” કેટલી પ્રિય હતી તે બતાવે છે. એટલે શ્રીમદ્ પાસેથી તેની પૂરી સમજૂતી આપણને મળી હેત તે એક યોગ્ય અધિકારી વ્યક્તિને હાથે લખાયેલ બહુમૂલ્ય ગ્રંથ પ્રાપ્ત કરવાને આપણે સદ્દભાગી બનત. ૪૦, “ શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૫૭૫. એક ૫૩. Page #524 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પ્રકીર્ણ ગદ્ય-રચનાઓ પ૦૫ સમયસાર નાટકની ગાથાની સમજણ ૪૧ શ્રી બનારસીદાસજીના “સમયસાર નાટક”ના કર્તાકર્મક્રિયા દ્વારમાંથી એક કડી શ્રીમદે શ્રી ભાગભાઈને વિ. સં. ૧૯૪૮ના પોષ વદમાં લખી હતી, અને તે પછીના પત્રમાં તેને વિસ્તારથી સમજાવી હતી. તેમાં જડ અને ચિંતન જુદાં છે, તેઓ એકબીજાનું રૂપ પામી શકતાં નથી, એક જ તત્વ બે તત્વની ક્રિયા કરી શકે નહિ વગેરે વિસ્તારથી શ્રીમદે સમજાવ્યું છે. - કોઈ પણ વસ્તુ સારી રીતે સમજાવવાની શ્રીમદની શક્તિને આપણને અહી પણ પરિચય થાય છે. તેઓ એક વસ્તુ જુદા જુદા દષ્ટિકોણથી તથા દષ્ટાંતથી ઘણું સ્પષ્ટ કરી આપે છે, જેમ કે “એક પરિનામકે ન કરત દરવ કેઈ” એ પંક્તિ સમજાવતાં શ્રીમદે લખ્યું છે કે – વસ્તુ પિતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે. જીવ જીવરૂપે પરિણમ્યા કરે છે, અને જડ જડરૂપે પરિણમ્યા કરે છે. જીવનું મુખ્ય પરિણમવું તે ચેતન (જ્ઞાન) સ્વરૂપ છે, અને જડનું મુખ્ય પરિણમવું તે જડત્વસ્વરૂપ છે. જીવનું જે ચેતનપરિણામ તે કઈ પ્રકારે જડ થઈને પરિણમે નહીં, અને જડનું જડત્વ પરિણામ તે કઈ દિવસ ચેતન પરિણામે પરિણમે નહીં, એવી વસ્તુની મર્યાદા છે. અને ચેતન, અચેતન એ બે પ્રકારનાં પરિણામ તે અનુભવસિદ્ધ છે. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં, અર્થાત્ જીવ અને જડ મળી કેવળ ચેતન પરિણામે પરિણમી શકે નહીં, અથવા કેવળ અચેતન પરિણામે પરિણમી શકે નહીં. જીવ ચેતન પરિણામે પરિણમે અને જડ અચેતન પરિણમે પરિણમે, એમ વસ્તુસ્થિતિ છે; માટે જિન કહે છે કે, એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. ”૪૨ અહીં શ્રીમદે એક પંક્તિને માટે દશ પંક્તિ લખીને સારી રીતે ભાવાર્થ સમજાવ્યો છે, તે પરથી પોતે કેટલી સ્પષ્ટતાથી સમજતા હશે, તથા તેમની ગ્રહણશક્તિ ને તેમનું જ્ઞાન કેટલાં ઊંડાં હશે તેને આપણને ખ્યાલ આવે છે. આ ઉપરાંત બનારસીદાસજીકૃત “સમયસાર નાટક”ની ઉસ્થાનિકાની નીચેની બે પંક્તિઓને વિસ્તારથી સમજાવતે એક પત્ર ૪૩ શ્રીમદ્ ભાગભાઈ ઉપર લખ્યું હતું – “ સમતા રમતા ઊરધતા, જ્ઞાયકતા સુખ ભાસ; વેદકતા ચિતન્યતા એ સબ જીવ વિલાસ.” ૪૧. કર. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ પૃ. ૩૧૧. ૩૧૨, આંક ૩૧૬. ૩૧૭. ૪૩. એજન, પૃ. ૩૬૭, આંક ૪૩૮. Page #525 -------------------------------------------------------------------------- ________________ શ્રી મદની જીવનસિદ્ધિ આ બે પંક્તિઓ સમજાવતી વખતે જીવન સમભાવ, રમણીયપણું, ઊર્ધ્વગમનતા, જાણવાપણું, સુખભાસ, વેદન કરવાની શક્તિ, ચેતનપણું એ સર્વ ગુણે વિસ્તારથી, સરળ ભાષામાં, શ્રીમદે સમજાવ્યા છે. અને આ બધા ગુણેની વિસ્તારથી સમજણ આપ્યા પછી શ્રીમદે અંતમાં લખ્યું છે કે – એ જે લક્ષણે કહ્યાં તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાયે જાય છે, જે જાણવાથી જીવ જામ્યો છે તે લક્ષણે એ પ્રકારે તીર્થકરાદિએ કહ્યાં છે.”૪૪ આ બંને સમજણ ઉપરાંત “સમયસાર નાટક”ના ૧. “છવદ્વાર”, ૨. “બંધદ્વાર”, ૩. “નિરાકાર”, ૪. “સર્વવિશુદ્ધિદ્વાર”, ૫. “સાધ્યસાધકદ્વાર”, ૬. “મોક્ષાદ્વાર” આદિમાંથી અવતરણે શ્રી સોભાગભાઈ વગેરે મુમુક્ષુઓને વાંચવા-વિચારવા અર્થે શ્રીમદ્દ લખી મોકલ્યાં હતાં. આ “સમયસાર નાટક” માટેની શ્રીમદ્દની પ્રીતિ બતાવે છે. ગદષ્ટિની સઝાય ની કડીની સમજણ૫ શ્રી યશોવિજયજીની “ આઠ યોગદષ્ટિની સઝાય”માંની છઠ્ઠી દષ્ટિની સઝાયમાંથી નીચેની બે પંક્તિની શ્રીમદ્દ વિસ્તારથી સમજણ આપેલી છે – મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા કામ કરત; તેમ કૃતમે રે મને દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવત. ” વિ. સં. ૧૯૪૮ના શ્રાવણ માસમાં આ બે પંક્તિને વિસ્તારથી સમજાવતા ત્રણેક પત્રો શ્રીમદે શ્રી ભાગભાઈ ઉપર લખ્યા હતા. તેમાં ભક્તિપ્રધાન દશાએ વર્તવાના લાભ શ્રીમદે વિસ્તારથી બતાવ્યા છે. શ્રી યશોવિજયજીએ પ્રભુભક્તિ કેવી દઢ હોવી જોઈએ તેનું ઉદાહરણ સંસારમાંથી લઈને બતાવ્યું છે, અને તેના ગુઢાર્થ શ્રીમદ ભાગભાઈને જણાવ્યું હતે. એ વાંચતાં એક જ વસ્તુ શ્રીમદ્ કેટલી વિવિધ રીતે વિસ્તારથી સમજાવી શકે છે, તેને આપણને પરિચય થાય છે. આ ઉપરાંત અન્ય દૃષ્ટિએમાંથી પણ શ્રીમદે અવતરણે મુમુક્ષુઓને લખી જણાવ્યાં છે. આમ જોઈએ તે આનંદઘનવીશી”, “સમયસાર નાટક” અને “ આઠ ગદષ્ટિની સઝાય”માંથી જુદી જુદી પંક્તિઓને, પદોને વિસ્તારથી સમજાવતાં લખાણે શ્રીમદે લખ્યાં છે, અને તે સર્વ વાંચતાં તેમાં વસ્તુને ઊંડાણથી સમજવાની તથા સમજાવવાની તેમની શક્તિને આપણને પરિચય થાય છે. કર્તાએ જે ગૂઢ રહસ્ય મૂક્યું હોય તેને સ્કૂટ કરતા પણ આપણે તેમને જોઈએ છીએ. તેમાં તેઓએ ભાષા ઘણી સરળ વાપરી છે. ૪૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પ. ૩૬૯, આંક ૪૩૮. ૪૫. એજન, પૃ. ૩૩૯. આંક : ૩૯૪-પ-૬. Page #526 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પ્રકીર્ણ ગદ્ય-રચનાઓ “આનંદઘનચોવીશી ”નાં બે પદની સમજણ સિવાયની સર્વ સમજણ તેમણે શ્રી સૌભાગભાઈને પત્રમાં લખી જણાવી હતી, તેથી એમાં કઈ સાહિત્યિક રચના કરવાનો હેતુ ન હતો, છતાં તેનાં ઘણું લક્ષણે આપણે તેમાં આવી ગયેલાં જોઈએ છીએઃ શ્રીમનાં આ પ્રકારનાં લખાણેની આ બીજી વિશેષતા છે. અને એ જ કારણે એને આ પ્રકરણમાં સ્થાન આપ્યું છે. “માક્ષસિદ્ધાંત ૪૬ વિ. સં. ૧૯૫૩માં મોક્ષને લગતા કેટલાક વિચારે શ્રીમદ્ “મોક્ષસિદ્ધાંત” એ શીર્ષક નીચે લખ્યાં હતાં. તેમાં શરૂઆતમાં ભગવાનને, વીતરાગ પ્રવચનને, પાંચ પરમેષ્ઠિ – અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ –ને, ઋષભદેવથી મહાવીર પર્વતના ૨૪ તીર્થકરને નમસ્કાર કર્યા છે. અને તે પછી મહાવીરસ્વામી પ્રણીત ધર્મની વર્તમાન પરિસ્થિતિ વિશે વિચાર કર્યો છે. અને એ પછી સાચા મોક્ષમાર્ગ – મહાવીર પ્રભુપ્રણીત માર્ગ – વિશે લખવાની તેમની ઈચ્છા હશે તેમ જણાય છે. પણ ધર્મની વર્તમાન પરિસ્થિતિને લગતી વિચારણાથી આ લેખ અપૂર્ણ મુકાયેલા છે. - અહીં આપેલાં વચને એકબીજામાંથી ફુટ થતાં હોય એ રીતે અપાયેલાં નથી, જુદે જુદે સમયે તેમને જુદા જુદા વિચાર આવ્યા હોય અને તે એકત્ર કરીને મૂકી દીધા હોય તેવું લાગે છે. તેમાં કોઈ જાતની વ્યવસ્થા કે તર્કબદ્ધતા જોવા મળતી નથી. આથી લાગે છે કે કદાચ જુદી જુદી જગ્યાએથી અમુક અવતરણ શ્રીમદ્ ઉતાર્યા હોય અને તેને એકસાથે સંગ્રહમાં મૂકીને પ્રકાશકે એ છાપી દીધાં હોય, કારણ તે વિના આ લેખમાં પ્રવર્તતી સ્વતંત્રતા સમજી શકાય તેવી નથી. જે શ્રીમદ્દ પંદર-સોળ વર્ષની વયે “ભાવનાબેધ” કે “મેક્ષમાળા” જેવાં સુસંકલિત પુસ્તકે રચી શકે તે ત્રીસ વર્ષની વયે, “આત્મસિદ્ધિ” અને “અપૂર્વ અવસર” જેવી કૃતિઓની રચના પછી, પોતાના લખાણમાં સુસંગતતા ન રાખી શકે તે સમજી શકાય તેમ નથી. “વ્યપ્રકાશ ઝ૪૭ નવ તત્વ, છ દ્રવ્ય, ષડ્રદશન વગેરેના સારરૂપ કઈ સ્વતંત્ર ગ્રંથના કરવી હોય તેની વિચારણારૂપ મુદ્દાઓ શ્રીમદ્ “ દ્રવ્યપ્રકાશ” શીર્ષક નીચે લખ્યા હોય તેમ લાગે છે. આરંભમાં “ દ્રવ્યસંગ્રહમાં થતા ત્રણ વિભાગનું દિગ્દર્શન ટૂંકાણમાં લખ્યું છે, તે પછી ષડ્રદર્શન સમુચ્ચય”ના સારરૂપ છ દર્શન વિશે સંક્ષેપમાં લખ્યું છે અને તે પછી પંચાસ્તિકાય”ની ટૂંકાણમાં વિચારણું લખી છે. આમ માત્ર પંદરથી વીસ પંક્તિમાં તેમણે ત્રણ મહત્વના ગ્રંથોના મુદ્દાઓ ઉતાર્યા છે, જે કઈ સ્વતંત્ર ગ્રંથરચનાની વિચારણા માટે હોય તેવું અનુમાન થાય છે, જેનું શીર્ષક તેમણે “દ્રવ્યપ્રકાશ” રાખવું ધાર્યું હોય. ૪૬. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ , પૃ. ૫૮૦, આંક ૭૫૭. ૪૭. એજન, પૃ. ૫૮૨, આંક ૭૫૮. Page #527 -------------------------------------------------------------------------- ________________ ૧૯ જૈનમાગ વિવેક૪૮ પાતાને જૈનમાર્ગ યથાશક્તિ સમજાયા છે, તેનું નિરૂપણ પાતાના જ સમાધાન અર્થે કરવાની ઇચ્છાથી “જૈનદર્શન ”ની તત્ત્વવિચારણા રજૂ કરતા લેખ લખવા શ્રીઅે વિ. સં. ૧૯૫૩માં ચાલુ કર્યા હતા. ૮ -- ૧૦ ૫ક્તિએ લખાયા પછી તેમણે તે અપૂર્ણ છેડી દીધા હતા, તેમાં જીવ અને અજીવ એ એ તત્ત્વ સ્પષ્ટ હાવાપણે છે, તે જણાવ્યા પછી તે બનેના સ્વરૂપના વિચાર કરવાની શરૂઆત કરી છે. પહેલાં જીવતત્ત્વ વિશેની વિચારણા ચાલુ કરી છે. અને તે પણ અપૂર્ણ રહેલ છે. આટલા ટૂંકા લખાણ વિશે કાઈ જાતના અભિપ્રાય બાંધી શકાય તેમ નથી; તે કારણે તેની ખાસ અગત્ય પણ રહેતી નથી. શીક વિનાના અપૂર્ણ લેખા “ શ્રીમદ્ રાજચંદ્રે ” ગ્રંથમાં ૭૫૫ આંક નીચે કાઈ લેખના અપૂર્ણ ભાગ છપાયેલા છે, જેનુ શીર્ષક યાજાયેલુ નથી. શરૂઆતમાં પ્રસ્તાવનારૂપે સ‘સારમાં જીવા કેવા દુ:ખી છે, તે દુઃખી શા માટે છે, તેનાથી છૂટવા શુ કરવુ' જોઈ એ વગેરે વિશે લખાણ છે. આ દુઃખથી છૂટવા શ્રીમદ્ વીતરાગપ્રણીત માર્ગનું આરાધન કરવા તેમાં જણાવે છે, અને તેના અનુસ‘ધાનમાં મેાક્ષમાર્ગનું આલેખન કરવાના તેમના અભિલાષ હોય તેમ જણાય છે. માક્ષમાર્ગના પહેલા પગથિયારૂપે સમ્યગ્દર્શનને જણાવેલ છે. તે પછી તેનુ માહાત્મ્ય બતાવનાર તથા માર્ગના જાણનાર મહત્પુરુષની દુર્લભતા બતાવી છે. જ્ઞાનીપુરુષના ચાગ ન હોય ત્યારે વીતરાગપુરુષપ્રણીત ધર્મનાં વચના જે આગમામાં સ‘ગ્રહાયેલાં છે, તે આગમગ્રંથાને ઉપકારી સાધન તરીકે તેમણે ખતાવેલ છે. અને તે પછી આગમનાં આાર અંગસૂત્રોનાં નામ, અને તેના વિશે થાડુ' પ્રસ્તાવનારૂપ લખાણુ થયા પછી આ લેખ અપૂર્ણ રહેલ છે. આ આખા વિભાગ “ મેાક્ષમાગ ” નિરૂપતા ગ્રંથની પ્રસ્તાવનારૂપે લખાયા હોય તેમ લાગે છે, કારણ અંતભાગમાં એવું વચન મળે છે કે, “ હવે આ પ્રસ્તાવના અત્રે સક્ષેપીએ છીએ. ’૪૯ આ લખાણમાં ઘણાં વાકચો તૂટક છે, સંબંધ પણ બરાબર મળતા હોય તેમ લાગતુ નથી, તેથી લાગે છે કે શ્રીમદ્ જે લખાણ લખ્યુ` હશે તેમાંના વચમાંના ભાગ ગુમ થઈ ગયેલા છે, અને તેથી આ લેખનું સાચુ' મૂલ્યાંકન થઈ શકે તેવું નથી. 66 આ જ પ્રમાણે શ્રીમદ્ રાજચંદ્ર " ગ્રંથમાં ૭૫૯ આંક નીચે પણ ચાર ગતિનાં દુઃખ વર્ણવતા એક ગ્રંથ લખવાની શરૂઆત શ્રીમદ્દે કરી હોય તેમ જણાય છે. તેમાં પ્રાણીમાત્ર દુઃખી છે, પણ દુઃખનુ' સ્વરૂપ યા ન સમજવાથી તેનું તે દુઃખ ટળતું નથી, તેમ જણાવી તે દુઃખનું યથાર્થ સ્વરૂપ વર્ણવવાની તેમણે શરૂઆત કરી છે. એકેન્દ્રિયથી શરૂ કરી પંચેન્દ્રિય સુધીના જીવાનાં દુઃખાનું વર્ણન કરવાની તેમની ધારણા લાગે છે. પણ તે દુ:ખાનુ વર્ણન શરૂ થયા પહેલાં તા આ ગ્રંથ અપૂર્ણ રહેલ છે. જેની માત્ર પ દરેક લીટી જ લખાઈ છે, તેવું આ લખાણ કોઈ ગ્રંથના જ એક ભાગ છે તેમ તેમના આ ૪૮. · શ્રીમદ્ રાજયદ્ર '', અગાસ આવૃત્તિ, પૃ. ૫૮૦, આંક ૭૫૬, 66 ૪૯. એજન, પૃ. ૫૭૯, આંક ૭૫ શ્રીમદ્દની જીવનસિદ્ધિ Page #528 -------------------------------------------------------------------------- ________________ ૧૦. મકાણું બધ-શ્વનાઓ પ૦૬ વચનથી જણાય છેઃ “એકેન્દ્રિય જીવમાં વનસ્પતિમાં જીવવા સુપ્રસિદ્ધ પ્રસિદ્ધ છે, છતાં તેનાં પ્રમાણે આ ગ્રંથમાં અનુક્રમે આવશે. ૫૦ એ જ પ્રમાણે “શ્રીમદ રાજચંદ્ર” ગ્રંથમાં અંક ૭૬૦, ૭૬૪, ૭૬પ વગેરે નીચે કઈ ગ્રંથ વિશેન શ્રીમલિખિત અતિ સંક્ષિપ્ત મુદ્દાઓ પ્રગટ થયા છે, તે જોતાં પણ મોક્ષમાર્ગ”નું સ્વરૂપ, નવ તત્વ, છ દ્રવ્ય આદિનું નિરૂપણ કરતા વિશાળ ગ્રંથ લખવાની તમની યોજના હોય તેમ જણાય છે. આમ આપણે જોઈએ તો કોઈ મહાન ગ્રંથ લખવાના પ્રયાસરૂપ મુદ્દા, પ્રારંભિક લખાણ વગેરે ૧૫૩ની સાલમાં ગદ્યમાં લખાયેલ જોઈએ છીએ, પણ તે બધા પ્રયાસે અપૂર્ણ જ રહેલા છે; તે પછી કઈ એ ગ્રંથ રચાયે કે પ્રગટ થઈ શક્યો નથી. તેમ થવામાં તેમની ઉદાસીનતા, બાહ્યપ્રવૃત્તિ વગેરે કારણભૂત બન્યાં હશે તેવું અનુમાન થઈ શકે. સુવચનો વિ. સં. ૧૯૪૫ પછી શ્રીમદે માત્ર સુવચને જ લખ્યાં હોય તેવા ત્રણ આંક શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં જોવા મળે છે. ૨૦૦ આંક શ્રી મણિલાલ સેભાગભાઈ ઉપર લખાયેલ છે, ૪૬ ૬ આંક શ્રી લલ્લુજી મહારાજ ઉપર લખાયે છે અને ૬૦૯ આંક કોને લખાય છે તે જાણી શકાતું નથી. આત્મા દુઃખ શા માટે થાય છે ત્યાંથી શરૂ કરી તે દુઃખમુક્ત કઈ રીતે થાય તે વિશેની કમસર વિચારણુ શ્રીમદ્દ વિ. સં. ૧૯૪૭ના માહ સુદમાં કરી છે, જે આંક ૨૦૦ નીચે પ્રગટ થયેલ છે. તેમાં ૧૪ વચનોને સમાવેશ થાય છે. જીવ પોતાને ભૂલી ગયા છે તેથી, અજ્ઞાનથી, તે દુઃખી છે. એ અજ્ઞાન ટળે તે સુખ થાય. જ્ઞાનીની ઉપાસના કરી, તેની આજ્ઞાએ વર્તે તે તેનું અજ્ઞાન ટળે. જ્ઞાનીને કોઈ પોતાની ભક્તિ કરે તેવી ઈચ્છા હોતી નથી, પણ જીવને પોતાનું અજ્ઞાન ટાળવાને, સ્વછંદ મટાડવાને, “જ્ઞાનીની ભક્તિ અને તેની આજ્ઞાએ વર્તન” એ જ એક સટ ઉપાય છે. તેમાં પણ પ્રત્યક્ષ જ્ઞાનીનો તે ઘણું ઉપકાર છે, તેની આજ્ઞા જીવ યથાયોગ્ય પાળે તે અંતરમુદ્રમાં તે તે કેવળજ્ઞાન પ્રગટાવી શકે એટલી બધી સમર્થતા જીવમાં તથા જ્ઞાનીની આજ્ઞાનું પાલનમાં રહેલી છે. આમ જ્ઞાનમાર્ગની શ્રેણી શ્રીમદ્ આ વચનાવલીમાં ક્રમબદ્ધ રીતે રજૂ કરી છે. એમાં કાં સચોટ વાક્યો છે, અને શ્રીમદ્દે થોડામાં ઘણું જણાવી દીધું છે. વીસ વર્ષની ઉમર પહેલાં શ્રીમદે લખેલાં સુવચનને મળતાં આ વચન છે. પણ આ વચનોની વિશેષતા એ છે કે બધાં વચને સ્વતંત્ર રીતે વાંચતાં સમજી શકાય એવાં હોવાની સાથોસાથ એ વચના વરને કમિક સંબંધ પણ સ્પષ્ટતાથી જોઈ શકાય છે; ઉદાહરણ તરીકે: “જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ સંભવતી નથી.” ૫૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૫૮૩. આંક ૭૫૯ Page #529 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની જીવનસિદ્ધિ જ્ઞાનની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસક્તિને ત્યાગ કરી ભક્તિમાં જોડાય.૫૧ . એ વચનની સાથે સંબંધ ધરાવે છે, અને તે વચન પણ તે પછીનાં વચન સાથે સંબંધ ધરાવે છે. આમ પ્રત્યેક વચનને સાંધતા તાર આ વચનાવલીમાં જોઈ શકાય છે. ' વિ. સં. ૧૯૪હ્ના ભાદરવા માસમાં શ્રીમદે શ્રી લલ્લુજી મહારાજને વિચારવા અર્થ કેટલાંક વચને એક પત્રમાં લખી મોકલ્યાં હતાં.૫૨ તેમાં ધર્મમાં શ્રદ્ધા કરવી, ધર્મ આપનારને ઉપકાર ગણવ, એ ધર્મ આપનાર જ્ઞાની છે કે નહિ તેની પૂરી ખાતરી કરવી, પ્રત્યક્ષ ગુરુને કે ઉપકાર છે વગેરે સામાન્ય રીતે ઉપયોગી થાય તેવાં વચનો લખ્યાં હતાં. પણ આ વચને વાંચતાં એટલી ખાતરી તે થાય જ છે કે, આ બધાં વચને અનુભવમૂલક છે; જેમ કે – જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું; પણ જે કરવું બાકી રાખ્યું છે.” જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે કે સત્સંગ થયે હોય તે સત્સંગમાં સાંભળેલ શિક્ષાબંધ પરિણામ પામી, સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્રહાદિ દોષ તો છૂટી જવા જોઈએ, કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બોલવાને પ્રસંગ બીજા જીને આવે નહિ.૫૨ આ ઉપરાંત આંક ૬૦૯ નીચે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં કઈ મુમુક્ષને મોક્ષમાર્ગનું સ્વરૂપ સમજાવતાં કેટલાંક વચન લખાયેલાં ઉપલબ્ધ થાય છે. તેમાં મોક્ષ એટલે શું? તે કઈ રીતે મળે? તે મેળવવા માટે સત્સંગની જરૂર, સત્સગનું માહાભ્ય, જીવમાં કેવા કેવા દો. પ્રર્વતે છે વગેરે વિશેની વિચારણા અહીં આપી છે. આ બધાં વચને વિશે શ્રીમદ્ અંતમાં લખ્યું છે કે – * સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં આ વાક્યો મમક્ષ પોતાના આત્માને વિશે નિરંતર પરિણમી કરવા ગ્ય છે; જે પિતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દરૂપે અમે લખ્યાં છે.”૫૩ આ બધા ઉપરાંત તેમના પત્રોમાં તેમ જ તેમની અન્ય કૃતિઓમાં ઠેકઠેકાણે સવચનો મળે છે. પણ તે બધાંને અહીં સમાવેશ કર્યો નથી. તેમણે હખેલાં આ બધાં વચનની વિશેષતા એ છે કે તે બધાં વચને સૂત્રાત્મક શૈલીમાં નહિ, પણ ઉપદેશાત્મક શૈલીમાં લખાયેલાં છે; જ્યારે વીસ વર્ષની વય પહેલાં તેમણે રચેલાં નીતિવચનો સૂત્રાત્મક છે. આ વચનનું બીજુ લક્ષણ એ જોવામાં આવે છે કે તે બધાં ૫૧. “શ્રીમદ્ રાજચંદ્ર” અગાસ આવૃત્તિ, પૃ. ૨૬૨, આંક ૨૦૦ પર. એજન, પૃ. ૩૮૨, આંક ૪૬ ૬. ૫૩. એજન, પૃ. ૪૭૦, આંક ૬૦૯, Page #530 -------------------------------------------------------------------------- ________________ ૧૦. મકાણુ ગદ્ય-રચનાઓ વચના મુખ્યત્વે માક્ષમાર્ગનું નિરૂપણ કરે છે, વ્યવહારનીતિ આદિનું કે બીજા સિદ્ધાંતાનું તેમાં નિરૂપણુ નથી. શ્રીમદ્ વીસ વર્ષની વય પહેલાં લખેલાં વચના માટે ભાગે પેાતાને સાધીને લખેલાં છે, અને વળી નીતિ, વ્યવહાર, ધર્મ વગેરે અનેક વિષયને તથા સ્ત્રી, પુરુષ, મુનિ, ગૃહસ્થ, કુમારી, વિધવા, બ્રહ્મચારી આદિ ભિન્ન ભિન્ન અવસ્થાને અનુલક્ષીને લખાયેલાં છે તેવું કંઈ આ વચનામાં નથી. આ વચના કોઈ પણ વિવેકી આત્માને મોક્ષમાર્ગ મેળવવા માટે ઉપયેગી થાય તેવાં છે; જાતિ કે વેશના ભેદને લીધે તેનું ઉપયાગીપણું ટળે તેમ નથી. આપણે જોઈ શકીશું કે શ્રીમદ્ને વીસ વર્ષની વય પછી ગદ્ય લખાણુ ઘણુ કર્યું. હાવા છતાં સુસ‘કલિત, પૂર્ણ અને સાહિત્યિક મૂલ્યવત્તાવાળું ગદ્ય લખાણ બહુ જ અલ્પ મળે છે. પત્રો તો તેમણે ઘણા લખ્યા છે, પણ તે બધા આત્માર્થે લખાયેલા છે. ડાયરી આદિ પણ વિચારાના ટાંચણરૂપે છે, અને અન્ય ગ્રંથા, લેખા કે અનુવાદો લખવા તેમણે ચાલુ કર્યા હતા, તેમાંથી એક પણ પૂર્ણ થઈ શકેલ નથી. તેમ છતાં જે કંઈ લખાણ મળે છે તે કેવળ ગદ્યશૈલીની દૃષ્ટિએ તપાસીએ તેપણુ જણાશે કે તેમનુ ગદ્ય સરળ, સબળ, વિશદ, પ્રાસાદિક અને ભાવવાહી છે. અની દુર્ગંધતા આવતી હાય, વિચારાની ક્લિતા જણાતી હાય, તેવુ' કયારેય બનતું નથી. ઊલટાનુ· સરળ, સચાટ, ચિત્તને વિચાર કરતું કરી મૂકે તેવી પ્રેરકશક્તિવાળું તેમનું ગદ્ય છે. તેમની વાણી સમથ, વેગવ'તી, મિષ્ટ-મધુર અને કર્ણપ્રિય હતી, તેમ તેમના સમાગમમાં આવનાર દરેક જણાવે છે. એ જ રીતે તેમનુ” ગદ્ય પણ સમર્થ, વેગવંતુ, મિષ્ટ-મધુર અને હૃદયપ્રિય છે એમ તેના વાચક જરૂર કહી શકે. આ બધા સાથે લાઘવના ગુણ પણ તેમાં જોવા મળે છે. તેમને જે કહેવાનુ છે તે તે માટે ભાગે સક્ષેપમાં છતાં વિશદતાથી જણાવી દે છે. એટલે કે તેમના ગદ્યલખાણમાં ખાટા વિસ્તાર સધાયે હાય તેવુ' જણાતુ' નથી. એક-એ ઉદાહરણ જોઈ એ --: “ જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતાર્માણરત્નતુલ્ય કહ્યું છે, તે વિચારાતા પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતાં તે તે મનુષ્યપણાના એક સમય પણ ચિંતામણિરત્નથી પરમ માહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે અને જો દહામાં જ તે મનુષ્યપણું વ્યતીત થયુ તા તા એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિસ‘દહ દેખાય છે.૫૪ ૫૧૧ ૫ ચમકાળને નામે જૈન ગ્રંથૈા આ કાળને ઓળખે છે; અને કળિકાળને નામે પુરાણ ગ્રંથા એળખે છે, એમ આ કાળને કઠિન કાળ કહ્યો છે. તેના હેતુ જીવને ૬ સત્સંગ અને સત્શાસ્ત્ર ’ ને! દ્વેગ થવા આ કાળમાં દુર્લભ છે, અને તેટલા જ માટે આ કાળને એવું ઉપનામ આપ્યુ છે.’૫૫ આવાં અનેક ઉદાહરણામાં શ્રીમના ગદ્યના લાઘવ અને વિશદતાના ગુણ નજરે પડે છે. પણ તેમના લખાણમાં ઘણી વખત પુનરુચ્ચારણ-દોષ પણ જોવા મળે છે. તેમણે જે "C ૫૪. શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ આંક ૭૨૫, પૃ. ૫૬૧. ૫૫, એજ, પૃ. ૨૭૫. આંક ૨૨૨ Page #531 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીમદની જીવનસિદ્ધિ દષ્ટિએ અને જે હેતુથી આ બધી રચનાઓ કરી હતી તે જોતાં આ દોષ સ્વાભાવિક બની જાય છે. તેમણે લગભગ ૪૦ જેટલી જુદી જુદી વ્યક્તિઓને જુદે જુદે સમયે આત્માની તત્ત્વવિચારણને લગતા પત્રો લખ્યા હતા. વિવિધ વ્યક્તિઓને – અને તે પણ વિવિધ સમયે – લખાયેલી વિચારણામાં પુનરુક્તિ આવે તે નવાઈ ન જ કહેવાય. તેમની હસ્તધ, ડાયરી વગેરેમાં પણ વિ. સં. ૧૯૪૬ થી વિ. સં. ૧૯૫૭ સુધીનાં વર્ષો દરમ્યાનના તેમના વિચારોનું પ્રતિબિંબ ઝિલાયેલું છે. એના ગદ્યનું સ્વરૂપ પણ એવું છે કે જેમાં પુનરુક્તિને અવકાશ છે. તેમાંય શ્રીમદે તે તે વિચારો પોતાના અંગત ઉપયોગ માટે જ ઝિલેલા, એટલે પછી જેનું મહત્ત્વ વધારે તેની પુનરુક્તિ વધારે -- -- એ સ્વાભાવિક ગણાય. આ ઉપરાંત તેમની જે કૃતિઓ અપૂર્ણ મળે છે, તેમાંની મોટાભાગની કૃતિઓ કોઈ મહાન ગ્રંથના પ્રયોગાત્મક કે પ્રારંભિક સ્વરૂપ જેવી છે, તેથી તે પણ આવા જ પ્રકારની બને તે સહજ છે. આમ છતાં તેમના લખાણની પ્રાસાદિકતા એવી છે કે તેમાં પુનર્રચારણ દોષરૂપે લાગતું નથી, અને દરેક વખતે તેમાંથી કંઈ ને કંઈ નવીનતા મળતી હોય તેમ જણાય છે. શ્રીમદના ગદ્યમાં કેટલીક ભાષાકીય લાક્ષણિકતા પણ જોવા મળે છે. તેમની તત્વવિચારણા મુખ્યત્વે જૈન દર્શનને અવલંબીને થયેલી હતી, તેથી તેમાં જૈન પારિભાષિક શબ્દોનો છૂટથી ઉપગ થયેલો જોવા મળે છે. તેમના પત્રો પણ તેનાથી ભરપૂર છે. વીતરાગ, સમિતિ, ગુણસ્થાન, અપૂર્વકરણ, સામાયિક, વ્યામોહ, વગેરે જૈન સંપ્રદાયમાં વિશિષ્ટ અર્થમાં વપરાતા સંખ્યાબંધ શબ્દોનો ઉપયોગ તેમના ગદ્યમાં છૂટથી થયેલો જોવા મળે છે. આ વાતની વિશેષ ખાતરી તેમની “મોક્ષમાળા”, “ભાવનાબેધ”, “સંયતિધર્મ”, “ પ્રતિમા સિદ્ધિ” વગેરે કૃતિઓ જોતાં થાય છે. ઘણુ વખત આવા વિશિષ્ટ – પારિભાષિક શબ્દ – જેમ કે કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અજ્ઞાન, સત્સંગ વગેરે –ને શ્રીમદે તેમના પત્રમાં અર્થ સાથે સમજાવેલા છે. તેમના પત્રાદિ સાહિત્યમાં સંસ્કૃત તત્સમ શબ્દોને ઉપયોગ પણ જોવા મળે છે, જેમ કે -- અદર્શન, સપુરુષ, અદત્તાદાન, અનપવર્તન, અનાગાર, ઉત્સર્ગ, કેવલ્ય, ચતુગતિ વગેરે. તેમ છતાં તેમની ભાષા શુદ્ધ ગુજરાતી કહી શકાય તેવી છે. અને તે નર્મદ, દલપત, નંદશંકરના યુગની હોવાથી ઘડાયેલી પણ છે. તેમ છતાં શ્રીમદની ભાષામાં આધુનિક યુગમાં ન વપરાતી હોય તેવી જોડણી, તેવાં રૂપ, તેવા પ્રયોગ પણ કેટલીક વખત જોવા મળે છે. “હું એને બદલે “છઉં” ઘણી જગ્યાએ જોવા મળે છે; જેમ કે – માનું છઉં, કરું છઉં, ક્ષમાવું છઉં, શકું છઉં, વગેરે. અત્યારે ન વપરાતાં હોય તેવાં ભાવવાચક નામનાં રૂપનો ઉપગ પણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે – આત્માકારતા, વિસ્મયતા, ઉણાઈ, દુખમતા, વ્યતીતતા, સહનતા, અભ્ય, અશોભ્યતા, વગેરે. એ જ રીતે વિશેષણનાં પણ એવાં કેટલાંક રૂપે મળે છે; જેમ કે – વાસ્તવ્ય, દ્રવ્યાકાર વગેરે. વળી, ક્યારેક જાતિરે વપરાતા શબ્દો મળે છે; જેવા કે–પ્રયત્ન કરવું, પુરુષાર્થ કરવું, વગેરે. આ ઉપરાંત સૂચવન (સૂચન), તું આ ભવને વિશે ઉત્તમ છું, નિર્મમત્વતા (નિર્મમ), તાદશ્ય (તાદશ), આકળે ( આકરો), અહિયાસવા ( અભ્યાસવા), ઉપાધિગ્રાહ્ય (ગ્રસ્ત), પ્રત્યતી ( સંબંધી), કથિ (કઈ), વગેરે અપ્રચલિત રૂપો પણ તેમાં મળે છે. કેટલીક વખત શ્રીમદ ભારપૂર્વક જણાવવા Page #532 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રકીણુ ગદ્ય-રચના શબ્દમાં અક્ષરા બેવડાવેલા પણ જોવા મળે છે; જેમ કે અડગ્ગપણે, બચારાં, એક્કે, સા હાટ્યકપણું, યથાશ્ચિત વગેરે. આધુનિક જમાનામાં ઉપયાગમાં ન હેાય તેવાં શબ્દરૂપે પણ તેમના પત્રાદિ સાહિત્યમાં જોવા મળે છે. દાખલા તરીકે, ખચારાં, પરમાર્થિ, મેળવ્યા રહેા, વર્તના, મનુષ્ય (ન. ), ઈછના, જોગ્યતા, તિમિરતા, પૂતિ, ઘટારત, પ‘ત ( સંખ ́ધી ), ચિ`તિત રહેવુ', એકપ્રાય ધારણ, સચેાડી, કઠણાઈ, સરળાઈ, સાતું નથી, રહેવું રહે છે, સમાપ્તતા, પ્રવના, પ્રત્યેના, ભણીમાં, વિનય સ‘પન્નતા, ગ્રુજવુ', જથાદ્વેગ, દુઃખમતા, પાનારા, પ્રારંભતા, આવણિક દૃષ્ટિથી, દૈન્યતા, વૃદ્ધતા, વ્યતીતતા, મળતુ નથી (‘ ભળતુ' નથી ’ના અર્થમાં ), નિત્ય પ્રત્યે (‘હ‘મેશ ’ના અર્થમાં), ચિંતના વતિયૈ છૈયે, મધ્યમા વાચા, કહેતા હવા, સન્નીપાતી, પાસે ( ‘ પહોંચે'ના અર્થમાં), વ્હાલપ, ગયા કરે છે, સહનતા, જાત્યાંતર, જાતિફેર, સહજાકાર, પર્યાયિક, શ્રવણવું, સ્મરણવું, વિરાવું, અવિવેક્તા, શ્રદ્ધાગ્રાહ્ય, મેળવ્યા રહેા-વગેરે વિશિષ્ટ શબ્દોના કે શબ્દસમૂહના ઉપયાગ તે શ્રીમની ભાષાની એક વિશિષ્ટ લાક્ષણિકતા ગણી શકાય. આ બધાં શબ્દોનાં ઉપયેગવાળાં વના વ્યાકરણની દૃષ્ટિએ દોષિત બનેલાં છે, પણ તેમ છતાં તે શબ્દોના અર્થ કે વાકો સમજવામાં કશી મુશ્કેલી આવતી નથી. આ પ્રકારના શબ્દોના પ્રયાગ તેમના ગદ્ય સાહિત્યની જેમ પદ્ય - સાહિત્યમાં પણ જોવા મળે છે. શબ્દોના પ્રયાગની દૃષ્ટિએ કેટલીક વિશેષતા શ્રીમદ્દના લખાણમાં જોવા મળે છે, પણ ઘણી વખત તે તે તેમનાં ગદ્યના વિદ્વતા, પ્રાસાદિતા, પ્રતીતિકરતા વગેરે ગુણાને ખીલવવામાં પણ મદદ કરે છે, અને એથી તે તેમના ગદ્યની પ્રવાહિતાને લય પણ આપે છે. આવું બીજા બહુ ઓછા લેખકામાં જોવા મળે છે. શ્રીમની શૈલી વિશે શ્રી મેાહનલાલ દલીચ'દ દેસાઈ એ લખ્યુ છે કેઃ— ૬૫ “ આચાર્ય. આનદેશકરના શબ્દોમાં ‘ગાંધીજી......એક સાદા પત્રકાર છે. પણ પત્રકાર તરીકે એમણે ગુજરાતી ભાષામાં સાદી, સીધી અને સચાટ, છતાં તળપદ્દી નહિં કિ ંતુ આત્મસ`સ્કારની સાદી શાભા ધરાવતી એવી, કાઈક અવર્ણનીય શૈલી દાખલ કરી છે, જે વિદ્વાન અને અવિદ્વાન સર્વને સરખી રીતે મુગ્ધ કરી મૂકે છે.’ એવી ગાંધીજીની શૈલી કરતાં રાયચદભાઈની શૈલી વધુ પ્રૌઢ, સસ્કૃત, મિત અને સચાટ – અનુભવના અમૃતમય છે – કોઈ અપૂર્વ શૈલી છે, ૫૬ - ૫૬. “જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ '', 'પૃ. ૭૨૨. rr ૫૧૩ Page #533 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧. શ્રીમદ્દના ઉપદેશની લેવાયેલી નોંધે શ્રીમદ રાજચંદ્રનું લગભગ બધું જ સાહિત્ય – લખાણ મુદ્રિત થયેલું છે. અને થોડાક ધર્મેતર વિષયોની ગદ્યરચનાઓ સિવાયનું બધું જ સાહિત્ય “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં સંગ્રહીત કરી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત શ્રીમના સાહિત્માં તેમણે પ્રસંગોપાત્ત આપેલા સદુપદેશની નેધ કેટલાક મુમુક્ષુએ ઉતારી લીધેલી, તેના આધારે “ઉપદેશનેધ”, ઉપદેશછાયા” અને “વ્યાખ્યાન સાર-૧ અને ૨” નામના વિભાગે પણ આ ગ્રંથમાં આપવામાં આવ્યા છે, તે વિશે આપણે અહીં જોઈશું. આ ચારે વિભાગમાંનું લખાણ મૂળ શ્રીમદના હસ્તાક્ષરનું નથી, પરંતુ તેમના સમાગમમાં આવનાર મુમુક્ષુઓએ શ્રીમદ્દ તરફથી થયેલા બંધને પિતાની સ્મૃતિના આધારે ઉતારી લીધેલ, તેની નૈધે છે. સ્મૃતિના આધારે ઉતારી લેવાયેલાં આ લખાણની ભાષા શ્રીમનાં લખાણની ભાષા સાથે સરખાવતાં તેમાં ખાસ કંઈ ફેર જોવા મળતો નથી. લગભગ શ્રીમદ્દની જ કહી શકાય એવી આ ભાષા છે શ્રીમદ્દના અંતેવાસી કેટલાક મુમુક્ષુઓને શ્રીમદ્ તરફ એટલે બધે પૂજ્યભાવ હતો અને તેમનાં વચનોમાં એટલી બધી શ્રદ્ધા હતી કે શ્રીમદ જે કંઈ બોલતા તે તેઓ ખૂબ ચીવટપૂર્વક અક્ષરશઃ પોતાની સ્મૃતિમાં ધારણ કરી લેતા અને તરત જ ભાષામાં તે ઉતારી લેતા. ક્યારેક આવી ઉતારી લીધેલી નોંધ તેઓ શ્રીમદ્દને બતાવી પણ જેતા, અને શ્રીમદ તેમાં કયારેક આવશ્યક સુધારા પણ કરી આપતા. આમ આ બધાં લખાણમાં વિચારો શ્રીમના જ છે એટલું જ નહિ, બીજાને હાથે સ્મૃતિના આધારે ઉતારાઈ લેવાયેલાં તે વચનની ભાષા પણ લગભગ શ્રીમદ્દની જ છે એમ કહી શકાય. શ્રીમદ્દનાં વચનોની આવી રીતે લેવાયેલી ધમાં વહેલામાં વહેલી નેંધ આપણને વિ. સં. ૧૯૫૦ની મળે છે. અને આવી નોંધ મેડામાં મેડી વિ. સં. ૧૯૫૭ સુધીની એટલે કે શ્રીમદના અંતસમય સુધીની મળે છે. આમ આ નોંધનો ગાળે ૭ વર્ષ જેટલું લાંબા થવા જાય છે પરંતુ તે વચને વાંચતાં શ્રીમદ્દના વિચારમાં કોઈ જાતનું પરિર્વતન થયું હેય તેમ જોવા મળતું નથી, તેમણે જે વિચારો પહેલાં પ્રદર્શિત કર્યા હતા તે છેવટ સુધી કાયમ જ રહ્યા હતા. આ બીના શ્રીમદ્દના વિચારોની પરિપકવતા તથા કોઈ પણ અભિપ્રાય પૂરેપૂરે વિચાર કર્યા પછી, બરાબર લીખીને જ વ્યક્ત કરવાની તેમની પદ્ધતિને ખ્યાલ આપે છે. આ નેમાં અંગત બાબતે, ગ્રંથ વિશેની બાબતે, પ્રશ્નોત્તરી, કેટલાક સિદ્ધાંતની વાતે, વગેરેનો સમાવેશ થતો હોવાથી તેમાં વિષયવૈવિધ્ય પણ સારા પ્રમાણમાં રહેલું છે. Page #534 -------------------------------------------------------------------------- ________________ ૧૧. શ્રીમદના ઉપદેશની લેવાયેલી ને ૫૧૫ ઉપદેશનોંધ 1 શ્રીમદ્દના પરિચયમાં આવનાર શ્રી મનસુખભાઈ કીરતચંદ, શ્રી ત્રિભોવનભાઈ, અંબાલાલભાઈ વગેરેએ પિતાને શ્રીમદ્દ તરફથી સાંભળવા મળેલાં વચને નોંધી લીધાં હતાં, જે પાછળથી “ઉપદેશનેધ” તરીકે પ્રગટ થયેલ છે. વર્ષના અમુક મહિના શ્રીમદ્ મુંબઈની બહાર આણંદ, વડવા, ખંભાત, કાવિઠા, મોરબી વવાણિયા, વઢવાણ, નડિયાદ, સાયલા, ખેડા વગેરે સ્થળોએ નિવૃત્તિ અથે રહેતા. તે વખતે તેઓ તેમના સમાગમ માટે આવનાર વ્યક્તિઓ સાથે વાર્તાલાપ કરતા કે બોધ આપતા. આમાંથી આવી વ્યક્તિઓએ પોતાની સ્મૃતિના આધારે ઉતારી લીધેલ બાધ તે ઉપદેશનાંધ” તરીકે સચવાયેલ છે. ઉપદેશનાંધ”ના ૪૧ વિભાગ કરવામાં આવ્યા છે. તેમાં જુદી જુદી વ્યક્તિઓને થયેલા શ્રીમદના પરિચય અંગેની તથા ઉપદેશની નૈધ જોવા મળે છે. વળી, સમયની દષ્ટિએ જોઈએ તો તે વિ. સં. ૧૯૫૦થી ૧૯૫૭ સુધીનો સાત વર્ષ જેટલો લાંબે ગાળો છે. એટલે કે શ્રીમદ્દનાં અંતિમ વર્ષોમાં અપાયેલ આ બધ છે. અનેક વિષયો પરત્વેના શ્રીમદના વિચારે આમાં વ્યક્ત થયા છે. તેમાં તત્કાલીન પ્રસંગે વિશેનાં, ગ્રંથ વિશેનાં, વ્યક્તિ વિશેનાં, પદ્ય, સ્તવને કે લોકેની સમજણ આપતાં દષ્ટાંત આપતાં, એમ વિવિધ વિષયો પરનાં તેમનાં વચનનો સમાવેશ થયેલ છે. કેટલીક વખત કબીર, નરસિંહ, અખાજી આદિની પદ્યપક્તિઓ પણ તેમાં ટાંકેલી જોવા મળે છે. શ્રી મનસુખભાઈ એ કરેલી નોંધમાં વિવિધતા પણ છે. તેમાં તેમની અંગત બાબતો, તત્કાલીન પ્રસંગો, ગ્રંથ વિશેના અભિપ્રાયો વગેરેને સમાવેશ થાય છે. શ્રીમદે તેમના મનનું સમાધાન કરવા માટે કહેલાં વચને પણ અહીં જોવા મળે છે, જેમ કે “વિશેષ થઈ શકે તે સારું. જ્ઞાનીઓને પણ સદાચરણ પ્રિય છે. વિકલ્પ કર્તવ્ય નથી.” “તિથિ પાળવી. ”૩ વગેરે. ૧. પહેલા ૨૪ ભાગ મનસુખભાઇની નંધમાંથી, ૨૭થી ૩૧ આંકના વિભાગ ત્રિભોવનભાઈની નોંધમાંથી, ૩૨થી ૩૭ને આંક ખંભાતના જુદા જુદા મુમુક્ષુઓની નોંધમાંથી, ૩૯ – ૪૦ કે મોરબીના મમક્ષ ની ધમાંથી, ૪૧મે આંક અંબાલાલભાઈની ધમાંથી ઉતારેલ છે. અને ૩૮મા અંકમાં ખેડાના એક વેદાંતી વકીલ સાથે પ્રસંગ છે.. ૨. શ્રી મનસુખભાઈએ કરેલી શ્રીમદ્દના ઉપદેશની નોંધ “ શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા” માં 4 શ્રીમદનો સાક્ષાત સમાગમ ” એ શીર્ષક નીચે પ્રગટ થઈ છે. તેમાં તે તેને આશરે સમય આપાયેલો છે. અમને ઘણેખરે ભાગ “ શ્રીમદ્ રાજચંદ્ર ” ગ્રંથમાં લેવામાં આવ્યા છે. આ ગ્રંથમાં લેવાયેલી પ્રત્યેક નેંધ વિશે નિશ્ચિત તિથિ આપેલી છે, ૩. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬ર. Page #535 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની જીવનસિદ્ધિ 66 શ્રી મનસુખભાઈ ને “ષડૂદન સમુચ્ચય “ તત્ત્વાર્થ સૂત્ર “ ચેાગષ્ટિ સમુચ્ચય ”, ‘ગામ્મટસાર” આદિ ગ્રંથે વાંચવાની ભલામણૢ કરતાં વચના પણ અહી મળે છે. સાથે સાથે “ શાંતસુધારસ ”, “ આપ્તમીમાંસા ”, “ યાબિંદુ ” વગેરે ગ્રંથાનું વિવેચનપૂર્ણ ભાષાંતર કરવાની ભલામણ શ્રીમદ્દે તેમને કરી હતી તે પણ અહી જાણવા મળે છે. જુએ એ વચનાઃ 66 શ્રી ‘શાંતસુધારસ ’તું પણ ફ્રી વિવેચનરૂપ ભાષાંતર કરવા યેાગ્ય છે, તે કરશેા. ’૪ “ ષડૂદન સમુચ્ચયનું ભાષાંતર થયેલ છે, પણ સુધારી ફરી કરવા યેાગ્ય છે. ધીમે ધીમે થશે, કરશેા. આનંદઘનજી – ચાવીશીના અર્થ પણ વિવેચન સાથે લખશે. પ્ આમ ગ્રંથનુ ભાષાંતર કે વિવેચન કરવા જણાવતાં શ્રીમનાં ઘણાં વચના અહી જોવા મળે છે. તે બતાવ છે કે શાસ્ત્રના કાર્ય ની બાબતમાં શ્રીમન મનસુખભાઈ પર ઘણી શ્રદ્ધા હશે. અને તેન લીધે અધ્યયનયેાગ્ય ગ્રંથાની સૂચિ મનસુખભાઈ પાસે હાય સ્વભાવિક છે. ૫૧૪ શ્રી મનસુખભાઈ પ્રતિની શ્રીમની શ્રદ્ધા તા “ મેાક્ષમાળા ”ની બીજી આવૃત્તિ માટે જે વચના તેમણે મનસુખભાઈ ને લખ્યાં હતાં તેમાં જોવા મળે છે.૬ શ્રીમદ્ પાતાના ગ્રંથ વિશે પણ તેઓને માહિતી આપે છે. “ માક્ષમાળા ” કયારે, કેટલા દિવસમાં રચી હતી તે વગેરે વિશેની માહિતી પણ શ્રી મનસુખભાઈની નાંધમાં જોવા મળે છે; તે સાથે અન્ય ગ્રંથા વિશે શ્રીમદે પેાતાના અભિપ્રાયા વ્યક્ત કરેલા જોવા મળે છે. “ ભગવદ્ગીતા ’”નું મણિલાલ નભુભાઈ એ કરેલું ભાષાંતર, “ સ્વામી કાર્તિ કેયાનુપ્રેક્ષા ’ વગેરે વિશે પણ તેમને અભિપ્રાય આપ્યા છે, ઉદાહરણ તરીકે - ભગવદ્ગીતામાં પૂર્વાપર વાધ છે, તે અવલેાકવા તે આપેલ છે, પૂર્વાપર શું વિરાધ છે તે અવલોકનથી જણાઈ આવશે. પૂર્વાપર અવરોધ એવુ દન, એવાં વચન તે વીતરાગનાં છે. >> “મણભાઈ કહે છે (ષડૂદન સમુચ્ચયની પ્રસ્તાવનામાં) હરિભદ્રસૂરિને વેદાંતની ખબર ન હતી, વેદાંતની ખબર હાત તો એવી કુશાગબુદ્ધિના હરિભદ્રસૂરિ જૈન તરફથી પેાતાનું વલણ ફેરવી વેદાંતમાં ભળત. ગાઢ મતાભિનિવેશથી મણભાઈનું આ વચન નીકળ્યું છે. હરિભદ્રસૂરિન વેદાંતની ખબર હતી કે નહી. એ મણિભાઈએ હરિભદ્રસૂરિના ‘ ધર્મ સંગહણી ’જોયા હૈાત તા ખબર પડત. હરિભદ્રસૂરિને વેદાંતાદિ બધાં દર્શનાની ખબર હતી. તા બધાં દનાની પર્યાલાચનાપૂર્વક તેમણે જૈનદર્શનને પૂર્વાપર અવિરાધ પ્રતીત કર્યુ” હતું. અવલેાકનથી જણાશે. ‘ ષડ્ટ નસમુચ્ચય ’ના ભાષાંતરમાં દોષ છતાં મણભાઈ એ ભાષાંતર ઠીક કર્યું છે. બીજા એવુ' પણ ન કરી શકે. એ સુધારી શકાશે, ૭ ૪. શ્રીમદ્ રાજચંદ્ર ’', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૭ર. પ. એજન, પૃ. ૬૭૧. ૬. અજન, પૃ. ૬૭૨. જુઓ, આ પુસ્તકનું પ્રકરણ ૩ અને ૧૭. ૭. એજન, પૃ. ૬૭૦. 66 Page #536 -------------------------------------------------------------------------- ________________ ૧૧. શ્રીમદના ઉપદેશની લેવાયેલી નોંધ આ વચનામાં શ્રીમદની નિષ્પક્ષતા તથા સત્યના પ્રેમ જોવા મળે છે. મણિભાઈની ભૂલ અહીં વ્યક્ત કરી છે, છતાં તેમાં અંગત રાગ કે દ્વેષ કશું જોવા મળતું નથી. તેઓ તે સહજ રીતે જ અભિપ્રાય આપે છે. ઉપદેશનાંધર્મમાં શ્રીમદે આનંદઘનજીના “અજિતનાથ સ્તવન બની “તરતમ યાગે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર-પંથડો.” એ પંક્તિ સુંદર રીતે સમજાવેલી છે. એ સમજાવ્યા પછી તેમણે મનસુખભાઈને ભલામણ કરી છે કે, “આનંદઘનજીની ચોવીશી મુખપાંઠ કરવા ચોગ્ય છે. તેના અર્થ વિવેચનપૂર્વક લખવા યોગ્ય છે, તેમ કરશે.”૯ આ ઉપરાંત શ્રી હેમચંદ્રાચાર્યના “ગશાસ્ત્ર”ના મંગલાચરણને બ્લેક, શ્રી સમંતભદ્રાચાર્યના “દેવાગમસ્તોત્રનું પ્રથમ પદ, “ગંધહસ્તી મહાભાષ્ય”નું પ્રથમ સ્તાત્ર વગેરેની સાથે સમજણ તેમણે આપેલી છે. આમ શ્રી મનસુખભાઈ એ લખેલી નોંધ જોઈએ તો તેના મોટા ભાગ અધ્યયન યોગ્ય ગ્રંથાની સૂચિ, કેટલાક ગા વિશેને શ્રીમદ્દને અભિપ્રાય, કે કેટલાંક પ્લેકે ન પદની સમજણ વગેરે ગ્રંથાને લગતી જ માહિતી આપવામાં રોકાયેલે છે. તેમ છતાં તેમાં તત્કાલીન પ્રસંગો વિશેના તેમના કેટલાક અભિપ્રાય પણ જોવા મળે છે; જેમ કે – વર્તમાનકાળમાં ક્ષયરોગ વિશેષ વૃદ્ધિ પામ્યા છે, અને પામતો જાય છે. એનું મુખ્ય કારણ બ્રહ્મચર્યની ખામી, આળસ અને વિષયાદિની આસક્તિ છે. ક્ષયરોગના મુખ્ય ઉપાય બ્રહ્મચર્ય સેવન, શુદ્ધ સાત્ત્વિક આહારપાન અને નિયમિત વર્તન છે.”૧૦ ઇનાકયુલેશન” – મરકીની રસી. રસીના નામે દાક્તરાએ આ ધતિંગ ઊભું કર્યું છે. બિચારાં નિરપરાધી અશ્વ આદિને રસીના બહાને રિબાવી મારી નાખે છે. હિંસા કરી પાપને પોષે છે, પાપ ઉપજે છે. પૂર્વ પાપાનુબંધી પુણ્ય ઉપામ્યું છે, તે યુગે વર્તમાનમાં તે પુણ્ય ભોગવે છે, પણ પરિણામે પાપ વહેરે છે તે બિચારા દાક્તરને ખબર નથી. રસીથી દરઢ દૂર થાય ત્યારની વાત ત્યારે, પણ અત્યારે હિંસા તે પ્રગટ છે. રસીથી એક કાઢતાં બીજું દરદ પણ ઊભું થાય.૧૧ શ્રીમદ આધ્યાત્મિક દૃષ્ટિથી રસીની ખૂબ વિરુદ્ધ હતા તે ઉપરનાં અવતરણથી જોઈ શકાય છે. આ ઉપરાંત આત્મારામજી,૧૨ ચંદ્રસૂરિ ૧૩ આનંદઘનજી,૧૪ હેમચંદ્રાચાર્ય ૧૫ વગેરે વ્યક્તિઓ વિશે પણ લખ્યું છે. તેમાં પણ આનંદઘનજી અને હેમચંદ્રાચાર્યની આત્માર્થતા બાબતમાં તે લગભગ નાના લેખ જેવું વ્યવસ્થિત લખાણ “ઉપદેશનેધ”માં જોવા મળે છે. તે બંનેએ લોકો પર કઈ રીતે કયા પ્રકારનો ઉપકાર કર્યો છે તે સવિગત જણાવેલ છે. ૮. ૯. “શ્રીમદ્ રાજચંદ્ર” અગાસ, આવૃત્તિ ૧, પૃ. ૬ ૬૪. ૧૦. એજન, પૃ. ૬૦૦. ૧૧. એજન, પૃ. ૬૬૯-૭૦. ૧૨. ૧૩, ૧૪, ૧૫. એજન, પૃ. ૬ ૬૪ થી ૬૬૭. Page #537 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ શ્રી મહીપતરામ રૂપરામ જૈનધર્મને લેકોની અગતિ કરાવનાર ગણાવતા હતા, તેમની પાસે એક પ્રસંગે વાર્તાલાપ દ્વારા શ્રીમદે જૈનધર્મને લોકોની ઉન્નતિ કરાવનાર કબૂલ કરાવ્યો હતો, તે સમયનો રસિક વાર્તાલાપ પણ મનસુખભાઈની નોંધમાં છે.૧૬ તેમાંથી તેઓ બંનેની સરળતા તથા સત્ય જલદી સ્વીકારી લેવાન ગુણ તરત નજરે તરી આવે છે. સારી વસ્તુ સર્વ ઠેકાણેથી ગહણ કરવાના ગુણ તથા મતમતાંતરમાં ન પડવાની શ્રીમદની રીતિ કબીર, નરસિંહ આદિના પદોમાંથી તેમણે આપેલાં અવતરણ પરથી જોઈ શકાય છે. તેઓ માત્ર જૈનધર્મન જ ગ્રહીને એકાંતવાદી બન્યા હોત તો તેઓ સર્વનું સારું સ્વીકારી શકત નહિ. તેઓ જાતિવેશના ભેદમાં માનતા ન હતા. તેમનાં વાણી, વર્તન સર્વ એકરૂપ હતાં. તેમની આ નીતિને પરિણામે તેઓ પ્રતિમાને પણ માનતા, પ્રતિમાની પૂજા કરતા, અને બીજાને તેમ કરવા ભલામણ પણ કરતા.૧૭ એ બધું આ પગે અહી જાણ શકીએ છીએ. શ્રી ત્રિભુવનભાઈ એ મન:પર્યવજ્ઞાન, પાંચ ઇન્દ્રિયોના વિષયને ત્યાગ, વ્રત, મોહકષાય તથા મોક્ષમાર્ગની આસ્થા અને શ્રદ્ધા વિશેના વિચારો ઉતારી લીધા છે. જેમ જેમ મતિજ્ઞાનની નિર્મળતા વધતી જાય તેમ તેમ આત્માનું સંયમપણું આવે છે. અને તેથી મન:પર્યવજ્ઞાન પ્રગટે છે, તેમાં પારકાના મનના ભાવ જાણું શકાય છે. પાંચ ઇંદ્રિયના વિષયેને સતત મેળા પાડવા પ્રયત્ન કરતા રહેવા અહીં ભલામણ કરાઈ છે, કારણ કે તેમ કરવામાં ન આવે તે ચોગ્ય સમયે કષાયનો ત્યાગ થઈ શકતું નથી. અને એ ન થાય તે આત્મામાં સંયમપણું આવી શકતું નથી. કષાયને ત્યાગ કરવા વ્રત ઉપયોગી છે. પણ તે જ્ઞાનીની આજ્ઞાએ કરવાં, નહિતર તેમાં મેળ પડી જવાય છે. વ્રતને ભંગ થાય છે, તેવી સમજણ અહીં અપાયેલી છે. આ પછી મેહકષાયના સંબંધમાં કોધ, માન, માયા અને લાભ એ ક્રમ કઈ અપેક્ષાથી રખાયો છે તે તેમણે સમજાવ્યું છે. અને તે પછી જ્ઞાનીઓએ બતાવેલા. મોક્ષમાર્ગમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવા ભલામણ તેમણે કરી છે. આમ શ્રી ત્રિભોવનભાઈની નોંધમાંથી શ્રીમનાં કેટલાંક મંતવ્યો જાણવા મળે છે. ઉપદેશનાંધ”ના ૩૨મા વિભાગમાં “સૂયગડાંગસૂત્ર”ના ૮મા અધ્યયનની બે ગાથાના અર્થ વિશે કોઈને શંકા થતાં, તે વિશેનું સમાધાન આપેલું છે. કઈ અપેક્ષાથી કર્યો અર્થ લેવાનો છે તેની સાચી સમજણ અહીં મળે છે. તે પછી માણસે નિત્યક્રમ તરીકે શું શું કરવું જોઈએ તેની યાદી આપેલી છે. તેમાં સવારે અને રાત્રે એમ બે વખત થયેલા દોષોની ક્ષમા માગવી, અર્થાત્ પ્રતિક્રમણ કરવું, ૪ ઘડી સુધી સશાસ્ત્રનું અધ્યયન કરવું કે પુરુષના સમાગમમાં રહેવું, એક ઘડી “ પરમગર” અને “સર્વજ્ઞદેવ”ની પાંચ પાંચ માળા ઉપરાંત પુરુષેનાં વચનનું રટણ કરવું, સાત વ્યસનોનો ત્યાગ કર, રાત્રિભેજનો ત્યાગ કરવો, રસનેન્દ્રિય પર કાબૂ રાખવો, પરિગ્રહનું નિયમન કરવું, બ્રહ્મચર્ય પાળવું વગેરે નિયમે બતાવ્યા છે. તેમાંથી જેટલે અંશે પાળી શકાય તેટલે અંશે લાભ થાય. અહીં શ્રાવકને યોગ્ય આચારો જણાવાયા છે, સાધુ માટે તેથી પણ કડક નિયમે જૈન ધર્મમાં દર્શાવાયા છે. ૧૬-૧૭. “શ્રીમદ્ રાજચં”, અગાસ આવૃત્તિ ૧, . ૬૬ ૪ થી ૬૭. Page #538 -------------------------------------------------------------------------- ________________ ૧૦. શ્રીમદના ઉપદેશની લેવાયેલી ને લગભગ આ જ જાતની નોંધ આપણને ૩૬ મા વિભાગમાં જોવા મળે છે. તે પણ શ્રીમદ્દના ઉપદેશમાંથી જ કોઈ મુમુક્ષુએ તારવેલી છે. અને તેની શરૂઆતમાં સંન્યાસી, ગોસાંઈ અને વ્યક્તિ વિશે સુંદર વ્યાખ્યા આપેલી છે; જુઓ – “સર્વ વાસનાનો ક્ષય કરે તે સંન્યાસી, ઈન્દ્રિયોને કાબૂમાં રાખે તે ગોસાઈ સંસારને પાર પામે તે યતિ (જાતિ).૧૮ ૩૪ મા વિભાગમાં સત્ય વિશે લઘુલેખ અપાયો છે. તેમાં સત્ય એટલે શું? સત્યના પ્રકાર, તે પ્રકારની યથાર્થતા સમજાવતાં દૃષ્ટાંત, કષાયો મેહનીયના અંગભૂત છે, તેના ક્ષયથી જ જ્ઞાનાવરણાદિનો ક્ષય થાય છે, અને તે પછી જ પરમાર્થ સત્ય બોલી શકાય છે. કષાયોને ક્ષય કરવાના ઉપાય, સાચે મુનિ કોણ? વગેરે બાબતોની સમજણ અહીં અપાયેલી છે. તેમાં સત્યના પરમાર્થ અને વ્યવહાર એમ બે પ્રકાર બતાવ્યા છે. વ્યવહારસત્યના પણ બે વિભાગ કર્યા છેઃ સર્વથા પ્રકારે અને દેશથી. એ બધાનાં દૃષ્ટાંત પણ અહીં અપાયાં છે. અને અંતભાગમાં ગૃહસ્થ દેશથી સત્ય વચન બોલવું જોઈએ તે કયા પ્રકારે તે વિશે લખ્યું છે કે – કન્યા લીક, મનુષ્ય સંબંધી અસત્ય, ગોવાલીક, પશુસંબંધી અસત્ય; ભૌમાલીક, ભૂમિસંબંધી અસત્ય, ખોટી સાક્ષી, અને થાપણમૃષા એટલે વિશ્વાસથી રાખવા આપેલા દ્રવ્યાદિ પદાર્થ તે પાછા માગતાં તે સંબંધી ઈનકાર જવું છે. આ પાંચ સ્થળ પ્રકાર છે. આ સંબંધમાં વચન બોલતાં પરમાર્થ સત્ય ઉપર ધ્યાન રાખી, યથાસ્થિત એટલે જેવા પ્રકારે વસ્તુઓનાં સમ્યફ સ્વરૂપ હોય તેવા પ્રકારે જ કહેવાને નિયમ તેને દેશથી વ્રત ધારણ કરનારે અવશ્ય કરવા ગ્ય છે.”૧૯ છ દર્શનમાં જૈનધર્મ શા માટે ઉત્તમ છે અને તેમ હોવા છતાં લોકે અન્ય દર્શન પ્રત્યે શા માટે આકર્ષાય છે, તે દર્શાવવા તેમણે વદનું દષ્ટાંત આપ્યું છે. જુદી જુદી કક્ષાના છ વૈદો છે, તેમાંથી એકની ચિકિત્સા કરવાની શક્તિ અદ્દભુત છે, સાથે સાથે ઔષધે પણ એવાં જ અસરકારક છે, તેથી તેની પાસે જનાર રેગી એકદમ તંદુરસ્ત થઈને આવે છે. પણ તેની ફી ભારે છે. બીજા વૈદો પાસે થોડીઘણી ચિકિત્સાશક્તિ અને અમુક પ્રમાણમાં સારાં ઔષધે છે. તેથી તેની પાસે જનાર રેગી સંપૂર્ણ તંદુરસ્ત ન થતાં જેટલા પ્રમાણમાં ઔષધે સારાં તેટલા પ્રમાણમાં નીરોગી બને છે. પણ આ વૈદની ફી પહેલાના પ્રમાણમાં ઘણું ઓછી છે તેથી લોકો એના તરફ વધુ આકર્ષાય છે. એવું જ ષડ્રદર્શનની બાબતમાં છે. વીતરાગદર્શન એ સંપૂર્ણ દર્શન છે, પણ તેમાં પાળવાના નિયમ ઘણું કડક છે, તેથી લોકોને આકરું લાગે છે – જેમ કડવું ઔષધ પીવું આકરું લાગે તેમ. તેથી તેઓ સંપૂર્ણ નીરોગી થવાનો લોભ છેડી દે છે. બીજા દશનોમાં અમુક સાચું અને અમુક કલ્પિત આવે છે, પણ ત્યાંના નિયમોની શિથિલતાને લીધે અમુક લોકોને સારું લાગે છે. આ બધું સુંદર રીતે સમજાવાયેલ છે. ૨૦ ૧૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬ ૭૮ ૧૯. એજન', 'પૃ. ૭૭. ૨૦. એજન, પૃ. ૬૭૭-૭૮. Page #539 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીમદની જીવનસિદ્ધિ ખેડાના એક વિદ્વાન વકીલ ભટ્ટ પુંજાભાઈ સોમેશ્વર સાથે શ્રીમદને વાર્તાલાપ પણ કેટલીક બાબતે વિશે સારી માહિતી આપે છે. વકીલ વેદાંતી હતા, તેથી તેમણે તેમના દૃષ્ટિબિંદુથી પ્રશ્નો પૂછયા છે, અને શ્રીમદે તેમના પિતાના અનુભવ પ્રમાણે ઉત્તર આપ્યા છે. આ પ્રશ્નો મુખ્ય આત્માને લગતા છે, તે આત્માના અસ્તિત્વ, નિત્ય વગેરે વિશે તથા કર્મ વગેરે વિશે પુછાયા છે. તેના ઉત્તરમાં શ્રીમદે આત્મા છે, જીવ અનેક છે, કર્મ છે, પુનર્જન્મ છે વગેરે પોતાના અનુભવની શ્રદ્ધા સાથે જણાવ્યું છે. આ પ્રશ્નોત્તરી શ્રીમદની આત્મા અને તેનાં છ પદની અચળ શ્રદ્ધા વ્યક્ત કરે છે. ૨૧ અહીં બે સંસ્કૃત શ્લોકોની સમજણ પણ આપેલી જોવા મળે છે. તેમાં એક સદગુરુનું માહાસ્ય બતાવતો “ગુરુગીતા”નો શ્લોક છે અને બીજે સમતભદ્રાચાર્ય રચિત દેવાગમસ્તેત્ર”ના મંગલાચરણ શ્લોક છે. તેમાં તેમણે પરમ આપ્ત પુરુષને વંદન કર્યું છે અને એ શ્લોક તેમણે વિસ્તારથી સમજાવ્યો છે.૨૨ ઉપદેશનેધ”માં આઠ કર્મની સમજણ પણ જોવા મળે છે. તેમાંનાં ચાર ઘાતી અને ચાર અઘાતી શા કારણથી કહેવાય છે તે સમજાવાયું છે. સાથે સાથે જ્ઞાની અને અજ્ઞાનીની વર્તનને ભેદ પણ તેમાં દર્શાવાય છે.૨૩ * ઉપદેશનેધ”ના અંતભાગમાં જીવના ચાર પ્રકારના ભેદ ચાર પ્રકારના ગોળાનાં દષ્ટાંતે થઈ શકે છે તે બતાવ્યું છે. આ ભાગ ખંભાતના શ્રી અંબાલાલભાઈની નેંધમાંથી લીધેલ છે. મીણ, લાખ, લાકડું અને માટી એ ચાર વસ્તુના જુદા જુદા ગળા અગ્નિ પાસે જુદી જુદી રીતે વર્તે છે, તે પ્રમાણે એ ચાર જાતના છ સદગુરુરૂપી અગ્નિ પાસે જુદી જુદી રીતે વર્તે છે, તે તેમાં વિસ્તારથી સમજાવાયું છે. આ ભાગ “મેક્ષમાળા”ના ૧૧માં “ સદ્દગુરુ તત્ત્વ ભાગ ૨” નામના પાઠની યાદ આપી જાય છે. તે પાઠમાં કાઝસ્વરૂપ, કાગળસ્વરૂપ અને પથ્થરસ્વરૂપ એ ત્રણ પ્રકારના ગુરુનું વર્ણન છે, તે અહીં મીણસ્વરૂપ, લાખસ્વરૂપ, લાકડા સ્વરૂપ અને માટીસ્વરૂપ એ ચાર પ્રકારના મુમુક્ષુઓનું વર્ણન છે. આ બંનેની ભાષાશૈલી પણ ખૂબ મળતી છે, તેથી તે વાંચતી વખતે એમાં શ્રીમદના જ શબ્દો લગભગ ઉતારાયા હોય તેમ લાગે છે. જ ઉપદેશછાયા ? વિ. સં. ૧૯૫રના શ્રાવણ તથા ભાદરવા માસમાં શ્રીમદ કાવિઠા, રાળજ, વડવા આદિ સ્થળોએ નિવૃત્તિ માટે રહ્યા હતા. તે સમયે ઘણા મુમુક્ષુઓ તેમના સત્સમાગમ માટે આવતા. તે વખતે શ્રીમદે જે ઉપદેશ આપ્યો હતો કે વાતચીત દરમ્યાન જે વિચારો વ્યક્ત કર્યા ૨૧. શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ પૃ. ૬૮૦. ૨૨. એજન, પૃ. ૬૭૯. ૨૩. એજન, પૃ. ૬૮૦-૮૧. ૨૪. એજન, ૫. ૬૮૧. 2 Page #540 -------------------------------------------------------------------------- ________________ ૧૧. શ્રીમદના ઉપદેશની લેવાયેલી નોંધા પર 66 હતા, તે તેમના એક સમીપવાસી ભાઈ શ્રી અંબાલાલ લાલચંદે પેાતાની રકૃતિના આધારે સૉંક્ષિપ્તપણે ઉતારી લીધેલા. એમાં ઉપદેશની છાયા ઝીલી લેવામાં આવેલ છે માટે તે વચનેાના સંગ્રહને “ ઉપદેશછાયા ” નામ અપાયુ છે. શ્રીમદ્દે રાજચંદ્ર” ગ્રંથમાં નોંધ્યું છે તેમ કેાઈ મુમુક્ષુ ભાઈનું એમ કહેવુ છે કે તે વચના તેમણે શ્રીમદને બતાવ્યાં હતાં, અને શ્રીમદ્ તેમાં કઈક ઠેકાણે સુધારા પણ કર્યા હતા.ર૫ શ્રી અંબાલાલભાઈની સ્મૃતિ ઘણી તીવ્ર હતી. તેઓ ઘણા દિવસ પછી પણ યાદ રાખવા ધારેલી વાતચીત શબ્દશઃ કહી આપતા. તેમની સ્મૃતિ માટે શ્રીમદું જ કહ્યું હતું કેઃ— “ અબાલાલની વૃત્તિ અને દશા, પ્રથમ ભક્તિ અને વૈરાગ્યાદિના કારણે લબ્ધિ પ્રગટાવે તેવી હતી, તે એવી કે અમે ત્રણચાર કલાક બેધ કર્યો હાય તે ખીજે દિવસે કે ત્રીજે દિવસે તેને લખી બતાવવા કહીએ તે તે બધું અમારા શબ્દોમાં જ લખી લાવતા. ૨૬ શ્રી અંબાલાલભાઈ એ “ ઉપદેશછાયા ’'ના ૧૪ વિભાગ કર્યા છે. કયારેક સાથે સાથે અને કયારેક થોડા દિવસને અતરે અપાયેલા શ્રીમના ઉપદેશ માટે પ્રત્યેક દિવસના એક વિભાગ એમ કુલ ૧૪ વિભાગ કરી આ “ ઉપદેશછાયા ” લખી લેવામાં આવી છે. “ ઉપદેશછાયા ” એ પ્રાસગિક એધના સ‘ગ્રહ છે. તેમાં કેાઈની શંકાનું સમાધાન, કાઈના પ્રશ્નોના ઉત્તર અને તેના પરથી ફલિત થતાં અન્ય વચનાના પણ સમાવેશ થાય છે. આથી આ વચના વાંચીએ ત્યારે તેમાં સળંગસૂત્રતા જોવા મળતી નથી. તેમાં જુદા જુદા વિષય પરત્વે શ્રીમદ્રે દિવસ દરમ્યાન વ્યક્ત કરેલા વિચારો વચનરૂપે ઉતારી લેવામાં આવ્યા છે. એટલે આ વચના એકખીજામાંથી આપે!આપ ફલિત થતાં હાય એવું ન બને તે દેખીતું છે. વળી, તેમાં વિચારાનુ પુનરાવર્તન જોવા મળે તે પણ સ્વાભાવિક છે. “ ઉપદેશછાયા ” વાંચીએ ત્યારે સૌથી પહેલુ ધ્યાન ખેંચે તેવું તત્ત્વ છે, તેમણે દર્શાવેલું સદૃગુરુ અને સત્પુરુષનું માહાત્મ્ય. તેમાં સદ્ગુરુના ઉપદેશને અને સત્પુરુષના સમાગમને જીવનું કલ્યાણુ થવા માટે સૌથી મોટું બાહ્ય સાધન કહે છે. જીવની પાતાની ચેાગ્યતા હાય તેા સદ્ગુરુ સત્પુરુષ જેવું બીજું કાઈ ઉપકારી નથી, એ તેમના નિશ્ચય છે. લગભગ પ્રત્યેક પાને જુદી જુદી રીતે તેમણે સત્પુરુષની ગુણગાથા કરી છે. તેમાંથી બેત્રણ નમૂના જોઈએ - “ જેમ એક વરસાદથી ઘણી વનસ્પતિ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતાં ધણા ગુણ્! પ્રગટે છે. ”૨ “ જગતને બતાવવા જે કઈ કરતા નથી તેને જ સત્સંગ ફળીભૂત થાય છે. સત્સંગ અને સત્પુરુષ વિના ત્રણે કાળને વિશે કલ્યાણ થાય જ નહિ. ૨૮ tr ૨૫. શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ, પૃ. ૬૮૩. ૨૬. શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ”, આવૃત્તિ ૪, પૃ. ૨૧૧. ૨૭-૨૮. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ, પૃ. ૬૯૬. (6 CC Page #541 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીમતી જીવનસિદ્ધિ સત્પુરુષો ઉપકાર અર્થે જ ઉપદેશ કરે છે તે શ્રવણ કરે, ને વિચારે તેા જીવના દોષો અવશ્ય ઘટે, પારસમણિના સંગ થયા, ને લાઢાનુ' સુવર્ણ ન થયુ. તે કાં તે પારસમણિ નહિ, અને કાં તે ખરુ' લેાઢું નહિ. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તે ઉપદેશ કાં તે સત્પુરુષ નહિ, અને કાં તે સામા માણસ યેાગ્ય જીવ નહિ. ચેાગ્ય જીવ અને ખરા સત્પુરુષ હોય તે ગુણા પ્રગટયા વિના રહે નહિ. ૨૯ 66 ચેાગ્ય જીવને સૌથી ઉપકારી સાધન સત્પુરુષ છે એમ તેએ દર્શાવે છે. સાથે સાથે પ્રત્યેક જીવ માટે સત્પુરુષની આજ્ઞા માનવી, જ્ઞાનીની આજ્ઞા પૂર્ણપણે પાળવા પ્રયત્ની થવું તે કલ્યાણકારી છે, એ પણ વારંવાર તેમણે સમજાવ્યુ છે. જ્ઞાનીની આજ્ઞાના આરાધન વખતે પણ માયા, લાભ આદિ જીવને કેવી રીતે છેતરે છે, ભુલાવામાં નાખે છે, તે પણ દૃષ્ટાંત સાથે તેમણે જુદી જુદી જગ્યાએ બતાવ્યું છે. જીવ જો સવળેા થઈ ને મેાહનીય આદિના ઉદયને પચાવી જાય તો તેનું કલ્યાણ થયા વિના રહે નહિ તેવા શ્રીમના નિશ્ચય અહી' જોવા મળે છે. એ સુદર પિરણામ મેળવવા માટે જીવની કેવી ચેાગ્યતા જોઈ એ, એ ચેાગ્યતા મેળવવા કેવા સત્પુરુષ જોઈએ, તે સત્પુરુષનાં લક્ષણા કેવાં હાય તે તેમણે જુદી જુદી જગ્યાએ ઉપદેશેલુ છે. “ ઉપદેશછાયા ”માં આવુ' જ ખીજું તત્વ જોવા મળે છે, તે છે ધર્મનાં અને ખીજા મતમતાંતીથી દૂર રહેવાના ઉપદેશ. જૈનધર્મમાં વર્તમાન સમયમાં અનેક ફાંટા પડી ગયા છે : દિગ‘ખર, શ્વેતાંબર, મૂર્તિપૂજક, તપા, ુઢિયા, લાંકાગચ્છ વગેરે અનેક ભેદ છે. આ ખંધાઈ ગયેલા જુદા જુદા વાડામાંથી કેઈ પણ એક સાથે બધાઈ ન રહેતાં, તે બધાથી પર રહી, શ્રી તીથ 'કરપ્રભુએ દર્શાવ્યા છે તે માર્ગે જઈ આત્માનુ* કલ્યાણ કરવાના ઉપદેશ તેમણે આપ્યા છે. આત્મા કેવા છે, તેના કયા કયા ગુણ છે, તે કઈ રીતે પ્રગટે એ મુખ્યપણે જાણી, તે પ્રગટાવવા પ્રયત્ન કરવા. અને તે ગુણેા આવશે એટલે જ્ઞાન થતાં આપેાઆપ આ સવ મતભેદોના દોષોનું નિરાકરણ થશે, તથા ઊઠતી શકાઓનું પણ સમાધાન થશે. પરતુ જો ચેાગ્યતા વિના તે બધાનું નિરાકરણ કરવા જીવ પ્રયત્ન કરે તે તેમાંથી મતમતાંતરનું પ્રમાણ વધશે અને દુરાગ્રહ વધશે. આથી આ બધા મતભેદોથી દૂર રહી તેમણે આત્મકલ્યાણ સાધવા ઉપદેશ્ય છે. આવા મતભેદોમાં ન રાચવાનું જણાવતાં તેઓ ઉપદેશ છેઃ—— “ આત્માપેક્ષાએ કછુખી, વાણિયા, મુસલમાન નથી. તેના જેને ભેદ મટી ગયા છે તે જ શુદ્ધ, ભેદ ભાસે તે જ અનાદિની ભૂલ છે. કુળાચાર પ્રમાણે જે સાચુ' માન્યુ તે જ કષાય છે.’૩૦ “ સાચે મા એક જ છે; માટે આગ્રહ રાખવા નહિ. હું હુંઢિયે। છું, હુ' તપેા છું, એવી કલ્પના રાખવી નહિ. દયા, સત્ય, આદિ સદાચરણ મુક્તિના રસ્તા છે, માટે સદાચરણુ સેવવાં, ’૩૧ ૨૯. શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ પૃ. ૭૧૦. ૩૦. એજન, પૃ. ૭૧૧, ૩૧. એજન, પૃ. ૭૨૯. "6 Page #542 -------------------------------------------------------------------------- ________________ ૧૧. શ્રીમદના ઉપદેશની લેવાયેલી છે ૫૨૩ વાડામાં કલ્યાણ નથી; અજ્ઞાનીના વાડા હોય. ઢુંઢિયા શું? તપ શું? મૂર્તિ માને નહિ ને મુમતિ બાંધે તે હૂંઢિયા; મૂર્તિ માને ને મુમતિ ન બાંધે તે તપાએમ તે કાંઈ ધર્મ હાય! એ તે લેતું પતે તરે નહિ, અને બીજાને તારે નહિ તેમ. વીતરાગને માર્ગ અનાદિને છે. જેનાં રાગ, દ્વેષ અને અજ્ઞાન ગયાં તેનું કલ્યાણ; બાકી અજ્ઞાન કહે કે મારા ધર્મથી કલ્યાણ છે તો તે માનવું નહિ, એમ કલ્યાણ હોય નહિ ઢુંઢિયાપણું કે તપાપણું માર્યું તે કષાય ચઢેમુમતિ આદિને આગ્રહ મૂકી દે.”૩૨ આમ મતમતાંતરથી દૂર રહેવા જણાવી તેઓ પુરુષની આજ્ઞા સાચી રીતે પાળવા ઉપદેશે છે. સદાચરણ પણ જ્ઞાનીની આજ્ઞાએ પાળવું, તેમાં સ્વછંદ, અભિમાન, બીજાને જણાવવાની વૃત્તિ આદિનો લેપ હોવું જોઈએ. નહિતર તેનું ફળ આત્માથે મળતું નથી. આ બધું જણાવવા સાથે “ઉપદેશછાયામાં સમકિતના મહિમા, સદ્દગુરુનાં લક્ષણ, અધમ પુરુષનાં લક્ષણ, આત્માનું સ્વરૂપ, સાચું જ્ઞાન, મુનિને આચાર, પંચમહાવ્રત-મહિમા, જીવના દાવ કઈ રીતે દૂર થાય, સાચે તરવાને કામી કેરું, કષાય કઈ રીતે મેળા પડે, સત્સંગ, આદિ અનેક વિષય પરત્વે સમજણ અપાઈ છે. અલબત્ત, તે બધાંની ગોઠવણી વ્યવસ્થિત નથી, કારણ કે આ લખાણ વ્યવસ્થિત વિચારણાથી થયેલું નથી, પણ વાતચીત દરમ્યાન કે પ્રશ્નોત્તરી દરમિયાન જે જે મુદ્દાઓની વિચારણા થઈ હોય તેનું સંકલન છે. એટલે એમાં આપણે વ્યવસ્થાની અપેક્ષા રાખી ન શકીએ. - હવે અહી આપેલ પ્રત્યેક વિભાગ શ્રીમદ્દની વિચારણાની દષ્ટિએ જોઈએ. પહેલે વિભાગ શ્રાવણ વદ બીજના રોજ કાવિઠામાં આપેલા ઉપદેશનો છે. આ વિભાગ ઘણો નાનો છે. તેમાં મુનિને અસંગ દશા સૌથી શ્રેયકારી છે તે વિશે મહાવીર પ્રભુના દૃષ્ટાંત દ્વારા ભારપૂર્વક જણાવ્યું છે. મુનિ સંગ દશા રાખે તો ક્યારેક મેહનીયના ઉદયથી પતનને ભય આવે. આથી મુનિએ ઠીક-અકીકના વિકલ્પમાં પડ્યા સિવાય અસંગપણે વિચારવું જોઈએ તેમ જણાવ્યું છે. શ્રીમદ્દ પોતે તે વખતે ઝાઝા સમૂહમાં આવવા ઈચ્છતા ન હતા, તેથી લોકોને પિતાના આવ્યાની જાણ કરવાની બધાને ના કહેતા. તેમ છતાં લેકેને જ કહીને સત્સંગ માટે મુમુક્ષુઓએ સદ્દગુરુ પાસે આવે એ વાતની એમણે સાફ ના કહી હતી તે વિશેની આ વિભાગમાં તેમણે કરેલી સ્પષ્ટતા અને લોકોને એ બાબતમાં કઈ રીતે સમજાવવા તે વિશે તેમણે આપેલી સમજ તે તેમની સત્યપ્રિયતા તથા સૂક્ષમ વિચારકની શક્તિ દર્શાવે છે. બીજા વિભાગમાં, શ્રાવણ વદ ત્રીજના ઉપદેશમાં કેવળી પ્રરૂપિત સિદ્ધાંત સ્વઉપયોગ વખતે રચાયા હતા કે પરઉપયોગ વખતે, તે સિદ્ધાંતને બાંધે ક્યા પ્રકાર છે, તેમાં હાલ જે ભેદ દેખાય છે તે શાને આભારી છે, ગુરુ આજ્ઞાએ પ્રવર્તતા અને ન પ્રવર્તતા જીવ વચ્ચે શો ભેદ પડે છે વગેરે વિશેની વિચારણા થયેલી છે. આ બધી વિચારણા તેઓશ્રીએ કે ઈ મુમુક્ષુના “કેવળી સિદ્ધાંત પ્રરૂપે તે સ્વઉપગ કે પરઉપગ ?” એ પ્રશ્નના ઉત્તરમાં જણાવી હતી. કેવળીને ઉપદેશ આપતી વખતે રતિ, અરતિ, હર્ષ, અહંકાર ૩૨. “શ્રીમદ્ રાજચંદ્ર, અગાસ આવૃત્તિ પૃ. ૭૩૦. Page #543 -------------------------------------------------------------------------- ________________ પ૪ શ્રીસદની જીવનસિદ્ધિ આઢિ થતાં નથી તેથી તેઓ કયારેય પરઉપયાગમાં વતા નથી; જો તેમ થાય તો તે પરઉપયાગ કહેવાય, એટલે કે કેવળી સ્વઉપયેાગમાં હાય છે. વળી, તેમણે એ પણ યાગ્ય જ જણાવ્યું છે કે કેાઈ સિદ્ધાંત ન સમજાય તા તેને ખાટા ન માનતાં, કેવળીનાં વચના પર શ્રદ્ધા રાખવી; જીવની ચેાગ્યતા આવતાં આાઆપ તે સિદ્ધાંત સમજાશે. એ સત્ય જ હાય, કારણ કે તેના પ્રરૂપનાર અને લખનાર અને જ્ઞાની હતા. આ બધા સિદ્ધાંતા જે સ્વરૂપે આજે મળે છે તે જ રૂપે તીથ કરે કહ્યુ હાય તેમ નથી, કારણ કે તેમણે તા ગણધરના પ્રશ્નોના ઉત્તરરૂપે જ બધું જણાવ્યુ. હાય. અને ગણધરાએ તે પછી સ ગોઠવીને લખ્યું હોય, તેના બાંધા બÕા હોય. આથી આજે મળતાં વચનામાં તીર્થકર કહેલા સિદ્ધાંતાના ભાવ છે, પણ શબ્દો ખદલાયા હાય તેા ના ન કહેવાય. આ સિદ્ધાંતા સખત હોવાથી હાલના ઘણા મુનિએ તે આચાર પાળી શકતા નથી. પણ ત્યાં વાણીના દોષ નહિ, પણ જીવની સમજણુશક્તિના દોષ છે. આમ જ્ઞાનીના જ્ઞાનના ખ્યાલ આપ્યા પછી તેઓ જ્ઞાનીની આજ્ઞાએ વર્તાતા જીવને પતનના ભય કઈ રીતે નથી, અને સ્વચ્છ દે વતા જીવતુ' કેવી રીતે પતન થાય છે, તે સમજાવતાં ગુરુનુ ં માહાત્મ્ય પણ બતાવે છે. અંતમાં સદ્દગુરુની દુલભતા અને અસદ્દગુરુની ભ્રમણામાં પડેલા જીવને થતી હાનિ શ્રીમદ્ દર્શાવી છે. આમ જુદા જુદા વિષય વિશેના તેમના ઉચ્ચ વિચારી આપણને અહીં સંક્ષેપમાં જાણવા મળે છે. તે પરથી તેમણે વિચારેલા વિવિધ વિષયાને આપણને ખ્યાલ આવે છે. ત્રીજા વિભાગમાં જ્ઞાની પુરુષની દુલ ભતા, તેના પ્રકાર, સત્પુરુષને ઓળખવાની જરૂર, સદાચારનું સેવન, દોષરહિત વ્રતાદિનું સેવન, સૂત્રવાચન, સમકિત કાને કહેવાય, દ્વેષરહિત આચરણ, સત્સંગનું ફળ વગેરે વિશે સંક્ષેપમાં જણાવાયુ છે. પહેલાંના કાળમાં સત્પુરુષની ઓળખાણ જલદી થાય એવી સરળતા લાકામાં હતી, ત્યારે આજે તેવી સરળતા રહી નથી, તેથી સત્પુરુષની ઓળખાણ થતી નથી, તે બતાવીને તેમણે લેાકેા ઊધે રસ્તે કેવી રીતે ચાલ્યા જાય છે તેનું તથા સત્પુરુષની ઓળખાણુ શા માટે જરૂરી છે તેનું નિરૂપણ કરેલું છે. તે પછી સદાચારસેવન અને વ્રતસેવનની અગત્ય સમજાવી, તે બધુ નિર્દે ભણે, નિરહ કારપણું અને નિષ્કામપણે કરવા ભલામણ કરી છે. તે બધાથી તથા સત્સંગથી થતા લાભ અંતભાગમાં તેમણે બતાવ્યા છે. ચેાથા વિભાગમાં મુમુક્ષુએ કરેલા કેટલાક પ્રશ્નોના ઉત્તરરૂપે આત્માનુભવ કાને હાય, સક્તિની દશા કેવી હાય, સમભાવ કઈ રીતે આવે, ઇન્દ્રિયા વશ કઈ રીતે થાય વગેરે વિશે જણાવ્યુ` છે. તે ઉપરાંત જીવનું પતન થવાનાં કારણેા, માયા વગેરેથી જીવ કઈ રીતે છેતરાય છે, તે સમજાવ્યું છે. સાથે સાથે કેટલા પ્રકારના જીવ હાય તે સમજાવતુ' કઠિયારાનુ દૃષ્ટાંત, સમતા વિશે મહાવીરસ્વામીનુ' દૃષ્ટાંત, સરળતા તથા નિરહંકારપણુ' દર્શાવવા કેશીસ્વામી અને ગૌતમવામીનાં દૃષ્ટાંતા, સદૃગુરુ-અસદ્દગુરુના ભેદ જણાવતું ઝવેરીનું દૃષ્ટાંત વગેરે અનેક દૃષ્ટાંતા પણ અહીં અપાયેલાં છે. આમ અહી દૃષ્ટાંતાથી બેધ અપાયેલા હોવાથી તે શ્રોતાસમુદાયમાં રાચક બન્યા હશે. એ જ કારણે કદાચ તે અબાલાલભાઈની સ્મૃતિમાં Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રીમદ્ના ઉપદેશની લેવાયેલી ને ધા પરપ વધુ સારી રીતે સચવાયેલ હશે. અહીં આપવામાં આવેલાં ઘણાંખરાં દૃષ્ટાંતો શાસ્ત્રોક્ત અને અબુધ જીવાને ઉપકારક થાય તેવાં છે. આ વિભાગમાં જ્ઞાનીની દશા કેવી હોય તેનું વર્ણન પણ આવે છે, તેને કેવા કેવા સંજોગામાં હર્ષ કે શાક થતા નથી, અને સમભાવ હોય છે, તે પણ જણાવવામાં આવ્યું છે. દુરાગ્રહ ન હાય, આચાર શુદ્ધ હાય, ભૌતિક સુખના મેહ ન હાય વગેરે બાબતા જ્ઞાનીની સ્થિતિ ખતાવે છે. એ પછી વસ્તુઓ પર કયા પ્રકારે તુચ્છભાવ લાવવાથી ઇન્દ્રિયા વશ થાય છે તે વિશે તેમણે જણાવ્યુ` છે. વૃત્તિઓના ક્ષય કરવાથી કલ્યાણ થાય. વૃત્તિને ક્ષય કરવાનું કારણ બતાવતાં તેઓ જણાવે છે કે ઉપશમ રહેલી વૃત્તિઓ ઉદયમાં આવી જીવનું પતન નાતરું છે, એ જ કારણે ૧૧ મે ગુણસ્થાનેથી જીવ લથડે છે, પણ વૃત્તિના ક્ષય કર્યા હાય તા તે ઉદયમાં આવી શકતી નથી. વળી, વૃત્તિ જીવને કેવી રીતે છેતરે છે તે પણ અહીં વિસ્તારથી સમજાવ્યુ છે. આમ ઇન્દ્રિય વશ કઈ રીતે થાય તેના ઉત્તરમાં તે વશ થવાના ઉપાય, કયા સર્જાગામાં તે વશ ન થાય, જીવ ઊંચે ચડયા પછી શા માટે નીચા પડે છે વગેરે વિશે પણ જણાવ્યું છે. આમ અહીં આપણને ખ્યાલ આવે છે કે તેઓ એકસાથે ચારે બાજુના વિચાર કરીને શ્રોતાને બધુ... જણાવી દે છે, જેથી તેને એક વખત સમજાવ્યા પછી તે વિશે મુશ્કેલી રહે નહિ. “ ઉપદેશછાયા ''માં તેઓ સદ્ગુરુનુ` માહાત્મ્ય બતાવતાં કહે છે કેઃ— - '' સદ્ગુરુ, સદૈવ, કેવળીના પ્રરૂપેલા ધમ તેને સમ્યક્ત્વ કહ્યું, પણ સદૈવ અને કુંવળી એ બે સદ્ગુરુમાં સમાઈ ગયા. ’૩૩ આ વચન વિશે ટીકા કરતાં સુનિ શ્રી હર્ષચંદ્રજીએ લખ્યું છે કે ~~ “ તેÀા સદંવ ને કેવળી બંનેને સદ્ગુરુમાં સમાવી દે છે. જોકે ત્રણ તત્ત્વન તેઓ પ્રથમ ભિન્ન સમજાવે છે, પણ પછી સદ્ગુરુમાં કેવળી ને સદૈવ એમ એ સમાઈ જાય છે એમ કહે છે અને સદ્ગુરુના મહિમા બહુ વધારે છે. દેવ ને કેવળી તે પણ સદ્દગુરુ સમજે. સદ્ગુરુ કરતાં કોઈ અધિક નથી, ને તે સદ્ગુરુ વર્તમાનકાળમાં આખા ભરતક્ષેત્રમાં જે કાઈ હાય તા તે એક જ પાતે છે? એટલે સદ્ગુરુ થઈને દેવ ન કેવળીના અધિકાર પણ પાતે ખેંચી લે છે ! ’૩૪ મુનિ શ્રી હર્ષચંદ્રજીનાં આ વચના વાંચીએ છીએ ત્યારે તેમણે તે વચના પૂર્વગ્રહથી લખ્યાં હાય એવું લાગ્યા વિના રહેતુ નથી. કેવળી ને સદૈવ સગુરુમાં સમાઈ ગયા, તે લખ્યું છે તે સાચું, પણ તે કઈ અપેક્ષાએ શ્રીમદ્દે લખ્યું છે તે વિચારવું જોઈએ. સદ્દગુરુની ઓળખાણ વિના સદૈવ કે કુંવળીની 66 33. શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ પૃ. ૬૯. ૩૪. “ શ્રીમદ્ રાજચંદ્ર વિચાર નિરીક્ષણ '', આવૃત્તિ, ૨, પૃ. ૧૩૯, Page #545 -------------------------------------------------------------------------- ________________ પ૨૬ શ્રીમહની જીવનસિદ્ધિ ઓળખાણ થતી નથી, એથી જે સદગુરુની ઓળખાણ થાય તો તે કેવળી તથા સદંવ બંનેની ઓળખાણ કરાવે. આ અપેક્ષાએ જોઈએ તો સદગુરુમાં જ કેવળી અને સદૈવ તવ આવી જાય છે. કબીરજીના એક દુહો છે જે આ જ ભાવ વ્યક્ત કરે છે.૩૫ આ રીતે વિચારતાં મુનિશ્રીએ કહ્યું તે કેવળી કે સદેવનો અધિકાર છીનવી લેવાનો પ્રયત્ન શ્રીમદ્દે કર્યો હોય એમ લાગતું નથી. શ્રીમદ્દ પોતે જાહેરમાં આવવા ઈચ્છતા હતા, તેમને ખ્યાતિ પણ જોઈતી ન હતી, તે તે તેમણે વીસ વર્ષની વયે જાહેર ક્ષેત્રને ત્યાગ કર્યો હતે તે જ બતાવે છે. આવી જ જાતના, ટીકાત્મક ઉદગારો મુનિએ “ઉપદેશછાયા ”નાં વચન જેવાં કે, “નિગ્રંથ ગુરુ એટલે પિસારહિત ગુરુ નહિ, પણ જેની ગંથિ છેદાઈ છે એવા ગુરુ. સદગુરુની ઓળખાણ થાય ત્યારે વ્યવહારથી ગંથિ છેઠવાના ઉપાય છે.”૩૬ વગેરે વિશે કાઢયાં છે, જે બિનપાયાદાર અને મતાગહી લાગે છે. આ પછી ભાદરવા સુદ છઠના રોજ રાળજમાં અપાયેલા બોધ પાંચમા વિભાગમાં વાંચવા મળે છે. તેમાં શ્રીમદે વછંદ, અહંકાર, લોકલાજ, કુળધર્મ વગેરે કારણથી નહિ પણ સમતાભાવ કેળવવા માટે તપશ્ચર્યા કરવાની ભલામણ કરી છે. જ્ઞાનીની અંજ્ઞા પાળવી, જ્ઞાનીને યથાર્થ ઓળખવા, બાહ્ય વસ્તુને રાગ ઘટાડવા, વૃત્તિઓ સંક્ષેપવી, આંતરક્રિયા તરફ વળવું, જૈનધર્મની ઉત્તમતા વગેરે વિશે સામાન્ય માણસે આગળ વધવા શું કરવું જોઈએ તે લક્ષ રાખીને આ ઉપદેશ અપાય છે. આથી એવું અનુમાન થઈ શકે કે તે વખત તેમને શ્રોતાવર્ગ આધ્યાત્મિક રીતે બહુ આગળ વધેલા નહિ હોય. છઠ્ઠા વિભાગમાં મિથ્યાત્વનો ત્યાગ કઈ રીતે થાય, રાત્રિભેજનના ગેરફાયદા, જ્ઞાનીનું વર્તન, ઈન્દ્રિયસંયમ, મુનિના આચાર, સંસારત્યાગનું મહત્ત્વ વગેરે વિશેની સમજણ; મુમુક્ષ તરફથી થયેલા કેટલાક પ્રશ્નોના ઉત્તર, તથા સત્સંગના રંગની વિશેષતા માટે મીરાંબાઈનું દૃષ્ટાંત, પંચમકાળના ગુરુનાં લક્ષણ દર્શાવતું દષ્ટાંત વગેરેને સમાવેશ થયે છે. આ તથા અન્ય વિભાગો વાંચતાં એ ખ્યાલ આવે છે કે અન્ય મુમુક્ષુઓ સાથે શ્રીમદ્ વાર્તાલાપ કરતા હોય તે વખતે સામાન્ય વાતચીત કરતા હોય તે જ રીતે દૃષ્ટાંતે, બેધવચન વગેરે તેમના મુખમાંથી અનાયાસે નીકળતાં હશે, કારણ કે વ્યાખ્યાન કે ઉપદેશ આપવાને કઈ ચોકકસ સમય તેમણે રાખ્યા ન હતા, એટલું જ નહિ એવા ઉદેશથી તેઓ બેલતા હોય તે વિષયવિચારણું કમબદ્ધ આવે, એવું અહીં નથી, તેથી એમ જણાય છે કે જેમ જેમ પ્રસંગ ઊભે થયો હશે તેમ તેમ શ્રીમદ્દના મુખમાંથી વચના નીકળતાં હશે. આ જ પ્રમાણે સાતમા વિભાગમાં પણ તેઓએ સંકલ્પવિકલ્પ મૂકવા, માયાથી બચવું, ત્યાગ ઉપર લક્ષ રાખવું, નિષ્કામ ભક્તિ કરવી, મતમતાંતરથી દૂર રહેવું વગેરે ૩૫. કબીરછનો દો બહુ પ્રચલિત છે : “ગુરુ ગોવિંદ દેને ખડે, કાંક લાગું પાય ? બલિહારી ગુરુ આપકી, છન ગેવિંદ દીયા દીખાઈ. ” ૩૬. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ, પૃ. ૬૯૩. Page #546 -------------------------------------------------------------------------- ________________ ૧૧. શ્રીમદના ઉપદેશની લેવાયેલી છે ૫૨૭ જુદા જુદા વિષયો વિષે ટૂંકાણમાં સમજાવ્યું છે. અહી સુધીનાં તથા આ પછીનાં “ઉપદેશછાયા”નાં વચનો વાંચતાં એ પ્રતીતિ થતી જાય છે કે તેમનાં વચને અનુભવીનાં છે અને એમાં શ્રદ્ધાને રક છે. આમ અનેકાનેક વિષયો વિશે શ્રીમદે ઉપદેશ આપ્યો છે. તે બધામાં વિષયવું પુનરાવર્તન પણ જોવા મળે છે. “ઉપદેશછાયા”ના ૮થી ૧૪ સુધીના ભાગ પણ એ જ પ્રમાણે રચાયેલા છે. તેમાં પ્રશ્નોના ઉત્તર, દૃષ્ટાંત વગેરે આવે છે. આ બધા વિભાગમાં મુખ્યત્વે આત્માનું સ્વરૂપ, જ્ઞાની પુરુષની સમતા, જ્ઞાની અજ્ઞાની વચ્ચેનો ભેદ, સમભાવ, સમકિતની પ્રાપ્તિનો ઉપાય, ભક્તિનું માહાત્ર્ય, સપુરુષનો ઉપકાર, મોક્ષ એટલે શું, બ્રહ્મચર્યનો મહિમા, વૈરાગ્યનું મહત્ત્વ, જૈન ધર્મ કેવો છે, જીવની શક્તિ વગેરે વિશે સમજાવ્યું છે. આમાં પુરુષની મહત્તા વગેરે વિશે વારંવાર ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. આ બધાં વચને વાંચીએ ત્યારે શ્રીમદની જ્ઞાની અને અનુભવી તરીકેની છાપ આપણું પર પડ્યા વગેરે રહેતી નથી. મુખ્યત્વે તીર્થકર પ્રભુએ કઈ રીતે સમજાવ્યું છે, તે જ તેઓ જણાવે છે. પોતે તેમના માર્ગથી કંઈ સ્વતંત્ર રીતે કહેતા નથી, એમ તેઓ વારંવાર જણાવે છે, જેમાં તેમનું નિરભિમાનીપણું જોવા મળે છે. આમ છમાં તીર્થકરની, જેનમાર્ગની પિતે ઓળખાણ કરાવી શકે તેટલું જ્ઞાન તેમની પાસે છે એવી મતલબનાં કેટલાંક વચને અહીં જોવા મળે છે. તે વિશે મુનિ હર્ષચંદ્રજી એવો આક્ષેપ કરે છે કે શ્રીમદ્દ બહુ અભિમાની, અજ્ઞાની હોવા છતાં પોતાને જ સર્વશ્રેષ્ઠ ગણાવનાર તથા તેવા અન્ય દોવાળા છે. પણ શ્રીમદ્દનાં આ વચને વાંચીએ છીએ ત્યારે તેઓ અજ્ઞાની, અભિમાની કે શ્રેષ્ઠ ગણવાની વૃત્તિવાળા હોય તેવી છાપ પડતી નથી. મુનિની આવી ટીકા અંગેનું એકાદ ઉદાહરણ જોઈએ. “ઉપદેશછાયા ”માં “વ્રત નિયમ કરવાં કે નહિ ?” એવા એક પ્રશ્નના ઉત્તરમાં એવું વચન આવે છે કે, “ત્રતનિયમ કરવાનાં છે. તેની સાથે કજિયા, કંકાસ, હૈયાં છોકરાં અને ઘરમાં મારાપણું કરવું નહિ. ૩૭ આ વચન વિશે મુનિ હર્ષચંદ્રજી લખે છે – આ ઉત્તર વાંચી આપણને એમ થાય છે કે તેઓ એમ માનતા લાગે છે કે આપણે બોલીએ તે શાસ્ત્ર છે. આ સ્થળે તેઓ આગળ કહી ગયા છે તે સાંભરે છે કે “અજ્ઞાનીના રાગી બાળાભેળા જ અજ્ઞાનીએ કહ્યા પ્રમાણે ચાલે છે.” એ કથન તેમણે પિતાના મંડળમાં સારું પાડ્યું છે, જેમ તેઓ બીજાઓના મંડળમાં બાળભેળા કહે છે, તેમ જ તેઓના મંડળમાં તેવા અજ્ઞાની જ ન હોય તે તેઓની હા એ હા, ને ના એ ના, કેમ કહે ? તેઓ કહે છે કે વ્રતનિયમ કરવાં પણ છેયાં છોકરાંમાં ઘરમાં મારા પણું ન કરવું. ધારો કે તેમાં મારાપણું લોકો કરે, એટલે તેઓનાં વ્રતનિયમે શું જતાં રહ્યા? ગૃહવાસમાં શ્રાવકો શું મારાપણું નથી કરતા ? જે કરે છે તો તેઓને શું વ્રતનિયમે નથી હોતાં ? તેઓ આ કઈ જાતની રમતમાં લોકોને રમાડવા ૩૭. “શ્રીમદ્ રાજચંદ”, અગાસ આવૃત્તિ, પૃ. ૭૧. Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ શ્રીમદની જીવનસિદ્ધિ માગે છે? આનંદ, કામદેવ આદિ શ્રાવકે ઘરમાં રહ્યા છતાં વ્રતનિયમવાળા હતા કે નહિ ? શું તેઓને જમીન, મકાનમાં મમત્વભાવ નહિ હ ? શું તેઓને કજીઓ કંકાસ થતો નહિ હતો કે ? જે થતું હોય તે તેઓ શ્રાવકો ખરે કે નહિ? જૈન શાસ્ત્રમાં કે મનુષ્યના વ્યવહારમાં જે પ્રવૃત્તિ ચાલતી હોય છે, તેથી બીજી રીતે બોલવું, તે તેઓની અપૂર્વ વાણી છે કે શું? તેઓ કહે છે કે સદગુરુની અપૂર્વ વાણું હેવી જોઈએ, એટલે તેઓ શાસ્ત્રમાં જેમ કહ્યું તેમ કરે તો તેમાં અપૂર્વતા જણાતી નથી. તેઓ જ્યારે શાસ્ત્રથી કાંઈ જુદું જ બતાવે છે, ત્યારે તેમાં લોકો અધિકતા જુએ છે, સંયોગ જોઈ કોઈ વ્યક્તિ એક વસ્તુ – હકીક્ત પ્રચલિત હોય તેને ફેરફાર કરી બીજા રૂપમાં કરે, ત્યારે લોકોને તે વસ્તુની નૂતનતા લાગે છે, અથવા રસિકતા લાગે છે, પણ તે વસ્તુ સત્ય છે, કે ઈમીટેશન – બનાવટી છે, તે વાર્તાનો ખ્યાલ કરવા સમાજને થોભવું આજે ડું પણ ગમતું નથી. ૩૮ ત્રતનિયમ કરવાની સાથે કજિયે, કંકાસ, હૈયાં છોકરાં કે ઘરમાં મારાપણું ન કરવાનો બોધ આપવામાં શ્રીમદને એવો આશય રહેલે જણાય છે કે જે જીવની આંતરિક કક્ષા ઊંચી ન હોય તે વ્રતનિયમથી જે પરિષહ આવે છે તેને કારણે માણસમાં કષાયભાવ વધી જાય છે. આ કષાયભાવ ન વધે તેને ખ્યાલ રાખવા શ્રીમદે અહીં ગર્ભિત રીતે જણાવ્યું છે. ઉપરાંત વ્રત, નિયમ, જપ, તપ, આદિ રાગ અને દ્વેષ ઘટાડવા માટે કરવાનાં છે, તે તેનાથી ઘર, બાળક આદિમાંથી મારાપણું ઓછું થવું જોઈએ. જે રાગ વધુ હોય તો કેવું આવે જ. અહીં રાગદ્વેષથી બચવાનું પણ સૂચન મુકાયેલું છે. જે ત્રતાદિ કરવાથી કષાયાદિ ભાવ વધે તે વ્રતનું આત્માથે નહિવત્ ફળ મળે છે, પુપાર્જન ઓછું થાય છે, ત્યારે બીજી બાજુ કષાય આદિ ભાવના પરિણામરૂપ મેહનીય, અંતરાય આદિનો મોટો કર્મબંધ પડે છે, તેથી પરિણામે લાભ કરતાં હાનિ વિશેષ થાય છે. આ દષ્ટિથી વિચારતાં શ્રીમદના આ વચનમાં યથાર્થતા રહેલી જણાશે. મારાપણું કરવાથી વ્રતનિયમ જતાં નથી રહેતાં, પણ તેનું જેટલું ફળ મળવું જોઈએ તેટલે બીજા કર્મબંધને લીધે મળતું નથી. શ્રાવક હોવા છતાં ગ્રહવાસમાં પણ આત્માથી જીવ મારાપણું કરતું નથી. તે સમજે છે કે આ બધી અનિત્ય વસ્તુ છે, એ બધાને પોતે એક વખત ત્યાગ કરવાનો છે. પોતે સર્વથી ભિન્ન છે તેની પ્રતીતિ તેના અંતરમાં સદૈવ પડી હોય છે. તેથી અજ્ઞાનીને અન્ય વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે જેવો મેહ હોય છે તેવો જ્ઞાનીને હેત જ નથી. તેઓ સંસારમાં રહે છે છતાં તેમાં મારાપણું માનતા નથી. અને એ કારણે જ તેઓ જ્ઞાની કહેવાય છે. તેઓના કષાય ઘણા મેળા પડી ગયા હોય છે. આનંદ કે કામદેવ એવા શ્રાવક હતા. તેઓને વ્રતનિયમ હતાં અને જે જે ભૌતિક સુખે હતાં તેને તેઓ કર્મના ફળરૂપે તથા પર માનતા હતા, તેથી તેને વ્રત કે નિયમ દ્વારા ત્યાગતા હતા. તે ચીજોમાં અંતરથી લોભ અને બાહ્યથી ત્યાગ એવી બેવડી સ્થિતિ તેમની ન હતી. જેમને કોધ, માન, માયા અને લોભની અનંતાનુબંધી કષાયની ચોકડીનો ક્ષય કે ઉપશમ થાય તેમને જ આત્મદર્શન થાય. આનંદ અને કામદેવ શ્રાવક જ્ઞાની હતા તેમ તે મુનિશ્રી પોતે જ કહે છે. તે સાબિત કરે છે કે તેમના કષા ૩૮. “શ્રીમદ્ રાજચંદ્ર વિચાર નિરીક્ષણ”, આવૃત્તિ ૨, ૫. ૧૮૭. Page #548 -------------------------------------------------------------------------- ________________ ૧૧. શ્રીમદ્દના ઉપદેશની લેવાયેલી નોંધા ૫૨૩ માળા પડી ગયા હતા. જેના કષાય માળા પડી ગયા હાય તેને કજિયા કે ક*કાસ થાય એ સ’ભવિત છે ખરું ? આ બધા ઉપરાંત એક બીજી વસ્તુ પણ ખ્યાલમાં રાખવા જેવી છે. શ્રીમદ્ આ ઉત્તર કઈ વ્યક્તિને આપ્યા છે તે આપણે જાણતા નથી. સંભવત છે કે એ વ્યક્તિનાં આંતરિક પરિણામે કષાયભાવથી ભરેલાં હાય, અને શ્રીમદને લાગ્યુ હોય કે માત્ર બાહ્ય ત્રાદિમાં તે વ્યક્તિ પડી જાય તે તેને વિશેષ નુકસાન થવા સભવ છે. તે તે સ્થિતિ ન આવે તેની ચેતવણી આપવા પણ આ પ્રકારનુ વચન ઉચ્ચારાયુ. હાય. તનિયમ કરવાની તા હા જ કહી છે. પણ સાથે આંતરિક ક્રિયા પર પણ એટલેા જ ભાર મૂકવા તેમણે જણાવ્યુ છે. જૈનધમ એકાંતિક નથી, પણ ખાદ્ય તેમજ આંતર બંને વૃત્તિ પર ભાર મૂકનાર છે, તેથી તે વસ્તુ યથાર્થ છે. વળી, આંતરવૃત્તિ છૂટે તે બાહ્યવૃત્તિ આપોઆપ છૂટતી જાય છે, પછી એ માટે લાંખા પ્રયત્ન પણ કરવે પડતા નથી. એથી એમ કહી શકાય કે શ્રીમદ્રે અહી અને વસ્તુ પર સાથેાસાથ ભાર મૂકી જણાવ્યું છે. અને એની સાક્ષી તે પછીનુ વચન આપી શકે છે. તે વચન છેઃ “ઊંચી દશાએ જવા નિયમ કરવાં.” આ વચન સૂચવે છે કે ભૌતિક સુખની લાલસાથી નહિ પણ આત્મા માટે ત્રાદિ કરવાં. અને તેમ થવા માટે કજિયા, કકાસ આદિ છૂટવાં જોઈ એ. મુનિચંદ્રજીએ “શ્રીમદ્ રાજચંદ્ર વિચાર નિરીક્ષણ ”માં ઉપદેશછાયા ”નાં ખીજા કેટલાંક વચને વિશે પણ જુદા મત દર્શાવ્યા છે, શ્રીમદ્દે પારમાર્થિક અને અપારમાર્થિક ગુરુના ભેદ દર્શાવ્યા છે, તે વિશે મુનિશ્રી પેાતાની કલ્પનાને બળે લખે છે કે એ બંને પ્રકારના ગુરુ વચ્ચે માટા ભેદ હોય, તે સામાન્ય વાત તેમને ઉચ્ચારવાની એટલા માટે જરૂર પડી કે તેમની પાસે કઈ વ્યક્તિ બેધ સાંભળવા એક વખત આવી હશે, ત્યાર પછી તે ફરીથી આવી નહિં હાય, તેથી પાતા જેવા સદ્દગુરુથી તે સહન નહિ થયુ હોય તેથી એ વાત નીકળી ગઈ હશે. આમ સદ્ગુરુ-અસદ્દગુરુ વચ્ચેના શ્રીમદ્દે બતાવેલા ભેદમાં મુનિશ્રી શ્રીમદ્દની પેાતાને એકાંતે સદ્ગુરુ ગણવાની યુક્તિ જુએ છે. શ્રીમદનું બાહ્ય તપ કરતાં આંતરિક તપ પર ભાર મૂકવા સંબધી વચન વિશે મુનિ એમ લખે છે કે તેમ કરવામાં તેના સ્વચ્છંદ છે, તે શાસ્ત્રો ફેરવવા માટે, અને પેાતાની ખરી સ્થિતિ છુપાવવા જ્ઞાનીની આજ્ઞા બહાર ખાલે છે. શ્રીમદ્ સત્પુરુષનાં આંતરલક્ષણા જેવાં કે પૂર્વાપર અવિરાધ વાણી તથા ક્રોધ, માન, માચા, લાભ આદિના ત્યાગ, ખતાવ્યાં છે, તે વિશે મુનિ એવા આક્ષેપ કરે છે કે તેમણે ખતાવેલા ગુણામાંના એક પણ ગુણ શ્રીમમાં ન હતા, તેા પછી તેમણે આ બધ કરવા જ જોઈ તે ન હતા; તેએ જ લેાકેાને ખાટે રસ્તે ચડાવતા હતા. ચાથા ગુરુસ્થાને ક્ષાયિક કે ઉપશમ બેમાંથી કોઈ પણ પ્રકારનુ સમકિત જીવને હાઈ શકે એવા શ્રીમના વચન વિશે લખતાં મુનિશ્રી જણાવે છે કે તે કથન સિદ્ધાંતને આધારે નથી, ગ્રંથને આધારે છે. અને તે તે સિદ્ધાંત ગણે છે. શ્રીમદ્ શાસ્ત્રના ફાવે તેવા અથ કરે છે વગેરે, વળી, સતિને કઈ અપેક્ષાથી કેવળજ્ઞાન કહેવાય છે તે સમજાવતાં શ્રીમનાં વચના માટે મુનિશ્રી એમ કહે છે કે શાસ્ત્રમાં દર્શાવેલી વાતાને શ્રીમદ્દ પેાતાને ફાવે તેવા ૬૭ Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ શ્રીમની જીવનસિદ્ધિ પિતાને ગુરુ ગણાવી શકાય તેવો – અર્થ કરે છે. આ બધાં તથા તે ઉપરાંતનાં શ્રીમદ્દનાં બીજા વચન વિશેને મુનિ હર્ષચંદ્રજીનો અભિપ્રાય વાંચીએ ત્યારે સહેજે એવી પ્રતીતિ થાય છે કે મુનિશ્રીનાં વચને તટસ્થ દૃષ્ટિથી નહીં પણ દ્વેષથી પ્રેરાયેલાં અને પૂર્વગ્રહ સહિતનાં હોવાથી અંગત આક્ષેપ કરનારાં છે. “ઉપદેશછાયા”માં ઘણું ઘણું વિષયો વિશે ટૂંકાણમાં સ્પષ્ટતાથી સમજાવેલું છે. તેમાં શ્રીમદના જ્ઞાનનો તથા અનુભવનો ઘણો લાભ વાચકવર્ગને મળી શકે તેમ છે. કેટલાક શબ્દોના સાચા અર્થ, કેટલીક શંકાઓનું સમાધાન, ઘણા પ્રશ્નોના ઉત્તર વગેરે એમાં મળે છે. અને વચ્ચે વચ્ચે આવતાં કથારૂપ દૃષ્ટાંતોથી વાચનને રસ જળવાઈ રહે છે, તેમજ સિદ્ધાંતે સમજવા સહેલા થઈ પડે છે. ઉપદેશછાયા ”માં રજૂ થયેલા વિચારો શ્રીમદની અન્ય લખાણમાં પણ જોવા મળે છે. તેમના પત્રો, “આત્મસિદ્ધિ”, “મોક્ષમાળા” વગેરે કૃતિઓમાં તે મળી આવે છે. એ બધું સાહિત્ય વ્યવસ્થિત છે, પણ આ વચને તો સત્સંગ વખતે પ્રાસંગિક રીતે નીકળેલાં એટલે એ પ્રમાણમાં ઓછાં વ્યવસ્થિત છે. તેમ છતાં આ વાંચતી વખતે કઈ વસ્તુ કે પ્રસંગ અપૂર્ણ રહી ગયેલ હોય તેવી છાપ પડતી નથી; પણ વિષય ઝડપથી ફરે છે તે જોઈ શકાય છે. તેમના આ જ્ઞાનનો લાભ તેમના અન્ય સાહિત્યમાંથી પણ લઈ શકાય છે. એ દષ્ટિએ “ઉપદેશછાયા”ની કિંમત આજે ઓછી લાગે એ બનવાજોગ છે, પણ આ નેધ અંબાલાલભાઈ માટે તે ખૂબ જ ઉપયોગી નીવડી હશે, કારણ કે તે સમયે શ્રીમદનું સાહિત્ય ઉપલબ્ધ ન હતું, વળી, તેમના સમાગમ વખતે પોતે જ એ વચને ઉતાર્યા હોય એટલે તેમને સમજણ પણ વિશેષ પડે, ને શ્રીમદ સત્સંગ ન હોય ત્યારે એના વાચન-મનનથી તે ખેટ પણ કેટલેક અંશે પૂરી થાય, એ સમજી શકાય છે. શ્રીમદના સમાગમમાં આવતી વ્યક્તિઓને કઈ કઈ જાતના પ્રશ્ન ઊઠતા હતા, અને શ્રીમદ્દ તેનું સમાધાન કઈ રીતે કરતા હતા, તે પણ આપણે “ઉપદેશછાયા" આદિ દ્વારા જાણી શકીએ છીએ. * વ્યાખ્યાનસાર – ૧ ઉપદેશનેધ” અને “ઉપદેશછાયા”ની માફક “વ્યાખ્યાન સા૨-૧” એ પણ શ્રીમદે આપેલા ઉપદેશની નોંધ જ છે. વિ. સં. ૧૯૫૪ પપમાં માહ માસથી ચિત્ર માસ સુધીના અરસામાં શ્રીમદ મોરબી રહ્યા હતા, તે વખતે તેમણે કરેલાં વ્યાખ્યાનોની નોંધ કઈ શ્રોતાએ કરી લીધેલી, તે નેંધ “વ્યાખ્યાનમાર-૧” નીચે “શ્રીમદ રાજચંદ્ર” ગ્રંથમાં પ્રગટ થઈ છે. અહીં શ્રીમદના ઉપદેશના સંગ્રાહકે ૨૨૨ ફકરાએ પાડ્યા છે. તેમાં મુખ્યત્વે તત્ત્વવિચારણા વિશેને જ ઉપદેશ સંગ્રહાય છે. આત્મા, ધર્મ, સમ્યક્ત્વ, કેવળજ્ઞાન, ગુણસ્થાનક, કષાય, કર્મ બંધ, નિર્જરા, મોક્ષ, ક્રિયા આદિ અનેક તાત્ત્વિક બાબતો પરના શ્રીમદના વિચારો અહીં રજૂ થયેલા છે. એમાં મુમુક્ષુઓ સમક્ષ આપેલા ઉપદેશને સાર હેવાને Page #550 -------------------------------------------------------------------------- ________________ ૧૧. શ્રીમદના ઉપદેશની લેવાયેલી ને ૩૧ લીધે, મુખ્ય મુખ્ય મુદ્દાઓ વિશેનાં ટાંચણ જ એમાં જોવા મળે છે, પણ વિષયવાર કે વિષયકમમાં વ્યવસ્થિત રીતે થયેલું લખાણ જોવા મળતું નથી. કેટલીક વાર એક જ વિષય પર જુદી જુદી જગ્યાએ નિરૂપણ થયેલું જોવા મળે છે, તે કેટલીક વાર પુનરુક્તિ પણ જોવા મળે છે. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે જુદા જુદા દિવસે એક જ વસ્તુ પર શ્રીમ કહ્યું હોય તો તે વિશેનું લખાણ જુદી જુદી જગ્યાએ આવે તે સ્વાભાવિક છે. વળી શ્રીમદ પોતે પણ પ્રસંગેપાત ચર્ચા કરતા હતા, તેથી વિચારણાને ક્રમ વ્યવસ્થિત ન હોય તે સમજી શકાય તેવું છે. વ્યાખ્યાનમાર-૧ "માં મુખ્યત્વે આત્મા વિશેની માહિતી મળે છે. જીવ આધ્યાત્મિક રીતે આગળ વધવું હોય તે શું કરવું જોઈએ તે અહીં દર્શાવવામાં આવ્યું છે. જીવની કક્ષા અનુસાર ૧૪ ગુણસ્થાને જૈનધર્મમાં પાડેલાં છે, તેમાં મિથ્યાત્વથી શરૂ કરી કેવળજ્ઞાન સુધીની ભૂમિકાના વિભાગ કરેલા છે. પહેલે ગુણસ્થાને ગ્રંથિ છે. એ ગ્રંથિનો ભેદ કરવો તે મેક્ષમાર્ગમાં સૌથી અગત્યની બાબત શ્રીમદ્ ગણાવી છે. જીવ અકામ નિર્જરા કરતે કરતે આ ગ્રંથિ દવા સુધી તે પહોંચી જાય છે. પણ ત્યાં ગ્રંથિનું અને મેહનીય કર્મનું એટલું બધું પ્રબળપણું હોય છે કે ગ્રંથિભેદ કર્યા વિના જ જીવ પાછા ફરી જાય છે, તેનું પતન થાય છે. એમ કરતાં કરતાં કઈ વખતે જે જીવ ખૂબ પ્રબળ બની, ગ્રંથિને છેદીને તેને ઓળંગી જાય છે, તો તે ચચે ગુણસ્થાને આવે છે. ચાથે ગુણસ્થાને પહોંચ્યા પછી જીવ ધીરે ધીરે આગળ વધતા વધતે અને કર્મનો ક્ષય કરતા કરતો જ્યારે સંપૂણ કર્મક્ષયની સ્થિતિએ પહોંચે ત્યારે મોક્ષ પામે છે. આથી મોક્ષ મેળવવા માટેનું સૌથી અગત્યનું અને પ્રથમ સાધન સમકિત છે. જેટલે અંશે આત્માની શુદ્ધતા પ્રગટે તેટલે અંશે મેક્ષ પ્રાપ્ત થયે ગણાય. ગુણસ્થાને પહોંચ્યા પછી મેક્ષ થાય ત્યાં સુધીમાં આત્માનો અનુભવ એકસરખે જ થાય છે. તેમાં જ્ઞાનાવરણીય કર્મની તરતમતા અનુસાર જ્ઞાનની વિશુદ્ધતા ઓછી -અદકી હોય છે. આ જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય તે જ કેવળજ્ઞાન છે, એ જ મોક્ષ છે; તે અનુભવગમ્ય છે, બુદ્ધિનો વિષય નથી, બુદ્ધિથી નક્કી થયેલી વસ્તુ હોય તો પછીથી ફરે છે, પણ અનુભવગમ્ય વસ્તુ ત્રિકાળમાં તે જ સ્વરૂપે રહે છે. મેક્ષ ત્રણે કાળમાં સમાન જ રહે છે. આ કર્મથી છૂટવા માટે ઘાતી કર્મોને સંપૂર્ણ ક્ષય થવો જોઈએ. વ્યાખ્યાનસારમાં શાસ્ત્ર પ્રમાણે કર્મના ભેદ શ્રીમદ્દે જણાવ્યા છે. કર્મ અનંત પ્રકારનાં છે, તેમાં મહત્ત્વનાં ૧૫૮ છે, તેમાં મુખ્ય ૮ છે; અને એમાં પણ સૌથી પ્રબળ મેહનીય કર્મ છે. મેહનીય હણાય તો બીજાં કર્મો આપ આપ શિથિલ થઈ જાય છે. આ કર્મોથી જ્યારે જીવને છુટકારો થાય ત્યારે તેના જન્મ તથા મરણના ફેરા બંધ થાય છે, અને તે પંચમ ગતિ એટલે કે મેક્ષ પામે છે. અહીં જોયું તે પ્રમાણે મેક્ષ મેળવવા કર્મની નિર્જર કરવી જોઈએ. રાગસહિત પ્રવૃત્તિ તે કર્મ, અને રાગરહિત અધ્યવસાય તે નિર્જર. કર્મની નિર્જરાના બે પ્રકાર છે: સકામ Page #551 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીમની સિદ્ધિ અને અકામ. સકામ નિર્જરાથી કર્મ છૂટે છે, અને આત્મા પ્રગટ થાય છે, ને નવાં ક બંધાતાં નથી. અકામ નિર્જરામાં જૂનાં કર્મ છ્ત છે, પણ સાથે સાથે રાગદ્વેષ થતાં હાવાને લીધે નવાં કર્મ બંધાતાં જાય છે. આમ ઉદય પ્રમાણે નિર્જરા થતી હોવાને લીધે તેવી નિર્જરાને ઔયિક નિર્જરા પણ કહેવાય છે. આવી ઔયિક નિર્જરા જીવે અનંત વાર કરી છે, પણ તેથી તેનું પારમાર્થિક કલ્યાણુ થયુ... નથી; સકામ નિર્જરા કરે ત્યારે જ કલ્યાણ થાય. સકામ નિર્જરા સકિત આવે પછી જ થાય છે. તે પહેલાં તા ઔયિક ભાવે જ નિર્જરા થયા કરતી હોય છે, અને તેથી કેાઈ પણ કમ પ્રકૃતિના ક્ષય થયા હોતા નથી, એટલે કે જીવને અન"તાનુબંધી કર્મ હોય છે. આ અન તાનુબંધી કર્મ એટલે શુ? તે વિશે “ વ્યાખ્યાનસાર – ૧’માં આ પ્રમાણે જણાવ્યું છે કેઃ સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દન અને સમ્યક્ચારિત્ર એ ત્રણેની અકયતા તે મેાક્ષ. તે સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દન અને સમ્યક્ ચારિત્ર એટલે વીતરાગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેનાથી જ અનંત સ’સારથી મુક્તપણું પમાય છે. આ વીતરાગજ્ઞાન કર્મના અમ ધના હેતુ છે. વીતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અખંધક છે. તે પ્રત્યે જે ક્રોધાદિ કષાય હાય તેથી વિમુક્ત થવું જ અનંત સસારથી અત્યતપણે મુક્ત થવું છે, અર્થાત્ મેાક્ષ છે. મેાક્ષથી વિપરીત એવા જે અનંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે; અને છે પણ તેમ જ. વીતરાગના માગે અને તેમની આજ્ઞાએ ચાલનારનુ કલ્યાણ થાય છે. આવેશ જે ઘણા જીવાને કલ્યાણકારી માર્ગ તે પ્રત્યે ક્રોધાદિભાવ તે જ અનંતાનુબંધી કષાય છે.’૩૯ 66 આમ અનંતાનુબંધી કષાય વિશે સમજાવવા સાથે તેમાં એ પણ સમજાવ્યું છે કે ક્રોધ, માન, માયા, લેભ આદિ કષાય પણ અનંત સંસાર વધારનાર છે. એ રીતે જોતાં અનંત સ*સાર ભાગવ્યા વિના જીવની નિવૃત્તિ ન થાય. પણ આપણે જાણીએ છીએ તેવા જીવા ઘણી વખત તે જ ભવમાં મેાક્ષ પામ્યાના પણ દાખલા છે. તેથી એમ જણાય છે કે ઉગ્ર તપશ્ચર્યા . આદિથી એ કર્મની નિવૃત્તિ થાય છે, માટે સાચા અર્થમાં તે ક અનંતાનુબંધી નથી. પણ વીતરાગભાવ પ્રતિના ક્રોધાદિ ભાવ તે જ અનંતાનુબંધી કર્યું છે. આ અનંતાનુબંધી કષાયના નાશ થાય ત્યારે જ સમકિત આવે છે. તે આવે એટલે કર્મની પ્રકૃતિએના એક પછી એક ક્ષય થવા માંડે છે, એ તેના મહિમા છે. અને તે ક્ષય એટલી ઝડપથી થાય છે કે સમિતી જીવને વધુમાં વધુ ૧૫ ભવે મેક્ષ થાય છે; અને જો તેને વમી નાખવામાં આવે તાપણ તે જીવના વધુમાં વધુ અપુદ્ગલપરાવર્તનના સમયમાં મેક્ષ થાય છે. સમકિતનું આટલું બધું સામર્થ્ય હોવાને લીધે તે જેમ બને તેમ જલદી પ્રાપ્ત કરવાની શ્રીમદ્દે ભલામણ કરી છે. ૩૯. શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ, પૃ. ૭૩૮, ઃઃ Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૩૩ ૧૧. શ્રીમદના ઉપદેશની લખાયેલી ને સમતિ મેળવવાને પુરુષાર્થ કરતી વખતે પ્રાપ્ત થયેલા માર્ગમાં જે કંઈ ન સમજાય, કંઈ શંકા જેવું લાગે, તે ત્યાં જ અટકી ન રહેતાં આગળ વધવું, કારણ કે જ્ઞાનની શુદ્ધતા થતાં તે શંકા આપોઆપ ટળી જાય છે, તેમ શ્રીમદે જણાવ્યું છે. આ માટે તેઓએ એક વ્યાવહારિક ઉદાહરણ આપ્યું છે. જેમ કેઈ ગામ જતી વખતે માર્ગમાં કાંટામાં ફાળિયું ભરાઈ જાય, અને તે પુરુષાર્થથી જલદી નીકળી ન જાય તે ફાળિયા માટે ત્યાં બેસી રહેવા કરતાં ફળિયું છોડી ચાલતા થવું વધુ હિતકારી છે, તેમ કેઈ નાની શંકાના સમાધાન માટે ત્યાં જ અટકી રહેવા કરતાં આગળ વધવું વધુ હિતકારી છે, તેમ શ્રીમદ્ માર્ગદર્શન આપ્યું છે. મોક્ષમાર્ગમાં પ્રવર્તવું એ મોટા ભાગ્યની વાત છે. પણ જીવ જે જે પુરુષાર્થ કરે છે તનું ઉત્તમ ફળ મેળવવું હોય તો તેની સર્વ ક્રિયા જ્ઞાનીની આજ્ઞા અનુસાર થવી જોઈએ. પોતાના સ્વછંદથી થયેલી ક્રિયાને કંઈ પણ લાભ થતો નથી, ઊલટાનો ગેરલાભ થાય છે. સ્વછંદને દોષ મટાડવા માટે જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાનું છે, અને તેમ કરવા માટે પ્રથમ ઉપદેશ લેવાનો છે, કોઈને ઉપદેશ આપવાનો નથી. આમ કરવામાં નથી આવતું ત, સ્વચ્છેદથી ચાલતાં જીવની વૃત્તિઓ શાંત થવાને બદલે ઉન્માદી થઈ જાય છે અમે વિશેષ કર્મબંધ થાય છે, પણ જીવ જે જ્ઞાનીની આજ્ઞાએ ચાલે તો તેના કર્મની નિર્જર થાય છે. જ્ઞાનીના આ માહાસ્ય ઉપર શ્રીમદે ઠેકઠેકાણે ભાર મૂક્યો છે. પ્રવૃત્તિ કરતાં બીજી કોઈ પણ બાબતમાં શંકા થાય તે થવા દેવી, પણ આત્માનાં છ પદમાં તે કદી શંકા કરવી જ નહિ, અને તે વિશે તે જ્ઞાનીએ જેમ જાણ્યું છે તેમ જ છે, તેવી શ્રદ્ધા રાખવી. આ શ્રદ્ધાના બે પ્રકાર છેઃ ઓઘશ્રદ્ધા અને વિચારપૂર્વકની શ્રદ્ધા. સાચી વિચારપૂર્વકની શ્રદ્ધા આવતાં સમતિ થાય છે. સમકિત વર્ધમાન થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવળજ્ઞાન આત્માથી પ્રગટે છે; તે દહથી નિપજાવી શકાતું નથી. જેને મતિ કે શ્રુત જ્ઞાન ન હોય તેને કેવળજ્ઞાનનું સ્વરૂપ સમજાતું નથી. પણ તે જ્ઞાન મળતાં, જીવની કક્ષા ધીરે ધીરે આગળ વધતાં, કેવળજ્ઞાનનું સ્વરૂપ સમજાય છે. અને પછી તો એક સમય એવો આવે છે કે જ્યારે જીવ પોતે જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આમ આત્મા, સમતિ, કેવળજ્ઞાન, મોક્ષમાર્ગ, કર્મ વગેરે મુખ્ય મુદ્દાઓની વિચારણા ઉપરાંત શ્રોતા સમુદાયને થતી કેટલીક શંકાઓનું સમાધાન પણ “ વ્યાખ્યાનસાર – ૧માં જોવા મળે છે, જેમ કે - નિગોદમાં તથા કંદમૂળમાં અનંત જીવ કઈ રીતે હોઈ શકે ? પુદગલનું અચિંત્ય સામર્થ્ય કઈ રીતે સમજાય ? ગુણ અને ગુણી વચ્ચે શું ભેદ છે? નયભેદ કઈ રીતે છે?--- વગેરે શંકાઓનું સમાધાન કરતી સમજણ અહીં અપાયેલી છે. આ ઉપરાંત કર્મનું સ્વરૂપ, કાળ, ક્રિયા, જાતિસ્મરણજ્ઞાન, કષાય આદિ વિશેની શ્રોતાગ્ય માહિતી એમાં અપાયેલી છે. * વ્યાખ્યાનસાર – ૧”માં તત્ત્વના ઘણું ઘણું વિષ પર શ્રીમદ્દની શાસ્ત્રોક્ત વિચારણા જોવા મળે છે, એ પરથી તેમના બહોળા શાસ્ત્રજ્ઞાનને તથા તેમના આત્માનુભવને આપણને Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ શ્રીમદ્દનવનસિદ્ધિ ખ્યાલ આવે છે. આમ આ લખાણમાં શ્રોતાએ શ્રીમદના વ્યાખ્યાનમાંથી પિતાને જે ઠીક લાગ્યું હોય તે જ ઉતાર્યું હોવાને લીધે તેમાં શ્રીમદનું સર્વાગીણ પાસું જોવા મળતું નથી, એ જ કારણે “ઉપદેશનાંધ” અને “ઉપદેશછાયા ”માં ગ્રંથ કે ગ્રંથકાર વિશેના અભિપ્રાય, અંગત અને વ્યક્તિગત પ્રસંગો, તત્કાલીન બનાવો વગેરે વિશેની નૈધ જોવા મળે છે, તેને અહીં અભાવ દેખાય છે. આ ઉતારનાર શ્રોતાએ માત્ર તત્વની વાતો તથા તે વિશેના અભિપ્રાયને જ લક્ષમાં રાખીને નેધ કરી છે. વ્યાખ્યાન સાર – ૨ વિ. સં. ૧૯૫૬ના અષાડ-શ્રાવણ માસમાં શ્રીમદ્દ મોરબી હતા તે વખતના તેમના ઉપદેશની, તથા તેમને પુછાયેલા પ્રશ્નોના ઉત્તરોની ને બીજા કોઈ મુમુક્ષુ ભાઈએ કરેલી તે “ શ્રીમદ રાજચંદ્ર' ગ્રંથમાં “ વ્યાખ્યાનસાર – ૨” નામ આપવામાં આવી છે. * વ્યાખ્યાન સાર–૨”માં મિતિ પ્રમાણે સાર ઉતારાયેલ છે. વળી, તેમાં તત્ત્વની સમજણ, શબ્દોના અર્થો, સુવાકયો વગેરે નાના ટાંચણરૂપે મળે છે. આમ “ઉપદેશછાયા”ની જેમ “ વ્યાખ્યાનમાર-૨”ની નોંધ પણ વ્યવસ્થિત રીતે થયેલી છે. આ નોંધ ત્રીસ દિવસ સુધી અપાયેલા બંધની છે, તેથી તેના ૩૦ વિભાગ પાડવામાં આવ્યા છે, પ્રત્યેક દિવસને એક વિભાગ રાખવામાં આવ્યા છે. આ વિભાગમાં મુખ્યત્વે સુભાષિત જેવાં વાક્ય, તાત્વિક બાબતની ટૂંકાણમાં સમજણ, સૂત્રની ગાથાની સમજણ, અન્ય ગ્રંથોમાંથી પદ્ય અવતરણ, કોઈ કોઈ ગ્રંથ અને ગ્રંથકાર વિશેની સમજણ, શબ્દોના અર્થ વગેરેનો સમાવેશ થયેલો છે. પણ આ બધું ખૂબ ટૂંકાણમાં ઉતારી લેવાયેલું છે; વિસ્તાર તો બહુ થોડા મુદ્દા વિશે જ જોવા મળે છે, તેથી પ્રત્યેક વસ્તુ એકબીજાથી સ્વતંત્ર હોય એવી છાપ આપણું મન ઉપર પડે છે. જીવના પ્રકાર, જાતિસમરણશાન, આત્માના અસ્તિત્વ અને નિત્યત્વના પ્રમાણ, મોક્ષમાર્ગની સરળતા અને અગમ્યતા, દેહ અને આત્માની ભિન્નતા, “દેવાગામસ્તોત્ર” અને “ તત્ત્વાર્થસૂત્ર”ની ટીકા “સર્વાર્થસિદ્ધિ”ની પહેલી ગાથાની સમજણ આદિ વિશે થોડી વિસ્તારથી સમજણ અપાયેલી છે; બાકી તો પ્રત્યેક મુદ્દા વિશે બેચાર વાક્યથી વધારે લંબાણ નથી. આમ જોઈએ તો “ વ્યાખ્યાનસાર – ૨”માં પણ પ્રકીર્ણ વિષય વિશે શ્રીમદ્દના વિયારે જ જોવા મળે છે. અને એમાં અમુક મુદ્દા વિશે વ્યવસ્થિત વિચારણું રજૂ થઈ હોય એવું જોવા મળતું નથી. જીવના શ્રીમદે બે પ્રકાર બતાવ્યા છે ? સિદ્ધ અને સંસારી. શાસ્ત્રના આધારે સિદ્ધ જીવના તેમણે તીર્થ, અતીર્થ, તીર્થકર, અતીર્થકર, સ્વયંબુદ્ધ, પ્રત્યેકબુદ્ધ વગેરે મળી કુલ ૧૫ ભેદનાં નામ જણવ્યાં છે, ત્યારે સંસારીના એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે એમ વધતાં વધતાં અનેક પ્રકારે ભેદ ગણાવ્યા છે. તેમાં તેમણે ઉપયોગ લક્ષણે એક પ્રકારે, ત્રસ અને સ્થાવર એમ બે પ્રકારે, લિંગ અપેક્ષાએ ત્રણ પ્રકારે, ગતિ અપેક્ષાએ ચારે પ્રકારે Page #554 -------------------------------------------------------------------------- ________________ ૧૧. શ્રીમદના ઉપદેશની લેવાયેલી છે ઇત્યાદિ ૧૪ ગુણસ્થાનની અપેક્ષાએ ૧૪ પ્રકારે જીવના ભેદ થાય ત્યાં સુધી વર્ણવ્યું છે. અને એ રીતે વધતાં વધતાં અનેક પ્રકારે જીવ ગણી શકાય એમ જણાવ્યું છે. “ ઉત્તરાધ્યનસૂત્ર”ના ૩૬મા અધ્યયનમાં જીવન પ્રકાર આ પ્રમાણે વર્ણવેલા છે. તેને અનુવાદ કરવાનું શ્રીમ ચાલુ કરેલું, જે અપૂર્ણ રહેલ છે. તે થોડું આગળ વધારી ટૂંકાણમાં જણાવાયું છે. પોતાના પૂર્વ ભવોનું જ્ઞાન તે જાતિસ્મરણજ્ઞાન. પોતાના પૂર્વભવો યાદ કરવાનાં પૂરતાં સાધન ન હોવાને લીધે, તથા પૂર્વ પર્યાય છોડતાં મૃત્યુ આદિ વેદનાના કારણને લઈને, ન દેહ ધારણ કરતાં ગર્ભવાસને લઈને વર્તમાન દેહમાં અતિલીનતાને લઈને જીવને પૂર્વભવનું જ્ઞાન થતું નથી. પણ જેમ બાલ્યકાળના પ્રસંગે મોટપણે કેટલાકને યાદ નથી રહેતા, તેથી બાલપણું ન હતું તેમ કહી શકાય નહિ, તેમ અમુક કારણસર પૂર્વભવનું જ્ઞાન ન થાય તો પૂર્વ ભવ નથી એમ કહી શકાય નહિ. આમ દૃષ્ટાંત દ્વારા શ્રીમદે જાતિસ્મરણુજ્ઞાન કેને થાય, કઈ રીતે થાય, તે સમજાવ્યું છે. અને એના અનુસંધાનમાં તેમણે આત્માના અસ્તિત્વ અને નિત્યત્વનાં પ્રમાણે આપેલાં છે. એ જ પ્રમાણે વિભાવદશાને લીધે મતભેદ પડવાથી મોક્ષમાર્ગ અગમ્ય બન્યું છે, અને મતભેદની કડાકૂટ જવા દઈ આત્મા અને પુદગલ વચ્ચે વહેંચણી કરી, શાંતપણે આત્મા અનુભવવામાં આવે તે મોક્ષમાર્ગ સરળ પણ છે, એ પ્રમાણે બતાવી મોક્ષમાર્ગનું અગમ્યપણું તથા સરળપણું કઈ અપેક્ષાથી છે તે તેમણે સમજાવ્યું છે. “ વ્યાખ્યાન સાર – ૨”માં સમંતભદ્રાચાર્યના “દેવાગમસ્તોત્ર અને પહેલ શ્લોક “તત્વાર્થસૂત્ર”ની “સર્વાર્થસિદ્ધિ” નામે ટીકાની પહેલી ગાથા, “ દશવૈકાલિકસૂત્રની પહેલી ગાથા તથા “આચારાંગસૂત્ર”ના સાતમા અધ્યયનની નવમી ગાથાની ટૂંકાણમાં સમજણ આપેલી છે. આ ઉપરાંત તેમાં આનંદઘનજી, બનારસીદાસજીનાં પદોમાંથી તથા “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ”માંથી લીધેલાં પદ્યાવતરણો પણ જોવા મળે છે. ક્યારેક તેનાં ભાવાર્થ કે સમજણ પણ અપાયેલ છે. આમાં કેટલીક વખત નાનાં નાનાં સુવાક્યો જેવાં કે, “જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે. એકલાં ન હોય.”૪૦ શાંત પણ પ્રાપ્ત કરવામાં જ્ઞાન વધે છે.” ૪૧ વગેરે મળે છે. પણ આવાં વચને કરતાં આમાં જૈન પરંપરામાં બનેલા બનાવો, જનમાર્ગની સમજણ આપતી ક્રિયા વગેરે વિશેનાં વચનોને સંગ્રહ વધુ જોવા મળે છે. તદુપરાંત તીર્થકર પ્રભુપ્રણીત માર્ગ, કર્મ અને તેના પ્રકાર, ક્ષાયિક ચારિત્રનાં લક્ષણ, આયુષ્યપ્રકૃતિ, ગતિ જાતિ આદિના ભગવટાના પ્રમાણનો આધાર, જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાથી થતા લાભ વગેરે અનેક તો વિશે ઉતારાયેલી બબે પંક્તિની કંડિકાઓનો પણ આમાં સમાવેશ થાય છે; ઉદાહરણ તરીકે – “ આશરે બે હજાર વર્ષ ઉપર જૈન યતિ શેખરસૂરિ આચાર્યે વૈશ્યને ક્ષત્રિય સાથે મેળવ્યા.”૪૨ “સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ ૪૦, “ શ્રીમદ્ રાજચંદ્ર ', અગાસ આવૃત્તિ, પૃ. ૭૬ ૨. ૪૧. એજન, પૃ. ૭૬૪, ૪૨. એજન, પૃ. ૭૬૩, Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રીમતી જીનસદ્ધિ થવુ તે છે; આખી દ્વાદશાંગીના સાર પણ તે જ છે. તે ષડ્દર્શનમાં સમાય છે, અને તે ષડ્ઝન જૈનમાં સમાય છે, ’’૪૩ જેવાં અનેક વચના જેમાં ગંભીર વિષયેાની કે પ્રાસ'ગિક ખાખતાની માહિતી આપવામાં આવી હાય, તે “ વ્યાખ્યાનસાર – ૨ 'માં સંગ્રહાયેલા જોવા મળે છે, ઃઃ પરમાત્મ આ વચનામાં ઘણી વખત મહાન આચાર્યાં, તેમની કૃતિ વગેરે વિશેનું લખાણ પણ જોવા મળે છે, હેમચ'દ્રાચાર્ય'ની જાતિ, વૃત્તિ, તેમના ગુરુ વિશેની માહિતી પણ અહીં મળે છે. એ જ પ્રમાણે યશોવિજયજીએ “ યાગષ્ટિ” ગથમાં બતાવેલ જુદી જુદી દૃષ્ટિનું મહત્ત્વ વગેરેની માહિતી પણ આમાં જોવા મળે છે. “ ભગવતી આરાધના ”, પ્રકાશ” જેવા ગ‘થાના વાચન માટેની ભલામણ, તેની છૂટક છૂટક ટૂંકાણમાં સમજણ, તે વિશે શ્રીમદ્ના અભિપ્રાય વગેરે અહી અપાયેલ છે; જે આપણે “ પરમશાંત રસમય · ભગવતી આરાધના’ જેવા એક જ શાસ્ત્રનુ સારી રીતે પરિણમન થયુ' હાય તે બસ છે, કારણ કે આ આરા( કાળ )માં તે સહેલું છે, સરલ છે.”૪૪ જેવાં વાકથોમાં જોઈ શકીએ છીએ. કુ દકુ દાચાય ચિત પ્રાભુતા વિશે પણ તેમાં કેટલીક માહિતી આપી છે. આમ અહી ગ્રંથ, ગ્રંથકાર, તેમની સ્થિતિ, તેમની કક્ષા વગેરે વિશેનાં વચના પણ સ’ગહાયેલાં છે. વસ્થ, શૈલેશીકરણ, સાપકમ, નિરૂપક્રમ, અનપવતન, અસમંજસતા આય, ભયંત્રાણ, અનાગાર, અણગાર સમિતિ, સત્તાગત, અનુપત્ન, સ્થવિરકલ્પ, જિનકલ્પ, સાધુ, મુનિ, તિ વગેરે મળી લગભગ ૮૦ જેટલા પારિભાષિક શબ્દોના અર્થ આમાંથી મળે છે. આ પરથી અનુમાન થઈ શકે કે શ્રીમદ્ પાતે પેાતાના વ્યાખ્યાનમાં આવતા અનેક શબ્દોના અર્થ પણ પ્રસંગેાપાત્ત સમજાવતા જતા હેાવા જોઈ એ. શ્રીમના અન્ય સાહિત્યની જેમ આ “ વ્યાખ્યાનસાર – ૨ ''માં પણ તેમની સર્વ પ્રતિ આદરવાળી દૃષ્ટિ નજરે ચડે છે. તેએ ષડ્કનની સમજણ આપી જૈનધર્મની ઉત્તમતા બતાવે છે, તેમ છતાં અન્ય ધર્મો વિશે પણ તેમનું વલણ ઉદાર જ જોવા મળે છે. એ જ રીતે તેમણે જનધર્મીમાં પડી ગયેલા દિગંબર અને શ્વેતાંબર જેવા ફાંટાઓના ઉલ્લેખ કર્યાં છે, પણ તેમાં કયાંય તેમને રાગ કે દ્વેષ દેખાતા નથી; એટલુ* જ નહિ, તેમની અભિલાષા તા એવી હતી કે લેાકામાં પ્રવતા મતભેદ એછા થાય; જેમ કે ઃ— “ જૈનધર્માંના આશય, દિગબર તેમજ શ્વેતાંબર આચાર્યના આશય, ને દ્વાદશાંગીના આશય માત્ર આત્માના સનાતન ધર્મ પમાડવાના છે, અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓના વિકલ્પ નથી, તે જ ત્રણે કાળના જ્ઞાનીઓનુ' કહેવુ' છે, હતુ અને થશે. પણ તે નથી સમજાતું તે જ મેાટી આંટી છે. ’૮૫ આવાં વચનામાં તેએ વસ્તુના સમન્વય કેવી રીતે કરતા હતા, મતમતાંતર મિટાવવા કેવા પ્રયત્ન કરતા હતા તે જોઈ શકાય છે. અને આ બધાના સારા અશેના સમન્વયરૂપ મેાક્ષમામાં તેમને કેટલી શ્રદ્ધા હતી તે માટે જુએ -- ૪૩. “ શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ, પૃ. ૭૬૫. ૪૪. એજન, પૃ. ૭૭૧, ૪૫. એજન, પૃ. ૭૬૫. Page #556 -------------------------------------------------------------------------- ________________ ૧૧. શ્રીમદના ઉપદેશની લેવાયેલી છે “અમારી આજ્ઞાએ વર્તતાં જે પાપ લાગે તે તે અમે અમારે શિર ઓઢી લઈએ છીએ, કારણ કે જેમ રસ્તા ઉપર કાંટા પડયા હોય તે કોઈને વાગશે એમ જાણ માર્ગે ચાલતાં ત્યાંથી ઉપાડી લઈ કોઈને જ્યાં ન લાગે તેવી બીજી એકાંત જગાએ કઈ મૂકે તે કાંઈ તેણે રાજ્યને ગુને કર્યો કહેવાય નહિ, તેમ રાજા તેને દંડ કરે નહિ. તેમ મોક્ષને શાંત માર્ગ બતાવવામાં પાપ કેમ સંભવે ?”૪૬ વ્યાખ્યાનસાર – ૨”માં ઉપર જેમાં તે કરતાં પણ ઘણું વધુ વિષયે જેમ કે – કર્મના ઉદયમાં ફેરફાર ન થઈ શકે, પ્રદેશબંધ કઈ રીતે થાય, કરણાનુગ એટલે શું છે, અભવ્ય જીવ, હિંદના લોકોની વૃત્તિ, જેનધર્મ સિવાયના અન્ય ધર્મોમાં અહિંસાની દૃષ્ટિએ બૌદ્ધ ધર્મનું ચડિયાતાપણું વગેરે વિશેનું લખાણું પણ જોવા મળે છે. અહીં નાના-મેટા અનેક વિષ પરત્વેનું લખાણ હોવાથી વિષયવૈવિધ્ય ઘણું પ્રમાણમાં છે. આને લીધે કઈ એક વિષય વિશે ક્રમવાર લખાણ, કે કઈ વિષય અંગે સવિસ્તર લખાણ મળતું નથી, પણ જુદા જુદા વિષય પર છૂટક છૂટક લખાણ જોવા મળે છે. આ બધા વિચારો આપણને શ્રીમના અન્ય સાહિત્યમાં એક અથવા બીજા રૂપે જોવા મળે છે. એ મહત્ત્વના સાહિત્યની સરખામણીમાં “વ્યાખ્યાનસાર”ની બહુ અગત્ય નથી, પણ જે શ્રોતાએ આ ઉતાર્યું હશે, તેને માટે તે ઘણું ઉપગી નીવડયું હશે એમાં શંકા નથી. કારણ કે તે વખતે શ્રીમદ્ભ બીજુ સાહિત્ય બહુ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ હતું. આ વિભાગ વિશે પંડિત સુખલાલજીએ લખ્યું છે કે – “ વ્યાખ્યાન સાર” આ જૈન તત્વજ્ઞાનની રુચિવાળા બધાએ વાંચવા જેવું છે. એ વાંચતાં એમ લાગે છે કે, એમણે સમ્યકત્વ પાકું અનુભવ્યું ન હોય તે એ વિશે આટલી સ્પષ્ટતાથી વારંવાર કહી ન શકે. તેઓ જ્યારે એ વિશે કહે છે, ત્યારે માત્ર સ્થૂલ સ્વરૂપ નથી કહેતા. એમના એ સારમાં ઘણા પ્રસિદ્ધ દાખલાઓ આકર્ષક રીતે આવે છે. ૪૭ પંડિતજીએ આપેલે આ અભિપ્રાય સર્વ ઉપદેશનેધને લાગુ પડી શકે તેવો છે. “ઉપદેશનોંધ”, “ઉપદેશછાયા” તથા “વ્યાખ્યાન સાર–૧ અને ૨” એ ચારે વિભાગ, આપણે જોયું તેમ, લગભગ એક જ પ્રકારના છે. તેમાં શ્રીમદ્દ દ્વારા અપાયેલા ઉપદેશની જુદા જુદા મુમુક્ષુઓએ ઉતારેલી નાંધ આપેલ છે. આ ઉપરાંત આ મુમુક્ષુઓની પ્રવૃત્તિ પણ સારી હોવાને લીધે તથા શ્રીમદ પ્રતિ તેમને ખૂબ જ પૂજ્યભાવ હોવાને લીધે તેઓએ બને ત્યાં સુધી શ્રીમદ્દની જ ભાષા જાળવી રાખી છે, તે આ ચારે વિભાગની ભાષાને શ્રીમના અન્ય સાહિત્ય સાથે સરખાવતાં જણાય છે. શ્રીમદ્દના અન્ય લખાણ જેટલું આ ચારે વિભાગનું લખાણ મહત્ત્વનું નથી, પણ તેમનાં તમામ લખાણનો અભ્યાસ કરનારાઓ માટે તે અવશ્ય ઉપયોગી છે. શ્રીમદને મુખેથી વહેલી વાણુમાંથી કેટલાંક વચને અહીં એવાં જોવા મળશે કે અન્યત્ર એ જ રૂપે ન પણ હેય. ૪૬. “શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ, પૃ. ૭૭૧. ૪૭. “શ્રીમદ્ રાજચંદ્ર - એક સમાલોચના”, “શ્રી રાજચંદ્રનાં વિચારને ”, ૫. ૧૭પ. Page #557 -------------------------------------------------------------------------- ________________ Page #558 -------------------------------------------------------------------------- ________________ વિભાગ પાંચમા સ્વ-પર આત્મવિકાસમાં શ્રીમદૂના ફાળા Page #559 -------------------------------------------------------------------------- ________________ Page #560 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ શ્રીમો ક્રમિક આત્મવિકાસ બાળવયથી જ શ્રીમમાં કેટલાક આત્મિક ગુણોને આવિર્ભાવ જોવા મળતો હતો. અને વય વધવા સાથે તે ઉપરાંતના બીજા ગુણે પણ તેમનામાં ખીલતા ગયા હતા. તેમનું દયેય મેક્ષ મેળવવાનું હતું, અને તે માટે તેમણે પ્રબળ પુરુષાર્થ પણ ઉપાડ્યો હતો. આ પુરુષાર્થના પરિણામમાં તેમણે આત્માની નિર્મળતા અને સિદ્ધિઓ ઉત્તરોત્તર પ્રાપ્ત કરી હતી. અને તેમના આત્માની વિશુદ્ધિમાં ઘણો ઝડપથી વધારો થતો ગયે હતા, તે આપણે તેમના સમગ્ર સાહિત્ય તથા અન્ય ઉપલબ્ધ માહિતીના આધારે જાણી શકીએ છીએ. સામાન્ય વ્યક્તિ તે એ ઝડપથી વિકાસ સાધી શકે કે કેમ તે પણ પ્રશ્ન જ છે. અલબત્ત, શ્રીમદને એ વિકાસ સાધવામાં કેટલાયે વિદને આવ્યાં હતાં, અને તેઓ એ બધાંને ઓળંગીને કઈ રીતે આગળ વધ્યા હતા, તેના ઈતિહાસ એ જ તેમના આત્માના કમિક વિકાસ. આત્મા આદિના અસ્તિત્વની અશ્રદ્ધાથી શરૂ કરી, તેમાં શ્રદ્ધા કેળવી “કેવળ લગભગ ભૂમિકાને સ્પર્શ કરવા સુધીને વિકાસ તેમણે માત્ર ૩૩ વર્ષના આયુષ્યમાં સાથે હતે. - શ્રીમદે સાધેલા આત્મિક વિકાસને સમજવા માટે તેમના જીવનને ચાર વિભાગમાં વહેચવું યોગ્ય છે. તેમાં સૌપ્રથમ તબક્કો વિ. સં. ૧૯૪૧ સુધીનો ગણી શકાય. વિ. સં. ૧૯૪૧ સુધીનો કાળ તેમને મંથનકાળ હતો. જગતમાં પ્રવર્તતા અનેક ધર્મોમાં કર્યો ધર્મ છે, તેનું પરીક્ષણ તથા સત્યશોધન કરવામાં, તથા આત્માદિનાં અસ્તિત્વની વિચારણું કરવા માટે તેમણે વિ. સં. ૧૯૪૧ સુધીનાં વર્ષો ગાળ્યાં હતાં. વિ. સં. ૧૯૪રથી વિ. સં. ૧૯૪૬ સુધીનો સમય એ શ્રીમદના વિકાસક્રમને બીજે તબકકો છે. વિ. સં. ૧૯૪૧ સુધીમાં અનુભવેલા આત્મમંથનના પરિણામે તેમને વિ. સં. ૧૯૪રમાં અપૂવ વૈરાગ્ય જાગ્ય અને સંસાર તરફને નિર્વેદ ઘણે વધી ગયે. આ ગાળામાં તેમણે આત્માનો નિર્ધાર કર્યો અને તેના અસ્તિત્વ આદિની અવ્યક્ત પ્રતીતિ પણ અનુભવી. વેદાંતાદિ દશનના મંથનમાં વીતરાગમાર્ગ પ્રતિનું વલણ શરૂ થયું, અને અસંગદશાની ઈચ્છાની શરૂઆત થઈ. વિ. સં. ૧૯૪૭થી ૧૯૫૧ સુધીના સમય ત્રીજો તબક્કો ગણી શકાય. તેમાં તેમણે આત્મા હવાને સ્પષ્ટ નિર્ધાર કર્યો. વિ. સં. ૧૯૪૭માં તેમને શુદ્ધ સમકિત પ્રગટ્યું, એટલે કે અનુભવસ્વરૂપ આત્મજ્ઞાન પ્રગટયું. અને વીતરાગમાર્ગ પ્રતિનું વલણ વધ્યું. એ અરસામાં પ્રવૃત્તિઓને તથા સાંસારિક જવાબદારીઓને ઘણો વધારો થયો, જે તેમની અસંગદશાની ઈચ્છા કરતાં સાવ વિરુદ્ધ પ્રકારના હતા. તેથી આત્મશુદ્ધિ કરવા તેમને ઘણે પ્રબળ પુરુષાર્થ કરે પર્યા, અને ક્ષાયિક ચારિત્ર પામવાની, નિરાવરણ જ્ઞાન મેળવવાની આકાંક્ષા વિશેષ તીવ્ર બની. Page #561 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી જીવનસિદ્ધિ છેલ્લા અને ચોથા તબક્કો તે વિ. સં. ૧૯પરથી વિ. સ’. ૧૯૫૭ સુધીના એટલે કે તેમના દેહાંત થયા ત્યાં સુધીના સમય. આ સમયમાં પ્રવૃત્તિથી આવતાં વિઘ્ના હળવાં બન્યાં. આત્માના અફર નિર્ણય થયા. વીતરાગમાની સ`પૂર્ણ ખાતરી અને તે જ મા શ્રેષ્ઠ છે તેવા નિર્ધાર થયા. વીતરાગતાની વિશેષ તીવ્રતા તેમનામાં આવી, પરિણામે “ કેવળ લગભગ ”ની ભૂમિકા સુધી પહેાંચ્યા પછી તેમના દેહવિલય થયા. શ્રીમદ્રના ક્રમિક આત્મવિકાસના આ ચાર તબક્કા આપણે સવિગત જોઈ એ. તમો પહેલા : મનકાળ વિ. સં. ૧૯૨૪માં શ્રીમદ્ના જન્મ થયા. તેઓ ત્રણ-ચાર વર્ષના થયા ત્યારથી તેમના કેટલાક ગુણોના તેમ જ તેમને વરેલી તીત્ર સ્મરણુશક્તિના આ પરિચય તેમના કુટુંબીજનાને તથા આડેશીપાડાશીઓને થવા લાગ્યા. આ ઉપરાંત શાંતિવાળી રમતગમત પ્રત્યેની રુચિ, તાફાન તરફના અણુગમે! અને વાદિ વિશેની નિઃસ્પૃહતા તેમનામાં એ વયે પણ જોવા મળતાં હતાં. તેએ સાત વર્ષના થયા ત્યાં સુધીને સમય બાળસુલભ રમતામાં તેમણે વિતાવ્યા હતા. એ રમતામાં તેમને વિજય મેળવવાની તથા રાજરાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની તીત્ર ઇચ્છા રહેતી. પણ ખાવપીવાની, સૂવાબેસવાની, સારાં વસ્ત્ર પહેરવાની કે તેને સ્વચ્છ રાખવાની વગેરે બાબતમાં તેમની દશા વિદેહી જેવી હતી તેમ તેમણે પોતે સમુચ્ચયવયચર્યા ”માં જણાવ્યુ છે. એટલે કે સાંસારિક સુખામાં રાચવાને બદલે એ વયે પણ તે કલ્પનામાં રાચતા હતા. તેમનું હૈયુ. પહેલેથી ઘણુ કામળ હતુ; કાઈ ને દુઃખી કરવાની તેમને ઇચ્છા થતી નહિ. 66 જ ૫૪ સાત વર્ષની વયે એટલે કે વિ. સ. ૧૯૩૧માં તેમને જાતિસ્મરણજ્ઞાનની શરૂઆત થઈ. તેમણે પાતે જ એક કાવ્યમાં એ વિશે લખ્યું છે કે, “ઓગણીસસે ને એકત્રીસે, આવ્યા અપૂર્વ અનુસાર રે.’૧ શ્રી અમીચંદભાઈના અવસાનના નિમિત્તથી આ જ્ઞાનની તેમને શરૂઆત થઈ, પરિણામે બાળવયથી જ વૈરાગ્યની વૃદ્ધિ થવા લાગી. આ જ વર્ષોથી તેમણે અભ્યાસની પણ શરૂઆત કરી, અને તેમાં, તેમની સ્મૃતિની બળવત્તરતાને લીધે, માત્ર બે વર્ષના ગાળામાં જ એમણે ગુજરાતી સાતે ચાપડીને અભ્યાસ પૂર્ણ કર્યા; અને પછી બીજા બે વર્ષ સુધી જુદી જુદી તાલીમ લીધી. આમ સાતથી ૧૧ વર્ષ સુધીના ગાળા તેમણે કેળવણી લેવામાં ગાળ્યા. આ સમય સુધીમાં તેમનાથી બહુ ભદ્રિકપણું સેવાયું હતું, અને તે માણસજાતના ખૂબ જ વિશ્વાસુ હતા. વળી, તેએ વાતડાહ્યા, રમતિયાળ અને આનંદી પણ હતા. તે વખતની પાતાની આત્મદશા વિશે શ્રીમદ્ લખે છે કેઃ— “તે વેળા પ્રીતિ – સરળવાત્સલ્યતા – મારામાં બહુ હતી; સર્વાથી એકત્વ ઇચ્છતા; સમાં ભ્રાતૃભાવ હોય તેા જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યુ' હતું. લેાકેામાં ફાઈ પણ પ્રકારથી જુદાઈના અકુરા નેતા કે મારું અંતઃકરણ રડી પડતુ.”ર ૧. “ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ, પૂ ૮૦૧, ૨. એજન, પૃ. ૨૦૪, આંક ૮૯, Page #562 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શ્રીમદને કામિક આત્મવિકાસ ૫૪૩ બાળવથી સાંપડેલી હૈયાની આવી કોમળતામાં જાતિમરણાને વધારે કર્યો હતે. બીજી બાજુ તેમના પિતામહ પાસેથી તેમને કૃષ્ણકીર્તનનાં પદો તથા તેના અવતારોની ચમત્કારી વાત સાંભળવા મળી હતી. બાળવયમાં જ એ રીતે વૈષ્ણવ સંપ્રદાયના સંસ્કાર તેમના પર પડયા હતા. તેથી તેઓ નિત્ય કૃષ્ણનાં દર્શન કરવા જતા. એ ચમત્કારોમાં પ્રીતિ થવાથી તે જોવાની અભિલાષા પણ તેમને થતી હતી. એ ચમત્કારે જાણીને તેમને ત્યાગી થવાની ઈચ્છા હતી, તો કોઈ વૈભવીની વાતો સાંભળી સમર્થ વૈભવી થવાની ઈચ્છા પણ થતી. આમ બાળસુલભ રીતે તેઓ જેવા વાતાવરણમાં આવતા તેને અનુકુળ ક૯૫ના કરતા. પૈણવ સંપ્રદાયના સંસ્કાર મળવાને લીધે જન પ્રતિ તેમને જગુપ્તા હતી. જગતનો કર્તા ઈશ્વર છે તે અંગે તેમને ખાતરી હતી, અને તેથી જેનલો કે જગતના કર્તા તરીકે ઈશ્વરને માનતા નથી માટે તેઓ ખોટા છે, એવો તેમનો અભિપ્રાય બંધાઈ ગયો હતો. પણ વવાણિયામાં તેમને જૈન લોકોનો વિશેષ સમાગમ થવાથી જનનાં સામાયિક, પ્રતિક્રમણ આદિ સૂત્ર તેમના વાંચવામાં આવ્યાં. તે સૂત્રોમાં જગતના સર્વ જીવો સાથે મૈત્રી સાધવાની ભાવના જોઈને શ્રીમદ્દને એના ઉપર ઘણે ભાવ થયો, કારણ કે તેઓ પણ સર્વ જગત સાથે મૈત્રીભાવ બાળવયથી ઈચ્છતા હતા. તેમ છતાં આ સમય આસપાસ, એટલે કે તેમની વય બાર-તેર વર્ષની થઈ તે અરસામાં તેઓ જગતનો કર્તા ઈશ્વર છે, એવી શ્રદ્ધા ધરાવતા હતા. અને આચારવિચારની દૃષ્ટિએ તો વૈષ્ણવ સંપ્રદાય તેમને વિશેષ પ્રિય હતો. આમ તેમના મંથનકાળની શરૂઆત લગભગ વિ. સં. ૧૯૩૭થી થઈ. જૈનસૂત્રો વાંચતાં, તેના સિદ્ધાંતો અનુકૂળ લાગતાં, તે વિશે વધારે જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા તેમને પ્રગટી, અને તેમાંથી સર્વ દર્શન વિશે જાણી સત્ય માર્ગનું શોધન કરવાની અભિલાષા તેર-ચૌદ વર્ષની લઘુ વયે તીવ્ર બની. તેના પરિણામમાં જેટલા ધર્મગથે મળ્યા તેટલા વાંચી નાખવાને તેમણે પ્રયત્ન કર્યો. જે વયે સામાન્ય જ્ઞાન પણ માંડ મેળવી શકાય, તે વયે શ્રીમ, મહાન પંડિતેને યોગ્ય, ઉપાડેલું તત્ત્વશોધનનું કામ પાર પાડવા પૂરા પ્રયત્નો શરૂ કર્યા. આ બધું વાચન ચાલતું હતું તે અરસામાં તેમના આમાએ એક પલટો લીધે, તેમાં તેમની ધર્મની શ્રદ્ધા ચલિત થઈ ગઈ. તે વિશે શ્રીમદ્દ લખે છે કે – મોટી ક૯૫ના તે આ બધું શું છે, તેની હતી. તે કલ્પનાનું એક વાર એવું રૂપ દીઠું , પુનર્જનમે નથી, પાપે નથી, પુણ્ય નથી, સુખે રહેવું અને સંસાર ભગવો એ જ કૃતકૃત્યતા છે. એનાથી બીજી પંચાતમાં નહિ પડતાં, ધર્મની વાસનાઓ કાઢી નાખી. કેઈ ધર્મ માટે ન્યુનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહિ.” પણ આ ભાવ લાંબે વખત ટક્યો નહિ. શેડો વખત પસાર થતાં તેમાંથી નવી જ શ્રદ્ધા જન્મી. તેમાં તેમનું જાતિસ્મરણ જ્ઞાન, ધર્મગ્રંથોનું વાચન આદિ મદદે આવ્યાં. ધર્મગ્રંથોના વાચને વિશેષ જોર પકડયું. તેમાંથી તેઓ એવા નિર્ણય પર આવ્યા કે ૩. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ, પૃ. ૧૯૭. Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ શ્રીમદની જીવનસિદ્ધિ વીતરાગપ્રણીત મા જ શ્રેષ્ઠ છે. તેમાંથી વૈરાગ્યની શરૂઆત થઈ. વિ. સં. ૧૯૪૦ પહેલાં જગકર્તાને બંધ કરતી “ચીનીતિબોધક”ની ગરબી તથા અન્ય કાવ્યો રચાયાં હતાં, તે વિશે તેઓ ઉદાસીન બન્યા. આ અરસામાં તેઓ અવધાની, જ્યોતિષી તથા કવિ તરીકેની ખ્યાતિ પામી ચૂક્યા હતા. શતાવધાન સુધીના સફળ પ્રયોગો તેમણે મુંબઈમાં જાહેર સભાઓમાં અનેક વખત કરી બતાવ્યા હતા. અને એ રીતે તેઓ કીર્તિની ટોચ પર હતા. પણ વિ. સં. ૧૯૪૧માં વૈરાગ્યને ઉદય આવતાં તેમના જીવનમાં પલટો થયો. બીજો તબકો: વીતરાગમા પ્રતિનું વલણ વિ. સં. ૧૯૪૦ આસપાસ ઘર્મ પ્રતિની અશ્રદ્ધાને તથા સંસારસુખની અભિલાષાને કાળ પૂરો થયો. ધર્મ પુસ્તકના વાચન તથા મનનથી તેમને વિ. સં. ૧૯૪૧માં વૈરાગ્યને ઉદય આવ્યો. તે વિશે તેમણે લખ્યું છે કે, “ઓગણીસસેને એકતાલીસે અદ્દભુત વૈરાગ્યધાર રે.”૪ આ વૈરાગ્યની ધારામાં તેમણે જાહેરજીવન તથા પ્રવૃત્તિઓને ત્યાગ કર્યો. સ્મરણશક્તિના પરચા આપવા, વર્તમાનપત્રો કે માસિકમાં લેખે કે કાવ્યો મેકલવાં, અવધાનના પ્રયોગ કરવા વગેરેનો વિ. સં. ૧૯૪૩ સુધીમાં સંપૂર્ણ ત્યાગ કર્યો, અને માત્ર આત્માની ખોજમાં જ તેઓ ચાલ્યા ગયા. વિ. સં. ૧૯૪૦-૪૨માં તેમણે “ભાવનાબેધ” તથા “મોક્ષમાળા”ની રચના કરી. તેમાં તેમનો વૈરાગ્ય તથા તેમને આવેલી વીતરાગમાર્ગની શ્રદ્ધા જોઈ શકાય છે. આ ઉપરાંત “પુષ્પમાળા”, “બોધવચન ” આદિ નીતિવચનમાં તથા “મુનિસમાગમ”, “દ્વાદશાનુપ્રેક્ષા” આદિમાં તેમને વૈરાગ્ય જોઈ શકાય છે, એ સર્વની રચના લગભગ વિ. સં. ૧૯૪૨ આસપાસ થઈ હતી. વિ. સં. ૧૯૪૧માં શરૂ થયેલી વૈરાગ્યની ધારાએ સમય જતાં વેગ પકડશે. વિ. સં. ૧૯૪૩માં તેઓ અવધાનથી મળેલી કીર્તિની ટોચે હતા, છતાં તે સાલથી તેમણે તે પ્રયોગ બંધ કર્યા, અને ધર્મેતર સાહિત્યની રચના પણ બંધ કરી. એ સાલમાં કેટલાક લેખે લખવાની શરૂઆત કરી હતી, પણ તે અપૂર્ણ રહ્યા હતા. “ ઉત્તરાધ્યયન” આદિ જૈન સૂત્રોમાંથી અનુવાદ કરવાની શરૂઆત પણ કરી હતી, તે પણ વર્તતા વૈરાગ્યને લીધે પૂર્ણ લઈ શકયા ન હતા. આ સમય દરમ્યાન વીતરાગમાર્ગની શ્રદ્ધા આવતાં, તે માર્ગ પ્રવર્તાવવાની અભિલાષાને જન્મ પણ આ સાલમાં થયેલું જોઈ શકાય છે. વિ. સં. ૧૯૪૩માં રચાયેલું તેમનું સાહિત્ય માત્ર ધર્મને લગતું જ છે. તેમાં મુખ્યત્વે નીતિનિયમો દર્શાવનારાં વચનો જોવા મળે છે. અને એ ઉપરાંત જન ગ પરની ટીકા કે અનુવાદ મળે છે. તેમને પ્રવર્તતી ઉદાસીનતાને લીધે સંસારી સંબંધોમાં તેઓ સારી રીતે પ્રવતી શકતા ન હતા, તે વિશે પણ ઉલ્લેખ મળે છે. તેમણે તેમના બનેવીને આ સાલમાં લખ્યું હતું કે – ૪. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ, પ્ર. ૮૧. Page #564 -------------------------------------------------------------------------- ________________ પN ૧૨. શ્રીમદને કામિક આત્મવિકાસ પત્રનો ઉત્તર નથી લખી શક્યો. તમામ મનની વિચિત્ર દશાને લીધે છે. રોષ કે માન એ બેમાંનું કાંઈ નથી. કાંઈક સંસારભાવની ગમગીની તે ખરી. એ ઉપરથી આપે કંટાળી જવું ન જોઈએ. ...૫ સંસારથી કંટાળ્યાન તથા વૈરાગ્યને ઉદય થયાને ઉલેખ તેમના આ પત્રમાં જોઈ શકાશે – વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતું નથી. કેવળ હૃદયત્યાગી છું, થોડી મુદતમાં કંઈક અદભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળે છું. હું બીજો મહાવીર છું, એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. વૈરાગ્યમાં ઝીલું છું. સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. તે સ્થાપન થવા એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે. જે ધર્મ પ્રવર્તાવીશ જ, અત્રે એ ધર્મના શિષ્ય કર્યા છે. અત્રે એ ધર્મની સભા સ્થાપન કરી લીધી છે. સાતમેં મહાનીતિ હમણાં એ ધર્મના શિષ્યને માટે એક દિવસ તૈયાર કરી છે. આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું. ધર્મના સિદ્ધાંતે દઢ કરી, હું સંસાર ત્યાગી, તેઓને ત્યાગાવીશ.”૬ શ્રીમદે પોતાના બનેવીને વિ. સં. ૧૯૪૩માં લખેલા આ પત્ર પરથી જાણી શકાય છે કે વીતરાગમાર્ગની શ્રદ્ધા થવાથી શ્રીમદને તે માર્ગ પ્રવર્તાવવાનો ઉલાસ ઘણે વ્યાપ્યો છે. તેઓ નિશ્ચયપૂર્વક જનધર્મ પ્રવર્તાવવા ઇરછે છે. અને તે માટેના પ્રયત્નો પણ તેમણે શરૂ કરી દીધા છે. “નીતિવચને ”ની રચના કરી છે, ઉપરાંત કેટલાક ચમત્કારો વિશે ઉલ્લેખ પણ તે પછીના પત્રમાં મળે છે. “પંચમકાળમાં પ્રવર્તન કરવામાં જે જે ચમત્કાર જોઈએ તે એકત્ર છે અને થતાં જાય છે.” આમ શ્રીમદને જૈનમાર્ગ પ્રવર્તાવવાની તીવ્ર અભિલાષા જાગી હતી. એક બાજુ તેમના વૈરાગ્યની વૃદ્ધિ થાય છે, અને બીજી બાજુ તેમને ગૃહસ્થાશ્રમી બનાવવાની પ્રવૃત્તિ શરૂ થાય છે. લક્ષમી, સંસાર આદિ પ્રતિ તેમને વૈરાગ્ય વર્તતો હતો, છતાં તેના સંપૂર્ણ ત્યાગને નિર્ણય લેવાય તે પહેલાં તત્કાલીન સંજે અનુસાર તેમણે વિ. સં. ૧૯૪૪ના માહ સુદ ૧૨ના રોજ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. તે પછીથી પણ તેમનું લક્ષ આત્મા તરફથી ખસ્યું ન હતું. તેમને કેટલાક ચમત્કારી અનુભવો પણ થતા હતા, તેમને એક જઈએ. વિ. સં. ૧૯૪૪ના અષાઢ વદમાં તેમણે લખ્યું હતું કે – આ એક અદભુત વાત છે કે ડાબી આંખમાંથી ચાર-પાંચ દિવસ થયાં એક નાના ચક જે વીજળી સમાન ઝબકારો થયા કરે છે. જે આંખથી જરા દૂર જઈ લવાય ૫-૬-૭. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, આંક ૨૬; આંક ૨૭; આંક ૨૮; Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ શ્રીમદની જીવનસિદ્ધિ છે. લગભગ પાંચ મિનિટ થાય છે, કે દેખાવ દે છે. મારી દ્રષ્ટિમાં તે વારંવાર જોવામાં આવે છે. એ ખાતે કોઈ પ્રકારની ભ્રમણ નથી... પ્રકાશ અને દિવ્યતા વિશેષ રહે છે. અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે, શક્તિ બહુ તેજ મારે છે. ધ્યાન સમાધિસ્થ રહે છે.” આ બધા અનુભવોને કારણે અન્ય જગ્યાએ લક્ષ જવાને બદલે તેમનું લક્ષ સત્સંગ પ્રતિ જ વધારે રહેતું થયું હતું. અને તે મેળવવા તેઓ પુરુષાથી હતા. આ અરસામાં તેઓ પ્રતિમાને માનતા થયા હતા. એટલે કે “જિનપ્રતિમા ”નું પૂજન કરવું તે પણ મોક્ષમાર્ગ પામવા માટે એક સારું અવલંબન છે તેવો તેનો મત થયો હતો. આ સમય પહેલાં તેઓ જિનમાર્ગને સ્વીકારતા હતા, પણ તેમને પ્રતિમાપૂજનમાં શ્રદ્ધા ન હતી. પણ કેટલાક ગ્રંથનાં વાચન અને અનુભવોથી તેમને “પ્રતિમાની સ્થાપના તો શ્રી મહાવીર પ્રભુના સમયથી ચાલી આવે છે” તેવી શ્રદ્ધા થઈ. તેમના એ વિચારોનો ફેલાવો થતાં સ્થાનકવાસી સંપ્રદાયના લોકે તેમની વિરુદ્ધ થયા. તેમને સમજાવવા માટે શ્રીમદે પ્રતિમાની સિદ્ધિ કરતે એક લઘુ ગ્રંથ લખ્યો, પણ કેટલાંક કારણોસર તે પ્રસિદ્ધ ન કર્યો. સત્ય અપનાવ્યા પછી, તેને માટે વર્તતા વિરોધ પ્રતિ શ્રીમદ્દ ઉદાસીન હતા, તે વિશે તેમણે શ્રી જેઠાભાઈ પર લખેલા પત્રો સારે પ્રકાશ પાડે છે. તેમના કષાયભાવ કેટલા મેળા પડ્યા હતા તે, તથા આત્મા પામવાની જિજ્ઞાસા કેટલી તીવ્ર હતી તે તેમનાં વિ. સં. ૧૯૪૪ના આ વદ બીજના એક પત્રમાં લખાયેલાં વચને વાંચતાં જણાશે. તેમાં લખ્યું છે કે – જગતને રૂડું દેખાડવા અનંત વાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી, કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનંતભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યો છું. અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહાબંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ માન્યતા છે, તે પછી જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા શું જેવી ? તે ગમે તેમ બોલે પણ આત્મા જે બંધન રહિત થતું હોય, સમાધિમય દશા પામતે હોય તે તેમ કરી લેવું. મારે માટે કઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજે, તેઓને માટે કંઈ શેક-હર્ષ કરશો નહીં. આ તમારા માનેલા “મુરબ્બી” માટે કઈ પણ પ્રકારે હર્ષ-શોક કરશો નહિ, તેની ઈચ્છા માત્ર સંક૯૫-વિક૯૫થી રહિત થવાની જ છે, તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતુંવળગતું કે લેવાદેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારો બંધાય કે બેલાય, તે ભણી હવે જવા ઈચ્છા નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું એ જ તેની સદા સઉપગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે. પૂર્વકર્મના આધારે તેનું સધળું વિચરવું છે, એમ સમજી પરમ સંતોષ રાખજો, જ્યાં ત્યાંથી રાગદ્વેષરહિત થવું એ જ મારો ધર્મ છે; ૮. “શ્રીમદ રાજચંદ્ર ", અગાસ આવૃત્તિ, આંક ૩૨ • Page #566 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શ્રીમદને કમિક આત્મવિકાસ હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું; એ ભૂલશો નહિ.”૯ શ્રીમદની આત્મિક સ્થિતિ જાણવા બહુ ઉપયેગી થાય તેવા આ પત્ર પરથી આપણે જાણી શકીએ છીએ કે તેમણે કીતિ-અપકીર્તિના રાગ-દ્વેષથી છૂટવાને પ્રબળ પુરુષાર્થ ઉપાડ્યો હતો. અને પોતાનું સમગ્ર લક્ષ તેમણે આતમા પામવા ઉપર જ કેન્દ્રિત કર્યું હતુ. સંકલ્પ-વિકલ્પ અને રાગદ્વેષ રહિત થવાની તેમની આકાંક્ષા તેમણે અહીં સ્પષ્ટ શબ્દોમાં દર્શાવી છે. પ્રતિમાની શ્રદ્ધા થયા પછી લોકમાં તમને માટે જે વિરોધ થયો હતો, તેના સંદર્ભમાં આ આખો પત્ર જઠાભાઈ ઉપર લખાયેલું છે. જે તેમની વીતરાગમાર્ગની શ્રદ્ધા, તે માર્ગે ચાલવાનો નિર્ણય અને રાગ-દ્વેષથી મુક્ત થવાનો નિશ્ચય બતાવે છે. તેમને આ નિર્ણય ધીરે ધીરે દઢ બનતે ગયો હતો. વિ. સં. ૧૯૪પમાં આત્મતત્ત્વ પામવા માટેની તેમની જ ચાલુ હતી. તે માટેના પુરુષાર્થથી પ્રગટતા કેટલાક ગુણ વિશે અન્ય વ્યક્તિ પ્રશંસા કરે તો પણ તે તેઓ વિશે ઉદાસીન હતા, અને આત્મા પ્રાપ્ત કરવાના પુરુષાર્થ માં જ મગ્ન હતા. આમ તેમની અંતરંગણું નિગ્રંથ માગ ભણી વહેતી હતી, અને બહારથી ગૃહસ્થ શ્રેણી હતી. તે બંને વચ્ચે વિરોધ તેમને ખેદ આપતો હતો. જુઓ – ઉદય આવેલાં પ્રાચીન કર્મો ભોગવવાં, નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે, એ શ્રેણીમાં વર્તન કરવા મારી પ્રપૂર્ણ આકાંક્ષા છે; પણ તે જ્ઞાનીગમ્ય હોવાથી બાહ્ય પ્રવૃત્તિ હજુ તેને એક અંશ પણ થઈ શકતી નથી. આંતરપ્રવૃત્તિ ગમે તેટલી નિરાગઐણું ભણે વળતી હોય, પણ બાહ્યને આધીન હજી બહુ વર્તવું પડે તે દેખીતું છે, બેલતાં, ચાલતાં, બેસતાં, ઊઠતાં અને કંઈ પણ કામ કરતાં લૌકિક શ્રેણીને અનુસરીને ચાલવું પડે; જે એમ ન થઈ શકે તે લોક કુતર્કમાં જાય, એમ મને સંભવે છે.”૧૦ આમ શ્રીમદના જીવનના બે સ્પષ્ટ પ્રવાહની શરૂઆત વિ. સં. ૧૯૪૫માં થઈ. તેમણે બાહ્યથી ગૃહસ્થાશ્રમ અને વ્યાપાર સ્વીકાર્યા હતા અને અંતરંગ ઈરછા નિરાગણમાં હતી, તે બંનેના વિરોધથી શ્રીમદ્દની કસોટીની શરૂઆત થયેલી દેખાય છે. આ વિરોધને સહી શકે એટલું આત્મબળ તેમણે આ સમયે મેળવી લીધું હતું. તેમણે મોક્ષમાર્ગની એકતા હોવાનો નિર્ધાર કરી લીધું હતું, અને સાથે સાથે ધર્મના મતભેદોમાં ન પડવાનો નિર્ણય પણ લઈ લીધો હતો. તેમણે વિ. સં. ૧૯૪૫ના ફાગણ સુદ ૯ના એક પત્રમાં લખ્યું છે કે – મેક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષે મેક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા પુરુ એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાનકાળે પણ તેથી જ પામે છે અને ભવિષ્યકાળે પણ તેથી જ પામશે.. ૯. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૩૭ ૧૦ એજન, આંક ૫૦ Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ સર્વ કાળે તે માર્ગનું હેાવાપણું છે મતભેદ રાખી કાઈ મેાક્ષ પામ્યા નથી, વિચારીને જેણે મતભેદને ટાળ્યે, તે અતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મેાક્ષને પામ્યા છે, પામે છે અને પામશે.’૧ ૧ આમ આ વર્ષમાં માર્ગની નિઃશંકતા, આત્માનાં અસ્તિત્વ આદિની શ્રદ્ધા તેમને થઈ ગઈ હતી. અને આંતર તથા ખાદ્ય પ્રવૃત્તિ વચ્ચે વધેલા વિરોધ તેમને દુઃખદાયક બન્યા હતા. તે વિશે તેમણે લખ્યું છે કેઃ— શ્રીમતી જીવનસિદ્ધિ 66 ‘દુઃખિયાં મનુષ્યાનુ` પ્રદર્શન કરવામાં આવ્યુ હાય તા ખચીત તેના શિરાભાગમાં હું... આવી શકુ... મહારંભ, મહાપરિગ્રહ, ક્રોધ, માન, માયા, લાભ કે એવુ' તેવુ' જગતમાં કઈ જ નથી, એમ વિસ્મરણુધ્યાન કરવાથી પરમાનંદ રહે છે. તેને ઉપરનાં કારણોથી જેવાં પડે છે, એ મહા ખેદ છે. અંતરંગચર્યા પણ કાઈ સ્થળે ખેાલી શકાતી નથી. એવાં પાત્રાની દુર્લભતા મને થઇ પડી એ જ મહા દુઃખમતા કા. ૧૨ આમ આ વિરાધી શ્રેણીથી તેમને દુઃખ અનુભવવું પડતું હતુ, તેમ છતાં આત્માની કાઈ એવી અનુભૂતિ તેમને થઈ હતી કે તેએ એ દુઃખમાં પણ સમતા રાખી શકતા હતા. જે નિગ્રંથ માર્ગ તેમણે સ્વીકાર્યા હતા, તેને પાષણ આપવારૂપ સત્સંગના અભાવ હાવાથી ખેદ રહેતા હતા, પણ તે માની શ્રદ્ધા થઈ હાવાથી જે શાંતિ વેદાતી હતી તે વિશે તેમણે લખ્યુ છે કેઃ~~ “ તાપણુ તે ક્રમનું ખીજ હૃદયમાં અવશ્ય રાપાયું છે, અને એ જ સુખકર થયું છે. સૃષ્ટિના રાજથી જે સુખ મળવા આશા નહેાતી, તેમ જ કાઈ પણ રીતે ગમે તેવા ઔષધથી, સાધનથી, ચીંથી, પુત્રથી, મિત્રથી કે ખીજા અનેક ઉપચારથી જે અ‘તાંતિ થવાની નહાતી તે થઇ છે. નિરંતરની – ભવિષ્યકાળની – ભીતિ ગઈ છે અને એક સાધારણ ઉપજીવનમાં પ્રવર્તતા એવા આ તમારા મિત્ર એને જ લઈને જીવે છે. '૧૩ આપણે જોઈ શકીએ છીએ કે શ્રીમદ્ વ. સ’. ૧૯૪૫ આસપાસ વીતરાગમાગ પ્રતિ શ્રદ્ધાવાન થયા હતા. અને શુદ્ધ અનુભવસ્વરૂપ સમક્તિ પ્રાપ્ત કરવાની પૂર્વતૈયારીરૂપ શમ, સ‘વેગ, નિવેદ, આસ્થા અને અનુકંપા – આદિ ગુણો તેમનામાં પ્રગટવા લાગ્યા હતા, જેની વિશેષતા વિ. સ’. ૧૯૪૬ની સાલમાં જોવા મળે છે. વિ. સ’. ૧૯૪૬માં આત્મા વિશેની વિચારણા વિશેષ જોર પકડે છે, તેને પ્રાપ્ત કરવાના પુરુષાર્થ કરવાના ઉલ્લેખ ઠેકઠેકાણે મળે છે. એક પત્રમાં તેમણે લખ્યું છે કેઃ— શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ, આંક ૫૪ ૧૩. એજન આંક ૮૩ ૧૧. ૧૨. ઍજન, આંક ૮૨ Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ ૧૨. શ્રમને ભિક આત્મવિકાસ આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું.૧૪ એ જ રીતે કોઈ પણ ધર્મ વિશેનો આગ્રહ તેમને આ વર્ષમાં છુટી ગયો હતો. તેમની એવી માન્યતા થઈ હતી કે જે માગે આમા પમાય તે જ ઉત્તમ ધર્મ. આથી મતમતાંતરને ત્યાગ કરવાની ભલામણ કરતાં વચને પણ તેમના આ સાલમાં લખાયેલા પત્રે જોતાં મળે છે. વિ. સં. ૧૯૪૬ના કારતક સુદ સાતમના રોજ શ્રી મનસુખરામ સૂર્યરામને તેમણે લખેલું કે : “જૈન સંબંધી આપને કંઈ પણ મારો આગ્રહ દશાવતા નથી. તેમ આત્મા જે રૂપ હ તે રૂપ ગમે તેથી થાઓ એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી; એ કંઈ કારણથી કહી જઈ જેને પણ એક પવિત્ર દર્શન છે, એમ કહેવાની આજ્ઞા લઉં છું. તે માત્ર જે વસ્તુ જે રૂપે સ્વાનુભવમાં આવી હોય તે રૂપે કહેવી એમ સમજીને.”૧૫ એ જ વર્ષના અષાડી અમાસના રોજ શ્રીમદ્ શ્રી મનસુખરામ સૂર્યરામને ફરીથી લખ્યું હતું કે – જનના આગ્રહથી જ મોક્ષ છે, એમ આત્મા ઘણા વખત થયાં માનવું ભૂલી ગયા છે. મુક્તભાવમાં મોક્ષ છે એમ ધારણું છે.”૧૬ ઉપર જયાં તેવાં અવતરણે પરથી આપણે સમજી શકીએ છીએ કે તેમને જૈનધર્મની શ્રેષતા જણાઈ હોવા છતાં, તે વિશે કેઈ જાતને પક્ષપાત રહ્યું ન હતું, અને તેમની વૃત્તિ એકમાત્ર આત્મા પ્રાપ્ત કરવા તરફ જ વળી હતી. પરિણામે તેમને શ્રદ્ધારૂપ સમક્તિ પ્રાપ્ત થયું હતું – આસપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વછંદનિધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સમકિત કહ્યું છે.”૧ ૭ આમ અનુભવસ્વરૂપ શુદ્ધ આત્મા પ્રગટ થયા પહેલાં આત્મા વિશે જે દઢતા આવે છે તે વિ. સ. ૧૯૪૬માં તેમને આવી ગઈ હતી. અને તેથી તે તેમને માર્ગની નિઃશકતા લાગતી હતી. શ્રીમદ્દને આવેલી તે દઢતા તેમનાં વિ. સં. ૧૯૪૬ના કારતક સુદમાં લખાયેલાં નીચેનાં વચનોમાં જોઈ શકાશે – તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હા, પરંતુ તેને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, સેળ ભવ નથી, અત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરગ મેહિની નથી, સત્ સત્ નિરૂપમ, સર્વોત્તમ, શુલ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન, સમ્યકૃતિમય, ચિરકાળ આનંદપ્રાપ્તિ, અદ્દભુત સ્વરૂ પદર્શિતાની બલિહારી છે ! ”૧૮ ૧૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૮૫ ૧૫. એજન, આંક ૮૭. ૧૬-૧૭. એજન, આંક ૧૨૦ આંક ૭૫૧ ૧૮. એજન, આંક ૯૧ Page #569 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની જીવનસિદ્ધિ સમ્યગ્દર્શન થયા પછી શું નથી, અને શું છે તેનું નિર્ણયપૂર્વકનું આલેખન આ વચનમાં જોઈ શકાય છે. અનુભૂતિ વિને આ વચને શું નીકળી શકે ખરાં? આ વચન બતાવે છે કે તેમને સમકિત પ્રગટયું હતું. આ શ્રદ્ધાનરૂપ સમકિતના પરિણામમાં જે ગુણે ખીલવા જોઈએ તે પણ તેમના જીવનમાં ખીલેલા જોઈ શકાય છે. તેનું સૌથી પહેલું લક્ષણ છે સંસાર તરફની અરુચિ. આ અરુચિ થવાની શરૂઆત શ્રીમને લગભગ વિ. સં. ૧૯૪૧થી થઈ હતી. પણ વિ. સં. ૧૯૪૬માં તે તેમને નિર્ણય થઈ જાય છે કે – કુટુંબરૂપી કાજળની કેટડના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશે તે પણ એકાંતથી જેટલે સંસારક્ષય થવાનો છે, તેને સામો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે, મેહને રહેવાનો અનાદિકાળને પર્વત છે.”૧૯ અને સંસાર આટલે અકારે લાગતું હોવા છતાં તેમને તેમાં રહેવું પડયું હતું, તે જ તેમને માટે વિષમ પરિસ્થિતિ હતી. સંસારથી છૂટવાને વિચાર પણ તેમણે કર્યો હતો, પણ કાળના અનિષ્ટપણાની બળવત્તરતા આગળ તે વિચારને તેમને મહાખેદની સાથે ગૌણ કરવો પડયો હતો. જુઓ – જે વિવેકને મહાદની સાથે ગણ કરવો પડયો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે, બાહ્ય તેની પ્રાધાન્યતા નથી રાખી શકાતી એ માટે અકથ્ય ખેદ થાય છે. તથાપિ જ્યાં નિરૂપાયતા છે, ત્યાં સહનતા સુખદાયક છે, એમ માન્યતા હોવાથી મૌનતા છે.૨૦ આમ આંતરિક નિગ્રંથમાર્ગ ભણું જતી શ્રેણીને તેઓ બાહ્યથી પ્રધાનતા આપી નહોતા શકતા. તેનાથી થતા દુઃખને સમભાવે વેઠી લેવાની દઢતા, સહનશીલતા તેમણે મેળવી લીધી હતી, તે આપણે ઉપરના પત્રથી જાણી શકીએ છીએ. આમ વિ. સં. ૧૯૪૬ માં સંસાર તરફથી અરુચિને લીધે થતો ખેદ શ્રીમદ સમભાવે વેદી લેવા તત્પર બને છે તે આપણે જોઈ શકીએ છીએ. તેમ કરવામાં તેનો વિચાર એવો હતું કે જે કર્મો પછીથી ભોગવતાં લાંબા કાળ માગે તેને થોડા કાળમાં તીવ્રપણે ભોગવી લેવાં. જેથી કર્મનિવૃત્તિ જલદી થાય. આ પરિસ્થિતિમાં તેઓ પોતાને બોધ આપતા હોય તેવાં વચને પણ જોવા મળે છે, જેમાં તેઓ પોતાને રાગદ્વેષ છેડવાનો, અંતરમાં જ સુખને શોધવાને ઉપદેશ કરે છે.૨ ૧ બીજી બાજુ તેઓ શ્રી રેવાશંકર જગજીવન સાથે ઝવેરાતના ધંધામાં ભાગીદાર તરીકે જોડાય છે. અને એ રીતે સાંસારિક ઉપાધિને વધારો થાય છે. તે ઉપાધિ ગ્રહણ કરવાને હેતુ શ્રીમદે પિતાની રોજનીશીમાં આ પ્રમાણે લખ્યો છે – ૧૯. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ, આંક ૧૦૩ ૨૦. એજન, આંક ૧૧૩ ૨૧. એજન, ૫. ૨૧૨. Page #570 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શ્રીમ કમિક આત્મકિપાસ ૫૫૧ ભવિષ્યકાળે જે ઉપાધિ ઘણો વખત રોકશે, તે ઉપાધિ વધારે દુઃખદાયક થાય તે પણ ચેડા વખતમાં ભેળવી લેવી એ વધારે શ્રેયસ્કર છે.”૨ ૧૩ અને એ ઉપાધિ કેટલાક હેતુથી સમાધિરૂપ થશે તેમ તેમણે માન્યું હતું. તેમાં તેમણે નિયમ કર્યો હતો કે કોઈના દોષ જેવા નહિ, પોતાના જ દોષ જેવા. સ્વપ્રશંસા કરવી નહિ. સર્વને પ્રિય થાય તેવી જ વર્તણુક રાખવા પ્રયત્ન કરો. હમેશાં સત્ય બોલવું, ભૂલ માટે પશ્ચાતાપી થવું, અને પિતાની પરમાર્થશ્રેણ સાચવવા પૂરા પ્રયત્ન રહેવું. આ પ્રમાણે વતીને તે વ્યવહારોપાધિ ગ્રહણ કરવાને તેમણે નિર્ણય કર્યો હતો. આમ તેમની બાહ્ય અને આંતર શ્રેણી વરચેને વિરોધ આ વર્ષમાં વધવામાં તેમને વધતો વૈરાગ્ય પણ નિમિત્ત હતે. વિ. સં. ૧૯૪૬ની સાલમાં શ્રીમદ શ્રી સભાગભાઈ, અંબાલાલભાઈ તથા લલ્લુજી મહારાજના પરિચયમાં આવ્યા હતા. અને તેઓ બધા શ્રીમદ્દના ગુણોથી આકર્ષાઈ તેમને સપુરુષ માનતા થયા હતા, તે જ બતાવે છે કે બાહ્ય ગૃહસ્થાશ્રેણી હોવા છતાં શ્રીમદની અંતરંગ શ્રેણું કેટલી નિરાગી થઈ હશે. વળી, આ વર્ષમાં તેમને શ્રી જૂઠાભાઈને વિયેગ થ, તે દુઃખ પણ ખમવું પડ્યું હતું. તેમના અવસાન વિશે શ્રીમદે ત્રણ માસ પહેલાં નોંધ લીધી હતી તે તેમના આત્માની વિ. સં. ૧૯૪૬ સુધીમાં થયેલી નિર્મળતા સૂચવે છે. સંસાર તરફને વૈરાગ્ય એક બાજુ વધતો જાય છે, અને બીજી બાજુ સાંસારિક ઉપાધિઓ પણ વધતી જાય છે, તે સાથે “ભવિષ્યજ્ઞાનની જેમાં અવશ્ય છે તે વાત પરનું લક્ષ ઘટતું જાય છે. તેમણે પ્રાપ્ત કરેલ તિષ આદિ જ્ઞાન વિશે તેમને રસ ઘટવા લાગે હતો. એમની અંતરંગચર્યા કેવી હતી તે વિશે તેમણે શ્રી સેભાગભાઈને વિ. સં. ૧૯૪૬ના ભાદરવા સુદ બીજના પત્રમાં જણાવ્યું હતું કે – રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે તેને લીધે નથી કંઈ જેવું ગમતું, નથી કંઈ સૂંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું નથી કંઈ ચાખવું ગમતું કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઊઠવું ગમતું, નથી સૂવું ગમતું કે જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમત કે નથી સંગ ગમતે, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી એમ છે; તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઊગતું જણાતું નથી. તથાપિ બહારથી ગૃહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શક્તી, દેહભાવ દેખાડવે પાલવતો નથી, આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલાક અંતરાય છે.”૨ ૨ ૨૧મ. “શ્રીમદ્ રાજચંદ્ર ", અગાસ આવૃત્તિ, આંક ૧૫૭ (૧૩) ૨૨. એજન આંક ૧૩૩. Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ શ્રીમની અવનસિદ્ધિ આવી વિદેહી દશા વર્તતી હોવાથી તેમને પ્રવૃત્તિ કરવી કેટલી મુશ્કેલ પડતી હશે તેને કઈક અંદાજ આ અવતરણ પરથી આવી શકશે. આવી પરિસ્થિતિને લીધે થયેલા જન્મ માટે થત ખેદ તેમણે આ વચનેથી દર્શાવ્યું છે – “આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીને જન્મ થવો યોગ્ય નહેાતે. જોકે સર્વ ક્ષેત્રે જન્મવાની તેણે ઈચ્છા રૂંધી જ છે, તથાપિ થયેલા જન્મ માટે શેક દર્શાવવા આમ રુદનવાક્ય લખ્યું છે. ૨૩ વિ. સં. ૧૯૪૬માં શ્રીમદ્દની આત્મસાક્ષાત્કાર કરવાની જિજ્ઞાસા વધે છે, સંસાર અને વ્યાપારને લગતી ઉપાધિઓ પણ વધે છે, તે વિશેના તેમના વૈરાગ્યની પણ વૃદ્ધિ થાય છે, પરિણામે એ બે વિધી માર્ગને સમભાવે સહી લેવાને પ્રબળ નિશ્ચય તેમના આત્મામાં પ્રવતે છે. તેનું વેદન કરવામાં તેમની પરમાર્થ પ્રકાશવાની અભિલાષા ગૌણ બની જાય છે, અને અહીં તેમને આમિક વિકાસને બીજો તબક્કો પૂર્ણ થાય છે. તબકો ત્રીજો : સમ્યજ્ઞાનની પ્રાપ્તિ વિ. સં. ૧૯૪૬ સુધી ભોગવેલા આત્મમંથનના પરિણામરૂપે વિ. સં. ૧૯૪૭માં શ્રીમદને શુદ્ધ સમક્તિની પ્રાપ્તિ થાય છે. તે સાથે બીજી કેટલીક સિદ્ધિઓની તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આમ તેમનો આત્મા પારમાર્થિક સુખને ભોક્તા બને છે, કર્મક્ષય કરી મોક્ષસુખ પામવા ઉતાવળા થાય છે. પણ બીજી બાજુ ઉપાધિરૂપ કર્મોને પ્રબળ ઉદય આવે છે. જેમ જેમ વ્યવહાર, વેપારાદિથી છૂટવા શ્રીમદ્દ પ્રયત્નો કરે છે તેમ તેમ તેઓ વધુને વધુ ખેંચતા જાય છે, અને તેથી અંતરંગ શ્રેણી અને બાહ્ય વચ્ચેને વિરોધ ઉગ્ર સ્વરૂપ પકડે છે, તે એટલે સુધી કે સર્વ સમભાવે વેદી લેવાની ઈચ્છાવાળા શ્રીમદ પણ અકળાઈ ઊઠે એવી પરિસ્થિતિઓ આવે છે. છતાં તેઓ ભાગ્યે જ ધીરજ ગુમાવે છે, અને પરમાર્થમાર્ગને પ્રકાશવાની ઈચ્છા ગૌણ કરી ઉદયમાં આવેલાં કર્મોને ભેગવવામાં જ તેમનો વિ. સં. ૧૫ર સુધીનો સમય પસાર થઈ જાય છે. આ ઉદય એટલે બધો પ્રબળ હતું કે આ ગાળામાં સાહિત્યને લગતી રચનાઓ પણ બહુ ઓછી થઈ છે, પણ આવેલી સર્વે મુશ્કેલીઓને ઓળંગીને શ્રીમદે કઈ રીતે આત્મવિકાસ સાધ્યો હતો તે જાણવા માટે આ તબક્કો તેમના જીવનમાં સૌથી અગત્યને ગણી શકાય. વિ. સં. ૧૯૪૭ની સાલની શરૂઆતમાં શુદ્ધ સમકિત પ્રગટયા પછી આખા વર્ષ સુધી તેનાથી પ્રગટ થતો ઉલ્લાસ નજરે ચડે છે. વિ. સં. ૧૯૪૬માં આવેલી સમજણની વૃદ્ધિ દિનપ્રતિદિન થતી ગઈ હતી. તે વિશે શ્રીમદ્ ભાગભાઈને લખ્યું હતું કે – એ જ્ઞાનની દિનપ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. નિઃશંકપણાની, નિર્ભયપણાની, નિમ્ઝન પણાની અને નિસ્પૃહપણાની જરૂર હતી, ૨૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૧૩૪ Page #572 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શ્રીમદને મિક આત્મવિકાસ તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જાય છે. જગતને, જગતની લીલાને બેઠાં બેઠાં મફતમાં જોઈએ છીએ. ”૨૪ આ પછી થોડા દિવસમાં શુદ્ધ સમકિત પ્રગટ્યાની ખાતરી આપતાં શ્રીમદુનાં વચન મળે છે. કારતક સુદ બારસના રોજ પિતાને જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેવી મતલબને એક પત્ર તેઓ અંબાલાલભાઈને લખે છે, અને તે પછી કારતક સુદ ૧૪ના રોજ તે વિશેનાં સ્પષ્ટ વચને શ્રી ભાગભાઈને લખ્યાં છે કે – આત્મા જ્ઞાન પામ્યો છે તે નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે... માટે દઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામી પછી પ્રગટ માગ કહે – પરમાર્થ પ્રકાશ – ત્યાં સુધી નહીં. અને એ દશાને હવે કંઈ ઝાઝો વખત પણ નથી. પંદર અંશે તે પહોંચી જવાયું છે. નિર્વિકલ્પતા તે છે જ પરંતુ નિવૃત્તિ નથી, નિવૃત્તિ હોય તે બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય...આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું જ યંગ્ય છે. એક અક્ષરે એ વિષયે વાત કરવા ઇચ્છા થતી નથી.”૨૫ શ્રીમદે પિતાને થયેલા ગ્રંથિભેદ વિશે, હસ્તધમાં એક અંગત કાવ્યમાં પણ લખ્યું ઓગણસને સુડતાલીસે, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાડું રે.”૨૬ આમ ગ્રંથિભેદ થવાથી શ્રીમદે એવો નિર્ણય કરેલો જણાય છે કે ત્યાગી થયા વિના પરમાર્થમાર્ગ પ્રકાશ નહિ. એ અભિલાષા અને એ જ્ઞાનને ત્યાં સુધી અંતરમાં જ શમાવી દેવાં. ત્યાગી થવા માટે નિર્ણય પણ ત્યારે લીધો હતો, પણ એ અભિલાષ પૂરે થાય તે પહેલાં તે તેમને અનેક સંકટ વરચેથી પસાર થવું પડયું હતું. વિ. સં. ૧૯૪૭ની શરૂઆતમાં જ તેમને જ્ઞાન પ્રગટડ્યા પછી તેમની અંતરંગ અવસ્થા વર્ણવતા ઘણા પત્રો મળે છે, જેમાં તેમની અવસ્થા, અભિલાષા ઇત્યાદિ વિશે આલેખન થયેલું જોવા મળે છે. આ વર્ષ એવું છે કે જેમાં શ્રીમદે પોતાની અંતરંગચર્યા સૌથી વિશેષ લખી છે. શ્રીમદે પિતાને થયેલા જ્ઞાનને ઉલેખ જુદી જુદી વ્યક્તિઓ પરના વિ. સં. ૧૯૪૭ના પત્રોમાં કરેલો જોવા મળે છે, જેમાંના મોટા ભાગના પત્રો ભાગભાઈ ઉપર લખાયેલા છે. તેમાંનાં કેટલાંક વચને જોઈ એ – ૨૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૧૬૫ ૨૫ એજન, આંક ૧૭૦ ૨૬. એજન, હાથ નેધ ૧-૩૨ Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ શ્રીમદની છવનસિદ્ધિ “એક બાજુથી પરમાર્થમાર્ગ ત્વરાથી પ્રકાશવા ઈછા છે, અને એક બાજુથી અલખ “લે' માં સમાઈ જવું એમ રહે છે. અલખ “લે' માં આત્માએ કરી સમાવેશ થયો છે, ચગે કરીને કરે એ એક રટણ છે.”૨ ૭ “છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે.”૨૮ તે માર્ગ જે તમારી ગ્યતા હશે તે આપવાની સમર્થતાવાળો પુરુષ બીજે તમારે શોધ નહિ પડે.”૨૯ આ માર્ગ સર્વજ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે. અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે, અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિને એ જ માર્ગ છે.”૩૦ “પણ સુધાની ધારા પછીનાં કેટલાંક દર્શન થયાં છે, અને જે અસંગતાની સાથે આપનો સત્સંગ હોય તે છેવટનું પરિપૂર્ણ પ્રકાશે તેમ છે; કારણ કે તે ઘણું કરીને સર્વ પ્રકારે જાણ્યું છે. ૩૧ શ્રીમદ વિ. સં. ૧૯૪૭માં લખેલાં આ વચને પરથી આપણે જાણી શકીએ છીએ કે તેમને જ્ઞાનપ્રાપ્તિ અવશ્ય થઈ હતી તેમાં તેમને સુખ, આનંદા શાંતિ આદિ આત્માના ઉત્કૃષ્ટ ગુણોને આંશિક અનુભવ થયે હતો. અને પરિણામે વૈરાગ્યમાં વધારે થયો હતો. તેને લીધે અસંગદશા અને સત્સંગ પ્રાપ્ત કરવાની એમની અભિલાષા તીવ્ર બની હતી. અસંગદશા મેળવવા માટેની તીવ્રતા આ વર્ષથી શરૂ થયેલી જોઈ શકાય છે. બાહ્ય ત્યાગી ન થઈ શકયા તેપણ આંતરિક અસંગદશાનું મહત્ત્વ તેમને જ્ઞાન થયા પછી વિશેષ લક્ષમાં આવ્યું હતું. તેથી એ દશા મેળવવાને અભિલાષ તેમણે ઘણી જગ્યાએ વ્યક્ત કર્યો હતે. જેમ કે - અસંગવૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું બહુ વિકટ છે સત્સંગની અવ ખામી છે, અને વિકટ વાસમાં નિવાસ છે પરમાનંદ છે, પણ અસત્સંગ છે.''૩૨ “અત્ર પરમાનંદવૃત્તિ છે પણ હજુ અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી, કારણ કે જેવી જોઈએ તેવી અસંગદશાથી વર્તતું નથી, અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ, કાં તમારા સંગને ઈચ્છીએ. ૩૩ ૨૭. “શ્રીમદ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ, આંક ૧૭૬. ૨૮. એજન, આંક ૧૮૭. ૨૯ એજન, આંક ૧૭૩. ૩૦. એજન, આંક ૧૯૪. ૩૧. એજન, આંક ૧૯૭. ૩ર. એજન, આંક ૨૦૧. ૩૩. એજન, આંક ૨૦૪, ૨૫. Page #574 -------------------------------------------------------------------------- ________________ ૧૨, શ્રીમના ક્રમિક વિકાસ ૫૫૫ “ અમે તેા કઈ તેવું જ્ઞાન ધરાવતા નથી કે જેથી ત્રણે કાળ સર્વ પ્રકારે જણાય, અને અમને એવા જ્ઞાનના કંઈ વિશેષ લક્ષે નથી; અમને તા વાસ્તવિક એવુ' જે સ્વરૂપ તેની ભક્તિ અને અસ`ગતા, એ પ્રિય છે. ૩૪ આમ શ્રીમદ કેવળ અસ`ગતા પ્રાપ્ત કરવાના પ્રયત્ન વિ. સ. ૧૯૪૭થી પ્રખળ પુરુષાથ થી આરાધે છે, અને તેમાં તેઓ કેટલેક અંશે સફળ પણ થાય છે. તેમની ચિત્તવૃત્તિ બાહ્ય પ્રસંગેામાં પ્રવર્તતી અટકીને અંતરમાં પ્રવતવા માંડે છે. અને તેમને અસ'ગદશા સ્વાભાવિક રીતે આવતી જાય છે. તેના ઉલ્લેખ પણ આપણને વિ. સ. ૧૯૪૭ના ફાગણ માસથી મળે છે – “ આ જગત પ્રત્યે અમારા પરમ ઉદાસીન ભાવ વર્તે છે; તે સાવ સેાનાનુ` થાય તાપણ અમને તૃણવત્ છે, અને પરમાત્માની વિભૂતિરૂપે અમારુ ભક્તિધામ છે. ’૩૫ અમારું. ચિત્ત નિઃસ્પૃહ અતિશય છે; અને જગતમાં સસ્પૃહ તરીકે વર્તી એ છીએ, એ કળિયુગની કૃપા છે. ’૩૬ 66 66 પેાતાનું અથવા પારકુ જેને કઈ રહ્યું નથી એવી કેાઈ દશા તેની પ્રાપ્તિ હવે સમી જ છે, ( આ દહે છે); અને તેને લીધે પરેચ્છાથી વર્તીએ છીએ.’૩૭ “ અમને કોઈ પદાર્થાંમાં રુચિ માત્ર રહી નથી; કઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શુ· સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કેાઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કાણુ શત્રુ છે અને કાણુ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ... પેાતાની ઇચ્છાએ થાડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે; જેમ રિએ ઇચ્છેલેા ક્રમ દોરે તેમ દોરાઈએ છીએ ..આટલુ બધુ છતાં મનમાનતી ઉદાસીનતા નથી, એમ માનીએ છીએ. ’’૩૮ સ'સાર ચલાવતાં, વેપાર કરતાં કરતાં શ્રીમદ્ કેટલી અસંગતા પ્રાપ્ત કરી શકયા હતા તે આપણ તેમનાં ઉપરનાં વચનેાથી જાણી શકીએ છીએ. તેમની દેહાત્મબુદ્ધિ કેટલી બધી ટળી ગઈ હતી તેના ખ્યાલ પણ એમાંથી આવી શકે છે. અને એ પરિસ્થિતિમાં જ્યાતિષ, સાહિત્ય, અવધાન આદિની પણ અરુચિ વધે તે સ્વાભાવિક છે. આથી તે તેવી કાઈ ખાબત વિશેની વિચારણા તેમણે લખેલા પત્રોમાં જોવા મળતી નથી, એટલું જ નહિ, તે વિશે કાઈ પુછાવે તે તેઓ “ તેના ઉત્તર મળી શકે તેમ નથી ’' તેવા અભિપ્રાયના જવાબ લખતા. આટલી બધી અસંગ – ત્યાગી થવાની ઇચ્છા હૈાવા છતાં વ્યવહાર ચલાવવા પડતા હતા, અને સને કર્માય ગણી તેઓ વેદતા હતા. તેમાં વારંવાર વનવાસ લેવાની ઇચ્છા પણ થઈ જતી. એક પત્રમાં તેઓ લખે છે કેઃ ૩૪. “ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ, આંક ૨૧૩ 66 ૩૫. એજન, આંક ૨૧૪. ૩૭. એજત. આંક ૨૩૪. ૩૬. એજન, આંક ૨૨૨. ૩૮. અજન, આંઠ ૨૫૫. Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ શ્રીમની જીવનસિદ્ધિ સરળ વાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મયભકિત રહેતી નથી, અને એકતાર સ્નેહ ઊભરાતું નથી. આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. જોકે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી. ૩૯ અને આવા વૈરાગ્યને લીધે તેમના અહમ કેટલો ગળી ગયો હતે તે તેમના “તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી.”૪૦ એ એક વચનથી સમજી શકાય તેમ છે. આમ તેમના ચિત્તમાંથી કáવભાવ ઘણે અંશે ચાલ્યો ગયો હતો. આથી જ હરિઇચ્છાથી જીવવાની અને પછાથી ચાલવાની ભાવના તેઓ આરાધી શક્યા હતા. આમ વિ. સં. ૧૯૪૭નું વર્ષ શ્રીમદ્દના જીવનમાં ઘણું જ અગત્યનું હતું. તે વર્ષમાં, અનાદિકાળના તેમના જીવનમાં નહેતે બન્યું તે અપૂર્વ પ્રસંગ બન્યો હતો. કેટલાયે ભવની સાધના પછી તેમને વિ. સં. ૧૯૪૭માં શુદ્ધ સમકિત પ્રકાણ્યું હતું, અર્થાત્ અનુભવસ્વરૂપ આત્માનું જ્ઞાન થયું હતું. જેનદર્શન અનુસાર આત્મિક વિકાસ શ્રેણીમાં સ્વસંવેદનરૂપ અનુભવ એ ચોથું ગુણસ્થાન છે, અને ત્યાગ પછી મોક્ષ કંઈ દૂર નથી. આત્મદર્શન થયા પછી તે ટકી રહે તે, વધુમાં વધુ પંદર ભવમાં આત્માની મુક્તિ નિશ્ચિત થઈ જાય છે, એમ શાસ્ત્રો કહે છે. એ રીતે શ્રીમદ્દની ભવસંખ્યા નિશ્ચિત થઈ ગઈ હતી. વળી, તેના કેટલાક આનુષંગિક ગુણે પણ તેમનામાં આવ્યા હતા. તેઓ સંસારમાં બેઠા હતા, છતાં સાવ નિઃસ્પૃહ તરીકે વતી શકે તેવો વિરાગ્ય ધરાવતા હતા. સંગ છેડવાની વૃત્તિ ઘણી તીવ્ર બની ગઈ હતી. કેઈ પણ કાર્ય કરવાની કતૃત્વબુદ્ધિને લેપ થવા માંડ્યો હતો. અને સ્વાત્મમાં જ મગ્ન રહેવાની વૃત્તિએ જોર પકડયું હતું. અને એ પરિસ્થિતિમાં “પ્રભુ પ્રત્યે દીનત્વ, યમ નિયમ”, “જિનવર કહે છે જ્ઞાન તેને”, “જડ ભાવે જડ પરિણમે ” આદિ તત્ત્વસભર અને અનુભવમૂલક કાવ્યોની તેમના દ્વારા રચના થઈ. આ જાતની પરિસ્થિતિ જો ચાલુ રહી હોત તો તેમની બાધ તેમ જ આંતર બને પ્રકારની દશા કઈ ઓર જ હોત તેમાં શંકા નથી. પણ વિ. સં. ૧૯૪૮થી તેમનાં કર્મોએ નવું સ્વરૂપ લીધું. જેમ જેમ તેઓ સંસારના બંધનથી છૂટવાના પ્રયત્ન કરતા ગયા, તેમ તેમ તેઓને વધુ ને વધુ ઉપાધિઓ આવતી ગઈ અને તે એટલે સુધી કે ક્યારેક તે તેમને આત્માર્થ છૂટી જવાને ડર પણ લાગી જતો. આવી પરિસ્થિતિ લગભગ વિ. સં. ૧૫ર સુધી ચાલી. પણ તેઓ આવેલાં સઘળાં સંકટને સામને સફળતાપૂર્વક કરીને પાર ઊતર્યા, અને કર્મોને પરાજય આપ્યો. તેમની કર્મો સામેની આ લડત તે તેમના આત્મવિકાસને ત્રીજો તબક્કો. આ તબક્કામાં તેઓ બાહ્ય ગૃહસ્થાશ્રેણી અને આંતરિક નિગ્રંથશ્રેણીનાં હેન્દ્રમાં એવા તે અટવાઈ ગયા હતા કે તેમને પરમાર્થમાર્ગ પ્રકાશવાની ઇચ્છા સાવ ગૌણ કરી નાખવી પડી હતી, એટલું જ નહિ પરિચિત વર્તુળાથી બને ત્યાં સુધી ગુપ્ત રહેવાના તેઓ કામી બન્યા હતા. કારણ કે, નહિતર લોકોને ભ્રાંતિના હેતુ થાય તેવું હતું. પરિણામે તત્ત્વજ્ઞાનને લગતી કે તેમના જ્ઞાનને અનુભવ આપતી કૃતિઓ આ સમય દરમ્યાન ભાગ્યે જ રચાઈ છે. ૩૯. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૨૧૭. ૪૦. એજન, આંક ૨૩૦. Page #576 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શ્રમ કમિક ચાત્મવિકાસ ૫૫૭ વિ. સં. ૧૯૪૮થી આ ઉપાધિયોગની શરૂઆત થઈ. આ વર્ષમાં તેમને વેપાર ઘણે વો હતું તેથી તેમાં સમય વિશેષ પસાર થતો હતો. બીજી બાજુ સત્સંગની વાતો કરી શકે તેવાં પાત્રોની દુર્લભતા પણ તેમને અકળાવતી હતી, તેમ છતાં તેમના આત્મવિકાસમાં કઈ રુકાવટ આ વર્ષમાં આવી હોય તેવું લાગતું નથી. ઉપાધિ તો હતી. પણ તે એટલી તીવ્ર ન હતી કે તેમના આત્માર્થને હાનિ પહોંચાડે. આથી તો તેઓ પોતાની અંતરંગ શ્રેણી જાળવી શક્યા હતા. માત્ર તેમણે ઈમ્બેલે સર્વસંગત્યાગ કરી શક્યા ન હતા, તે માટે અવરોધ હતો. તેમની અસંગતા કેટલી આગળ વધી હતી તે જણાવતાં વિ. સં. ૧૯૪૮માં લખાયેલાં તેમનાં નીચેનાં વચન જુઓ – અવ સમાધિ છે... અસંગવૃત્તિ હોવાથી આણુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, તોય સહન કરીએ છીએ. સુધાને વિશે અમને સંદેહ નથી...”૮ 1 “અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ.” અમને જે નિવિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપ પરિણતિ વર્તતી હોવાને લીધે છે...વન અને ઘર એ બંને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગભાવને અર્થ રહેવું વધારે રુચિકર લાગે છે, સુખની ઈચ્છા નથી પણ વીતરાગપણાની ઇચ્છા છે. ”૪૩ “એક અવિકલ્પ સમાધિ સિવાય બીજુ ખરી રીતે રામરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ કરાતું નથી. ”૪ ૪ “અમારે વિશે વર્તતે પરમ વૈરાગ્ય વ્યવહારને વિશે કયારેક મને મળવા તે નથી...અમે તે પાંચ માસ થયાં જગત, ઈધર અને અન્ય ભાવ એ સર્વને વિશે ઉદાસીનપણે વતીએ છીએ... અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી. ”૪૫ આવું મુક્તપણું તેમને માગશર સુદ ૬, વિ. સં. ૧૯૪૮થી એકધારુ પ્રવર્તતું આવ્યું છે તેવા ઉલેખ તેમણે તે જ સાલના શ્રાવણ વદના એક પત્રમાં કર્યો છે.૪૬ આવું અસંગપણ વર્તતું હોવાથી તેમની જ્યોતિષ, સિદ્ધિ આદિ વિશેની આસક્તિ સાવ લુપ્ત થઈ ગઈ હતી. તેથી તે ભાગભાઈને તેમણે લખ્યું હતું કે – જ્યારથી યથાર્થ બોધની ઉત્પત્તિ થઈ છે, ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિગે કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પતાસંબંધી કે પરસંબંધી કરવાની પ્રતિજ્ઞા છે, ૪. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ, આંક ૩૦૮. ૪૨. એજન, આંક ૩૧૩. ૪૩. એજન, આંક ૩૧૨. ૪૮. એજન, આંક ૩૨૯, ૫. એજન, આંક ૩૬૮. ૪૬. એજન, આંક ૪૦૦ Page #577 -------------------------------------------------------------------------- ________________ પપ શ્રીમની જીવનસિદ્ધિ અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંઢપણું આવ્યું હોય એમ હજુ સુધીમાં થયું છે એમ સાંભરતું નથી. ”૪૭ શ્રીમનાં આ વચનાથી જાણી શકાય છે કે તેમણે જ્ઞાન પ્રગટયા પછી પિતાને વરેલી સિદ્ધિઓને લેશ પણ ઉપયોગ કર્યો ન હતે. લોકો તે માટે કહેતા હોય છતાં આત્માર્થને કારણે તેને ઉપયોગ ન કરવામાં કેવી પ્રબળ નિશ્ચયશકિત જોઈએ તે તે સર્વવિદિત છે. શ્રીમદ્દ એ શક્તિ મેળવી હતી. આવું નિશ્ચયબળ તેમનામાં ત્રીજા તબક્કાથી પ્રગટ થયેલું જોઈ શકાય છે. તેમનું મન સંસારમાંથી ઊઠી ગયું હતું. તેમનું ચિત્ત કુટુંબ, ધન, પુત્ર, આદિથી મુક્ત અને કેધ, માન, માયા, લોભ આદિથી અપ્રતિબંધ જેવું થઈ ગયું હતું. એ ચિત્તમાં સત્સંગની તથા અસંગતાની ઈચ્છા પ્રબળ બનતી જતી હતી. આમ સંસારની વચ્ચે અસંગભાવને લીધે તેમને જાતજાતની મુશકેલીઓ નડતી હતી. ચિત્ત ઉદાસ હોય એટલે વ્યવહારમાં યથાયોગ્ય પ્રવર્તન કરી શકે નહિ, અને તે જાતનું પ્રવર્તન ન થાય તે સંબંધમાં આવનારનું ચિત્ત દુભાય. તેમ કરવાની તેમની ઈચ્છા નહોતી, એટલે સર્વને શાંતિ ઊપજે તેવું વર્તન કરવા જતાં પોતાના ચિત્તમાં ઉપાધિ દવાને પ્રસંગ શ્રીમદને આવતા હતા, જે તેઓ બને તેટલી શાંતિથી વેદતા હતા. કોઈ પણ પ્રત્યે કઈ પણ પ્રકારનો અ૮૫ પણ દોષ કરવો ઉચિત નથી તેવો ઉત્કૃષ્ટપણે નિર્ધાર તેમણે આ વર્ષમાં કરી લીધે હતું, અને તે પ્રમાણે વર્તતાં તેમણે મનને ઘણું વશ કરી લીધું હતું. તેમને વર્તતા વૈરાગ્યને ફુટ કરતાં તેમનાં નીચેનાં વચન જુઓ – જે ઉપેક્ષા કરીએ તે ગૃહસ્થપણે પણ વનવાસીપણે ભજાય એવો આકરો વૈરાગ્ય વતે છે.”૪૮ “કેઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભેગકર્મ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે તેનું પૂર્વોનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ.”૪૯ આ રાગ હોવાથી તેઓ પૂર્વ કર્મના ઉદયને લઈને સંસારમાં રહીને તે ઉદાસીન પણે વેદતા હતા, તે અહીં જણાય છે. પણ તેમાં સત્સંગની ખામી તેમને વારંવાર જણાઈ આવતી હતી. અને તે માટે પણ ઉપાધિ વદતા હતા. આમ શ્રીમની બાહ્ય તેમ જ આંતર શ્રેણીએ પોતાનો ભિન્ન ભિન્ન પ્રભાવ તેમના પર પાડવા ચાલુ કર્યો હતો, તે વિ. સં. ૧૯૪ભાં જોર પકડે છે. વિ. સં. ૧૯૪૯માં વ્યાપાર તથા સંસારની પ્રવૃત્તિ વધી હતી, તેથી એ વર્ષમાં લખાયેલા પત્ર વાંચીએ છીએ તો, ઉપાધિયોગના બળવાનપણાનો ઉલ્લેખ વારંવાર મળે છે. તેમાં તેમનો આત્મા લેશિત થતો હતો તેવું દેખાતું નથી, પણ ધારી નિવૃત્તિ મળતી નહોતી તેને ખેદ જણાય છે. વ્યાવહારિક રીતે જોઈએ તે તેમની મુશકેલીઓ એવી કઠિન ૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૩૨૨ ૪૮. એજન, આંક ૪૧૪, ૪૯. એજન, આંક ૪૧૫ Page #578 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શ્રી મદને કામિક આત્મવિકાસ નહતી કે તેમને તેમના પત્રોમાં વ્યક્ત થાય છે તેવું દુઃખ વેઠવું પડે. પણ તેમની સાચી ઉપાધિ એ જ હતી કે તેમની નિવૃત્તિ લેવાની ઈચ્છા જેમ જેમ વધતી જતી હતી, તેમ તેમ નિવૃત્તિ તેમનાથી દૂર ભાગતી હતી. આ ઈચ્છા વિરુદ્ધ સંસારમાં કરવું પડતું પ્રવર્તન તે જ તેમની સૌથી મોટી ઉપાધિ હતી. આ ઉપાધિને વ્યક્ત કરતાં ઘણું વચને આ વર્ષના પત્રોમાં જોવા મળે છે. તત્ત્વબોધને લગતા પત્રોમાં પણ વચ્ચે વચ્ચે તેમને ઉપાધિરોગ આવી જાય છે, કારણ કે ઉપાધિને લીધે લખવાનું બની શકતું નથી, અન્ય પારમાર્થિક પ્રવૃત્તિઓ થઈ શકતી નથી, તેવા ઉલ્લેખ તેમાં આવેલા છે. વિ. સં. ૧૯૪૯ના આરંભમાં જ તેમણે ભાગભાઈને લખ્યું હતું કે – “ઉપાધિને દવા માટે જોઈતું કઠિનપણું મારામાં નથી, એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઈચ્છા રહ્યા કરે, તથાપિ ઉદયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે.પ૦ આ ઉપરાંત જુઓ તેમનાં અન્ય વચનો – “પરમાર્થનું દુઃખ મટયા છતાં સંસારનું પ્રાસંગિક દુઃખ રહ્યા કરે છે, અને તે દુઃખ પિતાની ઈચ્છાદિના કારણનું નથી. ''પ૧ કાળ સંબંધી તીર્થકરવાણી સત્ય કરવાને અર્થે “આવો” ઉદય અમને વર્તે છે, અને તે સમાધિરૂપે દવા યોગ્ય છે.”૫૨ ઉપાધિન જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જગની વિશેષ ઇચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિને જોગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિને ભીડે છે. કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હોય તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય.”૫૩ જે પ્રવૃત્તિ અત્ર ઉદયમાં છે, તે બીજે દ્વારેથી ચાલ્યા જતાં પણ ન છોડી શકાય એવી છે, વેદવાયોગ્ય છે માટે તેને અનુસરીએ છીએ, તથાપિ અવ્યાબાધ સ્થિતિ વિશે જેવું ને તેવું સ્વારશ્ય છે.”૫૪ ગઈ સાલના માર્ગશીર્ષ માસમાં અત્રે આવવું થયું ત્યારથી ઉત્તરોત્તર ઉપાધિયોગ વિશેષાકાર થતો આવ્યો છે. ૫૫ આમ વારંવાર જેનો ઉલ્લેખ કરવો પડે તેટલે પ્રબળ ઉપાધિયોગ વેઠતા હોવા છતાં, ત્યાગી થવાનો અભિલાષ બાજુએ મૂકવો પડ્યો હોવા છતાં, શ્રીમદ્ આત્માની સમતા ઘણી જાળવી રાખતા હતા. દહનું પણ મમત્વ તેમને છૂટી ગયું હતું. દેહને ઉપગ તેમને માત્ર આત્માથે જ જણાતું હતું. તેથી એક પત્રમાં તેમણે લખ્યું હતું કે – ૫૦-૫૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૪૨૫. પર. એજન, અાંક ૪૩૩. ૫૩. એજન, આંક ૪૩૯. ૫૪. એજન, આંક ૪૪૯. ૫૫. એજન, આંક ૪૫૩. Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રીમની જીવનસિદ્ધિ “ અમારા અભિપ્રાય કઈ પણ દેહ પ્રત્યે હાય તા તે માત્ર એક આત્માર્થે જ છે, અન્ય અર્થ નહીં, પણ આત્માથે છે. ૫૬ આ આત્મા માટે તેમને સસંગપરિત્યાગની ઇચ્છા રહ્યા કરતી હતી. અને તે પાર પાડવામાં ઘણાં વિના દેખાતાં હોવાથી તેમને મૂંઝવણ પણ થતી હતી. તેમણે આ ત્યાગ વિશે આ વર્ષમાં લખ્યુ હતું કે ઃ— 66 ‘ઘણું કરીને આત્મામાં એક જ રહ્યા કરે છે કે જ્યાં સુધી આ વેપારપ્રસગે કામકાજ કરવું રહ્યા કરે, ત્યાં સુધી ધર્મકથાદિ પ્રસંગે અને ધર્મના જાણનારરૂપે કાઈ પ્રકારે પ્રગટમાં ન અવાય એ યથાયેાગ્ય પ્રકારે છે. ૫૭ આ બધી મુશ્કેલીઓમાં તેમણે જે વિકાસ આ વર્ષમાં સાધ્યા હતા તે તેમનાં નીચેનાં વચના જણાવે છે - ૮ જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દૃષ્ટિ જગતના સર્વ આત્માને વિશે છે. જેવા આ સ્નેહ આત્મા પ્રત્યે છે, તેવા સ્નેહ સ . આત્મા પ્રત્યે વતે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઇચ્છીએ છીએ, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઇચ્છીએ છીએ. જે જે આ આત્મા માટે ઇચ્છીએ છીએ, તે તે સર્વ આત્મા માટે ઇચ્છીએ છીએ. જેવા આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, તેવા જ સર્વાં દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ... આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને કયારેય થઈ શકતી નથી. ૫૮ રાગ-દ્વેષનું ઘણું અલ્પત્વ એ તેમના આત્માએ સાધેલા આ વર્ષના વિકાસ ગણી શકાય. આ વર્ષોમાં તેમના ખ્યાલ હતા કે જે ઉપાધિયાગ શરૂ થયા છે, તેની જલદી પૂર્ણતા આવે તેમ નથી. એટલે એક પત્રમાં લખ્યું હતુ` કે :– “ મનમાં એમ ને એમ રહ્યા કરે છે કે અલ્પ કાળમાં આ ઉપાધિયાગ મટી ખાદ્યાન્યતર નિગ્રંથતા પ્રાપ્ત થાય તા વધારે યેાગ્ય છે, તથાપિ તે વાત અપ કાળમાં અને એવું સૂઝતું નથી, અને જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી તે ચિંતના મટી સંભવતી નથી. ૫૯ શ્રીમદ્ સેવેલી આ દહેશત સાચી પડી હતી, તે વિ. સ. ૧૯૫૦માં તેમણે લખેલા પત્રો જોતાં જણાય છે. વિ. સ. ૧૯૫૦ની શરૂઆતમાં આ ઉપાધિ વધી હતી, અને તેથી બાહ્યથી કથારેક ચિત્તની અવસ્થા પણ આવી જતી હતી, તેથી લાંબા વખત સુધી તેએ મુમુક્ષુએને પત્ર પણ લખી શકતા નહાતા. અને ઘણી વાર તેા એવું બનતું કે થાડા કાગળ લખ્યા પછી ૫૬. “ શ્રીમદ્ રાજચંદ્ર ’, અગાસ આવૃત્તિ, આંક ૪૩૧ ૫૮. એજન, આંક ૮૬૯ ૫૭. એજત, આંક ૪૬૩. ૫૯. એજન, આંક ૪૫૩, Page #580 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શ્રી મદને કામિક આત્મવિકાસ ૫૬૧ વૈરાગ્ય આવતાં તે અધૂરો જ મૂકી દેતા; વળી, બીજે સમયે લખવા પ્રવૃત્ત થતા. આમ આ ઉપાધિએ તેમણે ઘણા મૂંઝવણમાં મૂક્યા હતા. જુઓ – ઉપાધિના એગથી ઉદયાધીનપણે બાહ્ય ચિત્તની કવચિત્ અવ્યવસ્થાને લીધે તમ મુમુક્ષુ પ્રત્યે જેમ વર્તવું જોઈએ તેમ અમારાથી વતી શકાતું નથી.”૬૦ મન, વચનને તથા કાયાને વ્યવસાય ધારીએ તે કરતાં હમણાં વિશેષ વર્યા કરે છે, અને એ જ કારણથી તમને પત્રાદિ લખવાનું બની શકતું નથી.” એક એક કાગળ લખતાં દશદશ, પાંચ પાંચ વખત બબ્બે-ચરચાર લીટી લખી તે કાગળ અધૂરા મૂકવાનું ચિત્તની સ્થિતિને લીધે બને છે. ક્રિયા વિષે રૂચિ નહીં, તેમ પ્રારબ્ધબળ પણ તે ક્રિયામાં હાલ વિશેષ ઉદયમાન નહીં લેવાથી તમને તેમ જ બીજા મુમુક્ષુઓને વિશેષપણે કંઈ જ્ઞાનચર્ચા લખી શકાતી નથી.” ૬૨ આવા ઉપાધિગમાં અન્ય સામાન્ય જીવનું તે વયે જ પરવશ બની જાય, પણ શ્રીમદે તો તેમાંથી પણ માગ કર્યો હતો અને પોતાનું આત્મબળ વધાર્યું હતું. વિ. સં. ૧૯૪૯માં તેઓ તેનાથી થાકતા હોય તેવો અનુભવ થતો હતો, તેવી વૃત્તિ અહીં જોવા મળતી નથી. ગમે તે સંજોગોને હિંમતપૂર્વક સામનો કરી લેવાને તેમને નિર્ણય થઈ ગયો હતું. અને તેથી જ તેઓ “આમસમાધિમાં લેશ પણ ન્યૂનતા આવવા દીધા વિના, તેની સ્થિરતામાં વધારે કરી શક્યા હતા. જુઓ, તેમનાં નીચેનાં વચને – અત્રેના ઉપાધિપ્રસંગમાં કંઈક વિશેષ સહનતાથી વર્તવું પડે એવી મોસમ હોવાથી આત્માને વિષે ગુણનું વિશેષ સ્પષ્ટપણું વતે છે.”૬૩ અત્રે ઉપાધિરૂપ વ્યવહાર વતે છે. ઘણું કરી આત્મસમાધિની સ્થિતિ રહે છે, તે પણ તે વ્યવહારના પ્રતિબંધથી છૂટવાનું વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે, તે પ્રારબ્ધની નિવૃત્તિ થતાં સુધી તે વ્યવહારને પ્રતિબંધ રહે ઘટે છે, માટે સમચિત્ત થઈ સ્થિતિ રહે છે.” આમ હોવાથી દિન દિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે, ઘણી વાર ક્ષણે ક્ષણે સત્સંગ આરાધવાની જ ઇચ્છા વર્ધમાન થયા કરે છે. ”૬ ૫ અને એ આંતરિક સ્થિરતા વિશેષ મેળવી હોવાથી તેમને સર્વસંગત્યાગી થવાને અભિલાષ પણ ફરીથી આ વર્ષથી ખીલવા લાગ્યો હતો. ત્યાગી થવાની ભાવનાને – માર્ગ ૬૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક, ૪૭૮ ૬૧. એજન, આંક, ૫૦૪ ૬૨. એજન, આંક, પર૦ ૬૩. એજન, આંક, ૪૮૪ ૬૪. એજન, અંક, ૫૦૦ પ. એજન, આંક, પરપ ૭૧ Page #581 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી મદ્દન અષનસિદ્ધિ પ્રકાશવાની ભાવનાને – ઉલ્લેખ આ વર્ષના પત્રોમાં વિશેષ જોવા મળે છે. અને એ અભિલાષ ટૂંક સમયમાં પૂરો નહિ થાય તે અંગે પણ તેમને રહેતું હતું, અને તે વિશે ખેદ પણ રહેતે હતો. વળી, વ્યાવહારિક કામોમાં ભાગ લેવાનું કે સલાહ આપવાનું પણ તેમણે બંધ કર્યું હતું. વિ. સં. ૧૯૫૦ના ભાદરવા વદ ૧૨ ના રોજ ભાગભાઈને લખ્યું હતું કે – વ્યાવહારિક જંજાળમાં અમે ઉત્તર આપવા યોગ્ય નહીં હોવાથી રેવાશંકરભાઈને આ પ્રસંગનું લખ્યું છે.” આમ તેમણે જેમ બને તેમ વ્યાવહારિક સંબંધમાં પ્રવર્તવાનું ઓછું કરી નાખ્યું હતું. ચિત્તની વિશેષ નિર્મળતા તથા સ્વસ્થતાને કારણે તત્ત્વજ્ઞાનને લગતા પત્રો વિશેષ લખાયેલા જોવા મળે છે. શ્રી લલ્લુજી મહારાજ આદિને જૈનદર્શન અનુસાર, સમજણ આપતા પત્ર પણ ઠીક ઠીક લખાયા છે. કેટલાક પત્રોમાં તેમણે જૈન તથા વેદાંત દર્શનની સરખામણી કરેલી પણ જોવા મળે છે, જેમાં જૈનદર્શન શા કારણથી વધુ યોગ્ય છે તે પણ તેમણે સમજાવેલું છે. જૈનદર્શનના સિદ્ધાંતે સમજાવતાં પણ ઘણું પત્રો લખાયેલા છે, જે બધામાં “છ પદ”ન. પત્ર સર્વોત્તમ છે. તેમાં આત્માનાં છ પદની સમજણ તેમણે આપી છે. - આમ આ વર્ષમાં તેમણે વિશેષ આત્મબળ મેળવ્યું જણાય છે. આ ઉપરાંત વીતરાગમાર્ગ પ્રતિનું વલણ પણ વિશેષ જોવા મળે છે. અને ક્ષાયિક ચારિત્રી થવાની, અશરીરિ થવાની આકાંક્ષા પણ પ્રબળ બનતી જણાય છે. આ બધી વસ્તુની વિશેષતા વિ. સં. ૧૫૧ની સાલમાં આવે છે, અને તેમની નિવૃત્તિની ઈછા પ્રબળ બને છે. આ વર્ષથી વ્યાપારથી નિવૃત્ત થઈ, સઘળો ભાર તથા પૈસે તેઓએ તેમના ભાઈ શ્રી મનસુખભાઈને સેંપવાનો નિર્ણય કર્યો હતો. તે પાર પાડવા તેઓ તેમના ભાગીદારોને કહે છે. પણ શ્રીમદ્દની વ્યાપાર આદિની કુશળતાને કારણે તેઓ તેમને પેઢીના સલાહકાર તરીકે ચાલુ રહેવા વિનવે છે, જે શ્રીમદ માન્ય કરે છે, પણ તેમનું વ્યાપારાદિમાં ચિત્ત ઘણું ઊઠી ગયું હતું. અને તેનાથી નિવૃત્ત થવાને માર્ગ જ તેઓ શોધ્યા કરતા હતા. તે વિશેનાં શ્રીમદ્દન વિ. સં. ૧૫૧ માં લખાયેલાં નીચેનાં વચને જુઓ - આડતને વ્યવસાય ઉત્પન્ન થયો તેમાં કંઈક ઈચ્છાબળ અને કંઈક ઉદયબળ હતું. પણ મોતીનો વ્યવસાય ઉત્પન્ન થવામાં તે મુખ્ય ઉદયબળ હતું. બાકી વ્યવસાયને હાલ ઉદય જણાતું નથી. અને વ્યવસાયની ઈરછા થવી તે તે અસંભવ જેવી છે. ૭ હાલ વ્યવસાય વિશેષ છે, ઓછો કરવાને અભિપ્રાય ચિત્તમાંથી ખસતે નથી અને વધારે થયા કરે છે. '૬૮ દ૬. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ, આંક, પર૭ ૬૭. એજન, આંક, પ૪૦ ૬૮. એજન, આંક, પ૪પ Page #582 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શ્રીમહને કામિક આત્મવિકાસ મોતીના વેપાર વગેરેની પ્રવૃત્તિ વધારે ન કરવા સંબંધીનું બને તે સારું, એમ લખ્યું તે યથાયોગ્ય છે; અને ચિત્તની નિત્ય ઇરછા એમ રહ્યા કરે છે. લોભ હેતુથી તે પ્રવૃત્તિ થાય છે કે કેમ? એમ વિચારતાં લાભનું નિદાન જણાતું નથી. વિષયાદિની ઇચ્છાએ પ્રવૃત્તિ થાય છે, એમ પણ જણાતું નથી, તથાપિ પ્રવૃત્તિ થાય છે, એમાં સંદેહ નથી. જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે.”૬૯ આમ વેપારાદિમાંથી નિવૃત્તિ લેવાની તેમની ઈચ્છા વધી ગઈ હતી. અને તેમ કરવા માટે કોઈ રસ્તો હોય તે તે જણાવવા તેમણે સભાગભાઈને કેટલીક વખત લખ્યું હતું. અન્ય વ્યાવહારિક કાર્યોમાં તે તેઓ ન છૂટકે ભાગ લેતા હતા. એવા એક પ્રસંગે તેમણે આ વર્ષમાં સોભાગભાઈને લખ્યું હતું કે – આપ લખ્યું કે વિવાહના કામમાં આગળથી આપ પધાર્યા છે તે કેટલાક વિચાર થઈ શકે. તે સંબંધમાં એમ છે કે એવાં કાર્યોમાં મારું ચિત્ત અપ્રવેશક હોવાથી – અને તેમ તેવાં કાર્યનું માહાતમ્ય કંઈ છે નહીં એમ ધ્યાન કર્યું હોવાથી મારું અગાઉથી આવવું કંઈ તેવું-ઉપયોગી નથી.”૭૦ વળી, તે જ વર્ષમાં શ્રીમદનાં બહેનનાં પણ લગ્ન થવાનાં હતાં. તેમાં પણ ભાગ લેવાની તેમની ઈચ્છા નહોતી. પણ માતાપિતાને દુ:ખ ન પહોંચે તે ભાવથી લગ્નમાં જવાને તેમણે વિચાર રાખ્યું હતું. તે વિશે શ્રી સોભાગભાઈને ઉપરના જ પત્રમાં લખ્યું હતું કે – તે પ્રસંગ પર આવવું કે ન આવવું એ વિચાર પર ચક્કસ હાલ ચિત્ત આવી શકશે નહિ કેમકે તેને ઘણે વખત છે અને અત્યારથી તે માટે વિચાર સૂઝી આવે તેમ બનવું કઠણ છે. ત્રણ વર્ષ થયાં તે તરફ જવાયું નથી તેથી શ્રી રવજીભાઈના ચિત્તમાં તથા માતુશ્રીના ચિત્તમાં, ન જવાય તે વધારે ખેદ રહે, એ મુખ્ય કારણ તે તરફ આવવા વિષેમાં છે. તેમ અમારુ ન આવવું થાય તો ભાઈબહેનને પણ ખેદ રહે, એ બીજું કારણ પણ આવવા તરફના વિચારને બળવાન કરે છે.”૭૧ આમ તેઓ વ્યાવહારિક પ્રસંગમાં ભાગ લેવાનું બંધ કરવાના વિચાર ઉપર આવી ગયા હતા, અને સર્વસંગપરિત્યાગની ઈચ્છા વિશેષ બળવાન બની હતી. તે વિશેના ઉલ્લેખ પણ આ સાલમાં વારંવાર જોવા મળે છે. જુઓ - સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં એ અપ્રતિબંધ અસંગભાવ ચિત્તે બહુ વિચાર્યો હોવાથી તે જ પ્રવાહમાં રહેવું થાય છે.”૭૨ આમ તેઓ ત્યાગી થવાની ભાવના ભાવતાં ભાવમાં પણ સંસારને નિભાવ કરતા હતા. તેમ તેઓ શા માટે કરતા હતા તે સમજાવતાં શ્રીમદે જે વચનો શ્રી ભાગભાઈને ૬૯. “શ્રીમદ રાજચંદ્ર, અગાસ આવૃતિ આંક ૫૭૬ ૭૦–૭૧. એજન, આંક ૫૪૦ ૭ર. એજન, આંક ૫૪૭ Page #583 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની છલતસિદ્ધિ લખ્યાં છે તે બહુ મનનોગ્ય છે. અને તેમની આંતરિક સ્થિતિ જાણવામાં પણ તેટલાં જ ઉપયોગી છે – “જ્ઞાની પુરુષગ્ન આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહિ, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હેય, એમ છતાં પણ તેથી નિવવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે; જે રીતને આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એ સંભવ રહે તેવો ઉદય પણ જેટલે બન્યો તેટલે સમપરિણામે વેદ્યો છેકે તે દવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કઈ રીતે થાય તે સારું એમ સૂઝયાં કર્યું છે, પણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે, તે અલ્પ કાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણું જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે, પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હોય તે પણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર થવાય તો સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીને જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી. ”૭૩ વિ. સં. ૧૯૪૮ આસપાસથી શરૂ થયેલો પ્રબળ ઉપાધિ. તેમણે સમપણે ત્રણ ત્રણ વર્ષ સુધી વેદ્ય તેને ઉલ્લેખ ઉપરના અવતરણમાં જોઈ શકાય છે. સાથે સાથે માર્ગ ઉપદેશવા માટે જોઈતી જ્ઞાનદશા તેમણે પ્રાપ્ત કરી લીધી હતી, તે પણ અહીં જાણી શકાય છે. તેમાં માત્ર ત્યાગની ખામી છે, એથી એ પ્રાપ્ત કરવાની અભિલાષા વધી હોય તે સ્વાભાવિક છે. તેમ છતાં પોતાની જ્ઞાનદશા વિશે બીજાને પ્રશંસાપૂર્વક કહેવા તરફ તેમને અરુચિ હતી; તેમણે લખ્યું હતું કે – “અમારું કહિપત માહાભ્ય ક્યાંય દેખાય એમ કરવું, કરાવવું કે અનુમોદવું અમને અત્યંત અપ્રિય છે.”૭૪ વિ. સં. ૧૫૧ના વર્ષમાં પોતાની આત્મદશા કેવી વર્તતી હતી તે વિશે એક પત્ર તેમણે ભાગભાઈને લખ્યો હતો. તે ઉપરાંત ઠેકઠેકાણે એ વિશેના ઉલ્લેખ પણ આવે છે તે પરથી આપણે જાણી શકીએ છીએ કે તેમને અસંગપણની વિશેષતા થઈ હતી. તેમણે કરેલું પિતાની અસંગતાનું વર્ણન તેમના જ શબ્દમાં જોઈએ – “એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વતે છે, અને તેવું અવ્યવસ્થિતપણું લેકવ્યવહારથી પ્રતિકૂળ હોવાથી લેકવ્યવહાર ભજ ગમતું નથી, અને તજો બનતો નથી; એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેચવામાં આવ્યા કરે છે.” ખાવાને વિષે, પીવાને વિષે, બલવાને વિષે, શયનને વિષે, લખવાને વિષે કે બીજા વ્યાવહારિક કાર્યોને વિષે જેવા જોઈએ તેવા ભાનથી પ્રવર્તાતું નથી, અને તે ૭૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૫૬૦ ૭૪. એજન, આંક ૧૫૮ Page #584 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શ્રીમદને કમિક આત્મવિકાસ ૫૬૫ પ્રસંગે રહ્યા હોવાથી આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં વિપત્તિ આવ્યા કરે છે; અને તે વિશેનું ક્ષણે ક્ષણે દુઃખ રહ્યા કરે છે.”૭૫ આ જ ભવન વિષે અને થોડા જ વખત પહેલાં વ્યવહારને વિષે પણ સ્મૃતિ તીવ્ર હતી. તે સ્મૃતિ હવે વ્યવહારને વિષે કવચિત જ, મંદપણે પ્રવર્તે છે. થોડા જ વખત પહેલાં, એટલે થોડાં વર્ષો પહેલાં વાણી ઘણું બોલી શક્તી, વક્તાપણે કુશળતાથી પ્રવતી શકતી, તે હવે મંદપણે અવ્યવસ્થાથી પ્રવર્તે છે. થોડાં વર્ષ પહેલાં, છેડા વખત પહેલાં લેખનશક્તિ અતિ ઉગ્ર હતી, આજે શું લખવું તે સૂઝતાં સૂઝતાં દિવસના દિવસ વ્યતીત થઈ જાય છે, અને પછી પણ જે કંઈ લખાય છે, તે ઈચ્છેલું અથવા એગ્ય વ્યવસ્થાવાળું લખાતું નથી; અર્થાત્ એક આત્મપરિણામ સિવાય સર્વ બીજાં પરિણામને વિષે ઉદાસીનપણું વતે છે; અને જે કંઈ કરાય છે તે જોવા જોઈએ તેવા ભાનના સોમાં અંશથી પણ નથી થતું. જેમ તેમ અને જે તે કરાય છે.”૭૫-ગ વનને વિષે અથવા એકાંતને વિષે સહજસ્વરૂપને અનુભવ એવો આત્મા નિર્વિષય કેવળ પ્રવતે એમ કરવામાં સર્વ ઈચછા રેકાણી છે.” આમ ભરપૂર પ્રવૃત્તિમાં પણ શ્રીમદ્દ લગભગ અસંગદશા પ્રાપ્ત કરી શકયા હતા, તે આપણે ઉપરનાં અવતરણેમાં જોઈ શકીએ છીએ. આ વર્ષમાં તેમના આત્મવિકાસને ત્રીજો તબક્કો પૂર્ણ થાય છે. આ તબક્કા વિષે શ્રીમદ્દે એક કાવ્યમાં લખ્યું છે કે – ત્યાં આવ્યો રે ઉદય કાર, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક પંચ રે.”૭૭ વ્યાપારને લગતી અને સાંસારિક જવાબદારીઓ નિસ્પૃહ રહીને અદા કરવાને ભાર તેમણે આ વર્ષોમાં ઉઠાવ્યો હતો. અને જેમ જેમ પ્રવૃત્તિ વધતી ગઈ તેમ તેમ તેમને અસંગતાને રંગ પણ વધવા લાગ્યા. પરિણામે સંસારાર્થ અને પરમાર્થ બંને સાચવવા માટે તેમને પ્રબળ પરિશ્રમ ઉઠાવવા પડ્યો. આથી આ વર્ષોમાં તેમની અંગત પરિસ્થિતિ જણાવતા ઘણુ પત્રો મળે છે, તો બીજી બાજુ સાહિત્યિક રચનાઓ કહી શકીએ તેવી કૃતિઓ ભાગ્યે જ જોવા મળે છે. વળી, તેમણે વેઠેલા મંથનની વિચારણાનું કેટલુંક ટાંચણ તેમની હસ્તધમાં પણ જોવા મળે છે. દાખલા તરીકે, “વૈશ્ય અને નિર્ચથભાવે વસતાં કિટ કેટ વિચાર થયા કરે છે.”૭૮ પણ તેમાં મિતિ મળતી ન હોવાથી આત્મવિકાસ જાણવા માટે તે ને બહુ ઉપયોગી થતી નથી. ૭૫-૭૫૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક પ૮૩. ૭૬. એજન, આંક ૫૯૨ ૭૭. એજન, હાથને ધ–૧ (૩૨), પૃ. ૮૦૧ ૭૮. એજન, હાથોંધ-૧ (૩૮). ૫. ૮૦૩ Page #585 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની છલનાસિદ્ધિ આ ઉપરાંત આ તબકકામાં એક બીજો ફેરફાર પણ જોવા મળે છે. વિ. સં. ૧૯૪૬ સુધી શ્રીમદ્દ જે પત્રો લખતા હતા તેમાં તેઓ દસ્કતની જગ્યાએ મુખ્યત્વે પિતાનું નામ લખી પ્રણામ લખતા હતા; જેમ કે – “વિ. રાયચંદના સપુરુષને નમસ્કાર સહિત પ્રણામ” - આંક ૫૦. “ધિ. આપના માધ્યસ્થ વિચારેના અભિલાષી રાયચંદ રવજીભાઈના પંચાંગી પ્રશસ્તભાવે નમસ્કાર” – આંક ૬૧. “ ધર્મોપજીવન ઈચ્છક રાયચંદના વિનયયુક્ત પ્રણામ - આંક ૬૮. “પ્રારબ્ધથી જીવતા રાયચંદના યથાયોગ્ય ” – આંક ૧૪૩. વગેરે. પણ સમય જતાં જેમ જેમ તેમના આત્માની દશા ઉચ્ચ થતી ગઈ તેમ તેમની દત કરવાની રીતમાં પણ ફેરફાર થતો ગયો હતો. આ તબક્કામાં તેઓ ભાગ્યે જ પોતાનું નામ દસ્કતની જગ્યાએ લખતા જણાય છે. તેઓ નામને બદલે આત્માની દશા બતાવતાં વિશેષણોને ઉપયોગ વધારે કરતા જણાય છે; જેમ કે – “લિ. બાધબીજ” - ૩૪૨. “શ્રી સ્વરૂપના યથાગ્ય” – ૩૭૧. “બે સ્વરૂપના યથાયોગ્ય” – ૩૧૨. “આત્મ પ્રણામ” – ૪૪૨. વિપરિત કાળમાં એકાકી હોવાથી ઉદાસ ” – ૪૬૬.“અભિન્ન બેધમયના પ્રણામ પહોંચે ” - ૩૬૪. વગેરે. આ બંને પ્રકારના દસ્કતના નમૂના જોતાં ખ્યાલ આવે છે કે તેમના આત્માની દશામાં થયેલા ફેરફારને નિર્દેશ દસ્કતમાં પણ જોવા મળે છે. ચેાથે તબક્કો : કેવળ લગભગ ભૂમિકા વિ. સં. ૧૯૪૮થી વિ. સં. ૧૫૧ સુધીનાં ત્રણ વર્ષના ગાળામાં શ્રીમદે પ્રવૃત્તિને પ્રબળ ઉદય વેદ્યો હતે. અને તે ઉદયકાળમાં પોતાની આત્માર્થતા ચૂકી ન જવાય તે માટે તેમને સતત કાળજી રાખવી પડી હતી. આ ઉદય વિ. સં. ૧૫રથી નબળા પડવા લાગ્યો, અને શ્રીમદ્દે તે વિશે રાહત પણ અનુભવી. આ વર્ષનો માટે ભાગ તે તેઓ આત્મસાધના અથે મુંબઈની બહાર નિવૃત્તિક્ષેત્રોમાં રહ્યા હતા. અને વિ. સં. ૧૯૫૧માં પ્રવૃત્તિથી લાગેલી પછડાટને વિશ્રાંતિ આપવાને પણ પ્રયત્ન તેમણે કર્યો હતો. વિ. સં. ૧૯૫૨માં તેઓ રાળજ, કાવિઠા, વસો વગેરે જગ્યાએ રહ્યા હતા. તેમાં સામાન્ય નહિ પણ ત્યાગીનું જીવન તેઓ જીવતા હતા.૯ આંતરિક અસંગતા સાથે બાહ્ય અસંગત્તા પ્રાપ્ત કરવાના પ્રયત્ન તેમણે ચાલુ કરી દીધા હતા. સૂવા માટે તેઓ ગાદલું રાખતા નહિ, ડાંસ, મચ્છર આદિના ઉપદ્રવ શાંતિથી સહન કરતા અને બીજા પણ કુદરતી પરિષહ સહેતા હતા. અર્ધરાત્રિએ ઊઠીને જંગલમાં જઈ ત્યાં ધ્યાનમાં બેસતા. ખોરાકમાં પણ ઘણું સાદાઈ રાખતા. અમુક વખતે માત્ર બાફેલાં શાકભાજી લેતા, તે અમુક સમય બે રૂપિયાભાર લોટની રોટલી અને થોડું દૂધ એટલું જ આખા દિવસના ખેરાક તરીકે ઉપગમાં લેતા; બીજી વખત દૂધ કે કશું લેતા નહિ. અમુક વખત માત્ર ઘી અને દૂધમાં બનાવેલી રઈને દિવસમાં એક જ વખત ઉપયોગ કરતા. આમ બાહાથી પૂરા સંયમી બનવાના દઢ પ્રયાસે તેમણે આ વર્ષમાં આર્યા. ૭. શ્રીમદના આ ત્યાગી જીવનના અનેક મુમુક્ષુ એ સાક્ષી હતા. આ મુમુક્ષુઓએ પાતાને થયેલે શ્રીમદનો ત્યાગી તરીકેને પરિચય “ અર્ધશતાબ્દી મારગ્રંથમાં તથા “શ્રીમદ રાજચંદ્ર - જીવનકળા”માં વર્ણવ્યા છે. Page #586 -------------------------------------------------------------------------- ________________ - ૫૬૦ ૧૨. શ્રીમાને કમિક આત્મવિકાસ દિવસને ઘણેખરો ભાગ ગ્રંથવાચન તથા મનનમાં પસાર થતા. અને કેટલોક સમય અંબાલાલભાઈ, સેભાગભાઈ લલ્લુજી મહારાજ આદિ મુનિઓ તથા સુમુક્ષુઓ સાથેના સત્સંગમાં પસાર થતું. તે સમયે તે સર્વને શ્રીમદ્દ તરફથી અપૂર્વ બંધ થતા તેવા ઉલ્લેખ ળે છે. એક વખત શ્રીમદ્દ એકાંતમાં બેસીને કંઈ બોલતા હતા, તેઓ શુ બોલે છે તે જાણવાની જિજ્ઞાસા મુનિ દેવકરણજીને થઈ, કારણ કે તેમને તે વખતે શ્રીમની મુખમુદ્રા તદ્દન કષાયરહિત તથા શાંત દેખાતી હતી. અને મુખ પર પ્રસન્નતાના ભાવે છવાયેલા હતા. તેમણે સાંભળ્યું તે શ્રીમદ્ પિતાને કહી રહ્યા હતા કે – અડતાલીસની સાલમાં રાળજ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં વસે ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્દભુત ગદ્ર પરમ સમાધિમાં રહેતા હતા, અને આ વનક્ષેત્રે વર્તતા પરમાત્મા પણ અદભુત ગીંદ્ર પરમ શાંત બિરાજે છે.”૮૦ આ વચન શ્રી દેવકરણજીએ લલ્લુજી મહારાજને ઉલ્લાસપૂર્વક લખી જણાવ્યાં હતાં, અને તે પછી શ્રીમદ્દ તરફથી થયેલા બેધથી પિતાને પ્રગટેલે ઉલ્લાસ પણ તેમાં વર્ણવ્યા હતા. આમ સર્વસંગત્યાગની પૂર્વતૈયારીરૂપ કડક સંયમ પાળવાની શરૂઆત શ્રીમદે વિ. સં. ૧૯૫૨માં કરી હતી. તે તેમનું પરમાર્થમાર્ગમાં ભરેલું એક નવું પગલું હતું. આ સમયે તેમની પત્રધારા પણ ઠીક ઠીક વહી હતી એમ દેખાય છે. અને તેમાં પણ જ્ઞાનચર્ચા વિશેષ જોવા મળે છે. સેભાગભાઈએ પુછાવેલા જ્ઞાનપ્રશ્નના ઉત્તરો તેમણે વિગતે આપ્યા હતા. તે વાંચતાં શ્રીમદને વીતરાગમાર્ગમાં પ્રગટેલી અનન્ય શ્રદ્ધાનો આપણને ખ્યાલ આવે છે. આ વર્ષના પત્રમાં અંગત પરિસ્થિતિને ઉલ્લેખ ક્યારેક જ જોવા મળે છે. તેવા એક પત્રમાં તેમણે લખ્યું છે કે – જન દર્શનની રીતિએ જોતાં સમ્યગ્દર્શન, અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે..જૈન પ્રસંગમાં અમારો વધારે નિવાસ થયે છે તે કોઈ પણ પ્રકારે તે માર્ગના ઉદ્ધાર અમ જેવાને દ્વારે વિશેષ કરીને થઈ શકે..હાલ બે વર્ષ સુધી તો તે યોગસાધન વિશેષ કરી ઉદયમાં આવે તેમ દેખાતું નથી. તેથી ત્યાર પછીની કલ્પના કરાય છે, અને ૩ થી ૪ વર્ષ તે માર્ગમાં ગાળવામાં આવ્યાં હેય તે ૩૦ મે વર્ષે સર્વસંગપરિત્યાગી ઉપદેશકનો વખત આવે..નાની વયે માર્ગને ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તતી હતી, ત્યાર પછી જ્ઞાનદશા આવ્ય કર્મ કરીને તે ઉપશમ જેવી થઈ પણ કઈ કઈ લો કે પરિચયમાં આવેલા, તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળમાર્ગ પર લક્ષ આવેલો...ઉપદેશક પુરુષનો જંગ બને તે ઘણું જીવ મૂળમાર્ગ પામે તેવું છે..એમ દેખાવાથી કંઈક ચિત્તમાં આવે છે કે આ કાય કાઈ કરે તે ઘણું સારું, પણ દૃષ્ટિ કરતાં તે પુરુષ ધ્યાનમાં આવતા નથી, એટલે કંઈક લખનાર પ્રત્યે જ દષ્ટિ આવે છે, પણ લખનારને જન્મથી લક્ષ એ ( ૮૦. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા”, આવૃત્તિ ૪, પૃ. ૭૬ર Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ પ્રીમની જીવનસિદ્ધિ છે કે એ જેવું એક જોખમવાળું પદ નથી, અને પિતાની તે કાર્યની યથાયોગ્યતા જ્યાં સુધી ન વતે ત્યાં સુધી તેની ઈચ્છા માત્ર પણ ન કરવી, અને ઘણું કરીને હજુ સુધી તેમ વર્તવામાં આવ્યું છે...કહેવાને હેતુ એ છે કે સર્વસંગપરિત્યાગ થયે તે કાર્યની પ્રવૃત્તિ સહજરવભાવે ઉદયમાં આવે તે કરવી એવી માત્ર કપના છે. તેને ખરેખરે આગ્રહ નથી. અમારા સંગમાં ત્યાગ કરવાને ઘણુ જીવને વૃત્તિ થાય એ અંગમાં ત્યાગ છે. ધર્મ સ્થાપવાનું માન મેટું છે, તેની સ્પૃહાથી પણ વખતે આવી વૃત્તિ રહે, પણ આત્માને ઘણી વાર તાવી જતાં તે સંભવ હવેની દશામાં છે જ દેખાય છે, અને કંઈક સત્તાગત રહ્યો હશે તે તે ક્ષીણ થશે એમ અવશ્ય ભાસે છે, કેમકે યથાયોગ્યતા વિના, દેહ છૂટી જાય તેવી દઢ ક૯૫ના હોય તે પણ, માર્ગ ઉપદેશ નહિ, એમ આત્મનિશ્ચય નિત્ય વર્તે છે. એક એ બળવાન કારણથી પરિગ્રહાદિ ત્યાગ કરવાનું વિચારી રહ્યા કરે છે. મારા મનમાં એમ રહે છે કે વેદોક્ત ધર્મ પ્રકાશ અથવા સ્થાપ હોય તે મારી દશા યથાયોગ્ય છે. પણ જિનેક્ત ધર્મ સ્થાપવો હોય તે હજુ તેટલી યોગ્યતા નથી, તો પણ વિશેષ યોગ્યતા છે, એમ લાગે છે.”૮૧ શ્રીમદે લખેલા પત્રમાંથી લીધેલા ઉપરના દીર્ઘ અવતરણ પરથી તેમની સમગ્ર પરિસ્થિતિ આપણને સમજાઈ જાય છે. તેઓ કેટલે અંશે નીરાગી બન્યા હતા, વીતરાગમાર્ગ પ્રકાશવાની તેમની કેવી મહેચ્છા હતી, તે માટે તેમનામાં કેવી યોગ્યતા હતી એ વગેરે વિશેનું પૃથક્કરણ તેમણે આ પત્રમાં આપ્યું છે, અને એથી એમને આત્મવિકાસ જાણવા માટે આપણને એ ખૂબ ઉપયોગી છે. પરમાર્થમાગ પ્રકાશવા માટે સર્વસંગત્યાગી બનવાની તેમની ઈચ્છા હતી, તે માટે તેમણે પ્રયતને પણ શરૂ કર્યા હતા. અને છતાં તેમ કરવા પાછળ તેમને કોઈ માન-ભાવ નહેાતે, તે તેમની આત્મિક ઉચ્ચ દશા બતાવે છે. આ વર્ષના અંતભાગમાં “ આત્મસિદ્ધિ” અને “મૂળમાર્ગ રહસ્ય” જેવી કૃતિઓની રચના કરી હતી, તે પણ તેમના જ્ઞાનની ઉરચદશાને સબળ પુરાવો છે. જે ઉપર જઈ તેવી અદ્દભુત દશા તેમની ન હોત તે સરળ ભાષામાં, ટૂંકાણમાં આવી તત્વસભર રચનાએ તેઓ આપી શક્યા ન હતા. _વિ. સં. ૧૫૩માં તેમની પત્રધારાને પ્રવાહ ઘણે ઘટી જાય છે. પરંતુ કેટલીક સાહિત્યિક કૃતિઓના સર્જન તરફ તેમનું વલણ વિશેષ રહે છે. પત્રો ઓછા લખાયા છે, પણ જે લખાયા છે તે મુખ્યત્વે જૈનદર્શનની તત્ત્વવિચારણને લગતા જ પડ્યો છે. અને કતિઓના સર્જનમાં પણ જૈનદર્શનને મહત્તવ અપાતું જોઈ શકાય છે. જે મોક્ષમાર્ગ પ્રકાશવાની તેમણે ઇરછા સેવી હતી, તેની વિચારણા જુદી જુદી રીતે કરીને ટપકાવી લીધેલી, અને તેમાંથી “જનમાર્ગ વિવેક”, “મેક્ષસિદ્ધિાંત”, “ દ્રવ્યપ્રકાશ”, “આનંદઘનવીશી”નું વિવેચન, “પંચાસ્તિકાય” નો અનુવાદ વગેરે કૃતિઓની પૂર્ણ કે અપૂર્ણ સ્વરૂપમાં આપણને પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત “પંથે પરમપદ બેધ્યે” અને “અપૂર્વ અવસર” જેવી કૃતિની રચના પણ આ વર્ષમાં થયેલી જણાય છે. ૮૧. “ શ્રીમદ રાજચંદ ”, અગાસ આવૃત્તિ, આંક ૭૦૮ Page #588 -------------------------------------------------------------------------- ________________ ૧૧. આમદને કામિક આત્મવિકાસ અપૂર્વ અવસર” એ તેમની અંગત પરિસ્થિતિ તથા અભિલાષા સૂચવતું જેના પરિપાટી અનુસાર રચાયેલું શ્રીમદ્દનું અનુપમ કાવ્ય છે. તેમાં બાહ્યાંતર નિર્ગથ થઈ, સર્વ પરિષહ અને ઉપસર્ગ સમભાવે સહીને “મોક્ષપદ” પામવાને તેમને અભિલાષ વ્યક્ત થયે છે, જીવ એક પછી એક ગુણસ્થાન કેવી રીતે ચડતો જાય છે તેનું ક્રમિક વર્ણન તેમાં આપેલું છે. અને તેમાં પિતાનું ગુણસ્થાન ભાવથી જોતાં સાતમું છે તેને પણ નિદેશ કરેલો છે. આમ વિ. સ. ૧૯૫૩માં તેઓ ભાવથી સાતમા ઉત્કૃષ્ટ ગુણસ્થાને આવી ગયા હતા તે આપણે જાણી શકીએ છીએ. તેમની એ કક્ષા લેવાની સાક્ષી પૂરે એ એક પ્રસંગ પણ વિ. સં. ૧૯૫૩માં બન્યું હતો. વિ. સ. ૧૯૫૬ના જેઠ વદ ૧૦ના રોજ તેમના પરમાર્થ સખા અને ૨ શ્રામરૂપ સભાગભાઈએ દેહ છોડ્યો. તે સમાચાર જાણ્યા પછીથી પણ તેમણે જે ધીરજ રાખી હતી, અને અન્ય મુમુક્ષુઓને જે બોધ આપ્યો હતો, તે જ તેમની આત્મિક ઉચ્ચ દશા બતાવે છે. તેમને આત્મા એટલી ઉચ્ચ કક્ષાએ વિરાજતો હતો, અને એવા પ્રકારની અસંગદશા પામ્યો હતો કે આ દુઃખને પણ તેઓ ખૂબ જ સહેલાઈથી પચાવી ગયા હતા. જૂઠાભાઈના અવસાન વખતે પોતાને થતા ખેદના જેવા ઉદ્દગારો શ્રીમદ્ કાઢયા હતા, તેમાંનું કંઈ પણ ભાગભાઈ વિશે તેમણે લખેલું જણાતું નથી. ભાગભાઈના ગુણને સંભાય છે, પણ તેમના વિયેગથી થતો ખેદ દર્શાવ્યો નથી. અને ખરી રીતે જોઈએ તે, તેમને ઠાભાઈ કરતાં ભાગભાઈ સાથે ઘણું વિશેષ અને લાંબા ગાળાને સંબંધ હતો; તેમ છતાં બંનેના અવસાનથી થયેલી અસરમાં જે ફેર દેખાય છે તે તેમની આત્મિક સ્થિતિને આભારી હતું તેમ આપણે કહી શકીએ. વિ. સં. ૧૯૫૪માં પણ તેમણે પરમાર્થમાર્ગમાં આગળ વધવાની જ પ્રવૃત્તિ રાખી હતી. તે વર્ષમાં અન્ય મુમુક્ષુઓને પરમાથે માર્ગદર્શન આપતા પત્રો વિશેષ જોવા મળે છે, સાથે સાથે પોતાની આંતરિક ઉચ્ચ દશાને વ્યક્ત કરતી તત્ત્વવિચારણા પણ તેમાં અપાયેલી છે. તેમનું ચિંતન ગૂઢ અને નિશ્ચયાત્મક બનતું જાય છે. બીજી બાજુ પત્રનું લખાણ વિશેષ ઘટી જાય છે. વિ. સં. ૧૫રની સાલથી નિવૃત્તિક્ષેત્રમાં રહેવાને સમય પણ તેમણે વધારી દીધું હતું, અને એ ક્ષેત્રોમાં કડક ત્યાગીનું જીવન તેઓ જીવતા હતા. આ વર્ષમાં કોઈ વિશિષ્ટ દશા જાણવા મળતી નથી. તેમણે પિતાની અભિલાષા વિશે વિ. સં. ૧૯૫૪ના આ માસમાં લખ્યું હતું કે – મારુ ચિત્ત, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામી નાસી ન જાય! મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખૂજલી આવતી હોય તે, આ શરીરને જડપદાર્થ જાણી પિતાનું માથું ખૂજલી મટાડવા આ શરીરને ઘસે ૮૨ વિ. સં. ૧લ્પપમાં શ્રીમદે ધારેલી નિવૃત્તિ મેળવી. તેઓ વેપારમાંથી સર્વથા નિવૃત્ત થયા, અને એક સભામાં લક્ષમી તથા સ્ત્રીને ત્યાગ કર્યો. અને એ વ્રત તેઓ સંપૂર્ણપણે ૮૨. શ્રીમદ્ રાજચંદ્ર, અગાસ આવૃત્તિ, આંક ૮૫૦ ૭૨ Page #589 -------------------------------------------------------------------------- ________________ શ્રી સની સિદ્ધિ પાળતા હતા. તે એટલે સુધી કે રેલગાડીમાં મુસાફરી કરતી વખતે ટિકિટ જેવી વસ્તુ પણ પોતાની પાસે રાખતા નહિ. ઘરમાં રહીને પાંચ મહાવ્રતનું પાલન ચાલુ કર્યું. અને મુનિ થવાની ફરી એક વખત તેમણે પોતાની માતા પાસે આજ્ઞા માગી. તેમણે થોડા કાળ પછી એ આજ્ઞા આપવા જણાવ્યું. દરમ્યાન તેઓ જુદે જુદે ક્ષેત્રે આત્મજ્ઞાનમાં મગ્ન રહેવા લાગ્યા. આ સમય દરમ્યાન તેઓ સંપૂર્ણ ઉદયાધીનપણે પ્રવર્તતા હતા, એથી એ વર્ષમાં લખાયેલા માત્ર ચાલીસેક જેટલા જ પત્રો મળે છે, અને તેમાં પણ ભાગ્યે જ કોઈ પત્ર આઠદશ લીટીથી લાંબો છે. તેમાં ગ્રંથ વિશેના અભિપ્રાયો, મોક્ષમાર્ગ વિશેને નિર્દેશ આદિ પરમાર્થ માર્ગ વિશેની વિચારણું જોવા મળે છે. આમ તેમણે ધારેલી અસંગદશા પ્રાપ્ત કરી, અને મુનિ થવા માટે માતા રજા આપે તેની રાહ જોવા લાગ્યા. અને એ જ જાતનું તેમનું જીવન વિ. સં. ૧૫દમાં પણ ચાલુ રહ્યું. તે વર્ષમાં પણ ભાગ્યે જ ચાલીસ જેટલા પત્ર લખાયેલા મળે છે. પણ તે બધામાં તેમની આત્મિક ઉચ્ચ દશાને આપણને ખ્યાલ આવે છે. પરિગ્રહાદિથી તેઓએ નિવૃત્તિ સ્વીકારી લીધી હતી, તેથી ઘણેખરે સમય અંબાલાલભાઈ, સાત મુનિઓ આદિ સાથેના સત્સંગમાં પસાર થયો હતો. મુનિઓને તો તેમના તરફથી સૂત્રગ્રંથની સમજણ પણ અપાઈ હતી. આ અરસામાં તેમનું જ્ઞાન કેટલે અંશે ખીલ્યું હતું તે બતાવતું એક વચન શ્રી લલ્લુજી મહારાજને તેમણે લખ્યું હતું કે – “એક શ્લોક વાંચતાં અમને હજારો શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપગ ફરી વળે છે.”૮૩ કેટલું જ્ઞાન હોય ત્યારે આ પરિસ્થિતિ આવે! તેઓ સર્વસંગપરિત્યાગી બનીને તેમના અગાધ જ્ઞાનને લાભ લોકોને આપે તે પહેલાં તો એક વિદન ઊભું થયું ? વિ. સં. ૧૫૬થી તેમની દેહતંદુરસ્તી ઘણી ખરાબ થઈ ગઈ અને ત્યાગી થવાય તેવી દશા રહી નહિ. દિવસે દિવસે માંદગી વધતી ગઈ, શરીર ઘસાતું ગયું, અને છેવટે તો માત્ર ૪૫ રતલ જેટલા વજનની તેમની કાયા થઈ ગઈ તે પણ તેમની ચિત્તપ્રસન્નતા કે અંતરાનંદમાં લેશ પણ ફેર પડયો ન હતે. | વિ. સં. ૧૫૭માં સારવાર અર્થે તેમને મુંબઈ, વઢવાણ, અમદાવાદ, રાજકોટ વગેરે સ્થળોએ રાખવામાં આવ્યા હતા, પણ કઈ જગ્યાએ સુધારો થયો નહીં. દેહની એટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં તેમને તે વિશે લેશ પણ દરકાર ન હતી. દેહને તે તેઓ પિંજર માનતા હતા, અને માત્ર આત્મામાં જ આનંદ માનતા હતા. એ આત્માનંદ લેવા માટે તેમને કોઈ વિદન કરી શકે તેમ નહોતા. સૂત્રગ્રંથો આદિનું તેમનું વાચન, મનન, ધ્યાન વગેરે તે ચાલુ જ હતાં. અને તેનાથી મળતા આનદની છાયા તેમના મુખ પર નિરંતર છવાયેલી રહેતી. તેઓ વીતરાગી બન્યા હતા. વિ. સં. ૧૯૫૭માં તેઓ અમદાવાદ આવ્યા તે વખતે મુનિએ પણ ચોમાસું પૂરું કરી ત્યાં આવ્યા હતા. તે વખતે ૮૩. “શ્રીમદ્ રાજચંદ”, અંગાસ આવૃત્તિ, આક ૯૧૭ Page #590 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શ્રીમદને કામિક આત્મવિકાસ શ્રી લલ્લુજી મહારાજ અને શ્રી દેવકરણજી મુનિને બોલાવીને તેમણે કહ્યું કે, અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશે નહિ.”૮૪ એ જાણીને બંને મુનિઓને ખૂબ જ આનંદ થયે હતો. શ્રીમદની આ વીતરાગતાની છાયા તેમણે લખેલા પત્રોમાં જે જાતના દસ્કત કરેલા છે, તેમાં પણ જોવા મળે છે. આ તબક્કામાં તેમની દસ્કત લખવાની શૈલીમાં ફેરફાર દેખાય છે. આ વર્ષોમાં પોતાનું નામ તો તેઓ ભાગ્યે જ લખતા જણાય છે. વળી, આત્મગુણ દર્શાવતાં વિશેષણોને ઉપયોગ પણ ઓછો થયેલો છે. અને શાંતિવાચક શબ્દો દક્તની જગ્યાએ છેવટનાં વર્ષોમાં જોવા મળે છે જેમ કે – “આત્મસ્વરૂપે પ્રણામ” – આંક ૪૮૫, “સહજાન્મસ્વરૂપ” – આંક ૩૬૪, “શાંતિ, શાંતિ, શાંતિ”- આંક ૯૧૫, શમમ- આંક ૯૪૫, “નિર્વિકલ્પ” - આંક ૮૪૩, “સહજાન્મસ્વરૂપે પ્રણામ” – આંક ૬૪૪, “શાંતિ” – આંક ૯૩૪. વગેરે. આ બધા દસ્કત વાંચતાં એ ખ્યાલ આવે છે કે તેઓ કેટલા નિર્મમ બન્યા હતા! વિ. સં. ૧૫૭ના ચૈત્ર વદ પાંચમના દિવસે રાજકોટમાં શ્રીમદને હિવિલય થયે. તેમના દેહવિલયના સમયની પરિસ્થિતિ તેમના ભાઈ મનસુખભાઈએ વિગતથી લખી છે, જે અગાઉ આપણે જોઈ ગયા છીએ.૮૫ આમ આપણે જોયું કે અંત સમય આવતાં સુધીમાં શ્રીમદ્દની આંતરિક દશા ઘણુ ઉગ્ર બની હતી. પણ તે કઈ કક્ષા સુધીની હતી તે માપવું ગજા બહારની વાત છે, તેમણે તે વિશે લખ્યું હતું કે – આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત ગ રે, કેવળ લગભગ ભૂમિકા, સ્પશીને દેહવિગ રે.”૮ ૬ “કેવળ લગભગ ભૂમિકાને સ્પર્યા પછી પોતાને દેહવિલય થશે તેવો નિર્દેશ તેમણે ઉપરની બે પંક્તિઓમાં આપ્યું છે. જૈન દર્શન અનુસાર જ્ઞાનના પાંચ ભાગ પાડેલા છે? મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ. શાસ્ત્રો અને સિદ્ધાંતોના વાચનથી તથા સ્મરણથી જ્ઞાન થાય તે શ્રુત અને મતિ જ્ઞાન. આ બંને પ્રકારનાં જ્ઞાન ઘણું મોટા પ્રમાણમાં તેમને હતાં તે અગાઉ આપણે જોયું છે. સ્થળ તેમ જ કાળની અમુક હદ સુધીનું જ્ઞાન હાવું તે અવધજ્ઞાન. અને સામાના મનના ભાવ જાણવા તે મન:પર્યવ : જ્ઞાન પણ શ્રીમદમાં હતાં તે પણ આપણે અગાઉ જોયું છે.૮૮ અને કેવળજ્ઞાન એટલે આત્માનું નિરાવરણ જ્ઞાન. આત્મા સંપૂર્ણ રીતે કર્મથી મુક્ત થાય ત્યારે આ જ્ઞાન પ્રગટે છે. ૮૪. “શ્રીમદ રાજચંદ્ર-જીવનકળા ", આવૃત્તિ ૫, પૃ. ૨૧૬. ૮૫. જુઓ પ્રકરણ ૧, “તેમનું અંતિમ વર્ષ” પૃ. ૮૮ ૮૬. “શ્રીમદ્ રાજચંદ્ર , અગાસ આવૃત્તિ, હાથોંધ-૧ (૩૨) ૮૭. જુઓ પ્રકરણ ૧, “તેમનું ભાષાજ્ઞાન તથા શાસ્ત્રજ્ઞાન” પૃ. ૪૬ ૮૮. જુઓ પ્રકરણ ૧, “શ્રીમદ્દ પ્રગટેલાં અવધિજ્ઞાન તથા લધિઓ” પૃ. ૪૨ Page #591 -------------------------------------------------------------------------- ________________ સહર શ્રીમતી જીવનસિદ્ધિ અહી” શ્રીમદ્દે કેવળજ્ઞાનની નહિ, પણ “ કેવળ લગભગ ભૂમિકા ”ની વાત કહી છે. ‘કેવળ લગભગ ભૂમિકા' એટલે શ્રુતકેવળી જેવી દશા. તેમાં તેને કેવી જેટલું જ, પણ સાંભળેલું જ્ઞાન હાય, અર્થાત્ અનુભવસ્વરૂપ નહિ, પણ શ્રવણુ કરેલું. કેવળજ્ઞાન સુધીનું જ્ઞાન. શ્રીમના જણાવ્યા પ્રમાણે તેમને ત્યાં સુધી જ્ઞાન પ્રકાશિત થયુ હતુ. પણ તેમના એ જ્ઞાનને પામવું કે માપવુ એ કાઈ તેમના જેવી જ્ઞાની વ્યક્તિનું જ કામ છે, બીજાનું તો તે ગજુ પણ નથી. અલબત્ત, એટલું નિશ્ચિતપણે કહી શકાય કે તેએ આત્માની કાઈ ઉચ્ચ, અલોકિક દશાએ વિરાજતા હતા. ગૃહસ્થદશામાં રહીને આત્મશ્રેય કરનારા વિરલા જ હાય છે. શ્રીમદ્ આવા વિરલા પુરુષામાંના એક વિરલા પુરુષ હતા. તેમણે સમ્યજ્ઞાન પ્રગટાવવાના પુરુષાથી શરૂ કરીને કેવળજ્ઞાન પ્રગટાવવા સુધીના પુરુષાથ ઉપાડયો હતો. અને તેની સફળતા મેળવવા માટે માત્ર ૩૩ વર્ષનું જ આયુષ્ય તેમને મળ્યું હતું. એટલા ટૂંકા ગાળામાં ભરતક્ષેત્રમાં પચમકાળે વધુમાં વધુ જેટલું જ્ઞાન મેળવી શકાય તેટલું જ્ઞાન તેમણે મેળવી લીધું હતું. અને આથી તો આ ભવ પછી મુક્ત થવા માટે એક જ ભવ બાકી છે તેવી ખાતરી પણ તેમને થઈ ગઈ હતી; જુએ ૯. શ્રીમદ્ રાજચંદ્ર ” અગાસ આવૃત્તિ, હાથનોંધ-૧ (૩૨) પૃ. ૮૦૧ * અવશ્ય ક્રમ ના ભાગ છે, લાગવવા અવશેષ રે; તેથી હુ એક જ ધારીને, જાશુ` સ્વરૂપ સ્વદેશ રે ’૯૯ k Page #592 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ શ્રીમના અન્ય વ્યક્તિએ પર પડેલેા પ્રભાવ શ્રીમનું જીવન એ એમ ત્યાગીનું જીવન હતુ. ખાળવયથી જ તેમનામાં વૈરાગ્યવૃત્તિ ખીલવા લાગી હતી, અને સમયના વહેવા સાથે તેની વૃદ્ધિ થતી ગઈ હતી. ર૪મે વર્ષે શુદ્ધ સમકિત પ્રકાશ્યા પછી તેમના એ વૈરાગ્ય વિશેષ ઘેરા બનતા ગયા હતા. તે પહેલાં તે રમણુરાક્તિ, અવધાનક્તિ, કવિત્વશકિત, જ્યાતિષની શક્તિ વગેરે શક્તિઓને લીધે ઠીક ઠીક ખ્યાતિ પામી ચૂકયા હતા. આ ઉપરાંત કરુણાભાવ, સર્વનું ભલું કરવાની વૃત્તિ, સની સાથે મૈત્રીભાવ, ઇત્યાદિ આંતરિક ગુણા પણ તેમનામાં સારા પ્રમાણમાં ખીલ્યા હતા. અને તે સની સાથે સરળ, મિષ્ટ વાણીને લીધે શ્રીમદ્ના એક જ વખત પરિચયમાં આવનાર વ્યક્તિ પણ તેમની પ્રરાસક બની જતી. તેમની સાથે વિવાદ કરવાની ઇચ્છાથી આવનાર અનેક વ્યક્તિઓ, તેમની સાથેના વાર્તાલાપ પછીથી તેમની પ્રશં`સક બનીને જતી તેવા પણ ઘણા દાખલાઓ નાંધાયેલા જોવા મળે છે. અને આવી વ્યક્તિએ શ્રીમના જ્ઞાનથી ઘણી પ્રભાવિત થઈ જતી. આ તા કાઈ કાઈ વખત શ્રીમના સમાગમમાં આવનાર વ્યક્તિઓની વાત થઈ. પરંતુ કેટલીક વ્યકિતએ તો તેમના સમાગમમાં અનેક વખત આવી હતી. તેમના આંતરિક ગુણાથી આકર્ષાયેલી એવી વ્યક્તિઓનુ એક એવુ વર્તુળ રચાયું હતું કે જે શ્રીમા નિર'તરના સહવાસ ઇચ્છતું. તેએમાંના ઘણા તા શ્રીમમય જ બની ગયા હતા, અને શ્રીમદના માર્ગદર્શન અનુસાર જ વર્તાવાની ચીવટ રાખતા, તથા તેમાં જ પેાતાનું કલ્યાણુ પણ માનતા. શ્રીમને તેઓ જ્ઞાની ગુરુ તરીકેનું માન આપતા, અને તેમની આજ્ઞાનુસાર થવાથી કેટલાકે તે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું" હતું, અને બીજાઓએ પણ યથાયેાગ્ય મુરુજીદશા પ્રાપ્ત કરી હતી. ખીજી બાજુ શ્રીમની આંતરિક શ્રેણી નિગ્રંથમાગ માં હતી, અને બાહ્ય શ્રેણી ગૃહસ્થની હતી, તેથી તેઓ બને ત્યાં સુધી ગુપ્ત જ રહેવાની અને આંતિરક શ્રેણીથી ન ઓળખાવાની ઈચ્છા રાખતા હતા, કારણ કે તેમના પૂરા પરિચયમાં ન આવનારાએ તેમના બાહ્ય ગૃહસ્થવેશ જોઈ વિકલ્પમાં પડી કમખાધ કરે તે ઇંન હતું. આથી જેમને જેમને શ્રીમદ્ની સાચે સ્વરૂપે આળખ થઈ હતી, તે સર્વને તેઓ પોતાના વિશે કયાંય ન જણાવવા વારવાર ભલામણુ કરતા. આથી તેમને યથાર્થી ઓળખનારાઓનુ` વર્તુળ તેમની હયાતીમાં નાનું જ હતું. આ વર્તુળ નાનું હાવાનુ` બીજું કારણ એ પણ હતું કે શ્રીમદ્રે પેાતાની તત્ત્વજ્ઞાનસભર કૃતિઓને પ્રસિદ્ધિ આપી ન હતી, કે જે દ્વારા લેાકેા તેમને જાણી શકે. આમ શ્રીમદ્ લેાકસમૂહથી ઈરાદાપૂર્વક દૂર રહ્યા હતા. Page #593 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની જીવનસિદ્ધિ આ બધાનુ' પરિણામ એ આવ્યુ. કે જેમને જેમને શ્રીમની ખરી એળખ થઈ તે શ્રીમદ્દના વૈરાગ્યાદિ ગુણાથી ર'ગાઈ ગયા, અને શ્રીમદ્ભય બની તેમના વિશેષ લાભ લેવા ભાગ્યશાળી થયા. આવા ભાગ્યશાળી મુમુક્ષુએ તે શ્રી જૂઠાભાઈ ઉજમશી, મનસુખભાઈ કી. મહેતા, મહાત્મા ગાંધીજી, અંબાલાલ લાલચંદ, સાભાગભાઈ લલ્લુભાઈ અને શ્રી લલ્લુજી મહારાજ હતા. એ બધાના જીવન ઉપર શ્રીમના ઘણા પ્રભાવ પડેલા જોવા મળે છે. ખીજી બાજુ તે બધાના ગુણાની અસર શ્રીમદ્ પર પણ થયેલી. આ બધા મુમુક્ષુને જીવનમાં કાઈ પ્રકારની મુશ્કેલી આવતી તા તે વિશે તેએ શ્રીમદ્ પાસે જ માદર્શન ઇચ્છતા, અને શ્રીમદ્ તેમને આધ્યાત્મિક રીતે યેાગ્ય માર્ગદર્શન આપતા પણ ખરા; તેથી આ બધાના ગૃહસ્થ જીવનમાં અને તેથી વિશેષ આધ્યાત્મિક જીવનમાં, શ્રીમના ઘણા અને પ્રબળ પ્રભાવ જોઈ શકાય છે. ૫૭૪ આ બધા ઉપરાંત, શ્રી ખીમજી દેવજી, ત્રિભેાવન માણેકચ`દ, રેવાશ ́કર જગજીવન, માણેકલાલ ઘેલાભાઈ, ધારશીભાઈ કુશળચંદ, ડુંગરશીભાઈ, છેાટાલાલ માણેકચ'દ, ટાલાલ રેવાશકર, પઢમશી ઠાકરશી, મેતીચંદ ગિરધર કાપડિયા, ઝવેરભાઈ, શકરભાઈ, વ્રજભાઈ, લહેરચંદભાઈ, જેસ`ગભાઈ ઉજમશી, મુનિ દેવકરણજી, મુનિ ચતુરલાલજી, મુનિ માહનલાલજી વગેરે અનેક વ્યક્તિએ જુદા જુદા નિમિત્તે શ્રીમના પરિચયમાં આવી હતી. અને એ બધા પર પણ શ્રીમની વધતે-છે અશે અસર પડી હતી. તેમ છતાં એ અસર એવી ગાઢ ન હતી કે જેથી તે વ્યક્તિનુ' જીવનવહેણ જ બદલાઈ જાય. આ પ્રકરણમાં જીવનવહેણ બદલાવી નાખે તેટલી ઘેરી અસર જેમના પર થઈ હતી, તથા જેમણે મુશ્કેલીના સમયમાં શ્રીમદ્નુ માર્ગદર્શન ઇન્ક્યું હતું, તેવી જૂડાભાઈ, મનસુખભાઈ, ગાંધીજી, અ’માલાલભાઈ, લલ્લુજી મહારાજ અને સેાભાગભાઈ એ છે વ્યક્તિઓ સાથેના શ્રીમદ્ના સંબંધ વિચાર્યા છે. આ છમાંથી જૂડાભાઈ, અબાલાલભાઈ, લલ્લુજી મહારાજ અને સેાભાગભાઈ, એ ચાર જણાને તા, શ્રીમના પાતાના જણાવ્યા પ્રમાણે શ્રીમની હયાતીમાં જ સમ્યજ્ઞાન પ્રગટ થયું હતુ, અને મનસુખભાઈ તથા ગાંધીજીએ દૃઢ મુમુક્ષુતા પ્રાપ્ત કરી હતી. આવી ઉચ્ચ આત્મદશા પ્રાપ્ત કરનાર વ્યક્તિએ, શ્રીમની શકય તેટલી ગુપ્ત રહેવાની ઇચ્છાને કારણે, ગણીગાંઠી હોય તે સ્વાભાવિક છે. શ્રીમદ્ અને જુડાભાઈ વિ. સં. ૧૯૪૩માં મુંખઈ થી વવાણિયા જતાં શ્રીમદ્ અમદાવાદમાં શેઠ પાનાચંદ અવરચંદને ત્યાં ઊતર્યા હતા. તે વખતે શેઠના એક માણસ સાથે શ્રીમદ્ મલ્લિચંદ જેચંદની પેઢી પર ગયા હતા. ત્યાં તેમને જેસંગભાઈ તથા લહેરાભાઈ અને ર’ગજીભાઈ સાથે ઓળખાણ થઈ. શ્રીમદ્, તેમની માગણીથી, તેમને પાતાના કાવ્યની થેાડી પ્રસાદી આપી, જેનાથી બધા ખૂબ આનંદ પામ્યા. એ રીતે જૂઠાભાઈના માટાભાઈ જેસંગભાઈ સાથે શ્રીમદ્ન પહેલા પરિચય થયે.. Page #594 -------------------------------------------------------------------------- ________________ ૧૭. શ્રીસના અન્ય વ્યક્તિએ પર પડેલે પ્રભાથ ૫૫ વિ. સ’. ૧૯૪૪માં શ્રીમદ્ મેાક્ષમાળા ” છપાવવા માટે ક્રીથી અમદાવાદ આવ્યા. તે વખતે તેઓ, મારખીના રહીશ વિનયય'દ પાપટભાઈ દફ્તરી તરફથી, શેઠ જેસ‘ગભાઈ ઉપર માક્ષમાળા ”ની છપાઈ વિશે ભલામણપત્ર લઈને આવ્યા હતા. તે પત્ર અનુસાર શ્રી જેસ‘ગભાઈ એ શ્રીમને અમુક મદ પણ કરી હતી, તે સમયે શ્રીમદ્ બેથી અઢી માસ અમદાવાદ રોકાયા હતા. જેસંગભાઈ શ્રીમદ પાસે વારંવાર તેમના ઉતારે જતા, ત્યારે શ્રીમદ રમૂજ ખાતર તેમના મનની વાત જાણીને પ્રગટ કહેતા, અને તેથી જેસગભાઈ શ્રીમદ્દને વિદ્વાન તરીકે જાણતા. પરતુ કામકાજને અંગે જેસ`ગભાઈને વારવાર બહારગામ જવાનું થતુ', તેથી તેઓ શ્રીમદ્ પાસે નિયમિત જઈ શકતા નહિ. આથી તે પેાતાના નાના ભાઈ જૂડાભાઈ ને શ્રીમદ્ પાસે માકલતા. તેમ કરતાં જૂઠાભાઈના શ્રીમદ્ સાથેના પરિચય વધ્યા. અને તેમને શ્રીમની જ્ઞાની તરીકેની ઓળખાણ થઈ "6 શ્રી જૂઠાભાઈ સાથેના સબંધ ગાઢ થયા પછી શ્રીમદ્ જ્યારે જ્યારે અમદાવાદ જતા ત્યારે તેમને ત્યાં જ ઊતરતા. આ ઉપરાંત શ્રીમદ્ સાથે જૂઠાભાઈ દોઢથી બે માસ મેારખીમાં રહ્યા હતા. અને ઘેાડા દિવસ ભરૂચ પણ ગયા હતા. વળી, પ્રત્યક્ષ સમાગમ ન હાય ત્યારે અને વચ્ચે ધનિમિત્તે પત્રવ્યવહાર પણ નિયમિતપણે ચાલતા. શ્રી જૂડાભાઈ ના જન્મ વિ. સ’. ૧૯૨૩ના કારતક સુદ બીજના રાજ થયા હતા. એ હિસાબે તેઓ શ્રીમદ્ કરતાં એક વર્ષ માટા એટલે કે લગભગ સમવયસ્ક જેવા હતા. તેમના પિતાનું નામ ઉજમશીભાઈ અને માતાનું નામ જમનાબાઈ હતુ. તેમના અભ્યાસ અંગ્રેજી ચેાથા ધારણ સુધીના હતા. તે બુદ્ધિશાળી તથા ભક્તિ-ભાવવાળા હતા. શરૂઆતમાં તે વૈષ્ણવ સ‘પ્રદાયની ભક્તિમાં જતા હતા. પણ શ્રીમના મેળાપ પછીથી તેમના એ સ`ગ છૂટી ગયેા હતા, એમની ભક્તિમાં ઘણા વેગ આવ્યા હતા અને એમણે ઉચ્ચ દશા પ્રાપ્ત કરી હતી. વિ. સં. ૧૯૪૪ના ભાદરવા વદ પછીથી શ્રી જૂડાભાઈ ઉપર શ્રીમદ્દે લખેલ લગભગ વીસ જેટલા પત્રો “ શ્રીમદ્ રાજચંદ્ર ” ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલા જોવા મળે છે. આ પત્રોમાંના ઘણાખરા પત્રો ટૂંકા છે. માત્ર ત્રણ-ચાર પત્રો જ લાંબા છે, છતાં તે બધામાંથી શ્રીમદની જૂડાભાઈ પ્રતિની પ્રીતિ સ્પષ્ટ જણાય છે. ܕܙ વિ. સ’. ૧૯૪૫ આસપાસથી શ્રી જૂઠાભાઈની તબિયત નરમ રહેવા લાગી હતી, એથી તેમને શ્રીમદ્રના વિયેાગ બહુ આકુળ કરી મૂકતા હતા. જૂઠાભાઈ પાતાની આકુળતા પત્રોમાં વ્યક્ત કરતા. તેના ઉત્તરમાં શ્રીમદ્ વાર વાર જણાવતા મારા પ્રતિ કે બીજા કાઈ પ્રતિ એવેા રાગ ન કરવા જોઈએ કે જેથી શરીરને હિન પહોંચે. વિ. સ’. ૧૯૪૫માં શ્રીમદ્રે લખ્યું હતુ. કેઃ-~ “ મારાથી દૂર રહેવામાં તમારી આરાગ્યતા હાનિ પામે તેમ થવુ... ન જોઈએ. સર્વ આન'દમય થશે.”ર ૧. ટુંંકા ગાળે લખાયેલા આ પત્રોની ધારા, જુડાભાઈના અલ્પાયુને કારણે, લાંએ સમય ચાલી નહેાતી. 2. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આÍત્ત, આંક ૪૬ Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૬ તે જ વર્ષોંના ચૈત્ર સુદમાં શ્રીમદ્દે લખ્યુ હતુ કે ઃ— “ તમે દેહ માટે સભાળ રાખશેા. દેહ હાય તા ધ થઈ શકે છે, માટે તેવાં સાધનની સભાળ રાખવા ભગવાનને પણ બેધ છે.”૩ એ જ વર્ષના વૈશાખ સુદમાં પેાતાને જૂઠાભાઈ પર શા માટે રાગ રહે છે, તે જણાવતાં શ્રીમદ્દે લખ્યુ છે કે :~ “મારા પર અતિશય ભાવના રાખી વવાની તમારી ઇચ્છાને હુ` રોકી શકતા નથી; પણ તેવી ભાવના ભાવતાં તમારા દેહને યત્કિંચિત્ હાનિ થાય તેમ ન કરો. મારા પર તમારી રાગ રહે છે, તેને લીધે તમારા પર રાગ રાખવા મારી ઇચ્છા નથી; ૫૨તુ તમે એક ધર્મ પાત્ર જીવ છે અને મને ધર્મપાત્ર પર કંઈ વિશેષ અનુરાગ ઉપજાવનારી પરમ ઇચ્છના છે, તેને લીધે કેાઈ પણ રીતે તમારા પર ઈચ્છના કઈ અશે પણ વતે છે, ”૪ શ્રીમતી જીવનસિદ્ધિ આમ શ્રીમદ્ વારંવાર જૂઠાભાઈને શું કરવા ચેાગ્ય છે તે આધતા. નરમ તબિયતને લીધે જૂઠાભાઈને કેટલીક વખત એવી આશંકા થતી કે મૃત્યુ બહુ નજીક હશે તે આત્માનુ શ્રેય કઈ રીતે કરીશ ? આ શકા તેમણે શ્રીમને પણ જણાવી હતી, જે બાબત હૈયાધારણ આપતાં શ્રીમદ્રે તેમને વિ. સ. ૧૯૪૫ના વૈશાખ સુદમાં લખ્યું' હતું કે ઃ “ સમીપ જ છું, એમ ગણી શાક ઘટાડા, જરૂર ઘટાડેા. આરગ્યતા વધશે; જિંદગીની સ`ભાળ રાખા; હમણાં દેહત્યાગના ભય ન સમજો, એવા વખત હશે તે અને જ્ઞાનીદૃશ્ય હશે તેા જરૂર આગળથી કેાઈ જણાવશે કે પહેોંચી વળશે. હમણાં તે તેમ નથી.”પ શ્રીમદ્દે આપેલુ* આ હૈયાધારણ ખેાટુ' ન હતું. તેમણે જૂઠાભાઈના આયુષ્ય સબ"ધી આગાહી પણ કરી હતી. વિ. સ’. ૧૯૪૬ના વૈશાખ સુદ ત્રીજે શ્રીમદ્દે લખ્યુ' હતુ` કે ~~ “ આ ઉપાધિમાં પડયા પછી જો મારુ લિંગદેહજન્યજ્ઞાન- દર્શન તેવુ જ રહ્યું હાય,—યથાર્થ જ રહ્યું હોય, તે જૂઠાભાઈ અષાડ સુદ ૯ ગુરુની રાત્રે સમાધિશીત થઈ આ ક્ષણિક જીવનના ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન સૂચવે છે.’૬ અવસાનનાં તિથિ તેમજ સમય બાબત જૂડાભાઈ ને જણાવવા તેમણે ૩. “ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ ૪-૫. એજન, આંક ૫૯ તેમણે ત્રણ માસ અગાઉ નોંધી રાખ્યાં હતાં, અને તે છગનલાલ બેચરલાલને અગાઉથી લખ્યુ હતુ. શ્રીમદ્દે આવૃત્તિ, આંક ૫૬ ૬. એજન, અઃ૭ ૧૧૬ (દૈનિક નોંધ) Page #596 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલો પ્રભાવ ૫૭૭ કરેલી જૂઠાભાઈની અવસાનની નેધ માત્ર થોડા કલાકના ફેર સાથે સાચી પડી હતી. વિ. સં. ૧૯૪૬ના અષાડ સુદ ૧૦મે શ્રીમદે એ વિશે નેપ્યું હતું કે – લિંગદેહજન્યજ્ઞાનમાં ઉપાધિને લીધે યત્કિંચિત્ ફેર થયે જાયે. પવિત્રાત્મા જૂઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાના આજે ખબર મળ્યા.”૭ જૂઠાભાઈ માટે શ્રીમદ્દને કેટલું માન હતું તે આપણને શ્રીમદના અષાડ સુદ ૧૦ના લખેલા પત્રમાં જોવા મળે છે, તેમાં તેમણે લખ્યું હતું કે – એ પાવન આત્માના ગુણેનું શું સ્મરણ કરવું ? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી, ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ? એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું, એ આત્મદશારૂપે ખરો વિરાગ્ય હતે. મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગને પરમરાગી હત, સંસારને પરમગુસિત હતું, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યફભાવથી વેદનીય કર્મ દવાની જેની અદ્ભુત સમતા હતી, મેહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું, મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એ એ જૂઠાભાઈને પવિત્રાત્મા આજે જગતને, આ ભાગને ત્યાગ કરીને ચાલ્યો ગયો. આ સહચારીઓથી મુક્ત થયો. ધર્મના પૂર્ણાહૂલાદમાં આયુષ્ય અચિંતુ પૂર્ણ કર્યું. અરેરે ! એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હોય? બીજા સંગીઓનાં એવાં ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્રાત્માનાં દર્શનનો લાભ અધિક કાળ તેમને થાય? મોક્ષમાર્ગને દે એવું જે સમ્યક્ત્વ જેના અંતરમાં પ્રકાણ્યું હતું, એવા પવિત્રામાં જૂઠાભાઈને નમસ્કાર હો ! નમસ્કાર હો !”. આ પત્રમાં શ્રીમદે જૂઠાભાઈના નામને પરમાર્થ કેટલી સુંદર રીતે સમજાવ્યો છે! દેહ પરની પ્રીતિથી જોતાં તેઓ જૂઠા હતા તે “એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું.” એ વાક્ય દ્વારા સમજાવ્યું છે. અને પરમાર્થથી જોતાં દેહને મેહ વૈરાગ્યને લીધે છૂટી ગયો હતો તે શ્રીમદ્ “અને આત્મદશા રૂપે ખરે વૈરાગ હતે.” તે શબ્દો દ્વારા સમજાવ્યું છે. આમ તેમના લૌકિક નામમાંથી શ્રીમદ્દે તેને પરમાર્થ સ્કૂટ કરી બતાવ્યા છે. ઉપરને પત્ર લખ્યા પછી પાંચ દિવસે એટલે કે અષાડી પૂનમે શ્રીમદે તેમના વિશે લખ્યું હતું કૈઃ- ૭-૮. “શ્રીમદ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૧૧૭ ૭૩ Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ 66 શ્રીમની થસિદ્ધિ 66 ચિહ્ન સત્યપરાયણના સ્વર્ગવાસસૂચક શબ્દો ભયંકર છે. એવાં રત્નાનુ' લાંબું જીવન પરંતુ કાળને પેાષાતુ નથી. ધમેચ્છકના એવા અનન્ય સહાયક માયાદેવીને રહેવા દેવા ચેાગ્ય ન લાગ્યા. આ આત્માના, આ જીવનના, રાહત્યિક વિશ્રામ કાળની પ્રમળ દૃષ્ટિએ ખેચી લીધેા. જ્ઞાનદૃષ્ટિથી શાકના અવકાશ નથી મનાતા; તથાપિ તેના ઉત્તમાત્તમ ગુણા તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ સ્મરણ થાય છે; વધારે નથી લખી શકતા. ’૯ અહીં પણ શ્રીમદ્ જૂઠાભાઈના આંતિરક ગુણાને લક્ષમાં લઈને તેમને માટે સત્યપરાયણ ” જેવું વિશેષણ નામરૂપે યાજે છે, તે સૂચક છે. શ્રી જૂઠાભાઈની સાચી ઓળખાણ તેમના કુટુંબીજનોને થઈ નહાતી. માત્ર ૨૩ વર્ષની વયે સ્વર્ગવાસી થનાર જૂડાભાઈનું આયુષ્ય જો લાંબુ હાત તો તેમના સમાગમમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને લાભ થાત તે નિઃશંક છે. અહીં શ્રીમદ્ તથા જૂઠાભાઈ વચ્ચે પારમાર્થિક અનુરાગ કેવા હતા તે જાણવા મળે છે. શ્રીમના સમાગમમાં આવ્યા પછી જ શ્રી જૂઠાભાઈ એ આત્મા વિશેનુ શ્રદ્ધાન દૃઢ કર્યુ· હતુ, અને ક્રમે ક્રમે ઉચ્ચ આત્મિકદશા નાની વયમાં પ્રાપ્ત કરી હતી, અને તેમ થવામાં શ્રીમના ફાળા નાનાસૂના ન હતા તે આપણે અહી' જોયું. શ્રીમદ્ તરફથી થયેલા અમૂલ્ય માર્ગદર્શન વિના જૂઠાભાઈ કદાચ આટલા આત્મવિકાસ સાધી ન શકત. બીજી ખાજુ જૂઠાભાઈના સમાગમથી શ્રીમને પણ એટલા જ લાભ થયા હતા. જે સમયે શ્રીમને પરમા મા માં બીજા કોઈના સહારા ન હતા, તે વખતે જૂઠાભાઈ જ તેમના સાચા પરમા સખા રહ્યા હતા. અને તે અરસામાં આત્મવિકાસમાં જૂડાભાઈ ઘણા ફાળો આપી રહ્યા હતા. શ્રીમદના સૌપ્રથમ પરમા સખા જૂઠાભાઈ હતા ! શ્રીમદ્ અને મનસુખભાઈ શ્રીમદ્દ એક જ્ઞાની સત્પુરુષ છે એવા ભાવથી મેારીના રહીશ શ્રી મનસુખભાઈ કિરતચ'દ મહેતા વિ. સં. ૧૯૫૫ના ચૈત્ર માસમાં શ્રીમના પરિચયમાં આવ્યા હતા. તે પહેલાં પણ તેએ ખ'ને વચ્ચે પરિચય તા હતા, પણ તે સામાન્ય પ્રકારના હતા. વિ. સ'. ૧૯૫ પથી તે પરિચય અનેાખા પ્રકારના અન્યા; અને વિ. સ. ૧૯૫૭ના ચૈત્ર માસ સુધી એટલે કે શ્રીમના અવસાન સુધી તે તેવા જ ચાલુ રહ્યો હતા. આમ લગભગ બે વર્ષ સુધી તે અને વચ્ચે ગાઢ પરિચય રહ્યો હતા. શ્રી મનસુખભાઈ શ્રીમદ્ કરતાં લગભગ આઠદશ વર્ષે નાના હતા. શ્રીમદ્ સાથેના તેમના પરિચયની શરૂઆત લગભગ વિ. સ. ૧૯૫૦થી, એટલે કે તેમણે મૅટ્રિકની પરીક્ષા આપી ત્યારથી થઈ હતી. પરંતુ વિ. સ`. ૧૯૫૦થી ૧૯૫૫ સુધીમાં તેમના પરિચય મર્યાદિત ૯. વ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ, આંક ૧૧૮ Page #598 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રીમદ અન્ય વ્યક્તિઓ પર પડેલે પ્રભાવ ૫૭૯ હિતે ત્યાં સુધીમાં તેમને શ્રીમદનો સમાગમ મોરબી, મુંબઈ વગેરે સ્થળે ત્રણચાર વખત થયો હતો, પણ તેઓ શ્રીમદને જ્ઞાની તરીકે ઓળખી શક્યા ન હતા. શ્રીમની એવી ઓળખાણ તેમને વિ. સં. ૧૯૫૫માં થઈ. તે વર્ષના ચૈત્ર માસમાં મનસુખભાઈને શ્રીમને મળવાની ઈચ્છા થઈ પણ હાલમાં તેઓ કોઈને મળતા નથી, તથા પત્રવ્યવહાર કરતા નથી, તેવા સમાચાર સાંભળીને તે ઈચ્છા દબાઈ ગઈ. તે પછી થોડા દિવસ વીત્યા, અને શ્રીમદ વવાણિયાથી મોરબી આવ્યા. શ્રીમદે કઈ પણ પ્રસંગ વિના, પોતાના આવ્યાનો સંદેશે. મનસુખભાઈને પહોંચાડ્યો. મનસુખભાઈ શ્રીમદ્દને મળવા ગયા. તે વખતે તેમને મનમાં વિકલ્પ થયા કરતા હતા કે શ્રીમદ્દ સાથે મારાથી બોલાશે કે કેમ? કેવી રીતે વાત કરાશે ? વગેરે. પણ ત્યાં પહોંચ્યા ત્યારે શ્રીમદ્દ જ તેમને સામેથી બોલાવી તેમને સંકેચ દૂર કર્યો. તેમની સાથેની વાતથી મનસુખભાઈને ખૂબ સંતેષ તથા આનંદ થયો; અને સાથે સાથે એમને એ વાતને ખેદ પણ થયો કે “આવા ઉત્તમ પુરુષની હાજરીમાં હું આવો વિષયકષાયથી ભરપૂર કેમ?” બીજે દિવસે તે ખેદ સાથે મનસુખભાઈ શ્રીમદ્રને મળવા ગયા ત્યારે તેમના કંઈ કહ્યા વિના શ્રીમદે સૌપ્રથમ શબ્દો ઉચ્ચાર્યા તે આ હતા; “મનસુખ, વિશેષ થઈ શકે તે સારું, જ્ઞાનીઓને સદાચરણ પણ પ્રિય છે, ખેદ કર્તવ્ય નથી.” આમ વિ. સં. ૧૫૫ના ચિત્ર માસમાં મનસુખભાઈને કેટલાક એવા અનુભવ થયા કે જે પરથી તેમને શ્રીમદ જ્ઞાની હોવાની ખાતરી થઈ.૧૦ આ પછી શ્રીમદ્દનાં “મેક્ષમાળા” આદિ પુસ્તકો મનસુખભાઈના વાંચવામાં આવ્યાં. સાથે સાથે તેમની સાથે પરિચય પણ વધતો ગયે; અને તે બધાને પરિણામે મનસુખભાઈને શ્રીમદ્દ પ્રત્યેને પૂજ્યભાવ વધતો ગયે હતે. શ્રીમદ્દના પરિચયમાં પોતાને થયેલો તેમની શક્તિઓને અનુભવ તેમણે “શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા”માં જણાવ્યો છે. શ્રીમદ વિ. સં. ૧૯૫૬ની સાલમાં પડેલા દુકાળની આગાહી કરી હતી, તે વિશે આપણે શ્રી મનસુખભાઈની ધમાંથી જ જાણી શકીએ છીએ. વિ. સં. ૧૯૫૫ના ચૈત્ર સુદ આઠમે બપોરના ચાર થયા, તે વખતે મનસુખભાઈ શ્રીમદ્દ પાસે બેઠા હતા ત્યારે પૂર્વ દિશામાં આકાશમાં કાળું શ્યામવર્ણ વાદળું જોઈને શ્રીમદ્દે કહ્યું કે, “ત્રતુને સનિપાત થયો છે.” એ વરસનું ચોમાસું કેરું ગયું, અને ભયંકર છપ્પનિયો દુકાળ પડ્યો.૧૧ વળી “સંગીતકલાધર” જેવા સંગીતને લગતા ગ્રંથનું વાચન પણ શ્રીમદ્ કરતા. હતા, તે આપણે મનસુખભાઈની ધમાંથી જ જાણી શકીએ છીએ. એક વખત સેનેરી કિનારવાળું, સુશોભિત પૂંઠાવાળું, સ્વચ્છ મુદ્રણ અને કાગળવાળું સુંદર પુસ્તક જોઈને મનસુખભાઈ એ શ્રીમદને તે વિશે પૂછ્યું. શ્રીમદ્ તે વિશે ઉત્તર આપ્યો કે - એ “સંગીતકલાધર' છે. ભાવનગર રાજ્યના કેઈ આશ્રિતે તે બનાવેલ છે. સંગીતકલાને ઠીક ખ્યાલ આપે છે. પણ એ કલા જે આત્માથે કે ભક્તિ નિમિત્તે ન હોય તે કપિત છે. કાવ્યકળા આદિ બીજી કળાઓ માટે પણ સમજવાનું છે. આત્માર્થ કે ભક્તિપ્રોજનરૂપ એ ન હોય તે કલ્પિત છે. ૧૨ ૧૦. આ બધા પ્રસંગે મનસુખભાઈએ “શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખ ”માં નોંધ્યા છે. ૧૧. એજન, પૃ. ૧૪૩-૪૪, ૧૨. એજન, ૫. ૧૩૪. Page #599 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ શ્રી મહીપતરામ રૂપરામ જનધર્મને દેશની અધોગતિ કરનાર માનતા હતા. તે વિશે તેમને એક વખત શ્રીમદ્દ સાથે વાતચીત થઈ. શ્રીમદ્દ તર્ક પૂર્ણ દલીલથી, જૈનધર્મ દેશની બરબાદી નહિ પણ આબાદી કરનાર છે તે સાબિત કરી બતાવ્યું, અને મહીપતરામે તે કબૂલ પણ કર્યું. એ રસિક પ્રસંગ વિશે પણ આપણે મનસુખભાઈની નોંધમાંથી જ જાણી શકીએ છીએ. આ બધા ઉપરાંત બીજા કેટલાક પ્રસંગેની નોંધ પણ મનસુખભાઈએ કરી છે, જેમાંથી આપણને શ્રીમદુની વિશિષ્ટ શક્તિઓને પરિચય થાય છે, અને સાથે સાથે મનસુખભાઈમાં શ્રીમદ્દ માટે રહેલી ભક્તિ પણ જોવા મળે છે. મનસુખભાઈની ચીવટ આદિને લીધે શ્રીમદ્દન તેમના પર સારે વિશ્વાસ હતા. તેથી ઘણી વખત શ્રીમદ્દ કેઈ ગ્રંથનું ભાષાંતર આદિ કાર્ય કરવાનું પણ તેમને પતા. શ્રીમદ તેમને કહેતા – “વદર્શનસમુચય, યોગદષ્ટિસમુચ્ચયનાં ભાષાંતર કરવા યોગ્ય છે. તે કરશે. આનંદઘનાવીશીના અર્થ વિવેચન સાથે લખશા.૧૩ “શાંતસુધારસ વાંચ્યું? તેનું પણ ફરી વિવેચનરૂપ ભાષાંતર કરવા યોગ્ય છે, તે કરશો.”૧૪ આપ્તમીમાંસા, યોગબિંદુ ઉપમિતિભવપ્રપંચ કથાનું ગુજરાતી ભાષાંતર કરશે. યોગબિંદુનું ભાષાંતર થયેલ છે, ઉપમિતિભવપ્રપંચનું થાય છે, પણ તે બન્ને ફરી કરવા યોગ્ય છે, તે કરશે. ધીમે ધીમે થશે.”૧૫ આમ ઘણુ ગ્રંથોનું ભાષાંતર, વિવેચન આદિ કરવાનું શ્રીમદે તેમને સોંપ્યું હતું, તે શ્રીમને તેમના પર વિશ્વાસ બતાવે છે. પરંતુ આ બધામાંથી માત્ર “શાંતસુધારસ”નું જ ભાષાંતર મનસુખભાઈ એ કર્યું છે, બાકીનાં તેઓ કરી શક્યા ન હતા. શ્રીમદ મનસુખભાઈ પર કેવો વિશ્વાસ હતું તે તો આપણને તેમણે તેમને સાંપલા “મેક્ષમાળા”ના બીજી આવૃત્તિના પ્રકાશનના કાર્યમાં જોવા મળે છે. જ્યારે “મોક્ષમાળાની બીજી આવૃત્તિ પ્રગટ કરવાની હતી ત્યારે તે વિશેને સર્વ ભાર પૂર્ણ વિશ્વાસ સાથે શ્રીમદ્ મનસુખભાઈને સેપ્યો હતો. એ પ્રસંગે શ્રીમદ્દે તેમને લખ્યું હતું કે – મોક્ષમાળા માં શબ્દાંતર અથવા પ્રસંગવિશેષમાં કોઈ વાકયાંતર કરવાની વૃત્તિ થાય તે કરશો. ઉપોદઘાત આદિ લખવાની વૃત્તિ હોય તે લખશો. જીવનચરિત્રની વૃત્તિ ઉપશાંત કરશે.”૧૬ મોક્ષમાળા વિશે જેમ તમને સુખ ઊપજે તેમ પ્રવત.”૧૭ ૧૩. “શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા” પૃ. ૧૫૯. ૧૮. એજન, ૫. ૧૫૯. ૧૫. એજન, ". ૧૬૧-૬૨. ૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃતિ, આંક ૯૨૧. ૧૭. એજન, આંક ૯૩૪ Page #600 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રીમદ્દ અન્ય વ્યક્તિઓ પર પડેલે પ્રભાવ શ્રીમદના આ લખાણ ઉપરથી જોઈ શકાય છે કે શ્રીમદે શબ્દાંતર અને વાક્યાંતર કરવા જેવી છૂટ પણ મનસુખભાઈને આપી હતી. શ્રીમદ્દના અંતકાળ સમયને એક પ્રસંગ પણ જાણવા જેવું છે, જે શ્રી મનસુખભાઈ એ પોતાનાં સંસમરણમાં નવ્યા છે. શ્રીમદ્દના અવસાનના થોડા દિવસ પહેલાં મનસુખભાઈ શ્રીમદને જોવા રાજકેટ ગયા હતા. ત્યાં અમુક દિવસ સુધી તેમને રાજકેટમાં રોકાવા માટે શ્રીમદ્ શ્રી પુંજાભાઈને કહ્યું હતું. પણ પુંજાભાઈ મનસુખભાઈને એ કહેવાનું ભૂલી ગયા. દરમ્યાન તેમને મોરબી જવાને વિકલ્પ આવ્યા. એ વિકલ્પ તેમણ ધારશીભાઈને જણાવ્યા, જે ધારશીભાઈને યેગ્ય લાગ્યું. તેથી તેઓ શ્રીમદ પાસે બંને માટે રજા લેવા ગયા – ચૈત્ર વદ ૪ની સવારે. શ્રીમદે તેમને ત્રણ વખત પૂછ્યું કે, “કેમ ઉતાવળ છે?” છતાં ધારશીભાઈએ રજા માગી, ત્યારે “જેવી ઇરછા' કહી શ્રીમદ્દે ધારશીભાઈ ને રજા આપી. મનસુખભાઈ માટે તે તેને પૂછતાં જ ભૂલી ગયા, અને બહાર આવી તેમને કહ્યું કે, “ગાડીનો વખત થઈ ગયે છે માટે જલદી ચાલા.” મનસુખભાઈએ પૂછ્યું, “મારે માટે આજ્ઞા લીધી છે?” ઉતાવળમાં ધારશીભાઈ એ હા કહી કહ્યું કે આપણે ગાડીમાં વાત કરીશું. ગાડીમાં બેઠા પછી ધારશીભાઈ એ બધી વાત કરી. તે વખતે મનસુખભાઈ એ કહેલું; “ આપણું બંનેની ભૂલ થઈ છે. આપને ત્રણ વાર “ઉતાવળ છે?” એમ કહ્યું, છતાં આપ સમજ્યા નહિ,. અને મારા માટે તે આજ્ઞા જ માગી નથી.” ધારશીભાઈએ કહ્યું, “હશે, હવે ચાલે, ફરી વાત.”૧૮ પણ વળતે જ દિવસે, વદ પના રજત શ્રીમદ્દ દેહવિલય થયો! પિતાના અંતકાળ સમયે મનસુખભાઈ હાજર હોય તો સારું તેવા શ્રીમના ભાવ ઉપરના પ્રસંગમાં જોવા મળે છે. શ્રીમદને પ્રભાવ પણ મનસુખભાઈ ઉપર ઘણે પડ્યા હતા. તેમને શ્રમમાં રાની પુરૂષની શ્રદ્ધા હતી. પરંતુ તેઓ બંને વચ્ચેનો સંબંધ બે જ વર્ષ સુધી ચાલુ રહ્યું હતું. વળી, મનસુખભાઈની વય પણ તે વખતે નાની હતી, તેથી આત્મિક દૃષ્ટિએ મનસુખભાઈની કક્ષા શ્રી અંબાલાલભાઈ, સેભાગભાઈ આદિ જેટલી ઉચ્ચ થઈ નહોતી. તેમ છતાં સરળતા. કરુણા વગેરે ગુણે તેમનામાં વિકસિત થયા હતા. શ્રીમદના અવસાન પછી તેમના સાહિત્યના સંશોધનનું કામ પણ મનસુખભાઈએ પરિશ્રમપૂર્વક કર્યું હતું. વખતે તે સાહિત્યના વાંચનથી તેમના પ્રતિની માનવૃત્તિમાં વધારે થયો હતો. અને તેમાંથી તેમને શ્રીમદ્દનું જીવનચરિત્ર લખવાની વૃત્તિ પણ થઈ હતી, અને તે માટે તેમણે મુદ્દાઓ ભેગા કરવા પણ ચાલુ કર્યા હતા. પરંતુ તે બધું પૂર્ણ થાય તે પહેલાં તે મનસુખભાઈનું અવસાન થયું, અને તે કાર્ય અપૂર્ણ રહ્યું! પરંતુ જે જે સદાઓ એકઠા થયા હતા, મનસુખભાઈ શ્રીમના પ્રત્યક્ષ સમાગમને જે અનુભવ તથા તેમનો જે પરિચય થયેા હતો, તેના નિરૂપણની નોંધ “શ્રીમદ રાજચંદ્રની જીવનરેખા” માં પ્રગટ થયેલ છે. આ ઉપરાંત મનસુખભાઈને શ્રીમદ પત્યને અહોભાવ તેમણે લખેલ “મેક્ષમાળા ના ઉપોદઘાતમાં તથા તેમણે શ્રીમદ્ રાજયંતી નિમિત્તે આપેલા વ્યાખ્યાનમાં પણ જોઈ શકાય છે. ૧૮. શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા”, પૃ. ૧૬૩-૬૪. Page #601 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદના જીવનસિદ્ધિ આ બધું હોવા છતાં શ્રીમદ અને મનસુખભાઈ વચ્ચે તત્વવિચારણાને લગતે પત્રવ્યવહાર ભાગ્યે જ જોવા મળે છે. જે આઠદશ પત્રો શ્રીમદ મનસુખભાઈ પર લખ્યા હતા, તેમાં બહુ ટકાણ છે, અને ભાગ્યે જ બેચાર મુદ્દાઓની વિચારણું જોવા મળે છે. ત્રણેક પત્રો તે મોક્ષમાળા”ના પ્રકાશન અંગે જ લખાયેલા છે. તે પરથી લાગે છે કે શ્રીમદ્દના રંગથી મનસુખભાઈ, શ્રીમના અવસાન પછી જ વિશેષપણે રંગાયા હશે. આમ શ્રીમદે તેમની હયાતીમાં તેમના આચરણ દ્વારા અને હયાતી બાઢ તેમના સાહિત્ય દ્વારા મનસુખભાઈ પર પ્રભાવ પાડ્યો હતો, એમ જોઈ શકાય છે. શ્રીમદ્દ અને ગાંધીજી મહાત્મા ગાંધીજીને જન્મ વિ. સં. ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ના રોજ પોરબંદરમાં થયેલ હતું. તેઓ શ્રીમથી લગભગ પોણાબે વર્ષે નાના હતા. તેમના પિતામહ, પિતાશ્રી અને મોટાભાઈ ત્રણે પોરબંદરમાં અનુક્રમે દીવાન થયેલા અને પાછલી વયમાં તેમના પિતાશ્રી રાજકેટ સ્ટેટના દીવાન હતા. ગાંધીજી તેમના પિતાના સૌથી નાના પુત્ર હોવાથી તેમનું બાળપણ સામાન્ય રીતે રાજકોટમાં જ વીતેલું, અને એમને અભ્યાસ પણ ત્યાં જ થયેલ. શ્રીમદને બાલ્યકાળ મુખ્યત્વે વવાણિયામાં જ પસાર થયેલો, અને તેમણે શાળાને અભ્યાસ તે બહુ ડી મુદતમાં છોડી દીધેલો, તેથી વવાણિયા બહાર રહેવાને તેમને નાની વયમાં ઝાઝો પ્રસંગ પડેલો નહિ. વિ. સં. ૧૯૪૩માં ગાંધીજી મૅટ્રિક પાસ થયા તે પછી કાયદાના અભ્યાસ માટે એમને વિલાયત મેલવામાં આવ્યા. ત્યાં જતાં પહેલાં તેમનાં માતુશ્રીએ તેમને પરસ્ત્રી, દારૂ અને માંસાહાર એ ત્રણના ત્યાગની પ્રતિજ્ઞા એક જન મુનિ પાસે લેવડાવી હતી, જે તેમણે પૂરેપૂરી પાળી હતી. વિ. સં. ૧૯૪૦ આસપાસ શ્રીમદ્દની અવધાની તરીકેની ખ્યાતી થવા લાગી હતી. વિ. સં. ૧૯૪૩થી તેઓ વેપારાર્થે મુંબઈ આવ્યા. ત્યાં તેમણે અવધાનના અનેક પ્રયોગો કર્યા અને વિશેષ ખ્યાતિ પ્રાપ્ત કરી. આ સમય સુધીમાં શ્રીમદ્દ તથા ગાંધીજીને મેળાપ થયો ન હતો. તેઓની સૌપ્રથમ મુલાકાત વિ. સં. ૧૯૭૪માં ગાંધીજી વિલાયતથી હિંદ પાછા ફર્યા તે જ દિવસે મુંબઈમાં થઈ. ગાંધીજીને વિલાયતમાં શ્રી રેવાશંકર જગજીવનના ભાઈ ડી. પ્રાણજીવનદાસ મહેતા સાથે ગાઢ પરિચય થયો હતો. તેથી વિ. સ. ૧૯૪૭ના જેઠ માસમાં ગાંધીજી અભ્યાસ પૂર્ણ કરી હિંદ આવ્યા ત્યારે શ્રી પ્રાણજીવનદાસ મહેતાએ તેમને પોતાને ઘેર ઉતારો આપ્યો હતે. તે જ દિવસે ગાંધીજીને તેમનાં માતુશ્રીના અવસાનના ખબર આપવામાં આવ્યા. વિલાયતમાં એકલા રહેતા ગાંધીજી એ સમાચાર જીરવી નહિ શકે એમ ગણી તેમના મોટાભાઈએ એ ખબર તેમનાથી છુપાવ્યા હતા. માતાના અવસાનને ઘા ગાંધીજી ખમી ગયા, Page #602 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રીમદને અન્ય વ્યકિતઓ પર પડેલે પ્રભાવ ૫૮૩ તે જ દિવસે શ્રીમદ્દ ડે. પ્રાણજીવનદાસ મહેતાને ત્યાં ગયા હતા. તે વખતે તેમની ગાંધીજી સાથે ઓળખાણ થઈ. ગાંધીજીને શ્રીમદની ઓળખાણ ડો. પ્રાણજીવનદાસના મોટા ભાઈ પોપટભાઈના જમાઈ તથા કવિ અને અવધાની તરીકે કરાવવામાં આવી. શ્રીમદ્દની શક્તિને થડે પરિચય ગાંધીજીને તે વખતે થયો, અને છેડી વાતચીતમાં જ ગાંધીજી શ્રીમદ્દ પ્રતિ આકર્ષાયા. પહેલી જ મુલાકાતમાં શ્રીમદ્દની પોતાના પર કેવી છાપ પડી હતી તેનું સુંદર વર્ણન કરતાં ગાંધીજીએ “શ્રીમદ રાજચંદ્ર” ગ્રંથની પ્રસ્તાવનામાં લખ્યું છે કે – દાક્તરે રાયચંદભાઈને કવિ કહીને ઓળખાવ્યા, અને મને કહ્યું, “કવિ છતાંયે અમારી સાથે વેપારમાં છે. તેઓ જ્ઞાની છે, શતાવધાની છે.” કેઈએ સૂચના કરી કે, મારે કેટલાક શબ્દો તેમને સંભળાવવા ને તેઓ તે શબ્દો ગમે તે ભાષાના હશે તે પણ જે ક્રમમાં હું બેલ્યો હઈશ તે જ ક્રમમાં પાછા કહી જશે.” મને આ સાંભળીને આશ્ચર્ય થયું. હું તો જુવાનિ, વિલાયતથી આવેલો, મારા ભાષાજ્ઞાનને પણ ડાળ, મને વિલાયતનો પવન ત્યારે કંઈ ઓછો ન હતે. વિલાયતથી આવ્યા એટલે ઊંચેથી ઊતર્યા.” મારું બધું જ્ઞાન ઠાલવ્યું અને જુદી જુદી ભાષાના શબ્દો પ્રથમ મેં લખી કાઢયા – કેમ કે મને કમ ક્યાં યાદ રહેવાને હવે ? અને પછી તે શબ્દો હું વાંચી ગયે. તે જ ક્રમમાં રાયચંદભાઈએ હળવેથી એક પછી એક બધા શબ્દો કહી દીધા. હું રાજી થયો, ચક્તિ થયે અને કવિની સ્મરણશક્તિ વિશે મારો ઊંચો અભિપ્રાય બંધાયે; વિલાયતને પવન હળ પાડવા સારુ આ અનુભવ સરસ થયો ગણાય.” કવિને અંગ્રેજી જ્ઞાન મુદ્દલ ન હતું. તેમની ઉંમર તે વખતે પચીસથી ઉપર ન હતી. ગુજરાતી નિશાળમાં પણ થોડે જ અભ્યાસ કરેલો. છતાં આટલી સ્મરણશક્તિ, આટલું જ્ઞાન અને આટલું તેમની આસપાસના તરફથી માન. આથી હું મહાયે.” સ્મરણશક્તિ નિશાળમાં નથી વેચાતી, જ્ઞાન પણ નિશાળની બહાર જે ઈચ્છા થાય – જિજ્ઞાસા હોય – તો મળે, અને માન પામવાને સારુ વિલાયત કે કયાંયે જવું નથી પડતું, પણ ગુણને માન જોઈએ તે મળી રહે છે, એ પદાર્થપાઠ મને મુંબઈ ઊતરતાં જ મળે.” “ કવિની સાથેનો આ પરિચય બહુ આગળ ચાલ્યા. સ્મરણશક્તિ ઘણાની તીવ્ર હોય, તેથી અંજાવાની કશી જરૂર નથી. શાસ્ત્રજ્ઞાન પણ ઘણાને જોવામાં આવે છે. પણ જે તે સંસ્કારી ન હોય, તો તેમની પાસેથી ફૂટી બદામ પણ નથી મળતી. સંસ્કાર સારો હોય ત્યાં જ સ્મરણશક્તિ અને શાસ્ત્રજ્ઞાન મેળાપ શોભે અને જગતને ભાવે. કવિ સંસ્કારી અને જ્ઞાની હતા.૧૯ ૧૯. શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી” પૃ. ૪૪. આ જ પ્રસંગ ગાંધીજીએ પોતાની આત્મકથા”ના બીજા ભાગના પહેલા પ્રકરણમાં પણ આલેખ્યો છે. Page #603 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ની જીવનસિદ્ધિ આમ પહેલી જ મુલાકાતથી ગાંધીજી શ્રીમદ્ પ્રત્યે આકર્ષાયા, તેમના વિલાયતના પવન હળવા પડયો, અને જ્ઞાન મેળવવા વિલાયત જવુ· પડે તે તેમની માન્યતા શ્રીમના મેળાપથી દૂર થઈ. ૫૮૪ તે પછીથી ગાંધીજી વકીલાતની શરૂઆત કરવા મુંબઈમાં જ રોકાયા. તે દરમ્યાન તેઓ શ્રીમને વાર‘વાર તેમની પેઢી પર મળતા. તે વખતે તેમનામાં ધર્મજિજ્ઞાસા બહુ ન હતી, પણ સામાન્ય જીવનમાંથી ઊઠતા અનેક પ્રશ્નોનું ધર્મની દૃષ્ટિએ નિરાકરણ શ્રીમદ્ અહુ સારી રીતે કરતા, એટલે ગાંધીજીને તેમનુ માર્ગદર્શન બહુ મદદરૂપ થતુ. વળી, શ્રીમના મેળાપ વખતે તેમની રહેણીકરણીનુ ખારીકાઈથી અવલાકન કરતા. અને તેમાં શ્રીમદ્નના ગુણા જોઈ તેમના પ્રત્યેના ગાંધીજીના આદર ઉત્તરાત્તર વધતા ગયા. તે ગુણાને પેાતાનામાં ઉતારવા ગાંધીજી મથતા. આથી તે પત્ર લખતી વખતે શ્રીમદ્ તેમને “ગુણગ્રાહી ” એવુ... સાક સ બેાધન કરતા. એ અવલેાકન દ્વારા પેાતાના પર શ્રીમદ્ની કેવી છાપ પડી હતી, તેનુ... વર્ણન કરતાં ગાંધીજીએ લખ્યું છે કેઃ-~ બાહ્યાડ'બરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતા. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ને મળી શકે છે એમ હરકેાઈ માણસ અનુભવી શકે છે. રાગોને કાઢવાના પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવુ" કેવુ" કઠિન છે, એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી એમ મારી ઉપર છાપ પડી હતી. ’૨૦ 66 પેાતે હજારાના વેપાર ખેડતા, હીરામેાતીની પારખ કરતા, વેપારના કાયડા ઉકેલતા. પણ એ વસ્તુ તેમના વિષય નહેાતી. તેમના વિષય - તેમના પુરુષાર્થ — તા આત્મઓળખ હરિદર્શનના હતા. પેાતાની પેઢી ઉપર ખીજી વસ્તુ હાય યા ન હોય, પણ કાઈ ને કાઈ ધર્મ પુસ્તક અને રાજનીશી હાય જ. વેપારની વાત પૂરી થઈ કે ધર્મ પુસ્તક ઊઘડે અથવા પેલી નોંધપોથી ઊઘડે.. ” 66 “ જે મનુષ્ય લાખાના સેાદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતા લખવા બેસી જાય તેની જાત વેપારીની નહિ, પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમને આવી જાતના અનુભવ મને એક વેળા નહિ પણ અનેક વેળા થયેલા. મેં તેમને કદી મૂર્છિત સ્થિતિમાં નથી જોયા. મારી જોડે તેમને કશે! સ્વાથ નહેાતે. 27 66 તેમના અતિ નિકટ સંબંધમાં હું રહ્યો છું. હું તે વેળા ભિખારી બારિસ્ટર હતા. પણ જ્યારે હું તેમની દુકાને પહોંચુ ત્યારે મારી સાથે ધ વાર્તા સિવાય ખીજી વાર્તા ન જ કરે. આ વેળા મે' મારી દિશા જોઈ નહોતી, મને સામાન્ય રીતે ધર્મવાર્તામાં રસ હતા એમ પણ ન કહી શકાય, છતાં રાયચંદભાઈની ધર્મવાર્તામાં મને રસ આવતા. ૨૦. ગાંધીજીની પ્રસ્તાવના : શ્રીમદ્ અને ગાંધીજી પૃ. ૪૮. Page #604 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રીમના અન્ય વ્યક્તિએ પર પડેલા પ્રભાવ ૫૫ 66 ઘણા ધર્માચાર્યાના પ્રસંગમાં હું ત્યાર પછી આવ્યા છું. દરેક ધર્મના આચાયોને મળવાના પ્રયત્ન મેં કર્યા છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈ એ પાડી તે ખીજા કાઈ નથી પાડી શકયા. તેમનાં ઘણાં વચનેા મને સેાંસરા ઊતરી જતાં. તેમની બુદ્ધિને વિષે મને માન હતું. તેમની પ્રામાણિકતા વિષે તેટલું જ હતું. ને તેથી હું જાણતો હતો કે તે મને ઇરાદાપૂર્વક આડે રસ્તે નહિ દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમના આશ્રય લેતો. ૨૧ ગાંધીજી જેવી મહાન વ્યક્તિ પર આટલી ઘેરી છાપ પાડનાર શ્રીમની મહત્તા કેવી હશે ! શ્રીમદ્દ તથા ગાંધીજીના પરિચય આ રીતે વિકસતો જતો હતો, તે વખતે પારખંદરના અબ્દુલા શેઠ નામના એ મુસ્લિમ વેપારીએ પેાતાની દક્ષિણ આફ્રિકાની પેઢીના વ્યાપારી કૈસ અંગે, એક વર્ષ માટે પગારદાર વકીલ તરીકે આફ્રિકા આવવાની ગાંધીજી પાસે માગણી કરી. મુંબઈની કોર્ટમાં એક વખત નિષ્ફળ ગયેલા ગાંધીજીએ એ વાત સ્વીકારી લીધી, અને વિ. સ. ૧૯૪૯ના ઉનાળામાં તેએ એકલા આફ્રિકા ગયા. ત્યાં બંને પક્ષ વચ્ચે સમજૂતી કરાવી ગાંધીજીએ હાથમાં લીધેલું કામ એક વર્ષમાં સફળતાથી પૂરું કર્યું". મળેલી સફળતાથી ગાંધીજીની પ્રતિષ્ઠા જામી, અને તેમની લાકપ્રિયતા વધવા લાગી. તેથી સૌ મિત્રોએ પેાતાના ધર્મની ભૂખીએ ગાંધીજી સમક્ષ મૂકી, તેમની પાસે પેાતાના જ ધર્મ શ્રેષ્ઠ છે, એવુ' પ્રતિપાદન કરવા લાગ્યા અને પેાતાના ધર્મ સ્વીકારવા ગાંધીજીને લલચાવવા લાગ્યા. તે વખતે ગાંધીજી ખ્રિસ્તી મિત્રોના કેટલાક ગુણુાને લીધે તેમના પ્રતિ વિશેષ આકર્ષાયા હતા. વળી, હિં‘દુધર્મનાં કેટલાંક અનિષ્ટો તેમની નજર સમક્ષ હતાં, એટલે તે ધર્મની અપૂર્ણતા પણ તેમને ખૂંચતી હતી, તેથી તેઓ ધર્મ પરિવર્તન કરવાની ઇચ્છાવાળા બની ગયા હતા; જેથી તેમના મુસ્લિમ અને ખ્રિસ્તી મિત્રા તેમના ધર્મ બાબત ચિંતા કરવા લાગ્યા. પરંતુ તેમણે એવા નિશ્ચય કરેલા કે જ્યાં સુધી હિંદુધર્મ પૂરેપૂરા સમજાય નહિ, જ્યાં સુધી હિંદુધના દેખાતા દોષો અને અનિષ્ટોની ખાતરી થાય નહિ, ત્યાં સુધી ધર્મ પરિવર્તન ન કરવું. આમ તેમના જીવનમાં ધર્મમંથનના કાળ શરૂ થયા. આ સમયે તેમણે હિંદના અગ્રગણ્ય ધર્માચાર્યાં સાથે ધર્મની બાબતમાં પત્રવ્યવહાર કર્યો. પાતાની મુસીબતો તેમની સમક્ષ રજૂ કરી, અને માર્ગ દર્શન માંગ્યુ. બધામાં શ્રીમનું સ્થાન મુખ્ય હતુ.... ગાંધીજીએ તેમને ર૭ પ્રશ્નો પૂછ્યા હતા, જેના ઉત્તરેા સરળ, સમાધાનકારક ભાષામાં શ્રીમતૢ આપ્યા હતા. આજે પણ એ પ્રશ્નોત્તર વાંચતાં ઘણા ખુલાસા થાય તેમ છે. આ ઉત્તરા મેાકલવાની સાથે શ્રીમદ્ “ષદનસમુચ્ચય ”, “ મણિરત્નમાલા ”, “માક્ષમાળા વગેરે 'થા વાંચવાની ભલામણ પણ ગાંધીજીને કરી હતી. ગાંધીજીએ એ સં મનન કર્યુ અને તેમના મનનુ તેથી ઘણે અંશે સમાધાન થયું. તે વિશે ગાંધીજીએ લખ્યું' છે કે :-- "" ७४ “ તેનું પરિણામ એ આવ્યું કે હું તે મળે એમ છે, એવા મનને વિશ્વાસ << ૨૧. આત્મકથા ભાગ ૨, પ્રકરણ ૧, 66 શાંતિ પામ્યા. હિંદુધ માં મને જે જોઈ એ આવ્યા. આ સ્થિતિને સારુ રાયચંદભાઈ શ્રીમદ્ અને ગાંધીજી '', પૃ. ૬. Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ શ્રીમદ્દ્ની જીવનસહિ જવાબદાર થયા, એટલે મારુ માન તેમના પ્રત્યે કેટલ' વધ્યું' હોવુ' જોઈ એ તેના ખ્યાલ વાંચનારને ક'ઈક આવશે. '૨૨ આ જ પ્રસ’ગ વિશે ગાંધીજીએ પોતાની આત્મકથામાં વિરતારથી લખ્યુ છે કેઃ— “ ઈસુને એક ત્યાગી, મહાત્મા, દૈવી શિક્ષક તરીકે હું સ્વીકારી શકતો હતો, પણ તેને અદ્વિતીય પુરુષ રૂપે નહાતો સ્વીકારી શકતો. ઈસુના મૃત્યુથી જગતને ભારે દૃષ્ટાંત મળ્યુ, પણ તેના મૃત્યુમાં કાંઈ શુદ્ઘ ચમત્કારી અસર હતી એમ મારુ' હૃદય સ્વીકારી નહાતુ શકતુ. ખ્રિસ્તીઓના પવિત્ર જીવનમાંથી મને એવુ' ન મળ્યુ કે જે ખીજા ધર્મી એના જીવનમાંથી નહાતુ મળતુ. તેમનાં પરિવર્તન જેવાં જ પરિવર્તન ખીજાના જીવનમાં થતાં મેં જોયાં હતાં. સિદ્ધાંતની દૃષ્ટિએ ખ્રિસ્તી સિદ્ધાંતોમાં મે અલૌકિકતા ન ભાળી. ત્યાગની દૃષ્ટિએ હિંદુ ધી એને ત્યાગ મને ચડતો જણાયા. ખ્રિસ્તી ધર્મીને હું સંપૂર્ણ અથવા સર્વોપરી ધર્મ તરીકે ન સ્વીકારી શકયો. ’ “ આ હૃદયમંથન મેં પ્રસંગો આવતાં ખ્રિસ્તી મિત્રોની પાસે મૂક્યું. તેના જવાબ તે મને સતોષે તેવા ન આપી શકથા,’’ 66 પણ હું જેમ ખ્રિસ્તી ધર્મના સ્વીકાર ન કરી શકો, તેમ હિંદુ ધર્મની સ પૂર્ણતા વિષે અથવા તેના સર્વોપરિપણા વિષે પણ હું ત્યારે નિશ્ચય ન કરી શક્યો. હિંદુ ધર્મની ત્રુટીએ મારી નજર આગળ તર્યા કરતી હતી. અસ્પૃશ્યતા જે હિંદુ ધર્મનું અંગ હાય, તો તે સડેલ' ને વધારાનું અંગ જાણવું. અનેક સંપ્રદાયા, અનેક નાતજાતોની હસ્તી હું સમજી ન શકચો. વેદ જ ઈશ્વરપ્રણીત એટલે શું? વેદ ઈશ્વરપ્રણીત તો બાઈબલ અને કુરાન કાં નહિ ? ” “ જેમ ખ્રિસ્તી મિત્રો મારા ઉપર અસર કરવા મથી રહ્યા હતા, તેમ મુસલમાન મિત્રોના પણ પ્રયત્ન હતો. અબ્દુલા શેઠે મને ઇસ્લામના અભ્યાસ કરવા લલચાવી રહ્યા હતા. તેની પૃષીએની ચર્ચા તો કર્યા જ કરે.” “ મે* મારી મુસીબતો રાયચંદભાઈ આગળ મૂકી. હિ‘દુસ્તાનના બીજા ધર્મ શાસ્ત્રીએ સાથે પણ પત્રવ્યવહાર ચલાવ્યેા. તેમના જવાબ ફરી વળ્યા. રાયચ'દભાઈના પત્રથી મને કઈક શાંતિ થઈ. તેમણે મને ધીરજ રાખવા ને હિંદુ ધર્મના ઊંડે અભ્યાસ કરવા ભલામણ કરી...તેમણે કેટલાંક પુસ્તકો માકલ્યાં, તે પણ મેં વાંચ્યાં. તેમાં ૫'ચીકરણ, મણિરત્નમાળા, યેાગવાશિષ્ઠનું મુમુક્ષુ પ્રકરણ, હરિભદ્રસૂરિનુ ષદર્શીનસમુચ્ચય ઇત્યાદિ હતાં... “ ખ્રિસ્તી ભાઈ એએ મારી જિજ્ઞાસા બહુ તીવ્ર કરી મૂકી હતી. તે કેમે શમે તેમ નહેાતી...તેમના સબંધે મને જાગ્રત રાખ્યા. જે કંઈ વખત ખચતો તેના ઉપયાગ હું ધાર્મિક વાંચનમાં કરતો. મારા પત્રવ્યવહાર જારી રહ્યો હતો. રાયચ‘દભાઈ મને ૨૨. ગાંધીજીએ લખેલી પ્રસ્તાવના શ્રીમદ અને ગાંધીજી ’', પૃ. ૪, .* Page #606 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રીમન્ન અન્ય વ્યક્તિઓ પર પડેલા પ્રભાવ દોરી રહ્યા હતા..મારે હિંદુ ધર્મ પ્રત્યેનો આદર વધે. તેની ખૂબી હું સમજવા લાગ્યા.”૨૩ શ્રીમદે લખેલા ઉત્તરે વાંચીને ગાંધીજીના મનનું કેટલું સમામાન થયું હતું તે આ અવતરણ બતાવે છે. ગાંધીજીએ શ્રીમદ્દને પૂછેલા પ્રશ્નો તાત્વિક તેમજ વ્યાવહારિક એમ બંને પ્રકારના છે. પ્રશ્નો પૂછવામાં ગાંધીજીની વિચક્ષણતા જોઈ શકાય છે. આરંભમાં “આત્મા શું છે?” એ પ્રશ્નથી શરૂઆત કરી, તેને લગતા અન્ય પ્રશ્નો જેવા કે “તે શું કરે છે? કર્મ શું છે?” વગેરે પ્રશ્નો મૂક્યા છે. તે પછી તેઓએ ઈશ્વર, તેનું જગત્કર્તાપણું, મોક્ષ, કર્માનુસાર ગતિ વગેરે વિષે જાણવાની જિજ્ઞાસા બતાવી છે. તે પછી ગાંધીજીએ અમુક ચક્કસ ધર્મ વિશેના પ્રશ્ન મૂક્યા છે; જેમ કે, – આર્યધર્મ તે શું? વેદ કોણે કર્યા? ગીતા કોણે બનાવી? વગેરે. આ પછી ગાંધીજી પોતાના મંથનપ્રશ્નો પર આવે છે. તેમાં તેમણે શ્રીમદ્દને ખ્રિસ્તી ધર્મ બાબત અને તેના કેટલાક પ્રચલિત મત બાબત અભિપ્રાય આપવા જણાવ્યું છે. અને છેલ્લે ગાંધીજી શ્રીમદ્દને કેટલાક વ્યવહારુ પ્રશ્ન, ધાર્મિક દષ્ટિએ પૂછે છે. દાખલા તરીકે – અનીતિમાંથી સુનીતિ થશે ખરી? સર્પ કરડવા આવે ત્યારે તેને કરડવા દેવો કે મારી નાખવો? વગેરે. આમ જોઈએ તે ગાંધીજીએ પૂછેલા પ્રશ્નમાં વ્યવસ્થિતપણું, વકીલ તરીકેની ચોકસાઈ વગેરે જોવા મળે છે. ગાંધીજીએ શ્રીમદ્દમાં જે વિશ્વાસ મૂકીને તેમને અભિપ્રાય ઈછયો હતો, તે વિશ્વાસને સા, કરે તેવા ઉત્તરો શ્રીમદે આપ્યા હતા. તે ઉત્તરો વાંચીને હિંદુ ધર્મની શ્રદ્ધા વધતાં. ગાંધીજી ખ્રિસ્તી ધર્મ અપનાવતા અટકી ગયા હતા. શ્રીમદની કેવી અદ્દભુત અસર! શ્રીમદે ગાંધીજીના પ્રશ્નોના ઉત્તર, વ્યવસ્થિત રીતે આપ્યા છે. તેમાં કોઈ જગ્યાએ પરસ્પર વિરોધી કે કયાંય પણ તેમની માન્યતા વિશે સંદેહ ઊભો કરે એવું એક પણ વિધાન આવતું નથી; તેમના વ્યવસ્થિત વિચારોમાં વિશદતા પણ એટલી જ રહેલી છે. આત્મ વિષેના ઉત્તરમાં શ્રીમદે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, કર્તૃત્વ, ભકતૃત્વ, અને મોક્ષ એ પાંચ પદ સરળ, સચોટ તથા મિષ્ટ ભાષામાં સમજાવ્યાં છે. જીવ કઈ અપેક્ષાથી ઈશ્વર કહેવાય તથા ઈશ્વરને જગકર્તા કહેવાથી કયા કયા દોષો તેમાં આવે છે તે વિશે તર્કબદ્ધતાથી તેમણે બીજા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે. કર્મ રહિત સ્થિતિ તે મોક્ષ, અને જેમ જેમ કર્મ છૂટતાં જાય તેમ તેમ જીવને તેને ખ્યાલ આવતાં, તેને મોક્ષ થશે કે કેમ તે પણ કહી શકાય તે બાબત જૈન ધર્મના પારિભાષિક શબ્દોના ઉપયોગ વિના ગાંધીજીને ત્રીજા તથા ચોથા પ્રશ્નના ઉત્તરમાં શ્રીમદ્દે સમજાવ્યું છે. જીવની કમનસાર ગતિ કઈ રીતે થાય છે તે પછીના ત્રણ પ્રશ્નના ઉત્તરમાં શ્રીમદે જણાવ્યું છે. અહીં સુધીની આત્માને લગતી બાબતેં વિષે શ્રીમકે જૈન ધર્મના સિદ્ધાંત અનુસાર, છતાં કેઈને પણ ગળે ઊતરે તેવી પ્રતીતિકર ભાષામાં લખ્યું છે. ૨૩. “આત્મકથા ”, ભાગ ૨, પ્રકરણ ૧૫, “શ્રીમદ્દ અને ગાંધીજી”, પૃ. ૬૪. Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ શ્રીમદની જીવનસિદ્ધિ તે પછી જગતમાં પ્રવર્તતા જુદા જુદા ધર્મો વિષેના કેટલાક પ્રશ્નોના ઉત્તરો શ્રીમદ આપ્યા છે. આયધર્મ, વેદની ઉત્પત્તિ, ગીતા કે વેદ ઈશ્વરકૃત કઈ રીતે ન હોઈ શકે, પશુ આદિના યજ્ઞથી પુણ્ય ન મળે વગેરેની વિચારણું શ્રીમદે જણાવી છે. એ જ રીતે જૈન, બૌદ્ધ, વેદાંત વગેરે પત્ય ધર્મની સ્થિતિ શ્રીમદે કેટલાક પ્રશ્નના ઉત્તરમાં જણાવી છે. રામાવતાર કે કષ્ણાવતારને ઈશ્વર ગણવાથી કેવા દોષ આવે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનેપુરાણુના સ્વરૂપે સ્વીકારતાં કેવા ગૂંચવાડા ઊભા થાય, તે સર્વની છણાવટ શ્રીમદે તાર્કિક રીતે કરી છે. અને આ બધા સાથે ખ્રિસ્તીધમ એ સર્વોપરી ધર્મ નથી, તેમાં પણ ઘણું દોષ પ્રવર્તે છે, તે પિતાને અભિપ્રાય શ્રીમદે દષ્ટાંતે દ્વારા સમજાવ્યો છે, જે પ્રતીતિકર છે. ગાંધીજીએ પૂછેલા પ્રશ્નોના શ્રીમદે આપેલા ઉત્તરે આપણે વાંચીએ ત્યારે તેમાં તેમની સત્યપ્રિયતા તરત જ નજરે ચડે છે. સર્વધર્મને પોતાના જ્ઞાન તથા અનુભવની કેસેટીએ ચડાવ્યા પછી જ તેમણે જૈન ધર્મને શ્રેષ્ઠ ગણ્ય હતું. તેમ છતાં બીજા કેઈ પણ ધર્મ પ્રત્યે તેમણે અનાદર સેવ્યો ન હતો. પ્રત્યેક ધર્મના સારા અશો સ્વીકાર્યા પછી, તેના દોષ દર્શાવવા તેઓ એટલી નમ્ર અને સચોટ ભાષા વાપરતા કે તેમનું લખાણ વાચકને તે વિષે વિચારતા કરી મૂકે. વળી, શ્રીમદ્દ પિતાનાં લખાણમાં કયાંય અસંદિગ્ધતા રહેવા દેતા નહિ; એટલું જ નહિ તેઓ શંકાનું સમાધાન કરતી વખતે, જીવ પોતે વિચાર કરીને યોગ્ય નિર્ણય પર આવી શકે એ રીતે આંગળી ચીંધીને ખસી જવાનું કાર્ય પણ કરતા. શ્રીમદ્દે આપેલો, “સર્વ ધર્મની ઉત્પત્તિ વેદમાંથી છે ?” એ પ્રશ્ન કે “સર્પ કરડવા આવે ત્યારે તેને મારી નાખવો કે જીવ જતે કરે ?” એ પ્રશ્ન કે એવા બીજા પ્રશ્નના ઉત્તરો આનાં સુંદર ઉદાહરણ છે. સર્પ વિશેના પ્રશ્નમાં સ્પષ્ટ અભિપ્રાય ન આપતાં શ્રીમદ જીવની યોગ્યતાના પ્રમાણમાં અહિંસા પાળવાનું ઉદ્દબોધન કરે છે. દેહ પરનું મમત્વ ટળી ગયું હોય તે, દેહ જતો કરવાની ભલામણ કરે છે. અને મમત્વ ન ટળ્યું હોય તો તે મમત્વભાવ પષતાં કેવું હાનિકારક પરિણામ આવે છે તેનું ચિત્ર બતાવે છે, જેથી જીવ પોતે જ એગ્ય માર્ગ પસંદ કરી લે. તેમને માટે ગાંધીજી “શ્રીમદ્ રાજચંદ્રની પ્રસ્તાવનામાં લખે છે કે – “રાયચંદભાઈને બીજા ધર્મ પ્રત્યે અનાદર નહોતો... મારી સાથે ચર્ચા કરતાં મને કોઈ દિવસે તેમણે એવું તે કહ્યું જ નહિ કે મારે મોક્ષ મેળવવા સારુ અમુક ધર્મને અવલંબ જોઈ એ. મારો આચાર વિચારવાનું જ તેમણે મને કહ્યું.”૨૪ શ્રીમદ્દ માટે ગાંધીજીએ દર્શાવેલા આ અભિપ્રાય, શ્રીમદે આપેલા ઉત્તર વાંચતાં, સાર્થક થતું જણાય છે. શ્રીમદ્ ગાંધીજી ઉપર લખેલા આ લાંબા પત્ર ઉપરાંત બીજા બે પત્રો મળે છે. તેમાંના એક પત્રમાં શ્રીમદ્ આત્માનાં છ પદ સમજવાની અગત્ય બતાવી છે, અને બીજામાં જ્ઞાતિવ્યવહારની આવશ્યક્તાનો પ્રશ્ન જુદા જુદા દૃષ્ટિબિંદુથી ચર્યો છે. પોતાના ખ્રિસ્તી તેમ ૨. પ્રસ્તાવના, પ્રકરણ ૫, “શ્રીમદ્દ અને ગાંધીજી", પૃ. ૫૬. Page #608 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલો પ્રભાવ ૫૮૯ જ મુસ્લિમ મિત્રોને ત્યાં ભોજન લેવું તે ધર્મની દષ્ટિએ યોગ્ય ગણાય કે કેમ તે બાબત ગાંધીજીને આફ્રિકામાં પ્રશ્ન થયો હતો. તે વિષે શ્રીમદ્દ પાસે માર્ગદર્શન માગતાં, તેના ઉત્તરરૂપે શ્રીમદ્ આ પત્રમાં આર્ય આચારવિચાર, આર્ય-અનાર્ય ક્ષેત્ર, ભઠ્યાભર્યો વિવેક, વર્ણાશ્રમ ધર્મની અગત્ય, વ્યવહારધર્મ વગેરે વિશે ખુલાસાપૂર્વક લખ્યું છે. આમ આ ત્રણે પત્રમાં આપણને આધ્યાત્મિક તથા વ્યાવહારિક એમ બંને પ્રકારની ચર્ચા જોવા મળે છે. શ્રીમદ્દના અન્ય મુમુક્ષુઓને લખાયેલા પત્રોમાં મુખ્યત્વે આત્મા, સત્સંગ, સમકિત આદિ વિશેનું ચિંતનાત્મક લખાણ જ જોવા મળે છે. પણ શ્રીમદને ગાંધીજીએ વ્યવહારુ અને ધર્મની દૃષ્ટિએ પૂછયા હોવાથી તેના ઉત્તરમાં વ્યવહારુ ચર્ચા પણ મળે છે, તે આ પત્રોની વિશેષતા છે. વ્યક્તિગત રીતે લખાયા હોવા છતાં સર્વને ઉપયોગી થાય તેવા આ પત્રો છે. શ્રીમદ્દ સાથેના પત્રવ્યવહારથી ગાંધીજી હિંદુ ધર્મના રંગથી રંગાયા. એ અરસામાં રશિયાના વિખ્યાત તત્ત્વજ્ઞાની ટૅસટી સાથેના પત્રવ્યવહારથી તથા તેના પુસ્તક પરિચયથી ગાંધીજી પ્રત્યેક જીવ પ્રતિ ભ્રાતૃભાવ રાખવાનું શીખ્યા હતા. વળી, સાથે સાથે રસ્કિનનાં પુસ્તકની અસર નીચે પણ તેઓ આવ્યા. અબ્દુલ શેડનું કામકાજ પૂરું કર્યા પછી ગાંધીજીએ આફ્રિકામાં ખાનગી વકીલાત શરૂ કરી. સરકાર તરફથી ત્યાંના હિંદીઓને થતા અન્યાય તેમનાથી ન સહેવાયે. પરિણામે હિંદીઓને તે ત્રાસમાંથી છોડાવવા પિતાની વકીલ તરીકેની સેવાઓ તેમણે મફત આપવા માંડી. તેથી ગેરી પ્રજા તેમની વિરુદ્ધ થઈ ગઈ અને તેમના પર જીવલેણ હુમલે થયે. તેમાંથી તેમને હિંદીઓના આગેવાન તરીકે વિશેષ પ્રતિષ્ઠા મળી. આમ શરૂ થયેલી લડતને વ્યવસ્થિત રીતે ચલાવવાની જરૂર જણાતાં તેઓ હિંદીઓને સહારો મેળવવા વિ. સં. ૧૫રના ઉનાળામાં હિંદ આવ્યા. હિંદ આવ્યા પછી ગાંધીજી, સ્વેચ્છાપૂર્વક સ્વીકારેલી જવાબદારી અદા કરવાની તૈયારીમાં ગૂંથાઈ ગયા. ભાષણે કરવાં, પત્રિકાઓ લખવી, દેશનેતાઓ સાથે સંતલસ કરવી વગેરે કાર્યોમાં તેમને સમય વિશેષપણે પસાર થવા લાગ્યો. આ રીતે સતત કાર્યભાર નીચે છ માસ પસાર થયા, ત્યાં તે તાકીદે પાછા આવવા તેમને ડરબનથી તાર મળ્યો. તેથી વિ. સં. ૧૯૫૩ના શિયાળામાં તેઓ ફરીથી આફ્રિકા ગયા. તેઓ હિંદમાં હતા તે વખતે શ્રીમદ્દ તે ગુજરાતમાં નિવૃત્તિ અર્થે વસતા હતા, તેથી તેઓને મેળાપ થઈ શક્યો નહોતો. આફ્રિકાથી ગાંધીજીને શ્રીમદ્દ સાથે પત્રવ્યવહાર ચાલતું હતું. વિ. સં. ૧૫૫માં બોઅર લડાઈ ચાલુ થઈ. તેમાં ગાંધીજીએ હિંદીઓ સહિત અંગ્રેજોને મદદ કરી. અંગ્રેજો જીત્યા. હવે હિંદીઓને જરૂર ન્યાય મળશે તેવી ગણતરીથી પોતાનું કામ પૂરું થયું ગણી, ગાંધીજી વિ. સં. ૧૯૫૭ના ઉનાળામાં હિંદ આવ્યા. તે પહેલાં શ્રીમદના દેહાંતના સમાચાર તેમને મળી ચૂક્યા હતા. હિંદમાં તેઓ શ્રીમદ્દના કુટુંબીઓને મળ્યા, તેમાં શ્રીમદના ભાઈ મનસુખભાઈ સાથે ગાંધીજીને મિત્રતા થઈ.. Page #609 -------------------------------------------------------------------------- ________________ પ શ્રીમદ્દની અસિદ્ધિ મુંબઈમાં વકીલાત ચાલુ કરવાના ઇરાદાથી ગાંધીજીએ ચર્ચગેટ પર ઓફિસ લીધી. અને સાંતાક્રુઝમાં ઘર રાખ્યું. પણ આફ્રિકામાં કંઈ સુધારો ન થયા હોવાથી, તે સુધારે કરાવવા તાકીદે આવવા ગાંધીજીને આફ્રિકાથી તાર મળ્યા. તેથી વિ. સં. ૧૯૫૮માં ગાંધીજી આફ્રિકા ગયા. શ્રીમદનાં કેટલાંક પદ તથા “આત્મસિદ્ધિ” તેઓ સાથે લેતા ગયા. આફ્રિકામાં તેમણે અસહકાર ચાલુ કર્યો. વિ. સં. ૧૯૬૦માં ડરબન નજીક ફિનિક્ષનો આશ્રમ સ્થાપ્યો, અને ત્યાં કુટુંબ સહિત તેઓ રહ્યા. વિ. સં. ૧૯૫૬થી ગાંધીજીએ બ્રહ્મચર્ય પાલનની શરૂઆત કરી હતી, અને વિ. સં. ૧૯૬૨માં તેમણે પત્ની સહિત આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. આ વ્રત અંગીકાર કરવામાં મુખ્યત્વે શ્રીમકની અસર હતી, તે જણાવતું એક પ્રકરણ ગાંધીજીએ પોતાની “આત્મકથા”માં લખ્યું છે. તેમાં તેમણે લખ્યું છે કે – “સ્વસ્ત્ર પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ મને દક્ષિણ આફ્રિકામાં સ્પષ્ટ સમજાયું. કયા પ્રસંગથી અથવા કયા પુસ્તકના પ્રભાવથી એ વિચાર મન ઉદભવ્યાએ અત્યારે મને ચેખું નથી યાદ આવતું. એટલું સ્મરણ છે કે એમાં રાયચંદભાઈની અસરનું પ્રાધાન્ય હતું.”૨૫ અને એ વ્રતની પોતાના પર પડેલી છા૫ વર્ણવતાં ગાંધીજીએ લખ્યું છે કે – સ્વપત્નીની સાથે વિકારી સંબંધને ત્યાગ એ નવાઈની વાત લાગતી હતી. છતાં એ જ મારું કર્તવ્ય હતું... મારી દાનત શુદ્ધ હતી. શક્તિ ઈશ્વર આપી રહેશે એમ વિચારી મેં ઝંપલાવ્યું....આજે વીશ વર્ષ પછી તે વ્રતનું સ્મરણ થતાં મને સાનંદાશ્ચર્ય થાય છે. સંયમ પાળવાની વૃત્તિ તે ૧૯૦૧થી પ્રબળ હતી, ને હું પાળી રહ્યો હતો, પણ જે સ્વતંત્રતા અને આનંદ હું હવે ભેગવવા લાગ્યો તે સન ૧૯૦૬ પહેલાં ભગવ્યાનું મને સ્મરણ નથી. કેમ કે તે વખતે હું વાસનાબદ્ધ હતા, ગમે ત્યારે તેને વશ થઈ શકતે. હવે વાસના મારા ઉપર સવારી કરવા અસમર્થ થઈ. ”૨૬ વિ. સં. ૧૯૬૨માં દક્ષિણ આફ્રિકાના હિંદીઓની મુશ્કેલી રજૂ કરવા ગાંધીજીને લંડન મેકલવામાં આવ્યા. તે વખતે તેમના પર શ્રીમદે લખેલા પત્રો અને તેમણે કરેલું “આત્મસિદ્ધિશાસ્ત્રનું અંગ્રેજી ભાષાંતર એક બસમાં ભુલાઈ જતાં ગુમાઈ ગયાં, જે પછીથી મળ્યાં જ નહિ.૨૭ તે પછીથી દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને વિજય થયો ત્યાં સુધી ગાંધીજી ત્યાં રહ્યા. અને વિ. સં. ૧૯૭૨માં હિંદ આવ્યા પછી તેમણે ત્રીશ વર્ષ સુધી અંગ્રેજ સરકાર સામે અહિંસક લડત ચલાવી, સાથે સાથે સત્યાગ્રહ, ખાદી, અસ્પૃશ્યતાનિવારણ વગેરે પ્રવૃત્તિઓ ૨૫. “આત્મકથા ”, ભાગ ૩, પ્રકરણ ૭-૮; “શ્રીમદ્દ અને ગાંધીજી", પૃ. ૮. ૨૬. “ આત્મકથા ”, પ્રકરણું ૭-૮; “શ્રીમદ્દ અને ગાંધીજી ', પૃ. ૬૫. ૨૭. જુઓ “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ', પૃ. ૭૩. Page #610 -------------------------------------------------------------------------- ________________ ૧૩, શ્રીમદ્ન અન્ય વ્યક્તિએ પર પડેલા પ્રભાથ પ ઉપાડી, અને અન્યાયેા સામે જીત મેળવવા દેશને જાગ્રત કર્યાં, તે અરસામાં ઊજવાતી “ શ્રીમદ્ રાજચંદ્રની જયંતી” નિમિત્તે તેમણે ભાષણેા પણ કરેલાં, જેમાં તેમણે પેાતાના પર શ્રીમદ્ કરેલા ઉપકારના ઉલ્લેખ કરી, તેમનું ઋણ જાહેરમાં સ્વીકાર્યું હતું. ધર્મ, સમાજસેવા અને રાજકારણમાં ગાંધીજીએ દર્શાવેલા અને આચરણમાં મૂકેલા સત્ય અને અહિંસાના સિદ્ધાંતાની પ્રેરણાનુ· મૂળ શ્રીમના તેમના પર પડેલા પ્રભાવમાં જોઈ શકાય છે. તે વિશે ગાંધીજીએ લખ્યુ છે કે :~~ kr ઘણી વાર કહીને લખી ગયા છુ... કે, મેં ઘણાના જીવનમાંથી લીધુ છે, પણ સૌથી વધારે કાઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તે તે કવિશ્રીના જીવનમાંથી છે. દયાધર્મ પણ હું' તેમના જીવનમાંથી શીખ્યા છુ'. ૨૮ “.. આ ઉપરાંત, એમના જીવનમાંથી શીખવાની એ મેટી વાતા તે સત્ય અને અહિ'સા. પોતે જે સાચું માનતા તે કહેતા અને આચરતા. અને અહિંસા તે તે જૈન હતા એટલે અને એમના સ્વભાવથી એમની પાસે જ હતી.”૨૯ આમ જોઈએ તે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય વગેરે અનેક બાબતમાં શ્રીમદની ગાંધીજી ઉપર ઘણી ઊંડી અસર હતી. તેએ બંને પાંચ મહાવ્રતના હિમાયતી હતા. અગત સ્વાર્થ જોવાની વૃત્તિ તેઓ બેમાંથી કેાઈનામાં પણ નહેાતી. અને તેથી જ તેઓ અને પરસ્પરના અત્યંત નિકટ પરિચયમાં ખૂબ સ્વાભાવિકતાથી આવી શકથા હતા. આત્મા આમ છતાં બંનેનાં કાર્યક્ષેત્ર અલગ અલગ હતાં. શ્રીમદ્દનુ કાર્ય ક્ષેત્ર “ હતું. જેમ બને તેમ ત્વરાથી જન્મમરણના ફેરામાંથી છૂટવાનું તેમનું ધ્યેય હતું. અલબત્ત, તે માથે પડેલી સાંસારિક જવાબદારીઓ પૂરી કરતા હતા, પણ તેમાં કયાંયે તેમનું ચિત્ત આસક્ત નહોતું. પેાતામાં પ્રગટેલી ચમત્કારિક શક્તિને પણ શ્રીમદ્ અંતરમાં જ શમાવી દીધી હતી. અને તેએ આત્મામાં જ મગ્ન બન્યા હતા; ત્યારે ગાંધીજી સમગ્ર માનવજાતના કલ્યાણ અર્થે કામ કરતા હતા. અને તે કાર્ય કરવાની લાયકાત મેળવવા તે પૂરા પ્રયત્ની હતા. તેમ કરવામાં તેએ સફળ પણ થયા હતા. તેમણે ધર્મ એ તા મનુષ્યના પ્રત્યેક અંગમાં રહેલે હોવા જોઈ એ, તે ભાવનાને શ્રીમદ્દ પાસેથી જાણીને, તેના સ‘દેશ આખા જગતને પહેાંચાડયો. અને પોતાનુ પ્રત્યેક કાર્ય પણ ધર્માનુસાર કરવાની ચીવટ રાખતા હતા. અને તેમના ગુણાને લીધે ગાંધીજી દુનિયાભરમાં પ્રખ્યાત થયા. ગાંધીજીએ બતાવ્યુ છે તે પ્રમાણે શ્રીમદ્દે વ્યાપારમાં પણ ધર્મપાલન સ`પૂર્ણ રીતે થઈ શકે છે તે સાબિત કરી બતાવ્યું હતું. એ જ પ્રમાણે આપણે ગાંધીજી માટે કહી શકીએ કે રાજકારણમાં પણ સ પૂર્ણ પણે ધર્મ પાલન થઈ શકે છે તે તેમણે સાબિત કરી બતાવ્યું. અને મહાવિભૂતિએ એક એક એવા ક્ષેત્રમાં ધર્મનું સ્થાન બતાવ્યું કે જેમાં આજ સુધી દુનિયા એમ જ માનતી હતી કે તેમાં તે ધર્મને સ્થાન જ ન હોઈ શકે. બંનેમાં "" ૨૮. વિ. સ', ૧૯૭૮ની કાકી પૂનમે ગાંધા એ આપેલું વ્યાખ્યાન. ‘શ્રીમદ્ અને ગાંધીજી', પૃ. ૭૨. ૨૯. વિ. સ. ૧૯૯૨માં કાકી ધૃતમે ગાંધીજીએ આપેલ વ્યાખ્યાન, પૃ. ૯૦. Page #611 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીમદની જીવનસિદ્ધિ આમ ઘણે અંશે ધર્મ ઓતપ્રોત થઈ ગયું હોવાને લીધે તેમનાં સર્વ આચરણ, લખાણ વગેરે સત્યથી ભરેલાં, નિખાલસ, નિરાડંબર, સરળ અને હૃદયસ્પર્શી બન્યાં હતાં. આમ છતાં બંનેમાં એક મુખ્ય તફાવત હતો, તે બતાવતાં ગાંધીજી પોતે જ લખે આપણે સંસારી જીવો છીએ, ત્યારે શ્રીમદ્દ અસંસારી હતા. આપણને અનેક ચોનિઓમાં ભટકવું પડશે, ત્યારે શ્રીમદને કદાચ એક જન્મ બસ થાઓ. આપણે કદાચ મોક્ષથી દૂર ભાગતા હોઈશું, ત્યારે શ્રીમદ્ વાયુવેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા. આ થોડો પુરુષાર્થ નથી.”૩૦ આમ થવાનું મુખ્ય કારણ બંનેના દયેયને ભેદ હતે. શ્રીમદે આત્મકલ્યાણને પિતાનું દયેય બનાવ્યું હતું. ગાંધીજીએ સામાજિક કલ્યાણને પોતાના ધ્યેય તરીકે સ્વીકાર્યું હતું. આથી, આત્મકલ્યાણના દૃષ્ટિબિંદુથી વિચારીએ તો, શ્રીમદ્દની કક્ષા ગાંધીજી કરતાં ઘણી ઊંચી હતી. જેને ગાંધીજી જેવી મહાન વ્યક્તિ પણ મહાન ગણે છે, તે શ્રીમદ્દ આપણા માટે ઘણું ઘણું મહાન વ્યક્તિ બની રહે તે સ્વાભાવિક છે. શ્રીમદ્દ અને અંબાલાલભાઈ શ્રી અંબાલાલભાઈ શ્રીમદ કરતાં ઉંમરમાં બે વર્ષ નાના હતા. તેમના પિતાશ્રીનું નામ મગનલાલ હતું, પણ તેમના માતામહ લાલચંદભાઈને પુત્ર ન હોવાથી તેમણે અંબાલાલભાઈને દત્તક લીધા હતા. આથી અંબાલાલભાઈ ખંભાતમાં શ્રી લાલચંદભાઈને ત્યાં ઊછર્યા હતા અને તેઓ અંબાલાલ લાલચંદને નામે ઓળખાતા હતા. તેમની ન્યાતના શ્રી માણેકલાલભાઈના પુત્ર છોટાલાલ, સુંદરલાલ અને ત્રિભોવનભાઈ સાથે અંબાલાલભાઈને મિત્રતા હતી. તેમને લીધે તેઓ ત્રણ પણ શ્રીમના સમાગમમાં આવ્યા હતા. વિ. સં. ૧૯૪૫ના વૈશાખ માસમાં શ્રી અંબાલાલભાઈ તથા શ્રી છોટાલાલભાઈ કઈ લગ્ન પ્રસંગે અમદાવાદ ગયા હતા. ત્યાં તેઓ લગભગ તેમની જ ઉંમરના શ્રી જેઠાભાઈના પરિચયમાં પણ આવ્યા હતા, તેથી તેઓ તેમને ત્યાં ઘણી વખત જતા. જ્યારે વરઘોડો નીકળવાનો હતો ત્યારે અંબાલાલભાઈ તથા અન્ય ભાઈઓ જૂઠાભાઈને વરડામાં જવા બેલાવવા આવ્યા. નાની વયમાં જ વૈરાગ્યવંત બનેલા જૂઠાભાઈ એ વખતે શ્રીમદના આવેલા પત્રોનું વાચન કરતા હતા, તેથી તેમના વિશે કંઈક કહેવાની સ્વાભાવિક ઊર્મિ જ ઠાભાઈને થઈ આવી. પણ મનને પાછું ખેંચતાં તેઓ એટલું જ બોલ્યા કે “ ક્યાં પ્રતિબંધ કરૂ?. અસંબદ્ધ રીતે ઉચારાયેલું આ પ્રશ્નાર્થ વાક્ય અંબાલાલભાઈ આદિથી સમજી શકાયું નહિ. તેથી તેને ખુલાસે તેમણે જૂઠાભાઈને આગ્રહપૂર્વક પૂછો. તેના ઉત્તરમાં જૂઠાભાઈએ શ્રીમદ્દના વિશે વાત કરી અને શ્રીમદ્દના આવેલા કેટલાક પત્ર વાંચવા આપ્યા. તે વાંચતાં ૩૦. ગાંધીજીની પ્રસ્તાવના, “શ્રીમદ્દ અને ગાંધીજી”, પૃ. ૩૯. Page #612 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રીમદ્ન અન્ય વ્યક્તિએ પર પડેલા પ્રભાથ અંબાલાલભાઈ ને તથા બીજા ભાઈ આને પણ શ્રીમદ્ પ્રતિ શ્રદ્ધા થઈ. અને શ્રીમદ્દના સમાગમ સત્વર થાય તેમ તેએ ઇચ્છવા લાગ્યા. આમ લગ્નનિમિત્તે અમદાવાદ આવેલા હૈાવા છતાં શ્રી અ‘બાલાલભાઈ જૂઠાભાઈના નિમિત્તે ધર્મની લગની લઈ ખભાત ગયા. સાથે તેઆ જૂઠાભાઈ પર શ્રીમના લખાયેલા પત્રોની નકલ પણ પેાતાના ઉપયાગ માટે લેતા ગયા. ખભાત ગયા પછી તેમણે શ્રીમને ખ'ભાત પધારવાની વિનતિ કરતા ઉપરાઉપર પત્રો લખ્યા. અને સાથે સાથે તેમાં એવી વિનંતિ પણ કરી કે જો શ્રીમદ્ સંજોગવશાત્ ખંભાત આવી શકે તેમ ન હેાય તે તેમના સમાગમ માટે વવાણિયા કે મુંબઈ આવવાની અનુમતિ માલવી. છેવટે અનુકૂળતાએ ખંભાત આવવાનું બનશે તેવા પત્ર શ્રીમદ્ તરફથી મળતાં તેમને સાષ થયેા હતા. ૫૩ અબાલાલભાઈ આદિ ભાઈ એ સ્થાનકવાસી સ`પ્રદાયના હતા, તેથી નિયમિતપણે ઉપાશ્રયે જતા. પરંતુ જૂઠાભાઈના સમાગમ થયા પછી તેઓ ત્યાં વ્યાખ્યાનમાં બેસવાને બદલે કેાઈ એકાંત જગ્યાએ બેસી શ્રીમના પત્રો ઉતારી લાવ્યા હતા તે વાંચતા તથા વિચારતા. તેમની આવી વર્તણૂક જોઈને તે વખતે તે ઉપાશ્રયમાં રહેલા શ્રી લલ્લુજી મહારાજે ધ સ્નેહથી તે બાબત તેમને પૂછ્યું. અંબાલાલભાઈ એ જવાબમાં તેમને શ્રીમદ્નની વાત કહી સ`ભળાવી કે તેએ સવ આગમના જ્ઞાતા છે, અને આપણી બધી શંકાઓનુ સમાધાન કરી આપે છે. આ સાંભળી લલ્લુજી મહારાજને શ્રીમદને મળવાની ખૂબ ઉત્કંઠા થઈ, કારણ કે કેટલાક પ્રશ્નોની ખાખતમાં તેમના ગુરુ પણ તેમને સંતાષકારક પ્રત્યુત્તર આપી શકયા નહાતા. આથી તેમણે અંબાલાલભાઈ ને એ પુરુષના મેળાપ કરાવી આપવા વિનતિ કરી, જે અંબાલાલભાઈ એ માન્ય કરી. વિ. સ‘. ૧૯૪૬માં શ્રીમદ્ અંબાલાલભાઈના આગ્રહને માન આપી ખંભાત આવ્યા અને તેમને ત્યાં જ ઊતર્યા. એ વખતે અ’બાલાલભાઈ શ્રીમદ્દને સ્થાનકવાસી ઉપાશ્રયે લઈ ગયા. ત્યાં શ્રીમદ્ અને લલ્લુજી મહારાજના મેળાપ થયેા. તેમની પાસે મહારાજની ઘણી મુશ્કેલીએ દૂર થઈ, તેથી તેમને માટે મહારાજને એટલા બધા પૂજ્યભાવ થયા કે તેમણે શ્રીમને ત્રણ દંડવત્ નમરકાર કર્યા. તે પછીથી તેમના શ્રીમદ્ માટેના પૂજ્યભાવ દિવસે દિવસે વધતા ગયા. અને તેને લીધે તેમના અંબાલાલભાઈ સાથેના સંબંધ પણ ગાઢ બન્યા, કારણ કે મુનિ પેાતાને થતા કોઈ પણ પ્રશ્ન શ્રીમદને અંબાલાલભાઈ મારફત જ પુછાવતા. વિ. સં. ૧૯૪૬ના શ્રીમના સમાગમ પછી અંબાલાલભાઈનુ જીવન શ્રીમમય જ બન્યુ હતું. તેઓ પૂર્વના સંસ્કારી, ઉત્તમ ક્ષયાપશમવાળા, સેવાભાવી અને એકનિષ્ઠ ભક્તિવાળા હતા. શ્રીમદ્ જ્યારે જ્યારે ચીતરમાં આવતા ત્યારે તેએ શ્રીમદ્રની પાસે રહી તેમને માટે બધી જાતની સગવડ કરતા. વળી, જે કાઈ મુમુક્ષુ આવે તેની તેઓ તન, મન અને ધનથી સેવા કરતા. આમ તેમનુ' જીવન વિશેષ વૈરાગ્યમય બનતું ગયું હતું. એના પિરણામે કેટલીક વખત એવુ' પણ બનતું કે તેઓ શ્રીમદ્ની સેવામાં એવા રત બની જતા કે પેાતાનાં પત્ની કે માતાપિતા સાથે પણ કશા સબધ રાખતા નહિ. તેમની આવી ૭૫ Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ શ્રીમદની જીવનસિદ્ધિ વર્તણૂકને લીધે તેમનાં માતા-પિતાને ખૂબ દુઃખ થતું. તે વાત ફરતી ફરતી એક વખત શ્રીમદ્દ પાસે આવી. તે જાણીને શ્રીમદ્ અંબાલાલભાઈને પોતાની સેવામાંથી જવા આજ્ઞા તેમના મનને સંતોષે. ગમે તે રીતે સામાને સમજાવીને રાજી રાખીને ધર્મ સાધ; દુભવણી ન કરવી. ૩૧ શ્રીમદે કરેલી આ આજ્ઞામાંથી સાચા ધર્મ શું છે તે સ્પષ્ટ સમજાય છે. વ્યક્તિએ જે જવાબદારી ઉપાડી હોય તેને પોતાનું દિલ ગમે તેટલું દુભાય તેપણુ, તે પૂરેપૂરી રીતે, સામાનું મન સંતેષાય તે રીતે, અદા કરવી જોઈએ. પોતાના નિમિત્ત અન્ય જીવને ક્લેશ ન થવો જોઈએ, છતાં આવી પડેલી પ્રવૃત્તિઓમાં એકરૂપ ન બનતાં પોતે તેનાથી ભિન્ન છે, તેવું ભેદજ્ઞાન પણ સતત રહેવું જોઈએ. પરમાર્થમાર્ગના પ્રેમને લીધે જરાક પણ બેદરકારી આવતાં, શ્રીમદ્ અંબાલાલભાઈને ચેતવ્યા હતા, અને સાચું માર્ગદર્શન કર્યું હતું. તે પછીથી આવી ચૂક તેમનાથી કદી થઈ નહોતી. અંબાલાલભાઈની સ્મૃતિ ઘણુ તીવ્ર હતી. તેઓ યાદ રાખવા ધારેલી વાતચીત બેત્રણ દિવસે પણ અક્ષરશઃ કહી શક્તા. તેમની આવી સ્મરણશક્તિ શ્રીમદે પણ વખાણી હતી. વિ. સં. ૧લ્પ૫માં શ્રીમદે ઈડરના પહાડ ઉપર સાતે મુનિઓને કહેલું કે – મુનિઓ ! જીવની વૃત્તિ તીવપણામાંથી પણ નરમ પડી જાય છે. અંબાલાલની વૃત્તિ અને દશા, પ્રથમ ભક્તિ અને વૈરાગ્યાદિને કારણે લબ્ધિ પ્રગટાવે એવી હતી, તે એવી કે અમે ત્રણચાર કલાક બંધ કર્યો હોય તે બીજે દિવસે કે ત્રીજે દિવસે તેને લખી લાવવા કહીએ તે તે બધું અમારા શબ્દોમાં જ લખી લાવતા. હાલ પ્રમાદ લોભાદિના કારણથી વૃત્તિ શિથિલ થઈ છે, અને તે દોષ તેમનામાં પ્રગટ થશે એમ અમે બાર માસ થયા પહેલાં જાણતા હતા.”૩૨ અહીં શ્રીમદે અંબાલાલભાઈની સ્મૃતિ કેવી તીવ્ર હતી તેનો પરિચય આપવા સાથે વિ. સં. ૧૯૫૫માં તે શેડી શિથિલપણાને પામી હતી તે પણ જણાવ્યું છે. પણ દોષ દૂર થતાં તેમની એ સ્મૃતિ ફરી પાછી એવી જ બળવત્તર થવાની હતી, તે પણ તેમણે તે વખતે જણાવ્યું હતું. અને તેમ બન્યું પણ હતું. તેમની આટલી તીવ્ર સ્મૃતિ હતી તે કારણે અન્ય મુમુક્ષભાઈઓને શ્રીમદ્દનાં વચનોની નકલો મોકલવી, શ્રીમદ્દનાં વચને ઉતારવાં, અન્ય ગ્રાની નકલ કરવી વગેરે કાર્યો શ્રી અંબાલાલભાઈને શ્રીમદ્ સેપ્યાં હતાં. મોતીના દાણા જેવા સુંદર અક્ષર પણ તેમના કાર્યમાં એટલા જ મદદરૂપ હતા. સામાયિકમાં તેઓ આવું બધું કામ એકચિત્તે કરતા. વિ. સં. ૧૫રના ચૈત્ર માસમાં શ્રીમદે, અંબાલાલભાઈને સુવચનો મોકલવા વિશે માર્ગદર્શન આપતાં લખ્યું હતું કે – ૩૧. “ઉપદેશામૃત”, આવૃત્તિ ૧, ૫. ર૭૮. ૩૨. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ”, આવૃત્તિ ૪, પૃ. ૨૧૧. Page #614 -------------------------------------------------------------------------- ________________ ૧૩, શ્રીમદને અન્ય વ્યક્તિ પર પડેલા પ્રભાવ ૫૫ "" · શ્રી કુંવરજીએ અત્રે ઉપદેશવચનેા તમારી પાસે લખેલાં છે, તે વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરી હતી. તે વચને વાંચવા મળવા માટે સ્થ ભતી લખશા અને અત્રે તેઓ લખશે તેા પ્રસંગયેાગ્ય લખીશું, એમ કલેાલ લખ્યું હતું. જો બને તે તેમને વર્તમાનમાં વિશેષ ઉપકારભૂત થાય એવાં કેટલાંક વચના તેમાંથી લખી માકલશેા. સમ્યગ્દર્શનનાં લક્ષણાદિવાળા પત્રો તેમને વિશેષ ઉપકારભૂત થઈ શકવા ચેાગ્ય છે. વિરમગામથી શ્રી સુખલાલ જે શ્રી કુંવરજીની પેઠે પત્રોની માગણી કરે તા તેમના સૌંબધમાં પણ ઉપર પ્રમાણે કરવા યાગ્ય છે. ’૩૩ વળી, અ'બાલાલભાઈ નકલ કરતા તે વિષે શ્રીમદ્ ચાકસાઈ તથા કાળજી પણ ઘણી રાખતા. એના નમૂનારૂપ વિ. સ. ૧૯૫૨ના વૈશાખ સુદ ૬ના શ્રીમના પત્ર જુએ હું પત્ર મળ્યું છે, તથા વચનાની પ્રત મળી છે. પ્રતમાં કાઈ કાઈ સ્થળે અક્ષરાંતર તથા શબ્દાંતર થયેલ છે, પણ ઘણું કરી અર્થાતર થયેલી નથી. તેથી તેવી પ્રતે શ્રી સુખલાલ તથા શ્રી કુંવરજીને માકલવામાં અડચણ જેવુ... નથી, પાછળથી પણ અક્ષર તથા શબ્દની શુદ્ધિ થઈ શકવા યેાગ્ય છે. ’૩૪ તે અહી' અક્ષરના કે શબ્દના થાડા ફેરફાર પણ શ્રીમની નજરમાં આવી જતા તે જોઈ શકાય છે. તેમની આટલી કાળજીને પહેાંચી વળવા અંબાલાલભાઈને કેટલી સાવચેતી રાખવી પડતી હશે ! શ્રીમદ્ની કસેાટીમાંથી આ બાબતમાં પાર ઊતરનાર તેએ એક જ હતા, તે જ તેમની ચેાગ્યતા પુરવાર કરે છે. તે શ્રીમના પત્રોની નકલા શ્રી સેાભાગભાઈ, લલ્લુજી મહારાજ વગેરેને માકલતા અને એ રીતે શ્રીમના કેાઈ એક વ્યક્તિને લખાયેલા પારમાર્થિક પત્રના ભેાક્તા અન્ય ચેાગ્ય મુમુક્ષુઆને બનાવવાનુ પુણ્યકાર્ય શ્રી અ‘ખાલાલભાઈ કરતા. અંબાલાલભાઈ ને શ્રીમદ્ પ્રત્યે એટલા બધા પૂજ્યભાવ હતા કે તેએ જ્યારે જ્યારે તક મળે ત્યારે ત્યારે શ્રીમનાં ઉપદેશવચના ઉતારી લેતા. તેમણે કરેલા આ પ્રકારના સંગ્રહને પરિણામે આપણને “ઉપદેશછાયા ” મળી છે. આ ઉપરાંત એક ખીજું સદ્ભાગ્ય પણ અંબાલાલભાઈ ને પ્રાપ્ત થયુ` હતુ`. વિ. સ. ૧૯૫રના આસે। માસમાં શ્રીમદ્ નડિયાદમાં રહ્યા હતા, તે વખતે અંબાલાલભાઈ પણ શ્રીમદની સાથે જ હતા. આસેા વદ એકમે સાંજના બને રીને આવ્યા. તે પછી શ્રીમદે તેમની પાસે લેખનસામગ્રી માગી, તેમણે આપી. અને એક ઢાળિયા પાસે બેસીને શ્રીમદ્રે લખવાનું ચાલુ કર્યું. તે વખતે શ્રીમને પૂરતા પ્રકાશ પહાંચે તે માટે અબાલાલભાઈ તેમની પાસે ફાનસ ધરી ઊભા રહ્યા. દોઢ બે કલાક સુધી શ્રીમદ્ભુ' લખવાનુ` ચાલ્યું ત્યાં સુધી તેઓ તે જ સ્થિતિમાં ઊભા રહ્યા. આ સમયે “ આત્મસિદ્ધિ”ની રચના થઈ હતી. આમ “ આત્મસિદ્ધિ ”નું... અવતરણ થવામાં અંબાલાલભાઈના પણ ફાળા હતા. તેની ચાર નકલમાંથી એક શ્રીમદ્ અ‘ખાલાલભાઈ ને પણ આપી હતી. અંબાલાલભાઈ તે વાંચીને ૩૩. “ શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ, આંક ૬૮૫ ૩૪. એજન, આંક ૬૮૮ Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૨૩ તેમાંથી ખૂબ આનદ મેળવતા. તે હતા, જે શ્રીમદ્દની નજર તળેથી ગ્રંથમાં “ આત્મસિદ્ધિ ”ની ગાથા ઉપરાંત તેમણે “ આત્મસિદ્ધિ ”ના નીકળી ગયા હતા. આ ગદ્યા સાથે પ્રસિદ્ધ થયેલ છે. શ્રીમના સમાગમથી અ‘બાલાલભાઈની દશા પણ ધીરે ધીરે ઉચ્ચ થતી જતી હતી, તેના નિર્દેશ આપણને શ્રીમદ્દે લખેલા પત્રોમાંથી મળે છે. વિ. સં. ૧૯૫૩ના માહ વદ ચેાથે શ્રીમદ્રે તેમને લખ્યું હતું કે ઃ— “ જે પ્રકારે બીજા મુમુક્ષુ જીવાનાં ચિત્તમાં તથા અંગમાં નિર્મળતા ભાવની વૃદ્ધિ થાય, તે તે પ્રકારે પ્રવર્તવું કર્તાવ્ય છે. નિયમિત શ્રવણ કરાવાય તથા આરંભ પરિગ્રહનાં સ્વરૂપ સમ્યક્ પ્રકારે જોતાં નિવૃત્તિને અને નિર્મળતાને કેટલા પ્રતિબંધક છે તે વાત ચિત્તમાં દૃઢ થાય તેમ અરસપરસ જ્ઞાનકથા થાય તેમ કતવ્ય છે.”૩૫ અહીં શ્રીમદ્દે 'બાલાલભાઈ ને અન્ય મુમુક્ષુઓના હિતાર્થે વર્તવાની ભલામણ કરી છે. આ પહેલાંના મોટા ભાગના પત્રોમાં શ્રીમદ્ સવને સહાયક થાય તેવી રીતે વર્તવાની ભલામણ કરી છે, ત્યારે અહીં અબાલાલભાઈની ઉચ્ચ કક્ષા જાણી અન્યને પણ તે કક્ષાએ લાવવા પ્રયત્નશીલ બનવા ભલામણ કરી છે. વળી, કથારેક વૃત્તિઓની શિથિલતા થતાં આધ્યાત્મિક વિશેષ ઉચ્ચ કક્ષા પ્રાપ્ત થશે કે કેમ તેવી શંકાના સમાધાનરૂપે શ્રીમદ્રે તેમને લખ્યુ છે કેઃ~~~ શ્રીમની જીવનસિદ્ધિ ગદ્યાનુવાદ પણ કર્યા · શ્રીમદ્ રાજચંદ્ર ” 66 ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે, અને આત્માને વારવાર આકુળવ્યાકુળ કરી દે છે; વાર વાર એમ થયા કરે છે કે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થવી દુર્લભ જ છે, અને વર્તમાન ભૂમિકામાં સ્થિતિ પણ ફ્રી થવી દુલ ભ છે. એવા અસંખ્ય અંતરાયપરિણામ ઉપરની ભૂમિકામાં પણ બને છે, તો પછી શુભેચ્છાદિ ભૂમિકાએ તેમ અને એ કાંઈ આશ્ચર્યકારક નથી. તેવા અંતરાયથી ખેદ નહિ પામતાં આત્માથી જીવે પુરુષાર્થ દૃષ્ટિ કરવી અને શૂરવીરપણું રાખવું, હિતકારી દ્રવ્ય ક્ષેત્રાદિ યાગનુ' અનુસંધાન કરવું, સત્શાસ્ત્રના વિશેષ પરિચય રાખી વારવાર હઠ કરીને પણ મનને સદ્વિચારમાં પ્રવેશિત કરવું, અને મનના દુરામ્યપણાથી આકુળવ્યાકુળતા નહીં પામતાં ધૈય થી સવિચારપથ જવાના ઉદ્યમ કરતાં જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે, અને અવિક્ષેપણું પ્રાપ્ત થાય છે. ’૩૬ ૩૫. “ શ્રીમદ્ રાજચંદ્ર '', ૩૬. એજન, આક ૮ ૧૩, જીવને શિથિલતા આવે તે વખતે વિશેષ પુરુષાર્થ કરવા ઘટ તે શ્રીમદ્દે અહીં બતાવ્યું છે. આગળની ભૂમિકાએ પણ શિથિલતા આવે છે તે જણાવી શ્રીમદ્દે અ‘બાલાલભાઈ ને તે વિશે સાવચેત રહેવા જણાવ્યુ છે. તેમને શ્રીમના સમાગમ પછી આત્મજ્ઞાન પણ થયું હતું, એમ શ્રીમદ્ જ જણાવ્યુ હતું. અંબાલાલભાઈ શ્રીમદ્દને સાક્ષાત્ પ્રભુ જેવા જ ગણતા હતા, આથી જ્યારે વિ. સં. ૧૯૫૭ના ચૈત્ર માસમાં શ્રીમદ્ના દેહાંત થયા ત્યારે અંબાલાલભાઈ ને ઘણા આઘાત લાગ્યા હતા. તે ખાબતમાં તેમણે પાતાનુ હૃદય નીચેના પત્ર મુજબ પ્રગટ કર્યું હતું.. આવૃત્તિ, આંક ૭૪૨. Page #616 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલે પ્રભાવ વિશાળ અરણ્ય વિશે અતિ સુંદર અને શાંતિ આપનારું એવું એક જ વૃક્ષ હોય, તે વૃક્ષમાં નિઃશંકતાથી શાંતપણે કોમળપણે સુખાનંદમાં પક્ષીગણ મલક્તાં હોય, તે વૃક્ષ એકાએક દાવાગ્નિથી પ્રજવલિત થયું હોય તે વખતે વૃક્ષથી આનંદ પામનારાં પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય ? જેને ક્ષણ એક પણ શાંતિ ન હોય! અહાહા ! તે વખતના દુ:ખનું મોટા કવીશ્વરે પણ વર્ણન કરવાને અસમર્થ છે. તેવું જ અપાર દુઃખ અદ્યાર અટવીને વિષે આ પામર જીને આપી હે પ્રભુ! તમે ક્યાં ગયા ? હે! ભારતભૂમિ, શું આવા, દેહ છતાં વિદંપણે વિચરતા પ્રભુના ભાર તારાથી વહન ન થયે ? જો તેમજ હોય તે આ પામરને જ ભાર તારે હળવો કરો હતો, કે નાહક તે તારી પૃથ્વી ઉપર બોજારૂપ કરી નાખ્યો. હે ! મહાવિકરાળ કાળ, તને જરા પણ દયા ન આવી? છપ્પનિયાના મહાદુષ્કાળ વખતે લાખો મનુષ્યના તં ભોગ લીધે. તો પણ તું તૃપ્ત થયે નહિ ! અને તેથી પણ તારી તૃપ્તિ નહોતી થઈ, તો આ દેહના જ પ્રથમ ભક્ષ તારે કરવો હતો કે આવા પરમ શાંત પ્રભુને તે જન્માક્તરને વિયેગ કરાવ્યો ! તારી નિર્દયતા અને કઠોરતા મારા પ્રત્યે વાપરવી હતી ! શું તું હસમુખે થઈ મારા સામું જુએ છે? હે શાસનદેવી! તમારું પરિબળ આ વખતે કાળના મુખ આગળ કયાં ગયું? તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર તરીકે સાવનભૂત એવા પ્રભુ હતા, જેને તમે ત્રિકરણ વાગે નમસ્કાર કરી સેવામાં હાજર રહેતા તે આ વખતે કયા સુખમાં નિમગ્ન થઈ ગયા કે મહાકાળે શું કરવા માંડ્યું છે તેને વિચાર જ ન કર્યો? “હે પ્રભુ! તમારા વિના અમે કોની પાસે ફરિયાદ કરીશું ? તમે જ જ્યારે નિર્દયતા વાપરી ત્યાં હવે બીજો દયાળુ થાય જ કેણુ? હે પ્રભુ! તમારી પરમ કૃપા, અનંત દયા, કરુણામય હૃદય, કેમળ વાણી, ચિત્તહરણ શક્તિ, વૈરાગ્યની તીવ્રતા, બોધબીજનું અપૂર્વાપણું, સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્રચારિત્રનું સંપૂર્ણ ઉજમાળપણું, પરમાર્થલીલા, અપાર શાંતિ, નિષ્કારણ કરુણા, નિસ્વાર્થ બેધ, સત્સંગની અપૂર્વતા, એ આદિ ઉત્તમોત્તમ ગુણોનું હું શું સ્મરણ કરું? વિદ્વાન, કવિઓ અને રાજેન્દ્ર દેવ આપનાં ગુણસ્તવન કરવાને અસમર્થ છે તો આ કલમમાં અલ્પ પણ સમર્થતા ક્યાંથી આવે ? આપના પરમોત્કૃષ્ટ ગુણોનું સ્મરણ થવાથી મારા શુદ્ધ અંતઃકરણથી ત્રિકરણ હું આપને પવિત્ર ચરણારવિંદમાં અભિવંદન કરું છું. આપનું યોગબળ, આપે પ્રકાશિત કરેલાં વચને અને આપેલું બેધબીજ મારું રક્ષણ કરે. એ જ સદૈવ ઇરછું છું. આપે સદૈવ માટે વિયોગની આ સ્મરણમાળા આપી તે હવે હું વિસ્મૃત નહિ કરું.” ખેદ, ખેદ અને ખેદ, એ વિના બીજું કંઈ સૂઝતું નથી. રાત્રિદિવસ રડી રડીને કાઢું છું, કંઈ સૂઝ પડતી નથી.”૩૭ ૩૭. “શ્રીમદ્ રાજચંદ્ર –જીવનકળા”, આવૃત્તિ 4, પૃ. ૨૩૦. Page #617 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દની જીવનસદ્ધ આ પત્ર પરથી આપણે જાણી શકીએ છીએ કે શ્રી અ‘બાલાલભાઈ ને શ્રીમના દેહાંતથી ઘણા શાક થયા હતો, કારણ કે પરમા માર્ગમાં આગળ વધારનાર ગુરુ તેમણે ગુમાવ્યા હતા. વળી, તેઓ વારવાર શ્રીમના સમાગમમાં તથા સેવામાં રહેતા હતા એ દૃષ્ટિએ પણ તેમને વિશેષ આધાત લાગે એ સ્વાભાવિક છે. અંબાલાલભાઈએ તે પછીથી પેાતાનુ જીવન વિશેષ ધ મય બનાવ્યું હતુ, અને ધર્મારાધન માટે પાતાના દેહનો ત્યાગ પણ તેમને સહજ બન્યા હતો. તેમને તે જાતનું નિમિત્ત પણ મળી આવ્યું હતું, જે આ પ્રમાણે છેઃ— ૫૮ “ફેણાવના શા. છેોટાલાલ કપૂરચ’દ, અ‘બાલાલભાઈના સત્સંગી હતા. તેમન “ મેાક્ષમાળા ”ના ૬૭મા પાઠ તરીકે મુકાયેલું “ બહુ પુણ્ય કેરા પુંજથી ” એ કાવ્ય, અને તેમાંયે તેની પહેલી એ પક્તિ ખૂબ જ પ્રિય હતાં. તેથી પહેલી કડીનુ રટણ સતત ચાલુ જ રાખતા. એનાથી તેમના મતિજ્ઞાનની નિર્મળતા થઈ, અને તેમને પોતાના મરણ સંબંધી કંઈક આગાહી થઈ. તે પછી એક દિવસે તેઓ અંબાલાલભાઈ વગેરે પાસે આવીને સર્વને નમસ્કાર કરવા લાગ્યા. તેમણે અચાનક કરેલી આવી વર્તણૂક ન સમજાતાં અબાલાલભાઈ એ તેનું કારણ પૂછ્યું તો તેમણે જણાવ્યુ` કે “મારે તમારી પાસેથી કંઈક વચન લેવુ' છે.” અંબાલાલભાઈ એ કહ્યું કે શુ' વચન લેવુ' છે તે જણાવા. ઘેટાભાઈ કહે, પહેલાં વચન આપેા પછી જણાવું. અંબાલાલભાઈ એ વચન આપતાં છેટાભાઈ એ તેમની પાસે માગણી કરી કે, “મારા મરણ વખતે હાજર રહી, મરણ સુધારવા અને સ્મરણ આપવાની કૃપા કરવી. ’’ આ પ્રમાણે તેમણે અંબાલાલભાઈ અને તેમની પાસે બેઠેલા નગીનભાઈ પાસે કબૂલ કરાવ્યુ. એકાદ અઠવાડિયા પછી છાટાલાલભાઈ ને પ્લેગની ગાંઠ નીકળી. એથી વ્યાવહારિક ઉપકારને લઈને, તથા આપેલા વચન મુજબ અબાલાલભાઈ ત્રણ દિવસ તેમની પાસે રહેલા અને વાંચન, ભક્તિ, ધ વગેરેથી છોટાભાઈ ના ઉપયાગ આત્મામાં જ જોડાઈ રહે તેમ પ્રવર્ત્યા હતા. તેમના કામાં સાથ આપવા નગીનભાઈ તથા અંબાલાલભાઈના ભત્રીજા પાપટભાઈ પણ છોટાભાઈની સેવામાં રહ્યા હતા. અને ત્રણેએ સાથે મળીને છેોટાભાઈનુ મરણ સુધાયુ`. તે પછી તરત જ તે ત્રણેય ભાઈઓને પણ ચેપ લાગુ પડતાં પ્લેગની ગાંઠ નીકળી, અને ત્રણેનાં મરણ સાથે થયાં. આ પ્રસંગ વિ. સ'. ૧૯૬૧માં બન્યા. અબાલાલભાઈ એ શટાભાઈ ને સમાધિમરણ કરાવવા પાતાના દેહના પણ સમાધિપૂર્વક ત્યાગ કર્યા. ધન્ય છે, તેમના દેહ પ્રત્યેના અમમત્વને !’૩૮ શ્રીમના અવસાન પછી તેમનું સાહિત્ય તથા પત્રા બહાર પાડવા વિષે પણ અંબાલાલભાઈ એ શ્રી મનસુખભાઈ ને ઘણા સારા પ્રમાણમાં સહાય કરી હતી. તેએએ જ્યાં જ્યાંથી અને ત્યાં ત્યાંથી શ્રીમદ્ગના પત્રા મેળવી, નકલા એકઠી કરી આપી હતી. એ રીતે “ શ્રીમદ્ રાજચંદ્ર ” ગ્રંથની પહેલી આવૃત્તિ બહાર પાડવામાં પણ તેમના ફાળે કઈ નાનાસના ન ગણાય. ૩૮. આ આખા પ્રસંગ લલ્લુજી મહારાજે જણાવ્યા છે. જુએ, “ ઉપદેશામૃત”, પૃ. ૨૮૫. Page #618 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલે પ્રભાવ શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં આજે લગભગ ૧૨૭ જેટલા પત્ર અંબાલાલભાઈ પર લખાયેલા જોવા મળે છે. તેમાં શ્રીમદ્દની તેમના પ્રતિની શ્રદ્ધા, તેમને કરેલું માર્ગદર્શન, સૂત્રગ્રંથોના પાઠેની સમજણ, અન્ય ગ્રંથનાં અવતરણ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા પત્રમાંના ઘણાખરા પત્રો પ્રમાણમાં ટૂંકા છે. પણ પંદર-વીસ જેટલા પત્રો સુદીર્ઘ કહી શકાય તેવા છે, જેમાં તેમણે ગંભીર વિષયની સમજાવટ કરી છે. અથવા તે કોઈ પ્રશ્નનું નિરાકરણ કર્યું છે, અથવા તો બીજા કેઈ નિમિત્તથી લંબાણ કર્યું છે. બાકીના પત્રમાં ચાર વાક્યથી ચાલે તો પાંચ વાક્યો ન લખવાં એવું શ્રીમદ્દનું વલણ દેખાય છે. તેમ છતાં તેમણે કહેવાનું અપૂર્ણ રહી જતું હોય, વક્તવ્ય સ્પષ્ટ થતું ન હોય, એવું ક્યારેય બનતું હોય તેમ લાગતું નથી. શ્રીમદે જણાવેલાં સૂત્રોની પ્રતેની નકલ, તેમનાં વચનોની નક્લ કે તેનો સંગ્રહ વગેરે અંબાલાલભાઈ તેમની સૂચના અનુસાર કરતા. અને જ્યારે નકલ કરતી વખતે કઈ પાઠની અચોકસાઈ લાગે કે અર્થની અસ્પષ્ટતા લાગે ત્યારે તે બાબત તેઓ શ્રીમશ્ન પુછાવી જેતા. શ્રીમદ્દ તેનું યોગ્ય ખુલાસા સાથે સમાધાન કરતા. આવું સમાધાન કે કઈ જાતને અન્ય ખુલાસો જણાવતા કેટલાક પત્રો મળે છે. તેમાં “ભગવતીસૂત્ર”, “આચારાંગસૂત્ર”, “ઠાણાંગસૂત્ર”, “સમયસાર” વગેરેના પાઠો, આશયોની કેટલીક સમજણ પણ આપેલી છે.૩૯ એ પરથી ખ્યાલ આવે છે કે શ્રીમદને આવાં સૂત્રનું વાંચન તથા મનને સતત રહેતું હશે. સન સૂત્રો ઉપરાંત બીજા અનેક ગ્રંથોનું વિશાળ વાંચન પણ શ્રીમદે કર્યું હતું. તેથી અંબાલાલભાઈની ગ્યતા વધે તેવા ગ્રંથો વાંચવા તેઓ ભલામણ કરતા; જેમાં મુખ્યત્વે પ્રબોધશતક, વિચારસાગર, શિક્ષાપત્ર, યોગવાશિષ્ઠનું વૈરાગ્ય પ્રકરણ, સુંદરદાસજીના ગ્રંથ, આત્મસિદ્ધિ, પંચાસ્તિકાય, મોક્ષમાર્ગ પ્રકાશક, પદ્મનંદીશાસ્ત્ર, સ્વામી કાતિ કેયાનુપ્રેક્ષા, ગમ્મતસાર, કર્મગ્રંથ, સમયસાર, ચેગશાસ્ત્ર વગેરે જૈન તેમજ જનેતર ગ્રંથોનો સમાવેશ થાય છે. આ ગ્રંથ કઈ દૃષ્ટિએ અને ક્યારે વાંચવા તે વિષે પણ કેટલીક વાર તેઓ ભલામણ કરતા, ઉદાહરણ તરીકે – શ્રી “પદ્મન દીશાચ”ની એક પ્રત કઈ સારા સાથે યોગે વસે ક્ષેત્રે મુનિશ્રીને સંપ્રાપ્ત થાય તેમ કરશે. બળવાન નિવૃત્તિવાળા દ્રવ્યક્ષેત્રાદિ યોગમાં તે સત્ શાસ્ત્ર તમે વારંવાર મનન અને નિદિધ્યાસન કરશે. પ્રવૃત્તિવાળાં દ્રવ્યક્ષેત્રાદિમાં તે શાસ્ત્ર વાંચવું ગ્ય નથી.” વગેરે.૪૦ કેટલાંક અવતરણે કબીર, સુંદરદાસ, આનંદઘનજી આદિનાં પદ્યમાંથી અપાયેલાં પણ જોવા મળે છે, તે કેટલાક પત્રોમાં સુવાક્ય તરીકે ઉપગ કરી શકાય તેવાં વચનો કે સપુરુષનું માહાસ્ય બતાવતાં નમસ્કાર-વચને પણ જોવા મળે છે. જેમ કે – ૩૯. જુઓ, “શ્રીમદ્ રાજચંદ્ર”, પત્રાંક ૧૧૫, ૧૧૮, ૧૩૧, વગેરે. ૪૦. “શ્રીમદ રાજચંદ”, અગાસ આવૃત્તિ, આંક ૮૮૬. Page #619 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની છલનસિદ્ધિ ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતે નથી.” ૪૧. ભુજાએ કરી જે સ્વયંભૂરમણ સમુદ્ર તરી ગયા છે, તરે છે, અને તરશે તે સપુરુપોને નિષ્કામ ભક્તિથી નમસ્કાર”૪૨ વગેરે. શ્રીમદનાં આવાં વચનોમાં તેમની તત્ત્વદૃષ્ટિ તથા ભક્તિ સ્પષ્ટ જોવા મળે છે. અને પત્રમાં લખાયેલાં આવાં વચનોને લીધે તે માત્ર વ્યક્તિગત ન બનતાં સર્વ જિજ્ઞાસુને માટે ઉપયોગી બની જાય છે. આમ હોવા છતાં તેમના પત્રોમાં અંગત બાબતે આવતી જ નથી તેમ નથી. અંબાલાલભાઈ ઉપર લખાયેલા પત્રોમાં કેટલીક જગ્યાએ તેમને માર્ગદર્શન અપાયું છે, તે કેટલીક જગ્યાએ શ્રીમદે પોતાની આંતરિક સ્થિતિ કે બાહ્ય પ્રવૃત્તિને ઉપાધિયોગ સંક્ષેપમાં જણાવ્યું છે. તે સ્થળે આપણે શ્રીમદની વિચારસરણીથી વિશેષ વાકેફ થઈએ છીએ. બળવાન વ્યાવહારિક ઉપાધિગ છે, તે ભાવાર્થ આંક ૧૭૮, ૨૨૫, ૨૪૦, ૨૪૫, ૩૯૧, ૪૬૮, ૪૫૪, ૪૭૫, ૪૭૮ વગેરે નીચે અપાયેલા પત્રોમાં મળે છે. એ જ રીતે નિવૃત્તિક્ષેત્રે એકાંતમાં જવાની ઈચ્છા પણ તેમણે પત્રમાં વ્યક્ત કરી છે.૪૩ પોતાના ચિત્તની ઉદાસીનતા, પરમાર્થમાગે મૌન રહેવાની ઇચ્છા વગેરે પણ તેમણે પત્રમાં વ્યક્ત કરી છે.૪૪ આમ, તેમની કેટલીક અંગત બાબતો વિશે પણ આ પત્રોમાંથી જાણવા મળે છે, તે બીજી બાજુ વ્યવહારમાર્ગમાં તેમણે અંબાલાલભાઈને કરેલું માર્ગદર્શન પણ આ પત્રોમાં જોવા મળે છે. ગૃહસ્થપણામાં રહેલા શ્રીમને ગુરુ તરીકે માનવાથી સ્થાનકવાસી સંપ્રદાયમાં અંબાલાલભાઈ વિષે કેટલોક વિરોધ થયો હતો. તે વિષમ પરિસ્થિતિમાં અંબાલાલભાઈની સ્વસ્થતા તથા પરમાર્થ શ્રેણી બરાબર જળવાઈ રહે તેવો બોધ શ્રીમદે તેમને કર્યો હતે. અંબાલાલભાઈને ક્ષમા, ધીરજ તથા સત્યની પકડ ન છેડવાને અનુરોધ એ પત્રોમાં થયેલો જોવા મળે છે. ૪૫ વળી, એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કરવો તે બોધ તેમણે ઠેકઠેકાણે કર્યો છે. સત્સંગનું માહાસ્ય પણ એટલી જ વાર સમજાવ્યું છે. પ્રત્યેક સંવતસરીને દિવસે ગતકાળમાં થયેલી ભૂલોની ક્ષમાયાચના કરવાનું શ્રીમદ્દ ભૂલ્યા નથી. તેમણે સર્વ પરમાર્થ સ્નેહીઓને ક્ષમાપનાના કાગળો તે દિવસે લખેલા જોવા મળે છે. આ બધા ઉપરાંત અંબાલાલભાઈ ઉપરાંત શ્રીમદે લખેલા પત્રોને મુખ્ય ભાગ રોકે છે તે મોક્ષમાર્ગ” સંબંધીનું માર્ગદર્શન, જીવનું કર્તવ્ય વર્ણવતાં વચનો તથા આત્મા, સત્સંગ, જ્ઞાની પુરુષની આજ્ઞા, કમંદોષ, કર્મની વિચિત્રતા, પંચમકાળ, શ્રદ્ધાનું બળ, સદેવ, સતગુરુ, મુમુક્ષુનાં લક્ષણે, પ્રમાદ, રાગદ્વેષની નિવૃત્તિ, જ્ઞાનદશા વગેરે વિષેની ૧. “શ્રીમદ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૧૨૮. ૪૨. એજન, આંક ૬૯૬. ૪૩. એજન, આંક : ૨૬૧, ૩૦૦ વગેરે ૪૪. એજન, આંક : ૨ ૪૬, ૩૦૩ વગેરે. ૪પ. એજન, આંક : ૧૯૦, ૨૪૨ વગેરે. Page #620 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રી અને અન્ય વ્યક્તિઓ પર પડેલો પ્રભાવ તત્વવિચારણા. આ બધાં વિશે શ્રીમદ્ અંબાલાલભાઈને માર્ગદર્શન આપ્યું હતું, તે તેમની ઉચદશા બતાવે છે. કેટલાક પત્રોમાં આઠ રુચકપ્રદેશ, એકદેશેઉ ચૌદપૂર્વ ધારી નિગોદમાં કઈ રીતે જાય, મુમુક્ષતા ન જાગવાનાં કારણે, પંચમહાવ્રતની મહત્તા, સત્સંગનું માહાભ્ય, પરિષહની સહનશીલતા વગેરે વિશે શ્રીમદે વિસ્તારથી સમજણ આપી છે.૪ ૬ અન્ય બાબતે સંક્ષેપે જણાવી છે. ધર્મમાં રૂચિ ધરાવનાર અંબાલાલભાઈને યોગ્ય માર્ગદર્શન આપી ઉચ્ચ આત્મદશાએ પહોંચાડનાર શ્રીમદ્દ હતા. તેઓ બંને વચ્ચેનો પત્રવ્યવહાર જોતાં પણ સમજાય તેવું છે કે શ્રીમદે તેમના આત્મવિકાસમાં કેટલે ફાળો આપ્યો હતો. શ્રીમદ્દ તેમના સદગુરુ જ હતા. અને સદગુરુનું માહાભ્ય કેવું છે તે શ્રીમદ્દે ઠેકઠેકાણે બતાવ્યું છે. બીજી બાજુ અંબાલાલભાઈ પણ શ્રીમદ્રને પરમાર્થમાર્ગમાં આગળ વધવા સહાયરૂપ થયા. તેમના સંપર્કમાં શ્રીમદ્ સત્સંગ માણ શકતા હતા. વળી, હસ્તપ્રતોની નકલ કરવી, શ્રીમદ્દનાં વચનની નકલ કરવી વગેરે કાર્યમાં શ્રીમદના મંત્રી જેવા જ હતા. શ્રીમદ્દ નિવૃત્તિ માટે ગુજરાતમાં વસતા ત્યારે તેમની સગવડને બધે જ ભાર અંબાલાલભાઈ ઉપર રહેતે. આમ આ બંને ગૃહસ્થ વેશમાં છતાં સાચા અર્થમાં ગુરુશિષ્ય હતા. શ્રીમદ્દ અને લઘુરાજ સ્વામી ભાલ પ્રદેશના વટામણ ગામમાં સ્થાનકવાસી સંપ્રદાયના ભાવસાર કુટુંબમાં કૃષ્ણદાસ પાલજી નામના વ્યવહારકુશળ અને અગ્રગણ્ય પુરુષ રહેતા હતા. તેઓ ચાર વખત પરણેલા પણ સંતાન થયું નહોતું. તેમના આયુષ્યના અંતિમ વર્ષે કુશલા (સલી) બાઈને ગર્ભ રહ્યો. એ અરસામાં કૉલેરાને રેગ ફાટી નીકળતાં કૃષ્ણદાસભાઈ તે રોગથી મૃત્યુ પામ્યા. તેમના અવસાન પછી ડા સમયમાં, વિ. સં. ૧૯૧૦માં, કસલીબાઈએ પુત્રનો જન્મ આ. એ પુત્રને ઉછેરવામાં ચારે માતાઓનું વૈધવ્યદુઃખ વિસારે પડવા લાગ્યું. પુત્રનું નામ લલ્લુભાઈ રાખવામાં આવ્યું. લલુભાઈને યોગ્ય ઉંમરે ગામઠી શાળામાં મોકલવામાં આવ્યા, પણ તેમને બીજા બાળકના પ્રમાણમાં ઘણું ઓછું યાદ રહેતું હતું. તેથી તેમને ગણિત જેવા વિષયો કાંકરાની ઢગલી કરીને, એટલે કે પ્રત્યક્ષ અનુભવરૂપે શીખવવામાં આવ્યા હતા. થોડું ઘણું લખતાં-વાંચતાં આવડયું એટલે તેમણે દુકાને બેસવાનું ચાલુ કર્યું. તેઓ દુકાનની દેખરેખ રાખતા, બાકીનું લેવડદેવડ આદિનું કામકાજ મુનિમ મારફત ચાલતું. ૪૬. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંકઃ ૨૪૨, ૨૫૪, ૨૮૫, ૨૯૧, ૩૭૬, ૩૯૯, ૪૫૪, ૫૦૩, ૫૩૭, ૫૭૨, ૬૧૬, ૨૧, ૭૦૮ વગેર. ૭૬ Page #621 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની જીવનસિદ્ધિ | ગામના લોકોમાં તેમની આબરૂ સારી હતી, કારણ કે સર્વને પ્રસન્ન કરવાની આવડત તેમનામાં બાળપણથી જ આવી હતી. પુખ્ત ઉંમરે તેમનાં લગ્ન થયાં. થોડા વખત પછી સગર્ભાવસ્થામાં તેમનાં પત્નીનો દેહ છૂટી ગયો. તે પછી વરતેજ ગામના ભાવસારની પુત્રી નાથીબાઈ સાથે તેમનાં બીજી વારનાં લગ્ન થયાં. આમ ૨૭ વર્ષ સુધીનું જીવન સાંસારિક સુખમાં વીત્યું. તેમની વૃત્તિ ઉદાર હોવાને લીધે તેઓ ઘણાને પૈસા ધીરતા, અને લોકે પણ પોતપોતાની પ્રામાણિક્તા અનુસાર તેમને પૈસા પાછા આપી જતા. પરંતુ લલ્લુભાઈ કદી પૈસા ઉઘરાવવા ગયા ન હતા. વિ. સં. ૧૯૩૭માં તેમને પીપાંડુ નામને રેગ થયો. અનેક પ્રકારના ઉપચારો કરવા છતાં રોગ મટયો નહિ. અને એક વર્ષમાં તેમનું શરીર બહુ ક્ષીણ થઈ ગયું. પોતાને દેહ હવે નહિ જ બચે એમ લાગવાથી તેઓ જે કઈ આવે તેમની પાસે ક્ષમાપના લેતા. પુણ્યના ચગથી આ ભવને વૈભવ મળ્યો હતો, તેમ ભવિષ્યમાં પણ સુખની ઇચ્છા હોય તે આ ભવે ધર્મની આરાધના કરી લેવી જોઈએ તેમ તેમને લાગતું હતું, તેથી જે આ માંદગીમાંથી ઉઠાય તો સંસારત્યાગ કરી સાધુ થવાને તેમણે વિચાર કર્યો. સાધુ થવું હોય તો સાથે કોઈ ઉપદેશ- વ્યાખ્યાન કરી શકે તેવા સાધ પણ જોઈએ એમ તેથી પોતાના પાડોશી અને મિત્ર જેવા ભાવસાર દેવકરણ, જે તીક્ષણ બુદ્ધિના હતા, તેઓ પણ સાધુ થાય તે સારું, એમ તેમણે ઈચ્છયું. તેઓ બંને દરરોજ ઉપાશ્રયે સામાયિક કરવા જતા. તેમાં એક વખત લલ્લુભાઈએ દેવકરણને પૂછયું કે, “હું સાધુ થાઉં તો તમે મારી સાથે સાધુ થાઓ ખરા?” આવા સુખી કુટુંબને એકને એક છોકરી સાધુ થાય તે બનવાજોગ નથી, એમ વિચારી દેવકરણે સંમતિ આપતાં કહ્યું કે, “હા, તમે સાધુ થાઓ તો હું સાધુ થઈ તમારે શિષ્ય થાઉં.” જે આ પ્રમાણે બને તે દેવકરણ પર થયેલું દેવું પતાવી દેવાની લલ્લુભાઈએ તૈયારી બતાવી, આથી દેવકરણને ઘણો આનંદ થયો. લલ્લુભાઈને કઈ ઠાકર પાસેથી દવાનાં પડીકાં લાવી આપતાં આરામ થયે, અને તેથી તેમણે દેવકરણ સાથે કરેલ સંકલ્પ પાર પાડવાના પ્રયત્નો શરૂ કર્યા. તેઓ બંને કોઈ સગાને ત્યાં મળવા જવાનું બહાનું કાઢી, ખંભાત સંઘાડાના ગુરુ હર ખચંદજી મહારાજ, જેઓ તે સમયે સુરત હતા, તેમની પાસે ગયા. ત્યાં પોતાને દીક્ષા આપવા બંનેએ વિનંતી કરી. મહારાજે માતાપિતાની સંમતિ વિના દીક્ષા આપવા ના જણાવી. એવામાં લલુભાઈની દીક્ષાના સમાચાર વટામણ પહાંચતાં તેમનાં માતુશ્રી રોતાં-કકળતાં હરખચંદજી મહારાજ પાસે સુરત આવ્યાં. ત્યાં બધી પરિસ્થિતિ જાણ્યા પછી લલુભાઈનાં માતાએ જણાવ્યું કે, લલ્લુભાઈ હજી બે વર્ષ સંસારમાં રહે, અને પછી જે વૈરાગ્ય ટકે તે દીક્ષા લે, તે પછી પોતે તેને રોકશે નહિ. આમ કોઈ પણ જાતને રસ્તો ન રહેતાં લલુભાઈ તથા દેવકરણજી પાછા આવ્યા, અને બે વર્ષ સુધી સંસારમાં પરવશપણે રહ્યા. વિ. સં. ૧૯૪૦માં લલ્લુભાઈને ત્યાં પુત્રજન્મ થયો. પુત્ર મેહન સવાભાસને થતાં તેમણે દીક્ષા લેવા માટેનાં ચકો ફરીથી ગતિમાન કર્યા. તેઓ તથા દેવકરણજી ગુરુને વાંદવા ગોધરા ગયા. ત્યાં તેમણે ગુરુને પિતાને દીક્ષા આપવા ફરીથી વિનંતી કરી. ગુરુએ વૈરાગ્યની વૃદ્ધિ થાય તેવો બેધ કર્યો, પણ માતાની રજા વગર દીક્ષા આપવાની ના કહી. આથી Page #622 -------------------------------------------------------------------------- ________________ ૧૩, શ્રીમના અન્ય વ્યક્તિઓ પર પડેલે પ્રભાવ ગુરુને વટામણમાં પધારવાની વિનંતિ કરી તેઓ બંને પાછા આવ્યા. હરખચંદજી મહારાજ વિહાર કરી થોડા દિવસમાં વટામણ આવ્યા અને ત્યાં એમણે એક માસની સ્થિરતા કરી. તે સમયે લલ્લુભાઈનાં માતાજીને વૈરાગ્યને બે સાંભળવાને તથા ગુરુસેવાનો લાભ મો. અને તેમણે આ બંનેને દીક્ષા લેવા માટે સંમતિ આપી. વિ. સં. ૧૯૪૦ના જેઠ વદ ત્રીજે લલભાઈ તથા દેવકરણ અને ખંભાતમાં હરખચંદજી મહારાજે માતાજી આદિ સંઘ સમક્ષ દીક્ષા આપી, અને દેવકરણજી મુનિને લલ્લુજીસ્વામીના ચેલા સ્થાપ્યા. તેમની દીક્ષા પછી, તે સંપ્રદાયમાં બીજા પણ કેટલાકે દીક્ષા લીધી તેથી તેઓ બંને બહુ સારાં પગલાંના ગણાયા. તેઓ બંને શાસ્ત્રો, સ્તવન, સજઝાયાદિ ભણી કુરાળ થયા. તેમાં શ્રી દેવકરણજી વ્યાખ્યાનમાં બહુ કુશળ હોવાથી લોકપ્રિય થયા, અને સરળતા, ગુરુભક્તિ તથા પુણ્યપ્રભાવન લઈને લલ્લુજી મહારાજ પણ સર્વના સન્માન્ય બન્યા. દીક્ષા લીધા પછી લલ્લજી મહારાજે પાંચ વર્ષ સુધી એકાંતરા ઉપવાસ કર્યા હતા. આમ તેઓ બાહ્ય તપ કરતા હતા, તે સાથે તેઓ આંતરિક તપ, કાયેત્સર્ગ આદિ પણ કરતા હતા. પરંતુ ઘણું ઘણું પ્રયત્નો કરવા છતાં તેમની કામવાસને સંપૂર્ણ નિર્મૂળ થઈ નહોતી. તે વિશે તેમણે પોતાના ગુરુને પણ ઘણું વાર પૂછ્યું હતું. પણ ગુરુએ આપેલા ઉત્તરથી તેમના મનનું સમાધાન થયું નહોતું. વિ. સં. ૧૯૪૬માં લલ્લુજી મહારાજ ખંભાતમાં હતા. એક વખત તેઓ મુમુક્ષુઓ સાથે “ભગવતીસૂત્ર”નાં પાનાં વાંચતા હતા, અને ઉપાશ્રયના મેડા પર તેમના ગુરુ વ્યાખ્યાન કરતા હતા. સૂત્રનાં પાનાં વાંચતી વખતે “ ભવસ્થિત પાયા વિના કોઈનો મોક્ષ ન થાય” એવા ભાવાર્થનો અધિકાર તેમના વાંચવામાં આવ્યો. જે એમ જ હોય તે સાધુપણું, કાયલેશ આદિની શી જરૂર છે? – એ વિશે તેમને પ્રશ્ન થયું. તે વખતે સમક્ષઓ સાથે એ અંગે ચર્ચા થઈ, પણ કંઈ સમાધાન મળ્યું નહિ. તેથી તે વિષે તેમણે પોતાના ગુરુને પૂછવાનું વિચાર્યું. તે અરસામાં તેમની નજર અંબાલાલભાઈ વગેરે બેત્રણ ભાઈઓ પર પડી. તે ભાઈઓ એકાંતમાં બેસીને કંઈક વાંચતા હતા. તેથી લલ્લુજી મહારાજે તેમને ધર્મસ્નેહથી કહ્યું કે, “વ્યાખ્યાનમાં કેમ જતા નથી? ઉપર જાઓ કે અહીં આવીને બેસે.” આથી તે ભાઈ એ ઉપર જવાને બદલે લલ્લુજી મહારાજ પાસે આવીને બેઠા, અને એમણે ચાલતી ચર્ચામાં ભાગ લીધો. તે પછી અંબાલાલભાઈએ મુનિને જણાવ્યું કે, આવા પ્રશ્નને તો શું, પણ અનેક આગમ જેને હસ્તામલકવત્ છે એવા પુરુષ શ્રીમદ રાજચંદ્ર છે. તેમના પત્રે અમે વાંચતા હતા. તેઓ અહીં ખંભાત પણ પધારવાના છે. એ વાત સાંભળીને તથા શ્રીમદ્દના પત્રો વાંચીને લલ્લુજી મહારાજને શ્રીમનો સમાગમ કરવાની તીવ્ર અભિલાષા જાગી, અને તેથી શ્રીમદ્દ ખંભાત પધારે ત્યારે તેમને ઉપાશ્રયમાં તેડી લાવવા વિનંતિ પણ કરી. અંબાલાલભાઈ એ સંમતિ આપી. વિ. સં. ૧૯૪૬ના દિવાળીના દિવસોમાં શ્રીમદ ખંભાત પધાર્યા, અને અંબાલાલભાઈ વગેરેના આગ્રહથી ઉપાશ્રયમાં પણ ગયા. ત્યાં હરખચંદજી મહારાજના આગ્રહને માન આપી શ્રીમદે અવધાનના બંધ કરેલા પ્રયોગોને ઉપાશ્રયમાં હિતકારણ જાણી કરી બતાવ્યા. મહારાજ શ્રીમદ સાથે થોડી શાસ્ત્ર સંબંધી વાતચીત કરી તે પરથી તેમણે શ્રીમની ઘણી Page #623 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ પ્રશ'સા કરી. આથી શ્રીમદ્ પાસેથી શાસ્ત્રના મમ જાણવા લલ્લુજી મહારાજે ગુરુ પાસે આજ્ઞા માગી. ગુરુએ આજ્ઞા આપી. મુનિ તથા શ્રીમદ્ ઉપાશ્રયના મેડા ઉપર ગયા. અને ત્યાં મુનિએ પેાતાનાથી ૧૪ વર્ષે નાના, અને ગૃહસ્થવેષી શ્રીમને પેાતાના પૂજ્ય માની ત્રણ દંડવત્ નમસ્કાર કર્યા. તે પછી શ્રીમદ્દે મુનિને તેમની ઇચ્છા બાબત પૂછ્યુ. ? તો મુનિએ સમકિત અને બ્રહ્મચર્યની દૃઢતાની માગણી કરી. થાડી વાર મૌન રહ્યા પછી શ્રીમદ્દે જણાવ્યું, “ ઠીક છે. ” પછી તેએ નીચે ગયા; અને ઘેર જતાં રસ્તામાં તેમણે અંબાલાલભાઈ ને જણાવ્યું કે શ્રી લલ્લુજી પૂના સંસ્કારી પુરુષ છે. ૬૦૪ સમાગમ માટે ગયા. આપેા છે ? ” તેના ઘણા પૂજ્યભાવ થતો બીજે દિવસે લલ્લુજી મહારાજ અબાલાલભાઈ ને ત્યાં શ્રીમના ત્યાં એકાંતમાં શ્રીમદ્ તેમને પૂછ્યું, “તમે શા માટે અમને માન ઉત્તરમાં મુનિએ તેમન જણાવ્યું કે, “તમને જોઈ ને તમારા પ્રતિ હતો, અને હ થતો હતો. વળી, પૂર્વભવના પિતા હા તેવા ભાવ આવતો હતો અને આત્મામાં નિર્ભીયતા આવતી હતી, એટલે તમને માન આપીએ છીએ. ” તે પછી શ્રીમદ્ મુનિને પૂછ્યું કે, “તમે અમને શાથી ઓળખ્યા ? ” મુનિએ સત્ય વસ્તુ જણાવી કે, “ 'ખાલાલભાઈના કહેવાથી.’ ', તે પછી શ્રીમદ્રે ૮ સૂયગડાંગ સૂત્રમાંથી થેાડુ. વિવેચન કર્યું. એનાથી સુનિ ખૂબ આનંદ પામ્યા. શ્રીમદ્ જેટલા દિવસ ખંભાત રહ્યા તેટલા દિવસ મુનિ તેમની પાસે સત્સ`ગ અર્થે જતા. અને તેમાંથી પૂજ્યભાવ વધતાં મુનિ તેમને ગુરુ તરીકે ગણવા લાગ્યા. આમ હવે મુનિએ ગુરુ તરીકે ગૃહસ્થને સ્વીકાર્યાં. હિંદના ઇતિહાસમાં મુનિને ગૃહસ્થ ગુરુ હાય તેવા દાખલા ભાગ્યે જ જોવા મળે છે. આ પહેલાં આવાં એ ઉદાહરણો જાણીતાં છે: સ્વામી વિવેકાન’દના ગુરુ ામકૃષ્ણ પરમહ`સ ગૃહસ્થ હતા; અને સ્વામી પ્રકાશાન દજીના ગુરુ શ્રી લલ્લુભાઈ ગેરધનદાસ પણ ગૃહસ્થ હતા. અને મુનિ લલ્લુજીના ગુરુ ગૃહસ્થ શ્રીમદ્ અન્યા. એ બતાવે છે કે શ્રીમનું જીવન ત્યાગીને પણ ધરૂપ થાય તેવું હતું. શ્રીમદ્દના મુંબઈ જવા પછી લલ્લુજી મહારાજ, અ`બાલાલભાઈ મારત, શ્રીમદ્ સાથે પત્રવ્યવહાર કરી જ્ઞાનવાર્તાના લાભ મેળવતા હતા. મુનિએ વિ. સ’. ૧૯૪૭માં વટામણમાં ચામાસું કર્યું; વિ. સ. ૧૯૪૮માં સાણંદ ચામાસ' કર્યું', અને વિ. સ. ૧૯૪૯માં મુંબઈ ચામાસું કરવાનું નક્કી કર્યું. મુંબઈ ચામાસુ કરવામાં મુનિની ઇચ્છા શ્રીમના સમાગમના લાભ મળે તે પણ હતી, તેથી શ્રીમદ્દે જ્યારે તેમને મુ`બઈ જેવા અનાર્ય દેશમાં ચામાસું કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે જણાવેલું કે, “ આપના દર્શન-સમાગમની ભાવનાને લીધે અહીં ચાતુર્માંસ કર્યું' છે.” એ જાણ્યા પછી શ્રીમદ્દે મુનિને, કોઈની આડખીલી ન હોય તો, પેાતાની પેઢી પર રાજ એક કલાક સત્સમાગમ માટે આવવા જણાવ્યું હતું. એ પ્રમાણે મુનિ રાજ ત્યાં જતા, અને શ્રીમદ્ વ્યાપારાદિનુ` કામકાજ છેડી પાસેની ઓરડીમાં મુનિની સાથે એકાંતમાં સત્સંગ કરતા. વખતે શ્રીમદ્ મુનિને અનેક શાસ્ત્રોના ભાગ વાંચી સભળાવતા અને સમજાવતા. Page #624 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલો પ્રભાવ એક દિવસ મુનિએ શ્રીમદ્દ પાસે ચિત્રપટની માગણી કરી. શ્રીમદે તે વિશે કંઈ ધ્યાન આપ્યું નહિ. પણ જ્યારે મુનિએ ફરી ફરી આગ્રહ કર્યો, ત્યારે તેમણે તેમને નીચેની ગાથા એક કાગળ પર લખી આપી. " संबुझह जतवो माणुसत्त, दटुं भयं वालिसेणं अलंभो । एग तदुक्खे जरिए व लोए, सकम्मुणा विपरियामुवेइ ।। ".. ૧–૩–૧૧ છે “સૂયડાંગસૂત્ર”ની ઉપરની ગાથાના અર્થ આવો થાય છે: “હ છવા, તમે બોધ પામો, બોધ પામો, મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, એમ સમજો, અજ્ઞાનીને સવિવેક પામ દુર્લભ છે, એમ સમજે; આ લોક કેવળ દુઃખથી બળ્યા કરે છે, એમ જાણે. અને પોતપોતાનાં ઉપાર્જિત કર્મો વડે ઈરછા નથી છતાં પણ જન્મ-મરણાદિ દુઃખનો અનુભવ કર્યા કરે છે, તેને વિચાર કરો.” થોડા દિવસ પછી “સમાધિશતકની પહેલી ૧૭ ગાથા સુધી શ્રીમદ વાંચી સંભળાવ્યું. અને પછીને બધો ભાગ વાંચવા તથા વિચારવા તે પુસ્તક મુનિને આપ્યું. મુનિ પુસ્તક લઈને દાદર સુધી પહોંચ્યા ત્યાં તેમને પાછા બોલાવી, તે પુસ્તકના પહેલા પાના પર, “આતમ ભાવના ભાવતાં જીવ લડે કેવળજ્ઞાન રે” એ અપૂર્વ લીટી લખી આપી. શ્રીમદ્દ ઘણી વાર મુનિને મૌન રહેવાને બોધ આપતા, તેથી વિ. સં. ૧૯૪તું ચોમાસું પૂરું થયા પછી મુનિએ ત્રણ વર્ષ માટે મૌન ધારણ કર્યું. તેમાં માત્ર સાધુઓ સાથે જરૂર પૂરતું બોલવાની તથા શ્રીમદ્દ સાથે પરમાર્થ કારણે પ્રશ્નાદિ કરવાની છૂટ રાખેલી. એ અરસામાં “સમાધિશતક”નું વાંચન પણ ચાલતું હતું. વિ. સં. ૧૯૫૦-૫૧ બંને વર્ષનાં ચોમાસાં સુરતમાં થયાં હતાં. સુરતમાં તેમને તથા મુનિ દેવકરણજીને કેટલાક વેદાંતના ગ્રંથોનો અને કેટલાક વેદાંતીઓને પરિચય થયેલો. એમાંથી મુનિ દેવકરણજી પોતાને પરમાત્મા માનવા લાગ્યા હતા, એટલું જ નહિ તેમ કહી બતાવતા પણ હતા. એ બાબત લલ્લુજી મુનિએ શ્રીમદ્દને લખી જણાવ્યું. પ્રત્યુત્તરમાં શ્રીમદે દેવકરણછ મુનિને યોગ્ય બોધ થાય તેવા પત્ર લખ્યો, જે વાંચી દેવકરણજી સાચા રાહ પર આવ્યા. તે પછી શ્રીમદ્દ એક વખત સુરત એક દિવસ માટે ઊતરેલા, ત્યારે તેમણે દેવકરણના મનનું સમાધાન કર્યું હતું. સુરતમાં લલ્લુછ મુનિને દસ-બાર માસથી તાવ આવતે હતો. તેથી લલ્લુજી મહારાજને દેહ છૂટી જવાનો ભય લાગ્યો. આથી તેમણે પોતાના કૃપાળુ શ્રીમદ્દ ઉપરાઉપર પત્રો લખી વિનંતિ કરી કે – હે નાથ ! હવે આ દેહ બચે તેમ નથી. અને હું સમક્તિ વિના જઈશ તે મારા મનુષ્યભવ વૃથા જશે. કૃપા કરી હવે મને સમકિત આપે.”૮ ૭ ૪૭, શ્રીમદ્ પરને પત્ર, “ઉપદેશામૃત', પૃ. ૯. Page #625 -------------------------------------------------------------------------- ________________ શ્રી મદની જીવનસિદ્ધિ મુનિનાં આ વચને શ્રીમદ્દ પ્રતિની અનન્ય શ્રદ્ધા વ્યક્ત કરે છે. આ વિનંતિને માન આપી શ્રીમદે તેમને “છે પદ”ને પત્ર વિ. સં. ૧૯૫૦માં લખ્યું, અને સાથે જણાવ્યું કે દેહ છૂટવાને ભય કર્તવ્ય નથી. વળી, શ્રીમદ્ તે પછી સુરત આવ્યા ત્યારે એનો વિશેષ પરમાર્થ મુનિને સમજાવ્યો. આ પત્રનું મુનિને ઘણું મહત્ત્વ હતું, અને તેને તેઓ ચમત્કારી પત્ર તરીકે જ ઓળખાવતા હતા. વિ. સં. ૧૫રનું ચોમાસું મુનિએ ખંભાતમાં કર્યું. તેઓ શ્રીમદને-એક ગૃહસ્થને - ગુરુ માનવા લાગ્યા હતા તેથી સંઘની તેમના પરની પ્રીતિ ઓછી થઈ ગઈ હતી. વળી, અંબાલાલભાઈ તથા અન્ય મુમુક્ષુઓ દર પૂર્ણિમાએ રાત્રિદિવસ ગુરુભક્તિ કરતા; એક વખત મુનિ તેમની સાથે રહ્યા હતા. કેઈને કહ્યા વિના તેઓ આમ બહાર રહ્યા તેથી શ્રાવક-શ્રાવિકા સંઘને પણ એ વાત બહુ ગમી નહિ, અને લોકોને લલ્લુજી પ્રત્યેને સદ્ભાવ વિશેષ ઊતરી ગયા. પણ તે કઈ ગણકાર્યા વિના મુનિ પોતાના કાર્યમાં મગ્ન રહ્યા. વિ. સં. ૧૫રમાં પર્યુષણ પર નિવૃત્તિ લઈને શ્રીમદ્દ ચરોતરમાં પધાર્યા હતા, ત્યારે તે સમાચાર મુનિને પણ મળ્યા. તેમને શ્રીમદ્દનાં દર્શનની ઈચ્છા તીવ્ર બનતાં, તેઓ સવારે રાળજ સુધી દર્શન કરવા જવા નીકળ્યા. રાળજની ભાગોળે જઈ, શ્રીમદ્દની સેવામાં રહેલા અંબાલાલભાઈને પોતાને સંદેશો મોકલ્યો. અંબાલાલભાઈએ તેમને આજ્ઞા નથી અને કેમ આવ્યા છે એવો પ્રશ્ન કર્યો. મુનિએ જણાવ્યું કે, “આજ્ઞા મંગાવવા તે આટલે દૂર રહ્યો છું, સર્વ મુમુક્ષુને લાભ મળે અને મારે વિરહ વેઠવો એ ન સહેવાતાં અહીં આવ્યા છું. આજ્ઞા ન હોય તો પાછો જાઉં.” અંબાલાલભાઈ શ્રીમદની આજ્ઞા મેળવવા પાછા ગયા. શ્રીમદે તેમની સાથે મુનિને સંદેશે કહેવડાવ્યું કે, “મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતો હોય તો હું તે તરફ નીકળીને સમાગમ કરાવું અને તેમના ચિત્તને વિશે શાંતિ રહે તે ભલે ચાલ્યા જાય. ૪૮ મુનિ આજ્ઞાપાલન માટે, વિરહ વેદના અને આશાભંગથી વહેતાં આંસુ લઈને ખંભાત પાછા આવ્યા. સાથે એવી શ્રદ્ધા પણ દઢ કરી કે ગુરુની આજ્ઞા માનવામાં જ કલ્યાણ છે. બીજી સવારે તેમને સમાચાર કહેવામાં આવ્યા કે, શ્રીમદ્ શ્રી ભાગભાઈ અંબાલાલભાઈ તથા ડુંગરશીભાઈને સત્સંગ કરાવવા મુનિ પાસે મોકલ્યા છે. સભાગભાઈ એ તેમને શ્રીમદે મેકલેલ સંદેશો જણાવ્યો, અને વિશેષમાં જણાવ્યું કે પાંચ માળા ફેરવવા આજ્ઞા કરી છે, અને થોડા વખત પછી શ્રીમદ જાતે જ ખંભાત પધારી સત્સંગ કરાવશે, જે સાંભળી મુનિને ઘણે પ્રમોદ ભાવ થ. થોડા દિવસ પછી શ્રીમદ ખંભાત નજીક વડવા આવ્યા. અને ત્યાં, લલ્લુજી મહારાજ સહિત, સાતે મુનિઓ તેમને એકાંતમાં મળ્યા. એ વખતે લલ્લુજી મહારાજને શ્રીમની વિરહદના અસહ્ય થઈ પડી હતી, અને તેનું કારણ મુનિ વેશ લાગતું હતું તેથી મુહપત્તિ કાઢીને, આવેશમાં આવી તેમણે કહ્યું કે : હે નાથ, આપના ચરણકમળમાં મને નિશદિન રાખે. આ મુહપત્તિ મારે જોઈતી નથી. મારાથી સમાગમને વિયોગ સહેવાતા નથી.” આટલું કહેતાં તેમની ૪૮. શ્રીમદ્દ પરને પત્ર, “ ઉર્ષદશામૃત ”, પૃ. ૧૦. Page #626 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલો પ્રભાવ આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. તે જોઈ શ્રીમદની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યાં. થોડી વાર પછી શ્રીમદ્ દેવકરણજીને કહ્યું કે : - “આ મુહપત્તિ મુનિશ્રીને આપો અને જણાવો કે હજી પહેરવાની જરૂર છે. ૫૦ શ્રીમદ અઠવાડિયા સુધી વડવા કાયા ત્યાં સુધી – સર્વ મુનિઓને લાભ આપતા રહ્યા અને તેમાંથી મુનિ મોહનલાલજી તથા અન્ય મુનિઓને પણ તેમનામાં શ્રદ્ધા આવી. વડવાથી શ્રીમદ્દ સંવત ૧૯૫ર ના આસો માસમાં નડિયાદ ગયા. ત્યાં આસો વદ ૧ ને ગુરૂવારે “આત્મસિદ્ધિશાસ્ત્રની રચના થઈ. તેની એક નકલ શ્રીમદ્દે લલ્લુજી મહારાજને પણ મોકલી આપી. મુનિ વનમાં જઈ એકાંતમાં તે વાંચતા, અને તેને અધ્યાત્મરસ માણતા. તેના વાંચનથી તેમને બહુ ઉલ્લાસ રહે, અને અન્ય સર્વ બાબતોમાંથી વૃત્તિ ખસી જતી. વિ. સં૧૫૩નું માસું મુનિએ ખેડામાં કર્યું. ત્યાં સ્વાધ્યાય કરવા માટે શ્રીમદે તેમને “મોક્ષમાર્ગ પ્રકાશક” નામનું પુસ્તક મેકવ્યું હતું. તે પુસ્તકને મતમતાંતરથી દૂર રહી વાંચવાની ભલામણ શ્રીમદે કરી હતી. વિ. સં. ૧૯૫૪નું ચોમાસું મુનિએ વસમાં કર્યું, તે વખતે શ્રીમદ્દને પૂછવાથી મુનિએ એક માસ માટે પોતાને સત્સંગ કરાવવાની માગણી શ્રીમદ પાસે કરી. શ્રીમદે તે સ્વીકારી. મુનિ વહોરવા માટે ગામમાં જતા ત્યારે અમીન તથા બીજા પાટીદારોને શ્રીમદ્દ વિશે વાત કરતા હતા. પરિણામે તેઓ બધા પણ શ્રીમદ્દના સમાગમ માટે આવવા લાગ્યા. શ્રીમદે મુનિઓને આજ્ઞા કરી કે લોકો આવે ત્યારે તમારે ન આવવું. તેથી મુનિને ઘણે અફસોસ થયે કે એ રીતે તે એક માસના સમાગમમાં મોટો અંતરાય થશે. પણ શ્રીમદ્દ વનમાં જતા ત્યારે મુનિઓને તેમના સમાગમને પૂરતે લાભ મળતો હતો. તે અરસામાં શ્રીમદે મુનિને મુમુક્ષુઓને આત્મહિત માટે ઉપગી સાધને જણાવ્યાં. તેમાં સાત વ્યસન, કંદમૂળ, રાત્રિભેજન વગેરેનો ત્યાગ, તથા ક્ષમાપનાને પાઠ, વીસ દોહરા, માળા ફેરવવી વગેરેનો સમાવેશ થતો હતો. - શ્રીમદ પોતાની નાંધનાં અમુક પાનાં મુનિને ઉપયોગી બને તેમ હોવાથી તેમને ઉતારવા આપ્યાં. પરંતુ આજ્ઞા આપી હતી તે પાનાં ઉપરાંતનાં બીજાં પાનાં પણ ઉપયોગી ગણ મુનિએ ઉતાર્યા, અને બીજે દિવસે મુનિએ તે વાત શ્રીમદ્દ કરી. પરંતુ શ્રીમદને એ ન ગમ્યું. શ્રીમદ્દે બધાં પાનાં લઈ લીધાં અને આજ્ઞા વિરુદ્ધ ન કરવા જણાવ્યું. પછી અંબાલાલભાઈ દ્વારા મુનિએ આજ્ઞા મુજબનાં પાનાં મેળવવા વિનંતી કરી. અંતે શ્રીમદે તે પાનાં અંબાલાલભાઈ પાસે લખાવી મુનિને આપ્યાં. આવા નાના પ્રસંગ દ્વારા પણ શ્રીમદ્ આચાર માટે કેટલા કડક નિયમ પાળનાર હશે તેનો ખ્યાલ આપણને આવે છે. વસોમાં છેલ્લે દિવસે શ્રી લલ્લુજી મુનિને શ્રીમદ્દે એક કલાક બેથ આપ્યો અને તેમની રાગદષ્ટિ પલટાવી આમદષ્ટિ કરાવી, અર્થાત્ તે દિવસે મુનિને સમ્યજ્ઞાન થયું હતું, એમ કહેવાય છે. ૫૦. શ્રીમદ્ પર પબ, “ઉપદેશામૃત”, . ૨૬૮. Page #627 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ વસેમાં એક માસ રહ્યા પછી દેવકરણ મુનિને ખેડામાં ૨૩ દિવસ સુધી શ્રીમદ્ સત્સંગ કરાવ્યા. ચાતુર્માસ પૂરો થતાં સાતે મુનિઓ નડિયાદમાં મળ્યા. અને લગભગ દોઢ માસ સુધી અ૫ આહાર, નિહાર, નિદ્રા વગેરેનું પાલન કરી રહ્યા. તે સમયે દિવસને મોટો ભાગ શાસ્ત્રવચનમાં તથા શ્રીમદ તરફથી થયેલા બોધની આ પ-લે, ભક્તિ, મનન વગેરેમાં ગાળતા હતા. નડિયાદથી લલુછ મુનિ ખંભાત તરફ જવાના હતા, અને દેવકરણજી મુનિ આદિ અમદાવાદ જવાના હતા. તેવામાં શ્રીમદ્દના મુંબઈથી ઈડર જવાના ખબર મળ્યા. તેથી અન્યત્ર વિહાર બંધ રાખી બધા મુનિઓ ઈડર તરફ ગયા. લલ્લુજી મુનિ તથા બીજા બે મુનિ વહેલા પહોંચ્યા, અને બીજા ચાર પાછળથી પહોંચ્યા. તેમને આવેલા જાણી શ્રીમદ્ સહજ ખિજાઈને કહ્યું કે તમે શા માટે પાછળ પડ્યા છે ? જે જણાવવાનું હતું તે જણાવી દીધું છે, માટે કાલે વિહાર કરી પાછા જાઓ. લલ્લુજી મુનિએ હા કહી, પછી વિનંતી કરી કે દેવકરણજી સાથેના બે મુનિઓને આપનાં દર્શન થયાં નથી, તો તેમને દર્શનની આજ્ઞા આપે, પછી અમે ચાલ્યા જઈશું. શ્રીમદે આજ્ઞા આપી. ઈડરમાં મુનિઓને સાત દિન સુધી પહાડો અને વનમાં સમાગમ કરાવ્યો. એ સમયે મુખ્યત્વે “ દ્રવ્યસંગ્રહ”ની ગાથાઓ સમજાવતા હતા, અને વૈરાગ્યની સવિશેષ વૃદ્ધિ થાય તેવો બંધ આપતા હતા.૫૧ ત્યાંથી નીકળી લલ્લુજી મુનિ બે અઢી માસ સુધી ઈડરની આજુબાજુના પ્રદેશમાં વિચર્યા. અને ત્યાંથી નડિયાદ આવી વિ. સં. ૧૯૫૫નું ચોમાસું ત્યાં જ કર્યું. મુંબઈમાં શ્રીમદ સાથે મુનિને સમાગમ થયો, તે પછી શ્રીમદ સાથેનો તેમનો પત્રવ્યવહાર વધી ગયે. પરિણામે તે ખુલી ચર્ચાનો વિષય બન્યો. અને એ વાત શ્રીમદ પાસે પહોંચી. તે વિશે ગ્ય બોધ આપતો એક પત્ર શ્રીમદ વિ. સં. ૧૯૫૦ના વૈશાખ વદ સાતમના રોજ મુંબઈથી લખ્યો હતો.પ ૨ તેમાં પત્રાદિ લખવાની મુનિને શા માટે શાસ્ત્રમાં આજ્ઞા નથી આપી તે વિશે તેમણે સમજાવ્યું છે. અને મુનિએ કરેલા કાર્ય માટે, જોકે એ અયોગ્ય ન હોવા છતાં બીજા ખટો માર્ગ ન અપનાવે તે હેતુથી, સંઘ પ્રાયશ્ચિત્ત આપે છે તે લઈ લેવા શ્રીમદે મુનિને અનુરોધ કર્યો છે. મુનિને જે ભાવાર્થનો પત્ર લખ્યો હતો, તે વિશે તેમણે શ્રી અંબાલાલભાઈને પણ થોડા દિવસ પછી જણાવ્યું હતું. આ બંને પત્રો વાંચતાં મુનિના આચાર વિશેની શ્રીમદની ઝીણવટભરી દૃષ્ટિનો આપણને ખ્યાલ આવે છે. સાધુપણું ગ્રહણ કરનાર વ્યક્તિ પણ કેટલીક વાર ન સમજે તેટલી સમજ તેમનામાં હતી, તે આ પત્રો વાંચતાં આપણને સમજાય છે. વિ. સં. ૧૯૫રમાં શ્રીમદના સમાગમ માટે મુનિઓ જતા, તેથી સંઘમાં તેમના વિશે વિશેષ ચર્ચા ચાલી; અને લોકો તરફથી તેમને ખૂબ ત્રાસ આપવામાં આવ્યો. આ પરિસ્થિતિમાં બધા મુનિઓ કેવા સમભાવથી વર્તતા હતા તે વિશે અંબાલાલભાઈએ વિ. સં. ૧૯૫૩ના ફાગણ માસમાં શ્રીમદને લખ્યું હતું કે :– ૫૧. આ દિવસોનું વિગતવાર વન “ઉપદેશામૃત”ની પ્રસ્તાવનામાં, તથા “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળામાં મળે છે. પર. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ, આંક ૫૦૧. Page #628 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલે પ્રભાવ મુનિશ્રી ભાણજી રખજીએ તેડાવવાથી કુલ સાધુ ૨૦ એકઠા થયા છે. મુનિશ્રી લલુજી આદિ ઠાણું ૬ આજ્ઞાનુસાર વતે છે, તે લોકે વિશેષ ચેષ્ટામાં, નિંદામાં આવી ગયા છે. અત્રેના સૌ મુમુક્ષુઓ આજ્ઞાનુસાર વતે છે. હવે તે તે લોકોએ હદપાર પ્રરૂપણ અને નિંદા કરવા માંડી છે. તે પ્રસંગે જો જરા કહેવા જાય છે કે મુનિનો માર્ગ કેવો હોવો જોઈએ, વગેરે સહજ કહે છે તો તે પણ તે લોકોને અવળું ભાસે છે...અનેક પ્રકારે અન્યાયથી પ્રરૂપે છે, ત્યાં મુનિ વગેરે સૌ અત્યારે તો સમપણે રહ્યાં છે, કેઈ કાંઈ બોલતું નથી. જરા વાત કરવા જઈએ તો અન્યાયપણે જ બોલવું, ત્યાં આ જીવને શો આશરો ? હવે તે હે પ્રભુ ! આપનું શરણ એક આધારભૂત છે, જે સાધુ સન્માર્ગની ઈરછાવાળા છે તેમાંથી એકે એકને બોલાવી વિશેષ પ્રકારે દબાવે છે. માર્ગથી પાડવાનું પ્રયત્ન કરે છે. અને લોકસમુદાય વખતે અન્ય અન્ય પ્રકારે હાસ્યાદિક ચેષ્ટા કરે છે. તેઓ છ મુનિઓ તો સમપણે રહ્યા છે, મુનિ દેવકરણજીને સાચી વાતમાં શૂરવીરપણું આવી જાય છે. પણ મન દબાવી બેસી રહ્યા છે. હવે તો તે લકોને વિશેષ આગ્રહ થઈ પડ્યો છે. ત્યાં વગર પૂછશે આ સાધુઓને સંઘાડા બહાર મૂકી દે ત્યાં આ છ મુનિઓને શી રીતે વર્તવું? કદાપિ સંઘાડા બહાર ન મૂકે અને એકેકને જુદા પાડીને પોતાના સંઘમાં રાખીને વિષમપણે દબાવે અથવા પાડવાનો પ્રયત્ન કરે ત્યાં આ મુનિઓએ શી રીતે વર્તવું? કેટલાક થતી જિજ્ઞાસાવાળા મુનિઓને તો આ પ્રસંગે વિશેષ દઢ થયું છે, અને થાય છે તે પણ હવે ડરે છે કે આ સંગ ભૂડો છે, અને તેમાં રહેવું થશે તે કેમ કરવું ? એ વિશે ખુલાસે ઈચ્છે છે. પત્રથી વિશેષ લખવાનું બન્યું નથી. પણ અદ્દેષ પરિણામે જ વર્તવાનું રાખ્યું છે. તે પણ અગ્નિઝાળ આગળ રહેવાથી ઉષ્ણપણું થયા વિના રહેતું નથી. છતાં દાબી દાબીને રાખી રહ્યા છે. હવે તો આપ પરમ કૃપાળુદેવશ્રીની પરમ કૃપાથી જગતનું કલ્યાણ થાઓ. આ સંસર્ગથી ગમે તેટલું હોય તે પણ ચિત્ત વિક્ષેપ પામી જાય છે. હવે તો તે મુનિઓને ઊઠવા દે તેમ લાગતું નથી. તેમ તે લોકો અમારી સાથે તો કંઈ વાત જ કરતા નથી. અત્યંત દઢ પરિણામે રહી શકવા જેટલી મારી સ્થિતિ નથી એટલે સત્યની વાતમાં શૂરવીરપણું આવી જાય છે, અને સાચી વાત કરીએ છીએ તેને હાસ્યમાં અન્યાયપણે કાઢી નાખે છે. એ વળી ફરી પાછી અનુકંપ આવી જાય છે.”૫૩ શ્રીમદની સંપીને, અદ્રેષ પરિણામથી રહેવાની સૂચનાને અનુસરીને મુનિઓ વિષમ પરિસ્થિતિમાં પણ કેટલા સમભાવથી રહ્યા હતા તે આપણે ઉપરના પત્રમાં જોઈ શકીએ છીએ. અને મુનિશ્રી લલ્લુજી આદિએ રાખેલી સમતાનો પ્રભાવ લોકો પર પડયા વિના રહ્યો નહોતો. નિંદક વર્ગમાંની વ્યક્તિઓને પલટો પણ થયો હતો. વળી, આ મુનિઓ તેમનામાં મોટા ગણાતા સાધુની આજ્ઞા વિરુદ્ધ સહેજ પણ ચાલ્યા નહોતા. વિ. સં. ૧૫૫ના ચિત્ર સુદ પાંચમના પત્રમાં લલ્લુજી મહારાજ શ્રીમને લખે છે કે – ૫૩. “ઉપદેશામૃત”, પ્રસ્તાવના, ૫, ૨૦. Page #629 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ “ચોમાસું મુનિ છગનનું ખંભાત થાય તેમ સમજાય છે. પણ મુનિ દેવકરણજીકચ્છથી – આવે તો ફેરફાર કરવું હશે તો તે સવડ બને તેમ છે. કેઈ વિષમ બને તેમ નથી આજ મુનિ ભાણજી રખજીને પત્ર આવશે.પ૪ તે પછી લલુજી મહારાજે નડિયાદ અને મુનિ દેવકરણુજીએ વસેમાં ચોમાસું કર્યું હતું. વિ. સં. ૧૫૫ના ચોમાસા પછી લાલજી મહારાજ સાહત સાતે મુનિઓને ખંભાતના સંઘાડા બહાર મૂકવામાં આવ્યા હતા. આમ છતાં સામા પક્ષ સાથે કઈ પણ જાતને દ્વષભાવ થયે જ ન હોય, તેવી જાતને વર્તાવ તેમણે રાખ્યો હતો. વળી, જે વખતે સંધાડામાં ભાગ થયા ત્યારે પણ પુરતક કે અન્ય કઈ ચીજ માટે આ મુનિઓએ કઈ પણ જાતની માગણી કે તકરાર કરી ન હતી, એ તેમની ઉદારતા તથા નિઃસ્પૃહતાની છાપ બધા સાધુઓ ઉપર પડેલી. કષાયની વૃદ્ધિ થાય તેવા પ્રસંગોમાં પણ આ સાધુઓ સમતાભાવે રહી, આત્મહિતમાં જ મશગૂલ રહ્યા હતા. આ સ્થિતિ વિશે શ્રીમદને જણાવતાં અંબાલાલભાઈએ લખ્યું હતું કે : “આવા લૌકિક ઉદયથી મનને સંકોચ નહિ કરતા, મહા મુનિઓ આનંદમાં રહે છે. અને નીચે પ્રમાણે પરમાર્થ વિચારે છે.” અસત્સંગ દૂર થશે, મારાપણું આખા જગતથી છોડ્યું હતું અને તેમાં આ લપિયા સંઘાડાને લઈને કંઈ વળગ્યું હતું તે સહેજે છૂટ્યું, એ પરમ કૃપા શ્રી સદ્દગુરુની છે. હવે તે હે જીવ! તારો ગચ્છ, તારો મત, તારો સંઘાડે ઘણે મોટો થયે -ચૌદ રાજલોક જેવડા થ. ષદર્શન ઉપર સમભાવ અને મૈત્રી રાખી નિર્મમત્વભાવે, વીતરાગભાવે આત્મસાધનને બહોળો અવકાશ મળે.' .. જીવ અજ્ઞાન, મિથ્યાત્વભાવમાં જ્યાં સુધી છે ત્યાં સુધી મિથ્યાત્વમાં ને ગચ્છમાં જ્ઞાની તેને ગણે છે. મિથ્યાત્વ ગયા પછી સમતિ પ્રાપ્ત થતાં તેને તે નાત, જાત, ટેળી, મત-ગચ્છમાં ગયે; અને તેરમે ગુણઠાણે ગયે કે ચૌદમે છે તો પણ દેહધારીના ગચ્છમાં ગણાણો, પણ શુદ્ધ, નિર્મળ, શુદ્ધ સચ્ચિદાનંદ સિદ્ધસ્વરૂપે પ્રગટયું ત્યારે તે કૃતાર્થ થયો, સર્વથી ભિન્ન નિર્મળ થયો.. ”૫૫ આ તથા બીજા કેટલાક પત્રમાં મુનિઓની આંતરિક ઉરચ પરિસ્થિતિનું આપણને દર્શન થાય છે. તેમાં આપણે મુનિઓને, નરસિંહ મહેતાની જેમ કહેતા સાંભળીએ છીએ કે – ભલું થયું ભાંગી જ જાળ, સુખે ભજશું શ્રી ગોપાળ.” નડિયાદનું ચોમાસું પૂરું થયા પછી મુનિ વીરમગામ જવા નીકળ્યા. બધા સાધુઓ ત્યાં મળીને ભક્તિ વગેરેમાં પોતાનો સમય પસાર કરવા લાગ્યા. ત્યાં પણ શ્રીમદે તેમને સત્સંગ કરાવ્યો હતો. પછી શ્રીમદ્ વવાણિયા જઈને વળતાં અમદાવાદ આવ્યા, તે વખતે મુનિઓ પણ અમદાવાદ પહોંચ્યા હતા. અને ત્યાં પણ એ રીતે તેઓનો મેળાપ થયેલ. ૫૪–પપ. “ઉપદેશામૃત”, પ્રસ્તાવના, પૃ. ૨૧. Page #630 -------------------------------------------------------------------------- ________________ ૭. મદને અન્ય વ્યક્તિઓ પર પડેલ પ્રભાવ શ્રી લલ્લુજી વગેરે મુનિએ શ્રીમદના જ્યાં જ્યાં જવાના સમાચાર મળે ત્યાં ત્યાં વિહાર કરીને બને ત્યાં સુધી પહોંચતા, અને તેમની સાથે સત્સંગ કરવાનો લાભ મેળવતા. વિ. સં. ૧૯૫૫માં શ્રીમદ્ મુનિઓ પાસે નરોડા આવ્યા હતા. ત્યાં એક દિવસ બપોરે શ્રીમદે મુનિઓને સત્સંગ કરાવવા વનમાં લાવ્યા હતા. ગામ બહાર બધા મળ્યા, તે વખતે મુનિઓના પગ દાઝતા હશે, એમ વિચારી શ્રીમદે પોતાના પગમાંથી જેડા કાઢીને ખુલ્લા પગે ખૂબ જ ધીમી ચાલથી ચાલવા માંડ્યું હતું. તાપ સખત હતો, છતાં તેની કશી પણ પરવા કર્યા વિના તેઓ નિયત સ્થળે પહોંચ્યા. તેમના પગનાં કૂણાં તળિયાં તો એકદમ લાલ થઈ ગયાં હતાં, અને ફલા પણ ઊપડ્યા હતા, છતાં વડ નીચે બેઠા પછી પણ તેમણે ત્યાં હાથ સુદ્ધાં ફેરવ્યો નહોતો. તેઓએ શ્રી દેવકરણછ મુનિ સામે જોઈને જણાવ્યું કે – હવે અમે તદ્દન અસંગ થવા ઇચ્છીએ છીએ. કેઈને પરિચયમાં આવવું ગમતું નથી. એવી સંયમશ્રણમાં આત્મા રહેવા ઈચ્છે છે.” તેથી દેવકરણજી મુનિએ એ પૂછ્યું, “તો અનંતી દયા જ્ઞાની પુરુષની છે તે ક્યાં જશે ?” શ્રીમદે જવાબ આપ્યો, “અંતે એ પણ મૂકવાની છે.” તે પછી શ્રીમદ્ મુનિઓને બોધ આપ્યા હતા. વિ. સં. ૧૯૫૬માં લલ્લુજી મુનિએ સેજિત્રામાં સૈનીની ધર્મશાળામાં ચોમાસું કર્યું હતું, તે પૂરું થયું ત્યારે ખબર મળ્યા કે શ્રીમદ અમદાવાદ આવ્યા છે, તેથી તેઓ પણ વિહાર કરી ત્યાં પહોંચ્યા. બીજા બધા મુનિઓ પણ ત્યાં આવ્યા. તે વખતે શ્રીમદે લલ્લુજી મુનિને “કાર્તિકેયાનુપ્રેક્ષા ” વારંવાર વિચારવાની ભલામણ કરી હતી. શ્રીમદ્દ જ્યારે અમદાવાદથી વઢવાણ જવાના હતા તેની આગલી રાતે શ્રીમદે લલ્લુજી મુનિને કહ્યું કે – તમે જ અમારી પાછળ પડ્યા છો, અમે જ્યાં જઈએ છીએ ત્યાં દોડ્યા આવે છે, અમારે કેડો મૂકતા નથી."૫૬ આ ઠપકે સાંભળી, ધ્યાનમાં લઈ લલ્લુજી મુનિએ નિર્ણય કર્યો કે હવે તેઓ તેડાવશે ત્યારે તેમના ચરણમાં જઈશ, ત્યાં સુધી દૂર રહીને તેમની ભક્તિ ક્ય કરીશ. ત્યાં તે બીજા જ દિવસે શ્રીમદે તેમને તથા શ્રી દેવકરણજી મુનિને પોતાને ઉતારે તેડાવી પિતાની દશા વિષે જણાવ્યું કે – હવે એક વીતરાગતા સિવાય અમને બીજું કાંઈ વેદન નથી. અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશે નહિ.”૫૭ બંને મુનિઓને તેવી શ્રદ્ધા હતી, અને આ વચનો તેમના સ્વમુખે સાંભળતાં બંનેને પરમ ઉલ્લાસ થયો. શ્રીમદ્દ અમદાવાદથી વઢવાણ ગયા, ત્યાંથી કેટલોક કાળ રહી રાજકોટ ગયા અને ત્યાં ૧૯૫૭ના રોત્ર વદ ૫ના શ્રીમદ્દ દેહોત્સર્ગ થયે. ૫૬. “ઉપદેશામૃત”, પ્રસ્તાવના, પૃ. ૨૫. પ૭. એજન, પ્રરતાવના, પૃ. ૨૫. Page #631 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ શ્રીમદની જીવનસિદ્ધિ તે વખતે લલ્લુજી મુનિ કાવિઠામાં હતા, આ સમાચાર શેઠ ઝવેરચંદ ભગવાનદાસને સરનામે જણાવવામાં આવ્યા. મુનિને પાંચમને ઉપવાસ હતો, તેથી છઠ્ઠને દિવસે તેઓ જંગલમાંથી ગામમાં આવ્યા ત્યારે તેમને આ સમાચાર મળ્યા. ઝવેરચંદભાઈની ઈચ્છા આ સમાચાર પારણું થઈ જાય પછી જણાવવાની હતી, પણ મુનિના આગ્રહને લીધે વહેલા કહેવાઈ ગયા. આ સમાચાર સાંભળીને તેઓ પાછા જંગલમાં ચાલ્યા ગયા અને તે દિવસે તેમણે નિર્જળ ઉપવાસ કર્યો. રૌત્રમાસની ગરમીને તે દિવસ તેમણે પોતાની વિરહની વ્યથાને લીધે પ્રોત્સર્ગ, ભક્તિ વગેરેમાં એકાંતમાં જ ગાળે. ત્યાંથી મુનિ વસો તરફ ગયા. તે પછીથી મુનિન અંબાલાલભાઈને સત્સંગ આશ્વાસ અને ઉત્સાહપ્રેરક બન્યા. વિ. સં. ૧૫૭નું ચોમાસું મુનિએ વસે ક્ષેત્રે કર્યું, વિ. સં. ૧૫૮માં મુનિ દેવકરણજીને દેહ પણ છૂટી ગયો. અને તે રીતે સત્સંગગ્ય વધુ એક વ્યક્તિથી મુનિશ્રી વિખૂટા બન્યા. પણ તે બધું જ તેઓ પાતામાં પચાવી ગયા. વિ. સં. ૧૯૫૮નું ચોમાસું તેમણે દૂર દક્ષિણમાં કરમાળામાં કર્યું. એ દરમ્યાન તેમને અંબાલાલભાઈ સાથે પત્રવ્યવહાર ચાલુ જ હતા. આચાર્ય પદવી કે એવી બીજી કોઈ પદવી લેવાને મેહુ પણ તેમણે છોડી દીધું હતું. શ્રી અંબાલાલભાઈએ એ બાબત કંઈ લખેલું તેના ઉત્તરમાં મુનિએ પોતાની અનિછા જ વ્યક્ત કરેલી. મુનિએ રાખેલી આ અસંગ થવાની ઈચ્છાથી અંબાલાલભાઈએ ખૂબ પ્રસન્નતા પણ અનુભવી હતી. તે ચોમાસમાં અંબાલાલભાઈને કરમાળા જવાનું થયું હતું અને ત્યાં શ્વેતાંબર, સ્થાનકવાસી અને દિગબર એ ત્રણે સંપ્રદાયના છેલ્લાં ત્રીસ વર્ષથી ચાલતા ઝઘડે, શ્રી લલ્લુજી મુનિ આદિની સમજાવટ તથા સહાયથી સમાધાનનું સ્વરૂપ પામ્યો હતો. કરમાળાથી વિહાર કરી આજુબાજુનાં ગામોમાં લોકોને ધર્મલાભ આપી મુનિવરો નરોડા આવ્યા. અને વિ. સં. ૧૫નું ચોમાસું નરોડા જ કર્યું. ત્યાંથી તેઓ રાણકપુર જવાના હતા. આ ખબર જાણી એક દ્રષી સાધુએ ત્યાં જઈ ત્યાંના લોકોને આ મુનિ વિરુદ્ધ ઉશકેર્યા અને તેમને મદદ કરવાથી મિથ્યાત્વ લાગે એવું લોકેના મગજમાં ઠસાવી દીધું. મુનિઓ ત્યાં પહોંચ્યા ત્યારે લોકોએ આહાર તો શું, પાણી પણ વહરાવ્યું નહિ. ગરમ પાણી પણ તેમને મળ્યું નહિ તેથી બીજા સાધુઓએ ત્યાંથી વિહાર કરવાની ઈચ્છા દર્શાવી, પણ લલ્લુજી મહારાજે કહ્યું કે પ્રાપ્ત પરિષહને જીતવા એ જ મુનિનું કર્તવ્ય છે. તેથી અહીંથી ચાલી જવું યોગ્ય નથી. આથી તેઓ બધા ત્યાં રહ્યા. એ રીતે તેમને ત્રણ નિર્જળા ઉપવાસ થયા. ચોથે દિવસે ખંભાતના સંઘ યાત્રાએ નીકળેલા તે રાણકપુર આવી પહોંચ્યો. સંઘને કઈ મુનિ હોય તો તેમને વહોરાવ્યા પછી ભોજન લેવાની ઈરછા હતી. તેથી ગામમાં તપાસ કરાવી તો આ મુનિઓની ખબર મળી. તેઓને બોલાવી સંઘે આદરપૂર્વક વહોરાવ્યું. અહીં પણ લલ્લુજી મુનિમાં રહેલી સાચી સાધુવૃત્તિનો આપણને પરિચય થાય છે. સમતાપૂર્વક પરિષહોને સહેનારના અંતરની શાંતિ કેવી હશે ! - તે પછી મુનિઓ વિહાર કરતા કરતા પાલણપુર, પાલીતાણા આદિ સ્થળોએ જઈને જૂનાગઢ આવ્યા. ગિરનાર પર તેઓ બધા પાંચમી ટૂંક સુધી અન્ય મુમુક્ષુઓ સાથે ગયા. ત્યાંની એક ગુફા વિષે એવી કિંવદન્તી પ્રચલિત હતી કે જે કઈ તેમાં રાત રહે તે સવાર સુધીમાં મૃત્યુ પામે. આ જાણી શ્રી લલ્લુજી મુનિએ ત્યાં રહેવાની ઈચ્છા કરી. મુમુક્ષુઓની ઘણી Page #632 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રીમદ અન્ય વ્યક્તિઓ પર પડેલા પ્રભાવ ૬૧૩ ઘણી ના હોવા છતાં તેઓ અને મુનિ મેહનલાલજી ત્યાં રહ્યા. રાત્રે બંને સ્મરણમંત્રની માળા, ભક્તિ વગેરેમાં સમય પસાર કરવા લાગ્યા. થોડી વાર પછી વીજળીના કડાકાના જેવા ભયંકર અવાજ થવા લાગ્યા, પણ તે તરફ ધ્યાન ન આપતાં મુનિઓએ ભક્તિ ચાલુ રાખી. કેટલાક સમય પસાર થયા પછી એ ઉપદ્રવ શાંત થઈ ગયો. સવારે ગુફાની બહાર આવી એ અવાજ થવાનું કારણ તપાસ્યું તે કઈ કારણ જણાયું નહિ. બીજી રાત પણ તેઓએ ત્યાં ગાળી. તે રાતે આગલી રાત કરતાં ઓછા ઉપદ્રવ થયેા હતો. પછી જૂનાગઢથી વિહાર કરી તેઓ ધંધૂકા આવ્યા, અને ત્યાં જ વિ. સં. ૧૯૬૦નું ચોમાસું કર્યું. ત્યાં અંબાલાલભાઈ વગેરે તેમના સત્સંગ માટે થોડા દિવસ આવ્યા હતા. તે પછી મુનિઓ ખંભાત પધાર્યા ત્યાં સર્વને મેળાપ થતાં તેઓ શ્રીમદે આપેલા બેધ પર વિચાર કરવામાં સમય ગાળતા હતા. ત્યાંથી મુનિ આદિ વટામણ ગયા, અને પાછળથી શ્રી અંબાલાલભાઈ પ્લેગના રોગમાં નશ્વર દેહ છોડી ગયા. તે પછી થોડા જ વખતમાં વિ. સં. ૧૯૬૧માં – પરમથુત પ્રભાવક મંડળ” તરફથી “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ એથી શ્રી લલ્લુજી મુનિને ઘણે આનંદ થયો, કારણ કે અત્યાર સુધી તેમની પાસે શ્રીમદના છેડા પત્રે જ વાંચવા-વિચારવા માટે હતા પણ હવે તેમનું ઘણું સાહિત્ય ઉપલબ્ધ બન્યું. તેમને માટે તે ઉપકારી પણ હતું. વિ. સં. ૧૯૬૧નું ચોમાસું વડાલીમાં કર્યા પછી, વિ. સં. ૧૯૬૨નું ચોમાસું તેમણે ખેરાળમાં કર્યું. તે પછી તેમના સમાગમમાં શ્રી રત્નરાજ મહારાજ નામે એક મુનિ આવ્યા. જેમ જેમ સમય પસાર થતા ગયા તેમ તેમ તે મુનિને લધુ મહારાજમાં વિશેષ શ્રદ્ધા થતી ગઈ. અને તેમના મેળાપ પણ વારંવાર થવા લાગ્યા. લાલુજી મહારાજને તે સર્વને એક જ બંધ આપવાને હતું કે, “ શ્રીમદ એ સાચા ગુરુ છે, અને તેમને શ્રદ્ધવાથી જીવને સંસારરોગ મટશે.” જે તેમના પત્રે, ઉપદેશ, આચરણ વગેરેમાંથી પ્રત્યક્ષ થાય છે. મુનિએ વિ. સં. ૧૯૬૩નું ચોમાસું વસોમાં, વિ. સં. ૧૯૬૪નું ચોમાસું બેરસદમાં, વિ. સં. ૧૯૬૬નું પાલીતાણામાં અને વિ. સં. ૧૯૬૭નું ખંભાતમાં કર્યું. બા બધાં વર્ષ તેમણે પોતાની ભક્તિ દઢ કરવામાં ગાળ્યાં. તેનો લાભ લોકોને પણ મળત; તેમાંથી કેટલાકને તે જિંદગીભર ચાલે તે ભક્તિને રંગ લાગ્યો. શ્રીમદ, દેવકરણજી મુનિ, અંબાલાલભાઈ વગેરેના વિયોગ થયા પછી લલ્લુજી મહારાજની સ્થિતિ વિકટ બની હતી. વળી, તેમની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. અનેક રોગોએ તેમના શરીરમાં દેખા દીધી હતી. તેમને સારણગાંઠ, હરસ વગેરે રોગોને લીધે બાહ્ય ચારિત્ર પાળવામાં ખૂબ મુશ્કેલી નડવા લાગી. તેમાં વળી વાના ઉપદ્રવથી બંને પગ ઝલાઈ ગયા, એટલે મકેલી વધી. અંતરંગ વલણ વીતરાગતા તરફ હોવાને લીધે આ જાતનું વિદન તેમનાથી સહેવાતું નહોતું, તેથી જંગલમાં એકાંતમાં ચાલ્યા જવાની ઈચ્છા રહેતી હતી, પણ બધું સમતાથી સહેતા હતા. જેન લેકે તરફથી સતામણું પણ વિશેષ થતી હતી, પણ તેમના અંતરમાં સમતા અને ક્ષમા ભરી હોવાને લીધે, તેમણે તે વિષે કદી કોઈને કશું કહ્યું ન હતું. માત્ર તેમના પર આવેલા મુમુક્ષુઓના પત્રો પરથી કે મુમુક્ષુએ કરેલી વાતો પરથી થોડું થોડું જાણી શકાય છે. Page #633 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ જવનાસદ્ધિ શ્રી રત્નરાજજી, લલ્લુજી સ્વામીની સેવામાં રહેલા શ્રી રણછોડભાઈને લખે છે કે – તમો ભાઈને પ્રસંગ પામી પ્રતિબોધ તરીકે નહિ, પણ પ્રેમ પ્રતિભાવ તરીકે જણાવવાનું થાય છે કે, તેના ઉપર ખાસ ધ્યાન રાખી અગમચેતીપણે વતી પ્રત્યક્ષ પુરુષની આજ્ઞા આરાધનરૂ૫ મહત્ કાર્ય કર્તવ્ય છે. તમે ભાઈ, જાતે વ્યવહારકુશળ અને વિચક્ષણ છે, પરંતુ તમારી જાતિ સરળસ્વભાવી છે. માટે આવા કટેકટીના વખતમાં સાવચેતી રાખી મન મક્કમ રાખવું. કારણ કે કહેવાતા મુમુક્ષુઓનું માપ મોટેભાગે વગર લીધે માપ આવી ગયું છે ... ભાઈ હાલ તે મહાપ્રભુને સાચવવાનાં તમારું સદ્દભાગ્ય છે.”પ૮ મુનિ લલ્લુજી મહારાજને થતા પરિષદની વાત જાણે શ્રી રત્નરાજજી અકળાઈ ગયા હતા. તે વ્યથા વ્યક્ત કરતાં એક પત્રમાં તેઓ શ્રી ચતુરલાલજી મુનિ રત્નરાજજીને લખે છે કે – “...તમે ખરી કસોટીના વખતે પરમ પ્રભુશ્રીના ચરણમૂળમાં રહ્યા છે. સેવા કરી જન્મ સફળ કરે છે .. અમારી હાજરીની જરૂર જણાય તો બેશક તુરત લખી જણ.. બનતી ત્વરાએ હાજર થઈશ ..હે મુનિ ! સુખે સમાધિની વાત હોત તો મને જણાવવાની જરૂર ન પડત, પણ આ અવસર સાંભળ્યા પ્રમાણે એ આવી ચડ્યો છે કે મારા અંતરમાં એમ જ થાય છે કે હે પ્રભુ ! સહાય કરજે હે પરમકૃપાળ કૃપા કરજે ! ભરૂચમાં રહેવાની ઈચ્છા હતી. છતાં...વાતચીત સાંભળતાં મારું ચિત્ત ઊપડી ગયું. તેમણે ઘણુએ મનુહાર કરી પણ એમ એકદમ ઊપડી ગયા... ભરૂચથી પાંચ દહાડામાં આવે શરીરે કાળા ઉનાળામાં અત્રે – વડોદરા – આવ્યો છું. હવે ફક્ત આપના અભિપ્રાયની વાટ જોઉં છું.”૫૯ શ્રી લલુછ મુનિ તબિયતના કારણે બે વર્ષ સુધી નડિયાદ રહ્યા તે વખતે તેમના પર કેટલી વીતી હશે, તેનો કંઈક ખ્યાલ શ્રી રત્નરાજજી મુનિના આગળ આપેલાં અવતરણે. પરથી આવી શકે છે. આ પત્રવ્યવહાર અંગે, તથા લલ્લુજી મહારાજની તે વખતની સ્થિતિ વિષે બ્રહ્મચારી શ્રી ગોવર્ધનદાસજી જણાવે છે કે – ઘણા ખરા પત્રો અમુક અંગત માણસ સાથે મોકલેલા એવું તે પત્ર પરથી જણાય છે. અને પત્ર લાવનાર પાસેથી પત્રમાં ન લખવા યોગ્ય બાબત શ્રવણ કરવા અનેક પત્રમાં ભલામણ છે, એટલે કે ઈનાય દોષ પ્રસિદ્ધિમાં આવે તેવું તેમનું અંતઃકરણ ઈછતું નહિ. કેટલાએક ઉદ્દગારો પત્રમાં નીકળી ગયા છે, તે તે પ્રસંગની પ્રબળતા સૂચવે છે. એટલે એ પ્રસંગે, આ પત્ર લાવનારનાં નામ આવે છે તેમની પાસેથી સાંભળ્યા છે. છતાં મહાપુરુષના સાધુચરિતને અવલોકતાં તેને વિસ્તાર કરવાને ચિત્ત પ્રેરાતું નથી. તેમ છતાં તેનું કંઈ પણ દિગ્દર્શન ન થાય તે જે ચરિત્ર લખવાનું કાર્ય હાથમાં લીધું છે તેને અન્યાય પણ થાય છે, એટલે ખરી રીતે કટીના ૫૮. વિ. સં. ૧૯૭૧ને પત્ર; “ ઉપદેશામૃત, પ્રસ્તાવના પૃ. ૫૦. ૫૯. એજન, પૃ. ૫૧. Page #634 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલો પ્રભાવ વખતના વર્તન, સહનશીલતા સદગુરુની અનન્ય દઢ ભક્તિનો એક આશ્રય ટકાવી રાખવાનો સિંહ રવભાવ જે શ્રી લઘુરાજજી સ્વામીમાં હતો તે આ પત્રોના ઉતારામાં દૃષ્ટિગોચર થતો નથી.” આ પરથી શ્રી લલ્લુજી મહારાજે કેટલી સહનશીલતા રાખી હશે તેને કંઈક અંદાજ આવશે. શ્રીમદના અવસાનથી શરૂ કરી શ્રી લલ્લુજી સ્વામીના નડિયાદના નિવાસકાળના સમય સુધી મુમુક્ષુમંડળની બાહ્ય ધર્મ પ્રવૃત્તિ વ્યવસ્થિત રહી. તે પછી તેમાં અંદરોઅંદર પિતાની બાબતમાં ફાટફૂટ પડી. શ્રી લલ્લુજી મુનિ બંને પક્ષોને એક કરવા ઈચ્છતા હતા; પણ તે પક્ષપ્રેમીથી ન સહેવાયું તે એટલે સુધી કે કેટલાકે તે શ્રી લલ્લુજી મુનિને એમ પણ સ્પષ્ટ જણાવી દીધું કે તમે ગમે તે એક પક્ષમાં રહો, નહિ તે નિરાધાર બનવું પડશે. પક્ષની આ પ્રમાણેની તીવ્ર લાગણી જાણ્યા પછી શ્રી લલ્લુજી મુનિ તે પક્ષને છેડીને સ્વતંત્ર રીતે નડિયાદમાં રહેવા લાગ્યા. પરિણામે તે પક્ષે મુનિ નિંદાનું કામ હાથ ધર્યું. લોકમાં શ્રી લલુછ મુનિનો આદર ઓછો કરાવવાની પ્રવૃત્તિએ મુખ્ય સ્થાન લીધું. પરિણામે ચરોતરમાં, જ્યાં શ્રીમદને માનનાર મુમુક્ષવર્ગ હતો ત્યાં, શ્રી લલુછ મુનિને રહેવું પણ અશકય થઈ પડયું ! આથી વિ. સં. ૧૯૭૨ના કારતક વદમાં તેઓ કાણિસા ગામ આવ્યા. ત્યાં ગામ બહાર જંગલમાં કામનાથ મહાદેવના એકાંત સ્થાનમાં મુનિશ્રી રત્નરાજજી સાથે રહેવાને તેમણે વિચાર કર્યો. ત્યાંના લોકેએ શ્રી લલુછ મુનિ માટે જુદી સ્વતંત્ર રડી પણ બંધાવી આપી. વળી, મુનિને તકલીફ ન પડે તેને ખ્યાલ ત્યાંના સાધારણ સ્થિતિના ભાઈ રણછોડભાઈ રાખતા હતા. પણ પિતાના નિમિત્તે તેમના એકના ઉપર જ બધે બોજો ન પડે તે ઈરાદાથી શ્રી લલ્લુજી મુનિએ જંગલમાં ચાલ્યા જવાનું નકકી કર્યું અને જૂનાગઢ તરફ વિહાર કરી, વિ. સં. ૧૯૭૨નું ચોમાસુ જૂનાગઢમાં કર્યું. તે પછી શ્રીલલુછ મુનિએ બગસરા, તારાપુર, રાજકોટ, સીમરડા, સંદેશર આદિ સ્થળોએ વિહાર કરીને વિ. સં. ૧૯૭૬ સુધીનો સમય પસાર કર્યો. વિ. સં. ૧૯૭૬માં તેમની છત્રછાયા નીચે અગાસ સ્ટેશન પાસે એક આશ્રમની સ્થાપના થઈ. શરૂઆતમાં આ આશ્રમનું નામ તેમના નામે “શ્રી લઘુરાજ આશ્રમ” રાખેલું. તેઓ તેમના નમ્રતાના ગુણને લીધે, તથા પોતાની નાના રહેવાની માન્યતાને લીધે, લઘુરાજ તરીકે પણ જાણીતા હતા. આશ્રમ સાથે પોતાનું નામ જોડવામાં આવે એમ તેઓ મુદ્દલ ઈચ્છતા ન હતા, એટલું જ નહીં, આશ્રમમાં પોતાનું ચિત્રપટ રહે, એ પણ એમને પસંદ ન હતું. તેઓ આટલા બધા વિનમ્ર અને કીતિના અનાકાંક્ષી હતા. તેથી તેમણે જ સૂચવ્યું કે શ્રીમદ રાજચંદ્રથી લોકસમુદાયનું કલ્યાણ થયેલ છે, અને તેને બદલો તો કોઈ રીતે વળી શકે તેમ નથી, માટે આ આશ્રમનું નામ તેમના મરણરૂપે રાખવું. ત્યારથી એ આશ્રમનું નામ “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ” રાખવામાં આવ્યું. તે પછીનાં વિ. સં. ૧૯૭૭ – ૭૮-૭૯ એ ત્રણે ચોમાસાં તેમણે આશ્રમમાં કર્યા, ઉપદેશ આપતી વખતે શ્રી લલ્લુજી મુનિ નાના, મોટા, રાય, રંક, સ્ત્રી, પુરુષ સર્વને તેમના 1 ક. વિ. સં. ૧૯૭૧ને પત્ર, “ઉપદેશામૃત”, પ્રસ્તાવના, ૫. પર. Page #635 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની જીવનસિદ્ધિ પરમાત્મસ્વરૂપને લક્ષમાં લઈ “પ્રભુ” તરીકે સંબોધતા, અને સર્વમાં પ્રભુભાવ જોતા. તે પરથી સૌ કે તેમને પ્રભુશ્રી એવા માનાર્હ નામથી સંબેધવા લાગ્યા. વિ. સં. ૧૯૮૦માં તેઓ સમેતશિખરની જાત્રાએ ગયા, અને તે વર્ષનું ચોમાસું તેમણે પૂનામાં કર્યું. તે પછીનાં બધાં જ – એટલે કે વિ. સં. ૧૯૮૧થી ૧૯૯૧ સુધીનાં અગિયાર ચોમાસાં તેમણે આશ્રમમાં જ કર્યા. આમ તેમણે કુલ ૧૪ ચોમાસા અગાસ આશ્રમમાં કર્યા. આ આશ્રમની સ્થાપનામાં મુખ્ય ભાગ લેનાર, પ્રભુશ્રીની સેવા કરનાર તથા તેમના પરમપ્રેમી શ્રી રણછોડભાઈ નારના વતની હતા. રણછોડભાઈની સમજાવવાની અને લોકોને ધર્મપ્રેમી બનાવવાની શક્તિ ઘણી હતી, તેથી જ્ઞાનીની સમજ ન પામી શકે તેવા ઘણા લોકો શ્રીમદ્દ એને બદલે શ્રી “રણછોડભાઈ”ને જ પ્રભુ માનીને પૂજવા લાગ્યા હતા; તો વળી કેટલાક કોઈ બીજા ભાઈને પણ પૂજવા લાગ્યા હતા. લોકોની આ દષ્ટિ છેડાવવા પ્રભુશ્રીએ એક વખત ઈ. સ. ૧૯૨૪ ના ૨૩મી જુને ઉપદેશ આપ્યો હતો. તેમણે શ્રીમના ચિત્રપટને બતાવી શ્રી રણછોડભાઈને પૂછ્યું કે “તમને જ્ઞાન થયું છે?” શ્રી રણછોડભાઈએ ના કહી. તે પછી તેમણે જે ઉપદેશ આપ્યો તેમાં તેમની નિઃસ્પૃહતા જોવા મળે છે. જુઓ તે વચને – નિષ્પક્ષપાતપણે એક આત્મહિતની ખાતર અમે એક વાત જણાવવા ઈચ્છીએ છીએ. તેમાં નથી અમારો સ્વાર્થ, નથી કેઈને આડો રસ્તો બતાવો કે નથી પૂજાસત્કાર સ્વીકારવાની વાત. બધા સંઘની સાક્ષીએ એ વાત કહીએ છીએ. જે ભરી સભામાં સધ આગળ જૂઠું કે છેતરવાને બોલે તેનું શાસ્ત્રમાં મહાપા ૫ વર્ણવ્યું છે. તેવા બાબડા જન્મે છે, વાચા બંધ થઈ જાય છે, મૂઢ પણ થાય. અમે જે કહીએ છીએ તેના ઉપર જેને વિશ્વાસ હોય તે જ ઊભા થાય . અમે કહીએ તેમ કરવું હોય તે ઊભા થઈ કૃપાળુદેવના ચિત્રપટ આગળ હાથ મૂકે અને કહે કે સંતના કહેવાથી મારે કૃપાળુદેવની આજ્ઞા માન્ય છે. અમને તે ભલા એમ થયું કે જે વચન અમને આત્મહિતનું કારણે થયું તે વચન બીજા પણ સાંભળે, શ્રદ્ધે તે કલ્યાણ થાય. તેથી તેની આજ્ઞા, “ સહજામસ્વરૂપ પરમ ગુરુ ” જે અમારી પાસે આવ્યા તેમને કૃપાળની દૃષ્ટિએ કહી સંભળાવી.” “પણ અણસમજપણે કોઈક તે પોપટલાલને, કોઈક રનરાજને, કઈક આ ભાઈશ્રીને – રણછોડભાઈન–અને અમને દેહદૃષ્ટિએ વળગી પડયા. ઝેર પીએ છે ઝેર! મરી જશે. ન હોય એ રસ્ત. જ્ઞાની તે જે છે તે છે. એની દૃષ્ટિએ ઊભા રહે તે તરવાને કંઈક આરે છે. અમને માનવા હોય તો માનો, ન માનવા હોય તે ન માને, પણ જેમ છે તેમ કહી દેવું છે.. ઠીક થયું, નહીં તે તમે કૃપાળુદેવની સાથે આ દંડની મૂર્તિ પણ દેરાસર થાત ત્યારે મૂકી દેત. એવું કરવાનું નથી. બારમાં ગુણઠાણ સુધી સાધક, સાધક અને સાધક જ રહેવાનું છે. આડું અવળું જોયું તે મરી ગયા જાણો .”૬ ૧ વગેરે. ૬૧. “ઉપદેશામૃત ”, પ્ર. ૨૩. Page #636 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલે પ્રભાવ આમ કડક છતાં તળપઢી અને હળવી ભાષામાં પ્રભુશ્રીએ લોકોને સાચી દૃષ્ટિ સમજાવી છે, જેની અસર પણ એટલી જ સારી પડી હતી. આ વચનોમાં તેમની નિસ્પૃહતા પણ સ્પષ્ટ જોવા મળે છે. પ્રભુશ્રી મુમુક્ષુઓના અંત સમયે તેમને બોધ આપવા, તથા કેવળ આત્મામાં જ રહેવાનો ઉપદેશ આપવા જતા, જેથી તે જીવનું સમાધિમરણ થાય. તેઓ ઘણી વખત મુમુક્ષુઓને કહેતા કે અમારા અંત સમયે તમે સર્વે હું જે જગ્યાએ હાઉ તે જગ્યાને “ સહ જામરવરૂપ પરમગુરુ” એ મંત્રના શ્વનિથી ભરી દેજો. વિ. સં. ૧૯૮૮માં મુનિ શ્રી મેહનલાલજીને પણ દેહાંત થયો. પ્રભુશ્રી ચાતુર્માસ આશ્રમમાં કરતા, અને બાકીના સમયમાં કેટલોક વખત વિહાર કરતા. દેહતંદુરસ્તી સારી ન હોવા છતાં તે વિશે તેઓ બેફિકર રહેતા. તેમને સદાય શ્રીમદનું જ રટણ રહેતું. પોતાની આંતરિક સ્થિતિ વિશે તેમણે એક જ વાક્યમાં બતાવ્યું છે કે – મરણ આવે, અશાતા આવે, સુખ આવે, દુઃખ આવો, પણ તે મારે ધર્મ નથી. મારે ધર્મ તે જાણવું, દેખવું અને રિથર થવું એ છે. બીજું બધું મુદ્દગલ, પુગલ અને પુદગલ. ચકરી ચઢે, બેભાન થઈ જવાય, અને શ્વાસ ચઢે એ બધું દહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે.”૬ ૨ આમ નિસ્પૃહી થઈ તેઓ મરણની તૈયારી કરીને બેઠા હતા. વિ. સં. ૧૯૨ના વૈશાખ સુદ ૮ના રોજ તેમણે આ નશ્વર દેહ અગાસ આશ્રમમાં જ છોડડ્યો. તેમના લાંબા આયુષ્યમાં તેમણે બીજા અનેક જીવને શ્રીમની સાચી ઓળખ કરાવી હતી. તેમનો એ ઉપદેશ સાંભળનાર અનેક વ્યક્તિઓ આજે પણ અગાસ આશ્રમમાં રહી, તેમની આજ્ઞાએ ચાલી પિતાનું આત્મશ્રેય સાધી રહી છે. પ્રભુશ્રીના પત્રો, ઉપદેશ વગેરે વાંચીએ છીએ ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે તેમના જીવનમાં શ્રીમદ્દ કેટલે બધે અંશે વણાઈ ગયા હતા. ભાગ્યે જ કોઈ પત્ર એ જોવા મળે છે કે જેમાં શ્રીમદનાં ગુણગાન ન હોય, કે એમના ઉપકારનો ઉલ્લેખ ન હોય. શ્રીમદ્દ પ્રત્યેની અનન્ય ભક્તિને લીધે તેમનું ધ્યેય લોકોને શ્રીમદ્દની ઓળખાણ કરાવવાનું જ બની ગયું હતું. તેમની ગુરુભક્તિ બતાવતાં નીચેનાં વચનો જુઓ; વિ. સં. ૧૯૭૬ના એક પત્રમાં સનાદથી તેમણે લખ્યું છે કે – ગુરુભક્તિમાં ગુરુના ગુણગ્રામથી કર્મની કોડ આપે છે જ, તે કર્તવ્ય છે જ.... હે પ્રભુ, અમે તો આ યથાતથ્ય સદ્દગુરુના ભક્તના દાસના દાસ છીએ અને તે ૬૨. “ઉપદેશામૃત ” – ઉપદેશસંગ્રહ-૨, પૃ. ૨૫૮. ૭૮ Page #637 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ શ્રીમદની જીવનસિદ્ધિ સદગુરુ યથાતથ્યની ભક્તિ જે કરે છે તેને નમસ્કાર કરે છે જ. હે પ્રભુ! આપ સર્વના જાણવામાં છે કે શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પ્રભુને આ એક દીન શિષ્ય છે જ.”૬૩ વિ. સં. ૧૯૭૭ના ચૈત્ર સુદના એક પત્રમાં તેમણે લખ્યું છે કે – નરમગરમ શરીર પ્રકૃતિ સંગે, વૃદ્ધ અવસ્થાએ તથા ઉદયકર્મને લઈને રોગ, વ્યાધિ, વેદની આવે તે સમભાવે, દેવાધિદેવ પરમકૃપાળુ સદગુરુદેવના શરણથી, ભગવાય તેવી ઈચ્છાએ વર્તવું થાય છે જી...પરમકૃપાળુ શ્રી સદગુરુ દેવાધિદેવ શ્રી પ્રભુની છબી હૃદયમંદિરમાં સ્થાપી, ખડી કરી, મનને ત્યાં જ પરોવી, પરમ શુદ્ધ ચિતન્યનું નિવાસધામ એ જે સદગુરુદેવને પવિત્ર દેહ તેનું વીતરાગભાવે ધ્યાન કરવાથી, સ્મરણ કરવાથી વારંવાર યાદ કરવાથી પણ જીવ પરમ શાંત દશાને પામે છે તે ભૂલવા ગ્ય નથી. તે વિષેનો બાધ દેવાધિદેવ સદગુરુના મુખમાંથી થયેલ તે હૃદયને વિષે ધારી રાખેલ છે, તે આજે પરમાર્થ હેતુ જાણી, અંતરમાં કઈ પ્રકારે સ્વાર્થ કે અન્ય ભાવના હેતુએ નહિ, એમ વિચારી આપને અત્રે પત્ર દ્વારા સરલ ભાવે જાહેર કર્યું છે જ.”૬ ૪ આમ શ્રી લલ્લુજી મહારાજે શ્રીમદને મહિમા ઘણી જગ્યાએ વર્ણવ્યો છે. તેમાં પણ તેમણે આપેલા મંત્ર “સહજાન્મસ્વરૂપ પરમગુરુ”નું માહાભ્ય તે ઘણું જ બતાવ્યું છે. તેના સ્મરણથી કરડે કર્મ ખપી જાય છે તેમ તેમણે બતાવ્યું છે. “જેમ બને તેમ શાંતિભાવે “સહજાન્મસ્વરૂપ પરમગુરુ” નામના મંત્રને જાપ કરતા રહેવું.”૬૫ એવી ભલામણુ ઘણું પન્નેમાં આપણને જોવા મળે છે. શ્રીમદ મુનિને તે મંત્ર આપ્યું ત્યારે મુનિએ તે મંત્રની રાતદિવસ અખંડ ધૂન ચલાવેલી. પણ તેમાં તેમને વિકલ્પ આવતે કે – “હજુ કેમ કંઈ જણાતું નથી ? આત્મા હોય તે કંઈક દેખાય ને?” પછી તેમણે એ વાત શ્રીમદને કહી. શ્રીમદે કહ્યું, “કંઈ નહિ, હજી જારી રાખે.” તે વચનમાં શ્રદ્ધા કરી, અને તે જારી રાખ્યું. પરિણામે સમય પાકતાં તેમને જ્ઞાન થયું. અને તે પછીથી એ મંત્રનું માહાસ્ય સર્વને બતાવ્યું.૬૬ પ્રભુશ્રીને કેટલીક લબ્ધિઓ પણ પ્રાપ્ત થઈ હતી. તે વિષે તેઓ વિ. સં. ૧૯૭રના ભાદરવા વદ ૮ના એક પત્રમાં લખે છે કે – “અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વભવ પણ જણાય છે, આનંદ આનંદ વતે છે, એક જ શ્રદ્ધાથી ! કહ્યું-લખ્યું જતું નથી. આપના ચિત્તને શાંતિ થવાને હેતુ જાણે જણાવ્યું છે. કેઈને જણાવવાની જરૂર નથી.”૬ ૭ તેમણે આ લબ્ધિને કયારેય ઉપયોગ કર્યો ન હતે. ૬૩. “ઉપદેશામૃત”, પત્રાવલી-૪ર. ૬૪. એજન, પત્રાવલી-૬૦, ૬૫. એજન, પત્રાવલી–૭૬. ૬૬. એજન, ઉપદેશ સંગ્રહ–૨ પૃ. ૨૫૯. ૬૭. એજન, પત્રાવલી–૨૮. Page #638 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલા પ્રભાવ આમ શ્રી લલ્લુજી મહારાજમાં શ્રીમદ્દના સમાગમથી કેટલાક આંતરિક ગુણે ખીલ્યા હતા. તેને લીધે તેઓ પ્રાપ્ત પરિષહ સામે સમતા રાખી શકતા, આત્મસ્વરૂપમાં રહેવા અસંગ બની શક્તા તથા પૂર્ણ પ્રેમથી શ્રીમની ભક્તિ પણ કરતા. લોકેની કનડગત સામે પણ સાચે માર્ગે ચાલવાની દઢતા તેમણે કેળવી હતી. વળી, સર્વ જીવ શ્રીમદને ઓળખે, પૂજે અને પિતાના આત્માનું કલ્યાણ કરે એવી કરુણાભાવના પણ તેમના હૃદયમાં સતત રહેતી હતી. શ્રીમદના સમાગમથી શ્રી લલ્લુજી મહારાજના વ્યક્તિત્વમાં એટલે બધો ફેરફાર થઈ ગયો હતે, તેઓ એટલા બધા શ્રીમદ્દમય બની ગયા હતા કે તેમના વિના મુનિની કલ્પના પણ કરવી અઘરી બની જાય. એને લીધે મુનિનાં પત્ર, વચને, ઉપદેશ વગેરેમાં શ્રીમદનાં લખાણની, વિચારની, ઉપદેશની છાપ આવે તે સ્વાભાવિક છે. તેવા બે-ત્રણ નમૂના જુઓ. વિ. સં. ૧૫૮માં મુનિ દેવકરણજીનો દેહોત્સર્ગ થયો તે વખતે શ્રી લક્ષમીચંદજી આદિ મુનિઓને શ્રી લલ્લુજી મહારાજે લખ્યું હતું કે – “મુનિવર શ્રી દેવકીર્ણ આત્માથી, મેક્ષઅભિલાષી હતા. તેમને આત્મસ્વરૂપને લક્ષ લેવાની ઇચ્છા હતી, તે ગુરુગમથી મળી હતી. વળી, અશુભ વૃત્તિને અભાવ કરી શુભ વૃત્તિ રાખવામાં પુરુષાર્થ કરવાની ઈચ્છાએ તે લક્ષમાં લેતા હતા. ધન્ય છે તેવા આત્માને! તે આમપરિણામી થઈ વર્તતા આત્મા પ્રત્યે નમસ્કાર હો ! નમસ્કાર હા !” વગેરે.૬૮ આ આખો પત્ર તથા અન્ય પત્ર વાંચતાં શ્રીમદ્દનાં લખાણની છા૫ મુનિ પર હતી તે સ્પષ્ટ સમજાય છે. સાથે સાથે ઘણું પત્રમાં શ્રીમદ્દનાં વચનોને ઉલેખ પણ જોવા મળે છે. આ પત્રમાં જ શ્રીમદ્દનાં બે વચને મુનિએ ટાંક્યાં છે, જેમ કે – દેહ પ્રત્યે જેવો વચ્ચેના સંબંધ છે, તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠા છે, અબદ્ધ! સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે તે મહત્ પુરુષને જીવન અને મરણ બંને સમાન છે.”૬ ૯ શ્રી લલ્લુજી મુનિને એક પત્રમાં નીચેનું વચન મળે છે – બીજુ કંઈ શેધ મા. એક સપુરુષ પ્રત્યે એક નિષ્ઠાએ તેના વિજેગમાં પણ સવ યોગ અર્પણ કરી આત્મજાગૃતિમાં અખંડ રહ્યા છે, તેની આજ્ઞાએ યથાર્થ સ્વરૂપ જાણ્યું છે, શ્રદ્ધયું છે, વેધું છે, વેદે છે, ત્રિકાળ તે જ છે, તે યથાતથ્ય સ્વરૂપ જાણનારની પ્રતીતિ કર્તવ્ય છે.”૭૦ આ વચનમાં શ્રીમદ્દના નીચેના વચનની સ્પષ્ટ છાપ આપણને જોવા મળે છે – ૬૮. “ઉપદેશામૃત”, પૃ. ૫. પાવલી-૬૦ ૬૯. એજન, પૃ. ૭૦. ૭૦, એજન, પૃ. ૬. પત્રાવળી-૫ Page #639 -------------------------------------------------------------------------- ________________ ६२० શ્રીમદની જીવનસિદ્ધિ “બીજું કંઈ શેધ મા. માત્ર એક પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જે મેક્ષ ન મળે તે મારી પાસેથી લેજો.”૭૧ શ્રીમદની મુનિ પર આટલી બધી અસર થવાનું મુખ્ય કારણ મુનિની શ્રીમદ પ્રત્યેની અનન્ય ભક્તિ હતી. વિ. સં. ૧૯૭૨માં પિતાની વિકટ પરિસ્થિતિમાં શ્રીમદના શરણથી ઘણી શાંતિ હતી, તે જણાવતાં તેમણે લખ્યું હતું કે – આપ અમારા વિશે ચિંતા કરશે નહિ. સદગુરુ પરમકૃપાળુ યોગીન્દ્ર પ્રભુનું શરણું છે તેને કશી વાતની કમી નથી. સર્વ વસ્તુ તેને મળી આવી છે. સદગુરુની કૃપાદૃષ્ટિ એ જ કલ્યાણ, સપુરુષની સર્વ ઇછા પ્રશંસવામાં કલ્યાણ છે, એ જ અમને આનંદ છે ! અત્યાનંદ છે !”૭૨ આમ આપણે જોઈએ તે મુનિશ્રી લલ્લુજીનું જીવન શ્રીમદના સમાગમ પછી શ્રીમદમય બની ગયું હતું. અને શેષ જીવન તેમણે તેમની ભક્તિ કરવામાં જ ગાળ્યું હતું. આને બીજે પક્ષે આપણને એ લાભ થયો કે તત્ત્વવિચારણાને લગતા, ચિંતનપ્રેરક તથા મુનિના આચાર દર્શાવતા ઘણા પત્રે શ્રીમદ્ મુનિને લખેલા તે આપણને પ્રાપ્ત થાય છે. શ્રીમદ્દે મુનિ પર લખેલા લગભગ ૩૩ જેટલા પત્રો હાલ મળે છે. તેમાં મોટા ભાગના પત્રો વિસ્તારવાળા છે. આવા પત્રે સેભાગભાઈ અને મુનિ સિવાય કેઈને લખાયેલા જોવા મળતા નથી. આ પત્રમાં શ્રીમદ્દ મુનિને સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન, યોગવાશિષ્ટ, આચારાંગસૂત્ર, દાસબોધ, મેક્ષમાર્ગ પ્રકાશક, શાંતસુધારસ, યોગદષ્ટિસમુચ્ચય, કર્મગ્રંથ, ગમ્મસાર, રોગપ્રદીપ, કાર્તિકેયાનુપ્રેક્ષા, પદ્મનંદી પંચવિંશતિ વગેરે ગ્રંથો વાંચવાની ભલામણ વારંવાર કરી હતી. તેમાં પણ સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન વગેરે પર વિશેષ ભાર મૂક્યો હતે. આ પત્રમાં મુનિના આચાર વિષેની સૂકમ શાસ્ત્રીય છણાવટ પણ કેટલીક વાર જોવા મળે છે. જે વખતે લોકો મુનિ વિરુદ્ધ થયા હતા, તે સંજોગોમાં મુનિએ કઈ રીતે વર્તવું તે જણાવવા આ પત્રો લખાયેલા છે. મુનિને પત્ર લખવાની છૂટ, પંચમહાવ્રતી અગત્ય, વ્યાખ્યાન કઈ રીતે કરવું વગેરે વિષે આ પત્રોમાં જણાવ્યું છે. ૩ આમ મુનિશ્રી પર લખાયેલા પત્રોમાં ગ્રંથવાચન વિષે સમજણ, કેટલાક ગ્રંથો વિષેના શ્રીમદ અભિપ્રાય, મુનિના આચરણ વિશેનું માર્ગદર્શન, આનંદઘનજી, યશોવિજયજી આદિ કવિઓનાં પદોમાંથી અવતરણે, અન્ય ગ્રંથોમાંથી અવતરણો, શ્રીમદ્દની આંતરિક સ્થિતિને પરિચય વગેરે જોવા મળે છે. પણ તેમાં જે વિષય સૌથી મહત્ત્વનો ભાગ રોકે છે, તે તે છે, આત્મ વિષેની તાત્ત્વિક વિચારણા. ૧. “શ્રીમદ્ રાજચંદ”, અગાસ આવૃત્તિ, આંક, ૭૬ ૭૨. “ઉપદેશામૃત”, પૃ. ૧૧. પત્રાવલી–૧૭ ૭૩. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત, જુઓ પત્રાંક : ૨૦૭, ૫૦૧, ૭૧૬ વગેરે. Page #640 -------------------------------------------------------------------------- ________________ ૧૭. શ્રીમન્ને અન્ય વ્યક્તિ પર પડેલા પ્રભાવ ૨૧ જીવનું કર્તવ્ય, જ્ઞાનીના માર્ગ, તે માની સરળતા તથા દુર્લભતા, સત્સ`ગનું માહાત્મ્ય, માર્ગપ્રાપ્તિ, ગુરુભક્તિ, વૈરાગ્યની વૃદ્ધિ, આત્માના ગુણા, મુમુક્ષુનાં લક્ષણા, ત્યાગની અગત્ય વગેરે વિશેની સમજણ આ પત્રાના મહત્ત્વના ભાગ રાકે છે. આ બધી સમજણ આપવાના તેમના હેતુઓમાં વૈરાગ્યની વૃદ્ધિ કરાવવી, રાગદ્વેષરહિત દશા અપાવવી, પચમહાવ્રતની દૃઢતા કરાવવી, સ્વછંદ અને પ્રતિબંધ એ બે બધન ટાળવાં, મતમતાંતરના ત્યાગ કરાવવા, આત્મભાવ વધારવા, વગેરે હતા. તે આ પત્રા વાંચતાં જણાશે. આવા સુંદર હેતુથી લખાયેલા પત્રોમાં આપણને વિવિધ પ્રકારનાં નમસ્કાર-વચના, સુવાકયો, મેધવચના વગેરે જાવા મળે છે. ઉદાહરણ તરીકે : 66 શ્રી જિન વીતરાગ દ્રવ્ય – ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સાગના વિશ્વાસ પરમજ્ઞાનીન પણ કવ્યુ નથી, એવા અખંડ મા કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર, ’૭ “ અનંત વાર દહન અર્થે આત્મા ગાળ્યા છે. જે દહુ આત્માને અર્થે ગળાશે તે દઉં આત્મવિચાર જન્મ પામવા ચાગ્ય જાણી, સ` દેહા'ની કલ્પના છોડી દઈ, એકમાત્ર આત્મામાં જ તેના ઉપયોગ કરવા, એવા મુમુક્ષુજીવને અવશ્ય નિશ્ચય જોઈ એ. ’૭૫ આમ શ્રીમદ્દે પ્રત્યક્ષ તેમ જ પત્રાદિ દ્વારા પરાક્ષ બાધ આપીને શ્રી લલ્લુજી મહારાજન મૂળમાર્ગ પામવાના યથાર્થ રસ્તા ચીધ્યા હતા. અને મુનિએ પણ તેમની આજ્ઞા અનુસાર ચાલીને સમ્યજ્ઞાન અને સંત – અવસ્થા જેવી દુર્લભ વસ્તુ પ્રાપ્ત કરી હતી. મુનિન આત્માનુભવ કરાવવામાં શ્રીમદના ફાળા કઈ નાનાસૂના ન હતા ! તેના પરિણામે તેમનામાં શ્રીમદ્ પ્રતિની અનન્ય ભક્તિ જન્મી હતી. તેમનામાં ખીલતા જતા આ ગુણાન લીધે શ્રીમને તેમના માટે એટલા બધા પ્રમેાદભાવ આવતા હતા કે તેઓ તેમને “ ચાથા આરાની વાનગી “ચેાથા આરાના મુનિ” તરીકે ઓળખાવતા હતા! 27 શ્રીમદ્ અને શ્રી સેાભાગભાઈ સાયલાનિવાસી શ્રી સાભાગભાઈના પિતા શ્રી લલ્લુભાઈ લી’ખડીમાં કારભારુ' કરતા હતા. રાજખટપટ અગે કારભારુ' જતાં શ્રી લલ્લુભાઈ સાયલા આવી વસ્યા. સાયલામાં તેમણે સારી આર્થિક સ્થિતિ પ્રાપ્ત કરી. પણ ચ'ચળ લક્ષ્મી ચાલી જતાં તેમને આર્થિક મુશ્કેલીઆના સમય આવ્યા અને તે દૂર કરવાની ચિંતામાં તે પડી ગયા. એ અરસામાં મારવાડના સાધુએ મંત્રવિદ્યામાં કુશળ ગણાતા હતા. તેવા કાઈ સાધુને પ્રસન્ન કરીને, લક્ષ્મી સંબંધી ચિ'તા દૂર કરવાની ઇચ્છાથી શ્રી લલ્લુભાઈ મારવાડ ગયા. તેમન ૭૪. “ શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ, આંક, ૫૮૮ ૭૫. એજન, આંક, ૭૧૯ Page #641 -------------------------------------------------------------------------- ________________ ३२१ શ્રીમદ્દન જીવનસિદ્ધિ રતલામમાં એક પ્રખ્યાત સાધુને પરિચય થયો. તે સાધુની ખૂબ સેવા કરી શ્રી લલુભાઈએ તેમને પ્રસન્ન કર્યા. તે પછી યોગ્ય સમય જોઈ તેમણે સાધુ પાસે પોતાની આર્થિક સ્થિતિ સુધરે તે માટે કંઈક ઉપાય બતાવવાની વિનંતિ કરી. પણ તે અધ્યાત્મપ્રેમી સાધુ શ્રી લલુભાઈને ઠપકો આપે કે એમના જેવા વિચક્ષણ પુરુ ત્યાગી પાસે આત્માને બદલે માયાની વાત કરવી તે ઘણું જ અઘટિત ગણાય. સાધુને અભિપ્રાય સમજી જઈશ્રી લલ્લુભાઈએ પોતે કરેલી ભૂલ બદલ ક્ષમા માગી, અને આત્માર્થ માટે કંઈક આપવા જણાવ્યું. તેમના ઉપર કૃપા કરી તે સાધુએ તેમને “બીજજ્ઞાન નો મંત્ર આપ્યો, અને વિશેષમાં જણાવ્યું કે કોઈ લાયક વ્યક્તિ જણાય તે તેને પણ એ મંત્ર બતાવવો. સાયલા આવ્યા પછી શ્રી લલ્લુભાઈ એ મંત્ર પાતાના પુત્ર શ્રી સાભાગભાઈને આપ્યો, અને તે મંત્ર બીજી કઈ યોગ્ય વ્યક્તિને પણ આપવા જણાવ્યું. એ મંત્ર પામી શ્રી ભાગભાઈ પ્રસન્ન થયા. તે પછી થોડા સમયમાં શ્રી સોભાગભાઈને તેમના કામકાજ અંગે મોરબી જવાનું થયું. તે વખતે શ્રીમદ પણ મોરબી આવ્યા હતા, તે સમાચાર શ્રી ભાગભાઈને મળ્યા. શ્રીમની કવિ તરીકેની, અવધાની તરીકેની તથા અદભુત સ્મરણશક્તિ ધરાવનાર વ્યક્તિ તરીકેની ખ્યાતિ શ્રી ભાગભાઈ એ સાંભળી હતી. તેથી વ્યક્તિ જાણી તેમને “બીજજ્ઞાન અને મંત્ર આપવાની ઈચ્છા શ્રી ભાગભાઈને થઈ. પોતાની ઇચ્છા બાબત તેમણે તેમના પિતાશ્રીની સંમતિ માગી, જે શ્રી લલ્લુભાઈએ સહર્ષ આપી. તે પછી વિ. સં. ૧૯૪૬ના પ્રથમ ભાદરવા માસમાં શ્રી ભાગભાઈ મોરબી ગયા. મોરબીમાં શ્રી ભાગભાઈ બીજજ્ઞાન”ના મંત્ર આપવા શ્રીમદને ળવા ગયા. શ્રીમદે તેમને અતિથિસત્કાર તરીકે નામ દઈ બેલાવ્યા. તેથી તેમને ખૂબ જ આશ્ચર્ય થયું કે, જેમને હું પહેલાં મળ્યો નથી, જેમને મારા આવવાના સમાચાર મોકલાવ્યા નથી, તે મને નામ દઈ કઈ રીતે બોલાવી શકે ?” એ આશ્ચર્યમાંથી શ્રી ભાગભાઈ મુક્ત થાય તે પહેલાં તે શ્રીમદે તેમને જણાવ્યું કે “ આ ગલામાં એક કાપેલી છે તે કાઢીને વાંચે.” શ્રી સોભાગભાઈ એ કાપલી વાંચી ને એથી પણ વિશેષ આશ્ચર્ય અનુભવ્યું, કારણ કે એ કાપલીમાં શ્રી ભાગભાઈએ આપવા ધારેલો બીજજ્ઞાનને મંત્ર લખેલો હતો. એ અનુભવ પરથી તેમને શ્રીમની જ્ઞાની તરીકેની પ્રતીતિ થઈ. શ્રીમદ્દના જ્ઞાનની વિશેષ પરીક્ષા કરવા શ્રી સભાગભાઈએ તેમને પ્રશ્ન કર્યો કે, “સાયલામાં અમારા ઘરનું બારણું કઈ દિશામાં છે?” શ્રીમદે અંતર્ગોનથી યથાર્થ ઉત્તર આપ્યો, તેથી શ્રીમદ્દ પ્રતિ પૂજ્યભાવ થવાથી શ્રી ભાગભાઈએ તેમને ત્રણ વાર વંદન કર્યા. એ વખતે શ્રીમદ્દ અપૂર્વ સમાધિમાં લીન બન્યા હતા. તે પછી શ્રીમદે તેમને “તરણું ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ” એ પદ સમજાવ્યું. આમ પહેલી જ મુલાકાતથી તેઓ બંને વચ્ચે પરસ્પર મૈત્રી પ્રગટી. શ્રી ભાગભાઈ શ્રીમદ્દ કરતાં વયમાં ૪૪ વર્ષ મોટા હતા. એટલે કે વિ. સં. ૧૯૪૬માં, તેમના મેળાપ વખતે જ્યારે શ્રીમદની ઉંમર ૨૩ વર્ષની હતી ત્યારે, શ્રી ભાગભાઈની ઉંમર Page #642 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રીમહને અન્ય વ્યક્તિઓ પર પડેલો પ્રભાવ ૬૨૩ ૬૭ વર્ષની હતી. તેમ છતાં જ્ઞાનમાં પોતાનાથી આગળ વધેલા શ્રીમદ તરફ પૂજ્યભાવ રાખી નમસ્કાર કરવામાં શ્રી ભાગભાઈને કદી આંચકે નહેતે આવ્યો, એટલી તેમની સરળતા હતી. પ્રથમ સમાગમ પછી શ્રી ભાગભાઈ સાયલા ગયા. થોડા દિવસ પછી તેમના પિતાશ્રીનો દેહ છૂટી ગયો, તેથી કુટુંબના નિર્વાહની ચિંતા તેમને શિરે આવી પડી. તે પછી પ્રથમ ભાદ્રપદ વદિ ૧૩ના રોજ “ામ સરનHTat wવત મવાયત નૌ” એ શંકરાચાર્યના વચનને સમજાવતું પત્ર શ્રીમદ્દ શ્રી ભાગભાઈને લખે છે. અને તે પછી ત્રણ-ચાર દિવસે “આત્મવિકસંપન્ન ભાઈ શ્રી ભાગભાઈ” એવું સંબોધન કરતો, પિતાની આંતરિક સ્થિતિ વણવતે તથા બોધ આપતે એક લાંબો પત્ર શ્રીમદ્ શ્રી ભાગભાઈ ઉપર લખેલે. તે પછીથી તે તેમના પર લખાયેલી શ્રીમદની એકધારી પત્ર પરંપરા જેવા મળે છે. શ્રીમદ રાજચંદ્ર” ગ્રંથમાં વિ. સં. ૧૯૪૬ના ભાદરવા માસથી શરૂ કરી વિ. સં. ૧૯૫૩ના જેઠ માસ સુધીમાં, એટલે કે શ્રીમદ્દ અને શ્રી ભાગભાઈના પ્રથમ મેળાપથી શરૂ કરી શ્રી ભાગભાઈના અવસાન સુધીના સાત વર્ષના ગાળામાં, શ્રીમદ્દ દ્વારા શ્રી ભાગભાઈ ઉપર લખાયેલા લગભગ ૨૬૦ જેટલા પત્રો છપાયેલા છે. આ ગ્રંથના પત્રોને કુલ જથ્થાનો આ જ લગભગ ત્રીજા ભાગને થાય છે. વળી, આ પત્રોમાંના ઘણા પત્રો લંબાણપૂર્વક લખાયેલા છે, અને તેમાં શ્રીમદે પિતાના અંતરની ઘણું ઘણી વાતો લખી છે. એ સર્વ વાંચતાં આપણને તેઓ બંને વચ્ચેના ઘનિષ્ઠ સંબંધનો ખ્યાલ આવે છે. અલબત્ત, આ ઘનિષ્ઠતા જેટલી પ્રત્યક્ષ મિલનથી થઈ હતી તેથી વિશેષ પત્ર દ્વારા થઈ હતી. શ્રીમદુ તથા શ્રી ભાગભાઈ ને પ્રત્યક્ષ સમાગમ વિ. સં. ૧૯૪૬ના પ્રથમ ભાદરવા માસમાં મોરબીમાં તેઓને પહેલો મેળાપ થયે, તે પછીનાં વર્ષોમાં તેઓ બંને સામાન્ય રીતે વર્ષમાં એકાદ વખત મળતા. અને તેમાં પણ શ્રીમદ્દ નિવૃત્તિ માટે ગુજરાતમાં જતા, ત્યારે તેમનો મેળાપ વિશેષ થતો. આ ઉપરાંત શ્રી સેભાગભાઈ બે-ત્રણ વખત મુંબઈ આવ્યા હોય તેવો ઉલ્લેખ પણ મળે છે. પરંતુ તેમના આ સમાગમને સમય ક્યારેય પંદર દિવસથી લંબાચો હોય તેવું સામાન્ય રીતે જણાતું નથી. કચ્છ નજીક અંજારમાં શ્રી ભાગભાઈની દુકાન હતી, તેથી ત્યાં જતાં-આવતાં, જે શ્રીમદ એ અરસામાં મોરબી કે વવાણિયામાં હોય તે શ્રી ભાગભાઈ તેમની પાસે બેત્રણ દિવસ રોકાતા, સત્સંગનો લાભ લેતા-દેતા. આ રીતે તેમણે વિ. સં. ૧૯૪૬, ૧૯૪૮ વગેરે વર્ષોમાં એકબીજાને મેળાપ કર્યો હતો. એ જ રીતે વિ. સં. ૧૫રમાં શ્રી ભાગભાઈ મુંબઈમાં શ્રીમદ્દ પાસે હોવાને ઉલ્લેખ મળે છે. આ સિવાય તો તેઓ બંને દિવાળી કે પર્યુષણ આસપાસ ગુજરાતનાં કઈ ગામમાં મળતા. તેમાં પણ વિ. સં. ૧૯૪૯થી વિ. સં. ૧૫૧ સુધીનાં ત્રણ વર્ષમાં બાહ્ય પ્રવૃત્તિની ઉપાધિને લઈને શ્રીમદ ધારી નિવૃત્તિ લઈ શક્યા ન હતા, Page #643 -------------------------------------------------------------------------- ________________ ६२४ શ્રી મદની જીવનસિદ્ધિ તેથી તે વર્ષોમાં તેમને મેળાપ થયો હશે કે કેમ તે વિશે પ્રશ્ન થાય છે, કારણ કે એ સમયના પત્રમાં વિરોગની વાતે ઘણી વાંચવા મળે છે. આ બધા મેળાપોમાં વિ. સં. ૧૫૩ના માહ માસ પછી થયેલો તેમનો મેળાપ સૌથી અગત્યનો ગણી શકાય. આ અરસામાં શ્રીમદે તેમને તથા ડુંગરશીભાઈને પોતાની સાથે ઈડર આવવા આમંત્રણ આપ્યું હતું. તે અનુસાર સોભાગભાઈ શ્રીમદ સાથે વૈશાખ વદમાં ઈડર ગયા હતા. ત્યાં જેઠ સુદ બીજ સુધી તેઓ સાથે રહ્યા. અને એ અરસામાં “સમ્યકજ્ઞાન” –“ આત્મદશા” વર્ધમાન કરવાનો અમૂલ્ય લહાવો શ્રી ભાગભાઈને મળ્યો. આ તેમને છેલો મેળાપ હતો, કારણ કે ઈડરથી આવ્યા પછી થોડા જ દિવસમાં, વિ. સ જેઠ વદ ૧૦ના રોજ ભાગભાઈનો દેહાંત થશે. આમ તેઓ બંને વચ્ચેને મિલન સમય બહુ અલ્પ હતો. તેથી તેઓ પત્ર દ્વારા જ સત્સંગ કરતા હતા. શ્રી ડુંગરશીભાઈની અસરમાંથી મુક્તિ સાયલામાં પાડોશમાં જ રહેતા શ્રી ડુંગરશીભાઈ ગેશળિયા નામના એક ભાઈ નાની વયથી જ શ્રી ભાગભાઈના મિત્ર હતા. તેઓ શ્રી ભાગભાઈ કરતાં પણ વયમાં મેટા હતા શ્રી ડુંગરશીભાઈ બુદ્ધિમાન તર્કવાદી હતા, ત્યારે શ્રી સભાગભાઈ સરળ ભક્તિભાવ હતા. શ્રી ડુંગરશીભાઈએ ગસાધના કરી કેટલાક ચમત્કારો સિદ્ધ કર્યા હતા. તે ચમત્કારો જોઈ શ્રી ભાગભાઈને તેમના પ્રતિ શ્રદ્ધા થઈ હતી, તેથી તેઓ શ્રી ડુંગરશીભાઈની ઘણી અસર નીચે આવ્યા હતા. વિ. સં. ૧૯૪૬માં શ્રીમદનો મેળાપ થયા પછી, શ્રી ભાગભાઈને શ્રીમદનીશાની તરીકેની ઓળખાણ થતી ગઈ અને તે પછીના સમાગમ તથા પત્રવ્યવહારથી તેમની શ્રદ્ધા શ્રીમદમાં વિશેષ દઢ બનતી ગઈ. પરિણામે શ્રી ડુંગરશીભાઈ પ્રતિની જ્ઞાની તરીકેની તેમની શ્રદ્ધા ઘટતી ગઈ. પરંતુ તેઓ બંને વચ્ચેની મિત્રતા તે ચાલુ જ હતી. આથી શ્રીમદ તરફથી આવતા પત્રો તેઓ બંને સાથે બેસીને વાંચતા તથા વિચારતા. શ્રી ભાગભાઈ એ (પત્ર ) વાંચ્યા પછી શ્રી ડુંગરશીભાઈને શ્રીમદનું શરણું લેવા ઘણું વાર સમજાવતા. તે વખતે શ્રી ડુંગરશીભાઈ ઘણી વાર તપૂર્ણ પ્રશ્નો ઉઠાવતા. કારણ કે તેમને વેદાંતમાં વિશેષ રસ અને શ્રદ્ધા હતાં. તેમ છતાં, તેઓ શ્રી ભાગભાઈ સાથે શ્રીમદના આવેલા પત્રો નિયમિત વાંચતા તથા વિચારતા, તેમ જ સંવેગ મળે ત્યારે, શ્રીમદના પ્રત્યક્ષ સમાગમ વખતે, પોતાની આશંકા બાબત સમાધાન મેળવતા. તેમ જ કેટલીક વખત પત્રો દ્વારા પણ તેઓ સમાધાન મેળવી લેતા. ધીરે ધીરે પ્રત્યક્ષ તેમ જ પત્ર દ્વારા શ્રીમદને સમાગમ વધતાં શ્રી ડુંગશીભાઈને પણ શ્રીમદ્દ પ્રત્યે શ્રદ્ધા થઈ. અને તેઓ પણ તેમનું શરણું લેતા ગયા. આ બધું થવામાં મુખ્ય ફાળો શ્રી ભાગભાઈનો હતો, કારણ કે આ બે વ્યક્તિઓને સાંધનાર કડીરૂપ તેઓ હતા. Page #644 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલો પ્રભાવ શ્રી ડુંગરશીભાઈમાં આવતી જતી ગ્યતાનો ખ્યાલ શ્રીમદને પણ હતો. તેથી જ્યારે શ્રી ભાગભાઈને શ્રીમદ્ “આત્મસિદ્ધિ” વાંચવા તથા વિચારવા અર્થે મોકલી ત્યારે તે વાંચવાની તથા તેને મુખપાઠ કરવાની અનુમતિ તેમણે શ્રી ડુંગરશીભાઈને પણ આપી હતી. એ વિષે શ્રીમદ્ આસે વદિ અમાસ, ૧૫રના રેજ, “આત્મસિદ્ધિ” લખાયા પછી ચોક દિવસે શ્રી ભાગભાઈને લખે છે કે – શ્રી ડુંગરને આત્મસિદ્ધિ મુખપાઠ કરવાની ઇચ્છા છે. તે માટે તે પ્રત તેમને આપવા વિશે પુછાવ્યું છે તેમ કરવામાં અડચણ નથી. શ્રી ડુંગરને એ શાસ્ત્ર મુખપાકે કરવાની આજ્ઞા છે, પણ હાલ તેની બીજી પ્રત નહીં ઉતારતાં આ પ્રત છે તે ઉપરથી જ મુખપાઠ કરવા ચોગ્ય છે, અને હાલ આ પ્રત તમે શ્રી ડુંગરને આપશે. તેમને જણાવશો કે મુખપાઠ કર્યા પછી પાછી આપશો, પણ બીજો ઉતારો કરશો નહિ. ૭૬ શ્રી ભાગભાઈ,શ્રી લલ્લુજી મહારાજ, શ્રી અંબાલાલભાઈ અને શ્રી માણેકલાલ ઘેલાભાઈએ ચાર જ વ્યક્તિઓ માટે “આત્મસિદ્ધિ ”ની નકલો કરવામાં આવી હતી. તેઓને પણ એ શાસ્ત્ર વિષે કોઈને ન જણાવવા સૂચના હતી. તેમાં શ્રી ડુંગરશીભાઈ માટે શ્રીમદ્ આટલી છૂટ આપે તે ડુંગરશીભાઈની આધ્યાત્મિક ચોગ્યતા બતાવે છે; તે ઉપરાંત તેમનામાં કેટલું આંતરિક પરિવર્તન થયું હતું, તેનું પણ તે સૂચન કરે છે. શ્રી ડુંગરશીભાઈ જેમ જેમ શ્રીમદનું શરણું સ્વીકારતા ગયા, તેમ તેમ ખોટી સિદ્ધિના મેહમાંથી છૂટતા ગયા. અને શ્રી ભાગભાઈ તો પછીથી એ ચમત્કારની અસરથી સાવ મુક્ત થઈ ગયા હતા. તેને નિદેશ તેમણે વિ. સં. ૧૯૫૩ના જેઠ સુદ ૧૪ના રોજ શ્રીમદ્દ પર લખેલા એક પત્રમાં કર્યો છે – “ગેશળિયા વિશે જે કંઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. તે હવે વખતોવખત ધ આપવાના પત્રો આપની ઈચ્છા પ્રમાણે લખી મને મોટી પાયરીએ ચડાવશે. ૭૭ શ્રી સેભાગભાઈને શ્રી ડુંગરશીભાઈની અસરમાંથી મુક્ત કરી સાચા માર્ગ બતાવનાર શ્રીમદ્દ હતા. તેમ છતાં શ્રીમદે તેમને એવું ક્યારેય જણાવ્યું નહોતું કે શ્રી ડુંગરશીભાઈ ખટા છે, તેમને સંગ છોડી દો. તેમણે તો આ કારણથી આમ કરવા જેવું છે, અને એ વિષે વિચારી યોગ્ય લાગે તે સ્વીકારજે, એમ જણાવ્યું હતું. તેથી શ્રી ભાગભાઈ પોતે જ વિચારપૂર્વક શ્રી ડુંગરશીભાઈની અસરમાંથી ધીરે ધીરે મુક્ત થતા ગયા. શ્રીમદુની એ નીતિન પરિણામ એ આવ્યું કે શ્રી ભાગભાઈ અને શ્રી ડુંગરશીભાઈની મૈત્રી અતૂટ રહી. બંનેની શ્રીમદ્દ પ્રતિની શ્રદ્ધા વધી, એટલું જ નહિ, તેઓ બંને પરમાર્થ માર્ગમાં પણ ઠીક ઠીક આગળ વધ્યા. આમ માત્ર સાચે માર્ગ ચીંધવાથી અને કેઈ પ્રત્યે દ્વેષભાવ ન આણવાથી ઘણ રીતે તેઓને લાભ થશે. ૭૬. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ, આંક ૭૨૧. ૭૭. “ શ્રીમદ્ રાજચંદ્ર - જીવનકળા', આવૃત્તિ ૫, પૃ. ૧૨૪. Page #645 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ શ્રી ભાગભાઈ ઉપર શ્રીમદની અસર વિ. સં. ૧૯૪૬માં “બીજજ્ઞાન”ને મંત્ર આપવા જનાર શ્રી ભાગભાઈને શ્રીમની આંતરિક શક્તિને અનુભવ થાય છે, અને પૂર્વના ઋણાનુબંધે તેઓ પ્રબળ આકર્ષણ અનુભવે છે. એ જ વર્ષમાં શ્રી ભાગભાઈ ત્રણ-ચાર વખત શ્રીમને પ્રત્યક્ષ પરિચય કરવાને લાભ મેળવી, તેમની આધ્યાત્મિક અસર નીચે આવે છે. અને શ્રીમદ્દ દ્વારા સાચો પરમાર્થ માર્ગ સમજાતાં તેઓ શ્રી ડુંગરશીભાઈની સિદ્ધિ અને ચમત્કારની અસરથી મુક્ત થાય છે. શ્રીમદને જ્ઞાની તરીકે સ્વીકારી, તેના શરણે આવ્યા પછી શ્રી ભાગભાઈની ધીરજની અને શ્રદ્ધાની કસોટી થાય તેવા કપરા સંજોગોમાંથી તેમને પસાર થવું પડે છે. વિ. સં. ૧૯૪૬માં શ્રી સેભાગભાઈના પિતાશ્રીને દેહાંત થતાં કુટુંબનિર્વાહની જવાબદારી તેમના પર આવી પડી, અને તે પછી તેમની આર્થિક સ્થિતિ દિવસે દિવસે નબળી પડતી ગઈ. આથી એ ચિંતા પીડાકારક લાગતાં તેને કંઈક ઉપાય સૂચવવા તેઓ શ્રીમદને લખતા. જે જે કર્મનો ઉદય આવે તે તે સમતાભાવે વેદી લેવા શ્રીમદ્દ તેમને બોધ આપતા. એ બધ તથા તત્ત્વની વિચારણાથી તેમની ચિંતા થેડી ઉપશમતી, પણ વળી પાછું તેનું જોર વધતાં તેઓ શ્રીમદિને ચિંતામુક્ત કરવા જણાવતા. અને તેના ઉત્તરમાં શ્રીમદ પિતાની મુશ્કેલીઓને, પિતાની અંતરંગ સ્થિતિ વગેરેનો ખ્યાલ આપી બધું સમતાભાવે સહન કરવાને અનુરોધ કરતા. આવી જાતને બેધ આપતાં શ્રીમદ્ વિ. સં. ૧૯૪૭ના જેઠ સુદ પૂનમે તેમને લખ્યું હતું કે – “વ્યવહારચિંતાથી અકળામણ આવતાં, સત્સંગના વિગથી કઈ પ્રકારે શાંતિ નથી હોતી એમ આપે લખ્યું તે યંગ્ય જ છે. તથાપિ વ્યવહારચિંતાનું અકળામણ તે ચગ્ય નથી. સર્વત્ર હરિઇચ્છા બળવાન છે. એ દઢ કરાવવા માટે હરિએ આમ કર્યું છે, એમ આપે નિઃશંકપણે સમજવું.” વિ. સં. ૧૯૪૮ના એક પત્રમાં શ્રીમદે શ્રી ભાગભાઈને લખ્યું છે કે – સંસારસંબંધી તમને જે ચિંતા છે, તે જેમ ઉદયમાં આવે તેમ વેદી, સહન કરવી. એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ કરતાં બાધ ન આવે.” – પ્રાણીમાત્ર પ્રાયે આહાર, પાણ પામી રહે છે. તે તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી, જે આકુળતા આપે છે, તે ગમે તે રાખીએ અને ગમે તે ન રાખીએ તે બંને સરખું જ છે, કેમ કે જેમાં પિતાનું નિરૂપાયપણું રહ્યું તેમાં તે જે થાય તે ચગ્ય જ માનવું એ દૃષ્ટિ સમ્યફ છે.”૭૯ ૭૮. “શ્રીમદ્ રાજચંદ ”, અગાસ આવૃત્તિ, આંક ૨૫૦ ૭૯. એજન, આંક ૩૨૨. Page #646 -------------------------------------------------------------------------- ________________ ૧૭. શ્રીમદના અન્ય વ્યક્તિઓ પર પડેલા પ્રભાવ ૩૨૭ શ્રીમદ્ વારવાર આપેલા એધની અસ૨ શ્રી સેાભાગભાઈ પર કેવી થતી હતી તે વિશે શ્રીમદ્દના જ એક પત્ર પ્રકાશ પાડે છે. તેમાં શ્રીમદ્દે લખ્યું છે કેઃ~~ “ માગી ખાઈને ગુજરાન ચલાવશું, પણ ખેદ નહિ પામીએ; જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણુ માત્ર છે' આ ભાવાનું જે વચન લખ્યું છે, વચનને અમારા નમસ્કાર હો! એવું જે વચન તે ખરી ોગ્યતા વિના નીકળવુ સ*ભવિત નથી. ૮૦ શ્રી સેાભાગભાઈ એ શ્રીમદ્દના બધથી ખેદ ન પામવાના આત્મનિશ્ચય કર્યા, છતાં તેમન કર્માય એવા વિષમ પ્રકારના હતા કે તેમને ખેદ વારવાર થઈ જતા. અને શ્રીમદ્ .તેમન એ જ ધ ફરીથી કરતા. પરિણામે શ્રી સેાભાગભાઈ ફરીથી આત્મલક્ષ ભણી વળતા. અને કેટલીક વાર તે વિશે શ્રીમદ્ કડક શબ્દોમાં પણ લખતા. – વિ. સ`. ૧૯૪૮ના વૈશાખ માસમાં શ્રીમદ્દે તેમને લખ્યું હતું. કે : : “ ઉદય આવેલા અંતરાય સમપરિણામે વેદવા ચેાગ્ય છે, વિષમપરિણામે વેઢવા ચેાગ્ય નથી. તમારી આજીવિકા સ`ખ"ધી સ્થિતિ ઘણા વખત થયાં જાણવામાં છે; એ પૂર્ણાંકના ચાગ છે... ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે એમ જાણીએ છીએ, તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવુ... તે તમને કવ્ય છે; અને એ યથાર્થ ખાધ પામવાના મુખ્ય માગ છે... કાઈ પણ પ્રકારે ભવિષ્યના સાંસારિક વિચાર છેાડી વર્તમાનમાં સમપણે પ્રવર્ત વાને દૃઢ નિશ્ચય કરવા એ તમને યાગ્ય છે; ભવિષ્યમાં જે થવા યાગ્ય હશે, તે થશે, તે અનિવાય છે, એમ ગણી પરમા-પુરુષા ભણી સન્મુખ થવુ ચેાગ્ય છે... ઘણા વખત થયાં આજીવકા અને લેાકલાના ખેદ તમને અંતરમાં ભેળા થયા છે. તે વિષે હવે તા નિર્ભીયપણું જ અંગીકાર કરવું ચેાગ્ય છે. ફરી કહીએ છીએ કે તે જ કર્તાવ્યુ છે લજજા અને આજીવિકા મિથ્યા છે.૮૧ વગેરે. કર્માઢય સમપરિણામે વઢવાના ખાધ શ્રીમદ્ શ્રી સાભાગભાઈ ને કરતા, અને તે આધ ધ્યાનમાં લઈ શ્રી સેાભાગભાઈ પણ બને ત્યાં સુધી સમરિણામ સાચવતા. કઈક કરવા તે શ્રીમદ્દને વીનવતા ખરા, પણ તેઓ જે સૂચવે તે જ શ્રી સાભાગભાઈ કરતા, તેથી કશું વિશેષ કરવા પ્રવૃત્ત થતા નહી', એટલેા દૃઢ વિશ્વાસ તેમણે શ્રીમમાં કેળવ્યા હતા. શ્રી ડુંગરશીભાઈના ચમત્કારના કે ખીજા કોઈના ચમત્કારના તેમણે પેાતાની વ્યાવહારિક મુશ્કેલી ઓછી કરવા માટે ઉપયેાગ કચેર્યા ન હતા, એ જ શ્રીમદ્ની તેમના પરની પ્રબળ અસર સૂચવે છે. ૮૦. “ શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ, આંક ૩૨૨ ૮૧. એજત, આંક, ૩૭૪ Page #647 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ્ની જીવનસિદ્ધિ ચારેક વર્ષ સુધી – લગભગ ૧૯૫૦ની સાલ સુધી – આવી તંગ પરિસ્થિતિ ભાગવ્યા પછી શ્રી સેાભાગભાઈ ને કઈક આર્થિક રાહત થઈ હતી. વિ. સ`. ૧૯૫૦માં પણ શ્રી સેાભાગભાઈ ને શ્રીમદ્ જણાવ્યુ હતું કેઃ— Re “ આત્મામાં વિશેષ થઈ રહેશે. અને આકુળતા પણ અપરાધી થશે. ૮૨ આકુળતા ન થાય તેમ રાખશેા. જે થવા ચેાગ્ય હશે તે કરતાં પણ જે થવાયેાગ્ય હશે તે થશે, તેની સાથે આત્મા પરંતુ આ સમય સુધીમાં શ્રી સાભાગભાઈ ના શ્રીમદ્ સાથેના પરિચય ગાઢ થયે હતા, તેમના પ્રતિની શ્રદ્ધા પણ વિશેષ દૃઢ થઈ હતી, આથી તા તે પરમા મા માં વિશેષ સ્થિરતા પામ્યા હતા. વિ. સ. ૧૯૫૧ પછી શ્રીમદ્દે શ્રી સેાભાગભાઈ ને લખેલા પત્રામાં આવી મુશ્કેલીઓના નિર્દેશ થયેલા જોવા મળતા નથી. વિ. સં. ૧૯૫૧ના માગશર માસમાં શ્રીમદ્દે શ્રી સાભાગભાઈ ન સકામ ભક્તિથી થતા ગેરલાભ જણાવતાં લખ્યુ હતું કે : — “પૂર્વે જાણ્યુ હતુ. અને સ્પષ્ટ પ્રતીતિ સ્વરૂપ હતું કે જ્ઞાનીપુરુષને સકામપણે ભજતાં આત્માને પ્રતિબંધ થાય છે, અને ઘણી વાર પરમાં ષ્ટિ મટી સ`સારા ષ્ટિ થઈ જાય છે. જ્ઞાની પ્રત્યે એવી દૃષ્ટિ થયે ફરી સુલભાધીપણુંક પામવું કઠણ પડે છે; એમ જાણી કાઈ પણ જીવ સકામપણે સમાગમ ન કરે, એવા પ્રકારે વર્તવું થતું હતું. તમને તથા શ્રી ડુંગર વગેરેને આ માર્ગ સ ́બંધી અમે કહ્યું હતું, પણ અમારા ખીજા ઉપદેશની પેઠે તત્કાળ તેનુ' ગ્રહવુ* કાઈ પ્રારબ્ધયોગથી ન થતું. અમે જ્યારે તે વિષે કઈ જણાવતા ત્યારે પૂર્વના જ્ઞાનીએએ આચર્યું છે, એવા પ્રકાર આદિથી પ્રત્યુત્તર કહેવા જેવું થતુ હતું. અમને તેથી ચિત્તમાં મોટા ખે થતા હતા કે આ સકામવૃત્તિ દુષમકાળને લીધે આવા મુમુક્ષુપુરુષને વિષે વર્તે છે, નહીં તેા તેના સ્વપ્ને પણ સ'ભવ ન હાય. જોકે તે સકામવૃત્તિથી તમે પરમા દૃષ્ટિપણ વિસરી જાએ એવા સશય થતા નહાતા. પણ પ્રસંગોપાત્ત પરમાર્થષ્ટિને શિથિલપણાના હેતુ થવાના સંભવ દેખાતા હતા; પણ તે કરતાં મોટા ખેદ એ થતા હતા કે આ સુમુક્ષુના કુટુંબમાં સકામબુદ્ધિ વિશેષ થશે, અને પરમાદિષ્ટ મટી જશે, અથવા ઉત્પન્ન થવાના સંભવ ટળી જશે, અને તેને લીધે ખીજા પણ ઘણા જીવાને તે સ્થિતિ પરમા અપ્રાપ્તિમાં હતુભૃત થશે; વળી સકામપણે ભજનારની અમારાથી કઈ વૃત્તિ શાંત કરવાનું બનવું કઠણ, તેથી સકામી જીવાને પૂર્વાપર વિધબુદ્ધિ થાય અથવા પરમાર્થ પૂજ્યભાવના ટળી જાય એવુ જે જોયુ હતુ, તે વમાનમાં ન થાય તે વિશેષ ઉપયેાગ થવા સહેજ લખ્યુ' છે. '૮૩ શ્રીમદે સેવેલા ભય તથા ચિંતા આ પછી ટળી ગયાં; શ્રી સેાભાગભાઈ એ જ્ઞાની પાસેથી સાંસારિક ફળની ઈચ્છા મૂકી દીધી, અને માત્ર પરમા ષ્ટિ જ રાખી શ્રીમદ્નને સેવ્યા. તેનું ઉત્તમ પરિણામ આવ્યું. વિ. સ’, ૧૯૫૩ના વૈશાખ માસમાં શ્રી સેાભાગભાઈ એ લગભગ ૨૦ ૫૨. · શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ, આંક ૪૯૬ .: ૮૩. એજન, આંક પપર. Page #648 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રીમને અન્ય વ્યક્તિઓ પર પહેલો પ્રભાવ દિવસ શ્રીમદ્દ સાથે ગાળ્યા હતા. તેમાંના લગભગ ૧૦ દિવસ તેઓ ઈડરના પહાડોમાં વસ્યા હતા. ત્યાં શ્રીમદે તેમને ઉત્તમ બેલ આપ્યો હતો, જે ફળદાયી થયા હતા. તે વિષે શ્રી સોભાગભાઈએ વિ. સં. ૧૯૫૩ના જેઠ સુદ ૧૪ના રોજ એક પત્રમાં શ્રીમદને લખ્યું હતું કે – આ કાગળ છેલ્લે લખી જણાવું છું.....હવે આ પામર સેવક ઉપર બધી રીત કૃપાદૃષ્ટિ રાખશે......દેહ ને આત્મા જુદી છે. દેહ જડ છે, આત્મા ચેતન્ય છે. તે ચેતનને ભાગ પ્રત્યક્ષ જુદે સમજમાં આવતું નહોતે, પણ દિન આઠ થયાં આપની કૃપાથી અનુભવગોચરથી બેફાટ જુદા દેખાય છે. અને રાત – દિવસ આ ચૈતન્ય અને આ દેહ જુદા એમ આ૫ની કૃપાદૃષ્ટિથી સહજ થઈ ગયું છે; એ આપને સહજ જણાવવા લખ્યું છે.....વગર ભયે, વગર શાસ્ત્ર વાંચે, થોડા વખતમાં આપના બોધથી અર્થ વગેરેને ઘણે ખુલાસે થઈ ગયા છે. જે ખુલાસો પચીસ વર્ષે થાય એ નાતે તે થોડા વખતમાં આપની કૃપાથી થયે છે.”૮ ૪ ઉપરના પત્રથી સ્પષ્ટ થાય છે કે શ્રી ભાગભાઈને સમ્યગ્દર્શન થયું હતું એટલું જ નહિ, આત્મદશા વિશેષ વર્ધમાન થઈ હતી. સમ્યગ્દર્શન થાય પછી વધુમાં વધુ પંદર ભવે મુક્તિ થાય છે, એવું શાસ્ત્રવચન છે. આમ શ્રી સભાગભાઈના ભવકટિ થતાં તેઓ સમીપમુક્તિગામી બન્યા હતા. આ બધું થવામાં શ્રીમદ્દની અસર મુખ્ય કારણભૂત હતી, તેને સ્પષ્ટ સ્વીકાર શ્રી ભાગભાઈ એ ઉપરના પત્રમાં કરેલો જણાશે. તે પછી શ્રીમદ્ સમાધિમરણ કઈ રીતે થાય તે જણાવતા ત્રણ પત્ર વિ. સં. ૧૯૫૩ના જેઠ માસમાં શ્રી ભાગભાઈને લખ્યા હતા, જે ત્રણે પત્રો કઈ પણ મુમુક્ષુએ સમાધિમરણ માટે વિચારવા યોગ્ય છે. તેમાં શ્રી બનારસીદાસજીના “સમયસાર નાટક”માંથી કેટલાંક અવતરણે લઈ સમજાવ્યાં છે, આ અવતરણો સ્વભાવ જાગૃતિ, અનુભવઉત્સાહદશા, સ્થિતિદશા, પરમપુરુષદશાવર્ણન વગેરેને લગતાં છે. આ ઉપરાંત દેહની અનિત્યતા અને અગત્ય બતાવતાં જેઠ સુદ ૮ ના પત્રમાં શ્રીમદ્દ શ્રી ભાગભાઈને લખ્યું છે કે – પરમાગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષે પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેના સંબંધ વતે ત્યાં સુધીમાં જીવે અસંગાપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસવરૂપ જાણે, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું કે જેથી ફરી જન્મમરણનો ફેરે ન રહે. તે દહ છેડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મેક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષને નિશ્ચય છે. ”૮ ૬ કંઈ પણ મન, વચન, કાયાના યોગથી અપરાધ થયો હોય, જાણતાં અથવા અજાણતાં, તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું. ઘણું નમ્ર ભાવથી ખમાવું છું.”૮૭ ૮૮. “શ્રીમદ્ રાજચંદ્રજીવનકળા”, આવૃત્તિ ૫, પૃ. ૧૨૪. ૮૫. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પત્રાંક : ૭૨૯, ૭૮૦ અને ૭૮૧ ૮૬ ૮૭. એજન, આ ૭૮૦. Page #649 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની જીવનસિદ્ધિ - શ્રીમદ્દ પર્યુષણ પર્વ સિવાય આ રીતે ક્ષમાપના યાચતે પત્ર લખ્યો હોય તેમ બન્યું નથી. આ પહેલે જ એ પત્ર મળે છે કે જેમાં તેમણે પર્યુષણ પર્વ સિવાયના સમયે ક્ષમાપના ઈરછી હોય. આ પરથી એવું અનુમાન થાય છે કે શ્રીમને શ્રી ભાગભાઈના અંતસમયને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ. જો એમ ન હોય તે સમાધિમરણને લગતા તથા ક્ષમાપના ઈચ્છતા પત્ર લખવાનું કાઈ પ્રયોજન નહોતું. આ પત્ર લખાયા પછી થોડા જ દિવસમાં એટલે કે જેઠ વદ ૧૦ – ૧૯૫૩ના રોજ – શ્રી ભાગભાઈનું સમાધિમરણ થયું એ પરથી ઉપરની માન્યતાને વિશેષ બળ મળે છે. શ્રીમદ્દ પર સેભાગભાઈની અસર શ્રીમદને પણ પહેલી જ મુલાકાત વખતે શ્રી ભાગભાઈ પ્રતિ રાગ ઊપજ્ય હતું. તેમના સરળતા આદિ ગુણે જોઈ તેમના પ્રતિ શ્રીમદ વિશેષ આકર્ષાયા હતા, અને શ્રીમદને તેમના પ્રત્યે એ રાગ દિવસે દિવસે વધતો ગયો હતો, -- અલબત્ત, એ રાગ માત્ર પરમાર્થમાર્ગ પૂરતા મર્યાદિત હતો. પહેલા મેળાપ પછીના થોડા દિવસે લખાયેલા પત્રમાં જ તેમણે શ્રી સોભાગભાઈના સત્સંગની ઈરછા દર્શાવી છે, વિ. સં. ૧૯૪૬ના ભાદરવા સુદ બીજના પત્રમાં તેમણે લખ્યું છે કે - આપને સમાગમ અધિક કરીને ઇચ્છું છું; ઉપાધિમાં એ એક સારી વિશ્રાંતિ છે.”૮૮ અને તેમની આ ઈછા પછીથી પણ ચાલુ જ રહેલી જોવા મળે છે. શ્રીમની ઇચ્છા તે એવી જ હતી કે શ્રો ભાગભાઈના સમાગમ નિરંતર મળ્યા કરે તે સારું. જુઓ તેમનાં આ વચને – સુધાની ધાર પછીનાં કેટલાંક દર્શન થયાં છે, અને જે અસંગતાની સાથે આપને સત્સંગ હોય તો છેવટનું પરિપૂર્ણ પ્રકાશે તેમ છે, કારણ કે તે ઘણું કરીને સર્વ પ્રકારે જાણ્યું છે.”૮૯ - મહા સુદ ૯, ૧૯૪૭ના પત્રમાંથી. ઉદાસીનતા ઓછી થવા આપે બે ત્રણ દિવસ અત્ર દર્શન દેવાની કૃપા બતાવી, પણ તે ઉદાસીનતા બે ત્રણ દિવસના દર્શનલાલે ટળે તેમ નથી. પરમાર્થ ઉદાસીનતા છે. ઈશ્વર નિરંતરને દર્શનલાભ આપે તેમ કરે તે પધારવું નહીં તે હાલ - ફાગણ વદ ૧, ૧૯૪૭ના પત્રમાંથી. “હરિકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. તમારે સત્સંગ નિરંતર ઇચ્છીએ છીએ.”૯૧ – અષાઢ સુદ ૧૩, ૧૯૪૭ના પત્રમાંથી. ૮૮-૮૯. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૧૩૩-૧૯૭ ૯૦. એજન, આંક ૨૧૯. ૯૧. એજન, આંક ૨૫૫. નહીં. ” ૯૦ Page #650 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલે પ્રભાવ સત્સંગ થવાનો પ્રસંગ ઇચ્છીએ છીએ. પણ ઉપાધિગને જે ઉદય તે પણ દવા વિના ઉપાય નથી. ચિત્ત ઘણી વાર તમ પ્રત્યે રહ્યા કરે છે.”૯૨ – ચૈત્ર વદ ૫, ૧૯૪૮ના પત્રમાંથી. “તમારા સત્સંગને વિશે અત્યંત રુચિ રહે છે, તથાપિ તે પ્રસંગ થવા હાલ તો “નિર્બળ થઈ શ્રી “હરિને ” હાથે સોંપીએ છીએ.”૯૩ - જેઠ વદ અમાસ, ૧૯૪૮ના પત્રમાંથી. શ્રી સભાગભાઈને સમાગમ ઇચ્છતા શ્રીમદુનાં આવાં અનેક વચનો તેમના પત્રોમાં લખાયેલાં જોવા મળે છે. શ્રી સોભાગભાઈ સિવાય કઈ પણ મુમુક્ષુ વિશે આ જાતની સત્સંગની ઈચ્છા સેવી હોય એવું શ્રીમદની બાબતમાં જણાયું નથી. અન્ય મુમુક્ષુઓની ઈચ્છાને માન આપી તેઓ તેમનો સંગ કરતા, ત્યારે અહીં બંને પક્ષે સર ' કરતા, ત્યારે અહીં બંને પક્ષે સરખી ઉત્કૃષ્ટતા હતી તે જોઈ શકાય છે. આથી સત્સંગને લાભ આપવા બદલ ઘણી વાર શ્રીમદ્દ તેમને આભાર પણ માનતા. વિ. સં. ૧૯૪૭ના ફાગણ સુદમાં શ્રીમદ્ ભાગભાઈને લખ્યું હતું કે – અમને તમારે માટે ઓથ આ કાળમાં મળ્યો અને તેથી જ જિવાય છે. ૯૪ એ જ વર્ષને શ્રાવણ સુદમાં શ્રીમદે લખ્યું છે કે – “ તમે અમારે માટે જન્મ ધાર્યો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે, તે માટે નમસ્કાર સિવાય બીજું શું બદલો વાળીએ?”૯૫ શ્રી સોભાગભાઈને ઉપકાર શ્રીમના દિલમાં વસ્યા હતા તે વિષે તેમની હસ્તધમાં પણ જાણી શકાય છે, જુઓ – હે શ્રી ભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો ! ૯ ૬ શ્રીમદનાં ઉપર જોયાં તેવાં વચન પરથી ખ્યાલ આવે છે કે તેમની આંતરિક સ્થિતિ ઉચ્ચ કક્ષાએ પહોંચાડવામાં શ્રી ભાગભાઈને ફાળો સૌથી વિશેષ હતો. તેમના ચોગમાં શ્રીમદને જાતિસ્મરણજ્ઞાનની વિશેષતા થઈ હતી. વળી, શ્રીમદ્દ નાં આ વચને વાંચતાં ખ્યાલ આવે છે કે શ્રી સોભાગભાઈને તેમના પરનો ઉપકાર ઘણે મોટે હેવો જોઈએ. પરંતુ આ ભવમાં એ માટે ઉપકાર કેઈ હોય તેવું જણાતું નથી. અને તે જ કારણે શ્રીમદ્દને તેમને માટે આવે અનુરાગ જ હશે. શ્રી ભાગભાઈના અવસાન સંબંધે લખાયેલાં શ્રીમદનાં નીચેનાં વચને વિચારવા ચોગ્ય છે – ૯૨. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ, આંક ૩૫૭. ૯૩. એજન, આંક ૩૭૯ ૯૪. એજન, આંક ૨૧૫ ૯૫. એજન, આંક ૨૫૯ ૯૬. એજન, હાથ નોંધ ૨ આંક ૨૦, Page #651 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ શ્રીમદની જીવનસિદ્ધિ આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. શ્રી સભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારકતા આદિ ગુણો વારંવાર વિચારવા ગ્ય છે. ૯ ૭ આર્ય સેભાગની અંતરંગદશા અને દેહમુક્ત સમયની દશા, હે મુનિઓ ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.”૯૮ વગેરે. આ બધાં વચનો શ્રી ભાગભાઈની ઉરચ અંતરંગદશાની સાક્ષી પૂરે છે. અને તે દશા માટે શ્રીમદને ઘણું ઘણું માન હતું તે પણ અહીં જોઈ શકાય છે. આત્મકલ્યાણ કરવા માટે એવી અંતરંગદશા બહુ ઉપકારી નીવડે તેવી હોવાથી, મુનિદશામાં રહેલા શ્રી લલ્લુજી મહારાજ, શ્રી દેવકરણજી, શ્રી મોહનલાલજી આદિને પણ તે દશા વારંવાર વિચારવા ગ્ય શ્રીમદે કહી છે. શ્રીમદને શ્રી ભાગભાઈની દશા વિશે ઘણું માન હતું, તે તેમના પત્રમાં વ્યક્ત થાય છે, એટલું જ નહિ, તેમને કરેલાં સંબોધનમાં પણ એ વિશેષતા નજરે ચડે છે. શ્રી ભાગભાઈને સંબોધન કરવા માટે તેમણે જેટલી વિવિધતા દાખવી છે, તેટલી બીજા કેઈના પત્રોમાં નથી. ઘણના પત્રો તે સંબોધન વિના જ લખાયેલા જોવા મળે છે. એ જ પ્રમાણે શ્રી ભાગભાઈ પરના પત્રને અંતે શ્રીમદ્ દક્ત પણ એટલી જ વિવિધતાથી કરેલ છે, તેમાંના કેટલાક નમૂન પરથી ખ્યાલ આવશે કે શ્રીમદ્દના હૃદયમાં શ્રી સેભાગભાઈ માટે કેટલું બધું સ્થાન હતું. પત્ર લખવાની શરૂઆત થઈ તે વખતે શ્રીમદ્દ તેમને અહોભાવયુક્ત સંબોધન ૧. “આત્મવિવેકસંપન્ન ભાઈ શ્રી ભાગભાઈ” અાંક ૧૩૩ ૨. “જીવનમુક્ત સૌભાગ્યમૂર્તિ ભાગભાઈ” ૩. “મહાભાગ્ય જીવનમુક્ત” આંક ૧૯૧ ૪. “પરમ વિશ્રામ સુભાગ્ય” ૨૮૨ ૫. “સ્મરણીય મૂર્તિ સુભાગ્ય” આંક ૩૦૧ ૬. “ હૃદયરૂપ શ્રી સુભાગ પ્રત્યે” ૩૩૪ પછી સમય જતાં વિ. સં. ૧૯૪૭ આસપાસથી જેવાં પિતાના સાથે આંતરિક સંબંધ વિશેષપણે બતાવતાં સંબોધન કરતા હતા. આ બધાં સંબોધનમાં પોતાને શ્રી સોભાગભાઈ કેવા લાગતા હતા તે વિશેનો ખ્યાલ શ્રીમદે આપ્યો છે; તેમાં શ્રી સેભાગભાઈને માત્ર “સુભાગ” તરીકે સંબોધે છે. એથી પણ આગળ જતાં, શ્રી ભાગભાઈની આંતરિક દશ વિશેષ સારી થતાં, શ્રીમદે લાંબાં, અનેક વિશેષણયુક્ત સંબંધને શ્રી ભાગભાઈને કર્યા છે. જુઓ – સ્વસ્તિ શ્રી સાયલા ગ્રામ શુભસ્થાને સ્થિત, પરમાર્થના અખંડ નિશ્ચયી, નિષ્કામ સ્વરૂપ..ના વારંવાર સ્મરણરૂપ, મુમુક્ષુ પુરુષને અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય, પરમ સરળ અને શાંતમૂર્તિ એવા શ્રી સુભાગ્ય,” તેમના પ્રત્યે” – આંક ૩૯૮, “સ્વસ્તિ શ્રી સાયલા શુભસ્થાને સ્થિત, મુમુક્ષુ જનને પરમ હિતસ્વી, સર્વ જીવ પ્રત્યે પરમાર્થ કરુણદષ્ટિ છે જેની એવા નિષ્કામ ભક્તિમાન શ્રી સુભાગ્ય પ્રત્યે” - અાંક ૪૦૨. “ઉપકારશીલ શ્રી સોભાગ પ્રત્યે—- પપર, વગેરે. ૯૭. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ. આંક ૭૮૨. ૯૮. એજન, અક. ૦૮ ૬. Page #652 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રીમને અન્ય વ્યક્તિઓ પર પડેલો પ્રભાવ ૬૩૩ આમ લગભગ ૬૦ જેટલા પ્રકારનાં વિશિષ્ટ સંબોધનો શ્રીમદે શ્રી સોભાગભાઈ માટે જ્યાં છે. પત્રની નીચે સહી કરતી વખતે શ્રીમદ્ મુખ્યત્વે શ્રી ભાગભાઈને નમસ્કાર કરતા. બીજી વ્યક્તિઓ ઉપરના પત્રોમાં નમસ્કાર કે દક્ત બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, ત્યારે શ્રી ભાગભાઈ ઉપરના પત્રોમાં તે ન હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. તેઓ નમસ્કાર કરતા તેમાં પણ અનેક જાતની વિવિધતા રહેલી હતી. ઉદા. “રાયચંદના પ્રણામ”, “આજ્ઞાંક્તિ રાયચંદના દંડવત”, “અભિન્ન બેધમયના પ્રણમ”, “સસ્વરૂપ પૂર્વક નમસ્કાર”, “આત્મપ્રદેશ સમસ્થિતિએ નમસ્કાર”, “પ્રેમભક્તિએ નમસ્કાર” વગેરે વિવિધ પ્રકારનાં નમસ્કાર સહી કરવાની જગ્યાએ જોવા મળે છે, તે કેટલીક વખત “આત્મસ્વરૂપના યથાગ્ય”, “શુદ્ધ સહજ આત્મસ્વરૂપ”, “બેધસ્વરૂપના યથાયોગ્ય” જેવા આત્મસ્થિતિને નિર્દેશ કરતાં દસ્કતો પણ જોવા મળે છે. આ પ્રકારની વિવિધતા બીજી વ્યક્તિઓ પરના પત્રોમાં ભાગ્યે જ જોવા મળે છે. પોતાના હદયના ઉત્સાહથી શ્રીમદ્દે કરેલાં વિવિધ સંબોધનો અને દતેમાં તેઓ વચ્ચેના હદયરૂપ સંબંધનો ખ્યાલ આવવા સાથે શ્રીમક્રને તેમના પ્રતિનો પૂજ્યભાવ પણ જોવા મળે છે. એ જ રીતે કેઈની પણ પાસે પોતાની આંતરિક અવસ્થા ભાગ્યે જ પ્રગટ કરનાર શ્રીમદ્દ શ્રી ભાગભાઈને ઘણું ખુલ્લા દિલથી પત્રો લખતા, અને તેમાં પોતાની પરમાર્થદશા બતાવવાની સાથે લંબાણથી તત્ત્વવિચારણું પણ કરતા; શ્રી સભાગભાઈએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરે વિસ્તારથી લખતા અને કઈ વખત તે સત્સંગચર્ચા ઢીલમાં પડે તે શ્રીમદ તેને માટે શ્રી ભાગભાઈને ઠપકે પણ લખતા વિ. સં. ૧૯૫૧ આસપાસ પોતાને મોકલાયેલા “છ પદ”ના ગદ્યપત્રની નકલ યાદ રાખવામાં શ્રી ભાગભાઈને ઘણું મુશકેલી પડી, તેથી તેમણે તેનું સહેલાઈથી યાદ રહી જાય તેવું પદ્યસ્વરૂપ રચનાની માગણી શ્રીમદ્દ પાસે કરી. શ્રીમદ્દે તે પત્ર ભાવાર્થ સાચવતી આત્મસિદ્ધિ ”ની સરળ પદ્યમાં રચના વિ. સં. ૧૯૫૨માં કરી. અને તે રચના શ્રી સુભાગ્ય આદિ મુમુક્ષુ કાજે કરી હતી, તેવો ઉલ્લેખ પણ તેમાં કર્યો.૯૯ તે જ શ્રી ભાગભાઈ માટેનું શ્રીમદ્દનું માન બતાવે છે. શ્રીમદ્દ શ્રી ભાગભાઈ પાસે પોતાનું અંતરંગ વિશેષતાથી ખેલતા, તે કેટલાક પ્રસંગથી જણાય છે. પોતાને આત્મજ્ઞાન થયું તે બાબત તેમણે સૌ પ્રથમ શ્રી ભાગભાઈને જ જણાવ્યું હતું, એટલું જ નહિ, તે વિષે બીજાને જણાવવાની તેમની ઇચ્છા પણ નહતી. શ્રીમદ્ વિ. સં. ૧૯૪૭ના કારતક સુદ ૧૪ના રોજ શ્રી ભાગભાઈને લખ્યું હતું કે – આત્મ જ્ઞાન પામ્યા એ તો નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. આટલા માટે હમણાં તે કેવળ ગુપ્ત થઈ જવું જ યોગ્ય છે. એક ૯૯. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૫૫. Page #653 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની જીવનસિદ્ધિ અક્ષરે એ વિષયે વાત કરવા ઈચ્છા થતી નથી. આપની ઈચ્છા જાળવવા ક્યારેક કયારેક પ્રવર્તન છે...બાકી સર્વ પ્રકારે ગુપ્તતા કરી છે.”૧૦ ૦ આ પત્ર પરથી પોતાના જ્ઞાન વિષે બીજાને જણાવવાની ઇચ્છા શ્રીમદ્દ ન હતી, તે સ્પષ્ટ જણાય છે. વળી જુઓ – “બીજી તો કંઈ સ્પૃહા નથી, કોઈ પ્રારબ્ધરૂપ પૃહા પણ નથી, સત્તારૂપ કઈ પૂર્વે ઉપાર્જિત કરેલી ઉપાધિરૂપ સ્પૃહા તે તે અનુક્રમે સંવેદન કરવી છે. એક સત્સંગતમરૂપ સત્સંગની સ્પૃહા વતે છે. રુચિમાત્ર સમાધાન પામી છે, એ આશ્ચર્યરૂપ વાત ક્યાં કહેવી? આશ્ચર્ય થાય છે.”૧૦૧ જ્યારથી તમે અમને મળ્યા છે, ત્યારથી આ વાર્તા કે જે ઉપર અનુક્રમે લખી છે, તે જણાવવાની ઈચ્છા હતી, પણ તેનો ઉદય તે તે પ્રકારમાં હતું નહિ એટલે તેમ બન્યું નહિ; હમણું તે ઉદય જણાવવા યોગ્ય થવાથી સંક્ષેપે જણાવ્યો છે... આ પત્રની વિગત જાણવાને બીજા જોગ જીવ હાલ તમારી પાસે નથી, આટલી વાત સ્મરણમાં રાખવા લખી છે.”૧૦૨ આ તથા અન્ય પત્રો જોતાં જણાશે કે શ્રીમદે પોતાનું અંતરંગ જેટલું શ્રી ભાગભાઈ પાસે ખેલ્યું હતું તેટલું બીજા કોઈ પાસે ખેલ્યું જ નહોતું. " શ્રીમદે શ્રી ભાગભાઈ પર કેટલાંક પદ્યાવતરણ તથા તેની સમજૂતી પણ મેકલ્યાં હતાં. તેમાંના કેટલાંક અવતરણે મુક્તાનંદસ્વામીની ઉદ્ધવગીતા, નિષ્કુલાનંદના ધીરજાખ્યાન; શ્રીમદ ભાગવત. પંડિત ઉત્તમવિજયજીના પ્રકરણત્નાકર, આઠ યોગદષ્ટિની સજઝાય, સમયસાર નાટક, આનંદઘનચોવીશી, દયારામનાં પદો, વિહારવૃંદાવન વગેરે જુદા જુદા સંપ્રદાયના ગ્રંથમાંથી લેવાયેલ છે, તેમ છતાં તેમાં વિષય તરીકે તે આત્મા જ નિરૂપાયો છે. - આ ઉપરાંત શ્રી સોભાગભાઈના પત્રોમાં સૌથી વિશેષ તત્ત્વવિચારણું પણ લખાયેલી છે. તેમાં જીવને સંસારપરિભ્રમણ થવાનાં કારણો, સંસારનું સ્વરૂપ, સંસારથી છૂટવાને માર્ગ, ભક્તિનું માહાભ્ય, જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાનું ફળ, કાળનું સ્વરૂપ, લૌકિક અને અલૌકિક દષ્ટિ વચ્ચેનો ભેદ, સત્સંગનું માહાભ્ય, આત્મસ્વરૂપની મહત્તા, કર્મના પ્રકાર, ગૃહસ્થનું કર્તવ્ય, જ્ઞાનીની વર્તના, જાતિસ્મરણ જ્ઞાન ધરાવનાર પૂર્વભવ કઈ રીતે જુએ, સપુરુષનું દુર્લભપણું વગેરે પરમાર્થ માર્ગમાં ઉપયોગી થાય તેવા વિવિધ મુદ્દાઓ વિષેની વિચારણા, સુંદર બોધવચનો, સુવા, નમસ્કાર-વચને ઈત્યાદિ સાથે આ પત્રમાં જોવા મળે છે. આમ શ્રીમદે તેમના આચરણ અને સાહિત્ય દ્વારા મુમુક્ષુઓના આત્મવિકાસમાં મહત્વનો ફાળો આપેલો જોઈ શકાય છે. ૧૦૦. “શ્રીમદ્ રાજચંદ્ર” અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૪૯. ૧૦૧. એજન, પૃ. ૩૩૭. ૧૦૨. એજન, પૃ. ૩૪૭. આ ઉપરાંત શ્રીમદ્દની આંતરિક સ્થિતિ વર્ણવતા પત્રો માટે જુઓ આંક : ૧૮૭, ૨૪૪, ૨૪૭, ૨૫૫, ૩૦૮, ૩૨૨, ૩૨૯, ૩૩૪, ૩૬૮, ૩૯૮, ૪૫૦, ૪૫૩, ૫૨૦, ૫૪૮, ૫૮૬, ૫૮૬ વગેરે. Page #654 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ વિહંગાવલોકન વિ. સં. ૧૨૪માં દેહ ધારણ કરી, વિ. સં. ૧૫૭માં દેહ વિલય કરનાર શ્રીમદ્દ રાજચંદ્રનું જીવન એક ગૃહસ્થ-ચોગીનું જીવન હતું. તેમણે સંસારની જવાબદારીઓ અદા કરતાં કરતાં, આત્માને વસ્તિ ગતિથી વિકાસ સાધ્યો હતો, અને તેમ કરતાં કરતાં, સાથે સાથે, તેમનામાં સ્મરણશક્તિ, કવિત્વશક્તિ, અવધાનશક્તિ, તિષનું જ્ઞાન, જાતિસ્મરણ જ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન વગેરે સહજ રીતે ખીલ્યાં હતાં. બાળપણથી જ તેમની સ્મરણશક્તિ ઘણી તીવ્ર હતી, અને સમયના વહેવા સાથે તે શક્તિ વિશેષ ખીલતી હતી. તેમની ૧૮-૨૦ વર્ષની વય આસપાસ તેમના અવધાનના પ્રયેગે જોઈને કેટલાક વિદ્વાનોએ ગણતરી કરી હતી કે તેઓ એક કલાકમાં ૫૦૦ જેટલા નવા લોકે સ્મરણમાં રાખી શકે તેટલી તીવ્ર સ્મરણશક્તિ ધરાવે છે. પિતાની ધારણારૂપ એ શક્તિના કારણે તેઓ, જ્યાં અષ્ટાવધાન કરવા પણ અતિદુર્લભ ગણાય ત્યાં, શતાવધાન સુધીના પ્રયોગો જાહેર સભામાં સફળતાપૂર્વક કરી શક્યા હતા. અને તેથી તેઓ “શતાવધાની રાયચંદભાઈ” તરીકે પણ ઓળખાતા હતા. કવિત્વશક્તિ પણ તેમનામાં એકદમ બાળવયથી ખીલી હતી. પહેલી પદ્યરચના તેમણે ફક્ત આઠ વર્ષની ઉંમરે જ કરી હતી. તે પછીથી તે શક્તિ પણ ઉત્તરોત્તર ખીલતી ગઈ હતી અને ચૌદ-પંદર વર્ષની ઉંમર આસપાસ તે તેઓ લોકમાં “કવિ” તરીકે ઓળખાતા થઈ ગયા હતા. તત્ત્વસભર પદ્યરચના કરવી તે પણ તેમને મન રમતવાત હતી. “આત્મસિદ્ધિશાસ્ત્ર” કે અપૂર્વ અવસર” જેવી ગૂઢતત્ત્વજ્ઞાનનું નિરૂપણ કરતી રચનાઓ પણ તેમણે માત્ર એક જ બેઠકે અને કોઈ પણ જાતના શાબ્દિક ફેરફાર વિના સર્જી હતી, તે જ તેમની કવિપ્રતિભાને ઉત્તમ નમૂન છે. વળી, શ્રીમદની કૃતિઓની એ વિશેષતા છે કે તેમની કૃતિઓમાં જૈન તત્ત્વજ્ઞાન વિશેષ આવતું હોવા છતાં તે જૈન-જૈનેતર સર્વને ઉપયોગી થઈ શકે તેવી બની છે. તે વિશે દિબા. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરીએ વિ. સં. ૧૯૬૬ની કાર્તકી પૂર્ણિમાએ “રાજ જયંતી નિમિત્તે મુંબઈમાં પ્રમુખપદેથી બોલતાં જણાવ્યું હતું કે – કવિશ્રીના જીવનના ઉરચ આશય, તેમના લેખમાંથી મળી આવતા ઉચ્ચ વિચારે, સ્વીકારવા લાયક શિખામણનાં વચનો અને સ્તુત્ય તથા ફિલસૂફીથી ભરપૂર સિદ્ધાંતે, એકલા જૈનસમૂહને ઉપયોગી છે તેમ નથી, પરંતુ તે સર્વમાન્ય છે. અને તે સર્વમાન્યતાને લીધે તે જેમ પ્રસિદ્ધિમાં આવે તેમ સારું.”૧ - ૧. “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ", પૃ. ૮૨. Page #655 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ શ્રીમદની જીવનસિદ્ધિ આ અવધાનશક્તિ અને કવિત્વશક્તિ સાથે તેમણે જ્યોતિષનું જ્ઞાન પણ ઘણા સારા પ્રમાણમાં મેળવ્યું હતું. તેમણે ભાખેલું ભવિષ્ય ભાગ્યે જ છેટું પડતું. માત્ર બ્રાહ્મણનું જ ધન ગણાય, તેમની અમૂલ્ય વિદ્યા ગણાય, તે નષ્ટ વિદ્યાને પ્રયોગ પણ તેઓ કરી શક્તા. તેમાં પણ તેમની તીવ્ર સ્મરણશક્તિ અને ગણિતના અટપટા કોયડા ત્વરાથી ઉકેલવાની શક્તિ મદદરૂપ થતી હતી. આ બધાં બાહ્યક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિઓની સાથે તેમણે કેટલીક આંતરિક શક્તિઓ પણ મેળવી હતી. એ બધી શક્તિઓ તેમને આત્માની નિર્મળતાના ફળ રૂપે પ્રાપ્ત થઈ હતી; તે મેળવવા તેમણે કેઈ વિશિષ્ટ પુરુષાર્થ કર્યો ન હતો. તેમ તે શક્તિઓને તેમને કેઈ વિશેષ મહ પણ ન હતો. માત્ર સાત વર્ષની વયે, તેમના પર વહાલ રાખનાર શ્રી અમીચંદભાઈના અવસાન પ્રસંગે વવાણિયામાં બાવળના ઝાડ ઉપર તેમને જાતિસ્મરણજ્ઞાનની શરૂઆત થઈ હતી અને તે જ્ઞાન વધતાં વધતાં પૂર્વના અનેક ભવ સુધી વિકસ્યું હતું, પણ તે વિષે તેઓ કેવળ નિઃસ્પૃહી હતા! તેમનાં મતિ અને શ્રુતજ્ઞાન પણ ઘણું સારા પ્રમાણમાં વિકસ્યાં હતાં, માત્ર ૩૩ વર્ષ જેટલા, અને તે પણ પ્રવૃત્તિમય જીવનમાં તેમણે અનેક ગ્રંથોનું અવલોકન કર્યું હતું, તે ગ્રંથોનો આશય પચાવ્યો હતો અને તેમાંથી મેળવેલ આદર્શ પોતાના જીવનમાં ઉતારવા મથામણ કરી હતી. આ આદર્શો પોતાના જીવનમાં ઉતારતી વખતે પિતાને થતા અનુભવે તેઓ પોતાના પરમાર્થ સખા અને પરમાર્થ સ્નેહીઓને વારંવાર જણાવતા રહેતા. તેમના એ વર્તન વિષે, શ્રી કાકાસાહેબ કાલેલકરે વિ. સં. ૧૯૮૮ની કાર્તકી પૂર્ણિમાએ “રાજ જયંતી” નિમિત્તે અમદાવાદમાં બોલતાં જણાવ્યું હતું કે – શાસ્ત્રોમાં મૂળ મુદ્દાની વાતે લખી છે. તેનો પ્રયોગ અને અનુભવ કર્યા વગર રહેવાય જ નહિ, એ જાતને આગ્રહ રાખનાર જે થોડાક પુરુષો છે તે જ ખરું જોતાં ધર્મની બાબતમાં જીવતા લોકો કહેવાય. શ્રીમદ્ રાજચંદ્ર એ કોટિના ગણાય. એમનાં લખાણ પરથી સ્પષ્ટ થાય છે કે છેક નાનપણથી ધાર્મિક જીવનનો આગ્રહ તેમનામાં હતો, મને મંથન અખંડ ચાલુ હતું. પ્રયોગવીર તરીકે પોતાના પ્રયોગોને રિપોર્ટ વખતોવખત પોતાના મિત્રોને અને સહધર્મીઓને આપવાને પોતે બંધાયેલા છે એમ તેઓ માનતા. તેથી જ તેમના કાગળમાં પોતાને વિષે અનેક વાર ઉલ્લેખ આવે છે...એમનું કવિપદ વિશાળ અર્થમાં સાર્થ થાય છે. કવિ એટલે અનુભવી, કવિ એટલે જીતેલ, કવિ એટલે કાન્તદશી, જીવનના બધા મહત્ત્વના સવાલોને ઉકેલ જેને હાથ લાગે છે તે કવિ.૨ મતિ અને શ્રુતજ્ઞાનની સાથે તેમનામાં અવધિજ્ઞાન પણ તેમના આત્માની નિર્મળતાને લીધે ખીલ્યું હતું. તેઓ ભવિષ્યમાં બનનારા પ્રસંગોની આગાહી કરી શકતા, જે આપણે ૨. “શ્રીમદૂની જીવનયાત્રા', પૃ. ૧૫૮, “નવજીવન', તા. ૨૯-૧૧-૧૯૩ી. Page #656 -------------------------------------------------------------------------- ________________ ૫વિહંગાવલોકન શ્રી જૂઠાભાઈના અવસાન આદિ બાબતમાં જોયું છે. તેઓ સામા માણસના મનના ભાવો પણ જાણી શકતા, પણ તેમણે તે જ્ઞાનનો ઉપયોગ ભાગ્યે જ કરલા જણાય છે. આમ તેઓમાં નાની વયથી જ આત્મિક શક્તિઓનો આવિર્ભાવ જોવા મળતો હતો. પણ તેઓ પોતે તે વિષે ક્યારેય સભાનપણે વર્યા હોય કે તે વિષે અભિમાન ધર્યું હોય તેવું જોવા મળતું નથી. તેઓ તે સર્વ વિષે સદાય નિરભિમાની જ હતા, અને તેમનું દયેય તેનાથી પણ વિરોષ પ્રાપ્ત કરવા તરફ હતું, અર્થાત્ આત્માને મુક્ત કરવાના પુરુષાર્થ પાછળ જ પોતાનું સમગ્ર જીવન વ્યતીત કરવાના તમણે નાના વય જ નિર્ણય લઈ લીધો. પરિણામે વીસ વર્ષની વયે તેમણે જાહેર ક્ષેત્રને ત્યાગ કર્યો, અવધાન આદિના પ્રયોગો બંધ કર્યા, કાવ્યો કે લેખે માસિકમાં મેકલવા બંધ કર્યા, પોતાના સ્મરણશક્તિના પરચા આપવા બંધ કર્યા, અને તે પછી જ્યોતિષના ઉપયોગ પણ સદંતર બંધ કરી દીધો. આમ કોઈ યોગવિભૂતિના પઠ સિદ્ધિ અને પ્રસિદ્ધિના મોહ છોડા તઆ સંસારમાં જળકમળવત્ રહવા લાગ્યા. વિ. સં. ૧૯૪૪માં ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ્યા પછી પણ તમનું ત ય બદલાયું ન હતું. અને સંસાર, વ્યાપાર આદિના જવાબદારાઓ પૂરી કરતા કરતા તેમણે જે આત્મિક વિકાસ સાધ્યા હતા, તે કોઈ ને પણ આદર્શરૂપ બની જાય તેવા છે. મુંબઈ જેવા શહેરમાં, ઝવેરાતના વેપારમાં ગૃહસ્થાશ્રમી શ્રીમદનું બાહ્ય જીવન વ્યતીત થતું હતું. પણ તેમનું આતરિક જીવન જુદા જ પ્રકારનું હતું. તે વિશે આપણ શ્રા. નર્મદાશંકર મહેતાએ વિ. સં. ૧૯૭૨માં કાર્તકી પૂર્ણિમાએ “ રાજ જયં અમદાવાદમાં કહલા શબ્દોમાં કહીએ તો – શ્રીમાન રાજચંદ્રના સંબંધમાં આપણને સ્પષ્ટ સમજાય છે કે તેઓ પરધર્મ પ્રતિ માનદૃષ્ટિવાળા છતા નિશ્ચયબળથી ચુસ્ત જેના હતા...ધર્મસિદ્ધિમાં વૈરાગ્યભાવના પ્રકર્ષ પામવી જ જોઈ એ અને તવા પ્રકર્ષન શ્રીમાન રાજચંદ્રમાં ત પામી વિલાસરૂપે તે ઝળકતી હતી. તેમનું સમગ્ર જીવન કઈ પણ સાસારિક સુખની અથવા કીર્તિ આદિના લાલસાથી રંગાયેલું ન હતું. અને તેથી શ્રી મહાવીરના જૈન શાસનને પિતાના સંબંધમાં આવનાર અધિકારી જનેને તે સચોટ પ્રબોધી શક્યા હતા. વૈરાગ્યભાવનાના પ્રકષ વડે તમની વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા સરળતા અને જીતેન્દ્રીયપણું તાદયમાં આવશ્યક ગુણ તેઓશ્રીએ માન્યા છે તે વધારે દીસિવાળા થયા હતા.” આમ શ્રીમદ્દે સંસારમાં રહીને ધર્મ સાધના કરી હતી, અને તેમાં તેમણે ઘણે આત્મવિકાસ સાધ્યો હતો. શ્રીમદ્દ થોડીક પણ નિવૃત્તિ મળે એટલે ધર્મગ્રંથ વાંચવામાં કે ચિંતન કરવામાં તલ્લીન બની જતા - પછી તેઓ ઘરમાં હોય, પેઢા પર હોય કે અન્ય કોઈ જગ્યાએ હાય. ટૂંકમાં કહીએ તે તેમને સતત પરમાર્થનું જ ચિંતન રહેતું હતું, કર્મના ઉદયને લીધે જે કોઈ અન્ય પ્રવૃત્તિ કરવી પડે તે તેઓ કરતા, પણ તેમાં તમને કદી આસક્તિ થતી નહિ. આપણે પણ મુનિશ્રી પુણ્યવિજયજીની જેમ કહી શકાએ કે – ૩. “જન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ , પ્ર. ૭૨૧. Page #657 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રીમદના જીવનસદ્ધિ શ્રીમદે મેહના ઘરમાં રહીને જ મહિને જર્જરિત કર્યો ! એ તો એમના જેવા અપવાદરૂપ અસાધારણ ઓલિયા ધીર પુરુષો જ કરી શકે !” આમ શ્રીમદનું જીવન સંસારી હોવા છતાં ધર્મસાધના પાછળ જ વ્યતીત થતું હતું. આથી તેમનું પરિચિત વર્તુળ પણ આધ્યાત્મિક બાબતોમાં રસ ધરાવનાર વ્યક્તિઓનું બનેલું હતું. સંસારના રસિયા છો તે તેમની પાસે ટકી પણ શકતા નહિ, કારણ કે તેમને તે કેવળ પરમાર્થની જ લગની લાગી હતી. અને તે લગની તેમના પત્રોમાં તથા અન્ય સાહિત્યમાં પણ જોઈ શકાય છે. તેઓ નિવૃત્તિ માટે મુંબઈની બહાર વસતા ત્યારે તેઓ પૂર્ણ સંયમી જીવન ગાળતા. કારણ કે તેમને મહાવીરનો ધર્મ પ્રકાશવાની ઘણી ઈચ્છા હતી, અને તે યથાયોગ્યતા વિના ન પ્રકાશવાને તેમણે નિર્ણય કર્યો હતો. એટલે માર્ગ પ્રકાશકને યોગ્ય ગુણે પોતામાં પૂર્ણ પણે ખીલવવા માટે તેઓ સતત પ્રયત્ન કરતા હતા, જે માટે સંયમી જીવન એ પહેલી આવશ્યકતા હતી. - શ્રીમદ્ પિોતે સેવેલા આત્મમંથનને પરિણામે જે કેટલાંક સત્યની શોધ કરી હતી, તે તેમણે અન્ય મુમુક્ષુઓ પાસે પણ મૂકી હતી. તેમાં સૌથી પહેલો તેમનો ઉપદેશ કઈ પણ જાતના મતમતાંતરમાં ન પડવાને હતો. નાના નાના ભેદોમાં પડી, ખંડનમંડનમાં ઊતરી લોકો પોતાનું કલ્યાણ કરવાને બદલે અકલ્યાણ જ કરે છે, તેવો તેમનો અભિપ્રાય હતે. સાચું જ્ઞાન પ્રાપ્ત ન થયું હોવાથી કેટલીક વસ્તુઓ ન સમજાતી હોય તો તે ખોટી જ છે, એ આગ્રહ મૂકી દેવાનો શ્રીમદ્દનો ઉપદેશ હતો. એવી જંજાળમાં પડયા સિવાય આત્માને કઈ રીતે પામી શકાય તેને જ વિચાર કરવાને ઉપદેશ શ્રીમદે પોતાના પરિચિત વર્તુળમાંની પ્રત્યેક વ્યક્તિને આપ્યો હતો. અને તેઓ પોતે પણ તેવા મતભેદોના પ્રસંગેથી સદાય દૂર રહ્યા હતા. આ મતભેદનું મમત્વ છોડવાને તેમને ઉપદેશ એ તેમનું અગત્યનું વલણ ગણાય. શ્રીમદે જે સદગુરુનું માહાભ્ય બતાવ્યું છે, તે પણ આધ્યાત્મિક ક્ષેત્રે તેમને મહત્તવને ફાળો ગણાય. સદ્દગુરુની શી આવશ્યકતા છે, તેમનાં લક્ષણ કેવાં હોય, તેમની આજ્ઞાએ ચાલવાથી શું લાભ થાય વગેરે વિશે શ્રીમદ્દ જે નિરૂપણ કર્યું છે, તે તેમના સમયમાં સામાન્ય રીતે કોઈ જણાવતું નહોતું. એ રીતે જોતાં વર્તમાનકાળમાં સાચે માર્ગ ચીંધનાર શ્રીમદ એક મહત્ત્વની વ્યક્તિ ગણી શકાય. એથી તે શ્રી ગેવિંદજી મૂલજી મેપાણીએ વિ. સં. ૧૯૬૬ માં “રાજ જયંતી નિમિત્તે જણાવ્યું હતું કે – “હાલના સમયમાં એમના જેવા સમર્થ તત્ત્વજ્ઞાની કોઈ પણ થયા નથી. એટલે અધ્યાત્મવર્ગનું ખરું રહસ્ય સમજવા ઇરછનારને, પછી તે ગમે તે ધર્મને માનનાર હોય તેમણે, એમનાં લખાણે અવલોકવાની ખાસ આવશ્યક્તા છે. ઉપશાંત તથા વિતરાગવૃત્તિના પુરુષોને પ્રભુભક્તિને સત્ય રંગ ચઢાવવા માટે તે વિશેષ ઉપકારી થશે.૫ શ્રીમદના આધ્યાત્મિક ક્ષેત્રમાં આવો જ મહત્તવને બીજે ફાળે તે તેમણે બતાવેલા ભક્તિના માહાસ્યમાં છે. ઘણું લોકો, માત્ર જ્ઞાન કે માત્ર ક્રિયાને જ પ્રાધાન્ય આપી તેઓ ૪. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનજ્યોતિ', પૃ. ૧૦. ૫. “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ', પૃ. ૮૩. Page #658 -------------------------------------------------------------------------- ________________ ૧૪. વિહંગાવલોકન શુષ્કજ્ઞાની કે ક્રિયાજડ થઈ જાય છે. એ બંને સામે લાલબત્તી ધરી શ્રીમદ્દ ભક્તિમાર્ગનું પ્રાધાન્ય સમજાવે છે, અને પોતાને લાધેલા અનુભવને પરિણામે તેની શ્રેષ્ઠતા પણ બતાવે છે. પિતાના આધ્યાત્મિક મંથનના ફળરૂપે શ્રીમદ્દને આ સત્ય લાધ્યું હતું, અને તે તેમણે જગત સમક્ષ મૂક્યું. આમ શ્રીમદે વીસ વર્ષની વયે જાહેર ક્ષેત્રનો ત્યાગ કર્યો હતો, પણ તેથી કંઈ જગતનું હિત કરવાની તેમની બુદ્ધિ ઓછી નહોતી થઈ, બલકે વિશેષતા પામી હતી. તેમની હયાતી દરમ્યાન શ્રીમદે બહુ ઓછી વ્યક્તિઓને પોતાના અંગત પરિચયમાં રાખી હતી, તેનું કારણ તેમની પરમાર્થ પ્રત્યેની પ્રીતિ અને વર્તત કર્મોદય હતો. તેથી તે સમયે આ બધું કાર્ય કરવા છતાં, ધર્મનાં સાચાં મૂલ્ય જણાવવા છતાં, પ્રકાશમાં આવ્યા ન હતા. જો કે તેમને તેવી ખેવના પણ ન હતી! પણ જેઓ તેમના પરિચયમાં આવ્યા હતા, જેમને તેમની સાચી ઓળખાણ થઈ હતી, તેમને શ્રીમદ્દના કાર્યનું અને તેમની પ્રતિભાનું મૂલ્ય સમજાયું હતું. તેથી તેમની હયાતી બાદ જનતાને તેમની સાચી ઓળખ આપવાનું કાર્ય તે સર્વેએ ઉપાડી લીધું, તે કાર્ય વિવિધ રીતે શરૂ થયું. શ્રીમદૂના લઘુબંધુ શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતાએ, શ્રી અંબાલાલભાઈ વગેરેની મદદ લઈ શ્રીમદનું સઘળું સાહિત્ય તથા પત્રો ઘણું પરિશ્રમથી એકઠાં કર્યા. અને તે સર્વ વિ. સં. ૧૯૬૧માં, શ્રીમદના અવસાન પછી ચાર વર્ષે, “પરમકૃત પ્રભાવક મંડળ” તરફથી “શ્રીમદ્ રાજચંદ્ર” નામના ગ્રંથમાં પ્રગટ કર્યું. આમ શ્રીમદ્દનું સાહિત્ય પ્રકાશિત થતાં તેમની ઉચ્ચ ગુણવત્તાથી લોકો આકર્ષાયા અને તેમના જીવનનું તથા સાહિત્યનું મૂલ્ય સમજવા લાગ્યા. આ ગ્રંથ વિશે આચાર્ય આનંદશંકર ધ્રુવે, વિ. સં. ૧૯૭૩ની કાર્તકી પૂર્ણિમાએ, “રાજ જયંતી” નિમિત્તે વઢવાણ કેમ્પમાં કહેલું કે – “શ્રીમદ્ રાજચંદ્રના ગ્રંથને એક આદર્શરૂપે રાખવામાં આવે છે તેથી તેના ઉપાસકને અત્યંત લાભ થયા વિના રહે નહિ. એ ગ્રંથમાં તત્ત્વજ્ઞાનનાં ઝરણું વહ્યાં કરે છે. એ ગ્રંથ કોઈ ધર્મવિરોધી નથી, કારણ કે તેની શૈલી બહુ ગંભીર પ્રકારની છે. ”૬ અમદાવાદમાં પર્યુષણ થાનમાળામાં શ્રીમદ રાજચંદ્ર વિષે બોલતાં શ્રી રસિકલાલ પરીખે જણાવ્યું હતું કે – આ લખાણો એવા રવરૂપનાં છે કે જેમાં મેં અન્ય કોઈને વિષે જયાં જયાં નથી. કોઈ દહીની પિતાની આત્મસાધનાની આવી રજનીશી, જેમાં આત્મજ્ઞાનની ધગશ, તે તરફ થતી પ્રગતિ, તેમાં આવતાં વિદનો, ચમત્કાર સમા સાક્ષાત્કારો આવી સળંગ રીતે મળતા હોય, તેવી મારા જેવામાં નથી આવી! આત્મા છે કે નહિ, પુન જેમ છે કે નહિ, મોક્ષનું સ્વરૂપ કેવું છે, આત્મા પૂર્ણ સ્વરૂપને પામે તે પહેલાં કયાં કયાં અવસ્થાન્તરે પામે – આ પ્રશ્નોનું અનુભવી શૈલીએ થતું વિવરણ “શ્રીમદ રાજચંદ્ર'માં જોયું.” ૬. “શ્રીમની જીવનયાત્રા”, પૃ. ૧૫૩. છે. “શ્રીમદ્ રાજચંદ્ર ઃ અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ, પૃ. ૮૪ Page #659 -------------------------------------------------------------------------- ________________ ६४० શ્રીમની જીવનસિદ્ધિ વિ. સં. ૧૭૬માં “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસની સ્થાપના થઈ. શ્રીમદ્દના અતિ નિકટના પરિચયમાં આવનાર તથા તેમને યથાર્થ ઓળખનાર મુનિશ્રી લલ્લુજી મહારાજે ત્યાં રહીને ચૌદ વર્ષ સુધી શ્રીમદના સાહિત્યને તથા તત્ત્વવિચારણાને લોકોને ઉપદેશ આપીને શ્રીમદ્દની યથાર્થ ઓળખાણ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ પોતાના ઉપદેશમાં શ્રીમદનું તથા તેમના સાહિત્યનું માહાસ્ય બતાવતા, અને પોતાની શ્રીમદ્દ પ્રતિની અનન્ય ભક્તિ પણ જણાવતા. તેઓ પણ શ્રી ભદ્રમુનિની જેમ માનતા હતા કે – વર્તમાન શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીરની સાધનાનું અન્ય તીર્થકરવુંદકૃત સાધનામાં જેમ અદ્વિતીયપણું છે, તેમ કલિયુગસાધકવૃંદમાં શ્રીમદનું ખરે જ અદ્વિતીયપણું પ્રણામ કરવા યોગ્ય છે. ” અને મુનિમાં ખીલેલા ગુણેથી આકર્ષાઈને તેમનામાં શ્રદ્ધા થવાથી ઘણા લોકે શ્રીમદ્દના ભક્ત થયા હતા. શ્રીમદ્દના ગાઢ પરિચયમાં આવનાર પૂજ્ય ગાંધીજીએ પણ કેટલાંયે ભાષણમાં તથા “આત્મકથા ” આદિનાં લખાણમાં અનેક વાર પોતાના પરનું શ્રીમદ્દનું ઋણ સ્વીકાર્યું હતું. એક પ્રસંગે ગાંધીજીએ જણાવ્યું હતું કે – ___“ यदि उनकी इच्छा होती तो उनमें असी शक्ति थी कि वे अक अच्छे प्रतिभाशाली बेरिस्टर, जज या वाइसरोय हे। सकते । यह अतिशयोक्ति नहि, किन्तु मेरे मन पर उनकी छाप है। उनकी विचक्षणता दूसरे पर अपनी छाप लगा देती थी । " આ પુરુષે ધાર્મિક બાબતમાં મારું હૃદય જીતી લીધું, અને હજુ સુધી કોઈ પણ માણસે મારા હૃદય પર તેવો પ્રભાવ પાડ્યો નથી, ઘણી બાબતમાં કવિને નિર્ણય – તુલના, મારા અંતરાત્માને – મારી નૈતિક ભાવનાને- ખૂબ સમાધાનકારક થતો. કવિના સિદ્ધાંતને મૂળ પાયે નિઃસંદેહ અહિંસા હતે. કવિની અહિંસાના ક્ષેત્રમાં ઝીણામાં ઝીણાં જંતુથી માંડીને આખી મનુષ્યજાતિનો સમાવેશ થતો હતે.”૯ મહાત્મા ગાંધી જેવી જગવંદ્ય વિભૂતિ પર આવી પ્રબળ અસર કરનાર વ્યક્તિની મહત્તા કેવી હશે, એ જિજ્ઞાસાથી પ્રેરાઈને ઘણા લેકે શ્રીમદનાં જીવન તથા સાહિત્યનો અભ્યાસ કે પરિચય કરવા પ્રેરાયા હતા. વળી, શ્રીમદ્દના અવસાન પછી લગભગ દર વર્ષે “શ્રીમદ્ રાજચંદ્ર જયંતી” જુદે જુદે સ્થળે ઘણાં વર્ષો સુધી ઊજવાઈ. તેમાં પૂ. ગાંધીજી, આચાર્ય આનંદશંકર ધ્રુવ વગેરેએ પ્રમુખસ્થાનેથી તથા મનસુખભાઈ રવજીભાઈ. કાકા કાલેલકર, બળવંતરાય કલ્યાણરાર ઠા કર, દી બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, રસિકલાલ પરીખ, ગાવિંદજી મૂલજી મેપાણી, મગનભાઈ દેસાઈ, માણેકલાલ ઘેલાભાઈ ઝવેરી, મનસુખભાઈ કીરતચંદ મહેતા, જીવાભાઈ અમીચંદ, ૮. “શ્રીમદ્ રાજચંદ્ર શતાબ્દી સ્મારકગ્રંથ", પૃ. ૩૨. ૯. એજન, પૃ. ૯, મેડાને રિવ્યુ”, જુન ૧૯૩૦. Page #660 -------------------------------------------------------------------------- ________________ ૧૪. વિહંગાવલોકન અમરચંદ પી. પરમાર, મુનિશ્રી ચારિત્રવિજયજી વગેરે અનેક નામાંક્તિ વ્યક્તિઓએ વક્તા તરીકે “શ્રીમદ્ રાજચંદ્ર જયંતી નિમિત્તે ભાષણ કર્યા હતાં અને સૌએ પોતાને શ્રીમદ્ પ્રતિને અભિપ્રાય, અથવા તે શ્રીમદની પિતા પરની અસર વ્યક્ત કરી હતી અને એ રીતે લકે શ્રીમદને ઓળખતા થયા હતા. વળી તેમના સાહિત્યનો પરિચય કરનાર અન્ય વ્યક્તિઓએ પણ તેમને માટે અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. આ બધાને લીધે પણ લોકમાં શ્રીમની વિશેષ ઓળખ થવા પામી હતી. તેમનામાંથી કેટલીક વ્યક્તિઓનાં વચન જોઈએ – શ્રીમદની નીડરતા, આત્મા મેળવવાની ધગશ, અને તે માટે કરવી જોઈતી તપશ્ચર્યા માટે પ્રયત્ન કરવાનું જણાવતાં પૂ. ગાંધીજીએ વિ. સં. ૧૯૮૨ની કાર્તકી પૂર્ણિમાએ માંડવીમાં આપેલા વ્યાખ્યાનમાં કહ્યું હતું કે – જે વસ્તુ આત્માને દૂધ જેવી દેખાય છે તેને જગતમાં કેઈનો પણ ડર રાખ્યા વિના પ્રગટ કરવાની શક્તિ આપણે એ પુરુષના સમરણમાંથી આજે મેળવીએ. ડર એક માત્ર ચિતન્યને રાખીએ, ચોવીસે કલાક, રખેને એ હંમેશાં ખબરદારી કરનારે દુભાશે તે નહિ એવી ચિંતા રાખીએ. રાજચંદ્રના જીવનમાંથી તેમની અનંત તપશ્ચર્યા શીખીએ, અને જે અનંત તપશ્ચર્યાને પરિણામે તેઓ ચૈતન્યની આરાધના કરતાં શીખ્યા તે સમજીએ, અને આપણું અલ્પતા વિચારી બકરી જેવાં રાંક બની, આપણામાં વિરાજતા ચિતન્યને વિચારી સિંહ જેવા સમર્થ બનીએ તે જીવનનું સાર્થક્ય છે.”૧૦ વિ. સં. ૧૯૬૬ની કાર્તકી પૂર્ણિમાએ શ્રી બળવંતરાય કલ્યાણરાય ઠાકરે મુંબઈમાં શ્રીમદને આજન્મ તપસ્વી ગણાવતાં કહ્યું હતું કે – હું માનવાની હિંમત કરી શકું છું કે શ્રીયુત રાજચંદ્રજી જન્મના તપસ્વી (Born Ascetic) હતા, એ વાત સત્ય હોવી જોઈએ.”૧૧ શ્રી મગનભાઈ પ્રભુભાઈ દેસાઈએ વિ. સં. ૧૯૧ની કાર્તકી પૂર્ણિમાએ અમદાવાદમાં “રાજ જયંતી” નિમિત્તે વાંચેલા વ્યાખ્યાનમાં શ્રીમદ્દને સાચા અર્થમાં ધર્મપુરુષ ગણાવતાં કહેલું કે - “શ્રીમદ્દ સાચા અર્થમાં એક ધર્મ પુરુષ હતા. જે પોતે માનતા ને સક્શાસ્ત્રના શુદ્ધ બેધ તરીકે સમજતા તેને જીવનમાં ઉતારવા મથતા અને આ મથામણે તેમના જીવનમાં કેવી ઘમસાણ મચાવી મૂકી હશે એ તે તેમના ટૂંકા આયુ પરથી અનુમાની શકાય. એમ જ લાગે છે કે જાણે અસત્ય સામે ઝઝતાં તેમણે શરીરને સાવ ઘસી નાખ્યું. એમની ચિત્તશક્તિ અને જિજ્ઞાસા તે દિનપ્રતિદિન સતેજ થતાં જતાં હતાં. પણું શરીર તેની સાથે ટકી ન શક્યું. ૧૨ ૧૦. “નવજીવન”, તા. ૯-૧૧-૧૯૦૫, “શ્રીમદ્દની જીવનયાત્રા ”, પૃ. ૧૪૩. ૧૧. “શ્રીમદ્ રાજચંદ્રઃ અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ, પૃ. ૮૧. ૧૨. “ શ્રીમદ્દ જીવનયાત્રા", પૃ. ૧૭૮. Page #661 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ શ્રીમની જીવનસિદ્ધિ શ્રીમદ્દને વિવેકાનંદની કોટિમાં મૂકતાં “જૈન”ના અધિપતિએ તા. ૨૮-૧૧-૧૯૦૯ના રોજ લખ્યું હતું કે – વેદાંતના નવયુગ પ્રવર્તક તરીકે શ્રીયુત વિવેકાનંદે પોતાના વર્ગમાં જે કીતિ મેળવી છે, તે જ પ્રકારની કીતિ અમે જેના વિષયમાં શ્રીમાન રાજચંદ્રને આપીએ તે તેમાં કોઈ જાતની અત્યુક્તિ નથી.”૧૩ શ્રીમદ રાજચંદ્રના એક અભ્યાસી ડે. ભગવાનદાસ મનસુખભાઈ મહેતાએ શ્રીમદ્ માટે અહોભાવભરી વાણીમાં એક જગ્યાએ લખ્યું છે કે – આ પુરુષરનને પામીને ન્યાય ન્યાયપણું પામ્ય, કાવ્ય કાવ્ય બન્યું, અલંકારને અલંકાર સાંપડો, રસમાં સ-રસતા આવી, કરમાયેલી કૃતવલ્લરી નવપલ્લવિત થઈ, યાગ કલ્પતરુ ફૂલભારથી નમ્ર બન્ય, યુક્તિ આગ્રહમુક્ત થઈ મુક્તિ જીવનમુક્તપણે પ્રત્યક્ષ થઈ, ભક્તિમાં શક્તિ આવી, ધર્મમાં પ્રાણ આવ્યો, સંવેગમાં વેગ આવ્યા, વૈરાગ્યમાં રંગ લાગ્યો, સાધુતાને સિદ્ધિ સાંપડી, શાસનનું શાસન ચાલવા લાગ્યું, કલિકાલનું આસન ડોલવા લાગ્યું, દર્શનને સ્વરૂપદર્શન થયું, સ્પર્શજ્ઞાનને અનુકૂળ સ્થાન મળ્યું, ચારિત્ર ચરિતાર્થ બન્યું, વચનને કસોટી માટે કૃતચિંતામણિ મળે, અનુભવને મુખ જેવા દર્પણ મળ્યું, તત્ત્વમીમાંસા માંસલ બની, દર્શનવિવાદે દુર્બલ થયા, વાડાનાં બંધન તૂટ્યાં, અખંડ મોક્ષમાર્ગ વિશ્વમાં વ્યાપી રહ્યો, અંધશ્રદ્ધાની આંધી દૂર થઈ, દંભના પડદા ચિરાયા, કુગુરુઓના ડેરા-તંબૂ ઊપડ્યા, વેષવિડંબકેને વિડંબના થઈ, શુષ્કજ્ઞાનીઓની શુષ્કતા સુકાઈ, ક્રિયાજડેની જડતાની જડ ઊખડી અને ધર્મ તેના શુદ્ધ વસ્તુધર્મ સ્વરૂપે પ્રસિદ્ધ થયે.”૧૪ આમ જૈન-જૈનેતર સૌ કોઈ શ્રીમદની મહાનતાને તથા પિતાના પર પડેલા પ્રભાવને જુદી જુદી દૃષ્ટિએ નિહાળે છે અને જણાવે છે. કેટલીક વાર તેઓ શ્રીમદને વિશિષ્ટ શબ્દપ્રયેથી બિરદાવે છે: કાકાસાહેબ કાલેલકર તેમને “પ્રગવીર” કહે છે, બળવંતરાય ઠાકર “જન્મના તપસ્વી” કહે છે, ડી. ભગવાનદાસ મહેતા “ભારતને તિર્ધર” અને “યુગાવતાર” તરીકે ઓળખાવે છે, શ્રી રમણલાલ જોષી “આર્ષદ્રષ્ટા” તરીકે ઓળખાવે છે, બ્ર. ગોવર્ધનદાસજી “ધર્મમૂર્તિ ” તરીકે જણાવે છે, વલભજી ભાણજી “મરછુકાંઠાના મહાજન” તરીકે ઓળખાવે છે – આમ સૌ પોતપોતાને મહત્ત્વના લાગતા અંશને પ્રાધાન્ય આપી તે રીતે શ્રીમદ ઓળખાવતા આવ્યા છે. પણ તે બધાને સમગ્રપણે વિચાર કરીએ તો જ શ્રીમદ્દના વ્યક્તિત્વનો પૂરો પરિચય થઈ શકે છે. આવા પ્રભાવક પુરુષ શ્રીમદ્દ પ્રભાવ તેમની હયાતી દરમ્યાન તેમના પરિચિત વર્તુળોમાં પડ્યો હતે, એટલું જ નહિ તેમના દેહવિલય પછી પણ તેમના સાહિત્ય દ્વારા તેમનાં ઉપદેશ અને તત્ત્વવિચારણાને પ્રભાવ લોકે ઉપર સતત પડતો રહ્યો છે. વળી, ૧૩. “ શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ ” પૃ. ૮ર. ૧૪. એજન, પૃ. ૨૭. Page #662 -------------------------------------------------------------------------- ________________ ૧૪. વિહંગાવલાકન કેટલાંક સ્થળે તા શ્રીમના અનુયાયીએએ એમના નામથી મંદિર કે આશ્રમે પણ બધાવ્યાં છે. શ્રીમદ્ જુદાં જુદાં જે સ્થળાએ રહેલા તથા વિચરેલા તેવાં કેટલાંક સ્થળેામાં અત્યાર સુધીમાં બંધાયેલાં મદિરા કે આશ્રમેા નીચે મુજબ છે. આત્મહિતના નિમિત્તભૂત સત્થત પ્રાપ્તિની સસ્થા તથા શ્રીમદ્ જયાં જયાં વિચરેલ ત્યાં બનેલ મિદરા તથા આશ્રમે શ્રીમદ્ રાજચંદ્રના દેહાંત બાદ સ્મારક રૂપે છે. નામાવલી વિ. સં. સ્થળ ૧. પરમશ્રુત પ્રભાવક મંડળ, ઝવેરી બજાર, (હાલ અગાસ) ૨. શ્રી સુખાધક પાઠશાળા, ૩. શ્રી રાજમ`દિર આશ્રમ, ૪. શ્રીમદ્ રાજચંદ્ર મદિર, ૫. શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મડપ, ૬. શ્રી રાજનગર સુખેાધ પુસ્તકાલય, ૭. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ૮. શ્રીમદ્ રાજચંદ્ર મદિર, ૯. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન ભંડાર, (ગુજરાત વિદ્યાપીઠ અંતર્ગત ૧૦. શ્રીમદ્ રાજચ‘દ્ર મ‘દ્વિર, ૧૧. શ્રી સુબાધ પુસ્તકાલય, ૧૨. શ્રીમદ્ રાજચંદ્ર મદિર, ૧૩. શ્રીમદ્ રાજચંદ્ર મ`દિર, ૧૪. શ્રીમદ્ રાજચંદ્ર મદિર, ૧૫. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ૧૬. શ્રીમદ્ રાજચદ્ર સમાધિમદિર, ૧૭. શ્રીમદ્ રાજચંદ્ર મદિર, ૧૮. શ્રીમદ્ રાજચંદ્ર વિહાર – ભવન, ૧૯. શ્રીમદ્ રાજચંદ્ર મ`દિર, ૨૦. શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, ૨૧. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ૨૨. શ્રી રાજમ ́દિર, (હાલ સુરેન્દ્રનગર) ૨૩. શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન, ૨૪. શ્રીમદ્ રાજચંદ્ર મ`દિર, ૨૫. શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, ૨૬. શ્રીમદ્ રાજચદ્ર જ્ઞાન પ્રકાશ મદિર, ૨૭. રાજગૃહ વનક્ષેત્ર, ૨૮. શ્રી રાજચંદ્ર આશ્રમ, વિશેષ વિભાગ ). પચભાઈની પાળ (શ્રી સુબેાધક પાઠશાળા ) મુંબઈ ખંભાત રાજપુર સુણાવ વડવા અમદાવાદ અગાસ સીમરડા અમદાવાદ અમદાવાદ વસે નાર કલેાલ આહાર ભાદરણુ રાજકેાટ સડાદરા ઈડર નાડા દાર ધામણુ વઢવાણુ કેમ્પ વવાણિયા ખારસદ કાવિઠા ૪૩ વવાણિયા ઉત્તરસ’ડા હમ્પી ૧૯૫૬ ૧૯૫૬ ૧૯૫૮ ૧૯૬૯ ૧૯૭૨ ૧૯૭૫ ૧૯૭૬ ૧૯૭૬ ૧૯૭૭ ૧૯૮૦ ૧૯૮૭ ૧૯૮૭ ૧૯૮૯ ૧૯૯૩ ૧૯૯૪ ૧૯૯૫ ૧૯૯૬ ૧૯૯૬ ૧૯૯૮ ૧૯૯૮ ૧૯૯૮ ૧૯૯૮ ૨૦૦૦ ૨૦૦૦ ૨૦૦૪ २००८ ૨૦૧૨ ૨૦૧૭ Page #663 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ સુરત મુબઈ શ્રીમદ્દની જીવનસિદ્ધિ ૨૯ શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય મંદિર, દેવલાલી ૨૦૨૧ ૩૦. શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, વટામણ ૨૦૨૩ ૩૧. શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર, (ઘાટકોપર) ૨૦૨૪ ૩૨. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, બંગલાર ૨૦૨૪ ૩૩. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ૨૦૩૩ ૩૪. શ્રીમદ રાજચંદ્ર મંદિર, ચોપાટી ૨૦૩૫ ૩૫. શ્રી. રાજ–ભાગ સત્સંગમંડળ, સાયલા ૨૦૪૧ ૩૬. શ્રી. રાજમંદિર, ગઢ-શિવાણું ૨૦૪૧ ૩૭. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કાબા ૨૦૪૨ ૩૮. શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર, યુવતમાલ २०४२ ૩૯. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, મદ્રાસ ૨૦૪૨ ૪૦. શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, રાજકોટ २०४३ ૪૧. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, બાંધણી २०४४ ૪૨. શ્રીમદ્ રાજચંદ્ર પાઠશાળા, જયપુર ૪૩. શ્રીમદ્ રાજચંદ્ર સ્મૃતિગૃહ મેળાસા., (ઓફીસ) મોમ્બાસા શ્રીમદ્ રાજચંદ્રના આત્માનુભવી સાહિત્ય અને સાધનાથી આકર્ષાતા ભકતોનો સમુદાય દિન પ્રતિદિન વધતો જાય છે. તેમ તેમ ઉપાસના સાધનાનાં સ્થાને મંદિરે, આશ્રમે સમારકરૂપે વધતા જાય છે. આવાં સ્થાનકે શ્રીમદ્ રાજચંદ્રજીના મૂળભૂત વિચારે, સ્વાનુભવ, યથાર્થ વીતરાગ માર્ગની રોલીની પ્રરૂપણ અને સમ્યફ આત્મ સ્વરૂપની પ્રાપ્તિના સાધનો અને કારણે બની રહી, આ જગતના ત્રાસિત અને સાચા સુખને માર્ગ બતાવવા સમર્થ થાઓ.” કે શ્રીમદ્દ પ્રત્યે ભક્તિવંત ભાઈઓએ પોતપોતાનાં ગામોમાં યા શહેરોમાં સત્સંગ ભક્તિના નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર મંદિર અને આશ્રમની સ્થાપના કરી છે. એવા સ્મારકની માહિતી પરિશિષ્ટ ૧ ઉપર પ્રાપ્ત થયા પ્રમાણે આપી છે. - - - - - - - - - - - જે શ્રીમદ્ રાજચંદ્ર જન્મ શતાબ્દી અંકના આધારે. Page #664 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ શ્રીમના મંદિરે આશ્રમ તથા જ્ઞાન પ્રચારક મંડળો ૧, પરમકૃત પ્રભાવક મંડળ, ઝવેરી બજાર, મુંબઈ, વિ. સં. ૧૯૫૬ વિ. સં. ૧૫૬માં શ્રીમદ્દ વઢવાણ કેમ્પમાં રહ્યા હતા તે વખતે તેમને એ વિચાર આવ્યો હતો કે જ્ઞાનપ્રચારનું કંઈક કામ થઈ શકે તો સારું. તેમના ગુણાનુરાગી મુમુક્ષુઓએ એમની એ ઈચ્છાને વધાવી લીધી અને થોડા જ દિવસમાં લગભગ રૂા. ૯,૦૦૦-ને ફાળે કરી તે રૂપિયા શ્રીમદને અર્પણ કર્યા. બીજા છેડા દિવસ જતાં તે કાળો રૂા. ૧૪૦૪૨/થયા. શ્રીમદ્દે તે સર્વ શ્રી રેવાશંકર જગજીવનની પેઢી પર મોકલી આપ્યા. સંવત્ ૧૯૭૨ની આખરે તે ભંડોળ રૂ. ૨૫,૩૬૪નું થયું હતું. અને આ જ્ઞાનપ્રચારનું કામ કઈ રીતે કરવું તે વિષે યોજના ઘડાવા લાગી. આ સંસ્થાનું નામ શ્રીમદ્રની ઈચ્છાનુસાર “પરમકૃત પ્રભાવક મંડળ” રાખવામાં આવ્યું. લોક સમૂહમાં ઉત્કૃષ્ટ જ્ઞાનનો પ્રચાર ફેલાવો કરનાર એમ, એ નામને ભાવાર્થ વિચારવામાં આવ્યા હતા. પણ આ સંસ્થા વિશે કોઈ નકકર યેજના ઘડાય, તે પહેલાં તો શ્રીમદની લથડેલી તબિયત વિશેષ લથડી અને વિ. સં. ૧૯૫૭માં તેમને દેહવિલય થયે. તે પછી જેના ભંડારોના અસલ પુસ્તક મેળવી ભાષાંતર કરવાનું કામ બની શકે તેમ નહિ હોવાથી શ્રી વીતરાગકૃતના સિદ્ધાંત પૈકી, ન્યાય અને તત્વવિષયક ગ્રંથની પ્રસિદ્ધિ હિંદી અનુવાદરૂપે દ્વિમાસિક દ્વારા શરૂ થઈ. પાછળથી દ્વિમાસિકને બદલે ગ્રંથશ્રેણું પ્રગટ કરવાનું શરૂ થયું. આ પ્રમાણે પ્રગટ થતાં પુસ્તકોની શ્રેણીને “રાજચંદ્ર જન શાસ્ત્રમાળા” એવ' નામ આપવામાં આવ્યું હતું. આ શાસ્ત્રમાળામાં બીજા અનેક પુસ્તકોની સાથે શ્રીમદના સાહિત્ય તથા પત્રોનું પ્રકાશન વિ. સં. ૧૯૬૧માં “શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાં પ્રસિદ્ધ થયું. શરૂઆતમાં આ મંડળને શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા તરફથી ઘણુ સહાય મળી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તથા રેવાશંકરભાઈ જગજીવનદાસ એ બે આ મંડળના ટ્રસ્ટી હતા. બંનેની હયાતિ બાદ ભાઈશ્રી મણીલાલ રેવાશંકર ટ્રસ્ટી તરીકે વ્યવસ્થા સંભાળતા હતા. ત્યારબાદ સં. ૨૦૧૪ માં શ્રીમદ્જીને ગુણાનુરાગી સંસ્થા વ્યવસ્થા સંભાળ તે યુગ્ય થાય, એવા વિચારથી સમગ્ર વ્યવસ્થા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસને સોંપી. અને હાલમાં તેને વહીવટ શ્રીમદ રાજચંદ્ર જૈન અગાસના ટ્રસ્ટીઓ કરે છે. ૨. શ્રીમદ્ રાજચંદ્ર શ્રી સુબેધક પાઠશાળા, ખંભાત. વિ. સં. ૧૯૫૬ વિ. સં. ૧૯૫૬માં શ્રીમદ ખંભાત આવ્યા હતા ત્યારે તેમની પ્રેરણાથી આ પુસ્તકાલયની સ્થાપના થઈ હતી. શરૂઆતમાં કુમારવાડામાં મકાન ભાડે રાખવામાં આવ્યું હતું. અને વિ. સં. ૧૯૬૮માં બીજું મકાન લોંકાપરીમાં બાંધી, ત્યાં આ વદ પાંચમે પુસ્તકાલય લઈ Page #665 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ જવામાં આવ્યું હતું. ત્યાં શ્રીમદના ચિત્રપટની સ્થાપના પણ છે. અને હાલમાં દરરોજ તેમાં સવારના નિયમિત સ્વાધ્યાય ભક્તિ પણ થાય છે. ૩. શ્રી રાજમંદિર આશ્રમ, રાજપુર. વિ. સં. ૧૯૫૮ સ્થાનકવાસી સંપ્રદાયમાં જૈન દીક્ષા પામેલા શ્રી રત્નરાજ સ્વામી શ્રીમદના જ્ઞાનની મહત્તા સાંભળી તેમને મળવા વિહાર કરતા કરતા વિ. સં. ૧૯૫૭માં મારવાડથી ગુજરાતમાં આવ્યા. પણ ત્યાં તો તેમને શ્રીમદ્દના દેહાંતના સમાચાર મળ્યા. આથી તેઓ શ્રી લાલજી મહારાજના સમાગમમાં આવ્યા, અને તેમના ભક્ત બની ગયા. તેમને શ્રીમદ્દનું સ્મારક કરાવવાની ઈચ્છા થતાં, શ્રી સિદ્ધપુર પાસેના રાજપુર ગામની નજીક “શ્રી રાજમંદિર આશ્રમ” નામની સંસ્થા સ્થપાવી, અને તેમના ત્યાં રહેવાથી તે સ્થળ ભક્તિ તથા સત્સંગનું ધામ બની ગયું હતું. ક, શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, સુણાવ, વિ. સં. ૧૯૬૯ વિ. સં. ૧૯૬૯માં પૂ. મુનિશ્રી લક્ષ્મીચંદજીના શુભ હસ્તે પેટલાદ પાસે આવેલા સુણાવ નામના ગામમાં આ મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી. મકાનમાં મેડા ઉપર ઘરદેરાસર છે. તેમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા છે, અને નીચે ઉપાશ્રયમાં શ્રીમદનું ચિત્રપટ છે. પ. શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ, વડવા. વિ. સં. ૧૯૭૨ વિ. સં. ૧૯૭રના આ સુદ પૂનમે શ્રી પોપટલાલ મહેકમચંદભાઈ કે જેઓ તેમના પરિચિત વર્તુળમાં “ભાઈશ્રીના બહુમાન સૂચક નામથી ઓળખાય છે, તેઓની પ્રેરણાથી ખંભાત પાસે આવેલા વડવા' નામના સ્થળમાં, “શ્રીમદ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપની રચના થઈ હતી. આ સ્થાનની સામે એક વાવ અને વડ આવેલા હતાં. વાવ હજુ પણ મોજૂદ છે. વડ થોડાં વર્ષોથી નથી. શ્રીમદ્ ત્યાં સં. ૧૯૫૨માં રહ્યા હતા. અને એમણે ઉપદેશ આપ્યો હતો. તેઓ જે સ્થળે રહ્યા હતા, ત્યાં વડ અને વાવ હોવાથી તે સ્થાનને વડવા – વડવાવ કહે છે. શ્રીમદ્દનાં વિચાર-મનનને અર્થે ભક્તિધામ તરીકે સૌ પ્રથમ બંધાયેલ આ સ્થળ ગણી શકાય. મંડપના મુખ્ય દરવાજાની આજુબાજુ નિવાસસ્થાને છે. મુખ્ય દરવાજા ઉપર પુસ્તક ભંડાર છે. અંદર જતાં સ્વાધ્યાય મંડપ આવે છે. તેમાં ડાબા હાથે જિનમંદિરનું પ્રવેશદ્વાર છે, જેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૮૨માં થઈ હતી. જમણે હાથે ગુરુમંદિર છે, જ્યાં શ્રીમદુની પ્રતિમાની સં. ૨૦૧૧ માં સ્થાપના કરવામાં આવી છે. તેની બાજુમાં સ્વાધ્યાય-મંડપ છે. આજે પણ શ્રીમદના આ તીર્થક્ષેત્રમાં અનેક મુમુક્ષુ ભાઈબહેને પધારી સ્વાધ્યાય સત્સંગ ભક્તિને લાભ લે છે. આ નિવૃત્તિ ક્ષેત્રના શાંત વાતાવરણમાં અનેક મુમુક્ષુઓ કૃપાળુદેવનાં દર્શન કરી સંતોષ અનુભવે છે. હાલમાં અહીં ભગવાન બાહુબલીની પ્રતિષ્ઠા પણ કરેલ છે. ૬, શ્રી રાજનગર સુબોધ પુસતકાલય, અમદાવાદ વિ. સં. ૧૯૭૫ શેઠ શ્રી જેસંગભાઈ ઉજમશીભાઈએ અમદાવાદમાં દિલ્હી દરવાજા બહાર તેમના લધુબંધુ શ્રી જૂઠાભાઈના સ્મરણાર્થે સત્સંગ ભક્તિભાવ માટે એક સ્થાન બનાવ્યું હતું, અને તેમાં શ્રીમદના ચિત્રપટની સ્થાપના વિ. સં. ૧૯૭૫ના આ સુદ ૨ ને રોજ કરી હતી. Page #666 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૭. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ. વિ. સં. ૧૯૭૬ શ્રીમદના એક પરમ અનન્ય ભક્ત મુનિશ્રી લધુરાજ સ્વામી તેમની ઉત્તરાવસ્થામાં જ કોઈ એકાંત સ્થળે સત્સંગ અને ભક્તિના ધામરૂપ આશ્રમ જેવું કંઈક કરી નિવાસ કરીને રહે તે ઘણા મુમુક્ષુઓને તેમના સત્સંગ-સમાગમને સારે અને સતત લાભ મળે, તેવા હેતુથી વિ. સં. ૧૯૭૬ના કારતક સુદ પૂનમે સંદેસર મુકામે એક ટીપ થઈ હતી. તેમાં રૂ. ૧૭,૪૦૨/ભરાયા. તરત જ તેની પાડોશના જંગલમાં અને આણંદ ખંભાત રેલવે લાઈનમાં આવેલા ચરોતરના અગાસ સ્ટેશનની બાજુમાં આશરે પંદરેક વીઘાં જમીન ખરીદવામાં આવી હતી. જમીનમાં ત્રણેક ઓરડીની એક ધર્મશાળા બાંધવાનું નક્કી થયું હતું. આ રીતે આશ્રમની શરૂઆત થઈ હતી. મુનિશ્રી લઘુરાજ સ્વામીની છત્રછાયા નીચે આ આશ્રમની ઉત્પત્તિ થઈ તેથી ભક્તજનેએ શરૂઆતમાં આ આશ્રમનું નામ “શ્રી લઘુરાજ આશ્રમ” રાખ્યું હતું. પણ પિતાનું નામ કે સ્થાપના સરખી પણ નહિ રાખવાની ઈચ્છાવાળા કેવળ નિઃસ્પૃહ અને ગુરુભક્ત મુનિએ સૂચવ્યું હતું કે જેમનાથી ઘણું કલ્યાણ થયું છે અને જે સાચા ગુરુ હતા, તેમના સ્મરણરૂપે આ આશ્રમનું નામ રાખવું જોઈએ. તેથી આ આશ્રમને “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ” એવું નામ આપવામાં આવ્યું હતું. આ આશ્રમને વહીવટ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. આ આશ્રમમાં દાખલ થતાં ભવ્ય પ્રવેશદ્વાર છે, જેના પર મોટા અક્ષરે “ક્ષમાં એ જ મોક્ષને ભવ્ય દરવાજો છે” તેમ લખેલું છે. અંદર પ્રવેશ કર્યા પછી જમણી બાજુ એક સુંદર દેરાસરવાળું ગાન છે, તેમાં નીચે તાંબર અને ઉપર દિગંબર એમ બે જાતનાં દેરાસર છે. તથા ભેંયરામાં શ્રીમની આરસપહાણની પ્રતિમા છે, જે “ગુરુમંદિર ” તરીકે ઓળખાય છે. દેરાસરની બાજુમાં વિશાળ સભામંડપ છે, જેમાં ભક્તિ, સત્સંગ, પૂજ, સશ્રવણ આદિ નિમિત્ત સેંકડો મુમુક્ષુઓ સાથે બેસીને આત્મધર્મની સાધના કરે છે. વળી, મુમુક્ષુની સંખ્યાબળ વધતી જવાથી હાલમાં છે તેની બાજુમાં ન વિશાળ સ્વાધ્યાય હોલ બંધાય છે. તેની નીચે વિશાળ ભેરૂ પણ છે. મુખ્ય પ્રવેશદ્વારની ઉપર બીજે માળે વિશાળ પુસ્તકાલય છે અને ત્રીજે મજલે ખુલ્લી અગાસીની વચમાં સુંદર આરસની દેરી મધ્યે શ્રીમદ્દની કાર્યોત્સર્ગની ધ્યાનમુદ્રાની પંચધાતુની પ્રતિમા છે. ચોગાનમાં એક બાજુ બ્રહ્મચારી ભાઈઓ વસે છે, તેની બાજુમાં વ્યાખ્યાનમંદિરમાં શ્રીમનું મોટું ચિત્રપટ સ્થાપન કરેલું છે. આ વ્યાખ્યાન–મંદિરની ઉપર “શાંતિસ્થાન” છે. તેમાં પણ સુંદર ચિત્રપટની સ્થાપના છે. ત્યાં નિત્ય પ્રતિકમણ થાય છે. ત્યાંથી પૂર્વમાં શ્રી લઘુરાજ સ્વામીનો નિવાસખંડ હતો, જ્યાં સં. ૧૯૯૨ ના વૈશાખ સુદ ૮ના રોજ શ્રી લઘુરાજશ્રીને દેહોત્સર્ગ થયો હતો. અને હવે ત્યાં તેમનું ચિત્રપટ મૂકવામાં આવ્યું છે. આ બધાની પાછળના ભાગમાં ગૃહસ્થ મુમુક્ષુઓ માટે ધર્મશાળા તથા માને છે, અને બહારગામથી આવતા મુમુક્ષુઓ માટે ભોજનાલય છે, આશ્રમથી ડે દૂર શ્રી લઘુરાજ Page #667 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ મહારાજનું સમાધિમંદિર, દેરી છે. તથા ઉત્તમ દન ગ્રંથાના સ’ગ્રહવાળુ એક સુંદર પુસ્તકાલય છે. આ આશ્રમ તરફથી ઘણા ઉત્તમ ગ્રંથાના ગુજરાતી અનુવાદ કરાવી પ્રકાશિત કરેલ છે. જે હાલમાં ઉપલબ્ધ છે. *** આશ્રમમાં રહેતા તથા આવતાં-જતાં ભાઈ-બહેના માટે બ્રહ્મચર્ય પાલન, રાત્રિભેાજનત્યાગ આદિ કેટલાક નિયમે તેમજ ભક્તિ, વાચન આદિ નિત્યક્રમ રાખેલા છે. આ કાર્યક્રમ સવારના પાંચથી શરૂ કરી રાતના દશ સુધી ચાલે છે. તેમાં મંત્રસ્મરણ, આલાચના, ભક્તિ, વચનામૃત-વાચન, આઠ યાગષ્ટિની સજ્ઝાય, આત્મસિદ્ધિ વગેરે સક્રિયા થાય છે. ઘણા લેાકેા બહુ ઉલ્લાસપૂર્વક ભાગ લે છે. આ સ્થળે શ્રી લલ્લુજી ( લઘુરાજજી) મહારાજે ચૌદ વનાં ચોમાસાં ગાળ્યાં હોવાથી તે એક તીક્ષેત્ર બની ગયુ` છે. ૮. શ્રીમદ્ રાજચંદ્ર મદિર, સીમરડા. વિ. સ`. ૧૯૭૬ એરસદ-પેટલાદને રસ્તે આવેલા સીમરડા નામના ગામમાં પૂ. શ્રી લઘુરાજ સ્વામીના શુભ હસ્તે વિ. સં. ૧૯૭૬ના કાકી પૂનમે, શ્રી માતીભાઈ ભગતજીના મકાનમાં શ્રીમદના ચિત્રપટની સ્થાપના કરવામાં આવી હતી. મકાન મદિર ખાતે ભેટ તરીકે સેાંપી દેવામાં આવ્યું હતું. અને તેની વ્યવસ્થા માટે કમિટી નીમવામાં આવી હતી. ૯. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભડાર, અમદાવાદ વિ. સ` ૧૯૭૭ (ગુજરાત વિદ્યાપીઠ અંતગત વિશેષ વિભાગ ) આશ્રમરોડ, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં “ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડાર” નામની સાહિત્ય પ્રકાશન માટેની સંસ્થાના સમાવેશ સન ૧૯૨૧ માં ગુજરાત વિદ્યાપીઠ સ’ચાલિત પુરાતત્ત્વ મંદિરમાં નિર્માણ કરવામાં આવેલ હતા પરંતુ કાળાંતરે એ પુરાતત્ત્વમદિર બંધ થતાં હવે સન ૧૯૨૭ થી ‘“ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન ભંડાર ” ગુજરાત વિદ્યાપીઠ જ ચલાવે છે. ગુજરાત શ્રીમદ્ રાજચંદ્રના ભક્ત સ્વ. શ્રી પુંજાભાઈ હીરાચંદ શ્રી ગાંધીજીના મિત્ર હતા. તેમણે પૂ. મહાત્મા ગાંધીજીને – શ્રીમદ્ રાજચંદ્ર નિમિત્તે એક ગ્રંથમાલા પ્રકાશન કરવા સુચન ર્ક્યું. તેથી જે ચાલતા જૈન પ્રકાશન પૈકી અલગ ગ્રંથાવલી શરૂ કરવા — વિદ્યાપીઠે ઠરાવ કરી શ્રીમદ્ રાજચંદ્ર જયતિમાળા ચાલુ કરી. તેમાં આજ સુધી તત્ત્વજ્ઞાનને તથા શ્રીમને લગતાં સાત મણકા (પુસ્તીકા ) પ્રસિદ્ધ થયેલ છે. એમાં શ્રીમદ્ રાજચંદ્ર કૃત “ આત્મસિદ્ધિશાસ્ર ’” અને “ શ્રીમદ્ રાજચ`દ્રની દૃષ્ટાંત કથાએએ ” આદિના સમાવેશ થાય છે. ૧૦, શ્રીમદ રાજચંદ્રે પાઠશાળા, પંચભાઇની પાળ, અમદાવાદ વિ. સ. ૧૯૮૦ "" મુમુક્ષુ ભાઇઓની સંખ્યા વધતી જવાથી સ્વ. શ્રી પોપટલાલભાઈ માકમચ`દભાઈ ( ભાઈશ્રીએ ) આ જગ્યાએ પાઠશાળાની સ્થાપના કરી હતી અને શ્રી પાપટભાઈ અમદાવાદ હાય ત્યારે પાતાનું મકાન ધાંચીની પાળમાં હતું છતાં પાઠશાળા – પચભાઈ પાળે રહેતા જ સત્સંગ ભક્તિ થતી હતી. છેલ્લે શ્રી પાપટભાઈ( ભાઇશ્રીએ ) ત્યાં જ સમાધિપૂર્ણાંક છેલ્લા શ્વાસેાશ્વાસ લીધાં હતાં, અને દેહુ છેડયો હતા. Page #668 -------------------------------------------------------------------------- ________________ ૨e પરિશિષ્ટ ૧૧. શ્રી સુબોધ પુસ્તકાલય, વ. વિ. સં. ૧૯૮૭ પેટલાદ પાસે વસમાં શ્રીમદના અનુયાયીઓએ મળીને એક મકાન વિ. સં. ૧૯૮૭માં રૂ. ૮૦૦/-ની કિંમતે ખરીદ્યું. એમાં સ્વ. ભાઈલાલ જગજીવનભાઈના શુભ હસ્તે શ્રીમદ્દની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. શ્રીમદ રાજચંદ્રજી સં. ૧૯૫૪ માં અત્રે પધારેલ તેના સ્મારક રૂપે આ શ્રી સુબોધ પુસ્તકાલયનું નિર્માણ કરેલ હતું. ૧૨. શ્રીમદ રાજચંદ્ર મંદિર, નાર. વિ. સં. ૧૯૮૭ શ્રી લક્ષમીચંદજી, શ્રી ચતુરલાલજી તથા શ્રી નરસી રખજી આદિ મહારાજના વતનમાં શ્રી લલ્લુજી મહારાજની પ્રેરણાથી આણંદ-ખંભાત રેલવેલાઈન પર આવેલા નાર નામના ગામમાં વિ. સં. ૧૯૭૪ના માહ સુદ બીજના રોજ મંદિર બાંધવાની શરૂઆત થઈ હતી. તે વર્ષનું તેમનું ચોમાસું નારમાં થયું હતું. વિ. સં. ૧૯૮૭ના વૈશાખ સુદ ત્રીજે તેમાં શ્રીમના ચિત્રપટની સ્થાપના શ્રી લઘુરાજજી મહારાજના શુભ હસ્તે થઈ હતી. મંદિર બંધાવવામાં મુખ્ય આર્થિક સહાયક શ્રી રણછોડભાઈ લખાભાઈના સુપુત્ર સર્વશ્રી મણીભાઈ તથા શ્રી રામજીભાઈ હતા. ૧૩, શ્રીમદ્ રાજચંદ્ર મંદિર તથા શ્રી સુબેધક પાઠશાળા કલેલ, વિ. સં૧૯૮૮ પૂજ્ય પિોપટલાલભાઈ મોહકમચંદ શાહ (ભાઈશ્રી)ની પ્રેરણાથી તેમના ધમ મિત્ર શ્રી માણેકલાલ પ્રેમચંદની સ્વદેશી મિલના એક અલાયદા હોલમાં કૃપાળુદેવના ચિત્રપટની સ્થાપના કરી હતી. ભાઈશ્રી અવારનવાર ત્યાં જતા હતા. સ્વાધ્યાય ભક્તિ થતી હતી. તેની માલીકીની મિલ તથા ચાલી વડવા આશ્રમને અર્પણ કરી હતી. તેનું વાર્ષિક ભાડું રૂ. ૮૦,૦૦૦ હાલમાં આવે છે. જેથી વડવા, ઈડર અમદાવાદની સંસ્થાને આર્થિક સહાય થઈ રહી છે. ૧૪, શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, આહાર. વિ. સં. ૧૯૯૩ શ્રી લલ્લુજી મહારાજની ઉપસ્થિતિ દરમ્યાન અને પ્રેરણાથી વિ. સ. ૧૯૧માં સર્વ મુમુક્ષભાઈઓએ રાજસ્થાનમાં આવેલા આહારમાં મંદિર બંધાવવાનો નિર્ણય કર્યો. વિ. સં. ૧૯૯૧માં ચૈત્ર માસ પછી મકાન બાંધવાની શરૂઆત કરવામાં આવી અને વિ. સં. ૧૯૯૩ના જેઠ સુદ તેરસના રોજ શ્રી બ્રહ્મચારી ગોવર્ધનદાસજીના શુભ હસ્તે શ્રીમદ્દના ચિત્રપટની રથાપના કરવામાં આવી હતી. હાલમાં આ મંદિર ફરીથી બંધાયું છે, અને તેમાં શ્રીમદની આરસની પ્રતિમાની સ્થાપના વિ. સં. ૨૦૨૦ માં થઈ હતી. તેને ઉત્સવ વિ. સં. ૨૦૨૩માં ઊજવાયો હતે. ૧૫. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ભાદરણ, વિ. સં. ૧૯૯૪ વિ. સં. ૧૯૨ના કાર્તકી પૂનમે બોરસદ પાસે આવેલા ભાદરણમાં “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ” બાંધવાનું નક્કી થયું. તેનું ખાતમુહર્ત વિ. સં. ૧૯૯૩ના પિષ માસમાં થયું, Page #669 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ શ્રીમદની જીવનસિદ્ધિ અને તે મકાનનું બાંધકામ વિ. સં. ૧૯૪ના મહા માસમાં રૂ. ૧૫,૪૦૦/-ના ખર્ચે પૂર્ણ થયું. તેમાં વિ. સ. ૧૯૯૪ના માહ સુદ પાંચમના રોજ શ્રીમદના ચિત્રપટની સ્થાપના શ્રી હીરાલાલ એમ. ઝવેરી તરફથી કરવામાં આવી હતી. ૧૬, શ્રીમદ્ રાજચંદ્ર સમાધિમંદિર, રાજકેટ, વિ. સં. ૧૯૯૫ વિ. સં. ૧૯૫૭ના ચિત્ર વદ પાંચમ મંગળવાર તા. ૯-૪-૧૯૦૧ ના રોજ પરમ પૂ.શ્રીમદ્ રાજચંદ્રનો રાજકોટમાં દેહોત્સર્ગ થશે. તેમને અગ્નિસંસ્કાર ડોસાના વડની પાસે સ્મશાનભૂમિની બાજુમાં આજી નદીને કિનારે કરવામાં આવ્યું હતું. તે સ્થળે સં. ૧૯૯૬ માં સમાધિમંદિર બાંધવાને વિચાર થતાં પેથાપુરના શ્રી હીરાલાલ ઝવેરીની પ્રેરણાથી શ્રી જ્ઞાનચંદ નાહટાજીની સખાવતથી “શ્રીમદ્ રાજચંદ્ર સમાધિમંદિર” અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યાંની જમીન ખરીદવાનો તથા મકાન બાંધકામનો ખર્ચ રૂ. ૪,૨૦૦/- થયેલો. તેની ઉદ્દઘાટનક્રિયા જસદણ દરબારના શુભ હસ્તે તા. ૩–૪–૧૦૯ના રોજ થઈ હતી. આ પછી આ મંદિરમાં એક પબાસણ ભાઈશ્રી રેવાશંકર ડાહ્યાભાઈ સંઘવી (શ્રીમદજીના જમાઈ) તરફથી બંધાવી આપવામાં આવ્યું હતું. તેની ઉપર શ્રીમદ્ રાજચંદ્રજીના ત્રણ અવસ્થા ત્રણ ચીત્રપટની સ્થાપના, પૂ. શ્રી બ્રહ્મચારીજી ગોવર્ધનદાસજીના શુભ હસ્તે કરવામાં આવી હતી. તે મકાનની દેરીમાં શ્રીમદની પાદુકાની સ્થાપના પૂ. શ્રી બ્રહ્મચારીજીના વરદ હસ્તે સં. ૧૯૯૬ ના માહ સુદ ૧૩ તા. ૨૦-૨-૧૯૪૦ ના રોજ કરવામાં આવી હતી. તે મકાનની ઊંચાઈ ઘણી ઓછી હોવાથી યોગ્ય સુધારા-વધારા કરવા માટે સંવત ૨૦૨૨ માં શ્રીમદ્જીના પરમ ભક્ત સ્વ. શ્રી ધારસીભાઈના પુત્રીના પુત્ર મોરબીના શ્રી રસીકલાલ તથા શ્રી જમનાદાસ પી. શેઠે આસરે રૂા. ૧૦,૦૦૦ આપેલ હતા. મકાનની સંગીનતા અને બીજી જરૂરીયાતે પણ કરવામાં આવી હતી. જ્યાં સ્વાધ્યાય ભક્તિ-ભજન દેવવંદન આદિ ક્રમ ચાલુ છે ૧૭. શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, સડોદરા. વિ. સં. ૧૯૯૬ શ્રી હીરાલાલ ઝવેરીએ વિ. સં. ૧૯૯૫માં સુરત જિલ્લામાં સડોદરા ગામમાં મુમુક્ષુઓ વતી આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. વિ. સં. ૧૯૯૬ના વૈશાખ સુદ ત્રીજે શ્રી જ્ઞાનચંદ નાહટાજીના હસ્તે શ્રીમદ્દના ચિત્રપટની સ્થાપના કરવામાં આવી. આ મકાનના બાંધકામમાં થયેલા રૂ. ૮૦૦૦ –ના ખર્ચમાં મુખ્ય હિસ્સો શ્રી જ્ઞાનચંદ નાહટાને હતા. ૧૮. શ્રીમદ્ રાજચંદ્ર વિહાર-ભવન, ઈડર, વિ. સં. ૧૯૯૬ ભૂતકાળે આ ક્ષેત્રે ઘણા સંત-મહાત્માઓ થઈ ગયા છે. તેઓ પૈકી આજથી ૮૭ વર્ષ પૂર્વે પણ આશ્ચર્યની પ્રતિમારૂપ “યુગ પુરૂષ સજીવનમૂર્તાિ એક અદ્વિતીય સત્પરુષ થઈ ગયા, “શ્રીમદ્ રાજચંદ્રદેવ”. શ્રીમદ પિતાની હયાતીમાં ઈડરના ઘંટિયા પહાડ ઉપર વિચરેલા, ત્યાં હાલમાં એક સુંદર ધામ બનાવેલ છે, અને ત્યાં જાત્રાળુ મુમુક્ષુઓને રહેવાની સારી વ્યવસ્થા પણ છે. Page #670 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પૂ. શ્રી લલ્લુજી મહારાજ તથા છોટાલાલ મલકચંદ શાહની પ્રેરણાથી આજથી ૫૮ વર્ષ પૂર્વે વિ. સં. ૧૯૮૬ ના વૈશાખ વદ ૧ ના એક નિષ્ઠાવાન ભક્ત લીબડી નિવાસી પૂ. શ્રી મનસુખભાઈ દેવસીના સુપુત્ર પૂ. શ્રી ગીરધરલાલભાઈની આર્થિક સહાયથી વિહારભવન, આવાસો, ભારબાહય તથા આરડીઓ તૈયાર કરવામાં આવ્યા હતા. તેમજ “સિદ્ધ શિલા” પણ છે. જેની ઉપર શ્રીમદની પાદુકાની સ્થાપના કરવામાં આવી છે. આ સ્થળને પૂ. વિનોબાજીએ પણ ખૂબ પસંદ કર્યું હતું. આ પહાડ ત પાવનભૂમિ પૈકી એક છે તે પણ એક તીર્થભૂમિ ધામ છે. ૧૯. શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, નરોડા. વિ. સં. ૧૯૯૮ શ્રીમદ્ રાજચંદ્રજ આ સ્થળે મુનીઓ સાથે વિ. સં. ૧૯૫૫ માં પધારેલ તેના સ્મારક રૂપે શ્રી લલ્લુજી મહારાજની પ્રેરણાથી આ મંદિર માટે અમદાવાદ પાસે નરેડામાં જમીન ખરીદવામાં આવી હતી. અને બ્રહ્મચારીજીની સૂચનાથી મંદિર બંધાવવા માટેનો ફાળે એકઠો કર્યો હતો. મુખ્ય સહાયક શ્રી જૂઠાભાઈના મોટાભાઈ, શ્રી જેસંગભાઈ ઉજમશીભાઈ અને શ્રી જ્ઞાનચંદ નાહટાજી હતા. વિ. સં. ૧૯૮ના માગશર વદ ૬ના રોજ શ્રી નાહટાના શુભ હસ્તે ખાતમુહૂર્ત થયું હતું. અને તે જ વર્ષમાં મકાનનું બાંધકામ રૂ. ૯,૦૦૦/–ના ખર્ચે પૂરું થયું હતું. તેમાં શ્રીમદ્દના ચિત્રપટની સ્થાપના કરવામાં આવી છે. ૨૦. શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, દાર. વિ. સં. ૧૯૯૮ વિ. સં. ૧૯૯૮ ના કારતક માસમાં શ્રી હીરાલાલ ઝવેરી તથા શ્રી જ્ઞાનચંદ નાહટાજીની પ્રેરણાથી મંદિર માટે એક મકાન ભાડે રાખવામાં આવ્યું હતું અને શ્રી બ્રહ્મચારી ગોવર્ધનદાસજી જ્યારે ઇન્દોર પધાર્યા ત્યારે સ. ૧૯૯૮ ફાગણ વદ ૨, ના રોજ તેમના શુભ હસ્તે શ્રીમદના ચિત્રપટની ત્યાં સ્થાપના કરવામાં આવી હતી. ૨૧, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધામણ, વિ. સં. ૧૯૯૮ સુરત જિલ્લામાં નવસારી પાસે આવેલા ધામણના મુમુક્ષુજને શ્રી લલ્લુજી મહારાજના સમાગમમાં વારંવાર આવતા હતા, તેથી તેમને શ્રીમદ્દની મહાનતા સમજાઈ હતી, અને એ મુમુક્ષુઓની સંખ્યા વધતાં, તેમને અગાસ જેવું ધામ ઊભું કરવાની ઈચ્છા થઈ હતી. ધામના એવા એક મુમુક્ષભાઈ શ્રી કાળાભાઈ ભગાભાઈની ઈરછા તીવ્ર બની. તેઓ અગાસ ગયા હતા, અને શ્રી લલ્લુજી મહારાજને આખા સંઘ સાથે ધામણ પધારી પોતાના સ્વતંત્ર મકાનમાં શ્રીમદ્દના ચિત્રપટની સ્થાપના પોતાના ખર્ચે કરી આપવા વિનંતિ કરી હતી. શ્રી લલ્લુજી મહારાજે તે સ્વીકારી હતી. વિસં. ૧૯૮૯ના વૈશાખ સુદ ત્રીજે – અખાત્રીજે પૂ. શ્રી લલ્લુજી મહારાજ લગભગ ત્રણેક હજાર મુમુક્ષુઓ સાથે ધામણ પધાર્યા હતા, અને બે દિવસ સુધી વિશાળ મંડપમાં ભક્તિ કરાવી હતી. અને તેમણે ત્યાં ચિત્રપટની સ્થાપના કરી હતી. આ મકાનમાં પ્રત્યેક પૂર્ણિમાએ ભક્તિ Page #671 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીમની જીવનસિદ્ધિ થતી હતી. અને અનેક મુમુક્ષુએ એના લાભ લેતા હતા. પરિણામે મુમુક્ષુઓને ત્યાં આશ્રમ આંધવાની ઇચ્છા થઈ હતી. વિ. સ`. ૧૯૯૪થી એ માટે ફંડની શરૂઆત થઈ હતી, અને વિ. સં. ૧૯૯૭માં ત્યાં એક મદિર બાંધવામાં આવ્યું હતુ. અને વિ. સ. ૧૯૯૮ના માગશર સુદ ૧૦ના રાજ ધામધુમથી શ્રી બ્રહ્મચારીજીના શુભ હસ્તે શ્રીમના ચિત્રપટની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી વિવિધ કાર્યક્રમે ત્યાં ચાજાતા રહે છે. આશ્રમમાં ધર્મશાળા, ગુરૂમંદિર, જિનમંદિર, સ્વાધ્યાય હાલ, ભાજનશાળા, પાઠશાળા, વી. સાધા માટે સુવિદ્યા છે. મુમુક્ષુએ કાયમી રહી સ્વાધ્યાય ભક્તિ, સત્સગના સારા એવા લાભ લે છે. વલી તીર્થ સ્થાન પણ છે. રર. શ્રી રાજમ`દિર, (વઢવાણ કેમ્પ) સુરેન્દ્રનગર, વિ. સ. ૧૯૯૮ શ્રીમદ્ રાજચંદ્રજી અવારનવાર નિવૃત્તિ દરમ્યાન તેમના સત્સંગ અને ભક્તિના લાભ મળે તે નિમિત્તે સ્વ. શ્રી જેસ`ગભાઈ ઉજમશીએ પેાતાના બગલામાં વિ. સ. ૧૯૯૮ના માગશર સુદ ૮ ના રાજ વઢવાણ કૅમ્પમાં શ્રીમદ્ના ચિત્રપટની સ્થાપના કરી હતી. ર૩, શ્રીમદ્ રાજચંદ્રે જન્મજીવન, વાણિયા, વિ. સ. ૨૦૦૦ 06 શ્રી રવજીભાઈ પંચાણુભાઈની મૂળ જગ્યા તથા તેની આસપાસની ઘણી જગ્યા વવાણિયામાં વેચાતી લઈ ને શ્રીમદ્ રાજચંદ્રજીના જન્મસ્થળમાં, શ્રી રણછેાડદાસભાઈના પુત્ર અને શ્રીમદ્ના જમાઈ શ્રી ભગવાનલાલ મેઢીએ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન ” નામનું આ આલિશાન મકાન બંધાવ્યુ` છે, એમ કરવામાં શ્રીમનાં પુત્રી શ્રીમતિ જવલબહેનની પ્રેરણા મુખ્ય હતી. આ મકાનમાં જિનાલય, ગુરુમન્દિર, વ્યાખ્યાનાઁાલ તથા ધર્મશાળાના સમાવેશ થાય છે. આ સ્થાનનું શિલારાપણ વિ. સં. ૧૯૯૯ના આસા સુદ ૧૦ના રાજ થયેલ, અને એનુ` ઉદ્ઘાટન વિ. સ. ૨૦૦૦ના કારતક સુદ પૂનમે મેરખીના મહારાજા શ્રી લખધીરજી બાપુના શુભ હસ્તે થયેલું. ત્યારથી સ્વ. શ્રીમંત જવલબહેન પ્રત્યેક વર્ષે કાર્તીકી પૂર્ણિમાએ “ શ્રીમદ્ રાજચ`દ્ર જયંતી '' ઊજવવા વવાણિયા જતા હતા. વિ. સં. ૨૦૧૬માં તેમના મેટા પુત્ર શ્રી બુદ્ધિધનભાઈના નાની વયે, કારતકી પૂનમે વવાણિયામાં અચાનક દેહાંત થયેલા હતા, છતાં તેમણે તે ઉજવણું ચાલુ જ રાખ્યું છે. ધન્ય છે તેમની અડગ પિતૃભક્તિને આ સ્થળે . મદિર સામે જગ્યામાં મુમુક્ષુએએ પાતાના ખર્ચ તથા સંસ્થાએ પણ આરડીઆ તથા ભાજનાલય બનાવેલ છે. કાકી પૂર્ણીમાએ અત્રે ઉત્સવ થાય છે, આખું ગામ સંસ્થાના એક જ રસાડે જમે છે. ૨૪. શ્રીમદ્ રાજચત્ મદિર, બારસદ, વિ. સં. ૨૦૦૦ આશરે ૪૫ વર્ષ ઉપર આ સંસ્થાનું નવું મકાન બજારની મધ્યમાં આશરે રૂપિયા પચીસેક હજારના ખર્ચે બાંધવામાં આવેલ હતુ. આ મકાનમાં શ્રીમદ્ રાજચંદ્રના ચિત્રપટની સ્થાપના કાવિઠાના શ્રી સેામાભાઈ પ્રભુદાસ પટેલના હસ્તે થઈ હતી. સવાર-સાંજ ભક્તિભાવ-સ્વાધ્યાય સુમુક્ષુ કરે છે. Page #672 -------------------------------------------------------------------------- ________________ ૬૫૩ પરિશિષ્ટ ૨૫. શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, કાવિઠા. વિ. સ. ૨૦૦૪ | મુનિ લલ્લુજી મહારાજની પ્રેરણાથી શ્રીમદ્દ જ્યાં ત્રણ વખત રહેલા હતા, તે કાવિઠામાં મંદિર બંધાવવા માટે મુમુક્ષુ ભાઈઓએ વિ. સં. ૧૯૮૫માં જમીન ખરીદ કરી હતી. વિ. સં. ૧૯૯૩ના ચિત્ર સુદ પાંચમે શ્રી હીરાલાલ ઝવેરીના શુભ હસ્તે ત્યાં ખાતમુહૂર્ત થયું હતું અને વિ. સં. ૧૯૯૮માં રૂ. ૫૧,૦૦૦-ના ખર્ચે બાંધવામાં આવેલા મંદિરનું કામકાજ પૂરું થયું હતું. વિ. સં. ૨૦૦૪માં વૈશાખ સુદ ૧૩ના રોજ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિરમાં અ. સી. સદગુણાબહેન નાહટાજીના શુભ હસ્તે શ્રીમદુની પ્રતિમાની સ્થાપના થઈ હતી. તે સાથે પ્રભુશ્રી – શ્રી લઘુરાજ સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા શ્રી સોમાભાઈ પ્રભુદાસના શુભ હસ્તે થઈ હતી. આ મંદિરમાં બીજે મજલ શ્રી સંભવનાથ, શ્રી શાંતિનાથ તથા શ્રી મલિનાથ આદિ તીર્થંકરદેવની ત્રણ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ર૬. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન પ્રકાશ મંદિર, વવાણિયા વિ. સં. ૨૦૦૮ શ્રીમને સાત વર્ષની ઉંમરે સ્મશાન ભૂમિનાં જે બાવળના ઝાડ ઉપર જાતિસ્મરણજ્ઞાન થયું હતું, તે જગ્યા રાજકોટના શ્રી રસિકલાલ ત્રંબકલાલ મહેતાએ વેચાતી લઈ ત્યાં શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન પ્રકાશ મંદિર બંધાવ્યું છે. તેમાં વિ. સં. ૨૦૦૮માં કાર્તિકી પૂનમે પાદુકાજીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ વિ. સં. ૨૦૨૦ના આસો વદ ૮ થી શ્રીમદ્ રાજચંદ્રજીની કાયોત્સર્ગ મુદ્રાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. ૨૭, રાજગૃહ વનક્ષેત્ર, ઉત્તરસંડા. વિ. સં. ર૦૧ર વિ. સં. ૧૯૫૪માં ઉત્તરસંડાના વનમાં શ્રીમદ્દ થોડો વખત નિવૃત્તિ માટે શ્રી ધનવંતરીના બંગલામાં રહ્યા હતા. ને તે સ્થળનું નામ તેમણે વનક્ષેત્ર આપેલ હતું ત્યાં તેમના નામે એક સ્મારક ઉભું કરવાની ઈચ્છાથી નારના વતનીઓએ ત્યાં જગ્યા ખરીદી હતી. તે પછી બેંગલોરના મુમુક્ષુઓ તથા શ્રી જ્ઞાનચંદ નાહટાજી તથા શ્રી હીરાલાલ ઝવેરીએ મળીને ત્યાં મંદિર બંધાવ્યું હતું, અને વિ. સં. ૨૦૧૨ની કાર્તકી પૂર્ણિમાએ ત્યાં શ્રીમદ્દના ચિત્રપટની સ્થાપના કરી હતી. ૨૮. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, પી (દક્ષિણ ભારત) વિ. સં. ૨૦૧૭ જેને, અને વૈષ્ણવોનું પ્રાચીન તીર્થધામ આ કંપી, મૈસૂર રાજ્યના બેલ્લારી જિલ્લામાં “શું તકલ-હુબલી” રેલવે લાઈનના હોસ્પેટ સ્ટેશનથી સવા સાત માઈલ દૂર છે. આવવા જવા માટે એસ.ટી. બસ સર્વિસની પૂરતી સગવડ છે. હરિયાળ પ્રદેશ અને અતિહાસિક પુરાતત્ત્વ-સામગ્રી વિશ્વભરના યાત્રિકોને અહીં ખેંચી લાવે છે. Page #673 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ સને ૧૩૩૬ માં વિજયનગરનું નિર્માણકાર્ય પ્રારંભાયું તે પહેલાં અહી હેમકૂટને અડીને ઉત્તરીય ખીણમાં હંપિગ્રામ અને દક્ષિણે કૃષ્ણપુરમ્ ગ્રામ હતાં. તથા નદી પાર ભેટ જન તીર્થ હતું. અને આ પાર હેમકૂટ તથા ચકકૂટ નામનાં બે જન તીર્થો પણ હતાં. આ ત્રણે તીર્થો દિગબર સંપ્રદાયના અધિકારમાં હતાં. નગરને ઉત્તર કિનારે બારમાસી પ્રવાહવાળી તુંગભદ્રા નક્કી અખલિત પ્રવાહે પ્રવહે છે. હમકૃટની પૂર્વ દિશામાં સડકને અડીને ત્રીસેક એકરના વિસ્તારવાળું સાધારણ ઊંચાઈ ધરાવતું એક શિખર છે, જેને રત્નકૂટ કહે છે. તેના પૂર્વ છેડે માતંગ પર્વત આવેલ છે. રત્નકૂટ ઉપર લાંબી મોટી ગુફાઓ તથા કેટલીક નાની ગુફાઓ, પ્રાકૃતિક ચાર કુંડ, નાનાં ખેતર અને બાકીનો પુઢવી શિલામય વિસ્તાર છે, જેના ઉપર વિ. સં. ૨૦૧૭ના અષાડ સુદિ એકાદશીએ “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની સ્થાપના ઘણા જ ઉલ્લાસપૂર્વક થઈ, જેમાં શ્રી ભદ્રમનિ (પૂ. શ્રી સહજાનંદધન) મુખ્ય નિમિત્ત બન્યા હતા. રત્નકૂટ ઉપર ગમનાગમન માટે અઢી ફલંગ વ્યવસ્થિત પગ રસ્તે, બે મોટી ગુફાઓ, આઠેક નાની ગુફાઓ, એક મોટી ગુફામાં ચેત્યાલય, જ્યાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીની પાષાણ પ્રતિમાજી તથા શ્રી પાર્શ્વનાથજીની ધાતુની પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી પરમકૃપાળુદેવની ૩૧ ઈંચની સુરમ્ય પાષાણ પ્રતિમાજી, ચરણચિહ્ન તથા તેમનાં ચિત્રપટ સ્થાપિત છે, જેમની સન્મુખ સત્સંગ-ભક્તિ નિયમિત બે વખત થાય છે. એની સાથે પરમકૃપાળુદેવના નામની સુગંધ દક્ષિણભારતમાં સર્વત્ર પ્રસરી ગઈ. ત્યાં આવનાર મુમુક્ષુ માટે એક વિશાળ જિનાલય યુક્ત સત્સંગ ભવન, આવાસગૃહો કેટલાક ભાવિકોએ પોતાના ખર્ચે બાંધેલા નિવાસ સ્થાને ભેજનાલયની સગવડતા છે. જેમાં બે ટંક મફત ભોજન અપાય છે. ભાવિકોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. ૨૯. શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય મંદિર, દેવલાલી. વિ. સં. ૨૦૨૧ શ્રી જયસિંહભાઈ નારણભાઈ લખપતવાળાએ ઈ.સ. ૧૯૬૪માં લગભગ રૂ. ૮૦,૦૦૦-ના ખચે શ્રીમદ્ રાજચંદ્રનું ભક્તિધામ દેવલાલીમાં બંધાવ્યું છે. દેવલાલીમાં પોતાની માલિકીની કેટલીક જમીન તેમણે મંદિરને અર્પણ કરી. ને ત્યાં વિ. સં. ૨૦૨૦ના ચિત્ર વદ પાંચમના રાજ મંદિરનું ખાતમુહૂર્ત કૃપાળુદેવના પરમ ભક્ત એ. સી. નીલાબહેન શશીકાંત મહેતાના હસ્તે થયું તે પછી માત્ર છ માસમાં મંદિરનું કામકાજ પૂર્ણ કરી વિ. સં. ૨૦૨૧ની કાર્તકી પૂર્ણિમાએ . સી. નીલાબહેનના હસ્તે શ્રીમદ્દની પ્રતિમાની તથા ચિત્રપટની સ્થાપના કરવામાં આવી. તે ઉત્સવમાં લગભગ ૧૦૦૦ ઉપરાંત મુમુક્ષુઓએ ભાગ લીધો હતે. મંદિરના ઉપરના ભાગમાં સ્વાધ્યાય-હૌલ છે, જ્યાં શ્રીમદ્દનું મોટું ચિત્રપટ રાખવામાં આવ્યું છે. અને નીચેના ભાગમાં, ઈડરના પહાડ પર જે શિલા પર બેસીને શ્રીમદ્દ બેધ આપતા હતા તેવી શિલા ઉપર તેમની પ્રતિમા રાખવામાં આવી છે. આજુબાજુને દેખાવ ગુફા જે રાખેલ છે. તેથી નીચેના ભાગમાં તે પર્વતની ગુફાનું જ વાતાવરણ ખડું થાય છે, Page #674 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૬૫૫ આ ઉપરાંત ત્યાં આશ્રમમાં મુમુક્ષુઓને રહેવાની સગવડ છે, અને નિયમિત રડું પણ ચાલે છે. ૩૦, શ્રીમદ રાજચંદ્ર મંદિર, વટામણ વિ. સં. ૨૦૨૩ વટામણ ભાલ પ્રદેશમાં ધોળકા તાલુકામાં ૩૦૦૦ વસ્તીવાળું નાનકડું ગામ છે. તે ગામના વેલાણું કુટુંબમાં શ્રી લઘુરાજસ્વામી (પ્રભુશ્રીજી)ને જન્મ સંવત ૧૯૧૦ ના અશ્વિન વદ ૧ ના રોજ થે હતે. તેઓ શ્રી દેવકરણજી સાથે સ્થાનકવાસી જૈન સંપ્રદાયમાં ખંભાત સંઘાડામાં સંવત ૧૯૪૦ દિક્ષિત થયા હતા. પેથાપુરનિવાસી શ્રી હીરાલાલ એમ. ઝવેરીએ શ્રી લઘુરાજસ્વામીના સ્મારકરૂપે તેઓશ્રીની જન્મભૂમિ વટામણમાં શ્રીમદ્ રાજચંદ્ર મંદિર બંધાવવા સંકલ્પ કરેલો અને તે માટે સંવત ૨૦૦૦ માં શ્રી ગુલાબચંદભાઈના હાથે ખાતમુહુર્ત કરાવી પાયા પૂરેલા. ત્યાર બાદ શ્રી નાર મુમુક્ષુ મંડળ તથા શ્રી કાવિઠાના કેટલાક મુમુક્ષુઓએ સારી એવી રકમ ખચીને બે મજલાનું સુંદર આલીશાન મંદિર પૂ. ભાઈશ્રી મણિભાઈ રણછોડભાઈની પ્રેરણાથી તેમ જ તેમના માર્ગદર્શન પ્રમાણે બાંધ્યું છે. આ મંદિરમાં ૫. કુ. દેવ શ્રીમદ રાજચંદ્ર તથા શ્રી લઘુરાજસ્વામીનાં ચિત્રપટની સ્થાપના સં. ૨૦૨૩ આસો વદ ૧ ના રોજ કરી હતી. ૩૧, શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર, ઘાટકોપર, મુંબઈ વિ. સં. ૨૦૨૪ વિ. સં. ૨૦૨૪, ઈ. સ. ૧૯૬૭માં શ્રી પ્રેમચંદભાઈ કોઠારીના વિશેષ પ્રયત્નથી અને અનેક મુમુક્ષુઓના સહકારથી આ વિશાળ, ભવ્ય, બહુજને પગી અને સુંદર સંસ્થા અસ્તિત્વમાં આવી. કુલ લગભગ ૧૧૦૦ મુમુક્ષુઓ એકસાથે સ્વાધ્યાય-ભક્તિને લાભ લઈ શકે તેવી વ્યવસ્થા છે. પરમકૃપાળુદેવનાં વિવિધ અવસ્થાનાં ચિત્રપટ, આત્મસિદ્ધિ તથા તે લખતી વખતનું મોટું ચિત્રપટ, તેમ જ શ્રીમદ્જીનાં ઘણું સુવાક્યો ઉપરાંત લગભગ શ્રી મહાવીરસ્વામી તથા શ્રી લઘુરાજસ્વામીના ચિત્રપટેનું સ્થાપન કરવામાં આવેલ છે. દરેક પૂનમ, રવિવાર તથા અન્ય પર્વના દિવસોમાં સ્વાધ્યાય-ભક્તિનો કાર્યક્રમ નિયમિત્તપણે ગોઠવવામાં આવે છે, જેને અનેક મુમુક્ષુઓ લાભ લે છે. સંસ્થાના વ્યવસ્થાપકોની ઉદાર દૃષ્ટિને લીધે છેલ્લાં દસ વર્ષમાં આ સંસ્થાઓ ઘણી પ્રગતિ સાધી છે, જે સૌને માટે ખરેખર આનંદનો વિષય છે. કર. શ્રીમદ્ રાજચંદ્ર ગુરૂ મદિર, બેંગલોર, વિ. સં. ૨૦૨૪. જેન ટેમ્પલ સ્ટ્રીટ, વીર પુરમ મંદિર આજથી આસરે ૨૦ વર્ષ ઉપર શ્રી જ્ઞાનચંદ નાહટા સાહેબની પ્રેરણા તથા આર્થિક સહાયથી નિર્માણ થયેલ હતું તેમાં શ્રીમદ્ રાજચંદની પ્રહ્માસન મુદ્દાન” તથા શ્રી લઘુરાજજીનું ચિત્રપટ ઉતરાસંડાવાલા અ.સૌ. સુર્વણાબહેન નાહાટાના શુભ હસ્તે સ્થાપના કરવામાં આવી હતી અહી ભક્તિ વી. નીયમીત થાય છે. Page #675 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ ૩૩. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સુરત. વિ. સં. ૨૦૩૩ આ આશ્રમ સુરતમાં શહેરની બહાર રેલ્વે ટ્રેક ઉપર શ્રી મનહરલાલ ગોવર્ધનદાસ કડીવાળાની પ્રેરણું તથા સહાયથી નિર્માણ થયું છે જગ્યા વિશાળ છે તેમાં દાખલ થતાં એક ગુરૂમંદિર ખાજમાં સમક્ષભાઈઓ રહી શકે તેવી ધર્મશાળા તથા ભેજનાલયની સગવડતા છે. શ્રી મનહરલાલ કડીવાળાને બંગલો પણ અંદર છે અને તેઓ અંદર રહે છે. અને આ મંદિરની વ્યવસ્થા કરે છે. સ્વાધ્યાય તથા ભક્તિને કાર્યક્રમ નિયમિત થાય છે. ૩૪. શ્રીમદ રાજચંદ્ર સ્વાધ્યાય હેલ, મુંબઈ, વિ. સં. ૨૦૩૫ સન ૧૯૭૯ માં મુંબઈ– ચોપાટી, વાલકેશ્વર – મહાલક્ષમી વિસ્તારમાં રહેતા. સ્વ હિતાર્થે મુમુક્ષુ ભાઈઓએ ધર્મ આરાધના થાય તેવા હેતુથી એક સ્થળ તે વિસ્તારમાં નિર્માણ થાય તેવું વિચાર્યું અને તેથી કેટલાક ભાઈઓએ ભક્તિને માટે ખાનગી પોતાના ઉપયોગ માટે એક બ્લોક સાગર વિહાર સાતમે માળે ૪૫, કુળપતિ મુન્શી માર્ગ ચોપાટી ખરીદી, એ સ્વપ્ન સિદ્ધ કર્યું. જ્યાં કૃપાળુદેવ ઉપરાંત શ્રી લઘુરાજજી તથા બ્રહ્મચારી શ્રી ગોવર્ધનદાસજીનું ચિત્રપટ મુકવામાં આવેલ છે. અને દરરોજ સવારે તે ખુલે છે. દર્શનાથીઓ આવે છે. ભક્તિ, કરે છે. દર રવિવારે સવારે ૯ થી ૧૧ સ્વાધ્યાય ભક્તિ થાય છે. ૩૫, શ્રી રાજ- ભાગ સસંગ મંડળ-સાયલા (સૌરાષ્ટ્ર) ૨૦૪૧ ઉપરોક્ત સંસ્થા દ્વારા શ્રી રાજ-ભાગ આશ્રમનું ઉદઘાટન વિ. સં. ૨૦૪૧ના આહ માસમાં તા. ૨૨-૨-૮૫ના રોજ આદરણીય શ્રી લાડકચંદભાઈ વોરાની પ્રેરણાથી અને મુંબઈ અને બીજા સમગ્ર મુમુક્ષુઓના આથીક સહકારથી થયેલ છે. પરમકૃપાળુદેવના પરમસખા શ્રી સોભાગભાઈના જન્મસ્થળમાં આકાર પામેલો આ આશ્રમ સૌને સાધનાની તથા રહેવા જમવાની સુંદર સગવડ પૂરી પાડે છે, તેવી આશા ઉદ્દઘાટન સમયના વાતાવરણને જોતાં સૌના દિલમાં ઊપજી છે. આશ્રમમાં વિવિધ વિભાગે ઉપરાંત શ્રી જિનમંદિર અને સ્વાધ્યાય હોલ-બનાવેલ છે. જેમાં કપાળદેવ, સભાગભાઈ તથા શ્રી લઘુરાજસ્વામીનાં ત્રણ-મેટા ચિત્રપટની સ્થાપના થયેલ છે. નૅશનલ હાઈવેને તદ્દન નજીક આવેલ હોવાથી. અવરજવર કરતા અનેક મુમુક્ષુઓ આ સંસ્થાને લાભ લેશે તેવી પ્રાજકની ભાવના છે. સાયલા બહારના તથા પરદેશના મુમુક્ષુઓએ પોતાના ખર્ચ આવાસ બાંધી સંસ્થાને અર્પણ કરેલ છે જેથી બહારથી આવનાર બીજી મુમુક્ષુઓ તેને સારો લાભ લે છે અને એ એક તીર્થ બની રહેલ છે. ૩૬. શ્રીરાજમંદિર, ગઢ શિવાણા, વિ. સં. ૨૦૪૧ આ ગામના વતનીઓએ દક્ષિણમાં વસવાટ કરેલ પણ અગાસમાં રહી આરાધના કરતા હતા તેવા ભાઈઓની ભાવનાથી આવું એક મંદિરનું નિર્માણ થયેલ છે. નીચે ભેાંયરામાં મંદિર છે તેમાં તિર્થંકરની આરસની પ્રતિમાઓ છે. ઉપર શ્રીમદનું ચિત્રપટ તથા સ્વાધ્યાય હોલ છે. Page #676 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૫૭ ભાવિક મુમુક્ષુ અત્રે આવી સ્વાધ્યાય ભક્તિ વી.ની આરાધના કરે છે આ સ્થળ બાડમેર (રાજસ્થાન) જિલ્લામાં નાકોડા પાર્શ્વનાથ તીર્થ પાસે આવેલ છે. ૩૭, શ્રીમદ્ રાજચત્ આધ્યાત્મિક સાધના કેન્દ્ર—કાખા. (જિ. ગાંધીનગર વિ. સ` ૨૦૪૨, 66 www વૈષ્ણવ કુટુંબમાં જન્મેલા પણ સવ દનના અને ખાસ કરી જૈન દર્શનના ઉંડા અભ્યાસી, તત્ત્વચિંતક, તીવ્ર સાધના કર્મ અંતરગ પ્રસન્ન દશાવાળા શ્રી ૐૉ. મુકુંદભાઈ વીરજીભાઈ સાનેજી, હાલ પૂ. શ્રી આત્માન એ વિ. સ` ૨૦૩૧ના વૈશાખ સુદ ૧૦ ( શ્રી મહાવીર પ્રભુજીના કેવળજ્ઞાન પ્રાપ્તિ)ના તા. ૧૦-૫-૧૯૭૫ ના માઁગળ દિવસે અમદાવાદ – મીઠાખલી – “ પુષ્પવીલા ” માં શ્રી દ્ર સત્ક્રુત સેવા સાધના કેન્દ્ર”ની સ્થાપના કરી હતી. જ્યાં અઠવાડીયે એક કલાકથી દોઢ કલાક શ્રીમદ્ રાજચ`દ્રના પુસ્તકેા કે સતુશ્રુતના પુસ્તકે ઉપર વાંચન સ્વાધ્યાય અપાતા હતા સૌંસ્થાની મુખ્ય પ્રવૃત્તિ :—પુસ્તકાલય, સત્ સાહિત્ય પ્રકાશન તથા તીથ યાત્રા ધમ યાત્રાનુ' આયેાજન પુરતી હતી. ત્યારબાદ વિ. સંવત ૨૦૩૨ માં સંસ્થાએ પેાતાનું એક મુખપત્ર “ દિવ્યધ્વની ” ગુજરાતી આધ્યાત્મિક માસિક શરૂ કર્યું હતુ' જેનુ' પ્રકાશન નિયમિત ચાલુ છે. ,, વખત જતાં તથા આધ્યાત્મ પ્રવૃત્તિમાં લેાકેાના રસ વધતાં તથા એકાંત નિવૃત્તિ સ્થળે રહી. વિશેષ સાધના થઈ શકે તે હેતુથી દાનવીર શ્રી રસીકલાલ અચરતલાલ શાહે ભેટ આપેલ ૬૫૦૦ ચારસ વાર જમીન ઉપર; કાબા ( જિલ્લા ગાંધીનગર) અમદાવાદ શહેરથી સાબરમતી ગાંધીનગર જતાં રસ્તે હાઇવે ઉપર ૧૬ કીલેા મીટરના અંતરે “ આધ્યાત્મિક સાધના કેન્દ્ર”નું ઈ. સ. ૧૯૮૧ માં નિર્માણ થયું. જ્યાં ક્રમેક્રમે, સ્વાધ્યાય હાલ – સાધક નિવાસ; ભેાજનાલય, મહિલા સાધના ભવન, સ`તકુટિર, જિનાલય, પુસ્તકાલય આદિ અસ્તિત્વમાં આવેલ છે. સ વિ. સ’. ૨૦૪૩માં સમયના વહેણ સાથે અનુકુળ થઈ, આ સંસ્થાની ઉમદા, વિશાળ અને ઉદ્દાત વિચારધારા ધરાવતા ટ્રસ્ટીગણેા તથા હિત ચિંતકાએ નિર્ણય કરી આ સંસ્થાના નામ સાથે શ્રીમદ્ રાજચંદ્ર નામ જોડી આ સંસ્થાનુ` તા. ૫-૧૦-૮૬ થી “ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર ” એ નામકરણ વિધી સાદાઈથી કરી હતી. આ સસ્થા-આશ્રમમાં સ્થાનિક તથા દેશ-વિદેશના મુમુક્ષુઓ, સાધકે દશામાં રહી સારા એવા સ્વાધ્યાય, ભક્તિ, સત્સ`ગ, સત્સમાગમ, ચિંતનના લાભ લે છે. ૩૮. શ્રી રાજચત્ જ્ઞાન મદિર, યવતમાલ, ( મહારાષ્ટ્ર) વિ. સૌ ર૦૪ર આ ગામના મુમુક્ષુએ અગાસ રહી આરાધના કરતા હતા. અને તેથી પેાતાના વતનમાં એક મદિર – આરાધના કેન્દ્ર નિર્માણ થાય તેવી શુભ ભાવના જાગી. તેના ફળરૂપે વિ. સ’. ૧૯૪૨ માં અગાસના મુમુક્ષુભાઈ એની ઉપસ્થિતિમાં ત્યાંના સ્થાનિક મુમુક્ષુઓએ મદિરની પ્રતિષ્ઠા કરી હતી. ૮૩ Page #677 -------------------------------------------------------------------------- ________________ ઉપ ૩૯, શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, માસ, વિ, સ, ર૦૪ર મદ્રાસના ઘણા ભાવિક ભાઈએ અગાસમાં અવારનવાર આવી, મહિના સુધી ધર્મ આરાધના કરતાં હતાં. અને તેથી પ્રેરાઇને પેાતાનુ' આવુ' એક માઁદિર – આરાધના કેન્દ્ર કરવા વિચાર્યું" અને તેથી તેનુ નિર્માણ, વિ. સં. ૨૦૪૨ માં કરવામાં આવ્યું હતુ.. ૪૦, શ્રીમદ્ રાજચત્ મદિર, રાજકાટ, વિ. સં. ૨૦૪૩ રાજકોટ તથા પાડોશમાં રહેતા અને મુંબઈ સ્થિત થયેલ ભાઈઓએ રાજકેટમાં શ્રીમદ્ રાજચંદ્રના દેહાંત થયેલ હાવાથી એક મંદિર – અને સ્વાધ્યાય હાલ બનાવી આરાધના કરી શકાય તે ભાવના ભાવી. તેથી સ્વ. શ્રી અમૃતલાલ વીરચંદ જસાણીએ ઉદારભાવથી ખાલી પ્લાટ તથા આર્થિક સહકાર આપતાં તથા મુખઈ તથા અગાસની સસ્થાના સહયાગ સાંપડતા આ મંદિર અસ્તિત્વમાં આવેલ છે. ત્યાં હવે ધર્મ આરાધના નિયમિત થાય છે. અને એક તીક્ષેત્ર બની રહેલ છે. શ્રીમદ્ની જીવનસિદ્ધિ ૪૧. શ્રી રાજચંદ્ર જ્ઞાન મંદિર, આંધણી, વે, સ, ૨૪૪ પૂ. શ્રી બ્રહ્મચારીજી ગાધનદાસના જન્મ સ્થળ શ્રી બાંધણીમાં તેમના સ્મારકરૂપે શ્રીમદ્ રાજચન્દ્રે જ્ઞાન મ`દિર બાંધવાનું નક્કી કરેલ તેથી તે નિર્માણ થયેલ છે જેનુ ઉદ્દઘાટન વિ. સં. ૨૦૪૪ના માહ સુદ ૧૪ ના કરવાનું અગાસના તેમના ગુણાનુરાગીએ જાહેર કરેલ છે. જેથી ત્યાં ધર્મ આરાધનાનુ નવુ ક્ષેત્ર ખુલેલ છે. ૪ર. શ્રીમદ્ રાજચંદ્ર સાધના મદિર, જયપુર, (રાજસ્થાન) શ્રીમના અનન્ય ભક્ત સ્વ. શ્રી અમરચંદજી નાહર ભક્તિભાવથી પ્રેરાઈ એ મદિર બનાવવાનું સ્વપ્ન સેવેલ તેથી સાથલીવાલેાકા રસ્તા; ચૌવરા. જયપુરમાં પેાતાના નિવાસની બાજુમાં જ એક ભવ્ય સંપૂર્ણ આરસનું મિટર પેાતાના જ અંગત આર્થિક સહાયથી ત્રણ મજલાનું નિર્દેણ કર્યું. હતું. ત્યાં દરરોજ દનાથી આવી ધર્મ આરાધના કરે છે. અને એક તીર્થ જેવુ' બનેલ છે. ૪૩. શ્રીમદ્ રાજચંદ્ર સ્મૃતિગૃહ, મેામ્બાસા, એક સુંદર મકાનમાં આ સ્મૃતિગૃહ નિર્માણ થયેલ છે તેના પ્રવેશદ્વાર ઉપર ૐ શ્રી સદગુરૂ દેવાય નમઃ લખેલ છે. ખીજી વિશેષ માહિતી ઉપલબ્ધ નથી. ૐ શાંતિ શાંતિ શાંતિ Page #678 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ શ્રીમદ્દની જીવન-તવારીખ સંવત ઘટના ૧૯૨૪ કાર્તિકી પૂર્ણિમા, રવિવારે રાત્રે બે વાગે વવાણિયામાં જન્મ. ૧૨૮ જન્મનું લક્ષ્મીનંદન નામ બદલીને રાયચંદ રાખ્યું. ૧૯૩૧ વવાણિયા ગામે સ્મશાનમાં બાવળ ઉપર જાતિસ્મરણ જ્ઞાન. વવાણિયામાં અભ્યાસની શરૂઆત. ૧૯૩૨ પહેલું કાવ્ય રચ્યું, જે અપ્રાપ્ય રહ્યું છે. ૧૯૩૫ શાળાનો અભ્યાસ છોડો. ૧૯૪૦ ચિત્ર માસમાં “મોક્ષમાળા”ની રચના. મોરબીમાં અવધાનની શરૂઆત ૧૯૪૧ બોટાદમાં પર અવધાન, લીંબડી વઢવાણુમાં “સાક્ષાત્ સરસ્વતીનું બિરુદ મળ્યું. ૧૯૪૨ મુંબઈમાં શતાવધાન, કીતિની ટોચે, વૈરાગ્યની અપૂર્વતા. ૧૯૪૪ મહા સુદ ૧૨, પોપટભાઈ મહેતાના પુત્રી ઝબકબહેન સાથે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ, અવધાન આદિ પ્રવૃત્તિ બંધ કરી, “મોક્ષમાળા”નું પ્રકાશન, અમદાવાદમાં શ્રી જૂઠાભાઈ ઉજમશી મળ્યા. પ્રકાશ અને દિવ્યતાને અનુભવ થયો. ૧૯૪૫ મુંબઈમાં શ્રી રેવાશકર જગજીવન સાથે ભાગીદારીમાં વેપારકાર્યની શરૂઆત ૧૯૪૬ ભાદ્રપદ માસમાં મોરબીમાં શ્રી ભાગભાઈ મળ્યા. દિવાળીમાં ખંભાત ગામે મુનિશ્રી લલ્લુજી, શ્રી અંબાલાલભાઈ આદિના સમાગમ. ૧૯૪૭ શુદ્ધ સમકિત પ્રકાશ્ય, સુધાની ધારા પછીનાં કેટલાંક દર્શન અને નિરંતર અદભુત દશાને અનુભવ, જ્યોતિષને ત્યાગ કર્યો. ગાંધીજી શ્રીમદને મુંબઈમાં મળ્યા. ૧૯૫૦ શ્રી લલ્લુજી મુનિ અથે આત્માનાં છ પદનો પત્ર ર. મહાત્મા ગાંધીજીએ પુછાવેલા ર૭ પ્રશ્નોના ઉત્તરો લખ્યા. ૧૯૫૧ વિ. સં. ૧૯૫૩થી સર્વસંગપરિત્યાગ કરવાને સંકલ્પ કર્યો. ૧૯૫ર નડિયાદમાં “આત્મસિદ્ધિશાસ્ત્રની રચના કરી, અપૂર્વ જ્ઞાનદશા. ૧૫૩ સાયલામાં તથા ઈડરના પહાડેમાં શ્રી સભાગભાઈને બંધ કર્યો, પરિણામે તેમને આત્મ-વિશુદ્ધિનો લાભ. ૧૯૫૪ શ્રી લલ્લુજી મુનિને વસે ક્ષેત્રે આત્મદર્શન કરાવ્યું. ૧૯૫૫ સ્ત્રી, લક્ષમીને ત્યાગ કર્યો. વેપારમાંથી સર્વથા નિવૃત્તિ. ૧૫૬ વઢવાણ કેમ્પમાં સંવત્સરીને દિવસે “શ્રી પરમકૃત પ્રભાવક મંડળ” માટે ટીપ શરૂ થઈ. દેહ તંદુરસ્તી બહુ ખરાબ થઈ. ૧૯૫૭ ચિત્ર વતી પ, મંગળવાર, દિવસે બે વાગ્યે રાજકેટમાં દેહવિલય. Page #679 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ શ્રીમદ્દનું સાહિત્ય 9 Y - ૪ [ “શ્રીમદ્ રાજચંદ્ર” અગાસ આવૃત્તિ ૧માં આપવામાં આવેલ આંક અહીં સમજવા.] વિ. સંવત ૧૯૪૧ પહેલાં કાળ કેઈને નહિ મૂકે'..................૩ છત્ર પ્રબંધસ્થ પ્રેમ પ્રાર્થના..........૧૪ દેહરા....... ...........૧૫ ધર્મ વિશે......... ...... ..... ...૪ મેક્ષસુબોધ........... ...........૧ સુબોધસંગ્રહ .......પ્રગટ વિ. સં. ૨૦૦૮ શાંતિનાથ ભગવાનની સ્તુતિઝ..........૧૩ ઉપગ ત્યાં ધર્મ છે........... દ્વાદશાનપેક્ષા ...........................૧૦ નિત્ય સ્મૃતિ..................... મોક્ષમાળા, સં. ૧૯૪૦ ............ . ૧૭ પુષ્પમાળા.......... પ્રશ્નોત્તર...... •••••••••••• બોધવચના.......................... મુનિસમાગમ............................ .૧૧ સજજનતા••••••••••••••• સહજ પ્રકૃતિ........................ ............૮ વિ. સંવત ૧૯૪૨ ભાવનાબેધ.................................૧૬ વિ. સંવત ૧૯૪૩ વચન સપ્તશતી................૧૯ ••• ....૨૧ સ્વરોદયજ્ઞાન પરની ટીકા..૨૨ જીવતત્ત્વ સંબંધી વિચાર............ ૨૩ જીવાજીવ વિભક્તિ-અનુવાદ......૨૪ વિ. સંવત ૧૯૪૪ પ્રતિમા સિદ્ધિ ................ ....૪૦ વિ. સંવત ૧૯૪૫ ભિન્ન ભિન્ન મતદશન. ..............૭૯ લઘુવયથી અદ્દભુત થયે... ..............૭૭ સંયતિધર્મ અનુવાદ.......................૬૦ ૧. જે જે રચનાની પાસે આવી કૂદડી મૂકી છે, તે રચનાઓ અપૂર્ણ સમજવી. ૨. “સુબોધસંગ્રહ”માં “સ્ત્રીનીતિબોધક વિભાગ ૧”ની ૪૦ ગરબીઓ, ૪૦ જેટલાં અવધાન કાબે અને ૧૫ ધમેતર કાવ્યને સમાવેશ થાય છે. ૪ અપૂણ કૃતિઓ. Page #680 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ઠ ૬૧ વિ. સંવત ૧૯૪૬ લોકસ્વરૂપ રહસ્ય.................૧૦૭ ત્રણ દેહરા • •••••••••••૧૫૪ રજનીશી .................. ...........૧૫૭ સમુરચયવયચર્યા.........................૮૯ હસ્તલિખિત નોંધપોથી...................૧૬૦ વિ. સંવત ૧૯૪૭ બિના નયન......... ....૨૫૮ જડભાવે જડ પરિણમે........ ... જિનવર કહે છે જ્ઞાન તેને....... .....૨૬૭ પ્રભુ પ્રત્યે દીન.......................૨૬૪ ચમનિયમ... ••••••••• .......૨૬૫ વચનાવલિ............. ....૨૦૦ વિ, સંવત ૧૯૪૮ સમયસારની ગાથાની ગદષ્ટિની સજઝાયમાંથી સમજણ ..................૩૧૭ સમજણ ... ૩૯૪ થી ૩૬ વિ. સંવત ૧૯૪૯ આતમ ભાવના ભાવતાં....................૪૭૪ સમયસાર નાટકની ગાથાની સુવચને ••••૪૬૬ સમજણ.......................૪૩૬ થી ૪૩૮ વિ. સંવત ૧૯૫૦ છ પદને પત્ર................ ••••••૪૯૩ વિ. સંવત ૧૯૫૨ આત્મસિદ્ધિશાસ્ત્ર........................૭૧૮ મૂળમાર્ગ રહસ્ય......................૭૧૫ પંચાસ્તિકાયનું સ્વરૂપ.૬૯૮, ૯૯, ૭૦૧ વિ. સંવત ૧૯૫૩ અપૂર્વ અવસર..............................૭૩૮ પંથ પરમપદ બોધ્યો ....... .. ७२४ આનંદઘન ચોવીશી, વિવેચન – “વીતરાગ સ્તવના”. ••••••૭૫૩ મોક્ષમાર્ગની વિચારણા........ ........ ૭પપ મોક્ષસિદ્ધાંત........................ ૭૫૭ જૈનમાર્ગ વિવેક.............................૭પ૬ જીવન સુખ માટે વિચાર........ ૭૫૯ દ્રવ્ય પ્રકાશ ............................૭૫૮ પંચાસ્તિકાય, અનુવાદ.............. ૭૬૬ દ્રવ્ય સંગ્રહ – અનુવાદક................૭૬૧ વિ. સંવત ૧૯૫૬ જડ ને ચેતન્ય વિવેક................. . ૯૦૨ વિ. સંવત ૧૯૫૭ અંતિમ સંદેશ.... . ૫૪ અત્યંતર પરિણામ અવલોકન હસ્તધ ૧, હસ્તમૈંધ ૨, હસ્તધ ૩.... ••••••૯૬૦ Page #681 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ શ્રીમદ્ અવગાહેલા ગ્રંથની યાદી અખાના પદ – અખાજી. ઉપમિતિભવપ્રપંચ - શ્રી સિદ્ધષિ. અધ્યાત્મગીતા – શ્રી દેવચંદ્રજી. કબીરનાં પદો- કબીર. અધ્યાત્મસાર – શ્રી યશોવિજયજી. કાલજ્ઞાન. અનાથદાસનાં પદો – શ્રી અનાથદાસ. કકકામાં વવ્યા – શ્રી પ્રીતમસ્વામી. અનુભવપ્રકાશ. કર્મગ્રંથ – દેવેન્દ્રસૂરિ. અષ્ટ પ્રાભત – શ્રી કુંદકુંદાચાર્ય કિયાકેશ. અધ્યાત્મકલ્પદ્રમ – શ્રી મુનિસુંદરસૂરિ. ક્ષેપણસાર – શ્રી નમિચંદ્રાચાર્ય. અધ્યાત્મ ભજનમાલા – શ્રી છોટમ. ક્ષેત્રસમાસ. અનંતજીનસ્તવન – શ્રી આનંદઘનજી. જ્ઞાતાધર્મકથાંગ. અનુત્તરૌપપાતિકસૂત્ર. ગીતા – વેદવ્યાસ. અષ્ટક – હરિભદ્રાચાર્ય. ગોકુલચરિત્ર. અંતકૃતદશાંગસૂત્ર. ગુરુગીતા. આચારાંગસૂત્ર. ગમ્મસાર– શ્રી નેમિચંદ્રાચાર્ય, આઠ ગદષ્ટિની સજઝાય – યશવિજયજી. ચારિત્રસાગર. આનંદઘનવીશી – શ્રી આનંદઘનજી. છજીવનિકાય અધ્યયન. આચારાંગસૂત્ર છોટમ કૃત પદસંગ્રહ – શ્રી છોટમ. આત્માનુશાસન – શ્રી ગુણભદ્રાચાર્ય. જૂનો કરાર – બાઈબલ. આપ્તમીમાંસા – શ્રી સમંતભદ્રાચાર્ય. જબુદ્વીપપ્રજ્ઞપ્તિ. ઇન્દ્રિયપરાજયશતક. ઠાણાંગસૂત્ર. ઉત્તરાધ્યયનસૂત્ર. તત્વાર્થસૂત્ર - શ્રી ઉમાસ્વાતી. ઉપદેશપદ- શ્રી હરિભદ્રાચાર્ય. તત્ત્વસાર– શ્રી અમૃતચંદ્રાચાર્ય. ઉપનિષદ. ત્રિલોકસાર– શ્રી નેમિચંદ્રાચાર્ય. ઉપાસકદશાંગસૂત્ર. દશવૈકાલિકસૂત્ર. ઉત્તરપુરાણુ. દેવચંદ્રજીની ચોવીશી – શ્રી દેવચંદ્રજી. ઉદ્ધવગીતા – શ્રી મુક્તાનંદસ્વામી. દ્રવ્યસંગ્રહ – શ્રી નેમિચંદ્રાચાર્ય. ઉપદેશરહસ્ય – શ્રી યશોવિજયજી. દાસબોધ - શ્રી રામદાસ સ્વામી. ૧. શ્રીમના સાહિત્ય તથા કેટલીક માહિતીના આધારે આ યાદી તૈયાર કરીને કૃતિઓના અકારાદિ ક્રમ પ્રમાણે અહીં આપવામાં આવી છે. શ્રીમદ્ આથી વધારે કૃતિઓનો અભ્યાસ કર્યો હોય એ સંભવ વિશેષ છે. જ્યાં શક્ય બન્યું ત્યાં કૃતિ સાથે ક્તનું નામ પણ આપ્યું છે. Page #682 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ દેવાગમસ્તોત્ર – શ્રી સમંતભદ્રાચાર્ય. મણિરત્નમાલા – મણિકાંત. દગ-દશ્યવિવેક – શ્રી શંકરાચાર્ય. મનુસ્મૃતિ- મનુ મહારાજ. ધર્મબિંદુ. માણેકદાસનાં પદો – શ્રી ધનપાળ કવિ. ધીરજાખ્યાન - શ્રી નિષ્કુલાનંદ. મીરાંબાઈનાં પદો. નયરહસ્ય – શ્રી યશોવિજયજી. મોક્ષમાર્ગ પ્રકાશક – પંડિત ટેડરમલજી નવ તસ્વ. મનહરપદ- શ્રી મનોહરદાસ. નારદભક્તિસૂત્ર– મહર્ષિ નારદ. મહાભારત – વેદવ્યાસ નરસિંહ મહેતાનાં પદો. મિતાક્ષરા. નદીસૂત્ર. મૂળપદ્ધતિકર્મગ્રંથ. નિરાંત કેળીનાં પદો. મેહમુદ્રગર – શ્રી શંકરાચાર્ય પદ્મનંદી પંચવિંશતિ-શ્રી પદ્મનંદસ્વામી. યંગકલ્પદ્રમ. પંચાસ્તિકાય – શ્રી કુંદકુંદાચાર્ય. ગપ્રદીપ-હરિભદ્રાચાર્ય પ્રકરણરત્નાકર – પંડિત ઉત્તમવિજયજી. ગવાશિષ. પંચતત્ર.. યોગદષ્ટિ સમુરચય – શ્રી હરિભદ્રાચાર્ય. પંચીકરણ – અખાજી. ગબિંદુ-શ્રી હરિભદ્રાચાર્ય. પ્રતિક્રમણુસૂત્ર. યોગશાસ્ત્ર – શ્રી હેમચંદ્રાચાર્ય. પાતંજલ યોગ – શ્રી પતંજલિ. રઘુનાથદાસની ગરબીઓ. પુરુષાર્થસિદ્ધિઉપાય – શ્રી અમૃતચંદ્રાચાર્ય. યણસાર – શ્રી કુંદકુંદાચાર્ય. પાંડવપુરાણ. રત્નકરંડશ્રાવકાચાર– શ્રી સમંતભદ્રાચાર્ય. પ્રજ્ઞાપનાસિદ્ધાંત. રામાયણ – શ્રી વાલ્મિકી. પ્રધશતક. લબ્ધિસાર– શ્રી નેમિચંદ્રાચાર્ય. પ્રવીણસાગર. લકતત્ત્વનિર્ણય– શ્રી હરિભદ્રાચાય. પ્રીતમનાં કાવ્ય – શ્રી પ્રીતમ. વિચારમાળા. પ્રદ્યુમ્રચરિત્ર. વિપાકસૂત્ર. પ્રવચનસાર - શ્રી કુંદકુંદાચાર્ય. વેદાંત ગ્રંથ – પ્રસ્તાવના. પ્રશ્નવ્યાકરણ. વૃંદસતસૈ. પ્રાણુવિનિમય – મેમેરિઝમનું પુસ્તક. વિચારસાગર. - બાઈબલ. વેદ. બૃહદ્રકલ્પસૂત્ર – ભદ્રબાહુસ્વામી. વૈરાગ્યશતક – શ્રી ભતૃહરિ. ભગવતી આરાધના. શાંતિપ્રકાશક. ભર્તૃહરિશતક – શ્રી ભર્તૃહરિ. શ્રીપાળરાસ - શ્રીવિનયવિજય-વિજયજી. ભાવાર્થ પ્રકાશ. પદર્શન સમુરચય – શ્રી હરિભદ્રાચાર્ય. ભક્તિનીતિ કાવ્યસંગ્રહ – શ્રી દયારામ. શાંતસુધારસ. ભગવતીસૂત્ર. શિક્ષાપત્ર. ભદ્રબાહુસંહિતા – ભદ્રબાહુસ્વામી. શ્રીમદ્ ભાગવત – શ્રી વ્યાસજી. ભેજા ભગતનાં પદા. વસ્ત્રાભૂતસંગ્રહ - શ્રી કુંદકુંદાચાર્ય. Page #683 -------------------------------------------------------------------------- ________________ r સમયસાર નાટક – શ્રી બનારસીદાસજી. સમ્મતિત પ્રકરણ – સિદ્ધસેન દિવાકર. સિદ્ધપ્રાભૂત – કુંદ દાચાર્ય. સુફ્તિર ંગિણી. સમયસાર – શ્રી કુંદકું નાચાય . સુંદરવિલાસ – સુંદરદાસ. સ્વરદયજ્ઞાન – શ્રી ચિદાન દજી. - શ્રીમદ્ જીવનસિદ્ધિ સ*ગીતકલાધર – સંગીતના ગ્રંથ. સમવાયાંગસૂત્ર. સમાધિશતક – શ્રી યજ્ઞાવિજયજી, સિદ્ધાંત રહસ્ય – શ્રી યશેાવિજયજી. સ‘યમમણિસ્તવન – ઉત્તર્માવજયજી. સૂત્રકૃતાંગ. સ્વામીકાતિ કેયાનુપ્રેક્ષા. Page #684 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પ શ્રીમની કાળનુક્રમે ક્ષેત્રસ્થિત સંવત સ્થાન ૧૯૪૦ જામનગર, મોરબી, વવાણિયા. ૧૯૪૧ જેતપુર, બેટાદ, મોરબી, રાજકોટ, વવાણિયા. ૧૯૪ર અમદાવાદ, જેતપુર, વવાણિયા. ૧૯૪૩ અમદાવાદ, મુંબઈ, મોરબી, વવાણિયા. ૧૯૪૪ અમદાવાદ, જેતપુર, મુંબઈ મેરબી, વવાણિયા. ૧૯૪૫ અમદાવાદ, બજાણા, ભરૂચ, મુંબઈ, મોરબી, સુરત, વઢવાણ, વવાણિયા. ૧૯૪૬ ખંભાત, જેતપુર, મુંબઈ, મૂળી, મોરબી, સાયલા, વવાણિયા. ૧૯૪૭ આણંદ, ખંભાત, મુંબઈ, રાળજ, વવાણિયા, વીરસદ. ૧૯૪૮ આણંદ, ભરૂચ, મુંબઈ, મેરબી, રાળજ, વવાણિયા. ૧૯૪૯ ખંભાત, પેટલાદ, મુંબઈ, વડોદરા. ૧૫૦ મુંબઈ ૧૯૫૧ ઉંદેલ, કઠોર, ખંભાત, ધર્મજ, બોટાદ, મુંબઈ, મોરબી, રાણપુર, લીંબડી, વડવા, વવાણિયા, વીરસદ, સાયલા, સુરત, હડમતાલા. ૧૯૫ર આણંદ, કાવિઠા, ખંભાત, નડિયાદ, મુંબઈ, મેરબી, રાળજ, વડવા, વવાણિયા. ૧૯૫૩ ઈડર, મુંબઈ, મોરબી, વવાણિયા, વિરમગામ, સાયલા. ૧૫૪ આણંદ, ઉત્તરસંડા, કાવિઠા, ખેડા, મુંબઈ, મોરબી, વવાણિયા, વસે, સાયલા. ૧૯૫૫ અમદાવાદ, ઈડર, નરોડા, મદ્રાસ, મુંબઈ, મોરબી, વવાણિયા, વિરમગામ. ૧૫૬ અમદાવાદ, ધરમપુર, મુંબઈ, મોરબી, વઢવાણ, વવાણિયા, વીરમગામ. ૧૫૭ અમદાવાદ, તિથ્થલ, નડિયાદ, મુંબઈ, મોરબી, રાજકોટ, વઢવાણ કેમ્પ.૧ ૧. શ્રીમદ્દના સાહિત્ય તથા અન્ય પ્રકીર્ણ માહિતીને આધારે, સ્થળના અકરાદિ ક્રમ પ્રમાણે, આ યાદી તૈયાર કરવામાં આવી છે. તેમાં આથી પણ વિશેષ સ્થળે હેવાને સંભવ છે. Page #685 -------------------------------------------------------------------------- ________________ મામ રાજ પણ આબ મહેતા પીતાંબર માણેકવાડા મોરબી પાસે દામજીભાઈ અમર એષથજી હીરછ. લક્ષ્મીચંદ પંચાણભાઈ (૧૮૭૬-૧૯૧૪) ભાણબાઈ (૯૦ વર્ષ) ૧૮૯૨ માં વવાણિયા આવ્યા. બનબાઈ કાનજી મહેતા રવજીભાઈ મહેતા (૧૯૦૨-૧૯૬૯) દેવબાઈ શિવકુંવરબેન ચત્રભુજ બેચર મીનાબેન ટોકરશી પીતાંબર ઝબકબેન જસરાજ દોરી મનસુખભાઈ ઝબકબાઈ જીરુબેન ઝવેરચંદ મલકચંદ શ્રીમદ્ રાજચંદ્ર (જન્મ ૧૯ર૪,' કા. સુ. ૧૫) (મરણ ૧૯૫૭ ૨. વદ ૫) ઝબકબાઈ પરિશિષ્ટ ૬ મણિબેન દિવાળીબેન કાશીબેન હેમચંદભાઈ મણિલાલ સૂરજબેન સુદર્શન બેચરદાસ કાશીબેન જગુભાઈ મેહનભાઈ મણિભાઈ મનુભાઈ માધુજીવન મગનભાઈ દિવાળીબેન કાશીબેન રમુરબેન જવલબેન ૧ છગનભાઇ (સં. ૧૯૨૬-૧૯૬૫) (સ. ૧૯૪૮) ભગવાનલાલ ર. મેદી (મચ્છરો. ર૦૦૧) કાબેન (સં. ૧૯૫૮-૧૯૮૨) રેવુભાઈ સંઘવી (સં.૨૮) રતિલાલભાઈ (સં. ૧૯૫૨) મરણ નાની વયે બુદ્ધિધનભાઈ પ્રફુલ્લભાઈ મનુભાઈ વિધુતબેન લલીબેન શાંતાબેન સુધાબેન સુરસિબેન કુસુમબેન જયંતીલાલ ગાંધી નાનુભાઈ ધીરજલાલ શાહ પ્રવીણભાઈ હેમતબેન - નગીનભાઈ ઇન્દિરાબેન * જવલબેનનો દેહ વિલય ૪ તા. ૦૯-૦૩-૭૮ મહા વદ અમાસ વિ. સં. ૨૦૩૪ (જુઓ પાનુ. ૫૮) -. . . . . . ૦ ૦ ૦ ૦ ૦ ના નિ : ૨ Page #686 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૭ શ્રીમદ્દની જીવનસિદ્ધિમાં ઉપયોગી થયેલા ગ્રંથની યાદી ૧. આચારાંગ સૂત્ર (મૂળ સહિત) – પ્રાજક અને પ્રવર્તક છે. રવજીભાઈ દેવરાજ અને - જૈન સ્કેલર્સ. આવૃત્તિ ૧, વિ. સં. ૧૯૫૮. ૨. આત્માનુશાસન – શ્રી ગુણભદ્રાચાર્ય, અનુ. સેમચંદ અમથાલાલ શાહ, શ્રીમદ્ રાજચંદ્ર - નિજાભ્યાસ મંડપ, વડવા. આવૃત્તિ ૧, વિ. સં. ૨૦૦૯. ૩. અધ્યાત્મસાર – શ્રી યશોવિજયજી, શેઠ નરોત્તમદાસ ભાણજી. (પ્રકા.) વિ. સં. ૧૯૭૨. ૪. ઉત્તરાધ્યયનસૂત્ર – સંપા. રતનલાલ દેશી. પ્રકા. શ્રી અ. ભા. સાધુમાળી જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, સલાના. આવૃત્તિ ૨, સં. ૨૦૧૪. ૫. ઉત્તરાધ્યયન સૂત્ર (ગુજરાતી અનુવાદ) – અનુ. મુનિ સૌભાગ્યચંદજી સંતબાલજી. પ્રકા. મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, સાબરમતી. આવૃત્તિ ૧, વિ. સં. ૧૯૧. ૬. ઉપાસક દશાંગ સૂત્ર-નિયોજક, કનૈયાલાલ મહારાજ, પ્રકા. શ્રી અ. ભા. શ્વે. સ્થા. જૈન - શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ. આવૃત્તિ ૨, વિ. સં. ૨૦૧૨. ૭. કર્મગ્રંથ (સાર્થ) – શ્રીમદ્દ દેવેદ્રસૂરિ, પ્રકા. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા. આવૃત્તિ ૨, સં. ૧૯૮૭. ૮. ઠાણાંગ સૂત્ર. ૯. ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત્ર (પર્વ ૧ થી ૧૦)- શ્રી હેમચંદ્રાચાર્ય, પ્રકા. જિન ધર્મ ‘પ્રસારક સભા – ભાવનગર આવૃત્તિ ૬, વિ. સં. ૨૦૦૮. ૧૦ દશવૈકાલિક સૂત્ર – સંપા. ઘેવરચંદજી બાંઠિયા, પ્રકા. શ્રી અ. ભા. સાધુમાગી જન સંસ્કૃતિ રક્ષક સંઘ, સિલાના. આવૃત્તિ ૧, વિ. સં. ૨૦૧૪. ૧૧. દશવૈકાલિક સૂત્ર (ગુજરાતી અનુવાદ) - અનુ. મુનિ સૌભાગ્યચંદજી સંતબાલજી, પ્રકા. મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, સાબરમતી. આવૃત્તિ ૧, વિ. સં. ૧૯૧. ૧૨. દ્રવ્યસંગ્રહ (નેમિચંદ્રાચાર્યવિરચિત) – વિવેચક શ્રી સરતચંદ ધોશાલ, પ્રકા. ધી સેંટ્રલ જૈન પબ્લિશિંગ હાઉસ, આરા. આવૃત્તિ ૧, ઈ. સ. ૧૯૧૭ ૧૩. પંચાસ્તિકાયસંગ્રહ (કુંદકુંદાચાર્યવિરચિત) – અનુ. હિંમતલાલ જેઠાલાલ શાહ, પ્રકા. શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ. આ. ૧, સં. ૨૦૧૪. ૧૪. પ્રભાવકચરિત્ર- પ્રભાચંદ્રસૂરિ, પ્રકા. શ્રી જન આત્માનંદ સભા, ભાવનગર. આ. ૧, વિ. સં. ૧૯૮૭. ૧૫. ભરતેશવૈભવ – રત્નાકર વર્ણ, અનુ. અમૃતલાલ માણેકલાલ ઝાટડિયા, પ્રકા. ચૂનીલાલ માણેકચંદ રવાણી, આંકડિયા. આ. ૧, વિ. સં. ૨૦૦૫. ૧૬. રત્નકર શ્રાવકાચાર, સંમતભદ્રાચાર્શ્વવિરચિત – ટીકાકાર. ૫. સુખદાસજી કાશલીવાલ, પ્રકા. અખિલ ભારતવર્ષીય કેન્દ્રીય શ્રી દિગંબર જૈન મહાસમિતિ, દિલ્હી. આ ૨, વિ. સ. ૨૦૦૭. Page #687 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જીવનસિદ્ધિ ૧૭. લતવનિર્ણય- શ્રી હરિભદ્રાચાર્ય ૧૮. વસુદેવહિંડી (સંઘદાસવાચક ગણિ કૃત) – અનુ. ભોગીલાલ સાંડેસરા, પ્રકા. જૈન આત્માનંદ સભા, ભાવનગર. આ. ૧, વિ. સં. ૨૦૦૩. ૧૯ વયજ્ઞાન (શ્રી ચિદાનંદજી કૃત) – પ્રકા. શા. કુંવરજી આણંદજી, ભાવનગર. આ. ૧૪ વિ. સં. ૧૯૩. ૨૦. સમ્મતિતર્ક પ્રકરણ - આચાર્ય સિદ્ધસેન દિવાકર. ૨૧. સ્યાદ્વાદમંજરી –મહિલષેણસૂરિ પ્રણીત, સંપા. જગદીશચંદ્ર શાસ્ત્રી, પ્રકા. શ્રેણી મણિલાલ રેવાશંકર જગજીવન ઝવેરી. વિ. સં. ૧૯૯૧. શ્રીમદ્ રાજચંદ્રને લગતાં પુસ્તકો ૨૨. અધ્યાયમયેગી શ્રી કાનજીસ્વામીનાં શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર પરનાં પ્રવચન, પ્રકા.જેના સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સેનગઢ. આ. ૧, વિ. સં. ૧૯ ૨૩. આત્મસિદ્ધિ વિવેચન – પ્રકા. મનહરલાલ ગોરધનદાસ કડીવાલા, સુરત. આ. ૧, વિ. - સં. ૧૯૯૯ ૨૪. “અપૂર્વ અવસર એવો ક્યારે આવેશ?” કાવ્ય પર પ્રવચન – શ્રી કાનજી સ્વામી, પ્રકા. જન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ. આ. ૨, વિ. સં. ૨૦૧૩. ૨૫. ઉપદેશામૃત -શ્રી લઘુરાજ સ્વામી, પ્રકા. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ. આ. ૧, વિ. સં. ૨૦૧૦. જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ – મોહનલાલ દલીચંદ દેસાઈ, પ્રકા. જૈન શ્વેતાંબર કેન્ફરન્સ, ઓફિસ, મુંબઈ. આ. ૧, વિ. સં. ૧૯૮૯ ર૭. દિવ્યદૃષ્ટા શ્રીમદ્ રાજચંદ્ર – સંગ્રા. જિજ્ઞાસુ મુનિ, પ્રકા. શ્રી જગજીવનદાસ શિવલાલ દેસાઈ સાયલા. આ. ૧, વિ સં. ૨૦૧૦. ૨૮. નિત્યનિયમાદિ પાઠ સાર્થ – બ્ર. ગોવર્ધનદાસજી, પ્રકા. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, અગાસ. આ. ૨, વિ. સં. ૨૦૦૭. ૨૯ પરમપદ પ્રાપ્તિની ભાવના – શ્રી નગીનદાસ ગિ. શેઠ, પ્રકા. જેન સિદ્ધાંત સભા, મુંબઈ આ. ૧, વિ. સં. ૨૦૧૭. ૩૦. પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા – ડો. ભગવાનદાસ મ. મહેતા, પ્રકા. કંચનબહેન ભગવાનદાસ મહેતા, મુંબઈ. આ. ૧, વિ. સં. ૨૦૦૮. ૩૧. પ્રજ્ઞાબેધ (મોક્ષમાળા) પુ. ૪- બ્ર. ગોવર્ધનદાસજી, શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ મંડળ, અગાસ. આ. ૧, વિ. સં. ૨૦૧૨. ૩૨. બેધામૃત (ભાગ ૧, ૨) – બ્ર. ગોવર્ધનદાસજી, શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ મંડળ, અગાસ. આ. ૧, વિ. સં. ૨૦૧૬. ૩૩. સિદ્ધિનાં સંપાન, શ્રીમના અપૂર્વ અવસર પરનું વિવેચન – સંતબાલજી, પ્રકા. શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, અમદાવાદ. આ. ૧, વિ. સં. ૨૦૦૭. Page #688 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩૪. સુબેધસંગ્રહ – શ્રીમદ્ રાજચંદ્ર રવજીભાઈ મહેતા, પ્રકા. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ. આ. ૧, વિ. સં. ૨૦૦૮. ૩૫. શ્રી ગુણસ્થાન કુમારોહણ અથવા શ્રી રાજચંદ્ર પ્રણીત “અપૂર્વ અવસર એવા કયારે આવશે?” એ પદ પર વિવેચન - મુનિ જયવિજયજી, પ્રકા. શા. વાલજીભાઈ જેઠા, આ. ૧, વિ. સં. ૧૭૮. ૩૬. શ્રીમની જીવનયાત્રા – સંગ્રા. ગોપાળદાસ જીવાભાઈ પટેલ, પ્રકા. જન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ. આ. ૧, વિ. સં. ૧૯૯૧. ૩૭. શ્રીમદને સંદેશો - શાહ શિવજી દેવસિંહ, પ્રકા. શિવસદન ગ્રંથમાલા કાર્યાલય, મઢડા. આ. ૧, વિ. સં. ૧૯૯૪. ૩૮. શ્રીમદ્ રાજચંદ્ર-શ્રીમદ્ રાજચંદ્ર, પ્રકા. પરમશ્રુત પ્રભાવક મંડળ, મુંબઈ. આ. ૧ (દેવનાગરી લિપિ), વિ. સં. ૧૯૬૧. ૩૯. શ્રીમદ્ રાજચંદ્ર (ગુજરાતી લિપિ)- શ્રીમદ્ રાજચંદ્ર, પરમકૃત પ્રભાવક મંડળ, મુંબઈ આ. ૨, વિ. સં. ૧૯૭૦. ૪૦. શ્રીમદ રાજચંદ્ર (ગુજરાતી લિપિ) - શ્રીમદ્ રાજચંદ્ર, પ્રકા. પરમકૃત પ્રભાવક મંડળ, મુંબઈ. આ. ૩, વિ. સં. ૧૯૮૦. ૪૧. શ્રીમદ રાજચંદ્ર (દેવનાગરી લિપિ)- શ્રીમદ રાજચંદ્ર, સં. મનસુખભાઈ કરતચંદ મહેતા, પ્રકા. પરમકૃત પ્રભાવક મંડળ, મુંબઈ. આ. ૨, કુલ આ. ૪, વિ. સં. ૧૯૮૨. ૪૨, શ્રીમદ્ રાજચંદ્ર (ગુજરાતી લિપિ)- શ્રીમદ્ રાજચંદ્ર, સંશો. હેમચંદ ટેકરી મહેતા, પ્રકા. હેમચંદ ટે. મહેતા. મુંબઈ. આ. ૫, વિ. સં. ૧૯૧-૨. ૪૩. શ્રીમદ્ રાજચંદ્ર (ગુજરાતી લિપિ) – શ્રીમદ્ રાજચંદ્ર, સંશે. હેમચંદ ટે. મહેતા, પ્રકા. પરમશ્રુત પ્રભાવક મંડળ, મુંબઈ. આ. ૬, વિ. સં. ૧૯૭. ૪૪. શ્રીમદ્ રાજચંદ્ર (ગુજરાતી લિપિ) – સંપા. ગોવર્ધનદાસજી, પ્રકા. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ. આ. ૧, વિ. સં. ૨૦૦૭. ૪૫. શ્રીમદ રાજચંદ્ર (ગુજરાતી લિપિ)- સંપા. રાવજીભાઈ જી. દેસાઈ, પ્રકા. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ. આ. ૨, વિ. સં. ૨૦૨૦. ૪૬. શ્રીમદ રાજચંદ્ર અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ – પ્રકા. શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ મંડળ, અગાસ. આ. ૧, વિ. સં. ૨૦૦૮. ૪૭. શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી – સંપા. મુકુલભાઈ કલાથી, પ્રકા. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. આ. ૧, ઈ. સ. ૧૯૬૪. ૪૮. શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય – અમૃત ઝરણું સંપા. તથા વિવેચક રાવજીભાઈ છ. દેસાઈ, પ્રકા. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન પ્રચારક સમિતિ, મુંબઈ. આ. ૧, વિ. સં. ૨૦૧૬. ૪૯. શ્રીમદ્ રાજચંદ્ર જીવનકાળ – બ્ર. ગોવર્ધનદાસજી, પ્રકા. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ. આ. ૪, વિ. સં. ૨૦૧૨. ૫૦. શ્રીમદ્દ રાજચંદ્ર જીવનકળા – બ્ર. ગોવર્ધનદાસજી, પ્રકા, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ. આ. ૫, વિ. સં. ૨૦૧૬. Page #689 -------------------------------------------------------------------------- ________________ શ્રીમની જીવનસિદ્ધિ ૫૧. શ્રીમદ્ રાજચંદ્ર જીવનતિ - લેખક અને સંગ્રા. મુનિશ્રી પુણ્યવિજયજી (જિજ્ઞાસુ), પ્રકા. જીવનમણિ સવાચનમાળા ટ્રસ્ટ, અમદાવાદ. આ. ૩, વિ. સં. ૨૦૧૯ પ૨. શ્રીમદ રાજચંદ્ર જીવનપ્રભા - મુનિ પુણ્યવિજયજી (જિજ્ઞાસુ), પ્રકા. રતિલાલ નાગરઢાસ શાહ, મુંબઈ. આ. ૧, વિ. સં. ૨૦૧૭. પ૩. શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા – મનસુખભાઈ કરતચંદ મહેતા, સંપા. તથા પ્રકા. ડો. ભગવાનદાસ મ. મહેતા, મુંબઈ. આ. ૧, વિ. સં. ૨૦૦૫.. ૫૪. શ્રીમદ રાજચંદ્ર ટૂંકી જીવનઝરમર – મુકુલભાઈ કલાથી, પ્રકા. શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન પ્રચારક ટ્રસ્ટ, અમદાવાદ. આ. ૧, વિ. સં. ૨૦૧૧. ૫૫. શ્રીમદ્ રાજચંદ્રનું જન્મચરિત્ર – પ્રકા. શ્રીમદ્ રાજચંદ્ર વિહાર ભવન, ઈડર, આ. ૧, વિ. સં. ૨૦૧૬. ૫૬. શ્રીમદ્ રાજચંદ્ર પ્રણત આત્મસિદ્ધિશાસ્ત્ર – સંપા. મુકુલભાઈ કલાથી, પ્રકા. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. આ. ૧, ઈ. સ. ૧૯૫૪. ૫૭. શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિશાસ્ત્ર – સંપા. અને પ્રકા. મનસુખભાઈ રવજીભાઈ મહેતા, મુંબઈ. આ. ૧, વિ. સં. ૧૯૬૪. ' ૫૮. શ્રીમદ્ રાજચંદ્ર પ્રણેત આત્મસિદ્ધિશાસ્ત્ર - વિ. ભેગીલાલ ગિ. શેઠ, પ્રકા. શ્રી જન સિદ્ધાંત સભા, મુંબઈ. આ. ૧, ઈ. સ. ૧૬૧. ૫૯ શ્રીમદ્ રાજચંદ્ર વિચાર નિરીક્ષણ – મુનિશ્રી હર્ષચંદ્રજી, પ્રકા. સ્થાનકવાસી જૈન કાર્યાલય, અમદાવાદ. આ. ૨, વિ. સં. ૧૯૨. ૬૦. શ્રી રાજચંદ્રનાં વિચારને – સંગ્રા. ગોપાળદાસ જીવાભાઈ પટેલ, પ્રકા. જૈન સાહિત્ય પ્રકાશન મંડળ, અમદાવાદ. આ. ૧, વિ. સં. ૧૨. ૬૧. શ્રી રાજચંદ્ર જીવનયાત્રા તથા વિચારરત્ન – સંગ્રા. ગોપાળદાસ જીવાભાઈ પટેલ, પ્રકા. જૈન સાહિત્ય પ્રકાશન મંડળ, અમદાવાદ. આ. ૨, ઈ. સ. ૧૯૪૬ ૬૨. શ્રી રાજજયંતી વ્યાખ્યાન - નવજીવન કાર્યાલય, અમદાવાદ. આ. ૧, ઈ. સ. ૧૯૧૩. ૬૩. સત્યના પ્રયોગ : આત્મકથા, મેહનદાસ કરમચંદ ગાંધી, નવજીવન કાર્યાલય, અમદાવાદ. આ. ૪. વર્તમાનપત્રો તથા સામવિકે ૬૪. ધર્મ-દર્પણ, ૬૫. ઈન્ડિયન સ્પેકટેટર ૬૬. મુંબઈ સમાચાર જેઠ, વિ. સં. ૧૯૪૧. ૭૦. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ૨૪-૦૧-૧૮૮૭. ૨૮-૧૧-૧૮૮૬. ૭૧. મુંબઈસમાચાર ૨૦-૦૧-૧૯૦૧. ૩-૧૨-૧૮૮૬. ૭૨. પાનિયર ૨૨-૦૫-૧૯૦૧. ૪-૧૨-૧૮૮૬. ૭૩. નવજીવન ૨૪-૧૧-૧૯૨૧. ૨૩-૦૧-૧૮૮૭. ૭૪. ૯-૧૧-૧૯૨૫. ૨૪-૦૧-૧૮૮૭. ૭પ. ર૯-૧૧-૧૯૩૧. ૬૮. ગુજરાતી ૬૯. જામે જમશેદ Page #690 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાંથી સંકલન કરેલું સાહિત્ય ૭૬. અપૂર્વ સાધના - શ્રી સનાતન જૈન મંડળ, બેંગ્લોર સિટી. આ. ૧, વિ. સં. ૨૦૦૯. ૭૭. મહાત્મા ગાંધીજી અને શ્રીમદ્ રાજચંદ્ર- ઊંઝા ફાર્મસી લિ., ઊંઝા. ૭૮. ક્ષમાળા શ્રીમદ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ, વડવા. આ. ૬, વિ. સં. ૧૯૯૩. ૭૯. રાજબેધ– લખમશી હીરજી મેશેરી, મુંબઈ. આ. ૧, વિ. સં. ૧૯૬૫. ૮૦. રાજપ્રશ્ન – જીવનમણિ સદ્વાચનમાળા ટ્રસ્ટ, અમદાવાદ. આ. ૨, વિ. સં. ૨૦૧૭, ૮૧. લઘુ સ્વાધ્યાય સંગ્રહ – શ્રી સનાતન જન મંડળ, બેંગ્લોર. આ. ૧, વિ. સં. ૧૯૯૮. ૮૨. સ્વાધ્યાય સંચય – શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય મંદિર, દેવલાલી. આ. ૧, વિ. સં. ૨૦૨૧. ૮૩. શ્રી આત્મજયોતિ – ઊંઝા ફાર્મસી લિ. ઊંઝા. આ. ૧, વિ. સં. ૧૯૯૩. ૮૪. શ્રીમદ્દ ગુરુ રાજચંદ્ર વિહારભવન -શ્રી ગુરુ રાજચંદ્ર વિહારભવન ટ્રસ્ટ, ઈડર. આ. ૧, વિ. સ. ૨૦૨૦. ૮૫. શ્રીમદ્ રાજચંદ્ર આત્મકથા – હેમચંદ ટેકરશી મહેતા, મંબઈ આ. ૧, વિ. સં. ૧૩. ૮૬. શ્રીમદ્ રાજચંદ્ર આત્મકથા – શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનપ્રચારક ટ્રસ્ટ, અમદાવાદ. આ. ૨, વિ. સં. ૨૦૨૦. ૮૭. શ્રીમદ રાજચંદ્ર આત્મચર્યા – શ્રી જીવનમણિ સવાંચનમાળા ટ્રસ્ટ, અમદાવાદ. આ. ૧, - વિ. સં. ૨૦૨૦. ૮૮. શ્રીમદ રાજચંદ્ર ઈડરના પહાડ ઉપર શ્રી રાજચંદ્ર વિહાર ભવન ટ્રસ્ટ, ઈડર. આ. ૧, વિ. સં. ૨૦૧૯. ૮૯ શ્રીમદ્દ રાજચંદ્ર તત્વદીપિકા - કમળાબહેન મણિલાલ શાહ, મુંબઈ. આ. ૧, વિ. સં. ૨૦૧૬. ૯૦. શ્રીમદ રાજચંદ્ર દર્શિત કલ્યાણને માર્ગ – હેમચંદ ટેકરશી મહેતા, મુંબઈ. આ. ૧, વિ. સં. ૧૯૭. શ્રીમદ રાજચંદ્રનાં બેધવચને - શ્રી રાજચંદ્ર વિહાર ભવન ટ્રસ્ટ, ઈડર. આ. ૧, વિ. સં. ૨૦૧૯ શ્રીમદ્ રાજચંદ્રની દષ્ટાંતકથાઓ – મુકુલભાઈ કલાથી, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. આ. ૧, ઈ. સ. ૧૯૫૯ ૯૩. શ્રીમદ્ રાજચંદ્રનું રાજપદ્ય-(સંપા. મનસુખભાઈ ૨. મહેતા), શાહ પુંજાભાઈ હીરાચંદ, અમદાવાદ. આ. ૧, વિ. સં. ૧૯૭૨. ૯૪. શ્રીમદ્ રાજચંદ્ર પ્રત પુષ્પમાળા – શ્રીમદ્દ જ્ઞાન પ્રચારક ટ્રસ્ટ, અમદાવાદ. વિ. સં. . ૨૦૧૯. લ્પ. શ્રીમદ રાજચંદ્ર પ્રણત ભાવનાબેધ - મોક્ષમાળા – શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ. આ. ૬. ૯૬. શ્રીમદ રાજચંદ્ર પ્રણીત મેક્ષમાળા શ્રી રાજનગર સુબોધ પુસ્તકાલય, આ. ૫, વિ. સં. ૧૯૮૬. ૯૭. શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ભાવનાબેધ, મોક્ષમાળા અને આત્મસિદ્ધિશાસ્ત્ર, ગાંધીજીની પ્રસ્તાવના સાથે – પ્રકા. ઊંઝા ફાર્મસી લિ, આ. ૧, વિ. સં. ૨૦૦૫. Page #691 -------------------------------------------------------------------------- ________________ કર શ્રીમદ્દની જીવનસિદ્ધિ ૯૮. શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત હસ્તલિખિત આત્મસિદ્ધિશાસ્ત્ર – શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનપ્રચારક ટ્રસ્ટ, અમદાવાદ. આ. ૧, વિ. સ'. ૨૦૧૩. ૯૯. શ્રીમદ્ રાજચદ્રમાંથી સ`કલિત તત્ત્વજ્ઞાન – સ'પા. મુનિશ્રી ભદ્રમુનિ, પ્રકા. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન પ્રચારક ટ્રસ્ટ, અમદાવાદ. આ. ૧, વિ. સ’. ૨૦૧૯. ૧૦૦. શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્રશતક – શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ. પુનર્મુદ્રથ, વિ. સ’. ૨૦૨૦. - ૧૦૧. શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત સારસંગ્રહ – રામકૃષ્ણ સેવાસમિતિ, અમદાવાદ. આ. ૧, વિ. સ’. ૨૦૦૫. ૧૦૨. શ્રી સદ્ગુરુ પ્રસાદ – શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ, વિ. સં. ૧૯૮૭. ૧૦૩. જ્ઞાનામૃત – ધનસુખલાલ અમૃતલાલ પારેખ, મુ`બઈ. આ. ૧, વિ. સ. ૨૦૧૧. અન્ય ભાષાઓમાં અનુવાદા ૧૦૪, આત્મસિદ્ધિ, મરાઠી, અજ્ઞાત કવિ, પ્રકા. જૈન વાડ્મય કુસુમમાલા, ઉસ્માનાબાદ. આ. ૧, ઈ. સ. ૧૯૨૭. ૧૦૫. આત્મસિદ્ધિ, પ. બેચરદાસ દોશી, સ`. ૧૯૭૬, સ`સ્કૃત Self Realisaiton સાથે પ્રગટ ૧૦૬, શ્રીમદ્ રાજચંદ્ર, હિંદી, અનુ. જગદીશચંદ્ર શાસ્ત્રી, પરમશ્રુત પ્રભાવક મંડળ. આ. ૧, સ. ૧૯૯૪. ૧૦૭. Self Realisation : Atma Siddhi of Shreemad Rajchandra, by J. L Jaini, Pub. Shreemad Rajchandra Gyan Pracharak Trust, 2nd Ed. 1960 A. D. ૧૦૮. શ્રીમદ રાજચંદ્ર પ્રણીત પુષ્પમાળા, મેાક્ષમાળા ઔર ભાવનાબેાધ – પ્રકા. રાવજીભાઈ છે. દેસાઈ, અગાસ. આ. ૧, વિ. સ`. ૨૦૧૪, અખા-૪૯, ૫૦, ૯૬, ૨૭૪, ૫૧૫ અચળ-૨૫૧ અક્તનાથ ( તીથ 'કર )–૫૦૩, ૫૦૪, ૫૧૭ અનાથી મુનિ-૧૧૩, ૧૮ ૦, ૧૮૬, ૧૯૬, ૧૯૭, ૨૨૫ અનુપચંદ મલુકચં-૩૧, ૩૨ અબ્દુલા શેઠ-૫૮૫, ૫૮૬, ૧૮૯ અભયકુમાર-૧૭૧, ૧૮૨ અભયારાણી–૧૮૨ સૂચિ ૧. વિશેષ નામે અભિમન્યુ-૨૧૭ અમરચંદુ પી. પરમાર-૬૩૮,૬૪૧ અમીચ ભાઈ–૧૨, ૬૩૬ અમીન-૬ ૦૭ અમૃતચંદ્રાચાય ૦-૪૭૩ અમૃતલાલ-૬૯ અર્જુન–૨૧૭ અંત ભગવાન-૧૬૬, ૪૪૨,૫૦૩ અબાલાલભાઈ-૧૪,૧૫, ૩૮,૫૮, ૩, ૬૪, ૭૯, ૮૧, ૮૩, ૯૧, ૧૦૦, ૧૦૧, ૨૫૧થી ૨૫૬ ૪૧૭, ૪૧૮, ૪૯૯, ૧૧૫ ૫૨૦, ૫૨૧, પ૨૪, ૧૩૧,૫૫ ૫૬૭, ૨૭૦, ૫૦૪, ૫૮૦,૫૮ ૫૯૨, ૫૯૫ થી ૬૧૬, ર ૬૩૯, ૬૪૭ આત્મારામજી-૫૧૭ ઓન દુધનજી ૪૦, ૩૦૮, ૩૧૯ ૪૧૭,૪૭૩, ૪૭૪, ૪૮૮, ૫ ૧૦૩, ૫૦૪, ૧૧૬, ૫૧૭, ૫૫ Page #692 -------------------------------------------------------------------------- ________________ સૂચિ આનંદશંકર આચાય -૫૧૩, ૬૩૯ ૪૦, ૪૧ અજ્ઞાત-૨૫૯ આખથનટ . લેયમ-૬૯ એધવજી-૨૦૦ ઔર ગઝેબ–૨૦૮ ઈન્દ્ર-૪૨૬ ઈશ્વર-૨૮૮ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર-૪ ઈસુ ૧૮૬ ઉજમશીભાઈ-૫૭૫ ઉદયલાલ કશલીવાલ-૨૫૬, ૨૫૭, રા. ઉદયન રાજ-૧૮૪ ઉમેદચ'દ ખાડિયા-૩૯૭ કચ્છ દરબાર-૧૦ કપિલમુનિ-૧૮૩, ૧૮૬, ૧૮૭, ૧૮૯, ૧૯૬, ૨૭૪ શ્મી૨–૪૮, ૪૯, ૫૦, ૯૬, ૪૧, ૪૩૫, ૪૫૨, ૫૧૫, ૫૧૮, ૫૯૯ કુશલા (સલી)ખાઈ–૬૦૧ કાકા કાલેલકર-૬૩૬, ૬૪૦, ૬૪૨ કાનજી સ્વામી-૨૫, ૨૬૫,૨૬૮, ૨૭૪, ૨૭૭, ૨૮૨,૨૮૫,૨૯૭, ૩૧૫, ૩૧૬, ૩૨૩, ૩૩૦,૩૩૫, ૩૪૨,૩૪૫,૩૪૮,૩૫૩, ૩૫૬, ૩૫, ૩૬૩, ૭૬૮, ૩૭૫ કામદેવ શ્રાવક-૧૮૧, ૧૯૬ કાશીબહેન-૫૮ કીરતચંદ-૧૦૦ કુંડરિક–૧૪૮, ૧૪૯ કુંદકુંદાચાય -૪૦, ૧૧૨, ૧૨૮, ૪૭૩, ૪૯૫, ૪૯૬, ૫૩૬ કુમારપાળ-પ કુંવરજી-પપ કૃષ્ણુ-૯, ૯૨, ૯૪, ૯૬, ૧૧૬, ૧૮૨, ૨૦૯, ૨૧૫ કૃષ્ણદાસ-૧૩ કૃષ્ણુદાસ ગાપાલજી- ૬ ૦૧ ૮૫ કૃષ્ણુલાલ માહનલાલ ઝવેરી-૯૯, ૧૦૭, ૬૩૫, ૬૪૦, ૬૪૧ કેશી સ્વામી-પર૪ કૌરવા–૨૩, ૨૨૧ ખાદાવક્ષ શીરમહમદ-ર૬ ખીમજી દેવજી−૮૬, ૨૭૫, ૪૧૯, ૫૭૪ ખેતશી–૧૮૧ ગજસુકુમાર–૧૮૨, ૧૮૩, ૨૪૨, ૩૦૪ ગટ્ટુલાલજી-૧૭, ૨૭ ગરાશિયાબાપુ-૪૩, ૧૦૮ ગાંધીજી મ.-૫, ૩૮ થી ૪૨, ૪૬, ૫૯, ૭૧ થી ૭૬, ૭૯, ૮૩, ૮૬,૧૦૦ ૧૦૧, ૧૫૪, ૧૭૬, ૨૪,૨૫:, ૩૧૭, ૩૭૫, ૪૧૮, ૪૯૯, ૫૧૩, ૫૦૪, ૫૮૨ થી ૫૯૨ ૬૪૦, ૬૪૧ ગિરધરભાઈ-૧૧૫ ગેાપાલકૃષ્ણ ગાખલે-૫ ગેાપાલદાસ ખરૈયા—૧૧૬ ગાપીઓ-૯૬ બ્ર. ગવનદાસજી–૧૨૭, ૧૫૫, ૧૯૮,૨૧૧,૨૧૮,૨૪૦, ૨૪૯, ૨૫૬,૨૫૭,૨૫૮,૨૬૩, ૨૯૧, ૩૮૪, ૬૧૪, ૬૪૨, ૬૪૬, ૬૪૮ ગાવિંઢજી મૂળજી-૬૩૮, ૬૪૦ બૈાશાલક-૩૪૯ ગૌતમસ્વામી-૧૭૩, ૧૮૨, ૧૮૩, ૧૮૬, ૧૯૬, ૩૦૧, ૩૪૫, ૪૩૪, ૪૭૯, ૫૨૪ ઘેલાભાઈ ઝવેરી–૬૪,૫૫ ચત્રભુજ એચર-૩૦, ૩૧, ૨૨૬, ૨૪૦, ૪૧૯ ચતુર્ભુજ-૨૨૨ ચતુરલાલજી–૧૧૭, ૫૦૪, ૬૧૪ ચડ-૨૨૫ ચંદ્રસિ་હ-૨૩૪ 3. ચદ્રસુરિ–૫૧૭ સર ચાર્લ્સ સાજ *ટ-૨૯,૩૦ ચારિત્રવિજયજી–૬૪૨ ચાર્વાક-૨૭૯, ૨૮૧ ચિદાન ૬૭–૪૮, ૨૩૬ છગનલાલ ( છગનશાસ્ત્રી )–૫૮ છગનલાલ બેચર-૫૭૬ મુનિ છગન-૬૧૦ ટમ-૪૯, ૫૦, ૯૬ ટાલાલ કપૂરચ‘૬-૫૯૮ છોટાલાલ માણેકચČદ–૧૪, ૪૩, ૬૯, ૭૯, ૧૦૭ ૧૧૦, ૧૧૨, ૫૦૪, ૫૯૨ છેટાલાલ રેવાશંકર અ`જારિયા ૩૨, ૪૩, ૧૦૫, ૧૦૬, ૧૦૭, ૧૧૦, ૧૭૪ જગદીશચંદ્ર શાસ્ત્રી-૧૯૮, ૨૫૬ જનક-૨૧૫ જનાર્દન કાલીલકર~૨૬ જમનાબાઈ-૫૭૫ જમરોજી તાતા—૪ જવલબહેન-૫૮, ૬પર જયવિજયજી–૩૧૫, ૩૧૭, ૩૨૨, ૩૩૦ જિનદાસ ૧૪૯ જીજીભાઈ પ જિતેન્દ્ર-૪૨૬ જીવાભાઈ અમીચંદ-૬૪૦ જે. એલ. જૂની-૨૫૭, ૨૫૮ જેઠમલજી-૧૧૨ જેસ’ગભાઈ-૧૨૧,૫૭૪,૫૭૫,૬૪૬ જૂડાભાઈ ( સત્ય પરાયણ)–૩૮, ૪૩, ૬૪, ૧૦૦, ૧૦૧, ૧૦૮, ૧૫૫, ૪૧૭,૪૧૮, ૪૩૭,૪૯૯, ૫૨૭, ૫૪૬, ૫૬૯, ૫૭૪ થી ૫૮, ૧૯૨, ૬૩૭, ૬૪૬ ઝબકમાઈ–૫,૫૨, ૧૦૮ ઝવેરચંદ ભગવાનદાસ-૬૧૨ Page #693 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની જનસિદ્ધિ ઝવેરભાઈ-૭૮, ૧૧૫, ૫૭૪ દી. બા કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી ૯૯, ૧૯૭, ૬૪૭ મિ. ટર્નર-૨૯ ટોકરશી મહેતા- ૪, ૧૧૦, ૧૧૧, ૧૧૯ ટોલ્સટોય-૫૮૯ ઠાકરશી લહેરચંદ-૪૩, ૧૧૪, ડરશીભાઈ (ગોસલિયા ) ૧૦૭, ૧૧૪, ૨૧૮,૨૫૨,૨૫૩, પ૭૪, ૬૦૬, ૬૨૪ થી ૬૨૬ જસ્ટિસ તેલંગ–૧૦૬ તાજમહાલ-૩૧૬ યંબકભાઈ-૧૧૧ ત્રિભુવનદાસ ભાણજી-૬૪, ૧૧૧ ૧૧૨, ૪૧૭ ત્રિભવન માણેકચંદ (ત્રિભુવન ભાઈ)-૩૮, ૧૧૧, ૧૧૨ ૪૧૭, ૪૧૯, ૫૧૫, ૫૧૮, પ૭૪, ૫૯૨ દમયંતી–૨૦૭ દયાનંદ સરસ્વતી–૫. દયારામ-૪૯, ૫૦,૯૬, ૨૭૪, ૬૩૪ દલપતભાઈ ભગુભાઈ-૩૩ દલપતરામ–૨૮, ૬૦, ૨૦૯, ૨૧૪ ૨૧૮, ૫૧૨ દલાલ-૨૬ દલીચંદભાઈ-૪૩, ૧૦૮, ૧૫૩ દાદાભાઈ-૪ છે. દીનુભાઈ પટેલ-૨૫૬, ૩૧૧ દેવકરણજી-૧૧૬ થી ૧૧૮, ૨૫૨ - ૫૪૧,૫૬૭, ૫૭૧, ૫૭૪,૦૨, ૬૦૪, ૬૦૯ થી ૬ ૧૩, ૬૩૧ દેવચંદભાઈ-૧૧૦, ૧૧૧ દેવબાઈ–૫, ૬, ૭, ૧૧૩ દેવસી–૧૮૧ દઢ પ્રહારી-૧૫૦ કુપદ-૨૧૫ દ્રોણ-૨૧૫, ૨૧૬ દ્રોપદી–૨૦૭ પુજાભાઈ ભટ્ટ-૭૯, ૧૧૮, ૫૨૦ ધનસંચય-૧૩૩ ૫૮૧, ૬૪ ધર્મઘોષસૂરિ-૧૮૩ પૂજ્યપાદ સ્વામી–૧૧૯, ૪૭૩ ધીરે-૪૯ પિપટભાઈ મનજી દેસાઈ–૪૮ ધારશીભાઈ-૨, ૮૦,૯૧, ૧૦૩ થી પિપટલાલ મહેકમચંદ-૬૪૪થી૬૪ ૧૦૬,૪૮,૪૯,૫૭૪, ૫૮૧ પોપટભાઈ-૨૨, ૫૮૩ નગીનદાસ શેઠ-૬૬, ૩૧૫,૩૨૮, પ્રકાશાનંદજી– ૬૦૪ ૩૩૦, ૩૩૫, ૩૪, ૩૬૫, પ્રભાચંદ્ર સૂરિ-૧૪૯ ૩૭૦, ૩૭૧ પ્રયોગવીર-૩૮ નગીનચંદ ઝવેરચંદ-૬૫, ૬ પ્રાગજીભાઈ-૧૧૪ - ૬૮, ૬૦૪ ડો. પ્રાણજીવનદાસ-૭૯, ૮૯ નર્મદાશંકર મહેતા (નર્મદ)- ૪, ૧૧૦, ૧૧૯ ૬૦, ૨૦૯, ૫૧૨,૬૩૭ પ્રીતમ-૪૯, ૫૦, ૯૬ નરભેરામ-૯૦ પ્રેમચંદ મોતીચંદ-૧૧૯ નરસિંહ મહેતા-૪૯, ૫૦, ૯૬, પૃથુરાજ–૨૧૭ ૧૫૯, ૧૪૮, ૪૧૦, ૪૫૨, પૃથ્વીરાજ-૨૧૯ ૪૫૩, ૫૧૫, ૫૧૮, ૬૧૦ પાશ્વનાથ-૪૪૩ નવલચંદભાઈ-૯૧ પુંજભાઈ હીરાચંદ-૬૪૮ નમિરાજ-૧૨ થી ૧૨૮, ફરામજી સક્સ-૬૯ ૧૩૬ થી ૧૪૦, ૨૨૯ બનારસીદાસજી-૪૮, ૩૨૫, ૫૦૪, નવલરામ–૫૯, ૨૧૧ ૫૩૫, ૬૨૯ નળ–૨૩, ૨૨૧ બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનિરાંત કેળી–૫૦, ૯૬ ૬૪૦ થી ૪૨ નિકુલાનંદ-૫૦, ૬૩૪ બાહુબળ-૧૮૦, ૧૮૬, ૧૯૬ નીલાબહેન શશીકાંત-૬૫૦, ૬૫૪ બુદ્ધિધનભાઈ-૬૪૯ નાથીબાઈ- ૬૦૧ બેચરદાસ દોશી–૨૫૮, ૨૫૯ નાનચંદભાઈ–૧૧૩ બ્રહ્મદત્ત ચક્રવતી–૧૭૬ નેમિચંદ્ર મુનિ–પ૦૦ બ્રહ્મા-૫૮૮ નંદશંકર-પ૧૨ બ્રાહ્મી-૧૮૦ નાગેન્દ્ર-૪૨૬ બોદ્ધ-૨૮૩, ૪૬૭, ૫૮૮ પતંજલ-૨૧૫, ૨૧૬ ડો. ભગવાનદાસ મનસુખભાઈપદમશીભાઈ ઠાકરશી-૧૨, ૪૪, ૧૫૫, ૩૦૩, ૪૭૩,૬૪૨, ૫૧ - ૧૧૧ થી ૧૧૬, ૧૨૦, ૫૦૪ ભગવાનલાલ મોદી-૬ ૪૮ પરશુરામ–૨૧૫, ૨૧૬ ભગીરથ-૨૦૧૭ પંચાણુભાઈ- ૬ ભદ્રબાહુસ્વામી-૩૧, ૧૪૦ પાનાચંદ ઝવેરચંદ શેઠ-૫૭૪ ભદ્રમુનિ-૬૪૦ ડો. પિટરસન-૨૮ ભર્તુહરિ-૪૭, ૧૨૯, ૧૩૦ પુણ્યવિજયજી મુનિશ્રી - ૩૭ ભરત ચક્રવતી-૧૪૦ થી ૧૪૩, પુંડરિક-૧૪૮, ૧૪૯ ૧૮૦, ૧૮૬ Page #694 -------------------------------------------------------------------------- ________________ ભાઈલાલ જગજીવન–૬૪૯ ૩૩૬, ૩૪૦, ૩૪૫,૩૪૮,૩૪૯, ઠે. રવજીભાઈ દેવરાજભાઈ-૧૭ ભાણજી રખજી-૬૦૯, ૬૧૦ ૪૩૧,૪૩૪, ૪૬૭,૪૭૮, ૪૭૯, ૩૫, ૧૧૬ છે. ભાંડારકર-૫ ૫૦૨,૫૦૬,૫૨૪,૫૪૪, ૪૫, ૨સ્કિન-૫૮૮ ભીમ–૨૧૭ ૬૪૦ રસિકલાલ ત્રંબકલાલ મહેતા-૬૫૦ ભીમજી વલભજી-૬૮, ૬૯ મહેશ-૫૮૮ રસિકલાલ પરીખ-૬૩૯, ૪૦ ભીષ્મ પિતા-૨૧૭. માણેકલાલભાઈ ઘેલાભાઈ ઝવેરી- રહનેમિ-૨૪૨ ભેગીલાલ શેઠ-૨૫૬, ૨૭૨, ૨૭૪ ૬૪, ૬૯, ૭૨, ૮૬, ૮૯, રંગજીભાઈ-૫૭૪ ભોજો ભગત-૫૦, ૯૬ ૧૧૦, ૨૫૧, ૨૫૪, ૫૭૪, રવજીભાઈ મહેતા-૫, ૧૦૮ મગનભાઈ દેસાઈ-૬૪૦, ૬૪૧ ૬૨૪, ૬૪૦ રવીચિદેવી-૬ મગનલાલ (ખંભાત)-૫૯૨ માલશીભાઈ-૪૨, ૧૦૪ રાઘવજીભાઈ-૬ મણિલાલ નભુભાઈ-૫૧૬ મીરાં-૪૯, ૯૬, ૧૫૯, ૪૧૦, રાજેમતી–૨૪૧ મણિલાલ સોભાગભાઈ-૫૦૯ ૪૫૧, ૫૨૫ રાજા રામમોહન રાયમનસુખભાઈ કિરતચંદ- ૩૮,૪૩ મુક્તાનંદ-૪૯, ૫૦, ૬૩૪ રામ-૯, ૧૦, ૧૨૬, ૨૧૧, ૨૧૫, ૧૦૦, ૧૦૧, ૧૦૬, ૧૦૯,૧૧૩, મુકુલભાઈ કલાથી–૨૫૬, ૨૬૧, ૨૧૭, ૪૨૨ ૧૫૨, ૧૫૪૧૫૫, ૧૯૭, ૨૨૩, ૨૩, ૨૭૧,૨૮૧, ૨૮૫,૨૮૯, રામદાસજી-૯, ૯૨ ૪૧૯,૪૯૮, ૫૧૫થી૫૧૮,૫૬૨, ૨૯૨,૩૦૩,૩૯, ૩૧૦, ૩૧૨ રામકૃષ્ણ પરમહંસ–પ ૫૭૪, પ૦૮ થી ૫૮૨, ૬૪૦ મેઘજી થાણુ-૧૦૬ રાયશી-૧૮૧ મનસુખભાઈ છગનભાઈ-૩૭૯ મેનાબાઈ-૫ રાવજીભાઈ દેસાઈ-૨૫૬, ૩૮૧, મનસુખભાઈ રવજીભાઈ-૫, ૩૮, મોતીચંદભાઈ કાપડિયા-૬૧૭ ૩૮૪, ૩૯૬, ૪૦૧ ૫૭, ૫૮, ૧૯, ૬૬, ૬૯, ૭૦, મેતીભાઈ ભગતજી-૬૪૮ રુકિમણી–૧૪૯ ૯૦, ૧૦૧, ૧૦૮, ૧૯, ૧૮૯, મોહનલાલ દલીચંદ-૨૫૮, ૪૨૦, રૂઠી રાણી–૭૮ ૨૪૭,૨૪૯,૨૫૫, ૨૫૬,૨૬૦, - ૪૬૧, ૫૦૮ રુસ્તમજી (રુસ્તમજી)-૨૫, ૨૬ ૨૬૬,૩૦૮, ૩૦૯,૩૧૪, ૫૬૨, મોહન લલુભાઈ-૬૦૨ રેવાશંકર જ. ઝવેરી-૩૩, પર, ૫૭૧, ૯૩૯, ૬૪૦, ૬૪૬ મોહનલાલજી મુનિ-૧૧૭, ૫૬૩, ૫૭, ૪, ૫, ૬૭, ૭૦, મનસુખરામ સૂર્યરામ-૩૮, ૫૪, ૫૭૪, ૬૦૬, ૬૧૨, ૬૧૬, ૬૩૧ ૧૦૬, ૧૦૭, ૧૫૨ ૯૬,૪૧૭, ૪૧૯, ૪૭૭, ૫૪૯ મેધીબાઈ દેવીબાઈ)-૬ ઋષભદેવ- ૪૨, ૧૫૨, ૧૮૦, મનહરલાલ કડીવાલા-૨૫૬ મૃગાપુત્ર-૧૪૫, ૧૪૬, ૧૪૭ ૨૨૩, ૨૬૭, ૧૦૨ મનુ મહારાજ -૨૧૬ યશોવિજયજી-૧૨૦, ૨૬૭, ૨૬ ૮, ઋષિશ્વર ૩૨૬ મનહરદાસ ૫૦ ૨૭૦,૨૭૩,૨૭૫,૨૮૦,૨૮૨, ડે. રોય-૨૬ મલિચંદ જેચંદ-૭૯, ૮૦ ૨૮૪,૨૮૯,૨૯૦,૨૯૨,૩૧૦, લખધીરજી બાપુ-૬૫૦ મલિનાથ પ્રભુ-૬૫૦ ૩૧૨,૫૦૫,૫૦૬,૫૩૬, ૫૯૮ લલ્લુભાઈ (બારૈયા)-૭૮ મલ્હારરાવ–૨૨૧ યુધિષ્ઠિર-૨૧૫ લલ્લુજી મહારાજ (લઘુરાજ સ્વામી) મલકચંદભાઈ-૭૯, ૮૦ યોગવાશિષ્ઠ– ૫૮૬, ૫૯૯ ૧૩, ૧૫, ૩૮, ૬૩, ૩૬, ૭૯, મહાપ્રહ્મ-૪૦૮ રણછોડભાઈ-૮૦ ૮૬, ૮૯, ૯૧, ૧૦૦, ૧૦૧, મહાદેવ ગોવિંદ રાનડે-૫ રત્નરાજ મુનિ-૬૧૪થી ૬૧૬, ૬૪૬ ૧૧૬,૧૧૭,૧૭૩,૨૫૦થી ૨૫૩, મહીપતરામ રૂપરામ-૫૧૮ રત્નાકર વણ-૧૪૨ ૨૭૬,૩૦૯, ૩૧૨, ૩૧૩,૩૮ ૩, મહાવીરસ્વામી-૧૫, ૯૪, ૧૩૦, રમણલાલ જે. જેથી-૩૭૩, ૬૪૨ ૩૯૮,૪૦૯,૪૭,૪૧૮, ૪૬૬, ૧૬૬,૧૬૭, ૧૭૩,૧૭૮,૧૮૩, રમાબાઈ રાનડે -૪ ૪૮૮,૪૯૯થી ૫૦૨, ૫૦૮,૫૯, ૧૮૬,૨૬૪, ૩૦૧, ૩૨૬, ૩૩૪, રવજીભાઈ–૫૮૮ ૫૪૩, ૫૫૦,૫૬૨,૫૬ ૬, ૫૬૯ Page #695 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદની છલકસિદ્ધિ થી ૫૭૪, ૫૯૨ થી ૫૯૫ ૬૦૧ થી ૬૨૮, ૬૩૯, ૬૪૬ થી૬૫ર લલુભાઈ ગોરધનદાસ-૬૦૪ લહેરચંદભાઈ–પ૭૪ લહેરાભાઈ-૧૦૭, ૫૭૪ લક્ષમીચંદજી મુનિશ્રી–૬૧૯, ૬૪૪ લક્ષમીનંદન (જુએ શ્રી. રા.)-૭ લમણુ–૨૧૭. લાલચંદભાઈ-૧૪ ૫. લાલન-૧૦૬, ૧૧૯ લોકમાન્ય તિલક-૫ લાડ ડેલહાઉઝી-પ વ્રજભાઇ ગંગાદાસ પટેલ-૧૦૭ વનમાળી–૧૧૪ વસુરાજ–૧૮૧, ૧૯૬ વશિષ્ટ-૨૧૫, ૨૧૬ વાસ્વામી-૧૪૯ વ્યાસ મુનિ-૯૬,૨૧૫, ૨૧૬, ૩૧૦ વાઈહાઉસ-૨૬, વામિકી–૨૧૫, ૨૧૬ વાસુદેવ-૯૬ વાત્સાયન-૩૧૦ વિકટેરિયા રાણી–૪ વિનયચંદ પોપટભાઈ-૩૬, ૧૨૬, વિવેકાનંદ-૫, ૬૪ર વિષ્ણુ-પ૮૬ વીરચંદ દેસાઈ-૪૩, ૧૦૮ વિક્ટર કાટ-૨૧૮ વલભદાસ ભાણજી-૬ ૪૨ શક્રેન્દ્ર દેવ–૧૩૬, ૧૩૮ શ્યામ–૨૦૦ શંકર-૧૮૯ શંકરભાઈ-૧૦૧, પ૭૪ શ્રી શંકર પંચોળી-૩૦, ૩૧, ૩ર શંકરાચાર્ય-૪૭, ૩૧૦ શામળભાઈ-૧૦૭, ૧૦૮ શાસ્ત્રી શંકરલાલ મહેશ્વર-૧૭ શાંતિનાથપ્રભુ-૧૧૨, ૨૨૫, ૬૪૪ શિવકુંવરબાઈ–૫ શેખરસૂરિ-પ૩૪ શ્રમણ ભગવંત-૧૩૦ શ્રેણિક–૧૩૩ થી ૧૩૬, ૧૭૧, ૧૮૨, ૪૦૮, ૪૫૫ સત્ય પરાયણ–૧૭૮ સગુણાબહેન-૬૪૯ સનતકુમાર ચક્રવતી–૧૪૩, ૧૪૮, ૧૪૫, ૧૮૬, ૧૯૬, ૩૪૫ સમંતભદ્રાચાય–૪૭, ૪૮, ૧૨૯, ૨૩૦,૪૭૨, ૫૧૬,૫૧૯, ૫૩૪ સયાજીરાવ ગાયકવાડ-૪, ૨૨૧ સહજાનંદ-૪૯ સાક્ષાત સરસ્વતી–૧૨૬ સંધદાસ વાચક–૧૮૧ સંભવનાથ તીર્થંકર-૫૦૪, ૬૫૦ સંતબાલજી-૩૯, ૩૧૫, ૩૧૬, ૩૨૨, ૩૨૬, ૩૩૦ થી ૩૩૭ ૩૪૮, ૩૫૦, ૩૫૪, ૩૫૮, ૩૬ર, ૩૬૪, ૩૬૫, ૩૬૮, ૪૧૪ સિદ્ધસેન દિવાકર-૨૭૫, ૨૮૫, - ૩૯૪, ૪૭૩ સિદ્ધાર્થ રાજા–૧૩૦ સીત-૨૦૭, ૨૧૯ પંડિત સુખદાસજી-૨૩૦ સુખલાલ છગનલાલ–પ૯૫ પં. સુખલાલજી-૩ ૦, ૯૯, ૨.૪૦, ર૫૬, ૨૬૦, ૨૬૪, ૨૬૫, ૨૭૧, ૨૮૧, ૨૮૫, ૨૮૯, ૨૯૨, ૩૦૦, ૩૦૩, ૩૦૯, ૩૧૦, ૩૧૧, ૩૭૬, ૪૨૦, ૪૭૨, ૨૩૨ સુદર્શન શેઠ-૧૮૨, ૧૯૬, ૩૪૫ સુંદરદાસ-૪૯, ૬૦૨ સુંદરલાલ (ખંભાત)-૫૯૨ ૨, પ્રથા અધ્યાત્મ સાર-૨૬૭, ૨૬૯ થી ૨૭૮, ૨૮૩ થી ૨૮૮, ૩૩૭ સુંદરી-૧૮૦ સેમાભાઈ પ્રભુદાસ-૬૪૮ માભાઈ મહાસુખરામ-૮૯ સુલુમ ચક્રવતી–૧૭૦,૧૮૧, ૧૮૬ સોભાગભાઈ લલ્લુભાઈ-૧૧, ૧૪, ૧૫, ૩૩, ૩૪, ૩૫, ૩૮, ૩૯, ૪૨, ૪૩,૫૧, ૫૬, ૫૭, ૬૩, ૭૧, ૭૬, ૭૯, ૮૧, ૮૩, ૮૪, ૯૬, ૧૦૦, ૧૦૨, ૧૦૫, ૧૦૭, ૧૧૧, ૧૧૪, ૨૫૧ થી ૨૫૪, ૩૫૮, ૩૭૯, ૩૯૧, ૩૯૯,૪૧૭, ૪૧૮, ૪ર૩,૫૬૨, ૫૬૩, ૫૬૪ પ૬૭,૫૬૯, ૫૭૪, ૫૮૧, ૬૩૩ સોમાભાઈ મહાસુખલાલ-૮૯ સોમાભાઈ પ્રભુદાસ-૬૪૮ સોમિલ-૧૮૨ હનુમાન-૨૧૧ હરખચંદજી મહારાજ-૬૦૨, ૬૦૩ હરિભદ્રાચાય-૯૬, ૧૪૯, ૧૯૫, ૨૭૫, ૩૧૦, હરિભદસરિ-૨૪૯, ૩૦૯, ૪૨, પ૧૬, ૫૮૬ પૂ. હષચંદ્રજી–૧૯૪, ૩૧૭, ૪૯૨, પર૫, પર૭, પ૨૯, ૫૩૦ હરિશ્ચંદ્ર-૨૧૫ લાહુલીરાય–૨૧૯ હીરા-૧૦૮ હીરાલાલ ઝવેરી-૬૪૫ થી ૬૪૭ હેમચંદ ટોકરશી–૫૮, ૩૧૪ હેમચંદ્રાચાર્ય-૫, ૪૭, ૧૨૮, ૧૪૨, ૧૪૫, ૧૮૦, ૧૮૩, ૪૭૨, ૫૧૭ ૫૩૬ હેમરાજભાઈ-૪૨, ૧૦૪ ડો. હેપ્પી-૧૨૦ જ્ઞાનચંદ્ર નાહટાજી-૬૪૭, ૬૫૦ જ્ઞાતપુત્ર-૩૩૬ અખાનાં પદો (અખેગીતા)-૨૭૪ અધ્યાત્મ કલ્પદ્રુમ-૪૯ અવધાન કાવ્યા–૨૨૦ અનંતજીન સ્તવન-૫૦૪ Page #696 -------------------------------------------------------------------------- ________________ શિ અષ્ટ પ્રાભૂત-૪૮ અંતકૃત દશાંગ સૂત્ર-૧૭૯ અજિતનાથ જિન સ્તવન—૫૦૪, ૫૧૪ આચારાંગ સૂત્ર-૪૭, ૪૯, ૨૭૬, ૩૦૯, ૩૩૬, ૩૪, ૩૪૮, ૩૬૩, ૩૭૨, ૩૭૫, ૩૮૭, ૪૭૬, ૫૩૪, ૧૯૯ આડ યોગદૃષ્ટિની સજ્ઝાય-૪૮૮, ૫૦૬ આત્મસિદ્ધિ-૩૮, ૩૯, ૪૦, ૪૨, ૬૧, ૬૨, ૬૩, ૮૨, ૮૩, ૮૭, ૮૮, ૯૧, ૨૪૯ થી ૨૭૫ ૩૦૩ થી ૩૧૨, ૩૭૭, ૩૭૮, ૩૯૩,૩૯૪,૩૯૫,૪૦૧,૪૦૨, ૪૦૩, ૪૧૨, ૪૪૭, ૧૦૭, ૫૬૭, ૫૯૫, ૫૯૯, ૬૦૬, ૬૩૨ આત્મસિદ્ધિસ‘પા. મુકુલ કલાથી - ૨૬૧, ૨૬૫, ૨૬૭, ૨૮૧,૨૮૫, ૨૯૯, ૩૦૩, ૩૦૯, ૩૧૦, ૩૧૨ આત્મસિદ્ધિ વિવેચન-સ’પામનસુખભાઈ રવભાઈ મહેતા ૨૬૯, ૩૦૫, ૩૦૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પરનાં પ્રવચનો અધ્યાત્મ યાગી શ્રી કાનજી સ્વામી– ૨૬૪, ૨૬, ૨૭, ૨૮૩, ૨૮૭, ૨૯૭ આત્મસિદ્ધિશાસ્ર વિવેચનશ્રી ભાગીલાલ ગિરધરલાલ શૅડ૨૭૨, ૩૦૨ આત્માનુશાસન-૪૮ આનંદધન ચેાવીશી (આત 4ધનજી સ્તવનાવલી, પદા)–૪૮, ૪૮૮, ૫૦૨ થી ૧૦૭, ૫૧૫, ૧૧૬, ૫૩૪, ૧૬૭, ૧૯૦, ૧૯૯ આપ્ત મીમાંસા–૪૬, ૨૭૨, ૫૮૦ ૧૯૯ અપૂર્વ અવસર-૪૦, ૪૨, ૯૫, ૩૧૫ થી ૩૧૯, ૩૫૩, ૩૭૨ થી ૩૭૮, ૪૦૨, ૫૦૦, ૫૬૭ “અપૂર્વ અવસર" પરનાં પ્રવચને૩૧૫, ૩૨૨, ૩૨૪, ૩૨૭, ૩૩૪, ૩૩૭,૩૪૧,૩૪૬,૩૪૭, ૩૫૨, ૩૫૬,૩૫૮,૩૬૨,૩૬૭,૩૭૪ આશ્રમ ભજનાવલિ-૩૧૭ આવશ્યક નિયુક્તિ-૧૪૯, ૧૫૦ ઉત્તરાધ્યયન સૂત્ર-૪૨, ૪૬, ૪૭, ૪૯, ૭૮, ૧૨૫, ૧૩૧ થી ૧૩૮, ૧૪૫, ૧૪૬, ૧૫૦, ૧૬૨,૧૭૬, ૨૩૩,૨૬૮,૩૧૧,૩૨૨,૩૨૫ થી ૩૨૮,૩૩૨, ૩૪૬, ૩૫૦ થી ૩૭૫, ૩૮૯, ૫૭૪, ૫૫૦ ઉત્તરનિયુક્તિ-૧૪૦ ઉદ્ધવગીતા-૪૮ ઉપદેશામૃત-૩૧૦, ૩૧૨, ૪૯, ૧૯૨, ૧૯૮, ૬૦૫ ઉપદેશછાયા-૬૧, 92, ૧૦૦, ૫૧૪, પર૯ થી ૫૩૭, ૬૦૮, ૬૦૯, ૬૧૩, ૧૪, ૬૧૭, ૬૧૯ ઉપદેશ નેાંધ-૮૦, ૧૦૦, ૩૪૨, ૫૧૪થી ૫૨૦,૫૩૦, ૫૩૩,૫૩૭ ઉપદેશ પ્રસાદ–૧૫૦ ઉપનિષદ ૩૭૧ ઉપમિતિ ભવપ્રપંચ-૫૮૦ ઉપાશકદશાંગ સૂત્ર–૧૮૦ કશ્મીરનાં પદેા-૪૭ કગ્રંથ-૪૯, ૩૨૭, ૧૯૯ કરણાનુયોગ–૫૩૬ કાતિ કૈયાનુપ્રેક્ષા-૫૩૪ કાલજ્ઞાન ૨૩૬ કાવ્યમાળા-૩૬, ૧૨૫, ૧૨૭ કુરાન-૫૮૬ કુંદકુંદાચાય રચિત પ્રાભુતા-૫૩૬ ગંધહસ્તી મહાભાષ્ય-૫૧૭ ગીતા–૪૯,૯૬,૩૧૬, ૧૮૭,૫૮૮ શ્રી ગુણસ્થાન ક્રમારા-૬૧૬,૩૧૭ ગુરુગીતા-૪૭ ગામ્મટસાર-૪૯, ૧૧૬, ૫૧૬, ૧૯૯ Fa ચિદાનંદજીનાં પદા-૪૭ છ દ્રવ્ય-૫૦૭, ૫૮ ઇંટમ્ પદેશ–૪૯ ક્ષમાપનાના પાઠ-૬૦૮ જ જીદ્દીપ પ્રગતિ-૪૯ જિનેશ્વરની સ્તુતિ-૧૭૯, ૧૯૧, ૧૯૨, ૧૯૬, ૨૩૨ જિન વચન શાસ્રા-ર૬૬ જીવન કળા-૧૨૬, ૨૩૧ જૈન ભૂગાળ–૩૫૮ જૈનદર્શન-૩૭૭, ૩૭૮, ૪૦૨, ૪૨૦, ૧૦૭ જન સૂત્રેા–૩૧૫, ૩૧, ૩૨૨, ૩૭૧, ૪૭૭ જૈન મા વિવેક-( શ્રીમદ્ રાજ'દ્ર)–૪૧૭, ૫૦૦, ૫૬૭ જડ ચેતન વિવેક-૮૨, ૮૪, ૪૦૭ જૈન સાહિત્યના સક્ષિપ્ત ઋતિહાસ ૨૬૨, ૪૨૧, ૫૧૩ ઠાણાંગ સૂત્ર-૪૮, ૪૯, ૩૭૫, ૪૦૬, ૪૮, ૫૯૮ તત્ત્વાર્થ સુત્ર-૪૯, ૧૫૬, ૧૯૪, ૫૧, ૫૩૪, ૫૩૬ ત્રિષણી શલાકા પુરુષ ચરિત્ર-૧૪૨, ૧૪૫, ૧૫૧, ૧૮, ૧૮૧, ૧૮૩, ૧૮૪, ૧૮૬ દગદસ્ય વિવેક—(શંકરાચાય) ૪૬ દયારામનાં પદો-૪૯ દશવૈકાલિક સૂત્ર–૪૦,૪૮,૪૯,૭૮, ૨૬૭, ૩૨૬, ૩૪૩, ૩૫, ૪૧૭, ૪૮૮,૪૯૨ ૪૯૩, ૫૩૪ દશપતિ ધર્મ -૭૮ દ્રવ્ય પ્રકાશ-૪૦, ૪૧૭, ૪૮૯, ૫૦૭, ૬૦૮ દ્રવ્ય સંગ્રહ–૪૦, ૪૮, ૪૮૮, ૪૯૯, ૧૦૦, ૧૦૭, ૬૦૮ દાસમાધ–૪૯ દ્વાદશાંગી-૪૦, ૧૬૬, ૧૬૭, ૧૯૨, ૧૦૫ Page #697 -------------------------------------------------------------------------- ________________ 94 દ્વાદશાનુપ્રેક્ષા-૧૨૫, ૧૯૯, ૨૩, ૨૩૧, ૫૪૪ દેવાગમ સ્તાત્ર-૪૯, ૫૧૭, ૧૧૯, ૫૩૪, ૫૩૭ દૈવજ્ઞ દર્પણ-૨૦૦ ધમ સંગ્રહિણી-૫૧૬ ધારા (પદા)-૪૯ મિનાથ જૈન સ્તવન-૧૦૫ નવતત્ત્વ પ્રકરણ-૧૨૬, ૧૬૪, ૧૬૭, ૧૯૯, ૨૩૭ તવનવ-૩૮, ૧૫૪, ૨૩૭, ૫૦૮ મિરાજ ગ્રંથ-૩૬, ૧૨૬ નંદી સૂત્ર-૪૮, ૪૯, ૪૦૬, ૪૮ તસિંહનાં પદેા—૪૮, ૪૯ નિત્યનિયમાદિ પાડે–૩૭૭ નિરાંત કાળનાં પદા-૪૮ નિષ્કુળાનદનાં પદા–૪૯ નીતિ વચને-૩૭, ૧૨૬, ૧૯૯, ૨૦૧, ૫૪૫ શ્રી પદ્મનદી શાસ્ત્ર-૫૯૯ પદ્મનંદી પવિંશતિ-૪૯ પરમાત્મા પ્રકાશ-૫૩૬ પરમપદ પ્રાપ્તિની ભાવના—૩૧૬, ૩૨૪,૩૩૫,૩૪૩,૩૪૮, ૩૫૧, ૩૫૪, ૩૬૫, ૩૬૮ થી ૩૮ પરમ શાંત રસમય-૫૩૬ પંચત ત્ર-૪૭ પંચાસ્તિકાય-૪૦, ૪૮, ૪૯, ૪૮૮ થી ૫૦૦, ૫૦૦, ૫૬૭, ૫૨ પંચીકરણ-૪૮, ૯૬, ૫૯૬ પા તીકુંવરાખ્યાન-૨૦૧ પુરાણ-૩૧૨ પુષ્પમાળા–૩૭, ૧૨૬, ૧૭૪, ૧૯૯, ૨૩૭ થી ૨૪૩, ૫૪૪ પુષ્પીકા-૧૩૧, ૧૩૨ પુંડરિયાય–૧૪૮ પ્રકરણ રત્નાકર-૪૮, ૬૩૪ પ્રજ્ઞાવાધ-૧૫૪, ૧૫૫ પ્રતિક્રમણુસૂત્ર-૯, ૪૬, ૯૩, ૧૫૩ પ્રતિમા સિદ્ધિ ૪૦, ૯૭, ૯૯, ૪૧૭, ૪૮૮ થી ૪૯૧, ૫૧૨ પ્રમાધશતક–૪૮, ૯૬, ૫૯૯ પ્રભાવક ચરિત્રો-૧૫૧ પ્રમાણ શિક્ષા-૧૩૧ થી ૧૪૭ પ્રવચન સાર–૪૬ થી ૪૯, ૩૧૦ પ્રવીણસાગર-૯, ૪૬ પ્રશ્નોત્તર ચિંતામણિ-૬૦ પ્રીતમનાં કાવ્યા–૪૮ બનારસદાસજીનાં પદા~૫૩૪ બાઈબલ-૫૮૬ બાલાવબાધ–૧૪૭ બાલ ગરબાવલી ૨૧૦ મેધવચના–૩૭, ૧૨૬, ૧૯૯, ૨૪૨, ૫૧૭ બૌદ્ધ દન-૨૬૬ ભગવદ્ગીતા-૫૧૭ ભગવતી આરાધના—૪૯, ૫૩૬ ભગવતી સૂત્ર–૪૬ થી ૪૯, ૪૭, ૪૮, ૪૦૯, ૪૭૬, ૪૭૮, ૧૯૮, ૬૦૨ ભરતેશવૈભવ (શ્રી રત્નાકરવી ) ૧૪૨ ભદ્રબાહુ સંહિતા-૩૧, ૩૨ ભાગવત-૪૯, ૫૧, ૯૬, ૧૮, ૨૧૯, ૨૭૪ ભાવનામેાધ–૩૫ થી ૩૮, ૪૫, ૪૭, ૭૪, ૭૬, ૧૨૬ થી ૧૩૨, ૧૪૫, ૧૪૯ થી ૧૫૩, ૧૬૯, ૧૭૮, ૧૮૧ થી ૧૮૬, ૧૯૭, ૧૯૯, ૨૦૩, ૨૨૯, ૨૩૧, ૨૪૩ થી ૨૪૭, ૨૫૫, ૩૯૦, ૪૧૭,૪૮૨,૫૦૭, ૫૧૧, ૫૪૪, ભૂતનિબંધ–૨૦૧ મનેાહરદાસનાં પદેશ-૪૯ મણિરત્નમાળા-૪૯, ૯૬, ૫:૫, ૫૮૯ મલ્લિનાથ જિત સ્તવન-૫૦૫ શ્રીમદ્દ્ની જીવનસિદ્ધિ મહાભારત-૩૬, ૧૨૬, ૩૧૨ મીમાંસા-૪૦૭, ૪૭૨ મીરાંબાઈનાં પદા-૪૯ મુક્તાનંદ પદ્મા-૪૮, ૪૯ મુનિસમાગમ-૩૮, ૧૨૫, ૧૫૨, ૧૯૯, ૨૩૪, ૪૧૭ મુણ્ડકાપનિષદ-૩૭૪ મુનિસુવ્રત જિત વન-૫૦૫ મે ક્ષમા પ્રકાશક-૫૯૯, ૬૦૬ મેાક્ષમાળા-૩૬, ૩૭, ૩૮, ૪૭, ૭૪, ૮૬, ૯૩ થી ૯૭, ૧૨૬, થી ૧૩૨, ૧૫૨ થી ૧૬૧, ૧૦૮, ૧૭૯, ૧૮૬ થી ૨૦૩, ૨૨૯ થી ૨૩૭, ૨૪૪, ૨૪૭, ૨૫૫, ૨૯૧, ૩૪૧ થી ૩૪૬, ૩૬૪,૪૦૧, ૪૦૩,૪૧૧,૪૧૫, ૪૧૯,૪૭૬,૪૮૨,૫૦૭,૫૧૨, ૫૧૬, ૫૧૭,પર૦, ૫૪૪, ૧૭૪, ૫૭૯, ૧૯૦,૫૮૨,૫૮૬,પ૯૮, માક્ષમાર્ગ સ્વરૂપ-૫૧૦ મેાક્ષ સિદ્ધાંત-૪૦, ૯૯, ૪૧૭, ૪૮૯, ૧૦૬, ૫૬૭ મેાક્ષ સુખાધ-૩૭, ૧૨૬, ૧૫૦, ૧૫૨, ૨૪, ૨૪૭ યોગદર્શન-૨૬૬ યાગદષ્ટિ-૫૩૬ યોગદષ્ટિ સઝાય (આઠ)–૧૨૦, ૫૦૫, ૧૦૬, ૬૩૪ યેાગષ્ટિ સમુચ્ચય-૫૧૬, ૫૭૨ યાબિંદુ-૫૧૬, ૫૭૨ યોગવાસિષ્ઠ-૪૯, ૯૬, ૩૯૦, ૪૭૬, ૧૮૬, ૫૯૯ યાગશાસ્ત્ર—( હેમચંદ્રાચાય )-૪૧, ૪૭, ૪૯, ૫૯૯ રત્નકરડ શ્રાવકાચાર ( સમ ત ભદ્રાચાય )–૪૮, ૧૨૫, ૧૨૯, ૧૯૯,૨૩૦,૨૩૨,૨૩૩,૫૦૦ રસિકવલ્લભ ( દયારામ )-૨૭૪ રાજપદ્ય-૧૮૯, ૨૨૫ Page #698 -------------------------------------------------------------------------- ________________ શિ રામાયણ-૩૬, ૧૨૬ ઋષિમ'ડળ ( ધમ ધાષરિ કૃત ) ૧૮૨ લેાકતત્ત્વ નિય-૪૯, ૧૯૫ લેાક સ્વરૂપ રહસ્ય-૩૯૪, ૪૦૦, ૪૦૩ વચનસપ્તશતી–૩૬, ૧૨૬, ૧૭૮, ૧૯૯, ૨૪૦, ૨૪૧ વસુદેવહિણ્ડિ (સ ધદાસવાચક કૃત) ૧૮૧ વ્યાખ્યાનસાર ( ૧૨ ) (શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ)−૮૦, ૧૦૦, ૫૧૪, ૫૩૦ થી ૧૪૦ વાસુપૂજિત સ્તવન-૫૦૫ વિચારસાગર-૪૯, ૫૯૯ વેદ-૧૦૨, ૫૮૭, ૧૮૮ વેદાંત-૨૬૬, ૪૨૦ વૈરાગ્યશતક (ભતૃ હિર)-૪૭ શાસ્ત્રવાર્તા સમુચ્ચય (હરિભદ્રાચા) -૨૭૫, ૩૧૦ શાંત સુધારસ–૫૧૬, ૧૮૨ અગાસ આવૃત્તિ ૧-૭થી૧૮, ૩૦, ૪૪,૪૫, ૪૬, ૪૮ થી ૫૬,૬૧, ૬૨, ૬૩, ૭૦થી૭૫, ૭૯થી૯૦, ૯૩, ૯૪, ૯૫, ૯૭, ૯૮, ૧૧૮, ૧૩૪ થી ૧૪૧, ૧૪૬ થી ૧૫૦, ૧૫૪, ૧૫૫, ૧૫૬, ૧૬૬, ૧૬૭, ૧૭૦, ૧૭૧, ૧૮૧થી ૧૮૪, ૧૯૩થી૧૯૮૯, ૨૨૪થી ૨૨૭, ૨૨૯ થી ૨૩૭, ૨૪૧, ૨૪૨,૩૦,૭૦૭, ૩૨૫,૩૨, ૩૩૮, ૩૩૯, ૩૪૭, ૩૪૮, ૩૫૭ થી ૩૬૦, ૩૭૪, ૩૭૫, ૩૭૯ થી ૩૮૨,૩૮૬,૩૮૭થી ૨૮૯,૩૯૭, ૩૯૮,૪૦૧,૪૦૨,૪૦૯થી ૪૧૨, ૪૨૦ થી ૨૬, ૪૩૦ થી ૪૩૫, ૪૩૮, ૪૪૧ થી ૪૪૮, ૪૫૧, શિક્ષાપત્ર-૫૯૯ શ્રીપાળ રાસ-૪૯ શ્રીમદ્ ભાગવત-૪૭, ૬૩૪ શ્રીમદ્ રાજચદ્ર નીચે જુએ, શ્રેયાંસનાથ જિત સ્તવન-૫૦૪ ટ્રક્શન સમુચ્ચય-૨૫૦, ૨૭૯ ૩૦૩, ૩૦૯, ૧૦૭, ૫૧૫, ૫૧૬, ૫૧૯, ૧૩૨, ૫૩૩, ૧૭૨, ૫૮૫થી૫૮૬ પટ્ટપ્રાભૂત સંગ્રહ-૪૮ સમક્તિ અધિકાર-૨૮૨ સમયસાર–૧૧૨, ૧૧૩, ૨૯૧, ૩૦૯, ૩૧૦, ૧૯૮ થી ૬૦૦ સમયસાર નાટક-૪૮, ૪૯, ૪૧૭, ૪૮૧, ૪૮૮, ૧૪, ૫૦૫ ૫૦૬, ૬૩૪ સમવાયાંગ સૂત્ર-૪૯ સમ્મતિ તર્ક પ્રકરણ-૨૭૫, ૨૮૫, ૪૦૬ સમાધિ શતક-૪૯, ૧૧૯, ૬૦૪ સર્વા સિદ્ધિ-૩૧૧, ૫૩૩થી૫૩૪ શ્રીમદ્ રાજચંદ્ર અને શ્રીમદ્ રાજચંદ્ર ૪૫૪ થી ૪૫૮, ૪૬૦, ૪૬૧, ૪૬૨, ૪૭૮ થી ૪૮૨, ૪૮૯, ૪૯૨ થી ૫૦૫,૫૧૫, ૧૧૬, ૫૧૭, પર૧, પરર, ૧૨૩, ૧૩૧, ૧૩૨, ૫૩૭, ૫૪૨, ૧૪૩,૫૬૭ થી ૫૭૨, ૫૭૫, ૫૮, ૧૮૧, ૫૯૫,૫૯૮, ૫૯૯, ૨૦૦,૦૮, ૬૦૯, ૬૧૨, ૧૩,૬૨૦, ૬૨૧ અગાસ આવૃત્તિ ૨-૪૨૬, ૪૨૭ આવૃત્તિ ૫-૫, ૬, ૨૩, ૨૪, ૨૫, ૬૬ થી ૭૦, ૧૫૩, ૧૫૪, ૧૯૭,૧૯૮, ૩૮૬, ૪૮૮, ૪૧૦, ૪૧૧, ૪૨૨ થી ૪૩૧, ૪૩૮, ૪૪૨, ૪૪૩, ૪૪૪, ૪૪૦થી ૪૫૭, ૪૬થી૮૬૩ -પ્રૂથ-૪૧૭, ૪૧૮, ૪૭૪, શ્રી FOL સ'ગીત કલાધર-૫૭૧ સભવનાય જિન સ્તન-૫૦૪ સતિ ધમ (શ્રીમદ્ રાજચંદ્ર) ૪૧૭, ૪૯૫, ૫૧૨ સંસાર સુખ–૨૦૧ સામાયિક સૂત્ર-૯,૪૬, ૯૩, ૧૫૩, ૫૪૩ સાર્વજનિક સાહિત્ય-૩૬, ૧૨૬ સાક્ષાત્ સરસ્વતી-૩૫, ૩૭, ૧૨૬ સિદ્ધ પ્રાભૂત-૪૮ સિદ્ધાંત રહસ્યસિદ્ધિનાં સેાપાન–૩૧૫, ૩૧૬, ૩૧૭, ૩૨૦, ૯૨૧, ૩૨૬, ૩૩૦થી ૩૩૮, ૩૫૮, ૩૫૧, ૩૫૩, ૩૫૪,૩૫૮,૩૫૯,૩૬૨,૩૬૪, ૩૬૫, ૩૬૯ થી ૩૭૬, ૪૭૪ સિદ્ધાંત સાર–૨૭૯ સુંદરદાસજીના ગ્રંથે! (પદ્ય)-૫૯૯ સુંદર વિલાસ-૪૯ મેાધ સંગ્રહ–૧૯૯, ૨૦૦, ૨૦૧, ૨૧૧, ૨૧૯, ૨૨૦ પ્રણીત ૪૭૬, ૪૮૧, ૫૦૮ થી ૧૧૨ ૫૧૪, ૧૧૫, ૫૭૩, ૫૩૪, ૫૮૨ ૫૯૬ થી ૫૯૯, ૬૩૭, થી૬૪ -કાવ્ય અમૃત ઝરણાં-૩૮૧,૩૮૫, ૪૦૧ -અભ્ય તર પરિણામ અવલેાકત– ૪૭૪, ૪૭૫, ૪૦૯થી૪૮૧ -આત્મસિદ્ધિ શાસ્ત્ર (કાનજીસ્વામી)–૨૬૦ -આત્મસિદ્ધિ શાસ્ત્ર (ભાગીલાલ ગી. શેઠ)–૧૯૧, ૨૬૦ -આત્મસિદ્ધિ શાસ્ત્ર (મનસુખલાલ ૨૧ભાઈ)૨૪૮, ૨૫૫, ૨૬૦ -આત્મસિદ્ધિ શાસ્ત્ર (મુકુલભાઈ કલાથી)-૨૫૦ Page #699 -------------------------------------------------------------------------- ________________ sev - આત્મસિદ્ધિ શાસ્ત્ર–ગદ્ય ભાવા (મનહરલાલકડીવાલા)-૨૫૬ -આત્મસિદ્ધિ શાસ્ત્ર (ગેાવનદાસજી બ્રહ્મચારી) (અગ્રેજી અનુવાદ)૨૫, ૨૫૧, ૨૫૨ -આત્મસિદ્ધિ શાસ્ત્ર (રાવભાઈ દેસાઈ)– -આત્મસિદ્ધિ શાસ્ત્ર (અંગ્રેજી અનુવાદ) (જે. એલ. જૈની)૨૫૦, ૨૫૧, ૨પર -આત્મસિદ્ધિ શાસ્ત્ર-મરાઠી અનુવાદ (અજ્ઞાત)–૨૫૭, ૨૫૮ -આત્મસિદ્ધિ શાસ્ત્ર—સંસ્કૃત અનુવાદ (પડિત એચરલાલ દેશી)૨૫૬, ૨૫૭ આત્મસિદ્ધિ શાસ્ત્ર-હિંદી અનુવાદ (ઉદયલાલ કશલીવાલ)−૧૬૮, ૨૫૦ થી ૨૫૩ -અધ શતાબ્દી સ્મારક ગ્રંથ-૬, ૭, ૧૫, ૩૩, ૪૨, ૭૭, થી ૮૧ ૧૯૬, ૧૯૭, ૨૫૭, ૨૯૧, ૨૯૨, ૩૦૩,૩૦૪, ૩૨૨, ૩૧૩, ૩૭૪, ૩૭૫, ૩૯૭, ૩૯૮, ૪૭૨, ૪૭૩, ૫૭૧, ૧૯૦, ૫૯૧, ૬૩૬થી ૬૪૩ અને ગાંધીજી—૩૭૪, ૩૭૫, ૫૮૩ થી ૫૯૮ ધી ઇન્ડિયન સ્પેક્ટર (Indian Spector)–૧૮,૨૪, ૨૭, ૯૧ ગુજરાતી૨૮ ધી ટાઇમ્સ એફ ઇન્ડિયા-૧૮, ૨૪, ૨૭, ૨૯ જામે જમશેદ-૧૮, ૨૪, ૨૬,૨૯, અજ્ઞાન-૪૩૧, ૪૩૩, ૪૫૦,૪૫૭ અન્યત્વભાવતા-૧૩૮, ૧૪૦ અનાથીપણું-૫૦, ૯૬, ૧૩૫ અનાનુપૂર્વી -૧૧૧ -છેવટની ભલામણ-૪૯૧, ૪૯૩, ૪૯૪ --રાજ જયતી વ્યાખ્યાના ૧૭૨ ૧૦૧, ૧૦૨, ૪૮૪, ૪૮૫, ૫૮૧, ૫૮૨, ૬૩૫, ૬૩૬ -જીવનકળા-૧૬, ૧૭, ૬૫, ૬૬, ૧૦૭,૧૦૮,૧૦૯,૧૧૩, ૧૧૪, ૧૨૦,૧૨૧,૧૨૬, ૧૨૭, ૧૯૭, ૧૯૮,૨૧૦, ૨૧૧,૨૩૧, ૨૪૧, ૨૪,૨૫૩, ૨૫૪,૫૦૩,૫૦૪, પર૧, પરર, ૫૬૫,૫૬૬, ૫૬૯, ૧૭૦,૫૯૩,૫૦૬,૫૯૮,૦૮ જીવન જ્યેાતિ-૬૩૬, ૬૩૭ -જીવનયાત્રા-૪૫, ૪૬, ૭૩, ૭, ૭૬ થી ૭૯, ૮૪, ૮૫, ૮૬ ૬૩૭ થી ૧૪૧ -જીવનરેખા–૨૮, ૩૦, ૩૧, ૪૨, ૪૩, ૬૩, ૬૪, ૧૦૪, ૧૦૫, ૧૧૦, ૧૧૧, ૧૧૫, ૧૧૬, ૧૫૦, ૧૫૧, ૫૧૫, ૫૧, ૫૩૦ થી ૫૫ -જૈન શાસ્ત્રમાળા ૫૮૭, ૧૮૮ -પ્રણીત તત્ત્વજ્ઞાન–૪૮૦, ૪૮૧ -વચનાવલી-૫૧૧, ૫૧૨ -વિચાર નિરીક્ષણ–૧૯૪, ૧૯૫, ૩૧૭, ૩૧૮, ૪૯૩, ૪૯૪, સામયિકા તથા વમાનપત્રા ૩. ૪૧, ૧૦૭ જૈન-૬૪૨ ધર્માં ૬ણુ-૨૨૨ ધર્મ સદ્બાધ રત્ન–૨૨૨ એમ્બે ગેઝેટ-૨૯ મુંબઈ સમાચાર–૧૮, ૧૯, ૨૩, ૪, વિષયા અનિત્ય ભાવના–૩૭, ૧૨૮, ૧૩૨, ૧૪૦ અપૂર્વ અવસર-નેા રચનાસમય૩૧૫, ૮ની સર્વપ્રિયતા-૩૧૭ શ્રીમદ્દની જીવનસિદ્ધિ પરપ થી ૫૩૦ –વિચારરત્નેા–૨૯,૩૦, ૨૩૭, ૨૩૮, ૩૭૬, ૪૧૮, ૪૪૦, ૪૧ર, ૪૭૧, ૪૭૨, ૫૩૭ -શાસ્ત્રવાર્તા સમુચ્ચય-૨૭૫, ૨૭૬, ૩૧૦, ૩૧૧ -સમુચ્ચયવચર્યા-૪, ૧૨૬,૪૧૭ ૪૭૪, ૪૮૩ થી ૪૮૮ --હસ્તાક્ષર નેધ (રાજનીશી)-૪૧૭, ૪૧૮, ૪૭૪, ૪૮૩ થી ૪૮૬, અનુસવાન પા. ૬૭૯ થી સૂત્રકૃતાંગ-સૂયગડાંગ-૧૭, ૪૦, ૪૬,૪૮,૪૯, ૭૮, ૧૩, ૩૧૦, ૪૧૭, ૧૧૮, ૬૩, ૬૦૪ સ્મરણીય પ્રસંગ-૪૧ સ્ત્રી નીતિ ધર્માં ૨૦૧ શ્રી નીતિ ખાધક–૩૬, ૩૭, ૬૦, ૧૨૬, ૧૨૭, ૨૦૦, ૨૦૨, ૨૦૬ થી ૨૧૧, ૨૨૧, ૨૩૩, ૨૪૫, ૨૫૨, ૨૫૫, ૫૫૪ સ્યાદવાદ મ’જરી–૨૭૯,૨૯૩,૩૦૪ સ્વરાય જ્ઞાન–૩૬, ૩૮, ૪૬થી ૪૯, ૧૨૬, ૧૯૯, ૨૩૬ કાતિક્રયાનુપ્રેક્ષા-૫૧૬, ૧૩૨, ૫૯૯, ૬૦૫ સ્વામી ૨૪, ૨૭, ૯૧ પાયાનીયર (The Pioneer) ૯૧ વિજ્ઞાન વિલાસ–૩૭, ૨૧૧ સુખાધ પ્રકાશ–૩૭, ૨૧૮ સૌરાષ્ટ્ર દ ણુ–૨૧૧ અભયદાન !–૨૩૫ અભિનિવેશ–૮૭, ૪૩૧થી૪૭૨, ૪૩૩, ૪૫૦, ૪૫૭ અભિમાન–૪૩૧, ૪૩૨,૪૩૩, ૪૫૦ Page #700 -------------------------------------------------------------------------- ________________ સૂચિ અત્યંતર પરિણામ-૪૮૦ અવધાન-૪, શક્તિ-૧૬, અતિજ્ઞાનને પ્રકાર છે–૧૭, શ્રીમદ્ કરેલા અવધાનની વિગત ૧૭થી ૩૧, શક્તિસ્વયંભૂ-૨૯ અવધિજ્ઞાન-૧૬, ૪૦, ૪૨, ૪૩, ૪૪ ૦ની પ્રસંગે-૧૦૩, ૧૦૫, ૧૦૮, ૧૦૯ અશચિભાવના–૧૨૮, ૧૪૩,૧૭૫, ૨૦૩ ૦ને સનત્ કુમારને અનુભવ-૧૪૩ અશરણ ભાવના-૩૭, ૧૨૮, ૧૩૩, ૨૩૨ અસ્તિકાય-૪૫, ૪૮૬ અસંતોષ-૩ અંતલિપિકા-૨૨૨ અંતરંગ શ્રેણી-૧૦, ૪૫૪ અંતરાય-૧૫૭, ૪૨૯ આત્મા–૨૭૮ થી ૨૯૦ અદ્ભુત આનંદમય-૬૦૧, ૧૨, ૦નાં છ પદ ૧૫૯-૨૬૧, ૨૭૫, ૫૩૧ ૦ની મહત્તા ૧૭૩, અસંગ ૨૮૬, ૩૬૧ ને ગુણે ૨૯૭, ૨૯૯, ૪૩૬, ૦નું એકત્વ ૪૩૬ આત્માનું અસ્તિત્વ-૨૬૨૨૭૬, ૨૭૮, ૨૮૧, ૩૮૮, ૪૭૩, ૫૩૩ નિત્ય-૨૬૨, ૨૭૬, ૩૯૦, ૫૩૩ કર્તાપણુ-૨૬૨, ૨૭૬, ૨૮૬, ૨૮૮ ભક્તાપણું-૨૬૨, ૨૭૬, ૨૮૮ મોક્ષ-૨૬૨, ૨૭૭, ૨૯૦ મેક્ષને ઉપાય-૨૬૨, ૨૭૭, ૨૯૨ આત્માથી–૨૬૩, ૦નાં લક્ષણે ૩૯, ૨૬૯, ૨૭૨, ૨૭૩, ૨૭૪ ૩૧૦ ૩૩૦ થી ૩૩૫ ૩૫ર, ૩૯૨ આત્મબ્રાંતિ–૩૦૧ આત્મથિરતા-૩૩૨, ૩૯૯ આત્મવિકાસ-૩૯૩, ૩૯૪ ૮૬ આત્મસિદ્ધિ શાસ્ત્રની ગહનતા૨૧૫, ૦૦૨ાનગને ગ્રંથ ૨૪૫, ૦ના મનનને અધિકારી, વગ-૨૫૧, ૦ના અધિકારી વર્ગ પર પડેલો પ્રભાવ ૨૫૨, ૦ની રચના વીતરાગ માગ પ્રતિતી–૨૬૦, મતમતાંતર રહિત ૨૬૦, ૦માં સુસંગતતા- ૨૬, ૦માં છ દર્શનને સાર- - ૩૦૨, ૩૦૩, ૮ની મૌલિકતા ૩૦૯, ૯ની લોકભાગ્યતા આશ્રવ ભાવના-૧૨૮, ૧૪૭, ૧૪૮ ઈદ્રિયજય-૪૪૦, ૪૪૧, ૪૪૬ ઈશ્વરનું અકર્તાપણું-૬૧૧ ઉદાસીનભાવ-૩૭, ૩૨૪, ૩૩૫, ૫૮૬ ૬૩૩ ૦શ્રીમનીઉદ્યમ–૬ ૦૫ ઉપદેશબોધ-૪૦૦ ઉપશમ કોણી–૧૪, ૦માં જીવનું પતન-૧૪ ઉપસગ–૩૨૮, ૦ના પ્રકાર-૩૩૨, ૩૩૩-૩૩૪ એકવે સવથી-૯, ભાવના૧૩૫, ૦ની નમિરાજેન્દ્રસિદ્ધિ૧૩૭ કટાક્ષ કાવ્ય-૨૨૯ કદાગ્રહમાં હિત નથી-૬૧ કમસિદ્ધાંત-૨૩૫, ૨૩૬, ૨૮૮, ૨૯૧,૨૯૨, ૨૯૬, ૨૯૭ ૩૧૯ ૦ને પ્રકાર-૨૯૩, ૩૬૧, ૩૬૨ ૦ને નાશ ૨૯૦, ૨૯૪, પ૨૯ ૦ધાતી-૩૨૭, અધાતી-૪ર૭ કલ્પના-૮ કલ્યાણ-૪૩૮,૪પ૧ કવિત્વશક્તિ-૧૬૧ કષાય-૮૧, ૫, ૪૨૯ ૦ના પ્રકાર ૮૧, ૩૨૫, ૩૪૯, ૦ધ-૯૭, ૩૪૧, ૦માન–૩૪૧, માયા૩૪૧, લાભ-૩૪૧, ૦અનતા નુબંધી ૪૨૯, ૪૫૦, ૫૩૧ ક્રાંતિ–૩, ૫૮, શ્રીમદના વિચારમાં-૫૮, સમાજક્ષેત્રે ૫૯, ૦અધ્યાત્મ ક્ષેત્રે ૬૦ ક્રિયાજડ–૨૬૨ કેવળજ્ઞાન-૧૬, ૪૪, ૩૫૬, ૩૬૦, ૩૬૧, ૪૨૨, ૪૬૧ કેવળી–સગી-૩૭૨, અયોગી ૩૭૩, પ્રરૂપિત સિદ્ધાતિ–પર૩ ક્ષમા-૧૫૬, ૧૮૧ ક્ષપક શ્રેણી-૧૩, ૩૩૫, ૩૫૬ ક્ષીણમોહ-૩૫૯, ૩૬ ૦ ખાલસાનીતિ-૩ ગતિ૧૬૦, ૪૨૫ ગરબી-૦૦૨ પ્રાર્થના વિશે– ૨૦૩, ક્ષણભંગુરદેહ વિશે૦ઉદ્યમ વિશે-૨૦૪, જ્ઞાન વિશે-૨૦૪, દોષનિવારણ અથે-૨૦૬, ૦નીતિ વિશે–૨૦૭ ગ્રંથાભ્યાસ–શ્રીમ-૪૫, શ્રીમદ્ કઈ રીતે કરતા-૪૬, અનેક ધમ અને સંપ્રદાયને લગતા હત-૪૭ ગુણસ્થાન–૩૧૫, ૩૯, ૨૬૮ ૩૫૬ થી ૩૫૯ ૩૬૧ ના નામ૩૧૫ થી ૩૧૮ ગુરુમાલમ્પિ-૩૭૯થી ૩૮૩, ૩૯૭ ૪૪૩, ૪૪૮ ગૃહસ્થ ઉત્તમ-૧૭૩ ગૃહસ્થાશ્રમ-૧૦, ૫૧, ૦શ્રીમદના પત્ની વિશેના ખ્યાલ-૫૫, કે જોઈએ-૫૮, -મીનું કર્તવ્ય-૫૫, ૦માં પણ કલ્યાણ થઈ શકે-૫૮ ધ્રાણેન્દ્રિયની વિશેષતા-૧૦૬ ચારિત્રવ્યથી અને ભાવથી Page #701 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ શ્રીમદની જીવનસિદ્ધિ ૩૫૮, ૦આત્મચારિત્ર-૩૯૬ તિય ગતિ-૧૬૦ નૈયાયિક-૧૦૧, ૧૨, ૩૦૩, ચારિત્ર મેહ-૩૨૫, ૩ર૪, ૩૫૫ તીર્થંકર-૧૫, ૧૧૪, ૧૨૮, ૧૫૬ ૩૦૬, ૪૩૫ ૩૫૬ ૩૨૩, ૩૪૦, ૩૪૨, ૩૬૫, પરમાત્મા-૩૨૧ ચાર્વાક દશન-૩૦૩, ૩૦૪ ૩૭૦, ૩૭૩, ૪૦૮, ૪ર૭, પરમેશ્વર-૩૧, ૦નું પ્રભુત્વ-૨૦૨, ચેતન–૨૮૩ થી ૨૮૮ ૪૦૩થી ૪૦૭ ૪૩૭, ૪૪૮, ૪૫૧, ૪૫૫ છત્ર પ્રબંધ-૨૨૭, ૨૨૮ * તૃણ સંસ્કારી-૧૦, ૧૬૯,૧૭૪ પરિગ્રહની અનિષ્ટતા-૧૮૦, ૩૪૭ જગત-૩૧ ૦ પ્રતિ ઉદાસીનતા- ૦નું સ્વરૂપ ૧૮૯ ૩૩, ૪૪૪ ૩૨ ૦કર્તા–૨૦૩, ૦નું સ્વરૂપ દયા-૧૫૮, ૧૫૯, ૧૬૯,૦ના પ્રકાર પરિભ્રમણ-૧૨ ૦શાથી થયું -૧૪ ૪૨૪, ૪૬૮ -૧૫૯, ૮ની અગત્ય ૧૫૯, પરિષહ-૩૩૨, થી ૩૩૪ ૦ના જડ-૪૦૩ થી ૪૦૭ ૦ધમનુ મૂળ ૧૭૦, ૧૭૧ પ્રકારજયોતિષ ૧૦, ૦ગ્રહાચારના અવ- દશનાહ-૩૨૫, ૩૨૭. પૂર્વકમ–૫૩ લેકિન પરથી ઘડાયેલ શાસ્ત્ર દર્શનાવરણીય–૧૫૬, ૪૨૭ પૂર્વજન્મ-૧૨, ૧૩, ૧૫ ૩૦ થી ૩૬, ૦માં શ્રીમદ્દનું દેવગતિ–૧૬૦, ૪૨૫ પૂર્વભવ-૧૨, ૧૫ જ્ઞાન-૩૦થી૩૬ ૦માં નવિદ્યાનું દેહ-૨૦૩, ૨૪૧, ૨૮૩, ૪૦૭, પુગલ-૩૪૯, ૩૫૫, ૩૬૭ જ્ઞાન ૨૭, ઇતરફ શ્રીમદ્દને ૪૨૫, ૨૬ ની ક્ષણભંગુરતા પુનર્જન્મ-૧૩ વેરાગ્ય આવવાનું નિમિત્ત ૨૦૩ પંચમહાળ ને તેના લક્ષણે-૧દર, ૨૮, કલ્પિત ર૯, કલ્પિત દ્રવ્ય-૪૯૫ થી ૪૯૮, સંગ્રહ ૧૬૬, ૪૪૮ કહેવાનો હેતુ–૨૯, ૦માયિક પંચમહાવ્રત–૪૦૮, ૪૬૬ ૪૯૯ ૦પ્રકાશ-૫૦૭ પદાર્થ-૨૯, ૦૫રમાર્થ માગમાં દ્રવ્ય ચારિત્ર-૩૪૭ પ્રતિક્રમણ-૯, ૪૬, ૯૩, ૧૫૩, વિઘરૂપ-૩૦ થી ૩૬ ૧૭૩, ૧૭૬ દ્રવ્યાનુયોગની વિશેષતા-૩૯, ૨૪૯ જતિ સ્મરણજ્ઞાન–૧૦૪૬૩, ૫૩૩ પ્રતિબંધ-૩૩૮ કયારે થાય–૧૨. કેવી રીતે દુષમકાળ–૪૧૯, ૪૨૧, ૪પ૧ પ્રતિમાસિદ્ધિ-૪૮૭ ન થાય-૨૧, ૧૨. ૧૫, શ્રીમ ધર્મ-૪, ૩૮૪, ૦માં ભેદે ૧૬૨, પ્રત્યાખ્યાન–૧૭૦, ૪૦૮ જિતેન્દ્રિયતા–૧૬૯ ૦માં મતમતાંતર ૧૬૫, ૪૩૭, પ્રાથના-૨૦૨ જિને આજ્ઞા–૨૬૭, ૩૩૫ ધમમંથનકાળ-૯૩, ૦ધર્મોમાં જૈન પ્રમાદ અને તેના પ્રકાર-૧૬, ૧૭૩, જિન પ્રભુની વાણી–૪૦૭, ૪૧૨ ધમની શ્રેષ્ઠતા ૩૩૮, ૪૩૩, ૪૩૪, ૧૭૩ જીવન પ્રકાર–૪૦૬, ૪૨૦, ૫૨૦, ધ્યાન-૧૬૨, ૪૪ર, ૦ના–પ્રકાર બીજજ્ઞાન-૪૧, ૧૦૨, ૩૮૩ ૫૩૬ ૧૬૨, ૪૪૦ ૦ના ભેદ ૧૬, બ્રહ્મચર્ય અને તેનો મહિમા-૩૭ જૈન દર્શન ૩૯, ૪૬૪, ૪૬૬, ૦નાં લક્ષણ–૧૬૨ ૧૭૦, થી ૧૭૫, ૧૮૮ ૫૦૭ ૦ની ઉત્તમતા ૩૯, ૧૯૪, નરકની વેદના-૧૪૫, ૦ની–ગતિ બ્રિટિશ સત્તા-૩ ૩૦૭, ૩૧૭, ૩૭૭, ૩૮૭,૫૧૯ ૧૬૦, ૦ના દુ:ખ-૨૩૩ થી ૨૩૫ બૌદ્ધદશન-૩૦૧, ૩૦૪ ૦માં અનેકાંતવાદ ૩૦૭, ૪૧૨ નિગ્રંથ થવાની ભાવના–૩૧થી - ભક્તિ -૧૫૮, ૪૦૯,૪૫ર, પ્રકાશવાની યોગ્યતા કેનામાં ? ૩૨૯, ૩૫૬, ૩૮૭, ૦માં મહત્વ જિનેશ્વરની ૪૫૧, ૦ના લાભ– ૪૬૪, ૦ની વર્તમાન સ્થિતિ પુરુષ–૩૨૨ ૧૫૯, ને મહિમા-૨૪, ૧૫૮ નિર્જરાભાવના-૧૮, ૧૩૧, ૧પ૦, ૧૫૯, ૪૦૯, ૪૫૧, ૪૫ર તત્ત્વવિચારણા-૪૦૯,૪૧૭ ૪૧૮, ભક્તિમાર્ગની શ્રેષ્ઠતા-૬૨, ૯૫, ૯૬ ૪૧૯ નિત્યક્રમ-૧૭૫ ભાવનાબોધ-૧૨૮,૦ની રચના-૧૨૯ ત૫૩૫૩, ૪૪૦ નિશ્ચય ધમ-૧૫૮ ભાષાજ્ઞાન ૦શ્રીમનું-૪૪ ત્યાગ-૩૮, ૪૩૮, ૪૩૯ નિવૃતી બોધ-૧૪૬ ભેદત્યાગ-૯૫ ૪૨૪ Page #702 -------------------------------------------------------------------------- ________________ અશ્વિ ૬૮૩ વિવેક- ૧૭૪, જ્ઞાન-૪૬૭ વિષય-૧૮૮, ૩૩૮ વીતરાગતા- ૨૪ વેદાંત-શ્રીમના વિચાર-૩થી ૧૦૦, ૧૬૨, ૪૨૧ વિરાગ્ય-૧૨, ૩૩૭, ૩૨૩, ૫૪૫, ૫૫૭ ૦ની મહત્તા-૧૩૦, ૨૬૫, શ્રીમને-૩૨૩, ૪૪૧, ૪૪૪, ૫૫૭ રાજકારણ-૩ રાત્રિભેજન–૧૬૯ રાષ્ટ્રજીવન-૩ રોજનીશી-૪૧, ૮૭૬, ૪૭૯ લબ્ધિ -૪૨,૪૪, ૪૬ ૦ને ઉપયોગ ૪૬, ૪૭ શ્રીમને પ્રગટી હતી - ૪૬, ૪૭ લિંગદેહજન્ય જ્ઞાન–૫૭૫ લેકસ્વરૂપ ભાવના-૧૨૮, ૧૩૧, ૧૫૦, ૪૦૦ લાભકષાય-૮૪, ૩૪૬ વચનામૃત-૧૨૬, ૧૯૯, ૨૪૨ વ્યવહાર ધમ-૧૫૮, શુદ્ધિ-૧૫૮, ४३४ વ્યાપાર–શ્રીમદ્ વ્યાપારી-દરથી ૭૬ ,, ૦માં શ્રીમદ્દની ચોકસાઈ-દર. થી૭૬ , માં નફા વિશેનો ખ્યાલ-૬૨ થી૭૬ ,, માં શ્રીમદ્રની પ્રામાણિકતા દરથી૭૬ ૦માં ભાગીદારો સાથેનો વર્તાવ -દુરથી ૬ ,, ૦માં શ્રીમદ્ભ જળકમળવત પણું-૬૨થી૭૬ એ થી નિવૃત્તિ-૭૦ ૦માં નિવૃત્તિના સમયે ધર્માચિંતન-૭૧, ૭૨ , oથી છૂટવાની વૃત્તિ-દુરથી જ ને, 9 વિશે મતમતાંતર-૩૯,૬૨,૪૩૭, ૪૬૭ ૫૨૧, ૫૩૩ મતાથી જીવ નાં લક્ષણે-૩૯, ૨૬૭ થી ૨૭૧, ૩૧૦ મન:૫વજ્ઞાન-૧૬, ૪૧ થી ૪૪ મનુષ્યગતિ-૧૬૦, ૦ના દુ:ખ-૪૫ મનુષ્ય દેહ-૪૫, ૦દેહત્તમ ૧૪૫ ની ઉપયોગિતા–૧૪૫ માનકષાય-૮૨, ૮૪, ૨૬૪, ૩૪૬ માયાકષાય-૮૨, ૮૪, ૩૪૬ મિથ્યાત્વ-૮૫ ૦ તેના લક્ષણે-૮૭ ૦ ના સ્થાનકે-૨૭૬ ૦ ની ભાવ-૨૯૬ ૦ દ્રષ્ટિ-૪૫૬ ૧ અભિગ્રહિક-૮૭, ૮૮, ૮પ૭ ૨ અનાભિગ્રહિક-૮૭, ૪૫૭ ૩ અભિનિવેશિક-૮૭, ૪૩૧ થી ૪૩૩ ૪ સશયિક-૮૭, ૪પ૭ ૫ અણભાગ-૮૭, ૮૮, ૪૫૭ મુક્તભાવમાં મોક્ષ-૯૪, ૩૧૧, ૪૩૩, ૪૪૩ મુમુક્ષુ-તા-૪૪૩, ૨ની જાગૃતિ ૪૪૪, ૦ના લક્ષણે-૪૪૫,૪૪૬ મોક્ષપંથ-૨૯૬,૩૭૧,૩૭૭,૪૦૬ મોક્ષમાર્ગની એકતા-૯૩, ૨૬૩, ૨૬૪, ૨૭૩,૨૯૫, ૨૯૬,૩૭, ૩૭૫, ૩૯૪, ૫૪૬, ૫૪૭ પ્રાપ્તિ-૩૨૦ મક્ષત્સુખ-૧૮૬, ૩૭૫, ૪૬૬, ૫૩૧, ૦ વર્ણન-૩૭૫, ૦માગ– ૩૯૪થી૩૯૮ મેહનીય-૧૫૭, ૨૯૪, ૩૬૦, ૩૬૧, ૩૬૨, ૪૨૦, ૪ર૭ યમનિયમ-૨૦, ૨૮, ૩૨૧, ૩૭૭, ૩૭૯, ૩૮૯, ૪૦૮ રાગ ૬-૮૪, ૩૮૫, ૪૦૩, નું અ૫–૫૧૪ - શાંતિ-૧૬૦ શુષ્કજ્ઞાની–૨૬૫ શ્રીમનું સાહિત્ય-૩૨ -રામાયણ મહાભારત પદ્યમાં૩૩ -અપૂર્વ અવસર-૩૯ -આત્મસિદ્ધિ-૩૮ -કાવ્યકળાને ઉત્તમ નમૂને-૩૨ -ઘડિયાળ વિશે ૩૦૦ કડી–૩૩ -છૂટક લેખો તથા અન્ય ગાથાઓની સમજુતી-૪૦ -જીવાજીવ વિભક્તિ-૩૬ -જીવતવ સંબંધી વિચાર-૩૬ -નમિરાજ ગ્રંથ. સાર્વજનિક સા.નો ગ્રંથ-૩૩ -પ -૩૮ -પંચાસ્તિકાયને અનુવાદ-૪૦ -પ્રકીર્ણ કાવ્ય-૩૯ -ભાવનાબા-૩૩, ૧૨૮ -મુનિસમાગમ-૩૬ -મોક્ષમાળા-૩૩, ૧૫૦ -મેક્ષસુબોધ-૩૫ -રામાયણ-મહાભારત પદ્યમાં૩૩ -રાજનીશી, હસ્તને ધ– ૧ -વિવેચનાત્મક લખાણ- ૪૦ -સ્ત્રીનીતિ બેધક–૩૩ -સ્વરોદય જ્ઞાન પરની ટીકા ૩૬ શ્રીમની આત્મદશા-પ૬૪, પ૬૫ ,, ૦માં પાળવા યોગ્ય નિયમો શ્રીમદ્ વિચારેલા ૭૫, ૭૬ , ૦માં ધમ-૬, ૭૭ વ્યાસજીની અદ્દભુત ભક્તિ-૮૬ વિદ્યા-ર૦૫, ૦ની અગત્ય-૨૦૫, ૨૦૭ વિનય ૧૮૦, ૦નું માહાત્મ્ય ૧૮૦, ૨૬૮, ૨૬૬ Page #703 -------------------------------------------------------------------------- ________________ ter શ્રીમના આત્મવિકાસ-૫૪૧ શ્રીમનું વ્યક્તિત્વ ૭૬થી૯૦ -અદ્ભુત કમા‘-૭૮, ૯૯ --ગૃહસ્થ છતાં મુનિ–૭૯, ૮૦, “જગતના વૈભવ પ્રતિ અમેાટુ૭૮, ૭૮ -નિ:સ્પૃહ-૮૩, ૮૪ -ની સમાધિસ્થ દશા-૮૯, ૯૦ વૈરાગ્ય પ્રત્યેક કાર્ય માં-૭૮, ૭૯ -સત્યાન્વેષક સંયમી૭૭, ૭૮, ૭૯ પગ્દર્શન–૪૬૩, ૪૬૪ સદેવ-૧૫૭, ના ગુણ્ણા—૧૫૮, ૧૬૨ ના ઉપકાર–૨૫૩, ૨૬૧ સત્યમ-૩૭, ૧૫૭, ૨૬૧, ૪૧૨ સદ્ગુરુનાં લક્ષણૢા-૧૫૯, ૨૬૫ –ની પ્રાપ્તિ-૪૧૨, ૪૧૫ --નુ' માહાત્મ્ય-૨૬૮, ૨૬૯, ૪૧૫, ૪૪૪ સત્પુરુષ-૬૨ –કૈાણુ ?–૪૪૬ -કેમ આળખાય ?–૪૪૬ -ની આજ્ઞા આરાધનનું ફળ ૪૪૮ “ની અવજ્ઞાનું કુળ૪૫૦ -નુ` માહાત્મ્ય-૬૨, પર૨,પરપ -માં શ્રદ્ધા-૬૨ સત્ય—૧૭૮, ૧૮૧ સત શ્રુત-૪૪૨, ૪૪૩ સત સ’ગ–૧૨, ૪૨૦, ૪૪૨, ૪૪૭ –ની દુર્લભતા—૪૫૦ -નું માહાત્મ્ય-૧૨ -સમ્યગ્દર્શનનું' સાધન-૧૬૦ સમપણુ-૧૧૬ સમભાવ-૩૫૧, ૩૫૨, ૩૫૩ સમાધિમરણ-૮૯, ૯૧ સમ્યક્ચારિત્ર-૧૬, ૩૭, ૧૫, ૧૫૭, ૧૭૧ ૧૦૨, ૧૩૯, ૨૬૫, ૩૦૪ સમ્યગ્નાન–૩૭, ૧૫૬, ૧૬, ૧૬૫, ૧૬૯, ૧૭૧ ૧૭૨, ૧૭૯, ૨૬૫ ૩૦૪ સમ્યગ્દર્શન–૩૭, ૭૬, ૧૫૬, ૧ ૫૭, ૧૬૯, ૧૭૦, ૧૭૨ ૧૭૯, ૧૯૭ ૪૫૩ થી ૪૫૭ -ક્ષાયિક-૪૫૬ તાં આવશ્યક અંગા-૪૪૭ –નાં લક્ષણૢા–૮૦, ૮૪, ૫૪૯ “નું માહાત્મ્ય ૪૫૬, ૫૦૧ બંને સિદ્ધિ સાથે સંબધ–૪૫૬ –ના પુરુષાથ-૫૩૨ સાક્ષાત્ સરસ્વતી-૧૨૬ -પામવા માટેનું મુખ્ય સાધન ૧૬૦ શ્રીમદ્ન-૭૭, ૭૮ સર્જન પ્રતિભા-૩૯ સર્વ સંગ પરિત્યાગ−૮૮, ૮૯, ૯૮ ૦મા ૪૩૮ થી ૪૪૦ પ્રકાશવામાં સૌથી અગત્યના ૧૦૦ સૌંકલ્પ વિકલ્પ–૧૨ સૌયતિધમ-૪૪૩, ૪૯૩ સંવરભાવના– ૧૨૮, ૧૨૯, ૧૪૯ સંસાર– -પ્રેમ વધે -૫૫ -દુ:ખમય-૧૪૯, ૧૦૫ -ની અસારતા-૩૧૪ --ની નિવૃત્તિ-૧૩૦ --ની પ્રવૃત્તિ પૂર્ણાંકના ભાગવટા અર્થે -૫૭ -નુ અધત-૩૨૨ શ્રીમદ્દ્ની જીવનસિદ્ધિ નુ` સ્વરૂપ-૧૬૧, ૪૨૦ -નેા ક્ષય કેમ થાય ?-પપ, ૪૨૨૨, ૪૨૩, ૩૨૪, ૪૪૧ -ના ત્યાગ=૧૩૦ -ના શ્રીમદ્ના આવેલા ક’ટાળા ૫૫ “ના સુધારા–૨૦૦, ૨૦૧ સામાયિક-૧૬૮, ૧૬૯, ૧૭૩ સાંખ્ય-૧૦૧, ૧૬૨, ૩૦૩, ૩૦૮ સિદ્ધક્ષેત્ર ૧૫૦, ૩૬૮, ૩૭૦ સિદ્ધાંત મેાધ-૪૭૦ સ્ત્રી કેળવણી-પ૬, ૨૦૧, ૨૦૨ સ્ત્રી વિષે વિચારા-૪૪, ૦ની સાથેના વર્તાવ દેવા હાવા જોઈએ–૫૩, ૫૪ સ્પર્શેન્દ્રિયની અજમતા-૧૦૬ સ્મરણશક્તિ-૮, ૧૦, ૧૦૬ યાદાદÂ લી–૧૬૬, ૨૮૪, ૨૮૮, ૩૦૬, ૩૦૮ સ્વચ્છંદ-૨૬૪ ૨૬૭, ૩૨૨, ૩૮૦ ૩૮૧, ૪૦૯, ૪૩૧ થી ૪૩૩ ૪૫, ૪૫૭, ૫૩૨ સ્વાતન્ય સમામ-૩ સ્વયં ભૂરમણ સમુદ્ર–૩૫૧, ૩૫૯ જ્ઞાન-૪૮, ૪૦૭ -દશા-૪૫૭ -ના પ્રકાર–૪૬૦ –ની નિમ ળતા–૪૯ —–ની શ્રીમદ્ભુ પ્રાપ્તિજ્ઞાનાવરણીય–૧૫૭, ૪૨૭ જ્ઞાની-અજ્ઞાનીના ભેદ-૪૫૯ જ્ઞાનીની દુ`ભતા=૫૨૪ જ્ઞાનીની આજ્ઞા-૪૦૮, ૪ર૩ થી ૪૨૬, ૪૪૬, ૪૫૧, ૪૫૭ જ્ઞાનીની અવજ્ઞા ૪૫૦ Page #704 -------------------------------------------------------------------------- ________________