________________
શ્રીમની થસિદ્ધિ
પોતે પાળવા ધારેલા સયમના આદર્શ રજૂ કર્યાં પછી પાતાના ચારિત્રની પૂર્ણતા આણવા માટે પાતે કરવા ધારેલા તપનું બયાન આ કડીમાં આપતાં શ્રીમદ્ કહું છે કે, સખત તપશ્ચર્યા કરતી વખતે પણ મનમાં ખેદ કે દુઃખ ઉત્પન્ન થાય નહિ, ભિક્ષામાં સ્વાદિષ્ટ અન્ન મળે તેમ છતાં જરાય આનંદ ન થાય. વળી, રજકણથી શરૂ કરી વૈમાનિક દેવની રિદ્ધિ સુધીના સર્વ પદાર્થને પુદ્ગલના એક પર્યાય જ ગણું એવા અપૂર્વ અવસર કયારે આવશે ?
તપશ્ચર્યાના સાચા અર્થ સમજાવતાં શ્રી સંતખાલજીએ લખ્યુ` છે કે :~
“ તપસ્વીને જ્યાં સુધી એમ લાગે કે હુ' તપ કરી રહ્યો છું કે મે' તપ કર્યુ” છે ત્યાં લગી મન તપ્યા વિના રહે નહિ. સહેજ નિમિત્ત મળે કે આવેશ આવી જાય ! મૂંગાવ્રતની કે ઉપવાસેાની આવી તપસ્યા મૂઢતા કે ભૂખ-લાંઘણુના દોષામાં જ પરિણમે, એટલે ખરી વાત તો એ છે કે વૃત્તિ ઉપર કામનાજન્ય જે સ`સ્કારી હાય, તે ખળભળે એથી ફ્લેશ થાય. પરંતુ મનમાં લગીરે તાપ ન થવા દેવા અથવા તાપ આવે કે મૂળથી શમાવી દેવે! – ઊંડા કાંટા કાઢી નાખવા – એ જ ખરી તપસ્યા છે. ’૬૩
૩૪
તપશ્ચર્યાના બે પ્રકાર છેઃ ખાહ્ય અને અભ્યતર, અનશન, ઉ©ાદરી, વૃત્તિસક્ષેપ, રસપરિત્યાગ, કાયક્લેશ અને સલીનતા એ છ ખાદ્યુતપ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, શાસ્રપાન, ધ્યાન અને કાયાત્સર્ગ એ છ અભ્યતર તપ છે. કદળને કાપવામાં બાહ્ય કરતાં અભ્યંતર તપ વિશેષ સમર્થ છે.
66
,,
અહીં શ્રીમદ્દે તપશ્ચર્યાને ધાર ” વિશેષણ લગાવ્યુ છે તે સપ્રયેાજન છે. સામાન્ય તપ તા ઘણા કરી શકે અને તેનું ફળ પણ સામાન્ય હોય છે. વળી, જીવ અનાદિકાળથી ભારે કર્મો બાંધતા આવ્યા છે તેથી તેને છેડવા માટે તપ પણ એવું ભારે કરવું જોઈ એ તે બતાવવા “ધાર” વિશેષણના ઉપયેાગ થયા છે. ઉગ્ર કે તીવ્ર તપશ્ચર્યામાં મુનિને ઉપસ કે પરિષ આવે તા તેમાં પ્રાણહાનિને પણ સ`ભવ હાય છે, તે વખતે પણ મુનિ તપમાંથી વિચલિત ન થાય, એટલુ' જ નહિ પણ સમભાવે રહે, તે ઘાર તપશ્ચર્યા છે. એવી તપશ્ચર્યા કરતી વખતે લેશ પણ તાપ કે દુઃખ મુનિના મનને ન થાય, અને ગમે તેવા કષ્ટના પ્રસ ગેામાં પણ સમભાવ રહે એવી અભિલાષા અહી દર્શાવી છે.
મુનિવેશે જ્યારે ઉગ્રતાથી ખાહ્યાભ્યંતર તપ કરતા હાય તે વખતે દિવસેાના ઉપવાસ પછી પારણામાં સરસ અન્ન મળે તાપણુ મનમાં પ્રસન્ન ભાવ ન આવે એવે સમભાવ કેળવવાની ઇચ્છા છે.
“ સરસ કે નીરસ આહાર મળવા તે ઉદયાધીન છે. શાતાના ઉદય હાય તા અને શરીર ટકવાનું હોય તેા આહાર મળી જ જાય તેમાં હ શા માટે ? મુનિએ તા માહુના નાશ કર્યાં છે. તેમને આહારની લાલુપતા હોતી નથી, ૬૪
૬૩. સિદ્ધિનાં સાપાન ’, પૃ. ૧૨૦.
૬૪. “ પુરપદપ્રાપ્તિની ભાવના ”, પૃ. ૧૭૪,
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org