________________
૨૦૪
શ્રીમદની જીવનસિદ્ધિ અહીં તેઓ જીવનમાં વાચનની ઉપયોગિતા સમજાવે છે, તેમાં શ્રીમદ સુધારક રૂપે જોવા મળે છે.
વખત નકામે નહિ ગાળવા વિશે”, “ઉદ્યમ વિશે” તથા “ઉદ્યમથી થયેલાં કામો વિશે” એ ત્રણ ગરબીઓમાં ઉદ્યમને મહિમા બતાવ્યા છે. એક પળ પણ નકામી ન જવા દેવી જોઈએ, વખત તે અમૂલ્ય છે, ગયેલો સમય પાછો મળતો નથી, તેથી સમય મળે સારા ગ્રંથ વાંચવા, ભરત ભરવું વગેરે કંઈ ને કંઈ ઉદ્યમ કરવાની ભલામણ આ ગરબીએમાં કરી છે.
“વખત નકામે નહિ ગાળવા વિશેની ગરબીમાં સમય વિશે કહે છે કે – “વખત અમૂલે જાણી લીધે, ઉપયોગ કરે તેને જ સીધે, અમસ્તી કૂથલી જાવા દો.”
ઉદ્યમ કરવાથી જ માનવ સિદ્ધિ પામી શકે છે એવી મતલબના નીચે જણાવેલા સંસ્કૃત શ્લોકને ભાવ આપણને “ઉદ્યમ વિશે ” એ ગરબીમાં જોવા મળે છે –
“ उद्यमेन हि सिद्धयन्ति कार्याणि न मनोरथैः।
न हि सुतस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥"८ આ ઉદ્યમના મહિમા વિશે શ્રીમદ લખે છે કે –
“ઉદ્યમ કરનારે ભૂખે નહિ મરે, ઉદ્યમથી તો સુધરે ડાહી કાજ જે, ઉદ્યમ કરતાં શું નહિ પામે માનવી?
કહે પ્રત્યુત્તર તેને તું તે આજ જે.”૯ ઉદ્યમ કરવાથી કઈ કઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે તે “ઉદ્યમથી થયેલાં કામ વિશે ” એ ગરબીમાં જણાવ્યું છે. ઉદ્યમથી તાર, ટપાલ, આગગાડી વગેરે મળ્યાં છે, તેથી તેઓ લખે છે –
એમ ઉદ્યમને પરતાપ, વિશ્વ વખાણે રે,
માટે એ ગણું સુખનો બાપ, સંશય ન આણે રે.૧૦ આ રીતે ફૂરસદનો સમય હોય ત્યારે સ્ત્રીઓએ એ સમય ઈશ્વરભજનમાં, બીજા સારાં વાંચન અને ઉદ્યમમાં ગાળવો જોઈએ, નકામી કૂથલી કરી વખત પસાર કરવાથી બીજાનું પણ અહિત થાય છે તો તેનાથી દૂર રહેવું જોઈએ એવો આ ગરબીઓને ઉપદેશ છે.
આમ પહેલા વિભાગમાં ઈશ્વરમાં શ્રદ્ધા, ઉદ્યમ, વાંચન વગેરેનું માહાભ્ય શ્રીમદ બતાવ્યું છે. તે પછી પહેલા વિભાગ પૂરો થાય છે.
૮. “સુબોધસંગ્રહ”, પૃ. ૧૭. ૯. એજન, પૃ. ૧૮. ૧૦. એજન, પૃ. ૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org