________________
શ્રીમદના જીવન સિદ્ધિ પેઠે તેઓ પિતાને માટે કેઈની પાસે કશું માગતા નહિ, અને પારકાને માટે માગવામાં લાજ જતા નહિ. ધારસીભાઈ પાસે કચ્છના ભાઈઓની સરભરા કરવાનું માગનારે પોતાને માટે એમની પાસે ભાડાના થોડા પૈસા ન માગ્યા !
૪. તિથિ પાળવી–શ્રી મનસુખભાઈ કીરતચંદ મહેતા શ્રીમદના નેહી હતા. વિ. સં. ૧૯૫૫ના ચૈત્ર વદમાં મનસુખભાઈને એવો પ્રશ્ન ઊડ્યો હતો કે “તિથિ શા માટે પાળવી જોઈએ !” બીજ, પાંચમ, આઠમ વગેરેને બદલે ત્રીજ કે સાતમ કે એવી તિથિ પાળી હોય તે શું ખોટું? એટલે કે લીલોતરી આદિનો ત્યાગ મુકરર કરેલા દિવસને બદલે અન્ય દિવસે કર્યો હોય તે ધર્મ કર્યો ગણાય કે કેમ, એ પ્રશ્ન તેમને થયે હતા. પાછળથી તે તે પ્રશ્ન અને તેને લગતી વિચારણું ઉપશમી ગયાં હતાં. પરંતુ તે પછી થોડા વખતે તેઓ જ્યારે શ્રીમદ્રને મળવા ગયા ત્યારે શરૂઆતમાં જ, કેઈ પણ પ્રસંગ વિના, શ્રીમદ્ તેમને કહ્યું કે, “મનસુખ, તિથિ પાળવી.” આમ સામાના મનની વાત જાણી, તેમને થત સંશય પુછાયા પહેલાં જ શ્રીમદ્ ઘણું વાર દૂર કરી દેતા.૧૬૧
૫. અજબ સ્પશેન્દ્રિય – શ્રીમદ્દની સ્પર્શેન્દ્રિયને ઘણે વિકાસ થયો હતો. મુંબઈમાં જસ્ટિસ તેલંગના પ્રમુખપણા નીચે, આર્ય સમાજમાં શ્રીમદે એક અવધાનનો પ્રયોગ રજ કર્યો હતો. તેમાં શ્રીમદની આંખે પાટા બાંધી ૫૦ પુસ્તક એક પછી એક તેમનાં નામ જણાવીને આપવામાં આવ્યાં હતાં. શ્રીમદે તે પુસ્તક પર બરાબર હાથ ફેરવીને બાજુમાં મૂકી દીધાં હતાં. પછી એ પુસ્તકમાંથી જે કઈ પુસ્તક માગવામાં આવતું, તે તેઓ, બધાં પુસ્તક પર હાથ ફેરવીને, શોધી આપતા, એટલું જ નહિ, પણ જે કંઈ પુસ્તકને અનુક્રમ નંબર આપવામાં આવતે તો તે પુસ્તકનું નામ તેઓ કહી દેતા, અને પુસ્તક પણ શોધી આપતા. આમ ચક્ષુરિન્દ્રિયનું કામ તેઓ સ્પર્શેન્દ્રિયથી પણ કરી શકતા હતા. ૧૬૨
૬. તીવ્ર ધ્રાણેન્દ્રિય –સ્પર્શેન્દ્રિયની જેમ શ્રીમદ્ગી ધ્રાણેન્દ્રિય પણ ઘણી વિકસેલી હતી. પંડિત લાલનને એ વિશે સારો પરિચય થયે હતો. એક વખત શ્રીમંદ પોતાના કાકાસસરા તથા લાલન આદિ સાથે મેઘજી ભણને ત્યાં જમવા ગયા હતા. તેમના બેઠકખંડથી રડું લગભગ ૨૫ ફૂટ દૂર હતું. છતાં રસેડામાં બનાવેલી વાનગીઓ વિશે શ્રીમદે ધ્રાણેન્દ્રિયથી જાણી લીધું. તે પછી તેમણે ૫ડત લાલનને જણાવ્યું કે, “લાલન, હું નાક વડે જમી શકું છું.” લાલને આશ્ચર્યથી પૂછ્યું, “શી રીતે ?” શ્રીમદે ઉત્તર આપ્યું કે, રડામાં રહેલી વાનગીઓ હું જાણી શકું છું.” એમ કહી શ્રીમદ વાનગીઓનાં નામ કહી બતાવ્યાં હતાં.૧૬૩
૭. એક વધુ કસોટી – તેમની આ શક્તિની કસોટી તેમના બાળપણના સાથીદાર મોરબીના રા. છેટાલાલ રેવાશંકર અંજારિયાએ પણ કરી હતી. શ્રીમના કાકાસસરા રેવાશંકરભાઈને ત્યાં એક વખત તેમની મંડળીનું જમવાનું ગોઠવ્યું હતું. જમવાના
૧૬૧. “ શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા", પૃ. ૧૮. ૧૬૨. “શ્રીમદ્ રાજચંદ્ર : અધશતાબ્દી મારકથ”, પૃ. ૧૧૯. ૧૬૩. એજન, પૃ. ૧૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org