________________
૪. પ્રકીર્ણ રચનાઓ દેખે છે. તેથી થોડો આગળ ખસી ઊતરવા વિચારે છે તે સામે એક સિંહને ઊભેલે જુએ છે. પાછળ જવા વિચારતાં રાજાને ઘેડા પરની તલવાર મ્યાનમાંથી નીકળેલી દેખાય છે, એથી તે એક પણ બાજુ હલી કે ચલી ન શકે એવી વિકટ પરિસ્થિતિમાં મુકાય છે. ચારે બાજુથી મેત હુમલે કરવા તૈયાર થયું હોય એવી સ્થિતિ રચાઈ જાય છે.
આવી પરિસ્થિતિમાં રાજાને પોતે કરેલાં પાપ યાદ આવતાં ખૂબ ધ્રુજારી છૂટે છે. અને પિતાની ગતિ કેવી થશે તેની વિચારણામાંથી તે જનધર્મની વિચારણામાં ઊતરી જાય છે. તેને તે ધર્મના વૈરાગ્ય વગેરેની વાત તથા નવકારમંત્રના પ્રભાવની વાત ખૂબ તથ્યવાળી લાગે છે. એ વિચારણું ચાલતી હોય છે એટલામાં સંજોગે ફરતાં રાજા ભયમુક્ત બને છે. તેથી જનધર્મમાં તેની શ્રદ્ધા દઢ બને છે. ભયમુક્ત થયા પછી સ૫ના કહેવાથી રાજા જનધર્મને વિશેષ બાધ પામવા માટે નજીકમાં વસતા કઈ એક મુનિ પાસે સીધા જાય છે.
પોતાનું નિવેદન પૂરું કર્યા પછી રાજા જૈન ધર્મના સૂક્ષમતાથી બોધ આપવા મુનિને વિનંતી કરે છે. તે પછીથી તે લેખ અપૂર્ણ રહે છે. તેથી મુનિએ કેવી રીતે બંધ આપ્યો હશે, અને તેમાં કયા તત્વ ઉપર ભાર મૂક્યો હશે તે જણાવવું રહી ગયું છે.
આ લેખમાં “અભયદાન” તથા “કર્મના સિદ્ધાંત” વિશે થોડું જણાવી તેની અગત્ય બતાવી છે. અભયદાનની વાત લખતી વખતે શ્રીમદ્ રાજાના ચિંતન દ્વારા જણાવે છે કે –
હરકોઈ પ્રકારે પણ ઝીણામાં ઝીણું જતુઓને બચાવ કરવો, તેને કઈ પ્રકારે દુઃખ ન આપવું એવા જનના પ્રબળ અને પવિત્ર સિદ્ધાંતોથી બીજે કર્યો ધર્મ વધારે સાચે હતો?”૯૪
કેઈ પણ જીવને હણવાથી પાપ છે. સૂક્ષમ અહિંસા પાળવાને અહીં બોધ કરાય છે. કર્મના સિદ્ધાંતમાં તેઓ જણાવે છે કે –
“સુખ અને દુઃખ, જન્મ અને મરણ આદિ સઘળું કર્મને આધીન રહેલું છે. જેવાં જીવ અનાદિ કાળથી કર્મો કર્યો આવે છે તેવાં ફળ પામતો જાય છે. આ ઉપદેશ પણ અનુપમ જ છે... આવા જ મત તેના તીર્થકરોએ પણ દશિત કર્યો છે. એમણે પિતાની પ્રશંસા ઈચ્છી નથી...એણે સત્ય પ્રરૂપ્યું છે.. કમ સધળાંને નડે છે. મને પણ કરેલાં કર્મ મૂતાં નથી, અને તે ભોગવવાં પડે છે. આવાં વિમળ વચનો ભગવાન શ્રી વર્ધમાને કહ્યા છે. અને તે વર્ણનને આકારે પાછાં દૃષ્ટાંતથી મજબૂત કર્યા છે.”૯૫
આમ કર્મ સિદ્ધાતના સાર જણાવી જીવે શું કરવું જોઈએ તે રાજાની ઉક્તિ દ્વારા બતાવ્યું છે.
આ બધે તત્ત્વની બાધ તેમણે કથાના સ્વરૂપમાં આપ્યા હોવાથી સામાન્ય વાચક માટે તે રોચક બને તેમ છે. છતાં આ લેખ સંતોષકારક ન લાગતાં શ્રીમદ્ અધૂરો રહેવા
૯૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org