________________
૩ માસમાળા
૧૫૩
તે પછીથી તેમણે વિ. સ’. ૧૯૪૦માં બાલાવબેધરૂપ “મોક્ષમાળા ”ની રચના ૧૦૮ શિક્ષાપાઠમાં કરી. આ રચના તેમના પેાતાના જણાવ્યા પ્રમાણે સેાળ વર્ષ અને પાંચ માસની ઉંમરે માત્ર ત્રણ દિવસમાં કરી હતી. તે રચના આટલા ઓછા સમયમાં પૂરી કરવા માટેનુ એક નિમિત્ત, વવાણિયાના શેઠે દલીચંદભાઈ ત્રજલાલભાઈના જણાવ્યા પ્રમાણે નીચે મુજબનું હતું :-4
શ્રીમની ખ્યાતિ સાંભળીને સ્થાનકવાસી સંપ્રદાયનાં ત્રણ મહાસતીજી તેમને મળવા કચ્છથી વવાણિયા આવ્યાં હતા. મહાસતીજીએ શ્રીમદ્ને મળવા માટે એક સદેશા ફાઈ શ્રાવક દ્વારા તેમને ઘેર પહેાંચાડયો. શ્રીમદ્ મહાસત્તીજીને મળવા ઉપાશ્રયે ગયા. ત્યાં તેમની સામે તેએ નીચે બેઠા.
મહાસતીજી પાસે જે ધર્મ વાર્તા શ્રીમદ્દે કરી તેનાથી તે ખૂબ પ્રસન્ન થયાં. અને શ્રીમદ્ માટે ખૂબ માન ઉત્પન્ન થતાં તેઓ પાટ ઉપરથી ઊતરી તેમની સામે નીચે બેઠાં. પછી મહાસતીજીએ તેમને જણાવ્યુ કે, “ અમે દીક્ષા તા લીધી છે, પણ અમને જૈનનાં અર્ધું માગધી ભાષામાં લખાયેલાં સૂત્રેા સમજાતાં નથી, કારણ કે અમને માત્ર ગુજરાતી જ આવડે છે. સામાયિક કે પ્રતિક્રમણના પાઠ પણ બરાબર સમજાતા નથી, તે અમને જ્ઞાન મળી શકે એવા કઈક ઉપાય તમે કરેા.” શ્રીમદ્દે કઈક લખી આપવાનું તેમને વચન આપ્યું.
મહાસતીજી લાંબે સમય ત્યાં રહેવાનાં ન હતાં. તેથી પછીના ત્રણ દિવસમાં શ્રીમદ્ “ મેાક્ષમાળા ”ના ૧૦૮ પાઠે રચ્યા હતા અને તેમને સમજાવ્યા હતા. આમ શાસ્ત્રાભ્યાસ ન કરી શકે તેવાંના કલ્યાણ અર્થે વિ. સ’. ૧૯૪૦માં “ મેાક્ષમાળા ”ની રચના થઈ. બધાંને તે ઉપયેગી થાય તે હેતુથી “માક્ષમાળા' છપાવવાની જરૂર હતી, પણ આર્થિક નબળી સ્થિતિને કારણે જોઈતાં નાણાંના અભાવ હતા, અને તેટલાં નાણાં બહારથી મેળવતાં મુશ્કેલી નડે તે સ્વાભાવિક હતું.
<<
એ અરસામાં શ્રીમની અવધાનશક્તિની ખ્યાતિ ઠીક ઠીક થઈ હતી. તેથી ઠેકાણે ઠેકાણે જાહેરાત કરી, “માક્ષમાળા” માટે અગાઉથી ગ્રાહકા નાંધી જોઈતા પૈસા એકઠા કર્યા. કેટલીક વ્યક્તિઓએ બીજી રીતે પણ મદદ કરી હતી, તે શ્રીમદ્દે લખેલા “મેક્ષમાળા ”ના “ અણુપત્ર ” તેમ જ આશ્રયપત્ર ”૬ પરથી જાણી શકાય છે. પૈસાની સગવડ કર્યા પછી વિ. સં. ૧૯૪૩માં અમદાવાદના એક પ્રેસમાં “માક્ષમાળા” પુસ્તક છાપવા આપ્યું. લગભગ ૨૦૦ પાનાંના આ પુસ્તકને છપાઈને તૈયાર થતાં વિલંબ થાય એમ હતું, તેથી અગાઉથી નોંધાયેલા ગ્રાહકોની ઉત્સુકતા પૂરી કરવા શ્રીમદ્રે તે જ વર્ષમાં “ ભાવનાધ ”
૨૦
૪. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૬૯.
૫. “ શ્રીમદ્ રાજચંદ્ર : અશતાબ્દી સ્મારકગ્રંથ ', પૃ. ૫૭.
'
૬.
શ્રીમદ્ રાજચંદ્ર ”, આવૃત્તિ પ, ખંડ ૬, પૃ. ૪૬,
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org