________________
૧૫૪
શ્રીમદની જીવનસિદ્ધિ રચી, છપાવીને તે પુસ્તક ગ્રાહકોને ભેટ આપ્યું. તે પછી વિ. સં. ૧૯૪૪ના અષાડ માસમાં “મોક્ષમાળા” પુસ્તક છપાઈને વાચકો પાસે પહોંચ્યું. - શ્રીમદ્ “મોક્ષમાળા”ની શરૂઆતમાં “શિક્ષણ પદ્ધતિ અને મુખમુદ્રા” આપેલ છે, જે ટૂંકી પ્રસ્તાવનાની ગરજ સારે છે. તેમાં તેઓએ “મોક્ષમાળા” રચવાને હેતુ, તેની ઉપયોગિતા વગેરે વિશે લખ્યું છે. આ ગ્રંથ સમજવાની ચાવી બતાવતાં તેઓ તેમાં લખે છે કે –
એક પાઠ વાંચી ગયા પછી અર્ધ ઘડી તે પર વિચાર કરી અંત:કરણને પૂછવું કે “શું તાત્પર્ય મળ્યું ?' તે તાત્પર્યમાંથી હેય, રેય અને ઉપાદેય શું છે? એમ કરવાથી આ ગ્રંથ સમજી શકાશે, હૃદય કેમળ થશે, વિચારશક્તિ ખીલશે અને જૈન તત્વ પર રૂડી શ્રદ્ધા થશે.” કઈ પણ સારું પુસ્તક સમજવા માટે આ અગત્યની ચાવી જણાશે.
“મેક્ષમાળા” પુસ્તક બાલાવબોધરૂપ લખાયેલું છે, એટલે કે નાના બાળકને તથા જ્ઞાનદશામાં બાળક જેવાંઓને સુગમ લાગે તેવી આ રચના છે. આ જાતની રચના કરવાને હેતુ તેમણે “શિક્ષણ પદ્ધતિ અને મુખમુદ્રા”માં જણાવ્યું છે કે –
આ પુસ્તક પ્રસિદ્ધ કરવાને મુખ્ય હેતુ ઊછરતા બાળયુવાને અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે અટકાવવાને પણ છે.”૯ આ પુસ્તક બાળકોને પણ સમજાય તેવું રચ્યું છે તેથી – - “સ્વભાષા સંબંધી જેને સારું જ્ઞાન છે, અને નવ તત્વ તેમજ સામાન્ય પ્રકરણ ગ્રંથ જે સમજી શકે છે તેવાઓને આ ગ્રંથ વિશેષ બોધદાયક થશે.”૧૦
મોક્ષમાળા”ના બાલાવબોધ ભાગની રચના પછી “પ્રજ્ઞાવધ” અને “વિવેચન” એમ બીજા બે ભાગ રચવાની શ્રીમદ્દની ઈચ્છા હતી, પણ તે પાર પાડી શકી નહિ. માત્ર ૭. આ પછી વિ. સં. ૧૯૫૬-૫૭માં “મોક્ષમાળા”ની બીજી આવૃત્તિ છપાવી શરૂ થઈ હતી.
પણ તે શ્રીમદ્દની હયાતિ બાદ, બહાર પડી, એટલે કે વિ. સં. ૧૯૫૮માં. તે પછી મનસુખભાઈ કી. મહેતા તરફથી સંપાદિત થયેલી “મોક્ષમાળા”ની ત્રીજી આવૃત્તિ વિ. સં. ૧૯૬૨માં પ્રગટ થઈ. તે પછી તો વારંવાર જુદી જુદી સંસ્થાઓ તરફથી “મોક્ષમાળા” પ્રગટ થતી રહી છે. બાળબોધમાં પણ એની આઠેક આવૃત્તિ થઈ છે. એક આવૃત્તિ ગાંધીજીના લખાણ સાથે પણ પ્રગટ થયેલ. આ બધી સંસ્થાઓમાં પરમથુત પ્રભાવક મંડળ, મુંબઈ: શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, અગાસ; શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ, વડવા;
ઊંઝા ફાર્મસી, ઝા; સસ્તું સાહિત્ય વગેરે મુખ્ય છે. ૮, ૯, ૧૦. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org