________________
શ્રીમદની જીવન સિદ્ધિ માતા, પિતા, પત્ની, પુત્ર, કુટુંબ આદિ– પ્રત્યેને સ્નેહ છે. તે બધામાં મારાપણાને ભાવ વિશેષપણે રહેલો હોય છે, તેથી ખરી રીતે તેઓ બધાં મારાં નથી, પણ રાગદ્વેષના કારણરૂપ સંબંધિત અન્ય જીવે છે એમ સમજવું ઘણું મુકેલ છે. આથી અન્ય જી પ્રત્યેનો રાગભાવ કે ભાવ પણ સંસારમાં જીવને જકડી રાખનાર મજબૂત બંધન છે.
મુનિશ્રી જયવિજયજી જણાવે છે તેમ, સંસારમાં સંબંધ ત્રણ પ્રકારના છે : ૧. બાહ્યસંબંધ – શરીર, ધન, કુટુંબ, ઘર આદિ સાથેનો સંબંધ. ૨. આત્યંતરસંબંધ – મન,
ન, માયા, લાભ, રતિ, અરતિ આદિ કષાય, નાકષાય, વેદ વગેરેના સંબંધ છે. ૩. સૂક્ષમ સંબંધ – રાગ, દ્વેષ, અજ્ઞાન એ ભાવકર્મ કે સૂક્ષ્મ સંબંધ છે.
આ સર્વ સંબંધથી ઉત્પન્ન થતાં સુખદુઃખનું મૂળ કારણ રાગ, દ્વેષ કે અજ્ઞાન છે, તેથી બીજા સંબંધ સાથે તેને પણ અંતરથી ત્યાગ થવો જોઈએ. કારણ કે નહિતર તે પૂ. સંતબાલજી જણાવે છે તેમ –
* ઘણાય સાધકે બહારની ગાંઠ છોડીને, અંતરની ગાંઠ છોડવા પ્રયત્નશીલ થાય છે, પણ સ્વછંદને મહારાક્ષસ સામે માં ફાડીને બેઠો હોય છે. સ્વતંત્રતા મેળવતાં વૃત્તિની ગુલામી સ્વીકારી બેસે છે.”
આ બંધનને શ્રીમદે ખૂબ જ તીકણ જણાવેલ છે, કારણ કે તે બંધન છેડવું જીવને શલ્ય પેઠે સાલે છે. આનું એક કારણ એ છે કે અત્યાર સુધી જીવે પોતાનું સાચું સ્વરૂપ અને આત્માનું અનંત સુખ જાણ્યાં નથી, તેથી તેને તે પ્રત્યક્ષ નથી. તે પ્રત્યક્ષ કરાવનાર સપુરુષનો ચોગ પણ હોતો નથી. બીજી બાજુ જીવ અનાદિકાળથી સંસાર સેવતો આવ્યો છે, તેથી તે રૂઢિ બની ગઈ છે. સાથે સાથે સંસારનાં ભૌતિક સુખ તે પ્રત્યક્ષ જોઈ શકે છે. તે સુખે બેટાં છે, નાશવંત છે એવી સમજ સુખ મેળવવાની લાલસામાં દબાઈ જાય છે. તેથી અન્ય વધુ સારા સુખ માટે, તે સુખ મેળવવાનો લોભ છોડ, તે પણ જીવને ખૂબ દુષ્કર લાગે છે. તેથી જીવને સંસારમાં જકડી રાખતું સંબંધનું બંધન ખૂબ તીક્ષણ છે.
આ કાવ્ય જન આગની પરિપાટી અનુસાર રચાયું હોવાથી તેના પર જૈન સૂત્રોની અસર જોવા મળે તે સ્વાભાવિક છે. એ બધામાં “ઉત્તરાધ્યયનસૂત્ર”ની અસર વિશેષપણે આપણને જોવા મળે છે. “સર્વ સંબંધનું બંધન તીર્ણ છેદીને ” એ પંક્તિ પર “ઉત્તરાધ્યયનસૂત્રના ૮ માં અધ્યયનની ૪ થી ગાથાની સ્પષ્ટ અસર દેખાય છે જુઓ –
સર્વે નં રહ્યું જે, વિવટે તદવિ મિવું !
सम्वेनु कामजाओसु पासमाणो न लिप्पई ताई ।।"८ ૭. “સિદ્ધિનાં સંપાન”, પૃ. ૩. ૮. “ઉત્તરાધ્યયન”, પૃ. ૪૯; અર્થ સાધુ કર્મ બંધ કરવાવાળા સર્વ પ્રકારના પરિગ્રહ અને
લેશ છોડી દે, જીવોના રક્ષક મુનિ સવ વિષયમાં બંધન દેખીને એમાં લિપ્ત થતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org