________________
૬. અપૂવ અવસર
૩૨૩
તીકણ બંધન છેદીને નિથ થયા પછી તેમની અભિલાષા મહપુરુષને પંથે વિચરવાની છે. અહીં “મહપુરુષ” શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાયો છે. નિગ્રંથમાં પણ મહપુરુષ એટલે તીર્થંકર પ્રભુ. તેમની સાથે તેમના ગણધર અને ચૌદ પૂર્વધારી ૫ન્ય મહાત્માઓ પણ મહપુરુષ ગણાય. તીર્થકર પ્રભુ જે માર્ગે ચાલ્યા, કલ્યાણ કરવા તેમણે જે માર્ગ બતાવ્યો, તે માર્ગે ચાલવાની ઈચ્છા અહીં વ્યક્ત થયેલી છે. મહપુરુષને પંથે ચાલવાની ભાવનામાં પૂ. કાનજીસ્વામી તેમના પ્રવચનમાં બતાવે છે તે પ્રમાણે –
અનંત જ્ઞાની ભગવંતે વિનય છે. અને પોતાની પામર અવસ્થાને ખ્યાલ છે. કારણ કે બેહદ સામર્થ્યવાળું જ્ઞાન જાણ્યું છે, પણ હજુ પ્રગટ્યું નથી.”
આ ત્રણ પંક્તિઓમાં જે ભાવના દર્શાવી છે, તે અત્યાર સુધીના કેઈ પણ સમયમાં ભાવી નથી. તે ભાવના ભાવી હોય તે મુક્તિ થઈ જાય. જેની ભાવના જ ન ભાવી હોય તેને સાક્ષાત્ કરવાને કાળ તે ક્યાંથી જ આવ્યો હોય? તેથી પૂર્વે કદી પ્રાપ્ત ન થયો હોય તેવો અવસર મને હવે કયારે પ્રાપ્ત થશે? – તે પ્રશ્ન પહેલી જ પંક્તિમાં કવિએ મૂક્યો છે. શ્રીમદ્દ અપૂર્વ શબ્દથી મંગળાચરણ કરે છે. “અપૂર્વમાં અનેક અર્થનો સમાવેશ થઈ જાય છે. આત્માની અનંતશક્તિ, નિગ્રંથને માર્ગ વગેરે જે કંઈ આજ સુધી પ્રાપ્ત નથી કર્યું તે અપૂર્વ છે. એથી એ શબ્દ જ માંગલ્યસૂચક છે. તેનાથી કાવ્યની શરૂઆત થવી તે સૂચક છે.
સંસારના સર્વ સંબંધ તોડી, બાઘાંતર નિર્ગથે થઈ, મહપુરુષને પંથે જવાની સાચી ભાવના જીવમાં ચોથું ગુણસ્થાન આવ્યા પછી જ જાગી શકે છે. તે પહેલાંની ભાવના બહિરાત્મભાવથી થયેલી હોય છે, તેથી અસફળ છે. આથી શ્રીમદ્દ ચોથા ગુણસ્થાનથી જીવની દશા બતાવવાનું શરૂ કરે છે.
નિગ્રથનાં લક્ષણો – જીવ નિર્ચથદશા ધારણ કરે તે પછી તેનામાં કેવા ગુણે તથા કેવાં લક્ષણે પ્રગટે છે તે શ્રીમદે બીજી કડીમાં બતાવ્યું છે. બીજી રીતે કહીએ તો એ કડીમાં શ્રીમદ્દ નિગ્રંથપણાની વ્યાખ્યા આપી છે. જુઓ –
સવ ભાવથી દાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું ક૯પે નહિ,
દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જે.” અપૂર્વ૦ ૨ પિતે નિગ્રંથરૂપે વિચરતા હોય તે વખતે પોતાનામાં કેવી જાતનાં લક્ષણોની શ્રીમદ્ અપેક્ષા રાખે છે તે બતાવતાં આ કડીમાં તેઓ કહે છે કે, બધા જ ભા પ્રત્યે ઉદાસીનતા પ્રગટી હાય, દેહને પણ ફક્ત સંયમના હેતુરૂપે જ ગમ્યો હોય, તે હેતુ સિવાય કઈ પણ વસ્તુને કઈ પણ કારણે છે નહિ, તે એટલે સુધી કે દેહ વિશે પણ સહેજે મમત્વભાવ કે મૂછ ન હોય, એ નિર્ચથદશાને ફલિત કરતો અપૂર્વ અવસર ક્યારે આવશે?
૯. “અપૂર્વ અવસર ” પરનાં પ્રવચને, આવૃત્તિ ૨, ૩. ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org