________________
પ્રકરણ ૯ રજનીશી, નોંધપોથી ઈત્યાદિ
શ્રીમદે પોતાના અંગત ઉપયોગ માટે કરેલી કેટલીક નોંધ હાલ પ્રાપ્ત થાય છે. તેમાં પિતાની તત્કાલીન સમયની વિચારણું, પિતાની ભવિષ્ય વિશેની ઈચ્છા, તત્વની કેટલીક ગૂઢ વાતે, પોતે લખવા ધારેલા ગ્રંથ આદિ વિશેની વિચારણા, કેટલાંક પદો વગેરેનો સમાવેશ થાય છે. આ બધું જુદી જુદી પાંચ ડાયરીઓમાં જોવા મળે છે, અને તે જુદા જુદા શીર્ષક નીચે “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ છે. આ ઉપરાંત તેમણે ૨૩મી વર્ષગાંઠે લખેલે “સમુચ્ચયવયચર્યા” નામને લેખ પણ અંગત નેધ જેવું જ છે.
આ બધું લખાણ માત્ર અંગત ઉપયોગ માટે હાઈને બહુ વ્યવસ્થિત નથી. વળી, એ જ કારણે તે જુદા જુદા મુદ્દાના ટાંચણરૂપ પણ બનેલ છે. કેટલીક વખત તે શબ્દસમૂહ કે નાનાં વાક્યો દ્વારા જ શ્રીમદે પિતાની વિચારણા તેમાં ઉતારી છે. તેથી તે વાચક પાસે જાય તો અસ્પષ્ટ જ રહે છે. એથી આ નંધમાંથી શ્રીમદ્દના કેટલાક વિચારો જાણવા સિવાય તેમના વિશે વધુ પ્રકાશ પાડવા માટે આ નેધ વિશેષ ઉપયોગી થતી નથી. બીજાને જણાવવા માટે જે વ્યવસ્થિત લખાણ થવું જોઈએ તેને તે અહીં સદંતર અભાવ છે. આથી “મહાદેવભાઈની ડાયરી” કે એવી અન્ય ડાયરીઓની સરખાણીમાં આ બેંધનું મહત્ત્વ ઘણું જ અલ્પ છે. આમ થવાનું મુખ્ય કારણ કર્તાની દૃષ્ટિ જ છે. શ્રીમદને કશું સાહિત્ય પ્રગટ કરવાની ઈચ્છા ન હતી તે પછી પોતાની અંગત નેધ પ્રગટ થાય કે કઈ વાંચે તેવી વાંછના તેમને ન જ હોય તે સાવ સ્વાભાવિક છે. અને એથી એમની જ દષ્ટિએ આપણે આ ને તપાસવાની રહે છે.
શ્રીમદ રાજચંદ્ર” ગ્રંથમાં “શ્રીમદના હસ્તાક્ષરની નોંધ” – અંક ૧૬૦, “રોજનીશી”– આંક ૧૫૭, તથા “આત્યંતર પરિણામ અવલોકન” આંક ૯૬૦ નીચે ઉપલબ્ધ થતી ત્રણ હસ્તધ મળી કુલ પાંચ ડાયરી મળે છે. આ ઉપરાંત વીતેલાં ૨૨ વર્ષનું આંતરિક સરવૈયું કાઢતે એક લેખ શ્રીમદ્ વિ. સં. ૧૯૪૬ના કાર્તકી પૂનમે લખ્યું હતું, જે આંક ૮૯ નીચે પ્રગટ થયેલ છે. આ ડાયરીઓમાં કેટલીક જગ્યાએ મિતિ ટાંકેલી જોવા મળે છે, તે કેટલીક જગ્યાએ મિતિ વિનાનું લખાણ જોવા મળે છે. લખાણને ક્રમ સમજાતો નથી. વળી, ડાયરીમાં ગમે ત્યારે ગમે તે પાને લખાણ થયું હોય એવું પણ જોવા મળે છે. વચ્ચે વચ્ચે કોરાં પાનાં પણ છેડી દીધાં છે, આ બધી અવ્યવસ્થાને લીધે તેમની આ ધનું મૂલ્ય ઘણું ઓછું અંકાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org