________________
૮. શ્રીમદની તત્વવિચારણા – પત્રોમાં
પંડિતજીએ બતાવેલી શ્રીમદની આ સર્વ શક્તિઓ વિશે ડે. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા અહોભાવભરી વાણીમાં લખે છે કે –
એમની પ્રતિભા કેટલી અસાધારણ હતી અને એમની પ્રખર શ્રુતશક્તિવાળી બુદ્ધિમત્તા કેવી કુશાગ્ર હતી, એ તે એમને સ્વસમય પરસમયની સૂમ વિવેકમય તીક્ષણ પર્યાલોચના પરથી જણાઈ આવે છે, અને આપણને તાર્કિક શિરોમણિ કવિકુલગુરુ સિદ્ધસેન દિવાકરનું ને સમંતભદ્રસ્વામીનું સહજ સ્મરણ કરાવે છે. એમની દષ્ટિવિશાળતા ને હૃદયની સરલતા કેટલી બધી અદ્ભુત હતી અને સર્વ દર્શન પ્રત્યેની એમની નિરાગ્રહી માધ્યસ્થવૃત્તિ કેવી અપૂર્વ હતી, તે સર્વદર્શનની તલસ્પર્શી નિષ્પક્ષપાત મીમાંસા પરથી પ્રતીત થાય છે, અને આપણને દર્શનવેત્તા મહર્ષિ હરિભદ્રસૂરિની કે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીની યાદ તાજી કરાવે છે. અધ્યાત્મયોગ વિષયને એમને અનુભવ-અભ્યાસ કેટલો બધો ઊંડે હતું અને આત્મજ્ઞાન ધ્યાનની એમની અનુભૂતિ કેવી વિશિષ્ટ હતી, તે એમનાં અનુભવ રસનિધાન વચનામૃત પરથી સ્વયં સિદ્ધ થાય છે. અને આપણને મહર્ષિ કુંદકુંદાચાર્યજીનું ને યોગીરાજ આનંદઘનજીનું સ્મરણ પમાડે છે. એમની આત્મભાવના કેવી અનન્ય હતી અને એમનું ભાવિતાત્મપણું કેવું અતિશયવંત હતું, તે તે આત્માની મહાગીતારૂપ એમના વચનામૃતમાં અખંડપણે પ્રવહતી એક આત્મધારા પરથી વ્યંજિત થાય છે, અને આપણને મહર્ષિ અમૃતચંદ્રાચાર્યજીની અને પૂજ્યપાદસ્વામી આદિની યાદ આપે છે. આમ આ મહાપ્રભાવક શ્રીમદ્દમાં તે તે સર્વ મહાસંતોના ગુણનું અનુપમ સંગમસ્થાન પ્રાપ્ત થયું હાયની! એ સહજ ભાસ સાહૃદય તવગષકોને થાય છે !”૮૯
ઉપરના અવતરણમાં ડો. ભગવાનદાસ મહેતાએ શ્રીમદના કેટલાક વિશિષ્ટ ગુણોને પરિચય આપણને કરાવ્યો છે. આ બધા ગુણેને પરિચય આ પ્રકરણમાં મર્યાદિત ક્ષેત્રમાં કર્યો. પણ તેને સારો પરિચય પામવા માટે તે તેમના સાહિત્યનું પરિશીલન કરવું એ જ ઉત્તમ ઉપાય છે. તેમાંથી જ તેમને અભિપ્રેત તત્ત્વ અને તેમનું સાચું વ્યક્તિત્વ પામી શકાય તેમ છે.
૮૯, “શ્રીમદ રાજચંદ્ર : અધશતાબ્દી સ્મારકગ્રંથ', પૃ. ૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org