________________
૪૭૨
શ્રીમદ્ની જીવનિિસદ્ધ
છે. આ સિદ્ધાંતજ્ઞાન તા અત્યંત ઉજ્જવળ ક્ષયાપશમ અને સદ્દગુરુના વચનની આરાધનાથી જીવને ઉદ્દભવે છે. સિદ્ધાંતજ્ઞાન થવાનુ કારણ ઉપદેશભેદ્ય છે.
જેને વૈરાગ્ય, ઉપશમ સબધી ઉપદેશબેાધ નથી થયા હોતા તેને બુદ્ધિનું વિપર્યાસપણ વર્ષા કરે છે. અને જ્યાં સુધી બુદ્ધિનુ વિપર્યાસપણું હોય ત્યાં સુધી સિદ્ધાંત પણ વિપર્યાસપણે જ વિચારાય. કારણ કે, જેમ આંખમાં જેટલી ઝાંખપ હોય તેટલેા આંખા પદાર્થ દેખાય છે, તેમ જેટલી બુદ્ધિ વિપરીત તેટલું જ્ઞાન પણ વિપરીત હોય. કુટુંબ, પરિગ્રહ, પ્રાપ્તિ, અપ્રાપ્તિ આદિમાં જેને રાગદ્વેષ આદિ કષાય છે તે વિપર્યાસમુદ્ધિ છે. તે સર્વમાં અનાસક્તિ થાય તે જ વૈરાગ્ય. આ કષાયાદિનું ઉપશમણું થવું તે ઉપશમ છે, અર્થાત્ ાયાદિની મંદતા થવી તે ઉપશમ છે. આ વૈરાગ્ય અને ઉપશમ વિપર્યાસમુદ્ધિને સમુદ્ધિ કરે છે. તે સદ્દબુદ્ધિ જીવાજીવ પદાર્થની વ્યવસ્થાના સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે. વિપર્યાસબુદ્ધિ ટાળવા માટે અને સિદ્ધાંતબાધ સમજવા માટે ઉપદેશધ પ્રથમ આવશ્યક છે. આમ ઉપદેશોધ એ સિદ્ધાંતધ સમજાવા માટેનું કારણ છે, તેમ શ્રીમદ્ જણાવે છે.
આમ શ્રીમદ્રે તેમના પત્રોમાં દુઃષમકાળ, સ'સાર, સુખદુઃખ, આત્મા, જ્ઞાન, જ્ઞાની સત્પુરુષ, સત્શાસ્ત્ર, તેની આજ્ઞાનું ફળ, જીવના દોષ, મિથ્યાત્વી, ક, તેનું સ્વરૂપ, કષાય, ભક્તિ, મેાક્ષ વગેરે અનેક મુદ્દાઓની વિવિધ દૃષ્ટિબિંદુથી વિચારણા કરી છે. જેમાંથી યેાગ્ય જીવને મેાક્ષમાર્ગ મળવા સુલભ છે. આ બધા ઉપરાંત તેમણે એકેન્દ્રિયનુ સ્વરૂપ,૮૭ આય આચારવિચાર, આઠ રુચકપ્રદેશ, ચૌદ પૂર્વ ધારી નિાદમાં કેમ, પર્યાય, પરિષહ, પ્રવૃત્તિ, સુધારસ, ચેાગ, વૃત્તિ, આ કાળમાં મેક્ષ મળે, ભવાંતરનું જ્ઞાન થાય, તીર્થંકર અને સુવર્ણ વૃષ્ટિ, જ્ઞાની અને સિદ્ધિએ, શાસ્ત્રના વિધિનિષેધા, સિદ્ધની ભક્તિ, સંન્યાસ અને વંશવૃદ્ધિ, જ્ઞાન અને વિભાવ, પદાર્થાની અભક્ષ્યતાનુ કારણ, ઔષધાપચાર અને ક વગેરે વિશે મુમુક્ષુઓએ પુછાવેલા પ્રશ્નોના ઉત્તરા આપતી વખતે સક્ષેપમાં લખેલું છે. તેની સાથે તેઓએ અધિષ્ઠાન, પ્રદેશખધ, અવગાહના, શ્રમણ, ભિકખું, વાંચ્છા, ઇચ્છા, લેશ્યા વગેરે અનેક શબ્દોના અર્થ અને સમજણ પણ આપેલ છે, જે સ વાંચતાં તેમના ઊંડા જ્ઞાનના, તલસ્પશી વિચારણાના આપણને ખ્યાલ આવે છે. તેમના પત્રોનેા જુદી જુદી રીતે અને જુદા જુદા ટિબિંદુથી તેની તત્ત્વસભરતાને લીધે અભ્યાસ કરી શકાય તેમ છૅ. તેમની આ બંધી વિચારણા અને પુરુષાર્થ જોઈને પડિત સુખલાલજીએ રાજચંદ્ર – એક સમાલેાચના ’માં લખ્યુ
શ્રીમદ
કેઃ—
“ જ્યારે તેમની માત્ર આપબળે વિદ્યા મેળવવાની, શાસ્ત્રો વાંચવાની, તત્ત્વચિતન કરવાની અને તે ઉપર સ્પષ્ટ તેમજ પ્રવાહુદ્ધ લખવાની અને તે પણ ઘરાંગણે રમતા કુમારની ઉંમરથી તેમજ વ્યાપાર ધંધા આદિની વિવિધ પ્રવૃત્તિએ વચ્ચે. ત્યારે શ્રીમદ્ જેવી વ્યક્તિ ઉત્પન્ન કરવા વાસ્તે માત્ર જૈન સસ્કૃતિ પ્રત્યે જ નહિ પણ ગુજરાતની સૌંસ્કૃતિ પ્રત્યે માથુ આપમેળે નમી જાય છે.૮૮
૮૭. ૬ શ્રીમદ્ રાજ્યદ્ર '', અગાસ આવૃત્તિ આંકઃ ૧૩૯, ૨૧૨, ૪૭૨, ૫૪૬, ૬૧૩, ૬૭૮, ૭પુર વગે.
૮૮. “ શ્રી રાજનાં વિચારર
', આવૃત્તિ ૧, પૃ. ૧૭૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org