________________
૮. શ્રીમની તથવિચારણા - પત્રોમાં
નથી, કારણ કે ઈશ્વરને ચેતનપણે માનીએ તે તેમાંથી પરમાણુ, આકાશ વગેરે અચેતન પદાર્થ ઉત્પન્ન ન થઈ શકે. જો ઈશ્વરને જડ માનવામાં આવે તે તે અનૈશ્ચયવાન ઠરે. તેથી ઈશ્વરને જડ-ચેતન ઉભયરૂપ ગણીએ તો પછી જડચેતનરૂપ જગતને ઈશ્વર કહી સ’તેષ રાખી લેવા જેવું થાય. જો પરમાણુ આકાશ આદિને નિત્ય ગણીએ અને ઈશ્વરન કર્માદિના ફળ આપનાર ગણીએ તેપણ તે યોગ્ય લાગતું નથી, તેમાં પણ દોષ આવે છે. એમ જણાવી શ્રીમદ્દે ઈશ્વરને જગતને અકર્તા હરાવ્યા છે; અને કર્મના કર્તા તથા ભેાક્તા આત્મા જ છે તેમ જણાવ્યું છે.
આમ જડ અને ચેતન પદાર્થથી બનેલું એવું આ જગત છે. તેના કર્તા કેાઈ નથી. તે અનાદિ અનંત છે. અને તેમાં ચાર જાતની ગતિ છેઃ દેવ ગતિ, મનુષ્ય ગતિ, તિય``ચ ગતિ, અને નરક ગતિ. જીવ પેાતાના કર્માનુસાર આ ચારમાંથી કાઈ પણ એક ગતિમાં વારાફરતી પરિભ્રમણ કર્યા કરે છે. દેવ ગતિમાં શાતા વેદની છે, મનુષ્ય ગતિમાં શાતાઅશાતા છે, તિર્યંચમાં થોડી શાતા, વિશેષ અશાતા છે, અને નરકમાં અશાતા વેઢની જ છે, ત્યાં લેશ પણ શાતા નથી.
૪૭૧
બાહ્યથી જોતાં પુરુષાકારે લેાક છે. તેમાં અસંખ્ય દ્વીપસમુદ્ર આવેલા છે. નીચેના ભાગમાં સાત નરક છે, મધ્યમાં પૃથ્વી છે, ઉપરના ભાગમાં બાર દેવલેાક છે, અને સૌથી ઉપર સિદ્ધશિલા આવેલી છે. આ ચૌદ રાજલાક પ્રમાણના લેાકમાં જીવ મુક્ત ન થાય ત્યાં સુધી પરિભ્રમણ કર્યાં કરે છે.
આમ શ્રીમદ્ જગતનું સ્વરૂપ જૈનધર્માનુસાર બતાવેલ છે. અને તે વિશે તેમને વિશેષ શ્રદ્ધા હતી. કર્મનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ વગેરે વિચારવાથી જીવની તત્ત્વની સમજ વધે છે, તેના કલ્યાણમાં ઉપયેાગી છે, તે જાણીને શ્રીમદ્ આ વિશે ઘેાડી ઘેાડી, છૂટી છૂટી વિચારણા કરેલી જોવા મળે છે. તેમાં પણ તેમણે સર્વ જગ્યાએ આત્માને એળખવા પર તો ખૂબ જ ભાર દીધેલે જણાય છે. એટલે કે સર્વ પ્રકારની વિચારણા કરતી વખતે પણ શ્રીમદનું લક્ષ તે આત્માનું કલ્યાણુ કેમ થાય તે પરત્વે જ રહેતું હતું.
ઉપદેશબેાધ અને સિદ્ધાંતમેાધ૬
શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ થયુ' છે તે જ્ઞાન બે પ્રકારમાં વિચારવા ચેાગ્ય છે. એક પ્રકાર ઉપદેશના અને બીજો પ્રકાર સિદ્ધાંતના છે.
જન્મમરણાદિ ક્લેશવાળા આ સસારને ત્યાગવા જોઈએ, અનિત્ય એવા પદાર્થાંમાં વિવેકી પુરુષે રુચિ કરવી નહિ, પરિગ્રહ, આરભ, સંગ, વગેરે અનંના હેતુ છે — ઇત્યાદિ જે શિક્ષા અપાયેલ છે તે ઉપદેશજ્ઞાન છે. અને આત્માનું હોવાપણું, નિત્યપણું, એકપણું, અનેકપણું, ખાદિ ભાવ, મેાક્ષ, પદાર્થ જ્ઞાન વગેરે જે પ્રકારે સિદ્ધ કર્યા હાય તે સિદ્ધાંતજ્ઞાન ૮૬. “ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ, આંક : ૫૦૦, ૫૦૬ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org