________________
૯. રેજનીશી, નેધપોથી ઈત્યાદિ
૪૭૫
સમુચ્ચયવયચર્યા
શ્રીમદ્દ રાજચંદ્ર” ગ્રંથમાં પોતાનાં વીતેલાં ૨૨ વર્ષનું આંતરિક અવલોકન કરતે, ૨૩મી વર્ષગાંઠે શ્રીમદે લખેલે એક લઘુ લેખ ૮૯ આંક નીચે છપાયો છે. વિ. સં. ૧૯૪૫ના કારતક માસની પૂનમે લખાયેલા બેત્રણ પાનાંના આ લેખમાં તેમણે બાળપણથી શરૂ કરી લગભગ પંદર-સત્તર વર્ષ સુધીની પોતાની આંતરિક ચર્યા તપાસી છે. આ વિચારણું ખૂબ જ કમિક અને વ્યવસ્થિત રીતે મુકાયેલી છે.
આ લેખમાં આરંભમાં તેમણે ૨૨ વર્ષની વય સુધીમાં કરેલા જાતજાતના વિચાર - સમર્થ વૈભવી કે રાજેશ્વર થવાના વિચારથી શરૂ કરીને તે નિઃસ્પૃહી મહાત્મા થવા સુધીના વિચારને નિર્દેશ કર્યો છે. અને તે પછી ક્રમિક વર્ષવાર – આંતરિક અને રાજ્ય તપાસ્યું છે.
સાત વર્ષની વય સુધી સેવેલી એકાંત બાળવયની રમતગમત અને જાતજાતની કલ્પનાઓનું આલેખન કર્યા પછી તેમણે જણાવ્યું છે કે એ વયે પણ પોતાની ખાવા-પીવાની, પહેરવાઓઢવાની, સૂવા-બેસવાની વગેરે બાબતમાં વિદેહી દશા હતી. ૭ થી ૧૧ વર્ષની વય સુધી ગાળે કેળવણી લેવામાં પસાર કર્યો હતે. સ્મૃતિની બળવત્તરતાને લીધે અભ્યાસ ઘણે ઝડપી કર્યો હતો.
બાળપણમાં પિતામહ પાસેથી કૃષ્ણકીર્તન અને ભક્તિનાં પદો સાંભળીને, તથા અવતારના ચમત્કારે સાંભળીને તેમને વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રીતિ થઈ હતી, જે લગભગ ૧૪ વર્ષની ઉંમર સુધી ટકી હતી. આ વર્ષોમાં પુસ્તકનું વાચન ઘણા સારા પ્રમાણમાં તેમણે કર્યું હતું, અને કાવ્યરચનાની પણ શરૂઆત કરી હતી. આ બધી માહિતી આપણને માત્ર આ લેખ પરથી જ મળે છે.
તે પછી વવાણિયાના જેનોને સંપર્ક વધતાં તેમના દ્વારા પ્રાપ્ત થયેલાં પ્રતિકમણ, સામાયિક આદિ સૂત્રો વાંચવામાં આવતાં તેમને જૈન ધર્મ ઉપર પ્રીતિ થવાની શરૂઆત થઈ હતી. તેર વર્ષની વયથી તેઓ પિતાની દુકાને બેસતા હતા અને ત્યાં ખૂબ જ પ્રામાણિક્તાથી તેઓ કામ કરતા હતા, તેમ તેમણે આ લેખમાં જણાવ્યું છે.
અહીં જે તે બધી વિગત આપણને માત્ર આ લેખ દ્વારા જ મળે છે. તેથી આ લેખનું આપણે મન ઘણું મૂલ્ય છે, કારણ કે આ સિવાય તેમના એ સમયનું આંતરિક જીવન જાણવા માટે ભાગ્યે જ બીજુ કંઈ સાધન છે.
બીજી દષ્ટિએ જોતાં પણ આ લેખ મૂલ્યવાન છે. આ લેખમાં તેમની સત્યપ્રિયતા, નિખાલસતા, સ્વાભાવિકતા આદિ ખૂબ જ પ્રગટ રીતે જોવા મળે છે. અને તેમાંથી તેમના સાચા વ્યક્તિત્વની છાપ ઊઠી આવે છે. તેમણે વાપરેલી ભાષા સચોટ, સરળ અને સઘન છે. વળી, તેની સુસંગતતા પણ ધ્યાન ખેંચે તેવું તત્વ છે. આમાં તેમણે પોતાની અંગત માહિતી એટલી વિગતથી અને ક્રમસર લખી છે કે તેમના બીજા કેઈ અંગત લખાણમાં આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org