________________
પર
શ્રીમદની જીવનસિદ્ધિ દષ્ટિએ અને જે હેતુથી આ બધી રચનાઓ કરી હતી તે જોતાં આ દોષ સ્વાભાવિક બની જાય છે. તેમણે લગભગ ૪૦ જેટલી જુદી જુદી વ્યક્તિઓને જુદે જુદે સમયે આત્માની તત્ત્વવિચારણને લગતા પત્રો લખ્યા હતા. વિવિધ વ્યક્તિઓને – અને તે પણ વિવિધ સમયે – લખાયેલી વિચારણામાં પુનરુક્તિ આવે તે નવાઈ ન જ કહેવાય. તેમની હસ્તધ, ડાયરી વગેરેમાં પણ વિ. સં. ૧૯૪૬ થી વિ. સં. ૧૯૫૭ સુધીનાં વર્ષો દરમ્યાનના તેમના વિચારોનું પ્રતિબિંબ ઝિલાયેલું છે. એના ગદ્યનું સ્વરૂપ પણ એવું છે કે જેમાં પુનરુક્તિને અવકાશ છે. તેમાંય શ્રીમદે તે તે વિચારો પોતાના અંગત ઉપયોગ માટે જ ઝિલેલા, એટલે પછી જેનું મહત્ત્વ વધારે તેની પુનરુક્તિ વધારે -- -- એ સ્વાભાવિક ગણાય. આ ઉપરાંત તેમની જે કૃતિઓ અપૂર્ણ મળે છે, તેમાંની મોટાભાગની કૃતિઓ કોઈ મહાન ગ્રંથના પ્રયોગાત્મક કે પ્રારંભિક સ્વરૂપ જેવી છે, તેથી તે પણ આવા જ પ્રકારની બને તે સહજ છે. આમ છતાં તેમના લખાણની પ્રાસાદિકતા એવી છે કે તેમાં પુનર્રચારણ દોષરૂપે લાગતું નથી, અને દરેક વખતે તેમાંથી કંઈ ને કંઈ નવીનતા મળતી હોય તેમ જણાય છે.
શ્રીમદના ગદ્યમાં કેટલીક ભાષાકીય લાક્ષણિકતા પણ જોવા મળે છે. તેમની તત્વવિચારણા મુખ્યત્વે જૈન દર્શનને અવલંબીને થયેલી હતી, તેથી તેમાં જૈન પારિભાષિક શબ્દોનો છૂટથી ઉપગ થયેલો જોવા મળે છે. તેમના પત્રો પણ તેનાથી ભરપૂર છે. વીતરાગ, સમિતિ, ગુણસ્થાન, અપૂર્વકરણ, સામાયિક, વ્યામોહ, વગેરે જૈન સંપ્રદાયમાં વિશિષ્ટ અર્થમાં વપરાતા સંખ્યાબંધ શબ્દોનો ઉપયોગ તેમના ગદ્યમાં છૂટથી થયેલો જોવા મળે છે. આ વાતની વિશેષ ખાતરી તેમની “મોક્ષમાળા”, “ભાવનાબેધ”, “સંયતિધર્મ”, “ પ્રતિમા સિદ્ધિ” વગેરે કૃતિઓ જોતાં થાય છે. ઘણુ વખત આવા વિશિષ્ટ – પારિભાષિક શબ્દ – જેમ કે કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અજ્ઞાન, સત્સંગ વગેરે –ને શ્રીમદે તેમના પત્રમાં અર્થ સાથે સમજાવેલા છે.
તેમના પત્રાદિ સાહિત્યમાં સંસ્કૃત તત્સમ શબ્દોને ઉપયોગ પણ જોવા મળે છે, જેમ કે -- અદર્શન, સપુરુષ, અદત્તાદાન, અનપવર્તન, અનાગાર, ઉત્સર્ગ, કેવલ્ય, ચતુગતિ વગેરે. તેમ છતાં તેમની ભાષા શુદ્ધ ગુજરાતી કહી શકાય તેવી છે. અને તે નર્મદ, દલપત, નંદશંકરના યુગની હોવાથી ઘડાયેલી પણ છે. તેમ છતાં શ્રીમદની ભાષામાં આધુનિક યુગમાં ન વપરાતી હોય તેવી જોડણી, તેવાં રૂપ, તેવા પ્રયોગ પણ કેટલીક વખત જોવા મળે છે. “હું એને બદલે “છઉં” ઘણી જગ્યાએ જોવા મળે છે; જેમ કે – માનું છઉં, કરું છઉં, ક્ષમાવું છઉં, શકું છઉં, વગેરે. અત્યારે ન વપરાતાં હોય તેવાં ભાવવાચક નામનાં રૂપનો ઉપગ પણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે – આત્માકારતા, વિસ્મયતા, ઉણાઈ, દુખમતા, વ્યતીતતા, સહનતા, અભ્ય, અશોભ્યતા, વગેરે. એ જ રીતે વિશેષણનાં પણ એવાં કેટલાંક રૂપે મળે છે; જેમ કે – વાસ્તવ્ય, દ્રવ્યાકાર વગેરે. વળી, ક્યારેક જાતિરે વપરાતા શબ્દો મળે છે; જેવા કે–પ્રયત્ન કરવું, પુરુષાર્થ કરવું, વગેરે. આ ઉપરાંત સૂચવન (સૂચન), તું આ ભવને વિશે ઉત્તમ છું, નિર્મમત્વતા (નિર્મમ), તાદશ્ય (તાદશ), આકળે ( આકરો), અહિયાસવા ( અભ્યાસવા), ઉપાધિગ્રાહ્ય (ગ્રસ્ત), પ્રત્યતી ( સંબંધી), કથિ (કઈ), વગેરે અપ્રચલિત રૂપો પણ તેમાં મળે છે. કેટલીક વખત શ્રીમદ ભારપૂર્વક જણાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org