________________
૬. અપૂર્વ અવસર
તો ઘણું નાના સ્વરૂપમાં જાણે તેવી જાતની ઈચ્છા પણ માયાને લીધે થાય છે. આમ માયા એ આત્માનો વિભાવ છે અને તેના થકી બીજા કેટલાયે દુર્ગણે આત્મામાં પ્રવેશે છે, તેથી માયાનો નાશ કરવો ઉચિત છે. માયાને નાશ કરવાને સૌથી અસરકારક ઉપાય તેની સામે સાક્ષીભાવે –– ઉપેક્ષાવૃત્તિથી રહેવું તે છે. માયા થાય તે તેને કેઈ જાતનું મહત્ત્વ ન આપવું, અંતે થાકીને તે નાશ પામશે. માયા સામે નિષ્કપટપણું તથા સરળપણું સાક્ષીભાવે અજમાવવાની શ્રીમદની નેમ છે.
ચોથે કષાય તે લોભ છે. તે સૌથી સૂકમ અને સૌથી ચીકણે એટલે કે સૌ પહેલાં પ્રવેશે અને સૌની અંતે જાય તેવો આ કષાય છે. સૂક્ષ્મ લેભ તો દશમા ગુણસ્થાન સુધી પ્રવર્તે છે. લોભમાંથી બીજા કષાયની પણ વૃદ્ધિ થાય છે. એક સંસ્કૃત સુભાષિત છે કે –
“ રોમરોધઃ પ્રમવતિ, ઢોમારા ઘનાયતે |
ચોમાન્નોર્થ નાહ્ય, ટોમ: વાવ પામ્ ! ” અહી જણાવ્યા પ્રમાણે લોભ એ જ સર્વ અનર્થનું મૂળ છે. સંસારીઓમાં તો લાભ પ્રત્યક્ષ જ છે. પોતાની ગણાતી વસ્તુ અન્યને આપવામાં થતે સંકેચ તેને લોભ બતાવે છે. મુનિ એ રીતે અપરિગ્રહી હોય છે, છતાં પુસ્તક મેળવવાનો, શિષ્ય વધારવાનો, કીતિ પ્રાપ્ત કરવાનો, લબ્ધિ મેળવવાનો એ વગેરે પ્રકારનો લોભ તો મુનિઓમાં પણ સંભવે છે. નિગ્રંથ મુનિ આ લોભથી બચવા સર્વથા પ્રયત્નશીલ હોય છે. તેમને સ્થળ મોહ તો હોતું નથી, પણ તેઓ સૂક્ષ્મ મેહથી પણ દૂર રહેવા મથતા હોય છે. લોભથી બચવા તેઓ લેભ જ લાભ કરે છે. લોભને જીતવા માટે લેભનો લોભ કરવા જેવો બીજો એકે ઉત્તમ ઉપાય નથી. લોભને લોભ કરો એટલે લોભ વાપરવામાં કંજુસાઈ કરવી, અર્થાત્ લભ ન કરો. આમ મુનિ લેભની સામે ત્યાગથી વર્તે છે. લોભને તો દૂરથી જ આવતે ભાળી તેનો નાશ કરવા તેઓ પ્રયત્નશીલ રહે છે. તેઓ ત્યાગ દ્વારા લેભને પ્રવેશવાનો અવકાશ જ આવવા દેતા નથી.
આમ શ્રીમદ્દે કોધ, માન, માયા અને લેભની દુર્જય પ્રકૃતિને જીતવાનો માર્ગ આ કડીમાં બતાવ્યા છે. તેમ કરવામાં તેમણે “દશવૈકાલિકસૂત્ર”ની નીચેની ગાથાનો આધાર લીધો જણાય છે –
વમળ ને ક્રોઢ' માળ નવા f ..
= ગવમાન રોમંસંતોનો ઉકળે ! ”૪૫ ઉપશમથી ક્રોધને હણ, નમ્રતાથી માનને જીતે, સરળતાથી માયાને દૂર કરે અને સતેષથી લોભને જીતે, એમ કહી ઉપશમ, નમ્રતા, સરળતા અને સંતેષને કોધ, માન, માયા અને લોભને જીતવાના ઉપાય તરીકે આ કડીમાં બતાવેલ છે. શ્રીમદે પણ આ જ સાધન ઉપરની કડીમાં દર્શાવેલાં આપણે જોઈ શકીશું.
૪૫. “દશવૈકાલિકસૂત્ર”, અધ્ય. ૮, ગાથા ૩૯, પૃ. ૧૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org