________________
૩૪૪
શ્રીમદની જનસિદ્ધિ આ ચારે કષાયને કેટલે અંશે નાશ કરવો તે વિશે શ્રીમદે લખ્યું છે કે –
બહુ ઉપસર્તા પ્રત્યે પણ ક્રોધ નહિ, 'વંદે ચક્રિ તથાપિ ન મળે માન ; દહ જાય પણ માયા થાય ન રોમમાં,
લોભ નહિ છે પ્રબળ સિદ્ધિ નિદાન જે.” અપૂર્વ, ૮ પ્રાણઘાતક ઉપસર્ગ આપનાર પ્રતિ પણ ક્રોધ ન આવે, છ ખંડના ધણી ચક્રવતી વંદન કરવા આવે તો પણ માન ન થાય, દેહને નાશ થતો હોય છતાં પણ માયાને આશ્રય લેવાની એક રુવાડે પણ વૃત્તિ ન થાય, અને પ્રબળ સિદ્ધિ તથા લબ્ધિ પ્રાપ્ત થઈ હોય છતાં તેને ઉપયોગ કરવાનો ક્યારેય લોભ ન થાય—એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? અહીં પ્રત્યેક કષાયની અંતિમ કક્ષા દર્શાવી, તે સ્થિતિમાં પણ કષાયને ઉદભવ ન થવો જોઈએ તેવી ઉત્કૃષ્ટ ભાવ અને દ્રવ્ય ચારિત્ર પાળવાની ભાવના શ્રીમદે બતાવી છે.
સામાન્ય કારણે કોઈ ન આવે તેટલી જીત તે ઘણું જીવની થઈ હોય છે. પણ ઘણા મોટા કે તીવ્ર, પ્રાણઘાતક નીવડે તેવા ઉપસર્ગ કરનાર પ્રતિ રેલ ન આવે અને સમભાવ જ રહે તેવી ભાવના શ્રીમદે અહીં વ્યક્ત કરી છે. નિગ્રંથ મુનિ જાણે છે કે –
અશુભ કર્મનો ઉદય ન હોય તે કઈ પણ વ્યક્તિ દુઃખ આપવા સમર્થ નથી. અસાતા વેદનીયને ઉદય આવે ત્યારે તે ફળ આપી ખરી જાય છે, તે કંઈ સ્થાયી રહેતું નથી. અને તેનાથી કંઈ જ્ઞાનગુણને હાનિ થતી નથી.”૪૬
આ જાતની ઉત્તમ સમજણથી મુનિ કોઈ પ્રતિ ક્રોધ ન કરતાં ક્ષમાભાવ રાખે છે. આવી ઉત્તમ ક્ષમાનું ઉદાહરણ “ગજસુકુમાર મુનિ”નું કથાનક છે.૪૭,
કઈ પણ વ્યક્તિ છે પણ માન આપે ત્યાં જીવને માનભાવ થતો જોવાય છે. ત્યારે અહી તે શ્રીમદે ચક્રવતી જેવી સંસારની સર્વોત્તમ મનાતી વ્યક્તિ વંદન કરવા આવે તે પણ માન ન થવું જોઈએ તેવી ભાવના ભાવી છે. ચક્રવતી છ ખંડની ધરતીના ધણી, ૯૬ કરોડ પાયદળના સ્વામી, ૬૪૦૦૦ રાણું અને ૧૪ રત્ન તથા ૯ નિધિના ભક્તા હેવા ઉપરાંત પોતાનું રૂપ વિકુવી શકવાની શક્તિવાળા હોય છે. આવા અઢળક સંપત્તિ અને સામર્થ્યવાળા પણ જ્યારે મુનિને મહાન ગણી વંદન કરવા આવે ત્યારે પણ મુનિ આત્માની અનત શક્તિ વિચારી ચક્રવતીને મળેલા પુદગલના વૈભવથી જરા પણ અંજાયા વિના માનથી દૂર રહી શકે, તેટલી હદ સુધી માનને પરાજય કરવાની ભાવના શ્રીમદે અહી વ્યક્ત કરી છે.
ક્રોધ અને માનની જેમ માયાને પરાભવ કરવાની અભિલાષા પણ શ્રીમદ્ સેવી છે. કઈ પણ જીવ કે પદાર્થ પ્રતિ રાગ કે દ્વેષાદિને ભાવ ન રાખતાં સમભાવ રાખવાની તેમની
૪. “પરમપદ-પ્રાપ્તિની ભાવના", પૃ, ૧૦. ૪૭. “મોક્ષમાળા”, પાઠ ૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org