________________
૫. આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૫૧ ૧૯૫૧ માં શ્રી ભાગભાઈની તબિયત પણ ઘણી નરમ થઈ ગઈ હતી, તે વખતે તેમને પણ એ જ પત્રની નકલ, તે પત્ર મુખપાઠ કરી વારંવાર વિચારવાની આજ્ઞાથી મોકલવામાં આવ્યો. વિ. સં. ૧૯૫૧માં શ્રી ભાગભાઈની વૃદ્ધાવસ્થા હતી. અને સાથે સાથે તબિયત પણ ઘણી નરમ હતી, તેથી ગદ્યપત્ર મુખપાઠ કરતાં તેમને ખૂબ મુશ્કેલી નડી. પોતાની મુશકેલી જાણું
ભાગભાઈને લાગ્યું કે અન્ય મુમુક્ષુ ભાઈઓને આ પત્ર મુખપાઠે કરતાં આવી જ મુશ્કેલી નડશે. સર્વને એ મુશ્કેલી દૂર કરવાના હેતુથી સભાગભાઈએ શ્રીમદ્દને એવી વિનંતી કરી કે, આ ગદ્યપાઠ યાદ કરવામાં બહુ તકલીફ પડે છે, તેથી માંદગી વખતે પથારીમાં સૂતા સૂતા પણ સતત રટણ કરી શકાય તેવી આમધ આપતી પદ્યરચના આપ કૃપા કરી લખી જણાવે તો મારા જેવા જીવા પર ઘણું ઉપકારનું કાર્ય થાય. સ્વાતિનક્ષત્રમાં છીપમાં પડેલું મેઘબિંદુ જેમ સુંદર મેતીમાં પરિણમે છે, તેમ કોઈ ભાગ્યશાળી ક્ષણે થયેલી આ વિનંતીના પરિપાકરૂપે “આત્મસિદ્ધિશાસ્ત્ર”ની રચના થઈ.
વિ. સં. ૧૫ર ના આ માસમાં શ્રીમદ્ ચરોતરના નડિયાદ ગામમાં નિવૃત્તિ માટે રહ્યા હતા. આસો વદ એકમની સાંજે બહાર ફરી આવીને શ્રીમદે તેમના સમીપવાસી ભાઈ અંબાલાલભાઈ પાસે ખડિ, કલમ તથા કાગળ માગ્યાં. શ્રી અંબાલાલભાઈ એ શ્રીમદને જરૂરી લેખનસામગ્રી લાવી આપી. અને શ્રીમદ્દ લખવામાં સગવડ રહે તે હેતુથી અંબાલાલભાઈ તેમની પાસે ફાનસ ધરીને ઊભા રહ્યા. તે વખતે માત્ર દોઢ-બે કલાક જેટલા ટૂંકા સમયમાં શ્રીમકે “આત્મસિદ્ધિશાસ્ત્ર”ના ૧૪૨ દોહરાની રચના કરી. શ્રીમદની વિચારધારા એ વખતે એટલી બધી સ્પષ્ટ હતી કે તેમણે લખાણમાં શાબ્દિક ફેરફાર પણ ભાગ્યે જ કર્યો છે, તે “આત્મસિદ્ધિ ની હસ્તલિખિત પ્રત જોતાં સ્પષ્ટ જણાય છે.
આત્મસિદ્ધિશાસ્ત્ર” રચતી વખતે શ્રીમદના મનમાં મુખ્યત્વે સભાગભાઈ જ હતા તે જણાવતો એક વધારાને દોહરે તેમણે ૧૨૭ મા દોહરા પછી રમ્યા હતા. તે આ પ્રમાણે હતે –
શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યહિત કારણે, કહ્યો બોધ સુખસાજ.પ
આત્મસિદ્ધિશાના મનનને અધિકારી વર્ગ – શ્રીમદની દષ્ટિએ આત્મસિદ્ધિ”ની રચના થયા પછી બીજે દિવસે તેની ચાર હસ્તલિખિત નકલો તૈયાર કરવામાં આવી. તેમાંની એક શ્રી ભાગભાઈને, બીજી શ્રી લલુજી મહારાજને, ત્રીજી શ્રી અંબાલાલભાઈને અને એથી શ્રીમના ભાગીદાર શ્રી માણેકલાલ ઘેલાભાઈ ઝવેરીને વાંચન-મનનાર્થે મોકલી આપવામાં આવી.
આત્મસિદ્ધિશાસ્ત્રની નકલ મોકલતી વખતે શ્રીમદે તેમાંની કેટલીક ગાથાઓને વિશેષપણે સમજાવતા પત્ર પણ તે સાથ મેકલ્યા હતા. સાથે સાથે તે ચારે વ્યક્તિઓને
આત્મસિદ્ધિશાસ્ત્ર” વિશે જાહેરમાં નિર્દેશ કરવાનો નિષેધ કર્યો હતો લલ્લુજી મહારાજને તે વિશે શ્રીમદે લખ્યું હતું કે –
૫. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. પપપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org