________________
શ્રીમની જીવનસિદિ મોક્ષસુધ” નામની અપૂર્ણ રહેલી ગદ્યરચના, “સ્વરોદયજ્ઞાન” પરની અપૂર્ણ ટીકા, નવતત્ત્વ પ્રકરણ”ની એક ગાથા પરની ટીકા, “જીવતત્ત્વસંબંધી વિચાર”, “પુષ્પમાળા”, “બોધવચન”, “સાત મહાનીતિનાં વાક્યો ”, “વચનામૃત” વગેરે મળી હજારબાર જેટલાં નીતિવચને મળે છે. આ ઉપરાંત “ભાવનાબેધ”, “મોક્ષમાળા” અને “સ્ત્રીનીતિબેધક વિભાગ ૧” નામનાં તેમણે જ પ્રસિદ્ધ કરેલાં ત્રણ પુસ્તક મળે છે. તે સિવાય કેટલાંક છૂટક પડ્યો અને અવધાનમાં રચાયેલી કેટલીક પદ્યકૃતિઓ પણ હાલમાં ઉપલબ્ધ છે.
શ્રીમદના વીસ વર્ષની ઉંમર પહેલાં રચાયેલા સાહિત્યમાં ઉપલબ્ધ કરતાં અનુપલબ્ધ કૃતિઓની સંખ્યા વધી જતી જણાય છે. તેમણે આઠમે વર્ષે ૫૦૦૦ કડીઓ રચી કહેવાય છે. નવ-દસ વર્ષની વયે તેમણે પદ્યમાં “રામાયણ” અને “મહાભારત” સંક્ષેપમાં લખ્યાને ઉલ્લેખ તેમની “સમુચ્ચયવયચર્યામાં જોવા મળે છે, “રામ ઇત્યાદિનાં ચરિત્ર પર કવિતાઓ રચી છે.૧ અગિયાર વર્ષની વયથી તે તેઓ લેખ પણ લખવા લાગ્યા હતા, જેમાં સ્ત્રીકેળવણું વિશે એક લેખ લખ્યાના નિર્દેશ મળે છે. બાર વર્ષની વયે તેમણે ઘડિયાળ વિશે ત્રણ કડીઓ રચી કહેવાય છે. પરંતુ આ બધામાંથી કોઈ પણ લખાણ ઉપલબ્ધ નથી.
સાક્ષાત્ સરસ્વતી” નામનું એક નાનું પુસ્તક વિનયચંદ પિપટભાઈ દફતરીએ વિ. સં. ૧૯૪૩માં લખ્યું હતું તેમાં શ્રીમદ્દ ૧૯ વર્ષની વય સુધીનો વૃત્તાંત પ્રગટ કર્યો છે. એ વૃત્તાંતમાં તેમની અવધાન વગેરે શક્તિઓ ઉપરાંત તે સમયના તેમના અપ્રગટ લખાણ વિશેની, થોડી માહિતી પણ આપી છે. તેમાં વિનયચંદભાઈએ નિદેશેલી કૃતિઓમાં “મોક્ષમાળા” પણ છે, જે પ્રગટ થયેલી મળે છે. પરંતુ “નમિરાજ ગ્રંથ” કે “સાર્વજનિક સાહિત્યના ગ્રંથનો તેમાં જે ઉલ્લેખ મળે છે તે વિશે બીજી કશી માહિતી મળતી નથી.
નમિરાજ ગ્રંથ” વિશે વિનયચંદભાઈ લખે છે કે “નમિરાજ” નામે એક સંસ્કૃત મહાકાવ્યના નિયમાનુસાર એમણે ગ્રંથ રચ્યો છે જેમાં શાંત રસ પ્રધાન રાખીને નવ રસની રેલમછેલ કરી મૂકી છે; જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાતુર્વર્ગ સંબંધી ઉપદેશ કરી ફળમાં મોક્ષમાર્ગ મૂકી દીધો છે. એ પાંચ હજાર શ્લેકના પૂરને ગ્રંથ તેમણે ત્રણ દિવસમાં ર હતો. એ ગ્રંથ વાંચતાં દરેક મનુષ્યને એ દેવાંશી નરની કવિત્વશક્તિના લાલિત્યનું ભાન થાય છે.” સાર્વજનિક સાહિત્ય” વિશે તેમણે લખ્યું છે કે –
એ મહાત્માએ એક સાર્વજનિક સાહિત્યને એક હજાર પ્લાકને ગ્રંથે એક દિવસમાં ર છે, જે હમણું ધ્રાંગધ્રાના એક ડકટર પ્રસિદ્ધ કરનાર છે.”૩ ૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ ૧, પૃ. ૨૦૫, આંક ૮૯. ૨. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા”, આવૃત્તિ ૪, પૃ. ૮૭. ૩. એજન, પૃ. ૮૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org