________________
ભૂમિકા
શ્રીમદ્દના કિશોરાવસ્થાના સાહિત્યમાં, તેમણે વીસ વર્ષની વય સુધી રચેલી કૃતિઓને સમાવેશ કરવામાં આવ્યું છે. તેમના સાહિત્યના “વીસ વર્ષ પહેલાંનું” અને “વીસ વર્ષ પછીનું” એમ બે વિભાગ કરવાનો હેતુ, તે વયે તેમના જીવનમાં આવેલો પલટે છે. શ્રીમદે સાહિત્યસર્જનની શરૂઆત, તેમના જણાવ્યા પ્રમાણે, આઠ વર્ષની લઘુ વયથી, પદ્યરચનાથી કરી હતી. આરંભનાં વર્ષોમાં થયેલાં સર્જનનો ઘણેખર ભાગ આજે અપ્રાપ્ય છે. લગભગ પંદર વર્ષની ઉંમર પછીથી થયેલી તેમની રચનાઓ મળે છે. આઠ વર્ષની ઉંમરે શરૂ થયેલું તેમનું સર્જનકાર્ય સમયના વહેવા સાથે વધતું ગયું હતું, અને એ લખાણ તે સમયનાં વર્તમાનપત્રો તથા માસિકામાં વારંવાર છપાતું હતું. તેને લીધે પંદરસેળ વર્ષની નાની વયથી જ તેમને કવિ તરીકેની ખ્યાતિ મળી હતી. આ અરસામાં તેમની અવધાનશક્તિ પણ સારી એવી ખીલી હતી, જેના પરિણામે તેના પ્રવેગે વખતે તેમના દ્વારા થતી શીધ્ર પદ્યરચનાઓએ પણ એ ખ્યાતિમાં વધારો કર્યો હતો. આ બધી જાહેરપ્રવૃત્તિની બાબતમાં તેમનામાં વીસમે વર્ષ માટે પલટે આવ્યો હતો.
શ્રીમદ્દ બાળપણથી જ વૈરાગી હૃદય ધરાવતા હતા. તેમને આત્માનું, જેટલું થાય તેટલું વધુ હિત આ ભવમાં જ સાધી લેવાની મહેચ્છા હતી. આથી અવધાનના પ્રાગે કરવા, કાવ્ય કે લેખેનું સર્જન કરી તેને પ્રસિદ્ધિ આપવી વગેરે જાહેરપ્રવૃત્તિ, અને તેવી પ્રવૃત્તિથી મળતી ખ્યાતિ વગેરે તેમને પોતાના પરમાર્થમાર્ગમાં વિદનરૂપ લાગ્યાં. પરિણામે તેમણે વીસમા વર્ષ પછીથી જાહેર ક્ષેત્રને ત્યાગ કર્યો, એટલે કે અવધાનના પ્રયોગ, સાહિત્યની પ્રસિદ્ધિ આદિ શ્રીમદ્ ત્યાગ્યાં. તેથી વીસમા વર્ષ પછીથી તેમણે કરેલું લખાણ પિતાના અંગત ઉપયોગ માટે કે પોતાના અંગત સંબંધમાં આવતી ગણીગાંઠી વ્યક્તિઓના ઉપયોગ માટે થયું હતું. આ લખાણની પ્રસિદ્ધિ શ્રીમદ્દના અવસાન બાદ થઈ. વળી, વીસ વર્ષની વય પહેલાં સુધારે, શિક્ષણ આદિને લગતી ધર્મેતર સાહિત્યની રચના શ્રીમદ્દ કરતા હતા તે પણ વીસ વર્ષની વય પછીથી બંધ થઈ ગઈ હતી. માત્ર ધર્મને લગતી કૃતિઓની રચના તેમણે તે પછીથી કરી છે. ધર્મને લગતી કૃતિઓમાં પણ, પહેલાં જે કથા, દષ્ટાંત, કટાક્ષ આદિ વસ્તુઓ નજરે ચડતાં હતાં, તેના સંપૂર્ણ લોપ વીસ વર્ષની વય પછીની રચનાઓમાં જોવા મળે છે.
આમ પ્રસિદ્ધિ, પ્રકાર આદિની દૃષ્ટિએ જોતાં શ્રીમદના સાહિત્યના “વીસ વર્ષ પહેલાંનું અને “વીસ વર્ષ પછીનું” એમ બે સ્પષ્ટ વિભાગ પડે છે.
હાલમાં શ્રીમદના વીસ વર્ષની વય પહેલાં લખાયેલા સાહિત્યમાં “રત્નકરંડશ્રાવકાચાર” માંથી કેટલાક અનુવાદ “દ્વાદશાનુપ્રેક્ષા”, “ઉત્તરાધ્યયન સૂત્ર”ના ૩૬મા અધ્યયનનો કેટલેક અનુવાદ, “જીવાજીવવિભક્તિ”, “મુનિસમાગમ” નામને અપૂર્ણ રહેલો લેખ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org